________________ ગુપ્ત સામ્રાજ્ય સંવત્સર H મૌર્ય : આ સમયમાં જુદા જુદા સંવત્સરે ચાલતા. મૌર્ય પહેલાં યુધિષ્ઠિર સંવત તથા કલિયુગનાં વર્ષે ગણાતાં. મૌર્ય લેકેએ પિતાના રાજ્યનાં જ વર્ષ લખ્યાં. અશોક પણ લખે છે કે તેના રાજ્યના અમુક વર્ષમાં આ શિલાલેખે કેતરાવ્યા છે. તે પછી ક્ષત્રએ પિતાને સંવત્સર ચલાવ્યું. તેને માટે ઘણા વિદ્વાનોએ સંશોધન કર્યું છે, જેનું વર્ણન વિસ્તારભયથી છોડી દેવામાં આવે છે. પણ અત્રે એ નિર્ણય થયે છે કે શક સંવત્સર ઈ. સ. ૭૮માં શરૂ થયું. વિક્રમાદિત્ય નામના રાજાએ શક રાજાને કારૂર નામના સ્થાને (સુલતાન પાસે) માર્યો. તેથી વિજયેત્સવમાં આ સંવત્સર શરૂ થયે. 1. પણ તે વિક્રમ સંવત ઇ. સ. પૂર્વે 56 થી શરૂ થયો. 134 વર્ષ પછી શકેએ પિતાને શક સંવત્સર શરૂ કર્યો. તેને વરાહમિહિરે લોકપ્રિય બનાવ્યો.