________________ સૌરાષ્ટ્રને ઈતિહાસ ચલણી નાણું: આદિકાળના ઈતિહાસના પૂર્વ કાળમાં ચલણી નાણુ કરતાં વિનિમયની પ્રથા અસ્તિત્વમાં હતી; પણ બહુ જૂના સમયનાં ત્રિશૂળ, સ્વસ્તિક અને ચક્રોનાં ચિહ્નોવાળા ચાંદીના નાના સિક્કાઓ મળ્યા છે. તેનું ચલણ ઈ. સ. પૂર્વે 400-500 લગભગ હશે. ગ્રીક મેકિયાઃ તે પછી ગ્રીકેના ચેરસ અથવા પી ચાંદી કે ત્રાંબાના સિક્કાઓ પ્રાપ્ત થાય છે. તેની એક તરફ શિરટેપવાળું અથવા ઉઘાડું રાજાનું શિર તથા બીજી તરફ દેવદેવીની આકૃતિ છે. તેમાં કયાંય તારીખ કે વર્ષ નથી. કેઈ સ્થળે રાજાનું નામ તેના બિરુદ સાથે છે. ભાષા ખરેષ્ટિ છે. શક : શકના સિક્કાઓ આગળ જે તે સ્થળે ચર્ચાયા છે. શકેએ તેના ઉપર તીરકામઠું અને યુદ્ધો આલેખ્યાં હતાં. કેઈ સ્થળે ધર્મચક પણ લેવામાં આવે છે. ભાષા ખરેષિ, બ્રાહ્મી અથવા બને છે.. ક્ષત્રપોએ તેમના રાજ્યકાળમાં વારંવાર તેમના લેખમાં, આકૃતિમાં કે ભાષામાં ફેરફાર કર્યો છે.' મન સિક્કા : આ સમયમાં રોમન નાણું પણ ચલણમાં હતું તેમ જણાય છે. તેને કારણમાં પ્રેમને સાથે વેપાર વધારે હતું એટલે તેનું ચલણ થયું તેમ કહેવામાં આવે છે. પણ ક્ષત્રપોએ આવા ઘણા સિક્કા ઓગાળી નાખ્યા. જ ઇરાની સિક્કા : ઈરાનના સિક્કા પણ અત્રે ચલણમાં હતા. તેને “ગધેયા” કહેતા અને તે ઈ. સ.ની ૧૧મી સદી સુધી ચાલુ હતા. ગુપ્ત સિકા : ગુપ્ત સિક્કાઓ આકારમાં ગેળ અને ચાંદી કે ત્રાંબાના હતા. તેની એક તરફ રાજાનું અર્ધશરીર તથા વર્ષ ગુપ્ત સંવત્સરમાં હતું. બીજી તરફ નંદી અને અગ્નિકુંડ હતા. તેમાં “પરમ ભાગવત મહારાજા શ્રીકુમારગુપ્ત મહેન્દ્રાદિત્ય એ પ્રમાણે લખાણ હતું. આ સિક્કાઓનાં નામ અથવા કિંમત જાણવા મળતાં નથી. 1. ભૂમક અને નાહપાન, રુદ્રસિંહ અને રુદ્રસેનના સિક્કાઓ ઉત્તરોત્તર વજનમાં, કદમાં અને દેખાવમાં ઊતરતા જાય છે. તેના સમયમાં મહાક્ષત્રપ નહિ પણ ક્ષત્ર પણ સિક્કા પાડતા તેમ જણાય છે. - 2. "Commerce between the Roman Empire & India" Warmington. 3. હુણ લોકોએ ઈરાનનો ખજાને લૂટયો હતો અને ત્યાંથી અગ્નિકુંડની આકૃતિવાળા સિકકાએ ભારતમાં લાવ્યા હતા. તેની એક તરફ રાજાનું શિર હતું તેથી લોકો તેને ગંધર્વ માની “ગંધવિયા” અથવા “ગધેયા” કહેતા. (ગ. હી. આઝા.)