________________ પ્રાચીન સમય સત્તા ઉપર હશે. ગુદાને લેખ ઈ૧૦૩ને છે તેમાં તેનું નામ નથી જ્યારે સિકકાએમાં ઈ. સ. 181 પહેલાં અને ઈ. સ. 188 પછી તેના નામને નિર્દેશ છે. એટલે સમગ્ર વિચાર કરતાં જણાય છે કે ઈ. સ. ૧૭૮થી 181 સુધી તે સત્તા પર હતું પણ તે વર્ષમાં રૂદ્રસિંહે તેને પરાજિત કર્યો અને રાજ્ય હસ્તગત કર્યું. પાછા જીવદામન ઈ. સ. ૧૮૮થી 191 સુધી સત્તાના સિંહાસને આરૂઢ થયે અને તે વર્ષમાં ફરી રૂદ્ધસિંહે તેની પાસેથી સત્તા ખૂંચવી લીધી. ઈ. સ. 198 લગભગ રૂદ્ધસિંહનું મૃત્યુ થતાં તેણે પુન: રાજ્યસત્તા પ્રાપ્ત કરી, તેમ સહેજે અનુમાન થઈ શકે છે. એ રીતે આ કાકા અને ભત્રીજા વચ્ચે રૂદ્રસિંહનું મૃત્યુ થયું ત્યાં સુધી યુદ્ધ ચાલ્યા કર્યું અને સત્તાનો ફેરફાર થયા કર્યો. સંભવ છે કે માંડલિક રાજાઓ અને સરદારે વચ્ચે પણ પક્ષ પડેલા હશે. જૂનાગઢના શિલાલેખમાં તેને “સ્વામી કહ્યો છે. તે શિલાલેખમાંથી નોંધવા લાયક કાંઈ હકીકત મળતી નથી. એ રીતે રૂદ્રસિંહનો રાજ્યઅમલ તથા તેને ભત્રીજા જીવદામનને રાજ્યઅમલ એક સમયમાં સાથે રહ્યો છે તેની નેંધ નીચે મુજબ કરી શકાય. શક સંવત્ 100 થી 103 (ઈ. સ. 178 થી 181) જીવદામન મહાક્ષત્રપ તરીકે. રૂદ્રસિંહ શક સંવત્ 103 થી 110 (ઈ. 181 થી 188). જીવદામન શક સંવત્ 110 થી 113 (ઈ. 188 થી 191). રૂદ્ધસિંહ શક સંવત્ 113 થી 119 (ઈ. 191 થી 17). જીવદામન શક સંવત્ 119 થી 120 (ઈ. 17 થી 198). રૂદ્ધસિંહ શક સંવત્ 120 થી 123 (ઈ. 198 થી 201). એમ પણ અનુમાન કરી શકાય છે કે જે સમયમાં રૂદ્ધસિંહ મહાક્ષત્રપ પદેથી હઠી જતો તે સમયે તે ક્ષત્રિય તરીકે ચાલુ રહે અને જીવદામન મહાક્ષત્રપ તરીકે રહેતા. તે પછી એમ પણ અનુમાન થઈ શકે કે બન્ને જણાએ સમાધાનીથી રાજ્યગાદીના ભાગ વર્ષોના હિસાબે વહેંચી લીધા હતા. રૂદ્ધસિંહ પહેલાના સિકકાઓ તેના પુરગામીથી થોડા જુદા પડે છે. જૂના સિક્કામાં મૂછવિહીન પુરુષની આકૃતિ છે જ્યારે રૂદ્ધસિંહના સિકદમાં. મૂછવળે યુવાન છે. એ રીતે રૂદ્ધસિંહ તથા જીવદામનનું રાજ્ય સલાહસંપથી અથવા લડાઈએથી ભરપૂર ચાલ્યું હશે. રૂદ્રસિંહનો મૃત્યુકાળ શક સંવત્ 123 (ઈ. સ. 201) અને જીવદામનને મૃત્યકાળ શક સંવત્ 120 (ઇ. 198) એ રીતે હોવાનું અનુમાન થઈ 1. ગુદાને શિલાલેખ 1003 શક સંવતને રૂદ્રસિંહને છે.