________________ વલ્લભી સામ્રાજ્ય ' આ મહારાજ્યને સ્થાપક ભટ્ટાર્ક હતું, પણ તેનું મૂળ નામ વલ્લભ હશે અથવા કેઈ અન્ય વલ્લભે આ નગર તેના નામ ઉપર વસાવ્યું હશે. મારા મત પ્રમાણે મિત્રક ભટ્ટાર્કનું નામ વલ્લભસેન ભટ્ટાર્ક હોવું જોઈએ અને તેણે આ સ્થાનને વલ્લભપુર એવું નામ આપ્યું હશે. કર્નલ ટેડ બાલા-બદ્ધક-વાળા વગેરે શબ્દ ઉપરથી આ નામ પડયું તેમ જણાવી તેનું નામ બલરામ હતું તેમ જણાવે છે, પણ શ્રી ગૌરીશંકર હીરાનંદ એઝાના મત પ્રમાણે આ વસ્તુ માત્ર કર્નલ ટેડનું કલ્પનાયુકત અનુમાન છે. કર્નલ ટેડ એમ પણ કહે છે કે ગઝની એ વિશ્લભીપુર રાજ્યની બીજી રાજધાની હતી. ગઝની ખંભાતનું નામ હતું અને તેને તેના રાજ્યમાં સમાવેશ થતું હશે. વલ્લભીનાં દાનપત્રમાં વલ્લભીપુરના પ્રદેશને વલ્લાક્ષેત્ર કહ્યું છે, જે હાલ વાળાંક કહેવાય છે, પણ તેને વલ્લભીપુર સાથે સંબંધ નથી. એટલે ગુપ્ત સૈન્યના સેનાપતિ ભટ્ટાર્ક વલભસેન અથવા વલભસિંહે ગુપ્ત વંશના રાજા સ્કંદગુપ્તના મૃત્યુ પછી હુણેના હુમલાઓ વખતે આ સ્થાનમાં રહી સૌરાષ્ટ્ર ગુજરાતનું મહારાજ્ય સ્થાપ્યું અને તેના પાટનગરને વલ્લભીપુર અથવા વલભી નામ આપ્યું તેમ પ્રતીત થાય છે. વલભી રાજ્યના સ્થાપક ભટ્ટાર્કને એક મત પ્રમાણે કનકસેન પરમાર કે જે ઈ. સ. ૧૪૪માં આયોધ્યામાં રાજ્ય કરતાં તેણે પિતાનું રાજ્ય તજી ધેળકા અથવા વિરાટપુરીમાં પિતાની રાજધાની કરી; અને પછી વડનગરમાં રાજધાની કરી. તેને પુત્ર મહામદ તેને સુદેવ અને તેને વિજયસેન થયે. તેનું અન્ય નામ પણ હતું. તેણે વિજાપુર, વિદર્ભ અને વલ્લભપુર વસાવ્યાં અને તે વિજયસેન તે જ ભટ્ટાર્ક. ઈતિહાસના પરમ વિદ્વાન શ્રી. ગો. હી. એઝા આ કથનને કર્નલ ટોડની કલ્પના કહે છે. કારણ ઈ. સ. ૧૪૪માં સૌરાષ્ટ્ર ગુજરાતમાં મહા બળવાન ક્ષત્રપવંશ હત; પણ તેને અર્થ એ ન થાય કે કનકસેન અહીં આવેલે નહિ; તેના આધિપત્યને તેણે પણ સ્વીકાર્યું હોય અથવા તેના દાસત્વમાં રહ્યો હોય. કનકસેન સૂર્યવંશી હતા અને તેના વંશજ વિજયસેન યા વલલભસેને ભટ્ટાર્ક પદવી ધારણ કરી ગુપ્તની સેવા સ્વીકારી હોય તે માનવા જેવું છે.' 1. આ માટે આ પછીને પ્રકરણમાં ચર્ચા કરી છે. 2. ભદ્રાને મિત્ર કહેતા કોઈ લેખક “મિહિર” (તેનો અર્થ પણ સૂર્ય થાય છે) બનાવી દઈ હણના સેનાપતિ મિહિરગુલ સાથે મેળવી દે છે. પણ આ મિહિરને માળવાના યશોધમ તથા મગધના રાજા બાલાદિત્યે (નરસિંહ ગુપ્ત) ઈ. સ. ૫૩૨માં હરાવી મારી નાખેલો. 3. શ્રી ગૌ. હી. એાઝા, કર્નલ ટોડના આ કથનને પણ કલ્પનામુકન માને છે. ટાડ રાજસ્થાન). 4. વિજયસેને આ શહેર તેની રાણી અથવા પુત્રી વલ્લભીને નામે પણ વસાવ્યું હોય, તેવું પણ એક અનુમાન છે.