________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ ગુપ્ત: ગુણો પિતાની રાજ્યવ્યવસ્થા પિતાની સાથે લાવ્યા; ગવર્નરને તેઓ સ” કહેતા. તેઓના વહીવટની વ્યવસ્થા નીચે મુજબ હતી. ગ્રામ-ગામ. મહાદંડનાયક–પોલીસ ઉપરી. ભાગ-સ્થળી–તાલુકે. રણભંડાર ગૃહાધિકારી - યુદ્ધને સ્ટેરને ઓફીસર પથક–પથ–વિભાગ. મંડળ-જીલે. મહાસંધિવિગ્રાહક - યુદ્ધ શાંતિને અધિકારી. આહરા–મોટું ગામ કે શહેર. સેનાપતિ–સેનાપતિ (કવિ) ભૂક્તિ–વીસ્યા-ઈલાકે. અમલદારના નામ નીચે મુજબ હતાં: આયુક્તક છે જે તે ખાતામાં હોય તેમ વિનિયુક્તક નામ આગળ આ શબ્દ કુમારામાત્ય—પ્રધાન (યુવરાજ)* પ્રયુક્તક / મુકાતા, ગેસ–ગવર્નર. ઉપરિકા-ઉપરી : ગવર્નર. સચિવ–સેક્રેટરી. નગરશ્રેષ્ઠી–મેયર–નગરશેઠ. અમાત્ય-સલાહકાર. સાથવાહ-વેપારી (વણઝારે) દંડપાસાદ્ધિકર્ણિક - શિક્ષા દેનારે. પ્રથમાકુલીક–હાઉસ હેડ કોલર. ક્ષત્રપના રાજ્યવંશ ઉપર ઇરાનની અસર હતી. તેઓને વારસો પિતા પછી પુત્રને નહિ પણ કુટુંબના વડા સભ્યને ઊતરતે હેવાનું જણાય છે. તેઓ અવિભક્ત કુટુંબમાં આર્યોના પ્રારંભનાં વર્ષોમાં જે નિયમ હતો તેને અનુસરતા હશે તેમ જણાય છે. લગ્ન : મૌર્ય લકે પરદેશમાંથી સ્ત્રીઓને લાવી લગ્ન કરતા. ચંદ્રગુપ્તની સા મુરા દાસી હતી અને તેની એક રાણી ગ્રીક હતી. શક લેકેએ આ દેશમાં આવી, આપણે જોયું તેમ સ્થાનિક પ્રજામાં પુત્રીઓ આપી હતી અને પોતે પણ લગ્ન કર્યા હતાં. નાહપાનની રાણી હિંદી હતી. રુદ્રદામને તેની પુત્રી સાતવાહન વશિષ્ઠીપુત્રને પરણાવી હતી. વીર પુરુષ દત્ત નામના ઈફવાકુ રાજાને ઉજજેનના ક્ષત્રપની પુત્રી રુદ્રધારા પરણી હતી. રુદ્રસેન પહેલાની બહેન પ્રભુદામા હિંદુ રાજાની રાણી હતી. એ રીતે આ સમયે આંતરપ્રાંતીય કે આંતરજાતીય લગ્ન થતાં તેમ ભારવિ પુરાણમાં ઉલ્લેખ છે. 1. સરખા : મૌયને “ગોપ” વદત ગોપ્તા હતો. 2. દરેક રાજકર્મચારીને કુમારને ઇલ્કાબ આપવામાં આવતો : શ્રી બેનરજીના આધારે ડો. સાંકળિયા. 3. આ શબ્દ છે. સાંકળિયાના Archeology of Gujarat માંથી લીધા છે. 4. Epigraphic India : Volume 20.