________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ તેણે ઈ. સ. 378 સુધી ગુપ્તના હુમલાઓ સામે પણ પિતાનું સ્થાન ટકાવી રાખ્યું. આ મહાક્ષત્રપના સારી સ્થિતિમાં રહેલા સિક્કાઓ જૂનાગઢના ઉપરકેટમાંથી મળ્યા છે. તેથી રેવ. ડે. એમ. આર. સ્કેટ માને છે કે યુદ્ધોના સમયમાં આ સિકકાઓ ભૂગર્ભમાં દાટેલા ખજાના પૈકીના હશે. ગમે તેમ હોય પણ આ મહાક્ષત્રપને સમય પિતાનું અસ્તિત્વ ટકાવી રાખવા જીવનમરણના સંગ્રામ ખેલવામાં જ ગયે હતો તે નિર્વિવાદ છે. , મહાક્ષત્રપ સ્વામી સિંહસેન (ઈ. સ. 378 થી ઈ. સ. 384) રૂદ્રસેન ત્રીજાથી મહાક્ષત્રપોના પુરુષ વંશનો અસ્ત થાય છે. પાછળ પુત્રના અભાવે તેની બહેન કે જેનું નામ પ્રાપ્ત નથી તેનો પુત્ર સિંહસેન તેના મામાની ગાદી ઉપર આવ્યો. તેણે તેના બિરુદમાં તેના સિક્કાઓમાં “મહારાજા ક્ષત્રપ સ્વામી રૂદ્રસેન સ્વાશ્રયસ” લખ્યું છે. તે મહાક્ષત્રપ હતું કે કેમ તે જણાતું નથી. વળી તેણે “સ્વાશ્રયસ” લખ્યું છે તેથી તે એમ કહેવા માગે છે કે મામાની દયાથી નહિ પણ પિતે સ્વાશ્રયથી આ સ્થાનને અધિકારી થયે છે. વળી રૂદ્રસેનનું નામ લખ્યું છે એટલે તેને મારીને તે મહારાજ્યને સ્વામી થયેલ હોય તેમ પણ મનાતું નથી.. મહાક્ષત્રપ રૂકસેન : (ઈ. સ. 384 થી ઈ. સ. 1 ) તેના સંબંધી એક સિક્કા સિવાય કાંઈ હકીકત મળતી નથી. | મહાક્ષત્રપ સ્વામી સત્યસેન: (ઈ. સ.? થી ઈ. સ. ?) તેના સંબંધી પણ કાંઈ હકીકત મળતી નથી, પણ તે સ્વામી સિંહસેનને ભાઈ હતે. મહાક્ષત્રપ સ્વામી રૂકસેન : (ઈ. સ. 1 થી ઈ. સ. 35) ચસ્ટને સ્થાપેલા મહાક્ષત્રપ સામ્રાજ્યનો અંત આ અભાગી શક રાજાના સમયમાં આવ્યો. મગધ મહારાજ ચંદ્રગુપ્તના બળવાન સૈન્ય સદાને માટે મહાક્ષત્રપના મહારાજ્યને નાશ કર્યો અને સૌરાષ્ટ્ર ગુપ્ત સામ્રાજ્યનું એક અંગ બન્યું. રૂદ્રસેનને યુદ્ધમાં ઘાત થયે અને શકના શાસનને અંત આવ્યો. 1 તેથી ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યને “શકારિ' (શકઅરિ)નું બિરુદ મળ્યું છે.