________________
વાળાં મુમુક્ષુ છે તેવા ગ્રંથોમાં પ્રવેશ થઈ શક્તા નથી તે કારણે તેવા જ સમ્યજ્ઞાનથી વંચિત રહી જાય છે, તેથી તેઓને સરલતાથી સમજાવવાને માટે એક જૈન ગ્રંથ પ્રકાશનમાળા ખેલવામાં આવી છે. તેમાં આ વચનનુસાર પૂર્વાચાર્યોના ગ્રંથના આધારે નાના નાના ટ્રેકટે કે જેમાં કોઈ એક ખાસ વિષયને લખી જનતાના લાભાર્થે પ્રકાશન કરવામાં આવશે. તેના માટે ફંડની આવશ્યક્તા પડતાં નીચે જણાવેલ મહાનુભાવોએ જિનવણીના પ્રકાશન માટે અથવા પ્રચાર માટે આ ર્થક સહાયતારૂપ જે રકમ ઉદાર ચિત્તથી આપી છે તેના માટે તેઓને હું હદયથી આભાર માની ધન્યવાદ આપું છું.
આ ગ્રંથ બનાવવામાં જે જે ભાઈ, બહેન તરફથી મુક્રરીડિંગ, અશુદ્ધિ સંશોધન તથા આધાર માટે શાસ્ત્રોની સગવડતા કરી આપવા આદિનાં નાના મોટા અનેક કાર્યોમાં નિસ્વાર્થ બુદ્ધિથી ઉત્સાહપૂર્વક જિનવાણીમાતાની સેવામાં મને જે ઘણીજ કીમતી મદદ આપી છે, તેઓ પ્રત્યેકનો ભિન્ન ભિન્ન તેમજ સમૂહદાયરૂપથી હું અતકરણ પૂર્વક આભાર માનું છું. હું: સાથે સાથે એમ પણ માનું છું કે આવડો મોટો ગ્રંથ રચવામાં તેમના તરફથી જે મને મદદ અથવા સહાયતા ન મળી હોત, તે કદાચ આ ગ્રંથ કદી પણ આવી સુંદરતાને નજ પાયે હેત; તે માટે પણ હું તેઓ સર્વને ટાણું છું. આમાં કેર્યું વાકય રચના આદિમાં દેષ જણાય તો તે મારો પોતાનો જ દેષ છે અને સુંદરતા પ્રતિભાસે છે તે ભાઈઓને જ આભારી છે.
- જિનવાણું સેવક. શ્ર ચુનીલાલજી દેશમાં