________________ - હy * સૌરાષ્ટ્રને ઇતિહાસ ક્ષત્રિના સમયમાં કે ગુખ્તના સમયમાં સૂર્ય મંદિર બંધાયાના કયાંય ઉલ્લેખ નથી. શિવ વગેરે : કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં અને જૈન સૂત્રોમાંથી પુરા મળે છે કે એ સમયમાં આ પ્રદેશમાં વિપશુનાં, શિવનાં, દેવીનાં, ઈદ્રનાં, યમનાં તથા ગણપતિનાં મંદિરે હતાં. યમ અને વરુણની પણ પૂજા થતી; શંકરના રૂદ્ર રૂપની પૂજા થતી અને સંભવ છે કે શકેએ તેથી રદ્ર નામ ધારણ કર્યું હોય. પુરાણે જોતાં, આ દેવતાઓ ઉપરાંત પ્રભાસમાં નવગ્રહોનાં પણ મંદિરે હતાં. એટલે ઈ. સ. પૂર્વે 400 થી ઈ. સ. 800 લગભગના સમયમાં શિવ મંદિરોની અતિઘણી સંખ્યા હતી તથા તેની પૂજા થતી. રાજાએ પણ આ ધર્મને અનુસરનારા હતા, ગ્રીક—બેકિને, મૌર્ય કે શકેએ તેમાં વિક્ષેપ કર્યો નહિ. ઊલટું તેના અનુયાયીઓને ઉત્તેજન આપ્યું. એ સમયમાં તીર્થસ્થળે પણ પ્રસિદ્ધ હતાં. શક રાજા નાહપાનના જમાઈ ઉષવદત્ત અપાર દ્રવ્ય પ્રભાસનાં મંદિરમાં આપ્યું હતું. તે ઉપરાંત તેણે ધર્મશાળાઓ, કૂવાઓ, તળાવે બાંધી આપ્યાં હતાં. સેંકડે ગામનું દાન બ્રાહ્મણને આપ્યું હતું ? અને તેથી તે ધર્માત્માનું બિરુદ પામ્યું હતું. તેણે પ્રભાસમાં (“ભગવતાં દેવાન બ્રાહ્મણનું ચ કર્ણાપણુ સહસ્ત્રાણિ સતરી 7000 પંચત્રિ (?) શક સુવર્ણ કૃતા દીને સુવર્ણ સહઅણું મૂલ્ય...) બ્રાહ્મણને 7000 સુવર્ણ મુદ્રા દાનમાં આપી હતી. શકો મૂળ આયે હતા; પણ સગરે તેમને શૂદ્ર બનાવી દીધા. તેઓ ઉત્તરમાં ગયા પછી તેમના શુદ્ધ બ્રાહ્મણ ધર્મ ઉપર ઈરાની આર્ય ધર્મની અસર થઈ અને તેઓ એક મિશ્રિત ધર્મ પાળવા માંડયા. અગ્નિ, સૂર્ય, વાયુ ઇત્યાદિની પૂજા કરવા માંડયા; પણ પાછા આર્યાવર્તામાં આવતાં તેઓએ તેમના નામનાં ક્રમશઃ રૂપાંતર કર્યા અને બ્રાહ્યણ ધર્મમાં ક્ષત્રિયના આચારવિચારપાલનના નિયમ 1. તેણે ગોવર્ધન, ચીખબદ્રા અને કાપુરાહાર ગામો આપેલાં તેને ઉલ્લેખ છે. - 2. ઉષવદ ૪નો શિલાલેખ : નાશિક ગુફા (E. I. Volume 8 ). 3. શકો મૂળ આર્યો હતા પણ સગરે તેમને અબ્રાહ્મણ કર્મો કરવા માટે શુદ્ર બનાવી દીધા અને અધું માથું મૂંડવા આજ્ઞા કરી. અનુશાસન પર્વ મહાભારત. શકાયવનકાસ્મોજાસ્તાતા: ક્ષત્રિય જાય ! વૃષલત્વ પરિગતા બ્રાહ્મણું નામ દશનાત્ | અર્ધ શકાનાં શિરસે મુંડયિત્વા વ્યસર્જયત્ | થવનાનાં શિર સર્વ કેબેજાનાં તવ ચ | પારદા મુક્ત કેશાશ્વ પહલવા ઈવ ગ્રુધારિણી નિઃસ્વાધ્યાય વષકારા કૃતાતે મહાત્મના . (વાયુ પુરાણ 88-140-141)