________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ - સૌરાષ્ટ્રમાં હુણે: ભારતમાં હણે ફેલાયા પણું સૌરાષ્ટ્રમાં તેમણે અધિકાર સ્થા હોવાનું જણાતું નથી, પણ ગુપ્તાની સત્તા ક્ષીણ થઈ ગઈ અને સૌરાષ્ટ્રના દીર્ધકાળના પરરાષ્ટ્રીય શાસનને અંત આવ્યે. ગુર્જરે : દક્ષિણ ગુજરાતમાં ઈ. સ. 630 લગભગ ભરૂચ આસપાસ લાટ પ્રદેશમાં “દાદા' નામના ગુર્જરે પિતાનું રાજ્ય સ્થાપ્યું. ત્યારપછી નાંદેદ, સંખેડા વગેરે સ્થળોએ પિતાની રાજધાનીઓ કરી. તેઓ પિતાને “ગુર્જરપતિવંશના કહેવડાવતા. આ ગુર્જરેને અધિકાર પણ સૌરાષ્ટ્ર ઉપર ન હતું. તેઓની વિગતવાર ચર્ચા આ પછીના પ્રકરણમાં કરવામાં આવી છે. પ્રથમ કાળને અંત : એ રીતે યદુકુળભૂષણ શ્રીકૃષ્ણથી લઈને વલ્લભી રાજ્યના ઉદય સુધીના સૌરાષ્ટ્રના ઈતિહાસને પ્રથમ કાળ પૂરે થાય છે. વિક્રમના પાંચમા સૈકા સુધી આ દેશ ઉપર અનેક પરદેશીઓ આવ્યા તેઓની કળા, સંસ્કૃતિ, ભાષા અને ધર્મોના અવશે મૂકતા ગયા અને પંચનદના સંગમના પ્રવાહ જે સૌરાષ્ટ્રની સંસ્કૃતિને અને પ્રવાહ વહેતે થે. આ સમયમાં બ્રાહ્મણ, પાલી, સંસ્કૃત, પ્રાકૃત, ગાંધાર, ગ્રીક, ફારસી ભાષાઓ વંચાઈ અને બેલાઈ; અનેક ધર્મોના પ્રચાર થયા. વિવિધ સ્થાપત્ય અને શિલ્પને વિકાસ થયો અને જુદા જુદા પ્રદેશની જુદી જુદી પ્રજાઓના ગોફગૂંથન જેવી સૌરાષ્ટ્રની પ્રજા અને સંસ્કૃતિ ભારતમાં જુદી જ ભાત પાડી રહી. શ્રીકૃષ્ણચંદ્ર મથુરા ત્યાગી આ દેશમાં આવ્યા ત્યારથી ઈ. સ. 500 લગભગને ઈતિહાસ જોવામાં આવ્યું. અજ્ઞાનની અંધાર જવનિકા ઉપાડી આપણે કંઈક અનુમાનને અંતે સંશોધન કરેલા ઈતિહાસને જે. આ અંધાર યુગને ઈતિહાસ જે કેઈએ લખ્યું હોત તે ઘણી સુંદર, આશ્ચર્યજનક અને અદ્ભુત વસ્તુઓ જાણવા મળત. આ યુગમાં આપણે જે ઈતિહાસ જે તે માત્ર રાજાઓને, તેમનાં યુદ્ધો અને ક્રાંતિઓને હતે; પણ તે સમયની પ્રજાનો ઈતિહાસ પણ જાણવું જરૂરી છે. તે ઇતિહાસ પણ પૃથક્ પૃથક્ ઉલ્લેખ ઉપરથી એકત્ર કરી અત્રે આપવાને પ્રયાસ કરવામાં આવે છે. ધર્મ : મોર્યની પહેલાંના સમયમાં બ્રાહ્મણ ધર્મનું પરિબલ હતું. આર્ય લકે મૂર્તિપૂજક થઈ ચૂકયા હતા અને અનાર્યો અને દસ્યુના ધર્મ સાથે વેદ ધર્મને સમન્વય કરી આર્યો અધર્મ ગણાતા ધર્મને અપનાવી ચૂક્યા હતા. બ્રાહ્મણનું સર્વોપરિપણું પૂરું થઈ ગયું હતું અને એ બ્રાહ્મણે જ ક્ષત્રિયકુલેત્પન્ન શ્રીરામચંદ્ર અને શ્રીકૃષ્ણચંદ્રની પૂજા કરવા મંડયા હતા. શાકત સંપ્રદાય પણ ફેલાઈ ગયે હતું અને વેદાંતનાં સૂત્ર અને સિદ્ધાંતે વીસરાઈ ગયાં હતાં. વેદના વિપરીત