________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ સત્યદામન: સત્યદામન, રૂદ્ધસિંહ તથા જીવદામનના મૃત્યુ પછી તેમની ગાદીએ આવ્યું હોવાનું અનુમાન માત્ર એક જ સિક્કા ઉપરથી થાય છે. તેણે ક્ષત્રપ તરીકે કાકા તથા ભાઈના તાબામાં રાજ્ય કર્યું કે તે મહારાજ્યને સ્વામી થયે તે જણાતું નથી. રૂકસેન પહેલે (ઈ. સ૨૦૧થી 222) : તેના પછી રૂદ્ધસિંહ પહેલાને પુત્ર રૂસેન પહેલે મહાક્ષત્રપના બિરુદથી ગાદી ઉપર બેઠે. સોરાષ્ટ્રના દ્વારકા મહાલના ગામ મુખવાસરમાંથી મળી આવેલ એક લેખ તેના સમયને છે તેમજ જસદણ પાસે ગઢા ગામેથી મળી આવેલા લેખ ઉપરથી જણાય છે કે તે શક સંવત્ 121 (ઈ. સ. ૧)માં ક્ષત્રપ હતા અને શક સંવત્ ૧૨૩થી 144 (ઈ. સ. ૨૦૧થી ઈ. સ. 222) સુધી મહાક્ષત્રપ હતો એટલે રૂદ્રસિંહના સમયમાં જ તે ક્ષત્રપ થઈ ગયે હતે અને સત્યદામનની જેમ જ એકાદ પ્રદેશને તે અધિકારી હતે. આ લેખે ઉપરથી બીજી એક વસ્તુ પ્રતીત થાય છે કે તેઓ પોતાના પૂર્વજોને ભદ્રમુખ” બિરુદથી ઓળખાવે છે. તેથી તેને ભદ્ર કે ભદ્રમુખ વંશ પણ કહ્યો છે. વૈશાલીમાંથી મળેલા એક તામ્રપત્ર ઉપરથી જણાય છે કે તેની બેનનું નામ મહાદેવી પભુદામા હતું. ક્ષત્રપ પૃથ્વસેન : રૂદ્રસેનને પુત્ર પૃથ્વીસેન માત્ર ક્ષત્રપ જ હતું અને શક સંવત્ 144 (ઈ. સ. ૨૨૨)માં હયાત હતે. મહાક્ષત્રપ સંઘદામન (ઈ. સ. ૨૨થી 223) : એ રૂદ્રસિંહ પહેલાને પુત્ર હતું અને મહાક્ષત્રપ તરીકે પિતાને વારસ થયું. તેણે માત્ર એક જ વર્ષ રાજ્ય કર્યું હોવાનું જણાય છે. મહાક્ષત્રપ દામસેન (ઈ. સ. ૨૨૩થી 236) : સંઘદામન અપુત્ર ગુજરી ગયે હેવાનું જણાય છે. તેના ઉત્તરાધિકારી તરીકે તેને ભાઈ દામસેન આવ્યું. તેણે 1. આ લેખનું વર્ષ ભાવનગર ઇન્સ. પ્રાકૃત અને સંસ્કૃતમાં 232 લખ્યું છે પણ રેસન અને લ્યુડરે તે 122 મુકરર કર્યું છે. તેની સાબિતીમાં ગઢાને લેખ પણ તે જ પુરતકમાં છે. તેમાં ક્ષત્રપ તરીકે તેને ઉલ્લેખ કર્યો છે. તે લેખ શક સંવત 123 (ઇ. સ. ૧૯૯)ને છે. 2. આ વાત માન્ય રહે તેમ નથી. " ટીયા પન્નાટી'માં “ભટ ચસ્ટન” કહ્યો છે પણ જેમ મુરિલમ રાજાએ તેમના દરેકના નામ આગળ મહમદ શબ્દ લખતા તેમ માનાર્થે ભદ્રમુખ શબ્દ વપરાયો જણાય છે. 3. Archeological Survey of India Annual Report 1913-14. a ઉપરથી પ્રતીત થાય છે કે પુરુષોને તેમના નામ પાછળ “ામ અને સ્ત્રીઓને “દામા પ્રત્યય લગાડવામાં આવતો.