________________ પ્રાચીન સમય નામના મહાબળવાન રાજાઓ સામે શકે સાર્વભૌમત્વ માટે લડી રહ્યા હતા. દક્ષિણમાં તે શકેનું રાજ્ય ત્યાંના રાજાઓ હલબલાવી રહ્યા હતા. એટલે પિતાનું રાજ્ય ગમે તેવી શરમભરેલી શરતે સ્વીકારીને પણ ક્ષત્રપ પિતાની સત્તા ભવિષ્યમાં પુનઃ પ્રાપ્ત થઈ શકે એ આશાએ ટકાવી રહ્યા. ગુપ્ત પ્રધાને સૌરાષ્ટ્રમાં આવ્યા. શકે સાથે વાટાઘાટે કરી અને શકેએ તેમનું આધિપત્ય સ્વીકાર્યું. ક્ષત્રપ રૂદ્ધસિંહ બીજો (ઈ. સ. 304-305 થી ઈ. સ. 317) રૂદ્ધસિંહ બીજે સ્વામી જીવદામનને પુત્ર હતું. અને તે મૂળ શાખામાં વિશ્વસેનને કયા પ્રકારે સગો હતો તે જણાતું નથી. સંભવ છે કે જીવદામન રૂદ્રસેન બીજાને પુત્ર હોય. તેણે ગુપ્તનું સાર્વભૌમત્વ સ્વીકાર્યું હશે અને તે શરતે તે ક્ષત્રપ રહ્યો હોવાનું જણાય છે. ક્ષત્રપ થશે દામન (ઇ. સ. 317 થી ઈ. 332). તેના રાજ્યમાં કઈ ખાસ પ્રસંગ બન્યા હોવાનું જણાતું નથી. પણ આ ક્ષત્રપના કાળમાં જ સમુદ્રગુપ્તની ચડાઈ આ પ્રદેશ ઉપર આવી. શિલાલેખે તથા સિક્કાઓના અભ્યાસના પરિણામે જણાય છે કે અમુક વર્ષો તેઓને સત્તા ઉપરથી દૂર જવું પડ્યું હશે.” મહાક્ષત્રપ સ્વામી રૂદ્રદામન બી : (ઈ. સ. ૩૩ર થી ઈ. સ. 348) * રૂદ્રદામને “સ્વામી બિરુદ ધારણ કર્યું અને તેણે ગુપ્ત સામે ફરી વિજય પ્રાપ્ત કરી મહાક્ષત્રપનું સ્થાન પ્રાપ્ત કર્યું, પણ તેના રાજ્યની કે સમયની કાંઈ વિગતે મળતી નથી. મહાક્ષત્રપ સ્વામી રૂદ્રસેન ત્રીજે : (ઈ. સ. 348 થી ઈ. સ. 378) રૂદ્ધસેન ત્રીજે રૂદ્રદામન બીજાને પુત્ર હતું. તે ઈ. સ. 348 માં મહાક્ષત્રપની ગાદી ઉપર આવી યુદ્ધોમાં જ પ્રવૃત્ત થયે. એમ જણાય છે કે ત્રણ વર્ષ પછી એટલે ઈ. સ. 351 માં તેને પરાજય થયો અને તેને સ્થાન એવું પડ્યું. પણ ફરીથી ઈ. સ. 364 માં તે પુન: પિતાના પદને પ્રાપ્ત કરી શક્ય. 1. સૌરાષ્ટ્રના વાંચકને રસ પડે એવી એક વાત આ સમયની નોંધાઈ છે. સ્વામિલકાના પાદાતાદીકમ (ચતુર્ભાની-પટણ)માં સૌરાષ્ટ્રના “સાર્વભૌમ નરેન્દ્રપુર’ નામના શહેરમાં ગુપ્ત પ્રધાન તથા શકરાજને વાત કરતા બતાવ્યા છે. સૌરાષ્ટ્રમાં “સાર્વભૌમ નરેન્દ્રપુર શહેર હશે અને તે ગિરિનગર કે જૂનાગઢ હોવું જોઈએ. 2 આ સમયને સાંચી (કાનખેડા) ને શિલાલેખ છે. (Epigraphic India) તેમાં એક શ્રીધરવર્માનું નામ આવે છે. આ શ્રીધરવર્માએ તે કૂવો કરાવ્યો તેમ તે વાંચતાં જણાય છે. તે છવદામનના પુત્રના સમયમાં થયો તેમ જણાય છે. તેમાં વર્ષ 209 શક સંવત, એટલે ઈ. સ. 287 નું આપ્યું છે.