________________ વલભી સામ્રાજ્ય 47 સામ્રાજ્યને અંત આવી ગયો હોવાથી મહારાજાનું બિરુદ ધારણ કર્યું. આ સમયે હણે હજુ સોરાષ્ટ્ર સુધી પહોંચી શકે તેટલો સમય મેળવી શકે તેમ ન હતા. માળવાનું રાજ્ય પણ શક્તિમાન હતું નહિ, તેમ ગુજરાતમાં તેવાં કઈ બળવાન રાજ્ય હતાં નહિ. તેથી દ્રોણસિહે સ્વતંત્ર મહારાજા તરીકેનું પદ મેળવ્યું અને બીજા ભટ્ટ તથા ભટ્ટાર્કોને પિતાની આણ કબૂલ કરાવી તેણે “સ્વભુજબલપરાક્રમથી સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો. સંવત્ ૨પરના તામ્રપત્રમાં ધરપતને પુત્ર હતા તે ઉલ્લેખ છે. છતાં દ્રોણસિંહ પછી તેને ભાઈ ગાદીએ આવ્યું જે ઉપરથી પ્રતીત થાય છે કે મૈત્રકેટમાં પણ પિતા પછી પુત્ર નહિ પણ કુટુંબને છ સભ્ય ગાદીએ આવતે અને તે કમ આ પછી મિત્રક રાજાઓ થયા તેમાં આપણે જોઈ શકીએ છીએ. દ્રોણસિંહ પણ પરમ માહેશ્વર હતો અને શૈવ હતો. આ મહારાજાએ મનુસ્મૃતિ પ્રમાણે અમલ કરવા ન્યાયાલયે સ્થાપ્યાં અને સ્મૃતિના નિયમ પ્રમાણે ન્યાય કરવા આજ્ઞા આપી. તેને “ન્યાયાવતાર ધર્મ” કહ્યો છે અને જેમ સમરાંગણમાં તે કાળ સ્વરૂપે વિકરાળ હતું તેમ તેના અંગત જીવનમાં નમ્ર, માયાળુ અને વિવેકી હતે. દ્રોણસિહના રાજ્યઅમલની બીજી કોઈ હકીક્ત ઉપલબ્ધ નથી, પણ ભટ્ટાર્કનું આધિપત્ય જેટલા પ્રદેશમાં હતું તેટલામાં તેને રાજ્યવિસ્તાર હતું અને તેના સામતે પાસે પિતાની આણ કબૂલ કરાવ્યા સિવાય તેણે બીજાં યુદ્ધા ખેલ્યાં હોય તેમ જણાતું નથી. ધ્રુવસેન ૧લે : ઈ. સ. 119 થી 249 (2) દ્રોણસિંહના મૃત્યુ પછી તેનાથી નાનો ભાઈ ધ્રુવસેન વલ્લભીપુરને મહારાજા થયે તેણે પણ મહારાજા પદ ધારણ કરેલું. કમનસીબે તેના સંબંધમાં પણ તેણે શું પરાક્રમ કર્યા તેની વિગતો મળતી નથી. માત્ર તેના અનુગામીઓનાં તામ્રપત્રમાંથી તેની પ્રસંશાનાં વાળે જ મળે છે. આ રાજા તેના ભાઈઓ તથા પિતાથી ધાર્મિક બાબતમાં જુદે પડે. જ્યારે તેઓ પરમ માહેશ્વર “શિવભક્ત” હતા, ત્યારે ધ્રુવસેન પહેલે “પરમ ભાગવત” હતો. તેણે વિષ્ણુપૂજામાં પ્રેમ રાખ્યું હતું. પરંતુ તેના રાજ્યમાં જૈને તેમજ બોદ્ધોને પિતાના ધર્મો પાળવામાં અંતરાય હતો નહિ, બલકે ઉત્તેજન મળતું. 1. છેલ્લે સમ્રાટ ઈ. સ. 530 માં સર્વથા અશક્ત બની ગયો હતો અને તેનું સામ્રાજ્ય ખાઇ બેઠે હતો; પણ તેના પતનને પ્રારંભ તે વહેલે થઈ ચૂક્યા હતા. 2. સ્મીથ-અલહીસ્ટ્રી ઓફ ઇન્ડીયા. 3. ઉપર કથિત તામ્રપત્રમાં તેને મહાન, પરાક્રમી, સદ્ગુણ, તરીકે આલંકારિક ભાષામાં વર્ણવ્યા છે.