________________ 37. ગુપ્ત સામ્રાજ્ય એ રીતે જૈન ધર્મનું શાસન આ યુગમાં પ્રવર્તમાન હતું, પણ તીર્થો ઉજજડ હતાં. આ મંદિરને રાજ્યસહાય ન મળતી પણ તેનું ખર્ચ લેકે કરતા તેવી પ્રતીતિ થાય છે. છતાં રાજાઓ તથા અન્ય ક્ષત્રિયે તીર્થસ્થાનની યાત્રાએ જતા ત્યારે દાન કરતા, તેમજ ભૂમિદાન પણ આપતા. જે માણસે પિતાના ખર્ચે આવા કામ કરતાં તેમાં વર્તમાન રાજ્યક્તનું નામ લખવાને રિવાજ હતે. સમાજ : આર્યોના ચાર વર્ષે આ યુગમાં અનેક વર્ષોમાં વહેંચાઈ ગયા હતા. અને પ્રાંતિક કે ભાષાભેદના કારણે અથવા ધર્મોના પરિવર્તન સાથે ભારતને પુરાતન આર્ય સમાજ છિન્નભિન્ન સ્થિતિમાં આવી પડયે હતે. પરદેશીઓની વારંવાર આવતી ચડાઈઓથી તેઓનાં નીતિનાં તેમજ ધર્મનાં બંધને શિથિલ થઈ ગયાં હતાં. ધાર્મિક અંધારામાં, પેટભરા ધર્મગુરુઓએ અનેક મતમતાંતરો ઊભા કરી સમાજને પતિત દશામાં લાવી મૂકેલો. પુરાણેએ પિતાના મતને પુષ્ટિ આપવા વિચિત્ર વાતે જોડી કાઢી લેકેને અંધશ્રદ્ધામાં દર્યા હતા. બૌદ્ધ મતના સાધુઓ, શાકતપંથીઓ અને કાપાલિકે પોતાના ધર્મનો પ્રચાર પોતાની રીતે કરી રહ્યા હતા. વિદ્યા માત્ર બ્રાહ્મણેમાં હતી. તે સિવાયના લેકે કઈ તરફ જવાથી મોક્ષ મળશે અને ઉદ્ધાર થશે તે ન સમજતાં આંધળાની જેમ અહીંથી ત્યાં દેડી રહ્યા હતા. બ્રાહ્મણે : તેમ છતાં બ્રાહ્મણે વિદ્યાને વારસો સાચવી રહ્યા હતા અને જૈન અને બૌદ્ધ ધર્મ સામે ટકી રહેવાને મરણિયે પ્રયાસ કરતા હતા અને તેમની રહીસહી શક્તિથી શક અને ગુપ્ત રાજાઓ પાસેથી મોટાં મોટાં દાન તેમજ આશ્રય મેળવી શક્યા હતા. તેઓમાં આ દેશમાં શુકલ યજુર્વેદી વધારે હતા. સામવેદીનું પણ પ્રમાણ વિશેષ હતું. ત્રાવૃંદી થડા અને અથર્વવેદી તે નામના જ હતા. આ કાળમાં હજી ઓદિ, શ્રીમાળી વગેરે બ્રાહ્મણે આવ્યા ન હતા. નાગરે વિપ્રપુર, દ્વિજ મહાક્ષેત્ર, આનંદપુરમાં વસતા હતા, પણ તેઓ કયારે આવ્યા તે નિર્ણય થતું નથી. તેઓ અયાચક બ્રાહ્મણે હતા; ક્ષત્રિય અને બ્રાહ્મણના ધર્મો પાળતા; વિદ્યા, કલા, જ્ઞાન, વિજ્ઞાન, યુદ્ધકૌશલ્ય અને અન્ય વહીવટમાં કુશળ હતા. બ્રાહ્મણેમાં એક મહાન શક્તિ હતી અને તે જે જે જાતિઓ આર્યાવર્તમાં આવી તેમને પિતાના ધર્મમાં 1. યુગપુરાણ, ભવિષ્યપુરાણ તેના દાખલા છે. યુગપુરાણ ગાગસહિતા છે. તેમાં શક લોકે આ દેશને ઉજજડ કરશે અને આર્યાવર્ત નિજન થઈ જશે એવી ભવિષ્યવાણી છે, તે માત્ર રાજનૈતિક ઉદ્દેશથી લખાઈ હશે. “હસ્તિના તાવ્યમાનપિ ન ગચ્છત જનમંદિરમ” એમ બ્રાહ્મણે કહેતા. જેને એમ ઘોષણા કરતા કે “પ્રધાન સર્વધર્મોણું જતું જયતિ શાસનમ' અને બૌદ્ધો તો સ્પષ્ટ કહેતા કે “બુદ્ધ શરણં ગચ્છામિ” “ધમ્મ શરણં ગચ્છામિ” બેલે.