________________
S
આચાર્ય
મહામંત્રનું ત્રીજું પદ આચાર્યનું છે. જૈન-સાધનામાં આચાર-આચરણનું ખૂબ જ મહત્ત્વપર્ણ સ્થાન છે. સંયમના માર્ગ પર પ્રયાણ કરતાં કદમ-કદમ પર સાવધાની અને જાગૃતતાની અપેક્ષા હોય છે. જે વિશિષ્ટ આત્મા પોતે પાંચ પ્રકારના આચારનું પાલન કરે છે અને બીજાને પાલન કરાવે છે તેઓ આચાર્ય છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ - આ પાંચેય જૈન-સાધનાનાં મુખ્ય અંગો છે. આચાર્ય સ્વયં આનું પાલન કરે છે અને બીજાને કરાવે છે. કારણ કે આચાર્ય સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘને નેતૃત્વ પ્રદાન કરે છે. આ માટે એમને જિન નહિ પણ જિન સમાન કહેવાય છે.
‘આવશ્યક નિયુક્તિ’માં આચાર્યની પરિભાષા આ પ્રકારે કરવામાં આવી છે -
पंचविहं आयार आयरमाणस्स तहा पभासता । आयारं हंसंता आयरिया तेण वुच्चति ॥
‘આચારાંગ ચૂર્ણિ’માં કહેવાયું છે
આવ. નિયુક્તિ-૯૯૪
आमयादया चरन्तीत्याचार्याः ।
આચારાંગ ચૂર્ણિઃ । (સંયમની મર્યાદાનું યથાવિધિ પાલન કરવાથી એમને આચાર્ય કહેવાય છે.) અર્થાત્ જે જ્ઞાનાચાર, દર્શનાચરણ, ચારિત્રાચાર, તપાચાર તથા વીર્યાચાર રૂપ પાંચેય આચારનું સ્વયં પાલન કરે છે તથા બીજાને પાલન કરાવે છે. આચાર-આચરણની વિશુદ્ધિ આચાર્યનો મૌલિક ગુણ છે. માટે જે સ્વયં વિશુદ્ધ ચારિત્ર્યનિષ્ઠ હોય તથા પોતાના સંઘને વિશુદ્ધમાં સ્થિર રાખતો હોય, તેઓ આચાર્ય કહેવાય છે. આચાર્યની પ્રમુખ વિશેષતાઓમાં ‘અષ્ટ સંપદા' તથા ૩૬ ગુણ છે, જે એમની અનુશાસન ક્ષમતા તથા ચારિત્ર્યનિષ્ઠાને સ્પષ્ટ કરે છે.
આચાર્યના ૩૬ ગુણ :
तह
पंचिंदियसंवरणो, नवविहवं भचेरगुत्तिधरो । चउविहकसाय - मुक्को, इह अट्ठारसगुणेहि संजुत्तो ॥ १ ॥ पंचमहव्वयजुतो, पंचविहायारपालण - समत्थो ।
पंचसमिओ तिगुत्तो, इह छत्तीसगुणेहि गुरु मझं ॥२॥
અર્થાત્ - ૫ ઇન્દ્રિયોનું સંવર કરવું, ૯ પ્રકારની બ્રહ્મચર્ય ગુપ્તિઓ(વાડો)ને ધારણ કરવી, ૪ કષાયો(ક્રોધ, માન, માયા, લોભ)નો ત્યાગ કરવો, ૫ મહાવ્રતોથી યુક્ત હોવું, પ પ્રકારના આચારોનું પાલન કરવામાં સમર્થ હોવું, ૫ સમિતિઓ અને ૩ ગુપ્તિઓથી યુક્ત હોવું, આ ૩૬ ગુણ આચાર્યમાં જોવા મળે છે.
આચાર્ય
36