________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ વલભી રાજાઓ: ભાઈ વિજયસેન તથા ધરસેન પહેલો, દ્રોણસિંહ તથા ધ્રુવસિંહ (ઈ. સ. પ૦@ી પ૩૬). . ભટ્ટાર્ક વિજયસેન ગુપ્ત રાજ્યના અંતિમ ભાગમાં વલભીના સેનાપતિ હતા, તેણે ગુપ્ત રાજાઓને અમલ ઊઠી જતાં રાજસત્તા હસ્તગત કરી; પણ પોતે મહારાજા કે રાજાનું બિરુદ ધારણ કર્યું નહીં. તે પિતાના પૂર્વ સ્વામીને વફાદાર રહ્યા હેવાનું જણાય છે. તેણે ગુપ્ત રાજાઓના કાયદા–ચલણ અને સંવત્સર ચાલુ રાખ્યાં હતાં. ઈ. સ. ૪૮૦માં સ્કંદગુપ્તનું રાજ્ય છિન્નભિન્ન થયું પણ તેના વારસે ભાનુદત્ત અને તે પછી નરસિંહગુપ્ત વિદ્યમાન હતા, એટલે લગભગ 29 વર્ષ તે વિજયસેને તેના નામે રાજ્ય કર્યું હોવાનું જણાય છે. - સેનાપતિ ભટ્ટાર્કનું મૃત્યુ ઈ. સ. પ૦૯ આસપાસ થયું. ભટ્ટાર્ક ગુણોને વંશપરંપરાથી પદવી ભગવતો સામંત હતો. તેણે તેના મિત્રના સૈન્યની સહાયથી શત્રુઓને વશ કર્યા હતા. તેણે સ્વપરાક્રમ અને ભાગ્યબળ વડે રાજ્ય પ્રાપ્ત કર્યું હતું. પરંતુ તેણે મહારાજા પદ ધારણ કર્યું ન હતું અને સેનાપતિ તરીકે ગુપ્ત સન્યની સહાયથી રાજ્ય જાળવી રાખ્યું અથવા વિસ્તાર વધાર્યો ધરસેન 1 લે. ઈ. સ. 45 થી 49 () ભટ્ટાર્કના મૃત્યુ પછી તેના વારસ તરીકે તેને જયેષ્ઠ પુત્ર ધરસેન પટેલ ગાદીએ આવ્યા. સેનાપતિની જગ્યા વંશપરંપરાની હતી એમ આ ઉપરથી ફલિત થાય છે. ધરસેનને પણ સેનાપતિ કહ્યો છે. તેણે પણ મહારાજાનું બિરુદ ધારણ કર્યું નથી, પણ વિજયે પ્રાપ્ત કર્યા હશે તેમ જણાય છે. તે પણ તેના પિતાની જેમ શૈવ સંપ્રદાયને હતું. તેને રાજ્યઅમલ કેટલાં વર્ષ ચાલે તે જણાતું નથી. પરંતુ આ અમલમાં ગુપ્તના રાજ્ય ઉપર પ્રહારે પડતા જતા હતા અને મગધનું મહારાજ્ય છેલ્લા શ્વાસ ભરી રહ્યું હતું. ઈ. સ. 503 માં તેને સંપૂર્ણ પરાભવ થયે અને સૌરાષ્ટ્ર ઉપર ગુપ્ત સમ્રાટેને અધિકાર પુન: સ્થાપિત થવાને ભય પણ સદાને માટે નષ્ટ થયે. દ્રોણસિંહ : ઈ. સ. 49 થી ઈ. સ. 51 () ધરસેન પહેલાના મૃત્યુ પછી દ્રોણસિંહ ગાદીપતિ થયે અને તેણે ગુપ્ત 1. વલ્લભી સંવત્ ૨૫નાં તામપત્રો-ધ્રુવસેન બીજાને સમયનાં (ભાવનગર ઈસ્ક્રીપશન્સ) વલભી સંવત્ ૩૫રનાં તામપ2ા-શીલાદિત્ય 2 જાના સમયમાં સદર.