________________ 33 ગુપ્ત સામ્રાજ્ય અર્થે કરવામાં આવ્યા હતા. પરિણામે બ્રાહ્મણ ધર્મના પતનને પ્રારંભ થઈ ચૂક હતો. બૌદ્ધ ધર્મ તે તે સમયે ઘણું જ પ્રબળ હતું તથા રાજાઓ અને રાજ્યકર્તા કેમેને પિતાની પકડમાં લેવાનું તેઓનું ધ્યેય હતું. પ્રભાસ પાટણના દધીચિ ઋષિ, મુનિ માર્કડેય, અષ્ટાવક, ચ્યવન આદિ બ્રાહ્મણનું બ્રહ્મતેજ નષ્ટ થયું હતું. સૌરાષ્ટ્રના ઋષિ સુદામા, જમદગ્નિ, અંગીરસનાં તપ ઓસરી ગયાં હતાં અને બૌદ્ધ સાધુઓ તેમનાં તપ, તેજ અને વિદ્વત્તાથી ક્ષત્રિયને પણ ધર્મની દીક્ષા આપી ચુકયા હતા. તેમાં વિશેષ બળ મૌર્યના વિજયથી આવ્યું. અશેકે બૌદ્ધ ધર્મને સ્વીકાર કર્યો અને બૌદ્ધ સાધુઓ તેમની સાથે આવ્યા. શાણા, તળાજા, ઢાંક વગેરેની ગુફાઓ કોતરી કાઢી અને બૌદ્ધ ધર્મને પ્રચાર શરૂ કર્યો. પરંતુ અશોકમાં ધર્મસહિષ્ણુતા હતી. તેણે સર્વ ધર્મોને તેમના મત પ્રમાણે આચારવિચારની છૂટ આપી. ગ્રીકેએ પણ ધર્મમાં હસ્તક્ષેપ કર્યો નહિ. તે પછી શક લેકે આવ્યા. તેઓ મૂળ અહીંના હતા પણ ઈરાન તરફ ગયેલા તે પાછા આવ્યા. અહીં આવ્યા પછી તેમનાં ધર્મ, સંસ્કૃતિ, ભાષા, ભૂષા વગેરેમાં પરિવર્તન આવ્યું. તેઓ શુદ્ધ આયે થયા અને તેમણે પણ આપણે આગળ જોયું તેમ ધાર્મિક સહિષ્ણુતા દર્શાવી પ્રજાને પિતપતાના ધર્મ પાળવા દીધા. મંદિર : સૂર્ય : આ યુગમાં કોઈ મંદિરો બંધાયાં હોવાને ખાસ ઉલ્લેખ નથી. પુરાણોમાં તે દરેક વાતને સતયુગથી જ પ્રારંભ થાય છે. એટલે તેમાં કાંઈ સ્પષ્ટતા થતી નથી. પણ ઈતિહાસના જ નિર્મલ ઉલ્લેખ તપાસતાં આ પ્રદેશમાં ઈ. સ. પૂર્વે સૂર્ય પૂજા થતી અને તેથી સૂર્યનાં મંદિરે બંધાયાં હતાં. ઇરાનીએ આ પ્રદેશમાં આવ્યા. તેઓ સૂર્યપૂજક હતા અને આર્યો પણ સૂર્ય પૂજા કરતા એટલે રાજાપ્રજા ઉભયના ધર્મમાં જે સામાન્ય તત્વ હતું તે વિકસી શકયું. 1. આ બૌદ્ધ ધ હીનયાનું શાખાને હતો, જૂનાગઢ તેનું મુખ્ય મથક હતું. આ શાખા પછી “મહાયાન પણ અહીં વર્તમાન હતી. વિશેષ ચર્ચા આગળના પ્રકરણમાં કરવામાં આવી છે. 2. આ ગુફા જેનોની છે તેમ છે. સાંકળિયા માને છે. 3. પ્રભાસનું સરિતાતીરે આવેલું સૂર્યમંદિર આ સમયનું હેવાનું એક મંતવ્ય છે. પરંતુ પ્રાચી પાસે ભીમદેવળ ગામે ભીમનું દેવળ છે. તે સૂર્યમંદિર હોવાનું તથા આ સમયનું હોવાનું અનુમાન થઈ શકે છે. પાંચમી સદીમાં લાટથી દસાપુરમાં આવી વસેલા વણકરોએ દીપ્તરશ્મિ નામનું સુય. મંદિર બંધાવ્યું હતું.