________________ 31 ગુપ્ત સામ્રાજ્ય તેણે અનેક બૌદ્ધ સાધુઓને મારી નાખ્યા, સ્તુપ તોડાવી નાખ્યા અને માળવાના મહારાજા યશેવર્મા (યશોધર્મ) તથા મગધના ગુપ્ત મહારાજા બાલાદિત્ય (નરસિંહગુપ્ત) ઈ. સ. ૫૩૨માં તેને પરાજય કર્યો અને તેના રાજ્ય વિસ્તારમાંથી કાશ્મીર, ગાંધાર તથા ઉત્તર ભાગના પ્રદેશે સિવાયનો પ્રદેશ પુનઃ પ્રાપ્ત કર્યો, પણ તેઓ વચ્ચેના યુદ્ધો ચાલુ જ રહ્યાં. આર્ય રાજાઓ પ્રભાકરવર્ધન (થાણેશ્વર), રાજ્યવર્ધન તથા હર્ષવર્ધને તેઓને પ્રતિકાર કર્યો હતે. કલચુરીના રાજા કર્ણ, પરમાર રાજા સિંધુરાજ તથા કક્કલ રાઠેડ (કર્કરાજ) પણ હણોની સેના સામે થઈ તેમને પરાજય કરી શકયા હતા. પણ સમુદ્રની ભરતી રોકાતી નથી તેમ મય એશિયામાંથી ખોરાકની ખેજમાં આવેલી આ માનવભરતી ભારત ઉપર ફેલાઈ ગઈ. જોકે મુસ્લિમ તથા ક્રિશ્ચિયનની જેમ તેઓ અલગ ધર્મ અને નિરાળી સંસ્કૃતિ ન રાખતાં ભારતના દૂધના વાસણમાં સાકરની જેમ સમાઈ ગયા. ગુર્જર-આહીર-જાટ-કાઠીઓ : આ હણની સાથે આપણી ભાષા ગુજરાતીના આદિવાચક અને ગુજરાત દેશને પિતાનું નામ આપનારા ગુર્જરે, આહીરે, જાટે તથા કાઠીઓ પણ આવ્યા હતા. આ જાતિઓ ઈ. સ.ની પાંચમી સદીના અંતમાં અને છઠ્ઠીના પ્રારંભમાં આવી હોવાનું જણાય છે કે 1 હણને ઇતિહાસ રસિક છે. તેને અને આ પુસ્તકના વિષય સાથે સંબંધ ન હોવા છતાં આલેખ આવશ્યક જણાય છે. હુણ લેકે મધ્ય એશિયામાં રહેતા હતા. તેઓના મહાન સરદાર- એટિલાએ યુરોપને ઘણે ભાગ જીતી લીધેલ. તેમને ગ્રીક લેખકે “ઉન્નઈ, સુકાઈ તથા એકથાબાડર નામે જણાવે છે. ચીનાઓ યુનયન’ કે એથ” (થિલેટ) નામે જણાવે છે, આમિનિયનો હુક તથા સંસ્કૃત લેખકે “હુણ” “હુન’ ‘ત હુણ” અથવા “સિતડુ” નામે ઓળખે છે અને તેઓને આચારવિચારવિહીન પ્લેચ્છો તરીકે ઓળખાવે છે. * ઇ. સ. ૪ર૦ લગભગ તેઓ ઈરાનના પારસી પાદશાહે સાથે યુદ્ધ કરી તેમને પરાજય આપી, દક્ષિણ તરફ ઊતરી, ગાંધાર પ્રદેશના સ્વામી બન્યા. ત્યાંથી લેસિહ ભારતમાં અ.. , વર્તમાન રાજપૂત કુળો પૈકી કેટલાંયે હુણામાંથી ઊતરી આવ્યા હોવાનું વર્તમાન વિદ્વાને માને છે. 2. શ્રી. ગૌ. હી. ઓઝા. 3. આ જાતિઓ હણેની સાથે આવી કે પાછળથી આવી તેનો નિર્ણય થતો નથી. આહિરે આ દેશના જૂના વતની હતા. શ્રીકૃષ્ણ આહિર સાથે જ ઊછર્યા હતા. અને ગુજરે. ગુજરાતના પ્રથમ પ્રવતો ન હતા. આ વિવાદાસ્પદ વિષયની રસિક ચર્ચા આ પુસ્તક વિષયને સંબધક્ત ન હોઇ છોડી દેવાનું યંગ્ય જણાય છે. 4. ગુજરે મૂળ ઈરાનના ગુજીરતાનમાંથી (વર્તમાન જીવા) આવ્યા. આહિરો 'નહિ પણ આભિર હશે. આહિરે તો નહિ જ પણ આમિરે પાઈલી શિલાલેખ પ્રમાણે ત્રીજી સદીમાં આ દેશમાં હતા. (ઈ. હઝફ્ફલ્ડના આધારે છે. કેમીસેરીયેટ)