________________
કુલકોની ઉત્પત્તિ થાય છે. આ કુલકર પોત-પોતાના સમયમાં પ્રતાપશાળી અને પ્રભાવશાળી પુરુષ હોય છે. એ તત્કાલીન સમયના વ્યવસ્થાપક અને મર્યાદા પુરુષ હોય છે.
પ્રારંભના પાંચ કુલકરોના સમય સુધી ‘હકાર’ની દંડનીતિ પ્રચલિત હોય છે. અર્થાત્ જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પ્રકારનું અશોભનીય કાર્ય કરે છે, તો એને કુલકર ‘હા’ એવો શબ્દ કહે છે. આનો અર્થ થાય છે કે તે એના કાર્ય પર ખેદ પ્રગટ કરે છે. અપરાધીના માટે આ જ દંડ પ્રર્યાપ્ત હોય છે. તે આનાથી સ્વયંને લજ્જિત અનુભવ કરે છે.
આનાથી આગળના પાંચ કુલકરો સુધી ‘મકાર’ની દંડનીતિ ચાલે છે. અર્થાત્ અપરાધીને ‘મા’ શબ્દ કહી દેવામાં આવે છે, જેનો અભિપ્રાય છે કે ‘એવું ના કરો'. આ પ્રકાર કહી દેવું જ અપરાધનો દંડ થઈ જાય છે. આનાથી આગળના પાંચ કુલકરોના સમયમાં દંડનીતિમાં થોડી કઠોરતા આવી જાય છે. એ સમયે અપરાધીને ‘ધિક્’ શબ્દ કહીને દંડિત કરી દેવામાં આવે છે. આ ખંડોથી લજ્જિત થઈને એ સમયના લોકો અપરાધથી વિરત થઈ જાય છે.
છતાં કલ્પવૃક્ષોની ફળદાયિની શક્તિ ક્રમશઃ ક્ષીણ જતી જાય છે, છતાં આ સમય સુધી કલ્પવૃક્ષોથી જ નિર્વાહ થતો રહે છે. લોકોને પોતાના નિર્વાહ માટે અસિ, મષિ, કૃષિ સંબંધી આજીવિકાની આવશ્યકતા નથી પડતી. તેથી પહેલાંથી લગાવીને ત્રીજા આરાને આ સમય સુધી આ ભૂમિ ‘અકર્મભૂમિ' કહેવાય છે અને અહીં મનુષ્ય જોડીથી જ ઉત્પન્ન થાય છે, અને જોડીથી જ રહે છે, માટે તે યુગલિક કે જુગલિયા કહેવાય છે.
જ્યારે ત્રીજો આરો સમાપ્ત થવામાં ચૌર્યાસી લાખ પૂર્વ, ત્રણ વર્ષ અને સાડા આઠ મહિના બાકી રહી જાય છે, ત્યારે અયોધ્યા નગરીના પંદરમા કુલકરથી પ્રથમ તીર્થંકરનો જન્મ થાય છે. કાળના પ્રભાવથી જ્યારે કલ્પવૃક્ષોથી કંઈપણ પ્રાપ્ત થતું નથી, ત્યારે મનુષ્ય ક્ષુધાથી વ્યાકુળ થાય છે. મનુષ્યોની આ દશા જોઈને અને દયાભાવ લાવીને ભાવિ તીર્થંકર એમના પ્રાણોની રક્ષા માટે ત્યાં સ્વભાવતઃ ઊગેલા ચોવીસ પ્રકારના ધાન્યને અને મેવા વગેરેને ખાવા માટે બતાવે છે. કાચું ધાન્ય ખાવાથી એમનું પેટ દુ:ખે છે, એવું જાણીને અરણિકાષ્ઠથી અગ્નિ ઉત્પન્ન કરીને એમાં ધાન્ય પકાવવાનું કહે છે. ભોળા લોકો અગ્નિ પ્રજ્વલિત કરીને એમાં ધાન્ય નાખી દે છે. અગ્નિ એને ભસ્મ કરી દે છે. ત્યારે એમને નિરાશા થાય છે. તે ભાગીને તીર્થંકરની પાસે જાય છે અને કહે છે કે - “નાથ ! આ અગ્નિ તો રાક્ષસ છે. એનું જ પેટ નથી ભરાતું તો આપણને શું આપશે ?' ત્યારે તીર્થંકર કુંભારની સ્થાપના કરીને વાસણ બનાવવાનું શીખવાડે છે. ૪ કુળ અઢાર શ્રેણીઓ (જાતિઓ) અને ૧૮ પ્રશ્રેણીઓ સ્થાપિત કરે છે. પુરુષોની ૭૨ કલાઓ, સ્ત્રીઓની ૬૪ કલાઓ, ૧૮ લિપિઓ, ૧૪ વિદ્યાઓ વગેરે શીખવાડે છે.
૪ કુળ : (૧) કોટવાળ, ન્યાયાધીશ વગેરેનું ઉગ્ન-કુળ (૨) ગુરુ સ્થાનીય ઉચ્ચ પુરુષોનું ભોગ-કુળ (૩) મંત્રીઓનું રાજ-કુળ અને (૪) પ્રજાનું ક્ષત્રિય-કુળ.
કાળચક્ર : એક અનુશીલન
૩૯