________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ મહાક્ષત્રપ દામજાદાશ્રી ત્રીજો : (ઈ. સ. 250 થી ઈ. સ. 254) દામજાદાશ્રી ત્રીજે દામસેનને ચેાથે પુત્ર હતા. તેણે રાજ્યધુરા હાથમાં લીધી પણ તેને સમગ્ર સમય બળવાન શત્રુઓ સાથે લડવામાં જ ગયે અને રાજ્યની સ્થિતિ નબળી પડતી ગઈ. ખજાને ખાલી થતે ચાલે અને મહાક્ષત્રપોની મહત્તા ઘટી ગઈ. તેણે ઈ. સ. 254 સુધી રાજ્ય કર્યું. તેનું મૃત્યુ કુદરતી રીતે થયું કે યુદ્ધમાં તે જાણી શકાયું નથી. મહાક્ષત્રપ રૂદ્રસેન બીજે : (ઇ. સ. 254 થી ઈ. સ. 274) તેના પછી વીરદામનને પુત્ર ગાદીએ આવ્યું. તેના રાજ્યની કાંઈ હકીકત ઉપલબ્ધ નથી; પણ તેણે 20 વર્ષના દીર્ઘકાળ પર્યત રાજ્ય કર્યું હોવાનું જણાય છે. મહાક્ષત્ર૫ વિશ્વસિંહ : ઇ. સ. 274 થી ઈ. સ. 288) રૂદ્રસેન બીજા પછી તેને પુત્ર વિશ્વસિંહ ગાદીએ આવ્યું. તે પણ પ્રથમ ક્ષત્રપ રહી ચૂક્યું હતું. તેના અમલમાં રાજ્યની સ્થિતિ સારી નહિ હોય તેમ તેના સિક્કાઓથી જણાય છે. આ સિક્કા કદમાં કદરૂપા છે અને અક્ષરે પણ બરાબર નથી. તેનું મૃત્યુ ઈ. સ. 288 લગભગ થયું. મહાક્ષત્રપ ભારત્રદામન : (ઈ. સ. 288 થી ઈ. સ. 23) તે રૂદ્રદામન બીજાને પુત્ર હતા. તે પણ ઈ. સ. 279 થી ઈ. સ. 284 સુધી ક્ષત્રપ હતું. તેના અમલને અંત તેના મૃત્યુ સાથે ઈ સ. 293 માં આવ્યો મહાક્ષત્રપ ભારત્રદામનના સમયમાં તે રાજ્યના શત્રુઓ અતિ પ્રબળ થયા અને તેનું મૃત્યુ પણ યુદ્ધમાં થયું હોવાનું અનુમાન છે. ક્ષત્રપ વિશ્વસેન : (ઈ. સ. 29 થી ઈ. સ. 304) મહાક્ષત્રપ ભાત્રદામન કદાચ છેલ્લે મહાક્ષત્રપ હતું. તેને પુત્ર વિશ્વસેન તેને અનુગામી થયે પણ તેણે મહાક્ષત્રપ બિરુદ ધારણ કર્યું હોવાનું જણાતું નથી. તેના સિક્કાએ શક સંવત્ ર૬ ના એટલે ઈ. સ. 304 ના મળ્યા છે. ગુપ્ત આક્રમણ : આ સમયે ગુપ્ત મહારાજ્યનું પ્રાબલ્ય વધવા માંડયું. સમ્રાટ ચંદ્રગુપ્ત પિતાના સામ્રાજ્યને વિસ્તાર વધારવા પ્રયત્ન શરૂ કર્યો. અને વર્તમાન ઉત્તર પ્રદેશથી ઉત્તરમાં સિંધ-મુલ્તાન અને પશ્ચિમમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં કોંકણ સુધી પથરાયેલા શકના મહારાજ્યને નષ્ટ કર્યા સિવાય તે બની શકે તેમ ન હતું. તેથી તેણે તેની વિજયી સમશેર તેના ઉપર ઉગામી. તે સાથે મયૂરશર્મા 1 Asiatic Researches પુસ્તક 9 (પા. 152 થી 202) માં કેપ્ટન વિશ્લેડ વંશાવળીઓની ચર્ચા કરતાં એક શક ભતૃહરિને વિક્રમાદિત્યે મારી નાખે તેમ કહે છે. તેને આ ભારબદામન સાથે જોડવામાં આવે છે, પણ તે બરાબર નથી. (જુઓ આગળ),