________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ વૈષ્ણવ : વૈષ્ણવ સંપ્રદાય જે અત્યારે અસ્તિત્વમાં છે તે શ્રી વલ્લભાચાર્ચપ્રણિત છે. આ સમયમાં તે સંપ્રદાય પ્રમાણે તે વૈષ્ણવ મત પ્રવર્તમાન ન હતું પણ ભારતમાં ઘણા ભાગમાં તે પ્રવર્તતે. તે નીચેનાં પ્રમાણેથી જણાય છે. સ્કંદગુપ્તને ગિરનારને પ્રસિદ્ધ શિલાલેખ વિષ્ણુના નામથી શરૂ થાય છે. “સ જયતિ વિજિતાર્તિ વિષ્ણુ રયન્તા જીણુ” રાજાએ તેમના બિરુદમાં “પરમ ભાગવત’ શબ્દો લખતા. અવતારપૂજા : એમ પણ સંભવ છે કે ધર્મના આ અંધકાર યુગમાં જુદા જુદા આચાર્યોએ વરાહ, નરસિંહ, કૃષ્ણ વગેરેની પૂજા પણ ચાલુ કરી હતી. જૈન ધર્મ : જૈન ધર્મનું પારણું સૌરાષ્ટ્ર છે. જેના 21 મા તીર્થકર નેમિનાથે અહીં તપશ્ચર્યા કરી હતી. ઈ. સ. પૂર્વે 400 વર્ષ પહેલાં જૈન ધર્મ અહીં પ્રવર્તમાન થયું હતું અને શકના રાજ્યકાળમાં તે પૂર્ણ કળાએ પહોંચ્યો હતો. આ સમયમાં કર્ણાટક સુધી દિગંબર સંપ્રદાય ફેલાયું હતું અને સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પણ તેનું શાસન વિદ્યમાન હતું. શત્રુંજ્ય પર્વત જૈન વિદ્વાની માન્યતા પ્રમાણે તેઓનું અતિપ્રાચીન સ્થાન છે. પ્રથમ તીર્થકર શ્રી કષભદેવે-આદિનાથે અહીં તપશ્ચર્યા કરી હતી. તેને પુત્ર રાજા ભરત અાધ્યાને રાજા હતા. તેણે યવને સાથે યુદ્ધ કરેલાં. તેના નાના ભાઈ બાહુબલિના પુત્ર સેમ્યુએ શત્રુંજય ઉપર ઇષભદેવને પ્રાસાદ બાંધે અને સૌરાષ્ટ્ર દેશની ઊપજ તેના ખર્ચ માટે આપી અને સૌરાષ્ટ્ર દેવદેશ” કહેવાયે. સેરઠના સૂબા શક્તિસિંહ, રાજાના પ્રધાન શુકનની સહાયથી ગિરનાર ઉપરથી રાક્ષસેને કાઢી ત્યાં આદિનાથ તથા અરિષ્ટનેમિના પ્રાસાદ બાંધ્યા. પાછળથી સ્વેચ્છાએ આ મંદિરને નાશ કરી પર્વતે ઉજજડ કર્યા; પણ જાવડ નામના ગરીબ, સાહસિક અને દેવી સહાયથી ધનાઢય થયેલા શ્રાવકે ત્યાં પુનઃ સ્થાપના કરવા પ્રયત્ન કર્યા અને શ્રી વાયલસ્વામી તથા કવદપક્ષે સહાય કરી, પણ પરધમીએાએ તેમ કરવા દીધું નહિ. જાવડ વિ. સં. 108 (ઈ. સ. પર)માં મરણ પામ્યા. 1. વરાહ મંદિર, કદવાર, વરાહ સ્વરૂપ (સેરઠ-ગોહિવાડ)માં છે. વઢવાણ પાસે ખેલડીયાદમાંથી ઈ. સ. ૧૯૫૪માં વરાહની મૂર્તિ ખોદકામ કરતાં લેખકે શોધી કાઢી હતી. તે બતાવે છે કે વરાહ સંપ્રદાય આ યુગમાં પ્રચલિત હતે. - 2. ડે સાંકળિયા માને છે કે જૂનાગઢના પ્યારા બાવાની ગુફાઓનું શિલ્પ જૈન છે. તેમાં “કેવલી જ્ઞાન” શબ્દો શિલાલેખમાં (ઈ. સ. 181-201 લગભગ) કતરેલા છે. તેથી જૈન ધમની અસર શક રાજાઓ ઉપર હશે. ક. શત્રુંજય માહામ્ય (શ્રી ધનેશ્વરસૂરિ) રાસમાળાને આધારે, આ માહાત્મ્ય પ્રમાણે શ્રી ધનેશ્વરસૂરિએ શીલાદિત્યને જૈન ધર્મની દીક્ષા આપી આ તીર્થે પુનઃ પવિત્ર કરી સ્થાપ્યાં. વિક્રમ સં. 477 (ઇ. સ. 421)