________________ વલ્લભી સામ્રાજ્ય 49 મહારાજા ગુહસેનના રાજ્યમાં એક આપત્તિ આવી. વલભીપુર ઉપર એક વિદેશી સૈન્ય ચડી આવ્યું. તે માટે વિદ્વાનેમાં મતભેદ છે. પણ એમ તે સ્પષ્ટ જણાય છે કે એક ચડાઈ આવેલી. પરદેશી ચડાઈ: હવે એ વિષયમાં વિચાર કરતાં એટલું નિર્વિવાદ જણાય છે કે વલભીપુરને અંતિમ નાશ આબેએ કર્યો. તે પહેલાં તેના ઉપર પરદેશીઓની એક બીજી ચડાઈ થઈ હતી. અને તે ચડાઈ કયારે આવી, કેની આવી તથા શા માટે આવી તે પ્રશ્નની ચર્ચા કરવાની રહે છે. નૌશીરવાન: ઇરાનના પ્રસિદ્ધ મહારાજા નોશીરવાન આદીલને રાજ્યવિસ્તાર ભારતના સીમાડા સુધી હતા, અને સાસાનીયનેએ પોતાના પુરોગામી પાથી અનેના મહારાજ્યને પુનઃ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરેલા. સાસાનીયન વંશના સ્થાપક અરદેશરે ઈ. સ. ૨૨૬માં ઈરાનની રાજ્યસત્તા હસ્તગત કરી અને લગભગ એ જ અરસામાં કુશાન અને સાતવાહન સામ્રાજ્યને ભારતમાં અંત આવ્યું. પણ આ બે વસ્તુઓને કાંઈ સંબંધ નથી. ઈરાનની રાજ્યસત્તા હાથ કરે અને તરત જ ભારત ઉપર ચડાઈ કરી આવાં બે બળવાન રાજ્યને નાશ કરે તે સંભવતું નથી. પરંતુ ઈ. સ. ૨૯૩–૨૯ને એક શિલાલેખ ઈરાનમાં પિંકુલી (ખુદીસ્તાન પ્રાન્ત) માંથી મળી આવેલ છે. તેમાં ઈરાનના સામ્રાજ્યના ભાગમાં ભારતના ઘણા વિસ્તારને ઉલ્લેખ છે. પ્રે. હરઝફેલ્ડ માને છે કે આ મહાસામ્રાજ્યને ઈ. સ. 26 લગભગ કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાત ઉપર અધિકાર હતો. મકરાણ અને સિંધના રાજા વાસુદેવને બહેરામે જીત્યું હતું, અને તેની કન્યા સાથે લગ્ન કર્યા હતાં બહેરામ ઈ. સ. 420-438 વચમાં થેયે એટલે તે કાળે પણ ઈરાનીઓની દષ્ટિ આ દેશ તરફ હતી. મુલ્લાન તે તેઓના અધિકારમાં ઈ. સ. ની છઠ્ઠી સદી પછી પણ હતું તેમ જણાય છે. આ વંશમાં નૌશીરવાન આદીલ ઈ. સ. પ૩૧ લગભગ થયો. તેના પુત્ર નોશેઝાદે તેના વિરુદ્ધ ઈ. સ. ૫૫૧માં બંડ કર્યું અને પિતાપુત્ર વચ્ચે પક્ષે બંધાયા. 1 વન્સેન્ટ રમીથઃ અર્લી હીસ્ટ્રી ઓફ ઈન્ડીયા. 2. પ્રો. હરઝફલ્ડને આધારે કામીએરીયેટ હીસ્ટ્રી ઓફ ગુજરાત. 3. ઇરાની સિક્કાઓ મુલતાનમાં છપાતા, ત્યાં સૂર્ય મંદિર હતું, જેને ઇરાની લો કે માનતા. આ સિકકાઓ ભારતમાં ચાલતા, પણ તે હુણ લે ઇરાનને ખજાને લુંટી અહીં લઈ આવ્યા હતા (ગૌ. હી. એાઝા ) 4. “બોમ્બે ગેઝેટીયર’ આ વર્ષ 570 ઈ. સ.નું કહે છે. ઈરાનના ઇતિહાસનું સંશોધન કરતાં તે વર્ષ 551 ઈ. સ.નું જણાય છે. શ્રી. ગૌ. ડી. ઓઝા 551 ઈ. સ. માન્ય રાખે છે.