________________ ' પ્રકરણ 4 થું વલ્લભી સામ્રાજય : ઈ. સ. 480 થી ઈ. સ. 770 " મિત્ર : ઈ. સ. 480 લગભગ સ્કંદગુપ્તનું મૃત્યુ થતાં તેનું રાજ્ય છિન્નભિન્ન થઈ ગયું અને સૌરાષ્ટ્ર-ગુજરાન–સિંધ વગેરે પ્રદેશ ઉપરથી ગુપ્તનું આધિપત્ય ઊઠી ગયું. એ સમયે ગુપ્ત રાજ્યના સૂબાઓએ જ્યાં બની શક્યું ત્યાં સ્વતંત્રતા પ્રાપ્ત કરી. તે પૈકી સૌરાષ્ટ્રના સેનાપતિ ભટ્ટાર્ક નામના મિત્રને વલભીપુરનું રાજ્ય સ્થાપ્યું. આ વિષયમાં એક શંકા કરવામાં આવે છે કે મિત્રને હણે સાથે આવ્યા અને ગુપ્ત સામ્રાજયના પતન પછી અંધાધૂંધીને લાભ લઈ તેમણે રાજ્ય સ્થાપ્યું. તેમાં એવી પણ શંકા ઉપસ્થિત કરવામાં આવે છે કે ભટ્ટાર્ક ગુજ૨ હતો અને તેના સમકાલીન લાટના ગુર્જરે તેના પિતરાઈઓ હશે, અને ગુજરેએ આ પ્રદેશ ઉપર અધિકાર મેળવી પિતાનાં રાજ્ય સ્થાપ્યાં. પણ તે બધી શંકાએ નિર્મળ છે. ભટ્ટાર્ક એ સાહિત્યની ભાષામાં જોઈએ તે સૂર્યનું નામ છે અને વહીવટી ભાષામાં જોઈએ તે સેનાપતિનું બીજું નામ છે. ભટ, સુભટ, ભટ્ટાર્ક એ લશ્કરી અમલદારોનાં પદ હતાં અને સેનાપતિ ભટ્ટાર્ક ગુપ્ત રાજ્યને એક અમલદાર હશે તે વધુ સંભવિત છે. વળી લાટનું રાજ્ય તે ગુર્જરના હાથમાં ઈ. સ. 630 લગભગ પડયું. એટલે ગુપ્ત રાજ્યના પતન પછી સૌરાષ્ટ્રનું સ્વામિત્વ તેના સેનાપતિએ પ્રાપ્ત કર્યું હોય તે વિશેષ સંભવિત છે. ગુપ્ત આધિપત્ય : બીજું પ્રમાણ એ છે કે ભટ્ટાકે પિતાના રાજ્યમાં ગુપ્ત સંવત્સર તથા ગુપ્ત ચલણ ચાલુ રાખ્યાં હતાં, તે કાંતે તેના મૂળ સ્વામી પ્રતિની વફાદારીને કારણે અને કાંતે તેના પુનરાગમનના ભયે રાખેલાં તેમ સહેજે માની શકાય છે. વલભીપુર: વલ્લભીપુરનું નામ શા ઉપરથી પડયું તે પણ એક પ્રશ્ન છે. ગુપ્ત અથવા ક્ષત્રપ રાજાઓના સમયમાં આ શહેરનું અવશ્ય તેઓના રાજ્યમાં એક અગત્યનું સ્થાન હશે. કારણ કે ઈ. સ. 140 લગભગ ચાઈનીઝ મુસાફર હ્યુ-એન-શાંગ આવ્યું ત્યારે આ શહેર એક ભવ્ય નગર હતું. તેને વિકાસ વલ્લભીના રાજાએ કર્યો હશે, પણ તેનાં મૂળ તે પ્રથમથી જ પડ્યાં હશે. 1. પ્રે. કેમીસરીયેટઃ હીસ્ટ્રી ઓફ ગુજરાત. 2. ક્ષત્રપ કાળમાં સેનાપતિ બાપકના પુત્ર સેનાપતિ રુદ્રભૂતિને ઉલ્લેખ ગુંદાના શિલાલેખમાં છે.