________________ પ્રાચીન સમય તેમને અધિકાર સ્વીકારતા એટલું જ નહિ, પણ તેઓ સાથે તેમને સાંસ્કૃતિક અને રાજદ્વારી સંબંધ હતો. તેઓ ભારતીય ન હતા પણ “પહેલવાન હતા. આ પાર્થિયન વંશને અંત ઈ. સ. રર૬માં આવ્યું. પાર્થિયનોની પડતી થઈ અને જરથોસ્ત ધર્મ અનુસરનારા પામક નામના મહાપુરુષે ઇરાનનું જરથોસ્તી રાજ્ય સ્થાપ્યું જે ઈતિહાસમાં સાસાનીયન વંશ તરીકે પ્રસિદ્ધ છે. તેના રાજા બહેરામ બીજે, બહેરામ ત્રિીજે, હેરમઝ ત્રીજો, વગેરે હતા ત્યારે “શકાનશાહ” બિરુદ લખતા તેમ જોવામાં આવ્યું છે. શકાનશાહ : વિદ્વાન છે. કેમીસેરિયટ માને છે કે આ બિરુદને અર્થ એ થઈ શકે કે ભારતના ક્ષત્રપ ઉપર તેમને અધિકાર હતો, પરંતુ ઈરાનને પ્રાંત શસ્તાન ઉર્ફ સીસ્તાન તેમના અધિકારમાં હતું અને તેથી તે બિરુદ લખાયું હોય તે અસંભવિત નથી. નાહપાન કે રૂદ્રદામન જેવા મહા વિજેતાઓ ઈરાનને અધિકાર સ્વીકારે એ બહુ મનાતું નથી. અને કદાચ હોય તે તેના પિતૃદેશ પ્રત્યેના પ્રેમના કારણે માત્ર વિક ખાતર જ સ્વીકાર્યો હોય તે બનવાજોગ છે છે. હરઝલ્ડ (Herzfeld) સાસાનીયન મહારાજ્ય નીચેના પ્રદેશનું વર્ણન કરતાં શકસ્તાનને નિર્દેશ કરે છે તથા વિવરણમાં શકસ્તાનમાં, મકરાણ, તુરાન, સિંધુ નદીના મધ્ય ભાગના પ્રદેશે, કચ્છ, કાઠિયાવાડ, માળવા તથા તેની પાડોશના મધ્ય પ્રદેશને સમાવેશ થતો હતો તેમ જણાવે છે. 1 . કેમીસેરિયટ-શ્રી. વિન્સેન્ટ સ્મીથના આધારે તથા ઇ. હરઝફેડ (Herzfeld) Pehlvi Inscription and monuments of Early History of Sasanian Empire ને આધારે. 2. સાસાનીયન વંશના ઈતિહાસને અભ્યાસ આ લેખકે વિદ્વાન છે. કોમીસેરિયટ પાસે કર્યો હતો અને તે સમયે પણ એટલે ઈ. ૧૯૨૯માં આ પ્રશ્ન પરત્વે તેમની સાથે ચર્ચા કરવામાં આવેલી. ઇતિહાસના સમર્થ વિદ્વાન અને લેખકના ગુરુનું મંતવ્ય સર્વથા અમાન્ય રહી શકે તેમ નથી પરંતુ શંકાસ્પદ જરૂર છે. દિલ્હીના અંતિમ બાદશાહો પૈકીના શાહઆલમ માટે એક લેખક લખે છે કે “હકમતે શહેનશાહ આલમ-અઝ દિલ્હીના પાલમ” એટલે છ માઈલના વિસ્તારમાં જ દિલ્હીની શહેનશાહ હતી છતાં જૂનાગઢના નવાબે તેમના રૂક્કામાં મહોર “શાહઆલમ બાદશાહ ગાઝી ફીદવી નવાબ હામદખાન”- વગેરે લખતા તેમ “શકાનશાહ’ બિ તેમના અભિમાન ખાતર રહ્યું હોય તેમ માની શકાય. વળી આ પાર્થિયને કે સાસાનીયને સાથે સંબંધ ધરાવતા ક્ષત્રપો, પરદેશી રહ્યા ન હતા. સાતવાહનોએ તેમને પરાજ્ય કર્યા પછી તેઓએ તેમના ધર્મનું પરિવર્તન કર્યું હતું. તેઓ હિંદુ થઈ ચૂક્યા હતા. “રૂદ્રદામન”, “રૂદ્રસિંહ, રૂદ્રસેન વિજયસેન, પૃથ્વીસેન, ભક્તિદામન વગેરે નામે બતાવે છે કે તેઓ વેદ ધર્મના અનુયાયીઓ હતા અને તેમનાં ધાર્મિક કે સાંસ્કૃતિક બંધને ઇરાન સાથે હતા નહિ. પ્યારા બાવાના મઠના શિલાલેખમાં કેવલીયજ્ઞ” શબ્દ કે જે જૈન ધર્મશાસ્ત્રોમાં વપરાતો શબ્દ છે તે છેતરાયો છે. તેઓ ઉપર જૈનધર્મની પણ અસર છે. ક્ષત્રપ ચસ્ટન પછી અથવા તે અરસામાં જ ભારતમાં વસતા આ સાથે મળી ગયા અને તેઓને અપનાવી લેવામાં આવ્યા તે નિર્વિવાદ છે. વળી આગળ જોયું તેમ તેઓ મૂળ ભારતના આર્ય ક્ષત્રિય જ હતા પણ ક્ષત્રિય કમને ત્યાગ કરતાં પતિત થયા હતા. તે પુનઃ શુદ્ધ થયા તેમ પણ માનવામાં હરકત નથી.