________________ 5 પ્રાચીન સમય શક સંવત્ ૧૪૫થી 158 સુધી એટલે કે ઈ. સ. રર૩ થી 236 સુધી 13 વર્ષ માત્ર રાજ્ય કર્યું. આ સમયમાં રૂદ્રસેન પહેલાના પુત્ર દામજાદથી બીજે અને દામસેનને પુત્ર વીરદમન ક્ષત્રપ હતા અને તેમના સિક્કાઓ તેમણે પાડયા. ઈશ્વરદત્ત : દામસેનના સમય દરમ્યાન અથવા તે પછી તરત જ એટલે કે શક સંવત્ 158 (ઇ. સ. 236) લગભગ ઈશ્વરદત્ત નામના એક બળવાન રાજાનું તેઓએ આધિપત્ય સ્વીકાર્યું હોવાનું જણાય છે. પણ તે એક વર્ષ પણ રહ્યું હોય તેમ જણાતું નથી. કારણ કે રૂદ્રસિંહ પહેલાના પુત્ર દામસેનના પુત્ર યશોદમન શક સંવત 159 (ઇ. 237) માં તે મહાક્ષત્રપનું બિરુદ ધારણ કરી તેના પૂર્વજોના રાજ્યાસને બેઠે. મહાક્ષત્રપ યશોદામન: (ઈ. સ. 237 થી ઈ. ર૩૮) ઈશ્વરદત્ત મહાક્ષત્રની સત્તાને ઉખેડી નાખેલી પણ યશોદામને તેને પરાજય કર્યો અને પિતાની સત્તા પુનઃ સ્થાપી, પરંતુ તે શત્રુઓ સામે લડતાં યુદ્ધભૂમિમાં સદાને માટે સૂતા અને પિતાના કુળની નષ્ટ થયેલી કીર્તિ પુનઃ પ્રાપ્ત કરવાના પુરુષાર્થે યજ્ઞની વેદી ઉપર પિતાનું બલિદાન દીધું. મહાક્ષત્રપ વિજ્યસેન : (ઈ. સ. 238 થી ઈ. સ. 250) મહાક્ષત્રપ દામસેનને દ્વિતીય પુત્ર વિજયસેન તેના ભાઈ યશદામનને , અનુગામી થયો. તે મહાક્ષત્રપ થયા પહેલાં ક્ષત્રપ હતું અને તેના સિક્કાઓ પ્રતિ- 1 વર્ષે પાડેલા જોવામાં આવે છે. જોકે પ્રતિવર્ષે સિક્કા વજનમાં તથા કદમાં ઊતરતા જતા હતા અને રેપસન માને છે તેમ સિક્કા જેમ ઊતરતા જતા હતા તેમ રાજ્યસત્તા પણ ક્ષીણ થતી જતી હતી. વિજયસેનને યુદ્ધોથી નબળા થઈ ગયેલા રાજ્યની પૂર્વવત્ સ્થિતિ પ્રાપ્ત કરવાની હતી અને તેથી તેને સમગ્ર સમય તે વ્યવસાયમાં જ ગયું હોવાનું જણાય છે. 1. આ માત્ર અનુમાન છે. સિક્કા શક સં. ૧૫૭ના છે તથા તે વીરદામનના છે તેમ શ્રી ગઢે ક૯પના કરે છે. 2 ઈશ્વરદત્તને આ સમયને મહાક્ષત્રપ બિરુદવાળો સિક્કો શક સંવત ૧૫૮ને મળ્યો છે. તેની નેંધ Catalogue of the coins of Andhra Dynastyમાં છે. ઇશ્વરદત્તને ડે. ભગવાનલાલ ઇંદ્રજી તથા રેપસન આભિર જાતનો “દત્ત’ પ્રભાવના કારણે માને છે પણ તે સમયમાં તેવા કેાઈ આમિર રાજાઓ હતા નહિ. આ લેખકનું અનુમાન એ છે કે “ઈશ્વરદત્ત' ભદ્રમુખ'ની જેમ યશોદામનનું ઉપનામ અથવા બિરુદ હશે. 3 સદર,