________________ સૌરાષ્ટ્ર ઇતિહાસ નૌશીરવાનનાં લશ્કર નોઝાદની પાછળ પડયાં. તેથી તે ખુઈસ્તાનના બેલાપાટમમાં ગયો અને ત્યાં રહ્યો. આ બેલા પટ્ટમ કે બેલાપાટમ્મમાં તેને આશ્રય મળે તે ગુઈસ્તાન કે ખુઈસ્તાનનું નહિ પણ વલ્લભીપુર હોવું જોઈએ. તેને “એલાપટ્ટમ પણ કહેવામાં આવ્યું છે. અને બેલા પાટમ” પણ કહ્યું છે. એટલે પિતાના પિતાથી રક્ષણ મેળવવા નૌશેઝાદ બેલા પટ્ટમ અર્થાત્ વલભીપુરમાં આવ્યું અને નૌશીરવાન જેવા બળવાન સમ્રાટ વિરુદ્ધ વિદ્રોહ કરનારને મહાન વલભી સિવાય કેણુ આશ્રય આપી શકે? વળી મહારાજા ગુહસેન શરણ શોધનારને કંઈ પણ પરવા કર્યા સિવાય આશ્રય આપતે. એટલે તેણે નૌશેઝાદને આશ્રય આપ્યો. અને તે સાહસ કર્યું. તે માટે તેના અનુગામીઓએ તેને આ વિશિષ્ટ સદ્દગુણને તેમનાં તામ્રપત્રોમાં નિર્દેશ કર્યો. નૌશીરવાનનાં સૈન્યો નૌરોઝાદ પાછળ જ હતાં. અને તેણે વલ્લભીપુરને લગભગ ઘેરો ઘાલ્યો. બળવાન સૈન્ય સામે વલ્લભી ટકયું નહિ અને મહારાજા ગુહસેને મરણિયે પ્રયાસ કર્યો. પણ ઈરાનનું સૈન્ય અતુલ હતું. ગુડસેનને પરાજય થયો, અને તે સમરાંગણમાં સદાને માટે પિઢી ગયે. નોશેઝાદ કેદ પકડાયે, અને તેના પિતાએ તેને અંધ બનાવ્યું અથવા મારી નાખ્યા આ સમયે ગુહસેનની રાણીએ તેની સાથે સતી થઈ. પરંતુ પુષ્પાવતી રાણી કે જે ચંદ્રાવતીના પરમારની પુત્રી હતી તે સગર્ભા હોઈ તે સમયે પિયેરમાં હતી અને તેને આ સમાચાર મળતાં તે માર્ગમાં રહી ગઈ અને ત્યાં ગુહાને જન્મ આપે, જે ગુડા પરિણામે ચિતોડ રાજ્યવંશનો સ્થાપક થયે.૪ - 1. બોમ્બે ગેઝેટીયર તેને ગુસ્તાનનું બેલા પદમ હોવાની શંકા કહે છે. 2. વલ્લભીપુર જે પ્રદેશમાં હતું તેને વેલક્ષેત્ર કે વલ્લક્ષેત્ર કહેવામાં આવતું. - 3. સં. 252 (ઈ. સ પ૭૧)નું તામ્રપત્ર : સં. ૨૮-ઈ. 6 05 શીલાદિત્યપ હેલાનું તથા તે પછીના અનેક તામ્રપત્રો ગુસેનના આ ગુણને સ્પષ્ટ નિર્દેશ કરે છે. (તામ્રપત્રો માટે જુઓ શ્રી. આચાર્ય હી. . ઓફ ગુજરાત ભાગ 1 લે. 4. ગુહસેનના રાજ્યઅમલ દરમ્યાન પરદેશીઓની ચડાઇ આવેલી અને વલ્લભીપુરનાં સૈન્યને પરાજ્ય થયેલે તે પ્રશ્ન ઉપર વિદ્વાનોમાં મેટો મતભેદ છે, અને તે મેવાડવંશના સ્થાપક ગુહાની ઉત્પત્તિ આ કુળમાંથી થઈ કે કેમ તે પ્રશ્નમાંથી ઉપસ્થિત થયેલ છે. કર્નલ ટોડ લખે છે કે ઈ. સ. 124 (વિ. સ. 58 0) લગભગ વલભીનો વિનાશ થયો. અને ત્યાંની રાણુ પુષ્પાવતી કે જે ચંદ્રાવતીના પરમાર રાજાની કુંવરી હતી તે અંબાજીની - - 1. વલભીને વિનાશ ઇ. સ. પર૪ માં નહિ પણ તે પછી 250 વર્ષ પછી થયો હતો. તેની આ પ્રકરણને અંતે ચર્ચા કરવામાં આવી છે,