________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ મેળવી લેવાની. તેઓ માત્ર પારસી, મુસ્લિમ અને કિશ્ચયનેને હિંદુ બનાવી શકયા નહિ. પણ શક, હણ, ગ્રીક, ગુર્જર, મિત્રક, આભિર, જાટ વગેરે અનેક જાતિઓને તેમણે હિંદુ ધર્મમાં મેળવી દીધી. ક્ષત્રિય : પુરાણમાં કહેલા ક્ષત્રિયે તે તે સમયે બહુ ઓછા હતા, ક્ષત્રિની 36 શાખાઓ હતી. તેમાંથી ઘણું લુપ્ત થઈ ચૂકી હતી. અને હુણે અને શકે તેમાં મળી જતાં, એક નવી જ જાતિ જન્મ લઈ ચૂકી હતી જે આજ * રાજપૂતના નામથી ઓળખાય છે.' વિર: વે વેપારી હતા. જાવડ, ભાવડ, બુદ્ધિમિત્ર અને બુદ્ધરક્ષિતર વે હતા. તે ઉપરાંત ગુર્જરે આવ્યા તેમાંથી ઘણા વૈશ્ય હતા અથવા થઈ ગયા. વર્તમાન સુતારે, વાળ, રબારીઓમાં ગુર્જર શાખા અદ્યાપિ વિદ્યમાન છે. શી : શુદ્રોની જાતિ તે હતી જ પણ તે અનાર્ય–દસ્યઓમાંથી ઊતરી આવેલા અથવા ચાંડાલે. જે બ્રાહ્મણને ચાંડાલ બનાવ્યા તે હેઠના ગુરુ બ્રાહ્મણે થયા જે હજી વિદ્યમાન છે. રાજ્યબંધારણ : રાજ્યવ્યવસ્થા મૌર્ય સમયમાં ઘણું વિચારયુકત હતી. કૌટિલ્ય જેવા સમર્થ માણસે તે સ્થાપી હતી. તેણે પ્રદેશના નીચે પ્રમાણે વિભાગો પાડેલા : 1. પ્રાન : જનપદ-(ગુજરાત સૌરાષ્ટ્ર જનપદ હતાં). 2. રાષ્ટ્ર : દેશ, તેના અધિકારીને રાષ્ટ્રપાલ-રાષ્ટ્રિકા કે તેથીકા કહેતા. 3. વિસય : આજુબાજુને પ્રદેશ (પંચકેસી). 4. પ્રદેશ : તાલુકે. 5. આહરા વા ગ્રામ : ગામડું, મોટા ગામને આહરા અને ગામડાને ગ્રામ પણ કહ્યું છે. 6. નગર : શહેર. 1. ચિતોડના પવિત્ર રાજવંશની ઉત્પત્તિ માટે વિદ્વાનેમાં ઘણે મતભેદ છે. ડે. ભાંડારકર માને છે કે ગહલોતે મૂળ નાગર હતા અને પછી ક્ષત્રિય થયા. (Journal Asiatic Society Bengal 1909 ). વર્તમાન પરમાર, ચૌહાણ, પઢિયાર, ચૌલુકો વગેરે હણમાંથી ક્ષત્રિયોમાં ભળ્યા તેમ પણ એક મંતવ્ય છે. (પ્રો. કેમીસેરીયેટઃ હીસ્ટ્રી ઓફ ગુજરાત). 2. જાવડ, ભાવડ શત્રુંજય મામ્યમાં છે તે બુદ્ધમિત્ર અને બુહરક્ષિત, અશ્વશર્મા અથવા આશામશાના પુત્રો હતા. તેઓ લંકાથી ધન લાવી જુન્નરમાં ગુફાઓ કોતરાવી શકયા હતા.