________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ વિજયસેન ભટ્ટાર્કની બહેનની પુત્રી દુદાઉ ઉ લુફા હતી. તેણે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી અને ધ્રુવસેનની સહાયથી વલ્લભીપુરમાં બૌદ્ધ મઠ બંધાવ્યું હોવાને એક લેખમાં ઉલ્લેખ છે. તેણે તેનાં સગાસ્નેહીઓને ખૂબ દાન આપ્યું અને દરેકની ઈચ્છા પૂરી કરી તેથી તેને " કલ્પતરુ” કહેવામાં આવ્યું છે. ધરપત: (ઈ. સ. 535 થી ઈ. 539) ધરપત રાજ્યપતિ થયે ત્યારે વૃદ્ધાવસ્થાને આરે પહેર્યો હતો. પિતાના ભાઈએ રાજા હતા ત્યારે તેને રાજ્યપતિ થવાની આશા પણ નહિ હોય. એટલે તેણે ભક્તિમાં પિતાનું જીવન વ્યતીત કરેલું. મૈત્રકના કુલદેવ “મિત્ર” વા સૂર્યની તેણે ભક્તિ કરેલી. તે સૂર્ય પૂજક હતો, તેમ છતાં તેણે પણ વિજયે પ્રાપ્ત કર્યા હતા અને શત્રુઓને પરાજિત કરેલા તેમ તેના અનુગામી તેની પ્રશંસા કરતાં લખે છે. ગુહસેન પહેલ : (ઈ. સ. 554 થી 569) ધરપતના મરણ પછી તેને પુત્ર ગુહસેન ગાદી ઉપર આવ્યા. ગુહસેન યુવાન હતો, શક્તિશાળી હતો અને કુમારપદે હતો ત્યારથી તેણે યુદ્ધમાં પરાક્રમ બતાવ્યાં. શત્રુઓનાં દળોને તેણે ભેદીને વિજયે પ્રાપ્ત કરેલા. તેણે અનેકને શરણ આપેલું અને પ્રજાને ખુશ કરેલી. રૂપમાં તે કામદેવ જે, કાન્તિમાં ચંદ્ર જે સ્થિરતામાં હિમાલય જે, ગંભીરતામાં સમુદ્ર જે, જ્ઞાનમાં બૃહસ્પતિ છે અને ધનમાં કુબેર જે મહાન હતો. વિદ્વાનેને તે આશ્રય આપતો. ગુહસેને લગભગ 15 વર્ષ રાજ્ય કર્યું, અને તે સમયમાં તેણે કંઈક શત્રુઓને પરાજિત કર્યા અને પોતે પણ પરાજ્ય પામ્યો. પરંતુ વલભીપુર રાજ્યને વિસ્તાર ગુજરાતના સીમાડા બહાર તેણે વધાર્યો. માળવા, દક્ષિણ અને છેક કર્ણાટક સુધીના રાજાઓને ગુહસેનનાં સૈન્યની ધાક લાગતી, અને આ દેશ પર તેણે આધિપત્ય મેળવ્યું. 1. ગુપ્ત સંવત 207 નું તામ્રપત્ર (રાસમાળા) તેમાં ફેઇની દીકરી કહી છે; પણ સં. ૨૧૬ના માઘ વદી ૭ના તામ્રપત્રમાં “સ્વભાગિનેયી પરમપાસિકા દુદા” લખ્યું છે. એટલે ભાણેજ થઈ. (શ્રી આચાર્ય હી. ઇ. ગુ. ભા. 1 ) 2. સં. 252 નું તામ્રપત્ર. . વલ્લભીપુરના રાજ્ય ઉપર આ કાળમાં કઈ બળવાન શત્રુ ચડી આવેલ અને વલ્લભી રાજાને પરાજ્ય આપે તે વાતને ઉપરોક્ત વાતથી પુષ્ટિ મળે છે. મારા અભિપ્રાય પ્રમાણે આ પરાજ્ય ગુહસેનના રાજ્યના અંતિમ વર્ષમાં થયે હેવો જોઈએ.