Page #1
--------------------------------------------------------------------------
________________
બ્રિણામો
ભાગ - ૧
આચાર્યશ્રી નાનેશ
Page #2
--------------------------------------------------------------------------
________________
જિણધામો
જૈન તત્વદર્શન)
ભાગ - ૧
8વ્યાખ્યાતા આચાર્ય શ્રી નાનેશા
તન વાજ
तादर्शन
कामाक्षमा
ગઇ કે
पखल भारत
परतवर्षीयमा
णमो लोऐ सवसाहुणं
પ્રકાશક
શ્રી અખિલ ભારતવર્ષીય સાધુમાર્ગી જૈન સંઘ
સમતા ભવન, બીકાનેર - ૩૩૪૦૦૫. (રાજ.)
Page #3
--------------------------------------------------------------------------
________________
LAURA AURRURAU20282828282828245
© સર્વાધિકાર પ્રકાશનને આધીન
ગ્રંથનું નામ પ્રકાશક
અર્થ-સહયોગી
: જિણધમ્મો : શ્રી અ. ભા. સાધુમાર્ગી જૈન સંઘ, સમતા ભવન,
બીકાનેર, ફોન: ૦૧૫૧ - ૩૨૯૨૧૭૭, ૨૫૪૪૮૬૦ ફેક્સઃ ૨૨૦૩૧૫૦
પહેલો ભાગઃ શ્રી સાગરચંદજી જીલ્લાણી, અસાવરી (જિ. નાગર), નવી દિલ્હી. બીજો ભાગઃ પિતલિયા પરિવાર, સિરચારી (રાજ.) ભારત બિલ્ડીંગ, કાચ્છીગુડા, હૈદરાબાદ (આંધ્રપ્રદેશ)
8888888888888888828282828282828282828282828282828282
હિન્દી પહેલી આવૃત્તિ | ૧૧૦૦ નકલ, ૬ જુલાઈ, ૧૯૮૪ હિન્દી બીજી આવૃત્તિ ૧૧૦૦ નકલ, ૧૮ નવેમ્બર, ૨૦૦૧ હિન્દી ત્રીજી આવૃત્તિ ૧૦૦૦ નકલ, ઓગસ્ટ, ૨૦૦૨ હિન્દી ચોથી આવૃત્તિ ૧૦૦૦ નકલ, નવેમ્બર, ૨૦૦૨ હિન્દી પાંચમી આવૃત્તિ : ૧૦૦૦ નકલ, ઓગસ્ટ, ૨૦૦૩ હિન્દી છઠ્ઠી આવૃત્તિ ૧૦૦૦ નકલ, જાન્યુઆરી, ૨૦૦૪ હિન્દી સાતમી આવૃત્તિ : ૧૦૦૦ નકલ, એપ્રિલ, ૨૦૦૪ હિન્દી આઠમી આવૃત્તિ ૧૦૦૦ નકલ, જુલાઈ, ૨૦૦૪ હિન્દી નવમી આવૃત્તિ ૨૦૦૦ નકલ, જુલાઈ, ૨૦૦૫ હિન્દી દશમી આવૃત્તિ ૫૦૦ નકલ, એપ્રિલ, ૨૦૦૬ હિન્દી અગિયારમી આવૃત્તિ : ૨૫૦૦ નકલ, જુન, ૨૦૦૬ હિન્દી બારમી આવૃત્તિ : ૧૧૦૦ નકલ, એપ્રિલ, ૨૦૦૮
ગુજરાતી પ્રથમ આવૃત્તિ : ૨૦૦૦ નકલ, ફેબ્રુઆરી, ૨૦૧૦ (મૂલ્ય : ભાગ-૧ તથા ભાગ-૨ના સાથે : રૂ. ૩૦૦/- (ત્રણ સો રૂપિયા) ) મુદ્રક
: સસ્તું પુસ્તક ભંડાર
ભઠ્ઠીની બારી, ગાંધી રોડ પુલ નીચે, અમદાવાદ-૧.
ફોન નં. : ૦૭૯ - ૨૨૧૧૦૦૬૨ ટાઈપ સેટિંગ
: શ્રી ગ્રાફિક્સ સજ્જન સોસાયટી, શાહીબાગ, અમદાવાદ - ૪. ફોન : ©e૯ - ૫૨૩૯
48888888888888888888888888888888888888888888888888888
ZC SKARCA UR282828282URURURURLAUALA LANG
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય) જૈન શ્રમણ નિર્ગસ્થ પરંપરામાં શ્રી સાધુમાર્ગી જૈન સંઘના સાધ્વાચાર, આત્મસાધના, જ્ઞાનારાધના, તપશ્ચરણ, શાસન પ્રભાવના અને ધર્મોદ્યોતનાં ક્ષેત્રોમાં વિશિષ્ટ, આદર્શ. અનુપમેય અને મહત્ત્વપૂર્ણ સ્થાન છે. સંઘના આદ્ય પ્રવર્તક આચાર્યશ્રી હુકમચન્દ્રજી મ.સા.એ ક્રિયોદ્ધારકના રૂપમાં અહં ભૂમિકાનું નિર્વહન કર્યું, તો ઉત્તરવર્તી આચાર્યો સર્વશ્રી શિવલાલજી મ.સા., ઉદયસાગરજી મ.સા., ચૌથમલજી મ.સા., શ્રી લાલજી મ.સા., જવાહરલાલજી મ.સા., ગણેશલાલજી મ.સા. અને નાનાલાલજી મ.સા.એ સંઘને અનવરત ઊંચાઈઓ પ્રદાન કરી. એમણે ક્રમશઃ ત્રિરત્ન સાધના, જ્ઞાનારાધના, સંઘ ઉન્નયન, યોગસાધના, બહુઆયામી આત્મધર્મ, શાન્તક્રાન્તિ અને સમતા-દર્શનના અવદાનથી પોતપોતાની પૃથક્ ઓળખ બનાવી. અષ્ટમાચાર્ય શ્રી નાનેશ એ પરંપરાઓ અને યુગીન ચિંતનના સાર્થક સેતુ રૂપમાં જે દર્શન અને તત્ત્વજ્ઞાન પ્રદાન કર્યા તે વિશ્વના માટે થાતી છે.
જિણધમ્મો'માં લેખનનું કાર્ય પૂજ્ય ગુરુદેવએ રાણાવાસ ચાતુર્માસથી પૂર્વ બિઠોડા ગામથી પ્રારંભ કર્યો હતો. નિશ્ચિત રૂપથી આ ગ્રંથમાં પૂજ્ય ગુરુદેવે જૈનદર્શન પર જે પ્રકાશ નાંખ્યો છે, તે અભૂતપૂર્વ છે. આ ગ્રંથ પોતાની અનુપમ ભાષા અને વિષયોના પ્રતિપાદનના હિસાબથી અત્યંત જ જનોપયોગી છે. આ ગ્રંથમાં જ્યાં આચાર્યદેવે મહામંત્ર મહામંગલ નવકાર, સમ્યકત્વના ૬૭ બોલ, દુર્લભ અને સુલભબોધિના કારણજ્ઞાનના ભેદ, નયનિક્ષેપનું પ્રતિપાદન, સપ્તભંગી, કાલચક્ર, જ્યોતિષ્યક્ર, મહાવ્રત, ધ્યાન, કર્મબંધ વગેરેની જે વિશદ વ્યાખ્યા કરી છે, તેનાથી સંપૂર્ણ સમાજ એક નવી દિશા પ્રદાન કરી જ્ઞાનના ક્ષેત્રમાં અભૂતપૂર્વ ક્રાન્તિ ઉત્પન્ન કરે છે.
આચાર્ય શ્રી નાનેશના પટ્ટધર, શાસ્ત્રજ્ઞ, પ્રશાંત મના, આગમવારિધી, પરમ શ્રદ્ધેય ૧૦૦૮ આચાર્ય-પ્રવર શ્રી રામલાલજી મ.સા.એ વ્યસ્તતમ ક્ષણોમાંથી પણ સમય આપીને આ ગ્રંથના પ્રકાશન પૂર્વે આઘોપાત્ત અવલોકન કર્યું અને યથાયોગ્ય સંશોધન, પરિવર્બન હેતુ માર્ગદર્શન કર્યું.
આ ગ્રંથની લોકપ્રિયતાનું આ સાક્ષાતુ પ્રમાણ છે કે આના હિન્દી સંસ્કરણને ૧૨ વાર મુદ્રિત કરાવી ચૂક્યા છીએ, જેની ૧૪૩૦૦ નકલોનું વેચાણ થઈ ચૂક્યું છે. હિન્દી ભાષામાં આ ગ્રંથ જનસામાન્યના માધ્યમમાં ન માત્ર લોકપ્રિય છે, પરંતુ સમાદેત પણ છે. તેથી
Page #5
--------------------------------------------------------------------------
________________
સંઘે આ ગ્રંથને અનેક ભાષાઓમાં પ્રકાશિત કરવાનો નિર્ણય લીધો છે. જેથી પાઠકોને જૈન તત્ત્વદર્શનની જાણકારી પ્રાપ્ત થઈ શકે. વિભિન્ન ભાષાઓમાં પ્રકાશિત કરવાના નિર્ણયને ધ્યાનમાં રાખીને સંઘ દ્વારા આચાર્ય શ્રી નાનેશ પુણ્યતિથિ દશાબ્દી વર્ષના ઉપલક્ષ્યમાં આ ગ્રંથને ગુજરાતી ભાષામાં પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે.
‘જિણધમ્મો’નું આ ગુજરાતી સંસ્કરણ સ્વાધ્યાયીઓ, સાધકો, સુધીપાઠકો, સાહિત્યરસિકો અને શ્રદ્ધા, આસ્થાનિષ્ઠ શ્રાવક-શ્રાવિકાઓના હાથમાં પ્રસ્તુત કરતા હર્ષ અને પ્રમોદની અનુભૂતિ સહિત સંઘ ગૌરવાન્વિત છે. જૈન તત્ત્વદર્શન, પંચાચાર, ધાર્મિક સિદ્ધાંતો અને વિસ્તૃત વાંડ્મય પર સારભૂત સર્વજનોપયોગી આ અજોડ અનુપમ ગ્રંથના ગુજરાતી અનુવાદથી જ્ઞાનપિપાસુઓ હેતુ પ્રકાશના દ્વાર અનાવૃત્ત થઈ ગયા છે.
પૂજ્ય ગુરુદેવના અનુપમ ગ્રંથના પ્રકાશના ઉદારહૃદયી, દાનવીર શ્રી ઝૂમરમલજી સાયરચન્દજી છલ્લાણી પરિવાર, નવી દિલ્હી અને ઉદાર મનના ધર્મનિષ્ઠ શ્રી પીતલિયા પરિવાર, હૈદરાબાદનો અર્થ-સહયોગ ન માત્ર ઉલ્લેખનીય છે, પરંતુ પ્રેરણીય અને અભિનંદનીય પણ છે. હું સંઘના તરફથી આ બંને પરિવારોનો હૃદયથી આભાર પ્રકટ કરું છું. જેમણે આ ગ્રંથના પ્રકાશન-હેતુ અર્થપ્રદાતાના રૂપમાં પોતાની સ્વીકૃતિ પ્રદાન કરી આને જનસુલભ બનાવ્યો છે.
અંતમાં હું મારા પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ સમસ્ત સહયોગીઓ પ્રતિ આભાર પ્રકટ કરું છું, જેમણે આ ગ્રંથના પ્રકાશનમાં પોતાનું મહત્ત્વપૂર્ણ યોગદાન પ્રદાન કર્યું છે. હું આશા કરું છું કે જિણધમ્મો'નું આ ગુજરાતી સંસ્કરણ જન-જનમાં જ્ઞાનનો નવો પ્રકાશ પ્રજ્વલિત કરશે.
રાજમલ ચૌરડિયા - જયપુર સંયોજક - સાહિત્ય પ્રકાશક સમિતિ
શ્રી અ. ભા. સાધુમાર્ગી જૈન સંઘ, બીકાનેર
४
Page #6
--------------------------------------------------------------------------
________________
T
' અર્થ સહયોગી પરિચય mm સંદરન શ્રી સાયરચંદજી કલ્યાણી
આસાવરી (જિ. નાગૌર), નવી દિલ્હી સામાયિક અને સ્વાધ્યાય કોઈપણ સાધકના જીવનના પ્રમુખ અંગ છે, અને જે એને પોતાના જીવનમાં સર્વોચ્ચ સ્થાન પ્રદાન કરે છે, વાસ્તવમાં એમનું જીવન ધન્ય છે, એવી આદર્શ વ્યક્તિઓમાં એક નામ છે સંઘરત્ન, શાસનગૌરવ, શ્રી સાયરચંદજી કલ્યાણી.
શ્રીયુત સાયરચંદજી છલાણી રાજસ્થાનના નાગૌર જિલ્લાના અસાવરી ગ્રામનિવાસી, - ધર્મનિષ્ઠ, સરલ મનના, સ્વાધ્યાયના સાધક, શ્રાવકવર્ય શ્રી ઝૂમરમલજી છલાણીના જ્યેષ્ઠ છે પુત્ર છે. ગુરુભક્તિ, સમર્પણ, સેવાના સંસ્કાર આપને વારસામાં મળ્યા છે. બાવર(રાજ.)માં રહીને તમે બી.કૉમ. સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. આપની અથાગ મહેનત, શ્રમશીલતા અને પ્રખર પ્રતિભાથી ઉચ્ચ વ્યાવસાયિક સોપાનો સર કર્યા, સાથે સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક,છે. જનકલ્યાણકારી ક્ષેત્રોમાં પણ અમીટ છાપ અંકિત કરી છે.
આચાર્યપ્રવર શ્રી નાનાલાલજી મ.સા.ના સંપર્કથી નવીન દૃષ્ટિનો સંચાર થયો. જે આપનાર જીવનમાં મહત્ત્વપૂર્ણ વળાંક હતો. તમે સામાયિક અને સ્વાધ્યાયની ધારાઓથી સ્વયંને આપ્લાવિત કર્યું. તમે દિવસમાં બે સામાયિક કરો છો અને તમને લઘુદંડ, જીવઘડા, ગતિ-અગતિ, ગુણસ્થાન છે
સ્વરૂપ, જીવ-અજીવ પર્યાય, ગમ્મા, કાયસ્થિતિ, પ્રતિક્રમણ, ભક્તામર, પચ્ચીસ બોલ, ૬૭ 6 બોલ અને અનેક થોકડા કંઠસ્થ કરી લીધા છે. અનેક પુસ્તકો જેવા કે જવાહર કિરણાવલી, ? જૈન ધર્મનો મૌલિકઇતિહાસ વગેરે ગ્રંથોના સ્વાધ્યાય કર્યા છે. ; તમે તમારાં અર્જિત ધનથી અંશદાનના નિયમ ધારણ કર્યા છે. સંઘની દરેક પ્રવૃત્તિ
છાત્રવૃત્તિ, જીવદયા, સાહિત્ય પ્રકાશન, ધર્મપાલ પ્રવૃત્તિ, સિરીવાલ પ્રવૃત્તિ, ભગવાન મહાવીર છે સમતા ચિકિત્સાલય, જૈન સંસ્કાર પાઠ્યક્રમ તથા કેન્દ્રીય કાર્યાલય ભવન નિર્માણ વગેરેમાં 2 મુક્ત હાથથી દાન આપતાં રહો છો. આચાર્ય પ્રવર નાનેશના પટ્ટધર વર્તમાન આચાર્યશ્રી
રામલાલજી મ.સા.ના પ્રતિ આપ અત્યંત શ્રદ્ધાનિષ્ઠ છો. આપની વ્યસ્તતમ દિનચર્યાના છે ઉપરાંત પણ આપ સંત-સતીજી મ.સા.નાં દર્શન અને પ્રવચન શ્રવણનો અવસર કાઢી લો.
છો. બાલક-બાલિકાઓ, યુવક-યુવતીઓને તમે આધ્યાત્મિક સંસ્કારોની તરફ પ્રેરિત કરો છો. સામાયિકની નિયમિતતાના લીધે આપે શ્રાવકોને સેંકડો સામાયિક-ઉપકરણ ભેટ આપ્યાં છે. આચાર્ય ભગવાન પાસે માત્ર ૪૪ વર્ષની ઉંમરમાં સાથે શીલવ્રત ગ્રહણ કર્યું જે આપમાં એક કીર્તિમાન છે. આપે જૈન સ્તોક મંજૂષા ભાગ એકથી ચાર સુધીની પરીક્ષા પણ ઉત્તીર્ણ કરી.
Page #7
--------------------------------------------------------------------------
________________
ww
સન ૧૯૭૮માં તમે હસ્તશિલ્પના નિર્યાત વ્યવસાયમાં પ્રવેશ કર્યો અને પોતાની વિશ્વસનીયતા તથા પુરુષાર્થથી વિદેશોમાં અતુલ ખ્યાતિ પામ્યા. ૨૫ વર્ષોના ગાળામાં ૬૦-૭૦ વાર વિદેશયાત્રા કરીને તમે ભારતીય હસ્તશિલ્પની વિદેશોમાં પ્રતિષ્ઠા વધારી.
સન ૧૯૮૫માં કૃત્રિમ આભૂષણોનો વ્યવસાય શરૂ કર્યો. આ ક્ષેત્રમાં પણ તમોને મહત્તમ ખ્યાતિ મળી. સન ૧૯૯૩ તથા સન ૧૯૯૯માં બે વાર દિલ્હી રાજ્યથી પુરસ્કૃત થયા અને અખિલ ભારતીય સ્તરના પુરસ્કાર પ્રાપ્ત કરી આપ Hand Crafted Jewellery ક્ષેત્રની અગ્રીમ પંક્તિમાં આવી ગયા.
સહજતા, સરળતા અને મૃદુભાષિતાના ગુણોમાં સર્જેલું તમારું જીવન હર કોઈનું ધ્યાન તમારી તરફ આકર્ષિત કરે છે. સંઘ, સેવા, ગુરુનિષ્ઠા તથા નિષ્કામ ભાવથી કરેલ તમારા કાર્યને ધ્યાનમાં રાખતા ૨૪ સપ્ટેમ્બર, ૨૦૦૬માં ઇન્દૌરમાં આયોજિત સંઘ અધિવેશનમાં તમને સંઘના રાષ્ટ્રીય મહામંત્રીના પદમાં પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. પહેલાં પણ તમે સંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદને સુશોભિત કર્યું છે. વર્તમાનમાં તમે સંઘના આગમ અને તત્ત્વ પ્રકાશન સમિતિના સંયોજક પદ પર તમારી સેવાઓ પ્રદાન કરી રહ્યા છો. તમારા સંયોજકત્વમાં તત્ત્વના અનેક પુસ્તકોનાં પ્રકાશન થઈ ચૂક્યાં છે.
તમારાં ધર્મપત્ની શ્રીમતી પુષ્પાદેવી છલ્લાણી પણ અત્યંત ધર્મનિષ્ઠ સુશ્રાવિકા છે. તમે નિત્ય પ્રતિદિન સામાયિક, સ્વાધ્યાય કરનાર સુશ્રાવિકા છો તથા થોકડાની વિશેષ જાણકારી પણ છે. તમે અનેક થોકડાની પરીક્ષાઓ આપી છે, જેમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તત્ત્વ પ્રકાશન સંબંધી પુસ્તકોના પ્રકાશનમાં સહયોગકર્તાના રૂપમાં વિશેષ ભૂમિકા નિભાવી છે. ધર્મના પ્રતિ વિશેષ રુચિ રાખવાવાળા મહિલારત્ન છે. તમે દિલ્હી મહિલા મંડળના અધ્યક્ષ પદ પર પણ સેવાઓ પ્રદાન કરી છે.
તમારાં નાના ભાઈશ્રી કૈલાશજી છલ્લાણી, શ્રીમતી મીનુજી છલ્લાણી, શ્રી સુમેરચંદજી છલ્લાણી, શ્રીમતી દીપાલીજી છલ્લાણી દિલ્હી સમતા મહિલા મંડળના ઉપાધ્યક્ષના પદ પર એમની સેવાઓ પ્રદાન કરી રહ્યાં છે. પરિવારનાં દરેક બાળકો હર્ષિત, માધુરી, એનિકા, મેઘા, આદિત્ય, મધુર આદિ છલ્લાણી પરિવારને યશ અને કીર્તિમાં નિરંતર આગળ વધારી રહ્યાં છે.
છલ્લાણી પરિવાર સદૈવ સુદેવ, સુગુરુ તથા સુધર્મ પર વિશ્વાસ રાખતા આવ્યા છે, અને તમે તમારા ધનને ધર્મથી જોડ્યું છે. તમે સામાયિક અને સ્વાધ્યાય-હેતુ નિરંતર પ્રેરણા કરો છો અને તમારા દ્વારા સામાયિક ઉપકરણ તથા સ્વાધ્યાયનાં પ્રેરક પુસ્તકો સ્વાધ્યાયીના પ્રેમીઓને વાજબી ભાવે ઉપલબ્ધ કરાવી રહ્યા છો. નિઃસંદેહ છલ્લાણી પરિવારની ગુરુભક્તિ, શ્રદ્ધા અને સમર્પણ અન્યના માટે અનુકરણીય છે.
S
Page #8
--------------------------------------------------------------------------
________________
એક દીપ આદિત્ય બની ગયો [ (આચાર્ય શ્રી નાનેશ સંક્ષિપ્ત પરિચય)
એક નાનો દીપ, એક નાનકડો દીપ, સદા હરતો તિમિર જગનું,
સહજ શાન્ત અભીત ! નાનો દીપક, ગામની માટીની સુગંધથી સુવાસિત, સંસ્કારોના નેહથી સિંચિત, નિર્મળ વર્તિકાથી સુસજ્જિત જ્યોતિર્ધર શ્રી જવાહરાચાર્યના સુશાસનમાં યુવાચાર્ય શ્રી ગણેશાચાર્યથી પ્રકાશ લઈ પોતાની ચારેબાજુ પરિવ્યાપ્ત નિબિડ અંધકારને વિદીર્ણ કરવાના હેતુ પ્રજ્વલિત થઈ ઊઠ્યો હતો. અગ્નિજ્યોતિ, ચંદ્રજ્યોતિ, સૂર્યજ્યોતિની જાજ્વલ્યમાન પરંપરામાં સંમિલિત થવાનું ક્ષીણ દીપજ્યોતિનું દુસ્સાહસ. બલિહારી એ આત્મબળની જે દીપકથી દીપક પ્રગટાવીને અમાનિશાને અમંગલકારી દીપાવલીમાં પરિવર્તિત કરવાની ક્ષમતા રાખે છે, ત્યારે જો નાનો દીવો, પ્રકાશની અજસ્ત્ર ધારા પ્રવાહિત કરવાના હેતુ, નાનાદિસોન્મુખી હોય, નાનાવિધ, સર્વજનહિતાય, આચાર્ય નાનેશ બની ગયા તો આશ્ચર્ય કેવું? શાસ્ત્રકારોએ પણ કહ્યું છે -
जह दीवो दीवसयं पइप्पए जसो दीवो ।
दीवसमा आयरिया दिव्वंति परं च दिवंति ॥ અને પછી બાળ ભગવાનની પરંપરા કંઈ નવી તો નથી. પ્રલય પારાવારમાં વટવૃક્ષના પત્ર પર સહજ નિદ્રામગ્ન બાલમુકુંદ સાક્ષાત બ્રહ્મ જ, જેને શ્રદ્ધાળુ લોકો ભક્તભાવથી નમન કરે છે. “વટી પત્રી પુર” શયાનમ્ વાનપુરમ્ શિરસી નમામિા” અને એમના સંરક્ષણમાં નવી સૃષ્ટિનો વિકાસ સંભવ થયો હતો. અજ્ઞાનાંધકારના હરણમાં મહત્ત્વ વય, આકાર, રૂપ અથવા વર્ણનો હોતો નથી; કારણ કે - “તમતં શુદિ વેવ વિન્ન ” ઉત્તમતા ગુણોથી પ્રાપ્ત થાય છે, અને ગુણોની પૂજા થાય છે -
TUT: પૂનાસ્થાનં ર ર ત્નિ ન ર વય: ” આ જોઈને તો પૂજ્ય આચાર્ય શ્રી ગણેશલાલજી મ.સા.એ પૂર્ણ આશ્વસ્તિ-ભાવથી આઠમા પાટના અધિષ્ઠાતતું પદ નાનાલાલને આપવાની પૂર્વપીઠિકાની નવી દિશામાં એમણે યુવાચાર્યના પદ પર અભિષક્ત કર્યા હતા. ભલેને જનની શૃંગારબાઈનું મમતાવ્યાકુળ સંશયશીલ હૃદય પ્રાર્થના કરતા રહ્યા હોય - “તે ખૂબ નાનો બાળક છે, એની પર આટલો મોટો બોજ ન નાખો.”
Page #9
--------------------------------------------------------------------------
________________
પરંતુ શું આ બોજ નાખવામાં આવ્યો હતો? દીપકને કોઈ કહે કે - “ચારે દિશાના અંધકારને વિદીર્ણ કરવાનો બોજ તું ઉઠાવ !” આ ભાર તો સૂર્યના ઉત્તરાધિકારી હોવાના લીધે પ્રજ્વલિત દીપક પર સ્વતઃ જ આવી જાય છે. દીપકનો અર્થ જ પ્રકાશ છે, અને પ્રકાશનો અર્થ છે તમ(અંધકાર)હરણનો સંકલ્પ.
આ સંકલ્પની પૂર્તિ હેતુ દીપકનું કર્તવ્ય બને છે કે તે પોતાની પ્રજ્વલિત વર્તિકાથી દીપકની પછી દીપક પ્રદીપ્ત કરીને અવલીમાં સજાવવામાં આવે, જેથી સંપૂર્ણ જગત પ્રકાશમાન થઈ ઊઠે. આ સંકલ્પની પૂર્તિમાં “નાના દીપ’થી દીપિત સંત-સતીઓની એક સુદીર્ઘ શૃંખલા જ સર્જિત કરી દીધી હતી. એક કડી બીજી કડીથી જોડાય ગઈ છે. સંપૂર્ણ સંસારને પોતાની જ્યોતિપરિધિમાં આવેષ્ઠિત કરવા માટે અને જગતીનું આંગણું આચાર્યશ્રીના નેશ્રાયમાં દીક્ષિત દીપકોની લાંબી શૃંખલાથી સજી ગયું. કોઈ એક આચાર્યની પ્રચંડ ઊર્જાનું આ અસંદિગ્ધ પ્રમાણ હતું. આ ચમત્કાર પણ હતો, કારણ કે જ્ઞાન-સાધના અને સમાજ-નિર્માણનું આ કાર્ય આટલા વિશાળ સ્તર પર ગત (વિગત) (પાછલા) પાંચસો વર્ષમાં પણ સંપન્ન થયું નહોતું. પછી તત્કાલીન પરિસ્થિતિઓ અત્યંત વિષમ હતી. એક અત્યંત સીમિત સાધુ-સાધ્વી વર્ગ, સાંપ્રદાયિક આગ્રહોથી ટક્કર, વિરોધોની ઉગ્રતા અને દુર્બળ સંઘીય વ્યવસ્થા પોતાનામાં વિકટ સમસ્યાઓ હતી. પરંતુ “દિવા સમ મારિયા પUUતા ” . આચાર્ય એ દીપકની સમાન હોય છે, જે પોતાની પ્રજ્વલિત જ્યોતિ-શિખાથી પ્રત્યેક ખૂણાનું તમહરણ કરવાનું સામર્થ્ય રાખે છે. તેવી ભીષણ ઝંઝાવાતના એ કાળમાં જ્યારે શ્રમણ સંઘો અને શ્રાવક સંઘોની ભાવનાઓ ભીષણરૂપથી આલોડિત હતી, આ સંઘ પ્રજ્વલિત દીપકે સાહસપૂર્વક ઘોષણા કરી હતી.
સંઘર્ષથી જ નવનીત (માખણ) નીકળે છે અને સંઘર્ષ જ વિપુલ શક્તિનું ઉત્પાદક હોય છે. સંઘર્ષથી ભયભીત થનાર વ્યક્તિ પ્રગતિનાં પદચિહ્નો પર ચાલી શકતા નથી.”
અને પ્રારંભ થઈ લડાઈ દીવાની અને તોફાનની, જેમાં દવાનો વિજય થયો. ઝંઝાવાત શાંત થયો હતો. સભાવ, સ્નેહ, સહયોગ અને સમર્પણના મંદ ફુવારાથી સંપૂર્ણ જન-જીવન સ્નાત થઈ નિર્મળ થઈ ગયું તથા સર્વત્ર વ્યવસ્થા અને અનુશાસનનો સાગર ઉમંગે ભરવા લાગ્યો હતો.
આ સાધના હતી, તપસ્યા હતી, સોનાની આગમાં તપવાની. સંવત ૨૦૨૦ના રતલામ ચાતુર્માસે એ સિદ્ધ કરી દીધું કે વીતરાગી સંત પોતાના-પારકા, શત્રુ-મિત્ર, હાનિલાભ, જય-પરાજય વગેરેના ભાવોથી મુક્ત હોય છે. સોનું તપીને કુંદન બને છે અને સંઘર્ષોમાં સ્થિર મતિ રહીને મનસ્વી વંદનીય બની જાય છે.
मनस्वी कार्याथी न गणयति दुःख न च सुखं । तप्तं तप्तं पुनरपि पुनः कांचन कान्तवर्णम् ॥
Page #10
--------------------------------------------------------------------------
________________
અશાંતિ, વિરોધ અને સંઘર્ષથી આલોડિત જનસાગરના આ અનન્ય યોગીએ સભાવ, ત્યાગ, તપ અને ધાર્મિક ઉપલબ્ધિઓનું જે નવનીત કાઢ્યું, તેને પોતાની સાધનાથી માનવમાત્રના હિતાર્થે સહજભાવથી વિતરીત પણ કરી દીધું. હિંસા, આતંક, વિરોધ, શોષણ, પીડાનું શમન તથા લોભ, મોહ, ક્રોધ જેવી વ્યાધિઓના ઉપચારમાં આ નવનીત અમૃત રસાયણ સિદ્ધ થયું. પોતાના દિવ્ય સંદેશાઓ દ્વારા આ સંતે વર્તમાન વૈજ્ઞાનિક સભ્યતાના વ્યામોહની પ્રતિ અભિનવ મનુષ્યને જે પ્રકારે સચેત કર્યો એ પ્રકારની સુંદર કાવ્યાત્મક દિદર્શના રાષ્ટ્રકવિ દિનકરની આ પંક્તિઓમાં થાય છે -
व्योम से पाताल तक सब कुछ इसे है ज्ञेय, पर न यह परिचय मनुज का, यह न उसका श्रेय । श्रेय उसका बुद्धि पर चैतन्य उर की जीत, श्रेय मानव का असीमित मानवों से प्रीत । एक नर से दूसरे के बीच का व्यवधान,
तोड़ दे जो, बस वही ज्ञानी, वही विद्वान । આ વ્યવધાનને તોડવાની દિશામાં યાત્રાઓ, ચાતુર્માસ અને ઉદ્દબોધનોનું જે આયોજન થયું હતું, એમની વચ્ચે એક દિવ્ય વ્યક્તિત્વ ઉભરાયું હતું - ઉન્નત લલાટ, તેજયુક્ત આનન, સુદઢ ગ્રીવા, વિશાળ વક્ષ:સ્થળ, પ્રલમ્બ બાહુ અને અનોખા પ્રભામંડળથી દીપિત વપુ (શરીર) જે સમ્યગુજ્ઞાન, સમ્યફચારિત્ર, અને સમ્યગુદૃષ્ટિના પ્રકાશનાં કિરણો વરસાવીને આ સંપૂર્ણ જીવસૃષ્ટિને પોતાના સ્નેહપૂર્ણ કોમળ આવેષ્ટનમાં સમેટી લેવા આતુર હતા.
રવિ, પવન, મેઘ, ચંદન અને સંત, ભેદ-અભેદ જાણ્યા નથી. સ્વભાવથી જ પોતાના અક્ષય સ્નેહ-ભંડાર બધાના માટે ઉન્મુક્ત રાખતા હતા. પછી પ્રકાશપુંજની જ્યોતિની સીમા કેવી રીતે બંધાય? પ્રસંગ અનેક હોય શકે છે, પરંતુ પ્રતિબોધની મહિમા અભિન્ન હોય છે, તેથી સામાજિક ઉત્ક્રાંતિની યુગાન્તકારી દૃષ્ટિ ધર્મપાળોની અતૂટ શૃંખલા નિર્મિત કરી શકે. આ રીતે સમ્યકત્વના મંત્રના પ્રભાવથી સમાજના નિમ્નસ્તર પર બેઠેલા વ્યક્તિને પણ ઉચ્ચતમ વ્યક્તિના સ્તર પર એ જ આસન (બેસાડી) કરાવી શકતા હતા. જે માનતા હોય - “મ્પUT વAU હોદ્દ મુJTI દોડ઼ દ્વત્તિમો ” ભગવાન મહાવીરની આ વાણીને જો આચાર્યશ્રીએ ચરિતાર્થ કરી તો આશ્ચર્ય કેવું? હરિકેશબળ નામના ચાંડાલને માટે પ્રવ્રજ્યાનું વિધાન હોઈ શકે, તે જન્મના આધારથી નિર્મિત વર્ણવ્યવસ્થાની ઉપયુક્તતા તર્કસંગત ક્યાં બેસે છે ? પરિણામ સ્વરૂપ વ્યાપક માનવ સમાજ પ્રતિ સ્નેહ, સદ્ભાવ અને ન્યાયની જે નિર્મળ ધારા પ્રવાહિત થઈ હતી, એમાં ગુરાડિયા, નાગદા, આક્યા અને ચીકલી જેવાં ગામોનાં દલિત સ્નાન કરી કૃતાર્થ થઈ ગયા. “પારસગુણ અવગુણ નહિં જાનત, કંચન કરત ખરો” - ત્યારે સંતના સંસર્ગમાં સરળ હૃદય અજ્ઞાનીજન ધર્મપાળ કેમ બની ન શકે ? એક રાજા ભગીરથે ગંગાની
Page #11
--------------------------------------------------------------------------
________________
પતિતપાવની ધારા અવતીર્ણ કરીને પ્રાણીમાત્ર માટે મુક્તિના દ્વાર ઉન્મુક્ત કરી દીધા, તો બીજા ભગીરથે સમતા સમાજની પુણ્યધારામાં માનવમાત્ર માટે આવગાહનનો માર્ગ પ્રશસ્ત કરી માનવતાની અતુલનીય સેવા કરી.
એક જડ સૈદ્ધાંતિક વિચારને સહજ જીવન પદ્ધતિમાં રૂપાંતરિત કરવું એ નિશ્ચય જ ચમત્કારિક ઉપલબ્ધિ છે. પ્રજાતંત્ર સમાજવાદ અને ધર્મનિરપેક્ષતા જેવા જટિલ, વિવાદિત, બૌદ્ધિક, વાજાળમાં ગૂંચવાયેલી અવધારણાઓને સરળ, વ્યાવહારિક, ઉપયોગી જીવનચર્યા બનાવીને પ્રચલિત કરી શકવું એ યુગપુરુષનું જ કાર્ય હોઈ શકે છે. રાજનૈતિક, આર્થિક અને સામાજિક ચિંતનને સૈદ્ધાંતિક આગ્રહોથી ધર્મ અને દર્શનનાં તત્ત્વોને પાખંડ, અતિચાર, દુરાગ્રહ અને આડંબરથી મુક્ત કરી તથા એમને અન્યોન્યાશ્રિત બનાવીને આ મહાયોગીએ આધુનિક યુગની વિકટ સમસ્યાઓનું સહજ સમાધાન હતું. પ્રસ્તુત કરી દીધું. સમતાને યુગધર્મના રૂપમાં માન્ય અને પ્રતિષ્ઠિત કરવું એ નાની વાત નથી. કેટલી કઠોર સાધના, કેટલું ઊંડું ચિંતન, કેટલું ઊંડું દાર્શનિક જ્ઞાન (પૈઠ) અને કેવું મનોવૈજ્ઞાનિક કૌશલની આ હેતુ માટે આવશ્યકતા હતી. આનું પ્રમાણ તે વિપુલ સાહિત્ય છે, જેનું નિર્માણ માનવવૃત્તિના પરિષ્કાર, પુનઃનિર્માણ અને નિર્દશન-હેતુ આ યુગાચાર્યએ સ્વયં કર્યું અને કરવાની પ્રેરણા આપી. સમીક્ષણ ધ્યાનની પદ્ધતિઓને આત્મ સમીક્ષણના દર્શનથી પરમાત્મ સમીક્ષણ સુધી પહોંચાડવા જ આત્મા-પરમાત્મા, જીવ-બ્રહ્મ, દ્વૈતઅદ્વૈત વગેરેથી સંબંધિત વિવિધ ચિંતન-ધારાઓનો જે રીતે સમતા-દર્શનમાં સમન્વય કર્યો છે, તે સ્વયંમાં ઉપલબ્ધિ છે. એક ધર્મ વિશેષની સમજી શકાય એવી આચરણ શૈલીને માનવ-માત્રની આચારસંહિતા બનાવી શકતી દૃષ્ટિ નિશ્ચય જ ચમત્કારિક હતી. આ સિદ્ધિ માટે જન-જનના હૃદયને સંસ્કારિત કરી આ વિચાર પુષ્ટ કરવો આવશ્યક હતો કે માયાના પાંચ પુત્ર કામ, ક્રોધ, મદ, મોહ અને લોભ મનુષ્યના અધઃપતનનું મૂળ કારણ છે. આ જ આત્માની પરમાત્મિકતામાં વ્યવધાન નાંખનાર પણ છે.
पाँच चोर गढ़ मंझा, गढ़ लूटे दिवस अरू संज्ञा । जो गढ़पति मुहकम होई, तो लूटि न सके कोई ॥
અને આચાર્ય નાનેશ એવા મુહકમ ગઢપતિ સિદ્ધ થયા, જે રમૈયાની વધૂને બજાર લૂંટવાનો કોઈ અવસર જ દેતા નથી. આવા ગઢપતિના મહિમાનાં વખાણ કરતા સંત કબીરે પહેલાં જ કહી દીધું છે -
ऐसा अद्भुत मेरा गुरु कथ्या, मैं रह्या उमेषै 1 मूसा हस्ती सो लड़ै, कोई बिरला पेषै ॥ मूसा बैठा बांबि में, लारे सांपणि धाई, उलटि मूसै सांपिण गिली यह अचरज भाई । नाव में नदिया डूबी जाई ॥
ત
Page #12
--------------------------------------------------------------------------
________________
આકાશના ઊંધા કૂવામાંથી પાતાળની પનિહારી જે જળ ભરે છે, તેને કોઈ વીરલો હંસ જ પીએ છે.
આ ઊલટવાણી નથી, સત્ય છે, તત્ત્વ છે, સાર છે. આ એ જ જ્ઞાન છે, જેના આ લોકમાં, આ ચરાચર જગત કોઈ રૂપમાં અર્થવાન બને છે. એક નાનકડા દીપકથી વિકીર્ણ આ પ્રકાશ વિગત લગભગ અર્ધશતીમાં વિસ્તાર પામી, પ્રચંડતર થતા પોતાની દીપ્તિના કારણે જાજ્વલ્યમાન સૂર્યનો પર્યાય બની ગયા.
अपने सहज समत्व ज्ञान से, दीपित कर धरती का आंगन ।
कुटिया का वह नन्हा दीपक, एक नया आदित्य गया बन ॥ પ્રત્યેક જીવનની એક નિશ્ચિત અવધિ હોય છે અને પ્રત્યેક સૂર્યને એક સાંજે અસ્ત થવું જ પડે છે, એ પ્રકૃતિનો નિયમ છે. પરંતુ સૂર્યના અસ્ત થવાથી મહિમા અને તથ્યમાં નિહિત છે કે તે પ્રખર પ્રકાશની સાથે પોતાની યાત્રા પૂર્ણ કરે છે અને પાછળ દોડે છે એક નવા સૂર્યોદયની ચિરંતન આશા. આચાર્ય શ્રી નાગેશનું અવસાન પણ આવું જ હતું, સામાન્ય નહિ, એમના પ્રખર વ્યક્તિત્વની સમાન દિવ્ય.
અસ્તાચલગામી એ સૂર્યનો સંધ્યાવંદન કરતા સાધકોએ સ્પષ્ટ જોયું કે એક જ્યોતિ આકાશમાંથી સહસા ઊતરી હતી, ધર્માચાર્યના સૂર્યના પ્રકોષ્ઠમાં પ્રવિષ્ટ થઈ હતી અને ધરતીના એ સૂર્યના પ્રકાશને સમેટીને દ્વિગુણિત આભાયુક્ત થઈ તીવ્રતાથી પુનઃ આકાશમાર્ગથી પાછી ફરી હતી !! આ ચમત્કાર હતો અને અમે જાણીએ છીએ, ચમત્કાર થાય છે. આ અવસાન ચમત્કારી હતું, જે પોતાની પાછળ સમ્યગુદર્શનના જ નહિ, સંપૂર્ણ જીવચર્યાનો એક એવો પ્રખર આલોક છોડી ગયા, જેમાં ભવ્ય આત્માઓ આત્મોદ્ધારનો માર્ગ સ્પષ્ટ જોઈ શકે છે.
દીપથી આદિત્ય બનેલ તે દીપ પોતાની પાછળ વધુ એક દીપ પ્રજ્વલિત કરી ગયા છે... રામેશ દીપ, જે એ દિવ્ય આલોકના ગુરુદાયિત્વ પોતાના સુદઢ કંધા પર વહન કરવામાં પૂર્ણ સક્ષમ છે. દીપની આદિત્ય બનવાની દિશામાં એક વધુ યાત્રા આરંભ થઈ ગઈ છે. સાધુ માર્ગમાં આ પરંપરા અવિચ્છિન્ન રૂપથી ચાલતી રહેશે. આ તથ્ય એ પરંપરામાં આદિત્ય બનેલા દીપ પ્રમાણિત કરી ગયા છે. આ પ્રકારે અનંત આલોકના પારાવાર હિલોર લેતા રહેશે. આવા આલોક આગળ ચાલતી રહેશે. દીપના આદિત્ય બનવાની આ અવિચ્છિન્ન પરંપરા લગભગ અઢાર હજાર પાંચસો વર્ષ સુધી. ભગવાન મહાવીરનું આવું જ કથન છે અને આ શાસ્ત્ર-વચન પણ છે.
ઇન્દરચન્ટ બૈદ - સુરત સંપાદક - શ્રમણોપાસક
Page #13
--------------------------------------------------------------------------
________________
[ ગ્રંથમાં પ્રયુક્ત ગ્રંથોની સૂચિ) દશવૈકાલિક સૂત્ર
મહાબલ્વ પ્રથમ ભાગ દશવૈકાલિકચૂર્ણિ
પ્રમાણનયનતત્ત્વલોક દશવૈકાલિકનિર્યુક્તિ
સન્મતિતર્ક આવશ્યકનિર્યુક્તિ
સર્વાર્થસિદ્ધિ આવશ્યકસૂત્ર - શ્રમણ સૂત્ર
અનુયોગકારસૂત્ર આવશ્યકવૃત્તિ
આખીમીમાંસા સ્થાનાંગચૂર્ણિ
દ્રવ્યસંગ્રહ સ્થાનાંગસૂત્ર
ઉવવાઈસૂત્ર તત્ત્વાર્થસૂત્ર
જૈન તત્ત્વપ્રકાશ આચારંગસૂત્ર
અમરભારતી (નવેમ્બર ૧૯૭૮) આચારાંગનિર્યુક્તિ
અમરભારતી (જુલાઈ - ૧૯૭૯) ઉત્તરાધ્યયન સૂત્ર
કર્મપ્રકૃતિ કલ્યાણમંદિર સ્તોત્ર
પ્રવચનસારોદ્ધાર રત્નકરંડ શ્રાવકાચાર
ધર્મસંગ્રહ મોક્ષપાહુડ
શ્રીમદ્ ભગવદ્ ગીતા સૂત્રકૃતાંગસૂત્ર
સંબોધપ્રકરણ નવતત્ત્વ પ્રકરણ
યોગશાસ્ત્ર પ્રશ્નવ્યાકરણસૂત્ર
યોગપ્રકાશ ભગવતીસૂત્ર,
બૃહત્ સ્વયંભૂ સ્તોત્ર ભ્રમવિધ્વંસન
સદ્ધર્મમંડનમ્ અને અનુકંપા વિચાર શ્રાવક-ધર્મવિચાર (આચાર્ય ભીષણજી) મહાભારત (શાંતિ અને ઉદ્યોગ પર્વ) સુખવિપાકસૂત્ર
સિન્દર પ્રકરણ જ્ઞાતાસૂત્ર
યોગદર્શન સાધનાવાદ દશાશ્રુતસ્કંધસૂત્ર
ચરક સંહિતા શ્રી ધવલા
પુરુષાર્થસિદ્ધયુપાય અષ્ટ પ્રવચન
સાગાર-ધર્મામૃત વિશેષાવશ્યક ભાષ્ય
તત્ત્વાર્થભાષ્ય ઉપાસકદશાંગસૂત્ર
અનુયોગવૃત્તિ સમ્યકત્વ સ્વરૂપ
અનગારધર્મામૃત અનુકમ્મા ઢાલ
ભગવતી આરાધના રાજપ્રશ્નીયસૂત્ર
હારિભદ્રીયવૃત્તિ મનુસ્મૃતિ
અભિધાન રાજેન્દ્રકોષ નદીસૂત્ર
જવાહર કિરણાવલિયાં પન્નવણાસૂત્ર
Page #14
--------------------------------------------------------------------------
________________
છે અનુક્રમણિકા)
પા.નં.
GE
૮૦
૧૯
૮૮
વિષય
પા.નં./ન. વિષય ૧. પ્રવેશ
૧૯. મુક્તિનો માર્ગ ૨. મહામંગલ મહામંત્ર નવકાર ૪. ૧૦. મેંગલ અને પ્રયોજના
૩ નવકાર મંત્ર - નમસ્કારનો અર્થ ૪ - સિદ્ધ સ્વરૂપ
૬ ૩ મહત્તા
- અરિહંત પણ સિદ્ધ છે
૬૫ ૩. પંચ પદનો અર્થ ૯ ૧૧. રત્નત્રયની આરાધના
૬૮ - કર્મક્ષયનો ક્રમ
૧૧, ૧૨. સમ્યગદર્શનનો મહિમા - અરિહંતના ૧૨ ગુણ
| ૧૩. સમ્યગદર્શનનું સ્વરૂપ - અરિહંત (તીર્થકર)ના ૩૪
૧૪. નવ-તત્ત્વ સ્વરૂપ
- જીવ - અતિશય (વિશેષતા) ૧૨
૮૧ - અરિહંત(તીર્થકર)ની વાણીના૩૫ ગુણ ૧૪
- અજીવ - પુણ્ય - પાપ - આસ્રવ ૮ ૨ - અરિહંત ભ. ૧૮ દોષો રહિત હોય છે૧૬]
- સંવર - નિર્જરા - બંધ - મોક્ષ ૪. તીર્થકરોની નામાવલી
| ૧૫. ધર્મના બે પ્રકાર - શ્રુત અને ચારિત્ર ૮૩ - જંબૂદ્વીપ ભરતક્ષેત્રના ભૂતકાલીન
૧૬. સમ્યગદર્શનના ભેદ
૧૦. નિશ્વય અને વ્યવહારનું રહસ્ય ચોવીસ તીર્થકરો ૧૯ ૧૮. ઉપાદાન અને નિમિત્ત
૧૦૬ . જંબદીપના ભરતક્ષેત્રના વર્તમાન કાળ ૨૦૧૧૯ દ્રવ્યનો પરસ્પર પ્રભાવ
૧૦૮ - કાળમાં થયેલા ૨૪ તીર્થકરોના ગણધર | ૨૦. સમ્યક્ત્વના ત્રણ ભેદ
૧૧૦ વગેરે પરિવારનું કોષ્ટક ૨૧ ૨૧. દસ રુચિઓ
૧૧૧ - આગામી ઉત્સર્પિણીકાળના ચોવીસ તીર્થકર ૩૨ ૨૨. ઓપશમિકાદિ સમ્યકત્વોનાં સ્વરૂપ ૧૧૪ - વર્તમાનકાળના પંચમહાવિદેહ
- ૫ લબ્ધિઓ
૧૧૭ ક્ષેત્રમાં વિદ્યમાન તીર્થકર ૩૨ - કરણોનાં સ્વરૂપ
૧૧૮ ૫. સિદ્ધ
- સમ્યગુદર્શન પ્રાપ્તિના બોધક દૃષ્ટાંત ૧૨૦ - સિદ્ધ ભગવાનના આઠ ગુણો
- સમ્યગ્દર્શનના આઠ આચાર ૧ ૨૪ ૬. આચાર્ય
- સમ્યકત્વનું ગ્રહણ
૧ ૨૮ - આચાર્યના ૩૬ ગુણ ૨૩. સમ્યકત્વના ૬૦ બોલા
૧૩૩ - ૩૬ ગુણોના ધારક આચાર્ય
- ચાર શ્રદ્ધાન
૧ ૩૩ - આચાર્યની ૮ સંપત્તિ
- ત્રણ લિંગ
૧૩૫ - ચાર વિનય
- દસ વિનય
૧૩૬ ૦. ઉપાધ્યાય
- ત્રણ શુદ્ધિ
૧૩૮ - આઠ પ્રભાવના
૧૪૦ - ઉપાધ્યાયના ૨૫ ગુણ
- પાંચ ભૂષણ
૧૪૩ - ઉપાધ્યાયજીની ૧૬ ઉપમાઓ
- પાંચ લક્ષણ
૧૪૫ ૮. સાધુ
- છ યતના
૧૪૭ - સાધુના ૨૭ ગુણ
- છ આગાર
૧૪૮ - સાધુની ૮૪ ઉપમાઓ ૪૯ - છ ભાવના
૧૫૦ - સાધુની અન્ય ૩૨ ઉપમાઓ ૫૩ - છ સ્થાન
૧૫ ૧ - વંદનાના ૩૨ દોષ
૫૭|૨૪. દુર્લભ બોધિનાં પાંચ કારણ ૧૫૨ - નમસ્કારથી લાભ
૫૯) ૨૫. સુલભ બોધિનાં પાંચ કારણ ૧૫૪
૪૦
४७
Page #15
--------------------------------------------------------------------------
________________
નં.
વિષય
૨૬. જ્ઞાન : માહાત્મ્ય, સ્વરૂપ ને વ્યાખ્યા ૧૫૬
૧૫૯
જ્ઞાન આત્માનો નિજી ગુણ છે જ્ઞાનના તારતમ્યનું કારણ આત્મા અનંત જ્ઞાનાદિ ચતુષ્ટયનો
૧૫૯
સ્વામી છે
જ્ઞાનની પરિભાષા - જ્ઞાનનો ભેદ ક્રમનો હેતુ
૨૭. જ્ઞાનોમાં પ્રત્યક્ષ-પરોક્ષત્વ પ્રત્યક્ષનાં લક્ષણો, પરોક્ષનાં લક્ષણો ઇન્દ્રિયો જ્ઞાતા નથી
-
સ્મૃતિની પ્રમાણતા અવગ્રહના ભેદ મંદક્રમ
- ઇન્દ્રિયોની પ્રાપ્યાપ્રાપ્યકારિતા મનની અપ્રાપ્યકારિતા
-
૧૭૧
૧૭૧
૨૮. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં અંતર મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં ભેદ શબ્દને શ્રુતજ્ઞાન કેમ કહેવાય છે ? અતિવ્યાપ્તિ-અવ્યાપ્તિ દોષનો પરિહાર ૧૭૩ એકેન્દ્રિયોમાં શ્રુતનો સદ્ભાવ ૨૯. મતિજ્ઞાનના ભેદ
૧૭૨
૧૭૪
૧૬
૧૭૬
અવગ્રહ વગેરે ભેદોનું સ્વરૂપ ઉત્પત્તિક્રમ
૧૭૮
૧૭૮
- અવગ્રહ વગેરેના સંબંધમાં વિપ્રતિપત્તિ ઇહા સંશયમાં ભેદ
૧૭૯
અવાય-ધારણા સંબંધી વિપ્રતિપત્તિ ૧૭૯
વ્યંજનાવગ્રહમાં જ્ઞાન માત્રા અર્થાવગ્રહ બહુ વગેરેનો અર્થ
વ્યાવહારિક અને નૈક્ષયિક અર્થાવગ્રહ અશ્રુત નિશ્ચિત મતિજ્ઞાનના ચાર ભેદ અન્ય વિવક્ષાથી મતિજ્ઞાનના ભેદ
પા.નં.નં.
૩૦. શ્રુતજ્ઞાનના ભેદ
૧૬૯
૧૬૯
૧૭૦
૧૬૦
૧૬૨
૨૧૧
૨૧૨
૧૬૬ ૩૧. અવધિજ્ઞાન : ભેદ, સ્વરૂપ તથા વિષય ૨૧૨ અવધિજ્ઞાન ભેદ અવધિજ્ઞાનનો વિષય - જઘન્ય અવધિક્ષેત્ર ૨૧૬ ઉત્કૃષ્ટ અવધિક્ષેત્ર ફઝુકાવવિધ
૨૧૭
૨૨૦
૩૨. મન:પર્યયજ્ઞાન
૨૨૧
૧૯૧
૧૯૩
૧૯૩
૩૩.
૧૪
-
-
-
-
૧૮૦ ૩૪. પ્રમાણ : સ્વરૂપ તથા વ્યાખ્યા પ્રમાણની પરિભાષા
૧૮૧
૧૮૨
૧૮૪
૧૮૭
૧૮૯ | ૩૫. અનુમાન
૧૯૦
-
-
-
-
વિષય
પા.નં.
દ્રવ્ય વગેરેની અપેક્ષાએ શ્રુતજ્ઞાનના
ચાર ભેદ ૨૦૬ અંગ-પ્રવિષ્ટ અને અંગ-બાહ્યમાં અંતર ૨૦૭ ચૌદ પૂર્વેનાં નામ ૨૦૯
શ્રુતગ્રહણની વિધિ - શ્રવણવિધિ ૨૧૦
અસ્વાધ્યાય
કેવળજ્ઞાન
૨૨૫
સર્વજ્ઞતાની સિદ્ધિ - કેવળજ્ઞાનનો વિષય ૨૨૬ કેવળજ્ઞાનનું સ્વરૂપ ૨૨૭ કેવળીનો વચનપ્રયોગ વાળ્યોગ છે ૨૨૮ - કેવળોપયોગની ક્રમિકતા એક સાથે ચાર જ્ઞાનનો સદ્ભાવ મિથ્યાર્દષ્ટિનું જ્ઞાન અજ્ઞાન કેમ ?
૨૨૯
૨૩૩
૨૩૩
૨૩૬
૨૩૬
૨૩૮
મન:પર્યયજ્ઞાનના ભેદ
૨૨૧
અવધિજ્ઞાન અને મનઃપર્યયજ્ઞાનનું અંતર ૨૨૩ મન:પર્યયજ્ઞાનની પશ્યતા
૨૨૩
૩૬.
આગમ
૧૯૫ ૩૦. નયવાદ
૧૯૬
૧૯૮
અંગપ્રવિષ્ટ - શ્રુતજ્ઞાનના ભેદો અસંજ્ઞીઓમાં લબ્ધિ-અક્ષરનો સદ્ભાવ ૨૦૦ અક્ષરના પર્યાયોનું પ્રમાણ એકેન્દ્રિય વગેરે સંજ્ઞી કેમ નથી ? શ્રુતજ્ઞાનના અસંજ્ઞી વગેરે અન્ય ભેદ ૨૦૫
૨૦૦
૨૦૨
પ્રમાણ ચતુષ્ચ સિદ્ધિ પ્રામાણ્યવાદ - પ્રમાણની સંખ્યા પરોક્ષના પાંચ ભેદ
અનુમાનના ભેદ અનુમાનનાં અંગ (ભાગ) હેતુનું સ્વરૂપ
નય પ્રમાણનો અંશ છે
સુનય અને દુર્નય
નયોની સંખ્યા નયના બે ભેદ
સાત મૂળ નય
નિશ્ચય અને વ્યવહાર નય
ઉપસંહાર
૨૪૦
૨૪૨
૨૪૬
૨૪૬
૨૪૭
૨૪૭
૨૪૯
૨૫૦
૨૫૧
૨૫૧
૨૫૨
૨૫૩
૨૫૪
૨૫૮
૨૫૯
Page #16
--------------------------------------------------------------------------
________________
નં. વિષય પા.નં. નં. | વિષય
પા.નં. ૩૮. નિક્ષેપોનું સ્વરૂપ ૨૬૦ - પર્યાપ્તિનું સ્વરૂપ
૩૧૫ - નિક્ષેપોનું પ્રયોજન
૨૬૦
- પર્યાપ્તિઓના ક્રમ અને કાળ ૩૧૬ - નિક્ષેપના પ્રકાર
૨૬૧
- કોની કેટલી પર્યાપ્તિઓ? ૩૧૬ ૩૯. અનેકાંતવાદ
૨૬૩ - જીવના પાંચસો ત્રેસઠ ભેદ ૩૧૭ - સત્વાસત્વ ૨૬૫૪૪. જન્મ-મરણની પ્રક્રિયા
૩૧૯ - નિત્યાનિત્ય
૨૬૬ - જન્મ અને તેના ભેદ
૩૨૨ - સામાન્ય વિશેષ ૨૬૭ | - યોનિઓ
૩૨૩ - એકત્વ - અનેકત્વ
૨૬૯ - ચોર્યાશી લાખ યોનિ જીવ ૩૨૪ - ભેદાભેદત્વ ૨૬૯૪૫. શરીર અને તેના ભેદ
૩૨૫ - ત્રયાત્મક પદાર્થ
૨૭૦
- તૈજસ-કાશ્મણ શરીરની વિશેષતા ૩૨૭ - સમાધાન
૨૭૨ - અપવર્તનીય - અનાવર્તનીય આયુ ૩૩૧ - દ્રવ્ય-પર્યાયનું અવિભાજ્યત્વ ૨૭૨ ૪૬. ચાર ગતિઓનું વર્ણન
૩૩૩ ૪૦. સપ્તભંગી ૨૦૩ - લોકસ્થિતિ
૩૩૩ - સાત ભંગોનો અર્થ ૨૭૫ - નારકી જીવોની વેદનાઓ
૩૩૯ - સાત જ ભંગ કેમ?
૨૭૬
- પરમધાર્મિક અસુરોની પંદર જાતિઓ ૩૪૨ - સકલાદેશ - વિકલાદેશ
૨૭૬ - અપરાધ અનુસાર વેદના ૩૪૩ - આક્ષેપ પરિહાર - “સ્યા, શબ્દનો અર્થ ૨૭૭ - નારકી જીવોનું વેશ્યા પરિણામ ૩૪૫ - શું આ અનિશ્ચય વાદ છે? ૨૭૮ - દ્વીપ-સમુદ્રાદિની અવસ્થિતિ ૩૪૬ - શંકરાચાર્યનો આક્ષેપ અને સમાધાન ૨૭૮ [૪૦. ભવનપતિ દેવોનું વર્ણન
૩૪૦ ૪૧. જીવ તત્ત્વ: એક વિવેચન ૨૮૦) ૪૮. વ્યન્તર અને વાણવ્યક્તર
૩૫૦ - જીવની સિદ્ધિ ૨૮૨ | - વ્યત્તરોના પ્રભેદ
૩૫ ૨ - ચાર્વાકદર્શન અને એમનું ખંડન ૨૮૩|૪૯. મધ્ય લોક
ઉપર - ચૈતન્ય ભૂતોનો ધર્મ નર્થી ૨૮૩ - મેરુ પર્વત
૩૫૩ - અહં આત્મનિષ્ઠ છે. ૨૮૪ - જંબૂઢીપ વગેરેનું વર્ણન
૩૫૪ - અનુમાનથી આત્મસિદ્ધિ ૨૮૫ - ભરતક્ષેત્ર
૩૫૫ - અન્ય પ્રમાણ ૨૮૭ - મહાવિદેહ ક્ષેત્ર
૩૫૮ - આધુનિક વિચારકોના અભિમત ૨૮૮ - લવણ સમુદ્ર
૩૬૦ - આત્માનું સ્વરૂપ ૨૯૦ - ધાતકી ખંડે
૩૬૧ - આત્મા ઉપયોગમય છે ૨૯૦ - કલોદધિ -પુષ્કર દ્વીપ
૩૬ ર - વૈશેષિક મતનું ખંડન
૨૯૨ - તિર્યંચ - ષકાય વિવેચન ૩૬ ૩ - આત્માના સંબંધમાં અન્ય દર્શનોનું
- ત્રસજીવ (જેગમકાય)
૩૬૬ મંતવ્ય અને એમનું સમાધાન ૨૯૬ - ત્રસ તિર્યંચના ભેદ
૩૬ ૭ - આત્મા અણુરૂપ નથી
૨૯૭ - તિર્યંચોની સ્થિતિ (આયુમાન) ૩૬૮ - અસંખ્યાતુ પ્રદેશિત્વ ૩00T૫૦. મનુષ્યના ભેદ
૩૯ ૪૨. પાંચ ભાવ
૩૦૩ - ચૌદ અશુચિ સ્થાન - કર્મ ભૂમિઓ ૩૬૯ ૪૩. જીવના ભેદ
૩૦૫ - દસ પ્રકારનાં કલ્પવૃક્ષ ૩૭૦ - સિદ્ધ ગતિ
૩૦૭ - મનુષ્યના અન્ય અપેક્ષિક ભેદ ૩૭૦ - સિદ્ધોના આઠ ગુણ
૩૦૯ - મનુષ્યોની સ્થિતિ - મનુષ્યોની સંખ્યા ૩૭૨ - દ્વિવિધ સંસારી જીવ ૩૧૦| પ૧. જ્યોતિષ ચક્ર
૩૦૩ - ત્રિવિધ જીવ ૩૧ ૧] - સ્થિર જ્યોતિષ્ક
૩૭૩ - ચતુર્વિધ જીવ - પંચવિધ જીવ ૩૧૨| - ૮૮ ગ્રહોનાં નામ
૩૭૪ - ષવિધ જીવ - ચતુર્દશવિધ જીવ ૩૧૪ - ૨૮ નક્ષત્ર - જ્યોતિષ્કોની સ્થિતિ ૩૭૪
Page #17
--------------------------------------------------------------------------
________________
નં.
વિષય
૫૨. કાળચક્ર : એક અનુશીલન સમયનું સ્વરૂપ કાળચક્ર અને એનો પ્રભાવ છ આરાઓનું વર્ણન ૭૨ પુરુષોની કલાઓ ૬૪ સ્ત્રીઓની કલાઓ
-
૫૩. ચક્રવર્તીની ઋદ્ધિ
ચૌદ રત્ન નવનિધિઓ અન્ય ઋદ્ધિ
વર્તમાનકાલીન કામદેવો, રુદ્રો અને
-
-
૫૫. ઊર્ધ્વ લોક
વૈમાનિક દેવોનું વર્ણન ઉત્તરોત્તર અધિકતા અને હીનતા
દેવોમાં કામસુખ
દેવોના અન્ય જ્ઞાતવ્ય વિષય સ્વર્ગની સુષમા સિદ્ધ શિલા
૫૬. અજીવ તત્ત્વ ઃ જડ દ્રવ્ય ધર્માસ્તિકાય
ધર્માસ્તિકાયની સિદ્ધિ
ધર્મ-દ્રવ્ય અને ઇથર
અધર્માસ્તિકાય અધર્મ-દ્રવ્ય
અધર્મ-દ્રવ્ય અને ગુરુત્વ આકર્ષણ
ધર્મ અને અધર્મ
૫૪. ઉત્સર્પિણી કાળ
નારદોનાં નામ ૩૮૮ ૫૯. પુણ્ય તત્ત્વ ઃ એક પરિશીલન પુણ્ય તત્ત્વની સિદ્ધિ કર્મની સિદ્ધિ
૩૯૨
-
કાળચક્ર
૩૯૩
૩૯૪
- ઉત્સર્પિણી કાળ - પલ્યોપમ વગેરેનું સ્વરૂપ
૩૯૫
જૈન ધર્મની પ્રાચીનતા : ઐતિહાસિક દૃષ્ટિ ૩૯૭ આધુનિક ઇતિહાસવેત્તાઓનું મંતવ્ય ૪૦૨ સાધુમાર્ગ ક્યારથી
૪૦૪
આકાશાસ્તિકાય - આકાશ અનંત છે પુદ્ગલોની સ્થિતિ જીવોની સ્થિતિ
પુદ્ગલાસ્તિકાય પરમાણુ પુદ્ગલોનું કાર્ય
પા.નં.નં.
364
૩૭૬
૩૭૭
૩૭૭ ૫૭. કાળ-દ્રવ્ય
३८०
३८०
૩૮૨
૩૮૨
૩૮૩ ૫૮. અજીવના ભેદ-પ્રભેદ અજીવ તત્ત્વના ચૌદ ભેદ
૩૮૪
૪૧૦
૪૧૦
૪૧૫
૪૧૭
૪૧૭
વિષય
- ભાષ્ય-નૃત્યનુસારી કોષ્ટક - સર્વાર્થસિદ્ધ વગેરે અનુસાર કોષ્ટક
પુદ્ગલના મુખ્ય પ્રકાર
૬૨.
-
શું કાળ સ્વતંત્ર દ્રવ્ય છે વસ્તુ-સ્થિતિ શું છે ? વૈદિક દર્શનમાં કાળનું સ્વરૂપ -વિજ્ઞાનની સંમતિ
૧૬
-
-
-
-
શકડાલ પુત્ર ૪૧૮૬૦. પાપ તત્ત્વ
પા.નં.
૪૩૮
૪૩૯
૪૪૦
૪૪૧
૪૪૨
૪૪૪
૪૪૪
૪૪૫
૪૪૫
૪૪૫
અજીવ તત્ત્વના પાંચસો આઠ ભેદ ૪૪૫
૪૪૭
૪૪૭
૪૪૮
૪૫૦
-
-
૪૧૯
૪૨૦
૪૨૧ ૬૧. આસ્રવ તત્ત્વ
૪૨૨
૪૨૩
૪૨૫
૪૨૬
૪૨૬
૪૨૭
૪૨૮
૪૨૯
૪૩૦
૪૩૨
૪૩૩
૪૩૫
-
-
પુણ્યના નવ પ્રકાર
પુણ્યના ચાર પ્રકાર પુણ્યની ૪૨ પ્રકૃતિઓ સમ્યક્ત્વ, હાસ્ય, રતિ, પુરુષ વેદને શુભ પ્રકૃતિ માનવાનો અભિમત ૪૫૪ પુણ્યની હેય-શેય ઉપાદેયતા પુણ્ય સંબંધિત ભ્રાંતિ ને એનું નિરાકરણ ૪૫૭ અનેરી પ્રકૃતિ પુણ્યની છે પાપની નહિ ૪૬૦ સાધુથી અલગ બધા કુપાત્ર નથી ક્ષેત્ર-અક્ષેત્ર
૪૫૬
૪૬૨
૪૬૪
-
૪૬૬
૪૬૮
૪૭૨
૪૭૩
૪૪
૪૭૭
યોગની શુભાશુભતાનો આધાર કષાયના કારણે યોગોમાં ફળ-ભેદ ૪૭૭ કર્માસ્રવોમાં પરિણામ-ભેદ વગેરેથી
વિશેષતા ૪૭૯
૪૮૪
૪૯૨
પાપના ભેદ પાપની ૮૨ પ્રકૃતિઓ
આસવના ભેદ આસ્રવના વીસ ભેદ અધિકરણના ભેદ મિથ્યાત્વ
મિથ્યાત્વનું સ્વરૂપ મિથ્યાત્વના ભેદ મિથ્યાત્વના દસ ભેદ
૪૫૧
૪૫૩
અશાતના મિથ્યાત્વ તેત્રીસ આશાતના
૪૯૩
૪૯૫
૪૯૮
૪૯૯
૫૦૫
૫૧૮
૫૧૯
Page #18
--------------------------------------------------------------------------
________________
*
૧
)
પ્રવેશ )
વિસ્મય, જિજ્ઞાસા અને સમાધાન - આ માનવચિત્તની અનુવૃત્તિ છે. કેમકે માનવનું મસ્તક જિજ્ઞાસા અને સમાધાનનું કેન્દ્રબિંદુ છે, તેથી આ વૃત્તિ અપરિહાર્ય જ માનવામાં આવશે.
પ્રકૃતિ-પ્રદત્ત રમણીય ઉપાદાન એની વિચિત્રતા તથા રહસ્યાત્મકતા, વિસ્મય તથા જિજ્ઞાસાનો હેતુ છે. માનવનું જિજ્ઞાસુ ચિત્ત પોતાની આસપાસ પ્રસૃત વિસ્તાર પર દૃષ્ટિપાત કરે છે, તો સ્વાભાવિક વિસ્મયથી પરાભૂત થઈ જાય છે. તે ક્યારેક ગગનાગણમાં અનવરત ભ્રમણ કરનાર રવિ-શશિ તથા અગણિત તારાવલીઓનાં મનોભિરામ દશ્યો પર આવીને ટકે છે, તો ક્યારેક ઊંડા સાગરની ઊંચી તંરગો પર, ક્યારેક ઉત્તુંગ ગિરિ-શિખરો પર તો
ક્યારેક ચારે દિશાએ પ્રસૃત મનોરમ્ય હરિયાળી ઉપર, ક્યારેક સમર્પણાનો ભાવ લઈ નિરંતર ભાગતી નદીઓ (સલિલાઓ) પર તો ક્યારેક જનજીવનને આફ્લાદથી ભરી દેનાર કાળા-ઘનઘોર મેઘો પર. અને જ્યાં પણ ચિત્ત રોકાય છે કે તે વિસ્મય અને જિજ્ઞાસાનું કેન્દ્ર બની જાય છે.
સંખ્યાતીત પ્રશ્ન-બીજ ઉર્વરિત થાય છે, તેમની માનસભૂમિ પર દશ્ય અને અદશ્ય જગતની સત્તાને સમજવા માટે પ્રશ્નોના સમાધાન માટે તે ઉત્કંઠાથી ભરાઈ જાય છે અને જ્યાં જિજ્ઞાસા ચરમસીમાને સ્પર્શ કરે છે, ત્યાં દર્શનનો જન્મ થાય છે, દાર્શનિકતા ઉભૂત થાય છે.
વિચાર-ભિન્નતા માનવ-મસ્તકની સહજ પ્રવૃત્તિ છે, તેથી દર્શનના કોણમાં ભિન્નતાનો આરોપ અસંભવ નથી. પ્રત્યેક વ્યક્તિ-માનસની ચિંતન-પરિધિ વ્યક્તિગત ક્ષમતાનું અતિક્રમણ કેવી રીતે કરી શકે છે ?! તેથી “નાવૉ નયા તીવન્તો પૂર્વ નવા”ની સૈદ્ધાંતિક દૃષ્ટિથી જેટલા વ્યક્તિ-વિચાર એટલા જ દર્શન ફલિત થઈ જાય છે.
કેટલાક વિચાર અત્યંત ચીવટપૂર્વકના હોય છે, સશક્ત મનોભૂમિથી ઉદ્દભૂત થાય છે, જે એક વ્યવસ્થિત દર્શનનું રૂપ લે છે. અને કેટલાક નિર્જીવથી અંકુરિત થઈને વિશીર્ણ થઈ જાય છે. સશક્ત વિચારોની જે પરંપરાઓ અક્ષય (અક્ષીણ) રહી, એમને જ દાર્શનિકતાનો પરિવેશ પ્રદાન કરવામાં આવ્યો છે. એ પરંપરાઓ પણ અગણિત છે. પ્રત્યેક પરંપરાએ પોતાના સામર્થ્ય-શક્તિ અનુસાર ચિંતન કર્યું અને એને દાર્શનિક રૂપ પ્રદાન કર્યું. આ જ અનુવૃત્તિના આધારે વિચાર-જગતમાં અનેક ચિંતનધારાઓ પ્રવાહિત થઈ, વિભિન્ન વિચારસરણીઓએ જન્મ લીધો અને હજારો મત, પંથ તથા સંપ્રદાય પ્રાદુર્ભત થયા.
બધાને પોત-પોતાના વિચારો છે, જે એક નિશ્ચિત દિશા તરફ ધ્યાન ખેંચે છે, પરંતુ આજ સુધીની ઉપલબ્ધ બધી જ દાર્શનિક વિચારધારાઓમાં જે કોઈ સુસ્પષ્ટ, સુસંગત અને તર્કપુષ્ટ વિચારધારા હોય, તો એ છે - અનંત દ્રષ્ટા, અનંત જ્ઞાતા તીર્થકર મહાપ્રભુ દ્વારા ઉપદેશાવેલ. [ પ્રવેશ
અને
છે.
ત
KR
NET
Page #19
--------------------------------------------------------------------------
________________
અનંત-જ્યોતિપુંજ તીર્થકરોએ જાગતિક વૈચિત્ર્યને યથાતથ્ય રૂપમાં જોયું અને જાણ્યું કે સંસારનો પ્રત્યેક પદાર્થ અનંત ધર્માત્મક છે. અણુ-પરમાણુથી લઈને આકાશ સુધી બધા પદાર્થ અનંત ગુણાત્મક છે, જેની સાક્ષી આજનું વિજ્ઞાન પણ વણમાગે જ પ્રસ્તુત કરી રહ્યું છે.
જ્યારે અન્ય દાર્શનિક ધારાઓએ વસ્તુના કોઈ એકાંશને ગ્રહણ કરીને શેષ અનંતને ઉપેક્ષિત જ છોડી દીધા. એમની મહત્ત્વપૂર્ણ ભૂલ આ જ રહી કે એ એક અંશને જ વસ્તુનું સમગ્ર સ્વરૂપ માની લીધું અને આજ કારણ છે કે એમનું આ વિચાર-દર્શન સર્વાગીણતાથી હટીને એકાંતિક આગ્રહની પરિધિમાં સમાઈને રહી ગયું.
વિશ્રુત ષડ્રદર્શનોને જ લો, સાંખે આત્મ-સ્વરૂપના સંદર્ભમાં કૂટસ્થ નિત્યતાનો આગ્રહ કર્યો, તો બૌદ્ધ એકાંત ક્ષણિકવાદનો. નૈયાયિક અને વૈશેષિકે કોઈ પદાર્થોમાં નિત્યતાનો અને કોઈમાં અનિત્યતાનો હઠાગ્રહ કર્યો. આને આગ્રહ અને હઠાગ્રહ એટલા માટે કહેવામાં આવે છે કે ત્યાં કોઈ એક દૃષ્ટિબિંદુ પર જ સંપૂર્ણ વિચાર કેન્દ્રિત રહે, શેષ સમગ્ર દષ્ટિઓ પૂર્ણ રૂપે ઉપેક્ષિત થઈ ગઈ. જ્યારે જેનદર્શને વસ્તુને પરિણામી નિત્ય (સાપેક્ષ નિત્ય) કરીને સમન્વિત અનાગ્રહનો માર્ગ પ્રશસ્ત કર્યો.
૩ખન્ને વન વિઠ્ઠ વા યુવેવી ”ના શાશ્વત અર્થ ગંભીર સ્વર, જે તીર્થકરોના શ્રીમુખથી ઉચ્ચરિત હોય, ગણધરો માટે જ્ઞાનનો અથાગ સાગર બની ગયો. આ વાતના સાક્ષી છે કે વીતરાગ-દર્શન જૈનદર્શનમાં વસ્તુને પ્રતિક્ષણ ઉત્પાદ-વ્યય તથા ધ્રૌવ્યથી યુકત સ્વીકાર કરવામાં આવી છે.
એણે વસ્તુને દ્રવ્યની અપેક્ષાથી નિત્ય તથા પર્યાયની અપેક્ષાથી અનિત્ય કહીને એના સમગ્ર સ્વરૂપને વ્યક્ત કર્યો. જૈન તીર્થકરે પોતાના અનંત જ્ઞાન દ્વારા વસ્તુના અનંત ગુણોને હસ્તામલકવતુ પ્રત્યક્ષ જાણ્યો અને તનંતર જગતના જીવોને સન્માર્ગ બતાવવા માટે એને પ્રરૂપિત કર્યો. જૈન ધર્મ અને દર્શનની આ સમગ્ર ચિંતનપ્રણાલી સ્વયંમાં અલગ અને અનુપમ છે. સંસારના કોઈ ધર્મ અને કોઈ અન્ય દર્શને એવી સમગ્ર દૃષ્ટિથી વસ્તુનું ચિંતન પ્રસ્તુત કર્યું નથી. સમગ્ર વસ્તુનિષ્ઠ ચિંતનના પ્રસ્તોતા સર્વજ્ઞ-સર્વદર્શી-જિનતીર્થકર છે, જેમણે અનેકાંત-પુષ્ટ સ્યાદ્વાદમયી વાણી દ્વારા સત્ય સ્વરૂપને જગતના સામે પ્રતિપાદિત કર્યું.
જો કે પદાર્થ સ્વરૂપના પ્રતિપાદનની પાછળ મૂળ ઉદ્દેશ્ય અધ્યાત્મનો, આત્મ-સાક્ષાત્કારનો જ રહ્યો છે, છતાં આનુષંગિક રૂપથી સંપૂર્ણ તત્ત્વ-વિવેચન-દર્શનનો વિષય બની ગયો. તેથી એમ કહી શકાય કે ધર્મ તથા દર્શનનો આધારબિંદુ અધ્યાત્મ છે. ભારતીય દર્શન અને ચિંતનની આત્મા અધ્યાત્મવાદથી પરિસ્પંદિત થાય છે. દેશ્યમાન ભૌતિક તત્ત્વો સિવાય અન્ય કોઈ વિરાટ તત્ત્વ છે, કોઈ આંતરિક દુનિયા છે, કોઈ અદેશ્ય આત્મિક લોક છે, જે આ દશ્યજગતથી અનંત ગુણાધિક સશક્ત છે. જો આ જગતને બિંદુ કહેવાય, તો આ અદેશ્ય-જગત ( ૨
જિણધામો)
Page #20
--------------------------------------------------------------------------
________________
સિંધુ-સમાન છે. એ અર્દશ્ય અધ્યાત્મ લોકના ચિંતન, મનન અને નિદિધ્યાસન જ ભારતીય દર્શન અને વિશેષતઃ જૈનદર્શનનો વાચ્ય અને વ્યાખ્યેય છે. ભગવાન મહાવીરના વિરાટ જ્ઞાનલોકે અધ્યાત્મને સર્વોચ્ચ બતાવતાં કહ્યું - “ને ાં નાળફ સે મળ્યું નાળ' . ‘આચારાંગ સૂત્ર’
જે એક આત્માને જાણી લે છે, એ બધું જ જાણી લે છે. આ અધ્યાત્મની પરાકાષ્ઠા છે.
જીવનના વિકાસ માટે આધ્યાત્મિકતાનું હોવું અત્યંત આવશ્યક છે. જ્યાં સુધી વ્યક્તિ ભૌતિકવાદમાં ભટકતો રહે છે, ત્યાં સુધી એને સુખ, શાંતિ અને સંતોષ પ્રાપ્ત નથી થતો. અધ્યાત્મવાદની આ ધ્રુવ ધારણા છે કે આત્મામાં આનંદનો અનંત સાગર લહરી રહ્યો છે, સુખનો સ્રોત ક્યાંય બહાર નથી. તે પોતાના હૃદયમાં, સરસ્વતીની ગુપ્ત ધારાની જેમ નિરંતર વહે છે. જરૂર છે એને જોવા અને સમજવાની અંતર્દષ્ટિની. જ્યાં સુધી આપણી દૃષ્ટિ બહારનાં ભૌતિક તત્ત્વો અને પૌદ્ગલિક જડ વસ્તુઓને જોવામાં મસ્ત રહે છે, ત્યાં સુધી એ અંતર્દિષ્ટ ખૂલી શકતી નથી. જ્યારે બાહ્યદૃષ્ટિ બંધ થાય છે ત્યારે અંતર્દષ્ટિ ખૂલે છે. અંતર્દષ્ટ ખૂલવાથી આત્મામાં સ્વયંના અનંત સૌંદર્યના દર્શન થાય છે. એક વિરાટ આલોક આપણા પોતાના અંદર જગમગવા લાગે છે. એક અનિર્વચનીય આનંદની અનુભૂતિ થવા લાગે છે. જો આપણે એ અલૌકિક તત્ત્વ ‘સત્યમ્ શિવમ્ સુન્તરમ્'નો સાક્ષાત્કાર કરવા ઇચ્છીએ છીએ, તો આપણે બાહ્ય દુનિયાથી અસંબદ્ધ થઈ, અંતરંગમાં જોવાનો પ્રયત્ન કરવો પડશે, આ પ્રયત્ન પણ ત્યારે જ સંભવ છે જ્યારે વ્યક્તિ ભોગને છોડી યોગની તરફ, સંઘર્ષને છોડી શાંતિની તરફ, વિષમતાને છોડી સમતાની તરફ ગતિશીલ થવાનો પ્રયત્ન કરે. જો જીવનમાં વાસ્તવિક સુખ અને આનંદનો અનુભવ કરવો છે તો અધ્યાત્મની શરણમાં આવ્યા વિના સંભવ નથી.
આજના વૈજ્ઞાનિક યુગે ભૌતિક-વિજ્ઞાનના બળ પર અનેક શોધો કરી છે અને ભૌતિક સુખ-સુવિધાઓના વ્યાપક રૂપમાં વિસ્તાર કર્યો છે. પરંતુ આનાથી મનુષ્યને સુખ-શાંતિનો અનુભવ નથી થઈ શકતો. આનાથી આગળ વધીને એવું કહી શકાય કે ભૌતિક-વિજ્ઞાને મનુષ્યને શારીરિક સુવિધાઓ ભલે આપી હોય, પરંતુ એણે મનુષ્યની માનસિક શાંતિને ક્ષત-વિક્ષત (વેર-વિખેર) કરી નાખી છે. આજે પ્રત્યેક મનુષ્ય માનસિક અશાંતિનો શિકાર છે. આધુનિક વિજ્ઞાનનું સ્વરૂપ કલ્યાણકારી નથી. એ વિશ્વ માટે વિનાશકારી સ્વરૂપ ધારણ કરી રહ્યું છે, એનો અર્થ એવો નથી કે વિજ્ઞાનની કોઈ ઉપલબ્ધિ નથી. એની અનેક ઉપલબ્ધિઓ છે, પરંતુ એ ઉપલબ્ધિઓ ત્યારે જ સાર્થક અને કલ્યાણકારી થઈ શકે છે જ્યારે એની સાથે ધર્મ અને અધ્યાત્મનો સંયોગ હોય. ધર્મરહિત વિજ્ઞાન સંસાર માટે કલ્યાણકારી નથી થઈ શકતું. વિજ્ઞાન પર જો ધર્મ અને દર્શનનો અંકુશ થઈ જાય, તો વિજ્ઞાનની ભયંકરતા શુભકરતામાં પરિવર્તિત થઈ શકે છે. વિશ્વ-શાંતિ તથા આત્મ-શાંતિ
પ્રવેશ
3
Page #21
--------------------------------------------------------------------------
________________
માટે આવા સમન્વયની ખૂબ જ આવશ્યકતા છે. આનો સાર એ છે કે - “જીવનના વાસ્તવિક રહસ્યને સમજવા માટે અધ્યાત્મવાદની ઉપયોગિતા અનિવાર્ય છે.”
અધ્યાત્મવાદ જ જીવનનું સાચું મૂલ્યાંકન કરે છે. જીવન શું છે? જગત શું છે ? આત્મા શું છે ? જગત અને આત્માનો શું સંબંધ છે? જીવનમાં ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ શકે છે ? બંધન શું છે ? મોક્ષ શું છે ? પરતંત્રતા શું છે ? સ્વતંત્રતા શું છે ? - આ બધા જ પ્રશ્નોનું સમાધાન અધ્યાત્મ જ આપી શકે છે. તેથી જૈન ધર્મે સમગ્રતાના સાથે અધ્યાત્મનાં વિવિધ પાસાંઓનું યથાર્થ નિરૂપણ કર્યું છે. અધ્યાત્મના ઉપાસકો અને મુમુક્ષુ આત્માઓના અનુગ્રહ માટે જૈન તત્ત્વ-ચિંતકોએ જે માર્ગો પ્રદર્શિત કર્યા છે, એનો યત્કિંચિંતુરૂપ આગળનાં પૃષ્ઠોમાં અંકિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
એ નિર્વિવાદ છે કે જૈનદર્શન-તત્ત્વજ્ઞાનના આજ સુધી શતાધિક ગ્રંથો પ્રકાશમાં આવી ચૂક્યા છે, છતાં પણ આ પ્રયાસ પોતાનું અલગ જ મહત્ત્વ રાખે છે. એનું કારણ એ છે પ્રસ્તુત ગ્રંથમાં જૈનદર્શનની વિહંગમ વિવેચના ઉલ્લેખિત થઈ છે. જૈનદર્શનના આદિ મંત્રમહામંત્રથી લઈને મહાનિર્વાણ સુધીનું સર્વાગપૂર્ણ વિવેચન આ ગ્રંથમાં સમાવિષ્ઠ છે. અસ્તુ. આ ગ્રંથ જૈનદર્શનના અથથી લઈને ઈતિ સુધીનો સામાન્યાવબોધ આપે છે અને આ જ દૃષ્ટિથી આ જનસામાન્ય તથા વિદ્વજ્જન બંને માટે ઉપયોગી ગ્રંથ કહી શકાય છે.
( મહામંગલ મહામંત્ર નવકાર)
પ્રત્યેક ધર્મ, દર્શન અથવા સંસ્કૃતિના પોતાના વંદનામંત્ર હોય છે, જેમાં એ ધર્મ અથવા દર્શનનો સાર-સંક્ષેપ સમાયેલો હોય છે. વંદના-મંત્ર ભલે કોઈપણ સંસ્કૃતિ અથવા ધર્મસંપ્રદાયનો હોય, એક પ્રતીકાત્મકતા માટે હોય છે. અને એની પોતાની મહત્તા પણ હોય છે, પરંતુ જૈનદર્શનના વંદના-મંત્ર પોતાની સાર્વભૌમતાના કારણે પોતાનું સર્વાધિક મહત્ત્વ ધરાવે છે. આ મંત્ર વ્યક્તિમત્તા પર પ્રતિષ્ઠિત ન થતાં ગુણવત્તા પર પ્રતિષ્ઠિત છે. “નિ: સર્વત્ર પૂજ્યન્ત 'ના સિદ્ધાંતાનુસાર આમાં વિશ્વના સમસ્ત મહાપુરુષો-લોકોત્તર વ્યક્તિત્વોને નમસ્કાર કરવામાં આવ્યા છે.
અન્ય કોઈપણ ધર્મ અથવા સંસ્કૃતિના વંદના-મંત્રને લો, એમાં કોઈ ને કોઈ વ્યક્તિસત્તાને નમસ્કાર કરવામાં આવ્યા છે, ગુણાત્મકતાને નહિ. જ્યારે જૈનદર્શનના પરમ માન્ય આ વંદના-મંત્રમાં જેને મહામંત્ર પણ કહે છે, કોઈપણ વ્યક્તિને નહિ, ગુણવત્તાને નમસ્કાર કરવામાં આવ્યા છે. સીધા શબ્દોમાં કહીએ તો જૈનદર્શનનો આ આદિ-મંત્ર વ્યક્તિપૂજાથી ઉપર ઊઠીને ગુણપૂજાને પ્રતિષ્ઠિત કરે છે. ( ૪ ) SO DOOR
TO DOOK જિણધમો)
Page #22
--------------------------------------------------------------------------
________________
કારણ કે આ મહામંગલ છે, માટે ગ્રંથના મંગલાચરણના રૂપમાં એને જ કેટલાક વિવેચન સાથે પ્રસ્તુત કરવું અધિક શ્રેષ્ઠ થશે.
નવકાર મંત્ર
णमो अरिहंताणं,
ણમો અરિહંતાણં, णमो सिद्धाणं,
ણમાં સિદ્ધાણં, णमो आयरियाणं,
ણમો આયરિયાણં, णमो उवज्झायाणं,
ણમો ઉવજઝાયાણં णमो लोए सव्व-साहूणं ।
ણમો લોએ સવ્વ-સાહૂણં, Fો પંચ-મોરો, સત્ર-પાવMUTHUો ણમો પંચણમક્કારો, સવ-પાવપ્પણાસણો મંત્રિાdi ચ સવ્વહિં પઢમં હવફ મંડાત્મા મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલા ભાવાર્થ :
અરિહંતોને નમસ્કાર હો સિદ્ધોને નમસ્કાર હો આચાર્યોને નમસ્કાર હો
ઉપાધ્યાયોને નમસ્કાર હો સમગ્ર લોકમાં સ્થિત બધા સાધુઓને નમસ્કાર હો. આ પંચ પરમેષ્ઠીરૂપ મહાન આત્માઓને કરવામાં આવેલ નમસ્કાર બધાં જ પાપોનો સંપૂર્ણતઃ નાશ કરનાર છે તથા વિશ્વનાં સમસ્ત મંગલોમાં પ્રથમ પ્રધાન-સર્વશ્રેષ્ઠ મંગલ છે. વિવેચન :
ભારતીય સંસ્કૃતિમાં નમસ્કારને પરમોચ્ચ સ્થાન પ્રાપ્ત છે. જ્યારે નમસ્કારણીય પ્રત્યે સર્વતોભાવેન સમર્પણા થાય છે કે તરત નમસ્કર્તાના મહાન દોષ અહંકાર સર્વતોભાવેન વિચલિત થઈ જાય છે. વિનયની ઉચ્ચત્તમ સ્થિતિનો પ્રાદુર્ભાવ થાય છે. હૃદયમાં સહજતા, સરળતા તથા ગુણજ્ઞતા જેવા ગુણોની અભિવ્યક્તિ થાય છે. નમસ્કારનો અર્થ :
નમસ્કાર' વિનમ્રતા તથા ગુણોત્કર્ષતાનું વિશુદ્ધતમ પ્રતીક છે. આ દષ્ટિએ “નમસ્' શબ્દની નિયુકિત કરતાં વૈયાકરણ કહે છે - मत्तस्त्वमुत्कृष्टस्त्वत्तोऽहमपकृष्टः एतद्द्वय बोधनानुकूल-व्यापारो हि नमः शब्दार्थः ।
ઉપરોક વાક્યનો ભાવાર્થ છે કે નમસ્કાર કરનારમાં આ ભાવ પેદા થાય છે કે મારાથી આપ ગુણોમાં ઉત્કૃષ્ટ છો. હું આપનાથી અપકૃષ્ટ છું, ગુણોમાં નાનો છું અર્થાત્ આપ નમસ્કાર્ય છો. K મહામંગલ મહામંત્ર નવકાર
જજોન ૫)
Page #23
--------------------------------------------------------------------------
________________
અહીં આ વિશેષ ચિંતનીય છે કે આ હીનોત્કૃષ્ટતા સ્વામી-સેવક જેવી નથી. અહીં હિનોત્કૃષ્ટતાથી પરમ પવિત્ર ગુણાત્મક ભાવ જ અભિપ્રેત છે. ગુરુ-શિષ્ય, પિતા-પુત્ર તથા ઉપાસ્ય-ઉપાસક જેવી પવિત્ર ભાવના જ અહીં ગુણોના ઉત્કર્ષ તથા અપકર્ષનો આધાર છે. ઉપાસક પોતાનાથી ગુણોત્કર્ષવાળા વ્યક્તિત્વને જ આદર્શ ઉપાસ્યના રૂપમાં સ્વીકાર કરે છે અને એ દ્વારા ગુણ-ગ્રહણનો ઉપક્રમ કરે છે.
આગમિક દૃષ્ટિએ નમસ્કાર દ્વારા ચિત્તમાં પ્રમોદ ભાવનાનો ઉદ્ભવ થાય છે. પોતાનાથી અધિક ગુણસંપન્ન, તેજસ્વી, મહાન આત્માઓને જોઈને એમના પ્રતિ નતમસ્તક થઈ જવું પ્રમોદ ભાવનાનું દ્યોતક છે. જ્યાં પ્રમોદ ભાવનાનો પ્રાદુર્ભાવ થાય છે ત્યાં નમસ્કાર કરનારનું હૃદય અત્યંત વિનમ્ર, ઉદાર તથા વિશાળ થઈ જાય છે અને આ વિશાળતા અને મહાનતાની ચરમ ઉપલબ્ધિ સુધી પહોંચાડી દે છે, જ્યાં ઉપાસક સ્વયં ઉપાસ્ય બની જાય છે.
કારણ કે જૈનદર્શન અધ્યાત્મદર્શન છે, આધ્યાત્મિક ઉત્કર્ષ એનું પરમ સાધ્ય છે. એટલે એણે ઉત્કર્ષને પ્રથમ સોપાનના રૂપમાં નમસ્કારનો સ્વીકાર કર્યો છે.
આ દૃષ્ટિએ વંદના-મંત્રનાં પાંચ પદોમાં આદિમાં “નમો’ શબ્દ સંયુક્ત થયો છે. નમ:' શબ્દની વ્યાખ્યા કરતાં ધર્મ-સંગ્રહકારે કહ્યું છે -
ન: તિ નૈપતિ પર્વ પૂજ્ઞાર્થ પૂના ૨ દ્રવ્ય-ભાવ-સંશો: તત્ર #ર -શિરपादादि-द्रव्य-संन्यासो द्रव्यसंकोचः । भाव संकोचस्तु विशुद्धस्य मनसो योगः ।"
અર્થાત્ નમ: પદ પૂજાર્થક છે. મહાન ચેતનાઓ પ્રત્યે નમન જ એમની પૂજા છે. નમસ્કાર દ્વારા નમસ્કરણીય પવિત્ર આત્માના પ્રત્યે વિશુદ્ધ શ્રદ્ધા, ભક્તિ તથા પૂજ્ય ભાવનાનો પ્રાદુર્ભાવ થાય છે. આ નમન બે પ્રકારના હોય છે - દ્રવ્ય અને ભાવ. દ્રવ્ય-નમસ્કારનો અર્થ છે હાથ, પગ, મસ્તક વગેરે શારીરિક અંગોને વિનયાવનત કરી વંદનીય મહાપુરુષ પ્રત્યે નમાવી દેવું અને ભાવ-નમસ્કારનો અભિપ્રાય છે માનસિક ચંચળતાને અવરુદ્ધ કરી મનની સમગ્રતાપૂર્વક નમસ્કાર્ય પ્રત્યે સમર્પિત કરી દેવું. નમસ્કારની સાર્થકતા ત્યારે જ થાય છે જ્યારે દ્રવ્ય તથા ભાવ બંને પ્રકારથી નમસ્કાર કરવામાં આવે. - મહત્તા :
પંચ પરમેષ્ઠિ - નમસ્કાર સૂત્ર જૈન પરંપરાનો સર્વમાન્ય મહામંત્ર છે. આ સંપૂર્ણ વાડ્મયનો અર્થાત્ ચતુર્દશ પૂર્વોનો સાર છે. બીજા શબ્દોમાં કહીએ તો એ એ બીજ છે, જેનાથી આખો જૈન વાડ્મય અંકુરિત, પ્રસ્તુરિત, પલ્લવિત, પુષ્પિત તથા ફલિત થઈને વિશાળ વૃક્ષના રૂપમાં વિકસિત થયો છે. આ વીતરાગ પરમાત્માની દ્વાદશાંગી વાણીનો સાર છે. સંપૂર્ણ જૈન સાહિત્યનો અપાર સાગર આ મહામંત્રરૂપી ગાગરથી ભરેલો છે. તેથી એનો મહિમા અપાર છે, અનિર્વચનીય છે. શબ્દોની પરિધિમાં એને બાંધી નથી શકાતો. આ જ કારણ છે (૬) છે,
જેને જિણધમો)
Page #24
--------------------------------------------------------------------------
________________
કે જેને ધર્મની વિભિન્ન શાખા-પ્રશાખાઓમાં વ્યાપક મતભેદ હોવા છતાંય આ નમસ્કાર સૂત્રના વિષયમાં એકરૂપતા છે. આ એ કેન્દ્ર છે જ્યાં બધા મતભેદ નષ્ટ થઈ જાય છે.
મહામંત્ર : આ પંચ પરમેષ્ઠી નમસ્કાર સૂત્રને જૈન પરંપરામાં મહામંત્રના રૂપમાં ખૂબ જ બહુમાનપૂર્વક પ્રતિષ્ઠા પ્રાપ્ત છે. વિશ્વમાં મંત્રોની વિશાળતા છે. વિવિધ પ્રકારના મંત્રો જોવા મળે છે, પરંતુ મહામંત્રની સંજ્ઞા તો આ પંચ પરમેષ્ઠી નમસ્કાર સૂત્રને જ પ્રાપ્ત છે. મંત્ર' શબ્દની વ્યુત્પત્તિ કરતા કહેવાય છે કે -
“મંત્રઃ પરમોચઃ મનન ત્રાને રોતો નિયર્િ !”
જે મનન કરવાથી, ચિંતન કરવાથી, દુઃખોથી બચાવે એ મંત્ર છે. આ વ્યુત્પત્તિ અનુસાર મંત્ર એ જ કહેવાય જે દુઃખોથી બચાવે. નમસ્કાર સૂત્ર મહામંત્ર છે. કારણ કે આ સમસ્ત આધિવ્યાધિ-ઉપાધિને દૂર કરનાર છે. સામાન્ય રીતે જનસાધારણ શારીરિક-માનસિક દુઃખોથી મુક્ત થવા માટે મંત્રોનો પ્રયોગ કરતા દૃષ્ટિગોચર થાય છે. એમનો ઉદ્દેશ્ય આટલે સુધી જ સીમિત હોય છે. વેદ-મંત્રોમાં અગ્નિ, સૂર્ય, ચંદ્ર, પર્વતો, નદીઓ વગેરે પ્રાકૃતિક તત્ત્વોમાં દેવરૂપ માનીને એમની સ્તુતિ કરવામાં આવી છે અને એના દ્વારા પ્રાકૃતિક મુસીબતોથી બચાવવાની પ્રાર્થના કરવામાં આવી છે. અન્ય અનેક મંત્રો દ્વારા વિવિધ પ્રકારના ભૌતિક, દૈહિક અને દૈવિક દુઃખોથી બચવાનો માર્ગ બતાવ્યો છે. આ મંત્રો ક્યાં સુધી આમાં સફળ થાય છે એ અલગ વાત છે, પરંતુ સામાન્ય લોકો આનું અવલબન (આશરો) લે છે. આ લૌકિક મંત્રોની સફળતા આત્યંતિક અને એકાંતિક નથી. એમની સાર્થકતા સંદિગ્ધ અને અનિશ્ચિત છે. પરંતુ આ પરમેષ્ઠી નમસ્કાર એકાંતિક અને આત્યંતિક રૂપથી દુઃખોથી બચાવવાવાળા છે, માટે મહામંત્ર છે.
પ્રશ્ન થઈ શકે છે કે આ મહામંત્રમાં એવી શું અભુત વિશેષતા છે, જેને લઈને આને મહામંત્ર કહેવાય છે ? આ પ્રશ્નનું સમાધાન મેળવવા માટે આપણે આ મહામંત્રના અર્થ ગાંભીર્યમાં પ્રવેશ કરવો પડશે. આમાં નિહિત સમતાનો ભાવ જ આને મહામંત્રનું રૂપ આપે છે. જૈન ધર્મ અને જેને સંસ્કૃતિનો પ્રવાહ સમભાવને લક્ષ્યમાં રાખીને પ્રવાહિત થયો છે. આ જ દિવ્ય સમતાનો ભાવ આ મહામંત્રમાં આવિર્ભત થયો છે. કોઈપણ પ્રકારના સાંપ્રદાયિક ભેદભાવ વગર કે દેશ યા જાતિગત વિશેષતાના ભેદભાવ વગર, ગુણપૂજાનું મહત્ત્વ આમાં પ્રતિપાદિત છે. આમાં ગુંજિત સમતાનો સ્વર જ મહામંત્રી રૂપ છે. કારણ કે આ બધાં દુઃખોની જન્મદાત્રી વિષમતાઓ અને દુર્ભાવનાઓને નષ્ટ કરે છે. સમતાની આરાધનાથી આત્મિક શક્તિઓનો વિકાસ થાય છે અને આવા વિકાસથી સમસ્ત દુઃખોનો નાશ સ્વયંમેવ થઈ જાય છે. માટે જ આ મહામંત્ર છે.
મહામંગલ : આ પંચ પરમેષ્ઠી નમસ્કાર મહામંગલ રૂપ છે. આ મંત્રની ચૂલિકા મહિમારૂપ અંતિમ ચાર પદોમાં સ્પષ્ટ કહ્યું છે કે – “આ નમસ્કાર બધાં જ પાપોનો નાશ કરનાર છે તથા બધાં મંગલોમાં મુખ્ય મંગલ છે. પહેલા પાપોનો પ્રણાશ બતાવ્યો છે અને પછી મંગલનો ઉલ્લેખ દૂ મહામંગલ મહામંત્ર નવકારો છે જે
Page #25
--------------------------------------------------------------------------
________________
કર્યો છે. આનાથી આ સ્પષ્ટ કર્યું છે કે પાપોની કાલિમા (કલંક) જ્યારે પૂર્ણતઃ સાફ થઈ જાય છે, તો પછી સર્વત્ર આત્માનું મંગલ જ મંગલ છે, કલ્યાણ જ કલ્યાણ છે. પહેલા બે પદોમાં હેતુનો ઉલ્લેખ છે અને છેલ્લાં બે પદોમાં ફળનું વર્ણન છે. પાપના પ્રણાશનું ફળ જ મંગલરૂપમાં પ્રગટ થાય છે.
પ્રશ્ન એ પેદા થાય છે કે મંગલ શું છે ? તો મંગલ વિશે પણ વિચાર કરી લઈએ. મંગલના બે પ્રકાર છે - એક દ્રવ્ય-મંગલ, બીજો ભાવ-મંગલ. દ્રવ્ય-મંગલને લૌકિક મંગલ અને ભાવમંગલને લોકોત્તર મંગલ કહે છે. દહીં, અક્ષત વગેરે દ્રવ્ય-મંગલ કહેવાય છે. સામાન્ય લોકો આ જ દ્રવ્ય-મંગલોના મોહમાં પડેલા છે. પરંતુ વસ્તુતઃ એ મંગલરૂપ નથી હોતા. આ માન્ય દ્રવ્ય-મંગલ અમંગલ પણ થઈ જાય છે. દહીં મંગલ મનાય છે, પરંતુ તાવમાં એને ખવાય તો હાનિકારક સિદ્ધ થાય છે. અક્ષત માથા પર ન લગાવતાં જો આંખમાં પડી જાય તો શું દશા થાય ? માટે દ્રવ્ય-મંગલ એકાંતિક અને આત્યંતિક નથી હોતા. જ્યારે ભાવ-મંગલ એકાંતિક અને આત્યંતિક હોય છે. નમસ્કાર મંત્ર ભાવ-મંગલ છે. કારણ કે એ હંમેશાં અને સર્વત્ર મંગલ જ રહે છે. એ કોઈપણ હાલતમાં અમંગલરૂપ નથી હોતો. એ સાધકને બધા જ પ્રકારનાં દુઃખોથી બચાવે છે. જપ, તપ, જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય, વ્રત-નિયમ, નમસ્કાર વગેરે રૂપમાં ભાવ-મંગલ અનેક પ્રકારના છે. એ બધા મોક્ષરૂપ સિદ્ધિદાયક હોવાથી વાસ્તવિક મંગલ છે.
આચાર્ય જિનદાસે ‘મંગલ' શબ્દની વ્યુત્પત્તિ કરતાં લખ્યું છે “મંત્રં-નારાવિસુ પવડત નો જ્ઞાતિ મંત્રં ।''
-
દશ. ચૂર્ણિ ૧/૧
નારક વગેરે દુર્ગતિમાં પડતા લોકોની જે રક્ષા કરે એ મંગલ છે. નમસ્કાર મંત્ર પર આ વ્યુત્પત્તિ સંપૂર્ણ ઘટિત થાય છે. કારણ કે આ બધા પ્રકારની દુર્ગતિઓથી બચાવે છે. માટે નમસ્કાર મંત્ર મહામંગલરૂપ છે. તેથી પ્રત્યેક શુભકાર્યના મૂળમાં નમસ્કાર મંત્ર દ્વારા મંગલ કરવું સર્વોત્તમ માનવામાં આવ્યું છે. કારણ કે આ બધાં મંગલોના મંગલ છે. જૈનદર્શનની દૃષ્ટિમાં આની તુલનામાં બીજાં મંગલોનું કોઈ મહત્ત્વ નથી. જેને ચિંતામણિ કલ્પ નમસ્કાર મહામંત્ર મળી ગયો હોય, એ કાચ તુલ્ય અન્ય મંત્રોની શું અપેક્ષા રાખશે ?
-
ગુણપરક દૃષ્ટિ : નમસ્કાર મંત્રમાં કોઈ વ્યક્તિવિશેષના નામનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. જૈન ધર્મની દૃષ્ટિ વ્યક્તિપૂજકતાની નથી રહી, એ ગુણપૂજક રહી છે. એના સદાય સ્મરણીય મહામંત્રમાં કોઈ વ્યક્તિવિશેષના નામનો ઉલ્લેખ ન હોવો આ વાતને પ્રમાણિત કરે છે કે આ માનવજીવનની ઉચ્ચ ભૂમિકાઓને વંદન-નમન કરે છે, વ્યક્તિઓને નહિ. જે વ્યક્તિ જીવન-વિકાસની ઊંચી સીડીઓ પર ચડી ચૂક્યો છે એ વંદનીય છે. પછી ભલે એ કોઈ પણ જાતિ, વર્ગ, વર્ણ, દેશ, વેશ કે સંપ્રદાયથી સંબંધ રાખતો હોય ! મહત્ત્વ છે આધ્યાત્મિકવિશેષતાઓની. એ વિશેષતાઓ જે કોઈ આત્માઓમાં વિદ્યમાન હોય છે, એ બધી વંદનીય મનાય છે. કેટલી વ્યાપક અને વિરાટ દૃષ્ટિ રહી છે આ મહામંત્રમાં !
જિણધો
Page #26
--------------------------------------------------------------------------
________________
FB
( પંચ પદનો અર્થ) પંચ પદનો અર્થ : નમસ્કાર મહામંત્રનું સર્વપ્રથમ પદ અરિહંતનો છે. અરિહંતનો બહુપ્રચલિત અર્થ છે - “કામ-ક્રોધાદિ વિકારો અને કર્મશત્રુઓ પર પૂર્ણ વિજય પ્રાપ્ત કરનાર વિશ્વ હિતકારી મહાન આત્મા.”
આવશ્યક નિર્યુક્તિ'માં અરિહંતની વ્યાખ્યા આ પ્રમાણે આપવામાં આવી છે - अट्ट विहं पि य कम्मं अरिभूओ होइ सव्वजीवाणं ।। તે મરિંદંતા રિહંતા તે યુવ્યંતિ છે - આવો નિર્યુક્તિ ૯૨૦ अरिहंति वंदण नमंसणाइं अरिहंति पूअसक्कारं । સિદ્ધિામાં 2 રિહ, અરહંતા તે વૃદ્ઘતિ છે - આવ. નિર્યુક્તિ ૯૨૧
જ્ઞાનાવરણાદિ આઠ કર્મો સર્વ જીવો માટે શત્રુ સમાન છે. આ કર્મશત્રુઓને જે નષ્ટ કરી દે છે, તેઓ “અરિહંત' કહેવાય છે.
અરિહંત'નો બીજો અર્થ છે - પરમ પૂજનીય વંદનીય આત્મા. “અહં' ધાતુનો અર્થ “યોગ્ય હોવું' છે, જે વંદન-નમસ્કારને યોગ્ય છે અથવા જે મુક્તિ-ગમનની પરમ યોગ્યતા ધરાવે છે, તે મહાન આત્માઓ અરિહંત કહેવાય છે.
અરિહંતની એક વ્યુત્પત્તિ આ પ્રકારે પણ કરવામાં આવી છે - "नास्ति रहः प्रच्छन्नं किचिदपि येषां प्रत्यक्षज्ञानित्वात् तेऽरहन्तः ।"
- સ્થાનાંગ વૃત્તિ ૩/૪ જે આત્માના જ્ઞાન-દર્પણમાં વિશ્વના સમસ્ત ચરાચર પદાર્થો પ્રતિભાસિત થાય છે, જેનાથી વિશ્વનું કોઈ રહસ્ય છુપાયું નથી, એ મહાન આત્મા અરિહંત પદ પર પ્રતિષ્ઠિત થાય છે.
જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય રૂ૫ ચાર ઘનઘાતિ કર્મોનો સંપૂર્ણ છેદ કરી દેવાના ફળસ્વરૂપ જેમને કેવળજ્ઞાન, કેવળદર્શનની ઉપલબ્ધિ થઈ ચૂકી છે, જે અનંતજ્ઞાન - અનંતદર્શનના ધારક વીતરાગ પરમાત્મા જગતના જીવોનો ઉદ્ધાર કરવા માટે તીર્થકર નામકર્મના ઉદયથી સત્ય અને તથ્યભૂત મોક્ષમાર્ગનું પ્રરૂપણ કરે છે, જે સંસારના જીવોને સન્માર્ગ પ્રદર્શિત કરે છે, જે જગત-જંતુઓને અભય પ્રદાન કરે છે, વિવેકની આંખો આપે છે. જે ધર્મ તત્ત્વના ઉપદ્રષ્ટા છે, બોધિ-દાતા છે, ત્રાતા છે અને શરણરૂપ છે, તેઓ જ તીર્થકર સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ તીર્થના પ્રણેતા હોય છે. વિશ્વ હિતકર હોવાથી એમને સૌપ્રથમ પદ પર પ્રતિષ્ઠિત કરી સૌ પહેલાં નમસ્કાર કરવામાં આવે છે.
ચાર ઘનઘાતિ કર્મોનો સર્વથા ક્ષય કરવાથી બધા જ અરિહંત પદના ઉપભોક્તા બને છે. આ મહાન આત્માઓમાં જેમના તીર્થકર નામ-કર્મનો ઉદય થાય છે તેઓ તીર્થકર કહેવાય છે. અન્ય સામાન્ય કેવળીની સંજ્ઞાના ધારક હોય છે, પરંતુ તેઓ પણ પ્રથમ પદમાં જ વંદનીય [ પંચ પદનો અર્થ
જે કામ ૯T
Page #27
--------------------------------------------------------------------------
________________
છે. જો પ્રથમ પદમાં તીર્થકર જ વંદનીય હોય તો પ્રથમ પદની રચનામાં “નમો તિસ્થયરાણ” પદનો ઉલ્લેખ હોત ના કે “નમો અરિહંતાણં'.
ક્યાંક-ક્યાંક સામાન્ય કેવળીઓનો પંચમ પદમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જે આપેક્ષિક દૃષ્ટિથી જ કરવામાં આવ્યો છે. જ્યાં પાંચેય પદોની વિવક્ષા ન કરતાં કેવળ સિદ્ધ અને સંયતી(સિદ્ધાdi નો શિષ્ય, સંગાપ રમવો) ના રૂપમાં બે પદોના અંતર્ગત પંચ પરમેષ્ઠીનું કથન કરવામાં આવ્યું છે, ત્યાં અપેક્ષા વિશેષથી સામાન્ય કેવળી તથા તીર્થકર વગેરે સિદ્ધો સિવાય ચાર પદોને સંયતિ સામાન્ય દષ્ટિએ પંચમ પદમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. | તીર્થકરના ગૌરવશાળી પદને પ્રાપ્ત કરનાર દિવ્ય આત્મા મનુષ્ય ક્ષેત્રના પંદર કર્મભૂમિ ક્ષેત્રમાં પરાક્રમી ક્ષત્રિય કુળમાં પોતાની માતાના ચૌદ* દિવ્ય સ્વપ્નો બતાવવા સાથે ગર્ભમાં ત્રણ જ્ઞાન સહિત અવતરિત થાય છે. એમના જન્મ સમયે છપ્પન** દિકકુમારીઓ (દેવીઓ) જન્મ-મહોત્સવ મનાવવા પહોંચે છે. ચૌસઠ ઇન્દ્ર વગેરે અનેક દેવગણ મેરુ પર્વતના પંડક વનમાં નવજાત પ્રભુને લઈ જઈને અતીવ ઉલ્લાસપૂર્ણ વાતાવરણમાં એમનો જન્મોત્સવ મનાવે છે. આ ઇન્દ્રોનો જીત વ્યવહાર અર્થાત્ પરંપરાગત આચાર (વ્યવહાર) છે.
અનન્તર તીર્થકરનાં માતા-પિતા હાર્દિક ઉલ્લાસ સાથે જન્મોત્સવ મનાવીને નામાંકન કરે છે. પ્રત્યેક તીર્થકર દીક્ષાગ્રહણ કરતા પહેલાં એક વર્ષ સુધી દરરોજ એક કરોડ આઠ લાખના હિસાબથી ત્રણ અબજ અક્યાસી કરોડ સુવર્ણ મુદ્રાઓનું દાન કરીને બધાની સાથે દાન-ધર્મનો વિશિષ્ટ આદર્શ ઉપસ્થિત કરે છે.
* ચૌદ સ્વપ્નો આ પ્રકારનાં છેઃ (૧) ઐરાવત હાથી (૨) ધોરી વૃષભ (૩) શાર્દુલ સિંહ (૪) લક્ષ્મી દેવી (૫) પુષ્પમાળાઓનું યુગલ (૬) પૂર્ણ ચંદ્રમા (૭) સૂર્ય (૮) ઇન્દ્રધ્વજા (૯) પૂર્ણ કળશ (૧૦) પા સરોવર (૧૧) ક્ષીર સાગર (૧૨) દેવ વિમાન (૧૩) રત્નોની રાશિ (૧૪) ધૂમ રહિત અગ્નિની જ્વાળા. નર્કથી આવનાર તીર્થકરની માતા બારમા સ્વપ્નમાં દેવ વિમાનની જગ્યાએ ભવનપતિ દેવનું ભવન જુએ છે.
છપ્પન દિકકુમારીઓનાં નામઃ (૧) ભોગંકર (૨) ભોગવતી (૩) સુભોગા (૪) ભોગમાલિની (૫) સુવત્સા (૬) વત્સમિત્રા (૭) પુષ્પમાલા (૮) અનિદિતા (આ આઠ અધોલોકમાં રહેનારી છે) (૯) મેઘંકરા (૧૦) મેઘવતી (૧૧) સુમેઘા (૧૨) મેઘમાલિની (૧૩) તોયધરા (૧૪) વિચિત્રા (૧૫) વારિષેણા (૧૬) બલાહકા (આ ઊર્ધ્વલોકમાં રહેનારી છે) (૧૭) નંદોતરા (૧૮) નંદા (૧૯) આનંદા (૨૦) નંદીવર્ધના (૨૧) વિજયા (૨૨) વૈજયંતી (૨૩) જયંતિ (૨૪) અપરાજિતા (આ આઠેય પૂર્વરચક પર રહેનારી છે) (૨૫) સમાહારા (૨૬) સુપ્રદત્તા (૨૭) સુપ્રબુદ્ધા (૨૮) યશોધરા (૨૯) લક્ષ્મીવતી (૩૦) શેષવતી (૩૧) ચિત્રગુપ્તા (૩૨) વસુંધરા (આ આઠેય દક્ષિણ ગુચક પર રહેનારી છે) (૩૩) ઇલાદેવી (૩૪) સુરાદેવી (૩૫) પૃથ્વી (૩૬) પદ્માવતી (૩૭) એકનાશા (૩૮) નવમિકા (૩૯) ભદ્રા (૪૦) સીતા (આ આઠેય પશ્ચિમ રુચક પર રહેનારી છે) (૪૧) અલંબુસા (૪૨) ચિંતકશી (૪૩) પુંડરિકા (૪૪) વારુણી (૪૫) હાસા (૪૬) સર્વપ્રભા (૪૭) શ્રીભદ્રા (૪૮) સર્વભદ્રા (આ ઉત્તર રુચક પર રહેનારી છે) (૪૯) ચિત્રા (૫૦) ચિત્રકરા (૫૧) શતેરા (૨) વસુદા મિની (આ ચાર છે) (૫૩) રૂપા (૫૪) રૂપાસિકા (૫૫) સુરૂપા અને (૫૬) રૂપવતી (આ આઠેય વિદિશા સુચક પર રહેનારી છે) (૧૦
) / જય જિણધમો)
Page #28
--------------------------------------------------------------------------
________________
સમયની પરિપકવતા તથા જીતવ્યવહાર અનુસાર નવ લોકાંતિક દેવ દેવલોકથી આવીને પ્રભુને જનકલ્યાણ હેતુ દીક્ષા માટે આહ્વાન કરે છે અર્થાત્ એમના વૈરાગ્યનું અનુમોદન કરે છે. સમયની સ્થિતિને સમજીને તીર્થકરનો આત્મા વિશુદ્ધ મહાવ્રતારોહણરૂપ પ્રવ્રજ્યા ગ્રહણ કરે છે. પ્રવ્રજ્યા સ્વીકાર કરવાની સાથે જ એમને મન:પર્યાયજ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. છઘસ્થ કાળમાં તપસ્યા-રત રહીને દેવ-માનવ તથા તિર્યંચ સંબંધી ઉપસર્ગોને સમતાપૂર્વક સહન કરે છે. (કેટલાકમાં ઉપસર્ગ નથી પણ આવતા) અનેક પ્રકારના દુષ્કર તપશ્ચરણ દ્વારા ચાર ઘનઘાતિ કર્મોનો ક્ષય કરીને અનંત કૈવલ્ય જ્યોતિને પ્રાપ્ત કરી લે છે. કર્મક્ષયનો ક્રમ :
(૧) સૌપ્રથમ દર્શન-મોહનીય તથા ચારિત્ર્ય-મોહનીયનો ક્ષય (નાશ) થવાથી આત્મગુણરૂપ યથાખ્યાત ચારિત્ર્યની પ્રાપ્તિ થાય છે. મોહનીય કર્મનો ક્ષય થતાં જ અંતર્મુહૂર્તમાં (૨) જ્ઞાનાવરણીય, (૩) દર્શનાવરણીય અને (૪) અંતરાય કર્મોનો એકસાથે નાશ થઈ જાય છે. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થવાથી અનંત કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થવાથી સમસ્ત દ્રવ્ય, કાળ, ભાવ, ભવને જાણવા લાગે છે, અર્થાત્ સર્વજ્ઞ થઈ જાય છે. દર્શનાવરણીય કર્મનો ક્ષય થવાથી અનંત કેવળદર્શનની પ્રાપ્તિ થાય છે, જેનાથી ઉપરના દ્રવ્ય વગેરે પાંચોને જોવા લાગે છે અર્થાતુ સર્વદેશી થઈ જાય છે. અંતરાય કર્મનો ક્ષય થવાથી અનંત દાનલબ્ધિ, લાભલબ્ધિ, ભોગલબ્ધિ, ઉપભોગલબ્ધિ અને વીર્યલબ્ધિની પ્રાપ્તિ થાય છે; જેનાથી અનંત શક્તિમાન થાય છે.
ચાર ઘનઘાતિ કર્મોનો ક્ષય થયા પછી (૧) વેદનીય, (૨) આયુષ્ય, (૩) નામ અને (૪) ગોત્ર - આ ચારેય અઘાતિ કર્મ શેષ રહી જાય છે. આ ચારેય છે. જેમકે ભરડેલું બીજ અંકુરને ઉત્પન્ન નથી કરી શકતું, એમ આ કર્મો અરિહંત ભગવાનની આત્મામાં કોઈ પ્રકારનો વિકાર ઉત્પન્ન કરી શકશે નહિ. આયુષ્ય પૂર્ણ થતાં આયુષ્યની સાથે જ સમસ્ત કર્મોનો ક્ષય થાય છે. - ઉપરોક્ત ચારેય ઘનઘાતિક કર્મોનો ક્ષય થતાં જ અરિહંત પદની પ્રાપ્તિ થાય છે. બધા અરિહંત ભગવાન ૧૨ ગુણોથી યુક્ત તથા ૧૮ દોષોથી રહિત થાય છે. તીર્થકર ભગવાન વિશેષરૂપે ૩૪ અતિશય તથા વાણીના ૩૫ ગુણોના ધારક થાય છે. એમનું વિસ્તારપૂર્વક વર્ણન આ પ્રકારે છે. અરિહંતના ૧૨ ગુણ :
એક ધારણા જે અરિહંતનો અર્થ તીર્થકર માને છે, એ અનુસાર અરિહંત ભગવાન નીચેના ૧૨ ગુણોથી યુક્ત હોય છે : (૧) અનંત જ્ઞાન (૨) અનંત દર્શન (૩) અનંત ચારિત્ર્ય (૪) અનંત તપ (૫) અનંત બલવીર્ય* (૬) અનંત ક્ષાયિક સમ્યકત્વ (૭) વજ ઋષભનારાય સંહનન (૮) સમચતુરસ્ત્ર સંસ્થાન (૯) ૨૪ અતિશય (૧૦) ૩૫ વાણીના ગુણ (૧૧) ૧૦૦૮ લક્ષણ (૧૨) ૬૪ ઇન્દ્રોના પૂજ્ય.
* તીર્થકર ભગવાનના બળનું પરિમાણ આ પ્રકાર છે : ૨૦૦૦ સિંહોનું બળ એક અષ્ટાપદમાં, ૧૦૦૦૦૦૦ અષ્ટાપદોનું બળ એક બળદેવમાં, ૨ બળદેવોનું બળ વાસુદેવમાં, ૨ વાસુદેવોનું બળ એક ચક્રવર્તીમાં, ૧0000000 ચક્રવર્તીઓનું બળ એક દેવતામાં અને ૧૦૦૦૦૦૦૦ દેવતાઓનું બળ એક ઈન્દ્રમાં હોય છે. એવા બળવાન અનંત ઈન્દ્ર પણ મળીને ભગવાનની કનિષ્ઠ આંગળીને પણ હલાવી શકતા નથી. [ પંચ પદનો અર્થ છે
અને જે ૧૧]
Page #29
--------------------------------------------------------------------------
________________
કોઈ-કોઈ નિમ્નલિખિત ૧૨ ગુણ માને છે : (૧) અનંત જ્ઞાન (૨) અનંત દર્શન (૩) અનંત ચારિત્ર્ય (૪) અનંત તપ અને (૫-૧૨) આઠ મહાપ્રતિહાર્ય - અશોક વૃક્ષ, સિંહાસન, ૩ છત્ર, ૬૪ ચામરની જોડ, પ્રભામંડળ, અચિત્ત ફૂલોની વર્ષા, દિવ્ય ધ્વનિ, અંતરિક્ષમાં સાડા ૧૨ કરોડ દેવ દુંદુભિ વાગે.
પરંતુ “ઉવવાઈ સૂત્ર'માં વર્ણિત અરિહંત પ્રભુના ૧૨ ગુણો ઉપરની બંને પરંપરાઓથી ભિન્ન છે, જે આત્મિક ગુણોના રૂપમાં હોવાથી વધુ સંગત તથા મૌલિક છે. આગમ સંમત એ બારેય ગુણો નીચે પ્રમાણે છે :
(૧) અણાસવે (૨) અમે (૩) અકિંચણે (૪) છિન્નસોએ (૫) નિરુવલેવે (૬) વવગય પ્રેમ-રાગ-દોસ-મોહે (૭) નિગૂંથસ્સ પવયણ દેસએ (૮) સત્યનાયગે (૯) અસંત નાણી (૧૦) અસંતદંસી (૧૧) અખંતચરિત્તે (૧૨) અખંત વીરિયસંજુત્તે. અરિહંત(તીર્થકર)ના ૩૪ અતિશય (વિશેષતા) : | સર્વસાધારણમાં જે વિશેષતાઓ નથી મળતી, એને અતિશય કહે છે. તીર્થકરમાં એવી ૩૪ મુખ્ય વિશેષતાઓ હોય છે, એ વિશેષતાઓ કે અતિશય કેટલીક જન્મથી હોય છે, તો કેટલીક કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી થાય છે. જે આ પ્રમાણે છે : ૧. મસ્તક વગેરે સમસ્ત શરીરથી વાળનું મર્યાદાથી વધુ ખરાબ લાગે એવા) ન વધવું. ૨. શરીરમાં રોગ વગેરે ન થવા તથા રજ-મેલ વગેરે અશુભ લેપ ન લાગવા. . લોહી અને માંસ ગાયના દૂધથી પણ વધુ ઉજ્વળ (ચોખ્ખા) અને મધુર હોય. ૪. શ્વાસોચ્છવાસમાં પદ્મ કમળથી પણ વધુ સુગંધ હોય. ૫. આહાર અને નિહાર ચર્મચક્ષુઓ દ્વારા દેખી ન શકાય. (અવધિજ્ઞાની જોઈ શકે છે.) ૬. જ્યારે ભગવાન ચાલે છે ત્યારે આકાશમાં “ગણાટ’ શબ્દ કરતાં ધર્મચક્ર ચાલે છે અને
જ્યારે ભગવાન થોભે છે ત્યારે એ થોભે છે. ૭. ભગવાનના માથા પર લાંબા-લાંબા મોતીઓના ઝાલરવાળા, એક ઉપર બીજો અને બીજા
ઉપર ત્રીજો એમ ત્રણ છત્ર આકાશમાં દેખાય છે. ૮. ગાયના દૂધ અને કમળના તાંતણાઓથી પણ વધુ ઉજ્વળ વાળવાળા તથા રત્નજડિત
દંડીવાળા ચામર ભગવાનના બંને તરફ નાખવામાં આવતા જોઈ શકાય છે. ૯. સ્ફટિક મણિ-સમાન નિર્મળ દેદીપ્યમાન, સિંહના સ્કંધના આકારવાળાં રત્નોથી જડિત,
અંધકારને નષ્ટ કરનાર, પાદ પીઠિકાયુક્ત સિંહાસન પર ભગવાન બિરાજમાન છે - એવું
દેખાય છે. ૧૦. બહુ ઊંચી રત્નજડિત સ્તંભવાળી અને અનેક નાની-નાની ધ્વજાઓના પરિવારથી વેષ્ટિત
ઈન્દ્ર-ધ્વજા ભગવાનની આગળ દેખાય છે. ૧૧. અનેક શાખાઓ અને પ્રશાખાઓથી યુક્ત પત્ર, પુષ્પ, ફળ તથા સુગંધવાળા ભગવાનથી બાર ગણું ઊંચું અશોકવૃક્ષ ભગવાન પર છાયા કરતું દેખાય છે.
જિણધમો
(૧૨) OOOOOOOOOOOOO જિણધમો
૧૨
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૨. શરદઋતુના જાજવલ્યમાન સૂર્યથી પણ બારગણું વધુ તેજવાળા અંધકારનો નાશક
પ્રભામંડળ તીર્થંકર પ્રભુના પૃષ્ઠ ભાગમાં દેખાય છે.* ૧૩. તીર્થકર ભગવાન જ્યાં-જ્યાં વિહાર કરે છે, ત્યાંની જમીન ખાડા-ટેકરા વગેરેથી રહિત - સમતલ થઈ જાય છે. ૧૪. બાવળ વગેરેના કાંટા ઊલટા થઈ જાય છે, જેનાથી પગમાં વાગતા નથી. ૧૫. બધી ઋતુઓમાં શરીરને અનુકૂળ સોહામણું વાતાવરણ બની જાય છે. ૧૬. ભગવાનની ચારે તરફ એક-એક જોજન સુધી મંદ-મંદ શીતળ અને સુગંધિત પવન વાય
છે, જેનાથી બધી અશુચિ વસ્તુઓ દૂર ચાલી જાય છે. ૧૭. ભગવાનની ચારે તરફ બારીક-બારીક સુગંધિત અચિત્ત જળની વૃષ્ટિ એક-એક જોજનમાં
થાય છે, જેનાથી ધૂળ દબાઈ જાય છે. ૧૮. ભગવાનની ચારે તરફ દેવતાઓ દ્વારા વિક્રિયાથી બનાવેલ અચિત્ત પાંચેય રંગોના
પુષ્પોની ઢીંચણ સુધી વૃષ્ટિ થાય છે. એ પુષ્પોને ટેંટ (ડંઠલ) નીચેની તરફ અને મુખ
ઉપરની તરફ હોય છે. ૧૯. અમનોજ્ઞ (સારા ન લાગનાર) વર્ણ, રસ, ગંધ અને સ્પર્શનો નાશ થાય છે. ૨૦. મનોજ્ઞ, વર્ણ ગંધ, રસ અને સ્પર્શનો ઉદ્ભવ થાય છે. ૨૧. ભગવાનની ચારેય બાજુ એક-એક જોજનમાં રહેલી પરિષદ બરાબર ધર્મોપદેશ સાંભળે
છે અને એ ધર્મોપદેશ બધાને પ્રિય લાગે છે. ૨૨. ભગવાનના ધર્મોપદેશ અર્ધમાગધી (અડધી મગધ દેશની અને અડધી અન્ય દેશોની
મિશ્રિત) ભાષામાં હોય છે.* ૨૩. આર્ય દેશ અને અનાર્ય દેશના મનુષ્ય, દ્વિપદ (પક્ષી), ચતુષ્પદ (પશુ) અને અપદ (સાપ
વગેરે) બધા ભગવાનની ભાષાને સમજી શકે છે. એ ભાષા બધાને માટે સુખરૂપથી પરિણત
થાય છે. ૨૪. ભગવાનના દર્શન કરતાં જ અને ઉપદેશ સાંભળતાં જ જાતિ-વેર (જેમ કે સિંહ
અને બકરીનું, કૂતરા અને બિલાડીનું) તથા ભવાંતર (પાછલા જન્મો)નું વેર શાંત થઈ
જાય છે. ૨૫. ભગવાનનું પ્રભાવપૂર્ણ અને ખૂબ જ સૌમ્ય સ્વરૂપ જોતાં જ પોત-પોતાના મતનું - અભિમાન રાખનાર અન્ય દર્શની-વાદી અભિમાનને ત્યાગી નમ્ર બની જાય છે.
* ગ્રંથોમાં લખ્યું છે કે - પ્રભામંડળના પ્રભાવથી તીર્થકર ભગવાનના ચારેય દિશાઓમાં ચાર મુખ દેખાય છે. આ કારણે ઉપદેશ સાંભળનારને એવું લાગે છે કે ભગવાનનું મુખ આપણી તરફ જ છે. બ્રહ્મને ચતુર્મુખ કહેવાનું પણ કદાચ આવું જ કારણ છે.
+ “મવિં ગદ્ધમાદીમાસાથમ્પમફિલ્વતિ ” - ઉવવાઈ સૂત્ર
[ પંચ પદનો અર્થ છે 0000000000000000(૧૩)
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૬. ભગવાન પાસે વાદી વાદ કરવા માટે આવે છે, પરંતુ જવાબ આપવામાં અસમર્થ
બની જાય છે. ૨૭. (ભગવાનની ચારે તરફ ૨૪-૨૪ જોજન સુધી) ઈતિ-ભીતિ અર્થાતુ ટિડી અને મૂષકો
વગેરેનો ઉપદ્રવ નથી હોતો. ૨૮. મરકી-કૉલેરા વગેરેનો ઉપદ્રવ નથી હોતો. ૨૯. સ્વદેશના રાજા તથા સેનાનો ડર નથી હોતો. ૩૦. પરદેશના રાજા અને સેનાનો ડર નથી હોતો. ૩૧. અતિવૃષ્ટિ અર્થાતુ ખૂબ વધારે વરસાદ થતો નથી. ૩૨. અનાવૃષ્ટિ (ઓછો વરસાદ કે વરસાદનો અભાવ) નથી થતી. ૩૩. દુભિક્ષ-દુષ્કાળ પડતો નથી. ૩૪. જે દેશમાં પહેલેથી ઈતિ-ભીતિ, મહામારી, સ્વ-પર ચક્રનો ભય વગેરેનો ડર હોય, ત્યાં
ભગવાનનું પ્રદાર્પણ થતા તરત જ મુસીબતો દૂર જતી રહે છે.
આ ૩૪ અતિશયોમાંથી ૪ અતિશય જન્મજાત હોય છે, ૧૫ કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી થાય છે અને ૧૫ દેવો દ્વારા કરેલા હોય છે. અરિહંત(તીર્થકર)ની વાણીના ૩૫ ગુણ :
તીર્થકર ભગવાન કૃતકૃત્ય થયા પછી પણ, તીર્થકર નામ-કર્મના ઉદયથી નિરીહ-નિષ્કામ ભાવથી, જગતના જીવોનું કલ્યાણ કરવા માટે ધમપદેશ આપે છે. એમની વાણીમાં જે-જે ગુણ હોય છે એ આ પ્રકારે છે : ૧. તીર્થકર ભગવાન સંસ્કારયુક્ત વચનોનો પ્રયોગ કરે છે. ૨. ભગવાન એવા ઊંચા સ્વરે (બુલંદ અવાજે) બોલે છે કે એક-એક જોજન સુધી ચારો
તરફ બેઠેલી પરિષદ (શ્રોતાગણ) સારી રીતે શ્રવણ કરી લે છે. ૩. “એ’, ‘તુ' વગેરે તુચ્છતાથી રહિત સાદાં અને સન્માનપૂર્ણ વચન બોલે છે. ૪. મેઘગર્જના સમાન ભગવાનની વાણી સૂત્રથી અને અર્થથી ગંભીર હોય છે. ઉચ્ચારણ અને
તત્ત્વ બંને દૃષ્ટિઓથી એમની વાણીનું રહસ્ય બહુ જ ગૂઢ હોય છે. પ. જેમ ગુફામાં અને માળબંધ પ્રાસાદ(મહેલ)માં બોલવાથી પ્રતિધ્વનિ ઊઠે છે, એ
જ રીતે ભગવાનની વાણીની પણ પ્રતિધ્વનિ ઊઠે છે. ૬. ભગવાનના વચન શ્રોતાઓને ઘી (વૃત) અને મધ (શહદ) સમાન સ્નિગ્ધ અને મધુરા
લાગે છે.. ભગવાનનાં વચનો ૬ રાગ અને ૩૦ રાગિણીઓ રૂપ પરિણત થવાથી શ્રોતાઓને એ જ પ્રકારે મુગ્ધ અને તલ્લીન બનાવી દે છે. જેમ વાંસળીનો શબ્દ સાંભળીને નાગ અને વિણાનો શબ્દ સાંભળીને મૃગ મુગ્ધ અને તલ્લીન બની જાય છે.
'
(૧૪)0000000000000000 ( જિણધમો )
Page #32
--------------------------------------------------------------------------
________________
૮. ભગવાનનાં વચનો સૂત્રરૂપ હોય છે. એમાં શબ્દ ઓછા (થોડા) અને અર્થ વધારે હોય છે. ૯. ભગવાનનાં વચનોમાં પરસ્પર વિરોધ નથી હોતો. જેમ કે હિંસા પરમો થ' કહીને
પછી “વજ્ઞાર્થ પશa: સૃષ્ટ' અર્થાત્ પશુયજ્ઞના માટે જ બન્યા છે એવા પૂર્વાપર વિરોધી
વચન ભગવાન નથી બોલતા. ૧૦. ભગવાન એક પ્રસ્તુત પ્રકરણને પૂર્ણ કરીને પછી બીજાં પ્રકરણને શરૂ કરે છે. એક વાત
પૂરી થઈ નથી અને વચ્ચે બીજી વાત કરી દીધી, આવી ગરબડ નથી કરતા. એમનું
ભાષણ ક્રમબદ્ધ હોય છે. ૧૧. ભગવાન એવી સ્પષ્ટતા (ચોખવટ) કરીને ઉપદેશ આપે છે કે શ્રોતાઓને જરા પણ
સંશય (શંકા) ઉત્પન્ન થાય નહિ. ૧૨. મોટા-મોટા પંડિત પણ ભગવાનના વચનમાં જરા પણ દોષ નથી કાઢી શકતા. ૧૩. ભગવાનના વચન સાંભળતાં જ શ્રોતાઓના મન એકાગ્ર થઈ જાય છે. એમનાં વચનો
બધાંને મનોજ્ઞ લાગે છે. ૧૪. ખૂબ જ વિચક્ષણતા સાથે દેશ-કાળ અનુસાર બોલે છે. ૧૫. સાર્થક અને સંબંધિત વચનોથી અર્થનો વિસ્તાર તો કરે છે, પરંતુ સાથે વ્યર્થ અને
નિરર્થક વાતો કહીને સમય પૂરો કરતા નથી. ૧૬. જીવ વગેરે નવ પદાર્થોના સ્વરૂપને પ્રકાશિત કરનાર સાર-સાર વચન બોલે છે, નિસ્સાર
વચન નથી બોલતા. ૧૭. સાંસારિક ક્રિયાઓની નિસ્સાર વાતો (કહેવી જરૂરી ન હોય તો) સંક્ષેપમાં પૂરી કરી દે
છે અર્થાત્ એવાં પદોને સંક્ષેપમાં સમાપ્ત કરીને આગળનાં પદ કહે છે. ૧૮. ધર્મકથા એવા ખુલાસાથી કહે છે કે નાનામાં નાનું બાળક પણ સમજી જાય. ૧૯. પોતાની શ્લાઘા (પ્રશંસા) અને બીજાની નિંદા નથી કરતા. ૨૦. ભગવાનની વાણી દૂધ અને સાકરથી પણ વધુ મીઠી (મધુર) હોય છે. આ કારણે
શ્રોતાઓ ધર્મોપદેશ છોડીને જવા તૈયાર થતા નથી. ૨૧. કોઈની ગુપ્ત વાત પ્રગટ કરતાં મર્મવેદી વચનો નથી બોલતાં. ૨૨. કોઈની પણ યોગ્યતાથી વધુ ગુણ-વર્ણન કરીને ખુશામત નથી કરતા, પરંતુ વાસ્તવિક
યોગ્યતા અનુસાર ગુણોનું કથન કરે છે. ૨૩. ભગવાન એવો સાર્થક ધર્મોપદેશ કરે છે કે જેનાથી ઉપકાર અને આત્માર્થની સિદ્ધિ થાય. ૨૪. અર્થને છિન્ન-ભિન્ન (તોડી-મરોડીને) કરીને તુચ્છ બનાવતા નથી. ૨૫. વ્યાકરણના નિયમાનુસાર શુદ્ધ શબ્દોનો પ્રયોગ કરે છે. ૨૬. વધુ જોરથી પણ નહિ, ખૂબ ધીમેથી પણ નહિ અને ઝડપથી પણ નહિ, પરંતુ મધ્ય
ગતિ-રીતિથી વચન બોલે છે. ૨૭. પ્રભુની વાણી સાંભળીને શ્રોતા એવા પ્રભાવિત થાય છે અને બોલી ઊઠે છે કે -
“અહો ! ધન્ય છે પ્રભુની ઉપદેશ આપવાની શક્તિ ! ધન્ય છે પ્રભુની પ્રવચન શૈલી !” [ પંચ પદનો અર્થ
છે કે આ ૧૫)
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૮. ભગવાન હર્ષયુક્ત અને પ્રભાવપૂર્ણ શૈલીથી ઉપદેશ આપે છે. જેનાથી સાંભળનારના સામે
પ્રત્યક્ષ ચિત્ર ઉપસ્થિત થઈ જાય છે અને શ્રોતા એક વિશિષ્ટ રસમાં મગ્ન થઈ જાય છે. ૨૯. ભગવાન ધર્મકથા કરતાં-કરતાં વચ્ચે-વચ્ચે વિશ્રામ નથી લેતા, કોઈપણ પ્રકારના
વિલંબ કર્યા સિવાય ધારાપ્રવાહ ભાષણ કરે છે. ૩૦. સાંભળનારા પોતાના મનમાં પ્રશ્ન વિચારીને આવે છે, જેનું અહીં વગર પૂછે જ
સમાધાન થઈ જાય છે. ૩૧. ભગવાન પરસ્પર સાપેક્ષ વચન જ કહે છે, અને જે કહે છે તે શ્રોતાઓના હૃદયમાં
ઊતરી જાય છે. ૩૨. અર્થ, પદ, વર્ણ, વાક્ય - બધા સ્કુટ કહે છે, પરસ્પર ભેળસેળ કરીને બોલતા નથી. ૩૩. ભગવાન એવાં સાત્ત્વિક વચનો બોલે છે, જે ઓજસ્વી અને પ્રભાવશાળી હોય. ૩૪. પ્રસ્તુત અર્થની સિદ્ધિ થતાં જ બીજા અર્થનો પ્રારંભ કરે છે. અર્થાત્ એક કથનને દઢ
કરીને જ બીજું કથન કરે છે. ૩૫. ધર્મોપદેશ આપતાં-આપતાં ગમે તેટલો સમય વીતી જાય, ભગવાન ક્યારેય થાકતા
નથી, પણ એમ ને એમ નિરાયાસ રહે છે.* અરિહંત ભગવાન ૧૮ દોષો રહિત હોય છે
અરિહંત ભગવાન વીતરાગ અને સર્વજ્ઞ હોય છે. પહેલાં કહેવામાં આવ્યું છે કે ચાર ઘાતિ કર્મોનો નાશ થવાથી અહંત અવસ્થા પ્રગટ થાય છે. જે મહાન પુરુષ ચાર ઘાતિ કર્મોથી રહિત થઈ ચૂક્યા છે. એમની આત્મામાં કોઈપણ પ્રકારનો વિકાર કે દોષ રહી શકતો નથી. ઘાતિ કર્મ જ બધા પ્રકારના દોષોને ઉત્પન્ન કરે છે. મોહનીય વગેરે ઘાતિ કર્મોનો નાશ થઈ
સમવસરણ જે ક્ષેત્ર(ગામ,નગર વગેરે)માં અન્ય મતાવલંબી વધારે હોય છે અથવા શ્રોતાગણ વધારે આવે છે ત્યાં દેવતા સમવસરણની રચના કરે છે. સમવસરણની રચના આ પ્રમાણે કરવામાં આવે છે - સમવસરણની ચારે બાજુ ત્રણ કોટ હોય છે. પહેલો કોટ ચાંદીનો હોય છે અને એના પર સોનાનો ઘુમ્મટ હોય છે. આ કોટની અંદર ૧૩૦૦ ધનુષ્યનું અંતર છોડીને બીજો કોટ સોનાનો હોય છે. એના પર રત્નોના ઘુમ્મટ હોય છે. પછી એના અંદર ૧૩૦૦ ધનુષ્યનું અંતર છોડીને ચારો તરફ ઘેરાયેલો ત્રીજો કોટ હોય છે. આ ત્રીજો કોટ રત્નોનો હોય છે અને એના પર મણિ-રત્નોના જ ઘુમ્મટ હોય છે. આ કોટની વચ્ચે (મધ્યમાં) આઠ મહાપ્રતિહાર્યથી યુક્ત ભગવાન બિરાજમાન થઈને ધર્મોપદેશ આપે છે.
તીર્થકર ભગવાનથી ઈશાન ખૂણે શ્રાવક, શ્રાવિકાઓ અને વૈમાનિક દેવ બેસે છે. અગ્નિ ખૂણે સાધુ, સાધ્વી અને વૈમાનિક દેવોની દેવીઓને બેસવાની જગ્યા હોય છે. વાયવ્ય ખૂણામાં ભવનપતિદેવ, વાણવ્યું - તરદેવ અને જ્યોતિષીદેવી બેસે છે. નૈઋત્ય ખૂણામાં ભવનપતિઓની દેવીઓ, વાણવ્યંતર દેવોની દેવીઓ અને જ્યોતિષી- દેવોની દેવીઓ બેસે છે. આ રીતે બાર પ્રકારની પરિષદ જોડાય છે. કેટલાક આચાર્યોના કથનાનુસાર ચાર પ્રકારના દેવ, ચાર પ્રકારની દેવીઓ તથા મનુષ્ય, મનુષ્યની, તિર્યંચ એ તિર્યની - આ પ્રકારની બાર પરિષદ બેસે છે.
સમવસરણના પહેલા કોટમાં ચઢવા માટે ૧૦ હજાર સીડીઓ હોય છે. બીજા અને ત્રીજા કોટમાં ચઢવા માટે ૫-૫ હજાર સીડીઓ હોય છે. આ પ્રકારે કુલ ૨૦ હજાર સીડીઓ એક-એક હાથની ઊંચાઈ પર હોય છે. ચાર હાથનું એક ધનુષ્ય હોય છે અને ૨ હજાર ધનુષ્યનું એક ગાઉ હોય છે. આ હિસાબેસમવસરણ અઢી ગાઉ ઊચા હોય છે. પરંતુ તીર્થકર ભગવાનના અતિશયને કારણે તથા ચઢવાવાળાના ઉમંગને કારણે કોઈ ચઢવાવાળા થાકનો અનુભવ કરતા નથી. એવા દિગંબર - આમ્નાય'ના ગ્રંથમાં ઉલ્લેખ છે. ( ૧૬
ન જિણધમ્મો,
Page #34
--------------------------------------------------------------------------
________________
જવાથી આત્મા વિભાવ-પરિણતિનો ત્યાગ કરીને સ્વભાવ પરિણતિમાં જાય છે. એવી અવસ્થામાં આત્મા નિર્દોષ, નિરંજન, નિષ્કલંક અને નિર્વિકાર હોય છે. એટલે અરિહંત ભગવાનમાં દોષનો અંશ પણ રહેતો નથી. તેઓ સમસ્ત દોષોથી અતીત (દૂર) હોય છે, પરંતુ અહીં જે ૧૮ દોષોનો અભાવ બતાવવામાં આવ્યા છે તે ઉપલક્ષણ માત્ર છે. પરંતુ આ દોષોનો અભાવ પ્રગટ કરવાથી સમસ્ત દોષોનો અભાવ સમજી લેવો. જે આત્મામાં નીચે મુજબના ૧૮ દોષો નહિ હોય, એનામાં અન્ય દોષ પણ નહિ રહી શકતા :
(૧) મિથ્યાત્વઃ જે વસ્તુ જેવી છે એના પર એવી શ્રદ્ધા ન રાખતાં વિપરીત શ્રદ્ધા રાખવી મિથ્યાત્વનો દોષ ગણાય છે. અરિહંત ભગવાન ક્ષાયિક સમ્યકત્વને પ્રાપ્ત કરી ચૂકે છે. આ માટે મિથ્યાત્વ-દોષથી રહિત હોય છે.'
(૨) અજ્ઞાન : જ્ઞાન ન હોવું અથવા વિપરીત જ્ઞાન હોવું અજ્ઞાન કહેવાય છે. જ્ઞાન ન હોવાનું કારણ જ્ઞાનાવરણીય કર્મ છે અને વિપરીત જ્ઞાન હોવાનું કારણ મોહનીય કર્મ છે. અરિહંત ભગવાન આ કર્મોથી રહિત હોય છે. તેઓ કેવળજ્ઞાની હોવાથી સમસ્ત લોકાલોક તથા ચર-અચર પદાર્થોના યથાર્થ સ્વરૂપને જાણે છે.
(૩) મદ : પોતાના ગુણોનો ગર્વ (અભિમાન) હોવો મદ કહેવાય છે. મદ ત્યાં જ હોય છે જ્યાં અપૂર્ણતા હોય. અરિહંત બધા ગુણોથી સંપન્ન હોવાના કારણે મદ નથી કરતા. કહેવાયું પણ છે - “સંપૂશ્નો રતિ ' અર્થાત્ ગર્વ ન કરવો એ જ સંપૂર્ણતાની નિશાની છે.
(૪) ક્રોધ : ક્ષમાશૂર અરિહંત કહેવાય છે. તેઓ ક્ષમાના સાગર હોય છે. (૫) માયા : છપ-કપટને માયા કહે છે. અરિહંત અત્યંત સરળ સ્વભાવવાળા હોય છે.
(૬) લોભ ? ઇચ્છા યા તૃષ્ણાને લોભ કહે છે. અરિહંત ભગવાન પ્રાપ્ત થયેલી ઋદ્ધિનો પરિત્યાગ કરીને અણગાર અવસ્થા અંગીકાર કરે છે. એમને અતિશય વગેરેની મહાન ઋદ્ધિ પ્રાપ્ત થાય છે, છતાં પણ એની ઈચ્છા કરતા નથી. તેઓ અનંત સંતોષ સાગરમાં જ રમણ કરતા રહે છે.
(૭) રતિ : ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિથી થતી ખુશી “રતિ’ કહેવાય છે. અરિહંત અવેદી, અકષાયી અને વીતરાગી હોવાથી તલભર પણ રતિનો અનુભવ કરતા નથી. કારણ કે ભગવાનને કોઈ પણ વસ્તુ ઇષ્ટ નથી.
(૮) અરતિ ઃ અનિષ્ટ યા અમનોજ્ઞ વસ્તુના સંયોગથી થનારી અપ્રીતિ અરતિ કહેવાય છે. અરિહંત ભગવાન સમભાવી હોવાથી કોઈપણ દુઃખપ્રદ સંયોગથી દુઃખી થતા નથી.
(૯) નિદ્રા દર્શનાવરણ કર્મના ઉદયથી નિદ્રા આવે છે. એનો સર્વથા ક્ષય થઈ જવાના કારણે અરિહંત નિરંતર જાગૃત જ રહે છે.
(૧૦) શોક : ઈષ્ટ વસ્તુના વિયોગથી શોક થાય છે. અરિહંત ભગવાન માટે કોઈ ઈષ્ટ નથી અને કોઈપણ પરવસ્તુથી એમને સંયોગ પણ નથી, માટે વિયોગનો પ્રશ્ન જ નથી ઊઠતો અને એટલે જ એમને શોક નથી થતો. ૧. “પ્રવચન સારોદ્વારમાં મિથ્યાત્વના સ્થાન પર “માન' આપવામાં આવ્યો છે.
- પ્રવચન સારોદ્વાર દ્વાર-૪૧
[ પંચ પદનો અર્થ
છે ) TOOD
૧૦
Page #35
--------------------------------------------------------------------------
________________
(૧૧) અલીક ઃ જૂઠું બોલવું “અલીક' કહેવાય છે. અરિહંત સર્વથા નિઃસ્પૃહી હોવાથી ક્યારેય જરા પણ મિથ્યા ભાષણ કરતા નથી અને પોતાનું વચન પણ ક્યારેય પલટતા નથી. ભગવાન શુદ્ધ સત્યની જ પ્રરૂપણા કરે છે.
(૧૨) ચોર્ય માલિકની આજ્ઞા વિના કોઈ વસ્તુને ગ્રહણ કરવી એ ચોરી છે. અરિહંત નિરીહ હોવાના કારણે માલિકની આજ્ઞા વગર કોઈપણ પદાર્થને ક્યારેય ગ્રહણ કરતા નથી.
(૧૩) મત્સરતા ઃ બીજામાં કોઈ વસ્તુ યા ગુણની અધિકતા જોઈને થનારી ઈષ્યને મત્સરતા' કહે છે. અરિહંતથી વધારે ગુણધારક તો કોઈ હોતું નથી, અગર ગોશાલક સમાન ફિતુર (બળવો) કરીને કોઈ પોતાની પ્રતિષ્ઠા વધારવાનો પ્રયત્ન કરે છે, તો પણ અરિહંત ક્યારેય ઈષ્યભાવ ધારણ કરતા નથી.
(૧૪) ભય : અર્થાત્ ડર ! ભય સાત પ્રકારના હોય છે - (૧) ઈહલોકભય - મનુષ્યનો ભય, (૨) પરલોકભય - તિર્યંચ તથા દેવ વગેરેનો ભય, (૩) આદાનભય - ધન વગેરે સંબંધી ભય (૪) અકસ્માતભય - બાહ્ય નિમિત્ત વગર ગૃહાદિમાં સ્થિત રાત્રિ વગેરેનો ભય, (૫) વેદનાભય - પીડાથી થનાર ભય, (૬) મૃત્યુનો ભય, (૭) અપૂજા અશ્લાઘાનો ભય. અરિહંત ભગવાન ભય મોહનીયથી રહિત હોવાથી આ સાતેય ભયોથી મુક્ત (અતીત) છે. તેઓ કોઈ પણ પ્રકારના ભયથી ડરતા નથી.
(૧૫) હિંસા : ષષ્કાયના જીવોમાંથી કોઈનો ઘાત કરવો હિંસા છે. અરિહંત મહાદયાળુ હોય છે. તેઓ ત્રસ અને સ્થાવર બધા જીવોની હિંસાથી સર્વથા મુક્ત (નિવૃત્ત) હોય છે. સાથે મા હન” અર્થાત્ કોઈપણ જીવને ન મારો - એ ઉપદેશ આપીને બીજાને પણ હિંસાનો ત્યાગ કરવા સમજાવે છે. “સબૂવIની વરવહુયા પાવથઈ મવથી મુહિ' અર્થાત્ સમસ્ત જગતના જીવોની રક્ષારૂપ દયા માટે જ ભગવાને ઉપદેશ આપ્યો છે. જેવો “શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં ઉલ્લેખ છે. અરિહંત હિંસાના કૃત્યને સારો નથી માનતા.
(૧૬) પ્રેમ : અરિહંતમાં તન, સ્વજન તથા ધન વગેરે સંબંધી સ્નેહ નથી હોતો. તેઓ વંદક અને નિંદકમાં સમભાવ રાખે છે. એટલા માટે પોતાની પૂજા કરનારાઓ પર તુષ્ટ થઈ એમનું કાર્ય સિદ્ધ નથી કરતા અને નિંદા કરનારાઓ પર રુષ્ટ થઈને એને દુઃખી નથી કરતા.
(૧૭) ક્રીડા મોહનીય કર્મથી રહિત હોવાના કારણે અરિહંત બધા પ્રકારની ક્રીડાઓથી રહિત હોય છે. ગાવું, વગાડવું, રાસ રમવો, રોશની કરવી, મંડપ બનાવવો, ભોગ લગાવવો વગેરે ક્રિયાઓ કરીને ભગવાનને જે પ્રસન્ન કરવા માગે છે, તેઓ ખૂબ જ મોહમુગ્ધ છે.
(૧૮) હાસ્ય કોઈ અપૂર્વ-અભુત વસ્તુ કે ક્રિયા વગેરેને જોઈને હસવું આવે છે. સર્વજ્ઞ હોવાના કારણે અરિહંત માટે કોઈ વસ્તુ અપૂર્વ નથી, ગુપ્ત નથી. આ કારણે એમને ક્યારેય હસવું નથી આવતું.
અરિહંત ભગવાન આ ૧૮ દોષોથી રહિત હોય છે. આ ૧૮ દોષોમાં સમસ્ત દોષોનો સમાવેશ થઈ જાય છે. માટે અરિહંત ભગવાનને સમસ્ત દોષોથી રહિત, સર્વથા નિર્દોષ સમજવા જોઈએ. ( ૧૮
આજ
જિણધમો)
Page #36
--------------------------------------------------------------------------
________________
(તીર્થકરોની નામાવલી ) જંબૂઢીપ, ભરતક્ષેત્રના ભૂતકાલીન, વર્તમાનકાલીન અને ભવિષ્યકાલીન ત્રણેય - ચોવીસ તીર્થકરોનાં નામ નીચે આપેલાં છે.
જંબૂલીપ ભરતક્ષેત્રના ભૂતકાલીન ચોવીસ તીર્થકરો (૧) શ્રી કેવળજ્ઞાનીજી (૯) શ્રી દામોદરજી (૧૭) શ્રી અનિલનાથજી (૨) શ્રી નિર્વાણજી (૧૦) શ્રી સુતજજી (૧૮) શ્રી યશોધરજી (૩) શ્રી સાગરજી (૧૧) શ્રી સ્વામીનાથજી (૧૯) શ્રી કૃતાર્થજી (૪) શ્રી મહાયશજી (૧૨) શ્રી મુનિસુવ્રતજી (૨૦) શ્રી જિનેશ્વરજી (૫) શ્રી વિમલપ્રભજી (૧૩) શ્રી સમિતિજિનાજી (૨૧) શ્રી શુદ્ધમતિજી (૬) શ્રી સર્વાનુભૂતિજી (૧૪) શ્રી શિવગતજી (૨૨) શ્રી શિવશંકરજી (૭) શ્રી શ્રીધરજી (૧૫) શ્રી અસ્તાંગજી (૨૩) શ્રી અંદનનાથજી (૮) શ્રી શ્રીદરજી (૧૬) શ્રી નમીશ્વરજી (૨૪) શ્રી સંપ્રતિજી
જંબૂદ્વીપના ભરતક્ષેત્રના વર્તમાનકાળમાં થયેલા ૨૪ તીર્થકરોના ગણધર વગેરે
પરિવારનો કોઠો
(નકશો) પૃષ્ઠાંકિત
[ તીર્થકરોની નામાવલી 02699 2009 ૧૯)
તીર્થકરોની નામાવલ
Page #37
--------------------------------------------------------------------------
________________
જંબૂદ્વીપના ભરત ક્ષેત્રના વર્તમાનકાળ
ક્રમ | તીર્થકરનું
ગણધર|કેવળજ્ઞાની મન:પર્યાય] અવધિ
જ્ઞાની | જ્ઞાની
મુનિઓની સાથે ઉપવાસ કર્યા
સંખ્યા
નામ
૨૪૦૦
૨૦૩૦
| શ્રી ઋષભદેવ | ૮૪ | ૨૦૦૦૦ ૧૨૬૫૦ ૯૦૦૦.૪૭૫૦ ૧૦૦૦ | શ્રી અજિતનાથ ૯૦ ૨૦૦૦૦૧ ૨૫૦૦ ૯૪૦૦ ૩૨૭૦ ૧૦૦૦ | શ્રી સંભવનાથ |૧૦૨ / ૧૫૦૦૦/૧૨૧૫૦| ૯૬૦૦ ૨ ૧૫૦ | ૧૦૦૦
શ્રી અભિનંદન |૧૧૬૧૪૦૦૦ ૧૧૬૫૦ ૯૮૦૦ ૧૫૦૦ | ૧૦૦૦ શ્રી સુમતિનાથ ૧૦૦ | ૧૩૦૦૦/૧૦૪૫૦ ૧૧૦૦૦/ | ૧૦૦૦ શ્રી પદ્મપ્રભુ |૧૦૭ | ૧૨૦૦૦ ૧૦૩૦૦ ૧૦૦૦૦) ૨૩૦૦ ૩૦૮ શ્રી સુપાર્શ્વનાથ | ૯૫ ૧૧૦૦૦ ૯૧૫૦ ૯૦૦૦
૫૦૦ શ્રી ચંદ્રપ્રભ | ૯૩| ૧૦૦૦૦, ૮૦૦૦૮૦૦૦ ૨૦૦૦ ૧૦૦૦ શ્રી સુવિધિનાથી ૮૬ | ૭૫૦૦ ૭૫૦૦ ૮૪૦૦ ૧૫૦૦ ૧૦૦૦ શ્રી શીતલનાથ | ૮૩ | ૭૦૦૦, ૭૫૦૦ ૭૨૦૦ ૪૦૦ | ૧૦૦૦ શ્રી શ્રેયાંસનાથ | ૬૬ ૬૫૦૦| ૬૦૦૦) ૬૦૦૦ ૩૦૦) ૧૦૦૦ શ્રી વાસુપૂજ્ય | ૬૨ ૬૦૦૦ ૬૦૦૦ પ૪૦૦ ૧૨૦૦ ૬૦૦૦ શ્રી વિમલનાથ
૫૫00 ૫૫૦૦ ૪૮૦૦ ૧૧૦૦ ૬૦૦૦ શ્રી અનંતનાથ ૫૦૦૦) ૫૦૦૦ ૪૩૦૦ ૧૦૦૦ | ૭૦૦૦ શ્રી ધર્મનાથ | ૪૮ ૪૫૦૦ ૪૫૦૦ ૩૬૦૦ ૯૦૦ | ૧૦૮ શ્રી શાંતિનાથ ૯૦ ૪૩૦૦ ૪૦૦૦ ૩૦૦૦ ૯૩૦૦ | ૯૦૦ શ્રી કુંથુનાથ ૩૭ | ૩૨૩૨ ૮૧૦૦ ૯૧૦૦ ૬ ૭૦ | ૧૦૦૦
(૩૨૦૦) શ્રી અરનાથ
૨૮૦૦ ૨૫૫૧ ૨૬૦૦ ૬ ૧૦. ૧૦૦૦ શ્રી મલ્લિનાથ ૨૮] ૩૨૦૦ પ૭૦૦ ૫૯૦૦ પ૬૮ ૫૦૦ સાધુ
૫૦૦ સાધ્વી ૨૦| શ્રી મુનિસુવ્રત | ૧૮] ૧૮૦૦ ૧૫૦૦] ૧૮૦૦| ૫૦૦૧૦૦૦ મુનિ ૨૧| શ્રી નમિનાથ | ૧૭, ૧૬૦૦ ૧૨૬૦ ૩૯૦૦. ૪૫૦ | ૧૦૦૦ મુનિ ૨૨. શ્રી અરિષ્ટનેમિ ૧૮| ૧૫૦૦ ૧૦૦૦ ૧૫૦૦ ૪૦૦| ૫૩૬ મુનિ સાથે ૨૩ શ્રી પાર્શ્વનાથ | ૮ | ૧૦૦૦| ૭૫૦ ૧૪૦૦ ૩૫૦ ૨૪] શ્રી મહાવીર | ૧૧ | ૭૦૦' ૫૦૦] ૧૩૦૦| ૩૦૦ | ( ૨૦ ) છે , જે આ જે જિણધો]
ઠ ક દ ર લ ટ ટ 8 ૦ ૦ ૦ ૦ ૦ -
UR
R A
Page #38
--------------------------------------------------------------------------
________________
કાળમાં થયેલા ૨૪ તીર્થકરોના ગણધર વગેરે પરિવારનું કોષ્ટક (નક્શો)
સાધુ
સાધ્વી
શ્રાવક
શ્રાવિકા
વૈક્રિય લબ્ધિચાર
ચર્ચાવાદી વિજય
૧ ૨ ૬૫૦
૨૦૬૦૦ ૨૦૪૦૦ ૧૯૮૦) ૧૯૦૦૦ ૧૮૪૦૦ ૧૬ ૮00 ૧૫૩00 ૧૪૦૦૦ ૧ ૩૦૦૦
૧ ૨૪૦૦ ૧ ૨૦૦૦ ૧૧૦૦૦ ૧૦૬પ૦
૯૬૦૦ ૮૬૦૦
૧ ૨૦૦૦
૮૪૦૦૦ | ૩૦૦૦૦૦ ૩૦૫૦૦૦ ૧૦૦૦૦૦ | ૩૩૦૦૦૦ ૨૯૮૦૦૦ ૨૦૦૦૦૦ ૩૩૬૦૦૦ | ૨૯૩૦૦૦ ૩૦૦૦૦૦ ૬ ૩૦૦૦૦ ૨૮૮૦૦૦ ૩૨૦૦૦૦ | પ૩૦૦૦૦ ૨૮૧૦૦૦ ૩૩૦૦૦૦] ૪ ૨૦૦૦૦ ૨૭૬૦૦૦ ૩૦૦૦૦૦ ૪૩0000 ૨૫૭૦૦૦ ૨૫૦૦૦૦] ૩૮૦૦૦૦ ૨૫૦૦૦૦ ૨૦૦૦૦૦] ૧૨૦૦૦૦ ૨૨૯૦૦૦ ૧૦૦૦૦૦| ૧૦૦૦૦૦ ૨૮૯૦૦૦ ૮૪૦૦૦ | ૧૦૩૦૦૦ | ૨૭૯૦૦૦ ૭૨૦૦૦ | ૧૦૦૦૦૦ ૨ ૧૫૦૦૦ ૬૮૦૦૦ ૧૦૦૮૦૦ | ૨૦૮૦૦૦ ૬૬000 ૬ ૨૦૦૦ ૨૦૬૦૦૦ ૬૪૦૦૦ ૬ ૨૪૦૦ ૨૦૪૦૦૦ ૬ ૨૦૦૦ ૬ ૧૬૦૦ ૨૯૦૦૦૦ ૬0000 ૬૦૬૦૦ ૧૭૯૦૦૦ ૫૦૦૦૦ ૬૦૦૦૦ ૧૮૪૦૦૦ ૪૦૦૦૦ પપ૦૦૦ ૧૮૩૦૦૦
૭૬૦૦ ૬૦૦૦ પ૮૦૦ ૫૦૦૦ ૪૭૦૦ ૩ ૨૦૦ ૩૨૦૦ ૨૮૦૦
પપ૪૦૦૦ ૫૪૫૦૦૦ ૬૩૬૦૦૦ ૫૨૭૦૦૦ ૫૧૬૦૦૦ ૫૦૫૦૦૦ ૪૯૩૦૦૦ ૪૯૧૦૦૦ ૪૭૧૦૦૦ ૪૫૮૦૦૦ ૪૪૮૦૦૦ ૪૩૬૦૦૦ ૪ ૨૪000 ૪૧૪૦૦૦ ૪૧૩૦૦૦ ૩૯૩૦૦૦ ૩૮૧૦૦૦ ૩૭૨૦૦૦ ૩૭0000
૧૧૦૦૦
૧0000
૯૦૦૦ ૮૦૦૦
૭૦૦૦
૬૦૦૦
૨૪૦૦
૫ ૧00
૭૩૦૦ ૨૯૦૦
૨૦00 ૧૬૦૦ ૧૪00
૨૦૦૦ ૧ ૨૦૦ ૫૦૦૦ ૧૦૦૦ ૧૫૦૦ ૮૦૦ ૧૧૦૦ ૬૦૦
૭૦૦ ૪૦૦ દૂ તીર્થકરોની નામાવલી
૩૦૦૦૦ પ0000 | ૧૭૨૦૦૦ ૩૫૦૦૦૦ ૨૦૦૦૦ ૪૧૦૦૦ ૧૭૦૦૦૦ ૩૪૮૦૦૦ ૧૮૦૦૦ ૪૦૦૦૦ ૧૬૯૦૦૦ ૩૩૬૦૦૦ ૧૬૦૦૦ ૩૮૦૦૦ ૧૬૪૦૦૦ ૩૨૭૦૦૦ ૧૪૦૦૦| ૩૬૦૦૦ | ૧૫૯૦૦૦ | ૩૧૮૦૦૦ રીતે
જ ૨૧)
૨૧
Page #39
--------------------------------------------------------------------------
________________
ક્રમ
નામ
પૂર્વજન્મનું | દેવલોકનું
દેવલોક
વ્યવન
વ્યવન
સંખ્યા]
નામ
નામ
આયુષ્ય
નક્ષત્ર
તિથિ
૧ | શ્રી ઋષભદેવ
વજનાભ
૩૩ સાગરોપમ
સર્વાર્થસિદ્ધ વિમાન
| ઉત્તરાષાઢા, અષાઢ વદ
ચૌદશ રોહિણી | | વૈશાખ સુદ
તેરસ
૨
શ્રી અજિતનાથ
વિમલવાહન | વિજય વિમાન
રાજા
૩૩ સાગરોપમ
૩ | શ્રી સંભવનાથ
વિપુલવાહન
નવમો દેવલોક | ૨૬ સાગરોપમ (સાતમો ગ્રેવેયક)
મૃગશિરા | ફાગણ સુદ
આઠમ
૪
શ્રી અભિનંદન
ચોથ
૫
શ્રી સુમતિનાથ
| મહાબલ રાજા | વિજય વિમાન | ૩૩ સાગરોપમ | અભિજીત | | વૈશાખ સુદ
(૩ર સાગરોપમ) પુરુષસિંહ | વૈજયંત વિમાન | ૩૩ સાગરોપમ મધા મહા સુદ (વિજય વિમાન) (૩૨ સાગરોપમ)
બીજ અપરાજિત નવમો ગ્રેવેયક ૩૧ સાગરોપમ ચિત્રા નક્ષત્ર મહા વદ રાજા
છઠ્ઠ
૬ | શ્રી પદ્મપ્રભુ
૭ શ્રી સુપાર્શ્વનાથ | | નંદીસણ રાજા, છઠ્ઠો ગ્રેવેયક | ૨૮ સાગરોપમ
અનુરાધા ભાદરવા વદ
આઠમ
શ્રી ચંદ્રપ્રભ
૯ શ્રી સુવિધિનાથ
પદ્મ રાજા વૈજયંત વિમાન ૩૩ સાગરોપમ | અનુરાધા | ચૈત્ર વદ (વિજય વિમાન)| (૩૨ સાગરોપમ)
પાંચમ મહાપર્મ | વૈજયંત વિમાન | ૩૩ સાગરોપમ | મૂલ ! ફાગણ વદ
રાજા (નવ દેવલોક) | (૧૬ સાગરોપમ) પશ્નોત્તર પ્રાણત કલ્પ ૨૦ સાગરોપમ પૂર્વાષાઢા | વૈશાખ વદ
નોમ
૧૦ શ્રી શીતલનાથ
રાજા
છ%
૧૧ શ્રી શ્રેયાંસનાથ | નલિની ગુલ્મ
શ્રવણ
જેઠ વદ
મહાશુક્ર (અય્યત).
છઠ્ઠ
૧૭ સાગરોપમ (ઉત્કૃષ્ટ આયુ) (૨૨ સાગરોપમ) ૨૦ સાગરોપમ (ઉત્કૃષ્ટ આયુ)
૧૨ | શ્રી વાસુપૂજ્ય | પોત્તર
પ્રાણત
શતભિષા, જેઠ સુદ
નોમ
રાજા
(૨) OOOOOOOOOOOOOOO જિણધમો
Page #40
--------------------------------------------------------------------------
________________
જન્મ
જન્મતિથિ
પિતાનું
માતાનું
નગરી
આયુષ્ય
નક્ષત્ર
નામ
નામ
ઉત્તરાષાઢા
નાભિ રાજા
ચૈત્ર વદ આઠમ
મરુદેવી
વિનીતા | ૮૪ લાખ પૂર્વ
રોહિણી
જિતશત્રુ
વિજયા દેવી | વિનીતા | ૭૨ લાખ પૂર્વ
મહા સુદ આઠમ
મૃગશિરા
માગસર સુદ | જિતારિ રાજા ચૌદશ
સેના દેવી
શ્રાવસ્તી | ૬૦ લાખ પૂર્વ
અભિજીત
મહા સુદ બીજ | સંવર રાજા સિદ્ધાર્થા રાણી અયોધ્યા | ૫૦ લાખ પૂર્વ
(સિદ્ધાર્થ રાણી) વૈશાખ સુદ | મેઘરથ રાજા | મંગલા | વિનીતા | ૫૦ લાખ પૂર્વ આઠમ
રાણી
મધા
ચિત્રા
કારતક વદ
તેરસ
સુસીમા રાણી કૌશામ્બી | ૩૦ લાખ પૂર્વ
ધ૨ રાજા (શ્રીધર રાજા)
વિશાખા
જેઠ સુદ તેરસ
પ્રતિષ્ઠ રાજા | પૃથ્વી રાણી | વારાણસી | ૨૦ લાખ પૂર્વ (પ્રતિષ્ઠસેન રાજા)
અનુરાધા
પોષ વદ તેરસ | | મહાસેન રાજા
લક્ષ્મણા રાણી
ચંદ્રાનના | ૧૦ લાખ પૂર્વ (ચંદ્રપુરી)
મૂલ
સુગ્રીવ રાજા
રામા રાણી
કાકન્દી |
૨ લાખ પૂર્વ
માગસર વદ
આઠમ
પૂર્વાષાઢા
દઢરથ રાજા
મહા વદ બારસ
નંદા રાણી | ભદ્દિલપુર |
૧ લાખ પૂર્વ
શ્રવણ
ફાગણ વદ બારસ
વિષ્ણુ રાજા | વિષ્ણુ દેવી | સિંહપુર | ૮૪ લાખ વર્ષ
વરુણ
જયા રાણી | ચંપા નગરી | ૭૨ લાખ વર્ષ
ફાગણ વદ ચૌદશ
વસુપૂજ્ય રાજા (વસુરાજા)
[ તીર્થકરોની નામાવલી
આ
જ ૨૩]
Page #41
--------------------------------------------------------------------------
________________
ચ્યવન
ચ્યવન
ક્રમ નામ | પૂર્વજન્મનું | દેવલોકનું | દેવલોક સંખ્યા
નામ નામ
આયુષ્ય ૧૩ | શ્રી વિમલનાથ | પદ્મસેન રાજા સહસાર | ૧૮ સાગરોપમ
નક્ષત્ર
તિથિ
ઉત્તરા | વૈશાખ સુદ ભાદ્રપદ બારસ
૧૪ | શ્રી અનંતનાથ | પમરથ રાજા
પ્રાણત
૨૦ સાગરોપમ
રેવતી
શ્રાવણ વદ સાતમ
૧૫ | શ્રી ધર્મનાથ
દઢરથ રાજા
૩૨ સાગરોપમ
વૈજયંત (વિજય)
પુષ્ય | વૈશાખ સુદ
સાતમ
૧૬ | શ્રી શાંતિનાથ
મેઘરથ રાજા
સર્વાર્થસિદ્ધ
૩૩ સાગરોપમ
| ભરણી
ભાદરવા વદ
સાતમ
૧૭
શ્રી કુંથુનાથ
સિંહાવહ રાજા
સર્વાર્થસિદ્ધ
૩૩ સાગરોપમ | કૃતિકા
શ્રાવણ વદ
નોમ
શ્રી અરનાથ | ધનપતિ રાજા
રેવતી | ફાગણ સુદ
નવમો ગ્રેવેયક | ૩૧ સાગરોપમ મતાંતરમાં સર્વાર્થ | મતાંતરમાં સિદ્ધ વિમાન ૩૩ સાગરોપમ
બીજ
૧૯ | મલિનાથ
મહાબલ રાજા
વૈજયન્ત
૩૨ સાગરોપમ | અશ્વિની | ફાગણ સુદ
ચોથ
શ્રવણ
શ્રાવણ
પૂનમ
૨૦| શ્રી મુનિસુવ્રત | સુશ્રેિષ્ઠ રાજા | પ્રાણતકલ્પ ૨૦ સાગરોપમાં
મતાંતરમાં | મતાંતરમાં
અપરાજિત વિમાન ૩૨ સાગરોપમ ૨૧ | શ્રી નેમિનાથ | સિદ્ધાર્થ રાજા અપરાજિત ૩૨ સાગરોપમ
વિમાન
અશ્વિની | આસો સુદ
પૂનમ
૨૨ શ્રી અરિષ્ટનેમિ | શંખ રાજા |
અપરાજિત વિમાન
૩૨ સાગરોપમ
ચિત્રા
કારતર વદ બારસ
પ્રાણતકલ્પ
૨૩ | શ્રી પારસનાથ | સુવર્ણબાહુ
રાજા
૨૦ સાગરોપમ
વિશાખા
ચૈત્ર વદ
ચોથ
શ્રી મહાવીર
નંદન મુનિ
પ્રાણત દેવલોક
૨૦ સાગરોપમ | ઉત્તરાષાઢા | અષાઢ સુદ
છ6
(૨૪)OOOOOOOOOOOOOOOX જિણધો]
Page #42
--------------------------------------------------------------------------
________________
જન્મ
નગરી
આયુષ્ય
જન્મ તિથિ
પિતાનું નામ
માતાનું નામ
નક્ષત્ર
શ્યામા દેવી
કાંડિલ્ય | ૬૦ લાખ વર્ષ
પદ
રાણી
ઉત્તરાભાદ્ર | મહા સુદ ત્રીજ | કૃતવર્મા રાજા
(કૃતભાનુ રાજા). પુષ્ય
વિશાખ વદ (સિંહસેન રાજા
તેરસ (શંખ રાજા).
સુયશા રાણી
અયોધ્યા
૩૦ લાખ વર્ષ
પુષ્ય
ભાનુ રાજા
સુવ્રતા રાણી
રત્નપુર
મહા સુદ ત્રીજ
૧૦ લાખ વર્ષ
ભરણી
જેઠ વદ તેરસ
વિશ્વસેન રાજા
| અચિરા (અચલા) હસ્તિનાપુર | ૧ લાખ વર્ષ
કૃતિકા
સૂર રાજા
વૈશાખ વદ ચૌદશ
શ્રીદેવી રાણી | હસ્તિનાપુર | ૯૫ હજાર વર્ષ
રેવતી
સુદર્શન રાજા
| મહાદેવી રાણી | હસ્તિનાપુર | ૮૪ હજાર વર્ષ
મહા સુદ દસમ
અશ્વિની
કુંભ રાજા |
પ્રભાવતી
મહા સુદ અગિયારશ
પ૫ હજાર વર્ષ
શ્રવણ
જેઠ વદ
સુમિત્ર રાજા
પદ્માવતી
રાજગૃહ
૩૦ હજાર વર્ષ
આઠમ
રાણી
અશ્વિની
વિજય રાજા
વપ્રા રાણી
મિથિલા
૧૦ હજાર વર્ષ
શ્રાવણ વદ આઠમ
ચિત્રા
સમુદ્રવિજય
શિવાદેવી રાણી |
૧ હજાર વર્ષ
શ્રાવણ સુદ પાંચમ
રાજા
અનુરાધા
અશ્વસેન
વામા દેવી
વારાણસી | ૧૦૦ વર્ષ
પોષ વદ દસમા
રાજા
ઉત્તરાષાઢા
૭૨ વર્ષ
ચૈત્ર સુદ તેરસ
સિદ્ધાર્થ ત્રિશલાદેવી ક્ષત્રિયકુંડનગર રાજા
રાણી 0.000
દૂ તીર્થકરોની નામાવલી
૨૫]
Page #43
--------------------------------------------------------------------------
________________
ક્રમ
નામ
કુમાર વય| રાજ પદ
ધનુષ |
વર્ણ લક્ષણ દીક્ષા શિવિકા તથા (ચિહ્ન)
ઉધાન (બગીચો)
સંખ્યા
૧ | શ્રી ઋષભદેવ | ૨૦ લાખ | ૬૩ લાખ | ૫૦૦ ધનુષ | સુવર્ણ | વૃષભ| સુદર્શન શિવિકા તથા પૂર્વ | પૂર્વ
સિદ્ધાર્થ નામનો ઉદ્યાન ૨ શ્રી અજિતનાથ ૧૮ લાખ | પ૩ લાખ | ૪૫૦ ધનુષ | સુવર્ણ | ગજ | સુપ્રભા શિવિકા તથા પૂર્વ | પૂર્વ
સહસ્ત્રાપ્ર વન ઉદ્યાન ૩ | શ્રી સંભવનાથ ૧૫ લાખ | ૪૪ લાખ | ૪૦૦ ધનુષ | સુવર્ણ | અશ્વી સિદ્ધાર્થી શિવિકા તથા પૂર્વ | પૂર્વ
સહસ્ત્રાગ્ર વન ઉદ્યાન ૪ | શ્રી અભિનંદન ૧ર લાખ| ૩૬ll લાખ ૩૫૦ ધનુષ | સુવર્ણ | વાનર અર્થસિદ્ધ શિવિકા તથા પૂર્વ | પૂર્વ
સહસ્સામ્ર વન ઉદ્યાન
૫ શ્રી સુમતિનાથ ૧૦ લાખ | ૨૬ લાખ | ૩૦૦ ધનુષ | સુવર્ણ ચપક્ષી અભયકરા શિવિકા તથા
સહસ્રામ વન ઉદ્યાન
પૂર્વ
૬ | શ્રી પદ્મપ્રભુ | l લાખ | ૨૧ લાખ| ૨૫૦ ધનુષ | પદ્મ | પદ્મ | સુખકારી શિવિકા તથા
(લાલ)
સહામ્ર વન ઉદ્યાન
૭ શ્રી સુપાર્શ્વનાથ પ લાખ | ૧૪ લાખ | ૨૦૦ ધનુષ | સુવર્ણ સ્વસ્તિક મનોહરા શિવિકા તથા પૂર્વ
સહસ્ત્રાગ્ર વન ઉદ્યાન
| શ્રી ચંદ્રપ્રભ | રા લાખ | l લાખ | ૧૫૦ ધનુષ | શ્વેત | ચંદ્ર | મનોરમા શિવિકા તથા પૂર્વ | પૂર્વ | (સફેદ)
સહસ્સામ્ર વન ઉદ્યાન ૯ શ્રી સુવિધિનાથ વા લાખ | લાખ પૂર્વ | ૧૦૦ ધનુષ | શ્વેત | મગર | સૂરપ્રભા શિવિકા તથા ૧ લાખ પૂર્વ
સહસ્ત્રાપ્ર વન ઉદ્યાન ૧૦ શ્રી શીતલનાથ ૨૫ હજાર | ૫૦ હજાર | ૯૦ ધનુષ | સુવર્ણ શ્રી વત્સ ચંદ્રપ્રભા શિવિકા તથા
| પૂર્વ પૂર્વ | પૂર્વ પૂવર્
સહસ્સામ્ર વન ઉદ્યાન ૧૧ શ્રી શ્રેયાંસનાથ ૨૧ લાખ પૂર્વ (કર લાખ પૂ૮૦ ધનુષ | સુવર્ણ | ગેંડો | વિમલપ્રભા શિવિકા (૨૧ લાખ વર્ષ)|(૪૨ લાખવષ)
તથા સહસ્ત્રાગ્ર વન ઉદ્યાન ૧૨| શ્રી વાસુપૂજ્ય ૧૮ લાખ પૂર્વ | નથી | ૭૦ ધનુષ | લાલ | મહિષા પૃથ્વી શિવિકા તથા (૧૮ લાખ વર્ષ)
વિહાર ગ્રહ ઉદ્યાન (૨૬)
જિણધામો)
Page #44
--------------------------------------------------------------------------
________________
દીક્ષાતિથિ
ચૈત્ર વદ
આઠમ
મહા સુદ
નોમ
માગસર સુદ
પૂનમ
મહા સુદ
બારસ
વૈશાખ સુદ નોમ
કારતક વદ
તેરસ
જેઠ સુદ તેરસ
પોષ વદ
તેરસ
મહા વદ
બારસ
ફાગણ વદ તેરસ
કેટલા સાથે
દીક્ષા લીધી
૪ હજાર રાજાઓ
સાથે
ફાગણ વદ
અમાસ
૧ હજાર રાજાઓ
સાથે
૧ હજાર રાજાઓ
સાથે
૧ હજાર રાજાઓ
સાથે
૧ હજાર રાજાઓ સાથે
૧ હજાર રાજાઓ
સાથે
માગસર વદ |૧ હજાર રાજાઓ
આઠમ
સાથે
૧ હજાર રાજાઓ
સાથે
૧ હજાર રાજાઓ સાથે
૧ હજાર રાજાઓ સાથે
૧ હજાર રાજાઓ
સાથે
૬૦૦ રાજાઓ
સાથે
તીર્થંકરોની નામાવલી
છદ્મસ્થ
૧ હજાર વર્ષ | ઉત્તરાષાઢા ફાગણ વદ
અગિયારસ
૧૨ વર્ષ
૧૪ વર્ષ
૧૮ વર્ષ
૨૦ વર્ષ
છ મહિના
૯ મહિના
કેવળજ્ઞાન કેવળજ્ઞાન
નક્ષત્ર તિથિ
૩ મહિના
(૬ મહિના)
૪ મહિના
રોહિણી
મૃગશિરા
અભિજીત
મા
ચિત્રા
વિશાખા
અનુરાધા
મૂલ
૩ મહિના | પૂર્વાષાઢા
૨ મહિના શ્રવણ
૧ મહિનો | શતભિષા
પોષ સુદ
અગિયારસ
કારતક વદ
પાંચમ
પોષ સુદ
ચૌદશ
ચૈત્ર સુદ
અગિયારસ
ચૈત્ર સુદ
પૂનમ
ફાગણ વદ
છઠ્ઠ
ફાગણ વદ
સાતમ
કારતક સુદ
ત્રીજ
પોષ વદ
ચૌદશ
મહા વદ
અમાસ
મહા સુદ
બીજ
પ્રથમ
ગણઘર
ઋષભસેન
સિંહસેનજી
ચારુ
વજનાભ
ચમર
સુવ્રત
વિદર્ભ
દત્ત
(દીનકરણ)
વરાહ
આનંદ
ગોશુભ
(ગૌતમ)
સૂક્ષ્મ
(સોમજી)
શાસનદેવ
ગોમુખ
મહાયક્ષ
ત્રિભુજ
યક્ષેશ્વર
ડંબરુ
કુસુમ
માતંગ
વિજય
અજીત
બ્રહ્મ
ઈશ્વર
(મનુજ)
કુમાર
૨૦
Page #45
--------------------------------------------------------------------------
________________
નામ
ક્રમ સંખ્યા
કમાર વય રાજ પદવી | ધનુષ | વર્ણ | લક્ષણ | દીક્ષા શિવિકા તથા
(ચિહ્ન)
ઉધાન (બગીચો)
વર્ષ
૧૩ શ્રી વિમલનાથ | ૧૫ લાખ ૩૦ લાખ ૬૦ ધનુષ સુવર્ણ સૂર દેવદત્તા શિવિકા તથા
સહસ્ત્રાપ્ર વન ઉદ્યાન ૧૪ શ્રી અનંતનાથ છ લાખ | ૧૫ લાખ | ૫૦ ધનુષ | સુવર્ણ | સિંચાણ સાગરદત્તા શિવિકા તથા
વર્ષ - | (બાજ)
સહસ્સામ્ર વન ઉદ્યાન ૧૫ | શ્રી ધર્મનાથ | રાા લાખ | ૫ લાખ ૪૫ ધનુષ | સુવર્ણ, વજ નાગદત્તા શિવિકા તથા વર્ષ
વપ્રકાંચન ઉદ્યાન
વર્ષ
વર્ષ
વર્ષ
૨૫ હૃજાર વર્ષ ૧૬ | શ્રી શાંતિનાથ ૨૫ હજાર | મંડલીક રાજા | ૪૦ ધનુષ | સુવર્ણ મૃગાંક સર્વાર્થ શિવિકા તથા
૨૫ હજાર વર્ષ ચક્રવર્તી પદવી
(મૃગ) સહસ્સામ્ર વન ઉદ્યાન ૨alllહજાર, ૧૭ શ્રી કુંથુનાથ | ૨૩. વર્ષ રાજ પદવી ૩પ ધનુષી સુવર્ણ | બકરી | વિજયા શિવિકા તથા
લાખ વર્ષ ૨૩ હજાર
સહસ્રામ વન ઉદ્યાન વર્ષ ચકવર્તી પદવી
૨૧ હજાર વર્ષ ૧૮ | શ્રી અરનાથ ૨૧ હજાર | | મંડલીક રાજા | ૩૦ ધનુષ | સુવર્ણ, નંદાવર્ત | વૈજયંતી શિવિકા તથા
વર્ષ ૨૧ હજાર વર્ષ
સહસ્સામ્ર વન ઉદ્યાન ચક્રવર્તી પદવી
૧૯ શ્રી મલ્લિનાથ ૧૦૦ વર્ષ
૨૫ ધનુષ | લીલો કુંભ
જયંતી શિવિકા તથા સહસ્સામ્ર વન ઉદ્યાન
વર્ષ
વર્ષ
વર્ષ
વર્ષ
૨૦ શ્રી મુનિસુવ્રત |શી હજાર | ૧૫ હજાર | ૨૦ ધનુષ | શ્યામ કૂર્મ અપરાજિત શિવિકા
તથા નીલ ગુહા ઉદ્યાન ૨૧ | શ્રી નમિનાથ |રા હજાર | ૫ હજાર | ૧૫ ધનુષ | સુવર્ણ નીલકમલ દેવગુરુ શિવિકા તથા
સહસ્સામ્ર વન ઉદ્યાન ૨૨ શ્રી અરિષ્ટનેમિ| 300 વર્ષ
૧૦ ધનુષ | પૃષ્ણ | શંખ | ઉત્તરકુરુ શિવિકા તથા
સહસ્રામ વન ઉદ્યાન ૨૩ શ્રી પારસનાથ | ૩૦ વર્ષ
૯ હસ્ત | આસમાની) સાપ વિશાલા શિવિકા તથા
આશ્રમપદ ઉદ્યાન
૨૪ | શ્રી મહાવીર | ૩૦ વર્ષ
૭ હસ્ત | સુવર્ણ સિંહ | ચંદ્રપ્રભા શિવિકા તથા
જ્ઞાત ખંડ ઉદ્યાન
( ૨૮
જિણધમો)
Page #46
--------------------------------------------------------------------------
________________
દીક્ષાતિથિ કેટલા સાથે છમસ્થ | કેવળજ્ઞાન કેવળજ્ઞાન પ્રથમ શાસનદેવ દીક્ષા લીધી
નક્ષત્ર | તિથિ | ગણધર - મહા સુદ ૧ હજાર રાજાઓ ૨ વર્ષ મતાંતર | ઉત્તરાભાદ્રા | પોષ સુદ | મંદર |ષણભુજ ચોથ | સાથે
૨ મહિના - પદ - છઠ્ઠ | મહેન્દ્રજી) વૈશાખ વદ | ૧ હજાર રાજાઓ | ૩ વર્ષ મતાંતર | રેવતી | વૈશાખ વદ | યશ | પાતાળ ચૌદશ સાથે ૩ મહિના
ચૌદશ મહા સુદ ૧ હજાર રાજાઓ | ૨ વર્ષ મતાંતર .. પોષ સુદ | અરિષ્ટ | કિન્નર તેરસ
૨ મહિના
પૂનમ
૧મતાંતર | પુણ્ય
સાથે
ભરણી
ગરુડ
જેઠ વદ ચૌદશ
૧ હજાર રાજાઓ | ૧ વર્ષ મતાંતર
સાથે ૧ મહિનો
પોષ સુદ | ચક્રાયુદ્ધ | નોમ [(ચમ્મુજી)
વૈશાખ વદ પાંચમ
૧ હજાર રાજાઓ
સાથે
કૃતિકા
૧૬ વર્ષ મતાંતર ૧૬ મહિના
ચૈત્ર સુદ | સ્વયંભૂ, ગંધર્વ ત્રીજા
મહા સુદ અગિયારસ
૧ હજાર રાજાઓ | ૩ વર્ષ મતાંતર સાથે
૯ મહિના
રેવતી
કારતક સુદ | કુંભ | પભુજ બારસ
માગસર સુદ | ૧ હજાર પુરુષ અગિયારસ | ૩૦૦ સ્ત્રીઓ સાથે
૧ પ્રહર ઝાઝેરી
અશ્વિની માગસર સુદ, ભિષક | કુબેર
અગિયારસ (અભિક્ષક) શ્રવણ | ફાગણ વદ | ઇન્દ્ર | વરુણ
બારસ
મહા સુદ બારસ
૧ હજાર રાજાઓ
સાથે
૧૧ મહિના
૯ મહિના
અશ્વિની
અષાઢ વદ નોમ
૧ હજાર રાજાઓ
સાથે
માગસર સુદ| કુંભ | ભૃકુટી અગિયારસ આસો વદ | વરદત્ત | ગોમેધ અમાસ
શ્રાવણ સુદ
૧ હજાર રાજાઓ
૫૪ દિવસ
ચિત્રા
સાથે
ચૈત્ર વદ | આર્યદત્ત પાર્થ
પોષ વદ અગિયારસ
૩૦૦ રાજાઓ | ૮૪ દિવસ મતાંતર વિશાખા
સાથે ૮૩ દિવસ
ચોથ
એકલાએ
ઉત્તરાષાઢા
માગસર વદ દશમ
૧ર વર્ષ ૧૫ દિવસ
વૈશાખ | ઇન્દ્રભૂતિ માતંગા સુદ દશમ
K તીર્થકરોની નામાવલી
તીર્થકરોની નામાવલી
૨૯
Page #47
--------------------------------------------------------------------------
________________
ક્રમ
નામ
નામ
|શાસનદેવી
અંતરમાન
દીક્ષા | |નિર્વાણ તિથિ પર્યાય
શ્રી ઋષભદેવ
| ચક્રેશ્વરી
| ૧ લાખ પૂર્વ
મહા વદ તેરસ
૨ | શ્રી અજિતનાથ | અજિત બલા | ૧ લાખ પૂર્વ
ચૈત્ર સુદ - પાંચમ
૫૦ લાખ કોટિ સાગરોપમ
શ્રી સંભવનાથ | દુરિતારિ
૧ લાખ પૂર્વ
ચૈત્ર સુદ પાંચમ
૩૦ લાખ કોટિ સાગરોપમ
૪ | શ્રી અભિનંદન
કાલિકા
૧ લાખ પૂર્વ | વૈશાખ સુદ
આઠમ
૧૦ લાખ કરોડ સાગરોપમાં
૫ | શ્રી સુમતિનાથ
મહાકાલી | ૧ લાખ પૂર્વ
| ચૈત્ર સુદ
૯ લાખ કોટિ સાગરોપમ
નોમ
શ્રી પદ્મપ્રભુ | અય્યતા | ૧ લાખ પૂર્વ
માગસર વદ | ૯૦૦૦ કોટિ સાગરોપમ અગિયારસ | (૯૦૦૦૦ કોટિ સાગરોપમ)
શ્રી સુપાર્શ્વનાથ
શાંતા
| ૧ લાખ પૂર્વ
૯૦૦૦ કરોડ સાગરોપમ
ફાગણ વદ સાતમ
શ્રી ચંદ્રપ્રભ
ભૃકુટી
૧ લાખ પૂર્વ
ભાદરવા વદ
| ૯૦૦ કોટિ સાગરોપમ
સાતમ
૯ | શ્રી સુવિધિનાથ | સુતારા | ૧ લાખ પૂર્વ
(Oil લાખ પૂર્વ) | ૧૦ | શ્રી શીતલનાથ | અશોકા | ૨૫ હજાર પૂર્વ
કારતક વદ '
| ૯ કોટિ સાગરોપમાં નોમ | (૯૦ કોટિ સાગરોપમ)
વૈશાખ વદ | ૯ કોટિ સાગરોપમ બીજ
૧૧ | શ્રી શ્રેયાંસનાથ | માનવી
(શ્રી વત્સા)
વર્ષ
૨૧ લાખ શ્રાવણ વદ || ૧ કરોડ સાગરોપમમાં
ત્રીજા ૧૦૦ સાગર ૬૬ લાખ,
૨૬ હજાર વર્ષ ઓછા | ૫૪ લાખ વર્ષ | અષાઢ સુદ ૫૪ સાગરોપમ
ચૌદશ
૧૨ | શ્રી વાસુપૂજ્ય
ચંદ્રા
(૩૦) છે જે
છે
જિણધો]
Page #48
--------------------------------------------------------------------------
________________
ક્રમ
નામ
શાસનદેવી
અંતરમાન
દીક્ષા | |નિર્વાહ તિથિ પર્યાય
૧૩ | શ્રી વિમલનાથ
વિદિતા
૧૫ લાખ વર્ષ |
અષાઢ વદ
૩૦ સાગરોપમ
સાતમ
૧૪ | શ્રી અનંતનાથ
અંકુશા
| ૭ લાખ વર્ષ
૯ સાગરોપમ
ચૈત્ર સુદ પાંચમ
૧૫ |
શ્રી ધર્મનાથ
કર્યો
રાા લાખ વર્ષ
૪ સાગર
જેઠ સુદ પાંચમ
શ્રી શાંતિનાથ
નિર્વાણી
૨૫ હજાર વર્ષ
જેઠ વદ તેરસ
૩ સાગરમાં પોણો પલ ઓછા (પોણો પલ્યોપમ ઓછા)
૧૭ | શ્રી કુંથુનાથ
બલા
અર્પો પલ્યોપમ
૨૩ હજાર વર્ષ વૈશાખ વદ
એકમ
૧૮ |
શ્રી અરનાથ | ધારિણી
| ૨૧ હજાર વર્ષ
મહા સુદ દશમ
કોટિ હજાર વર્ષ ઓછા પલ્યોપમનો ચોથો ભાગ
૧૯ | શ્રી મલ્લિનાથ
કોટિ હજાર વર્ષ
વિરોઢ્યા | ૧૦૦ વર્ષ ઓછા ફાગણ સુદ
પ૫ હજાર વર્ષ | બારસ
૨૦ | શ્રી મુનિસુવ્રત
નરદત્તા
૭ હજાર વર્ષ
૫૪ હજાર વર્ષ
જેઠ વદ નોમ
૨૧ |
શ્રી નમિનાથ
ગાંધારી
રા હજાર વર્ષ | વૈશાખ વદ
૬ લાખ વર્ષ
દશમ
૨૨ | શ્રી અરિષ્ટનેમિ
અંબિકા
| ૭૦૦ વર્ષ
૫ લાખ વર્ષ
અષાઢ સુદ આઠમ
૮૩ હજાર ૭૫૦ વર્ષ
૨૩ | શ્રી પારસનાથ | પદ્માવતી - ૭૦ વર્ષ | શ્રાવણ સુદ
આઠમ
૨૪ |
શ્રી મહાવીર | સિદ્ધાયિકા
૪૨ વર્ષ
કારતક વદ
૨૫૦ વર્ષ
અમાસ
[ તીર્થકરોની નામાવલી !
૩૧)
Page #49
--------------------------------------------------------------------------
________________
પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવથી લઈને અંતિમ તીર્થકર શ્રી મહાવીર સ્વામી સુધીનો કુલ સમય ૪૨,000 વર્ષ ઓછો એક ક્રોડાકોડી સાગરોપમથી લગભગ ૮૪,૦૦,૦૦૦ પૂર્વ વધારે માનવો જોઈએ.
એક તીર્થકરના નિર્વાણ અને બીજા તીર્થકરના જન્મ વચ્ચે જે સમય પરિમાણ અહીં અંતરમાનથી બતાવવામાં આવ્યું છે એ અંતર સત્ય (શાશ્વત) છે. ભૂતકાળમાં જે અનંત ચોવીસી થઈ ચૂકી છે તેઓ આ અંતરથી થઈ છે. ભવિષ્યકાળમાં જે અનંત ચોવીસી થશે, એ પણ આ અંતરથી થશે. બાકી તીર્થકરોના દેહની ઊંચાઈ અને આયુ (ઉંમર) આ પ્રકારની હશે. વિશેષતા એ છે કે અવસર્પિણી કાળના પ્રથમ તીર્થંકરથી લઈને અંતિમ તીર્થકર સુધી ઉપર્યુક્ત કથનાનુસાર હોય છે, જ્યારે ઉત્સર્પિણી કાળમાં અંતિમ તીર્થકરથી લઈને પહેલા તીર્થકર સુધી અવળો ક્રમ હોય છે.
આગામી ઉત્સર્પિણી કાળના ચોવીસ તીર્થંકર (૧) મહાપદ્મ - શ્રેણિકનો જીવ* | (૧૩) સર્વભાવિત - સાત્યકિ (૨) સુરદેવ - સુપાર્શ્વનો જીવ* | (૧૪) નિષ્કષાય - બળદેવ
(કૃષ્ણના મોટાભાઈ નહિ) (૩) સુપાર્શ્વ - ઉદાયી* (૧૫) નિપ્પલાક - રોહિણી (૪) સ્વયંપ્રભ - પોટિલ અણગાર* | (૧૬) નિર્મમ - સુલસા* (૫) સર્વાનુભૂતિ - દેઢાયું*
(૧૭) ચિત્રગુપ્ત - રેવતી* (૬) દેવશ્રુતિ - કાર્તિક
(૧૮) સમાધિ - શતાલી (૭) ઉદય - શંખ*
(૧૯) સંવર - ભયાલી (૮) પેઢાળપુત્ર - નંદ
(૨૦) અનિવૃત્તિ - કૃષ્ણ દ્વૈપાયન (૯) પોટ્ટિલ - સુનંદ
(૨૧) વિજય - નારદ (૧૦) શતકીર્તિ - શતક* (૨૨) વિમલ - અંબડ (૧૧) મુનિસુવ્રત - દેવકી
(૨૩) દેવોપપાત - દારૂમૃત (૧૨) અમમ - કૃષ્ણ | (૨૪) અનંત વિજય - સ્વાતિબુદ્ધ
વર્તમાનકાળમાં પંચમહાવિદેહ ક્ષેત્રમાં વિધમાન તીર્થકર (૧) શ્રી સીમંધર સ્વામી જંબૂદ્વીપના સુદર્શન મેરુ પર્વતથી પૂર્વ દિશાના મહાવિદેહ ક્ષેત્રની ૮મી પુષ્કલાવતી નામની વિજયની પુંડરીકિણી નગરીના શ્રેયાંસ રાજાની સયિકી રાણીથી પેદા થયા. એમનું ચિહ્ન વૃષભનું. સ્ત્રીનું નામ રુક્મિણી.
* ચિહ્નાંકિત પુણ્યાત્માઓએ ભગવાન મહાવીરના શાસનકાળમાં તીર્થકર નામ-કર્મનું ઉપાર્જન કર્યું. યથા - “સમUસ માવ8 મહાવીર તિસ્થતિ નáë ગીર્દિ તિત્થરનામ+ોયમે નિવત્ત તંગ सेणिएणं, सुपासेणं, उदाइणा, पुट्टलेणंअणगारेणं, दढाउणा, संखेणं, सयएणं, सुलसाए, સાથિમાણ સેવા ”
- સ્થાનાંગ, ઠાણા-૯ અભયદેવ સૂરિ - પત્ર-૫૨૦-૫ર ૧ ૩૨ જીભ
જિણધમો)
Page #50
--------------------------------------------------------------------------
________________
(૨) શ્રી યગુમંધર સ્વામી : જંબુદ્રીપના સુદર્શન મેરુથી પશ્ચિમના મહાવિદેહ ક્ષેત્રની પચ્ચીસમી વપ્રા વિજયની વિજયા રાજધાનીના સુસઢ રાજા સુતારા રાણીથી પેદા થયા. ચિહ્ન છાગ(બકરા)નું, સ્ત્રીનું નામ પ્રિયંગમા.
(૩) શ્રી બાહુ સ્વામી : જંબુદ્વીપના સુદર્શન મેરુથી પૂર્વના મહાવિદેહ ક્ષેત્રની ૯મી વત્સવિજયની સુસીમા નગરીના સુગ્રીવ રાજાની વિજયા રાણીથી પેદા થયા. એમનું ચિહ્ન મૃગનું. સ્ત્રીનું નામ મોહના.
(૪) શ્રી સુબાહુ સ્વામી : જંબુદ્રીપના સુદર્શન મેરુથી પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રની ૨૪મી નલિનાવતી વિજયાની વીતશોકા નગરીના નિસઢ રાજાની વિજયા રાણીથી જન્મ્યા. સ્ત્રીનું નામ કિમ્પેરિષા. ચિહ્ન મર્કટનું.
(૫) શ્રી સુજાત સ્વામી ઃ પૂર્વ ધાતકીખંડદ્વીપના વિજય મેરુથી પૂર્વના મહાવિદેહ ક્ષેત્રની ૮મી પુષ્કલાવતી વિજયની પુંડરીકિણી નગરીના દેવસેન રાજાની દેવસેના રાણીથી પેદા થયા. સ્ત્રીનું નામ જયસેના. ચિહ્ન સૂર્યનું.
(૬) શ્રી સ્વયંપ્રભજી ઃ પૂર્વ ધાતકીખંડદ્વીપના વિજય મેરુથી પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રની ૨૫મી વપ્રા વિજયની વિજયા નગરીના મિત્રભુવન રાજાની સુમંગલા રાણીથી પેદા થયા. સ્ત્રીનું નામ વીરસેના. ચિહ્ન ચંદ્રમાનું.
(૭) શ્રી ઋષભાનન સ્વામી : પૂર્વ ધાતકીખંડદ્વીપના વિજય મેરુથી પૂર્વથી મહાવિદેહ ક્ષેત્રની ૯મી વત્સવિજયની સુસીમા નગરીના કીર્તિ રાજાની વીરસેના રાણીથી પેદા થયા. સ્ત્રીનું નામ જયવંતી. ચિહ્ન સિંહનું.
(૮) શ્રી અનંતવીર્ય સ્વામી : પૂર્વ ધાતકીખંડદ્વીપના વિજય મેરુથી પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રની ૨૪મી નલિનાવતી વિજયની વીતશોકા નગરીના મેઘરાજાની મંગલા રાણીથી ઉત્પન્ન થયા. સ્ત્રીનું નામ વિજયવતી. ચિહ્ન છાગ(બકરા)નું.
(૯) શ્રી સૂરપ્રભ સ્વામી : પશ્ચિમ ધાતકીખંડદ્વીપના અચલમેરુથી પૂર્વ દિશાના મહાવિદેહ ક્ષેત્રની ૮મી પુષ્કલાવતી વિજયની પુંડરીકિણી નગરીના નાગ રાજાની ભદ્રા રાણીથી પેદા થયા. સ્ત્રીનું નામ વિમળા. ચિહ્ન સૂર્યનું.
(૧૦) શ્રી વિશાલધર સ્વામી : પશ્ચિમ ધાતકીખંડદ્વીપના અચલમેરુથી પશ્ચિમના મહાવિદેહ ક્ષેત્રમાં ૨૫મી વપ્રા વિજયની વિજયા રાજધાનીમાં વિજય રાજાની વિજયા દેવી રાણીથી પેદા થયા. સ્ત્રીનું નામ નંદસેના. ચિહ્ન ચંદ્રમાનું.
(૧૧) શ્રી વજ્રધર સ્વામી : પશ્ચિમ ધાતકીખંડદ્વીપના અચલમેરુના પૂર્વના મહાવિદેહ ક્ષેત્રની ૯મી વત્સવિજયની સુસીમા નગરીના પદ્મસ્થ રાજાની સરસ્વતી રાણીથી જન્મ્યા. સ્ત્રીનું નામ વિજયાદેવી. ચિહ્ન વૃષભનું.
તીર્થંકરોની નામાવલી
33
Page #51
--------------------------------------------------------------------------
________________
(૧૨) શ્રી ચંદ્રાનન સ્વામી ઃ પશ્ચિમ ધાતકીખંડદ્વીપના અચલમેરુથી પશ્ચિમ મહાવિદેહની ૨૪મી નલિનાવતી વિજયની વીતશોકા નગરીના વાલ્મિક રાજાની પદ્માવતી રાણીથી જન્મ્યા. સ્ત્રીનું નામ લીલાવતી. ચિહ્ન વૃષભનું.
(૧૩) શ્રી ચંદ્રબાહુ સ્વામી : પૂર્વ પુષ્કરાર્ધદ્વીપના મંદિર મેરુથી પૂર્વ મહાવિદેહની ૮મી પુષ્કલાવતી વિજયની પુંડરીકિણી નગરીના દેવકર રાજાની યશોજ્જવલ રેણુકા રાણીથી જન્મ લીધો. સ્ત્રીનું નામ સુંદરા. ચિહ્ન પદ્મ-કમળનું.
(૧૪) શ્રી ભુજંગ સ્વામી : પૂર્વ પુષ્કરાર્ધદ્વીપના મંદિર મેરુથી પશ્ચિમ મહાવિદેહની ૯મી વત્સ વિજયની સુસીમા નગરીના મહાબલ રાજાની મહિમાવતી રાણીથી જન્મ્યા. સ્ત્રીનું નામ ગર્વસેના. ચિહ્ન પદ્મનું.
(૧૫) શ્રી ઈશ્વર સ્વામી : પૂર્વ પુષ્કરાર્ધદ્વીપના મંદિર મેરુથી પશ્ચિમ મહાવિદેહની ૨૫મી વપ્રા વિજયની વિજય નગરીના કુલસેન રાજાની યશોજ્જ્વલા રાણીથી પેદા થયા. સ્ત્રીનું નામ ભદ્રાવતી. ચિહ્ન ચંદ્રમાનું.
(૧૬) શ્રી નેમપ્રભ સ્વામી : પૂર્વ પુષ્કરાર્ધદ્વીપના મંદિર મેરુથી પશ્ચિમ મહાવિદેહની ૨૪મી નલિનાવતી વિજયની વીતશોકા નગરીના વીરસેન રાજાની સેનાદેવી રાણીથી ઉત્પન્ન થયા. સ્ત્રીનું નામ મોહનાદેવી. ચિહ્ન સૂર્યનું.
(૧૭) શ્રી વીરસેન સ્વામી : પશ્ચિમ પુષ્કરાર્ધદ્વીપના વિદ્યુમ્માલી પર્વતથી પૂર્વ મહાવિદેહની ૮મી પુષ્કલાવતી વિજયની પુંડરીકિણી નગરીના ભૂમિપાલ રાજાની ભાનુમતી રાણીથી જન્મ્યા. સ્ત્રીનું નામ રાજસેના, ચિહ્ન વૃષભનું.
(૧૮) શ્રી મહાભદ્ર સ્વામી : પશ્ચિમ પુષ્કરાર્ધદ્વીપના વિધુન્નાલી મેરુથી પશ્ચિમ મહાવિદેહની ૨૫મી વપ્રા વિજયની વિજયા નગરીના દેવસેન રાજાની ઉમાદેવી રાણીથી પેદા થયા. સ્ત્રીનું નામ સૂર્યકાંતા, ચિહ્ન હાથીનું.
(૧૯) શ્રી દેવસેન સ્વામી ઃ પશ્ચિમ પુષ્કરાર્ધદ્વીપના વિદ્યુઝ્માલી મેરુથી પૂર્વ મહાવિદેહની ૯મી વત્સ વિજયની સુસીમા નગરીના સર્વાનુભૂતિ રાજાની ગંગાદેવી રાણીથી પેદા થયા. સ્ત્રીનું નામ પદ્માવતી. ચિહ્ન ચંદ્રમાનું.
(૨૦) શ્રી અજીતવીર્ય સ્વામી ઃ પશ્ચિમ પુષ્કરાર્ધદ્વીપના વિદ્યુમ્માલી મેરુથી પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રની ૨૪મી નલિનાવતી વિજયની વીતશોકા નગરીના રાજપાલ રાજાની કનની રાણીથી પેદા થયા. સ્ત્રીનું નામ રત્નમાલા. ચિહ્ન સ્વસ્તિકનું.
આ વીસ વિહરમાન તીર્થંકરોનો જન્મ જંબૂઢીપના ભરત ક્ષેત્રમાં તીર્થંકર શ્રી કુંથુનાથજીના નિર્વાણ થયા પછી એક જ સમયમાં થયો હતો. વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતના નિર્વાણ પછી આ બધાએ એક જ સમયે દીક્ષા લીધી. વીસેય એક મહિના સુધી છદ્મસ્થ રહીને એક જ સમયે કેવળજ્ઞાની થયા અને આ વીસેય ભરત ક્ષેત્રની ભવિષ્યકાળની ચોવીસીના સાતમા તીર્થંકર
૩૪
જિણધમ્મો
Page #52
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉદયનાથજીના નિર્વાણ થયા પછી એક જ સાથે મોક્ષ પધારશે. આ વીસેય તીર્થંકરોના દેહમાન ૫૦૦ ધનુષના છે અને આયુ ૮૪ લાખ પૂર્વની છે. જેમાંથી ૮૩ લાખ પૂર્વ ગૃહસ્થાવસ્થામાં રહ્યા અને ૧ લાખ પૂર્વ સંયમનું પાલન કરીને મોક્ષ પધારશે. આ બધા વર્તમાન તીર્થંકરોના ૮૪-૮૪ ગણધર છે, ૧૦-૧૦ લાખ કેવળજ્ઞાની છે, ૧૦૦-૧૦૦ કરોડ અર્થાત્ ૧-૧ અબજ સાધુઓ છે અને એટલી જ સાધ્વીઓ છે. વીસેય તીર્થંકરોના મળીને ૨ કરોડ કેવળજ્ઞાની, ૨ હજાર કરોડ સાધુ અને ૨ હજાર કરોડ સાધ્વીઓની સંખ્યા છે. આ વીસે તીર્થંકરો જે સમયે મોક્ષે પધારશે એ જ સમય બીજા વિજયમાં જે-જે તીર્થંકર* પેદા થયા હશે, તેઓ દીક્ષા ગ્રહણ કરીને તીર્થંકર-પદ પ્રાપ્ત કરશે. આવો ક્રમ અનાદિકાળથી ચાલ્યો આવે છે અને આગળ અનંત કાળ સુધી ચાલતો રહેશે. અર્થાત્ ઓછામાં ઓછા વીસ તીર્થંકર તો અવશ્ય હશે.
એનાથી ઓછા ક્યારેય નહિ હોય અને વધુમાં વધુ ૧૭૦ તીર્થંકરોથી વધુ ક્યારેય નહિ હોય. આ રીતે અનંત તીર્થંકરો ભૂતકાળમાં થઈ ગયા છે, વીસ વર્તમાનકાળમાં ઉપસ્થિત છે અને અનંત તીર્થંકર ભવિષ્યકાળમાં હશે.
બધા તીર્થંકરોની જઘન્ય આયુ ૭૨ વર્ષની હોય છે. એનાથી ઓછી નહિ અને ઉત્કૃષ્ટ આયુ ૮૪ લાખ પૂર્વની હોય છે, એનાથી વધારે નહિ. તીર્થંકરના શરીરની ઊંચાઈ જઘન્ય સાત હાથી** અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષની હોય છે. ના એનાથી ઓછી કે ના એનાથી વધારે. તીર્થંકરનું શરીર, રજ, મેલ, સ્વેદ (પરસેવો), થૂક, શ્લેષ્મ (કફ) વગેરેથી રહિત, કાકરેખા વગેરે દુષ્ટ લક્ષણોથી તથા અશુભ તલ, મસા વગેરે દુષ્ટ નિશાનીઓથી રહિત હોય છે. ચંદ્ર, સૂર્ય, ધ્વજા, કુંભ, પર્વત, મગર, સાગર, ચક્ર, શંખ, સ્વસ્તિક વગેરે ૧૦૦૮ અતિ ઉત્તમ લક્ષણોથી અલંકૃત સૂર્યના સમાન મહાન તેજસ્વી તથા નિર્ધમ અગ્નિ સમાન દેદીપ્યમાન અને અત્યંત મનોહર હોય છે.
* તીર્થંકરોની ૨૦ સંખ્યા જઘન્ય છે. એનાથી ઓછી ક્યારેય નથી હોતી, એટલા માટે વર્તમાનકાળના વીસેય તીર્થંકરોના મોક્ષે ગયા પછી એ જ સમયે બીજા વીસ તીર્થંકર-પદને પ્રાપ્ત થવા જ જોઈએ. આ હિસાબથી એક તીર્થંકર ગૃહવાસમાં ૧ લાખ પૂર્વના હોય ત્યારે બીજા ક્ષેત્રમાં બીજા તીર્થંકરનો જન્મ થઈ જવો જોઈએ. અને જ્યારે આ ૧ લાખ પૂર્વના થાય ત્યારે અન્ય ક્ષેત્રમાં ત્રીજાનો પણ જન્મ થવો જોઈએ. આ પ્રકાર કોઈ ૧ લાખ પૂર્વની આયુવાળા, કોઈ ૨ લાખ પૂર્વની આયુવાળા, યાવત્ કોઈ ૮૩ લાખ પૂર્વની આયુવાળા એમ એક-એક તીર્થંકરના પાછળ ૮૩-૮૩ તીર્થંકર ગૃહવાસમાં રહ્યા અને એક તીર્થંકરપદ ભોગવતા હોય જ્યારે ૮૪મા તીર્થંકર મુક્ત થઈ જાય તો ૮૩મા અન્ય ક્ષેત્રમાં તીર્થંકર-પદને પ્રાપ્ત થઈ જાય છે અને કોઈ અન્ય ક્ષેત્રમાં એક તીર્થંકરનો જન્મ થઈ જાય છે. આ રીતે એક-એક તીર્થંકરના પાછળ ૮૩-૮૩ તીર્થંકર ગૃહવાસમાં હોય તો વીસેય તીર્થંકરોના પાછળ ૮૩×૨૦×૧૬૬૦ તીર્થંકર ગૃહવાસમાં અને વીસ તીર્થંકર-પદ ભોગવતા અને આ બધા મળીને ૧૬૮૦ તીર્થંકર ઓછામાં ઓછા એક જ સમયમાં હોવા જોઈએ. પરંતુ આટલા તીર્થંકર હોવા છતાં પણ તેઓ ક્યારેય એકબીજાને મળતા નથી. આ અનાદિકાળની રીત ચાલી આવે છે અને અનંતકાળ સુધી એવી જ રીતે (પદ્ધતિ) ચાલતી રહેશે.
** શાસ્ત્રમાં જીવોની જે અવગાહના (ઊંચાઈ) બતાવી છે, એ આ પાંચમા આરાના ૧૦૫૦૦ વર્ષ વીત્યાં પછી અર્થાત્ પાંચમો આરો અડધો વીત્યા પછી જે મનુષ્ય હશે એમના હાથથી સમજવો જોઈએ. ઉપર્યુક્ત તીર્થંકરોની અવગાહના પણ આ જ પ્રમાણથી સમજવી જોઈએ. એમ તો તીર્થંકર પોત-પોતાના અંગુલથી ૧૦૮ અંગુલ ઊંચા હોય છે અને એમનું મસ્તક બાર ઇંચ હોય છે. સમસ્ત શરીર મળીને ૧૨૦ અંગુલની ઊંચાઈ હોય છે.
તીર્થંકરોની નામાવલી
૩૫
Page #53
--------------------------------------------------------------------------
________________
૫
સિદ્ધ
મહામંત્ર નવકારનું દ્વિતીય પદ સિદ્ધનું છે. જે આત્મા સમસ્ત કર્મબંધનોથી મુક્ત થઈને જન્મ-જરા-મરણના ચક્રથી સદાયને માટે છુટકારો પામીને અજર, અમર, સિદ્ધ, બુદ્ધ થઈને મોક્ષ પ્રાપ્ત કરી ચૂક્યા છે, તેઓ ‘સિદ્ધ' કહેવાય છે. ‘આવશ્યક નિર્યુક્તિ'માં સિદ્ધપદની વ્યુત્પત્તિ કરતાં કહેવાયું છે -
दीहकालरयं जं तु कम्मसे सिअमहा । सिअं घतंति सिद्धस्सः सिद्धत्तमुवजाय ॥
આવ. નિયુક્તિ-૯૫૩
ચિરકાળથી જીવ આઠ પ્રકારનાં કર્મોનું બંધન કરતો રહે છે. એ કર્મરજને જે સર્વથા ભસ્મીભૂત કરી દે છે તેઓ સિદ્ધત્વને પ્રાપ્ત કરી લે છે. સિદ્ધ ભગવાન આઠ ગુણોના ધારક હોય છે.
-
સિદ્ધ ભગવાનના આઠ ગુણો
:
૧. પાંચ પ્રકારના જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થવાથી અનંત કેવળજ્ઞાન પ્રગટ થયું, જેનાથી સિદ્ધ ભગવાન બધાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને જાણે છે.
૨. નવ પ્રકારના દર્શનાવરણ કર્મનો ક્ષય થવાથી અનંત કેવળ દર્શન-ગુણ પ્રગટ થયો, જેનાથી બધાં દ્રવ્યો વગે૨ે દેખે છે. (સામાન્ય ધર્મને જાણે છે.)
૩. બંને પ્રકારના વેદનીય કર્મ નષ્ટ થઈ જવાથી નિરાબાધ સુખી (વ્યાધિ-વેદનાથી રહિત) થઈ ગયા.
૪. બે પ્રકારનાં મોહનીય કર્મ નષ્ટ થઈ જવાથી ક્ષાયિક-સમ્યક્ત્વ તથા ક્ષાયિક-ચારિત્રના ધારક
થયા.
૫. ચારેય પ્રકારનાં આયુ કર્મનો ક્ષય થવાથી અમર થઈ ગયા.
૬. બંને પ્રકારનાં નામ-કર્મ ક્ષીણ થઈ જવાથી અમૂર્તિક થયા.
૭. બંને પ્રકારનાં ગોત્ર કર્મ નષ્ટ થઈ જવાથી અગુરુલઘુ (ગુરુતા અને લઘુતાથી રહિત) થયા. ૮. પાંચ પ્રકારનાં અંતરાય કર્મ ક્ષીણ થઈ જવાથી અનંત શક્તિમાન થયા.
સિદ્ધત્વ આત્માની સર્વ વિશુદ્ધ અવસ્થા છે. આધ્યાત્મિક પવિત્રતાનું સર્વોત્કૃષ્ટ અને સર્વોચ્ચ સોપાન સિદ્ધત્વ જ છે. આ જ સંપૂર્ણ વિશુદ્ધ અવસ્થા છે, જેને મુમુક્ષુ આત્મા પોતાનું લક્ષ્ય બનાવીને સાધનાના પથ પર ત્યાં સુધી ચાલતો રહે છે જ્યાં સુધી એ સ્વયં સિદ્ધ સ્વરૂપ ન થઈ જાય.
અહીં આ પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે જ્યારે સિદ્ધત્વ આત્માની સર્વોચ્ચ સ્થિતિ છે, તો સર્વોચ્ચ સ્થિતિ પ્રાપ્ત સિદ્ધોને સર્વ પ્રથમ નમસ્કાર ન કરતાં અહંતોને પહેલાં નમસ્કાર કેમ કરવામાં આવ્યા છે ? સમાધાન એ છે કે સિદ્ધ ભગવાનના સ્વરૂપને બતાવનારા અને જગતને સત્યની અખંડ જ્યોતિનાં દર્શન કરાવવાવાળા પરમોપકારી શ્રી અરિહંત ભગવાન છે. માટે એમને પ્રથમ નમસ્કાર કરવામાં આવ્યા છે. આ વ્યાવહારિક દૃષ્ટિની વિશેષતા છે.
જિણધમ્મો
39
Page #54
--------------------------------------------------------------------------
________________
S
આચાર્ય
મહામંત્રનું ત્રીજું પદ આચાર્યનું છે. જૈન-સાધનામાં આચાર-આચરણનું ખૂબ જ મહત્ત્વપર્ણ સ્થાન છે. સંયમના માર્ગ પર પ્રયાણ કરતાં કદમ-કદમ પર સાવધાની અને જાગૃતતાની અપેક્ષા હોય છે. જે વિશિષ્ટ આત્મા પોતે પાંચ પ્રકારના આચારનું પાલન કરે છે અને બીજાને પાલન કરાવે છે તેઓ આચાર્ય છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ - આ પાંચેય જૈન-સાધનાનાં મુખ્ય અંગો છે. આચાર્ય સ્વયં આનું પાલન કરે છે અને બીજાને કરાવે છે. કારણ કે આચાર્ય સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘને નેતૃત્વ પ્રદાન કરે છે. આ માટે એમને જિન નહિ પણ જિન સમાન કહેવાય છે.
‘આવશ્યક નિયુક્તિ’માં આચાર્યની પરિભાષા આ પ્રકારે કરવામાં આવી છે -
पंचविहं आयार आयरमाणस्स तहा पभासता । आयारं हंसंता आयरिया तेण वुच्चति ॥
‘આચારાંગ ચૂર્ણિ’માં કહેવાયું છે
આવ. નિયુક્તિ-૯૯૪
आमयादया चरन्तीत्याचार्याः ।
આચારાંગ ચૂર્ણિઃ । (સંયમની મર્યાદાનું યથાવિધિ પાલન કરવાથી એમને આચાર્ય કહેવાય છે.) અર્થાત્ જે જ્ઞાનાચાર, દર્શનાચરણ, ચારિત્રાચાર, તપાચાર તથા વીર્યાચાર રૂપ પાંચેય આચારનું સ્વયં પાલન કરે છે તથા બીજાને પાલન કરાવે છે. આચાર-આચરણની વિશુદ્ધિ આચાર્યનો મૌલિક ગુણ છે. માટે જે સ્વયં વિશુદ્ધ ચારિત્ર્યનિષ્ઠ હોય તથા પોતાના સંઘને વિશુદ્ધમાં સ્થિર રાખતો હોય, તેઓ આચાર્ય કહેવાય છે. આચાર્યની પ્રમુખ વિશેષતાઓમાં ‘અષ્ટ સંપદા' તથા ૩૬ ગુણ છે, જે એમની અનુશાસન ક્ષમતા તથા ચારિત્ર્યનિષ્ઠાને સ્પષ્ટ કરે છે.
આચાર્યના ૩૬ ગુણ :
तह
पंचिंदियसंवरणो, नवविहवं भचेरगुत्तिधरो । चउविहकसाय - मुक्को, इह अट्ठारसगुणेहि संजुत्तो ॥ १ ॥ पंचमहव्वयजुतो, पंचविहायारपालण - समत्थो ।
पंचसमिओ तिगुत्तो, इह छत्तीसगुणेहि गुरु मझं ॥२॥
અર્થાત્ - ૫ ઇન્દ્રિયોનું સંવર કરવું, ૯ પ્રકારની બ્રહ્મચર્ય ગુપ્તિઓ(વાડો)ને ધારણ કરવી, ૪ કષાયો(ક્રોધ, માન, માયા, લોભ)નો ત્યાગ કરવો, ૫ મહાવ્રતોથી યુક્ત હોવું, પ પ્રકારના આચારોનું પાલન કરવામાં સમર્થ હોવું, ૫ સમિતિઓ અને ૩ ગુપ્તિઓથી યુક્ત હોવું, આ ૩૬ ગુણ આચાર્યમાં જોવા મળે છે.
આચાર્ય
36
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૬ ગુણોના ધારક આચાર્ય :
જેનામાં નીચે દર્શાવેલ ૩૬ ગુણો વિદ્યમાન હોય, એ જ મુનિરાજ આચાર્ય-પદવી માટે યોગ્ય ગણાય છે અને એમના જ દ્વારા સંઘનો અભ્યુદય અને શાસસનો પ્રચાર થાય છે. ૧. જાતિ સંપન્ન : જેમનો જાતિપક્ષ (માતૃપક્ષ) નિર્મળ હોય. જેમનું કુળ અર્થાત્ પિતૃપક્ષ નિર્મળ હોય.
૨.
કુલ સંપન્ન
::
3.
બળ સંપન્ન : કાળ અનુસાર ઉત્તમ સંહનન(પરાક્રમ)થી યુક્ત હોય.
૪.
રૂપ સંપન્ન : સમચુતરસ્ર સંસ્થાન વગેરે શરીરનો આકાર ઉત્તમ હોય.
૫.
વિનય સંપન્નઃ નમ્ર-કોમળ સ્વભાવનો ધારક હોય.
૬.
જ્ઞાન સંપન્ન : નિર્મળ જાતિ-શ્રુત વગેરે જ્ઞાનોના ધારક - અને અનેક મત-મતાંતરના શાતા હોય.
9.
શુદ્ધ શ્રદ્ધા સંપન્ન ઃ દૃઢ સમ્યક્ત્વી હોય.
૮.
નિર્મળ : ચારિત્ર્યવાન હોય.
૯.
લજ્જાશીલ : લોકાપવાદથી સંકોચ કરનાર હોય.
૧૦. લાઘવ સંપન્ન : દ્રવ્યથી ઉપષિ અર્થાત્ ભંડોપકરણ અને ભાવથી કષાય જેમનો થોડો અને હળવો હોય.
૧૧. ઓજસ્વી : પરિષહ અને ઉપસર્ગ આવવાથી ધૈર્ય ધારણ કરનાર હોય.
:
૧૨. તેજસ્વી
: પ્રતાપવાન.
ચતુરતાપૂર્વક બોલનાર, પ્રભાવજનક વાણી બોલનાર.
:
૧૩. વચસ્તી ૧૪. યશસ્વી : અસ્ખલિત યશના ધારક. ૧૫. જિતક્રોધ : ક્ષમાથી ક્રોધને જીતનાર.
૧૬. જિતમાન : વિનય દ્વારા માનને પરાજિત કરનાર.
૧૭. જિતમાયા ઃ સરળતા ગુણ દ્વારા માયાને જીતનાર. ૧૮. જિતલોભ : સંતોષશીલતાથી લોભને જીતનાર.
૧૯. જિતેન્દ્રિય ઃ ઇન્દ્રિયો સંબંધી ભોગોપભોગોની લોલુપતાથી રહિત, ઇન્દ્રિયો પર કાબૂ
મેળવનાર.
૨૦. જિતનિંદા : પાપની નિંદા કરે, પણ પાપીની નિંદા ન કરનાર તથા નિંદકોની પરવા
૩૮
ન કરનાર.
૨૧. જિતપરિષહ : ક્ષુધા, તૃષા વગેરે ૨૨ પરિષહોને જીતનાર. ૨૨. જીવિતાશા :
મરણભયવિપ્રમુક્ત - દીર્ઘાયુની આશા અને મૃત્યુનો ભય ન કરનાર. ૨૩. વ્રતપ્રધાન : મહાવ્રત વગેરે વ્રત જ જેમના માટે મુખ્ય હોય.
૨૪. ગુણપ્રધાન
:
અર્થાત્ ક્ષમા વગેરે ગુણોને ધારણ કરનારાઓમાં શ્રેષ્ઠ અથવા ક્ષમા વગેરે ગુણ જ જેમના માટે મુખ્ય છે.
જિણધમ્મો
Page #56
--------------------------------------------------------------------------
________________
૨૫. કરણપ્રધાન : યથોચિત કાળક્રમે થતી ક્રિયાના ૭૦ ગુણોથી યુક્ત છે.
૨૬. ચરણપ્રધાન : નિરંતર પાલન કરી શકનાર ચિરત્રના ૭૦ ગુણોથી યુક્ત અર્થાત્ ચરણસત્તરીના ધારક.
૨૭. નિગ્રહપ્રધાન અનાચીર્ણોનો નિષેધ કરવામાં પ્રધાન અર્થાત્ અસ્ખલિત આજ્ઞાના પ્રવર્તક. ૨૮. નિશ્ચયપ્રધાન ઃ ઇન્દ્ર યા રાજા પણ જેમને ક્ષોભ ન પહોંચાડી શકે અને જે દ્રવ્ય, નય, પ્રમાણ વગેરેના સૂક્ષ્મ જ્ઞાનધારક હોય.
: રોહિણી, પ્રજ્ઞપ્તિ વગેરે વિદ્યાઓના ધારક.
★
: વિષાપહરણ, વ્યાધિનિવારણ અને વ્યંતરોપસર્ગનાશક વગેરે મંત્રોના જ્ઞાતા. : ઋગ્વેદ, યજુર્વેદ વગેરે વેદોના જ્ઞાતા (જાણકાર).
: બ્રહ્મચર્યમાં સુદૃઢ રહેનાર તથા ને ઘાં નાળફ સે સર્વાં નાળ'' વગેરે આગમ અનુસાર આત્મા-પરમાત્માનાં રહસ્યોને સારી રીતે સમજનાર. : નૈગમ વગેરે સાતેય નયો યથાતથ્ય સ્વરૂપને જાણનાર.
33. નયપ્રધાન
૩૪. નિયમપ્રધાન : અભિગ્રહ વગેરે નિયમોના ધારક અને પ્રાયશ્ચિત્ત વિધિના જ્ઞાતા. ૩૫. સત્યપ્રધાન : અટલ (દઢ) વચનોનું ઉચ્ચારણ કરનાર.
૩૬. શૌચપ્રધાન
: દ્રવ્ય-સ્વરૂપ લોકમાં અપવાદ કરનાર, મલિન વસ્ત્ર વગેરે ધારણ ન
૨૯. વિધાપ્રધાન
૩૦. મંત્રપ્રધાન
૩૧. વેદપ્રધાન
૩૨. બ્રહ્મપ્રધાન
કરનાર અને ભાવતઃ પાપરૂપ મેલથી મિલન ન થનાર.
આ ૩૬ ગુણોમાંથી પહેલાંથી લઈને દસમા સુધી દસ ગુણોનું હોવું આવશ્યક છે. આગળના (૧૧-૧૪ સુધી) ગુણ સ્વાભાવિક હોય છે.
આચાર્યની ૮ સંપત્તિ :
જેમ ગૃહસ્થ ધન, કુટુંબ વગેરેની સંપત્તિથી શોભે છે એમ આચાર્ય પણ ૮ સંપત્તિથી શોભે છે. પ્રત્યેક સંપત્તિના ચાર-ચાર પ્રકાર છે. કુલ મળીને ૩૨ ભેદ થાય છે. વિનયના ૪ ગુણ એમાં મેળવવાથી ૩૬ ગુણ થઈ જાય છે. ૮ સંપત્તિઓનું સ્વરૂપ આ પ્રકાર છે.
૧. જે જ્ઞાન વગેરે પૂર્વોક્ત પાંચ આચાર કરવા યોગ્ય છે. એમનું આચરણ કરવું આચાર સંપત્તિ છે. એના ચાર પ્રકાર છે :
(૧) પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ તેર પ્રકારના ચારિત્ર્ય ગુણોમાં ધ્રુવનિશ્ચલ સ્થિર હમેશાં અડોલ વૃત્તિ રાખવી ચરણ ગુણ* ધ્રુવયોગ યુક્તતા છે. (૨) જાતિમદ વગેરે આઠેય મદોનો ત્યાગ કરી હંમેશાં નિરાભિમાની-નમ્ર રહેવું માર્દવગુણ સંપન્નતા છે.
* આચાર્ય વિદ્યાઓ અને મંત્રોના જ્ઞાતા હોય છે, પરંતુ એમનો વિશેષ પરિસ્થિતિઓ સિવાય પ્રયોગ નથી કરતા.
આચાર્ય
૩૯
Page #57
--------------------------------------------------------------------------
________________
(૩) શિયાળા-ઉનાળામાં ગામમાં એક રાત અને નગરમાં પાંચ રાતથી વધારે વગર
કારણે રહેતા નથી અને ચાતુર્માસમાં ચાર મહિના એક જ સ્થળે રહે છે. આ
રીતે નવકલ્પીક વિહાર કરવું અનિયતવૃત્તિ છે. (૪) કામિનીઓના મનને હરણ કરનારી લોકોત્તર સંપત્તિના ધારક હોવા છતાં
સર્વથા નિર્વિકાર અને સૌમ્ય મુદ્રાવાળા રહેવું “અચંચળ” ગુણ કહેવાય છે. ૨. શાસ્ત્રનો અર્થ પરમાર્થના જ્ઞાતા હોવું આચાર્યની ગુણસંપત્તિ છે. એના પણ ચાર પ્રકાર છે : (૧) જે કાળમાં જેટલાં શાસ્ત્ર ઉપલબ્ધ હોય, એ બધાંના જ્ઞાતા હોવાથી વિદ્વાનોમાં
શ્રેષ્ઠ હોવું યુગ પ્રધાનતા છે. (૨) શાસ્ત્રીય જ્ઞાનની વારંવાર પરાવર્તન કરીને ગંભીર અને નિશ્ચલ જ્ઞાની બનવું આગમાં
પરિચિતતા છે. (૩) તીર્થકરો દ્વારા પ્રરૂપિત ૫ મહાવ્રત, ૫ સમિતિ, ૩ ગુપ્તિ, ચરણ સત્તરી, કરણ સત્તરી
વગેરે રૂપ ઉત્સર્ગ-માર્ગ તથા ઉત્સર્ગ માર્ગ પર વધતાં સંયમ-પાલનમાં વિદન પેદા થવાથી સંયમમાર્ગમાં સુસ્થિર રાખવા હેતુ તીર્થકરોની આજ્ઞાનુરૂપ ગ્રહણ કરવામાં આવતો અપવાદમાર્ગ - આ પ્રકારે આ બંને માર્ગોની વિધિના યથાતથ્ય જ્ઞાતા હોવું ઉત્સર્ગ અપવાદ કુશળતા છે. અર્થાત્ કઈ સ્થિતિમાં આપવાદિક માર્ગનું અવલંબન
લેવું તથા કાયામાં નહિ વગેરેના જ્ઞાતા હોવું. (૪) સ્વસમય (જૈનસિદ્ધાંત) અને પરસમય(અન્યમત)ના જ્ઞાતા હોવું સ્વસમય-પરસમય
દક્ષતા ગુણ છે. ૩. સુંદર આકૃતિ અને તેજસ્વી શરીરના ધારક હોવું ત્રીજી શરીર સંપત્તિ છે. એના પણ
ચાર પ્રકાર છે : (૧) પોતાના માપથી પોતાનું શરીર એક ધનુષ લાંબુ હોવું પ્રમાણપત શરીર કહેવાય
છે. આ ગુણ હોવો આચાર્યનો પ્રમાણોપેત ગુણ છે. (૨) લંગડા, લૂલા, કાંણા અથવા ૧૯-૨૧ આંગળીઓ હોવી અથવા આ પ્રકારની કોઈ
અન્ય અપંગતાના દોષોથી રહિત હોવું “અકુટઇ” ગુણ છે. (૩) બહેરાશ, અંધત્વ વગેરે દોષોથી રહિત હોવું પૂર્ણેન્દ્રિયતાના ગુણ છે. (૪) તપમાં, વિહારમાં, સંયમ તથા ઉપકારના કાર્યમાં થાક ન લાગે, એવા સ્થિર, દેઢ
અને સબળ સંહનન હોવું દઢ-સંહનની ગુણ છે. * રવિવારથી રવિવાર સુધી રહેવા માટે એક રાત અને પાંચ રવિવાર સુધી રહેવું પાંચ રાત્રિ નિવાસ કહેવાય છે. એક મહિનામાં પાંચ વખત જ એક વાર હોય છે. અર્થાત્ જ્યાં એક દિવસનો આહાર મળે
ત્યાં એક રાતથી વધારે ન રહેવું અને મોટું નગર હોય તો પાંચ રાતથી (એક મહિનાથી) વધારે ન રહેવું. રુણતા યા વૃદ્ધાવસ્થાના કારણે વધુ સમય સુધી રહેવું અલગ વાત છે. (૪૦)000.જિણધમો)
Page #58
--------------------------------------------------------------------------
________________
૪. વાકચાતુર્ય અર્થાત્ ભાષણ કરવાની ચતુરતા હોવી આચાર્યની ચોથી વચન સંપત્તિ છે.
એના પણ ચાર પ્રકાર છે : (૧) જેનું કોઈ ખંડન ન કરી શકે એવા નિર્દોષ અને ઉત્તમ વચન બોલવાં, કોઈને એ,
તું વગેરે હલકા શબ્દોથી સંબોધિત ન કરવા અને જેમને સાંભળીને વિરોધી
પણ ચકિત થઈ જાય એવા પ્રતિભાશાળી વચન બોલવા પ્રશસ્ત-વચન સંપત્તિ છે. (૨) કોમળ, મધુર, ગંભીર વચન મીઠાશ સાથે બોલવા મધુર-વચન સંપત્તિ છે. (૩) રાગ-દ્વેષ, પક્ષપાત અને ક્લષતા વગેરે દોષોમાં રહિત વચન બોલવા અનાશ્રિત-વચન
સંપત્તિ છે. (૪) મણમણાદિ દોષોથી રહિત સુસ્પષ્ટ અને સાર્થક વચન બોલવાં, જેનાથી બાળક પણ
સમજી જાય, સ્કુટ-વચન સંપત્તિ છે. ૫. શિષ્યોને શાસ્ત્ર અને ગ્રંથની વાચના દેવાની કુશળતા હોવી પાંચમી વાચના સંપત્તિ કહેવાય
છે. એના પણ ચાર પ્રકાર છે : (૧) શિષ્યની યોગ્યતાને જાણીને સુપાત્ર શિષ્યને એટલું જ જ્ઞાન આપવું જેટલું એ ગ્રહણ
અને ધારણ કરી શકે. તથા જેમ સાપને દૂધ પિવડાવવામાં આવે તો એ ઝેર બની જાય છે, એમ કુપાત્રને આપવામાં આવે તો જ્ઞાન મિથ્યાત્વ વગેરે દુર્ગુણોને
વધારે છે. માટે કુપાત્રને જ્ઞાન ન આપવું “જોગોગુણ છે. (૨) સમજ્યા વગર અને રુચિ વગરનું જ્ઞાન સમ્યક પ્રકારથી પરિણત થતું નથી અને
વધુ સમય સુધી ટકતું જ નથી. એવું સમજીને પહેલાં આપવામાં આવેલી વાચનાને શિષ્યની બુદ્ધિ અનુસાર એને સમજાવી રુચાવે-જંચાવે અને પછી વાચના આપે
આ પરિણત ગુણ છે. (૩) જે શિષ્ય વધુ બુદ્ધિશાળી હોય, સંપ્રદાયનો નિર્વાહ કરવામાં, ધર્મને પ્રકાશિત કરવામાં
સમર્થ હોય, એને અન્ય કાર્યોમાં વધુ ન લગાવતાં, આહાર-વસ્ત્ર વગેરેની સાતા ઉપજાવીને યથાયોગ્ય પ્રશંસા દ્વારા ઉત્સાહ વધારીને, શીઘ્રતાથી સૂત્ર વગેરેનો અભ્યાસ
પૂર્ણ કરાવવો નિરપાયિતા ગુણ છે. (૪) જેમ પાણીમાં તેલનો છાંટો ફેલાય છે એમ એવા શબ્દોમાં વાચના દેવી કે શબ્દ
થોડા હોવા છતાં પણ અર્થ ગંભીર અને વ્યાપક હોય તથા બીજું સરળતાથી સમજી
શકાય - અર્થાત્ નિર્વાહણા ગુણ છે. ૬. સ્વયંની બુદ્ધિ પ્રબળ તીક્ષ્ણ હોવી મતિસંપત્તિ છે. એના પણ ચાર પ્રકાર છે : (૧) શતાવધાની સમાન સાંભળેલી, દેખેલી, સુંઘેલી, ચાખેલી અને સ્પર્શેલી વસ્તુના ગુણોને
એકદમ ગ્રહણ કરી લેવા એ અવગ્રહ ગુણ કહેવાય છે. (૨) ઉપરના પાંચેયનો તત્કાળ નિર્ણય કરી લેવો ઈહા ગુણ કહેવાય છે. [ આચાર્ય છે
જ છે. આ જ ૪૧]
Page #59
--------------------------------------------------------------------------
________________
(૩) ઉપરની રીતે નિર્ણય કરીને તત્કાળ નિશ્ચયાત્મક બનાવી લેવો અવાય ગુણ છે. (૪) નિશ્ચિત કરેલી વસ્તુને એવી દૃઢતાથી ધારણ કરો કે જેનાથી દીર્ઘકાળ સુધી વિસ્મણ ન થાય, સમય પર તત્કાળ સ્મરણ આવી જાય એ ધારણા નામનો ગુણ છે. ૭. વિરોધીઓ (પરવાદિયો)ને પરાજિત કરવાની કુશળતાને સાતમી પ્રયોગ સંપત્તિ કહે છે. આ પણ ચાર પ્રકારની છે :
(૧) હું આનાથી વાક્ચાતુર્યમાં કે પ્રશ્નોત્તરમાં જીતી શકીશ કે નહિ, આ રીતે પ્રતિવાદીની બાજુ પોતાની શક્તિનો વિચાર કરીને વાદ-વિવાદ કરવો શક્તિજ્ઞાન ગુણ છે. (૨) પ્રતિવાદી જે મતનો અનુયાયી હોય, એ જ મતના શાસ્ત્રથી એને સમજાવવો પુરુષજ્ઞાન ગુણ છે.
(૩) આ જગ્યાના લોકો મર્યાદાહીન અને ઉદ્ધૃતહીન તો નથી કે કોઈ પ્રકારનું અપમાન ન કરે, હાલ તો મીઠું-મીઠું બોલે છે પછી ક્યાંક બદલાઈ ન જાય, કપટી અને મિથ્યાત્વીનું આડંબર જોઈને વિચલિત થઈ જાય એવા અસ્થિર તો નથી ને, વગેરે ક્ષેત્રનો વિચાર કરીને વાદ કરવો ક્ષેત્રજ્ઞાનગુણ કહેવાય છે.
(૪) વિવાદના સમયે કદાચ રાજા વગેરેનું આગમન થાય તો વિચાર કરવો કે આ રાજા ન્યાયી છે કે કપટી. એ ભવિષ્યમાં કોઈ પ્રકારનો પક્ષપાત કે અપમાન તો નહિ કરે ? આ રીતે વિચાર કરીને વાદ-વિવાદ કરવો વસ્તુજ્ઞાન ગુણ છે.
૮. સાધુઓના ઉપયોગમાં આવનારી આવશ્યક વસ્તુઓનો વિચાર કરીને પહેલાંથી જ સંગ્રહ કરી રાખવો સંગ્રહ સંપત્તિ છે. આના પણ ચાર પ્રકાર છે ઃ
૪૨
(૧) બાળક, દુર્બળ, ગીતાર્થ, તપસ્વી, રોગી તથા નવદીક્ષિત સાધુઓના નિર્વાહ યોગ્ય ક્ષેત્રને ધ્યાનમાં રાખવો ગણયોગ સંપત્તિ કહેવાય છે.
(૨) પોતાના સાધુ કે બહારથી આવેલા સાધુના ઉપયોગમાં આવનાર યોગ્ય આવશ્યક મકાન, પાટ, પાટલા, પરાલ વગેરેનો સંગ્રહ કરી લેવો સંળક્ત સંપત્તિ છે.
(૩) જે-જે કાળમાં જે ક્રિયા કરવી હોય એ-એ કાળમાં એ ક્રિયાને યોગ્ય સામગ્રીનો સંગ્રહ કરી રાખવો ક્રિયાવિધિ સંપત્તિ છે.
(૪) વ્યાખ્યાતા, વાદવિજયી, ભિક્ષાકુશળ, સેવાભાવી વગેરે શિષ્યોનો સંગ્રહ કરી રાખવો શિષ્યોપસંગ્રહ સંપત્તિ છે.
ચાર વિનય :
૧. આચાર વિનય : સાધુ દ્વારા, આચરણીય (આદરણીય) ગુણોનું આચરણ કરવું આચાર વિનય છે. એના ચાર પ્રકાર છે :
(૧) સ્વયં સંયમનું પાલન કરવું, બીજાથી પાલન કરાવવું, સંયમમાં અસ્થિર થયેલાને સ્થિર કરાવવું આ સંયમ-સમાચારી વિનય છે.
જિણઘમ્મો
Page #60
--------------------------------------------------------------------------
________________
(૨) પાક્ષિક વગેરે પર્વ તપ સ્વયં કરવા, બીજાને કરાવવા, પોતે ભિક્ષા માટે જવું તથા
બીજા મુનિઓને મોકલવા - એ તપ સમાચારી છે. (૩) તપસ્વી, જ્ઞાની, નવદીક્ષિત વગેરેનું પ્રતિલેખન સ્વયં કરવું અથવા અન્ય મુનિઓ પર
કરાવવું ગણ સમાચારી છે. (૪) ઉચિત અવસરે સ્વયં એકલાએ વિચાર કરવો અને સુયોગ જોઈને બીજાને એકલા
વિહાર કરાવવો એકાકી વિહાર સમાચારી છે. ૨. શ્રત વિનય : સૂત્ર વગેરેનો અભ્યાસ કરવો શ્રત વિનય છે. શ્રુત વિનયના પણ
ચાર ભેદ પ્રકાર છે : (૧) સ્વયં શ્રુતનો અભ્યાસ કરવો તથા બીજાને કરાવવો. (૨) અર્થને યથાતથ્ય ધારણ કરવા અને કરાવવા. (૩) શિષ્ય જે પ્રકારના જ્ઞાનને પાત્ર હોય એને એ જ પ્રકારનું જ્ઞાન આપવું.
(૪) જે સૂત્રગ્રંથ ભણાવવો શરૂ કર્યો હોય એને પૂર્ણ કરીને બીજાને ભણાવવો. ૩. વિક્ષેપ વિનય : અંતઃકરણમાં ધર્મની સ્થાપના કરવી વિક્ષેપ વિનય છે. એના પણ
ચાર પ્રકાર છે : (૧) મિથ્યાષ્ટિને સમ્યક્દૃષ્ટિ બનાવવી. (૨) સમ્યગૃષ્ટિને ચારિત્રી બનાવવી. (૩) સમ્યકૃત્વ કે ચારિત્ર્યથી ભ્રષ્ટ થયેલાને સ્થિર કરવા. (૪) નવીન સમ્યગુષ્ટિ તથા નવીન ચારિત્રી બનાવીને એવો વ્યવહાર કરવો જેનાથી
ધર્મની વૃદ્ધિ થાય. ૪. દોષપરિઘાત વિનય : કષાય વગેરે દોષોનો પરિઘાત (નાશ) કરવો દોષપરિઘાત
વિનય છે. એના પણ ચાર પ્રકાર છે : (૧) ક્રોધીને ક્રોધથી થતી હાનિઓ અને ક્ષમાથી થતા લાભો બતાવીને શાંત સ્વભાવી
બનાવવો. ક્રોધ-પરિઘાત વિનય છે. (૨) વિષયોની આસક્તિથી ઉન્મત્ત બનેલાને વિષયોના દુર્ગુણ અને શીલના ગુણ બતાવી
નિર્વિકાર બનાવવા વિષય-પરિઘાત વિનય છે. (૩) જે રસલોલુપ હોય એને લોલુપતાની હાનિઓ અને તપના લાભ બતાવીને તપસ્વી
બનાવવો અન્ન-પરિઘાત વિનય છે. (૪) દુર્ગુણોથી દુઃખની અને સગુણોથી સુખની પ્રાપ્તિ બતાવીને દુર્ગુણીને સગુણી
બનાવવો આત્મદોષ-પરિઘાત વિનય છે. આ રીતે ૮ સંપત્તિના ૩૨ પ્રકાર અને ૪ વિનય મળીને આચાર્યના કુલ ૩૬ ગુણ છે. એવા જ્ઞાનપ્રધાન, દર્શનપ્રધાન, ચારિત્ર્યપ્રધાન, તપપ્રધાન, શૂર, વીર, ધીર, સાહસિક, શમદમ-ઉપશમવાન, ચારેય તીર્થોના ત્રદ્ધાસ્પદ, જિનેશ્વર દેવના પાટના અધિકારી, જૈનશાસનના નિર્વાહક અને પ્રવર્તક, એવા અનેકાનેક ગુણગણના ધારક આચાર્ય હોય છે.
[ આચાર્ય 20000000000000000X૪૩]
Page #61
--------------------------------------------------------------------------
________________
( ઉપાધ્યાય )
નવકાર મંત્રનું ચોથું પદ ઉપાધ્યાયનું છે. “૩૫-સીરે ગથીય-યાત્ રૂતિ સપાધ્યાય:" જેમના પાસે રહીને શાસ્ત્રીય અધ્યયન કરવામાં આવે છે તે વિશિષ્ટ શ્રુતના અધ્યાપક-ઉપાધ્યાય હોય છે. ઉપાધ્યાય સ્વયં અંગ-ઉપાંગાદિ શાસ્ત્રોના મર્મજ્ઞ વિદ્વાન હોય છે અને બીજાઓને શ્રતનું અધ્યયન કરાવે છે. અજ્ઞાનના અંધકારમાં ભટકતાં પ્રાણીઓને જ્ઞાનનું આલોક દેનાર ઉપાધ્યાય કહેવાય છે. ઉપાધ્યાય માટે એ આવશ્યક છે કે તેઓ વિભિન્ન મતોના જ્ઞાતા (જાણકાર) હોય, કારણ કે સમ્યગુમાર્ગનો નિર્ણય કરી અધ્યેતાઓને સમુચિત સમાધાન આપી શકે છે. ઉપાધ્યાય ૨૫ ગુણ તથા અનેક ઉપમાઓના ધારક હોય છે. ઉપાધ્યાયના ૨૫ ગુણ :
વારસંવિડ વૃદ્ધા, રપ-વરVITો
पभावणा जोगनिग्गहो, उवज्झायगुणं वन्दे ॥ અર્થાત્ - ૧૨ અંગના વિજ્ઞાતા, ૧૩-૧૪ કરણસત્તરિ અને ચરણસત્તરિના ગુણોથી યુક્ત ૧૫-૨૨ આઠ પ્રકારની પ્રભાવનાથી જૈન ધર્મનો પ્રભાવ વધારનારા, ૨૩-૨૫ ત્રણેય યોગોને વશમાં કરનાર. આ ૨૫ ગુણોના ધારક મુનિ ઉપાધ્યાય કહેવાય છે. એક અન્ય વિવક્ષાથી ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ચરણસતરિ અને કરણસત્તરિ - એ ૨૫ ગુણ માનવામાં આવ્યા છે. ઉપાધ્યાયજીની ૧૬ ઉપમાઓઃ
કોઈપણ શ્રેષ્ઠ કે નિષ્કૃષ્ટ વસ્તુના સ્વરૂપને સમજવા-સમજાવવા માટે વિશેષજ્ઞ પુરુષ ઉપમાઓનો પ્રયોગ કરતા આવ્યા છે. પ્રસિદ્ધ વસ્તુની સાથે જ્યારે કોઈ વસ્તુની તુલના કરવામાં આવે છે તો એના ગુણધર્મનું સ્પષ્ટ જ્ઞાન થઈ જાય છે. આ પદ્ધતિ હંમેશાંથી ચાલતી આવી છે. તે અનુસાર ઉપાધ્યાયજી માટે “ઉત્તરાધ્યયન સૂત્ર'માં ૧૬ ઉપમાઓ આપવામાં આવે છે. ઉપાધ્યાયજીમાં ઘણી વિશેષતાઓ હોય છે. એ બધી વિશેષતાઓને કોઈ એક પદાર્થની ઉપમા દ્વારા પ્રગટ કરવી સંભવ નથી. માટે આ વિશેષતાઓને પ્રકાશિત કરવા માટે ૧૬ ઉપમાઓ આપવામાં આવી છે. તે આ પ્રકારે છે : ૧. જેમાં શંખમાં ભરેલું દૂધ ખરાબ પણ થતું નથી અને વિશેષ શોભા આપે છે તથા
વાસુદેવના પાંચજન્ય શંખની ધ્વનિનું શ્રવણ કરવા માત્રથી જ શત્રુની સેના ભાગી જાય છે, એ જ પ્રકાર ઉપાધ્યાયજી દ્વારા પ્રાપ્ત કરેલું જ્ઞાન નષ્ટ પણ નથી થતું અને વધુ શોભા આપે છે તથા ઉપાધ્યાયજીના ઉપદેશની ધ્વનિના શ્રવણથી પાખંડ અને પાખંડી
ભાગી જાય છે. (૪૪) ) )))) ))))( જિણધમો )
Page #62
--------------------------------------------------------------------------
________________
૬.
૨. જેમ બધા પ્રકારનાં આભૂષણોથી સુસજ્જિત, કંબોજ દેશમાં ઉત્પન્ન અશ્વ બંને બાજુ
વાર્દિત્રો દ્વારા સુશોભિત થાય છે. એ જ રીતે ઉપાધ્યાયજી સાધુના સુંદર વેશમાં સજ્જિત બનેલા અને સ્વાધ્યાયની મધુર ધ્વનિ રૂપ વાર્દેિત્રના નિર્દોષથી શોભે છે. જેમ ભાટ, ચારણ અને બંદીવાનોની બિરદાવલીથી ઉત્સાહિત થયેલો શૂરવીર સુભટ શત્રુને પરાજિત કરે છે, એ જ રીતે ઉપાધ્યાયજી ચતુર્વિધ સંઘના ગુણ-કીર્તનરૂપ
બિરદાવલીથી ઉત્સાહિત થઈને મિથ્યાત્વનો પરાજય કરતા શોભે છે. ૪. જેમ ૬૦ વર્ષની અવસ્થાવાળા અને અનેક હાથણીઓના ટોળાથી પરિવૃત્ત હાથી
શોભે છે એમ ઉપાધ્યાયજી શ્રુત-સિદ્ધાંતના જ્ઞાનની પ્રૌઢતાને પ્રાપ્ત થઈને અનેક જ્ઞાનીઓધ્યાનીઓથી પરિવૃત્ત થઈને વિતંડાવાદીઓને હટાવી શોભા પામે છે. જેમ અનેક ગાયોના સમૂહથી યુક્ત અને બંને અણીદાર શિંગડાવાળા ધીરેય બળદ શોભા પામે છે એ જ પ્રકાર ઉપાધ્યાયજી નિશ્ચયનય અને વ્યવહારનય રૂ૫ બંને અણીદાર શિંગડાઓથીયુક્ત અને મુનિઓના વૃંદથી યુક્ત શોભે છે. જેમ તીક્ષ્ણ દાઢોવાળો કેસરીસિંહ વનચરોને ક્ષુબ્ધ કરતાં શોભા પામે છે, એમ ઉપાધ્યાયજી
સાત નયરૂપ અણીદાર દાઢોથી પરવાદીઓને પરાજિત કરતા શોભિત થાય છે. ૭. ત્રણેય ખંડના અધિપતિ વાસુદેવ સાત રનોથી સુશોભિત થાય છે, એમ જ્ઞાનાદિ રત્નત્રયના
નાયક તથા સાત નયરૂપી સાત રત્નોના ધારક અને કર્મશત્રુઓને પરાજય કરનાર ઉપાધ્યાયજી સુશોભિત હોય છે. જેમ છ ખંડોના અધિપતિ અને ચૌદ રત્નોના ધારક ચક્રવર્તી શોભે છે એમ પદ્રવ્યના
જ્ઞાતા તથા ચૌદ પૂર્વરૂપ ચૌદ રત્નોના ધારક ઉપાધ્યાયજી શોભે છે. ૯. જેમ એક સહસ્ત્ર નેત્રોના ધારક* અને અસંખ્ય દેવોના અધિપતિ શક્રેન્દ્ર વજાયુદ્ધથી શોભા
પામે છે, એમ સહસ્ત્રો તર્ક-વિતર્કવાળા તથા અનેકાંત સ્યાદ્વાદરૂપ વજના ધારક અસંખ્ય
ભવ્ય પ્રાણીઓના અધિપતિ ઉપાધ્યાયજી શોભે છે. ૧૦. જેમ સહસ્ત્ર કિરણોથી જાજ્વલ્યમાન, અપ્રતિમ પ્રભાથી અંધકારને નષ્ટ કરનાર સૂર્ય
ગગનમંડળમાં શોભા પામે છે, એ જ રીતે નિર્મળ જ્ઞાનરૂપી કિરણોથી મિથ્યાત્વ અને
અજ્ઞાનના અંધકારને હરનાર ઉપાધ્યાયજી જૈન સંઘ ગગનમાં સુશોભિત થાય છે. ૧૧. જેમ ગ્રહો, નક્ષત્રો અને તારાગણથી ઘેરાયેલ શરદપૂર્ણિમાની રાતને નિર્મળ અને
મનોહર બનાવનાર ચંદ્રમા પોતાની સમસ્ત કળાઓથી સુશોભિત થાય છે, એ જ રીતે સાધુગણરૂપ ગ્રહોથી, સાધ્વીગણરૂપ નક્ષત્રોથી, શ્રાવક-શ્રાવિકારૂપ તારામંડળથી ઘેરાયેલા, ભૂમંડળને મનોહર બનાવતા જ્ઞાનરૂપ કળાઓથી ઉપાધ્યાયજી શોભા પામે છે. * કાર્તિક શેઠ ૧૦0૮ ગુમાસ્તા સાથે દીક્ષા લઈને કરણીકર આયુષ્ય પૂર્ણ કરી પ્રથમ દેવલોકમાં શક્રેન્દ્રજી થયા અને ૫૦૦ ગુમાસ્તે સામાનિક દેવ થયા હતા. તે દેવ સદા શુક્ર ઇન્દ્રજીના સાથે રહેવાથી એમની આંખો મળીને સહસ્ત્ર નેત્રી ઈન્દ્ર કહેવાય છે. ઉપાધ્યાય
પ રિવાર જ ૪૫)
૪૫
Page #63
--------------------------------------------------------------------------
________________
૧૨. જેમ મૂષક વગેરેના ઉપદ્રવથી રહિત અને સુદઢ દ્વારોથી અવરુદ્ધ તથા વિવિધ પ્રકારનાં
ધાન્યોથી ભરપૂર કોઠાર શોભા આપે છે, એ જ રીતે નિશ્ચય-વ્યવહાર રૂપ દઢ કમાડોથી
તથા ૧૧ અંગ અને ૧૨ ઉપાંગના જ્ઞાનરૂપ ધાન્યોથી પરિપૂર્ણ ઉપાધ્યાયજી શોભા પામે છે. ૧૩. જેમ ઉત્તરકુરુક્ષેત્રમાં જંબૂદ્વીપના અધિષ્ઠાતા અણાઢિય દેવના નિવાસસ્થાન જંબુસુદર્શન
વૃક્ષપત્ર, પુષ્પ, ફળ વગેરેથી શોભા પામે છે, એ જ રીતે ઉપાધ્યાયજી આર્ય ક્ષેત્રમાં,
જ્ઞાનરૂપી વૃક્ષ બનીને અનેક ગુણરૂપી પાંદડાં, ફળો અને ફૂલોથી શોભા પામે છે. ૧૪. જેમ મહાવિદેહ ક્ષેત્રની સીતા નામની મહાનદી, ૫ લાખ ૩૨ હજાર નદીઓના પરિવારથી
શોભે છે, એમ ઉપાધ્યાયજી હજારો શ્રોતાજનોના પરિવારથી શોભાયમાન થાય છે. ૧૫. જેમ સમસ્ત પર્વતોના રાજા સુમેરુ પર્વત અનેક ઉત્તમ ઔષધિઓથી તથા ચાર વનોથી શોભે
છે, એમ ઉપાધ્યાયજી મહારાજ અનેક લબ્ધિઓથી તથા ચતુર્વિધ સંઘથી શોભા પામે છે. ૧૬. સહુથી વિશાળ સ્વયંભૂરમણ સમુદ્ર અક્ષય અને સુસ્વાદુ જળથી શોભિત થાય છે, એમ
ઉપાધ્યાયજી અક્ષય જ્ઞાનને, ભવ્ય જીવોને રૂચિકર શૈલીથી પ્રકાશિત કરતા શોભા પામે છે. વગેરે અનેક ઉપમાઓથી યુક્ત શ્રી ઉપાધ્યાય પરમેષ્ઠીના ભક્તિમાન, અચપળ (શાંત), કૌતુક રહિત (ગંભીર), છળ-પ્રપંચથી રહિત, કોઈનો પણ તિરસ્કાર ન કરનાર, બધા પર મૈત્રીભાવના રાખનાર, જ્ઞાનનો ભંડાર હોવા છતાં અભિમાનથી હીન, બીજાના દોષ ન જોનાર, શત્રુની પણ નિંદા ન કરનાર, ક્લેશીન, ઇન્દ્રિયોનું દમન કરનાર, લાશીલ વગેરે અનેક વિશેષણોથી વખાણ કરવામાં આવે છે. એવા મહિમાથી મંડિત ના નિસંલા' અર્થાત્ જિન નહિ છતાંય જિનસમાન, સાક્ષાત્ જ્ઞાનનો પ્રકાશ કરનાર શ્રી ઉપાધ્યાય હોય છે.
(સાધુ)
નમસ્કાર મંત્રનું પાંચમું પદ સાધુનું છે.
- “સાઘતિ જ્ઞાનાવિવિસ્તાક્ષમિતિ સાધવ:" જ્ઞાન વગેરે શક્તિઓ દ્વારા જે મોક્ષની સાધના કરે છે તે સાધુ કહેવાય છે. આત્માની સાધના કરનાર સાધક સાધુ છે. સાંસારિક વાસનાઓનો ત્યાગ કરી જે પાંચેય ઇન્દ્રિયોને વશમાં રાખે છે, બ્રહ્મચર્ય વ્રતના નવાવાડ સહિત પાલન કરે છે, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ રૂપ પાંચેય મહાવ્રતોનું પાલન કરે છે, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિઓની આરાધના કરે છે, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર રૂપ પાંચ આચારોના પાલનમાં લાગી રહે છે, તે સાધુ કે સાધ્વી કહેવાય છે.
જન જિણધમ્મો)
Page #64
--------------------------------------------------------------------------
________________
સાધુના ૨૦ ગુણ पंचमहव्वयजुत्तो पंचेंद्रियसंवरणो । चउविहकसायमुक्को तओ समाधारणीया ॥१॥ तिसच्चसम्पन्न तिओ खंतिसंवेगरओ ।
वेयणमच्चु भयगयं, साहु गुणसत्तवीसं ॥२॥ અર્થ: (૧-૫) ૨૫ ભાવનાઓ સાથે ૫ મહાવ્રતોનું પાલન કરવું. (૬-૧૦) પ ઇન્દ્રિયોનું સંવર કરવું - વિષયોથી નિવૃત્તિ કરવી. (૧૧-૧૪) ૪ કષાયોથી નિવૃત્ત થવું - આ ૧૪ ગુણોનું વિસ્તૃત કથન આચાર્યના ત્રીજા પ્રકરણમાં કરવામાં આવ્યું છે. (૧૫) મનસમાધારીયા – અર્થાત્ મનને વશમાં કરીને ધર્મમાર્ગમાં લગાવવું. (૧૬) વવ: સમાંથારીયા – અર્થાત્ પ્રયોજન હોવાથી પરિમિત અને સત્ય વાણી બોલવી. (૧૭) શયસમાંથારીયા શરીરની ચપળતાને રોકવી. (૧૮) માવત્યિ - અંતઃકરણના ભાવોને નિર્મળ કરીને ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં જોડવા. (૧૯) ઋRUTચ્ચે - {VIણત્તરિ ૭૦ બોલોથી યુક્ત હોય તથા સાધુ માટે જે-જે સમય જે-જે ક્રિયાઓ કરવાનું વિધાન શાસ્ત્રમાં કરવામાં આવ્યા છે, એને એ જ સમયે કરવા. જેમ પાછલી રાતનો પહોર બાકી રહેવાથી જાગૃત થઈને આકાશની તરફ દૃષ્ટિ દોડાવવી જોઈએ કે કોઈ પ્રકારના અસક્ઝાયનું કારણ તો નથી ને, અથવા દિશાઓ નિર્મળ હોય તો સઝાય કરે પછી અસક્ઝાયની દિશા (લાલ દિશા) હોય ત્યારે પ્રતિક્રમણ કરે. સૂર્યોદય પછી ગુરુને વંદન કરી પ્રતિલેખન કરીને ગુરુ વગેરે મોટા સાધુને વંદન કરી પૂછે - “હું સ્વાધ્યાય કરું કે વૈયાવૃત્ય કરું?” પછી ગુરુ વગેરેની જેવી આજ્ઞા હોય એમ કરે. ત્યારબાદ એક પહોર સુધી ફરીથી સ્વાધ્યાય કરે. શ્રોતાઓને ધર્મોપદેશ (વ્યાખ્યાન) આપે. એના પછી ધ્યાન અને શાસ્ત્રોના અર્થનું ચિંતન કરે. પછી ભિક્ષાનો સમય થતાં ગોચરી માટે જાય અને શાસ્ત્રીય વિધિથી શુદ્ધ આહાર લાવીને શરીરનું ભાડું ચુકાવે. (ચોથા આરામાં એક ઘરમાં ૨૮ પુરુષ અને ૩૨ સ્ત્રીઓ હોય તો એ ઘર ગણાતું હતું અને ૬૦ મનુષ્યોની રસોઈ તૈયાર કરવામાં સામાન્ય રીતે બપોર થઈ (વીતી) જતો હતો. આના સિવાય એ કાળના મનુષ્ય એક જ વાર આહાર કરતા હતા.* - પહેલા આરામાં ત્રણ દિવસ પછી, બીજા આરામાં બે દિવસ પછી, ત્રીજા આરામાં એક દિનાંતર, ચોથા આરામાં દિવસમાં એક વખત, પાંચમા આરામાં દિવસમાં બે વખત અને છઠ્ઠા આરામાં વેમાયા (અપ્રમાણ) આહારની ઇચ્છા હોય છે. આ કારણથી ચોથા આરામાં સાધુ ત્રીજા પહોરમાં (૧૨ વાગ્યા પછી) ભિક્ષાર્થે જાય છે તથા ચોથા આરામાં જેમના ઘરમાં ૩૨ સ્ત્રીઓ અને ૨૮ પુરુષ એમ ૬૦ મનુષ્ય હોય, એમનું ઘર ગણતા ૬૦ મનુષ્યોને ભોજન બનાવવા છતાં બે પહોર દિવસ સ્વાભાવિક રીતે આવે છે માટે ચોથા આરામાં સાધુ બપોર પછી એક જ વખત ભિક્ષાર્થે જતા હતા. આ નિયમ હંમેશાં માટે નથી. હંમેશાં માટે તો 'T #ાનં સમાવેતરે' અર્થાત્ ગામમાં ધૂમ્ર નીકળતી બંધ થાય, ઘાટ પર પણિયારીઓ ઓછી આવતી દેખાય, આહારના યાચક ભિક્ષુઓએ પરિભ્રમણ કરતા જોઈ વગેરે ચિહ્નોથી સમજે કે હવે ભિક્ષાનો પર્યાપ્ત સમય થઈ ગયો છે, ત્યારે સાધુ ભિક્ષા લેવા જાય. જો ભિ ભિક્ષાર્થ ન આવે, જલદી કે પાછળથી (મોડા) આવે, તો ફરવું વધારે પડશે, ઇચ્છિત આહાર નહિ મળે, શરીરને દુઃખ થશે તથા કસમય સાધુ કેમ ફરે છે એવી લોકો નિંદા કરશે અને સ્વાધ્યાય-ધ્યાન વગેરેમાં ખલેલ પડશે. એવી દેશવૈકાલિક સૂત્ર'ની આજ્ઞાને જાણી જે ગામમાં જે સમયે ભિક્ષાકાળ થઈ જાય એ જ સમયે ગોચરી જાય.
Page #65
--------------------------------------------------------------------------
________________
આ બધાં કારણોથી ચોથા આરામાં સાધુ ભિક્ષા લેવા માટે ત્રીજા પહોરમાં જતા હતા. શાસ્ત્રમાં કહ્યું છે - “ નં સમાયેતિ' અર્થાત્ જે જગ્યાએ ભિક્ષા માટે જે સમય ઉચિત હોય, ત્યાં એ જ સમય ભિક્ષા માટે જવું જોઈએ. ભિક્ષાના કાળનો વિચાર ન કરીને પહેલાં કે પછી જવાથી ભિક્ષા માટે બહુ ફરવું પડે છે, ઇચ્છિત આહાર નથી મળતો, શરીરને કિલામના થાય છે. લોકો પણ વિચારે છે કે - “સમય-કસમયનો વિચાર ન કરીને આ સાધુ કેમ ભટકતા ફરે છે?' એનાથી સ્વાધ્યાય અને ધ્યાનનો સમય પણ ટળી જવાની સંભાવના રહે છે વગેરે વાતો પર વિચાર કરીને સાધુને સમુચિત સમય પર જ ભિક્ષા માટે જવું જોઈએ. શાસ્ત્રોક્ત વિધિથી આહાર કરો. દિવસના ચોથા પહોરમાં ફરીથી પ્રતિલેખના કરો અને સ્વાધ્યાય કરો તથા અસઝાયના સમયે-સંધ્યાકાળમાં-પ્રતિક્રમણ કરો.*અસ્વાધ્યાયકાળ પૂર્ણ થઈ જવાથી રાતના પહેલા પહોરમાં સ્વાધ્યાય કરો. બીજા પહોરમાં ધ્યાન અને શાસ્ત્રચિંતન કરો અને ત્રીજા પહોરમાં નિદ્રાથી નિવૃત્ત થાઓ. સાધુની રાત-દિવસની ચર્યા શ્રી “ઉત્તરાધ્યયન સૂત્ર'માં કહી છે. એના સિવાય ક્રિયાના નાના-મોટા ઘણા ભેદ (પ્રકાર) છે. એમને ગુરુ-મહારાજથી સમજીને ધારણ કરવા જોઈએ.
(૨૦-૨૩) નો સચ્ચે - અર્થાત્ મન, વચન અને કાયાના યોગોની સરળતા અને સત્યતા રાખે. યોગાભ્યાસ, આત્મસાધન, શમ, દમ, ઉપશમ વગેરેની પ્રતિદિન વૃદ્ધિ કરો.
(૨૧) સંપન્નતિ - અર્થાત્ સાધુ ત્રણ વસ્તુઓથી સંપન્ન હોય. જેમકે જ્ઞાનસંપન્ન હોય અર્થાત્ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અંગ, ઉપાંગ, પૂર્વ વગેરે જે કાળમાં જેટલા શ્રુત વિદ્યમાન હોય એનું ઉત્સાહ સાથે અધ્યયન કરે. વાચના, પ્રચ્છના, પરિવર્તન વગેરે કરીને જ્ઞાનને દૃઢ કરો અને યથાયોગ્ય બીજાઓને જ્ઞાન આપીને જ્ઞાનની વૃદ્ધિ કરો. સાધુ સમ્યગુદર્શનથી સંપન્ન બનો. અર્થાતુ દેવ વગેરેના ભયાનક ઉપસર્ગ આવવા છતાંય સમ્યકત્વથી ચલિત ન થાઓ અને શંકા, કાંક્ષા વગેરે દોષોને ટાળીને નિર્મળ-સમ્યકત્વનું પાલન કરો. સાધુ ચરિત્ર સંપન્ન પણ થાઓ અર્થાત્ સામાયિક છેદોપ-સ્થાપનીય, પરિહારવિશુદ્ધ, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત ચારિત્રમાંથી યથાસંભવ ચારિત્રને ધારણ કરો. (આ કાળમાં પહેલાના બે ચારિત્ર જ પાળી શકાય છે.)
(૨૪) વંતી - અર્થાત્ ક્ષમાયુક્ત હોય.
(૨૫) સંવેક - અર્થાત્ સદાય વૈરાગ્યવાન હોય. સંસાર શારીરિક અને માનસિક વેદનાઓથી પીડિત છે. આ વેદનાઓને જોઈને અને સંસારના સમસ્ત સંયોગોને ઇન્દ્રજાળ સમાન કલ્પિત અને સ્વપ્ન સમાન ક્ષણિક સમજીને સંસારથી ભયભીત રહેવું “સંવેગ” કહેવાય છે.
(૨૬) વેય સાહિમાળિયા - અર્થાત્ સુધા-તૃષા વગેરે ૨૨ પરિષહ ઉત્પન્ન થાય તો સમભાવથી એમને સહન કરવા.
(૨૭) મરઘાંતિય માહિમાળિયા - અર્થાત્ મરણાંતિક કષ્ટ આવવા છતાંય મૃત્યુના સમયે જરા પણ ભયભીત ન થવું, પરંતુ અસમાધિમરણથી આયુષ્ય પૂર્ણ કરવું. આ સાધુના ૨૭ ગુણ છે.
* પ્રતિક્રમણ કરવા માટે કોઈપણ પ્રકારની અસઝાય માનવામાં નથી આવતી.
[૪૮ OOOOOOOOOOOOOOK જિણધમો)
Page #66
--------------------------------------------------------------------------
________________
સાધુની ૮૪ ઉપમાઓ
उरग-રરે-ખભા-સાગર, નહતત્વ-તાળસમો દિ નો હોડું । ભમર-મિય-થાળી-ખતરુત-વિ-પવળસમો ય ો સમજો ।।
અર્થાત્ (૧) ઉરગ (સાપ) (૨) ગિરિ (પર્વત) (૩) જ્વલન (અગ્નિ) (૪) સાગર (૫) નભસ્તલ (આકાશ) (૬) તરુગણ (વૃક્ષસમૂહ) (૭) ભ્રમર-ભમરો (૮) મૃગ (હરણ) (૯) ધારિણી (પૃથ્વી) (૧૦) જલરુહ (કમળ) (૧૧) રવિ (સૂર્ય) અને (૧૨) પવન સમાન શ્રમણ થાય છે.
અહીં શ્રમણ માટે જે ૧૨ ઉપમાઓ આપવામાં આવી છે એમાંથી પ્રત્યેક ઉપમાના ૭-૭ ગુણ ગુણવાથી ૧૨૪૭ = ૮૪ ઉપમાઓ થઈ જાય છે. આ ઉપમાઓનું વર્ણન આ પ્રકારે છે :
૧. ઉરગ : શ્રમણ સાપ સમાન હોય છે. (૧) જેમ સાપ બીજાના માટે બનાવેલા સ્થાનમાં રહે છે, એમ સાધુ, ગૃહસ્થ દ્વારા પોતાના માટે બનાવેલા સ્થાનમાં રહે છે. (૨) જેમ અગંધન જાતિના સાપ વમન કરેલ ઝેરને પછીથી નથી ચૂસતા, એમ સાધુ ત્યાગેલા, ભોગોપભોગ ભોગવવાની ક્યારેય ઇચ્છા કરતા નથી. (૩) જેમ સાપ સીધો ચાલે છે, એમ સાધુ સરળતાથી મોક્ષમાત્રની પ્રવૃત્તિ કરે છે. (૪) જેમ સાપ દરમાં સીધો પ્રવેશ કરે છે, એમ સાધુ આહારના કોળિયાને સ્વાદ માટે અહીં-તહીં ન ફેરવતા સીધો ગળામાં ઉતારે છે. (૫) જેમ સાપ કાંચળી ત્યાગીને તરત ચાલતો થાય છે પછી એની તરફ આંખ ઊંચી કરીને ક્યારેય જોતો નથી, એમ જ સાધુ સંસારનો ત્યાગ કરીને જરા પણ સંસારની ઇચ્છા કરતો નથી. (૬) જેમ સાપ કાંટા, કાંકરા વગેરેથી ડરીને સાવધાનીપૂર્વક ચાલે છે, એમ સાધુ પણ હિંસા વગેરેથી ડરીને યતનાપૂર્વક ચાલે છે. (૭) જેમ સાપથી બધા ડરે છે, એમ લબ્ધિધારી સાધુથી રાજા, દેવ, ઇન્દ્ર વગેરે પણ ડરે છે.
૨. ગિરિ : જેમ પર્વત પર વિવિધ પ્રકારની જડીબુટ્ટીઓ તથા ઔષધિઓ હોય છે, એમ સાધુ પણ અક્ષીણ વગેરે અનેક લબ્ધિઓના ધારક હોય છે. (૨) જેમ પર્વતને વાયુ ચલાયમાન નથી કરતો, એમ સાધુને ઉપસર્ગ અને પરિષહ વિચલિત નથી કરી શકતો. (૩) જેમ પર્વત પ્રાણીઓનો આધારભૂત છે. ઘાસ, માટી, ફળ વગેરે દ્વારા આજીવિકાનું સાધન બને છે, એમ સાધુ ૬ કાયના જીવો માટે આધારભૂત છે. (૪) જેમ પર્વતમાંથી નદીઓ વગેરે નીકળે છે, એમ સાધુથી જ્ઞાન વગેરે અનેક ગુણોનો વિકાસ થાય છે. (૫) જેમ મેરુ પર્વત બધા પર્વતોમાં ઊંચો છે, એમ સાધુનો વેશ બધા વેશથી ઉત્તમ અને માન્ય છે. (૬) જેમ કેટલાય પર્વત રત્નમય છે, એમ સાધુ રત્નત્રય (સમ્યક્-જ્ઞાન-દર્શન-ચારિત્ર)થી યુક્ત છે. (૭) જેમ પર્વત મેખલા(કંદરાઓ)થી શોભે છે, એમ સાધુ શિષ્યો અને શ્રાવકોથી શોભે છે.
૩. જ્વલન : (૧) જેમ અગ્નિ ઇંધણથી ક્યારેય તૃપ્ત નથી થતી, એમ સાધુ જ્ઞાન વગેરે ગુણોને ગ્રહણ કરતા-કરતા તૃપ્ત નથી થતા. (૨) જેમ અગ્નિ પોતાના તેજથી દેદીપ્યમાન થાય છે, એમ સાધુ તપ, સંયમ વગેરે ઋદ્ધિથી દીપ્ત થાય છે. (૩) જેમ અગ્નિ કચરાને ભસ્મ કરી દે છે, એમ સાધુ કર્મરૂપી કચરાને તપ દ્વારા બાળી કાઢે છે. (૪) જેમ અગ્નિ અંધકારનો
સાધુ
૪૯
Page #67
--------------------------------------------------------------------------
________________
નાશ કરે છે, એમ સાધુ મિથ્યાત્વરૂપી અંધકારનો નાશ કરીને ધર્મનો ઉદ્યોત કરે છે. (૫) જેમ અગ્નિ, સુવર્ણ, ચાંદી વગેરે ધાતુઓને શોધ કરીને નિર્મળ બનાવી દે છે, એમ સાધુ ભવ્ય જીવોને વ્યાખ્યાન-વાણી દ્વારા મિથ્યાત્વના મળથી રહિત બનાવે છે. (૬) જેમ અગ્નિ ધાતુ અને મેલને અલગ-અલગ કરી દે છે, એમ સાધુ આત્મા અને કર્મને અલગ-અલગ કરી દે છે. (૭) જેમ અગ્નિ માટીના કાચા વાસણને પકવીને પાકું બનાવે છે, એમ સાધુ પોતાના શિષ્યો અને શ્રાવકોને ઉપદેશ આપીને ધર્મમાં પાકો (દઢ) કરે છે.
૪. સાગર : (૧) સાધુ સમુદ્રની જેમ હંમેશાં ગંભીર રહે છે. (૨) જેમ સમુદ્ર મોતી, મૂંગા વગેરે રત્નોની ખાણ છે, એમ સાધુ ગુણરત્નોની ખાણ છે. (૩) જેમ સમુદ્ર મર્યાદાનું ઉલ્લંઘન નથી કરતા, એમ શ્રમણ જિનેન્દ્ર ભગવાનની આજ્ઞાની મર્યાદાનો ભંગ નથી કરતા. (૪) જેમ સમુદ્રમાં સમસ્ત નદીઓનો સંગમ થાય છે, એમ સાધુમાં ઔત્પત્તિકી વગેરે બુદ્ધિઓનો સંગમ થાય છે. (૫) જેમ સમુદ્ર મગર વગેરેથી ક્ષુબ્ધ નથી થતો, એમ સાધુ પાખંડીઓ તથા પરિગ્રહથી ક્ષોભ થતો નથી. (૬) જેમ સમુદ્ર ક્યારેય છલકાતો (ઉભરાતો) નથી, એમ સાધુ ક્યારેય છલકાતો નથી. (૭) સમુદ્રના જળસમાન સાધુનું અંતઃકરણ સદાય નિર્મળ રહે છે.
૫. નભસ્થળ : (૧) સાધુનું મન આકાશની જેમ નિર્મળ હોય છે. (૨) જેમ આકાશને કોઈના આધારની જરૂર નથી, એમ સાધુને ગૃહસ્થની સેવા વગેરેની જરૂર નથી રહેતી. (૩) જેમ સમસ્ત પદાર્થ આકાશમાં સમાઈ જાય છે માટે એ બધાનો આધાર છે, એમ જ સાધુ જ્ઞાન વગેરે બધા ગુણોને પાત્ર છે. (૪) જેમ આકાશ પર ઠંડી-ગરમીની અસર નથી, એમ સાધુ નિંદા તથા અપમાનથી ઉદાસ થતા નથી. (૫) જેમ આકાશ વરસાદ વગેરેના કારણે પ્રફુલ્લિત નથી થતા, એમ સાધુ સત્કાર, વંદના તથા સન્માન મેળવીને પ્રસન્ન થતા નથી. (૬) જેમ આકાશના શસ્ત્રોથી છેદન-ભેદન નથી થઈ શકતા, એમ સાધુના ચરિત્ર વગેરે ગુણોનો કોઈ નાશ કરી શકતા નથી. (૭) જેમ આકાશ અનંત છે, એમ સાધુના ગુણ અનંત છે.
(૬) તરુગણ જેમ વૃક્ષ ગરમી-ઠંડી વગેરેના દુઃખ સહન કરીને મનુષ્ય, પશુ-પક્ષીઓ વગેરેને શીતળ છાયો આપે છે, એ જ રીતે સાધુ પણ અનેક પરિષદો અને ઉપસર્ગોને સહન કરીને જીવોને ઉપદેશ આપીને આશ્રયભૂત અને સુખદાતા બને છે. (૨) જેમ વૃક્ષોની સેવા કરીને ફળની પ્રાપ્તિ થાય છે, એમ સાધુની સેવા કરવાથી દસ ગુણોની પ્રાપ્તિ થાય છે. (૩) જેમ વૃક્ષ મુસાફરો (પથિકો) માટે આશ્રયદાતા છે, એમ સાધુ પણ ચારેય ગતિઓના જીવોના આશ્રયદાતા છે. (૪) જેમ વૃક્ષ કુહાડીથી કાપવા છતાંય ક્રોધ નથી કરતું, એમ સાધુ ઉપસર્ગ દેનાર અને નિંદા કરનાર પર પણ ક્રોધ નથી કરતા. (૫) વૃક્ષોને કોઈ કંકુ, કેસર વગેરે લગાવીને પૂજે તો વૃક્ષ ખુશીનો અનુભવ નથી કરતું, એમ સાધુ સત્કાર-સન્માન મળવાથી પ્રસન્ન નથી થતા. (૬) જેમ વૃક્ષ પોતાનાં ફળ, ફૂલ અને પાંદડાં બીજાને આપીને એમનો બદલો લેવાની ઇચ્છા નથી કરતા, એમ સાધુ જ્ઞાન વગેરે ગુણ કે ઉપદેશ આપીને કોઈપણ પ્રકારનો બદલો નથી ચાહતા. (૭) જેમ વૃક્ષ ઠંડી-ગરમી-પવન વગેરેથી ભલે સુકાઈ જાય પણ પોતાનું સ્થાન
(૫૦)00000000000000 ( જિણધામો)
Page #68
--------------------------------------------------------------------------
________________
નથી ત્યાગતા, એમ સાધુ મારણાંતિક કષ્ટ આવી પડવાથી પણ પોતાના ચરિત્ર વગેરે ધર્મને નથી છોડતા, પરંતુ અડગ રહે છે.
૭. ભ્રમર (ભમરો) : જેમ ભમરો ફૂલોનો રસ ગ્રહણ કરે છે પરંતુ ફૂલોને પીડા નથી આપતા, એમ સાધુ આહાર-પાણી ગ્રહણ કરતી વખતે દાતાને જરા પણ કષ્ટ નથી આપતા. (૨) જેમ ભમરો ફૂલનો મકરંદ (રસ) ગ્રહણ કરે છે પરંતુ બીજાને નથી રોકતા, એમ સાધુ ગૃહસ્થ ઘરથી આહાર વગેરે લે છે, પણ કોઈને અંતરાય (મુસીબત) નથી બનતા. (૩) ભમરો અનેક ફૂલોથી પોતાનો નિર્વાહ કરે છે, એમ સાધુ અનેક ગામોમાં પરિભ્રમણ કરીને અનેક ઘરોમાં ફરીને આહાર વગેરે પ્રાપ્ત કરીને પોતાના શરીરનું પોષણ કરે છે. (૪) જેમ ભમરો બહુ રસ મળવાથી એનો સંગ્રહ નથી કરતો, એમ સાધુ આહાર વગેરેનો સંગ્રહ નથી કરતા. (૫) જેમ ભમરો વગર બોલાવ્યે અચાનક જ ફૂલોની પાસે જતો રહે છે, એમ સાધુ પણ વગર નિમંત્રણે જ ગૃહસ્થોનાં ઘેર જાય છે. (૬) જેમ ભમરાનો પ્રેમ કેતકી(કેવડા)ના ફૂલ પર અધિક હોય છે, એમ સાધુને ચારિત્ર ધર્મ પર અધિક પ્રેમ હોય છે. (૭) જેમ ભમરા માટે બાગ-બગીચા નથી બનાવી શકાતા, એમ જે આહાર ગૃહસ્થે સાધુના નિમિત્ત ન બનાવ્યા હોય એ જ સાધુના કામ આવે છે.
૮. મૃગ ઃ (૧) જેમ મૃગ સિંહથી ડરે છે, એમ સાધુ હિંસા વગેરે પાપોથી ડરે છે. (૨) જે ઘાસના ઉપરથી સિંહ નીકળે છે એ ઘાસને મૃગ નથી ખાતું, એમ જે આહાર દૂષિત થાય છે એને સાધુ કદી લેતા નથી. (૩) જેમ મૃગ સિંહના ભયથી એક સ્થાન ઉપર નથી રહેતું, એમ સાધુ પ્રતિબંધથી ડરે છે અને શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરીને એક સ્થાન ઉપર નિવાસ નથી કરતા. (૪) મૃગ રોગ થવાથી પણ ઔષધનું સેવન નથી કરતા, એમ સાધુ પાપકારી ઔષધનું સેવન નથી કરતા. (૫) જેમ રોગ વગેરે વિશેષ કારણથી મૃગ એક સ્થાન ઉપર રહે છે, એમ સાધુ રોગ, વૃદ્ધાવસ્થા વગેરે વિશેષ કારણ હોવાથી એક સ્થાન પર રહે છે. (૬) જેમ મૃગ રુગ્ણતા વગે૨ે અવસ્થાઓમાં સ્વજનોની સહાયતાની ઇચ્છા નથી કરતા, એમ સાધુ પણ રોગ, પરિષહ કે ઉપસર્ગ આવવાથી ગૃહસ્થોની અથવા સ્વજનોના શરણની અપેક્ષા નથી કરતા. (૭) જેમ મૃગ નીરોગ થતાં જ એ સ્થાન છોડી દે છે, એમ સાધુ પણ કારણમુક્ત થતાં જ ગ્રામાનુગ્રામ વિહાર કરે છે.
૯. ધરિણી : ધરિણીની પૃથ્વી સમાન સાધુ હોય છે. (૧) જેમ પૃથ્વી સમભાવથી ગરમીઠંડી, છેદન-ભેદન વગેરે દુઃખોને સહન કરે છે, એમ સાધુ પરિષહો અને ઉપસર્ગોને સમભાવથી સહન કરે છે. (૨) જેમ પૃથ્વી ધન-ધાન્યથી પરિપૂર્ણ હોય છે, એમ સાધુ પણ સંવેગ, વૈરાગ્ય, શમ, દમ વગેરે સદ્ગુણોથી પરિપૂર્ણ થાય છે. (૩) જેમ પૃથ્વી પોતાના શરીરની સાર-સંભાળ નથી કરતી, એમ સાધુ સર્વસુખદાતા અને ધર્મબીજની ઉત્પત્તિનું કારણ છે. (૪) જેમ પૃથ્વી પોતાના શરીરની સાર-સંભાળ નથી કરતી, એમ સાધુ મમત્વભાવથી શરીરની સારસંભાળ નથી કરતા. (૫) જેમ પૃથ્વીનું કોઈ છેદન-ભેદન કરે છે તો એ કોઈને ફરિયાદ નથી કરતા, એમ
૫૧
સાધુ
Page #69
--------------------------------------------------------------------------
________________
સાધુને જો કોઈ મારે-પીટે, એમનું અપમાન કરે તો પણ એ ગૃહસ્થને નથી કહેતા. (૬) જેમ પૃથ્વી અન્ય સંયોગોથી ઉત્પન્ન થનારા કીચડથી નાશ કરે છે, એમ સાધુ રાગ-દ્વેષ-ક્લેશરૂપી કીચડનો અંત કરી દે છે. (૭) જેમ પૃથ્વી સમસ્ત પ્રાણીઓ, ભૂતો, જીવો અને સત્ત્વોનો આધાર છે, એમ સાધુ પણ આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, શ્રાવક વગેરેના આધાર છે.
૧૦. કમળ સાધુ કમળના ફૂલ સમાન હોય છે. (૧) જેમ કમળનું ફૂલ કીચડ(કાદવ)થી ઉત્પન્ન થયું, પાણીના સંયોગથી વધું, છતાં પણ પાણીમાં લિપ્ત (ભળ્યું) થયું નહિ, એમ જ સાધુ ગૃહસ્થના ઘેર જમ્યા, ગૃહસ્થીમાં ભોગ ભોગવીને મોટા થયા, છતાંય કામભોગોથી વશ થયા નહિ. (૨) જેમ કમળનું ફૂલ પોતાની સુગંધ અને શીતળતાથી પથિકોને સુખ આપે છે, એમ સાધુ ઉપદેશ આપીને ભવ્ય જીવોને સુખ આપે છે. (૩) જેમ પુંડરિક કમળની સુગંધ ચારે બાજુ ફેલાય છે, એમ સાધુના શીલ, સત્ય, તપ, જ્ઞાન, દર્શન વગેરે ગુણોની સુગંધ ચારે બાજુ ફેલાય છે. (૪) જેમ ચંદ્રવિકાસી (કુમુદ) અને સૂર્યવિકાસી (કમળ) ક્રમશઃ ચંદ્રમા અને સૂર્યના દર્શનથી ખીલી ઊઠે છે, એમ ગુણીજનોના સંપર્કથી મહામુનિઓના હૃદય-કમળ ખીલી ઊઠે છે. (૫) જેમ કમળ હંમેશાં પ્રફુલ્લિત રહે છે, એમ સાધુ હંમેશાં પ્રસન્ન રહે છે. (૬) જેમ કમળ હંમેશાં સૂર્ય અને ચંદ્રના સામે રહે છે, એમ સાધુ હંમેશાં તીર્થકર ભગવાનની આજ્ઞાની સામે રહે છે અર્થાત્ આજ્ઞાનુસાર જ વ્યવહાર કરે છે. (૭) જેમ પુંડરિક કમળ ઉજ્વળ અને ધવલ હોય છે, એમ સાધુનું હૃદય ધર્મધ્યાન અને શુક્લધ્યાનથી ઉજ્વળ રહે છે.
૧૧. રવિ સાધુ સૂર્ય સમાન હોય છે. (૧) જેમ સૂર્ય પોતાના તેજથી અંધકારનો નાશ કરીને જગતના સમસ્ત પદાર્થોને પ્રકાશિત કરે છે, એમ સાધુ જીવ-અજીવ વગેરે નવ પદાર્થોનું વાસ્તવિક સ્વરૂપ ભવ્ય જીવો માટે પ્રકાશિત કરે છે. (૨) જેમ સૂર્યના ઉદયથી કમળોનું વન પ્રફુલ્લિત થાય છે, એમ સાધુના આગમનથી ભવ્ય જીવોનું મન પ્રફુલ્લિત થાય છે. (૩) જેમ સૂર્ય રાતના ચાર પહોરમાં એકત્રિત થયેલા અંધકારને ક્ષણમાત્રમાં નષ્ટ કરી દે છે, એમ સાધુ અનાદિ કાળના મિથ્યાત્વને નષ્ટ કરી દે છે. (૪) જેમ સૂર્ય તેજ-પ્રતાપથી દીપે (દેદીપ્યમાન) છે, એમ સાધુ તપ-તેજથી દીપ્ત થાય છે. (૫) જેમ સૂર્યનો પ્રકાશ થવાથી ગ્રહો, નક્ષત્રો અને તારાગણનો પ્રકાશ ફિક્કો પડી જાય છે, એમ સાધુના આગમનથી મિથ્યાત્વીઓ અને પાખંડીઓનું તેજ મંદ પડી જાય છે. (૬) જેમ સૂર્યનો પ્રકાશ થવાથી અગ્નિનું તેજ ઝાંખું પડી જાય છે, એમ સાધુના જ્ઞાનરૂપ પ્રકાશ ક્રોધરૂપી અગ્નિને મંદ બનાવી દે છે. (૭) જેમ સૂર્ય પોતાનાં હજાર કિરણોથી શોભે છે, એમ સાધુ જ્ઞાનાદિ સહસ્ત્રો ગુણોથી તથા ચાર તીર્થના પરિવારથી શોભે છે. . ૧૨. પવન સાધુ પવનના જેવા હોય છે : (૧) જેમ પવન સર્વત્ર ગમન કરે છે, એમ સાધુ સર્વત્ર સ્વેચ્છાનુસાર વિચરે છે. (૨) જેમ પવન અપ્રતિબદ્ધ વિહારી છે, એમ સાધુ ગૃહસ્થ વગેરેના પ્રતિબદ્ધથી રહિત થઈને વિચરે છે. (૩) જેમ પવન હલકો હોય છે, એમ સાધુ દ્રવ્યથી અને ભાવથી (ચાર કષાયો પાતળા પડવાથી) હલકા બને છે. (૪) જેમ પવન ચાલતો
[ પર)
0000000000000 જિણધામો)
Page #70
--------------------------------------------------------------------------
________________
ચાલતો ક્યાંયનો ક્યાંય પહોંચી જાય છે, એમ સાધુ પણ અનેક દેશોમાં વિહાર કરે છે. (૫) જેમ પવન સુગંધ અને દુર્ગધનો પ્રસાર કરે છે, એમ સાધુ ધર્મ-અધર્મ તથા પુણ્ય-પાપ વગેરેનું સ્વરૂપે પ્રગટ કરે છે. (૬) જેમ પવન કોઈના રોકવાથી રોકાતો નથી, એમ સાધુ મર્યાદા ઉપરાંત કોઈના રોકવાથી નથી રોકાતા. (૭) જેમ વાયુ ઉષ્ણતાને દૂર કરે છે, એમ સાધુ સંવેગ, વૈરાગ્ય અને સમ્બોધરૂપી પવનથી આધિ-વ્યાધિ અને ઉપાધિરૂપ ઉષ્ણતાનું નિવારણ કરીને શાંતિનો પ્રસાર કરે છે.
સાધુની અન્ય ૩૨ ઉપમાઓ ૧. કાંસ્યપાત્ર ઃ જેમ કાંસ્યની કટોરી પાણી દ્વારા ભેદી શકાતી નથી, તેમ મુનિ મોહ
માયાથી ભેદી શકાતા નથી. ૨. શંખ ઃ જેમ શંખ પર રંગ નથી ચડતો, એમ મુનિ પર રાગ-સ્નેહનો રંગ નથી ચડતો. 3. જીવગતિ પરભવમાં જનારા જીવની ગતિ (વિગ્રહગતિ)ને જેમ કોઈ રોકી શકતું
નથી, એમ મુનિ અપ્રતિબદ્ધ વિહાર થઈને વિચરે છે. ૪. સુવર્ણ : જેમ સુવર્ણ (સોના) ઉપર કાટ નથી ચડતો, એમ સાધુને પાપરૂપી કાટ
નથી લાગતો. ૫. દર્પણ : જેમ દર્પણમાં રૂપ (ચહેરો) દેખાય છે, એમ સાધુ જ્ઞાન દ્વારા પોતાના આત્માના
સ્વરૂપને જુએ છે. કર્મ : કોઈ વનમાં એક સરોવર હતું. એમાં ઘણા કાચબા રહેતા હતા. તેઓ આહારની શોધમાં પાણીથી બહાર નીકળતા હતા. એ સમય વનમાં રહેતા અનેક મૂંગાલ એમને ખાવા માટે આવી જતા હતા. એટલે જે કાચબા સમજુ હતા એ શૃંગાલને જોતાં જ આખી રાત પાંચેય અંગોને (ચાર પગ અને માથું) ઢાલના નીચે છુપાવીને સ્થિર પડ્યા રહેતા,
જ્યારે સૂર્યોદય થતો અને શૃંગાલ ચાલ્યા જતા ત્યારે તે કાચબાઓ પોતાના ઠેકાણે જતા અને સુખપૂર્વક રહેતા હતા. પરંતુ કેટલાક કાચબા એવા પણ હતા કે જેઓ સતત સ્થિર રહી શકતા નહોતા. “શૃંગાલ હજુ આવ્યા છે કે નહિ એ જોવા પોતાનું મસ્તક બહાર કાઢતા અને એ જ સમયે છુપાયેલા મુંગાલ એમના પર ઝપટી પડતા અને મારી ખાતા. સાધુ એ સ્થિરતાવાળાં કર્મો(કાચબા)ની જેમ પાંચેય ઇન્દ્રિયોને જ્ઞાન તથા સંયમની ઢાલ નીચે જીવનપર્યત દબાવી રાખે છે. તે સ્ત્રી, આહાર વગેરે ભોગોરૂપી શૃંગાલોના શિકાર નથી બનતા અંતમાં તેઓ શાંતિપૂર્વક આયુષ્ય પૂર્ણ કરીને મોક્ષરૂપી
સરોવરમાં અવગાહન કરીને સુખના પાત્ર બને છે. ૩. પર્મ ઃ જેમ પહ્મ કમળ જળમાં ઉત્પન્ન થાય છે અને જળમાં જ વૃદ્ધિ પામે છે, છતાંય
જળથી અલિપ્ત રહે છે, એમ સાધુ સંસારમાં રહેવા છતાંય સંસારમાં લિપ્ત થતા
નથી. સાંસારિક કામભોગોથી સર્વથા વિરક્ત રહે છે. [ સાધુ તો
છે જ પ૩)
Page #71
--------------------------------------------------------------------------
________________
૮. ગગન જેમ આકાશને સહારો આપવા માટે કોઈ સ્તંભ નથી, એ નિરાધાર હોવા છતાંય
ટકેલો છે, એમ સાધુ કોઈનો આશ્રય (સહારો) લીધા વિના આનંદપૂર્વક સંયમજીવન
વ્યતીત કરે છે. ૯. વાયુ જેમ વાયુ એક જગ્યાએ નથી રોકાતો, એમ સાધુ પણ એક જગ્યાએ સ્થાયી રૂપથી
નથી રહેતો, પણ દેશ-દેશાંતરમાં વિચરણ કરે છે. ૧૦. ચંદ્ર : મુનિ ચંદ્રમાની જેમ નિર્મળ અને ઉજ્વળ અંતઃકરણવાળા અને શીતળ
સ્વભાવવાળા હોય છે. ૧૧. આદિત્ય : જેમ સૂર્ય અંધકારનો વિનાશ કરે છે, એમ શ્રમણ મિથ્યાત્વરૂપી ભાવ
અંધકારને નષ્ટ કરે છે. ૧૨. સમુદ્ર સમુદ્રમાં અનેક નદીઓનું પાણી આવે છે, છતાં સમુદ્ર ક્યારેય છલકાતો નથી.
એમ સાધુ બધા જ પ્રકારનાં શુભ અને અશુભ વચનોને સહન કરે છે ક્રોધ નથી કરતા. ૧૩. ભારંગપક્ષી : ભારંડપક્ષીનાં બે મોઢાં અને ત્રણ પગ હોય છે. એ હંમેશાં આકાશમાં રહે
છે, માત્ર આહાર માટે પૃથ્વી પર આવે છે. પૃથ્વી પર આવીને એ પોતાની પાંખોને ફેલાવીને બેસે છે. એ એક મોઢાથી આજુબાજુ જુએ છે કે કોઈ બાજુમાંથી કોઈ ખતરો તો નથી ને ! અને બીજા મોઢાથી ખાય છે. પણ અવાજ આવે કે તરત એ આકાશમાં ઊડી જાય છે, એમ જ સાધુ હંમેશાં સંયમમાં સાવધાન રહે છે. માત્ર આહાર વગેરે વિશેષ ઉદ્દેશ્યથી ગૃહસ્થના ઘેર જાય છે. એ સમયે દ્રવ્યદૃષ્ટિ (ચર્મચક્ષુ) આહારની તરફ રાખે છે અને અંતર્દષ્ટિથી એ જોતાં રહે છે કે મને કોઈ પ્રકારનો દોષ તો નથી લાગતો
ને ! દોષ લાગવાની સંભાવના કે દોષની આશંકા હોય તો તરત ત્યાંથી જતા રહે છે. ૧૪. મંદર પર્વત ઃ જેમ સુમેરુ પર્વત પવનથી કંપિત થતો નથી, એમ સાધુ પરિષહ અને
ઉપસર્ગ આવવાથી સંયમથી ચલાયમાન થતા નથી. ૧૫. તોય (પાણી) : જેમ શરદઋતુનું પાણી બિલકુલ સ્વચ્છ રહે છે, એમ સાધુનું
હૃદય હંમેશાં નિર્મળ રહે છે. ૧૬. ગેંડો : જેમ ગેંડા નામનું પ્રાણી એક દાંતવાળું હોય છે. અને એક જ દાંતથી બધાને
પરાજિત કરી શકે છે, એમ મુનિ પણ એક નિશ્ચય પર સ્થિર રહીને સમસ્ત કર્મશત્રુઓને
પરાજિત કરે છે. ૧૭. ગંધહસ્તી : ગંધહસ્તીને સંગ્રામના જેમ-જેમ ભાલાનો ઘા વાગે છે એમ-એમ એ અધિક
પરાક્રમ કરીને શત્રુસેનાનો સંહાર કરે છે, એમ સાધુ ઉપર જેમ-જેમ ઉપસર્ગ-પરિષદ આવે છે, એમ-એમ એ વધુ બળવીર્ય પ્રગટ કરીને, શૂરવીરતા ધારણ કરીને કર્મશત્રુઓને
પરાજિત કરે છે. ૧૮. વૃષભ (બળદ) : જેમ મારવાડના ધોરી બળદ ઉઠાવેલા બોજને પ્રાણની પરવા કર્યા
સિવાય વચ્ચે છોડતો નથી, યોગ્ય સ્થાને પહોંચાડે છે, એમ સાધુ પાંચ મહાવ્રતરૂપી મહાન
[ ૫૪ ) DOOOOOOOOOOOOO ( જિણધમો )
Page #72
--------------------------------------------------------------------------
________________
ભારને પ્રાણાંત કષ્ટ સહન કરીને પણ વચ્ચે નથી છોડતા, પરંતુ સમ્યક પ્રકારથી એમનો
નિર્વાહ કરે છે. ૧૯. સિંહ : કેસરીસિંહ કોઈપણ પશુના ડરાવવાથી ડરતો નથી, એમ સાધુ કોઈપણ
પાખંડીથી ડરીને ધર્મથી વિચલિત થતા નથી. ૨૦. પૃથ્વી : જેમ પૃથ્વી હંમેશાં ઠંડી-ગરમી, ગંગાજળ-મૂત્ર, મલિન-નિર્મળ બધી વસ્તુઓને
સમભાવથી સહન કરે છે અને ધરતી માતા સમજીને પૂજા કરનારાઓ પર તથા એંઠુંગંદકી વગેરે નાખવાવાળા પર તથા ખોદવાવાળા પર સમભાવ રાખે છે, એમ સાધુ શત્રુ-મિત્ર ઉપર સમભાવ રાખે છે. નિંદક અને વંદકને સમાન ભાવથી ઉપદેશ આપે
છે અને એમને સંસાર-સાગરથી તારે છે. ૨૧. વહ્નિ (અગ્નિ) ઘી નાખવાથી અગ્નિ જેમ દેદીપ્યમાન થાય છે, એમ સાધુ જ્ઞાન
વગેરે ગુણોથી દેદીપ્યમાન થાય છે. ૨૨. ગોશીષચંદન ચંદન જેમ-જેમ ઘસવામાં આવે છે કે સળગાવવામાં આવે છે તેમ-તેમ
સુગંધનો પ્રસાર કરે છે, એમ સાધુ પરિષહ આપનારાઓને કર્મક્ષયમાં ઉપકારી
જાણીને સમભાવથી ઉપદેશ આપીને તારે છે. ૨૩. દ્રહ (ધરો) : દ્રહ ચાર પ્રકારના હોય છે : (૧) કેસરી વગેરે વર્ષ પર પર્વતના દ્રહમાંથી પાણી બહાર નીકળે છે પરંતુ બહારનું
પાણી એમાં પ્રવેશ નથી કરતું, એમ કોઈ કોઈ સાધુ બીજાને કંઈક શીખવાડે છે,
પણ પોતે કશું શીખતા નથી. (૨) સમુદ્રની જેમ પાણી અંદર આવે છે પણ અંદરનું પાણી બહાર નથી નીકળતું, એમ
કેટલાક સાધુ બીજાઓથી જ્ઞાન શીખે છે પરંતુ પોતે બીજાને નથી શીખવાડતા. (૩) ગંગાપ્રપાત ધોધ કુંડમાં જેમ પાણી આવે પણ છે અને બહાર પણ નીકળે છે, એમ
કેટલાક સાધુ જ્ઞાન વગેરે બીજાથી શીખે પણ છે અને બીજાને પણ શીખવાડે છે. (૪) અઢીદ્વીપના બહારના સમુદ્રોમાં પાણી નથી બહારથી આવતું કે નથી અંદરથી બહાર
નીકળતું, એમ કેટલાક સાધુ ન તો જ્ઞાન વગેરે ગુણ બીજાથી શીખે છે કે ન બીજાને શીખવાડે છે. એના સિવાય જેમ બ્રહનું પાણી અખૂટ હોય છે એમ
સાધુના જ્ઞાન વગેરે ગુણોનો ભંડાર અક્ષય હોય છે. ૨૪. કીલ (ખીલી) : જેમ ખીલી પર હથોડી મારવાથી એ એક જ દિશામાં પ્રવેશ કરે છે,
એમ સાધુ હંમેશાં મોક્ષની જ દિશામાં પ્રવૃત્તિ કરે છે. ૨૫. શૂન્યગૃહ ? જેમ ગૃહસ્થ ખંડેર જેવાં સૂનાં ઘરોની સાર-સંભાળ નથી કરતા, એમ સાધુ
શરીરરૂપી ઘરની સાર-સંભાળ નથી કરતા (લેતા)
[ સાધુ 200000000000000 OK ૫૫)
Page #73
--------------------------------------------------------------------------
________________
૨૬. દ્વીપ : જેમ સમુદ્રમાં ડૂબકી લગાવનારાં પ્રાણીઓ માટે દ્વીપ આધારભૂત છે, એમ
સંસારસાગરમાં રહેવાવાળા ત્રણ-સ્થાવર જીવો માટે શ્રમણ આશ્રયરૂપ છે - અનાથોના
નાથ છે. ૨૭. શસ્ત્રધાર ઃ જેમ કરવત વગેરે શસ્ત્રોની ધાર એક જ બાજુ કાટ ચીરતી-ચીરતી આગળ
વધે છે, એમ સાધુ કર્મશત્રુઓનું નિકંદન કરતા એકમાત્ર આત્મકલ્યાણના માર્ગમાં
ચાલતો રહે છે. ૨૮. સર્પ જેમ કાંટા વગેરેથી બચીને ચાલે છે, એમ સાધુ કર્મબંધનના હેતુઓથી બચીને
ચાલે છે. ૨૯. શકુનિ શકુનિ પક્ષી કોઈ પ્રકારનો આહાર બીજા દિવસ માટે સંગ્રહ કરીને નથી ખાતું,
એમ સાધુ પણ રાતનો વાસી આહાર (ખોરાક) ખાતા નથી. ૩૦. મૃગ : જેમ હરણ રોજ નવાં સ્થાનોમાં વિચરે છે અને શંકાવાળી જગ્યાએ નથી રહેતા,
એમ સાધુ ઉગ્રવિહારી હોય છે અને શંકા કે દોષની જગ્યાએ જરા પણ નથી રોકાતા. ૩૧. કાષ્ઠ (લાકડું) જેમ કાષ્ટ કાપનાર અને પૂજનારાઓ પર વિષમભાવ નથી રાખતા,
એમ સાધુ શત્રુ અને મિત્રને સમાન સમજે છે. ૩૨. સ્ફટિક રત્ન : જેમ સ્ફટિકમણિ અંદર અને બહારથી સમાન નિર્મળ હોય છે, એમ
સાધુ બહાર અને અંદર એક સમાન વૃત્તિવાળા હોય છે અને લેશમાત્ર પણ કપટક્રિયા નથી કરતા.
મુનિને આ પૂર્વોક્ત અનેક ઉપમાઓ સિવાય બીજી પણ અનેક ઉપમાઓ આપવામાં આવી છે. જેમ કે - પારસમણિ, ચિંતામણિ, કામકુંભ, કલ્પવૃક્ષ, ચિત્રવેલી વગેરે. આ બધી ઉપમાઓનું સાદેશ્ય એ છે કે જેમ પારસમણિ - ચિંતામણિથી મનુષ્યના બધા મનોરથ પૂર્ણ થઈ જાય છે, એમ મુનિ ભવ્ય જીવોને જ્ઞાન વગેરે ઉત્તમ ગુણ પ્રદાન કરીને એમના બધા મનોરથોને સિદ્ધ કરી લે છે. જેમ કાણા વગરનું જહાજ સ્વયં પણ તરે છે અને બીજાઓને પણ તારે છે, એમ સાધુ અખંડિત ચારિત્ર્યવાળા થઈને સ્વયં ભવસાગરથી તરે છે અને ભવ્ય જીવોને પણ તારે છે. જેમ ફળવાળા વૃક્ષ મારનારને ફળ આપે છે, એમ સાધુ અપકાર કરનાર પર ઉપકારની વર્ષા કરે છે. એવી-એવી અનેક ઉપમાઓ સાધુને આપી શકાય છે. એવી અનેક શુભ ઉપમાઓવાળા આત્માર્થી, રૂક્ષવૃત્તિ (ઉદાસીનતા)વાળા કે નિષ્કામ વૃત્તિવાળા, મહાપંડિત, ધર્મપંડિત, મહામહિમામંડિત, શૂર, વીર, ધીર, શમ, દમ, યમ, નિયમ, ઉપશમવાળા, અનેક પ્રકારનાં તપ કરનાર, અનેક આસનોને સિદ્ધ કરનાર, સંસારથી વિમુખ થઈને મુક્તિમાર્ગ તરફ જ દૃષ્ટિ રાખનાર, પ્રાણીમાત્રના હિતેચ્છુ, અનેક ઉત્તમ ગુણોના ધારક મુનિ હોય છે.
આ પદમાં આવેલા ‘નો સવ્વ સાહૂ' શબ્દ વિશેષ ધ્યાન આપવાયોગ્ય છે. જેમ ધર્મનો સમભાવ અહીં પૂર્ણરૂપથી પરિસ્ફટ થયો છે. દ્રવ્ય-સાધુતા માટે સાંપ્રદાયિક દૃષ્ટિથી કોઈ નિયત વેશ વગેરેનું બંધન ભલે હોય, પરંતુ અંતરંગની વિશુદ્ધિ માટે કોઈ નિયત વેશના
(૫૬) 0 0 0 0 0 0 0 0 0 0 0 0 { જિણધમો
Page #74
--------------------------------------------------------------------------
________________
બાહ્ય રૂપનો પ્રતિબંધ નથી. પરિપૂર્ણભાવ સાધુતા અખિલ સંસારમાં જ્યાં પણ, જે કોઈપણ વ્યક્તિમાં, અભિવ્યક્ત હોય એ વંદનીય છે. “નોઈ' શબ્દથી આખા વિશ્વમાં જે કોઈપણ રૂપમાં ભાવ-સાધુ હોય એ બધાને નમસ્કાર કરવામાં આવ્યા છે આ કેટલો વ્યાપક, ઉદાર અને દીપ્તિમાન આદર્શ છે.
ઉપરના નમસ્કાર મહામંત્રનાં પાંચ પદોમાં આરંભના બે પદ દેવ-કોટિમાં આવે છે અને છેલ્લાં ત્રણ પદ ગુરુ-કોટિમાં અરિહંત અને સિદ્ધ વિકાસની પરાકાષ્ઠાઓ પર પહોંચી શકે છે. એમણે પોતાનું સાધ્ય સિદ્ધ કરી લીધું છે, માટે તે સિદ્ધ છે, દેવ છે. અરિહંત જીવનમુક્ત અને સિદ્ધ દેહમુક્ત છે.
વંદનાના ૩૨ દોષ ૧. અનાદત ઃ આદરભાવ વિના વંદના કરવી. ૨. સ્તબ્ધ જાત્યાદિ મદપૂર્વક વંદના કરવી અર્થાત્ દંડાયમાન રહેવું, ઝૂકવું નહિ, રોગાદિ
કારણનો આગાર છે. ૩. પ્રવિદ્ધ : અનિયંત્રિત રૂપથી અસ્થિર થઈને વંદના કરવી, અથવા વંદના અધૂરી જ
છોડીને ચાલ્યા જવું. ૪. પરિપિંડિત : એક જગ્યા પર રહીને આચાર્ય વગેરેને પૃથક-પૃથક વંદના ન કરીને એક
જ વંદનાથી બધાને વંદના કરવી. અથવા જાંઘ પર હાથ રાખીને કે હાથ પર હાથ બાંધીને અસ્પષ્ટ ઉચ્ચારણપૂર્વક વંદના કરવી.
ટોલગતિ ઃ તીડની જેમ આગળ-પાછળ કૂદીને વંદના કરવી. ૬. અંકુશ : રજોહરણને અંકુશની જેમ બંને હાથે પકડીને વંદના કરવી અથવા હાથીને જેમ
બળપૂર્વક અંકુશ દ્વારા બેસાડવામાં આવે છે, એમ આચાર્ય વગેરે ઊંઘેલા હોય કે અન્ય કોઈ કાર્યમાં સંલગ્ન હોય, તો અવજ્ઞાપૂર્વક હાથ ખેંચીને વંદના કરવી અંકુશ-દોષ છે. કચ્છપરિગતઃ તિત્તીસગ્નયરી' વગેરે પાઠ કહેતાં ઊભા ન થઈને અથવા મહોયંજય' વગેરે પાઠ બોલતાં સમયે ન બેસીને કાચબાની જેમ ઘસડતાં અર્થાત્ આગળ-પાછળ ચાલતા
વંદના કરવી. ૮. મત્સ્યોદ્યુત : આચાર્યાદિને વંદના કર્યા પછી બેઠા-બેઠા જ માછલીની જેમ જલદી
પાછળ ફેરવીને પાસે બેસેલા અન્ય રત્નાધિક સાધુઓને વંદના કરવી. ૯. મનસા પ્રવષ્ટિઃ રત્નાધિક ગુરુદેવ પ્રતિ અસૂયાપૂર્વક વંદના કરવી, મનસા પ્રવિષ્ટ-દોષ છે. ૧૦. વેદિકાબદ્ધ બંને ઘૂંટણોના ઉપર, નીચે, પાછળના ભાગે અથવા ખોળામાં હાથ રાખીને
કે કોઈ એક ઘૂંટણને બંને હાથોના વચ્ચે રાખીને વંદના કરવી. ૧૧. ભય : આચાર્ય વગેરે ક્યાંક ગચ્છથી બહાર ન કરી દે, એ ભયથી એમને વંદના કરવી.
[ સાધુ 2000 2000 2000 પછ)
Page #75
--------------------------------------------------------------------------
________________
૧૨. ભજમાન : આચાર્ય આપણાથી અનુકૂળ રહે છે, અથવા ભવિષ્યમાં અનુકૂળ રહેશે.
આ દૃષ્ટિએ વંદના કરવી. ૧૩. મૈત્રી આચાર્ય વગેરેથી મૈત્રી થઈ જશે, આ પ્રકાર મૈત્રીના નિમિત્તથી વંદના કરવી. ૧૪. ગૌરવ ઃ બીજા સાધુ આ જાણી લે કે આ સાધુ વંદન વિષયક સમાચારમાં કુશળ છે.
આ પ્રકાર ગૌરવની ઇચ્છાથી વિધિપૂર્વક વંદના કરવી. ૧૫. કારણ જ્ઞાન, દર્શન અને ચારિત્ર સિવાય અન્ય ઐહિક વસ્ત્ર, પાત્ર વગેરે વસ્તુઓ માટે
વંદના કરવી, કારણ-દોષ છે. ૧૬. સૈન્ય : બીજા સાધુ અને શ્રાવક મને વંદના કરતા જોઈ ન લે, મારી લઘુતા પ્રગટ
ન થાય, આ ભાવથી ચોરની જેમ છુપાઈને વંદના કરવી. ૧૭. પ્રત્યેનીક : ગુરુદેવ આહારાદિ કરતા હોય એ સમયે વંદના કરવી, પ્રત્યનીક-દોષ છે. ૧૮. દુષ્ટ : ક્રોધથી બળતા વંદના કરવી. ૧૯. તર્જિત : ગુરુદેવને તર્જના કરતા વંદના કરવી. તર્જનાનો અર્થ છે - “તમે તો કાષ્ઠમૂર્તિ
છો - તમને વંદના કરીએ કે નહિ કરીએ, કોઈ લાભ-હાનિ નથી.' ૨૦. શઠ : કોઈપણ ભાવ સિવાય શ્રાવકાદિકોને બતાવવા માટે વંદના કરવી અથવા બીમારી
વગેરેનું ખોટું બહાનું કાઢીને સમ્યફ પ્રકારથી વંદના ન કરવી. ૨૧. હીલિત આપને વંદના કરવાથી શું લાભ” - આ પ્રકારે મજાક કરતા તિરસ્કારપૂર્વક
વંદના કરવી. ૨૨. વિપરીકુંચિત ઃ વંદના અધૂરી મૂકીને દેશ વગેરેની આજુબાજુની વાતો કરવી. ૨૩. દ્રષ્ટાદ્રષ્ટ : ઘણા સાધુ વંદના કરતા હોય એ સમયે કોઈ સાધુની આડમાં વંદના કર્યા
વગર ઊભા રહેવું અથવા અંધારી જગ્યામાં વંદન કર્યા વગર જ ચુપચાપ ઊભા રહેવું,
પરંતુ આચાર્ય જોઈ લેતા વંદના કરવા લાગવું, દ્રષ્ટાદ્રષ્ટ દોષ છે. ૨૪. શૃંગ : ‘મો વયં વાય' કહેતા રૂપ વંદના કરતા સમયે કપાળના વચ્ચે બંને હાથ
લગાવ્યા સિવાય કપાળની ડાબી-જમણી બાજુ લગાવવા શૃંગ-દોષ છે. ૨૫. કર : વંદનાને નિર્જરાનો હેતુ ન માનીને એને અરિહંત ભગવાનનો કર સમજવો. ૨૬. મોચન ઃ ‘વંદનાથી જ મુક્તિ શક્ય છે, વંદન્ય વિના મોક્ષ નથી થવાનો' એ વિચારીને
વિવશતા સાથે વંદના કરવી. ૨૭. આશ્લિષ્ટ અનાશ્લિષ્ટ ‘ો ાય' વગેરે આવર્ત આપતી વખતે બંને હાથોથી
રજોહરણ અને મસ્તકને ક્રમશઃ અડવું જોઈએ. અથવા ગુરુદેવના ચરણકમળ અને પોતાના મસ્તકને ક્રમશઃ અડવું જોઈએ. એવું ન કરીને કોઈ એકને અડવું, અથવા બંનેને
જ ન અડવું, આશ્લિષ્ટ-અનાશ્લિષ્ટ દોષ છે. ૨૮. ઊન ઃ આવશ્યક વચન તથા નમન વગેરે ક્રિયાઓમાંથી કોઈપણ ક્રિયા છોડી દેવી
અથવા ઉત્સુકતાના કારણે થોડા સમયમાં જ વંદનક્રિયા સમાપ્ત કરી દેવી. (૫૮) વીજે છે. તો છે , જિણધમો
Page #76
--------------------------------------------------------------------------
________________
૨૯. ઉત્તરચૂડ : વંદના કરી લીધા પછી ઊંચા અવાજે ‘મસ્થળ વંવામિ' કહેવું ઉત્તરચૂડ
દોષ છે.
૩૦. મૂક
:
પાઠનું ઉચ્ચારણ કર્યા સિવાય મૂક સમાન વંદના કરવી.
૩૧. ડુર : ઊંચા સ્વરે અભદ્રરૂપથી વંદન સૂત્રનું ઉચ્ચારણ કરવું.
૩૨. ચુડુલિકા : અર્ધદગ્ધ અર્થાત્ અડધા સળગેલા કાષ્ઠની જેમ રજોહરણને ઉપરથી પકડીને એને ફરાવતા વંદના કરવી. પ્રવચન સારોદ્ધાર, વંદના દ્વાર
નમસ્કારથી લાભ
પ્રશ્ન કરી શકાય છે કે મહાન આત્માઓને નમસ્કાર કરવા અને એમનું નામ લેવાથી શું લાભ છે ?
જૈન પરંપરા અરિહંત વગેરે કોઈ દેવ-વિશેષને સુખ-દુઃખને આપનારા કે કર્તા-હર્તાના રૂપમાં સ્વીકાર નથી કરતી, તો એમની સ્તુતિ કરવાથી શું લાભ છે ?
એનું સમાધાન એ છે કે પોતાનાથી વધુ સદ્ગુણો અને વિકસિત આત્માઓને નમન કરવાથી ચિત્તમાં પ્રમોદ ભાવનાનો આવિર્ભાવ થાય છે. આ પ્રમોદ ભાવનાનો અભ્યાસ કરવાથી સદ્ગુણોની પ્રાપ્તિ થાય છે. ઈર્ષ્યા, દ્વેષ અને મત્સર વગેરે દુર્ગુણોનો જડમૂળથી વિનાશ થાય છે. ફળસ્વરૂપ સાધકનું હૃદય વિશાળ, ઉદાત્ત અને ઉદાર બને છે. એવી પ્રમોદ ભાવનાના બળ પર ભૂતકાળમાં હજારો આત્માઓએ પોતાનું કલ્યાણ કર્યું છે. માટે વિકસિત અને મહાન આત્માઓને બહુમાનપૂર્વક નમન કરવું સાધકના વિકાસનું મહત્ત્વપૂર્ણ સાધન બની જાય છે.
અરિહંત, સિદ્ધ વગેરે વીતરાગ દેવ આપણા માટે થોડું ખરાબ કે સારું નથી કરતા. આપણા સુખ-દુઃખ કે ઉત્થાન-પતનના માટે અમે સ્વયં ઉત્તરદાયી છે. આ વાતથી એમનો કોઈ સીધો સંબંધ નથી. જે કંઈ કરવાનું હોય છે, સાધકે જ કરવાનું હોય છે. પરંતુ સાધના-પથ પર ચાલવા માટે આલંબનની આવશ્યકતા થાય છે. અરિહંત વગેરે પંચ પરમેષ્ઠી આપણા માટે આલંબન છે, આદર્શ છે, લક્ષ્ય છે. એમના જેવી સ્થિતિને પ્રાપ્ત કરવું આપણું પોતાનું ધ્યેય છે.
અરિહંત વગેરે મહાન આત્માઓનું નામ લેવાથી પાપમળ એ જ રીતે દૂર થઈ જાય છે, જેમ સૂર્યના ઉદય થતાં જ અંધકાર દૂર થઈ જાય છે. સૂર્ય એ અંધકારને લાઠી મારીને નથી ભગાડતો, પરંતુ નિમિત્તથી અંધકાર જ ચાલ્યું ગયું. સૂર્ય કમળને વિકસિત કરવા માટે એના પાસે નથી જતો, પરંતુ સૂર્યનાં કિરણોના સંપર્કથી કમળ ખીલી ઊઠે છે. કમળના વિકાસમાં સૂર્ય નિમિત્ત માત્ર છે, કર્તા નથી. આ રીતે અરિહંતાદિ વીતરાગ સાધકના વિકાસમાં નિમિત્ત માત્ર હોય છે, એના સાક્ષાત્ કર્તા નથી. આ રીતે સાધનાના પથિક માટે મહાપુરુષોના નામ પણ નિમિત્ત બને છે. એવું કરવાથી સાધકનો વિચાર પવિત્ર હોય છે. આત્મામાં સાહસ અને શક્તિનો સંચાર થાય છે તથા સાધકને સ્વ-સ્વરૂપનું ભાન થઈ જાય છે. એ દૃઢ સંકલ્પ સાથે આરાધ્ય જેમ બનવાનો પ્રયાસ કરે છે. આ પ્રયાસને વધારતા-વધારતા એ આરાધ્ય અને આરાધકના ભેદથી પણ ઉપર ઊઠી જાય છે અને એક દિવસ સ્વયં આરાધ્ય બની જાય છે. આ છે નમસ્કાર મંત્રનો ચમત્કારિક મહિમા.
સાધુ
૫૯
Page #77
--------------------------------------------------------------------------
________________
મુક્તિનો માર્ગ
આ સંસાર બે વિરાટ શક્તિઓનો મેળ અને ખેલ છે. એ બે શક્તિઓ છે - જડ અને ચેતન. સમસ્ત તત્ત્વચિંતકોએ આ બે શક્તિઓના અસ્તિત્વ અને એના મહત્ત્વને પ્રતિપાદિત કર્યું છે. ઉપર્યુક્ત બંને જ તત્ત્વ શાશ્વત છે, અર્થાત્ તેઓ હંમેશાં છે અને હંમેશાં રહેશે. એમની સત્તા ક્યારેય નષ્ટ થનારી નથી. ચેતનતત્ત્વની જેમ જડતત્ત્વ પણ અનંત કાળથી છે અને અનંત અનાગત કાળમાં પણ રહેશે. જેની સત્તા હોય છે એનો સર્વથા અભાવ ક્યારેય નથી થઈ શકતો. આ જડશક્તિ અજીવ, પ્રકૃતિ કે માયાના નામથી જ જાણવામાં આવે છે. એમાં શક્તિની સત્તા છે પરંતુ ચિત્તશક્તિનો અભાવ છે. આ જડ જગત ચેતનાથી રહિત છે. એમાં બોધ-જ્ઞાન વ્યાપાર નથી થતો. કોઈપણ જડ પદાર્થ ન તો ‘પર'ને જાણી શકે છે કે ના સ્વયંને. અર્થ એ છે કે જડતત્ત્વમાં સત્તા માત્ર છે, ચૈતન્ય નથી. આ દૃશ્ય માત્ર છે, દ્રષ્ટા નથી.
પરંતુ ચેતનશક્તિમાં સત્તાની સાથે જ ચૈતન્ય-બોધ-વ્યાપાર પણ જોવા મળે છે. જેમાં જ્ઞાન તથા ચેતનાનો દિવ્ય પ્રકાશ થાય છે. એ જીવ, ચેતન કે આત્મા કહેવાય છે. આ ચૈતન્ય જગત છે. આ મુખ્ય રૂપથી દ્રષ્ટા છે. આ ચૈતન્ય જગતમાં સૂક્ષ્મથી સૂક્ષ્મ અને સ્થૂળથી સ્થૂળ પ્રાણીનો સમાવેશ થઈ જાય છે. શેવાળ તથા ગંદા નાળાના કીડાથી લઈને સુરરાજ ઇન્દ્ર સુધી બધા ચૈતન્ય જગતમાં સમાવિષ્ટ છે. ચેતનતત્ત્વ પણ અનંત અતીતથી રહ્યું છે અને અનંત અનાગત સુધી રહેશે. આ ચેતનતત્ત્વ જ એ કેન્દ્રબિંદુ છે. જેને જાણવા અને સમજવા માટે તત્ત્વચિંતકોએ પ્રયાસ કર્યા છે. આ તત્ત્વને સમજ્યા પછી જ માનવનું જીવન આલોકમય બને છે અને એનાં પરમ જીવનના ભવ્ય દ્વાર ખૂલે છે. જ્યાં સુધી ચૈતન્યદેવનું સ્વરૂપ સમજાશે નહિ ત્યાં સુધી જપતપ વગેરે સાધના નિષ્પ્રાણ જ રહે છે. ચેતન જગતની પાસે સત્તા અને બોધ હોવાથી એ પોતાને પણ જાણી શકે છે અને બીજાના હ્રાસ અને વિકાસને પણ. જેણે સ્વયંને જાણ્યો એ જ બીજાઓને પણ જાણી શકે છે. જેના પાસે સ્વયંનો પ્રકાશ છે, એ જ બીજાને પણ પ્રકાશ દેખાડી શકે છે. જે સ્વયં આંધળો છે એ બીજાને દૃષ્ટિ કેવી રીતે આપી શકે છે ? ચેતનના પાસે સ્વયંની દૃષ્ટિ છે, પોતાનો પ્રકાશ છે અને સ્વયંનું જ્ઞાન છે. આ બોધ-સ્વરૂપ ચેતનનો સ્વયંનો ગુણ છે, આ ક્યાય બહારથી નથી આવ્યો.
ચેતન જગતમાં બોધ-વ્યાપારની તારતમ્યતાના કારણે વિકાસની અનેક શ્રેણીઓ છે, જે ચેતન-શક્તિનો સર્વોચ્ચ અને સંપૂર્ણ વિકાસ થઈ ચૂક્યો છે એ પરમ ચેતન છે, જેને સિદ્ધ ભગવાન, ઈશ્વર કે પરમાત્મા વગેરે કહેવાય છે. આ પરમ ચૈતન્યતત્ત્વમાં સત્તા અને ચૈતન્યની સાથે આનંદ પણ જોઈ શકાય છે. સંસારી જીવમાં સત્તા અને ચેતના તો છે, પરંતુ આનંદ નથી. આનંદનો અર્થ સહજ નિર્વિકાર સ્થાયી સુખથી છે. વિષયાનુરક્ત જીવમાં એવો સહજ (સ્વાભાવિક) આનંદ નથી હોતો. આ સહજ આનંદને પ્રાપ્ત કરવો જ ચેતનતત્ત્વનું પરમ અને
જિણઘો
५०
Page #78
--------------------------------------------------------------------------
________________
ચરમ લક્ષ્ય છે. ચેતનથી પરમ ચેતન બનવા માટે અને સચ્ચિદાનંદમય સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે પ્રયાસ કરવો એ જ પ્રાણીમાત્રનો સાચો પુરુષાર્થ છે.
જૈન પરંપરા અનુસાર પ્રત્યેક આત્માનું સાધ્ય આત્માને પરમાત્મા બનાવે છે. આમ તો નિશ્ચય દૃષ્ટિથી પ્રત્યેક આત્મામાં પરમાત્માનું સ્વરૂપ રહેલું છે. ‘અપ્પા સો પરમપ્પા' આત્મા જ પરમાત્મા છે - નો સિદ્ધાંત આ જ દૃષ્ટિ આપે છે. પરંતુ સંસારવર્તી આત્માઓનું મૂળ-સ્વરૂપ કર્મોના કારણે આવૃત છે. એના પર સઘન આવરણ પડેલું છે, માટે એની અસલી જ્યોતિ મંદ પડી ગઈ છે. જેમ ગાઢ વરસાદ(વાદળા)ની અસરથી - આવરણથી સૂર્યનો પ્રકાશ મંદ પડી જાય છે એમ જ કર્મોના કારણે આત્માની જ્યોતિ મંદ પડેલી છે. આ મંદ પડેલી જ્યોતિને પુનઃ જગમગાવવી, આત્મામાં છુપાયેલી અનંત જ્ઞાન-દર્શન-સુખ-વીર્યની શક્તિઓને અભિવ્યક્તિ દેવી અને પોતાનું મૂળ પરમાત્મ-સ્વરૂપ પ્રાપ્ત કરવું એ જ મુમુક્ષુ આત્માઓનું ધ્યેય હોય છે.
સર્વજ્ઞ સર્વદર્શી તીર્થંકર દેવોએ સ્પષ્ટ પ્રતિપાદિત કર્યું છે કે - પ્રત્યેક આત્મામાં અનંત શક્તિઓ છુપાયેલી છે. આત્મા દીન-હીન ભિખારી નથી, પણ એ અનંત શક્તિ અને અનંત સુખ-નિધિનો અધિકારી છે.' અન્ય બીજા દર્શનકારોએ આત્માની આટલી સમૃદ્ધિ અને શક્તિનો સ્વીકાર નથી કર્યો. એમણે ઈશ્વરના રૂપમાં એક સર્વ-શક્તિમાન પરમાત્માને જ માન્યો છે. એમના કથનાનુસાર આત્મા-પરમાત્મા નથી બની શકતો. એ પરમાત્માના હાથની કઠપૂતળી છે. પરમાત્મા જેમ ચાહે એમ નચાવી શકે છે. આ માન્યતા જૈન પરંપરાને માન્ય નથી. જૈન મનીષીઓએ સ્પષ્ટ ઉદ્ઘોષ કર્યો છે “આત્મા પરમાત્મા બની શકે છે.' આત્માને જ્યારે પોતાના સામર્થ્ય અને શક્તિનું ભાન થઈ જાય છે તો એ પોતાનામાં જ છુપાયેલી પોતાની શક્તિ અને સામર્થ્યને અભિવ્યક્ત કરવામાં લાગી જાય છે. પોતાના પ્રબળ પુરુષાર્થથી વિભાવને હટાવીને એ પોતાનો મૂળ સ્વભાવ પ્રાપ્ત કરી લે છે. અનંત શક્તિમાન આત્મા વિભાવમાં પરિણત થઈને કર્મોનાં બંધનથી બંધાય છે. આ વિભાવ દશા જ એનાં વિવિધ દુઃખોનું કારણ બને છે. કર્મોના બંધનમાં પડેલો આત્મા સંસારમાં પરિભ્રમણ કરે છે અને જન્મ-જરા-મરણના ચક્રમાં નિરંતર ભટકતો રહે છે. આ બંધન-દશા આત્માની દુર્ગતિનું કારણ બને છે. મોહના કારણે આત્મા પોતાનું સ્વરૂપ ભૂલી જાય છે અને પોતાને ઓળખી શકતો નથી. એ પર-સ્વરૂપને પોતાનું સ્વરૂપ અને પોતાના સ્વરૂપને પર-સ્વરૂપ સમજવા લાગે છે. આ મિથ્યાત્વ-મોહદશા એના સકળ દુ:ખોનું કારણ બને છે. મિથ્યાત્વયુક્ત સંસારી આત્માઓની આવી દુર્ગતિને જોઈને અનંત જ્ઞાની તીર્થંકર પરમાત્માએ જગજ્જીવોના અનુગ્રહ-હેતુ, એમને સંસાર-સાગરથી ઉગારવા માટે સન્માર્ગ કે મોક્ષમાર્ગનું પ્રતિપાદન કર્યું છે. એમણે ઉદ્ઘોષ કર્યો કે - “હે આત્માઓ ! ‘સંત્રુહ સંબુદ' સમજો સમજો ! પોતાના સાચા સ્વરૂપને સમજો. તમે દીન-હીન નથી. મોહની મદિરાએ તમને દીન-હીન બનાવી દીધા છે. મોહનાં બંધનોએ તમને બાંધી રાખ્યાં છે. તમે પોતાનો વિવેક જાગૃત કરો, પોતાને ઓળખો અને પ્રબળ પુરુષાર્થથી કાપી નાખો આ મોહનાં બંધનોને અને થઈ જાઓ શુદ્ધ, બુદ્ધ, મુક્ત.”
મુક્તિનો માર્ગ
-
૧
Page #79
--------------------------------------------------------------------------
________________
આ રીતે જૈન તત્ત્વચિંતકોએ બંધન અને મુક્તિના સ્વરૂપ અને સાધકોનું ખૂબ જ ઊંડાણપૂર્વક ચિંતન તથા અનુશીલન પ્રસ્તુત કર્યું છે. કારણ કે અધ્યાત્મ-શાસ્ત્રનું સમસ્ત ચિંતન બંધન અને એનાથી મુક્તિ પર જ આધારિત છે. આચાર્ય ઉમાસ્વાતિએ ‘તત્ત્વાર્થ સૂત્ર'ના પ્રથમ અધ્યાયના પ્રથમ સૂત્રમાં મોક્ષમાર્ગનું પ્રતિપાદન કરતાં કહ્યું છે -
“સવન-જ્ઞાન-વારિત્રાળ મોક્ષમા'' - તત્ત્વાર્થ ૧/૧ સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્મચારિત્રની આરાધના કરવી એ જ મુક્તિનો માર્ગ છે.
આ પાવન મોક્ષમાર્ગના પ્રરૂપક અનંતજ્ઞાની, સર્વજ્ઞ, સર્વદર્શી તીર્થકર દેવ હોય છે. તેઓ તીર્થકર નામ કર્મના ઉદયથી ચતુર્વિધતીર્થની સ્થાપના કરે છે. તીર્થકર કેવળજ્ઞાન(સંપૂર્ણ જ્ઞાન)થી યુક્ત અને યથાખ્યાત ચારિત્રથી સંપન્ન વીતરાગ દશામાં પહોંચેલા ઉત્કૃષ્ટ સાધુ હોય છે. એમના મુખકમળથી મોક્ષમાર્ગનો સમુદ્ભવ થાય છે. એટલા માટે સાધુમાર્ગ કહેવામાં આવ્યો છે. વ્યુત્પત્તિની દૃષ્ટિએ “થોઃ માતઃ મા: સાધુના' યથાર્થ રૂપથી સંગત થાય છે. પરમ શ્રેષ્ઠ સર્વોત્કૃષ્ટ સાધુથી આવેલ માર્ગ સાધુમાર્ગ કહેવાય છે. એવા સર્વોત્કૃષ્ટ જ્ઞાન, દર્શન, ચારિત્રના ધારક સાધુ અહંત કે જિન હોય છે. એમના દ્વારા પ્રરૂપિત હોવાથી આ માર્ગ “આહત માર્ગ' કે 'જિનમાર્ગ” પણ કહેવાય છે. મહાવિદેહ ક્ષેત્રમાં શાશ્વત રૂપથી તીર્થકર ભગવાન વિદ્યમાન હોય છે, માટે ત્યાં મોક્ષમાર્ગની આરાધના સતત ચાલતી રહે છે. અન્ય ક્ષેત્રોમાં જ્યારે જ્યારે તીર્થકર ભગવંત થાય છે, ત્યારે ત્યારે નવા રૂપમાં તીર્થની સ્થાપના થાય છે અને મોક્ષમાર્ગનો સમુભવ થાય છે. તીર્થકર ભગવંતની છત્રછાયામાં સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા રૂપ જંગમતીર્થ જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ મોક્ષમાર્ગની આરાધના કરે છે.
ભવ્ય આત્માઓના માર્ગદર્શન હેતુ જૈન મનીષીઓ અને મહર્ષિઓએ પોતાના ચિંતન, મનન તથા અનુશીલન દ્વારા જે તત્ત્વામૃત પ્રાપ્ત કર્યું છે, એને વાણી અને શ્રત દ્વારા સર્વસાધારણને વિતરિત કર્યા છે. એ તત્ત્વામૃતનું પાન કરીને અનેક મુમુક્ષુ તથા ભવ્ય આત્માઓ પોતાનું કલ્યાણ કરવામાં સમર્થ થયા છે, થઈ રહ્યા છે અને થશે.
જૈન ચિંતકોનું ચિંતન બહુ વિશાળ અને વ્યાપક છે. વિશાળ તથા વિપુલ ગ્રંથ-રાશિના રૂપમાં એ વિસ્તૃત થયું છે. શ્રુત સાહિત્ય બહુ જ ઊંડું છે, માટે એને સુબોધ તથા સુગમ્ય કરવા માટે વિસ્તૃત વ્યાખ્યા-ગ્રંથ રચવામાં આવ્યા છે. આ રીતે જૈન સાહિત્યનો વિપુલ વિસ્તાર થયો છે, એ જ વિસ્તારમાં સમુચિત (યોગ્ય) યોગદાન હેતુ મુક્તિપથને સુસ્પષ્ટ પ્રતિપાદિત કરવા માટે આ પ્રયાસ પ્રસ્તુત છે. પૂર્વાચાર્યોની વાણીના આધાર પર અલ્પજ્ઞ ભવ્ય જીવોના ઉપકારાર્થ જૈન તત્ત્વજ્ઞાનની કેટલીક નિષ્કર્ષાત્મક વિવેચના આ ગ્રંથનું પ્રતિપાદ્ય છે. (૨)
જિણધમો)
Page #80
--------------------------------------------------------------------------
________________
૧
( મંગલ અને પ્રયોજન )
सिद्धाणं णमो किच्चा, संजयाणं च भावओ । अत्थधम्मगई तच्चं अणुसिढेि सुणेह मे ॥
- ઉત્તરાધ્યયન, અ-૨૦-૧ અર્થ સિદ્ધોને અર્થાત્ અરિહંતો અને સિદ્ધોને તથા સંયતોને અર્થાત્ આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુઓને નમન કરીને સમસ્ત અર્થોની સિદ્ધિ કરનાર આચરણીય ધર્મના સ્વરૂપને અનુક્રમથી કહું છું. હે મુમુક્ષુ જીવો ! મન, વચન, કાયાના યોગને એકાગ્ર કરીને શ્રવણ કરો.
વિવેચન : ભારતીય દર્શન, વિશેષતઃ જૈનદર્શનનું ચિંતન હંમેશાં ઊર્ધ્વમુખી રહ્યું છે. વિકાસશીલ આત્માનો સ્વભાવ ઊર્ધ્વગમન છે. જેમ અગ્નિ-જ્વાળાનો સ્વભાવ ઊર્ધ્વગમનનો છે. નીચેથી નીચે સ્થાન પર અગ્નિની જ્વાળા હોય છતાં જ્વાળાની ગતિ ઉપરની તરફ હોય છે, એમ જ વિકાસોન્મુખ આત્મા પણ ઊર્ધ્વગમન ચાહે છે. માનવીય ચેતના પોતાની યથાસ્થિતિથી સંતુષ્ટ નથી હોતી. એ વિકાસના પથ ઉપર આગળ વધવા માગે છે. એ ઉત્થાનના આકાશમાં ઊંચામાં ઊંચું ઉડાણ ભરવા ચાહે છે. જે રીતે યાત્રી પોતાની મંજિલ નક્કી કરીને એ તરફ ઉત્તરોત્તર આગળ વધતો જાય છે, એ માર્ગમાં અટકતો નથી. થોડો સમય આરામ ભલે કરે, પરંતુ એનું ધ્યેય વચ્ચે રોકાવાનું કે આરામ કરવાનું નહિ, પણ મંજિલ (ધ્યેય) સુધી પહોંચવાનું હોય છે. આ જ ધ્યેયને લઈને એ મંજિલ તરફ વધતો રહે છે, જ્યાં સુધી મંજિલ પ્રાપ્ત ન થાય. ઊર્ધ્વગામી આત્મા પણ પોતાના સમક્ષ સિદ્ધત્વનું સર્વોચ્ચ લક્ષ્ય રાખીને એની તરફ વધવાનો પ્રયત્ન કરે છે. માનવીય ચેતનાનું સર્વોચ્ચ લક્ષ્ય પણ એ સ્થિતિને પ્રાપ્ત કરવાનું છે, જે સિદ્ધ પરમાત્માએ પ્રાપ્ત કરી છે. (૧) સિદ્ધ સ્વરૂપ :
સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ શબ્દો દ્વારા વ્યક્ત નથી કરી શકાતું, માટે એને અનિર્વચનીય કહેવાય છે. જેમ મૂંગી વ્યક્તિ ગોળના સ્વાદનો અનુભવ કરે છે, પરંતુ એને શબ્દો દ્વારા અભિવ્યક્તિ નથી આપી શકતો એમ જ સિદ્ધત્વની સ્થિતિ અનુભવગમ્ય છે, શબ્દગમ્ય નથી. તકે ત્યાં નથી પહોંચી શકતો, મતિની ત્યાં ગતિ નથી. શ્રુતિ પણ એના વિશે “તિ-તિ’ કહીને સંતુષ્ટ થઈ જાય છે. વેદોએ પણ એ સ્થિતિને “તિ-તિ’ જ કહી છે. “આચારાંગ સૂત્ર'માં આ સ્થિતિનો આ પ્રકારે ઉલ્લેખ કરવામાં આવ્યો છે -
सव्वे सरा नियटुंति, तक्का जत्थ ण विज्जइ, मई तत्थ ण गाहिया, ओए अप्पइट्ठाणस्स खेयन्ने से ण दीहे, ण हस्से, ण वट्टे, ण तंसे, ण चउरंसे, ण परिमंडले, ण किण्हे, ण नीले, ण लोहिए, ए हालिद्दे ण सुक्किल्ले, ण सुरहि गंधे, ण दुरहिगंधे, ण त्तित्ते, ण कडुए, ण कसाए, ण अंबिले, ण महुरे, ण कक्खडे, ण मउए, ण દૂ મંગલ અને પ્રયોજન
૬૩)
Page #81
--------------------------------------------------------------------------
________________
गुरूए, ण लहुए, ण सीए, ण उण्हे, ण णिद्धे, ण लुक्खे, ण काऊ, ण रूहे, ण संगे, ण इत्थी ण पुरिसे, ण अनहा, परिन्ने, सन्ने उवमा ण विज्जए, अरूवी सत्ता अपयस्स पयं नत्थि ! से ण सद्दे ण रूवे, ण गंधे ण फासे, इच्चेयावंति त्ति बेमि ।
- આચારાંગ, અ-૫. ઉ-૬, વાચ્ય વસ્તુમાં આકાર, વર્ણ, ગંધ, રૂપ, રસ અને સ્પર્શ જોવા મળે છે. મુક્ત અવસ્થામાં ના આકાર છે, ના વર્ણ છે, ના ગંધ છે કે ના રસ છે, ના સ્પર્શ છે. માટે એ અવાચ્ય છે. ત્યાં શબ્દ-પ્રવૃત્તિ નથી. ઊહાપોહ રૂપ તર્કની પણ ત્યાં પહોંચ નથી. કારણ કે એ અવસ્થા વિકલ્પાતીત છે, માટે મનોવ્યાપાર રૂપ ઔત્પાતિકી વગેરે ચારે પ્રકારની બુદ્ધિ એને નથી જાણી શકતી. મુક્ત જીવ સકળ કર્મ-કલંકથી રહિત હોય છે. તે એક રૂપ હોય છે. તેઓ સમસ્ત લોકાલોકના જ્ઞાતા હોય છે. તેઓ સંપૂર્ણ જ્ઞાનમય હોય છે. તેઓ મુક્તાત્મા લોકાંતના એક કોસના છઠ્ઠા ભાગ પ્રમાણ ક્ષેત્રમાં અનંતજ્ઞાન-દર્શન-સુખ વીર્યયુક્ત અવસ્થિત છે. શબ્દ, કલ્પના, બુદ્ધિ અને તર્કની ગતિ ત્યાં એટલા માટે નથી કે ત્યાં કોઈ પ્રકારનું દૈહિક સંસ્થાન (આકાર) નથી. મુક્ત જીવ ના મોટો છે, ના નાનો છે, ના ગોળ છે, ના ત્રિકોણ છે, ના ચોરસ છે. ના કાળો છે, ના લીલો છે, ના લાલ છે, ના પીળો છે, ના સફેદ છે. ના તો એ સુગંધવાળો છે, ના દુધવાળો. ના તીખો છે, ના કડવો છે, ના તૂરો છે, ના ખાટો છે, ના મીઠો છે. ના કઠોર છે, ના મૃદુ છે. ના ભારે છે, ના હલકો છે. ના ઠંડો છે, ના ગરમ છે. ના સ્નિગ્ધ છે, ના રૂક્ષ છે. એ અમૂર્ત છે તથા શરીર રહિત છે. | વેદાંત-દર્શન મુક્તાત્માનું શરીર હોવું માને છે. એ કહે છે કે - “%િ વ તાત્મા, તાય પરે ક્ષીવિત્નેશ: અનુપ્રવિત્તિ માહિત્યરમિય: રૂવાંશુમન્તઃ '' જે રીતે સૂર્યનાં કિરણો સૂર્યમાં પ્રવિષ્ટ થઈ જાય છે, એમ જ એક મુક્તાત્માના શરીરમાં બીજા મુક્ત થનારા જીવ પ્રવિષ્ટ થઈ જાય છે. એમનું આ કથન સંગત નથી, કારણ કે શરીર એક પ્રકારની ઉપાધિ છે, અને મુક્ત જીવ ઉપાધિ રહિત છે, માટે તેઓ સશરીર નથી થઈ શકતા.
મુક્ત જીવ પુનર્જન્મ નથી લેતા. એના કર્મરૂપી બીજ દગ્ધ થઈ ચૂક્યા છે, એનાથી પુનઃ ભવરૂપી અંકુર પેદા નથી થઈ શકતા. જન્મ-મરણના ચક્રથી છૂટવાનું નામ જ તો મોક્ષ છે. અગર પુનઃ જન્મ લેવો શેષ રહી ગયો તો મુક્તિ જ શું થઈ ?
આ આધાર પર જૈન પરંપરા અવતારવાદમાં વિશ્વાસ નથી રાખતી. અવતારવાદીઓનું કહેવું છે કે - “જ્યારે દુનિયામાં પાપ વધી જાય છે અને ધર્મની હાનિ થાય છે ત્યારે ઈશ્વર ફરીથી સંસારમાં અવતાર લે છે. પરંતુ આ માન્યતા જૈન પરંપરાને સ્વીકાર નથી. એનું મંતવ્ય એ છે કે જ્યારે કારણોનો નાશ થઈ જાય છે, તો કાર્યનો પણ નાશ થઈ જાય છે. આ સર્વસંમત સિદ્ધાંત છે. મુક્ત અવસ્થામાં એવું કોઈ કારણ નથી કે જેનાથી પુનર્જન્મ રૂપ કાર્ય થાય.
दग्धे बीजे यथाऽत्यन्तं प्रादुर्भवति नाकुरः । कर्म बीजे तथा दग्धे नारोहति भवांकुरः ॥
Page #82
--------------------------------------------------------------------------
________________
બીજના બળી ગયા પછી અંકુર પેદા થતો નથી એમ જ કર્મબીજના બળી જવાથી ભવરૂપી અંકુર પેદા નથી થતા. મુક્ત-જીવનો પુનર્જન્મ માનવામાં આવે તો એનું મરણ પણ માનવું પડશે. જ્યાં જન્મ-મરણ છે, ત્યાં મુક્તિ કેવી રીતે સંભવ છે ? | મુક્ત જીવ બધા પ્રકારના સંગથી રહિત છે. એ અમૂર્ત છે માટે સંગ રહિત છે. એ ના તો સ્ત્રી છે, ના પુરુષ કે ના નપુસંક. શરીર ન હોવાથી ત્યાં લિંગભેદ નથી. મુક્ત જીવ પરિજ્ઞાતા છે. એ સર્વ આત્મ-પ્રદેશોથી જાણે-દખે છે, માટે એ જ્ઞાન-દર્શન યુક્ત છે.
મુક્તાત્માનું સ્વરૂપ ના તો છદ્મસ્થોથી પૂર્ણતઃ જાણી શકાય છે અને ના કોઈ ઉપમા દ્વારા ઉપમેય છે. ઉપમા સદેશ વસ્તુથી જ આપી શકાય છે. મુક્તાત્માના જ્ઞાન અને સુખની તુલના અન્ય કોઈથી નથી થઈ શકતી, માટે એ અનુપમ છે. મુક્તાત્માની સત્તા અરૂપી છે, માટે વર્ણન ગંધ-રસ-સ્પર્શ-આકાર વગેરેની કોઈ અવસ્થા ત્યાં નથી. એના વાચક શબ્દની ત્યાં ગતિ નથી. એ વાણીથી અગોચર, કલ્પનાતીત અને બુદ્ધિથી પર છે. એ સહજ આનંદ માત્ર અનુભવ વેદ્ય છે. સિદ્ધ આત્મા સત્-ચિત્—આનંદમય સ્થિતિમાં અવસ્થિત છે.
આ સચ્ચિદાનંદમય સ્થિતિ જ મુમુક્ષુ સાધકોની સાધનાનું લક્ષ્યબિંદુ છે. આ લક્ષ્યને સામે રાખવાથી સાધક સાધનાપથ ઉપર વિદન-મુસીબતોની ચિંતા કર્યા સિવાય આગળ નિરંતર વધતો રહે છે.
સર્વજ્ઞના જ્ઞાનનું અનુસરણ કરનાર વિશિષ્ટ પ્રજ્ઞા સંપન્ન શાસ્ત્રકાર (ગણધર) માનવ સ્વભાવના કુશળ પારખી હતા. એમને માનવ-મનની ઊંડાઈનો પૂરો અનુભવ હતો. એમણે વીતરાગ વાણીરૂપ વિશિષ્ટ વિજ્ઞાનના જે તથ્ય અને નિષ્કર્ષ પ્રસ્તુત કર્યા, એની તુલનામાં આજનું ભૌતિક જ્ઞાન કોઈ મહત્ત્વનું નથી. મનોવિજ્ઞાનનું મંતવ્ય છે કે – “ક્રિયાની પ્રતિક્રિયા અવશ્ય હોય છે. વ્યક્તિ એક જ સ્થિતિમાં નથી રહી શકતો. જ્યારે એ નિમ્ન કે અસારભૂત સ્થિતિમાં નિરંતર બનેલો રહે છે, તે એમાં ઉચ્ચ અને સારભૂત તત્ત્વ પ્રત્યે ઉત્કંઠા ઉત્પન્ન થાય છે. આ પોતાની દિશાને વળાંક આપે છે અને આત્મ-વિકાસના માર્ગ પર ચાલી નીકળે છે. કારણ કે વધવું, પ્રગતિ કરવી, ઊર્ધ્વગમન કરવું ચેતનનો સ્વભાવ છે.
આ રીતે મુમુક્ષુ સાધક માટે સાધનાનું શું લક્ષ્ય હોય, એ આ ગાથામાં સિદ્ધોને નમસ્કાર કરીને પ્રગટ કરવામાં આવ્યું છે. સિદ્ધત્વ જ સાધકની સાધનાનું લક્ષ્યબિંદુ છે. આ નિર્ધારિત કરવામાં આવ્યું છે. અરિહંત પણ સિદ્ધ છેઃ
જો કે “અરિહંત' શબ્દ સંયત’ શબ્દની વ્યાપકતામાં પણ અંતનિહિત થઈ જાય છે, છતાં પ્રસ્તુત ગાથામાં આગત સિદ્ધ પદમાં અરિહંતને અંતર્ભાવિત કરવામાં આવ્યા છે. કારણ કે અરિહંતની અપેક્ષા વિશેષથી સિદ્ધ માનવામાં આવ્યા છે. ઘનઘાતી કર્મોનો ક્ષયથી જે ચાર મહાશક્તિઓનો આવિર્ભાવ થાય છે, એ અરિહંત અને સિદ્ધમાં સમાન રૂપથી રહેલ છે, એમાં અંશમાત્ર પણ તરતમતા કે ન્યૂનાધિકતા નથી. તેઓ આવિભૂત શક્તિઓ આ પ્રમાણે છે : દૂ મંગલ અને પ્રયોજન છે.
છે. ઉ૫)
Page #83
--------------------------------------------------------------------------
________________
(૧) સમગ્ર જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી અનંત જ્ઞાનની ઉપલબ્ધિ. (૨) સમગ્ર દર્શનાવરણીય કર્મના ક્ષયથી અનંત દર્શનની ઉપલબ્ધિ. (૩) સંપૂર્ણ મોહકર્મના ક્ષયથી પ્રાપ્ત અનંત ક્ષાયિક ચારિત્રની ઉપલબ્ધિ. (૪) સંપૂર્ણ અંતરાય કર્મના ક્ષયથી પ્રાપ્ત વિર્યની ઉપલબ્ધિ.
આ રીતે અરિહંત અને સિદ્ધ સમાનરૂપથી આ પરિપૂર્ણ સિદ્ધિઓથી સંપન્ન હોય છે. આ સિદ્ધિઓ પરિપૂર્ણ વિકાસની ઘોતિકાઓ છે. એમની સિદ્ધિ આ જ છે. આ અપેક્ષાએ સિદ્ધ પદના અંતર્ગત અહીં અરિહંતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સંગ્રહણ એક નયની અપેક્ષાથી કરવામાં આવ્યું છે.
સિદ્ધ ભગવાન બે પ્રકારના હોય છે - (૧) ભાષક સિદ્ધ અને (૨) અભાષક સિદ્ધ. અરિહંત ભગવાન ભાષક સિદ્ધ છે, કારણ કે તેઓ ધર્મોપદેશ આપે છે. તેઓ એ જ ભવથી સન્નિકટ ભવિષ્યમાં જ મુક્તિ પ્રાપ્ત કરનાર હોય છે તથા તેઓ જીવન્મુક્ત તથા કૃતકૃત્ય થાય છે. આ દૃષ્ટિએ તેઓ સિદ્ધ કહેવાય છે આ કથન ભાવી ભાવને વર્તમાન રૂપમાં કથન કરનાર છે. અરિહંત ભગવાન ભવિષ્યમાં સિદ્ધ થનાર છે. માટે દ્રવ્ય-નિક્ષેપથી એમને સિદ્ધ કહ્યા છે. સર્વ કાર્યને સિદ્ધ કરી સર્વ કર્મકલંકથી રહિત સચ્ચિદાનંદ રૂપ પદને જે પ્રાપ્ત કરી ચૂક્યા છે તેઓ અભાષક સિદ્ધ છે, એટલા માટે ગાથામાં આવેલા સિદ્ધા' પદ અરિહંત અને સિદ્ધ બંનેના વાચક છે. આ પદ દ્વારા એ બંનેને નમન કરવું અભિપ્રેત છે.
સિદ્ધોને નમસ્કાર કર્યા પછી સંયતોને નમન કરવામાં આવ્યા છે. અહીંયાં “સંયત પદથી આચાર્ય, ઉપાધ્યાય અને સમસ્ત સાધુ સમુદાયનું ગ્રહણ કરવામાં આવ્યું છે. કારણ કે આચાર્ય-ઉપાધ્યાય પણ સંયત તો છે જ, પોતાની વિશેષ પ્રકારની યોગ્યતાના કારણે સંયત જ આચાર્ય-ઉપાધ્યાયના પદને ઉપલબ્ધ (પ્રાપ્ત) થાય છે. આ પ્રકારે સિદ્ધ અને “સંયત પદોમાં અરિહંત-સિદ્ધ-આચાર્ય-ઉપાધ્યાય-સાધુ રૂપ પંચ પરમેષ્ઠીનો અંતર્ભાવ કરવામાં આવ્યો છે. અર્થાતુ પાંચેય પરમેષ્ઠીઓને વંદન-નમન કરવામાં આવ્યા છે.
ગાથામાં આવેલા ભાવમો' શબ્દ વિશેષતઃ ધ્યાન દેવા યોગ્ય છે. જૈનદર્શનમાં પદાર્થ વિવેચન પદ્ધતિમાં ચાર પ્રકારના નિક્ષેપોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે - (૧) નામ, (૨)
સ્થાપના (૩) દ્રવ્ય અને (૪) ભાવ. આ નિક્ષેપોમાં ભાવ નિક્ષેપોમાં ભાવ નિક્ષેપનું સર્વાધિક મહત્ત્વ છે, કારણ કે આ ગુણપરક વસ્તુ સ્વરૂપનો સ્વીકાર કરે છે. નામ-સ્થાપના-દ્રવ્યની અપેક્ષા ભાવની પ્રધાનતા સર્વત્ર સ્વીકૃતિ કરવામાં આવી છે. દ્રવ્ય-ક્રિયાઓની ઉપયોગિતા હોવા છતાં પણ જ્યાં સુધી એમના સાથે ભાવનું રસાયણ નથી જોડાતું ત્યાં સુધી એમનું યથેષ્ટ ફળ નથી થતું. એટલા માટે કહેવાયું છે કે - યાત્ ક્રિયા: પ્રતિતિ ન માવ શૂન્યા !'
- કલ્યાણ મંદિર
(૬)
0000000000000 ( જિણધમો)
Page #84
--------------------------------------------------------------------------
________________
ભાવથી શૂન્ય ક્રિયાઓનું યથેષ્ટ ફળ નથી હોતું. નમન ક્રિયા પણ દ્રવ્ય અને ભાવના રૂપમાં બે પ્રકારની કહી શકાય છે. દ્રવ્ય ક્રિયા એ છે કે જે બાહ્ય રૂપમાં શરીર વગેરે દ્વારા અન્યમનસ્કર્તાની સ્થિતિમાં કરતી દૃષ્ટિગોચર થાય છે અનમને રૂપથી પણ અનેક ક્રિયાઓ કરવામાં આવે છે. મજબૂરીમાં વિવશતાને વશ પણ અનેક ક્રિયાઓ કરવી પડી છે. અસાવધાનીથી વગર ઉપયોગથી, વિધિ વગર જે ક્રિયાઓ કરવામાં આવે છે એ બધી દ્રવ્ય ક્રિયાઓ છે. શરીર વગેરે દ્વારા હાથ જોડવા, મસ્તક નમાવવું, સાષ્ટાંગ પ્રણામ કરવા અને અન્ય રીતે શિષ્ટાચારના ભાગ રૂપે ઉપરી વિનય બતાવવો દ્રવ્ય નમન છે. અંતઃકરણની વિશુદ્ધિ ભાવ ઊર્મિઓના સાથે પ્રગાઢ શ્રદ્ધાપૂર્વક, વિધિ અને ઉપયોગ સાથે જે નમન કરવામાં આવે છે એ ભાવ નમન છે. અહીંયાં એવા જ ભાવ નમનથી તાત્પર્ય છે. અંતઃકરણથી ઊઠતી ભક્તિના તરંગોના સાથે, ભાવનાઓથી સંપત્તિ લઈને પોતાના આરાધ્ય પ્રત્યે જે વિનયભાવ પ્રગટ કરવામાં આવે છે એ ભાવ નમસ્કાર છે. આરાધક જ્યારે પોતાના આરાધ્યની સાથે પોતાના હૃદય-તંત્રીના તારોને જોડે છે અને એમાં લીન બની જાય છે ત્યારે એનું કરેલું દ્રવ્ય નમન યથાવત્ ભાવ યુક્ત હોવાથી ભાવ નમન કહેવાય છે. શાસ્ત્રકારે મંગલાચરણના રૂપમાં એવા જ ભાવ નમસ્કારને અપનાવ્યો છે. એના સાથે જ આ સંકેત આપ્યો છે કે ભાવપૂર્વક કરવામાં આવેલી ક્રિયાઓ જ સાર્થક અને ફળવતી બને છે. માટે સાધકને જોઈએ કે એ ક્રિયાઓના આંતરિક મર્મને સમજતો ભાવપૂર્વક અર્થાત્ તત્સંબંધી ઉપયોગપૂર્વક સાધનાના પથ પર અગ્રેસર થાય. ઉપર્યુક્ત ગાથાના પૂર્વાર્ધમાં મહામંગલમય પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરીને મંગલાચરણ કરવામાં આવ્યું છે અને ઉત્તરાર્ધમાં પ્રતિપાદ્ય વિષયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અહીં પ્રશ્ન કરી શકાય છે કે જ્યારે સર્વોચ્ચ સ્થિતિ પ્રાપ્ત સિદ્ધોને નમન કરી મહામંગલ કરી લીધું છે, તો પછી સંયતોને અલગથી નમન કરવાની શું જરૂર છે? મહામંગલમાં અન્ય સર્વ મંગલોનો સમાવેશ થઈ જ જાય છે. જેમકે “સ્તિપત્રે સર્વપતા: નિમન્ના:' (હાથીના પગમાં અન્ય બધા જીવોનો સમાવેશ થઈ જાય છે.) આનું સમાધાન એ છે કે સાધન-પથના પથિકને સર્વપ્રથમ પોતાની મંજિલ નિશ્ચિત કરવી પડે છે અને એ અનુસાર એ દિશામાં પ્રસ્થાન કરવાનું હોય છે. મંજિલ ઉપર પહોંચ્યા પહેલાં માર્ગ પર ચાલતા સમયે સાધકને સંબલની જરૂર હોય છે. સાધક ક્યાંક સાધના-પથ પર ચાલતા ચલિત ન થાય એટલા માટે એની સામે એવી વિશિષ્ટ વ્યક્તિઓનું ઉદાહરણ રાખવામાં આવે છે, જે સફળતાની સાથે એ માર્ગ પર ચાલે છે. અરિહંત અને સિદ્ધ લક્ષ્ય ઉપર પહોંચેલો આદર્શ છે, તો આચાર્યઉપાધ્યાય-સાધુ લક્ષ્યની તરફ આગળ વધતા સાધના-રત આદર્શ છે. સાધકને સંબલ પ્રદાન કરવા માટે લક્ષ્ય પ્રાપ્ત અને લક્ષ્યની તરફ અગ્રેસર થનાર બંને પ્રકારના આદર્શ પ્રસ્તુત કરવામાં આવ્યા છે. આ અભિપ્રાયથી સિદ્ધો અને સંયતોને નમન કરીને મંગલાચરણ કરવામાં આવ્યું છે.
[ મંગલ અને પ્રયોજન ) 000 0.00 0006)
Page #85
--------------------------------------------------------------------------
________________
ગાથાના ઉત્તરાર્ધમાં “અભિધેય'ના રૂપમાં ‘સ્થ થવું તā' કહેવાયું છે. સાધનાનું પ્રયોજન, સાધનાનું સ્વરૂપ અને સાધનાનું પરિણામ શું છે. એ વિષય સાંકેતિક રૂપમાં - બીજરૂપમાં પ્રતિપાદિત કર્યું છે. કોઈપણ કાર્ય પ્રયોજનને લઈને પ્રારંભ કરવામાં આવ્યું છે. કાકદન્ત પરીક્ષાની જેમ નિમ્પ્રયોજન પ્રવૃત્તિને ઠીક નથી માનવામાં આવતી. મંદ વ્યક્તિ પણ પ્રયોજન વગર પ્રવૃત્તિ કરતો નથી. તો પ્રશ્ન થાય છે કે સાધનાનું પ્રયોજન શું છે? સંક્ષેપમાં સાધનાનું પ્રયોજન છે - આત્મા પર આવેલી વિકૃતિઓને દૂર કરી પોતાના શુદ્ધ મૌલિક સ્વરૂપને પ્રાપ્ત કરવું. અનાદિકાલીન કર્મ સંબંધથી ચેતન-આત્મા પોતાના મૂળ સ્વરૂપથી દૂર હટી જાય છે. એનું શુદ્ધ સ્વરૂપ વિભાવ પરિણતિથી વિકૃત થઈ ગયું છે. એમાં કર્મ પુદ્ગલોનું મિશ્રણ થઈ ગયું છે. આ મિશ્રણને વિકૃતિને હટાવીને પોતાના મૌલિક શુદ્ધ, બુદ્ધ, સચ્ચિદાનંદ ઘન સ્વરૂપને પ્રાપ્ત કરવું જ સાધનાનું પ્રયોજન છે.
(૧૧)
(રત્નત્રયની આરાધના )
પરમ નિશ્રેયસુની અવાપ્તિ માનવજીવનનું ચરમ સાધ્ય છે અને અપરિચિત આનંદ તથા અનિર્વચનીય શાંતિ એની ફળશ્રુતિ, સાધ્યના સાક્ષાત્કાર હેતુ સાધના તથા સાધનાંગોની અનિવાર્યતા અપરિહાર્ય છે. સાધનાના રાજ-પથોથી નીકળીને જ સાધ્ય મંજિલનો સાક્ષાત્કાર થઈ શકે છે. માટે સાધના તથા સાધનાંગો પર વિમર્શ પૂર્ણ અનુચિંતન આવશ્યક હોય છે. જીવન-વ્યવહારમાં જોઈ શકાય છે કે કોઈપણ યોજનાને ક્રિયાન્વિત કર્યા પહેલાં એની વિધિ, એના ઉપાય, એનાં સાધનોનો વિચાર અવશ્ય કરવામાં આવે છે. કારણ કે સાધનો વગર સાધ્યની સિદ્ધિ થઈ શકતી નથી. જ્યારે જીવનના સામાન્ય ધરાતલ પર પણ કાર્યસિદ્ધિ માટે એના ઉપાય, કારણ, નિયમ-ઉપનિયમ વગેરે ઉપર વિચાર અવશ્ય કરવામાં આવે છે. તો આધ્યાત્મિક વિકાસના સર્વોચ્ચ સોપનરૂપ મોક્ષ જેમ મહાન, ઉદાત્ત અને વિરાટ સાધ્યની સિદ્ધિ માટે એનાં સાધનો પર વિચાર અવશ્યમેવ હોવો જોઈએ.
આત્મકલ્યાણના અભિલાષી સાધક પોતાની સાધનાનું લક્ષ્ય નિર્ધારિત કર્યા પછી એને પ્રાપ્ત કરવાનાં સાધનો અને ઉપયોગની શોધ કરે છે. પ્રકૃષ્ટ જ્ઞાનીઓ અને મનીષી મહર્ષિઓએ સ્વાનુભવથી જે સત્ય-તથ્ય ઉપલબ્ધ કર્યા છે, એને સામાન્ય સાધકોના માર્ગદર્શન હેતુ અભિવ્યક્તિ પણ આપી છે. એમણે સ્વાનુભૂત માર્ગ બતાવ્યો છે, જે માર્ગ પર ચાલીને જે સાધનાને અપનાવીને જે ઉપાયોનું અવલંબન લઈને એણે એ સર્વોચ્ચ સાધ્યની સિદ્ધિ કરી છે, એનું દિગ્દર્શન એમણે જગજીવો પર અનુકંપા કરી વાણી દ્વારા કર્યું છે.
ચેતનાશીલ આત્મા યથાસ્થિતિથી સંતુષ્ટ નથી થતી. એ જે કંઈ છે અને જેવો છે એવો જ રહેવાનું પસંદ નથી કરતો. એ વિકાસ ચાહે છે, આગળ વધવા માગે છે, ઊર્ધ્વમુખી બનવા ( ૬૮
રાજકોટ જિણધર્મોો]
Page #86
--------------------------------------------------------------------------
________________
માંગે છે, કારણ કે એમાં ચૈતન્યની ઊર્જા છે. આ અણુથી મહાન, ક્ષુદ્રથી વિરાટ અને અસીમથી અસીમ બનવા ચાહે છે. એ અનુભવ કરે છે કે આત્મામાં અનંત શક્તિઓ રહેલી છે. આત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત શક્તિનો સ્વામી છે, પરંતુ વિભાવ પરિણતિના કારણે એની એ મહાન શક્તિઓ છુપાયેલી છે, ફળસ્વરૂપ એ ખિન્ન અને વિપત્ર બનેલો છે. એવું ભાન અને જ્ઞાન હોવાથી એ આત્મા એ આવૃત્ત શક્તિઓને અભિવ્યક્ત કરવા માટે પ્રેરિત થાય છે. એ શક્તિઓની અભિવ્યકિત માટે અનુકૂળ સામગ્રીની અપેક્ષા રહે છે. જેમ નાના બીજમાં વિશાળ વૃક્ષ થવાની શક્તિ છે, પરંતુ એની અભિવ્યક્તિ ત્યારે જ થાય છે જ્યારે એને અનુકૂળ પાણી, પવન અને પ્રકાશ પ્રાપ્ત થાય. સાધનાના ક્ષેત્રમાં પણ આ વાત લાગુ પડે છે. આત્મા અનંત જ્ઞાન-દર્શન-સુખ અને શક્તિ પ્રાપ્ત કરવા માગે છે, પરંતુ એ કેવી રીતે પ્રાપ્ત થાય, એના માટે જૈન તત્ત્વચિંતકોએ રત્નત્રયીની સાધનાનું વિધાન કર્યું છે. રત્નત્રયીનો અર્થ છે – સમ્યગ્દર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યફચારિત્ર. વસ્તુતઃ આ જ મોક્ષનો માર્ગ છે, મોક્ષનું સાધન છે અને મોક્ષનો ઉપાય છે. અતીત કાળના તીર્થકરોએ, ગણધરો અને શ્રુતધર આચાર્યોએ આ રત્નત્રયીની સાધ્યસિદ્ધિ હેતુ ઉપદેશ આપ્યો છે અને આ અનંત અનાગત કાળમાં પણ આનો જ ઉપદેશ આપવામાં આવશે. આ રત્નત્રયીમાં આત્માના સમગ્ર અધ્યાત્મ ગુણોનો સમાવેશ થઈ જાય છે, આત્મિક શક્તિઓની અભિવ્યક્તિ માટે આ રત્નત્રયીની આરાધના જ સાચી સાધના છે.
સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યકુચારિત્રની વિસ્તૃત વ્યાખ્યા સ્વતંત્ર પરિચ્છેદમાં થશે. અહીં તો એમનો સામાન્ય પરિચય માત્ર પ્રસ્તુત છે.
સમ્યગદર્શન : આત્મ-સ્વરૂપની પ્રતીતિ, આત્મ-સ્વરૂપનો વિશ્વાસ અને આત્મ-સ્વરૂપ, વિતરાગ તથા વિતરાગ પ્રરૂપિત તત્ત્વો પર આસ્થા હોવી સમ્યગ્દર્શન છે. જેને પોતાની આત્મ-સત્તા પર વિશ્વાસ છે, એને જ પરમાત્માની સત્તા પર વિશ્વાસ થઈ શકે છે. જે આત્મવાદી હોય છે એ જ કર્મવાદી પણ હોઈ શકે છે. જે કર્મવાદી હોય છે એ જ લોકવાદી પણ હોઈ શકે છે. જેને પોતાના આત્માની સત્તા પર જ વિશ્વાસ નથી, એને કર્મ પર વિશ્વાસ નથી હોતો, જેનો કર્મ પર વિશ્વાસ નથી એને લોક-પરલોક પર પણ વિશ્વાસ નથી હોતો. મોક્ષ પર વિશ્વાસ તો હોય જ ક્યાંથી ? આગમમાં કહેવાયું છે - से आयावाई, लोयावाई कम्मावाई किरियावाई ।
- આચારાંગ, અ-૧, ઉ.-૧ જે આત્માના સ્વરૂપને જાણે છે એ જ આત્મવાદી છે. જે આત્મવાદી છે એ જ સાચો લોકવાદી છે. જે આત્મા અને લોકના સ્વરૂપને જાણે છે એ જ કર્મવાદી છે અને જે કર્મવાદી છે એ જ સાચો ક્રિયાવાદી છે. [ રત્નત્રયની આરાધના રી
આ કલ)
Page #87
--------------------------------------------------------------------------
________________
સાચો આત્મવાદી જ મોક્ષની સાધના કરી શકે છે. પોતાના મૂળ સ્વરૂપની પ્રતીતિ મુખ્ય વાત છે. જેણે પોતાની આત્મસત્તા પર આસ્થા નથી કરી એ અન્ય કોઈ ઉપર સમ્યક વિશ્વાસ નથી કરી શકતો. હું છું કદમમ્મિ આના પર પૂર્ણ પ્રતીતિ સમ્યગદર્શન છે.
જડ અને ચેતનમાં, સ્વ અને પરમાં આત્મા અને પુગલમાં ભેદવિજ્ઞાન કરવું વગેરે સમ્યગ્દર્શનનું વાસ્તવિક કાર્ય છે. જ્યાં સુધી સાધકને આ ભેદજ્ઞાન નથી થઈ જતું ત્યાં સુધી આ નથી સમજાતું કે સાધકને સ્વ-સ્વરૂપની ઉપલબ્ધિ થઈ ગઈ છે. જેને આત્મબોધ તથા ચેતનાબોધ થઈ જાય છે, એ સમજી લે છે કે હું શરીર નથી, હું મન નથી, હું પૌગલિક - ભૌતિક પદાર્થ નથી. આ પૌગલિક પદાર્થ મારા નથી, હું ચેતન છું, આત્મા છું, પુદ્ગલથી સર્વથા ભિન્ન છું. હું જ્ઞાન-સ્વરૂપ છું અને પુગલ ક્યારેય જ્ઞાનમય નથી થઈ શકતું. આ રીતે આ બંનેમાં મૂળ વિભેદ છે. આવી સ્થિતિમાં આ બંનેને એક માનવું સૌથી વધારે અજ્ઞાન છે, સૌથી મોટું મિથ્યાત્વ છે.
સમ્યગ્રજ્ઞાન : આત્માનું જ્ઞાન, આત્માના વિશુદ્ધ સ્વરૂપનું જ્ઞાન સમ્યગુજ્ઞાન છે. સમ્યગુજ્ઞાનથી જ આત્મા એ નિશ્ચય કરે છે કે અનંત અતીતમાં પણ જ્યારે પુદ્ગલનો એક કણ મારા પોતાના આત્મપ્રદેશ રૂપ નથી થઈ શકતો, ત્યારે અનંત અનાગતમાં એ મારો કેવી રીતે થઈ શકશે અને વર્તમાનના ક્ષણમાં તો એના પોતાના હોવાની આશા કેવી રીતે કરી શકાય છે? હું - હું છું એ પુદ્ગલ પુલ છે. સિદ્ધ સ્વરૂપાપેક્ષા આત્મા ક્યારેય પુગલ નથી થઈ શકતો અને પુગલ ક્યારેય આત્મા નથી થઈ શકતો. આ રીતે બોધ-વ્યાપાર સમ્યગુજ્ઞાન છે.
| વિશ્વમાં ચારેબાજુ પગલોનો જમેલો લાગેલો છે. સાધક ગમે ત્યાં કોઈપણ ક્ષેત્રમાં ચાલ્યો જાય, પુદ્ગલોથી એ બચી નથી શકતો. પુગલ સમૂહ એના અત્યંત નજીક રહે છે. પુદ્ગલોની સત્તાને ક્યારેય નષ્ટ નથી કરી શકાતી. તો પછી સાધક પુગલોના સાથે સંબંધને કેવી રીતે રોકી શકાય છે? અને જ્યાં સુધી પુદ્ગલોના સાથે સંબંધ છે ત્યાં સુધી ભવબંધનથી મુક્તિ કેવી રીતે મળી શકે છે? અધ્યાત્મ શાસ્ત્રએ એનું સમાધાન આપ્યું છે કે - “પુદ્ગલોની સત્તા સાધકના આસપાસ ભલે રહે, જો પુદ્ગલોના પ્રત્યે મમતા દૂર કરવામાં આવે તો તેઓ અનંત પુગલ આત્માનું કંઈ બગાડી શકતા નથી. આત્મામાં અનંત કાળથી પુગલના પ્રત્યે જે મમતા લાગી છે, એને દૂર હટાવી દે તો પુદ્ગલોથી સંબંધ હોવા છતાં પુગલોથી ઘેરાયેલો રહેવા છતાં આત્મા ભવ-બંધનથી મુકત થઈ શકે છે.
આત્મા વિજ્ઞાનની ઉપલબ્ધિથી સમ્યગુજ્ઞાન છે. આત્મવિજ્ઞાન થઈ ગયા પછી અન્ય ભૌતિક જ્ઞાનનો વિશેષ બોધ ન થવાથી પણ આત્માને મોક્ષપ્રાપ્તિમાં કોઈ મુશ્કેલી પડતી નથી. જ્ઞાનની અલ્પતા હાનિકારક નથી, એની વિપરીતતા જ ભયંકર છે. આત્મજ્ઞાન જે કણભર છે, તો પણ એ મનભર ભૌતિક જ્ઞાનથી વધુ શ્રેષ્ઠ છે. આત્મસાધનામાં ભૌતિક જ્ઞાનની વિપુલતા અપેક્ષિત નથી, જ્ઞાનની વિશુદ્ધતા અપેક્ષિત છે. Koo)))))))))( જિણધમો)
Page #88
--------------------------------------------------------------------------
________________
અલ્પતમ્ જ્ઞાન પણ મહાન બની શકે છે. પરંતુ જ્યાં સુધી અંદરના વિકલ્પ અને વિકાર દૂર નહિ થાય ત્યાં સુધી આત્મ-સાધનાનું ફળ પ્રાપ્ત થતું નથી. જો જ્ઞાન આત્માના મિથ્યાત્વ જનિત રાગ-દ્વેષાત્મક વિકલ્પોને દૂર નથી કરતો, તો એ વાસ્તવમાં સભ્યજ્ઞાન નથી. એ સૂર્ય જ શું જેના ઉદય થવાથી પણ રાત્રિનો અંધકાર શેષ રહી જાય ? સમ્યજ્ઞાનની ઉપયોગિતા એ જ છે કે સાધક એના દ્વારા પોતાના સ્વરૂપને સમજે, એમાં આવેલ વિકારોને જાણે તથા એમને દૂર કરવાની દિશામાં ઉચિત વિચાર કરે.
સમ્યારિત્ર : આત્માના અસ્તિત્વ પર સાચી પ્રતીતિ થઈ જવાથી અને આત્માના સ્વરૂપનું ખરું-ખરું જ્ઞાન થઈ જવાથી પણ જ્યાં સુધી એ પ્રતીતિ અને જ્ઞાન અનુસાર આચરણ નથી કરવામાં આવતું ત્યાં સુધી સાધકની સાધના પરિપૂર્ણ થઈ શકવાની નથી. પ્રતીતિ અને ઉપલબ્ધિના સાથે આચાર આવશ્યક અને અનિવાર્ય છે. આપણે વિશ્વાસ કરી લીધો કે આત્મા છે અને એ પણ જાણી લીધું કે આત્મા પુદ્ગલથી ભિન્ન છે, પરંતુ જ્યાં સુધી એને પુદ્ગલથી પૃથક્ કરવાનો પ્રયત્ન કરવામાં નહિ આવે ત્યાં સુધી અભીષ્ટ સિદ્ધિ થવાની નથી. સમ્યગ્દર્શન હોવાનું ફળ એ છે કે આત્માનું અજ્ઞાન, જ્ઞાનમાં પરિણત થઈ ગયું. આ રીતે સમ્યજ્ઞાનનું ફળ એ છે કે આત્મા પોતાના વિભાવને છોડીને સ્વભાવમાં પૂર્ણ સ્થિર થઈ જવાનો પ્રયત્ન આરંભ કરી દો. વિભાવ મોહ-જનિત વિકલ્પ અને વિકારોને છોડીને સ્વ-સ્વરૂપ રમણની પરિપૂર્ણતામાં લીન થઈ જવું. સમ્યક્ચારિત્રનું (પૂર્ણ) ફળ છે. આ જ વિશુદ્ધ સંયમ છે, સર્વોત્કૃષ્ટ શીલ છે. ચારિત્ર-આચાર-સંયમ-શીલ આત્માથી ભિન્ન નથી. આત્માની જ એક શુદ્ધ શક્તિ-વિશેષ છે. સારાંશ એ છે કે આત્મતત્ત્વ ઉપર વિશ્વાસ હોય, એ વિશ્વાસ વિચારમાં બદલો અને વિચાર આચારમાં બદલો ત્યારે જ સાધના પરિપૂર્ણ થશે.
અહીંયાં એ ધ્યાન દેવા યોગ્ય છે કે ચારિત્રનો અર્થ માત્ર બાહ્ય ક્રિયાઓ જ નથી. બાહ્ય ક્રિયાઓના સમ્યક્ત્વ વગર આચરણ તો અનંત કાળથી અને અનંત પ્રકારનું કરવામાં આવ્યું પરંતુ આનાથી લક્ષ્યની પૂર્તિ નથી થઈ શકતી. અધ્યાત્મ સાધનામાં સમ્યક્ત્વયુક્ત બાહ્ય ક્રિયાઓ યથા અવસર ઉપયોગી તથા સહાયક તો હોય છે, પરંતુ એ બધું નથી. બાહ્ય ક્રિયા કલાપોમાં ઉપયોગ રહિત આત્માનું ચારિત્ર દ્રવ્ય ચારિત્ર કહેવાયું છે અને ઉપયોગ સહિત સ્વ-સ્વરૂપમાં રમણતાના સાથે ભાવ ચારિત્ર કહેવાયું છે. જીવન વિકાસ માટે દ્રવ્ય અને ભાવ બંનેની આવશ્યકતા છે. પરંતુ અનિવાર્યતા અને અપરિહાર્યતા તો ભાવની જ છે. જો ભાવ છે તો દ્રવ્યનું મૂલ્ય આંકી શકાય છે, પરંતુ ભાવશૂન્ય દ્રવ્યનું વિશેષ મહત્ત્વ નથી.
મોક્ષનો ઉપાય તથા સાધનભૂત સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ ત્રણેય મળીને જ મોક્ષનું સાધન બને છે, પૃથક્ રૂપથી નહિ, એ ધ્યાનમાં રાખવું જોઈએ. એકલું સમ્યગ્દર્શન, એકલું સમ્યજ્ઞાન કે એકલું સમ્યક્ચારિત્ર મોક્ષનું સાધન નથી બની શકતું. એ ત્રણે સંમિલિતરૂપથી મોક્ષનું સાધન હોય છે. આ ત્રણેમાંથી કોઈપણ અંગ સ્વતંત્ર રૂપથી એકલા મોક્ષનું સાધન નથી બની શકતું. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન તો એકબીજા રત્નત્રયની આરાધના
७१
Page #89
--------------------------------------------------------------------------
________________
વગર નથી થઈ શકતું. સમ્યગ્દર્શનના હોવાથી સમ્યગુજ્ઞાન થઈ જ જાય છે. જેમ સૂર્યનો પ્રકાશ અને આતપ (ગરમી) એક સાથે હોય છે. એ બંને સાથે જ પ્રગટ થાય છે. એવું નથી હોતું કે પ્રકાશ પહેલાં આવે છે અને આતપ પછી. એવું જ સમ્યગુદર્શનના પ્રગટ થવાથી જ સમ્યગુજ્ઞાન પણ પ્રગટ થઈ જાય છે. એના પ્રગટ થવામાં ક્ષણમાત્રનું પણ અંતર નથી હોતું. સમ્યગુદર્શન અને સમ્યગુજ્ઞાન સ્વતંત્ર રૂપથી મોક્ષની સિદ્ધિ નથી કરી શકાતી. સમ્યગુજ્ઞાન રસ્તો બતાવી શકે છે, ચલાવવું એનું કામ નથી. ચાલ્યા વગર મંજિલ પર પહોંચી શકાતું નથી. એકલું સમ્યફચારિત્ર પણ મોક્ષનું અંગ નથી. કારણ કે એમાં ચાલવું તો છે, પણ માર્ગને જોવા માટે જ્ઞાન-દર્શનરૂપી ચક્ષુ નથી. મંજિલ પર પહોંચવા માટે ચક્ષુ પણ જોઈએ અને પગ પણ જોઈએ. કોઈપણ એકના અભાવમાં મંજિલ પ્રાપ્ત થતી નથી. મોક્ષની મંજિલ ઉપર પહોંચવા માટે સમ્યગદર્શન - સમ્યગુજ્ઞાનરૂપી બે ચક્ષુઓની જરૂર છે અને સમ્યફચારિત્રરૂપી પગોની પણ. આ રીતે સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્મચારિત્ર ત્રણેય મળીને મોક્ષનું સાધન બને છે. આ વાતને “જ્ઞાન ક્રિયાખ્યા મોક્ષ: ' સૂત્ર દ્વારા પુષ્ટ કરવામાં આવ્યા છે.
સારાંશ એ છે કે સમ્યગુજ્ઞાન, સમ્યગુદર્શન અને સમ્યફચારિત્ર રૂપ રત્નત્રયીની પરિપૂર્ણતાનું નામ જ મોક્ષ છે અને આ જ જીવનનો ચરમ વિકાસ છે.
સમ્યગદર્શનનો મહિમા )
સમ્યગ્દર્શન અધ્યાત્મ-સાધનાનો મૂળ આધાર અને મુખ્ય કેન્દ્ર છે. એ મુક્તિમહેલનું પ્રથમ પગથિયું છે. એ શ્રત અને ચારિત્ર ધર્મની આધારશિલા છે. જે રીતે ઉચ્ચ તથા ભવ્ય પ્રાસાદનું નિર્માણ દેઢ આધારશિલા મજબૂત પાયા પર જ સંભવ છે, એ જ રીતે સમ્યગુદર્શનના પાયા પર જ શ્રુત-ચારિત્ર ધર્મનો ભવ્ય પ્રાસાદ ઊભો થઈ શકે છે. આત્મામાં અનંત ગુણ છે, પરંતુ સમ્યગુદર્શન ગુણનું સર્વાધિક મહત્ત્વ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. સમ્યગુદર્શનનું આટલું અધિક મહત્ત્વ એટલા માટે છે કે સમ્યગ્દર્શનના સભાવમાં જ જ્ઞાન અને ચારિત્ર ઉપલબ્ધ થાય છે. સમ્યગુદર્શનના સભાવમાં જ યમ-નિયમ-તપ-જપ વગેરે સાર્થક થઈ શકે છે. સમ્યગદર્શનના અભાવમાં સમસ્ત જ્ઞાન અને સમસ્ત ચારિત્ર મિથ્યા છે. જેમ અંક વગેરે શૂન્યોની લાંબી લાઇન બનાવી દેવામાં આવે તો પણ એનું કોઈ મૂલ્ય નથી, એમ સમ્યકત્વ વગર જ્ઞાન અને ચારિત્રનો કોઈ અર્થ નથી રહેતો. અગર સમ્યકત્વરૂપી અંક હોય અને એના પછી જ્ઞાન અને ચારિત્ર હોય તો પ્રત્યેક શૂન્યથી દસગણી કિંમત થઈ જાય છે. સમ્યગ્દર્શનથી જ જ્ઞાન અને ચારિત્રમાં સમ્યકત્વ આવે છે. માટે દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણેય ભાવોમાં સમ્યકત્વ હોવા છતાં પણ સમ્યકત્વ શબ્દ સમ્યગદર્શનના અર્થમાં રૂઢ થઈ ગયો છે. આ સમ્યગુદર્શનની પ્રધાનતા સૂચિત કરે છે. સમ્યગુદર્શનનો મહિમા અને ગરિમાનું શાસ્ત્રકારો અને સમર્થ આચાર્યોએ પ્રત્યેક સ્થાને વિવિધ રૂપથી વર્ણન કર્યું છે. ( ૨ ) DOOOOOOOOOOOOX જિણધમો)
Page #90
--------------------------------------------------------------------------
________________
णादंसणिस्स णाणं णाणेण, विणा ण हुंति चरण गुणा । अगुणिस्स णत्थि मोक्खो, णत्थि अमोक्खस्स णिव्वाणं ॥
ઉત્તરા., અ-૨૮, ગા-૩૦ અર્થાત્ સમ્યગ્દર્શન વગર, સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. સમ્યજ્ઞાનની પ્રાપ્તિ વગર ચારિત્રની પ્રાપ્તિ થતી નથી. ચારિત્ર વગર મોક્ષની પ્રાપ્તિ નથી થતી ને મોક્ષપ્રાપ્તિ વગર કર્મજન્મ દુઃખોથી છુટકારો નથી મળતો. તાત્પર્ય એ છે કે સમ્યક્ત્વથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, જ્ઞાનથી ચારિત્ર અને ચારિત્રથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ રીતે ક્રમથી સર્વગુણોની પ્રાપ્તિ થવાથી જીવ સમસ્ત દુઃખોથી મુક્ત થઈ જાય છે. માટે સમસ્ત ગુણોના મૂળભૂત સમ્યક્ત્વને સૌપ્રથમ પ્રાપ્ત કરવાનો પ્રયાસ અપેક્ષિત છે.
‘રત્નકરRsશ્રાવકાચાર’માં કહ્યું છે -
न सम्यक्त्वसमं किंचित् त्रैकाल्ये त्रिजगत्यपि । श्रेयोऽश्रेयश्च मिथ्यात्वसमं नान्यत्तनूभृताम् ॥
રત્નકરRsશ્રાવકાચાર-૩૪
અર્થાત્ ત્રણે કાળ અને ત્રણે લોકમાં જીવો માટે સમ્યગ્દર્શન સમાન બીજું કોઈ કલ્યાણકારી નથી અને મિથ્યાત્વ સમાન અકલ્યાણકારી અન્ય કોઈ નથી. ત્રિલોક સ્થિત ઇન્દ્ર, અહમિન્દ્ર, ચક્રવર્તી વગેરે ચેતન અને મણિ, મંત્ર-ઔષધિ વગેરે જડદ્રવ્ય - એ કોઈપણ સમ્યક્ત્વના સમાન ઉપકારી નથી. આ જીવનો સૌથી વધુ અનર્થ કરનારું મિથ્યાત્વ સમાન અન્ય કોઈ જડ કે ચેતન દ્રવ્ય ત્રણે કાળ અને ત્રણે લોકમાં નથી, ના થયો છે ના થશે. સમસ્ત સંસારનાં દુઃખોનો નાશ કરનાર અને આત્મકલ્યાણને પ્રગટ કરનાર સમ્યક્ત્વ જ છે. માટે એની પ્રાપ્તિ-હેતુ પ્રયાસ કરવો જોઈએ.
‘મોક્ષપાહુડ’માં ત્યાં સુધી કહેવાયું છે કે - “વધુ શું કહીએ, જે પણ ભૂતકાળમાં સિદ્ધ થયા અને ભવિષ્યમાં થશે એ બધું સમ્યક્ત્વનું જ મહત્ત્વ સમજવું જોઈએ.”
किं बहुणा भणिण जे सिद्धा णरवरा गए काले । सिज्झिहहि जे वि भविया तं जाणह सम्ममाहप्पं ॥
મોક્ષપાહુડ, ગા-૮૮
આ પ્રકારે સ્પષ્ટ છે કે સમ્યગ્દર્શન વગર જ્ઞાન અને ચારિત્ર કાર્ય-સિદ્ધિ નથી કરી શકતા. ‘આચારાંગ’ના નિર્યુક્તિકારે કહ્યું છે -
कुणमाणोऽवि निवित्तिं परिच्चयंतोऽवि सवणधणभो । दिन्तोऽवि दुहस्स उरं मिच्छ दिट्ठी न सिज्झइउ ॥ આચારાંગ નિયુક્તિ ગાથા-૨૨૦
63
સમ્યગ્દર્શનનો મહિમા
Page #91
--------------------------------------------------------------------------
________________
અર્થાત્ યમ-નિયમ વગેરે રૂપ નિવૃત્તિ કરવા છતાં પણ ધન, સ્વજન અને ભોગોનો ત્યાગ કરવા છતાંય પંચાગ્નિ તપ વગેરે દ્વારા શારીરિક કષ્ટ સહન કરવા છતાંય મિથ્યાષ્ટિ સિદ્ધિ પ્રાપ્ત કરી શકતી નથી. આગળ નિર્યુક્તિકાર કહે છે -
तम्हा कम्माणीअं जेउमणो दंसणम्मि पयइज्जा । दंसणवओ हि सफलाणि हुंति तवनाणचरणाई ॥
- આચારાંગ નિયુક્તિ, ગાથા-૨૨૧ અર્થાત્ કર્મરૂપી સેનાને જીતવા માટે સમ્યગુદર્શનમાં પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે સમ્યગદર્શન વગર કર્મોનો ક્ષય થઈ શકતો નથી. સમ્યકત્વી દ્વારા કરેલાં તપ-જપ-જ્ઞાન અને ચારિત્ર જ સફળ થાય છે. માટે સમ્યકત્વ-પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવો જોઈએ.
ઉપર્યુક્ત ઉદ્ધરણોથી સમ્યગુદર્શનનો મહિમા અને ગરિમાનો સ્પષ્ટ પરિચય મળી જાય છે. સારાંશ એ છે કે આ સમ્યગુદર્શન અનુપમ સુખનો ભંડાર, સર્વ કલ્યાણનું બીજ અને સંસારસાગરથી પાર ઊતરવા માટે એક મહાન યાન-પાત્ર (જહાજ) છે. જેણે સમ્યગુદર્શનને પ્રાપ્ત કરી લીધું છે, એની સમક્ષ ત્રણ લોકના રાજ્યનું સુખ પણ કોઈ વિસાતમાં નથી. સમ્યગુદર્શન જે કોઈપણ આત્મામાં પ્રગટ થઈ જાય છે, એ કૃતકૃત્ય થઈ જાય છે, એનો બેડો પાર થઈ જાય છે. સમ્યગદર્શનની જ્યોતિ જ્યારે સાધકના જીવનપથને આલોકિત કરી દે છે, તો આ અનંત સંસારસાગરમાં સાધકને કોઈ પ્રકારનો ભય નથી રહેતો. એ એવું સમજે છે કે સમ્યગદર્શન રૂપ ચિંતામણિ રત્ન જ્યારે મારી પાસે છે, મારામાં જ છે, પછી મારે કોઈ વાતની ચિંતા અને કઈ વાતનો ભય ? જેના પાસે આ અક્ષય-નિધિ હોય એ દીન-હીન કેવી રીતે હોઈ શકે. એવો અદ્ભુત, અનુપમ અને અદ્વિતીય મહિમા છે સમ્યગ્દર્શનનો. સમ્યગુદર્શન એ પારસમણિ છે, જેના સ્પર્શમાત્રથી અજ્ઞાનરૂપી લોખંડ જ્ઞાનરૂપી સોનામાં બદલાઈ જાય છે. સમ્યગદર્શનનો મહિમા બતાવતા “સૂત્રકૃતાંગ સૂત્ર” માં સૂત્રકાર લખે છે –
जे या बुद्धा महाभागा, वीरा असमत्त दंसिणो । असुद्धं तेसिं परक्कंतं, सफलं होइ सव्वसो ॥ जे याऽबुद्धा महाभागा वीरा सम्मत्त-दंसिणो । सुद्धं तेसिं परक्कंतं सफलं होइ सव्वसो ॥
- સૂત્રકૃતાંગ સૂત્ર, અ-૮, ગાથા-૨ ૨-૨ ૩. અર્થાત્ જે પુરુષ તત્ત્વના અર્થથી અનભિજ્ઞ (અજાણ) મહાભાગ સંસારમાં પૂજનીય, વીર, અસમ્યગ્દર્શી-સમ્યગુજ્ઞાન વગેરેથી રહિત છે. એમના દ્વારા કરેલાં તપ, અધ્યયન અને નિયમ વગેરે પુરુષાર્થ અશુદ્ધ હોય છે અને તે કર્મબંધના કારણે જ હોય છે. એના વિપરીત જે પુરુષ તત્ત્વજ્ઞાતા, મહાપૂજ્ય-મહાભાગ્યશાળી, કર્મનું વિદારણ કરવામાં સમર્થ અને - ૦૪
નોનસ જિણધર્મોો]
Page #92
--------------------------------------------------------------------------
________________
સમ્યગુદૃષ્ટિ છે, એનાં તપ, દાન, અધ્યયન, નિયમ વગેરે બધા પરલોક સંબંધી કાર્ય શુદ્ધ તથા કર્મ-ક્ષયના કારણે હોય છે. ‘ઉત્તરાધ્યયન સૂત્ર'ના નવમા અધ્યયનમાં કહ્યું છે -
मासे मासे उ जो बालो, कुसग्गेणं तु भुंजए । न सो सुअक्खाय धम्मस्स, कलं अग्घइ सोलसिं ॥
- ઉત્તરાધ્યયન સૂત્ર, અ-૯, ગાથા-૪૪ જે જીવ બાળ છે, મિથ્યાષ્ટિ છે, અજ્ઞાની છે, એ પ્રત્યેક માસમાં કુશના અગ્રભાગ પર જેટલો આહાર ચોંટે છે, એટલો જ ખાઈને રહી જાય તો પણ એ જિનોક્ત ધર્મની સોળમી કલા(અંશ)ના બરાબર પણ નથી હોતો. શાસ્ત્રોમાં સ્થાન-સ્થાન પર સમ્યગુદર્શનના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે - “પદ્ધ પરમ પુત્રહીં ”
- ઉત્તરા, અ.-૩, ગાથા-૯ મહામૂલ્યવાન શ્રદ્ધારૂપી રત્ન ખૂબ જ દુર્લભ છે. જે વસ્તુ દુર્લભ હોય છે, એ અણમોલ અને મહત્ત્વપૂર્ણ હોય છે. સમ્યગદર્શનરૂપી ચિંતામણિ રત્નની પ્રાપ્તિ બહુ દુર્લભ છે.
નવતત્ત્વ પ્રકરણની નિમ્ન ગાથાઓમાં સમ્યકત્વનું સ્વરૂપ બતાવતાં એનો અપૂર્વ લાભ બતાવ્યો છે -
जीवाइ नवपयत्थे, जो जाणइ तस्स होइ सम्मत्तं । भावेण सद्दहंतो अयाणमाणे वि सम्मत्तं ॥ सव्वाइं जिणेसर भासिआई वयणाई नन्नहा हुंति । इअ बुद्धी जस्समणे, सम्मत्तं निच्चलं तस्स ॥ अंतोमुहुत्त मित्तंपि फासियं, हुज्ज जेहिं सम्मत्तं । तेसिं अवड्ढपुग्गल, परियट्टो चेव संसारो ॥
- નવતત્વ પ્રકરણ, ગાથા-૫૬-૫૮ અર્થાત્ જે જીવ વગેરે નવ રત્નોનો જ્ઞાતા છે, એને સમ્યકત્વ હોય છે. કદાચિત્ ક્ષયોપશમની તરતમતાથી કોઈ યથાર્થ રૂપથી તત્ત્વોને નથી જાણતું પરંતુ તમેવ સર્વાં સંવં નિર્દિ પવે' - જે જિનેશ્વર દેવે કહ્યું છે એ સત્ય છે, એવી શ્રદ્ધા કરે છે, તો એને સમ્યકત્વ છે. જિનેશ્વર ભગવંતોનાં વચન વ્યર્થ (અન્યથા) ક્યારેય નથી હોતા, એવી દઢ શ્રદ્ધા જેને પ્રાપ્ત છે, એનો સમ્યકત્વ નિશ્ચલ હોય છે.
જે આત્માએ અંતર્મુહૂર્ત માત્ર માટે પણ સમ્યક્ત્વનો સ્પર્શ કરી લીધો, એનો અનંત સંસારભ્રમણ પરિમિત થઈ ગયો. અપાર્ધ પુગલ પરાવર્ત કાળથી વધુ આ સંસારમાં
[સમ્યગદર્શનનો મહિમા 000000000000
To૫ )
Page #93
--------------------------------------------------------------------------
________________
પરિભ્રમણ નથી કરતો. એની મુક્તિ સુનિશ્ચિત થઈ જાય છે. કેટલો અપૂર્વ મહિમા છે સમ્યકત્વરત્નનો. “સમ્યકત્વ કૌમુદી' ગ્રંથમાં કહેવામાં આવ્યું છે - सम्यक्त्व रत्नान्न परं हि रत्नं, सम्यक्त्व मित्रान्न परं हि मित्रं । सम्यक्त्व बंधोन परोहि बन्धुः सम्यक्त्व लाभान्न परो हि लाभः ॥ સમ્યકત્વ રત્નથી વધીને કોઈ મૂલ્યવાન રત્ન નથી, સમ્યકત્વથી વધીને કોઈ બીજો મિત્ર નથી. સમ્યકત્વથી વધીને કોઈ બંધુ નથી અને સમ્યકત્વ લાભથી વધારે બીજો કોઈ લાભ નથી. આ જ ગ્રંથમાં આગળ કહેવામાં આવ્યું છે -
श्लाघ्यं हि चरणज्ञानवियुक्तमपि दर्शनम् ।
न पुनर्ज्ञानचारित्रे मिथ्यात्वविषदूषिते ॥ જ્ઞાન અને ચારિત્ર વિના પણ સમ્યગુદર્શન ગ્લાધ્ય છે, પ્રશંસા યોગ્ય છે, પરંતુ મિથ્યાત્વ વિષથી દૂષિત હોવાથી જ્ઞાન અને ચારિત્ર શ્લાઘનીય-પ્રશંસનીય નથી હોતા. અર્થાત્ મોક્ષમાર્ગમાં એ ઉપયોગી નથી બનતા.
એક આચાર્યએ નિમ્ન શબ્દોમાં સમ્યકત્વનો મહિમા ગાયો છે - असमसुखनिधानं, धाम संविग्नतायाः, भवसुखविमुखत्वोद्दीपने सद्विवेकः । नरनरकपशुत्वोच्छेकहेतुर्नराणाम्, शिवसुखतरुबीजं शुद्धसम्यक्त्वलाभः ॥
શુદ્ધ સમ્યકત્વનો લાભ અનુપમ સુખનું નિધાન છે, વૈરાગ્યનું ધામ છે, સંસારનાં ક્ષણભંગુર સુખોથી વિરક્ત કરવાવાળા સવિવેક છે, ભવ્ય જીવોના નરક, તિર્યંચ અને મનુષ્ય સંબંધી દુઃખોનું ઉચ્છેદ કરનારા છે ને મોક્ષ સુખરૂપી મહાવૃક્ષ માટે બીજરૂપ છે. દિગંબર આચાર્ય શ્રી શુભચંદ્રએ “જ્ઞાનાર્ણવ'માં કહ્યું છે -
सद्दर्शन महारत्नं विश्वलोकैकभूषणम् । मुक्तिपर्यन्तकल्याण-दानदक्षं प्रकीर्तितम् ॥
- જ્ઞાનાર્ણવ, પૃષ્ઠ-૧૦૧, શ્લોક-૧૩ સમ્યગદર્શન બધાં રત્નોમાં મહાન રત્ન છે, સમસ્ત લોકનું ભૂષણ છે, આત્માની મુક્તિ સુધી કલ્યાણ - મંગલ પ્રદાન કરનાર છે.
चरणज्ञानयोर्बीजं यम-प्रशम-जीवितम् । तपः श्रुताद्यधिष्ठानं सद्भिः सद्दर्शनं मतम् ।।
- જ્ઞાનાર્ણવ, પૃ-૧૦ર સમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્રનું બીજ છે. યમ (મહાવ્રત વગેરે) અને પ્રશમ (વિશુદ્ધ ભાવ) માટે જીવન સ્વરૂપ છે. તપ અને શ્રુતનો આ આશ્રયદાતા છે. આ રીતે જેટલા પણ શમ, દમ, બોધ, વ્રત, તપ વગેરે હોય છે, એ બધાને સફળ કરનારા સમ્યગુદર્શન જ છે.
Page #94
--------------------------------------------------------------------------
________________
આરાધનાસાર' ગ્રંથમાં લખ્યું છે –
येनेदं त्रिजगद्वरेण्यविभुना, प्रोक्तं जिनेन स्वयं, सम्यक्त्वाद्भुतरत्नमेतदमलं चाभ्यस्तमप्यादरात् । भडक्त्वा सप्रसभं कुकर्मनिचयं शक्त्या च सम्यक् पर
ब्रह्माराधनमद्भुतोदित-चिदानन्दं पदं विन्दते ॥ જે મનુષ્ય ત્રણ જગતના નાથ જિનેન્દ્ર ભગવાન દ્વારા પ્રતિપાદિત સમ્યક્ત્વ રૂપ અભુત રત્નનો આદર સહિત અભ્યાસ કરે છે, એ દુષ્ટ કર્મોને બળપૂર્વક સમૂળ નષ્ટ કરીને વિલક્ષણ આનંદ પ્રદાન કરનારા પરબ્રહ્મ(મોક્ષ)ને પ્રાપ્ત કરી લે છે. દર્શન પાહુડ'માં કહેવાયું છે -
दंसणामलो धम्मो उवइदो जिणवरेहिं सिस्साणं ।
तं सोउण सकपणे सणहीणो न वंदिव्वो ॥ વીતરાગદેવે શિષ્યોને ઉપદેશ આપ્યો કે - “ધર્મનું મૂળ દર્શન છે. માટે જે સમ્યગુદર્શનથી રહિત છે, એ વંદનીય નથી.” અર્થાત્ ચારિત્ર ત્યારે જ વંદનીય હોય છે જ્યારે એ સમ્યગદર્શનથી યુક્ત છે.
देव गुरु धर्मनी शुद्धि कहो किम रहे, किम रहे शुद्ध श्रद्धान आयो । शुद्ध श्रद्धा बिना सर्व किरियाकरी, छार पर लींपणुं तेह जाणों ॥
યોગી શ્રી આનંદઘનજીએ “અનંત જિન સ્તવનમાં સમ્યગુદર્શન વગર, શ્રદ્ધા વગર સર્વ ક્રિયાઓને રાખ પર લીંપવા સમાન વ્યર્થ બતાવ્યું છે.
આ રીતે આગમિક અને અન્ય આચાર્યોના સુભાષિત વચનો દ્વારા સમ્યગુદર્શનના મહિમા પર પર્યાપ્ત પ્રકાશ પાડ્યો છે. એવા મહામહિમામય અને મંગલમય સમ્યગુદર્શનને પ્રાપ્ત કરવા અને એને સુરક્ષિત રાખવા માટે સતત્ જાગૃત રહેવું જોઈએ.
સમ્યગદર્શનનું સ્વરૂપ જે મંગલમય અને મહામહિમામય સમ્યગુદર્શનને મુક્તિમહેલનું પ્રથમ સોપાન કહેવાયું છે, એનું સ્વરૂપ શું છે, એની પરિભાષા શું છે, એ અધ્યાત્મ શાસ્ત્રનો મહત્ત્વપૂર્ણ વિષય છે. સમ્યગુદર્શન શું છે ? આ પ્રશ્નના ઉત્તરમાં કહેવાયું છે -
तहियाणं -तु भावाणं सम्भावे उवएसणं । भावेणं सद्हंतस्स, सम्मत्तं तं वियाहियं ॥
- ઉત્તરાધ્યયન સૂત્ર, અ-૨૮, ગા-૧૫ જીવાજીવાદિ તથ્યરૂપ ભાવો-તત્ત્વોના યથાર્થ સ્વરૂપ પર અંતઃકરણના દેઢ સંકલ્પ સાથે શ્રદ્ધાન કરવી સમ્યગુદર્શન છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ [ સમ્યગ્રદર્શનનું સ્વરૂપ
છo]
Page #95
--------------------------------------------------------------------------
________________
અને મોક્ષ - આ નવ તત્ત્વોનું સમ્યક શ્રદ્ધાને જ સમ્યગુદર્શન છે. નવ રત્ન અને ષ દ્રવ્યોના યથાર્થ સ્વરૂપ પર શ્રદ્ધા કરવી સમ્યગુદર્શન છે. “તત્ત્વાર્થ સૂત્રમાં આચાર્ય ઉમાસ્વાતિએ સમ્યગદર્શનની પરિભાષા આ રીતે કરી છે - तत्त्वार्थ श्रद्धानं सम्यग् दर्शनम् ।
- તત્ત્વાર્થ સૂત્ર, અ-૧, સૂ-૨. જીવાદિ તત્ત્વો પર શ્રદ્ધા કરવી સમ્યગુદર્શન છે. માટે પ્રશ્ન થાય છે કે તત્ત્વાર્થ શું છે? એનો સંક્ષિપ્ત જવાબ છે - “તીર્થકર દેવોનો ઉપદેશ જ તત્ત્વ છે.” મુમુક્ષુ આત્મા પુનઃ પ્રશ્ન કરે છે કે - “તીર્થકરોનો ઉપદેશ તો સાગરની સમાન વિસ્તૃત, ગંભીર અને સાધારણ જનો માટે દુર્ગમ્ય છે, પણ સાધારણ જનો માટે હિતકારી, શ્રુતસાગરનો સાર, આગમમહોદધિના મંથનનું માખણ રૂપ છે.” તત્ત્વ શું છે? આ પ્રશ્નનો જવાબ “આચારાંગ સૂત્રમાં ખૂબ જ સુંદર રીતે આપ્યો છે -
से बेमि जे अईया, जे य पडुप्पन्ना, जे य आगमिस्सा अरिहंता भगवंतो ते सव्वे एवमाइक्खंति, एवं भासन्ति, एवं पण्णविंति, एवं परूविंति-सव्वेपाणा, सव्वे भूया, सव्वे जीवा, सव्वे सत्ता न हंतव्वा, न अज्जावेयव्वा, न परिधित्तव्वा, न परियावेयव्वा, न उद्दवेयव्वा । एस धम्मे सुद्धे, निइए, सासए, समिच्चं लोयं वियण्णेहिं पवेइए तंजहाउट्ठिएसु वा, अणुट्ठिएसु वा, उवट्ठिएसु वा, अणुवट्ठिएसु वा, उवरयदंडेसु वा, अणुवरयदंडेसु वा, सोवहिएसु वा, अणोवहिएसु वा, संजोगरएसु वा, असंजोगरएसु वा । तच्चं चेयं, तहा चेयं अस्सि चेयं पवुच्चई ।।
- આચારાંગ સૂત્ર, અ-૪, ઉ.-૧ આર્ય સુધર્મા સ્વામી ફરમાવે છે કે - “હે જંબૂ! કહું છું કે ભૂતકાળમાં જે તીર્થકર ભગવાન થઈ ગયા છે, વર્તમાનમાં જે તીર્થકર છે અને ભવિષ્યમાં જે તીર્થકર થશે, એ બધા આ રીતે કહે (ફરમાવે) છે, બોલે છે, સમજાવે છે અને પ્રરૂપણા કરે છે કે - “બધાં પ્રાણીઓ (બેઇન્દ્રિયાદિ). બધા ભૂત (વનસ્પતિ), બધા જીવ (પંચેન્દ્રિય) અને બધાં સત્ત્વો(પૃથ્વીકાયાદિ)ને દંડ વગેરેથી ન મારવાં જોઈએ, એમનાં પર આજ્ઞા ન ચલાવવી જોઈએ, એમને દાસની જેમ અધિકારમાં નહિ રાખવાં જોઈએ, એમને શારીરિક કે માનસિક સંતાપ ન આપવો જોઈએ અને એમને પ્રાણોથી રહિત ન કરવાં જોઈએ.”
આ જ ધર્મ શુદ્ધ છે, નિત્ય છે અને શાશ્વત છે. સંસારનાં દુઃખોને જાણીને જગજંતુહિતકારી ભગવાને સંયમમાં તત્પર અને અતત્પર (શ્રવણ માટે ઉદ્યત અને અનુદ્યત) ઉપસ્થિત અને અનુપસ્થિત મુનિઓ અને ગૃહસ્થો, રાગીઓ અને ત્યાગી, ભોગીઓ અને યોગીઓ વગેરે જગજીવોના કલ્યાણાર્થે આ ઉપદેશ પ્રદાન કર્યો છે. આ જ સત્ય છે, આ તથ્યરૂપ છે અને એવો ધર્મ જિન-પ્રવચનમાં જ કહેવાયો છે.
[ ~) OOOOOOOOOOOOOOO | જિણધમો)
જિલમો
Page #96
--------------------------------------------------------------------------
________________
તીર્થંકર દેવોએ નિરાવરણ કેવળજ્ઞાન અને કેવળદર્શન દ્વારા પરમાર્થ ઉપલબ્ધ કરીને સંસારના જીવોને જે ઉપદેશ આપ્યો છે એનો સાર સ્વયં તીર્થકર દેવોએ ઉપરના સૂત્રમાં વ્યક્ત કર્યો છે. સમસ્ત તીર્થકરોના ઉપદેશનો સાર અને સમસ્ત શાસ્ત્રોનો નિચોડ આ સૂત્રમાં સમાવિષ્ટ કરી દીધો છે. અહિંસા અગાધ શ્રુતસાગરના મંથનનું માખણ છે. આ જ સાર છે, આ જ તત્ત્વ છે. આ જ શુદ્ધ શાશ્વત અને નિત્ય ધર્મ છે. આ જ પરમ તત્ત્વ છે. કારણ કે શેષ બધાં તત્ત્વોનું નિરૂપણ આ જ પરમ તત્ત્વને પરિસ્ફટ કરવા માટે છે. માટે આ અહિંસામય શુદ્ધ ધર્મ ઉપર શ્રદ્ધા હોવી વાસ્તવિક તત્ત્વ શ્રદ્ધાન છે અને એ જ સમ્યગુદાન છે. નવ તત્ત્વોનું વિસ્તૃત વિવેચન, પદ્રવ્યોનું સૂમ વિશ્લેષણાત્મક વર્ણન તથા સમસ્ત અનુયોગોનું પ્રયોજન અહિંસા પ્રધાન ધર્મના આચરણ દ્વારા પરમ પદને પ્રાપ્ત કરવું છે. આ વાતની પુષ્ટિ નિમ્ન આગમ પ્રમાણથી થાય છે. सव्व जग जीव रक्खणदयट्ठयाए भगवया पावयणं सुकहियं ।
- પ્રશ્ન વ્યાકરણ પ્રથમ સંવર દ્વારા તીર્થકર દેવે સકળ જગતના જીવોની રક્ષારૂપ દયા માટે પ્રવચન-આગમોનું કથન કર્યું છે. આ રીતે અહિંસા તત્ત્વ પર પ્રગાઢ આસ્થા સમ્યગુદર્શનનું અંગ છે તથાપિ સામાન્યતઃ 'तत्त्वार्थश्रद्धानम् सम्यग्दर्शनम्'
તત્ત્વો પર શ્રદ્ધા કરવી સમ્યગદર્શન છે, આ વ્યાખ્યા મુખ્ય રૂપથી પ્રચલિત છે.
આ વ્યાખ્યામાં એ પ્રશ્ન કરી શકાય કે - “તત્ત્વોમાં શ્રદ્ધા કરવી જો સમ્યગુદર્શન છે તો એવું સમ્યગ્દર્શન અપર્યાપ્તક વગેરે અવસ્થાઓમાં કેવી રીતે ઘટિત થઈ શકે છે, કારણકે શ્રદ્ધા કરવી, માનસિક અભિલાષા છે, એ અપર્યાપ્ત વગેરેમાં સંભવ નથી. પરંતુ એમાં સમ્યગ્દર્શન તો માનવામાં આવ્યું છે. સમ્યગ્દર્શનની ૬૦ સાગરોપમ તથા સાદિ-અપર્યવસિત રૂપ ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રતિપાદિત કરવામાં આવી છે. તો એવી વ્યાખ્યા કરવાથી આગમ વિરોધ કેમ નહિ થાય ?”
આ પ્રશ્નનું સમાધાન આ રીતે કરવામાં આવ્યું છે -
તત્ત્વાર્થ શ્રદ્ધા કરવી સમ્યક્ત્વનું કાર્ય છે અને મિથ્યાત્વનો ક્ષયોપશમ વગેરે થવાથી ઉત્પન્ન શુભ આત્મ પરિણામ વિશેષ સમ્યકત્વ છે.” જેમ કે કહેવાયું છે -
'से अ सम्मत्ते प्रसत्थसम्मत्त मोहणीअकम्माणवेअणोवसमक्खय
समुत्थे पसमसंवेगाइलिंगे सुहे आयपरिणामे पण्णत्ते ।' અર્થાત્ પ્રશસ્ત સમ્યકત્વ મોહનીય કર્મના વેદન, ઉપશમ અને ક્ષયથી ઉત્પન્ન, પ્રથમ સંવેગ વગેરે ચિહ્નવાળું શુભ આત્મ પરિણામ સમ્યકત્વ છે. સમ્યકત્વનું આ લક્ષણ ક્ષયોપશમની દૃષ્ટિએ અસંજ્ઞીઓ અને ક્ષાયિકની દૃષ્ટિથી સિદ્ધોમાં પણ જોઈ શકાય છે. આ રીતે સમ્યકત્વના હોવાથી જ યથાર્થ શ્રદ્ધાન અને યથાર્થ શ્રદ્ધાનના હોવાથી જ સમ્યકત્વ થાય [ સમ્યગદર્શનનું સ્વરૂપ
જો આ છ૯]
Page #97
--------------------------------------------------------------------------
________________
છે. એવા શ્રદ્ધાન અને સમ્યક્ત્વનું પરસ્પર અવયંભાવિત્વ પ્રદર્શિત કરવા માટે કાર્યમાં કારણનો ઉપચાર કરીને તત્ત્વાર્થ શ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહેવાયું છે. માટે આગમવિરોધનું કથન નિર્મૂળ છે. આ વિશ્લેષણના પરિપ્રેક્ષ્યમાં પુનઃ જિજ્ઞાસા થાય છે કે અન્યત્ર શાસ્ત્રોમાં - “તત્વત્ર ધ્યવસાય: સંખ્યત્વમ્ ' અર્થાત્ દેવ, ગુરુ, ધર્મ આ ત્રણેના પ્રત્યે યથાર્થ શુભ અધ્યવસાયને સમ્યકત્વ કહેવાયો છે. જેમ કે -
अरिहं देवो गुरुणो, सुसाहुणो जिणमयं पमाणं च । - इच्चाइ सुहो भावो, सम्मत्तं बिंति जगगुरुणो ॥ અર્થાત્ અરિહંત દેવ છે, શુદ્ધ આચારનું પાલન કરનાર સુસાધુ ગુરુ છે અને જિતેન્દ્ર દેવ દ્વારા પ્રરૂપિત ધર્મ જ પ્રમાણ છે, આ પ્રકારના શુભભાવને જગ-ગુરુ-તીર્થકર દવે સમ્યકત્વ કહ્યું છે તો તત્ત્વાર્થ શ્રદ્ધાનરૂપ સમ્યગુદર્શન છે કે તત્ત્વત્રય અધ્યવસાયરૂપ સમ્યગ્દર્શન છે ? શું આ બંને વ્યાખ્યાનોમાં અંતર નથી ?
ઉપર્યુક્ત જિજ્ઞાસાનું સમાધાન પ્રસ્તુત કરતાં કહેવાયું છે કે – “આ બંને વ્યાખ્યાનોમાં કોઈ વિરોધ નથી.” તત્ત્વાર્થ શ્રદ્ધાન રૂપ સમ્યગુદર્શન સાધુ અને શ્રાવક બંને માટે સમાનરૂપથી લાગુ પડે છે જ્યારે ગૃહસ્થો માટે દેવ, ગુરુ, ધર્મના પ્રત્યે ક્રમશઃ પૂજ્યત્વ, ઉપાસ્યત્વ અને અનુષ્ઠયત્વ (આચરણીયતા) ભાવ પ્રગટ કરવા માટે તત્ત્વત્રય અધ્યવસાય રૂપ સમ્યગ્દર્શન કહેવાયું છે. વસ્તુતઃ ઉપરનાં બંને વ્યાખ્યાનોમાં પરસ્પર વિરોધ નથી. કારણ કે દેવ, ગુરુ, ધર્મનો તત્ત્વોમાં સમાવેશ થઈ જાય છે. દેવ અને ગુરુના જીવતત્ત્વમાં તથા ધર્મના સકામ નિર્જરા અને સંવરમાં સમાવેશ થઈ જાય છે, માટે બંને વ્યાખ્યાનોમાં વિરોધ નથી.
-૧૪
( નવ-તત્વ સ્વરૂપ
HE
તત્ત્વાર્થ શ્રદ્ધાનં સભ્યનં' - આમાં તત્ત્વ અને અર્થ એ બંને વાતો ધ્યાન રાખવા લાયક છે. તત્ત્વથી તાત્પર્ય જીવ-અજીવ, પુણ્ય, પાપ, આસ્ટવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ - આ તત્ત્વોની સત્તા પર, એમના અસ્તિત્વ પર શ્રદ્ધા કરવી છે. જ્યારે સર્વથી તાત્પર્ય આ તત્ત્વોના યથાર્થ સ્વરૂપ પર શ્રદ્ધા કરવી છે. જેમ આત્મા છે એ તત્ત્વ થયું અને આત્માના યથાર્થ સ્વરૂપ જ્ઞાન-દર્શન-સુખ અને વીર્યાત્મક્તા પર શ્રદ્ધા કરવી - અર્થ થયો. આ રીતે તત્ત્વ અને એના અર્થ-યથાર્થ સ્વરૂપ પર શ્રદ્ધા કરવી સમ્યગુદર્શનનું સ્વરૂપ કહેવાય છે.
તત્ત્વ નવ કહ્યા છે - જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્ટવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ.
जीवाजीवा य बंधो य पुण्णं पावासवो तहा ।
संवरो निज्जरा मोक्खो, संतेए तहिया नव ॥ (૮૦)
:
જિણધો]
Page #98
--------------------------------------------------------------------------
________________
સ્થાનાંગ સૂત્ર'ના નવમા સ્થાનમાં કહેવામાં આવ્યું છે -
नव सब्भाव पयत्था पण्णत्ता, तंजहा-जीवा, अजीवा, पुण्णं, पावो, आसवो, संवरो, निज्जरा, बंधो मोक्खो ।
- સ્થાનાંગ સૂત્ર, સ્થાન-૯, સૂ.-૬૬૫ અધિકાંશ રૂપમાં સર્વત્ર તત્ત્વોની સંખ્યા નવ જ ઉપલબ્ધ થાય છે. ‘તત્ત્વાર્થ સૂત્ર'માં સાત તત્ત્વ બતાવ્યા છે. जीवाजीवाश्रव बंधसंवरनिर्जरामोक्षास्तत्वम्
- તત્ત્વાર્થ સૂત્ર, ૧-૪ (૧) જીવ (૨) અજીવ (૩) આસ્રવ (૪) બંધ (૫) સંવર (૬) નિર્જરા અને (૭) મોક્ષ. એ સાત તત્ત્વો છે. એમાં પુણ્ય અને પાપ તત્ત્વનો આસ્રવ તત્ત્વમાં કે બંધ તત્ત્વમાં સમાવેશ કરીને સાત તત્ત્વ માનવામાં આવ્યાં છે. પુણ્યનો શુભ આસ્રવ કે શુભ બંધ માનવામાં આવે છે અને પાપને અશુભ આસવ બંધ માનવામાં આવે છે. આ વિવક્ષા પદ્ધતિનું અંતર માત્ર છે. વસ્તુતઃ આમાં કોઈ મૌલિક અંતર નથી. જ્યારે પુણ્ય-પાપની સ્વતંત્ર વિવક્ષા કરવામાં આવે છે ત્યારે નવ તત્ત્વની સંખ્યા થઈ જાય છે અને જ્યારે પુણ્ય-પાપને આસ્રવ કે બંધમાં સમાવિષ્ટ કરી લેવામાં આવે છે તો તત્ત્વોની સંખ્યા સાત થઈ જાય છે.
તત્ત્વોનું આ નિરૂપણ અધ્યાત્મ શાસ્ત્રની દૃષ્ટિએ કરવામાં આવ્યું છે. આને તત્ત્વ કહેવાનો અભિપ્રાય એ છે કે મોક્ષમાર્ગમાં મુખ્યત્વે સાધક કે બાધક છે. અધ્યાત્મ શાસ્ત્રમાં એ જ વાતોને મહત્ત્વ આપવામાં આવે છે, જે આત્માની મુક્તિ માટે ઉપયોગી છે. આ ઉપયોગી વાતોમાં પણ જે વિશેષ રૂપથી, પ્રધાન રૂપથી ઉપયોગી હોય છે, એમને જ અહીં તત્ત્વની સંજ્ઞા આપવામાં આવી છે. જેમ કે ભૌતિક જગતમાં ક્ષિતિ, જળ, પાવક (અગ્નિ), ગગન (આકાશ) અને સમીર-(વાયુ)તત્ત્વ માનવામાં આવે છે, કારણ કે આ પાંચ મૂળ પદાર્થ છે, જેના પર આખું ભૌતિક જગત અવલંબિત છે. માટે એ ભૌતિક જગતમાં “પંચ તત્ત્વ” કહેવાય છે. આ રીતે આત્મિક જગતમાં મુક્તિ માટે જે વાતો મૂળભૂત ઉપયોગી છે, એમને જ તત્ત્વ કહેવાય છે. આ તત્ત્વોમાં જગતનાં બધાં તત્ત્વોનો સમાવેશ થઈ જાય છે. આ દૃષ્ટિબિંદુને લઈને આધ્યાત્મિક જગતમાં નવ તત્ત્વ માનવામાં આવ્યા છે. જીવ:
જેમાં ચેતના-ઉપયોગ-શકિત જોવા મળે છે એ જીવ તત્ત્વ છે. આ અનાદિ અનંત શાશ્વત તત્ત્વ છે. આ સ્વયં સિદ્ધ છે. ના આને કોઈએ બનાવ્યો છે કે ન કોઈ દ્વારા ક્યારેય આનો નાશ થઈ શકે છે. એ હંમેશાં જીવિત રહેવાથી જીવ કહેવાય છે. ચેતના આનું મુખ્ય લક્ષણ છે. ઉપયોગ નક્ષત્ર
- તત્ત્વાર્થ સૂત્ર, ૨-૮ K નવ-તત્ત્વ સ્વરૂપ છે જે નવ-તત્વ સ્વરૂપ
છે તે છે જે છે ૮૧)
Page #99
--------------------------------------------------------------------------
________________
આગમમાં કહ્યું છે .
“વા નવભવો નીવે” - ભગવતી શતક-૨, ઉ.-૧૦
“ીવો વોન+g” - ઉત્તરાધ્યયન, એ.-૨૮, ગા.-૧૦ ચેતના આત્માનો મુખ્ય ગુણ છે. આ મુખ્ય ગુણ એનાથી ક્યારેય પૃથક (અલગ) નથી થઈ શકતો. જેમાં અગ્નિનો ગુણ ઉષ્ણતા કે પ્રકાશકતા એનાથી કોઈપણ સ્થિતિમાં અલગ નથી થઈ શકતો એમ જ આત્માનો ચેતના-ગુણ ક્યારેય એનાથી અલગ નથી થઈ શકતો. સૂર્યનો પ્રકાશ સૂર્યથી અલગ નથી થઈ શકતો. એના પર ભલે ગમે તેટલા ઘેરા મેઘોનું આવરણ આવી જાય, એની પ્રકાશકતા ન્યૂનાધિક રૂપમાં બની રહે છે - જેનાથી દિવસરાતનું અંતર દષ્ટિગોચર થાય છે. આ રીતે જીવનું ચૈતન્ય સ્વરૂપ ચાહે જેટલું જ્ઞાનાવરણીયાદિ કમથી આવૃત્ત થઈ જાય, એનો કોઈ ને કોઈ અંશ ખુલ્લો જ રહે છે, જેના કારણે જીવઅજીવનો ભેદ થાય છે. આ જીવ તત્ત્વ જ આધ્યાત્મિક જગતના રંગમંચનું મુખ્ય પાત્ર છે. એ જ વિભાવમાં પરિણત થઈને જડ કર્મોથી બંધાય છે અને એ જ પોતાના પુરુષાર્થ દ્વારા મુકત થાય છે. અજીવ :
જીવ તત્ત્વનો પ્રતિપક્ષી અજીવ તત્ત્વ છે. એમાં ચેતના શક્તિનો સર્વથા અભાવ છે. જેટલા પણ ચેતના રહિત પદાર્થ છે તે બધા અજીવ તત્ત્વમાં છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ - એ ચાર અરૂપી અજીવ છે અને પુગલરૂપી અજીવ છે. કર્મ પૌગલિક છે. આ પૌગલિક કર્મોની સાથે સંસર્ગ અને સંબંધના કારણે જીવ બંધન દશાને પ્રાપ્ત કરે છે અને એમના સાથે સંપૂર્ણ સંબંધ-
વિચ્છેદ કરવાથી એ મુક્ત થાય છે. પુય :
આત્મા કર્મોથી સંબદ્ધ હોય છે જેના ફળસ્વરૂપ એને સારું કે ખરાબ, શુભ કે અશુભ ફળ પ્રાપ્ત થાય છે. જે કર્મોનું શુભ ફળ હોય છે અને જેના કારણે આત્મા શુભ ફળને ભોગવે. એ પુણ્ય તત્ત્વ છે. પાપ :
જે કર્મોનું અશુભ ફળ હોય છે અને જેના કારણે આત્મા અશુભ ફળ ભોગવે છે, એ પાપ તત્ત્વ છે. આસ્રવ :
વિભાવ પરિણત આત્મા જે સ્ત્રોતોથી કર્મને એકત્રિત કરે છે, તે સ્ત્રોત આસ્રવ છે. જેમ તળાવમાં અલગ-અલગ નાળાથી આવીને પાણી એકત્રિત થઈ જાય છે, તે નાળા લોકદૃષ્ટિથી આસ્રવ કહેવાય છે. એમ જ આત્મારૂપી તળાવમાં જે વૃત્તિઓરૂપી નાળાના માધ્યમથી કર્મરૂપી પાણી એકત્રિત થઈ જાય છે, તે બધી વૃત્તિઓ આસ્રવ છે. (૮૨ ક
રો તમ જિણધમો)
Page #100
--------------------------------------------------------------------------
________________
સંવર :
આત્માથી સંબદ્ધ થવા માટે આમ્રવનાં દ્વારોથી જે કર્મસમૂહ આવે છે, એમને જ વૃત્તિઓના માધ્યમથી રોકી દેવામાં આવે છે, એ સંવર તત્ત્વ છે. નિર્જરાઃ
આત્માથી સંબદ્ધ કર્મોનું આંશિક રૂપથી આત્માથી અલગ થઈ જવું નિર્જરા તત્ત્વ છે. બંધ :
આત્મ-પ્રદેશોનું કર્મ પુદ્ગલોની સાથે ક્ષીર-નીરની જેમ મળી (ભળી) જવું બંધ તત્ત્વ છે. મોક્ષ :
આત્માનું બધી રીતે કર્મોથી સંપૂર્ણ રૂપમાં હંમેશાં માટે છૂટી જવું મોક્ષ તત્ત્વ છે.
ઉપર્યુક્ત તત્ત્વોની વ્યાખ્યાથી આ જ્ઞાત થાય છે કે જીવ અને અજીવ એ બધા મુખ્ય તત્ત્વ છે. અને શેષ સાત તત્ત્વ આ જીવ-અજીવના સંબંધની ભિન્ન-ભિન્ન અવસ્થાઓના દ્યોતક છે.
મોક્ષમાર્ગમાં આત્માના પતન અને ઉત્થાનના રહસ્યનું સર્વાધિક મહત્ત્વ હોય છે. એટલા માટે મુમુક્ષુને આત્મા અને કર્મોની વિભિન્ન અવસ્થાઓનું જ્ઞાન કરાવવું અપેક્ષિત હોય છે. આ દૃષ્ટિકોણને લઈને જ આત્મા અને કર્મોના સંબંધથી થનારી અવસ્થાઓને પણ તત્ત્વના રૂપમાં મહત્ત્વ આપવામાં આવ્યું છે.
આ રીતે ઉપરનાં નવ તત્ત્વો પર યથાર્થ શ્રદ્ધા હોવી સમ્યગુદર્શનનું સ્વરૂપ છે.
૧૫
*
(ધર્મના બે પ્રકાર-ક્ષત અને ચારિત્ર)
સમ્યગદર્શન એ પ્રારંભિક દ્વાર છે, જ્યાંથી મુક્તિના મહેલમાં પ્રવેશ થાય છે. મોક્ષમાર્ગનો આરંભ સમ્યગ્દર્શનથી જ થાય છે. આ એ પ્રાથમિક ભૂમિકા છે, જેના ઉપર આધ્યાત્મિક વિકાસનો ભવ્ય અને રમ્ય પ્રાસાદ ઊભો થાય છે. આ જ એ રસાયણ છે જે અનાદિ મિથ્યાત્વના વિષને મારી દે છે અને આત્માને એ વિષથી મુક્ત કરીને એ સ્વાથ્ય અને આરોગ્ય પ્રદાન કરે છે, જે એનું વાસ્તવિક સ્વરૂપ છે. મિથ્યાત્વનું વિષ હટી જવાથી જ અજ્ઞાનની બેહોશી અને પ્રગાઢ મોહનિદ્રાનો ભંગ થાય છે અને આત્મ-જ્ઞાન અને આધ્યાત્મિક વિકાસના સોનેરી પ્રભાતના આનંદનો અનુભવ કરે છે.
જૈન સિદ્ધાંતાનુસાર સમ્યગુદર્શનનો જ આ ચમત્કાર છે કે એ અજ્ઞાનને સુજ્ઞાનમાં ને અચારિત્રને સુચારિત્રમાં તથા અતપ(અજ્ઞાન તપ)ને સુતામાં પરિવર્તિત કરી દે છે. પરિવર્તનની આટલી મોટી શક્તિ સમ્યગુદર્શનમાં જ છે. એટલા માટે સાધનાના આ મંગલમય માર્ગનો મહામહિમા બતાવ્યો છે અને એના હોવાથી જ સાધનાની પ્રક્રિયાનો આરંભ માનવામાં દૂધર્મના બે પ્રકાર-શ્રુત અને ચારિત્ર છે . જે ૮૩]
Page #101
--------------------------------------------------------------------------
________________
આવ્યો છે. સમ્યગ્દર્શનના અભાવમાં જે પણ ક્રિયાઓ કરવામાં આવે છે, તે મોક્ષમાર્ગથી બહાર હોવાના કારણે આત્મા માટે કલ્યાણકારી નથી થતી. સમ્યગ્દર્શનના પ્રાદુર્ભાવથી પહેલાં મિથ્યાત્વ દશા થાય છે. આ મિથ્યાત્વ મોક્ષનો અવરોધક છે. માટે મિથ્યાત્વ તથા અજ્ઞાનપૂર્વક કરવામાં આવતી ક્રિયાઓથી મોક્ષ નથી થતો. એ ક્રિયાઓનો કર્તા મોક્ષમાર્ગનો આરાધક નથી થતો.
શ્રી વીતરાગ-દેવ સંમત ધર્મના આગમિક દૃષ્ટિથી બે ભેદ બતાવવામાં આવ્યા છે - તુવિષે થર્મો પળત્તે, તંનહા-સુવધર્મો ચેવ, ચરિત્ત ધર્મ જેવ ।'
સ્થાનાંગ. ૨-૧-૭૨
ધર્મ બે પ્રકારના (૧) શ્રુતધર્મ અને (૨) ચારિત્ર ધર્મ. સમ્યજ્ઞાન અને દર્શન અર્થાત્ આઠ જ્ઞાનાચાર અને આઠ દર્શનાચાર શ્રુતધર્મમાં સમાવિષ્ટ છે. શ્રમણધર્મ તથા શ્રાવકધર્મના મૂળ ગુણ તથા ઉત્તર ગુણ અને આઠ ચારિત્રના આચાર ચારિત્રધર્મના અંતર્ગત માનવામાં આવ્યા છે. આ રીતે શ્રુત અને ચારિત્ર રૂપ બે ધર્મ જ વીતરાગની આજ્ઞામાં છે. આ બંનેથી ભિન્ન કોઈ ધર્મ વીતરાગ દ્વારા પ્રરૂપિત કે વીતરાગની આજ્ઞાનો ધર્મ નથી. માટે શ્રુત અને ચારિત્ર ધર્મની આરાધક વ્યક્તિ જ વીતરાગની આજ્ઞાની આરાધક છે.
વીતરાગ પરમાત્માએ આરાધના ત્રણ પ્રકારની કહી છે -
-
कतिविहा णं भंते ! आराहणा पण्णत्ता ?
નોયમા ! તિવિહા આરાહળા પાત્તા, તંનદ્દા-નાળારાહા, दंसणाराहणा चरित्ताराहणा ।
नाणाराहणा णं भंजे ! कतिविहा पण्णत्ता ?
तं जहा
गोयमा ! तिविहा पण्णत्ता, दंसणाराहणा णं भंते ? एवं चेव तिविहा वि, एवं चरित्तराहणा वि ।
વજ્રોશિયા, માિમ, નદ્દા ।
-
ભગવતી સૂત્ર, ૮-૧૦
ઉપર્યુક્ત પાઠમાં ભગવાને આરાધના ત્રણ પ્રકારની કહેલ છે - (૧) જ્ઞાનારાધના, (૨) દર્શનારાધના અને (૩) ચારિત્રારાધના. આ ત્રણ આરાધનાઓની આરાધક વ્યક્તિ જ મોક્ષમાર્ગ તથા વીતરાગ આજ્ઞાના આરાધક સમજવામાં જાય છે. આ ત્રણે આરાધનાઓથી અતિરિક્ત આરાધના કરનારી વ્યક્તિ મોક્ષમાર્ગ કે વીતરાગ-આજ્ઞાની આરાધક નથી. જ્ઞાન-દર્શનચારિત્ર્યથી રહિત કોઈપણ પ્રકારની સાધનાને કે સાધનાના કર્તાને આગમમાં ન તો આરાધના કે આરાધક જ કહેવાયા છે અને ન એને સંસારનો વિચ્છેદ કરવાવાળા પરિત સંસારી.
આગમના પ્રસ્તુત પાઠમાં ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય-આરાધનના આરાધકને જ મોક્ષમાર્ગનો આરાધક માનવામાં આવ્યો છે. આ આરાધનાના બે ભેદોમાંથી કયા ભેદનો આરાધક
૮૪
જિણધમ્મો
Page #102
--------------------------------------------------------------------------
________________
વ્યક્તિ કેટલા ભવ કરીને મોક્ષમાં જાય છે. આ નિર્ણય પણ “ભગવતી સૂત્રમાં આ જ સ્થાન ५२ साप्यो छ - -
उक्कोसिए णं भंते ! णाणाराहणं आरोहेत्ता कतिहिं भवग्गहणेहिं सिंज्झंति जाव अंतं करेंति ? ___ गोयमा ! अत्थेगइ ए तेणेव भवग्गहणेणं सिझंति जाव अन्तं करेंति । अत्थेगइए दोच्चेणं भवग्गहणेणं सिझंति जाव अंतं करेंति । अत्थेगइए कप्पोवन्नएसु वा, कप्पातिएसु वा उववज्जति ।
उक्कोसिए णं भंते ! दंसणाराहणं आराहेत्ता कतिहिं भवग्गहणेहि सिझंति जाव अंतं करेंति ?
एवं चेच । उक्कोसिएणं भंते ! चारित्ताराहणं आराहेत्ता ? एवं चेव, णवरं अत्थेगइए कप्पातीएसु वा उववज्जंति । मज्झिमिय णं भंते ! णाणाराहणं आराहेत्ता कतिहिं भवग्गहणेहिं सिझंति जाव अंतं करेंति ?
गोयमा ! अत्थेगइए दोच्चेणं भवग्गहणेहि सिज्झइ जाव अंतं करेंति, तच्चं पुण भवग्गहणं नाइक्कमइ । मज्झिमिय ण भंते । दंसणाराहणं आराहेत्ता ? एवं चेव, एवं मज्झिमियं चारिताराहणं वि । जहन्निय णं भंते । णाणाराहणं आराहेत्ता कतिहिं भवग्गहणेहिं सिझंति जाव अंतं करेंति ?
गोयमा अत्थेगइए तच्चेणं भवग्गहणेणं सिज्झइ जाव अंतं करेंति, सत्तट्ट भवग्गहणाइ पुण नाइक्कमइ । एवं दंसणाराहणं वि, एवं चरित्ताराहणं वि ।
- भगवती सूत्र, ८-१०-३५५ પ્રસ્તુત પાઠમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રની ઉત્કૃષ્ટ આરાધના કરનારા પુરુષને જઘન્ય એ જ ભવમાં ઉત્કૃષ્ટ બે ભવ કરીને મોક્ષ માનવામાં આવે છે. ઉત્કૃષ્ટ જ્ઞાન અને દર્શનની આરાધના કરનારાઓને કહ્યું અને કલ્પાતીત દેવ લોકમાં દેવતા થવું તથા ઉત્કૃષ્ટ ચારિત્ર આરાધનાના આરાધકને કલ્પાતીત વિમાનમાં જવા માટે કહ્યું છે. આ રીતે ઉપર્યુક્ત ત્રણેય આરાધનાઓના મધ્યમ આરાધકને જઘન્ય બે અને ઉત્કૃષ્ટ ત્રણ ભવમાં તથા એમના જઘન્ય આરાધકને જઘન્ય ત્રણ અને ઉત્કૃષ્ટ સાત-આઠ ભવમાં મોક્ષ જવા બતાવ્યું છે. ટીકાકારે આનું સ્પષ્ટીકરણ કરતા લખ્યું છે - “જે જ્ઞાન અને દર્શનની જઘન્ય આરાધનાથી (धर्मना प्रा२-श्रुत मने यात्रि AIIMILARAM ५
Page #103
--------------------------------------------------------------------------
________________
ઉત્કૃષ્ટ સાત-આઠ ભવમાં મોક્ષ જવું, આ પાઠમાં બતાવ્યું છે. એ જ્ઞાન-દર્શનની આરાધના ચારિત્ર આરાધનાની સાથે જ કરવામાં આવતી સમજવી જોઈએ, ચારિત્રની આરાધનાથી રહિત જઘન્ય જ્ઞાનદર્શનની આરાધના નથી. કારણ કે ચારિત્રની આરાધનાથી રહિત જઘન્ય જ્ઞાન અને દર્શનની આરાધનાથી તથા શ્રાવકત્વ દેશવિરતિની આરાધનાથી ઉત્કૃષ્ટ અસંખ્ય ભવ પણ થાય છે.”
સારાંશ એ છે કે – વ્યક્તિમાં ચારિત્રની આરાધના નથી, પરંતુ જ્ઞાન-દર્શનની જઘન્ય આરાધના છે, તો એ વ્યક્તિ તથા દેશવિરત શ્રાવક ઉત્કૃષ્ટ અસંખ્ય ભવમાં અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે. તાત્પર્ય એ થયો કે જે પુરુષ વીતરાગની આજ્ઞાના કોઈપણ ભેદનો આરાધક છે તે એ જ ભવમાં કે બે-ત્રણ ભવોમાં કે અસંખ્ય ભવોમાં અવશ્ય મોક્ષ જાય છે. જે એમાંથી કોઈ ભેદનો આરાધક નથી એ અનંત કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરતો રહે છે.
મિથ્યાદેષ્ટિ પૂર્વોક્ત આરાધનાઓના કોઈપણ ભેદનો આરાધક નથી હોતો, કારણ કે મિથ્યાષ્ટિ અનંતકાળ સુધી સંસારમાં ભટકતો રહે છે. જે વીતરાગ આજ્ઞાના કથંચિત્ પણ આરાધક હોય છે, એ ઉત્કૃષ્ટ અસંખ્ય ભવમાં તો સિદ્ધ થઈ જ જાય છે. માટે એ સિદ્ધ થાય છે કે મિથ્યાષ્ટિ ભગવાનની આજ્ઞાનું જરા પણ આરાધક નથી થતું માટે એની ક્રિયાઓ વીતરાગ આજ્ઞાથી બહાર છે.
જે ક્રિયાઓનો સમાવેશ શ્રત અને ચારિત્ર ધર્મમાં થઈ શકે છે, તે જ ક્રિયાઓ વીતરાગ આજ્ઞામાં છે, શેષ આજ્ઞા-બાહ્ય છે.
શંકા કરી શકાય છે કે “દશવૈકાલિક સૂત્રમાં હિંસા સંનો તવો કહીને ત્રણ પ્રકારના ધર્મનું પ્રતિપાદન કર્યું છે, તમે બે જ પ્રકારનો ધર્મ કેવી રીતે બતાવો છો ?
સમાધાન આ છે કે – “દશવૈકાલિકીમાં વર્ણિત અહિંસા-સંયમ-તપ રૂપ ધર્મ શ્રુત-ચારિત્ર રૂપ દ્વિવિધ ધર્મમાં જ સમાવિષ્ટ થઈ જાય છે. શ્રત અને ચારિત્રથી બાહ્ય-અતિરિક્ત અહિંસાસંયમ તપને ધર્મ નથી કહ્યો.” નિર્યુક્તિકારે કહ્યું છે - "दुविहो लोगुत्तरियो धम्मो सुयधम्मो खलु चरित धम्मो यं"
- દશવૈકાલિક નિર્યુક્તિ. લોકોત્તર ધર્મ બે પ્રકારના છે - શ્રતધર્મ અને ચારિત્રધર્મ.
આનાથી સ્પષ્ટ સિદ્ધ થાય છે કે શ્રુત અને ચારિત્ર રૂપ લોકોત્તર ધર્મને જ ઉપર્યુક્ત ગાથામાં અહિંસા-સંયમ-તપ કહીને બતાવ્યો છે, કોઈ લૌકિક ધર્મને નહિ. ‘ઉત્તરાધ્યયન સૂત્ર'ના ૨૮મા અધ્યયનમાં મોક્ષમાર્ગનું પ્રતિપાદન કરતાં લખ્યું છે -
नाणं च दंसणं चंव, चरितं च तवो तहा । एस मग्गोत्ति पन्नत्तो, जिणेहिं वरदंसिहि ॥
ઉત્તરાધ્યયન સૂત્ર, અ-૨૮, ગા-૨
(૮૦) OOOOOOOOOOOOOOOX જિણધમો)
Page #104
--------------------------------------------------------------------------
________________
તત્ત્વદર્શી જિનવરોએ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને મોક્ષનો માર્ગ બતાવ્યો છે. પ્રસ્તુત ગાથામાં જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ - આ ચારને મોક્ષમાર્ગ કહ્યા છે. એ ચારેય શ્રુત અને ચારિત્ર ધર્મમાં આવી જાય છે. જ્ઞાન તથા દર્શન શ્રુતના અંદર છે તથા ચારિત્ર અને તપ, ચારિત્રના અંતર્ગત આવી જાય છે.
આ જ ગાથાની ટીકામાં તપના વિષયમાં લખ્યું છે
તપો બ્રાહ્મામ્યન્તર મેવમિત્ર યવચનાનુસાર તરેવોપાનીયતે ' બાહ્ય અને આપ્યંતરના ભેદથી યુક્ત અર્હન્તના વચનાનુસાર જે તપ છે, એને જ અહીં ગ્રહણ કરવામાં આવ્યા છે. અજ્ઞાનયુક્ત તપને મુક્તિનો માર્ગ નથી કહ્યો. વીતરાગની આજ્ઞાનુસાર કરવામાં આવતું તપ, ચારિત્રનો જ ભેદ છે, છતાં કર્મક્ષય કરવામાં આ સૌથી પ્રધાન છે, આ બતાવવા માટે પ્રસ્તુત ગાથામાં તપને ચારિત્રથી અલગ કહ્યો છે.
આ આગમિક ઉદ્ધરણોથી સ્પષ્ટ થઈ જાય છે કે શ્રુત અને ચારિત્ર રૂપ ધર્મમાં જ સમસ્ત મોક્ષમાર્ગનો અને વીતરાગની આજ્ઞાનો સમાવેશ થઈ જાય છે. જે વિષય વીતરાગ પ્રરૂપિત શ્રુત અને ચારિત્રધર્મમાં સમાવિષ્ટ નથી થઈ શક્યા કે જેને શ્રુત કે ચારિત્રધર્મ ન કહી શકાય એ વીતરાગની આજ્ઞા આરાધનરૂપ ધર્મ નથી. મિથ્યાર્દષ્ટિ દ્વારા કરવામાં આવતી ક્રિયા ન શ્રુતધર્મમાં છે કે ન ચારિત્રધર્મમાં, માટે એ વીતરાગ દેવની આજ્ઞાથી બહાર છે.
‘સ્થાનાંગ સૂત્ર’માં વિદ્યા અને ચારિત્ર દ્વારા સંસારસાગરથી પાર થવું કહ્યું છે. એ વિદ્યા અને ચારિત્ર પણ શ્રુત અને ચારિત્ર ધર્મ જ છે, એમાં પૃથક્ નથી, એ પાઠ આ પ્રકાર છે - 'दोहिं ठाणेहिं सम्पन्ने अणगारे अणादियं अणवयग्गं दीहमद्धं चाउरंतं संसारकंतारं वीइवएज्जा तंजहा - विज्जाए चेव चरणेणं चेव ।'
સ્થાનાંગ સૂત્ર. ૨-૧-૬૩
બે સ્થાનોથી સંપન્ન અણગાર ચાર ગતિ રૂપ અનાદિ અનંત દીર્ઘ સંસાર-અટવીને પાર કરી લે છે. તે બે સ્થાન છે - (૧) વિદ્યાજ્ઞાન અને (૨) ચારિત્ર. અહીં વિદ્યાથી જ્ઞાન અને દર્શનનો અર્થ ગ્રહણ કરવામાં આવ્યો છે અને સમ્યગ્દર્શન તથા જ્ઞાન શ્રુત કહેવાય છે તથા ‘ચરણ’ શબ્દથી સમ્યક્ચારિત્ર અને તપનો અર્થ ગ્રહણ કરવામાં આવ્યો છે. આ રીતે શ્રુત અને ચારિત્ર જ ધર્મના બે પ્રકાર સિદ્ધ થાય છે. એ શ્રુત અને ચારિત્ર ધર્મ મિથ્યાર્દષ્ટિઓ તથા અજ્ઞાનીઓમાં નથી હોતા, માટે તેઓ મોક્ષમાર્ગના આરાધક નથી થતા. સમ્યગ્દષ્ટિ જ વીતરાગના આજ્ઞારૂપ મોક્ષમાર્ગના આરાધક છે.
ધર્મના બે પ્રકાર- શ્રુત અને ચારિત્ર
८७
Page #105
--------------------------------------------------------------------------
________________
-૧
(સમ્યગદર્શનના ભેદ)
તત્ત્વાર્થ શ્રદ્ધાન રૂપ સમ્યગુદર્શન છે, એ આગળનાં પાનાંઓમાં પ્રતિપાદિત કર્યું છે. જ્યાં વિશુદ્ધ તત્ત્વ શ્રદ્ધા પ્રગટ થઈ જાય છે ત્યાં મિથ્યાત્વમૂલક અંધકાર ક્યારેય થોભી શકતો નથી. પૂર્વમાં (પહેલા) એ પણ બતાવવામાં આવી ગયું છે કે જ્ઞાન, ચારિત્ર અને તપ એ ત્રણેય જ્યારે સમ્યકત્વ સહિત હોય છે ત્યારે એમાં મોક્ષફળ પ્રદાન કરવાની શક્તિ હોય છે, કારણ કે સમ્યકત્વ રહિત જ્ઞાન, જ્ઞાન નથી અજ્ઞાન છે. સમ્યકત્વ રહિત ચારિત્ર, ચારિત્ર નહિ કુચારિત્ર છે અને સમ્યકત્વ રહિત તપ, તપ નહિ માત્ર એક પ્રકારનો કાયાક્લેશરૂપ કુતપ છે. પૂર્વ વર્ણનથી એ તો સ્પષ્ટ થઈ ગયું કે સમ્યગુદર્શનની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? વાચક મુખ્ય ઉમાસ્વાતિએ પોતાના મૌલિકગ્રંથ “તત્ત્વાર્થ સૂત્રમાં પ્રતિપાદિત કર્યું છે -
“તન્નસાથT માદા' - તત્ત્વાર્થ સૂત્ર, અ-૧, સૂ-૩ અર્થાત્ સમ્યગુદર્શનનો આવિર્ભાવ બે પ્રકારે થાય છે - એક નિસર્ગ અર્થાત્ સ્વભાવથી તથા બીજો અધિગમ અર્થાત્ અધ્યયન-શ્રવણ વગેરે પર નિમિત્તથી.
સ્થાનાંગ સૂત્ર'માં સમ્યગુદર્શનના ભેદ બતાવતાં કહ્યું છે - 'सम्मदंसणे दुविहे पण्णत्ते, तंजहा-णिसग्गसम्मदंसणे चेव अभिगमसम्मदंसणे चेव ।'
- સ્થાનાંગ સ્થાન ર, ઉદ્દે-૧, સૂત્ર-90 સમ્યગુદર્શનના બે ભેદ ઉત્પત્તિની ભિન્નતાને લઈને કરવામાં આવ્યા છે. જે સમ્યગુદર્શન બાહ્ય નિમિત્તોની અપેક્ષા ન રાખતાં સ્વયમેવ પ્રગટ થાય છે. એ નિસર્ગજ સમ્યગુદર્શન છે. જે સમ્યગુદર્શનની ઉત્પત્તિમાં બાહા નિમિત્તોની અપેક્ષા રહે છે અર્થાત્ જે વીતરાગ વાણી અને ગુરુના ઉપદેશ વગેરેના નિમિત્તથી પ્રગટ થાય છે એ અધિગમજ સમ્યગુદર્શન છે.
નિસર્ગનો અર્થ છે - સ્વભાવ, પરિણામ અને અનિમિત્ત. જે સમ્યગુદર્શન સ્વભાવથી અર્થાત્ કોઈ બીજાના ઉપદેશ વગર સ્વયં આત્માનાં પરિણામોથી ઉભૂત થાય છે એ નિસર્ગ સમ્યગુદર્શન છે. બાહ્ય સંયોગો વગર અને નિમિત્તોના સ્વયં આત્મામાં જ સહજ રૂપથી જે સ્વરૂપ બોધની જ્યોતિ સળગે છે, જેનાથી સત્યદૃષ્ટિનો પ્રકાશ જગમગવા લાગે છે એ નિસર્ગ સમ્યગુદર્શન છે. એ જ્યોતિનું ઉપાદાન કારણ સ્વયં આત્મા છે. જ્યારે આત્માની ગતિ સંસારબંધનથી ઉપરત થાય, સહજભાવથી દિશા બદલીને મોક્ષની તરફ થવા લાગે છે ત્યારે આત્માની આ જ સ્થિતિને નિસર્ગજ સમ્યગુદર્શન કહેવાય છે. આ જ્યોતિને જગમગાવવામાં એ આત્માને એ જીવનમાં કોઈ ગુરુ કે શાસ્ત્ર વાણીનું અવલંબન નથી લેવું પડતું. એના અંતરંગથી જ સહજ રૂપથી એ જ્યોતિ પ્રજ્વલિત થઈ જાય છે. આનો અર્થ એ નથી કે એના પ્રગટ થવામાં કર્મોનો ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમની આવશ્યકતા નથી હોતી. ક્ષયોપશમાદિની અપેક્ષા તો હોય જ છે. આ ક્ષયપદમાદિ નિસગંજ સમ્યગદર્શનમાં બાહ્ય ( ૮૮ છે .
આ જિણધમ્મો
Page #106
--------------------------------------------------------------------------
________________
કારણોની અપેક્ષા ન રાખતાં પૂર્વ સંસ્કારોના કારણથી તથા કર્મોની અવધિ સમાપ્ત થવાથી સ્વતઃ થઈ જાય છે.
અધિગમન સમ્યગ્દર્શનમાં એવા ક્ષયોપશમાદિ માટે તીર્થકરોના ઉપદેશ, ગુરુની વાણી તથા શ્રુત-સ્વાધ્યાય વગેરે બાહ્ય કારણ નિમિત્ત બને છે.
સમ્યગુદર્શનની ઉત્પત્તિ એક કાર્ય છે. એની નિષ્પત્તિ માટે કારણોની અપેક્ષા થાય છે. કાર્ય છે તો એનું કોઈ ને કોઈ કારણ અવશ્ય હોવું જોઈએ. કાર્યની ઉત્પત્તિ-સામગ્રીને કારણે કહે છે. કારણના મુખ્ય રૂપથી બે ભેદ થાય છે - ઉપાદાન અને નિમિત્ત. ઉપાદાનનો અર્થ છે નિજશક્તિ. નિમિત્તનો અર્થ છે પસંયોગ. ઉપાદાન કારણની પરિભાષા આપતા કહેવાયું છે કે - “જે દ્રવ્ય સ્વયં કાર્ય રૂપમાં પરિણત થાય છે એ ઉપાદાન છે.” જેમ ઘટ રૂપ કાર્ય માટે માટી ઉપાદાન કારણ છે. જે કારણ કાર્ય રૂપમાં પરિણત ન થતાં પૃથક રૂપથી રહેતા કાર્યનું સંપાદન કરે એ નિમિત્ત કારણ છે. જેમ ઘટકાર્ય માટે કુંભકાર દંડ-ચક્રાદિ, ઉપાદાન અને નિમિત્ત બંનેમાં અપેક્ષાથી વ્યવહાર અને નિશ્ચય બંને સમાહિત છે. એટલે - ઉપાદાનમાં નિશ્ચય છે માટી અને વ્યવહાર છે ઘટનું રૂપ.
નિમિત્ત કારણમાં નિશ્ચય કલાયુક્ત કુંભકારનો આત્મા છે. વ્યવહાર છે - દંડ, ચક્ર, ચીવર વગેરેથી કરવામાં આવતી પ્રક્રિયા.
કાર્યની સમુત્પતિ માટે ઉપાદાન અને નિમિત્ત બંને કારણોની અપેક્ષા રહે છે. બીજમાં અંકુર વગેરેને ઉત્પન્ન કરવાની શક્તિ ઉપાદાન રૂપથી રહેલી છે, પરંતુ પૃથ્વી, પાણી, પ્રકાશ, પવન વગેરે નિમિત્તો વગર એ ઉપાદાન શક્તિ ઉભૂત નથી થતી. માટે નિમિત્ત કારણોની અપેક્ષા હોય છે. ઉપાદાન મુખ્ય કારણ છે અને નિમિત્ત સહકારી કારણ છે. કાર્યની નિષ્પત્તિમાં બંને કારણોની પોત-પોતાની ભૂમિકા છે.
જૈનદર્શનમાં અભીષ્ટ પ્રયોજનની સિદ્ધિ માટે નિશ્ચય અને વ્યવહાર, ઉપાદાન અને નિમિત્ત, દ્રવ્ય અને પર્યાયના સમન્વિત સ્વરૂપને સ્વીકૃત કરવામાં આવ્યા છે. જે રીતે એક ચક્રથી રથની ગતિ નથી થઈ શકતી એમ માત્ર નિશ્ચય કે માત્ર વ્યવહારથી કામ નથી ચાલતું. માત્ર ઉપાદાન જ કાર્યકારી નથી થઈ શકતું. એના માટે સહકારી નિમિત્ત કારણ આવશ્યક છે. માત્ર દ્રવ્ય કે માત્ર પર્યાયનું અસ્તિત્વ જ નથી. એકાંત નિશ્ચયની સ્થિતિમાં બધા પ્રકારના વ્યવહારોના ઉચ્છેદનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. ચતુર્વિધ તીર્થ વગેરે પણ વ્યવહારનયમાં છે. જો વ્યવહારનું ઉત્થાપન કરી દેવામાં આવે તો તીર્થંકર પ્રરૂપિત તીર્થનું જ વિચ્છેદ પ્રાપ્ત થાય છે, જે અનિષ્ટાપત્તિ છે. કહ્યું છે -
जइ जिणमयं पवज्जह, ता मा ववहार निच्छयं मुयह ।
ववहार नयोच्छेए . तित्थुच्छेओ हु ओवस्सं ॥ જો જિનેશ્વર દેવના માર્ગનું અવલંબન લીધું છે તો વ્યવહાર અને નિશ્ચય નયને ના છોડો. બંને નયોનો સ્વીકાર કરો. જો વ્યવહારનયની ઉપેક્ષા કરી દેવામાં આવશે તો નિશ્ચિતરૂપેણ તીર્થના ઉચ્છેદનો પ્રસંગે ઉપસ્થિત થશે. [ સમ્યગદર્શનના ભેદ
છે
૮૯]
Page #107
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનનો મર્મ નિશ્ચય-વ્યવહાર બંને જ નયોનું અવલંબનમાં નિહિત છે. આ મહત્ત્વપૂર્ણ તત્ત્વને હંમેશાં ધ્યાનમાં રાખી જોવું જોઈએ. સમ્યગ્દર્શન રૂપ કાર્યની ઉત્પત્તિમાં ઉપાદાન કારણ સ્વયં આત્મા છે, કારણ કે સમ્યગ્દર્શન આત્માનો નિજગુણ છે. મિથ્યાત્વ એની વિશુદ્ધ પર્યાય છે અને સમ્યગ્દર્શન એની શુદ્ધ-પર્યાય. મિથ્યાસ્વરૂપ અશુદ્ધ-પર્યાયનો વ્યય અને સમ્યગ્દર્શન રૂપ શુદ્ધ-પર્યાયનું ઉત્પાદ જ સમ્યગ્દર્શન છે.
સમ્યગ્દર્શન ભલે એ નિસર્ગજ હોય અથવા અધિગમજ હોય - બંનેમાં અંતરંગ કારણ દર્શન-મોહનીયનું ઉપશમ ભાવ અને ક્ષયોપશમ ભાવ અને ક્ષયભાવ અવશ્ય જ રહે છે. અંતર માત્ર એટલું જ છે કે અધિગમજ - સમ્યગ્દર્શન બહારનું નિમિત્ત પણ અપેક્ષિત છે. અર્થાત્ જે સમ્યગ્દર્શન બાહ્ય અને અંતરંગ બંને કારણોની અપેક્ષા રાખે છે, એ અધિગમજ સમ્યગ્દર્શન છે. નિસર્ગ સમ્યગ્દર્શનમાં માત્ર બાહ્ય નિમિત્તોનો અભાવ હોય છે. અંતરંગ ઉપાદાન કારણ તો હોય જ છે. ઉપાદાનની શક્તિ બંને જગ્યાએ છે. નિમિત્તની અપેક્ષા હોવી કે ન હોવામાં જ ભેદનું કારણ બને છે. નિમિત્ત સાપેક્ષ કે નિમિત્ત નિરપેક્ષ બંને પ્રકારના સમ્યગ્દર્શન આત્મામાં ક્યાંય બહારથી નથી આવતાં, એ પોતાના અંદરના ઉપાદાનથી ઠીક એ જ રીતે ઉદ્દ્ભૂત હોય છે, જેમ બીજમાંથી અંકુર ફૂટે છે.
જીવન-વ્યવહારમાં આ દેખી શકાય છે કે એક વ્યક્તિ વગર કોઈપણ શિક્ષા કે માર્ગદર્શન મેળવવું જ સ્વયંના પ્રયાસથી જ કોઈ કલામાં દક્ષ થઈ જાય છે. બીજી બાજુ એવી પણ વ્યક્તિ છે જેમને કોઈપણ કલામાં નિપુણતા પ્રાપ્ત કરવા માટે ગુરુજનો તથા અભિભાવકોના માર્ગદર્શનની આવશ્યકતા હોય છે. આ રીતે નિસર્ગજ સમ્યગ્દર્શન એ અધ્યાત્મ કલા છે, જે સ્વયં આંતરિક પુરુષાર્થથી પ્રગટ થાય છે અને અધિગમજ સમ્યગ્દર્શન એ કલા છે, જેને અધિગત કરવા માટે બીજાના સહકારની આવશ્યકતા હોય છે. બીજાનો સહકાર એક સીમા સુધી ઉપયોગી થાય છે. મૂળ ઉપાદાનમાં રહેતા જ સહકારી કારણ સહાયક બને શકે છે. સમર્થ કારણોની અપેક્ષા સાથે મૂળ વસ્તુ તો પોતાના આત્માનું જાગરણ છે.
સમ્યગ્દર્શનના ભેદ-પ્રકારાન્તરથી સમ્યગ્દર્શનની અન્ય વિવક્ષાઓથી અનેક પ્રકારના ભેદ કરવામાં આવ્યા છે -
एगविहं दुविहं-तिविहं चउहां पंचविहं दसविहं सम्मं । दव्वाइंकारणादि, उवसम
वा
અર્થાત્ સમ્યક્ત્વ એક પ્રકારનું પણ છે, બે પ્રકારનું પણ છે, ત્રણ પ્રકારનું પણ છે, ચાર પ્રકારનું પણ છે, પાંચ પ્રકારનું પણ છે અને દસ પ્રકારનું પણ છે.
સમ્મે ॥
તત્ત્વાર્થ શ્રદ્ધાન રૂપથી સમ્યગ્દર્શન એક જ પ્રકારનું છે. ઉપાધિ ભેદની વિવક્ષા ન હોવાથી સામાન્ય નયની અપેક્ષા સમ્યગ્દર્શન એક જ પ્રકારનું છે.
સમ્યગ્દર્શન બે પ્રકારનું છે - દ્રવ્ય-સમ્યગ્દર્શન અને ભાવ-સમ્યગ્દર્શન. વિશેષ પ્રકારની વિશોધિથી વિશુદ્ધ મિથ્યાત્વનાં પુદ્ગલોને દ્રવ્ય-સમ્યગ્દર્શન કહે છે. વિશુદ્ધ થયેલા મિથ્યાત્વનાં પુદ્ગલોના કારણે જીવને જિનોક્ત તત્ત્વો પર રુચિ રૂપ પરિણામ હોય છે એ ભાવસમ્યગ્દર્શન છે.
૯૦
જિણધમ્મો
Page #108
--------------------------------------------------------------------------
________________
બીજી અપેક્ષાથી પણ સમ્યગુદર્શન બે પ્રકારનું છે - નિશ્ચય-સમ્યગુદર્શન અને વ્યવહારસમ્યગુદર્શન.
દેશ કાલ સંહનન અનુસાર યથાશક્તિ યથાવતુ સંયમાનુષ્ઠાન રૂપ અવિકલ મુનિવૃત્ત (પરિપૂર્ણ સંયમ) તેરમા વગેરે ગુણસ્થાનમાં નિશ્ચય-સમ્યગ્દર્શન થાય છે.
શમ સંવેગ વગેરે ચિહ્નોથી ઓળખાતા શુભ-આત્મ પરિણામ વ્યવહાર-સમ્યગદર્શન છે. સમ્યકત્વનાં કારણોને પણ વ્યવહાર-સમ્યગુદર્શન કહી શકાય છે. જિન શાસન પ્રત્યે પ્રીતિ પણ કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી સમ્યકત્વ કહેવાય છે. કારણ કે એ પરંપરાથી અપવર્ગ-માર્ગપ્રાપ્તિનું કારણ હોય છે. કહેવાયું છે -
जं मोणं तं सम्मं तम्मिह होइ मोणंतु ।
निच्छयओ इयरस्स तु सम्मं सम्मत्तहेऊ वि ॥ નિશ્ચયનયની દૃષ્ટિએ જે મૌન-મુનિધર્મ છે એ સમ્યકત્વ છે અને જે સમ્યકત્વ છે એ મુનિધર્મ છે. આ જ દૃષ્ટિએ “આચારાંગ'માં કહેવાયું છે -
जं सम्मं त्ति पासहा तं मोणं ति पासहा, जं मोणं त्ति पासहा तं सम्मं ति पासहा ।
- આચારાંગ, પંચમ અધ્યયન, ઉં.-૩ જેને તમે સમ્યકત્વ જાણો છો એને મુનિત્વ પણ માનો. જે મુનિત્વ છે, એને સમ્યકત્વ પણ જાણો.'
આ દૃષ્ટિ નિશ્ચયનયની છે. વ્યવહારનયની દૃષ્ટિએ સમ્યકત્વી આત્માના આચરણને પણ સમ્યકત્વ કહી શકાય છે. આ કથન કાર્યમાં કારણના ઉપચારનું કથન છે.
( નિશ્ચય અને વ્યવહારનું રહસ્ય)
જિનેશ્વર દેવનું શાસન (સિદ્ધાંત) વિવિધ નયાત્મક છે. એ વિવિધ અપેક્ષાઓ અને વિવક્ષાઓને લઈને ચાલે છે. જ્યારે પદાર્થમાં અને શબ્દમાં અનંત ગુણાત્મકતા વિદ્યમાન છે, તો એનું સમ્યગુ નિરૂપણ એ જ સ્થિતિમાં સંભવ થઈ શકે છે ! જ્યારે એનાં વિવિધ પાસાંઓ પર વિચાર કરવામાં આવે. એક પાસાને લઈને કરવામાં આવતું કથન સમગ્ર વસ્તુ -સ્વરૂપ પર પ્રકાશ નથી નાખી શકતું. એ કથન આંશિક, અપૂર્ણ અને અધૂરું હશે. પ્રત્યેક પદાર્થનાં વિવિધ પાસાંઓ છે અને એ પાસાં અલગ-અલગ છે. અલગ-અલગ પાસાંથી, અલગ-અલગ દૃષ્ટિકોણથી વસ્તુ ભિન્ન-ભિન્ન દૃષ્ટિગોચર થાય છે. એવી સ્થિતિમાં વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ શું છે, આ નિર્ણય કરવો મુશ્કેલ થઈ જાય છે. જેને સિદ્ધાંત આ મુશ્કેલીને ખૂબ જ આસાનીથી હલ (દૂર) કરે છે. એ કહે છે કે – “વસ્તુની વિચારણાના અસંખ્ય કે અનંત પ્રકાર હોઈ શકે છે, કારણ કે વસ્તુમાં અનંત ધર્મ હોય છે.” માટે કહેવાયું છે - [ નિશ્ચય અને વ્યવહારનું રહસ્ય જાણકારી ૯૧)
Page #109
--------------------------------------------------------------------------
________________
'जावइया वयणपहा तावइया हुंति नयवाया ।' જેટલા વચન-પ્રકાર સંભવ થઈ શકે છે એટલા જ નય હોય છે. અનંત ધર્માત્મક વસ્તુના કોઈ એક સભૂત ધર્મને લઈને જ વિચારણા પ્રસ્તુત કરવામાં આવે છે એ નય છે. પ્રમાણપ્રતિપન્ન વસ્તુના અનંત ધર્મોથી એક ધર્મને - એક અંશને ગ્રહણ કરનારું જ્ઞાન નય કહેવાય છે. અલગ-અલગ અંશ મળીને જ વસ્તુનું સમગ્ર સ્વરૂપ બને છે. આ સમગ્રતાને વિષય કરનાર જ્ઞાન પ્રમાણ કહેવાય છે. સમુદ્ર અસંખ્ય બિંદુઓનો સમુદાય છે. એને અભેદ વિવેક્ષાથી ગ્રહણ કરનાર જ્ઞાન પ્રમાણ છે, જ્યારે એના એક-એક સભૂત અંશને વિષય કરનાર જ્ઞાન નય છે. જેનદર્શનમાં પ્રમાણ અને નયો દ્વારા વસ્તુ તત્ત્વની વિચારણા કરવામાં આવે છે, જે પોતાનામાં એક વિલક્ષણ અને વૈજ્ઞાનિક પદ્ધતિ છે.
વસ્તુના વિભિન્ન અંશ છે, માટે એના નિરૂપક નય પણ વિભિન્ન અંશને ગ્રહણ કરે છે અલગ-અલગ નય વસ્તુના અલગ-અલગ અંશને ગ્રહણ કરે છે. એવી દશામાં વસ્તુની વાસ્તવિક સ્થિતિના વિષયમાં કોઈ નિર્ણય નથી થઈ શકતો. કયો એક અંશ વસ્તુનું સાચું
સ્વરૂપ છે, એ કહેવું મુશ્કેલ થઈ જાય છે. બધા નયોની અલગ-અલગ દૃષ્ટિ છે. આ સંબંધમાં જૈનોની નય પદ્ધતિ કહે છે કે પ્રત્યેક નય પોત-પોતાના સ્થાન પર સાચું છે, પરંતુ એના માટે અનિવાર્ય શરત એ છે કે એ કોઈ બીજા નયનો નિષેધ ના કરે નયની સીમા પોતાના અંશ સુધી જ સીમિત છે. જ્યારે એ આ સીમાને ઓળંગીને બીજા નયના નિષેધ કે અપલાપ કરવા લાગે છે ત્યારે એ દુર્નય બની જાય છે, મિથ્યાનય કે નયાભાસ થઈ જાય છે.
જે પ્રકારે શરીરના પૃથક પૃથક અવયવ પોત-પોતાનું મહત્ત્વ રાખે છે અને પોતાની સીમામાં કામ કરતાં એ શરીર માટે ઉપયોગી તથા હિતકારી હોય છે. જો એ અવયવ બીજા અવયવનો વિરોધ કરવા લાગે છે તો શરીરની સ્થિતિ બગડી જાય છે. આ જ રીતે નય પણ
જ્યાં સુધી પોતાની સીમામાં છે ત્યાં સુધી સુનય છે અને જ્યારે તે સીમાથી બહાર જઈને બીજાનો વિરોધ કરે છે તો દુર્નયની કોટિમાં પહોંચી જાય છે.
નય વિચારણામાં આ વાત સર્વાધિક મહત્ત્વપૂર્ણ છે કે કોઈ નય બીજા નયનો અપલાપ કે વિરોધ ના કરે. બધા નય સ્વ-સ્થાનમાં શુદ્ધ છે. અસંખ્ય પ્રકાર હોય છે, છતાં એમનું થોડું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. જેમ કે - જ્ઞાનનય અને ક્રિયાનય, દ્રવ્યનય અને પર્યાયનય, નિશ્ચયનય અને વ્યવહારનય, સામાન્યનય અને વિશેષનય વગેરે. અન્ય અપેક્ષાથી બધા નયોનો સમાવેશ સાત નયોમાં કરવામાં આવ્યો છે. એ છે - (૧) નૈગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર, (૪) ઋજુસૂત્ર, (૫) શબ્દ, (૬) સમભિરૂઢ તથા (૭) ભૂત. એમનો વિસ્તાર સમ્યગુજ્ઞાનના પ્રકરણમાં કરવામાં આવશે.
અહીં મુખ્ય રૂપથી નિશ્ચય અને વ્યવહાર નય ઉપર પ્રકાશ નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ બતાવતાં કહ્યું છે -
(૯૨) 00 00 0 0 0 0 0 0 0 0 0 જિણધમો )
Page #110
--------------------------------------------------------------------------
________________
लोगववहार परो ववहारो, भणइ कालओ भमरो ।
परमत्थपरो भणइ, निच्छइओ पंच वण्णो त्ति ॥ લોક વ્યવહારનું અનુસરણ કરનારો નય વ્યવહારનય છે. એ લોકષ્ટિનું પ્રતિપાદક છે. જેમ ભમરો કાળો છે. લોકમાં ભમરો કાળા રંગનો છે એ પ્રસિદ્ધ છે. ભમરામાં કાળો રંગ ઉત્કટ રૂપથી દેખાય છે, માટે વ્યવહારનયની દૃષ્ટિમાં ભમરો કાળો છે. જ્યારે નિશ્ચયનય કહે છે કે ભમરો પાંચે વર્ણવાળો છે. કારણ કે એનું શરીર બાદર સ્કંધ છે અને એ પાંચેય વર્ણોનાં પુગલોથી બનેલું છે. માટે એમાં પાંચેય વર્ણ જોવા મળે છે. શ્વેત વગેરે રંગ એમાં ગૌણ છે, માટે તે દષ્ટિગોચર નથી થતા. કાળો વર્ણ ઉત્કટ છે, માટે એ દેખાય છે. વાસ્તવમાં તો ભમરો પાંચેય વર્ણનો છે. આ રીતે પરમાર્થ પરક હોવાથી એ નિશ્ચયનય કહેવાય છે.
निश्चयव्यवहारौ हि द्वौ भूलनयौ स्मृतौ ।
निश्चयो द्विविधस्तत्र शुद्धाशुद्धविभेदतः ॥ અધ્યાત્મની ભાષામાં મૂળ નય બે કહેવાયા છે - નિશ્ચય અને વ્યવહાર. જે તત્ત્વનો નિશ્ચય કરે એ નિશ્ચયનય અને જે વ્યવહત કરવામાં આવે એ વ્યવહાર છે. નિશ્ચયનય પણ બે પ્રકારના છે - શુદ્ધ-નિશ્ચયનય અને અશુદ્ધ-નિશ્ચયનય.
यथा केवलज्ञानादिरूपो जीवोऽनुपाधिकः ।
शुद्धो मत्यादिक त्वात्माऽशुद्ध सोपाधिकः स्मृतः ॥ કર્મજન્ય ઉપાધિથી રહિત કેવળજ્ઞાન વગેરે રૂપ આત્મા છે એ કથન શુદ્ધ નિશ્ચયની દૃષ્ટિથી છે. અહીં કેવળજ્ઞાનની પ્રાપ્તિને લઈને શુદ્ધ ગુણાત્મકતાની સાથે આત્માનો અભેદ બતાવ્યો છે. “આત્માં મતિજ્ઞાનાદિમય છે' આ કથન અશુદ્ધ-નિશ્ચયનયની દૃષ્ટિથી છે. અહીં મતિજ્ઞાન આદિ આત્માની સોપાધિક-કર્માવરણના ક્ષયોપશમથી જનિત (પેદા) જ્ઞાન વિકલ્પના સાથે આત્માને અભેદ બતાવ્યો છે. માટે “આત્મા મતિજ્ઞાની છે આ કથન અશુદ્ધનિશ્ચયનયની અપેક્ષાથી છે. કેવળજ્ઞાન આત્માનો શુદ્ધ ગુણ છે. એનાથી યુકત હોવાના કારણે આત્મા પણ શુદ્ધ ગુણ છે. એને ગ્રહણ કરનારા નય પણ શુદ્ધ-નિશ્ચયનય છે. મતિજ્ઞાન વગેરે ગુણ કર્યાવરણ વિશિષ્ટ આત્માની અપેક્ષા અશુદ્ધ છે. એનાથી યુક્ત આત્મા પણ અશુદ્ધ છે એને કહેનારા નય પણ અશુદ્ધ નિશ્ચય રૂપ છે. અહીં “નિશ્ચય” શબ્દ આત્મમાત્ર પરક છે. શુદ્ધ-અશુદ્ધ’ શબ્દ કર્યાવરણના ધોતક છે. આવરણનો ક્ષય થવાથી શુદ્ધ છે, આવરણનો ક્ષય ન થવાથી અશુદ્ધ છે. વ્યવહારનયના ભેદોને બતાવતાં કહેવાયું છે -
सद्भूतश्चाप्यसद्भूतो व्यवहारो द्विधा भवेत् ।
तत्रैकविषयस्त्वाद्यः परः परगतो मतः ॥ નિશ્ચય અને વ્યવહારનું રહસ્ય છે જે ૩]
Page #111
--------------------------------------------------------------------------
________________
વ્યવહારનય બે પ્રકારના છે - (૧) સભૂત-વ્યવહાર અને (૨) અસભૂત-વ્યવહાર. એક વિષયાશ્રિત વ્યવહાર સભૂત-વ્યવહાર છે અને પરદ્રવ્યાશ્રિત વ્યવહાર અસભૂત વ્યવહાર છે.
૩૫રિતસમૂતા - સુપરત – મેવતઃ |
आद्यो द्विधा च सोपाधि-गुण-गुणिनिदर्शनात् ॥ એક દ્રવ્યાશ્રિત સભૂત-વ્યવહાર બે પ્રકારના છે -
(૧) ઉપચરિત- ભૂત-વ્યવહાર અને (૨) અનુપચરિત-ભૂત-વ્યવહાર. સોપાધિક ગુણ-ગુણીના ભેદવાળું કથન ઉપચરિત-સભૂત-વ્યવહાર છે. જેમ કે “જીવ મતિજ્ઞાનરૂપ છે.” અહીં મતિજ્ઞાન જીવનું સોપાધિક સ્વરૂપ છે. કારણ કે એ કર્યાવરણ જનિત છે. આ સોપાધિક સ્વરૂપને માત્ર જ્ઞાનમય આત્મામાં ઉપચરિત કરવામાં આવ્યો છે, માટે એ ઉપચરિત-ભૂતવ્યવહાર છે. “કેવળજ્ઞાન યુક્ત આત્મા છે' આ કથન નિરુપાદિક ગુણયુક્ત ગુણીનો ઘાતક છે. કર્મરૂપ ઉપાધિથી રહિત હોવાના કારણે કેવળજ્ઞાન નિરુપાધિક છે. ગુણ-ગુણીના ભેદને કહેવાવાળા અનુપચરિત-સભૂત-વ્યવહાર છે.
અસભૂત-વ્યવહાર બે પ્રકારના છે - (૧) ઉપચરિત અને (૨) અનુપચરિત. જેમ કે દેવદત્તનું ધન. અહીં દેવદત્ત એ ધનમાં અસંબદ્ધનો સંબંધ બતાવ્યો છે. પરંતુ આ સંબંધ કાલ્પનિક છે, માટે ઉપચરિત-અસભૂત-વ્યવહાર છે. જેમ કે “ઘીનો ઘડો લાવો' આ વાક્યમાં વ્રત અને ઘટનો સંબંધ ઉપચરિત નથી. કારણ કે ઘટમાં ઘી છે કે ભરેલું હતું. ઘીનો ઘડો (ઘીથી નિર્મિત ઘડો) વાસ્તવમાં હોતો જ નથી. માટે આ અભૂત-અનુપચરિત છે.
નિશ્ચય અને વ્યવહારને લઈને અધ્યાત્મવાદીઓમાં અનેક પ્રકારની વિચારણાઓ અને ધારણાઓ પ્રચલિત છે. એના મર્મને ન સમજવાના કારણે આજકાલ વિવિધ પ્રકારના આગ્રહ દષ્ટિગોચર થઈ રહ્યા છે. કેટલાક તથા કથિત અધ્યાત્મવાદી (કાનજી સ્વામી વગેરે) એકાંત નિશ્ચયનયનું અવલંબન લઈને શુભભાવો પર સંવર રૂપ વ્રત-નિયમો પર જામેલી આસ્થાને ઉખાડવાનો કુપ્રયાસ કરી રહ્યા છે. તે નિશ્ચયનયના સોનેરી આવરણની પાછળ પોતાની સુવિધાવાદી સ્વચ્છંદ વૃત્તિને છુપાવવા માંગે છે.
નિઃસંદેહ અશુભભાવની જેમ શુભભાવ પણ વિશિષ્ટ સ્થિતિમાં પહોંચ્યા પછી છૂટી જાય છે અને ત્યારે શુદ્ધભાવમાં આત્મા સ્થિત થઈ જાય છે. અશુભથી શુભભાવમાં (શુભ, શુભતર, શુભતમ) અને શુભભાવથી શુદ્ધભાવમાં પહોંચવું આત્માનો ઉદ્દેશ્ય અને લક્ષ્ય છે. આ ક્રમની ઉપેક્ષા નથી કરી શકાતી. જે આ ક્રમની ઉપેક્ષા કરવાનું સાહસ કરે છે, એ સાધનાથી નીચે પડી જાય છે. મુક્તિમહેલની સીડીઓ પર ચડતાં સાધકે આ ક્રમ ધ્યાનમાં રાખવો જોઈએ.
સર્વપ્રથમ સાધકે પોતાનું લક્ષ્ય નિર્ધારિત કરવું જોઈએ. એ લક્ષ્યને નિર્ધારિત કરતા એને આત્માના શુદ્ધ સત્-ચિત્ત-આનંદમય, કર્મકલંક-મુક્ત અને અનંત જ્ઞાનદર્શનમય સ્વરૂપને
(૯૪) OOOOOOOOOOX જિણધો]
Page #112
--------------------------------------------------------------------------
________________
ધ્યાનમાં લેવું જોઈએ. નિશ્ચય દૃષ્ટિથી આત્માનું વિશુદ્ધ નિરુપાધિક સ્વરૂપ જ સાધકની સાધનાનું લક્ષ્ય હોવું જોઈએ. લક્ષ્ય-નિર્ધારણમાં શુદ્ધ-નિશ્ચયનયની દૃષ્ટિ અપનાવવી જોઈએ. જે વિશુદ્ધ સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ છે, એ જ મારું વાસ્તવિક રૂપ છે અને એ સ્વ-સ્વરૂપને પ્રાપ્ત કરવું મારી સાધનાનું લક્ષ્ય છે, આ નિશ્ચય સાધકને હોવો જોઈએ.
લક્ષ્ય-નિર્ધારણ પછી એ વિશુદ્ધ સ્થિતિને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નોનો પ્રારંભ થાય છે. એવા પ્રયત્નોની પ્રાથમિક ભૂમિકામાં સમસ્ત અશુભભાવોથી નિવૃત્તિ કરવી આવશ્યક હોય છે. અશુભભાવોથી નિવૃત્તિ માટે શુભભાવોમાં પ્રવૃત્તિ આવશ્યક હોય છે. સાધક છલાંગ લગાવીને એકદમ શુદ્ધ-સ્વરૂપમાં નથી પહોંચી શકતો. એના માટે અશુભભાવોથી નિવૃત્તિ કરતા શુભભાવોનાં સોપાનો ઉપર ક્રમશઃ ચડવાનું હોય છે. આ શુભભાવોનાં સોપાનોનું ક્રમિક અવલંબન લીધા સિવાય આત્મા એકદમ શુદ્ધભાવમાં સ્થિત નથી થઈ શકતો. આ વાત બીજી છે કે કોઈ વિશિષ્ટ પરિપક્વ સ્થિતિવાળો આત્મા મરુદેવી માતાની જેમ ભરત ચક્રવર્તીની જેમ તરત એ શુદ્ધ સ્થિતિને પ્રાપ્ત કરી લે.*
સામાન્ય રૂપથી સાધકના માટે સોપાનો પર ક્રમશઃ ચડવું જરૂરી હોય છે. સોપાનો ઉપર ક્રમિક આરોહણ કરતા આત્મા જ્યારે વિશુદ્ધ સ્થિતિ પર પહોંચી જાય છે, તો પછી સોપાનોની કોઈ જરૂર રહેતી નથી. માટે એ સોપાન છૂટી જાય છે. એમની ઉપયોગિતા સમાપ્ત થઈ જાય છે. પરંતુ જ્યાં સુધી એ ઉચ્ચ ભૂમિકા પ્રાપ્ત ન થઈ જાય ત્યાં સુધી સોપાનોનો હેય નથી માની શકાતો. એમની ઉપયોગિતા માનવી જ પડશે અને એમનું અવલંબન પણ આવશ્યક હશે.
જેમ નદીને પાર કરવા માટે એક કિનારેથી બીજા કિનારે પહોંચવા માટે નાવનું અવલંબન લેવું ખૂબ જ આવશ્યક અને ઉપયોગી છે. બીજા કિનારા પર પહોંચ્યા પછી નાવ સ્વયંમેવ છૂટી જાય છે. પાર પહોંચનારી વ્યક્તિ પછી એ નાવને પકડી નથી રાખતી. કારણ કે એની ઉપયોગિતા સમાપ્ત થઈ ચૂકી છે. પરંતુ જો કોઈ વ્યક્તિ ‘આખરમાં (છેલ્લે) નાવ છોડવી છે' આ માન્યતાના કારણે નાવનું અવલંબન જ ન લે કે નાવને હેય સમજીને અધવચ્ચે જ છોડી દે, તો શું સ્થિતિ થશે ? એ વ્યક્તિ પાર પહોંચ્યા પહેલાં જ અધવચ્ચે જ ડૂબી જશે. આ જ સ્થિતિ શુભભાવોના સંબંધમાં સમજવી જોઈએ. શુભભાવ એ નાવના સમાન છે, જે શુદ્ધભાવના કિનારા પર પહોંચાડે છે અને કિનારે પહોંચ્યા પછી છોડી દેવામાં આવે છે કે છૂટી જાય છે.
* મરુદેવી માતા અને ભરત ચક્રવર્તી દ્વારા જે તરત ઊર્ધ્વસ્થિતિ પર પહોંચવું કહેવાયું છે, ત્યાં પણ ગુણસ્થાનની દૃષ્ટિથી ક્રમિક આરોહણ જ થયું છે. શીઘ્ર થઈ જવાથી આ ક્રમ ભલે પરિલક્ષિત ન હોય. મરુદેવી માતાએ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લીધું અને આયુષ્ય શેષ ન રહેવાના કારણે મુક્તિ પધારી ગઈ. ભરત ચક્રવર્તીએ કેવળજ્ઞાન થઈ ગયા પછી વેશ પરિવર્તન કરી કેવળી પરિષદમાં પ્રવેશ કર્યો હતો. આનો અર્થ એ નથી કે ભાવચારિત્ર જ બધું છે, દ્રવ્ય-ચારિત્રની આવશ્યકતા નથી. ભાવચારિત્રની અભિવ્યક્તિ વ્યવહાર-દ્રવ્ય-ચારિત્ર(વંશલિંગાદિ)થી થાય છે.
નિશ્ચય અને વ્યવહારનું રહસ્ય
૯૫
Page #113
--------------------------------------------------------------------------
________________
આ વિષયમાં કોઈ સંદેહ નથી કે અશુભભાવ જેમ બંધનરૂપ છે એમ જ પુણ્ય-બંધના કારણ રૂપ શુભભાવ પણ બંધનરૂપ છે. શુદ્ધ દૃષ્ટિથી બેડીઓ લોખંડની હોય કે સોનાની હોય - બંને બંધનરૂપ છે. બંનેથી છૂટકારો મળતાં જ મુક્તિ થશે, એના પહેલાં નહિ. છતાં પણ અશુભભાવ અને શુભભાવના બંધનમાં બહુ જ મોટું અંતર રહેલું છે. બંનેના સમાન રૂપથી હેય - છોડવા યોગ્યની કોટિમાં નથી રાખી શકાતા. કલ્પના કરો - બે વ્યક્તિ છે. એકની પાસે એક રદી પથ્થરનો ટુકડો છે અને બીજા પાસે એટલા જ વજનનો બહુમૂલ્ય મણિ છે. જો કે વજનની દૃષ્ટિએ બંને બરાબર છે. બંને જ પથ્થર છે, છતાં પણ બંનેમાં શોભા-કાન્તિ અને મૂલ્યની દૃષ્ટિએ કેટલું મોટું અંતર છે ! જેમ પાષાણ (પથ્થર)ની અપેક્ષા મણિનું મહત્ત્વ અને ગૌરવ છે, એમ જ બંધ રૂપ હોવા છતાં અશુભભાવની અપેક્ષા શુભભાવોનું મહત્ત્વ અને ઉપયોગિતા છે. માટે શુભભાવ સર્વથા હેય નથી, પણ અમુક સ્થિતિ સુધી ઉપાદેય છે. અશુભ અને શુભ ભાવોને એક કોટિમાં (પક્ષમાં) રાખીને કેટલાક આધુનિક એકાંત નિશ્ચયનયવાદીઓએ અધ્યાત્મના સાધકો સામે અનેક શંકાઓ (ભ્રમણાઓ) ઊભી કરી દીધી છે.
સૌથી મોટી ભ્રાંતિ (ભ્રમ) એમણે એ ફેલાવી કે - “વ્રત, મહાવ્રત, નિયમ, સંયમ, દયાદાન વગેરે બધા રાગભાવ છે. રાગભાવમાં ધર્મ નથી. એ (માત્ર) કેવળ પુણ્ય-બંધ હેતુ છે - માટે રાગભાવ છે. એને છોડવો જોઈએ.
આ કેટલો મોટો વ્યામોહ અને મિથ્યા પ્રરૂપણ છે. પોતાના પકડેલા એકાંત કદાગ્રહના કારણે અનેક ભદ્રિક અને ભોળાં પ્રાણીઓના વીતરાગ-પરમાત્મા દ્વારા પ્રરૂપિત સંવર ધર્મથી વિમુખ કરવાનું ભયંકર પાપ છે. આ વીતરાગ દેવના શાસન પ્રત્યે ગંભીર વિદ્રોહ છે. દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી વગેરે બધા જૈન ધર્માવલંબી વ્રત-મહાવ્રત-સંયમ વગેરે સંવરને ધર્મરૂપમાં સ્વીકાર કરે છે; જ્યારે કેટલાક તથાકથિત અધ્યાત્મવાદી* આને રાગભાવ કહીને હેય બતાવે છે. રાગભાવ તો વીતરાગ દશા પ્રાપ્ત થયા પહેલાં સુધી બધા ગુણ સ્થાનવર્તી જીવોમાં પ્રાપ્ત થાય છે. તો એનાથી નીચેનાં બધાં ગુણસ્થાન એમના મતાનુસાર સર્વથા અશુદ્ધ લાગે છે. આ દૃષ્ટિકોણથી સમ્યગુદૃષ્ટિ ગુણસ્થાન, દેશવિરતિ, સર્વવિરતિ, શ્રેણી-આરોહણ, કષાયોની ઉત્તરોત્તર મંદતા વગેરે બધા અશુદ્ધ થવાથી વર્જિત થાય છે. જ્યારે શાસ્ત્રકારોએ શ્રેણી આરોહણના સમય-પ્રતિસમય ઉત્તરોત્તર વિશોધિનું વિસ્તૃત વિવેચન કર્યું. જ્યારે એ તથાકથિત અધ્યાત્મવાદીઓ અનુસાર વ્યવહાર-અભૂતાર્થ છે, વાસ્તવિક નથી, માટે વ્યવહારસમ્યકત્વમાં ચતુર્થ ગુણસ્થાન નથી હોતું. પરંતુ ચતુર્થ ગુણસ્થાન વગર પંચમાદિ ગુણસ્થાનોની સ્થિતિ નથી બનતી. પંચમાદિ ગુણસ્થાનોમાં દેશવ્રત, સર્વવ્રત, કષાયમંદતા વગેરે શુભભાવ જોવા મળે છે, તો ચતુર્થ ગુણસ્થાનવર્તીિ શુદ્ધ નિશ્ચય સમ્યકત્વની અપેક્ષા વ્રત વગેરે શુભભાવવાળા પંચમાદિ ગુણસ્થાનવર્તી જીવોની ભૂમિકા સ્વયમેવ ઊંચી સિદ્ધ થઈ જાય છે. 1 * આ માન્યતા દિગંબર સંપ્રદાયની એક નૂતન શાખા કાનજી સ્વામી, સોનગઢવાળાની છે. (૬)) ( ) 00 00 જિણધો]
Page #114
--------------------------------------------------------------------------
________________
બીજી વાત એ છે કે વીતરાગ દશા તો દસમા ગુણસ્થાન પછી હોય છે. એના પહેલાંના બધાં ગુણસ્થાનોમાં રાગભાવ હોય છે. ચોથા ગુણસ્થાનમાં પણ રાગભાવ છે. જો ચોથા ગુણસ્થાનમાં નિશ્ચય-સમ્યગુદર્શન જ માનવામાં આવે છે, તો એ નિશ્ચય-સમ્યગદર્શન પણ રાગભાવમાં પ્રાપ્ત થાય છે અને રાગભાવમાં ધર્મ નથી તો નિશ્ચય-સમ્યગ્દર્શન પણ ધર્મ ન હોઈ શકે. કારણ કે ચતુર્થ ગુણસ્થાનમાં રાગની સત્તા છે.
જો રાગની સત્તા હોવા છતાં ધર્મ હોઈ જ ન શકે તો સંવર પણ અધર્મની કોટિમાં આવશે. પાંચમા, છઠ્ઠા વગેરે ગુણસ્થાનોમાં વ્રત, મહાવ્રત, સમિતિ, ગુપ્તિ વગેરે સંવર હોય છે. ત્યાં રાગની સત્તા છે, તો શું સંવરને ધર્મ નહિ માનવાનો? તત્ત્વાર્થ સૂત્ર' જેવા સર્વમાન્ય ગ્રંથમાં આમ્રવના નિરોધને સંવર કહેવાયો છે -
બનાવનરોથઃ સંવર?” - તત્ત્વાર્થ સૂત્ર, અ-૯, સૂત્ર-૧ स गुप्तिसमितिधर्मानुप्रेक्षापरीषहजयचारित्रै ॥
તત્ત્વાર્થ સૂત્ર, અ-૯, સૂત્ર-૨ હિંસા, જૂઠ, સ્તેય, અબ્રહ્મ, પરિગ્રહ વગેરે આસ્ત્રવોનો નિરોધ કરવો સંવર છે. આ સંવર ગુપ્તિ, સમિતિ, દશવિધધર્મ, અનુપ્રેક્ષા, પરિષહો પર વિજય અને ચારિત્ર દ્વારા થાય છે.
ઉપર્યુક્ત સૂત્રમાં હિંસા વગેરેના નિરોધના ફળસ્વરૂપ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ વગેરે સંવરધર્મ પ્રગટ થાય છે. પરંતુ ઉપર્યુક્ત ધારણાનુસાર આ સંવરધર્મને પણ હેય સમજીને છોડવો પડશે. કારણ કે આમાં પણ રાગ તો છે જ. જો જ્યાં રાગની સત્તા છે, ત્યાં ધર્મ નથી હોઈ શકતો, તો પછી “તત્ત્વાર્થ સૂત્ર” વગેરે સર્વસંમત ગ્રંથોમાં એને સંવર કેમ કહેવાય છે? જો આ વસ્તુતઃ સંવર નથી અને ઉપચરિત સંવર છે, તો એવા ઉપચારનું કથન સૂત્રકારે સ્વયં કેમ ન કર્યું? એકાંત-નિશ્ચયનયની દૃષ્ટિએ ઉપચાર અસભૂત છે મિથ્યા છે, તો ‘તત્ત્વાર્થ સૂત્ર'ના પ્રણેતા ઉમાસ્વાતિની સંવરની આ વ્યાખ્યા ઔપચારિક હોવાથી મિથ્યા જ લાગશે. સૂત્રકારે સંવરની જે પરિભાષા આપી છે, એમાં ક્યાંય ઉપચારનું કથન નથી. સૂત્રકાર
જ્યારે કોઈ તત્ત્વની વ્યાખ્યા કે પરિભાષા કરે છે ત્યારે સદ્ભૂત કથન કરે છે. જ્યાં ક્યાંય પણ ઉપચારની વિવક્ષા થાય છે, ત્યાં “૩પવાર ' આ શબ્દ ઉલ્લેખિત થાય છે.
તત્ત્વાર્થ સૂત્રનાં આ બે સૂત્રોમાં સંવરની પરિભાષા અને એનાં કારણ માત્ર બતાવ્યાં છે. અહીં ઉપચારની કોઈ ચર્ચા નથી કરવામાં આવી, પછી આ કથનને ઔપચારિક કેવી રીતે માની શકાય ? “તત્ત્વાર્થ સૂત્ર બધા જૈન સંપ્રદાયોને માન્ય છે. તત્ત્વાર્થ સૂત્ર'ના અધ્યાય-૬, સૂત્ર-૨૧માં સમ્યકત્વને દેવાયુના આસવનું કારણ કહ્યું છે -
“સખ્યત્વે ચ” અર્થાતુ સમ્યગુદર્શનથી દેવાયુનો બંધ થાય છે. આ સૂત્રથી સ્પષ્ટ થાય છે કે સમ્યગુદર્શન પણ આસ્રવ અને બંધનું કારણ છે. ઉપર્યુક્ત એકાંત દૃષ્ટિના મતાનુસાર જેનાથી જરા પણ [ નિશ્ચય અને વ્યવહારનું રહસ્ય
૯૭
Page #115
--------------------------------------------------------------------------
________________
આસ્રવ થાય કે બંધ થાય એ હેય છે. આ જ દૃષ્ટિકોણથી એ શુભભાવને પુણ્યબંધનું કારણ બતાવીને હેય સિદ્ધ કરે છે. જો આ માન્યતાનો સ્વીકાર કરવામાં આવે તો સમ્યગ્દર્શન પણ હેય સિદ્ધ થઈ જાય છે. સમ્યગ્દર્શનને હેય માની લેવાથી બધી આધ્યાત્મિક બીક (ભીતિ) જ દટાઈ જાય છે. એકાંત પક્ષના કદાગ્રહના કારણે વ્યક્તિ ક્યાં સુધી નીચે ચાલી જાય છે એ નવોદિત નિશ્ચયવાદથી સ્પષ્ટ થઈ જાય છે.
આ જ રીતે ‘તત્ત્વાર્થ સૂત્ર’ના અધ્યાય-૬ના ૨૪મા સૂત્રમાં દર્શન-વિશુદ્ધિને તીર્થંકર નામ કર્મના આસ્રવનું કારણ કહેવાયું છે. તીર્થંકર નામ કર્મ બંધન છે અને આસ્રવ છે. દર્શનવિશુદ્ધિ અર્થાત્ સમ્યગ્દર્શનથી તીર્થંકર નામ કર્મના આસ્રવ અને બંધ થાય છે, માટે ઉપર્યુક્ત માન્યતાનુસાર તીર્થંકરત્વ પણ હેય સિદ્ધ થાય છે. પોતાની એકપક્ષીય હઠના કારણે આ પ્રકાર ઉત્સૂત્ર પ્રરૂપણાથી દેવાધિદેવ તીર્થંકરની કેટલી ઘોર આશાતના કરવામાં આવી રહી છે.
જે રીતે સમ્યગ્દર્શન દેવાયુના બંધનું કારણ છે તથા એનાથી દેવાયુનો આસ્રવ થાય છે, છતાં સમ્યગ્દર્શન હેય નથી, આ જ રીતે વ્રત, નિયમ, મહાવ્રત, પ્રત્યાખ્યાન વગેરે શુભભાવોથી પુણ્યનો બંધ કે આસ્રવ હોવા છતાં એ હેય સિદ્ધ નથી થતા. પુણ્યબંધ તો એમનું આનુષંગિક ફળ છે વસ્તુતઃ તો એ સંવરરૂપ હોવાથી ઉપાદેય અને આચરણીય છે.
‘મોક્ષપાહુડ' વગેરે ગ્રંથોમાં પણ સમ્યક્ત્વનો મહિમા ગાયો છે, પરંતુ ત્યાં ક્યાંય નિશ્ચયનય કે વ્યવહારનયનો એકપક્ષીય આગ્રહ નથી. ત્યાં તો સામાન્યતઃ સમ્યક્ત્વનો ઉલ્લેખ છે. અહીં ‘મોક્ષપાહુડ’ની બે ગાથાઓ ઉલ્લેખિત કરવી અપ્રાસાંગિક નહિ હોય -
गहि उणय सम्मतं सुणिम्मलं सुरगिरीव निक्कंपं । तं झाणे झाइज्जइ સાવય ! તુવન્સ્લટ્ટાદ્ ||૮૬॥ सम्मत्तं जो झायइ-सम्माइट्ठी सो નીવો । सम्मत्त - परिणओ उण खवेइ दुइट्ट कम्माजि ॥८७॥ - મોક્ષપાહુડ, ૮૬-૮૭. હે શ્રાવક ! શુદ્ધ નિર્મળ અને મેરુની જેમ નિષ્કપ સમ્યક્ત્વને ધારણ કરીને દુઃખક્ષય-હેતુ એનું ધ્યાન કરો.
જે સમ્યક્ત્વને ધ્યાવે છે, એ જીવ સમ્યગ્દષ્ટિ હોય છે. સમ્યક્ત્વ રૂપથી પરિણત થયેલો જીવ આઠેય કર્મોનો ક્ષય કરી નાખે છે.
‘મોક્ષપાહુડ’ની ઉપરની ગાથાઓમાં ક્યાંય પણ નિશ્ચય કે વ્યવહારનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો - અહીં તો માત્ર સમ્યક્ત્વનો મહિમા બતાવ્યો છે, જે નિર્વિવાદ છે.
શ્રી તારણ સ્વામી વિરચિત ‘જ્ઞાન સમુચ્ચય સાર' ગ્રંથમાં પણ સામાન્ય સમ્યક્ત્વનો મહિમા પ્રદર્શિત કર્યો છે. ત્યાં પણ નિશ્ચય કે વ્યવહારનો કોઈ નિર્દેશ નથી. જુઓ
ગાથા-૨૫ -
જિણધમ્મો
૯૮
Page #116
--------------------------------------------------------------------------
________________
जिनोक्त शुद्ध सम्यक्त्वं साध्यं भव्य लोक यं । तस्यास्ति गुण निरूपं च शुद्ध साध्यं बुधैर्जनैः ॥
શ્રી જિનેન્દ્ર ભગવાન દ્વારા કથિત નિર્દોષ શુદ્ધ સમ્યગ્દર્શન ભવ્ય જીવોએ સાધવા યોગ્ય છે. અનંત ગુણોની ખાણરૂપ જે આત્મ સ્વભાવ છે એ સમ્યગ્દષ્ટિના જ્ઞાનમાં દેખાય છે. શુદ્ધ સમ્યક્ત્વ તથા આત્માનું શુદ્ધ સ્વભાવ બુધ-જનો દ્વારા સાધ્ય છે.
શ્રી તારણ સ્વામીના ઉક્ત કથનમાં ક્યાંય નિશ્ચય કે વ્યવહાર સમ્યક્ત્વનો નિર્દેશ નથી. સ્પષ્ટતઃ અહીં માત્ર સમ્યગ્દર્શનનો મહિમા બતાવ્યો છે.
કેટલાક તથા કથિત અધ્યાત્મવાદી ‘જ્ઞાન સમુચ્ચય સાર’ની ઉક્ત ગાથાની વ્યાખ્યા કરતા એમાં એકાંત નિશ્ચયનય સંબંધી પોતાની મિથ્યા ધારણાનો પુટ (ભાગ) લગાવી દે છે. જ્યારે મૂળ પાઠમાં એવું ક્યાંય નથી.
ઉપરની ગાથાઓમાં સમ્યગ્દર્શનને સાધ્ય કહેવાયું છે. સાધ્યની સિદ્ધિ માટે સાધનની આવશ્યકતા હોય છે, સમ્યગ્દર્શન રૂપ કાર્યની સિદ્ધિ માટે સમર્થ કારણ સામગ્રીની આવશ્યકતા હોય છે. એ સમર્થ કારણ સામગ્રી શુદ્ધ કાર્ય હેતુ હોવાથી અશુદ્ધ નથી કહી શકાતી. જે સમર્થ કારણોથી સમ્યગ્દર્શન પેદા થાય છે, એ કારણો સમ્યક્ત્વી પ્રાપ્તિમાં સહાયભૂત હોવાથી અશુદ્ધ નથી, શુદ્ધ જ છે.
અહીં એ પણ ધ્યાન રાખવું જોઈએ કે જિનેન્દ્ર ભગવાન દ્વારા જ વ્યવહાર સમ્યક્ત્વ મોક્ષમાર્ગના રૂપમાં પ્રરૂપિત થયું છે. વ્યવહાર સમ્યક્ત્વ પણ જિનોક્ત હોવાથી ઉપાદેય છે. આ કહેવાઈ ગયું છે કે - ‘જો વ્યવહારનું ઉત્થાન કરી દેવામાં તો તીર્થના ઉચ્છેદનો પ્રસંગ પ્રાપ્ત થાય છે અને તીર્થ જ વિચ્છિન્ન થઈ ગયો તો શેષ શું રહેશે ?'
વીતરાગ પરમાત્મા દ્વારા પ્રરૂપિત સમ્યક્ત્વ રાગ કે ઉદય ભાવ રૂપ નથી પરંતુ એ સમ્યક્ત્વ ક્ષાયિક, ક્ષયોપશમિક અને ઔપમિક રૂપ આત્માનો સ્વભાવ છે. આ ભાવોને જીવનું સ્વતત્ત્વ કહેવાય છે. યથા
औपशमिक - क्षायिकौ भावौ मिश्रश्च जीवस्य स्वतत्व
मौदयिकपारिणामिकौ च ।
-
તત્ત્વાર્થ સૂત્ર, અધ્યાય-૨, સૂ-૧ જીવમાં પાંચ ભાવ જોવા મળે છે - (૧) ઔપશમિક, (૨) ક્ષાયિક, (૩) ક્ષાયોપશમિક, (૪) ઔયિક અને (૫) પરિણાર્મિક. આ પાંચે ભાવ જીવનું સ્વતત્ત્વ છે, સ્વરૂપ છે. આ પાંચ ભાવ જીવમાં જ મળે છે. આ પાંચ ભાવોમાં નિગોદથી લઈને સિદ્ધ સુધીની બધી અવસ્થાઓનો સમાવેશ છે. એ ભાવજીવની અવસ્થાઓના સૂચક છે. માટે એ ભાવજીવના સ્વતત્ત્વ કહેવાય છે. માટે ઔપશમિક ક્ષયોપશમિક કે ક્ષાયિક ભાવના અંતર્ગત આવવાના કારણે વ્યવહાર-સમ્યક્ત્વ પણ આત્મસ્વભાવ રૂપ છે.
નિશ્ચય અને વ્યવહારનું રહસ્ય
GC
Page #117
--------------------------------------------------------------------------
________________
દિગંબર ગ્રંથ ‘પંચાસ્તિકાય'માં કહેવાયું છે -
मोक्षं कुर्वन्ति मिश्रौपशमिक - क्षायिकाभिधाः । વન્ધમૌયા: માવા:નિષ્ક્રિયા: પાળિમિજા:।। પંચાસ્તિકાય, ગાથા-૫૬, જયસેનકૃત ટીકા. ઔદિયક ભાવ બંધ
મિશ્ર, ઔપશમિક અને ક્ષાયિક - એ ત્રણેય ભાવ મોક્ષકર્તા છે. કરે છે અને પારિણામિક ભાવ બંધ* મોક્ષની ક્રિયાથી રહિત છે.
ઉપર્યુક્ત શ્લોકમાં ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમને મોક્ષકર્તા કહેવાયા છે. માટે જિન ભગવાન દ્વારા પ્રરૂપિત નિશ્ચય-વ્યવહાર રૂપ સમ્યક્ત્વ જ મોક્ષમાર્ગ છે. એનાથી વિપરીત માત્ર નિશ્ચય-સમ્યક્ત્વને જ મોક્ષમાર્ગ કહેવો અને વ્યવહાર સમ્યક્ત્વનો અપલાપ કરવો તીર્થંકર દેવની આશાતના કરે છે.
કાર્ય-કારણની શુદ્ધતાના વિષયમાં શ્રી તારણ સ્વામીએ કહ્યું છે
कारणं कार्य सिद्धं च तं कारण कार्य उद्यमं । कारणं कार्य शुद्धं च कारणं कार्य सदा बुधैः ॥
જ્ઞાન સમુચ્ચય સાર, ગા-૮૦ કારણથી કાર્યની ઉત્પત્તિ થાય છે. કારણ એ છે જેનાથી કાર્ય-સિદ્ધિનો પુરુષાર્થ થઈ શકે. અહીં મોક્ષના સાધનમાં કારણ અને કાર્ય બંને જ શુદ્ધ છે. બુદ્ધિમાનજનોએ હંમેશાં શુદ્ધ કારણનું સેવન કરવું જોઈએ. આની એકાંત નિશ્ચયપરક-વ્યાખ્યાઓ કરી છે. શુદ્ધ કાર્યનું કારણ પણ શુદ્ધ જ હોય છે. રાગ તો અશુદ્ધતા છે, રાગ કારણ અને શુદ્ધતા એનું કાર્ય એવું ના થઈ શકે. અથવા વ્યવહાર તો કારણ અને નિશ્ચય એનું કાર્ય એવું પણ નહોતું. મોક્ષ તો પૂર્ણ શુદ્ધતા છે એનું કારણ પણ શુદ્ધ (નિશ્ચય રત્નત્રય) જ છે. કારણ એ છે જેના દ્વારા કાર્ય-સિદ્ધિનો ઉદ્યમ હોય. શુદ્ધ સમ્યક્ત્વરૂપ કાર્ય રાગથી તો શું સિદ્ધ નથી થતું. વ્યવહારનો વિકલ્પ શુદ્ધ સમ્યક્ત્વનું કારણ નથી.” છતાં પણ આ ગાથામાં ક્યાંય નિશ્ચય વ્યવહારની ખેંચતાણ નથી. પરંતુ આ એકાંતવાદીઓને પોતાની એકાંત મિથ્યા પકડના કારણે વ્યવહારમાં સર્વત્ર રાગભાવ દેખાય છે. એ વ્યવહાર અને નિશ્ચયને સમાનાંતર અને વિરોધી માનીને ચાલે છે, જે મૂળમાં જ ભૂલ છે. જિનેશ્વર દેવે નિશ્ચય અને વ્યવહારને પરસ્પર વિરોધી નહિ, પણ સાપેક્ષ પ્રતિપાદિત કર્યા છે. ઉપર્યુક્ત એકાંતવાદ અનુસાર નિશ્ચયનય અને વ્યવહારનય એ રેલના પાટા છે, જે સમાનાંતર ચાલ્યા આવે છે, ક્યારેય મળતા નથી. આ ધારણા જૈન સિદ્ધાંતથી સર્વથા વિપરીત છે. જૈન સિદ્ધાંતની નય પદ્ધતિનો વ્યવહાર અને
૧૦૦
* અહીં ઔયિક ભાવને બંધનું કારણ કહ્યું છે. પરંતુ બધા ઔયિક ભાવ બંધના કારણે નથી. ગતિ, જાતિ વગેરે નામ કર્મ સંબંધી ઔયિક ભાવ બંધના કારણ નથી. અહીં એ સમજવું જોઈએ કે મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગ આ ચાર ભાવ બંધકના કારણ છે.
શ્રી ધવલા પુસ્તક ૭, પૃ.૯-૧૦
જિણધમ્મો
Page #118
--------------------------------------------------------------------------
________________
નિશ્ચયને સાપેક્ષ માને છે, નિરપેક્ષ નહિ. વ્યવહારનય જો નિશ્ચયનો અપલાપ કરે છે, તો એ દુર્નય છે અને જો નિશ્ચયનય વ્યવહારનો તિરસ્કાર કરે છે તો એ દુર્નય છે. આ જ દુર્નયથી ગ્રસિત હોવાના કારણે ઉક્ત ઉદ્ધરણમાં અનેક અસંગત વાતો કહેવાઈ છે. જો વ્યવહારનયનો સર્વથા અવલંબન ન લેવામાં આવે તો કાર્ય-કારણનો વ્યવહાર જ ઘટિત નથી થઈ શકતો, કારણ કે કાર્ય-કારણ સંબંધ પણ એક વ્યવહાર છે અને વ્યવહાર આદરણીય કે આચરણીય નથી, તો કાર્ય-કારણની ચર્ચા જ નિરર્થક થઈ જાય છે.
મૂળ પાઠમાં તો શ્રી તારણ સ્વામીએ જ કહ્યું છે કે - “મોક્ષરૂપી કાર્ય શુદ્ધ કાર્ય છે, માટે એના કારણે પણ શુદ્ધ હોય છે.” શ્રી ઉમાસ્વાતિએ “સ [વર્ણન જ્ઞાન વારિત્રાઉન મોક્ષમઃ ' કહીને એ શુદ્ધ કારણોને બતાવી દીધાં છે. મોક્ષ શુદ્ધ કાર્ય છે, માટે સમ્યકદર્શનજ્ઞાન-ચારિત્ર એનાં શુદ્ધ કારણો છે. આટલું જ મૂળ ગાથાનું તાત્પર્ય છે, પરંતુ આગ્રહાત્મક દૃષ્ટિ પોતાના મનમાં ઘોળેલા એકાંતના વિષને પ્રત્યેક જગ્યાએ છાંટવાની કોશિશ કરે જ છે.
પહેલાં આ વાત સારી રીતે સિદ્ધ કરવામાં આવી છે કે વ્રત વગેરે શુભભાવ રાગમૂલક નથી, પણ ક્ષયોપશમાદિ ભાવરૂપ તથા સંવરમૂલક છે. તથા આત્માનું શુદ્ધ પરિણામ છે. છતાંય કેટલાક નિશ્ચયવાદી શુભભાવોને સર્વત્ર રાગમૂલક બતાવીને એમની હેયતા સિદ્ધ કરવાનો નિષ્ફળ પ્રયાસ કરતાં દૃષ્ટિગોચર થાય છે.
કારણનું લક્ષણ બતાવતાં ઉપર કહેવાયું છે કે - “જેના દ્વારા કાર્યની સિદ્ધિ થાય, એ ઉદ્યમ કારણ છે.” કાર્ય-સિદ્ધિનું ઉદ્યમ સશરીરી આત્મા જ કરી શકે છે. અશરીરી તો કૃતકૃત્ય છે, એને કંઈ ઉદ્યમ કરવો બાકી નથી. સશરીરી આત્મા જ મન-વચન-કાયાના યોગથી એવો ઉદ્યમ કરી શકે છે. મોક્ષની પ્રાપ્તિ ઉત્તમ સંહનનયુક્ત ઔદારિક શરીર વગર નથી થતી. રત્નત્રયની આરાધનારૂપ પુરુષાર્થ વ્યવહાર છે. વ્યવહાર વગર શુદ્ધત્વ રૂપ નિશ્ચયની અવસ્થા બની શકતી નથી. એક દૃષ્ટિએ કહી શકાય કે નિશ્ચયનય સ્થાપ્ય અને સ્થાપનીય છે, (અનુભવગમ્ય છે) વ્યવહારનય વિશેષતઃ સ્વ-પરોપયોગી છે. જેમ કે સૂત્રમાં ચાર જ્ઞાનોને
ખાડું વળજ્ઞાડું' કહ્યા છે અને શ્રુતજ્ઞાનને વિશેષતઃ પરોપકારી બતાવ્યું છે. નિશ્ચયનય ધ્યાતવ્ય અને અનુભવગમ્ય છે. એ સ્વ-પરક છે અને સૂક્ષ્મ છે. એ ઉત્તરોત્તર સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ થતાં થતાં એવી સ્થિતિમાં પહોંચી જાય છે, જે સકળ વ્યવહારતીત થઈને અગમ્ય અને અવ્યવહાર્ય થઈ જાય છે. એની દૃષ્ટિમાં સિદ્ધ-જીવ અને નિગોદ-જીવ તુલ્ય છે. આત્માનો સર્વોત્કૃષ્ટ-પર્યાય સિદ્ધત્વ અને જઘન્ય-પર્યાય નિગોદત્વ તુલ્ય છે. કારણ કે એ એક જ આત્મા દ્રવ્યનો પર્યાયવિશેષ છે. આ દૃષ્ટિએ વિચાર કરવાથી તરતમતા પર આશ્રિત બધી જાગતિક અને આધ્યાત્મિક વ્યવસ્થાઓ લુપ્ત થઈ જાય છે. બધા પર્યાયો અવાસ્તવિક લાગે છે અને એક માત્ર દ્રવ્ય જ રહી જાય છે. વિકાસના તરતમ ભાવને બતાવતી ગુણસ્થાન-પદ્ધતિ જીવના એકેન્દ્રિય વગેરે ભેદ-પ્રભેદ, ઔદારિકાદિ શરીર, નરક, દેવ, તિર્યંચ ગતિ વગેરે બધી વ્યવસ્થા છિન્ન-ભિન્ન થઈ જાય છે. આત્માની સાથે કર્મનો સંબંધ ન હોઈ નિશ્ચય અને વ્યવહારનું રહસ્ય છે . . . ૧૦૧)
Page #119
--------------------------------------------------------------------------
________________
શકવાના કારણે બધા કર્મ-સિદ્ધાંત નિરર્થક સિદ્ધ થાય છે. માટે આ એકાંત નિશ્ચયનયની દૃષ્ટિ (દુર્નય) અવ્યવહાર્યની કોટિમાં છે. એકાંત નિશ્ચયનયની એક પાટા પર ચાલવાવાળી રેલ મોક્ષમાર્ગ પર ગતિ ન કરી શકવાના કારણે મુતિમંજિલ પર પહોંચી શકતી નથી. માટે જૈન સિદ્ધાંતમાં નિશ્ચય અને વ્યવહારને સાપેક્ષ બતાવીને બંનેની સમક્ષતા પ્રતિપાદિત કરવામાં આવી છે. માટે એકપક્ષીય નિશ્ચયનય પ્રરૂપણા અને વ્યવહારનયની ઉત્થાપના વસ્તુતઃ જૈન સિદ્ધાંતની વિપરીત હોવાથી દુર્નયગ્રસિત ઉસૂત્ર પ્રરૂપણા સમજવી જોઈએ, જે મિથ્યાત્વની કોટિમાં આવી જાય છે.
શ્રી ગૌતમ સ્વામીએ પ્રભુ મહાવીરને પ્રશ્ન કર્યો : “ભંતે ! આત્મા રૂપી છે કે અરૂપી ?” પ્રભુએ કહ્યું : “ગૌતમ ! આત્મા રૂપી જ છે અને અરૂપી પણ છે. કર્મયુક્ત સંસારી આત્મા રૂપી છે, કર્મમુક્ત સિદ્ધ આત્મા અરૂપી છે.”
રૂપી આત્માના સ્વરૂપને જોઈને જ હિંસા વગેરે સમસ્ત પાપોથી નિવૃત્તિનો પ્રસંગ ઉપસ્થિત થઈ શકે છે. જ્યાં સુધી જીવના ભેદ-પ્રભેદોનું જ્ઞાન નથી થતું ત્યાં સુધી હિંસા વગેરેથી નિવૃત્તિ પણ સંભવ નથી. જીવાજીવાદિ તત્ત્વો અને દ્રવ્યોનું જ્ઞાન થવાથી જ હેયઉપાદેયનો વિવેક જાગૃત થઈ શકે છે. ઉપાદેયને જીવનમાં ઉતારવાથી ક્ષયોપશમ વગેરે આત્મિક ભાવોની સાથે સુદેવ-સુગુરુ તથા વિતરાગ પ્રરૂપિત ધર્મ પર શ્રદ્ધાન થઈ શકે છે. આ શુદ્ધ શ્રદ્ધારૂપ સમ્યકત્વની સાથે દેશ તથા સર્વવિરતના રૂપમાં આત્મ ગુણસ્થાનો ઉપર આરોહણ કરતા કરતા મોક્ષમાર્ગની પરિપૂર્ણ આરાધનામાં સફળ થઈ શકે છે. માટે આત્મિક વિકાસની પરિપૂર્ણ સિદ્ધિની આધારશિલા સમ્યકત્વ છે. એ સમ્યકત્વ વ્યવહાર તથા નિશ્ચયરૂપથી અનંત ભવ્યો દ્વારા સમાચરિત છે.
લાયોપથમિક ભાવપૂર્વક શુદ્ધ સમ્યકત્વ રૂપ ચતુર્થ ગુણસ્થાનથી લઈને પરિપૂર્ણ સિદ્ધિ સુધી ઔદારિક શરીરાદિના માધ્યમથી આગળનાં ગુણસ્થાનો પર આરોહણ કરતા આત્મા વ્રત-પ્રત્યાખ્યાનોમાં અભિવૃદ્ધિ કરતાં ક્ષાયિક ચારિત્રને પ્રાપ્ત કરે છે. આ ગુણસ્થાનોનો ક્રમ જિનોપદિષ્ટ છે. વ્યવહારનયને સ્વીકાર કર્યા વગર ગુણસ્થાનોની આ પદ્ધતિ સંગત નથી થઈ શકતી. માટે જૈન સિદ્ધાંતમાં વ્યવહારનય અભૂતાર્થ કે અવાસ્તવિક માનવામાં નથી આવ્યા.
તીર્થકર દેવોએ વિવિધ નય-નિક્ષેપો પર આશ્રિત દેશના આપી છે. એ બહુમુખી દેશના કોઈ એક નયના સંકીર્ણ મર્યાદામાં નથી બંધાતી. વિશુદ્ધ સિદ્ધ પર્યાય પણ વ્યવહારનયનો વિષય હોય છે. “સ્થાનાંગ સૂત્ર'ના પ્રથમ સ્થાનમાં કહ્યું છે – “ો સિદ્ધ' સિદ્ધ એક છે. અન્યત્ર કહેવાયું છે - “પાંતા સિદ્ધાં' સિદ્ધ અનંત છે.
આ બંને આગમ-વાક્યોની સંગતિ ત્યારે જ થઈ શકે છે જ્યારે વિવિધ નયોની વિવક્ષાઓ તથા અપેક્ષાઓને ધ્યાનમાં લેવામાં આવે. એક જ નયનો આશ્રય લેવાથી બહુ જ અસંગતિઓ ઉપસ્થિત થાય છે, માટે એમના નિરાકરણ-હેતુ વિવિધ નયાની પદ્ધતિને અપનાવવી પડશે. જો આ વિવિધ નય પદ્ધતિને માન્ય ન કરવામાં આવે તો “ો સિદ્ધનો અર્થ હશે સિદ્ધ (૧૦૨) ), SO DO ) ( જિણધો]
Page #120
--------------------------------------------------------------------------
________________
એક જ છે. જે રીતે વૈદિક પરંપરામાં ઈશ્વરને એક જ માનવામાં આવ્યા છે. પરંતુ આ વાત જૈન પરંપરાને સ્વીકૃત નથી. જૈન-સિદ્ધાંતાનુસાર પ્રત્યેક ભવ્યાત્મા કર્મ કલંકથી મુક્ત થઈને સિદ્ધ બની શકે છે - ઈશ્વર બની શકે છે. અનંત અતીત કાળમાં એવા અનંત ભવ્યાત્મા મુક્ત થયા છે, સિદ્ધ થયા છે અને અનંત અનાગત કાળમાં પણ અનંત ભવ્યાત્મા મુક્ત થશે, સિદ્ધ થશે. એવી સ્થિતિમાં ૫ે સિદ્ધે’નું કથન કેવી રીતે સંગત થશે ? એનું સમાધાન આ નય પદ્ધતિ આપે છે કે - “અનંત સિદ્ધોમાં સિદ્ધત્વ સમાન રૂપથી મેળવી શકાય છે,’ માટે સિદ્ધત્વ રૂપ સામાન્યની અપેક્ષા - પે સિદ્ધે કહેવાયું છે. વ્યવહારનયનો સ્વીકાર કર્યા વગર સિદ્ધોનું આ સ્વરૂપ સમજી શકાતું નથી. આ સદ્દ્ભૂતાર્થ તથા યથાર્થ છે. અર્થાત્ સિદ્ધત્વ પણ વ્યવહારનયનો વિષય છે. આ સામાન્ય સંગ્રહનયની અપેક્ષાથી કથન કરવામાં આવ્યું છે. જ્યાં ‘અનંતા સિદ્ધાં' કહેવાયું છે ત્યાં પ્રત્યેક સિદ્ધની અલગ-અલગ સત્તાની વિવક્ષા છે. આ વ્યવહારનય છે. આ બધી વિવક્ષાઓ અને અપેક્ષાનો ભેદ છે, વસ્તુ તત્ત્વનો ભેદ નથી. સામાન્ય-વિશેષ, દ્રવ્ય-પર્યાય, નિશ્ચય-વ્યવહાર વગેરે નયોના દૃષ્ટિકોણને સમજવાથી જ વસ્તુ તત્ત્વની યથાર્થતા પરિજ્ઞાત થાય છે. માટે કોઈપણ નયની અવહેલના કરવી, અજ્ઞાનતાનો દ્યોતક છે. એક બાજુ તો જિનોક્ત કથન પર બળ આપવું અને બીજી બાજુ નિશ્ચય તથા વ્યવહાર બંને માર્ગોમાંથી વ્યવહારને અશુદ્ધ તથા અભૂતાર્થ બતાવવો, પોતાની આગમિક અનભિજ્ઞતાનું જ પ્રગટીકરણ છે.
શ્રી તારણ સ્વામી રચિત ‘મમલ પાહુડ'ની વ્યાંખ્યા કરતાં નિશ્ચયવાદી કહે છે . “સમ્યગ્દષ્ટિ સિદ્ધગતિ મેળવવાની તથા મોક્ષમાં જવાની ભાવના કરે છે અને સાથે અરિહંત ભગવાનની ભક્તિ પણ કરે છે.” એ એવી ભાવના કરે છે કે ભગવાન્ ! જ્યાં સુધી હું મોક્ષપુરીમાં ન પહોંચું ત્યાં સુધી તમે મારી સાથે જ ચાલો. અર્થાત્ તમારા ઉપદેશનું અવલંબન તમારા સ્વરૂપનું ચિંતન બની રહો.
ઉપર્યુક્ત વાક્યાવલીમાં પ્રભુની પ્રત્યે ભક્તિનો પણ ઉલ્લેખ છે. આ ભક્તિ પ્રશસ્ત (શુભ) રાગ છે. ઉપદેશ પણ પરાશ્રિત ભાવ અને વ્યાવહારિક છે. માટે આને પણ અશુદ્ધ અને અભૂતાર્થ સમજવું જોઈએ. આનું અવલંબન કેવી રીતે લઈ શકાય છે ? નિશ્ચયવાદી મહાશયજીનું ઉક્ત કથન એમના સ્વયંની વાતને ખંડિત કરે છે. આ તો ‘વવતો વ્યાયાત:' પોતાની વાતને પોતાના દ્વારા ખંડન છે.
શ્રી તારણ સ્વામીના ૩૫૦મા પદ્મ પર વ્યાખ્યા કરતા અષ્ટ-પ્રવચનમાં લખ્યું છે કે “આગમનાં પદોનો કંઈ ને કઈ વિપરીત અર્થ કરીને જિનોક્ત કથનને લોપવું-છુપાવવું આને ચોરી માનો અને આત્મસ્વભાવમાં રમણતા રહિત તથા આત્મજ્ઞાનથી શૂન્ય હોવાથી પણ અનેક વ્રત વગેરે ધારણ કરીને પોતાને મુનિ સમજવો એ પણ ચોરી છે.’’ એણે કઈ ચોરી કરી ? એણે વીતરાગ સ્વભાવની ચોરી કરી. વ્રત વગેરે રાગને ધર્મ માનીને એ પોતાના આત્માને છેતરે છે, માટે એ ચોર છે.
નિશ્ચય અને વ્યવહારનું રહસ્ય
૧૦૩
"
Page #121
--------------------------------------------------------------------------
________________
નિઃસંદેહ જિનોક્ત કથનને લોપવું, છુપાવવું કે અન્યથા નિરૂપણ કરવું ચોરી છે. પરંતુ એવી ચોરીનો સ્વયં અષ્ટ પ્રવચનના વ્યાખ્યાકાર કરી રહ્યા છે, જે જિનોક્ત વ્યવહારનયના અપલાપ કરીને જિનેશ્વર દેવના કથનનો લોપ અને અન્યથા નિરૂપણ કરી રહ્યા છે.
વીતરાગ દેવે તો વ્રત વગેરેનું માત્ર કથન જ નથી કર્યું પણ એનું આચરણ પણ કર્યું છે. એવા વ્રત વગેરે જે મોહકર્મના ક્ષય, ક્ષયોપશમ વગેરે ભાવોનું કારણ હોય છે, એમને રાગભાવમાં બતાવવો અનંત તીર્થંકરોની આજ્ઞાને લોપવી બરાબર છે અને વીતરાગ સ્વભાવની ચોરી કરવા સમાન છે.
ક્ષયોપશમાદિ ભાવોના કારણે થતા વ્રતોને રાગની સંજ્ઞા દેવી પ્રકાશને અંધકાર કહેવા સમાન છે. તીર્થંકર દેવોએ સ્વયં સાવધ યોગનો ત્યાગ કરીને મહાવ્રત વગેરે અંગીકાર કર્યા તથા વ્યવહાર ચારિત્રની શુદ્ધિ ઉત્તરોત્તર વધવાના ફળસ્વરૂપ યથાખ્યાત ચારિત્ર સંપન્ન થયા. સામાયિક વગેરે ચારિત્ર અંગીકાર કરતા જ યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત કરવામાં આવે છે. આ ક્ષયોપશમાદિ ભાવના પરિણામ રૂપ વ્રતોને રાગધર્મ કહીને અશુદ્ધ તથા અભૂતાર્થ કહેવાય તો યથાખ્યાત ચારિત્રને પણ અશુદ્ધ તથા અભૂતાર્થ માનવું પડશે. આ રીતે જિનેશ્વર પ્રતિપાદિત વિષય પણ અભૂતાર્થ થઈ જશે, જે ભયંકર અનિષ્ટાપત્તિ થશે. (હશે.)
કદાચ એવું કહેવાય કે સુદેવ, સુગુરુ વગેરે પ્રત્યે રાગ છે, માટે અશુદ્ધ છે તો એવો રાગ દશમા ગુણસ્થાન સુધી આત્માની સાથે રહે છે. માટે છઠ્ઠા ગુણસ્થાનથી લઈને દશમા ગુણસ્થાન સુધીની બધી અવસ્થાઓ અભૂતાર્થ થઈ જશે. અભૂતાર્થ અશુદ્ધ છે અને એનાથી મોક્ષ સાધના થઈ શકવાની નથી. એવી સ્થિતિમાં આગળના ગુણસ્થાન કેવી રીતે પ્રાપ્ત થશે ? કેવી રીતે યથાખ્યાત ચારિત્રની સંપન્નતા સાથે કેવળજ્ઞાન પ્રાપ્ત થશે ?
આ કેવી વિચિત્ર વાત છે કે એક બાજુ તો વિશુદ્ધ નિશ્ચયનયની પ્રરૂપણા કરતા શુદ્ધ ક્ષાયિક સ્વભાવ આત્માને જ ધ્યાતવ્ય બતાવવામાં આવે છે અને બીજી બાજુ જડ પ્રતિમાના અંજનશલાકા વગેરે વ્યવહાર કરવામાં આવે છે. જો એકાંત નિશ્ચયનો એમને આગ્રહ છે તો ઉપદેશ આપવો, ગ્રંથ પ્રકાશિત કરાવવો, પ્રચારનાં માધ્યમોને અપનાવવાં અને વાહન વગેરેમાં યાત્રા કરવાનું શું પ્રયોજન હોઈ શકે છે ? કારણ કે નિશ્ચયનયની કોઈપણ વ્યક્તિ કોઈ બીજાનો કોઈપણ ઉપકાર કરી શકતી નથી ! શું સામંજસ્ય છે આમાં ?
નૂતનોત્પન્ન તથાકથિત અધ્યાત્મવાદી મહાશયનાં વચનો પરસ્પર કેટલા વિરોધી છે એનાં કેટલાંક ઉદાહરણ પ્રસ્તુત કરવામાં આવ્યાં છે,
એક બાજુ તો એ દરેક જગ્યાએ કહે છે કે - “વ્યવહાર અભૂતાર્થ છે, મિથ્યા છે, ઉપચાર છે, અશુદ્ધ છે એના આશ્રયથી કિંચિત્ પણ લાભ નથી.’’ બીજી બાજુ તારણ સ્વામીના ‘જ્ઞાન સમુચ્ચય સાર’ની ગાથા ૩૨૧-૩૨૨ની વ્યાખ્યા કરતા અષ્ટપ્રવચનમાં તેઓ કહે છે -
૧૦૪
જિણધર્મો
Page #122
--------------------------------------------------------------------------
________________
“વ્યવહાર છે ખરો, પરંતુ અંદર (ભીતરમાં) પરમાર્થ સહિત હોય તો જ એ વ્યવહારને યથાર્થ વ્યવહાર કહેવાય છે. ભીતરના ભાન વિના એકલા બહારના વ્યવહારમાં જ લાગ્યા રહે તો સમ્યગુદર્શન વગેરેનો લાભ નથી મળતો. લોકો એકલા બહારમાં જ લાગ્યા ન રહે અને અંતર સ્વભાવમાં દષ્ટિ કરે - એ જ હેતુથી તારણ સ્વામીએ અધ્યાત્મશૈલીથી બધાં કથન કર્યા છે.”
- અષ્ટ પ્રવચન પૃષ્ઠ-૧૮ “આ રીતે નિશ્ચય મોક્ષમાર્ગ રૂપ જે રત્નત્રય પર્યાય છે, એ સભૂત વ્યવહારનયનો વિષય છે. શુદ્ધ રત્નત્રયને મોક્ષમાર્ગ કહેવો એ તો નિશ્ચય મોક્ષમાર્ગ જ છે, વ્યવહાર નથી. પરંતુ દ્રવ્ય અને શુદ્ધ-પર્યાય અભેદ હોવાથી પણ ભેદ કરીને કહેવું એ વ્યવહાર છે. આ અપેક્ષાથી નિશ્ચય મોક્ષમાર્ગ કે કેવળજ્ઞાન વગેરે ચતુષ્ટય પણ વ્યવહારનયનો વિષય છે. એ પર્યાયો પહેલાં નહોતા અને નવા પ્રગટ્યા, તે ત્રિકાળ એકરૂપ નથી. જે ત્રિકાળ એકરૂપ સ્વભાવ-શક્તિથી સંપૂર્ણ છે, એ નિશ્ચયરૂપ નયનો વિષય છે, એમાં નિર્મળ-પર્યાય અભેદ રૂપથી આવી જાય છે. નિશ્ચયમાં દ્રવ્ય-પર્યાયનો ભેદ કરવો એ પણ વ્યવહાર છે. સંસાર, મોક્ષ તથા મોક્ષમાર્ગની સાધના એ બધા વ્યવહારના વિષયમાં આવે છે. શુદ્ધનયના વિષયમાં તો શુદ્ધદ્રવ્ય ગુણ-પર્યાયથી એકાકાર શુદ્ધ તત્ત્વ જ પ્રકાશમાન છે. શુદ્ધનયથી ત્રિકાળી-દ્રવ્યમાં પ્રવેશ કરીને એમાંથી મોક્ષમાર્ગના પર્યાયનો અંશ પ્રગટ કર્યો, એ અંશને વ્યવહાર કહે છે.”
- અષ્ટપ્રવચન પૃ-૧૪-૧૫ ક્યાંક તેઓ પરની શ્રદ્ધાના વિકલ્પને વ્યવહાર કહે છે અને ક્યાંક નિર્મળ પરિણતિને વ્યવહાર કહે છે.
| (જુઓ અષ્ટપ્રવચન, પૃ. ૫૫) ક્યાંક તેઓ કહે છે કે - “આત્મા સર્વથા શુદ્ધ અને ચૈતન્ય સ્વરૂપ છે બીજી બાજુ તે મોક્ષશાસ્ત્રના વિવેચનમાં પૃષ્ઠ-૧૮૬માં લખે છે -
કેટલાક લોકો આત્માને સર્વથા (એકાંત) ચૈતન્ય માત્ર માને છે અર્થાત્ સર્વથા શુદ્ધ માને છે. વર્તમાન અવસ્થામાં અશુદ્ધતા હોવા છતાંય એનો સ્વીકાર નથી કરતા અને કોઈ આત્માનું સ્વરૂપ સર્વથા આનંદ માત્ર માને છે. વર્તમાન અવસ્થામાં દુઃખ હોવા છતાંય એનો સ્વીકાર નથી કરતા. આ સૂત્ર સિદ્ધ કરે છે કે એમની એ માન્યતાઓ અને એમના જેવી બીજી માન્યતાઓ ઠીક નથી. જો આત્મા સર્વથા શુદ્ધ જ હોય તો સંસાર, બંધ, મોક્ષ અને મોક્ષના ઉપાય વગેરે બધું મિથ્યા થઈ જશે. આત્માના સૈકાલિક સ્વરૂપ અને વર્તમાન અવસ્થાનું સ્વરૂપ (અર્થાત્ દ્રવ્ય અને પર્યાયથી આત્માનું સ્વરૂપ) કેવું છે ? એ યથાર્થતયા આ પાંચ ભાવ બતાવે છે.”
- મોક્ષશાસ્ત્ર વિવેચન, પૃ. ૧૮૬ ઉપર્યુક્ત ઉદ્ધરણો પર દષ્ટિપાત કરવાથી સહજ સ્પષ્ટ થઈ જાય છે કે એ કથન પરસ્પર કેટલાં વિરોધી છે. વસ્તુ સ્થિતિ એ છે કે જેને સિદ્ધાંત વિવિધ નયો પર અવલંબિત છે, માટે એમાં નિશ્ચય તથા વ્યવહાર બંનેને સાપેક્ષ માનીને તત્ત્વ નિરૂપણ કરવામાં આવ્યું છે. પરંતુ [ નિશ્ચય અને વ્યવહારનું રહસ્ય
છે તે કામ ૧૦૫)
Page #123
--------------------------------------------------------------------------
________________
વ્યક્તિ જ્યારે કોઈ એક પક્ષનો એકાંતનો આગ્રહી બની જાય છે, તો એ પોતાના પક્ષમાં સિદ્ધાંતોની યુક્તિઓ અને ઉક્તિઓને જેમ-તેમ સંગત કરવાનો પ્રયત્ન કરે છે અને એવું કરતાં કરતાં એ સ્વયં વિરોધાભાસથી ગ્રસ્ત થઈ જાય છે. આ તો સૂર્યલોક સમ સ્પષ્ટ છે કે જૈન સિદ્ધાંત અનેકાંત દૃષ્ટિથી તત્ત્વ નિરૂપણ કરે છે, માટે સત્યની ગવેષક વ્યક્તિએ મધ્યસ્થ ભાવથી નિશ્ચય તથા વ્યવહારની બંને પાંખો લઈને મુક્તિપથના ગગનમંડળમાં વિચરણ કરવું જોઈએ.
* ( ઉપાદાન અને નિમિત્ત)
ર
નિશ્ચય અને વ્યવહારની જેમ જ ઉપાદાન અને નિમિત્ત કારણોને લઈને પણ એવી જ એકપક્ષીય વિચારધારા કેટલાક સમયથી ચાલી રહી છે. કાર્યની નિષ્પત્તિમાં સમર્થ કારણ સામગ્રી આવશ્યક છે. કેટલાક વિચારક માત્ર ઉપાદાનને જ કાર્ય નિષ્પાદક માની લે છે. એ નિમિત્તની સર્વથા ઉપેક્ષા અને અવહેલના કરે છે. એમનું કહેવું છે કે – “ઉપાદાન છે તો નિમિત્ત સ્વયં મળી જાય છે. માટે નિમિત્ત કારણોને કાર્ય નિષ્પાદક નથી માની શકાતા.”
જ્યારે સૈદ્ધાંતિક મંતવ્ય છે કે - “નિમિત્ત કારણોના અભાવમાં ઉપાદાન સ્વયમેવ કાર્યનો નિષ્પાદક નથી બની શકતો, કારણ કે કાર્યની નિષ્પત્તિમાં નિમિત્ત કારણોના હોવાથી જ થાય છે.” તટસ્થ ભાવથી વિચાર કરવાથી જ્ઞાત થાય છે કે કાર્યની નિષ્પત્તિમાં નિમિત્તે અને ઉપાદાન બંનેના સમન્વિત સધ્યોગ જ કાર્યકારી હોય છે. કોઈપણ એક કારણે ભલે નિમિત્ત હોય કે ઉપાદાન સ્વતંત્ર રૂપથી કાર્યનો નિષ્પાદક નથી. અધ્યાત્મ યોગી શ્રી આનંદઘનજીએ “શ્રી સંભવ જિન સ્તવન'માં કહ્યું છે -
"कारण जोग हो कारज नीपजे रे, एमां कोई न वाद ।
पण कारण बिण कारज साधियेरे, ए निज मत उन्माद ॥" આ તો નિર્વિવાદ સત્ય છે કે કારણથી કાર્યની નિષ્પત્તિ થાય છે. કારણ વગરે કાર્ય સ્વયમેવ થઈ જાય છે” આ કહેવું પોતાના મતનો ઉન્માદ છે. અધ્યાત્મ-સાધક શ્રી આનંદઘનજી આ સંકેત કરી રહ્યા છે કે – “જે લોકો નિમિત્ત કારણોની અવહેલના કરીને માત્ર ઉપાદાનને મહત્ત્વ આપે છે, એ માત્ર પોતાના પક્ષના ઉન્માદથી ગ્રસ્ત છે. માટી સ્વયં ઘટ નથી બની જતી, બીજ સ્વયં કોઠામાં અંકુરિત નથી થઈ જતો. કારણોના યોગથી જ કાર્ય થાય છે.”
કારણ બે પ્રકારના માનવામાં આવ્યા છે - (૧) ઉપાદાન અને (૨) નિમિત્ત. ઉપાદાનકારણ એ છે જે સ્વયં કાર્યરૂપમાં પરિણત થઈ જાય. જેમ કે માટી ઘટ માટે ઉપાદાન-કારણ છે, કારણ કે માટી જ ઘટ (ઘડો)ના રૂપમાં પરિણત થઈ જાય છે. નિમિત્ત-કારણ એ છે કે (૧૦૬) OOOOOOOOOOOOOOOX જિણધમો)
Page #124
--------------------------------------------------------------------------
________________
જે સ્વયં તો કાર્યરૂપમાં પરિણત નથી થતા, પણ કાર્ય નિષ્પત્તિમાં અનિવાર્ય રૂપથી સહાયક હોય, જેમ કે ઘટ(ઘડો)ના નિર્માણમાં કુંભાર, ચાકડો, દંડ (લાકડી) વગેરે.
એકાંત ઉપાદાનના પક્ષધર કહે છે કે - “ઉપાદાનના સિવાય અન્ય કોઈ કારણ નથી માની શકાતા.’' કારણ એ જ માની શકાય છે, જેના વગર કાર્ય થાય જ નહિ, માટી વગર ઘડો બની જ શકતો નથી, માટે માટી જ ઘડાનું કારણ કહી શકાય છે. જો નિમિત્તોને પણ કારણ માનવામાં આવે તો કારણોની પરંપરાનો ક્યાંય અંત જ નહિ થાય. માટે ઉપાદાનને જ કારણ માનવું જોઈએ, નિમિત્તને નહિ.
ઉક્ત ધારણા એકાંતવાદથી ગ્રસિત હોવાથી મિથ્યા છે. એકાંત ઉપાદાનને જ માનવું દુર્નય છે. જો માત્ર ઉપાદાન જ કારણ છે તો માટી સ્વયં ઘટ કેમ નથી બની જતી ? ઉપાદાન તો હંમેશાં વિદ્યમાન રહે છે, એનાથી સતત કાર્યની ઉત્પત્તિ થતી રહેવી જોઈએ. માટી સતત ઘટને પેદા કરતી રહેવી જોઈએ, કારણ કે સમર્થ કારણની વિદ્યમાનતામાં કાર્ય થાય જ છે. જો સમર્થ કારણની વિદ્યમાનતામાં કાર્ય ન હોય તો એ એનું કારણ નથી માની શકાતું. કોઠામાં ભરેલું બીજ હંમેશાં અંકુરને પેદા કરતું રહેવું જોઈએ, કારણ કે એ ઉપાદાન-કારણ છે, એનાથી સતત કાર્ય થવું જ જોઈએ. પરંતુ એવું થતું નથી. માટીથી ઘટ (ઘડો) ત્યારે જ બને છે જ્યારે એને નિમિત્ત કારણોની સામગ્રી મળે. કુંભાર રૂપ કર્તા અને દંડ-ચક્ર વગેરે સાધનોના હોવાથી જ ઘટનું નિર્માણ થાય છે. માટીમાંથી ઘડો સ્વયં પેદા થતો નથી. બીજ ત્યારે જ અંકુરને પેદા કરે છે, જ્યારે એને પૃથ્વી, પાણી, પવન, પ્રકાશ વગેરે સાધનોના સાથે ખેડૂત વાવે છે.
આત્મારૂપી ઉપાદાન હંમેશાં વિદ્યમાન છે, તો એનાથી સ્વયમેવ સિદ્ધત્વની નિષ્પત્તિ થઈ જવી જોઈએ. એ રત્નત્રય વગેરેના પુરુષાર્થની અપેક્ષા કેમ રાખે છે ? માટે માત્ર ઉપાદાનને જ કારણ માનવું દુર્નય હોવાથી દુરાગ્રહ માત્ર છે.
જો એકાંત નિમિત્તવાદી, નિમિત્તને જ કાર્યના નિષ્પાદક માને અને ઉપાદાનની ઉપેક્ષા કરે તો એ પણ દુર્નય હોવાથી મિથ્યા છે. સેંકડો-હજારો નિમિત્ત કારણોના સમ્મિલિત થવાથી પણ ઉપાદાન વગર કાર્ય નિષ્પત્તિ નથી થઈ શકતી. માટી વગર ઘડો બની જ નથી શકતો, ચાહે સેંકડો (અનેક) કુંભાર, અનેક ચક્ર-દંડ વગેરે એકત્રિત થઈ જાય. હજારો ખેડૂત અને વિપુલ પાણી, પૃથ્વી, પવન, પ્રકાશ વગેરેના હોવા છતાંય બીજના અભાવમાં અંકુર પેદા નથી થઈ શકતું. ઉપાદાનના અભાવમાં નિમિત્ત નિરર્થક હોય છે. માટે નિષ્કર્ષ એ છે કે ઉપાદાન અને નિમિત્ત બંને મળીને કાર્યના નિષ્પાદક છે. સ્વતંત્ર રૂપથી ન ઉપાદાન કાર્ય નિષ્પાદક છે અને ન નિમિત્ત. ઉપાદાનના અભાવમાં નિમિત્ત નિરર્થક છે અને નિમિત્તના અભાવમાં ઉપાદાન અનુપયોગી છે. ઉપાદાન અને નિમિત્તનો સમન્વિત સહયોગ જ કાર્યકારી હોય છે.
જિનેશ્વર દેવના શાસનમાં અનેકાંતની મુદ્રા અનુલ્લંઘનીય છે. માટે નિશ્ચય અને વ્યવહાર, ઉપાદાન અને નિમિત્ત, દ્રવ્ય અને પર્યાય, સામાન્ય અને વિશેષ, ઉત્સર્ગ અને અપવાદ વગેરેમાં દ્રવ્યનો પરસ્પર પ્રભાવ
૧૦
Page #125
--------------------------------------------------------------------------
________________
અનેકાંત દૃષ્ટિથી જ ચિંતન હોવું જોઈએ. એકાંત દૃષ્ટિ દુર્નય છે માટે મિથ્યા છે. સ્યાદ્વાદ સુનય છે, માટે સમ્યવાદ છે. કહે છે -
नयास्तवस्यातपदभांछिताः स्युं रसोपविद्वा इव लोहघातवः ।
भवन्तयभिप्रेतफला यतस्ततः जावन्तमार्याः प्रणता हितैषिणः ॥ જેમ લોહ ધાતુ રસાયણથી યુક્ત થઈને અભીષ્ટ આરોગ્ય વગેરે સુફળને આપનાર થઈ જાય છે એમ જ “ચાત્' પદથી યુક્ત હોવાથી નય પણ યથાર્થ સ્વરૂપના પ્રતિપાદક બનીને અભિપ્રેત ફળદાયી થઈ જાય છે. માટે કલ્યાણના અભિલાષી શ્રેષ્ઠજન નયોના પ્રતિપાદક જિનેશ્વર દેવનાં ચરણોનું શરણ ગ્રહણ કરે છે.
F૧૯
દ્રવ્યનો પરસ્પર પ્રભાવ)
૧૯ દ્રવ્યોનો પરસ્પર પ્રભાવ : નિશ્ચય-વ્યવહારના પરિપ્રેક્ષ્યમાં જ એકાંત નિશ્ચય-વાદીઓનું કથન છે કે બધા દ્રવ્ય પૂર્ણતઃ સ્વતંત્ર છે. કોઈપણ એક દ્રવ્ય બીજા દ્રવ્યને કશું કરી શકતા નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં હસ્તક્ષેપ નથી કરતું. માટે જડકર્મ આત્મામાં કોઈ વિકાર નથી કરી શકતું. સ્વ દ્રવ્ય કે પર્યાયને નિશ્ચય કહ્યું છે, ત્યારે આત્માના સાથે પર દ્રવ્ય-કર્મનો જે સંબંધ હોય છે અને આત્માનો કહે છે. આ વ્યવહાર છે. ઉપચાર કથન છે. જડકર્મ પરદ્રવ્યની અવસ્થા છે, આત્માની અવસ્થા નથી, છતાં એ જડકર્મને આત્મા કહેવાય છે. આ કથન નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવવા માટે છે, માટે વ્યવહારનય છે. ઉપચાર કથન છે.
વાસ્તવમાં ઉપર્યુક્ત કથન એકાંતવાદ છે. પૂર્વમાં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે કે વ્યવહારને સર્વથા અસબૂત બતાવવું મિથ્યા છે, કારણ કે એ પણ જિનોક્ત છે. જિનેશ્વર દેવે સ્થાન-સ્થાન પર આત્મા અને કર્મના સંબંધને પ્રતિપાદન કર્યા છે. ઉત્તરાધ્યયન સૂત્ર'ના કમ્મપયડી નામના ૩૩મા અધ્યયનની પ્રથમ ગાથામાં કહ્યું છે -
अट्ठकम्माई वोच्छामि, आणुपिव्वं जहक्कम । जेहिं बद्धो अयं जीवो, संसारे परिवट्टइ ॥
- ઉત્તરાધ્યયન, અ-૩૩, ગા-૧ જે આઠ કર્મોથી બંધાયેલો આ જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે, એમનું સ્વરૂપ અનુક્રમથી કહીશ. જો આત્મા અને કર્મનો સંબંધ માત્ર વ્યવહાર છે, તો એ અભૂતાર્થ કે મિથ્યા સિદ્ધ થાય છે, એવું માનવાથી તો સમસ્ત કર્મ પ્રવૃત્તિઓનું વિવેચન બંધ, ઉદય, ઉદીરણા, સત્તા વગેરે બધા નિરુપયોગી થઈ જાય છે, કારણ કે એ પ્રવૃત્તિઓ આત્માનું કંઈ કરી જ શકતા નથી.
જો જડકર્મ આત્મા પર કંઈપણ સારો-ખોટો પ્રભાવ નથી પાડતા તો જૈન સિદ્ધાંતમાં તત્ત્વોની ગણનામાં આઢવ-સંવર-નિર્જરા-બંધ-મોક્ષને તત્ત્વરૂપથી પ્રતિપાદિત કરવાનો કોઈ અર્થ જ નથી
(૧૦૮) OOOOOOOOOOOOOOX જિણધમો)
Page #126
--------------------------------------------------------------------------
________________
રહેતો. જૈન સિદ્ધાંતમાં આત્મા અને કર્મોના સંબંધની વિભિન્ન અવસ્થાઓને લઈને જ તો આસ્રવ વગેરેને તત્ત્વમાં ગણવામાં આવ્યા છે. સંક્ષેપમાં કહીએ તો આત્મા અને કર્મોના સંબંધનું નામ જ સંસાર છે અને આ સંબંધનો સર્વથા અભાવ થઈ જવો મોક્ષ છે. આવી સ્થિતિમાં જડકર્મ અને જીવદ્રવ્યના વાસ્તવિક સંબંધને નકારવામાં આવે તો સંસાર અને મોક્ષનો જ અભાવ માનવો પડશે. એનાથી સમસ્ત આધ્યાત્મિક જગતની ભીતિ જ ઢંકાઈ જશે.
જ્યાં સુધી દ્રવ્યોની સ્વતંત્રતાનું કથન છે એનો અર્થ એટલો જ છે કે એમના પોત-પોતાના અસાધારણ ગુણ છે અને પોત-પોતાનું વિશિષ્ટ કાર્ય છે. પરંતુ આનો અર્થ એ નથી કે એક દ્રવ્યનો બીજા દ્રવ્ય પર કોઈ પ્રભાવ નથી પડતો.
ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ, કાળ અને જીવ એ પદ્રવ્ય છે. એમનો પોત-પોતાનો ગુણ અને સ્વભાવ છે. ધર્માસ્તિકાયનો સ્વભાવ જીવો અને પુદ્ગલોની ગતિમાં સહાયક હોવું છે. ધર્માસ્તિકાય એક દ્રવ્ય છે જો એ બીજા દ્રવ્ય-જીવ અને પુદ્ગલો પર કોઈ પ્રભાવ ના પાડે તો જીવ અને પુદ્ગલોની ગતિ કેવી રીતે થઈ શકે છે ? જો કે ગતિના કર્તા તો જીવ અને પુદ્ગલ જ છે, પરંતુ ધર્માસ્તિકાય સહાયકના રૂપમાં જીવો અને પુદ્ગલોની ગતિને પ્રભાવિક કરે છે. માટે કહી શકાય કે ધર્માસ્તિકાય ના હોય તો જીવો અને પુદ્ગલોની ગતિ નથી હોઈ શકતી. એ જ વાત જીવ પુદ્ગલની સ્થિતિને પ્રભાવિત કરનાર અધર્મ દ્રવ્યના સંબંધમાં તથા જીવ પુદ્ગલોનો આધાર આપનારા આકાશ દ્રવ્યના સંબંધમાં સમજવું જોઈએ. જેમ ધર્મ-અધર્મ-આકાશ દ્રવ્ય-જીવ અને પુદ્ગલને પ્રભાવિત કરે છે, એ જ રીતે કર્મ-દ્રવ્ય પણ જીવને પ્રભાવિત કરે છે, આને અભૂતાર્થ કે ઔપચારિક નથી માની શકાતા.
જો ધર્માસ્તિકાય દ્રવ્ય જીવ દ્રવ્યને પ્રભાવિત નથી કરતો તો સિદ્ધ-જીવ લોકાંતમાં જઈને જ કેમ સ્થિત થઈ જાય છે ? અલોકમાં ગતિ કેમ નથી કરતા ? જીવનો સ્વભાવ તો ઊર્ધ્વગમન કરવાનો છે, પણ સહાયક ધર્માસ્તિકાયનો અભાવ હોવાના કારણે આગળ ગતિ નથી થતી. એનાથી પણ સિદ્ધ થાય છે કે એક દ્રવ્યનો બીજા દ્રવ્ય પર પ્રભાવ પડે છે. સિદ્ધ આત્માઓના આત્મ-પ્રદેશ પૂર્વ શરીરના પ્રમાણથી બે તૃતીયાંશ આકાશ-પ્રદેશમાં સ્થિત હોય છે, આ અપેક્ષાએ સિદ્ધોમાં અવગાહના માનવામાં આવી છે. આમ તો અવગાહના મુખ્યત્વે મૂર્ત દ્રવ્યમાં થાય છે, સિદ્ધ મૂર્ત નથી. પરંતુ પૂર્વ અવગાહનાની અપેક્ષાથી તથા આત્મ-પ્રદેશોની નિયત આકાશ-પ્રદેશમાં સ્થિતિને લઈને અવગાહનાનું કથન કર્યું છે. આ એ વાતને સિદ્ધ કરે છે કે જડ દ્રવ્યની અમૂર્ત ચેતન આત્મા ઉપર પણ પ્રભાવ પડે છે. જડકર્મોના આત્મા સાથે ક્ષીરનીરની જેમ સંબંધ માનવામાં આવે છે, એવી સ્થિતિમાં જીવ દ્વારા ગૃહિત જડકર્મોમાં વિશિષ્ટ શક્તિ ઉત્પન્ન થઈ જાય છે. જેમ ગાય દ્વારા ગૃહિત તૃણોમાં દૂધના રૂપમાં પરિણત થવાની શક્તિ આવી જાય છે. આ બધી વાતોથી પ્રમાણિત થાય છે કે દ્રવ્યોનો એક-બીજા પર પ્રભાવ પડે છે. એમને સર્વથા એકબીજાથી અપ્રભાવિત થનારો નથી કહી શકાતો. માટે જડ કર્મ આત્માની વિભાવ પરિણતિના નિમિત્ત બને છે.
દ્રવ્યનો પરસ્પર પ્રભાવ
૧૦૯
Page #127
--------------------------------------------------------------------------
________________
ઉપસંહારમાં એટલું જ કહેવું પર્યાપ્ત છે કે નિશ્ચય અને વ્યવહાર એક જ સિક્કાનાં બે પાસાં છે. જેમ કે બંને પાસાંઓના શુદ્ધ થવાથી (હોવાથી) જ સિક્કો શુદ્ધ કહેવાય છે, સારો મનાય છે. એમ જ નિશ્ચય અને વ્યવહાર બંને પક્ષોની શુદ્ધતા હોવાથી જ શુદ્ધ મોક્ષમાર્ગની આરાધના થઈ શકે છે. સિક્કાના કોઈ એક પાસાને સમગ્ર સિક્કો માની લેવો મિથ્યા છે, એમ જ એકાંત નિશ્ચય કે વ્યવહારને સંપૂર્ણ મોક્ષમાર્ગ સમજી લેવો પણ મિથ્યા છે. યથાર્થમાં સત્ય એ છે કે નિશ્ચયનયનું અવલંબન લેતા-લેતા વ્યવહારને ન ભૂલી જવાય અને વ્યવહારને કરતા-કરતા નિશ્ચયને પોતાની દૃષ્ટિથી ઓજલ ન થવા દઈએ, એમાં જ રત્નત્રયની આરાધનાનો સાર છે.
જે રીતે સમુદ્રમાં બધી નદીઓ સમાવિષ્ટ થઈ જાય છે એમ જ સ્યાદ્વાદના સમુદ્રમાં બધી વિચારધારાઓનો સમાવેશ થઈ જાય છે. જેમ અલગ-અલગ નદીઓમાં જળધારાઓમાં સમુદ્ર નથી દેખાતો, એમ અલગ-અલગ એકપક્ષીય દૃષ્ટિમાં સત્ય નથી રહેતું. માટે સત્યના ગવેષકને પોતાની દૃષ્ટિ સ્યાદ્વાદમયી બનાવવી જોઈએ, ત્યારે જ સત્યના દર્શન થઈ શકશે, કહ્યું છે
-
उदधाविव सर्व सिन्धवः, समुदीर्णास्त्वयि नाय! दृष्टयः । न च तासु भवान् प्रदृश्यते, प्रविभक्तासु सरित्स्विवोदधिः ॥
માટે વીતરાગી દેવની આજ્ઞા અનુસાર નિશ્ચય અને વ્યવહાર, ઉપાદાન અને નિમિત્તની યથાસ્થાન શ્રદ્ધા પ્રરૂપણા અને સ્પર્શના કરનારા ભવ્ય જન જ શાશ્વત તથા અનિર્વચનીય સુખ સ્વરૂપ સિદ્ધત્વને પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકે છે.
૨૦
સમ્યક્ત્વના ત્રણ ભેદ
આ રીતે નિશ્ચય અને વ્યવહારના રૂપમાં સમ્યક્ત્વના બે ભેદ બતાવ્યા છે. વિભિન્ન વિવક્ષાઓથી સમ્યક્ત્વના ત્રણ-ત્રણ ભેદ પણ થાય છે. એક વિવક્ષા અનુસાર સમ્યક્ત્વના ત્રણ ભેદ છે - (૧) કારક, (૨) રોચક અને (૩) દીપક.
(૧) કારક સમ્યક્ત્વ ઃ જે સમ્યક્ત્વના હોવાથી આત્મા સદનુષ્ઠાનમાં શ્રદ્ધા કરે છે અને સમ્યક્ પ્રકારથી સદનુષ્ઠાનનું આચરણ કરે છે તથા સમ્યક્ત્વ સદનુષ્ઠાનને કરાવે છે, એ કારક સમ્યક્ત્વ કહેવાય છે. આ સમ્યક્ત્વ મુખ્યત્વે સાધુઓના હોય છે.
(૨) રોચક સમ્યક્ત્વ : ચોથા ગુણસ્થાનવર્તી જીવ, જે શ્રેણિક મહારાજ અને કૃષ્ણવાસુદેવની જેમ જિન પ્રરૂપિત ધર્મની પ્રત્યે દ્રઢ શ્રદ્ધાશીલ હોય છે, તન-મન-ધનથી જિન શાસનની ઉત્પત્તિ કરે છે, જે ધર્મના ઉદ્યોતમાં આનંદ માને છે, જે વ્રત-પ્રત્યાખ્યાન કરવા પ્રત્યે ઉત્સુક તો હોય છે, પરંતુ અપ્રત્યાખ્યાનાવરણીય કર્મોદયથી એક નવકા૨સી તપ પણ નથી કરી શકતા, એમનું સમ્યક્ત્વ રોચક સમ્યક્ત્વ કહેવાય છે.
૧૧૦
જિણઘો
Page #128
--------------------------------------------------------------------------
________________
(૩) દીપક સમ્યક્ત્વ ઃ જેમ દીપક બીજાને પ્રકાશ આપે છે, પરંતુ એની નીચે (તળે) અંધારું રહે છે. આ રીતે જેના ઉપદેશથી અન્ય જીવ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી લે છે, પરંતુ સ્વયં સમ્યક્ત્વની શ્રદ્ધાથી વંચિત રહે છે એવા જીવને ઉપચારથી દીપક સમ્યક્ત્વવાળો કહ્યો છે. આ જીવ અંતરંગથી તો મિથ્યાર્દષ્ટિ કે અભવ્ય હોય છે, પરંતુ બહારથી એ જિનોક્ત ધર્મનું યથાર્થ પ્રરૂપણ કરે છે. એ ઉપદેશથી પ્રભાવિત થઈને બીજા જીવોને સમ્યક્ત્વનો લાભ થાય છે. એની યથાર્થ પ્રરૂપણા, બીજા જીવોના સમ્યક્ત્વનું કારણ હોય છે, માટે કારણમાં કાર્યનો ઉપચાર કરીને એ યથાર્થ પ્રરૂપણને દીપક સમ્યક્ત્વ કહેવાય છે.
બીજી વિવક્ષાથી સમ્યક્ત્વ ત્રણ પ્રકારનું કહેવાયું છે - (૧) ઔપશમિક, (૨) ક્ષાયિક અને (૩) ક્ષાયોપશમિક. આ ત્રણમાં સાસ્વાદન સમ્યક્ત્વની ગણના કરવાથી સમ્યક્ત્વના ચાર પ્રકાર થઈ જાય છે. ઉક્ત ચારમાં વેદક-સમ્યક્ત્વની ગણના કરવાથી પાંચ પ્રકારનું સમ્યક્ત્વ કહેવાય છે. ઉક્ત પાંચ ભેદોને નિસર્ગ અને અધિગમના ભેદથી પ્રત્યેકના બે-બે પ્રભેદ કરવાથી સમ્યક્ત્વના દસ ભેદ પણ કહેવાય છે, અથવા પ્રજ્ઞાપનાદિ સૂત્રમાં નિસર્ગ- રુચિ, ઉપદેશ-રુચિ વગેરેના ભેદથી દસ પ્રકારની રુચિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. એમની અપેક્ષાએ સમ્યક્ત્વના દસ ભેદ પણ કહેવાય છે.
દસ રુચિઓ
સિધ્રુવસરૂં, આાળા સફે સુત્ત-વીય-મેવ । अहिगम वित्थार रुई, किरिया संखेव धम्म रुई ॥
- ઉત્તરાધ્યયન, અ-૨૮, ગા-૧૬
૧. નિસર્ગ-રુચિ ૨. ઉપદેશ-ચિ ૩. આજ્ઞા-રુચિ ૪. સૂત્ર-રુચિ પ. બીજ-રુચિ ૬. અભિગમ-રુચિ ૭. વિસ્તાર-રુચિ ૮. ક્રિયા-રુચિ ૯. સંક્ષેપ-રુચિ ૧૦. ધર્મ-રુચિ - આ દસ પ્રકારની રુચિઓ છે.
૧. નિસર્ગ-રુચિ : ગુરુ આદિના ઉપદેશ વગર જ સમ્યક્ત્વના આવરણ કરનારી પ્રકૃતિઓનો ક્ષય, ક્ષયોપશમ અથવા ઉપશમ થઈ જવાથી જે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે, તે નિસર્ગ-રુચિ સમ્યક્ત્વ કહેવાય છે.
૨. ઉપદેશ-રુચિ : તીર્થંકરોના, કેવળજ્ઞાનીઓના અથવા મુનિઓ અથવા શ્રાવક આદિના ઉપદેશ-શ્રવણ કરવાથી જીવાદિ નવ પદાર્થોના યથાતથ્ય સ્વરૂપ સમજી લેવાથી ધર્મના પ્રતિ જે રુચિ જાગૃત થાય છે, તેને ઉપદેશ-રુચિ કહેવાય છે.
૩. આજ્ઞા-રુચિ : રાગ-દ્વેષાદિ દુર્ગુણોનો નાશ કરનારી આત્માને જ્ઞાનાદિ ગુણોમાં સ્થાપિત કરવાવાળી, અનંત ભવ-ભ્રમણનાં દુઃખોને મટાડનાર, મુક્તિમાર્ગમાં પ્રવૃત્ત કરનારી, જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું આરાધન કરવાની ઇચ્છા થવી, તે આશા-રુચિ છે.
દસ રુચિઓ
૧૧૧
Page #129
--------------------------------------------------------------------------
________________
૪. સૂત્ર-રુચિ : શ્રી જિનેશ્વર પ્રણીત અને ગણધરાદિ દ્વારા રચિત દ્વાદશાંગ આદિ જે સૂત્ર છે, તેનું શ્રવણ-પઠન કરતા કરતા, એમાં ગર્ભિત જ્ઞાનનો અનુભવ કરતા જ્ઞાનના અપૂર્વ અદ્ભુત રસમાં આત્મા તલ્લીન થઈ જાય અને ઉત્સાહની સાથે પુનઃ પુનઃ સૂત્રોના પાઠ વાંચવાની અને સાંભળવાની ઉત્કંઠા જાગૃત થાય, તેને સૂત્ર-રુચિ કહેવાય છે.
૫. બીજ-રુચિ : જે રીતે ખેતરને સાફસફાઈ કર્યા બાદ ખાતર આદિથી પુષ્ટ-સરસ કાળી માટીમાં વાવવામાં આવેલ બીજ અનેક દાણાના રૂપમાં પ્રગટ થાય છે અથવા જેમ કે પાણીમાં નાંખેલું ટીપું ફેલાઈ જાય છે, તેવી જ રીતે વિષય-કષાય ઓછા થવાથી શુદ્ધ બનેલા, ગુરુના ઉપદેશથી પોષણ કરેલા, સંતોષ આદિ ગુણોથી સરસ બનેલ ભવ્ય જીવના હૃદયરૂપી ખેતરમાં વાવેલું જ્ઞાનનું બીજ વૃદ્ધિ પામે છે. કોઈ આત્મામાં એક પદ વાંચેલું જ્ઞાન અનેક પદરૂપ પરિણત થાય છે, તેને બીજ-રુચિ કહેવાય છે.
૬. અભિગમ-રુચિ : કોઈ જીવને શ્રુતજ્ઞાનની વિશુદ્ધિ થવાથી તે અંગ-ઉપાંગ આદિ સૂત્રોના અર્થ સહિત વિશિષ્ટ અભ્યાસ કરતા-કરતા સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે, તે અભિગમરુચિ છે.
૭. વિસ્તાર-રુચિ : જીવાદિ નવ તત્ત્વ, ધર્માસ્તિકાયાદિ ષટ્ દ્રવ્ય, નૈગમાદિ સાત નય, નામાદિ ચાર નિક્ષેપ, પ્રત્યક્ષાદિ પ્રમાણ - આ બધાનું દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી વિસ્તારપૂર્વક અભ્યાસ કરતા કરતા જે સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે, તે વિસ્તાર-રુચિ કહેવાય છે.
૮. ક્રિયા-રુચિ : ક્રિયાઓનું પાલન કરતા, પ્રતિદિન આચાર ક્રિયાની વિશુદ્ધિ કરતા કરતા સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય, તેને ક્રિયા-રુચિ કહે છે.
૯. સંક્ષેપ-રુચિ : જે ક્ષયોપશમની મંદતાથી જે પ્રવચનને વિસ્તારથી જાણતા નથી તથા અન્ય કુદર્શનોને પણ જેમણે અંગીકાર કર્યા નથી, અર્થાત્ જેને તત્ત્વા તત્ત્વાદિનો વિવેક તો હોતો નથી, પરંતુ તે સંક્ષેપમાં જ થોડાં પદોને સાંભળીને ધર્મના પ્રતિ શ્રદ્ધાશીલ બની જાય છે, તે રુચિને સંક્ષેપ-રુચિ કહેવાય છે.
૧૦. ધર્મ-રુચિ : સમ્યક્ત્વાદિ શ્રુત ધર્મ અને વ્રતાદિ ચારિત્રધર્મ તથા દસ પ્રકારના યતિ-ધર્મ અને ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોનો જે સ્વરૂપ શાસ્ત્રોમાં કહ્યાં છે - જે જિનોક્ત છે તેના પર શ્રદ્ધા કરતા જે તત્ત્વ-રુચિ ઉત્પન્ન થાય છે, તે ધર્મ-રુચિ છે.
-
આ રુચિઓને સ્પષ્ટ કરનારી ગાથાઓ ઉપયોગી હોવાથી અહીં ઉદ્ધૃત કરવામાં આવી છે जो जिणदिट्ठे भावे चउव्विहे सहाइ सयमेव । एमेव णण्णहत्ति य णिसग्ग- रुइ त्ति णायव्व ॥१॥ एए चेव उ भावे उवइट्ठे जो परेण सद्दह । छउमत्थेण द् जिणेण व उवएसरुई मुणेयव्वो ॥२॥ रागो दोसो मोहो, अण्णाणं जस्स अवगयं होइ । आणाए रोयंतो सो खलु आणा रुई णामं ॥३॥
૧૧૨
જિણધમ્મો
Page #130
--------------------------------------------------------------------------
________________
जो सुत्तमहिज्जंतो, सुएण ओगाहइ उ सम्मत्तं । अंगेण बाहिरेण व, सौ सुत्तरुइ त्ति णायव्वो ॥४॥ एगेण अणेगाइं पयाइं, जो पसरइ उ सम्मत्ते । उदएव्व तेल्ल बिन्दू, सो बीयरुइ त्ति णायव्वो ॥५॥ सो होइ अभिगम रुई, सुयनाणं जेण अत्थओ दिळें । इक्कारस अंगाई, पइण्णगं दिट्ठिवाओ य ॥६॥ दव्वाण सव्व भावा, सव्व पमाणेहिं जस्स उवलद्धा । सव्वाहिं णयविहीहिं, वित्थार रुइत्ति णायव्वो ॥७॥ दंसणणाण चरिते, तव विणए सच्च समिइ गुत्तीसु ।। जो किरिया भाव रुई सो खलु किरिया रुई णाम ॥८॥ अणभिग्गहिय कुदिट्ठी, संखेवरुइ त्ति होइ णायव्वो । अविसारओ पवयणे, अणभिग्गहिओ य सेसेसु ॥९॥ जो अस्थिकाय धम्मं सुय धम्मं खलु चरित्तधम्मं च । सद्दहइ जिणाभिहियं सो धम्मरुइ त्ति णायव्वो ॥१०॥
- ઉત્તરાધ્યયન. અ.-૨૮, ગા.-૧૮-૨૭ ઉક્ત ગાથાઓનો ભાવાર્થ રુચિઓની વ્યાખ્યામાં કરેલો છે. જેમાં તાવનો નાશ થવાથી મનુષ્યને ભોજનની રુચિ જાગૃત થાય છે. અને રુચિપૂર્વક કરેલું ભોજન સુખદાયી હોય છે, તેવી રીતે મિથ્યાત્વ રૂપ જ્વર (તાવ)ના નષ્ટ થઈ જવાથી દસ પ્રકારના ધર્મનું આરાધન કરવાથી રુચિ જાગૃત થાય છે અને રુચિપૂર્વક કરેલું ધર્માચરણ યથાર્થ ફળદાયક થઈને આત્માને અક્ષય સુખ પ્રદાન કરે છે.
અહીં એક શંકા કરાય છે કે જો રુચિઓને સમ્યગ્દર્શન કહેવાય તો તે રુચિઓ વિતરાગ દશામાં હોતી નથી, પરંતુ સમ્યગ્દર્શન તો ત્યાં પણ છે, તો તે અવ્યાપ્તિ નામના લક્ષણનો દોષ થશે. એનું સમાધાન એ છે કે રુચિઓને સમ્યગુદર્શનનું અસાધારણ લક્ષણ નથી, પરંતુ તેનું વ્યંજક-લિંગ મનાય છે. જેવી રીતે ધુમાડો અગ્નિનો વ્યંજક-લિંગ છે, પરંતુ તેના વગર પણ અગ્નિ જોઈ શકાય છે, તેવી રીતે વીતરાગદશામાં રુચિ (રાગ) રૂપ ચિહ્નનો અભાવ હોવાથી પણ સમ્યગદર્શન રૂપ લિંગી મેળવી શકાય છે. જેમ કે ઉપાધ્યાય શ્રી યશોવિજય ગણિવરને અધ્યાત્મ સત પરીક્ષામાં કહ્યું છે -
जं च जिअलक्खणं तं उवइटुं तत्थ लक्खणं लिंगं ।
तेण विणा सो जुज्जइ, धूमेण विणा हुआसुव्व ॥ અથવા વીતરાગ દશામાં રુચિઓ ન હોવાના લીધે રુચિરૂપ સમ્યગ્ગદર્શનને સરાગ સમ્યગુદર્શન કહેવાય છે. જેમ કે “સ્થાનાંગ'માં કહેવાયું છે કે -
"दस विहे सराग सम्मदंसणे पन्नत्ते तंजहा निसग्गुवदेस रुइ-इत्यादि"
[ દસ રુચિઓ 000000000000000000૧૩)
૧૧૩
Page #131
--------------------------------------------------------------------------
________________
૨૨
ઔપશમિકાદિ સમ્યક્ત્વોનાં સ્વરૂપ
સમ્યક્ત્વના ત્રણ, ચાર અને પાંચ ભેદ બતાવતા જે ઔપશમિક, ક્ષાયોપશમિક, ક્ષાયિક, સાસ્વાદન અને વેદક સમ્યક્ત્વની ચર્ચા કરી છે, તેનું સ્વરૂપ અહીં પ્રસ્તુત છે.
નિસર્ગ અને અધિગમ રૂપ બાહ્ય સામગ્રીની સાથે જ્યારે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ તથા દર્શન મોહનીયની ત્રણ પ્રકૃતિઓ - આ સાત પ્રકૃતિઓના ક્ષયોપશમ, ક્ષય અથવા ઉપશમ-રૂપ અંતરંગ સામગ્રી મળે છે, ત્યારે સમ્યગ્દર્શન પેદા થાય છે. અર્થાત્ ઉક્ત પ્રકૃતિઓના ક્ષયોપશમાદિ સમ્યગ્દર્શનના અંતરંગ કારણ છે. ઉક્ત સાત પ્રકૃતિઓના ક્ષયોપશમ થવાથી ક્ષાયોપશમિક સમ્યક્ત્વ, ઉપશમ થવાથી ઔપમિક સમ્યક્ત્વ અને ક્ષય થવાથી ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે.
૧. ઔપશમિક સમ્યક્ત્વ : જેવી રીતે નદીમાં પડેલો પથ્થર પ્રવાહમાં વહેતા વિવિધ પ્રત્યાઘાતોથી અથડાઈ-ટકરાઈને ગોળમટોળ બની જાય છે, એવી રીતે જ સંસારી નદીમાં વહેતા વહેતા જીવ વિવિધ શારીરિક-માનસિક દુઃખોના આઘાતને સહન કરતા, ક્ષુધા-તૃષ્ણા શીત-તાપ આદિના દ્વારા અકામ-નિર્જરા કરતા કર્મ સ્થિતિને અલ્પ કરે છે, અને તેનાથી પ્રાપ્ત સામર્થ્ય દ્વારા તે યથાપ્રવૃત્તિ આદિ ત્રણ કારણ કરીને અનંતાનુબંધી ચતુષ્ક અને દર્શન-મોહની ત્રણ પ્રકૃતિઓને રાખથી ઢંકાયેલી અગ્નિના જેવી ઉપશાંત કરી દે છે. અર્થાત્ આ સાત પ્રકૃતિઓનો ઉદય રોકાઈ જાય છે, તે સત્તામાં બની રહે છે, પરંતુ પોતાનું ફળ આપતી નથી. આવી સ્થિતિમાં જે તત્ત્વ-રુચિ રૂપ પરિણામ પ્રગટ થાય છે તે ઔપમિક સમ્યક્ત્વ કહેવાય છે. જેમ વાદળાં પાતળાં પડવાથી સૂર્યનાં કિરણો પ્રગટ થાય છે, તેવી રીતે ઔપમિક સમ્યક્ત્વીના સત્યજ્ઞાન ઝળકવા લાગે છે. આ ઔપમિક સમ્યક્ત્વ અંતર્મુહૂર્ત કાળ સુધી જ રહે છે.
આ સમ્યક્ત્વ અનાદિ મિથ્યાર્દષ્ટિ જીવને થાય છે અથવા ઉપશમ શ્રેણી પ્રતિપન્ન જીવને થાય છે. આ સમ્યક્ત્વ જીવને જઘન્ય એકવાર અને ઉત્કૃષ્ટ પાંચ વાર થાય છે એવી ધારણા છે.
૨. ક્ષાયોપશમિક સમ્યક્ત્વ : ઉદયમાં આવેલ કર્મદલિકોનો ક્ષય કરી દેવો અને ઉદયમાં ન આવેલ કર્મદલિકોને ઉપશાંત કરી દેવાને ક્ષયોપશમ કહેવાય છે. અનંતાનુબંધી ચતુષ્ક અને મિથ્યાત્વ-મોહનીય આ પાંચ પ્રકૃતિઓને પાણીથી બુઝાયેલ આગની જેમ ક્ષય કરી દેવી અને મિશ્ર-મોહનીય તથા સમકિત-મોહનીયને રાખમાં ઢંકાયેલ અગ્નિની જેમ ક્ષય કરી દેવી અથવા છ પ્રકૃતિઓનો ક્ષય કરવો અને એક સમકિત-મોહનીયનો ઉપશમ કરવો અથવા ચાર પ્રકૃતિઓનો ક્ષય અને ત્રણનો ઉપશમ કરવા, આ રીતિથી જે તત્ત્વ-રુચિ રૂપ સમ્યગ્દર્શન પેદા થાય છે, તે ક્ષાયોપશમિક સમ્યક્ત્વ છે.
ઉપશમ સમ્યક્ત્વમાં ઉદય સર્વથા રોકાઈ જાય છે. ન રસોદય થાય છે અને ન પ્રદેશોદય. ક્ષયોપશમ સમ્યક્ત્વમાં મિથ્યાત્વ અને મિશ્ર-મોહનીયનો રસોદય તો હોતો નથી, પરંતુ
૧૧૪
જિણધમ્મો
Page #132
--------------------------------------------------------------------------
________________
પ્રદેશોદય થાય છે. તથા સમકિત-મોહનીયનો રસોદય થાય છે. ક્ષયોપશમ સમ્યક્ત્વની સ્થિતિ ઉત્કૃષ્ટની અપેક્ષા ૬૬ સાગરોપમથી થોડીક અધિક છે. જીવને આવા સમ્યકત્વ અનેક વાર આવતા-જતા રહે છે.
3. ક્ષાયિક-સમ્યકત્વ : અનંતાનુબંધી (ચતુષ્ક) તથા દર્શન-મોહનીયના કુલ સાત પ્રકૃતિઓના સમૂળ ઉચ્છેદ કરવાથી ક્ષાયિક-સમ્યકત્વ પ્રગટ થાય છે. આ પૂર્ણ શુદ્ધ, નિર્મળ અને દોષરહિત હોય છે. આ આવ્યા પછી જતું નથી, તેથી આને સાદિ અનંત કહેવાય છે. ક્ષાયિક સમકિતવાળો જીવ ઉત્કૃષ્ટ ચોથા ભવમાં મોક્ષ પ્રાપ્ત કરે છે.
૪. સાસ્વાદન સમ્યકત્વ ઉપશમ સમ્યકત્વથી પડતા પ્રાણી જ્યાં સુધી મિથ્યાત્વને પ્રાપ્ત ન કરી લે ત્યાં સુધીની મધ્યવર્તી સ્થિતિમાં જે સમકિતનો આસ્વાદન માત્ર રહી જાય છે, તે આસ્વાદન સમ્યકત્વ છે. જે રીતે ખીરનું ભોજન કર્યા પછી કોઈને ઊલટી થઈ જાય તો પણ થોડા સમય માટે ખીરનો સ્વાદ જીભ પર બનેલો રહે છે, તે રીતે ઉપશમાં સમ્યકત્વને વમન કરવાથી પણ જે કિંચિત્ માત્ર સમ્યકત્વનો અંશ રહે છે, તે સાસ્વાદન સમકિત કહેવાય છે. અથવા મહેલ કે વૃક્ષ પરથી પડતી વસ્તુ જ્યાં સુધી પૃથ્વીને સ્પર્શે નહિ ત્યાં સુધી જે સમ્યકત્વ હોય છે, તે સાસ્વાદન સમ્યકત્વ છે. આ સ્થિતિ જઘન્ય એક સમય અને અધિકથી અધિક છ આવલિકા પર્યત રહે છે. આ સ્થિતિ બીજા ગુણસ્થાનવર્તી જીવોની છે. ઉપશાંત કરેલ અનંતાનુબંધી કષાયનો ઉદય થવાથી જીવ સાસ્વાદન સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. સાસ્વાદન સમ્યકત્વનો કાળ પૂર્ણ થઈ જવાથી મિથ્યાત્વ-મોહનીયનો ઉદય થવાથી જીવ નિશ્ચિત રૂપથી પ્રથમ ગુણસ્થાન પ્રાપ્ત કરે છે. આ સમ્યક્ત્વની પ્રાપ્તિ જઘન્ય એક વાર અને ઉત્કૃષ્ટ પાંચ વાર હોય છે એવી ધારણા છે.
૫. વેદક સમ્યકત્વ : ક્ષાયોપથમિક સમ્યકત્વથી આગળ વધવાથી અને ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરવાના પહેલાં અનંતાનુબંધી ચતુષ્ક તથા મિથ્યાત્વ અને મિશ્ર મોહનીયનો ક્ષય થવાથી સમકિત-મોહનીયનાં અંતિમ પગલોનો અનુભવ કરતા સમયે જે સમ્યકત્વ થાય છે, તે વેદક સમ્યકત્વ છે. આ સ્થિતિ કેવળ એક સમય સુધી રહે છે. તેના તત્કાળ બાદ ક્ષાયિક સમ્યકત્વ પ્રગટ થઈ જાય છે. આ સમ્યકત્વ જીવને એક જ વાર પ્રાપ્ત થાય છે.
પ્રશ્ન થઈ શકે છે કે – “ક્ષયોપશમ અને વેદકમાં શું અંતર છે?” કારણ કે બંને જ સમ્યકત્વ પુદ્ગલ પુંજ(સમકિત મોહ)નો અનુભવ કરે છે.
આનું સમાધાન એ છે કે – “વેદક સમ્યકત્વમાં સમકિત મોહનીય પુંજના અવશિષ્ટ બધાં પુગલોનો ચરમ અનુભવ થાય છે, જ્યારે ક્ષયોપશમ સમ્યત્વમાં ઉદિત કતિપય પુદ્ગલોનો અનુભવ થતો રહે છે. એટલો જ તફાવત એમાં સમજવો જોઈએ.
સમકિત-મોહનીયના સંબંધમાં આ પ્રકારની શંકા કરી શકાય કે જે સમકિત છે, તો મોહનીય કેવી અને મોહનીય છે, તો સમકિત કેવા? મિથ્યાત્વ તો મોહ છે, કારણ કે તે સમ્યગુદર્શનના આવારક છે, પરંતુ સમકિત કયા કારણસર મોહનીય કહી શકાય છે ? [ આપશમિકાદિ સમ્યક્ત્વોનાં સ્વરૂપ
૧૧૫)
Page #133
--------------------------------------------------------------------------
________________
એનું સમાધાન છે કે પૂર્વ પ્રજ્ઞાપનાની અપેક્ષાથી એવું કહેવાય છે, જેમ મદન કોદ્રવોને શુદ્ધ કરવા બનાવેલ ઓદન પણ મદનકોદ્રવદન કહેવાય છે. કારણ કે મદનકોદ્રવ પહેલા માદકતા લીધેલ હતા. એ જ રીતે જે પણ સમકિતના પુદ્ગલ છે, તે પહેલાં મિથ્યાત્વના પુદ્ગલ હતા અને દર્શનના આવારક હતા, તેથી પૂર્વ ભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષા તેને સમકિત-મોહ કહેવાય છે.
સમ્યકત્વના નવ ભંગઃ ચારિત્ર-મોહની અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભારૂપ ચાર પ્રકૃતિઓ તથા દર્શન-મોહનીયના મિથ્યાત્વ, મિશ્ર અને સમકિત મોહનીય રૂ૫ ત્રણ પ્રકૃતિઓ - એમ સાત પ્રકૃતિઓના ઉદયમાં મિથ્યાત્વ રહે છે અને ક્ષય, ઉપશમ તથા ક્ષયોપશમમાં સમ્યકત્વ હોય છે.
એના નવ ભંગ આ પ્રકાર છે : (૧) સાત પ્રકૃતિઓનો ક્ષય થવો ક્ષાયિક સમ્યકત્વ છે. (૨) સાત પ્રકૃતિઓનો ઉપશમ થઈ જવો ઔપશમિક સમ્યકત્વ છે. (૩) પ્રથમના ચારનો ક્ષય અને ત્રણનો ઉપશમ. (૪) પ્રથમના પાંચનો ક્ષય અને એના ઉપશમ ક્ષયોપશમ સમ્યકત્વ છે. (૫) પ્રથમના છનો ક્ષય અને એકનો ઉપશમ ક્ષયોપશમ સમ્યકત્વ છે. (૬) પ્રથમના ચારનો ક્ષય, બેનો ઉપશમ અને એકનો ઉદય ક્ષયોપશમ વેદક-સમ્યકત્વ છે. (૭) પ્રથમના પાંચનો ક્ષય, એકનો ઉપશમ અને એકનો ઉદય ક્ષયોપશમ વેદક-સમ્યકત્વ છે. (૮) પ્રથમ છનો ક્ષય, એકનો ઉદય ક્ષાયિક-વેદક છે. (૯) પ્રથમ છનો ઉપશમ, એકનો ઉદય ઔપશમિક-વેદક છે. - ઉક્ત નવ ભંગોમાંથી પ્રથમના બે ભંગોને છોડીને બાકી સાત ભંગોથી થનાર સમ્યકત્વને લાયોપથમિક સમ્યકત્વ પણ કહેવાય છે. ઉક્ત ભંગોમાંથી બીજા અને નવમા ભંગના સ્વામી અવશ્ય પ્રતિપાતી હોય છે. અર્થાત્ તે પડીને મિથ્યાત્વમાં ચાલ્યા જાય છે.
સાયિક સમ્યક્ત્વના સંબંધમાં એ જિજ્ઞાસા થઈ શકે છે કે મિથ્યાત્વાદિ દર્શનત્રિકનો ક્ષપક શું નિદર્શનાતીત થઈ જાય છે ? આને મિથ્યાષ્ટિ તો કહી ન શકાય, કારણ તેનો મિથ્યાત્વ ક્ષીણ થઈ ચૂક્યો છે. તે મિશ્રષ્ટિ પણ નથી, કારણ મિશ્ર-મોહનીય પણ ક્ષીણ થઈ ચૂક્યું છે. તે સમ્યગુદૃષ્ટિ પણ ન કહી શકાય, કારણ સમકિત-મોહ પણ ક્ષીણ થઈ ચૂક્યો છે, તો શું તે ત્રિદર્શનાતીત છે ?
આચાર્ય આનો ઉત્તર આપે છે કે – “દર્શનત્રિકના ક્ષીણ થવાથી તે વિશુદ્ધ સમ્યગૃષ્ટિ થાય છે. સમ્યક્તત્વ શ્રદ્ધાન રૂપ જીવનો ભાવ જ મુખ્ય રૂપથી સમ્યકત્વ છે, જે મિથ્યાત્વના શોધિત પુગલ છે, તે તત્ત્વતઃ મિથ્યાત્વ જ છે. તે અશુદ્ધ મિથ્યાત્વ પુજની જેમ આત્માના સમ્યકતત્ત્વ શ્રદ્ધાન રૂપ સ્વભાવના આવારક થતા નથી. તેથી તેમને ઉપચારથી સમકિત કહી (૧૧) છે
, જે છે તે જિણધમો)
Page #134
--------------------------------------------------------------------------
________________
દીધો છે. આ પ્રકારના ઔપચારિક સમ્યકત્વ મોહનીયને જ ક્ષપક જીવ ક્ષય કરે છે, તત્ત્વ શ્રદ્ધારૂપ જીવના ભાવને તે ક્ષીણ કરતા નથી. એ ઔપચારિક સમ્યકત્વ રૂપ સમ્યકત્વના પુગલ-પુંજનો ક્ષય કરવાથી વિશુદ્ધતમ ક્ષાયિક સમ્યકત્વ ઉત્પન્ન થાય છે. જેમ નેત્ર પર લાગેલા સ્વચ્છ અભ્રપટલના દૂર થવાથી મનુષ્યને શુદ્ધ દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. સ્વચ્છ અપટલના સમાન સમ્યકત્વના મુદ્દગલ-પુંજ છે. તેના ક્ષીણ થવાથી શુદ્ધ દષ્ટિ તુલ્ય વિશુદ્ધ અને નિર્મળતર તત્ત્વ શ્રદ્ધાન પરિણતિ પ્રગટ થાય છે.
જેમ પાણીથી ધોયેલ જળયુત કિંચિત્ ભીનું વસ્ત્ર તડકામાં સૂકવવાથી જળના સર્વથા ક્ષીણ થવાથી અધિક નિર્મળ થાય છે, તેવી રીતે સમકિત-મોહનીયના ક્ષીણ થવાથી વિશેષ શુદ્ધ સમ્યકત્વ પેદા થાય છે - અસમ્યકત્વ નહિ. જેમ મત્યાદિ ચાર જ્ઞાનના આવરણ અને કેવળ જ્ઞાનાવરણના ક્ષીણ થવાથી કેવળજ્ઞાન રૂપ વિશુદ્ધતમ ક્ષાયિક જ્ઞાન પ્રગટ થાય છે નહિ કે મત્યાદિ આવરણના ક્ષયથી જીવ અજ્ઞ બને છે. આ રીતે ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત થવામાંથી બાધક કર્મ જે કે ક્ષાયોપશમિક સમ્યકત્વની સાથે વિદ્યમાન છે. એ કર્મોનો ક્ષય થવાથી ક્ષાયિક સમ્યકત્વરૂપ વિશિષ્ટ સમ્યકત્વ પ્રાપ્ત થાય છે, નહિ કે સમ્યકત્વનો અભાવ જ થાય છે. ઉક્ત ભાવોને આચાર્યએ નિમ્ન ગાથાઓમાં વ્યક્ત કરી છે -
निव्वलिय मयण कोद्दव-रूवं मिच्छत्तमेव सम्मतं । खीणं न तु जो भावो, सद्दहणालक्खणो तस्स ॥ सो तस्स विसुद्धयरो जायइ सम्मत्त पोग्गलक्खयओ । दिट्ठिव्व सुण्ह-सुद्धब्भ पटलविगमे मणूसस्स ॥ जह सुद्ध जलाणुगयं वत्थं सुद्धं जलक्खए सुतकं । . सम्मत्त सुद्ध पोग्गल परिक्खए दंसणं चेवं ॥
સમ્યક્ત્વ-પ્રાપ્તિની પૂર્વ ભૂમિકા અનાદિ મિથ્યાષ્ટિ જીવ જ્યારે વિભિન્ન યોનિઓમાં ભ્રમણરૂપ અનેક પ્રકારની ઘાટીઓ અને ચઢાણોને પાર કરે છે, ત્યારે ક્યાંક જઈને તેને દુર્લભ સમ્યકત્વ-રત્નની પ્રાપ્તિ થાય છે. સંશી, પર્યાપ્ત, મંદકષાયી, ભવ્ય, ગુણદોષના વિચારની યોગ્યતાથી યુક્ત, સાકાર ઉપયોગમાં વર્તમાન, જાગૃત અવસ્થાના અભિમુખ જીવ જ સમ્યકત્વ-પ્રાપ્તિના યોગ્ય હોય છે. ૫. લબ્ધિઓ :
સમ્યકત્વ પ્રાપ્ત કરવાની પૂર્વ પાંચ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે - (૧) ક્ષયોપશમ-લબ્ધિ, (૨) વિશુદ્ધિ-લબ્ધિ, (૩) દેશના-લબ્ધિ, (૪) પ્રયોગ-લબ્ધિ અને (૫) કરણ-લબ્ધિ. આ પાંચના સ્વરૂપ નિમ્ન પ્રકારના છે :
(૧) અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતા કરતા કોઈ આત્માને કોઈ સમય એવો યોગ મળે છે કે તે જ્ઞાનાવરણીય આદિ અષ્ટ કર્મની અશુભ પ્રકૃતિઓના અનુભાગ(રસ)ને [ઓપશમિકાદિ સમ્યક્ત્વોનાં સ્વરૂપ છેતેઓ ૧૧૦)
Page #135
--------------------------------------------------------------------------
________________
સમય-સમયના અનંતગુણા ઘટાડતા-ઘટાડતા ક્રમથી ઉપર આવે છે, ત્યારે ક્ષયોપશમ-લબ્ધિ પ્રાપ્ત થાય છે.
(૨) આ ક્ષયોપશમ-લબ્ધિના પ્રતાપથી અશુભ કર્મના વિપાકોદય ઘટે છે. એમાં સંક્લેશ પરિણામની હાનિ થાય છે. શુદ્ધ પરિણામોની વૃદ્ધિ થાય છે. શુદ્ધ પરિણામોની વૃદ્ધિ થવાથી જીવના શાતાવેદનીય આદિ શુભ પ્રકૃતિઓના બંધ કરનાર ધર્માનુરાગરૂપ શુભ પરિણામોની પ્રાપ્તિ થાય છે, તે વિશુદ્ધિ-લબ્ધિ છે.
(૩) આ વિશુદ્ધિ-લબ્ધિના પ્રભાવથી આચાર્યાદિની વાણી સાંભળવાની અભિલાષા જાગૃત થવી, તે દેશના-લબ્ધિ છે.
(૪) પૂર્વોક્ત ત્રણ લબ્ધિઓથી યુક્ત જીવ પ્રતિ સમય-વિશુદ્ધિ કરતા આયુકર્મના સિવાય સાત કર્મોની સ્થિતિને એક ક્રોડાકોડી સાગરોપમથી થોડા ઓછા કરે, ઘાતીકર્મના અનુભાગને, જે પર્વતના જેમ કઠિન છે, તેને કાષ્ઠ તથા લતારૂપ કરવાની તથા અઘાતિક કર્મોના અનુભાગને જે હળાહળ વિષના સમાન હતા, તેને નીમ તથા કાંજીની સમાન કરવાની યોગ્યતા પ્રાપ્ત કરે, તે પ્રયોગ-લબ્ધિ છે.
(૫) પ્રયોગ-લબ્ધિના પ્રથમ સમયથી લગાવીને પૂર્વોક્ત આયુવર્જિત સાત કર્મોની સ્થિતિ એક ક્રોડાક્રોડી સાગરોપમથી થોડી ઓછી રાખી હતી, તેને પલ્યોપમના અસંખ્યાતામો ભાગ જેટલી ઓછી કરે, ત્યારે કરણ-લબ્ધિ પ્રાપ્ત થાય છે.
કરણોના સ્વરૂપ :
પ્રયત્ન-વિશેષ અથવા અધ્યવસાયને કરણ કહે છે. કરણ ત્રણ પ્રકારના છે - (૧) યથાપ્રવૃત્તિ-કરણ, (૨) અપૂર્વ-કરણ અને (૩) અનિવૃત્તિ-કરણ.
(૧) યથાપ્રવૃત્તિ-કરણ : જીવ અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતા વિવિધ દુઃખ ઉઠાવે છે. પર્વતીય નદીનો પથ્થર ગબડતો ગબડતો અહીં-તહીં ટક્કર ખાતો ગોળ અને ચીકણો બની જાય છે, તે રીતે જીવ પણ અનંત કાળથી દુ:ખ સહતા-સહતા કોમળ અને સ્નેહિલ બની જાય છે. તે પરિણામ-શુદ્ધિના કારણ જીવ આયુકર્મના સિવાય શેષ સાત કર્મોની સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ કમ એક ક્રોડાક્રોડી સાગરોપમ જેટલી ઓછી કરી દે છે. આ પરિણામ-વિશેષને યથાપ્રવૃત્તિ-કરણ કહે છે. આ કરણવાળો જીવ રાગદ્વેષની મજબૂત ગાંઠ સુધી પહોંચી જાય છે. તેને ભેદી શકતા નથી. આ પ્રક્રિયાને ગ્રંથિ દેશપ્રાપ્તિ પણ કહે છે. રાગદ્વેષની આ ગાંઠ દૃઢ અને ગૂઢ રેશમી ગાંઠના સમાન દુર્ભેદ્ય છે.
યથાપ્રવૃત્તિ-કરણ ભવ્ય અને અભવ્ય બંનેને થઈ શકે છે. અભવ્ય જીવ પણ કર્મોની સ્થિતિને અંતે ક્રોડાક્રોડી સાગરોપમ કરીને ગ્રંથિ દેશને પ્રાપ્ત કરી શકે છે, પરંતુ તેને ભેદી શકતા નથી.
(૨) અપૂર્વ-કરણ : ભવ્ય જીવ જે પરિણામથી રાગદ્વેષની દુર્ભેદ્ય ગ્રંથિને તોડીને ઓળંગી જાય છે એ અધ્યવસાયને અપૂર્વ-કરણ કહે છે. આ પ્રકારનો અધ્યવસાય જીવને પૂર્વમાં ક્યારેય પ્રાપ્ત થયા નથી, તેથી તેને અપૂર્વકરણ કહે છે. કદાચ જ આવા પરિણામ
૧૧૮
જિણધમ્મો
Page #136
--------------------------------------------------------------------------
________________
આવે છે, વારંવાર નહિ. યથાપ્રવૃત્તિ-કરણ તો અભવ્ય જીવોને પણ અનંતવાર આવે છે, અપૂર્વકરણ તો ભવ્યોને જ હોય છે અને વધારે વાર આવતો નથી. આ દૃષ્ટિથી પણ આને અપૂર્વકરણ કહેવાય છે.
(3) અનિવૃત્તિ-કરણઃ અપૂર્વકરણ દ્વારા રાગ-દ્વેષની ગાંઠ તૂટવાથી જીવના પરિણામ અધિક શુદ્ધ હોય છે. તે સમય અનિવૃત્તિકરણ હોય છે. આ પરિણામને પ્રાપ્ત કર્યા વગર પાછા ફરતા નથી, તેથી તેનું નામ અનિવૃત્તિકરણ છે.
અનિવૃત્તિકરણની સ્થિતિ અંતર્મુહૂર્ત-પ્રમાણ છે. આ સ્થિતિમાં વીર્ય-સમુલ્લાસ-સામર્થ્ય પણ પૂર્વની અપેક્ષાએ વધી જાય છે.
અંતરકરણ : અનિવૃત્તિકરણની જે અંતર્મુહૂર્ત પ્રમાણ-સ્થિતિ બતાવી છે, તે સ્થિતિનો એક ભાગ શેષ રહેવાથી અંતરકરણની પ્રક્રિયાનો પ્રારંભ થાય છે. અર્થાત્ અનિવૃત્તિકરણના અંત સમયમાં મિથ્યાત્વ-મોહનીયના કર્મદલિકોને આગળ-પાછળ કરી દેવામાં આવે છે. કોઈ દલિકોને અનિવૃત્તિકરણના અંત સુધી ઉદયમાં આવનાર કર્મલિકોની સાથે કરી દેવામાં આવે છે અને કેટલાકને અંતર્મુહૂર્ત વિત્યા પછી ઉદયમાં આવનાર દલિકોની સાથે કરી દેવામાં આવે છે એથી અનિવૃત્તિકરણના પછી એક અંતર્મુહૂર્ત કાળ એવો થઈ જાય છે, જેમાં મિથ્યાત્વ-મોહનીયનો કોઈ દલિક રહેતો નથી, તેથી જેનો અબાધાકાળ પૂરો થઈ ચૂક્યો છે-એવા મિથ્યાત્વ કર્મના બે ભાગ થઈ જાય છે - એક ભાગ તે છે જે અનિવૃત્તિકરણના ચરમ સમય પર્યત ઉદયમાં રહે છે અને બીજું તે જે અનિવૃત્તિકરણના બાદ એક અંતર્મુહૂર્ત વીત્યા પછી ઉદયમાં આવે છે. એનાથી પહેલા વિભાગ મિથ્યાત્વની પ્રથમ સ્થિતિ અને બીજા વિભાગને મિથ્યાત્વની બીજી સ્થિતિ કહેવાય છે. અંતકરણ-ક્રિયાના શરૂ થવાથી અનિવૃત્તિકરણના અંત સુધી તો મિથ્યાત્વનો ઉદય રહે છે, પાછળ રહેતો નથી. કારણ એ સમય જે દલિકોના ઉદયની સંભાવના છે, તે બધા દલિક અંતરકરણની ક્રિયાથી આગળ અને પાછળ નાંખી દેવામાં આવે છે, જે પછી ઉદય આવવા યોગ્ય થાય છે.
અનિવૃત્તિકરણ કાળ વીતી ગયા પછી ઔપથમિક સમ્યકત્વના પ્રાપ્ત થતા જ જીવને આત્મિક સ્વરૂપની સ્પષ્ટ અને અસંદિગ્ધ પ્રતીતિ થવા લાગે છે. કારણ એ સમય મિથ્યાત્વમોહનીય કર્મના વિપાક અને પ્રદેશ બંને પ્રકારથી ઉદય થતો નથી. તેથી જીવનો સ્વાભાવિક સમ્યકત્વ-ગુણ વ્યક્ત થાય છે. મિથ્યાત્વ રૂપ મહાન રોગ હટી જવાથી જીવને એવો આનંદ આવે છે, જેમ કે કોઈ જૂના અને ભયંકર રોગીને સ્વસ્થ થવાથી. તે સમય તત્ત્વો પર દૃઢ શ્રદ્ધા થઈ જાય છે. ઔપશમિક સમ્યકત્વની સ્થિતિ અંતર્મુહૂર્ત હોય છે, કારણ તેના પછી મિથ્યાત્વ-મોહનીયના પુદ્ગલ, જેને અંતરકરણના સમય અંતર્મુહૂર્તના પછી ઉદય થનાર બતાવેલ છે, અથવા ક્ષયોપશમ રૂપમાં પરિણત કરી દેવામાં આવે છે.
ઔપથમિક સમ્યકત્વના કાળને ઉપશાંતાદ્ધા કહે છે. ઉપશાંતાદ્ધાના પૂર્વ અર્થાત્ અંતરકરણના સમયમાં જીવ વિશુદ્ધ પરિણામથી દ્વિતીય સ્થિતિગત (પશમિક સમ્યકત્વના પછી ઉદયમાં આવનાર) મિથ્યાત્વ ત્રણ પુંજ કરે છે. જે પ્રકારે કોદ્રવધાન્યનો એક ભાગ K ઓપશમિકાદિ સમ્યકત્વોનાં સ્વરૂપ
૧૧૯)
Page #137
--------------------------------------------------------------------------
________________
ઔષધિઓથી સાફ કરવાથી એટલું શુદ્ધ થઈ જાય છે કે ખાનારને બિલકુલ નશો આવતો નથી, બીજો ભાગ અર્ધશુદ્ધ અને ત્રીજો ભાગ અશુદ્ધ રહી જાય છે. એ રીતે દ્વિતીય સ્થિતિગત મિથ્યાત્વ-મોહનીયના ત્રણ પુંજોમાંથી એક પુંજ એટલો શુદ્ધ થઈને જાય છે કે તેમાં સમ્યક્ત્વ ઘાતક રસ રહેતો નથી. બીજો પુંજ અડધો શુદ્ધ અને ત્રીજો અશુદ્ધ જ રહી જાય છે.
ઔપમિક સમ્યક્ત્વનો સમય પૂર્ણ થવાથી જીવના પરિણામાનુસાર ઉક્ત ત્રણ પુંજોમાંથી કોઈ એક અવશ્ય ઉદયમાં આવે છે. પરિણામોના શુદ્ધ રહેવાથી શુદ્ધ-પુંજ ઉદયમાં આવે છે, તેનાથી સમ્યક્ત્વનો ઘાત થતો નથી. તે સમય પ્રગટ થનાર સમ્યક્ત્વને ક્ષાયોપશમિક સમ્યક્ત્વ કહે છે. જીવના પરિણામ અવિશુદ્ધ રહેવાથી બીજા પુંજનો ઉદય થાય છે અને જીવ મિશ્ર-દૃષ્ટિ કહેવાય છે. પરિણામોના અશુદ્ધ થવાથી અશુદ્ધ-પુંજનો ઉદય થાય છે, અને એ સમય જીવ પુનઃ મિથ્યા-દૃષ્ટિ થઈ જાય છે.
અંતર્મુહૂર્ત પ્રમાણ ઉપશાંતાદ્ધામાં જીવ શાંત-પ્રશાંત, સ્થિર અને આનંદમય થાય છે. જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ આવલિકાઓ શેષ રહેવાથી કોઈ-કોઈ ઔપમિક સમ્યક્ત્વવાળા જીવના ચઢતાં પરિણામોમાં બાધા પડી જાય છે, તેની શાંતિ-ભંગ થઈ જાય છે. એ સમય અનંતાનુબંધી કષાયનો ઉદય થવાથી જીવ સમ્યક્ત્વ પરિણામને છોડીને મિથ્યાત્વની બાજુ ઝૂકી જાય છે, જ્યાં સુધી તે મિથ્યાત્વને પ્રાપ્ત કરતો નથી, અર્થાત્ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ આવલિકા સુધી સાસ્વાદન સમ્યગ્દષ્ટિ કહેવાય છે. ઔપમિક સમ્યક્ત્વવાળો જીવ જ સાસ્વાદન સમ્યગ્દષ્ટિ થઈ શકે છે, બીજો નહિ.
સમ્યગ્દર્શન-પ્રાપ્તિનાં બોધક દૃષ્ટાંત
ત્રણ કરણો દ્વારા સમ્યગ્દર્શન લાભની સ્થિતિને સુગમતાથી સમજાવવા માટે આચાર્યોએ આઠ ઉદાહરણ બતાવ્યા છે
नदी पहजर वत्थजल पिपलिया पुरिस कोहवा चेव । सम्मदंसणलंभे एते अट्ठ उ उदाहरणा ॥
પર્વતીય નદીના (૧) પથ્થર, (૨) પથ, (૩) જ્વર, (૪) વસ્ત્ર, (૫) જળ, (૬) પિપીલિકા (૭) પુરુષ અને (૮) કોદ્રવ - આ આઠ ઉદાહરણ સમ્યગ્દર્શનની પ્રાપ્તિને સમજાવવામાં ઉપયોગી છે.
(૧) પર્વતીય નદીનો પથ્થર : યથાપ્રવૃત્તિકરણને સમજવા માટે પર્વતીય નદીના પથ્થરનું ઉદાહરણ છે. જેમ કે પર્વતીય નદીનો પથ્થર ચટ્ટાનથી ટકરાઈને તથા જળપ્રવાહના વેગથી આઘાત-પ્રત્યાઘાતને મેળવતા ગોળ બની જાય છે. આ રીતે યથાપ્રવૃત્તિ-કરણના પ્રભાવથી જીવ અનાભોગ દશામાં સુદીર્ઘ કર્મ સ્થિતિઓનો ક્ષય કરી નાખે છે અને ગ્રંથિ દેશ સુધી પહોંચી જાય છે.
(૨) પથનું દષ્ટાંત : જેમ કોઈ માર્ગ-ભૂલેલી વ્યક્તિ કોઈ માર્ગના જ્ઞાતાને પૂછીને ખરા માર્ગ પર આવે છે અને કોઈ સ્વયમેવ ઊહાપોહ કરીને ખરા માર્ગને જાણી લે છે.
૧૨૦
જિણધમ્મો
Page #138
--------------------------------------------------------------------------
________________
આ પ્રકાર કોઈ જીવ તો આચાર્યાદિના ઉપદેશથી સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે અને કોઈ સ્વયમેવ જાતિસ્મર- ણાદિ દ્વારા સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી લે છે. આચાર્યાદિના ઉપદેશથી થનાર સમ્યગ્દર્શન અધિગમ સમ્યગ્દર્શન છે. સ્વયમેવ થનાર સમ્યગ્દર્શન નિસર્ગ સમ્યગ્દર્શન છે.
(૩) જ્વરનું ઉદાહરણ : કોઈ જ્વર ઔષધિના નિમિત્તથી દૂર થાય છે, તો કોઈ જ્વર ઔષિધ લીધા વગર જ સ્થિતિ પાકવાથી દૂર થઈ જાય છે. એ રીતે કોઈ મિથ્યાત્વ આચાર્યાદિના ઉપદેશથી દૂર થાય છે અને કોઈ મિથ્યાત્વ સ્વયમેવ માર્ગાનુસારી તત્ત્વ પર્યાલોચનથી દૂર થાય છે. અહીં જ્વરતુલ્ય મિથ્યાદર્શન છે અને આચાર્યદિના ઉપદેશ ઔષધિ તુલ્ય છે. આ અધિગમ સમ્યગ્દર્શન છે, જે પહેલા ક્ષાયોપશમિક સમ્યગ્દષ્ટિ બને છે, તે અપૂર્વકરણના દ્વારા મિથ્યાત્વના દલિકોના ત્રણ પુંજ કરી લે છે. મિથ્યાત્વ અશુદ્ધપુંજ છે. મિશ્ર અશુદ્ધ-પુંજ છે અને સમ્યક્ત્વ શુદ્ધ-પુંજ છે. આ નિસર્ગ સમ્યગ્દર્શન છે.
(૪) વસ્ત્ર દૃષ્ટાંત ઃ જેમ કોઈ વસ્ત્ર મલિન થાય છે, કોઈ અલ્પશુદ્ધ હોય છે અને કોઈ શુદ્ધ હોય છે. આ રીતે દર્શન-મોહનીયના ત્રણ પ્રકૃતિઓના વિષયમાં જાણવું જોઈએ. જે દલિક-શુદ્ધ છે તે સમ્યક્ત્વ-મોહ છે, જે અલ્પ-શુદ્ધ છે તે મિશ્ર-મોહ છે અને જે મલિન છે તે મિથ્યાત્વ-મોહ છે.
(૫) જળનું ઉદાહરણ ઃ જેમ કોઈ જળ મલિન હોય છે, કોઈ અલ્પ-શુદ્ધ હોય છે અને કોઈ શુદ્ધ હોય છે, એ રીતે દર્શન-મોહની ત્રણ પ્રકૃતિના વિષયમાં જાણવું જોઈએ. શુદ્ધ જળની જેમ સમ્યક્ત્વ-મોહ અલ્પ-શુદ્ધ જળની જેમ મિશ્ર-મોહ અને અશુદ્ધ મલિન જળની જેમ મિથ્યાત્વ-મોહનીય જાણવું જોઈએ.
(૬) પિપીલિકા દૃષ્ટાંત ઃ અભવ્ય જીવ કેવી રીતે માર્ગમાં જ રોકાઈ જાય છે અને કેવી રીતે માર્ગમાંથી પડી જાય છે અને ભવ્ય જીવ કેવી રીતે ગ્રંથિ-ભેદ કરી આગળ વધે છે, તેને સમજાવવા પિપીલિકા અર્થાત્ કીડીઓનું ઉદાહરણ આપ્યું છે. જેમ કેટલીક કીડીઓ જેમ તેમ દરમાંથી નીકળીને અનાભોગથી અહીં-તહીં જવા લાગી. કોઈ કીડીઓ અપૂર્વ યત્ન કરી સ્થાણુ પર ચઢી ગઈ, એમાંથી ત્યાં સ્થાણુ પર રોકાઈ જાય છે, અને કેટલીક પાંખો હોવાથી આકાશમાં ઊડી જાય છે. અહીં કીડીઓના અનાભોગથી અહીં-તહીં જવાના સમાન યથાપ્રવૃત્તિકરણ છે. સ્થાણુ પર આરોહણના સમાન અપૂર્વકરણ છે અને ઉડ્ડયનના સમાન અનિવૃત્તિકરણ છે. ગ્રંથિ-દેશ સુધી પહોંચવું યથાપ્રવૃત્તિકરણ છે. ગ્રંથિનું ભેદન કરી દેવું અપૂર્વકરણ છે અને સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી લેવું અનિવૃત્તિકરણની પૂર્ણતા છે. (આ કાર્મગ્રંથિક માન્યતા છે. સૈદ્ધાંતિક દૃષ્ટિથી અપૂર્વકરણની પછી જ સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ શકે છે.) જેમ કે કેટલીક કીડીઓ પક્ષવિહીન થવાથી સ્થાણુ પર થોડા સમય રહીને નીચે ઊતરી જાય છે, તેવી રીતે કોઈ આત્મા મંદ અધ્યવસાયોના કારણો તીવ્ર વિશોધિ રહિત થવાથી અપૂર્વકરણ દ્વારા ગ્રંથિભેદ કરવા માટે ઉદ્યત થવા છતાં પણ રાગ-દ્વેષ પરિણામોના ઉછળી પડવાથી ત્યાં રોકાઈ જાય છે અને મિથ્યાત્વમાં પાછા ફરે છે.
ઔપશમિકાદિ સમ્યક્ત્વોનાં સ્વરૂપ
૧૨૧
Page #139
--------------------------------------------------------------------------
________________
(૭) પુરુષ દૃષ્ટાંત ઃ કલ્પના કરો કે ત્રણ મનુષ્ય કોઈ ભયજનક રસ્તેથી પસાર થાય છે. સંધ્યાનો સમય થવાથી તેઓ એ રસ્તાને જલદીથી પાર કરવા ઇચ્છે છે, પરંતુ આની વચમાં તલવાર હાથમાં લઈ બે ચોર બંને બાજુથી આવીને એમને ઘેરીને લલકારે છે - “ઊભા રહો, ક્યાં જાવ છો? તમારું મૃત્યુ હવે સામે જ છે.” આવી એ ત્રણ પુરુષોમાંથી એક તો ચોરોને જોઈને જ ભાગી જાય છે. બીજી વ્યક્તિ એ ચોરોનો પડકાર સાંભળી અને હાથમાં તલવાર જોઈને ભયભીત થઈને ત્યાં જ રોકાઈ ગયો. ત્રીજી વ્યક્તિ સાહસિક હતી. એણે પોતાના પરાક્રમથી ચોરોને હરાવી દીધા અને એ ભયંકર માર્ગને પાર કરી લીધો. કર્મગ્રંથિક મતાનુસાર આચાર્ય ઉક્ત દષ્ટાંતનું ઉપનય કરતા કહે છે કે – એ ત્રણ પુરુષોના સમાન સંસારી જીવ છે. કર્મક્ષપણ રૂપ માર્ગ છે, ભયસમાન ગ્રંથિ છે, રાગ-દ્વેષ રૂપી બે ચોર છે. જે વ્યક્તિ ચોરોને જોતાં જ ભાગી ગયો તેના સમાન યથાપ્રવૃત્તિકરણ છે. જે ત્યાં સ્થિત રહ્યો તેના સમાન અપૂર્વકરણ છે અને જેણે ચોરોને પરાસ્ત કર્યા, પરંતુ ત્યાં સ્થિત રહ્યા, તેના સમાન ગ્રંથિદેશમાં વર્તમાન ભવ્ય અથવા અભવ્ય જીવ છે. તે ત્યાં સંખ્યાત અથવા અસંખ્યાત કાળ સુધી રહે છે, ત્યાં રોકાયા પછી તે ત્યાંથી પાછા ફરે છે. જે સાહસિક વીર આત્મા ગ્રંથિને ભેદીને આગળ વધી જાય છે તે અનિવૃત્તિકરણ દ્વારા સમ્યગુદર્શનને પ્રાપ્ત કરે છે. સમ્યગુદર્શન પ્રાપ્ત કર્યા પછી કેટલાક આત્માઓ તો વર્ધમાન પરિમાણયુક્ત થઈને શ્રાવકત્વ આદિને પ્રાપ્ત કરી લે છે. પરંતુ કેટલાક આત્માઓ એવા પણ હોય છે જે પરિણામોમાં હીનતા આવી જવાને કારણે ત્યાંથી પડી જાય છે.
જે આત્માઓ સમ્યગુદર્શન પ્રાપ્ત કર્યા પછી વર્ધમાન પરિણામવાળા હોય છે તે દેશવિરતિ-શ્રાવકત્વ આદિને પ્રાપ્ત કરે છે. જઘન્ય અપેક્ષાથી સમ્યગુદર્શન અને ચરિત્ર સાથે-સાથે પણ હોય છે. જેમ કે કહેવાયું છે કે - સમ્મત્ત ચરિતારું ગુમાવું, પુä વ સમ્પન્ન ?”
-ઉત્તરાધ્યયન, અ-૨૮, ગા-૨૯ સમ્યકત્વ અને ચારિત્ર સાથે પણ હોય છે અથવા પહેલા સમ્યકત્વ હોય છે અને પછી ચારિત્ર.
ઉત્કૃષ્ટ અપેક્ષાથી સમ્યકત્વપ્રાપ્તિની બાદ પલ્યોપમ પૃથકત્વ (બેથી નવ પલ્યોપમ) પછી જીવ દેશ વિરત શ્રાવક હોય છે. દેશવિરતિની પ્રાપ્તિના પશ્ચાત્ ઉત્કૃષ્ટ સંખ્યાત સાગરોપમ વીતવાથી સર્વવિરતિ રૂપ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. તત્પશ્ચાત્ ઉત્કૃષ્ટ સંખ્યાત સાગરોપમ વિતવાથી ઉપશમ શ્રેણીનો લાભ થાય છે. એનાથી આગળ ઉત્કૃષ્ટ સંખ્યય સાગરોપમ વિતવાથી ક્ષપક શ્રેણી પ્રાપ્ત થાય છે અને એ જ ભવમાં મોક્ષ થઈ જાય છે. આ સમ્યકત્વને નિરંતર કાયમ રાખતા દેવ અને મનુષ્ય ભવોથી વર્તમાન જીવની અપેક્ષાથી સમજવું જોઈએ અથવા અન્યતર શ્રેણીને છોડીને એક ભવમાં પણ આ બધા પ્રાપ્ત કરી શકે છે. એક ભવમાં બંને શ્રેણીઓ હોતી નથી, એક ભવમાં જ શ્રેણી હોય છે. કહેવાયું છે કે
Page #140
--------------------------------------------------------------------------
________________
‘“મોદ્દોપગમ સ્મિન્ ભવે, દ્વિઃ સ્થાત્ અંતત: । यस्मिन् भवे तूपशमः क्षयो मोहस्य तत्र न ॥
''
એક ભવમાં અલગ-અલગ બે વાર મોહનો ઉપશમ થઈ શકે છે. જે ભવમાં ઉપશમ થયો છે એ ભવમાં મોહનો ક્ષય થતો નથી. આ સૈદ્ધાંતિક મત છે. વિશેષાવશ્યક ભાષ્ય'માં કહ્યું છે -
"तम्मि भवे निव्वाणं, न लभइ उवक्कोसओ व संसारं । पोग्गल परियट्टद्धं, देसोणं कोइ हिण्डेज्जा ॥" વિશેષાવશ્યક ભાષ્ય-૧૩૦૮
ઉપશમ શ્રેણીથી પડીને મનુષ્ય એ ભવથી મોક્ષમાં નહિ જઈ શકતો અને કોઈ કોઈ તો અધિકથી અધિક થોડું, ઓછું, અર્ધ-પુદ્ગલ પરાવર્તકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે.
કર્મગ્રંથિક મતાનુસાર જે એક વાર ઉપશમ શ્રેણી ચઢે છે તે બીજી વાર ક્ષેપક શ્રેણી ચઢી શકે છે. પરંતુ જે જીવ બે વાર ઉપશમ શ્રેણી ચઢે છે તે જીવ તે ભવમાં ક્ષપક શ્રેણી ચઢી શકતો નથી. જેમ કે પંચમ કર્મગ્રંથની ‘સ્વોપજ્ઞ ટીકા’-પૃ.૧૩૨ પર ‘સપ્તતિકા ચૂર્ણિ’ના ઉદ્ધરણ દેવામાં આવ્યું છે
" जो दुवे वारे उवसम सेढिं पडिवज्जइ, तस्स नियमा तम्मि भवे खवगसेढी नत्थ । जो इक्कसि उपसम सेढिं पडिवज्जइ तस्स खवग सेढी हुज्जत्ति ।"
અર્થાત્ જે બે વાર ઉપશમ શ્રેણી પર ચઢે છે તે નિયમથી એ ભવમાં ક્ષપક શ્રેણી ચઢી શકતા નથી. જે એકવાર ઉપશમ શ્રેણી પર ચઢે છે તે એ ભવમાં ક્ષપક શ્રેણી પર ચઢી શકે છે.
કોદ્રવનું ઉદાહરણ : કોઈ જીવ અપૂર્વકરણમાં મિથ્યાત્વના ત્રણ પુંજ કરીને પહેલા ક્ષયોપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે, તે કાલાન્તરમાં પરિણામોની અશુદ્ધિથી મિશ્ર અથવા મિથ્યાત્વને પ્રાપ્ત થઈ શકે છે. કોઈ જીવ અપૂર્વકરણને કરતા પણ મંદ અધ્યવસાયોના કારણે મિથ્યાત્વના ત્રણ પુંજ કરવામાં અસમર્થ હોય છે, તે અનિવૃત્તિકરણમાં અંતરકરણ કરીને તેના પછી અંતર્મુહૂર્તને માટે ત્રણ પ્રકારના દર્શન-મોહનીયનું વેદન કરતા નથી, તેનું વેદન કરવાથી તે ઉપશમક-સમ્યગ્દષ્ટિ થઈ જાય છે. ત્રિપુંજને સમજવા માટે કોદ્રવનું દૃષ્ટાંત ઉપયોગી છે.
કોદ્રવ ત્રણ પ્રકારના હોય છે - (૧) મદન-કોદ્રવ, (૨) અર્ધશુદ્ધ-કોદ્રવ અને (૩) શુદ્ધ - કોદ્રવ. જે ખાવાથી માદકતા પેદા કરે છે તે મદન-કોદ્રવ કહેવાય છે. જે કોદ્રવોની માદકતાને આંશિક રૂપમાં ઓછું કરી દેવામાં આવે છે તે ઈષત્ (અલ્પ) શુદ્ધ-કોદ્રવ છે. જેની માદકતાને પૂર્ણ રૂપથી મટાવી દીધો છે તે શુદ્ધ-કોદ્રવ કહેવાય છે. આ રીતે મિથ્યાત્વના પુદ્ગલ મદન-કોદ્રવના તુલ્ય છે, જ્યારે એને આંશિક રૂપથી શોધિત કરી લેવામાં આવે છે ઔપશમિકાદિ સમ્યક્ત્વોનાં સ્વરૂપ
૧૨૩
Page #141
--------------------------------------------------------------------------
________________
તો તે મિશ્ર કહેવાય છે અને જ્યારે તેને પૂર્ણ રૂપથી શુદ્ધ કરી લેવામાં આવે છે તો તે સમ્યકત્વ કહેવાય છે.
જેમ કોદ્રવનો માદક સ્વભાવ ક્યારેક તો અન્ય ગવ્ય (છાશ) આદિના સંયોગથી નષ્ટ થઈ જાય છે અને કોઈ કોદ્રવ સમયાવધિ વીતવાથી સ્વયમેવ માદકતા રહિત થઈ જાય છે, આ પ્રકાર મિથ્યાત્વના દલિક પણ ક્યારેક તો આચાર્યાદિના ઉપદેશથી પોતાના મોહક યા માદક સ્વભાવને છોડી દે છે, આવી સ્થિતિમાં અધિગમ સમ્યફદર્શન હોય છે. જયારે તેઓ મિથ્યાત્વના દલિક સ્વયમેવ સ્થિતિ પડવાથી કોઈ બાહ્ય નિમિત્ત વગર માદકતા રહિત બની જાય છે. આવી સ્થિતિમાં થનાર સમ્યકત્વ નિસર્ગ સમ્યગુદર્શન કહેવાય છે.
આ પ્રકાર ઉક્ત આઠ દેતોના દ્વારા સમ્યકત્વની ઉત્પત્તિને સરળ રીતિથી સમજી શકાય છે. સમ્યગદર્શનના આઠ આચાર :
સમ્યગુદર્શનના આઠ આચાર કહેવામાં આવ્યા છે. જેનું આચરણ કરવાથી સમ્યગુદર્શન સુશોભિત થાય છે, પરિપુષ્ટ થાય છે, તેને દર્શનાચાર માનવામાં આવે છે. ઉત્તરાધ્યયન સૂત્ર'માં દર્શનના આઠ આચાર બતાવાયા છે. જેમ કે -
णिस्संकिय - णिक्कंखिय - णिव्वितिगिच्छा अमूढदिट्ठी य । उववूह-थिरीकरणे, वच्छल्ल पभावणे अट्ट ।
- ઉત્તરાધ્યયન સૂત્ર, અ-૨૮, ગા-૩૧ (૧) નિઃશંકિત (૨) નિઃકાંક્ષિત (૩) નિર્વિચિકિત્સા (૪) અમૂઢ દષ્ટિ (૫) ઉપવૃહન (૬) સ્થિરીકરણ (૭) વાત્સલ્ય અને પ્રભાવના - આ આઠ દર્શનાચાર છે.
(૧) નિઃશક્તિ ઃ વીતરાગ દેવ ક્યારે પણ અસત્ય અથવા જૂનાધિક કથન કરતા નથી, કારણ કે અસત્ય કથનના જે કારણ હોય છે, તે એમનામાં હોતા નથી. અજ્ઞાનથી, રાગ-દ્વેષથી અથવા ભયથી કથન કરાય છે. વીતરાગ દેવ આ બધા દોષોથી અતીત થઈ ચૂક્યા છે. તેઓ સંપૂર્ણ દ્રવ્ય-પર્યાયને વિષય કરનાર નિર્મળ વિશુદ્ધ કેવળજ્ઞાનથી યુક્ત છે. તે રાગ-દ્વેષના વિજેતા અને અનંત શક્તિસંપન્ન હોવાથી નિર્ભય છે. તેથી અસત્ય કથનનાં કારણોનો અભાવ હોવાથી વિતરાગ દેવના વચન સત્ય જ હોય છે. એમના નિર્મળ કેવળજ્ઞાનમાં પદાર્થ જે રૂપમાં પ્રતિભાસિત થયો છે, એ પ્રકારે તેને પ્રરૂપિત કર્યો છે તેથી ‘તમેવ સā vfié, ગં નિહિં પરૂ' જિનેશ્વર ભગવંતોએ જે કહ્યું તે સત્ય છે, નિઃશંક છે - એવી દઢ આસ્થા હોવી નિશંક્તિ આચાર છે.
આગમનો મર્મ ખૂબ ગહન છે. એમાં પ્રતિપાદિત અનેક સૂક્ષ્મ વિષય એવા છે જે છમસ્થો અથવા અલ્પજ્ઞોની બુદ્ધિની પરિધિથી બહાર હોય છે. જે પ્રકારે સાગર ગાગરમાં સમાઈ શકતો નથી, તેવી રીતે સાગરના જેવા ગહન-ગંભીર વિષય અલ્પજ્ઞોના અલ્પજ્ઞાન ગાગરમાં સમાઈ શકતા નથી. તેથી તેના સંબંધમાં શંકાઓ થઈ શકે છે. જ્યાં સુધી સંભવ
(૧૨૪)
0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 ( જિણધામો)
Page #142
--------------------------------------------------------------------------
________________
હોય તે શંકાનું સમાધાન પોતાનાથી વિશિષ્ટ જ્ઞાનીઓના વિચાર-વિમર્શથી કરી લેવું જોઈએ. જિજ્ઞાસા બુદ્ધિથી શંકા કરવી અનુચિત નથી, પરંતુ તેનું સમાધાન કરી લેવું જોઈએ. વિશિષ્ટ જ્ઞાનીઓના વિચાર-વિમર્શ પછી પણ જે વિષય સમજમાં ન આવે તો તેના વિષયમાં એ જ નિશ્ચય કરી લેવો જોઈએ કે અનંત જ્ઞાનીઓનું વચન સત્ય જ છે, ભલે આપણે પોતાની અલ્પ બુદ્ધિથી તેને સમજી ન શકીએ. યથાર્થ તત્ત્વ-શ્રદ્ધાનમાં સૌથી મોટી બાધા - શંકા અથવા સંશય દ્વારા ઉપસ્થિત હોય છે. સાધકને જ્યાં સુધી પોતાનું સાધ્ય અને સાધનોના પ્રતિ સંશય બની રહે છે, ત્યાં સુધી તે સાધનાના પથ પર ઉત્સાહપૂર્વક ચાલી શકતા નથી. એ વાતને “ગીતા'માં આ પ્રકાર કહી છે :
સંશયાત્મ વિનતિ” સંશયથી આત્માનું કલ્યાણ થઈ શકતું નથી. અધ્યાત્મ સાધકને પોતાના લક્ષ્ય અને તેનાં સાધનોના પ્રતિ અડગ અને નિઃશંક શ્રદ્ધા હોવી જોઈએ. તેથી કહેવાયું છે -
“શ્રદ્ધાવાન્ નમત્તે જ્ઞાનમ્” શ્રદ્ધાશીલ જ પરમ જ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે.
શાસ્ત્રમાં કહેવાયું છે કે - “ઘણા વિષય કેવલીગમ્ય અથવા શ્રદ્ધાગમ્ય હોય છે. તેમના વિષયમાં તર્ક કરવો ન જોઈએ. તર્કવાદથી પારના વિષયોને તર્કની કસોટી પર કસવાનો પ્રયત્ન કરવો ન જોઈએ. આવું કરવાથી સાધક શ્રદ્ધાગમ્ય વિષયને બુદ્ધિગમ્ય તો કરી નહિ શકે, પરંતુ બુદ્ધિગમ્ય વિષય પણ છોડી દેશે, તેથી હેતુવાદમાં જ તર્કનો પ્રયોગ કરવો જોઈએ. અહેતુવાદને શ્રદ્ધાના બળ પર જ જાણી શકાય છે. જિનેશ્વર દેવે જે કથન કર્યું છે, તે સત્ય જ છે, એવી અડગ શ્રદ્ધા રાખવી એ સમ્યગ્દર્શનનો નિઃશંકિત આચાર છે.
(૨) નિઃકાંક્ષિત ઐહિક અથવા પારલૌકિક વિષય-સુખોની ઇચ્છા કરવી કાંક્ષા છે. અન્ય તીર્થકોની મહિમા-પૂજા, આડંબર તથા ભોગ-વિલાસોને જોઈને તેમની તરફ આકર્ષિત થઈ જવું અને તેનો સ્વીકાર કરવાની અભિલાષા કરવી કાંક્ષા-મોહનીય છે. સમ્યગ્દર્શન સંપન્ન વ્યક્તિ આ પ્રકારની આકાંક્ષા કરતી નથી. તે તો દ્રષ્ટાની સાથે એમ માને છે તે બધા વૈષયિક સુખ વિષના સમાન છે. તેનાથી જરા પણ આત્માનું કલ્યાણ થતું નથી. તે કોઈપણ પ્રકારના સાંસારિક મહિમા-પૂજા, ઢોંગ, આડંબરથી પ્રભાવિત થતી નથી. કારણ કે તે સમજે છે કે આ મહિમા-પૂજા વાસ્તવિક દૃષ્ટિથી આત્માના માટે રાગાત્મક હોવાથી બંધનરૂપ છે તેથી આત્મકલ્યાણના અભિલાષીએ સ્વયંની મહિમા-પૂજાની આકાંક્ષા હોવી ન જોઈએ અને ન તો બીજાની લૌકિક મહિમા-પૂજા થતી જોઈને પ્રભાવિત પણ થવું જોઈએ. વીતરાગ દેવે જે ધર્મ-તત્ત્વ પ્રરૂપિત કર્યો છે તે જ હિતકારી અને યથાર્થ છે. બાહ્ય ચમત્કારો કે આડંબરોથી આત્માનું કલ્યાણ થતું નથી. તે રીતે અરિહંતના માર્ગના પ્રતિ દેઢ નિષ્ઠા રાખતા અન્ય તીર્થકોના આડંબરોથી પ્રભાવિત થઈને એમને અંગીકાર કરવાની અભિલાષા ન કરવી નિઃકાંક્ષિત નામનો સમ્યકત્વનો આચાર છે. (ઓપશમિકાદિ સમ્યકત્વોનાં સ્વરૂપ છે. આ કારની ૧૨૫)
Page #143
--------------------------------------------------------------------------
________________
(૩) નિર્વિચિકિત્સા : ધર્મક્રિયાના ફળ પ્રતિ સંદેહ ન કરવો. નિર્વિચિકિત્સા આચાર છે. ધર્માચરણ કરતા કરતા આટલો સમય થઈ ગયો, પરંતુ હજુ સુધી કંઈપણ ફળ દષ્ટિગોચર થયું નથી. ખબર નહિ કે આગળ પણ ફળ મળશે કે નહિ. આ રીતે અથવા અન્ય રીતિથી ધર્મક્રિયાના પ્રતિ સંદેહ કરવો વિચિકિત્સા છે. આવી વિચિકિત્સા કરવાથી આત્મા શંકાશીલ બને છે અને સાધનાના પ્રતિ સમુલ્લાસ પ્રગટ થતો નથી. સાધકના દિલમાં પાકો આત્મવિશ્વાસ હોવો જોઈએ કે જે હું ધર્મ-સાધના કરું છું તે એકાંત હિતકારી છે. ભલે તેનું સાક્ષાત્ ફળ હમણાં દષ્ટિગોચર ન મળે. ક્રિયાનું ફળ અવશ્ય હોય છે. જેમ ઉર્વશ ભૂમિમાં નાંખેલું બીજ પાણી આદિનો સંયોગ મળવાથી કાલાંતરે ફળ ઉત્પન્ન કરે છે, તેવી રીતે આત્મારૂપી ખેતરમાં વાવેલું ધર્મક્રિયારૂપી બીજ, શુભ પરિણામરૂપ જળનો યોગ મેળવીને કાળાંતરે યશોચિત સમય પર અવશ્ય ફળ આપે છે. લૌકિક ઉકિત છે -
निष्फल होवे भामिनी, पादप निष्फल होय । करणी के फल जानता, कभी न निष्फल होय ॥
तथा च-या या क्रिया सा सा फलवती - ક્રિયાનું ફળ કદાપિ નષ્ટ નથી થતું. તેનું ફળ ક્યારે ને ક્યારે અવશ્ય મળે છે. આ રીતે મુમુક્ષુના હૃદયમાં પોતાની સાધનાના પ્રતિ, પોતાની ધર્મક્રિયાના પ્રતિ દઢ નિષ્ઠા અને આસ્થા હોવી જોઈએ. આવી આસ્થા હોય ત્યારે જ ધર્મક્રિયાના પ્રતિ સમુલ્લાસ અને ઉત્સાહ બન્યો રહે છે. તેથી ધર્મક્રિયાના ફળ પ્રતિ દઢ આસ્થા રાખવી નિર્વિચિકિત્સા નામના દર્શનનો આચાર છે.
(૪) અમૂઢ દષ્ટિઃ અવિવેકી વ્યક્તિ સારા-ખોટામાં વિવેક કરી શકતી નથી. તે સોના અને પિત્તળને એક જ સમજે છે. તે કાચના ટુકડા અને મણિના અંતરને જાણતી નથી, તેથી તેની દૃષ્ટિમાં કાચના ટુકડા અને મણિ બંને સરખા માને છે. આ મૂઢ દૃષ્ટિ છે. આ રીતે જે વ્યક્તિ પ્રચલિત વિવિધ મત-મતાંતરોને એક જેવા સમજે છે, જે તત્ત્વ અને અતત્ત્વનો ભેદ કરી શકતો નથી, તે મૂઢ દૃષ્ટિ છે. ક્ષીર-નીરનો વિવેક કરવાની બુદ્ધિ સાધક અથવા મુમુક્ષુમાં હોવી જોઈએ. આવી વિવેક-બુદ્ધિના અભાવમાં સાધક અહીં-તહીં ઢળી જાય છે અને અસમંજસમાં પડીને ન તો અહીંનો રહે છે કે ન ત્યાંનો. તેનું ચિત્ત અસ્થિર અને ભ્રમિત બની રહે છે. તેથી સાધકને અમૂઢ દૃષ્ટિ હોવું જોઈએ. અર્થાત્ તેને એ આસ્થા હોવી જોઈએ કે વીતરાગ પરમાત્માએ જે દયામય સ્યાદ્વાદમય ધર્મ પ્રરૂપિત કર્યો છે તે અનુપમ છે, સર્વોત્કૃષ્ટ છે. તેની તુલનામાં અન્ય કોઈ એકાંતવાદી મત અથવા પંથે ટકી શકે નહિ. હંસની ચાંચ જેમ ક્ષીર-નીરનો વિવેક કરે છે, તેવી રીતે સમ્યગુદૃષ્ટિમાં તત્ત્વાતત્ત્વ અને સત્યાસત્યની બુદ્ધિ-વેવક હોવા જોઈએ. આવી વિવેકબુદ્ધિથી સંપન્ન હોવું જ અમૂઢ દૃષ્ટિ આચાર છે.
(૫) ઉપવૃંહણઃ ગુણીજનોના સગુણોની શુદ્ધ મનથી પ્રશંસા કરવી અને વૈયાવૃત્ય આદિના દ્વારા તેનો ઉત્સાહ વધારવો ઉપવૃંહણ છે. સમ્યકત્વની પુષ્ટિના માટે આ મહત્ત્વપૂર્ણ (૧૨) છે
જો કે જિણધર્મોો]
Page #144
--------------------------------------------------------------------------
________________
અંગ છે. સમ્યગુદૃષ્ટિ અને સાધર્મિકના સગુણની પ્રશંસા કરવાથી સગુણોના પ્રતિ પ્રમોદભાવ અને આકર્ષણ થાય છે. અને બીજામાં પણ સગુણોના પ્રતિ અભિરુચિ પ્રગટ થાય છે, જેમ કે એક દીપકથી બીજો દીપક પ્રગટે છે, તેવી રીતે સગુણોની પ્રશંસાથી સદ્ગણી બનવાની પ્રેરણા અન્ય લોકોને પણ મળે છે. પરંપરાથી આ સગુણોના વિસ્તારનું કારણ બને છે. જે બીજાના ગુણોને પ્રમોદ દૃષ્ટિથી જુએ છે, તે સ્વયં પણ ગુણોથી પરિપૂર્ણ થઈ જાય છે. ગુણદેષ્ટિથી જોનાર વ્યક્તિ સ્વયં ગુણોનો આકાર બની જાય છે. તે એક મનોવૈજ્ઞાનિક સત્ય છે. તેથી ગુણીજનોના ગુણાનુવાદ દ્વારા તેમને પ્રોત્સાહિત કરવું ઉપવૃંહણ નામના દર્શનનો આચાર છે.
(૬) સ્થિરીકરણ ? કોઈ વ્યક્તિ પરિસ્થિતિના કારણે સંકટ આવી પડવાથી અથવા ચિત્તમાં વિક્ષોભ પેદા થવાથી સત્યધર્મથી ચલાયમાન થતો હોય તો તેને વિવિધ ઉપાયોથી સત્યધર્મમાં સ્થિર કરવો સ્થિરીકરણ નામના દર્શનનો આધાર છે. વ્યક્તિ અનેક વાર પરિસ્થિતિઓના ચક્કરમાં ફસાઈ જાય છે ત્યારે અથવા અન્યના સંસર્ગના કારણે તે શુદ્ધના પ્રતિ શંકાશીલ બનીને ડામાડોળ થઈ જાય છે. એવા સમયમાં સમ્યગુષ્ટિ જીવનું કર્તવ્ય છે કે તે પોતાના સાધર્મિકને યથોચિત સહાયતા આપીને તેની ધર્મશ્રદ્ધાને સ્થિર બનાવે, એ અસ્થિર બનેલ વ્યક્તિને સાંતવના આપીને, શિતશિક્ષા આપીને અથવા શાતા ઉપજાવીને પુનઃ ધર્મના પ્રતિ શ્રદ્ધાશીલ બનાવવી, સ્થિરીકરણ નામનો દર્શનાચાર છે.
(૩) વાત્સલ્ય : સાધર્મિકજનોના પ્રતિ પ્રીતિભાવ રાખવો વાત્સલ્ય છે. જેમ ગાય પોતાના વાછરડા પ્રતિ પ્રીતિ રાખે છે અથવા માતા પોતાના સંતાન પ્રતિ પ્રીતિ રાખે છે, તેવી રીતે જ સાધર્મિક ભાઈ-બહેનોના પ્રતિ પ્રીતિ રાખવી વાત્સલ્ય નામનો દર્શનાચાર છે. જો કોઈ સાધર્મિક ભાઈ-બહેન કોઈ પ્રકારના સંકટમાં પડે તો રોગી હોય, વૃદ્ધ હોય, અસમર્થ હોય, પોતાનો યોગક્ષેમ (નિર્વાહ) કરવામાં મુશ્કેલી અનુભવતો હોય, તો તેને પોતાની શક્તિ અનુસાર શાતા ઉપજાવવી, વાત્સલ્ય ભાવનું પ્રતીક છે. સંઘની દૃષ્ટિથી આ દર્શનાચારનું ખૂબ જ મહત્ત્વ છે. કારણ કે સાધર્મિક ભાઈ-બહેનોના આધાર પર જ સંઘનો પ્રાસાદ ઊભો હોય છે. જો સાધર્મિક ભાઈ-બહેન દુર્બળ છે, તો તેના આધાર પર ઊભો થયેલ પ્રાસાદ ઢીલો થઈ જાય છે, સંઘ કમજોર થઈ જાય છે, તેથી સંઘને મજબૂત, સ્થિર અને સુસંગઠિત રાખવા માટે વાત્સલ્ય નામના દર્શનાચારનું પાલન પોતાની મર્યાદાનુસાર મુમુક્ષુએ અવશ્ય કરવું જોઈએ.
(૮) પ્રભાવના વીતરાગ દેવનો ધર્મ સ્વયંના ગુણોથી જ પ્રભાવપૂર્ણ હોય છે. પછી પોતાના વિશિષ્ટ ગુણોથી દુષ્કર ક્રિયા, વતાચરણ, અભિગ્રહ, વ્યાખ્યાન શૈલી, કવિત્વ શૈલી અને વિદ્વત્તા આદિથી ધર્મના પ્રભાવમાં વૃદ્ધિ કરવી અને ધર્મ પર લાગેલા મિથ્યા આક્ષેપોનું પ્રભાવપૂર્ણ ઢંગથી ખંડન કરવું પ્રભાવના નામનો દર્શનાચાર છે. ધર્મની પ્રભાવના કરવાથી બીજા લોકોમાં ધર્મ પ્રતિ અનુરાગ પેદા થાય છે અને તે પણ તેનું આચરણ કરવા માટે પ્રેરણા પ્રાપ્ત કરે છે. સમ્યગુષ્ટિ જીવનો એ પ્રયત્ન હોવો જોઈએ કે તે સમ્યગુધર્મનો અધિકથી [ઓપશમિકાદિ સમ્યક્ત્વોનાં સ્વરૂપ છે
૧૨૦)
Page #145
--------------------------------------------------------------------------
________________
અધિક વિસ્તાર કરે. ગુણોના વિસ્તારથી ધર્મની પુષ્ટિ થાય છે અને સંઘ બળવાન થાય છે. આ પ્રકારે ધર્મના પ્રભાવને ફેલાવવા માટે પ્રયત્ન કરવો પ્રભાવના નામનો દર્શનાચાર છે.
ઉપર્યુક્ત આઠ આચારોના દ્વારા સમ્યગ્ગદર્શન પુષ્ટ અને સુશોભિત હોય છે, તેથી સમ્યગ્દષ્ટિ જીવોને આ આચારોનું પાલન કરવું જોઈએ. આ દર્શનાચારોનું પાલન સમ્યગુષ્ટિ, દેશવિરત અને સર્વવિરતે પોત-પોતાની મર્યાદામાં રહીને કરવું જોઈએ. આ દર્શનાચાર સમ્યગૃષ્ટિ, શ્રાવક અને શ્રમણ ત્રણેના માટે આચરણીય છે.
સમ્યક્ત્વનું ગ્રહણ શાસ્ત્રકારોએ “આવશ્યક સૂત્ર'ની અંતર્ગત આવનાર “સમ્યકત્વ સૂત્ર'માં પ્રતિપાદિત કર્યું છે કે –
अरिहंतो महदेवो जावज्जीवाए सुसाहुणो गुरुणो ।
जिण पण्णत्तं तत्तं इय सम्मत्तं मए गहियं ॥ અરિહંત પ્રભુ મારા દેવ છે, સમ્યક પ્રકારથી મહાવ્રતાદિનું પાલન કરનાર સાધુજન મારા ગુરુ છે અને જિનેશ્વર દેવના દ્વારા પ્રરૂપિત તત્ત્વ જ મારો ધર્મ છે - વાવજીવન માટે આ સમ્યકત્વને હું અંગીકાર કરું છું.
સમ્યકત્વ, ધર્મરૂપી ભવનની સુદઢ આધારશિલા છે. તેની શુદ્ધિ પર જ વ્રતાદિની શુદ્ધિ અવલંબિત છે. આ તે નેત્ર છે જે મોક્ષમાર્ગનો સાચો માર્ગ બતાવે છે. તેથી જૈન-સિદ્ધાંતમાં સૌથી વધુ મહત્ત્વ સમ્યગ્દર્શનને આપ્યું છે. સમ્યગુદર્શનનો અર્થ છે - વસ્તુના સ્વરૂપને જોવાની, પરખવાની અને સમજવાની દૃષ્ટિ સમ્યક થવી. તત્ત્વના યથાર્થ સ્વરૂપને જાણવું અને એવી જ પ્રતીતિ કરવી જ સમ્યગુદર્શન છે. મૂલતઃ આ સમ્યગુદર્શન આત્માનું સ્વરૂપ છે, એમાં કોઈ સંદેહ નથી કે સમ્યકત્વ આત્માની સ્વયંની જ્યોતિ છે અને સ્વયં જ પ્રજ્વલિત થાય છે. નિશ્ચય દૃષ્ટિથી તે આત્માના તત્ત્વ-શ્રદ્ધાન રૂપ અધ્યવસાયોનું પરિણામ છે અને તે માત્ર અનુભવગમ્ય છે. પરંતુ એકાંત નિશ્ચય દૃષ્ટિનું અવલંબન લેવાથી તત્ત્વ લગભગ અવ્યવહાર્ય જેવો બની જાય છે. નિશ્ચયની સાર્થકતા પણ ત્યારે હોય છે જ્યારે તે વ્યવહારને ધરાતલ પર ઉતારી જવાતો હોય, એવી રીતે વ્યવહારની સાર્થકતા પણ એમાં છે જ્યારે તે નિશ્ચયને પોતાના લક્ષ્યબિંદુમાં સ્થિર કરી ચાલતા હોય. એકાંત નિશ્ચયષ્ટિ અવ્યવહાર્ય થવાથી વીતરાગ પરમાત્માએ નિશ્ચય અને વ્યવહાર બંને દૃષ્ટિએથી તત્ત્વ-નિરૂપણ કર્યું છે.
નિશ્ચય દૃષ્ટિથી આત્માના અધ્યવસાયોમાં પ્રગટ થયેલો સમ્યકત્વ જે વ્યવહારના રૂપમાં અભિવ્યક્ત થાય છે, તેનો ઉલ્લેખ આવશ્યક સૂત્ર'ની ઉપર્યુક્ત ગાથામાં સૂત્રકારે કર્યો છે - અર્થાત્ નિશ્ચય સમ્યકત્વને વ્યવહારના માધ્યમથી અભિવ્યક્ત કર્યું છે. એમાં કહેવાયું છે કે હું અહંન્ત પરમાત્માને દેવ રૂપમાં, સુસાધુજનોને ગુરુના રૂપમાં અને વીતરાગ દ્વારા પ્રરૂપિત તત્ત્વને ધર્મના રૂપમાં અંગીકાર કરું છું. આ તત્ત્વ-શ્રદ્ધાન રૂપ અધ્યવસાયથી પ્રગટ થયેલ (૧૨૮) આ જ નો છે જે જિણધમો)
Page #146
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વનું વ્યાવહારિક સ્વરૂપ છે. નિશ્ચય દૃષ્ટિથી તો આત્મા સ્વયં દેવ છે, સ્વયં ગુરુ છે, સ્વયં ધર્મસ્વરૂપ છે. જો એકાંત રૂપથી આ નિશ્ચય દૃષ્ટિ શુદ્ધ હોય તો શાસ્ત્રકાર ‘રિહંતો મદ દેવો' શા માટે ફરમાવતા? આનાથી સ્પષ્ટ થાય છે કે ધર્મરથની ગતિ વ્યવહાર અને નિશ્ચયનાં બે ચક્રોથી થાય છે, કોઈ એકથી કદાપિ નહિ. એમ કહેવાયું છે કે વ્યવહારનયને અસભૂત અથવા મિથ્યા સમજવા ન જોઈએ. કારણ કે આ પણ નિશ્ચયની જેમ વીતરાગ દેવ દ્વારા પ્રરૂપિત અને અનુજ્ઞાપિત છે. વ્યવહારનયની જો ઉપેક્ષા કરવામાં આવે તો તીર્થનો વિચ્છેદ પ્રાપ્ત થાય છે અને આખી ધાર્મિક અને આધ્યાત્મિક ઇમારત જ પડી જાય છે. તેથી તીર્થકર દેવોએ વ્યવહાર સમ્યકત્વનું સ્વરૂપઉક્ત ગાથામાં પ્રદર્શિત કર્યું છે. ઉક્ત ગાથામાં આવેલા “દિય’ શબ્દ વિશેષ રૂપથી ધ્યાન આપવા યોગ્ય છે. તેનો અર્થ છે - મેં સમ્યકત્વ રત્નને ગ્રહણ કર્યું છે. આ એ વાતને ધ્વનિત કરે છે કે આ સમ્યકત્વ-રત્નનું ગ્રહણ સ્વયમેવ થયું નથી. પરંતુ “પર વારાં મહિં મંતિ વા ” તીર્થંકરાદિથી અથવા અન્ય જ્ઞાનીઓથી સાંભળીને એમના ઉપદેશથી આવિર્ભત થયેલ છે. સ્પષ્ટ રીતે આ અધિગમ સમ્યગુદર્શન છે, જે બીજાના ઉપદેશના ફળસ્વરૂપે પ્રગટ થયા છે.
આધુનિકતાના પ્રવાહમાં વહેનારાં કતિષય બુદ્ધિવાદી આ તર્ક પ્રસ્તુત કરે છે કે સમ્યકત્વ લેવા-દેવા જેવું નથી. લેણ-દેણ બાહ્ય વસ્તુનું થાય છે, સમ્યકત્વ તો આત્મા-જાગૃતિ છે. એને કોઈ વ્યક્તિ શું આપે અને કોઈ વ્યક્તિ કેવી રીતે લઈ શકે? શ્રમણ ભગવાન મહાવીરે આત્માના સ્વરૂપ, તત્ત્વના સ્વરૂપનું વર્ણન તો કર્યું, પરંતુ આગમમાં ક્યાંય પણ આવો ઉલ્લેખ નથી કે એમણે કોઈપણ વ્યકિતને સમ્યકત્વ આપ્યું અથવા કોઈ વ્યક્તિએ એમની પાસેથી સમ્યકત્વ લીધું. ભગવાન વ્યવહાર દષ્ટિથી શ્રાવકનાં વ્રતોના તથા સાધુવ્રતોના તો સાક્ષી રૂપમાં દાતા રહ્યા છે, પરંતુ સમ્યકત્વના નહિ. કારણ કે આ તો આત્મજ્યોતિ છે. અંદરની શ્રદ્ધા, નિષ્ઠા અને અનુભૂતિ છે. ગુરુના નિમિત્તથી, ઉપદેશથી અને અન્ય કોઈ નિમિત્તથી તે જ્યોતિ જાગી તો શકે છે, પરંતુ જાગે છે તો પોતાની અંદર જ.
ઉક્ત ઉદ્ધરણમાં તર્ક પ્રસ્તોતા અને નિશ્ચય સમ્યકત્વ જે આત્માના તત્ત્વાર્થ-શ્રદ્ધાન રૂપ અધ્યવસાયાત્મક છે – તેને જ લક્ષ્યમાં રાખ્યું છે. અને વીતરાગ દ્વારા ઉપદષ્ટિ વ્યવહાર સમ્યકત્વને દૃષ્ટિથી ઓઝલ રાખ્યો છે. નિઃસંદેહ નિશ્ચય સમ્યકત્વ આદાન-પ્રદાન અથવા લેણ-દેણની વસ્તુ નથી, પરંતુ આ નિશ્ચય દૃષ્ટિથી તો વ્રત-પ્રત્યાખ્યાન અને ચારિત્ર પણ આદાન પ્રદાનની અને લેણ-દેણની વસ્તુ નથી ઠરી શકતી. કારણ કે વ્રત ચારિત્ર તો આત્માના અધ્યવસાયોથી જ હોય છે. ચારિત્ર-મોહનીયના ક્ષયોપશમથી થનાર પરિણામ જ ચારિત્ર છે. જેમ દર્શન-મોહનીયના ક્ષયોપશમાદિથી સમ્યકત્વ પેદા થાય છે, તેવી રીતે ચારિત્ર-મોહનીયના ક્ષયોપશમથી વ્રત-પ્રત્યાખ્યાનાદિ ચારિત્ર થાય છે. જો તર્ક પ્રસ્તોના અનુસાર આત્માના અધ્યવસાયરૂપ સમ્યકત્વનું આદાન-પ્રદાન થઈ શકતું નથી, તો આત્માના અધ્યવસાયરૂપ ચારિત્રનું પણ આદાન-પ્રદાન થઈ શકતું નથી. [ આપશમિકાદિ સમ્યક્ત્વોનાં સ્વરૂપ છે
૧૨૯)
Page #147
--------------------------------------------------------------------------
________________
ઉક્ત ઉદ્ધરણમાં તર્ક પ્રસ્તોતાએ સ્વીકાર કર્યો છે કે - “ભગવાન મહાવીર વ્યવહાર દૃષ્ટિથી શ્રાવકનાં વ્રતો તથા સાધુનાં વ્રતોના સાક્ષી રૂપમાં દાતા છે, તો એ દર્શન-મોહનીયના ક્ષયોપશમાદિ રૂપ સમ્યકત્વના પણ સાક્ષીમાં દાતા કેમ ન હોય? જેમ નિશ્ચય-સમ્યકત્વ આદાન-પ્રદાનની વસ્તુ નથી, તેવી રીતે નિશ્ચય-ચારિત્ર પણ આદાન-પ્રદાનની વસ્તુ નથી. જેમ વ્યવહાર-ચારિત્રનું આદાન-પ્રદાન થાય છે. જેમ કે તર્ક પ્રસ્તોતાને પણ માન્ય કરવામાં આવે અને વ્યવહાર સમ્યકત્વને માન્ય કરવામાં ન આવે, તેની પાછળ કોઈ તર્કસંગત કારણ નથી. જો કહેવાય કે સમ્યકત્વની જ્યોતિ અંદરથી પ્રગટે છે, તો ચારિત્રની જ્યોતિ પણ અંદરથી પ્રગટે છે, કારણ કે તે પણ આત્માનું સ્વરૂપ છે. વ્રતાદિનું આદાન-પ્રદાન યોગ્ય માનવું અને સમ્યકત્વનું આદાન-પ્રદાન યોગ્ય ન માનવું. નિતાના પક્ષપાતપૂર્ણ અને ભ્રાંતિપૂર્ણ મત છે.
ઉકત તર્ક પ્રસ્તોતા’એ પણ સ્વીકાર કર્યો છે કે – “ગુરુના નિમિત્તથી, ઉપદેશથી અને અન્ય કોઈ નિમિત્તથી તે સમ્યકત્વની જ્યોતિ જાગી તો શકે છે, પરંતુ જાગે છે પોતાના અંદરથી જ. બરાબર એ જ રીતે આ પણ કહી શકાય કે ગુરુના નિમિત્તાદિથી ચારિત્રની જ્યોતિ જાગી શકે છે, પરંતુ જાગે છે પોતાના અંદરથી જ. તો ભગવાન ચારિત્ર રૂપ વ્રતાદિના સાક્ષી હોય છે તો સમ્યકત્વના સાક્ષી કેમ નથી હોતા ? અવશ્ય જ તેઓ જેમ વ્રતાદિના સાક્ષી હોય છે, તેવા જ સમ્યકત્વના પણ સાક્ષી હોય છે. ભગવાન ન માત્ર સાક્ષી હોય છે, પરંતુ એમને સ્વયં પોતાના મુખારવિંદથી ત્યાગ-પ્રત્યાખ્યાન સંયમ આદિનું દાન કર્યું.
‘તર્ક પ્રસ્તોતા'માં લખાયું છે કે - “આગમમાં ક્યાંય સમ્યકત્વના આદાન-પ્રદાનનો ઉલ્લેખ નથી. તેમનું આ કથન સંગત નથી. આગમોમાં આવાં અનેક ઉદાહરણો મળે છે. ઉપાશક-દશાંક સૂત્ર'માં સ્પષ્ટ રૂપથી કહેવાયું છે કે - “સ્વયં શ્રમણ ભગવાન મહાવીર સકલાલ પુત્રના સ્થાન પર પધાર્યા અને પોતાના સત્યધર્મના ઉપદેશ દ્વારા એમની આત્માની મિથ્યાત્વ પર્યાયને હટાવીને સમ્યગુદર્શનના શુદ્ધ-પર્યાયને પ્રગટ કરવાના હેતુ સમ્યકત્વ રૂ૫ બોધ-બીજ પ્રદાન કર્યું છે. શું આ સમ્યકત્વનું લેણ-દેણ નથી ?”
આ સર્વસાધારણને જ્ઞાત જ છે કે પ્રભુ મહાવીરે ચંડકૌશિક સાપની બાબીની પાસે જઈને તેને “બંનુદ-સંબુદ ચંદુ વોલિયા લિંક પુસિ - હે ચંડકૌશિક ! સમજ, સમજ, કેમ સમજતો નથી?” કહીને પ્રતિબોધિત કર્યો. નાગરાજને પ્રતિબોધ આપવા માટે સ્વયં પ્રભુ મહાવીર તેના દરની પાસે પહોંચ્યા. શું ભગવાને ચંડકૌશિકને બોધિ-બીજ નથી આપ્યું? શું ચંડકૌશિક એ બોધિ-બીજને નથી અપનાવ્યું ?
ઉપાસક દશાંગ સૂત્ર'માં સ્પષ્ટ રૂપથી સમ્યકત્વ-ગ્રહણ સંબંધી ઉલ્લેખ છે કે -
द्दहामि णं भंते ! णिग्गंथं पावयणं, पत्तियामिणं भंते । णिग्गंथं पावयणं, रोएमि णं भंते ग्गिंथे पावयणं एवमेयं भंते । तहमेयं भंते ! अवितहमेयं भंते, इच्छियमेयं भंते ! पडिच्छियमेयं भंते ।
- ઉપાશક દશાંગસૂત્ર (૧૩૦) TO
00000 જિણધમો)
Page #148
--------------------------------------------------------------------------
________________
હે ભગવન્! હું નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા, પ્રીતિ, રુચિ રાખું છું. ભગવન્! આ એવું જ છે, જેવું તમે ક્યાંક કહેલ નિગ્રંથ પ્રવચન સત્ય છે, યથાર્થ છે, તથ્ય છે, મને અભીણિત છે તથા અભિપ્રેત છે.
થાવસ્યા અણગારે સુદર્શનને શૌચ-મૂલક ધર્મનો પરિત્યાગ કરીને નિગ્રંથ પ્રવચનમાં પ્રતિબદ્ધ કર્યા હતા. તે પાઠ આ પ્રકાર છે -
तत्थणं से सुदंसणे संबुद्धे । एवं खलु सुदंसणेणं सोच्च धम्मं विप्पजहाय विणयमूले धम्मे पडिवन्ने ।
- જ્ઞાતા ધર્મકથાંગ, અ-૫ અનાથી મુનિના ઉપદેશથી સમ્રાટ શ્રેણિક દઢ શ્રદ્ધાળુ સમ્યકત્વી બન્યા હતા. આચાર્ય સિદ્ધસેન દિવાકરે અવંતીના રાજા વિક્રમાદિત્યને જિન મતાનુયાયી બનાવ્યા હતા.
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે ગુજરાતના નરેશ સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ આદિને સમ્યકત્વ પ્રદાન કરી જિન-ભક્ત બનાવ્યા હતા.
સધર્મ ધુરીણ આચાર્ય સુહસ્તિ, પાટલિપુત્ર નગરના શ્રેષ્ઠી વસુભૂતિના આગ્રહથી એમના પરિવારને પ્રતિબોધિત કરવા અને સમ્યકત્વના લાભ આપવા માટે તેમના ઘરે ગયા હતા.
આવાં અનેક ઉદાહરણ છે, જેનાથી સમ્યકત્વનું દાન અને ગ્રહણ થવાનું સિદ્ધ થયું છે.
સ્વયં શ્રમણ પ્રભુ મહાવીરે પોતાના નિવણકાળના અંતિમ સમયમાં ગૌતમ સ્વામીને દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ આપવા મોકલ્યા હતા. શ્રી પ્રભવ સ્વામીએ બ્રાહ્મણ અવસ્થામાં રહેલ - શ્રી શય્યભવ સ્વામીને બોધિત કરવા માટે પોતાના શિષ્યોને મોકલ્યા હતા. એવું જૈન ઇતિહાસમાં વર્ણન ઉપલબ્ધ છે.
ઉક્ત આગમિક અને ઐતિહાસિક પ્રમાણોના આધારથી આ સિદ્ધ થાય છે કે જેમ વ્યવહાર-ચારિત્રનું આદાન-પ્રદાન થાય છે અને સાક્ષીના રૂપમાં ભગવાન વ્યવહાર-ચારિત્રના પ્રત્યાખ્યાન આદિ આપે છે, એવી રીતે વ્યવહાર-સમ્યકત્વનું પણ આદાન-પ્રદાન થાય છે અને ભગવાન વ્રતાદિની જેમ એ વ્યવહાર-સમ્યકત્વના પણ સાક્ષી હોય છે. જેમ નિશ્ચયચારિત્ર અંતરંગની વસ્તુ હોવા છતાં પણ શ્રુત-પ્રત્યાખ્યાનના રૂપમાં તેનું આદાન-પ્રદાન થાય છે, તેવી રીતે નિશ્ચય-સમ્યકત્વ પણ અંતરંગ વસ્તુ હોવા છતાં પણ વ્યવહાર-સમ્યકત્વના રૂપમાં તેનું આદાન-પ્રદાન શાસ્ત્રસંમત છે.
તર્ક પ્રસ્તોતા’એ આગળ લખ્યું છે કે – “ભગવાન મહાવીર અને અન્ય મહાન આચાર્યોએ વ્રત તો દીધા, પરંતુ સમ્યકત્વ આપ્યું નથી. સમ્યકત્વ તો સ્વયં સ્કૂર્ત થાય છે. તેનો પરિબોધ આપવામાં આવે છે, બીજું કશું નહિ. સત્ય એ છે કે સમ્યકત્વ એક દૃષ્ટિ છે, જે આપી શકાતું નથી. સ્વતઃ ખૂલે છે. એ દષ્ટિને જે બંધ છે, ખોલવામાં ગુરુ નિમિત્ત બને છે, એનાથી અધિક કશું નહિ. - ઉક્ત કથન આંશિક રૂપથી શાસ્ત્ર વિરુદ્ધ છે. ઉપર આ સિદ્ધ કરેલું છે કે શ્રમણ ભગવાન મહાવીર અને અન્ય આચાર્યોએ વ્રત પણ દીધા અને સમ્યકત્વ રૂપ બોધિ-બીજનું દાન પણ કર્યું. દૂ ઓપશમિકાદિ સમ્યક્ત્વોનાં સ્વરૂપ છે
જે ૧૩૧)
Page #149
--------------------------------------------------------------------------
________________
સમ્યક્ત્વને સ્વયં સ્ફૂર્ત જ કહેવું શાસ્ત્ર વિરુદ્ધ વચન છે. શાસ્ત્રોમાં તો સમ્યક્ત્વને નિસર્ગ અને અધિગમના રૂપમાં પ્રતિપાદિત કરેલ છે. - માત્ર નિસર્ગ રૂપ જ નહિ. ‘તત્ત્વાર્થ સૂત્ર’ના સૂત્રકાર આચાર્ય શ્રી ઉમાસ્વાતિએ પણ ‘તન્નિસ વધિામાદા' સૂત્ર દ્વારા એ પણ પ્રતિપાદિત કર્યું છે અનેક પૂર્વાચારોએ તો એ પણ પ્રતિપાદિત કર્યું છે કે નિસર્ગજ સમ્યગ્દર્શનમાં ભલે જ કોઈ સાક્ષાત્ તાત્કાલિક કારણ દૃષ્ટિગોચર ન થાય, પરંતુ પૂર્વકાલિક સંસ્કાર તેમાં નિમિત્તભૂત થાય છે. જેમ કે દિગંબર આમ્નાયના મોક્ષશાસ્ત્રમાં આ સૂત્રનું વિવેચન કરતા લખાયું છે કે - “કોઈ જીવને આત્મજ્ઞાની પુરુષનો ઉપદેશ સાંભળવાથી તત્કાળ સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે, તેને અધિગમજ કહે છે. અને જેને પૂર્વના સંસ્કારોથી થાય છે, તેને નિસર્ગજ કહે છે.” આ રીતે નિસર્ગજ પણ પૂર્વજન્મ સંસ્કારજનિત ક્ષયોપશમ નિમિત્તક જ હોય છે. આમાં અંતર તત્ક્ષણ અથવા દીર્ઘકાળનું હોય છે.
ઉક્ત સૂત્ર અને તેની વ્યાખ્યાથી સ્પષ્ટ થાય છે કે સમ્યક્ત્વ સ્વયં સ્ફૂર્ત જ થતું નથી, પરંતુ તે અધિગમજ પણ હોય છે. દૃષ્ટિ ન માત્ર સ્વતઃ ખૂલે છે, પરંતુ ખોલી પણ શકાય છે. બંધ ચક્ષુને ખોલવાને જ સમ્યક્ત્વ આપવાનું કહે છે. ગુરુજન પોતાના ઉપદેશ દ્વારા બંધ-દૃષ્ટિને ખોલવાનો જ પ્રયાસ કરે છે, તેમાં જ તેમના ઉપદેશની સાર્થકતા છે. તેથી કહેવાય છે કેअज्ञानतिमिरान्धानां ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै सद्गुरवे नमः
અજ્ઞાનના અંધકારને અંધ વ્યક્તિઓની આંખોના જ્ઞાનરૂપી અંજનની શલાકાથી જેમણે ખોલ્યા છે એ સદ્ગુરુદેવને નમસ્કાર હો.
આ પ્રકારે ચક્ષુઓને ખોલવા જ તેમને સમ્યક્ દૃષ્ટિ આપવી છે. આ અભિપ્રાયથી આગમમાં અરિહંત ભગવાનને ‘અવુવાળ’ જ્ઞાનરૂપી ચક્ષુઓને આપનાર કહેવાયા છે. દૃષ્ટિ આપી નથી શકાતી, સ્વતઃ ખૂલે છે. આ કહેવાથી ‘વસ્તુયાળ’ પદનો કોઈ અર્થ રહેતો નથી. સમ્યક્ત્વના આદાન-પ્રદાનના નિષેધક ઉપાધ્યાય અમર મુનિજીએ ‘સામાયિક સૂત્ર’માં પૃષ્ઠ ૧૭૩ પર સમ્યક્ત્વ સૂત્ર અને ગુરુ વંદનનું વિવેચન કરતા સ્વયં લખ્યું છે . “સદ્ગુરુ જ અજ્ઞાન-અંધકારને દૂર કરી શકે છે, જીવનમંદિરમાં તે જ પ્રકાશમાન દીપક છે, જે લઈને જીવનની વિરાટ ઘાટીઓને પાર કરી શકાય છે. અસ્તુ, ગુરુ બનાવતા સમયે વિચાર કરો. જ્ઞાન અને ક્રિયાની ઊંચાઈને પારખો. ત્યાગ અને વૈરાગ્યનો જ્યોતિ-પ્રકાશ જુઓ. એવા ગુરુ જ સંસારસમુદ્રથી સ્વયં તરે છે અને બીજાને તારે છે.
‘શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ સ્તોત્ર’માં પણ કહેવાયું છે કે - “શિવપતરુવીનું વોધિવીન વાસ્તુ' અર્થાત્ મોક્ષપદરૂપી વૃક્ષના બીજરૂપ સમ્યક્ત્વ પ્રદાન કરે.
ઉક્ત અવતરણોથી સ્વયં સિદ્ધ થઈ જાય છે કે બોધિબીજ આપનાર ગુરુ હોય છે અને એની પસંદગી કરતા સમયે ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. એનાથી એ પણ સિદ્ધ થાય છે કે બોધબીજ સમ્યક્ત્વ આપી - લઈ શકાય છે.
જિણધમ્મો
૧૩૨
Page #150
--------------------------------------------------------------------------
________________
૨૩
સમ્યક્ત્વના ૬૦ બોલ
સમ્યક્ત્વની શુદ્ધતાને માટે પૂર્વાચારોએ ૬૭ બોલને પ્રતિપાદિત કર્યા છે. તે બોલ આ પ્રકારે છે - चउसद्दहण तिर्लिंग दस विणय-तिसुद्धि पंचगय दोसं । अट्ठपभावण भूसण- लक्खण पंचविहि संजुत्तं ॥१॥ छव्विह जयणाऽऽगारं छब्भावण भाविअं च छट्टाणं । इय सत्तसट्ठि दंसण-भेअ विसुद्धं तु सम्मत्तं ॥२॥ શ્રદ્ધાન ૪, લિંગ ૩, વિનય ૧૦, શુદ્ધિ ૩, દૂષણ-ત્યાગ ૫, પ્રભાવના ૮, ભૂષણ ૫, લક્ષણ પ, યતના ૬, આગાર ૬, ભાવના ૬ અને સ્થાન ૬ - આ રીતે ૬૭ ભેદોથી સમ્યક્ત્વ વિશુદ્ધ હોય છે.
ચાર શ્રદ્ધાન
શ્રદ્ધાન ૪ જેના દ્વારા સમ્યક્ત્વના અસ્તિત્વની પ્રતીતિ થાય છે, એને સમ્યક્ત્વનું શ્રદ્ધાન* કહે છે. શ્રદ્ધાનના ૪ ભેદ છે.
परमत्थ संथवो वा, सुदिट्ठ परमत्थ सेवणा वावि । वावण्ण-कुदंसणवज्जणा य सम्मत्तसद्दहणा ॥
-
- ઉત્તરાધ્યયન, અ-૨૮, ગા-૨૮ અર્થાત્ (૧) પરમાર્થ સંસ્તવ, (૨) સુદૃષ્ટ પરમાર્થ સેવવું, (૩) વ્યાપન્નવર્જન ને (૪) કુદર્શનવર્જન - આ ચાર સમ્યક્ત્વના શ્રદ્ધાન છે. આ કાર્યો કરવાથી એ પ્રતીતિ થાય છે કે કર્તામાં સમ્યક્ત્વનું અસ્તિત્વ છે.
(૧) પરમાર્થ સંસ્તવ ઃ જીવાદિ નવ તત્ત્વ અને રત્નત્રયાદિ પરમાર્થ છે, એનું સંસ્તવ અર્થાત્ પરિચય કરવો ૫રમાર્થ સંસ્તવ છે. જીવાદિ તત્ત્વોના પરિચયથી અર્થાત્ એમના ગહન જ્ઞાનથી પ્રતીતિ થાય છે કે આવા જ્ઞાતામાં સમ્યક્ત્વ છે. શંકા કરવામાં આવે છે કે જીવાદિ પદાર્થોના ગહન જ્ઞાન તો અંગારમર્દકાચાર્ય આદિ અભવ્યોમાં પણ હતું. પરંતુ તે સમ્યક્ત્વી ન હતા. તેથી તે વ્યાખ્યા સાચી નથી. એનું સમાધાન એ છે કે અહીંયાં તત્ત્વોના ગહન જ્ઞાનનો અર્થ તત્ત્વોના અનુભૂતિ-પરક યથાર્થ જ્ઞાનથી છે અને એવા યથાર્થ જ્ઞાન અભવ્ય અંગારમર્દકાદિમાં ન હતા, તેથી ઉક્ત વ્યાખ્યા નિર્દોષ સમજવી જોઈએ.
'तमेव सच्चं णीसंकं जं जिणेहिं पवेइयं ' ‘અયમેવ નિમાંથે પાવયળે કે પરમઢે, તેને ઝળકે ।' જે જિનેશ્વર દેવોએ કહ્યું છે તે સત્ય છે, નિઃશંક છે. નિગ્રંથ પ્રવચન જ અર્થ છે, પરમાર્થ છે, અન્ય બધું અનર્થ છે. ઉક્ત પ્રકારની શ્રદ્ધાની પ્રતીતિ રૂપ પ્રથમ ભેદ પરમાર્થ સંસ્તવ છે. ★ सम्यक्त्वं श्रद्धीयते - अस्तीति प्रतिपद्यते अनेनेति सम्यक्त्वं श्रद्धानं । સમ્યક્ત્વના ૬૦ બોલ
૧૩૩
Page #151
--------------------------------------------------------------------------
________________
(૨) સુદેષ્ટ પરમાર્થ સેવન : જેમણે પરમાર્થને સારી રીતે જાણી લીધો છે એવા રત્નત્રયના ધારકની સેવા-ભક્તિ કરવી, એમની સત્સંગતિ કરવી, તેને સુદઢ પરમાર્થ સેવન નામનું દ્વિતીય શ્રદ્ધાન છે. જે પરમાર્થના જ્ઞાતા આચાર્ય-ઉપાધ્યાય - મુનિરાજ આદિ છે. એમની સેવા કરવાથી સમ્યકત્વની પ્રતીતિ અને પુષ્ટિ થાય છે. સંગતિથી વ્યક્તિને ઓળખી શકાય છે. વ્યક્તિ જે લોકોની સંગતિમાં રહે છે, તેનાથી તેની ઓળખાણ થઈ જાય છે. વિશિષ્ટ લોકોની સંગતિનો વિશેષ લાભ થાય છે. રાજા આદિની સંગતિ કરનારની ઋદ્ધિની પ્રાપ્તિ થાય છે. એવી રીતે જે પરમાર્થના જ્ઞાતાની સંગતિ કરે છે, તે પણ પરમાર્થના જ્ઞાતા બની જાય છે. સુદેષ્ટ પરમાર્થ સેવનથી સમ્યકત્વની પ્રતીતિ અને પુષ્ટિ થાય છે, તેથી આ દ્વિતીય સમ્યકત્વ શ્રદ્ધાન કહેવાય છે.
(૩) વ્યાપકૂવર્જન જેણે સમ્યકત્વનું વમન કર્યું છે અર્થાત્ મિથ્યાત્વ અંગીકાર કરી લીધો છે એવી દર્શનભ્રષ્ટ વ્યક્તિઓની સંગતિનો ત્યાગ કરવો, તે વ્યાપન્નવર્જન નામનું તૃતીય સમ્યકત્વ શ્રદ્ધાન છે. જે વ્યક્તિ પોતાના સમ્યકત્વની સુરક્ષા ઈચ્છે છે, તેઓએ સમ્યકત્વથી ભ્રષ્ટ વ્યક્તિઓના સંસર્ગથી બચવું જોઈએ. કારણ કે સામાન્ય મિથ્યાત્વીની અપેક્ષા સમ્યકત્વ ભ્રષ્ટ વ્યક્તિ વધુ ખતરનાક હોય છે. કારણ કે સમ્યકત્વથી ભ્રષ્ટ હોય છે, તે સમ્યકત્વી પુરુષો પર મિથ્યા દોષારોપણ કરે છે. તેની સંગતિ કરવાથી સમ્યકત્વની હાનિ થાય છે. તેથી સમ્યકત્વને સુરક્ષિત રાખવા માટે વ્યાપન્નવર્જન અર્થાત્ સમ્યકત્વ ભ્રષ્ટના સંસર્ગનો ત્યાગ કરવો જોઈએ, જે એની સંગતિનું વર્જન કરે છે, તેના સમ્યકત્વની પ્રતીતિ અને પુષ્ટિ થાય છે.
(૪) કુદર્શનવર્જન: અન્ય તીર્થિકોની સંગતિ ન કરવી કુદર્શન વર્જન છે. જેમ ખેતરની સુરક્ષા માટે વાડ આવશ્યક છે, તેવી રીતે સમ્યકત્વની સુરક્ષા માટે અન્ય તર્થિકોની સંગતિનો ત્યાગ આવશ્યક છે. ‘ઉત્તરાધ્યયન સૂત્ર'માં પ્રભુ મહાવીરે સ્પષ્ટ ઉદ્ઘોષ કર્યો છે -
तस्सेस मग्गो गुरुविद्धसेवा, विवज्जणा बालजणस्स दूरा । सज्झाय एगंत निसेवणा य सुत्तत्थ सं चिंतणया धिई य ॥
- ઉત્તરાધ્યાયન, અ-૩૨, ગા-૩ જ્ઞાનપ્રાપ્તિનો માર્ગ બતાવતા કહેવાયું છે કે - “ગુરુ અને વૃદ્ધજનોની સેવા કરવી, બાળ-અજ્ઞાનજનોની સંગતિને છોડવી, સ્વાધ્યાય કરવા, એકાંતવાસ કરવો, સૂત્રાર્થનું ચિંતન કરવું અને પૈર્યપૂર્વક - દઢતા સાથે સંયમપાલન કરવું - આ જ્ઞાનપ્રાપ્તિનો ઉપાય છે. ઉક્ત ગાથામાં અજ્ઞાનીજનોની સંગતિ છોડવાનો નિર્દેશ આપ્યો છે. એક સંસ્કૃત સુભાષિતમાં કહેવાયું છે કે - संसर्गजा दोषगुणा भवन्ति
- સુભાષિત રત્ન ખંડ મંજૂષા
(૧૩૪) 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 ( જિણધમો
Page #152
--------------------------------------------------------------------------
________________
સંસર્ગથી દોષો અને ગુણોની પ્રાપ્તિ થાય છે. સારા ગુણીજનોના સંસર્ગથી ગુણોની પ્રાપ્તિ થાય છે, અને દુર્જનોની સંગતિથી દોષોની પ્રાપ્તિ થાય છે. ઊંચાઈ પર ચઢવા માટે શક્તિની આવશ્યકતા છે, પરંતુ નીચે ઊતરવામાં કોઈ કઠિનાઈ પડતી નથી. અનાદિકાલીન મલિન સંસ્કારોના કારણે વ્યક્તિ પતનની તરફ શીધ્ર ઢળી જાય છે, જ્યારે સારપની ઊંચાઈ પર ચઢવામાં પૂર્ણ આત્મબળ લગાવવું પડે છે. સરળતાથી ઢળી જવાની સંભાવનાને લક્ષ્યમાં રાખીને પૂર્વાચાર્યોએ આ શ્રદ્ધાન દ્વારા એક વાડ બનાવી દીધી છે, જેથી સમ્યક્ત્વી પોતાના સમ્યકત્વને સુરક્ષિત રાખી શકે. જ્યારે સમ્યકત્વી સ્વયં એટલો પુષ્ટ થઈ જાય છે કે અન્ય તીર્થીઓથી પ્રભાવિત થવાના બદલે એમને પોતાના તરફ પ્રભાવિત કરી શકે, તો પછી વિશિષ્ટ સ્થિતિમાં વાડની કોઈ અનિવાર્ય આવશ્યકતા સમજવી ન જોઈએ. જ્યાં સુધી પંખીની પાંખ મજબૂત હોતી નથી ત્યાં સુધી તેની સુરક્ષા માટે માળામાં રહેવું જરૂરી છે. જ્યારે પાંખ સુદઢ બની જાય છે, તો તે ઉન્મુક્ત વિચરણ કરી શકે છે. સર્વસાધારણ સભ્યત્વી જીવોને લક્ષ્યમાં રાખીને કુદર્શનવર્જનનું વિધાન કર્યું છે. આવા કુદર્શનવર્જનથી સમ્યત્વની પ્રતીતિ અને પુષ્ટિ થાય છે.
ત્રણ લિંગ આ ચાર સમ્યકત્વના શ્રદ્ધાન બતાવ્યા છે, જે સમ્યકત્વના સૂચક અને પોષક છે.
જેમ ધુમાડો જોઈને અગ્નિનું જ્ઞાન થાય છે અથવા ધજા જોઈને મંદિરનો બોધ થાય છે, તેવી રીતે જ ચિહ્નો દ્વારા સમ્યકત્વની ઓળખ થાય છે, તેને લિંગ (ચિહ્ન) કહેવાય છે. સમ્યકત્વની ઓળખવાળા ત્રણ લિંગ આ પ્રકારે છે -
सुस्सूस धम्मराओ, गुरुदेवाण जहा समाहीए ।
वेयावच्चे नियमो सम्मदिट्ठिस्स लिंगाइं ॥ (૧) શુશ્રુષા (૨) ધર્મરાગ અને (૩) ગુરુ તથા દેવની શક્તિ અનુસાર વૈયાવૃત્ય કરવાના નિયમ - આ ત્રણ સભ્યત્વીના ચિહ્ન છે.
(૧) શુશ્રુષા : ધર્મશ્રવણ કરવાની અભિલાષાને શુશ્રુષા કહેવાય છે. જે રીતે સંગીતશાસ્ત્ર-વેત્તા તરુણ સુમધુર સ્વરલહરીમાં ગાયેલાં ગીતોને ઉત્કંઠાપૂર્વક સાંભળે છે, તે રીતે સમ્યગુદૃષ્ટિ જીવ વીતરાગ પ્રવચનોને શ્રવણ કરવા માટે તત્પર રહે છે અને તલ્લીનતાની સાથે શ્રવણ કરે છે. સમ્યકત્વ હોવાથી જ શ્રતોને - શાસ્ત્રોને સાંભળવાની ઉત્કૃષ્ટ ઉત્કંઠા થાય છે, તેથી શુશ્રુષાને સમ્યકત્વ અથવા સમ્યકત્વનું લિંગ (ચિહ્ન) મનાય છે.
(૨) ધર્મરાગ : શ્રુત-ચારિત્રરૂપ ધર્મના પ્રતિ ગાઢ અનુરાગ રાખવો - સમ્યકત્વીના ચિહ્ન છે. જેમ કે ત્રણ દિવસની ક્ષુધાતુર વ્યક્તિ ખીર આદિ મનોજ્ઞ અને સ્વાદિષ્ટ ભોજનને પ્રાપ્ત કરીને તેને રુચિપૂર્વક આનંદિત થતા સેવન કરે છે, તેવી રીતે સમ્યગુષ્ટિ જીવ જિનવાણીનું શ્રવણ કરવા માટે લાલાયિત રહે છે અને જ્યારે તેને એવા સંયોગ મળે છે, તો પોતાના જીવનને ધન્ય માને છે. દૂ સમ્યક્ત્વના ૬૦ બોલD
૧૩૫
Page #153
--------------------------------------------------------------------------
________________
જો કે અહીં ધર્મરાગના શ્રત અને ચારિત્ર બંને ધર્મના પ્રતિ ગાઢ અનુરાગ રાખવાનું કહેવાયું છે. તથાપિ ત્યાં વિશેષ રૂપથી ચારિત્ર-ધર્મ પર અનુરાગ રાખવો - સમજવો જોઈએ, કારણ કે પ્રથમ ચિહ્ન શુશ્રષામાં શ્રુત-ધર્મનું અલગથી નિર્દેશ કરવામાં આવે છે. ભલે સમ્યગુદૃષ્ટિ જીવ તથાવિધ કર્મોદયથી ચારિત્ર રૂપ ધર્મનું સેવન પણ ન કરી શકે, તથાપિ તેના ચિત્તમાં ચારિત્ર-ધર્મના પ્રતિ એવો જ દઢ અનુરાગ હોય છે. જેમ ક્ષુધાતુરને સ્વાદિષ્ટ મનોજ્ઞ ભોજનના પ્રતિ પ્રીતિ હોય છે. તે એ ભાવના અવશ્ય રાખે છે કે તે એક દિવસ ધન્ય થશે, જ્યારે હું ચારિત્ર ધર્મનો અંગીકાર કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરીશ.
(૩) વૈયાવૃત્ય જેમ વિદ્યા સિદ્ધ કરનાર અભિલાષી વ્યક્તિ યોગ્ય સાધકનો યોગ મળવાથી હર્ષનો અનુભવ કરે છે અને એકાગ્ર ચિત્તથી વિદ્યા-સાધનામાં તલ્લીન થઈ જાય છે, તેવી રીતે સમ્યગુદૃષ્ટિ જીવ પણ પોતાના પરમોપકારી દેવ અને ગુરુની યથોચિત્ત ભક્તિ કરવામાં તત્પર અને તલ્લીન રહે છે.
અહીં એક પ્રશ્ન કરી શકાય છે કે વૈયાવૃત્ય તો તપના અંતર્ગત આવે છે. બાર પ્રકારના તપમાં વૈયાવૃત્યનો સમાવેશ છે, તેથી વૈયાવૃત્ય ચરિત્રનો અંશ છે. જો સમ્યગુદૃષ્ટિમાં અથવા સમ્યકત્વમાં વૈયાવૃત્યનું લિંગ હોય જ છે, તો અવિરત સમ્યગુષ્ટિ ગુણસ્થાનકનો અર્થ શું હોય? સમાધાન એ છે કે આ પ્રકારનું વૈયાવૃત્ય રૂપ ચારિત્ર અલ્પતમ હોવાથી તેના ચારિત્રના રૂપમાં વિવક્ષા કરી નથી. જેમ સંમૂર્ણન જીવોમાં ઔઘાદિ સંજ્ઞાનો અભાવ હોવા છતાં પણ સંજ્ઞી માની શકતું નથી. કારણ એમાં વિશિષ્ટ સંજ્ઞાનો અભાવ છે.
દસ વિનય
ધર્મનો મૂળ વિનય છે. કહેવાય છે - “થપ્પલ્સ વિUTો મૂત્ન ' જ્યાં વિનય હોય છે ત્યાં અન્યાન્ય ગુણ સ્વયં પ્રગટ થઈ જાય છે. સમ્યકત્વી પુરુષમાં વિનય-વિનમ્રતા ગુણ સહજ રૂપમાં હોય છે. વિનયશીલ વ્યક્તિ જ સાધનાના માર્ગ પર આગળ વધી શકે છે, અભિમાની નહિ. જેમાં અક્કડપન સ્તબ્ધત્વ થાય છે તે કોઈ પ્રકારની વિશિષ્ટ શિક્ષા અથવા યોગ્યતા પ્રાપ્ત કરવામાં અસમર્થ રહે છે. તેના વિપરીત વિનયશીલ આત્મા ગુરુજનોને પ્રસન્ન કરતા ઉત્તરોત્તર જ્ઞાનાદિ રત્નોથી પરિપૂર્ણ બની જાય છે, તેથી વિનયને ધર્મનું મૂળ કહ્યું છે. જેમ ફળોથી લદાયેલું વૃક્ષ નમ્ર થઈ જાય છે, પાણીથી ભરેલાં વાદળાં પૃથ્વીની બાજુ ઝૂકી જાય છે, તે રીતે સજ્જન જ્ઞાન-સંપત્તિ મેળવીને નમ્ર થઈ જાય છે. સમ્યકત્વી વ્યક્તિ પણ સમ્યકત્વીને મેળવી વિનયી બની જાય છે. વિનય-ધર્મથી સમ્યકત્વની પુષ્ટિ અને પ્રતીતિ થાય છે. પરંતુ વિનય નિઃસ્વાર્થભાવથી કરવો જોઈએ. સ્વાર્થની ભાવનાથી કરેલો વિનય, વિનય નથી, ચાપલૂસી છે. આત્મકલ્યાણના અભિલાષીઓએ સમ્યકત્વધારી વ્યક્તિઓ નિમ્નાંકિત ૧૦ વિનયપાત્રોનો વિનય કરવો જોઈએ.
(૧૩૬)0000000000000000 જિણધમો )
Page #154
--------------------------------------------------------------------------
________________
(૧) અરિહંત-વિનય ઃ જે રાગદ્વેષ શત્રુઓના વિજેતા છે, જે અઢાર દોષોથી રહિત થઈ ચૂક્યા છે એ અરિહંત દેવોનો વિનય કરવો.
(૨) સિદ્ધ-વિનય : જે આઠ કર્મોને ક્ષીણ કરીને મોક્ષ પ્રાપ્ત કરી ચૂક્યા છે એવા સિદ્ધ-પરમાત્માનો વિનય કરવો. ક્યાંક-ક્યાંક સિદ્ધ-વિનયના સ્થાન પર અરિહંત પ્રરૂપિત ધર્મનો વિનય કરવાનો ઉલ્લેખ છે, ત્યાં અરિહંત-વિનયમાં જ સિદ્ધ-વિનયનો સમાવેશ સમજી લેવો જોઈએ.
(૩) આચાર્ય-વિનય : જે સ્વયં પાંચ આચારોનું પાલન કરતા અન્ય સાધકોને પણ પંચાચારનું પાલન કરાવે છે, એવા સંઘનાયકનો વિનય કરવો.
(૪) ઉપાધ્યાય વિનય : વિતરાગ પ્રરૂપિત આગમોના સ્વયં ગહન અધ્યયન અન્ય સાધકોને અધ્યયન કરાવે છે, એવા ઉપાધ્યાયનો વિનય કરવો.
(૫) સ્થવિર-વિનય : જ્ઞાનવૃદ્ધ, ચારિત્રવૃદ્ધ અને વયોવૃદ્ધ સાધકોનો વિનય કરવો. જેમની ઉંમર ૬૦ વર્ષ અથવા તેનાથી વધુ હોય તે ઉંમર સ્થવિર કહેવાય છે. જેમની દીક્ષા-પર્યાય ૨૦ વર્ષ અથવા તેનાથી ઉપર હોય તે પર્યાય-સ્થવિર કહેવાય છે. સ્થાનાંગ સમવાયાંગ સૂત્રોના જે જ્ઞાતા છે તે શ્રુત-સ્થવિર કહેવાય છે. આ સ્થવિરોનો વિનય કરવો સ્થવિર-વિનય છે.
(૬) કુળ-વિનય એક ગુરુ દ્વારા દીક્ષિત શ્રમણોના વર્ગને કુળ કહે છે. આવા કુળનો વિનય અર્થાત્ કુળની મર્યાદાઓનું પાલન કરવો કુળ-વિનય છે.
(૭) ગણ-વિનય : એક આચાર્ય પરંપરામાં સ્થિત સાધક વર્ગને ગણ કહે છે. આવા ગણ અર્થાત્ ગણની મર્યાદાઓનું પાલન કરવું ગણ-વિનય છે.
(૮) સંઘ-વિનય : સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાના સમુદાય રૂપ ચતુર્વિધ સંઘની યથાયોગ્ય વિનય-ભક્તિ અર્થાત્ ધર્મસંઘની મર્યાદાઓનું પાલન કરવું સંઘ-વિનય છે.
(૯) સ્વધર્મી-વિનય જેનો શ્રુત-ચારિત્રરૂપ ધર્મ સમાન હોય અર્થાત્ સમાન ધર્મનું આચરણ કરનાર હોય, તેનો વિનય કરવો.
(૧૦) ક્રિયાવાનનો વિનય : જે વીતરાગ પ્રભુ દ્વારા પ્રરૂપિત આત્મા, પરમાત્મા, નરક-સ્વર્ગ આદિ પર આસ્થા રાખતા હોય - એવા સમ્યગ્દષ્ટિનો અને ચારિત્રશીલ વ્યક્તિનો વિનય કરવો ક્રિયા-વિનય, ચારિત્ર-વિનય અથવા દર્શન-વિનય છે. ધર્મ-ધર્મીમાં અભેદ સંબંધ માનીને એવી વિવક્ષા કરી છે.
ઉક્ત રીતિથી વિનયનું આચરણ કરવાથી દર્શન-શુદ્ધિ થાય છે. સમ્યકત્વની પ્રતીતિ આ દસ પ્રકારના વિનય દ્વારા પણ થાય છે. દૂ સમ્યકત્વના છઠ બોલો
ન૧૩૦)
Page #155
--------------------------------------------------------------------------
________________
ત્રણ શુદ્ધિ
સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ ગયા પછી તેને વધુ વિશુદ્ધ બનાવવા માટે ત્રણ પ્રકારની શુદ્ધિઓ બતાવી છે :
(૧) મન-શુદ્ધિ (૨) વચન-શુદ્ધિ (૩) કાયા-શુદ્ધિ.
(૧) મન-શુદ્ધિ : મનથી વીતરાગ દેવ, નિગ્રંથ, ગુરુ અને કેવળી પ્રરૂપિત નિરારંભ ધર્મને જ સારભૂત સમજવા અને બાકી બધા જગતને અસાર માનવા મનઃ શુદ્ધિ છે.
:
(૨) વચન-શુદ્ધિ : વચન દ્વારા ઉપર્યુક્ત દેવ, ગુરુ, ધર્મના ગુણ-કીર્તન કરવાં. (૩) કાયાશુદ્ધિ : શરીર દ્વારા ઉક્ત દેવ, ગુરુ, ધર્મને નમસ્કાર કરવા. સમ્યક્ત્વી જીવ નિરારંભી દેવ, ગુરુ, ધર્મને મનથી સારું સમજે છે. વચનથી તેમના જ ગુણગાન કરે છે અને કાયા દ્વારા તેમને જ નમન કરે છે. આવું કરવાથી તેના ત્રણ યોગોના વ્યાપારવિચાર-ઉચ્ચાર અને આચાર પવિત્ર બને છે. કહ્યું છે :
:
"
मुत्तूण जिणं, मूत्तूण जिणमयं जिणयमट्ठिए मुत्तूणं । संसार कत्तवारं चिंतिज्जंतं નમં સેકં
જિનેશ્વર દેવ, તેના દ્વારા પ્રરૂપિત ધર્મ અને તેનું આચરણ કરનારના અતિરિક્ત શેષ જગત કચરાના સમાન અસાર છે. આવું ચિંતન કરવાથી સમ્યક્ત્વની વિશોધિ થાય છે. પાંચ દૂષણ-ત્યાગ
જેમ વાત, પિત્ત, કફ આદિ દોષોના ઉદ્ભવથી શરીર રોગી થાય છે, તેવી રીતે સમ્યક્ત્વમાં લાગતા દોષોથી સમ્યક્ત્વ દૂષિત થઈ જાય છે. આવાં દૂષણોથી બચવા માટે સમ્યક્ત્વીએ સદા જાગરુક અને સાવધાન રહેવું જોઈએ. તે દૂષણ પાંચ બતાવ્યા છે - संका कंखा वितिगिच्छा पसंस तह संथवो कुलिंगी । सम्मत्तस्सऽइयारा परिहरिअव्वा યન્નેનું
(૧) શંકા (૨) કાંક્ષા (૩) વિચિકિત્સા (૪) મિથ્યાર્દષ્ટિ પ્રશંસા અને (૫) મિથ્યાર્દષ્ટિ સંસ્તવ. આ પાંચ સમ્યક્ત્વને દૂષિત કરે છે, તેથી સમ્યક્ત્વીને પ્રયત્નપૂર્વક આ અતિચારોને છોડવા જોઈએ. એનું સ્વરૂપ આ પ્રકાર છે :
(૧) શંકા : સર્વજ્ઞ વીતરાગ ભગવાન દ્વારા ઉપદિષ્ટ તત્ત્વોમાં સંદેહ કરવો, શંકા નામનું દૂષણ છે. ક્ષયોપશમની મંદતાના કારણે જૈન-સિદ્ધાંતની ગહન વાતો જો સમજમાં ન આવે તો તેના વિષયમાં પણ સમ્યક્ત્વીને આ નિશ્ચય હોવો જોઈએ કે ‘તમેવ સબંળીસંજ નં નિગેહિં પવયં' તે સત્ય છે. તે નિઃશંક છે, જે જિનેશ્વર દેવોએ કહ્યું છે. એ જ સમ્યક્ત્વીનો મુદ્રાલેખ હોવો જોઈએ. જિજ્ઞાસા બુદ્ધિથી શંકા કરવી અતિચારનું દૂષણ નથી, પરંતુ શંકાશીલ બની રહેવું અથવા શંકાનું સમાધાન ન કરવું અતિચાર છે. શંકા કરવાથી
૧૩૮
જિણધમ્મો
Page #156
--------------------------------------------------------------------------
________________
આત્મા અસ્થિર બને છે. એ અસ્થિરતાના કારણે સમ્યકત્વ પણ અસ્થિર બની જાય છે. તેથી સમ્યકત્વને સ્થિર અને સુદઢ રાખવા માટે શંકારૂપ દૂષણ દૂરથી જ છોડી દેવું જોઈએ.
(૨) કાંક્ષાઃ એકાંતવાદી, અસર્વજ્ઞ અને રાગ-દ્વેષાદિયુક્ત પુરુષો દ્વારા પ્રવર્તિત મતોની આકાંક્ષા કરવી કાંક્ષા-દૂષણ છે. જેમ બીજા સાધુ-સંન્યાસી મોજ-મજા કરવાં છતાં પણ મોક્ષ કરી લે છે. એમની દુનિયામાં મહિમાપૂજા પણ ખૂબ જ થાય છે, તો આપણે પણ એ જ સાતાકારી-માર્ગનું અવલંબન લઈએ, એવું વિચારવું કાંક્ષા નામનું દૂષણ છે. સમ્યકત્વી એ સમજી લે છે કે સાંસારિક મોજ-મજા, મિથ્યા આડંબર, ચમત્કાર અથવા ચમત્કારથી આત્માનો કલ્યાણરૂપ મોક્ષ થવાનો નથી. તેથી તે અન્ય તીથિકોની મહિમા-પૂજા, આડંબરના વ્યામોહમાં ફસાઈને એ તીર્થિકોની દૃષ્ટિને અપનાવવાની અભિલાષા ક્યારેય કરતા નથી. જો સમ્યગુષ્ટિ જીવ આ પ્રકારની અભિલાષા કરે છે, તો તે કાંક્ષા નામનું સમ્યકત્વનું દૂષણ છે. સમ્યકત્વીએ આનાથી બચવું જોઈએ.
(૩) વિચિકિત્સા : ક્રિયાના ફળના સંબંધમાં અવિશ્વાસ કરવો વિચિકિત્સા નામનું સમ્યકત્વ દૂષણ છે. “ધર્મક્રિયા કરતા કરતા એટલો સમય થઈ ગયો, પણ હમણાં સુધી તો તેનું કોઈ ફળ મળ્યું નથી, શું ખબર આગળ પણ ફળ મળશે કે નહિ ? ક્યાંક હું છેતરાઈ તો નથી ગયો ને ?' આ પ્રકારે મનમાં વિચાર કરવો વિચિકિત્સા-દોષ છે. સમ્યકત્વીને આ રીતે ચિત્તમાં વિહુતિ સંદેહાત્મક સ્થિતિ રાખવી ન જોઈએ. તેને તો એ પાકો નિશ્ચય હોવો જોઈએ કે ક્રિયાઓનું ફળ અવશ્યભાવી છે, ભલે તે જલદી હોય કે વિલંબ હોય. સાધનાના પથમાં ચાલનાર સાધકને આ સંશયાત્મક સ્થિતિથી બચવું જોઈએ, અન્યથા તે લક્ષ્ય પર પહોંચ્યા વગર અહીં-તહીં ઢળી પડશે. લક્ષ્યના પ્રતિ દઢ આસ્થા થવાથી લક્ષ્ય ઉત્સાહપૂર્વક પ્રાપ્ત કરી શકાય છે. તેથી સમ્યકત્વને ધર્મક્રિયાના ફળમાં સંદેહ રાખવો ન જોઈએ. જો એવો સંદેહ રહે તો તે સમ્યકત્વને દૂષિત કરે છે.
પ્રશ્ન થઈ શકે છે કે શંકા અને વિચિકિત્સા બંનેમાં સંશયાત્મક સ્થિતિ બતાવી છે, તો એમાં શું અંતર રહી જાય છે ? સમાધાન એ છે કે શંકા તત્ત્વોના વિષયમાં હોય છે અને વિચિકિત્સા ક્રિયાના ફળના વિષયમાં હોય છે. આ બંનેમાં અંતર સમજવું જોઈએ.
(૪) પરપાખંડ પ્રશંસા : “પાખંડ’ શબ્દ દંભવ્રતાદિ અનેક અર્થોમાં પ્રયુક્ત થાય છે. પરંતુ અહીં પાખંડ' શબ્દ સર્વજ્ઞ-પ્રણીત વ્રત અર્થમાં પ્રયુક્ત છે. જેમ કે દેશવૈકાલિક સૂત્ર'ની ટીકામાં કહ્યું છે કે -
पाषण्डं व्रतमित्याहुस्त धस्यास्त्यामलं भुवि ।
स पाषंडी वदन्त्येके, कर्मपाशाद् विनिर्गतः ॥ સ્પષ્ટ છે કે “પાખંડ’ શબ્દ નિર્મળ વ્રત અર્થમાં પ્રયુક્ત છે, જે સર્વજ્ઞ પ્રણીત છે. અસર્વજ્ઞ પ્રણીત અનિર્મળ વ્રતોના અર્થમાં તો પરપાખંડ' શબ્દ પ્રયુક્ત થાય છે. એમાં પાખંડના ૩૬૩ ભેદ “સૂત્રકૃતજ્ઞ' આદિ સૂત્રોમાં વર્ણિત છે. આના પર પાખંડોની પ્રશંસા કરવી કે આ અસર્વજ્ઞ દૂ સમ્યક્ત્વના હ૦ બોલ
૧૩૯)
Page #157
--------------------------------------------------------------------------
________________
પ્રણીત પણ વ્રત સારા છે, તેને પણ ગ્રહણ કરવા જોઈએ. ત્યાં પાખંડ પ્રશંસા નામનું અતિચાર છે, કારણ કે તે એકાવ્રતઃ મોક્ષના સાધક ન હોવાથી મિથ્યાત્વના પણ પોષક હોવાથી સમદષ્ટિ દ્વારા પ્રશંસા કરવા યોગ્ય નથી.
(૫) પરપાખંડ સંસ્તવ : પરપાખંડ સંસવનું તાત્પર્ય છે કે આ અજ્ઞાનવાદીઓ આદિની સાથે સંવાસ, ભોજન, આલાપ, સંલાપ આદિ રૂપ સંસ્તવ ન કરવો જોઈએ; કારણ કે એમના સહવાસમાં રહેવાથી ભદ્રિક લોકો સર્વજ્ઞ-પ્રણીત માર્ગથી વિચલિત થઈ શકે છે. તેવી જ ક્રિયાઓ કરવા લાગે છે, તેથી સમ્યકત્વથી પડી પણ શકે છે, તેથી પરપાખંડીઓની સાથે પરિચય કરવાને અતિચાર રૂપ કહેવાય છે અને એ દષ્ટિથી પરપાખંડીઓના સાથે સંસ્તવ પરિચય કરવાનો નિષેધ કર્યો છે.
આઠ પ્રભાવની જે કાર્ય કરવાથી જૈનેન્દ્ર શાસનનો પ્રભાવ આગળ વધે અને જેનાથી બીજા લોકો ધર્મની તરફ આકર્ષિત થાય તે પ્રભાવના છે. કહેવાયું છે કે -
अज्ञान-तिमिरव्याप्तिमपाकृत्य यथायथम् । जिनशासनमाहात्म्यप्रकाशः स्यात् प्रभावना ॥
- રત્ન કરંડક શ્રાવકાચાર, ગાથા-૧૮ અર્થાતુ ફેલાયેલા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરીને યથાયોગ્ય જિનેન્દ્ર ભગવાનના શાસનનો મહિમા પ્રગટ કરવો તે પ્રભાવના છે. પ્રભાવના આઠ પ્રકારની બતાવી છે -
पावयणी धम्मकही वाई नेमित्तिओ तवस्सी अ ।
विज्जा सिद्धो अ कई अद्वैव पभावगा भणिआ ॥ (૧) પ્રવચની (૨) ધર્મકથી (૩) વાદી (૪) નૈમિત્તિક (૫) તપસ્વી (૬) વિદ્યા (૭) સિદ્ધ (૮) કવિ. આ આઠ પ્રભાવક કહેવાયા છે.
(૧) પ્રવચની : દ્વાદશાંગી ગણિપિટકને પ્રવચન કહેવાય છે. પ્રવચન (શાસ્ત્રો)ના તલસ્પર્શી જ્ઞાન દ્વારા જૈનશાસનની પ્રભાવના કરવી પ્રાવની પ્રભાવના છે. સમ્યગુષ્ટિ જીવે આગમોનો અભ્યાસ અવશ્ય જ કરવો જોઈએ. ગુરુગમથી શાસ્ત્રોનું પઠન, ચિંતન અને મનન અવશ્ય કરવું જોઈએ, અને યથાશક્તિ બીજાને કરાવવું જોઈએ. જ્ઞાનમાં પરિપક્વ થયેલ સમ્યકત્વી સ્વયંને અને બીજાને ઉન્માર્ગમાં ગમન કરવાથી રોકીને સન્માર્ગમાં સ્થાપિત કરીને ધર્મના પ્રભાવક બને છે. આગમિક ઉપદેશના માધ્યમથી આહત શાસનનો પ્રભાવ વધારનાર યુગ પ્રધાન પ્રભાવક કહેવાય છે. (૧૪૦) જે છે તે રીતે જિણધમો)
Page #158
--------------------------------------------------------------------------
________________
(૨) ધર્મકથી : ધર્મોપદેશ દ્વારા જિનશાસનની પ્રભાવના કરનાર ધર્મકથી પ્રભાવક છે. પ્રભાવપૂર્ણ અને રોચક શૈલીથી ધર્મોપદેશ આપવાથી બહુસંખ્યક લોકો પર સારો પ્રભાવ પડે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને જોઈને સભા-ચતુર વકતા પ્રભાવશાળી શબ્દોમાં જિન પ્રણીતધર્મનો ઉપદેશ કરે છે. જેનાથી શ્રોતાના હૃદયમાં સાચા જિનધર્મનો પ્રભાવ અંકિત થઈ જાય છે. ધર્મકથા ચાર પ્રકારની છે - આક્ષેપણી, વિક્ષેપણી, સંવેગ-જનની (સંવેદની) અને નિર્વેદની. શ્રોતાના હૃદય પર સાક્ષાત્ ચિત્ર જેવું અંકિત કરી દેવું. અર્થાત્ એ વિષયનું એવું સુંદર વર્ણન કરવું જેનાથી શ્રોતાનું ચિત્ત એ રસમાં ડૂબી જાય, તે આક્ષેપણી કથા છે.
ઉન્માર્ગની તરફ જનારને સન્માર્ગમાં સ્થાપિત કરવા માટે જે ઉપદેશ આપવામાં આવે છે, તે વિક્ષેપણી કથા છે.
જે કથાના શ્રવણથી શ્રોતાની ચિત્તવૃત્તિ સંસારથી નિવૃત્તિ ધારણ કરે, તેને નિર્વેદની કથા કહે છે. આ રીતે ચાર રીતે ધર્મકથાના દ્વારા જિનશાસનની મહિમાને વધારનાર ધર્મકથી પ્રભાવક છે.
(૩) વાદી : પ્રતિપક્ષનું ખંડન કરતા સ્વપક્ષનું ખંડન કરનારને વાદી કહેવાય છે. વાદની પ્રખર પ્રતિભા દ્વારા અન્ય વાદીઓના કથનનું ખંડન કરતા, સ્વ-સિદ્ધાંતોને તર્ક અને પ્રમાણોના તર્ક અને પ્રમાણોના આધારથી મંડિત કરનાર વાદી જૈન ધર્મના પ્રભાવને વધારે છે. વાદી, પ્રતિવાદી, સભ્ય અને સભાપતિ રૂપ ચતુરંગ સભામાં વાદની વિલક્ષણ ક્ષમતા અને પ્રતિભાથી પરપક્ષને વિખંડિત કરીને સ્વ-સિદ્ધાંતોની સ્થાપના દ્વારા જે વાદી જૈન ધર્મના પ્રભાવને વધારે છે, તે વાદી પ્રભાવક છે. જૈન ધર્મ પર આરોપિત કરી જનાર આરોપોના સશક્ત પ્રતિવાદ કરનાર પ્રતિવાદી-પ્રભાવક છે.
(૪) નૈમિત્તિક : સૈકાલિક લાભાલાભ આદિનો પ્રતિપાદક શાસ્ત્ર નિમિત્ત શાસ્ત્ર કહેવામાં આવે છે. એ નિમિત્ત શાસ્ત્રના જ્ઞાતા નૈમિત્તિક કહેવાય છે. ભૂગોળ, ખગોળ, નિમિત્ત, જ્યોતિષ આદિ શાસ્ત્રોના પારંગત વિદ્વાન તેમના દ્વારા ત્રણ કાળ સંબંધી સારી-ખરાબ વાતને જાણે છે. લાભ-હાનિ, સુખ-દુઃખ, જીવન-મરણ આદિને જાણીને ઉપકારી અને કલ્યાણકારી જગ્યામાં નિઃસ્વાર્થ ભાવથી તેમને પ્રકાશિત કરીને ધર્મની પ્રભાવના કરે છે. એ જ્ઞાનથી ધર્મ પર આવનારી વિપત્તિથી બચાવ કરતા સાવધાનીપૂર્વક ધર્મની પ્રભાવના કરે છે, તે નૈમિત્તિક પ્રભાવક છે. સ્મરણીય છે કે જૈન સાધુ પોતાની મર્યાદામાં રહેતા જ નિમિત્ત પ્રભાવના કરે છે.
(૫) તપસ્વી : ઘોર તપસ્વી અને ઉગ્ર તપસ્વી પોતાની તપસ્યા દ્વારા જૈનશાસનની બહુ પ્રભાવના કરે છે, તેથી તે પ્રભાવક માનવામાં આવ્યું છે. સર્વસાધારણ જનતા પર દુષ્કર તપનો પ્રભાવ પડે છે, કારણ કે તપનું આચરણ કરવું દરેક માટે સાધારણ વાત નથી. અધિકાંશ લોકો આહારાદિથી વશીભૂત હોય છે. તેથી જે વ્યક્તિ આહારાદિની પરવશતાને છોડીને દીર્ઘકાળ નિરાહાર રહે છે. તેના પ્રતિ જનતાનું આકર્ષણ વધવું સ્વાભાવિક છે. અન્ય દૂ સમ્યકત્વના ૬૦ બોલ છે આ જ છે
૧૪૧)
Page #159
--------------------------------------------------------------------------
________________
મતાવલંબીઓની અપેક્ષા જૈન ધર્મમાં તપ કરવાનું અધિક પ્રચલન છે. લાંબી-લાંબી દીર્ઘ તપશ્ચર્યા કરનાર જૈન સાધકોની સાધનાથી લોકોનું આશ્ચર્યયુક્ત થવું સ્વાભાવિક છે. સમ્યકત્વી ઉપવાસ-બેલા-તેલા-અટ્ટાઈ, માસ-ખમણ આદિ તપસ્યા દ્વારા જૈન ધર્મની પ્રભાવના કરે છે.
() વિધા-પ્રભાવના : પ્રજ્ઞપ્તિ આદિ વિદ્યાઓના જ્ઞાતા ધર્મના પ્રભાવક હોય છે. અનેક ભાષાઓ અને લિપિઓના જ્ઞાતા વીતરાગ-વાણીને એ ભાષાઓ અને લિપિઓમાં અનુવાદ (ભાષાંતર) દ્વારા જનતા સમક્ષ પ્રસ્તુત કરે છે. તેનાથી એ ભાષાઓના જ્ઞાતાઓને ધર્મતત્ત્વનો બોધ થાય છે, અને તેમનું ચિત્ત ધર્મની તરફ આકર્ષિત થાય છે. ફળસ્વરૂપ ધર્મની પ્રભાવના થાય છે.
(૭) સિદ્ધ-પ્રભાવના અંજન, પાદસેપ, તિલક આદિ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર સિદ્ધ કહેવાય છે. આવી ચમત્કારિક સિદ્ધિઓ દ્વારા ધર્મની પ્રભાવના થાય છે. સમ્યગ્દષ્ટિ અથવા સંયતજન પોતાની ઉદરપૂર્તિ અથવા માન-પ્રતિષ્ઠાના માટે વિદ્યા અથવા સિદ્ધિઓનો પ્રયોગ કરતા નથી. પરંતુ જ્યારે ક્યારેય ધર્મ અથવા તીર્થ પર સંકટ જુએ છે ત્યારે વિદ્યાઓ અને સિદ્ધિઓનો પ્રયોગ કરે છે અને તેના દ્વારા ધર્મને ઉદ્યોત કરે છે તથા તેમના પ્રયોગનું પ્રાયશ્ચિત્ત લઈને શુદ્ધીકરણ કરે છે.
અન્યત્ર વિદ્યા અને સિદ્ધ પ્રભાવનાને એક માનવામાં આવ્યા છે. અને પ્રગટ વતાચરણને ભિન્ન રૂપથી પ્રભાવનામાં ગણાવ્યા છે. પ્રગટ રૂપમાં દુષ્કર વ્રતોનું આચરણ કરવાથી પણ ધર્મનો પ્રભાવ સારો પડે છે. કારણ કે સંસારમાં મમતાને મારવી ખૂબ જ કઠિન કાર્ય છે. વ્રતોમાં આચરણ કરવા માટે મમતાને મારવી પડે છે. તેથી મમત્વ વિજયી સમ્યગુદૃષ્ટિ એકમાત્ર ધર્મની પ્રભાવના ઉદ્દેશથી, ન કે માન-સન્માનની ઇચ્છાથી, સાર્વજનિક રૂપથી મોટા સમૂહના સામે શીલવ્રતની પ્રતિજ્ઞા ગ્રહણ કરે છે. રાત્રિભોજનનો પ્રત્યાખ્યાન કરે છે, સચિત્ત વનસ્પતિનો ત્યાગ, સચિત્ત પાણી પીવાનો ત્યાગ આદિ અનેકવિધ દુષ્કર વ્રતોનો અંગીકાર કરે છે. સાર્વજનિક રૂપથી દુષ્કર વ્રતોના અંગીકાર કરવાથી અન્ય લોકોના મનમાં પણ ત્યાગ, વૈરાગ્ય અને વ્રતાદિની ભાવના જાગૃત થઈ શકે છે. તેથી સખ્યત્વી વ્યક્તિ વિવિધ સાર્વજનિક પ્રત્યાખ્યાનો અને વ્રતો દ્વારા યથાશકિત ધર્મની પ્રભાવના કરે છે. આ પ્રગટ વ્રતાચરણ પ્રભાવના છે.
(૮) કવિત્વ-પ્રભાવના : કવિત્વશક્તિ પણ ધર્મ પ્રભાવનાનું એક અંગ છે. સામાન્યતયા જોઈએ તો ઉપદેશની અપેક્ષા કવિતાનો પ્રભાવ અધિક પડે છે. કવિતા થોડા શબ્દોમાં માનવના ચિત્તને પ્રભાવિત અને ચમત્કૃત કરે છે. જો સમ્યકત્વી આત્માને ક્ષયોપશમના પ્રભાવથી કવિત્વશક્તિ પ્રાપ્ત હોય તો તે એ શક્તિનો ઉપયોગ વીતરાગ ધર્મને ઉદ્યોત કરવામાં કરે. વિષય-વાસના વધારનાર અથવા સંસારમાર્ગમાં ફસાવનાર કવિતાઓ રચીને શક્તિનો દુરુપયોગ કરવો ન જોઈએ. જિનેશ્વર દેવના, ગુરુજનોના, ધર્માત્માઓના, ગુણીજનોના ગુણાનુવાદ કરનારી, સંસારથી વિરક્ત કરનારી, વૈરાગ્યના રમણીય સરોવરમાં અવગાહન (૧૪૨) DOOOOOOOOX જિણધમો )
Page #160
--------------------------------------------------------------------------
________________
કરાવનારી, અધ્યાત્મના અનોખા આનંદની ઝાંખી દેખાવનારી સરસ, શાંત, રસમયી કવિતાઓની રચના કરે અને એમને યથોચિત અવસર પર સુમધુર કંઠથી સંભળાવીને ધર્મની પ્રભાવના કરે. આ કવિત્વ-પ્રભાવના છે.
જે ધર્મે જીવનને અંધકારથી હટાવીને પ્રકાશની તરફ વાળી દીધું છે, જે ધર્મની આરાધનાથી જીવન પવિત્ર, પુનિત, શાંત અને સુખી બન્યું છે, એ ધર્મનો પ્રભાવ બીજાના સામે પ્રગટ કરવો, સમ્યકત્વી પુરુષોનું કર્તવ્ય છે. આ કર્તવ્યના નિર્વાહ કરવાના હેતુથી આઠ પ્રભાવનાઓને પ્રતિપાદિત કરી છે. આ આઠ પ્રભાવનાઓ તો ઉપલક્ષણ છે. જે વ્યક્તિની પાસે જેવી શક્તિ હોય, તેને અનુરૂપ કાર્ય કરીને ધર્મની પ્રભાવના કરી શકાય છે. ધર્મની પ્રભાવના કરતા મનમાં આ અભિમાન જાગૃત ન હોવું જોઈએ કે - “હું ધર્મપ્રભાવક કે ધર્મ-દીપક છું.' વિશુદ્ધ જૈનશાસનની મહિમાને વધારવાના લક્ષ્યથી જ પોતાની શક્તિઓનો સદુપયોગ કરવો જોઈએ.
પાંચ ભૂષણ જેમ સુંદર શરીર આભૂષણોથી અધિક-સુંદર પ્રતીત થાય છે, તેવી રીતે જિનગુણોના દ્વારા સમ્યકત્વ-વિશેષ ભૂષિત હોય છે, સુશોભિત હોય છે, તે સમ્યકત્વના ભૂષણ કહેવાય છે. શાસ્ત્રકારોએ સમ્યકત્વના પાંચ ભૂષણ બતાવ્યા છે. યથા -
जिण सासणे कुसलया, पभावणा, तित्थसेवणा, थिरया । भत्ती अ गुणा सम्मत्तदीवया उत्तमा पंच ॥
- સમ્યક્ત્વ સ્વરૂપ (૧) જિનશાસનમાં કુશળતા (૨) પ્રભાવના (૩) તીર્થ-સેવા (૪) સ્થિરતા (૫) ભક્તિ. આ પાંચ સમ્યકત્વને વિભૂષિત કરનારા ભૂષણ છે.
(૧) જિનશાસનમાં કુશળતા : સમ્યકત્વો કુતર્કોની જાળમાં ફસાઈ શકતા નથી. તે પોતાની સૈદ્ધાંતિક નિપુણતાથી કુતર્કોનું ખંડન કરીને પોતાના પ્રભાવશાળી તકથી સત્યપક્ષની સ્થાપના કરી શકે છે. તે જૈન તત્ત્વજ્ઞાનને સમજવાની અને સમજાવવામાં પોતાની કુશળતાનો પરિચય આપી શકે છે. તેથી જેન સિદ્ધાંતોમાં કુશળ હોવું સમ્યત્વનું ભૂષણ મનાય છે.
(૨) પ્રભાવના જિનશાસનના વિષયમાં ફેલાયેલ અજ્ઞાનને અને મિથ્યા ધારણાઓને દૂર કરીને શાસનની મહિમા ફેલાવવી પ્રભાવના-ભૂષણ છે.
પહેલા પ્રભાવનાને અલગ અંગના રૂપમાં પ્રતિપાદિત કરી દેવામાં આવી છે. તેને પુનઃ ભૂષણ કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રભાવના સ્વ-પર ઉપકારી છે તથા તીર્થકર નામ કર્મના ઉપાર્જનનું કારણ પણ છે. તેથી તેની પ્રધાનતા કરવા માટે પુનઃ ભૂષણના અંતર્ગત તેને સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. દૂ સમ્યક્ત્વના ૬૦ બોલ) એ છે કે જે છે કે ૧૪૩)
Page #161
--------------------------------------------------------------------------
________________
(૩) તીર્થ-સેવા સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા આ ચાર તીર્થ છે. તેમને ધર્મારાધનના કાર્યમાં સહાયતા આપવી, એમની સેવા-ભક્તિ કરવી સમ્યકત્વનું ભૂષણ છે. જેમ રાજાની સેવાથી રાજ્ય-સુખ અને શેઠની સેવાથી સંપત્તિની પ્રાપ્તિ થાય છે, તેવી રીતે ચતુર્વિધ સંઘની સેવા કરવાથી મુક્તિનું સુખ મળે છે. તેથી યથાશક્તિ ચતુર્વિધ સંઘની વિવેકપણે સેવા કરીને તેમને અન્ન-જળ-વસ્ત્રોની સુવિધા આપવી અથવા અપાવવી સમ્યક્ત્વનું કર્તવ્ય છે.
આ રીતે સ્વધર્મી શ્રાવક-શ્રાવિકાની સેવા-ભક્તિમાં પણ લાભ સમજવો જોઈએ. શ્રાવકની કરણી સઝાયમાં કહી છે -
स्वामी वत्सल करजे घणा,
सगपण मोटा स्वामी तणा । માતા-પિતા, ભ્રાતા, પુત્ર-પુત્રી, પત્ની આદિ સાંસારિક સગપણ (સંબંધ) તો સ્વાર્થના છે; પરંતુ સહધર્મી ભાઈઓનો સંબંધ પરમાર્થિક અને આત્માના દ્વારના કાર્યમાં સહાયક છે. ઉકત સઝાયમાં સ્વામીનો અર્થ તીર્થકર ભગવાનના સંબંધથી તેમના બધા ઉપાસક આપણા સંબંધી છે. ધર્મનો આ સંબંધ મહાન છે. આ સંબંધીઓ પર યથોચિત વત્સલતાનો ભાવ રાખવો જોઈએ. આવું સમજીને સમ્યકત્વી-જન સાધર્મિકોની સેવા-ભક્તિ કરવામાં તત્પર રહે છે. જ્ઞાનના ઇચ્છુકોને પુસ્તક આદિ જ્ઞાનના ઉપકરણ આપે છે. તપસ્વી શ્રાવકના માટે આવશ્યકતા થવાથી ઉષ્ણ જળ લાવી આપે છે. રોગાદિમાં તૈલાદિની માલિશ કરી દે છે. વસ્ત્રોની પ્રતિલેખના કરી દે છે. ધારણા-પારણા સંબંધી શાતા ઉપજાવે છે. વિશેષજ્ઞધર્મોપદેશકને સુખ-શાતા પહોંચાડવામાં ધ્યાન રાખે છે. અનાથો-અપંગોની સહાયતા કરવામાં સમ્યકત્વની પુષ્ટિ સમજે છે. નિર્ધનોની આજીવિકાનો પ્રબંધ કરવો કર્તવ્ય સમજે છે. યથાયોગ્ય સહાયતા તથા સત્કાર-સન્માન કરીને ધર્મારાધનમાં તેમને ઉત્સાહી બનાવવાનો વિવેક રાખે છે આદિ ધર્મવૃદ્ધિ અને ઉપકારનાં કાર્યોમાં યથાશક્તિ તત્પર રહેતા આત્મકલ્યાણમાં અગ્રેસર હોય છે. આ સમ્યકત્વની તીર્થ-સેવા રૂપ ભૂષણ માનવામાં આવ્યું છે.
(૪) સ્થિરતા ઃ સમ્યકત્વમાં સ્વયં સ્થિર રહેવું, ધર્મમાં ધૃતિ રાખવી અને બીજાને સ્થિર કરવા સમ્યકત્વનું ભૂષણ માનવામાં આવ્યું છે. કોઈ ભવ્ય અને ભદ્રિક આત્મા પરિસ્થિતિઓને કારણ તર્થિકોના સંસર્ગના કારણ સત્ય-ધર્મથી વિચલિત થઈ જાય તો તેને પુનઃ ધર્મમાં સ્થિર કરવું સમ્યકત્વનું કર્તવ્ય છે. જો તેને સમ્યકત્વ સંબંધી શંકાઓ હોય તો એનું સ્વયં અને બીજાના દ્વારા સમાધાન કરવાનો પ્રયત્ન કરે. જો તે કોઈ સંકટમાં ફસાઈને ચલાયમાન થતો હોય, તો યથાસંભવ તે સંકટને દૂર કરવામાં સહાયતા કરવી. જો તે તેના વશની વાત ન હોય તો તે વિચલિત થનાર વ્યક્તિને સાંત્વના આપતા કહે કે - “કર્મોની ગતિ ગહન છે.” મોટા-મોટા તીર્થકર, ચક્રવર્તી સરખા પણ કર્મોના કારણે પીડિત થયા છે તો આપણે કઈ ગણતરીના છીએ ? સંકટના સમયમાં ધર્મને છોડવો ન જોઈએ. પરંતુ (૧૪૪)
છે
છે જિણધમો)
Page #162
--------------------------------------------------------------------------
________________
વિશેષજ્ઞથી ધર્મમાં ઉદ્યત રહેવું જોઈએ. જેથી ધર્મના પ્રભાવથી તથા પુણ્યોદયથી સંકટનો અંત થઈ શકે છે. આ રીતે ધર્મથી વિચલિત થનાર વ્યક્તિને સ્થિર બનાવવી એ સમ્યક્ત્વનું ભૂષણ છે.
(૫) ભક્તિ : જિનશાસન, પ્રવચન અને સાધુ-શ્રાવક આદિ ગુણીજનોનો, અન્ય સમ્યક્ત્વી પુરુષોનો તથા રત્નાધિકોનો બહુમાનપૂર્વક આદર-સત્કાર કરવો, તેમના ગુણાનુવાદ કરવા સમ્યક્ત્વની ભક્તિ-સંજ્ઞક ભૂષણ છે.
સમ્યક્ત્વી જીવ સમ્યક્ત્વનાં ઉક્ત પાંચ ભૂષણ - અલંકારોથી પોતાના સમ્યક્ત્વને વિભૂષિત અને સુશોભિત કરે છે.
પાંચ લક્ષણ
અસાધારણ ધર્મને લક્ષણ કહે છે. જેમ જીવનો અસાધારણ ધર્મ ઉપયોગ છે, તેથી એ જ એમનું લક્ષણ છે. એ પ્રકારે જે ગુણોના કારણ સમ્યક્ત્વ ઓળખી શકાય છે અથવા સમ્યક્ત્વીમાં જે ગુણ અવશ્ય હોય છે, તે સમ્યક્ત્વના લક્ષણ કહેવાય છે. તે લક્ષણ પાંચ છે. યથા - संवेगो चिअ उवसमं निव्वेओ तह य होइ अणुकम्पा । अत्थिक्क चिअ एए, सम्मत्ते लक्खणा पंच ॥
સમ્યક્ત્વ સ્વરૂપ
(૧) શમ (૨) સંવેગ (૩) નિર્વેદ (૪) અનુકંપા (૫) આસ્તિકાય - આ પાંચ સમ્યક્ત્વનાં લક્ષણ કહેવાયાં છે.
(૧) શમ : સમ્યગ્દષ્ટિ જીવ અત્યંત તીવ્ર અનંતાનુબંધી ક્રોધાદિ કષાયોનો ઉપશમ, ક્ષય અથવા ક્ષયોપશમ કરી દે છે. આ કારણે તેનાં પરિણામોમાં પહેલાંના જેવી ઉગ્રતા રહેતી નથી. તે સમભાવનો અપૂર્વરસ ચાખતો રહે છે.
સમ્યગ્દષ્ટિને એ દૃઢ વિશ્વાસ હોય છે કે કોઈ બીજી વ્યક્તિ તેનું કશું સારું-ખરાબ કરી શકતી નથી. જે કંઈ સારાં-ખરાબ પરિણામ સામે આવે છે, તે પોતાનાં સ્વયંનાં કર્મોનું ફળ છે, બીજા તો નિમિત્તમાત્ર હોય છે. આ વિવેક-બુદ્ધિના કારણે સમ્યગ્દષ્ટિ કોઈના પર દ્વેષ કરવો અથવા રાગ કરવો યોગ્ય સમજતા નથી. તે પોતાના સારા-ખરાબ માટે સ્વયંને જ જવાબદાર માને છે, તો પછી બીજાની પ્રતિ રોષ અને આક્રોશ કેવી રીતે કરી શકે છે ? આ કારણે સમ્યક્ત્વીને તીવ્ર કષાય હોતો નથી. તે સમભાવપૂર્વક કર્મોનાં શુભાશુભ ફળોને સહન કરે છે. તે સારી રીતે સમજે છે કે -
स्वयं कृतं कर्म यदात्मना पुरा
परेण दत्तं
સમ્યક્ત્વના ૬૦ બોલ
फलं तदीयं लभत्ते शुभाशुभम् । यदि लभ्यते स्फुटं
स्वयं कृतं कर्म निरर्थकं तदा ॥
અમિતગતિ દ્વાત્રીશિકા
૧૪૫
Page #163
--------------------------------------------------------------------------
________________
જીવે પહેલાં જે કંઈ સારાં અથવા ખરાબ કર્મ કર્યા છે, તેનાં જ શુભાશુભ ફળ પ્રાપ્ત કરે છે. કોઈ બીજું સારું-ખોટું કરે છે, જો તે માની લેવામાં આવે તો સ્વયંના કરેલ કર્મ નિરર્થક થઈ જાય છે.
આ તાત્ત્વિક વિચારધારાના કારણે સમ્યગ્દષ્ટિ જીવ ન તો કોઈના પર રુષ્ટ થાય છે અને ન તુષ્ટ થાય છે. ન તે શુભ સંયોગોમાં હર્ષવિભોર થાય છે અને ન તો તે અશુભ સંયોગોમાં દુઃખ કરે છે. તે શુભાશુભ સંયોગોને જડકર્મોની મનોજ્ઞ-અમનોજ્ઞ પરિણતિમાત્ર સમજે છે. શુભ પુદ્ગલ અશુભ પુદ્ગલ બની જાય છે અને અશુભ પુદ્ગલ શુભમાં પરિણત થાય છે. આ શુભાશુભ પરિણમન પુદ્ગલોનો સ્વભાવ છે. એમાં શું રાગ અથવા દ્વેષ કરી શકાય ? આ પ્રકારે શમભાવથી અથવા સમભાવથી સમ્યક્ત્વની ઓળખ થાય છે.
(ર) સંવેગ : સાંસારિક સુખો પર રતિભાવ ધારણ ન કરવા, સ્વપ્ન અને ઇન્દ્રજાળના સમાન ક્ષણભંગુર સંસારની સંપદા પર રાગ ન કરવો સંવેગ છે. માનવીય અને દિવ્ય સુખોમાં રતિભાવ છોડીને મોક્ષ-સુખની અભિલાષા કરવી સંવેગ છે. મોક્ષની અભિલાષા રૂપ અધ્યવસાયને સંવેગ કહે છે. સમ્યક્ત્વી આત્મા સાંસારિક સુખોથી વિરક્ત થઈ મોક્ષ-સુખની અભિલાષા રાખે છે, તેથી મોક્ષના અનિર્વચનીય સુખના પ્રતિ ઉત્કટ અભિલાષા સંવેગ છે.
(૩) નિર્વેદ : સંસારથી વિરક્તિની ભાવના રાખવી નિર્વેદ છે. આરંભ-પરિગ્રહનું અનર્થનું કારણ સમજવા અને એનાથી નિવૃત્તિ થવાય એવી અભિલાષા કરવી નિર્વેદ છે. દુ:ખ બહુલ સંસારને ભયકારી માનીને સમ્યગ્દષ્ટ આત્મા સંસારમાં રૂક્ષવૃત્તિ ધારણ કરી ઉદાસીન ભાવમાં રમણ કરે છે.
(૪) અનુકંપા : કોઈ પ્રાણીને દુઃખી જોઈને તેના પ્રતિ દયાનો ભાવ હોવો, તેના દુઃખને દૂર કરવા માટે નિઃસ્વાર્થ પ્રવૃત્તિ કરવી, તે અનુકંપા છે. કહેવાય છે -
सत्त्वं सर्वत्र चित्तस्य दयार्द्रत्वं दयावतः । धर्मस्य परमं मूलम् अनुकम्पां प्रवक्ष्यते ॥
પ્રત્યેક સમ્યક્ત્વી-ધર્માત્માના અંતઃકરણમાં ધર્મનું ઉત્કૃષ્ટ મૂળ અનુકંપા હોય છે. અનુકંપા ધર્મનું પરમ મૂળ છે. અનુકંપાથી આર્દ્ર હૃદયમાં જ ધર્મના અંકુર પ્રગટ થાય છે. જેમ આર્દ્ર કાળી માટી આદિમાં વાવેલું બીજ જ અંકુરિત થાય છે, સૂકી, પડતર જમીનમાં નાંખેલું બીજ નિષ્ફળ થાય છે. તેવી રીતે અનુકંપાથી આર્દ્ર હૃદયમાં જ ધર્મનું બીજ અંકુરિત થાય છે, કઠોર અને શુષ્ક હૃદયમાં નહિ. સમ્યક્ત્વીનું હૃદય અનુકંપાથી ઓત-પ્રોત થાય છે તેથી અંતઃકરણમાં સંસારના બધા દુ:ખી જીવોના પ્રતિ અનુકંપાનો સરસ-શીતળ પ્રવાહ પ્રવાહિત થયા કરે છે. તેથી અનુકંપાને સમ્યક્ત્વના લક્ષણના રૂપમાં સ્વીકાર કર્યો છે.
૧૪૬
જિણધમ્મો
Page #164
--------------------------------------------------------------------------
________________
(૫) આસ્તિક્ય : સમ્યકત્વીનું પાંચમું લક્ષણ આસ્તિકતા છે. આસ્તિકતાનો અર્થ છે - આસ્થા. જે જિનેશ્વર દેવે કહ્યું છે. તેના પર દઢ આસ્થા હોવી, આત્મા-પરમાત્મા, સ્વર્ગનરક, પુણ્ય-પાપ, બંધન-મોક્ષ આદિના અસ્તિત્વનો સ્વીકાર કરવો આસ્તિકાય છે. આ સમ્યકત્વનું પાંચમું લક્ષણ છે. આસ્થા વગર કોઈ કામ સિદ્ધ થઈ શકતું નથી. આસ્થા થવાથી જ ભાવના થાય છે અને ભાવનાને ભવનાશિની બતાવી છે. સમ્યકત્વી જીવ પોતાના ધર્મના પ્રતિ દઢ આસ્થા અને નિષ્ઠાવાળા હોય છે. આના માટે અરણક (અહંન્નક) શ્રાવક, કામદેવ શ્રાવક આદિના આદર્શ એમના સન્મુખ હોવા જોઈએ. અરણક અને કામદેવ શ્રાવકને પોતાની ધર્મનિષ્ઠાથી ડગાવવાના માટે દેવોએ કેટલા ભયંકર ઉપસર્ગ દીધા, પરંતુ તે દઢ મનોબળી શ્રદ્ધાશીલ શ્રાવક જરા પણ વિચલિત ન થયા. તેના રોમ-રોમમાં ધર્મની પ્રતિ દેઢ અનુરાગ અને આસ્થા સમાઈ છે. આવી દઢ આસ્થાથી એ જાણી શકાય છે કે આ વ્યક્તિ સમ્યકત્વી છે, તેથી આસ્થાને સમ્યકત્વનું લક્ષણ માન્યું છે.
છ યતના યતનાનો અર્થ છે સાવધાની અથવા સાર-સંભાળ. પ્રત્યેક સારી વસ્તુની પ્રાપ્તિ થાય છે તે તેની સાર-સંભાળ કરવી પણ આવશ્યક થાય છે. સમ્યકત્વ એક બહુમૂલ્ય રત્ન છે. તેની પ્રાપ્તિ ખૂબ જ કઠિનાઈથી થાય છે, તેથી તેની પ્રાપ્તિ થઈ જવાથી દરેક પ્રકારથી તેની રક્ષાહેતુ સતર્ક અને સાવધાન રહેવું જોઈએ. નિખ્ખાંકિત છ વ્રતોથી સમ્યકત્વની યતના થાય છે.
नो अन्नतिथिए अन्नतिथि देवे य तह सदेवाइं । गहिए कुतित्थिएहिं वंदामि' नवा नमसामि ॥ नेव अणालत्तो आलवेमि नो संलवेमि तह तेसिं ।
देमि न असणाई अ पेसेमि न गंध पुफ्फाई६ ॥ . ૧. વંદના : મિથ્યાદૃષ્ટિ જીવોની પ્રશંસા ન કરવી અને સમ્યકત્વી પુરુષોની પ્રશંસા - ગુણાનુવાદ કરવા. ગુણવાનોના ગુણોનું ઉત્કીર્તન કરવું.
૨. નમસ્કાર : મિથ્યાષ્ટિઓ, મિથ્યાદેષ્ટિ દેવો અને મિથ્યાષ્ટિ ગુરુઓને તબુદ્ધિથી નમસ્કાર ન કરવા. સમ્યગુદૃષ્ટિઓ અને ગુણાધિકોને નમસ્કાર કરવા.
3. આલાપ ઃ મિથ્યાષ્ટિઓના બોલ્યા વિના એમનાથી ચલાવીને વાતચીત ન કરો.* સમ્યગુદૃષ્ટિ જીવોથી યથોચિત વાર્તાલાપ કરવો. પ્રેમપૂર્વક આદરથી વાત કરવી. ૧. વંદના ૨. નમસ્કાર ૩. આલાપ ૪. સંલાપ ૫. દાન ને ૬. માન આ ૬ યતનાઓ કહેવાઈ છે.
* पाखण्डिनो विकर्मस्थान, वैडालप्रतिकान् शठान् । हेतुकान् वकवृतींश्च वांगमात्रेणापि नार्चयेत् ॥
- મનુસ્મૃતિ અ. ૪ શ્લોક ૩૦ અર્થાતુ - પાખંડીઓનું નિષિદ્ધ, કર્મ કરવાવાળાનું, બિલાડી જેવા દગાબાજનું, બગલા જેવો દેખાવ કરી આચાર પાળવાવાળા ધૂર્તોનું શઠોનું દેવ-ગુરુ-શસ્ત્ર પર શ્રદ્ધા ના રાખવાવાળા નું અને શાસ્ત્રો વિરુદ્ધ તર્ક કરવાવાળાનું વચન માત્રથી પણ સત્કાર કરવું જોઈએ નહિ. [ સમ્યકત્વના ૬૦ બોલ) સમ્યકત્વના ૬૦ બોલ
છે. છે
(૧૪]
Page #165
--------------------------------------------------------------------------
________________
(૪) સંલાપ : મિથ્યાષ્ટિઓથી વિશિષ્ટ વાર્તાલાપ ન કરવો. કારણ કે વિશેષ વાર્તાલાપથી ઘનિષ્ઠતા વધે છે, જે સમ્યકત્વના માટે ઘાતક થઈ શકે છે. સમ્યગુદૃષ્ટિ જીવો સાથે પુનઃ પુનઃ વાર્તાલાપ કરો, ધર્મચર્ચા કરો, કુશળક્ષેમ પૂછો - એવું કરવાથી ગુણવાનો જોડે ઘનિષ્ઠતા વધે છે, જે સમ્યકત્વની યતનામાં સહાયક હોય છે.
(૫) દાન : દુઃખી, દરિદ્રી, અનાથ, અપંગ આદિ પર કરુણા કરીને અનુકંપા બુદ્ધિથી એમને દાન આપવું સમ્યકત્વનું કર્તવ્ય છે. પરંતુ એમને દાન આપવાથી મોક્ષ પ્રાપ્ત થશે એવી ભાવનાથી મિથ્યાદેષ્ટિઓને દાન ન આપવું. સમ્યગુષ્ટિ જીવોને આહારાદિ ઉપયોગી વસ્તુ આપવી. યથાશક્તિ સ્વધર્મીઓને સહાયતા કરવી.
(૬) માન : મિથ્યાષ્ટિઓનું સન્માન ન કરવું, કારણ કે આવું કરવાથી પ્રકારાન્તરથી મિથ્યાત્વનું સન્માન થાય છે. સમ્યગુષ્ટિઓનું સન્માન કરવું. જે તેઓ દઢધર્મી બને તથા સમ્યકત્વનું માન-માહાભ્ય વધતા જોઈને મિથ્યાત્વીઓનું મન પણ સમ્યકત્વની તરફ આકર્ષિત થાય છે. અને તેઓ પણ સમ્યકત્વી બને. આ રીતે સમ્યકત્વ-રત્નની સુરક્ષા અને સાર-સંભાળ માટે છ યાતનાઓનું નિરૂપણ કરેલું છે.
૬ આગાર रायाभिओगो य गणाभिओगो, बलाभिओगो अ सुराभि ओगो ।
कंतार वित्तो गुरुनिग्गहो य, छ छिडिआओ जिणसासणम्मि ॥ (૧) રાજ્યાભિયોગ, (૨) ગણાભિયોગ, (૩) બેલાભિયોગ, (૪) સુરાભિયોગ, (૫) વૃત્તિકાત્તાર ને (૬) ગુરુ-નિગ્રહ - આ છ આગાર જૈનશાસનમાં માનવામાં આવ્યા છે.
બધા સાધકોનું મનોબળ અને આત્મિક શક્તિ એક જેવી હોતી નથી. કોઈ સાધક અસામાન્ય રૂપથી દઢતાનો પરિચય આપે છે અને વિષમથી વિષમ સ્થિતિમાં પણ સ્વીકૃત સત્યમાર્ગથી, સમ્યકત્વથી, વિચલિત થતા નથી. કોઈ સાધક એવા પણ હોય છે, જે સામાન્ય સ્થિતિમાં તો પોતાના સાચા રાહ પર ચાલતા રહે છે, પરંતુ કઠિનાઈ અથવા ઉપસર્ગ આવવાથી દઢતાથી પરિચય દઈ શકતા નથી. આવી સ્થિતિમાં શાસ્ત્રકારોએ એમના માટે કેટલાક આગારો (છૂટ)નું નિરૂપણ કર્યું છે. આગારોને છંડિકા પણ કહેવાય છે. ઇંડિકાનો અર્થ થાય છે - ગલી. જેમ સડક પર ચાલતા-ચાલતા કદાચિત કોઈ વ્યાઘાત ઉપસ્થિત થઈ જાય તો સડક છોડીને ગલીમાં થઈને પછી સડક પર પહોંચવાનું હોય છે. તેવી રીતે સમ્યકત્વનું પાલન કરતા-કરતા ક્યારેક વ્યાઘાત ઉપસ્થિત થઈ જાય, તો આ ગલીઓમાંથી નીકળીને પછી સમ્યકત્વની સડક પર આવી જવું જોઈએ. આવી વિશેષ પરિસ્થિતિઓનો ઉલ્લેખ આ છ આગારમાં કર્યો છે.
(૧) રાજ્યાભિયોગઃ રાજા અથવા તેના અધિકારી આદિ કદાચિત સમ્યકત્વની જાનમાલ-ઇજ્જત લેવાની ધમકી આપીને સમ્યકત્વના વિરુદ્ધ કાર્ય કરવાની આજ્ઞા આપે, આવી સ્થિતિમાં સમ્યકત્વી જીવ, રાજા આદિના અત્યાચારથી ડરીને ખિન્ન મનથી સમ્યકત્વના વિરુદ્ધ આચરણ કરે, તો તેનું સમ્યકત્વ ભંગ થતું નથી. (૧૪૮) OOOOOOOOOX જિણધમો)
Page #166
--------------------------------------------------------------------------
________________
(૨) ગણાભિયોગ ઃ ગણનો અર્થ છે - સમૂહ, સંઘ. ક્યારેક-ક્યારેક સમ્યકત્વને બહુસંખ્યક સમુદાય, જાતિ-વ્યવસ્થા અથવા કૌટુંબિકોના દબાવથી પણ સમ્યકત્વની વિરુદ્ધ આચરણ કરવાની નોબત આવી શકે છે. જેમ સમ્યકત્વોના કુટુંબી, સ્વજન, જાતિના પંચ આદિ જે અન્ય મતાવલંબી હોય, જાતિ બહિષ્કાર આદિની ધમકી આપીને કુળના દેવને, કુળના ગુરુને નમન-પૂજન આદિ કરવામાં બાધ્ય કરે, તો તેનું દબાણ ખિન્ન મનથી સમ્યકત્વના વિપરીત આચરણ કરવા છતાં પણ સમ્યકત્વનો ભંગ થતો નથી.
(૩) બલાભિયોગ : કદાચ કોઈ વિશેષ બળવાન વ્યક્તિ ભલે તે ધનબલી, જનબલી, તનબલી, વિદ્યાબલી હોય - સમ્યકત્વને સમ્યકત્વની વિરુદ્ધ આચરણ કરવા વિવશ કરે અને તે સમ્યકત્વી તેના જોર-જુલમથી ભયભીત થઈને, પશ્ચાત્તાપની સાથે તેવું આચરણ કરે, તો તેમનું સમ્યકત્વ ભંગ થતું નથી.
(૪) સુરાભિયોગ : કદાચિત કોઈ દેવ કોઈ સમ્યકત્વને અનેક પ્રકારની ધમકીઓ આપીને એમના જાન-માલ અથવા પરિવારને નષ્ટ કરવાનો ડર બતાવીને સમ્યક્ત્ત્વથી વિરુદ્ધ આચરણ કરવાનું કહે અને સમ્યકત્વી તેના ડરથી, ખિન્ન મનથી તેવું કાર્ય કરે, તો તેમનું સમ્યકત્વ ભંગ થતું નથી.
(૫) વૃત્તિકાન્તાર : સમ્યકત્વી કદાચિત્ રસ્તો ભૂલીને ઘોર જંગલમાં ભટકી જાય અને તેમને પાર કરવા માટે જો તેને સમ્યકત્વની મર્યાદાની બહાર કોઈ આચરણ કરવું પડે અથવા આજીવિકાના નિર્વાહ-હેતુ કઠિન પરિસ્થિતિ ઉપસ્થિત થઈ જવાથી જો સમ્યક્ત્વીને વિવશ થઈને સમ્યકત્વથી વિપરીત કોઈ કાર્ય કરવું પડે, તો એમનું સમ્યકત્વ ભંગ થતું નથી.
(૬) ગુરુનિગ્રહ ઃ (૧) માતાપિતાદિ - જ્યેષ્ઠજન અને કોઈ બહુમાનનીય મહાપુરુષ કોઈ સંયોગોથી, કોઈ કારણોથી લઈને જો સમ્યકત્વની વિરુદ્ધ કોઈ આચરણ કરવાનું કહે અને સમ્યકત્વી જીવ તેના દબાણથી તેવું કરે, તો તેનું સમ્યકત્વ ભંગ થતું નથી.
(૨) કદાચિતુ કોઈ મિથ્યાષ્ટિ પુરુષ સમ્યકત્વના દેવ-ગુરુ-ધર્મની પ્રશંસા કરે અને એ અનુરાગથી પ્રેરિત થઈને સમ્યકત્વી એનો આદર-સત્કાર કરે. . (૩) કદાચિત સમ્યકત્વને અન્ય ઉત્કૃષ્ટ ધર્મલાભ આદિના કાર્ય માટે કોઈ સમ્યકત્વ વિરુદ્ધ આચરણ કરવું પડે, તો સમ્યકત્વનું સમ્યકત્વ ભંગ થતું નથી.
આ આગાર બધા સમ્યક્તીઓના માટે નથી. જે શૂરવીર, ધીર, ગંભીર, દેઢ સાહસી હોય છે, જેના હાડકાનો મિજા કિરમચી રંગની સમાન ધર્મના રંગમાં રંગેલ હોય છે. તે વ્યક્તિ સર્વસ્વ ચાલ્યા જવા છતાં પણ સમ્યકત્વમાં લેશમાત્ર પણ દોષ લાગતો નથી. તે અરણક અને કામદેવ આદિ શ્રાવકોની જેમ પ્રાણાંત સંકટમાં પણ વિચલિત થતા નથી. પરંતુ જેનામાં
[ સમ્યક્ત્વના બોલDOOOOOOOOOOO (૧૪૯]
Page #167
--------------------------------------------------------------------------
________________
એટલું સાહસ અને દઢતા નથી, તેના માટે આ આગાર બતાવ્યો છે. આ આગારોના સેવનથી સમ્યક્ત્વીના સમ્યક્ત્વનો ભંગ થતો નથી, પરંતુ થોડી કમજોરી અવશ્ય હોય છે. તેથી સમ્યક્ત્વી જીવ આગારોનું સેવન કરતા પણ સમ્યક્ત્વના પ્રતિ દૃઢ બનેલો રહે છે.
છ ભાવના
પ્રત્યેક કાર્યની સિદ્ધિના માટે ભાવના-બળની પરમ આવશ્યકતા હોય છે. કહેવાયું છે કે - “યાદૃશી માવના યમ્ય, સિદ્ધિર્ભવતિ તાદૃશી' - જેની જેવી ભાવના હોય છે તેવા જ ફળની પ્રાપ્તિ થાય છે. ભાવનાને સુધારવા માટે નિમ્નલિખિત ૬ વાતો પર લક્ષ્ય રાખવામાં આવે તો સમ્યક્ત્વી પોતાના સમ્યક્ત્વમાં નિશ્ચલતા પ્રાપ્ત કરી શકે છે -
मूलं दारं पइट्ठाणं आहारो भायणं निही । दुछक्क साविधम्मस्स सम्मत्तं परिकित्तियं ॥
અર્થાત્ સમ્યક્ત્વના ધર્મનું (૧) મૂળ (૨) દ્વાર (૩) પ્રતિષ્ઠાન (૪) આધાર (૫) ભાજન (૬) નિધિ છે. આ છ પ્રકારની ભાવના કહી છે.
(૧) મૂળ : સમ્યક્ત્વ ધર્મ-રૂપી વૃક્ષનું મૂળ છે. જેમ કે વૃક્ષનું મૂળ મજબૂત છે, તો આ વાયુ આદિનો ઉપદ્રવ થવા છતાં ઉખડી શકતું નથી. તે શાખા-પ્રશાખા, પત્ર-પુષ્પ અને ફળાદિ સંપન્ન થઈને સુશોભિત હોય છે અને અન્યના તાપને દૂર કરી છાયા પ્રદાન કરે છે. આ રીતે જો સમ્યક્ત્વ દૃઢ થાય તો તે મિથ્યાતત્ત્વ વાયુથી ઉખડી શકતા નથી, તે અચળ બની રહે છે. તેમાં શાંતિરૂપી શાળાઓ લાગવાથી તે વિશાળ બને છે. દયારૂપ પત્રોની છાયા પ્રદાન કરે છે.
(૨) દ્વાર : સમ્યક્ત્વ ધર્મરૂપી નગરના દ્વાર છે. જેમ કોઈ નગરમાં પ્રવેશ કરવા માટે દ્વાર આવશ્યક હોય છે. દ્વાર દ્વારા નગરમાં પ્રવેશ કરી ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ કરી શકાય છે. તેવી રીતે સમ્યક્ત્વરૂપી દ્વારમાં ધર્મરૂપી નગરમાં પ્રવેશ થાય છે અને ત્યાં આત્મિક વૈભવની પ્રાપ્તિ કરી શકાય છે.
(૩) પ્રતિષ્ઠાન : સમ્યક્ત્વ ધર્મરૂપી પ્રાસાદનો પાયો છે. જે મકાનનો પાયો મજબૂત હોય છે, તેના પર ઇચ્છાનુસાર માળ ચણી શકાય છે. તે રીતે સમ્યક્ત્વરૂપી પાયો જો સુર્દઢ હોય, તો તેના પર ધર્મરૂપી પ્રાસાદની આચરણરૂપી કેટલાય માળ ચણી શકાય છે.
(૪) આધાર : સમ્યક્ત્વ ધર્મરૂપી કરિયાણાનો આધારભૂત કોઠો છે. જેમ મજબૂત સાફ-સુથરા કોઠામાં રાખેલ બદામ આદિ કરિયાણું સુરક્ષિત રહે છે. તેમાં ઉંદરો કે ચોરોનો ઉપદ્રવ થતો નથી. આ રીતે સમ્યક્ત્વરૂપી સ્વચ્છ અને સુદૃઢ કોઠામાં સ્થાપિત કરેલ ધર્મરૂપી
જિણધમ્મો
૧૫૦
Page #168
--------------------------------------------------------------------------
________________
કરિયાણા સુરક્ષિત રહે છે. મિથ્યાત્વરૂપી ઉંદરો અને વિષય-કષાયરૂપ ચોર તેને હાનિ પહોંચાડી શકતા નથી.
(૫) ભાજન : સમ્યક્ત્વ ધર્મરૂપી ભોજનનો ભાજન છે. જેમ રસાયણ આદિ શ્રેષ્ઠ ભોજન સારા ભાજનમાં જ ટકે છે અને સુશોભિત હોય છે, તેવી રીતે ધર્મરૂપી રસાયણ, સમ્યક્ત્વના ભાજનમાં જ સ્થિર અને સુશોભિત હોય છે. સિંહણનું દૂધ સ્વર્ણપાત્રમાં જ ટકે છે. ધર્મનું પૌષ્ટિક દૂધ સમ્યક્ત્વના સ્વર્ણપાત્રમાં જ ટકે છે.
(૬) નિધિ : ધર્મરૂપી અણમોલ રત્ન માટે સમ્યક્ત્વ નિધાન રૂપ છે. મંજૂષા રૂપ છે, તિજોરી રૂપ છે. જેમ લોકો બહુમૂલ્ય રત્નને સુરક્ષિત રાખવા માટે મંજૂષા-પેટી તથા તિજોરીનો ઉપયોગ કરે છે, તેવી રીતે સમ્યક્ત્વરૂપી મંજૂષામાં ધર્મરૂપી રત્ન સુરક્ષિત રહે છે. કામ-ક્રોધાદિ ચોર ધર્મક્રિયા રૂપ રત્નને ચોરી શકતા નથી. ધર્મરૂપી રત્નની સુરક્ષા માટે સમ્યક્ત્વ સુરક્ષિત નિધાન છે. મંજૂષા છે, તિજોરી છે.
સમ્યક્ત્વરૂપી મહારત્નની સાર-સંભાળ અને પુષ્ટિ-હેતુ ઉક્ત છ ભાવનાઓનું પ્રતિપાદન કર્યું છે.
છ સ્થાન
સમ્યક્ત્વને સ્થિર રાખવા માટે છ સ્થાનોનું નિરૂપણ કર્યું છે. તે સ્થાન આ પ્રકાર છે. अत्थि अ णिच्चो, कुणइ कयंच वेएइ, अत्थि निव्वाणं । अत्थि य मुक्खोवाओ, छ सम्मत्तस्स ठाणाई ॥
(૧) આત્મા છે. (૨) આત્મા દ્રવ્યની અપેક્ષા નિત્ય છે. (૩) આત્મા પોતાનાં કર્મોના કર્તા છે. (૪) આત્મા કરેલાં કર્મોનો ભોક્તા છે. (૫) આત્માને મુક્તિ પ્રાપ્ત થાય છે (૬) મોક્ષનો ઉપાય છે.
આ છ સ્થાનકોને વિસ્તારથી સમજીને એનું ચિંતન કરવાથી સમ્યક્ત્વની સ્થિરતા થાય છે, તેથી સમ્યક્ત્વનાં છ સ્થાન માન્યા છે.*
આ પ્રકારે સમ્યક્ત્વનાં ૬૭ અંગો સ્વરૂપ-પ્રતિપાદન કર્યું છે. સમ્યક્ત્વનો મહિમા અપાર છે. પં. આશાધરજીએ કહ્યું છે -
नरत्वेऽपि पशूयन्ते मिथ्यात्वग्रस्तचेतसः ।
पशुत्वेऽपि नरायन्ते, सम्यक्त्वग्रस्तचेतसः ॥
મિથ્યાર્દષ્ટિ જીવ મનુષ્ય હોવા છતાં પશુની સમાન છે અને સમ્યક્ત્વથી વિભૂષિત પશુ પણ મનુષ્યની સમાન છે, કારણ તેમાં હિતાહિતનો વિવેક ઉત્પન્ન થાય છે. શરીરમાં જે સ્થાન નેત્રનું છે, અધ્યાત્મ શાસ્ત્રમાં તે સ્થાન સમ્યક્ત્વનું છે. તેથી સમ્યક્ત્વની નિર્મળ આરાધના કરવી જોઈએ.
*તેનું વિસ્તૃત વિવેચન જીવ તત્ત્વના પ્રકરણમાં જુઓ.
સમ્યક્ત્વના ૬૦ બોલ
૧૫૧
Page #169
--------------------------------------------------------------------------
________________
( દુર્લભ બોધિનાં પાંચ કારણ)
કે
જે કારણોથી ભવિષ્ય માટે બોધિ(સમ્યકત્વ)ની પ્રાપ્તિ કઠિન થઈ જાય છે, એ કારણોને દુર્લભ બોધિનો હેતુ કહેવામાં આવે છે. “ઠાણાંગ સૂત્ર'માં પાંચ હેતુઓનું વિવેચન ઉપલબ્ધ છે -
पंचहिं ठाणेहिं जीवा दुल्लभबोहियत्ताए कम्मं पगरेंति तंजहा-अरहंताणमवन्नं वयमाणे, अरहंतपण्णत्तस्स धम्मस्स अवण्णं वनमाणे, आयरिय-उवज्झायाणमवण्णं वयमाणे, चाउवण्णसंघस्स अवण्णं वयमाणे, विविक्कतव-बंभचेराणं देवाणं अवण्णं वयमाणे ।
- ઠાણાંગ સ્થાન - ૫ પાંચ કારણોથી જીવ દુર્લભ બોધિ યોગ્ય કર્મ બાંધે છે. (૧) અરિહંતોનો અવર્ણવાદ કરવાથી, (૨) અરિહંત પ્રરૂપિત ધર્મનો અવર્ણવાદ કરવાથી, (૩) આચાર્ય-ઉપાધ્યાયનો અવર્ણવાદ બોલવાથી, (૪) ચતુર્વિધ સંઘનો અવર્ણવાદ કરવાથી (૫) ઉત્કૃષ્ટ તપ અને બ્રહ્મચર્ય-પાલનના ફળસ્વરૂપ દેવ બનેલાનો અવર્ણવાદ કરવાથી.
(૧) અરિહંતોનો અવર્ણવાદ : અરિહંત છે જ નહિ અથવા તેઓ સર્વજ્ઞ નથી અથવા તેઓ જાણતા હોવા છતાં પણ અષ્ટ પ્રાતિહાર્યરૂપ ભોગ કેમ ભોગવે છે? તેઓ દેવો દ્વારા નિર્મિત સમવસરણનો ઉપયોગ કેમ કરે છે ? ઇત્યાદિ રીતિથી અરિહંતોનો અવર્ણવાદ છે, જેમ કે ગાથામાં પ્રગટ કર્યું છે કે -
नत्थि अरिहंत त्ति, जाणं तो कीस भुंजए भोए ।
पाहुडियं उवजीवइ, स समवसरण रुवाए ॥ અરિહંતોના સંબંધમાં આ રીતે બોલવું સર્વથા અસત્ય છે, અહંતોનું અસ્તિત્વ છે, કારણ કે તેમની દ્વારા પ્રવર્તિત પ્રવચનની ઉપલબ્ધિ હોય છે. અવશ્યવેદ્ય વેદનીય કર્મના ઉદયના કારણે તેમને કર્મ ભોગવવાં પડે છે. તીર્થકર નામકર્મના કારણે તેમના અષ્ટ પ્રતિહાર રૂપ ઐશ્વર્ય હોય છે, પરંતુ તેઓ સદા વીતરાગભાવમાં રમણ કરે છે, તે એ દેવકૃત પ્રાતિહાર્યાદિના દ્રષ્ટા માત્ર હોય છે. તેઓ એમનો ઉપયોગ કરે છે, એવું કહી શકાતું નથી, તેથી ઉપભોગની શંકા નિર્મૂળ છે. જ્ઞાનાવરણીય કર્મનો સર્વથા ક્ષય હોવાને કારણે બધુ દ્રવ્ય-પર્યાય તેમના જ્ઞાનમાં ઝળકે છે, તેથી તેઓ સર્વજ્ઞ છે.
(૨) અરિહંત પ્રરૂપિત ધર્મનો અવર્ણવાદ : અરિહંત પ્રરૂપિત શ્રુત-ચારિત્ર રૂપ ધર્મની નિંદા કરવી. જેમ કે વિદ્વદ્ યોગ્ય સંસ્કૃત ભાષાને છોડીને શાસ્ત્રોની રચના પ્રાકૃત ભાષામાં કેમ કરી છે? ચારિત્ર લેવાથી શો લાભ છે? ગૃહસ્થ દશામાં પણ દાનાદિથી શ્રેયસની સાધના થઈ શકે છે ઇત્યાદિ રૂપથી શ્રુત-ચારિત્ર રૂપ ધર્મની નિંદા કરવી અરિહંત પ્રરૂપિત ધર્મનો અવર્ણવાદ છે. શ્રુત-ચારિત્રરૂપ ધર્મની પ્રતિ કહેવું સર્વથા અસત્ય છે. પ્રાકૃત ભાષામાં (૧૫૨) છે
જિણધામો)
Page #170
--------------------------------------------------------------------------
________________
આગમોની રચનાને કારણે સર્વ સાધારણ જનતાને સરળ રીતિથી તત્ત્વોનો બોધ કરાવવાનો છે. આબાલ-વૃદ્ધ સર્વ જનતા માટે ઉપકારી થઈ શકે. આ દૃષ્ટિથી જ આગમોની ભાષાના રૂપમાં પ્રાકૃતને અપનાવ્યું છે. ચારિત્ર-મોક્ષનો સાક્ષાત્ (અનંતર) કારણ હોવાથી તેમની પ્રધાનતયા ઉપયોગિતા છે, માત્ર દાનાદિ ધર્મથી શ્રેયસની પ્રાપ્તિ થઈ શકતી નથી.
(3) આચાર્ય-ઉપાધ્યાયનો અવર્ણવાદ : આચાર્ય-ઉપાધ્યાય આદિ પદધારીઓની નિંદા કરવી. જેમ કોઈ અલ્પવયવાળા સાધુને એમના જ્ઞાનાદિ સંબંધી યોગ્યતાને દૃષ્ટિમાં રાખીને આચાર્ય-ઉપાધ્યાયનું પદ પ્રદાન કર્યું હોય તો તેમના માટે કહેવું કે આ અલ્પવયવાળા આચાર્ય-ઉપાધ્યાય શું સમજશે ? તેમને હમણાં શું અનુભવ છે ? અથવા તેઓ વિશુદ્ધ જાતિ, * કુલોપ્તજ્ઞ નથી. આ પ્રકાર આચાર્ય - ઉપાધ્યાયનો અવર્ણવાદ બોલવું મિથ્યા છે. કારણ કે જૈનશાસનમાં ગુણોનું મહત્ત્વ છે, વય અથવા જાતિનું નહિ. જે જ્ઞાનાદિ રત્નોમાં અધિક હોય છે, તે આ પદો પર પ્રતિષ્ઠિત કરવામાં આવે છે. અધ્યાત્મ ક્ષેત્રમાં વય અથવા કુળનું એ મહત્ત્વ નથી, જે જ્ઞાનાદિ રત્નત્રયનું છે.
(૪) ચતુર્વિધ સંઘનો અવર્ણવાદ : સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘની નિંદા કરવી. જેમ સંઘનું શું મહત્ત્વ છે ? સંઘ જે પશુઓના પણ હોઈ શકે છે. સમુદાયના બળથી અમાર્ગમાં પણ પ્રવૃત્તિ થઈ શકે છે. આ રીતે સંઘનો અવર્ણવાદ કરવો મિથ્યા છે, કારણ કે ચતુર્વિધ સંઘ શ્રેષ્ઠ જ્ઞાનાદિ ગુણોના સમુદાય રૂપ છે, તેથી તે અમાર્ગમાં પ્રવૃત્ત થઈ શકતો જ નથી.
(૫) દેવોનો અવર્ણવાદ : જે સાધુ સુપરિનિષ્ઠિત - સુઆચરિત, તપ અને બ્રહ્મચર્યની સાથે થનારા પુણ્ય-બંધના પ્રભાવથી ઉચ્ચ કોટિના દેવ બને છે, તેમનો અવર્ણવાદ કરવો. જેમ કે દેવ છે જ નહિ, કારણ કે તેઓ ક્યારેય દેખાતા નથી અથવા આ દેવ તો કામાસક્ત છે, ભોગી છે, અવિરત છે. ભોગોની ઉત્કટ લાલસાના કારણે જ તપ અને બ્રહ્મચર્યનું પાલન કર્યા પછી હવે દેવાંગનાઓનો ઉપભોગ કરે છે ઇત્યાદિ રૂપથી દેવોનો અવર્ણવાદ કરવો મિથ્યા છે. કારણ કે દેવતાઓનું અસ્તિત્વ પ્રમાણોથી સિદ્ધ છે. તેમના દ્વારા કરેલા અનુગ્રહ અને ઉપઘાત દૃષ્ટિગોચર થાય છે. દેવ જે સુખોપભોગ કરે છે, તેનું કારણ મોહનીય અને શાતાવેદનીય કર્મનો ઉદય છે. શતાવેદનીય કર્મને વેદરાથી જ તેઓ તેની નિર્જરા કરી શકે છે, તેથી તેઓ અવર્ણવાદને યોગ્ય નથી.
આ પ્રકારે જે વ્યક્તિ ધર્મદાતા, ધર્મપાલ અને ધર્મની નિંદા કરે છે - અવર્ણવાદ બોલે છે, તે મોહનીય કર્મનું એવું દૃઢ બંધન કરી લે છે, જેનાથી ભવિષ્યમાં તેમને ધર્મની પ્રાપ્તિ થવી દુર્લભ થઈ જાય છે. સમ્યજ્ઞાન પ્રાપ્ત કરવું તેમના માટે અવક્ય જેવું બની જાય છે. આવું જાણીને દુર્લભ બોધિનાં આ પાંચ કારણોથી સદા બચવું જોઈએ.
* યાદ રાખો અહીં જાતિ અને કુળથી વર્તમાનમાં પ્રચલિત કૃત્રિમ જાતિ જ લીધી છે. અન્યથા આગમોમાં આચાર્યાદિ માટે નાફ સમ્પન્ને, ત્ત સમ્પન્નનું વિશેષણ આપ્યું છે. આનો અર્થ છે જે જાતિ - માતૃ પક્ષ અને કુળ-પિતૃ પક્ષથી વિશુદ્ધ સંસ્કાર સંપન્ન હોય, એમને જ આચાર્યાદિ વિશિષ્ટ પદ પ્રદાન કરી શકાય છે.
દુર્લભ બોધિનાં પાંચ કારણ
૧૫૩
Page #171
--------------------------------------------------------------------------
________________
(સુલભ બોધિનાં પાંચ કારણ)
જે સત્કાર્યોથી આત્માને ભવિષ્ય માટે બોધિ (સમ્યકત્વ)ની પ્રાપ્તિ સરળ અને સુગમ થાય છે, તે સુલભ બોધિના કારણ કહેવાય છે. તે પાંચ છે -
'पंचहिं ठाणेहिं जीवा सुलभ बोहियत्ताए कम्मं पगरेंति-तंजहा-अरहंताणं वष्णं वयमाणे जाव विवक्कतव बंभचेराणं देवाणं वण्णं वयमाणे ।'
- સ્થાનાંગ, સ્થાન-૫, ઉદ્દે-૨ પાંચ કારણોથી જીવાત્મા સુલભ બોધિ થાય છે. અર્થાત્ જિનધર્મને સુવિધાથી પ્રાપ્ત કરી શકાય છે.
(૧) અરિહંતોની સ્તુતિ કરવાથી (૨) અરિહંત પ્રરૂપિત ધર્મની સ્તુતિ કરવાથી (૩) આચાર્ય-ઉપાધ્યાયની સ્તુતિ કરવાથી (૪) ચતુર્વિધ સંઘની સ્તુતિ કરવાથી (૫) પરિપક્વ તપ અને બ્રહ્મચર્ય આદિ વ્રતોના સાથ દેનાર પુણ્ય-બંધનાં ફળસ્વરૂપ થનાર દેવોની ઋદ્ધિનું શાસ્ત્રાનુસાર વર્ણન કરવાથી. સ્તુતિ તે વિધાયિકા મહાશક્તિ છે, જેનાથી આત્મા સુલભ બોધિ બને છે. (૧) અરિહંતની સ્તુતિઃ
जियरागदोसमोहा सव्वन्नू तिय सनाह कय पूजा ।
अच्चंतसच्चवयणा, सिवगइगमणा जयंति जिणा ॥ જે મહાપુરુષોએ રાગ-દ્વેષ-મોહ આદિ દોષોને જીતી લીધા છે, જે સર્વજ્ઞ-સર્વદર્શી છે, ઇન્દ્રોએ જેનું મહિમાગાન કર્યું છે, જેમના વચન સર્વથા સત્ય છે, જે મોક્ષમાં પધારવાના છે, એ જિનેશ્વર દેવની જય-વિજય હો. (૨) કેવલી-ભાષિત ધર્મની સ્તુતિઃ
वत्थुपयासणसूरो, अइसयरयणाण सायरो जयइ ।
सव्वजगजीवबंधुरबंधू दुविहो वि जिण धम्मो ॥ જે વસ્તુને પ્રકાશિત કરવામાં સૂર્યની સમાન છે, જે અતિશય ગુણ-રત્નોના મહાસાગર છે. જે જગતનાં બધાં પ્રાણીઓના બંધુ છે, જે શ્રુત-ચારિત્ર રૂપથી બે પ્રકારના છે, તે કેવળી-ભાષિત ધર્મ વિજયશીલ હો. (૩) આચાર્ય-ઉપાધ્યાયની સ્તુતિઃ
तेसिं नमो तेसिं नमो, भावेण पुणो वि तेसिं चेव नमो ।
अणुवकय-परहियरया, जे णाणं देन्ति भव्वाणं ॥ (૧૫૪) OCTOO SOOOOOOOOOX જિણધમો
Page #172
--------------------------------------------------------------------------
________________
તે આચાર્ય અને ઉપાધ્યાયોને ભાવપૂર્વક પુનઃ પુનઃ નમસ્કાર હો. જે નિષ્કામ ભાવથી પર-હિતમાં તત્પર છે અને જે ભવ્ય આત્માઓને નિર્મળ જ્ઞાન આપે છે.
(૪) ચતુર્વિધ સંઘની
સ્તુતિઃ
एयम्मि पूइयम्मि नत्थि तयं जं न पूइयं होइ । भुवणे वि पूअणिज्जो न गुणी संघाओ जं अन्नो ॥
ચતુર્વિધ સંઘને પૂજ્યા પછી એવું કોઈ પૂજ્ય રહેતું નથી, જેની પૂજા કરવાની બાકી હોય. વિશ્વમાં શ્રી સંઘથી વધારે અન્ય કોઈ પૂજનીય ગુણી નથી. તીર્થંકર દેવો દ્વારા પ્રરૂપિત ચતુર્વિધ સંઘ મોક્ષમાર્ગનો આધાર હોય છે.
(૫) સમ્યગ્દષ્ટિ દેવોની મહિમા :
धण्णा खलुते देवा विसय विमोहा विहंत जिण समीवे । धम्मं सुणंति सम्मं तित्थपभावं च જીવંતિ ।
તે દેવ ધન્ય છે, જે વિષયોથી વિમુખ રહીને જિનેન્દ્રદેવની સમીપ સમ્યક્ પ્રકારથી ધર્મ-ઉપદેશ સાંભળે છે અને તીર્થની પ્રભાવના કરે છે.
આ પ્રકારે અહંતોની યાવત્ ઉપર્યુક્ત સમ્યગ્દષ્ટ દેવોની મહિમા કરવાથી સુલભ બોધિતાની પ્રાપ્તિ થાય છે.
બોધિ સમ્યજ્ઞાનની પ્રાપ્તિ ખૂબ જ દુર્લભ છે. કહેવાય છે કે
लब्भंति सुरसुहाई लब्धंति नरिंदपवररिद्धिओ । न पुणो सुबोहिरयणं, लब्भइ मिच्छत्ततमहरणं ॥
અર્થાત્ દેવલોકના સુખ ઘણીવાર પ્રાપ્ત થઈ ચૂક્યા છે અને પ્રાપ્ત થશે, ચક્રવર્તીઓની ઋદ્ધિઓ પણ ઘણીવાર મળી છે અને મળી શકે છે. પરંતુ મિથ્યાત્વ રૂપી અંધકારને દૂર કરનાર સુબોધિ રત્નની પ્રાપ્તિ ખૂબ જ દુર્લભ છે. તે ક્વચિત્ જ અનંત પુણ્યોદયથી પ્રાપ્ત થાય છે અને કહ્યું છે -
येsसिध्यन् ये च सिद्ध्यन्ति ये सेत्स्यन्ति च केचन । ते सर्वे बोधिमाहात्म्यात्तस्मात् बोधिरुपास्यताम् ॥
જે સિદ્ધ થયેલા છે, જે સિદ્ધ થાય છે અને જે સિદ્ધ થશે તે બધા બોધિ-રત્નના મહત્ત્વથી જ થયા છે, થાય છે અને થશે. તેથી નિર્મળ ભાવથી બોધિ-રત્નની ઉપાસના કરવી જોઈએ.
સુલભ બોધિનાં પાંચ કારણ
૧૫૫
Page #173
--------------------------------------------------------------------------
________________
૨૬ ( જ્ઞાન ઃ માહાભ્ય, સ્વરૂપ અને વ્યાખ્યા)
વિતરાગ પ્રરૂપિત મોક્ષમાર્ગમાં જ્ઞાનનો અનિર્વચનીય મહિમા બતાવ્યો છે. જેન-સિદ્ધાંતમાં જ્ઞાનને પરમ માંગલિક માન્યું છે. મંગળનું પ્રતિપાદન કરતા શ્રી જિનભદ્રગણિ એ ક્ષમા શ્રમણને જ્ઞાનનું ભાવ-મંગલ કહ્યું છે -
मंगल महवा नन्दी चउव्विहा मंगलं च सा नेया । दव्वे तूरसमुदओ, भावम्मि य पंच नाणाई ॥
- વિશેષાવશ્યક ભાષ્ય, ગાથા-૭૮ જ્ઞાન પંચકરૂપ નંદી ભાવ-મંગલ છે. જે સુખરૂપ હોય, આનંદરૂપ હોય, તેને નંદી કહે છે. જ્ઞાન પંચક નંદી છે. કારણ કે તે પરમ આનંદના સાધનભૂત છે. જે આનંદના સાધનભૂત છે, તે મંગલ છે, તેથી જ્ઞાન પરમ મંગલ-સ્વરૂપ છે. આ આધાર પર જૈન આગમોમાં જ્ઞાનપ્રતિપાદક આગમને “નંદીસૂત્ર' કહેવાય છે. જ્ઞાનોના સ્વરૂપને બતાવનાર આગમને “નંદી'ની સંજ્ઞા આપવી, આ વાતને પ્રમાણિત કરે છે કે જ્ઞાન નંદીરૂપ છે - પરમ આનંદનું સાધન છે, તેથી મહામંગલકારી છે.
જ્ઞાન એ ઉજ્વળ પ્રકાશ છે, જે મોક્ષમાર્ગને આલોકિત કરે છે, જે સિદ્ધિના પથને પ્રશસ્ત બનાવે છે. જ્ઞાન એ દિવાકર છે, જે મોહની નિશાના નિબિડતમ અંધકારને દૂર કરી આત્માને અપૂર્વ આત્માથી પ્રકાશમાન બનાવી દે છે. જ્ઞાન એ સુધાકર છે, જે પાપના તાપને મિટાવીને આત્માને સ્વાનુભૂતિની શીતળ રશ્મિઓ દ્વારા આફ્લાદિત અને પ્રફુલ્લિત કરે છે. જ્ઞાન તે નેત્ર છે, જે આત્માની અણમોલ નિધિના સાક્ષાત્કાર કરે છે, જે આત્માના અનંત સૌંદર્યનું દર્શન કરાવે છે. જ્ઞાન એ દર્શન છે, જે આત્માને પોતાના અનંત ચતુટ્ય સ્વરૂપ વૈભવની અપૂર્વ અનુભૂતિ કરાવે છે. શાસ્ત્રકારોએ જ્ઞાન તો સર્વતોમુખી ચક્ષુ તરીકે નિરૂપિત કર્યા છે. કહેવાય છે કે -
“UITUાં સવ્વત્તા વઘુ ” જ્ઞાન એવું અદ્ભુત નેત્ર છે, જે આગળ-પાછળ, સામ-સામે, ઉપર-નીચે, આજુબાજુ બધી બાજુ જુએ છે. પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ આદિ બધી દિશાઓ અને અનુદિશાઓને જુએ છે. ત્રિભુવનના સમસ્ત પ્રમેયો, પદાર્થોને જોવાની ક્ષમતા રાખે છે. જ્ઞાનરૂપી નેત્ર ખૂલવાથી જ આત્મિક વૈભવ અને આધ્યાત્મિક જગતના વિરાટ સ્વરૂપ દષ્ટિગોચર થવા લાગે છે. જ્ઞાન દ્વારા સંસાર અને મોક્ષની વસ્તુસ્થિતિની પ્રતીતિ થવાથી સાધના અને આરાધનાના દ્વાર ખૂલે છે, તેથી ‘દશવૈકાલિક સૂત્ર'માં કહેવાયું છે - (૧૫૬)SO SO SO SO SO YO YO YOો છે તેનો જિણધો]
Page #174
--------------------------------------------------------------------------
________________
पढमं नाणं तओ दया, एवं चिट्ठइ सव्वसंजए । अन्नाणी किं काही, किंवा नाहीइ सेय पावगं ॥
- દશવૈકા. અ-૪-૧૦ પહેલા જ્ઞાન અને પછી દયા-ચારિત્ર આ સિદ્ધાંત પર આખો સંયતવર્ગ આધારિત છે. અજ્ઞાની શું કરશે અને કલ્યાણ-અકલ્યાણને શું સમજશે ?
સમસ્ત સંયમી ચેતનાઓ પહેલા સમ્યગુજ્ઞાન પ્રાપ્ત કરે છે અને પછી દયાનો અર્થાત્ સંયમનું આચરણ યથાવત્ કરે છે. જેને જીવાદિ પ્રયોજનભૂત તત્ત્વોનું જ્ઞાન નથી તે જીવ રક્ષારૂપ સંયમનું આચરણ કરી શકતા નથી. જેને સતુ-અસતુનો વિવેક નથી. જે આસ્રવ અને સંવરના સ્વરૂપના જ્ઞાતા નથી, તે કેવી રીતે આવોનો ત્યાગ કરશે અને કેવી રીતે સંવરથી સંવૃત્ત બનશે? નિર્દોષ સંયમનું પાલન કરવા માટે પહેલાં પ્રયોજનભૂત સમ્યગુજ્ઞાનની અનિવાર્ય આવશ્યકતા છે.
પ્રયોજનભૂત જ્ઞાન કહેવાનો અભિપ્રાય એ છે કે જગતના પદાર્થોના પ્રયોજનશૂન્ય જ્ઞાન ન હોવા છતાં સંયમપાલનમાં કોઈ ત્રુટિ થતી નથી. કયા પ્રકારની રાસાયણિક વસ્તુથી કઈ નવી ચીજ પેદા થઈ જાય છે, મશીન આદિના કલપુઓંનું ને તેના સંયોગથી થનાર કાર્યોનું, તેમને ચલાવવાની પદ્ધતિનું જ્ઞાન તથા અન્યાન્ય સાંસારિક પ્રયોજનના પદાર્થોનું જ્ઞાન મુમુક્ષુ પુરુષોના માટે પ્રયોજનભૂત નથી. અહીં એવા જ્ઞાનની મહત્તાનું પ્રતિપાદન કર્યું નથી. મુમુક્ષુના માટે પ્રયોજનભૂત જ્ઞાન એ છે કે જેનાથી આત્માનું વાસ્તવિક સ્વરૂપ પ્રતીત થાય. આત્મા પોતાના સ્વરૂપથી કેમ ટ્યુત થયો છે? કયા ઉપયોગ અવલંબન લેવાથી તે પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરી શકે છે? જીવ શું છે ? તેની રક્ષા કેવી રીતે થઈ શકે છે ? ઇત્યાદિ વાતોને જાણવા પ્રયોજનભૂત જ્ઞાન છે, કારણ કે મોક્ષમાર્ગ માટે આ જ ઉપયોગી હોય છે. આ તાત્ત્વિક વિષયોને જાણ્યા વગર લૌકિક જ્ઞાન ભલે જેટલું હોય, કાર્યકારી હોતું નથી. તેનાથી આત્મકલ્યાણમાં સહાયતા મળતી નથી. તે જ્ઞાનમાત્ર ભારરૂપ છે, જે મોક્ષમાર્ગમાં પ્રયોજનભૂત હોતું નથી.
પ્રયોજનભૂત જ્ઞાનના વગર સંયમનું અનુષ્ઠાન થઈ શકતું નથી. શાસ્ત્રમાં કહ્યું છે -
"गोयमा ! जस्सणं सव्वपाणेहिं जाव सव्व सत्तेहिं पच्चक्खायमित्ति वयमाणस्स णो एवं अभिसमण्णागयं भवइ इमे जीवा, इमे अजीवा, इमे तसा, इमे थावरा, तस्सणं सव्व पाणेहिं जाव सव्व सत्तेहिं पच्चक्खायमित्ति वयमाणस्स णो सुपच्चक्खायं भवइ दुपच्चक्खायं भवइ ! एवं खलु से दुप्पच्चक्खाई सव्वपाणेहिं जाव सव्वसत्तेहिं पच्चक्खायमित्ति वयमाणे नो सच्चं भासं भासइ, मोसं भासं જ્ઞાન : માહાભ્ય, સ્વરૂપ અને વ્યાખ્યા તો ખરા .૧૫)
Page #175
--------------------------------------------------------------------------
________________
भासइ । एवं खलु से मुसावाई सव्व पाणेहिं जाव सव्व सत्तेंहि तिविहं तिविहेणं असंजयविरयपडिहयपच्चक्खायपावकम्मे सकिरीए, असंवुडे, एगंत दंडे, बाले यावि भवति । "
त
ભગવતી સૂત્ર શતક ૭ ઉ.૨
“હે ગૌતમ ! બધા પ્રાણોના યાવત્ બધાં સત્ત્વોનું પ્રત્યાખ્યાન કર્યું છે.’’ આવું બોલનારને જો આ જ્ઞાન ન હોય કે આ જીવ છે, આ અજીવ છે, આ ત્રસ છે, આ સ્થાવર છે, તો તેનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોતું નથી, દુષ્પ્રત્યાખાન હોય છે. આ રીતે તે દુષ્પ્રત્યાખ્યાની ‘બધા પ્રાણોનું યાવત્ બધાં સત્યોનું પ્રત્યાખ્યાન કર્યું છે.' આવું બોલનાર સત્ય ભાષા બોલતા નથી, મિથ્યા ભાષા બોલે છે. આ પ્રકારે તે મૃષાવાદી બધા પ્રાણોમાં યાવત્ બધાં સત્ત્વોમાં ત્રણ કરણ, ત્રણ યોગથી અસંયત, વિરતિ-રહિત, પાપકર્મનો ત્યાગ ન કરનાર ક્રિયા સહિતકર્મ બંધ યુક્ત, સંવર રહિત, એકાંત બાળ હોય છે.
‘શ્રી ભગવતી સૂત્ર’નાં ઉક્ત ઉદ્ધરણથી આ સિદ્ધ હોય છે કે જ્યાં સુધી જીવ-અજીવ આદિ તત્ત્વોનું યથાર્થ જ્ઞાન હોતું નથી ત્યાં સુધી સંયમની સ્થિતિ બનતી નથી. જો અજ્ઞાની સંયમ પાળનારનો દાવો કરે, તો તે મિથ્યાભાષી છે, સંયમહીન છે, એકાંત હિંસક અને એકાંત બાળ છે.
જે રોગીને અથવા ચિકિત્સકને રોગનું સ્વરૂપ જ્ઞાન નથી. તેમના નિદાનની ખબર નથી. રોગીની પ્રકૃતિની ઓળખ નથી, રોગના નિવારણના ઉપાયો જાણતા નથી, તે રોગને દૂર કરી શકતા નથી. આ રીતે ભવરોગનું સ્વરૂપ, તેનું નિદાન, એ ભવરોગથી મુક્ત હોવાનો ઉપાય જે સમ્યક્ પ્રકારથી સમજતા નથી, તે સંસારની બીમારીથી છૂટીને આધ્યાત્મિક સ્વસ્થતા પ્રાપ્ત કરી શકતા નથી. કહેવાયું છે કે -
आत्माज्ञानभवं दुःखं आत्मज्ञानेन हन्यते । तपसाऽप्यात्मविज्ञान-हीनैश्छेत्तुं न शक्यते ॥
આત્માના યથાર્થને ન જાણવાથી જે દુ:ખ ઉત્પન્ન થયું છે, તે આત્મજ્ઞાનથી જ વિનષ્ટ કરી શકાય છે. આત્મજ્ઞાનથી રહિત પુરુષ તપસ્યા દ્વારા પણ દુઃખનો ક્ષય કરી શકતા નથી. કારણ આત્મજ્ઞાન હીન તપનું ફળ મોક્ષમાર્ગમાં અનુપયોગી હોય છે. કહેવાયું છે કે - जं अन्नाणी कम्मं खवेइ, बहुआहिं वासकोडीहिं । तं नाणी तिहिं गुत्तो, खवेइ ऊसासमित्तेण ॥
- મહાપ્રત્યાખ્યાન પ્રકીર્ણક, ગાથા-૧૦૧ અજ્ઞાની જીવ કરોડો વર્ષોથી જેટલાં કર્મ કમાય છે, એટલા કર્મ-મન-વચન-કાયાથી સંવૃત્ત જ્ઞાનીજન એક ઉચ્છ્વાસ જેટલા સમયમાં જ ક્ષય કરી નાખે છે. જ્ઞાનની મહિમા અને ગરિમાનો કેટલો ચમત્કાર છે.
૧૫૮
જિણધમ્મો
Page #176
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન આત્માનો નિજીગણ છે જ્ઞાન, આત્માનો મૌલિક નિજીગુણ છે. તે દંડ અને દંડીના સંબંધની જેમ સંયોગ-સંબંધ રૂપ નથી. સંયોગ-સંબંધ બે દ્રવ્યોમાં બે ભિન્ન પદાર્થોમાં હોય છે. આત્મા અને જ્ઞાનના વિષયમાં એવી વાત નથી. આત્મા ગુણી છે અને જ્ઞાન તેનો સ્વાભાવિક ગુણ છે. સ્વાભાવિક ગુણ એ હોય છે કે જે ક્યારેય પોતાના આશ્રયભૂત દ્રવ્યનો પરિત્યાગ કરતો નથી. જ્ઞાનના અભાવમાં આત્માની કલ્પના કરવી સંભવ નથી. જૈનદર્શન જ્ઞાનને આત્માનો મૌલિક ગુણ માને છે, જ્યારે વૈશેષિક આદિ અન્ય કતિપય દર્શન-જ્ઞાનને આત્માનાં મૌલિક ગુણ ન માનીને એક આગંતુક ગુણનો સ્વીકાર કરે છે. જેનદર્શનને તેમની એ માન્યતા સ્વીકાર્ય નથી. જૈનદર્શનમાં તો આત્માના જ્ઞાન-ગુણને એટલી પ્રમુખતા આપવામાં આવી છે કે ક્યાંક-ક્યાંક આત્મા અને જ્ઞાનને એકરૂપ માની લીધા છે. વ્યવહારનયની અપેક્ષાથી જ્ઞાન અને આત્મામાં ભેદ માનવામાં આવ્યો છે, પરંતુ નિશ્ચયનયથી જ્ઞાન અને આત્મામાં અભેદ સ્વીકાર કર્યો છે. જ્ઞાન અને આત્મામાં તાદાભ્ય-સંબંધ માનવામાં આવે છે. જેનામાં તાદામ્ય-સંબંધ હોય છે, તે એક-બીજાથી અલગ રહી શકતા નથી, જેમ સૂર્ય અને પ્રકાશમાં તાદાઓ-સંબંધ છે, તેથી સૂર્યને છોડીને પ્રકાશ અને પ્રકાશને છોડીને સૂર્ય રહી શકતા નથી, તેવી રીતે આત્માને છોડીને જ્ઞાન અને જ્ઞાનને છોડીને આત્મા રહી શકતા નથી. તેથી જ્ઞાન, આત્માનો મૌલિક નિજગુણ છે.
જ્ઞાન આત્માનો નિજગુણ છે. તે આજથી નહિ અનંતઃ અનંતકાળથી સદા-સર્વદા આ આત્મામાં રહે છે અને આત્મામાં જ રહેશે. સંસારનું એક પણ પ્રાણી એવું નથી કે જેમાંથી જ્ઞાન ન હોય. ઉપયોગ આત્માનું લક્ષણ છે, એ તે આત્મામાં અવશ્ય રહે છે. ભલે ચેતનાની હીન અવસ્થામાં તે જ્ઞાન સમ્યફ ન થઈને મિથ્યા છે, પરંતુ આત્મામાં જ્ઞાનની સત્તાનો ઇન્કાર ન કરી શકાય. જ્યાં આત્મા છે, ત્યાં ઉપયોગરૂપ જ્ઞાન અવશ્ય રહેશે.
જે જીવોની ચેતના અત્યંત સુષુપ્ત છે, જે અનંત જીવોને મળીને એક શરીર બન્યા છે, જે ચર્મચક્ષુઓ અથવા સૂક્ષ્મદર્શક યંત્રથી પણ દેખાતા નથી - એ સૂક્ષ્મ નિગોદના જીવોમાં પણ જ્ઞાનનો અત્યંત સૂક્ષ્મ અંશ તો (અક્ષરના અનંતનો ભાગ) રહે છે. જો એવું ન માનવામાં આવે તો જીવ-અજીવત્વને પ્રાપ્ત થઈ જાય, જે અસંભવ છે. કહેવાયું છે -
अक्खरस्सऽणंतो भागो णिच्चुग्घाड़िओ जइ पुणो ।
સો વિ વારિક્તા તેમાં નવા નવા પાવેજ્ઞા - નંદીસૂત્ર અર્થાતુ પ્રત્યેક આત્માના અક્ષરનો અનંતમો ભાગ અવશ્ય ઉદ્ઘાટિત રહે છે, અન્યથા જીવ અજીવત્વને પ્રાપ્ત થઈ જાય છે.
જ્ઞાનના તારતનું કારણ જ્ઞાન આત્માનો મૌલિક ગુણ છે, આના પર આ પ્રશ્ન સહજ જ ઉત્પન્ન થાય છે કે - આત્મામાં મેળવનાર જ્ઞાનની ન્યૂનાધિકતાનું શું કારણ છે ? મૌલિક ગુણની દૃષ્ટિથી બધા જીવાત્માઓ સમાન છે, તો જ્ઞાનની અનંતગુણ ન્યૂનાધિકતા અને તારતમ્યનું કારણ શું
(જ્ઞાન : માહાભ્ય, સ્વરૂપ અને વ્યાખ્યા
છેછે)
(૧૫૯)
Page #177
--------------------------------------------------------------------------
________________
છે?” આ પ્રશ્નનો ઉત્તર એ છે કે - “યદ્યપિ આત્માનો મૌલિક ગુણ એક જેવો છે, તદપિ વિભાવદશાપત્ર આત્મા જ્ઞાનાવરણીયાદિ કર્મોના આવરણથી આવૃત્ત થાય છે. તે આવરણ જેટલું ગહન અથવા છીછરું હોય છે, તે અનુપાતમાં આત્માની ચેતનાશક્તિ વ્યક્તિ હોય છે. જો આવરણ અત્યંત સઘન હોય છે, તો આત્માના જ્ઞાનની માત્રા ખૂબ જ ઓછી છે. જેટલા જેટલા અંશોમાં આવરણની સઘનતા ઓછી થતી જાય છે, એટલા એટલા અંશોમાં જ્ઞાનની માત્રા અભિવ્યક્ત થતી રહે છે. આવરણની સઘનતામાં તારતમ્મનું કારણ જ્ઞાનની માત્રામાં તારતમ્ય દેખાય છે.
જે રીતે સૂર્ય મેઘોના આવરણથી આવૃત્ત થાય છે તો તેનો પ્રકાશ ન્યૂનાધિક ઓછો - વધારે થતો રહે છે. જો મેઘપટલ ખૂબ જ ગહન હોય, તો સૂર્યપ્રકાશ અત્યંત મંદ થઈ જાય છે. પરંતુ એ વાત ધ્યાન આપવા યોગ્ય છે કે ભલે કેટલાંય ગહન વાદળ સૂર્યને ઘેરી લે, પરંતુ તેનો કોઈ ને કોઈ અંશ અનાવૃત્ત જ રહે છે, જેના કારણે દિવસ અને રાત્રિનો ભેદ બન્યો રહે છે. આ રીતે આત્મા પર જ્ઞાનાવરણીય કર્મનાં કેટલાંય ગહન આવરણ છવાઈ જાય, આત્માની ચેતનાનો અનંતમો ભાગ અનાવૃત્ત રહે છે, જેના કારણે તેમાં જ્ઞાનની ન્યૂનતમ માત્રા બની જ રહે છે. જો તે જ્ઞાન-માત્રા પણ આવૃત્ત થઈ જાય તો જીવ અજીવ બની જાય, જો કે ત્રિકાળમાં પણ સંભવ નથી. જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ અનાદિ પારિણામિક ભાવ છે, જે ક્યારેય નષ્ટ થતા નથી, અન્ય ભાવને પ્રાપ્ત થતા નથી, સદા બન્યા રહે છે.
મેઘના પટલ જેટલા-જેટલા છીછરા થતા જાય છે, તેટલા અંશોમાં સૂર્યના પ્રકાશની માત્રા પ્રગટ થતી રહે છે. તેવી રીતે જ્ઞાનાવરણીય કર્મના દલિક જેટલા જેટલા છીછરા થતા જાય છે, તેટલા તેટલા અંશમાં જ્ઞાનની માત્રા અભિવ્યક્ત થતી રહે છે. સૂર્ય પોતાના મૂળ સ્વરૂપમાં પ્રકાશમાન છે, પરંતુ આવરણોના કારણે તેની જ્યોતિ ન્યૂનાધિક થાય છે. જ્યારે સંપૂર્ણ આવરણ નષ્ટ થઈ જાય છે, ત્યારે જ સૂર્ય પોતાના મૌલિક પ્રકાશમાન સ્વરૂપમાં પ્રગટ થઈ જાય છે. સૂર્યનો પ્રકાશ ક્યાંય બહારથી આવ્યો નથી, તેવી રીતે આત્મા મૌલિક રૂપથી જ્ઞાનપિંડ છે. જ્ઞાનાવરણીય કર્મના કારણે તેનું જ્ઞાન ઓછું વધારે થાય છે. જ્યારે સંપૂર્ણ જ્ઞાનાવરણનું વિલય થઈ જાય છે, વિશુદ્ધ જ્ઞાનમય આત્માનું સ્વરૂપ પ્રગટ થઈ જાય છે. આત્મામાં તે વિશુદ્ધ જ્ઞાન ક્યાંય બહારથી આવ્યું નથી. પરંતુ તે તેનો મૂળ સ્વભાવ હતો, જે આવરણોના હટી જવાને કારણે પ્રગટ થઈ જાય છે.
આત્મા અનંત જ્ઞાનાદિ ચતુષ્ટયનો સ્વામી છે આત્મા પોતાના સહજ સ્વરૂપમાં અનંત જ્ઞાન-દર્શનનો સ્વામી છે, અનંત સુખનું નિધાન છે અને અનંત શક્તિથી સંપન્ન છે, પરંતુ અતીત અનાદિ કાળથી તે વિભાવદશાને પ્રાપ્ત થાય છે. રાગ-દ્વેષ-મોહાદિને વશીભૂત થઈને જ્યારે આત્માએ પરભાવમાં રમણ કર્યું ત્યારથી તેની દુર્દશા થઈ. આત્મા પરભાવમાં એટલો મુગ્ધ થઈ ગયો કે તે પોતાની જાતને ભૂલી ગયો. તે પરભાવને જ પોતાનો સ્વભાવ માનવા લાગ્યો. સદા સ્વતંત્ર રહેનાર આત્મા કર્મોનાં બંધનોમાં જકડાઈ ગયો છે, એટલું જ નહિ તે બંધનમાં જ આનંદ માનવા લાગ્યો. સાર્વભૌમ (૧૦)))) ) )) ))જિણધમો)
Page #178
--------------------------------------------------------------------------
________________
ચક્રવર્તી સમ્રાટ મોહાંધ બનીને દીન-હીન ભિખારી જેવો બની ગયો. અક્ષય નિધિનો સ્વામી સ્વયંને દીન અને હીન સમજવા લાગ્યો. જ્યાં સુધી આ મોહદશા બની રહે છે, ત્યાં સુધી આત્મા ઘોર અજ્ઞાનની ગાઢ નિદ્રામાં સૂતો રહે છે.
જેમ શુદ્ધ સ્વભાવવાળું સોનું માટીના સંયોગના કારણે અશુદ્ધ બની રહે છે. જેમ સિંહના બચ્ચાનું ઘેટાંના વચમાં પાલન-પોષણ થવાથી ઘેટા જેવું બની રહે છે, લાખોની સંપત્તિ ઘરમાં દટાયેલી હોવા છતાં પણ તેનાથી અજાણી વ્યક્તિ દરિદ્ર બની જાય છે. આ રીતે આત્મા પણ કર્મોના સંયોગથી અશુદ્ધ બન્યો છે. પોતાના અનંતબળને ભૂલીને તે ઘેટાના જેમ પૌરુષહીન બનેલો છે. અનંત આત્મિક વૈભવનો અધિપતિ હોવા છતાં પણ અજ્ઞાનવશ રંક બનેલો છે. આત્માની આ વૈભાવિક દશા મુમુક્ષુ પુરુષોના માટે ગંભીર વિચારનો વિષય બને છે.
સંયોગવશ જ્યારે કાળની લબ્ધિ પાકે છે, ત્યારે નિસર્ગ અથવા પરોપદેશથી આત્માની મોહનિદ્રા તૂટે છે. તેમાં જાગૃતિનો સંચાર થાય છે, તે પોતાને ઓળખવા લાગે છે. પોતાની દુર્દશા પર તેને ખૂબ દુઃખ થાય છે. તે પોતાનાં બંધનોને તોડવા માટે લાલાયિત થઈ ઊઠે છે. તે સૌથી પહેલાં પોતાના અસલી સ્વરૂપને ઓળખી લે છે. આ સત્ય-સ્વરૂપનું જ્ઞાન જ સમ્યગુજ્ઞાન છે. તેને પોતાના અનંત જ્ઞાનાદિ ચતુષ્ટયમય થવાની પ્રતીતિ-વિશ્વાસ-આસ્થા થઈ જાય છે. એ જ સમ્યગ્દર્શન છે અને જે પોતાનાં બંધનોને તોડવા માટે જે પુરુષાર્થ કરે છે, તે સમ્યક-ચારિત્ર છે. આ વિવેચનથી સ્પષ્ટ થાય છે કે આત્માના ઉત્થાન માટે સમ્યગુજ્ઞાનની અનિવાર્ય પ્રાથમિક ઉપયોગિતા અને આવશ્યકતા છે. સમ્યગુજ્ઞાન પછી જ એના પર આસ્થા અથવા વિશ્વાસ થાય છે. તેથી સમ્યગુજ્ઞાનની સાથે જ સમ્યગુદર્શન થાય છે. સમ્યગુજ્ઞાન થવાથી સમ્યગ્દર્શન અને સમ્યક ચારિત્ર થઈ શકે છે. તેથી કહેવાયું છે કે –
ના વિUT | હુંતિ ૨UT TUTI ઉત્તરાધ્યયન, અ-૨૮-૩૦ સમ્યગુદર્શન સહિત સમ્યગુજ્ઞાનની વગર ચારિત્રની પ્રાપ્તિ થઈ શકતી નથી. સમ્યગુદર્શન સહિત સમ્યગુજ્ઞાન તે મૂળ છે, જેના પર ચારિત્રનું કલ્પવૃક્ષ લહેરાય છે તથા મુક્તિરૂપી ફળની પ્રાપ્તિ થાય છે.
જ્ઞાન દ્વારા જીવ હિતાહિતમાં વિવેક કરે છે, લોકાલોકના સ્વરૂપને સમજે છે. જડચેતનનો ભેદ જ્ઞાન કરે છે, બંધન અને મોક્ષને જાણે છે. દર્શન દ્વારા આ સત્ય તત્ત્વ પર શ્રદ્ધાન કરે છે. પોતાનાં ધ્યેય, હેય-ય-ઉપાદેયના પ્રતિ દઢ આસ્થાશીલ હોય છે, અને ચારિત્ર દ્વારા હેયને છોડીને ઉપાદેયનો અંગીકાર કરે છે. તપ* દ્વારા આત્માના કર્મમેલને બાળે છે. અસ્તુ, જ્ઞાનની મહત્તાને પ્રદર્શિત કરતા કહેવાયું છે -
* તપ, ચારિત્રના અંતર્ગત આવી જાય છે, પરંતુ તપની પ્રમુખતા બતાવવા માટે એને અલગથી મોક્ષનું અંગ કહેવામાં આવ્યું છે, જેમ કે -
ના ૨ હંસ ચેવ ચરિત્ત વ તવો ત . ઉત્તરા. આ.-૨૮/૨
एस मग्गो त्ति पण्णत्तो जिणेहिं वरदंसिहि ॥ સમ્યગુજ્ઞાન, સમ્યગદર્શન, સમ્યફચારિત્ર અને સમ્યક્તપની આરાધનાને સર્વજ્ઞ સર્વદર્શી જિનેશ્વર દેવોએ મોક્ષમાર્ગ કહ્યો છે. K જ્ઞાન : માહાભ્ય, વરૂપ અને વ્યાખ્યા જ
ભ૧૧)
Page #179
--------------------------------------------------------------------------
________________
नाणाहिओ वरचरण हीणो वि हु पवयणं पभासन्तो ।
णय दुक्करं करेंतो सुट्ठठुवि अप्पागमो पुरिसो ॥
જે વ્યક્તિ શ્રેષ્ઠ ચારિત્રથી રહિત છે, પરંતુ સમ્યજ્ઞાનમાં શ્રેષ્ઠ છે અને પ્રવચનથી પ્રભાવના કરે છે, તો તેની અપેક્ષા શ્રેષ્ઠ છે. જે દુષ્કર તપ આદિ તો કરે છે, પરંતુ જ્ઞાનરહિત સમ્યજ્ઞાન રહિત છે.
સમ્યજ્ઞાનના મહિમા અને ગરિમાને સમજીને જ્ઞાન-સંપાદનમાં યત્ન કરવો જોઈએ. જે જ્ઞાની હશે તે વિરતિનો અંગીકાર કરશે, કારણ કે ‘TK નં વિરૂં' જ્ઞાનનું ફળ વિરતિ બતાવ્યું છે. એ જ્ઞાન જ શું જે વિરતિમાં પરિણત ન હોય ?
જ્ઞાનની પરિભાષા
‘જ્ઞાતિજ્ઞાંનામ્’ અર્થાત્ જાણવું જ્ઞાન છે અથવા જ્ઞાયતે-પરિચ્છિદ્યતે વસ્તુ અનેનેતિ જ્ઞાનમ્ ।’ જેના દ્વારા વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણી શકાય છે, તે જ્ઞાન છે. સ્વ-પરને જાણનાર જીવનું પરિણામ જ્ઞાન છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ અથવા ક્ષય થવાથી તત્ત્વાર્થબોધને જ્ઞાન કહે છે. પદાર્થના વિશેષ સ્વરૂપને જાણનાર બોધ - વ્યાપાર જ્ઞાન છે.
જ્ઞાનના ભેદ
જ્ઞાનના પાંચ ભેદ કહ્યા છે -
બાળ પંચવિદ્ પળત્ત ! તુંનહા-સમિળિોહિય-નાળ, સુવળા, ઓહિનાળ, મળપન્નવનાળ, વન-બાળ |
નંદી સૂત્ર
જ્ઞાનના પાંચ ભેદ તીર્થંકર ગણધરો દ્વારા પ્રરૂપિત કર્યા છે - (૧) આભિનિબોધિક જ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યયજ્ઞાન (૫) કેવળજ્ઞાન. આભિનિબોધિક જ્ઞાનનું અપર નામ મતિજ્ઞાન છે.
પ્રશ્ન : જાણવું બધાં જ્ઞાનોનો સમાન સ્વભાવ છે, પછી કયા અભિપ્રાયથી જ્ઞાનના ઉક્ત પાંચ ભેદ કર્યા છે. જો જ્ઞેય(પદાર્થ)ના ભેદથી વિભાગ કર્યા છે. જેમ કે વર્તમાનકાળની વસ્તુને ગ્રહણ કરવાવાળું જ્ઞાન મતિજ્ઞાન છે. ત્રિકાળ વિષયક શબ્દ ‘ગોચર’ વસ્તુને જાણનાર શ્રુતજ્ઞાન છે, રૂપી દ્રવ્યોને જાણનાર અવધિજ્ઞાન છે. મનોદ્રવ્યને જાણનાર મન:પર્યયજ્ઞાન છે અને બધા પર્યાયયુક્ત બધાં દ્રવ્યોને જાણનાર કેવળજ્ઞાન છે. તો આ કથન સમીચીન નથી. કારણ કે જ્ઞેયકૃત ભેદ માનવા પર કેવળજ્ઞાનના ઘણા ભેદ થઈ જાય છે. જે વિષય મતિ આદિ જ્ઞાન દ્વારા જાણી શકાય છે, તે કેવળજ્ઞાન દ્વારા પણ જાણી શકાય છે, અન્યથા કેવળજ્ઞાન દ્વારા બધું જાણી શકાય છે. આ કથન સંગત થશે નહિ. આ અનિષ્ટ છે, તેથી એ બતાવો કે જ્ઞાનના આ પાંચ ભેદ કઈ અપેક્ષાથી છે ?
૧૬૨
જિણધો
Page #180
--------------------------------------------------------------------------
________________
ઉત્તર : નિઃસંદેહ જ્ઞાનના ઉક્ત ભેદ જ્ઞેયની અપેક્ષાથી કર્યા નથી. શેયની અપેક્ષાથી ભેદ માનવાથી ઉપર્યુક્ત દોષ આવે છે. ઉક્ત ભેદોની વિવક્ષા સ્થૂળ નિમિત્ત-ભેદને લઈને કરી છે. જેમ કે સકળ ઘાતી કર્મનો ક્ષય કેવળજ્ઞાનનું નિમિત્ત છે, આમોંધ્યાદિ લબ્ધિથી યુક્ત, વિશિષ્ટ અધ્યવસાય યુક્ત અપ્રમાદ મનઃપર્યાયનું જ્ઞાન નિમિત્ત છે. અવિધ જ્ઞાનાવરણ કર્મનું ક્ષયોપશમ અવધિજ્ઞાનનું નિમિત્ત છે, આ રીતે મતિશ્રુત જ્ઞાનાવરણનો ક્ષયોપશમ મતિજ્ઞાન-શ્રુતજ્ઞાનનું નિમિત્ત છે.
જ્ઞાનને આવૃત્ત કરનાર આવારકોના ભેદથી પણ ઉક્ત ભેદોની સંગતિ થાય છે. પરિસ્થૂળ નિમિત્ત-ભેદથી જ્ઞાનના ભેદ માનવાથી તેના આવારક કર્મના પણ તેવા ભેદ સ્વયમેવ થઈ જાય છે.
(૧) આભિનિબોધિક જ્ઞાન : અર્થાભિમુખ નિશ્ચિત બોધને અભિનિબોધ કહેવાય છે. જે જ્ઞાન નિશ્ચિત રૂપથી અર્થને ગ્રહણ કરવામાં પ્રવીણ હોય છે, તે આભિનિબોધિક જ્ઞાન કહેવાયું છે -
अत्थाभिमुो नियओ बोहो जो सो मओ अभिनिबोहो । सो चेवाऽऽभिणि बोहिअमहव जहाजोगमाउज्जं ॥ - વિશેષાવશ્યક ભાષ્ય, ગાથા-૮૦
જે જ્ઞાન અર્થાભિમુખ હોય અને નિશ્ચયાત્મક હોય તે આભિનિબોધિક છે. આ બંને વિશેષણ સાર્થક છે. અર્થાભિમુખ થવાથી પણ જો નિશ્ચયાત્મક નથી, તો તે જ્ઞાન નથી. કેટલીકવાર ક્ષયોપશમની મંદતાના કારણ બોધ અનિશ્ચયાત્મક પણ હોય છે તેને જ્ઞાન માનતા નથી. એ રીતે નિશ્ચયાત્મક થવાથી પણ જો આ અભિમુખ - જેવો પદાર્થ છે તેવો જ નથી તો તે પણ જ્ઞાન નથી. જેમ તિમિર રોગીને બે ચંદ્રોનું જ્ઞાન નિશ્ચય રૂપ તો છે, પરંતુ તે અર્થાભિમુખ નથી. તેથી તે જ્ઞાન કહેવાતું નથી. જે અભિમુખ અને નિશ્ચયરૂપ બોધ-વ્યાપાર છે, તે આભિનિબોધિક જ્ઞાન કહેવાય છે.
.
અભિનિબોધના પર્યાયવાચી નામ મતિ-સ્મૃતિ-સંજ્ઞા-ચિંતા આદિ છે. જેમ કે ‘તત્ત્વાર્થ સૂત્ર'માં કહેવાયું છે -
"मतिस्मृतिसंज्ञा- चिन्ताऽभिनिबोध इत्यनर्थान्तरम् ।"
· તત્ત્વાર્થ સૂત્ર, અ-૧, સૂ-૩
ઔત્પત્તિકી આદિ મતિ પ્રધાન થવાથી આભિનિબોધિક જ્ઞાનનું બહુ પ્રચલિત નામ મતિજ્ઞાન છે. મતિજ્ઞાનનો અર્થ છે - ઇન્દ્રિય અને મન સાપેક્ષ જ્ઞાન. જે જ્ઞાનમાં ઇન્દ્રિય અને મનની સહાયતાની અપેક્ષા રહે છે, તે મતિજ્ઞાન છે અથવા ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થનાર જ્ઞાન મતિજ્ઞાન છે. આ અપેક્ષાથી મતિજ્ઞાનના બે ભેદ છે - (૧) ઇન્દ્રિયજન્ય - જ્ઞાન : માહાત્મ્ય, સ્વરૂપ અને વ્યાખ્યા
૧૬૩
Page #181
--------------------------------------------------------------------------
________________
મતિજ્ઞાન અને (૨) મનોજન્ય - મતિજ્ઞાન. જે જ્ઞાનની ઉત્પત્તિમાં પ્રધાનતાથી ઇન્દ્રિય નિમિત્ત હોય તે ઇન્દ્રિયજન્ય-મતિજ્ઞાન છે અને જે જ્ઞાનની ઉત્પત્તિમાં પ્રધાનતાથી મન નિમિત્ત હોય તે મનોજન્ય-મતિજ્ઞાન છે.
(૨) શ્રુતજ્ઞાન : ઇન્દ્રિય અને મનની સહાયથી જે શબ્દોલ્લેખી જ્ઞાન હોય છે તે શ્રુતજ્ઞાન છે. શ્રુતનો અર્થ છે - શબ્દ. ‘યતે આત્મનાતવિતિ શ્રુત-શબ્દ:। શ્રુતં ચ તાનું શ્રુતજ્ઞાનમિતિ' અર્થાત્ જે સાંભળી શકાય છે તે શ્રુત અર્થાત્ શબ્દ છે. શબ્દરૂપ જ્ઞાન શ્રુતજ્ઞાન છે.
આગમની ભાષામાં શ્રુતજ્ઞાનનો અર્થ છે - તે જ્ઞાન જે શ્રુત-શાસ્ર સાથે સંબંધ છે. આપ્ત પુરુષ દ્વારા પ્રણીત આગમ અથવા અન્ય શાસ્ત્રોથી જે જ્ઞાન હોય છે તેને શ્રુતજ્ઞાન કહે છે. દાર્શનિક વિશ્લેષણ અનુસાર મતિજ્ઞાનના પછી ચિંતન-મનન દ્વારા જે જ્ઞાન પરિપક્વ હોય છે તે શ્રુતજ્ઞાન છે. આને એ રૂપમાં કહી શકાય છે કે ઇન્દ્રિય અને મનના નિમિત્તથી જે અધિક સ્પષ્ટ બોધ હોય છે તે શ્રુતજ્ઞાન છે. તેથી કહેવાય છે કે - શ્રુતમતિપૂર્વક્ શ્રુતજ્ઞાન, મતિજ્ઞાનપૂર્વક હોય છે. મતિજ્ઞાન દૂધ સમાન છે, તો શ્રુતજ્ઞાન એ દૂધથી નિર્મિત ખીર સમાન છે.
શ્રુતજ્ઞાનની અન્ય જ્ઞાનોની અપેક્ષા એક મહત્ત્વપૂર્ણ વિશેષતા છે - એનું મુખર-સ્વરૂપ થવું. ચાર જ્ઞાન મૂક છે - ઠપ્પ છે - ઠવણિજ્જ છે. ચાર શાનોથી વસ્તુ-સ્વરૂપનો બોધ તો થઈ શકે છે, પરંતુ વસ્તુ-સ્વરૂપનું કથન થઈ શકતું નથી. વસ્તુ-સ્વરૂપના કથનની શક્તિ શ્રુતજ્ઞાનમાં જ હોય છે, કારણ શ્રુતજ્ઞાન શબ્દ પ્રધાન હોય છે.
શ્રુતજ્ઞાનના બે ભેદ છે - દ્રવ્યશ્રુત અને ભાવશ્રુત. શ્રુતનું શબ્દાત્મક સ્વરૂપ દ્રવ્ય-શ્રુત છે અને જ્ઞાનાત્મક રૂપ ભાવશ્રુત છે.
અહીં આ પ્રશ્ન થઈ શકે છે કે મતિજ્ઞાન પણ ઇન્દ્રિય મન સાપેક્ષ છે અને શ્રુતજ્ઞાન પણ ઇન્દ્રિય મન સાપેક્ષ છે, તો બંનેમાં શું અંતર છે ? શબ્દ-શ્રવણ તો શ્રોતેન્દ્રિયથી થાય છે, તેથી તે મતિજ્ઞાન છે, તો શ્રુતજ્ઞાન શું છે ?
કારણ
ઉક્ત પ્રશ્નના સમાધાનમાં કહેવાયું છે કે શ્રુતજ્ઞાન માટે શબ્દ-શ્રવણ આવશ્યક છે. કે શાસ્ત્ર વચનાત્મક હોય છે. શબ્દનું શ્રવણ મતિજ્ઞાન છે. કારણ કે તે શ્રોત્રેન્દ્રિયનો વિષય છે. જ્યારે શબ્દ સાંભળવામાં આવે છે ત્યારે તેના અર્થનું ચિંતન કરવામાં આવે છે. આ વિકસિત જ્ઞાન શ્રુતજ્ઞાન છે. આ આધાર પર કહી શકાય છે કે મતિજ્ઞાન કારણ છે અને શ્રુતજ્ઞાન એમનું કાર્ય-મતિજ્ઞાન હશે, ત્યારે શ્રુતજ્ઞાન થશે. શ્રુતજ્ઞાનથી પૂર્વ મતિજ્ઞાન હોય છે. અર્થાત્ મતિજ્ઞાનના થવાથી જ શ્રુતજ્ઞાન થઈ શકે છે.
(૩) અવધિજ્ઞાન : ઇન્દ્રિય અને મનની સહાયતા વગર રૂપી દ્રવ્યોનું જે આત્મસાપેક્ષ જ્ઞાન હોય છે, તે અધિજ્ઞાન છે. ‘અવિધ' શબ્દનો અર્થ છે મર્યાદા (સીમા). આ જ્ઞાનની
૧૬૪
જિણધમ્મો
Page #182
--------------------------------------------------------------------------
________________
કતિષય આવી મર્યાદાઓ છે કે આટલા ક્ષેત્રને જોતાં આટલાં દ્રવ્યોને, આટલા કાળને જુએ છે. આ પ્રકારે આ જ્ઞાનના ક્ષેત્ર, કાળ અને દ્રવ્યોની પરસ્પર મર્યાદા બાંધેલી હોવાથી તેને અવધિજ્ઞાન કહે છે અથવા ‘અવધાનમવધિ’ આ વ્યુત્પત્તિના અનુસાર આ જ્ઞાનમાં સાક્ષાત્ અર્થપરિચ્છેદ (જ્ઞાન) આત્મા દ્વારા થાય છે, ઇન્દ્રિય મનના માધ્યમથી નથી, તેથી આ અવધિજ્ઞાન કહી શકાય છે. જેમ કે ‘ભાષ્ય'માં કહેવાયું છે :
तेणावहीयए तम्मि वाऽवहाणं तओऽवही सो य मज्जाया । जं तीए दव्वाइं परोप्परं मुणइ ओsaहित्ति । વિશેષા. ભાષ્ય, ગાથા-૮૨
ઉક્ત સીમાઓ અને મર્યાદાઓમાં બંધાયેલ હોવાના કારણે આ પ્રકારના જ્ઞાનને અવધિજ્ઞાન કહે છે. કેવળરૂપી પદાર્થોને આત્મ-સાપેક્ષ થઈને જાણવું અવધિજ્ઞાનની સીમા છે. અવધિજ્ઞાનના મુખ્ય રૂપથી બે ભેદ છે - ભવપ્રત્યય અને ગુણપ્રત્યય. ભવપ્રત્યયઅવધિજ્ઞાન દેવ અને નારકને થાય છે. ગુણપ્રત્યય-અવધિજ્ઞાન મનુષ્ય અને તિર્યંચને થાય છે. જે અવધિજ્ઞાન વગર કોઈ વિશિષ્ટ સાધનાના ભવસ્વભાવથી જન્મની સાથે જ પ્રગટ હોય છે તે ભવપ્રત્યય છે. જે સાધના વિશેષથી થાય છે તે ગુણપ્રત્યય છે.
(૪) મન:પર્યયજ્ઞાન : મનુષ્ય ક્ષેત્રવર્તી સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનોગત ભાવોને જાણનાર જ્ઞાન મનઃપર્યયજ્ઞાન છે. મન એક પૌદ્ગલિક દ્રવ્ય છે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વિષય-વિશેષનું ચિંતન કરે છે ત્યારે તેના મનના તદનુસાર પર્યાયોમાં પરિણમન થતું રહે છે. મન:પર્યયજ્ઞાની મનના આ પર્યાયોનો સાક્ષાત્કાર કરે છે. તેના પરથી એ જાણી શકાય છે કે અમુક વ્યક્તિ કોઈ વાત વિચારી રહ્યું છે. મનના પર્યાયોને જાણનાર જ્ઞાન અને મન:પર્યયજ્ઞાન છે. મન:પર્યાયજ્ઞાન મનના પર્યાયોને જ જાણી શકે છે. ભાવ મનના અરૂપી પર્યાયોને નહિ. આ જ્ઞાન મનુષ્ય ગતિ સિવાય અન્યત્ર હોતું નથી. મનુષ્યોમાં પણ માત્ર સંયતી મનુષ્યને જ થાય છે. સંયતીમાં પણ બધાને થતું નથી, માત્ર અપ્રમત્ત સંયતીને જ થાય છે. એમાં પણ ઋદ્ધિ સંપન્નને જ થાય છે. આના મુખ્ય રૂપથી બે ભેદ છે - ઋજુમતિ અને વિપુલમતિ. ઋજુમતિની અપેક્ષા વિપુલમતિનું જ્ઞાન વિશુદ્ધતર હોય છે. મનની એ અતિ સૂક્ષ્મ રૂપી પર્યાયોને વિપુલમતિ જાણી શકાય છે, જેને ઋજુમતિ જાણી શકતા નથી. ઋજુમતિ મન:પર્યયજ્ઞાન પ્રતિપાતિ હોય છે અર્થાત્ ઉત્પન્ન થયા બાદ ચાલ્યું પણ જાય છે. જ્યારે વિપુલમતિ મનઃપર્યયજ્ઞાન અપ્રતિપાતિ છે - આવ્યા પછી જતું નથી અર્થાત્ કેવળજ્ઞાન થયા સુધી રહે છે.
(૫) કેવળજ્ઞાન : જે જ્ઞાન બધાં દ્રવ્યોના બધા પર્યાયોને જાણે છે, તે કેવળજ્ઞાન છે. આ જ્ઞાનમાં અતીત, અનાગત અને વર્તમાનના અનંત પદાર્થ અને પ્રત્યેક પદાર્થના અનંત ગુણ અને પર્યાય પ્રતિક્ષણ તેવા જ પ્રતિબિંબિત થતા રહે છે. જેમ દર્પણમાં વસ્તુ. આ જ્ઞાન જ્ઞાન : માહાત્મ્ય, સ્વરૂપ અને વ્યાખ્યા
૧૬૫
Page #183
--------------------------------------------------------------------------
________________
દેશ અને કાળની સીમાબંધનથી મુક્ત થઈને રૂપી-અરૂપી સમગ્ર અનંત પદાર્થોને હસ્તામલકવતુ પ્રત્યક્ષ કરાવે છે. આ વિશુદ્ધત્તમ જ્ઞાન છે, તેને અદ્વિતીય અને પરિપૂર્ણ જ્ઞાન પણ કહેવાય છે. આગમની ભાષામાં તેને ક્ષાયિક-જ્ઞાન પણ કહે છે. “ભાષ્ય'માં કહેવાયું છે કે - केवलमेगं सुद्धं सगलमसाहारणं अणन्तं च ।
- વિશેષા. ભાષ્ય, ગાથા-૮૪ કેવળ' શબ્દનો અર્થ છે - એક શુદ્ધ, સકળ, અસાધારણ અને અનંત. કેવળજ્ઞાન એક છે, કારણ કે તે ઇન્દ્રિયાદિની સહાયતાની અપેક્ષા રાખતું નથી અથવા તેના હોવા છતાં છમસ્થિક અન્ય ચાર જ્ઞાન હોતાં નથી. કેવળજ્ઞાન શુદ્ધ નિર્મળ છે, કારણ કે તે સમસ્ત આવરણોના મલકલંકના સર્વથા ક્ષીણ થયા પછી જ એ પ્રગટ થાય છે. કેવળજ્ઞાન સકળ છે - પરિપૂર્ણ છે, કારણ કે તે સંપૂર્ણ જ્ઞય-પ્રમેયોને જાણે છે. કેવળજ્ઞાન અસાધારણ છે, કારણ કે તેના જેવું જ્ઞાન બીજું કોઈ જ્ઞાન નથી. કેવળજ્ઞાન અનંત છે, કારણ કે તે અપ્રતિપાતિ હોવાથી સદા બની રહે છે. તેનો ક્યારેય અંત હોતો નથી. જૈનદર્શન અનુસાર કેવળજ્ઞાન આત્માની જ્ઞાન શક્તિનો ચરમ અને પરમ વિકાસ છે.
ક્રમનો હેતુ જ્ઞાનના ઉક્ત પાંચ ભેદોના નિર્ધારણમાં મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળ જ્ઞાન રૂપ ક્રમ રાખવાનું શું પ્રયોજન છે? તેનો ઉત્તર આપતાં કહેવાયું છે કે - “મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન થયા પછી જ અવધિ આદિ જ્ઞાન થાય છે, નહિતર નહિ. એવું કોઈ પ્રાણી ન તો ભૂતકાળમાં થયું, વર્તમાનમાં છે અને ન ભવિષ્યમાં થશે. જેણે મતિ-શ્રુતને પ્રાપ્ત કર્યા વગર જ અવધિ આદિ જ્ઞાનને પ્રાપ્ત કરી લીધું હોય. મતિ-શ્રુત જ્ઞાન થયા પછી શેષ જ્ઞાન પ્રાપ્ત થાય છે. તેથી આદિમાં મતિજ્ઞાન-શ્રુતજ્ઞાનનો નિર્દેશ કરેલો છે. વિશેષાવશ્યક “ભાષ્ય'માં કહેવાયું છે કે -
નં સાપ-સાત-વાર-વિલય-પરોવવત્ત હિં તુલ્તારૂં तब्भावे सेसाणि य, तेणाईए मइ-सुयाइं ॥
- વિશેષા. ભાષ્ય, ગાથા-૮૫ સ્વામી, કાળ, કારણ, વિષય અને પરોક્ષત્વની અપેક્ષાથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન તુલ્ય છે. મતિ-શ્રુતના હોવાથી જ શેષજ્ઞાન થઈ શકે છે, તેથી મતિ-શ્રુતને આદિમાં રાખ્યું છે.
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો સ્વામી એક જ છે. જેને મતિજ્ઞાન થાય છે તેને શ્રુતજ્ઞાન અવશ્ય થાય છે. જેને શ્રુતજ્ઞાન થાય છે તેને મતિજ્ઞાન અવશ્ય થાય છે. આ સ્વામિત્વની અપેક્ષાથી મતિ-શ્રુતમાં તુલ્યતા છે. (૧૬)
છે જે
માં જિણધમો)
Page #184
--------------------------------------------------------------------------
________________
એક જીવ અથવા અનેક જીવોની અપેક્ષાથી મતિ-શ્રુતની સ્થિતિ તુલ્ય કહેવાઈ છે. અનેક જીવોની અપેક્ષાએ મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન બંને સર્વકાળ રહે છે, અને એક જીવની અપેક્ષા ૬૬ સાગરોપમ ઝાઝેરા કાળપર્યન્ત બંને જ્ઞાન ઉત્કૃષ્ટ રૂપથી નિરંતર થાય છે. આ કાળની અપેક્ષાથી મતિ-શ્રુતમાં તુલ્યતા છે.
મતિ અને શ્રત બંને જ્ઞાનના કારણે એક સમાન છે. બંને જ્ઞાન ઇન્દ્રિય અને મનના નિમિત્તથી ઉત્પન્ન થાય છે. આ કારણ વિષયક તુલ્યતા છે.
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો વિષય પણ સમાન છે. આ બંને જ્ઞાન બધાં દ્રવ્યોને જાણી શકે છે. આ વિષય સંબંધી તુલ્યતા જાણવી જોઈએ.
મતિજ્ઞાન પણ પરોક્ષ છે અને શ્રુતજ્ઞાન પણ પરોક્ષ છે. આ બંને જ્ઞાન પર નિમિત્તથી થાય છે, તેથી પરોક્ષ છે. પરોક્ષત્વની સમાનતા બંને જ્ઞાનોમાં છે.
ઉક્ત સમાનતાઓને લઈને બંને જ્ઞાનનો ઉલ્લેખ સાથે-સાથે મેળવી શકાય છે. આ બંને મતિ-શ્રુત-જ્ઞાન બધા જીવોને સર્વપ્રથમ પ્રાપ્ત થાય છે. એની પ્રાપ્તિ પછી જ અવધિ આદિ જ્ઞાન હોય છે, તેથી એની પહેલાં નિર્દેશ કરેલો છે.
પુનઃ પ્રશ્ન કરી શકાય છે કે - “જ્યારે મતિજ્ઞાન-શ્રુતજ્ઞાનમાં આટલી અધિક સમાનતા છે, તો મતિજ્ઞાનને પહેલા અને શ્રુતજ્ઞાનને પછી કહેવાનું શું પ્રયોજન છે ?” શું શ્રુતજ્ઞાન પહેલાં અને મતિજ્ઞાનને પછી કહી શકાતું નથી ?
એનું સમાધાન એ છે કે ઉત્પત્તિની અપેક્ષાથી મતિજ્ઞાનનો પૂર્વ નિર્દેશ કરવામાં આવે છે અર્થાત્ પહેલાં મતિજ્ઞાનની ઉત્પત્તિ થાય છે અને પછી શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે. તેના અતિરિક્ત શ્રુતજ્ઞાનને એક પ્રકારથી મતિજ્ઞાનનો જ ભેદ સ્વીકાર કર્યો છે. ઇન્દ્રિય-અનિન્દ્રિય નિમિત્ત દ્વારા ઉત્પન્ન થનાર બધા બોધ વ્યાપાર મતિજ્ઞાન જ છે. માત્ર પરોપદેશના કારણે અથવા આગમ-વચનના કારણે આમાં વિશેષતા છે, તેથી મૂળભૂત મતિજ્ઞાનને પૂર્વમાં રાખ્યું અને એના એક વિશિષ્ટ ભેદસ્વરૂપ શ્રુતજ્ઞાનને તેના અનંતર પ્રતિપાદિત કર્યું છે.
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પછી અવધિજ્ઞાનનો ઉલ્લેખ કર્યો છે. તેનું કારણ એ છે કે અવધિજ્ઞાન કાળ, વિપર્યય સ્વામિત્વ અને લાભની દૃષ્ટિથી ઉક્ત બંને જ્ઞાનોથી મળતું આવે છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની જે સ્થિતિકાળ (છાંસઠ સાગરોપમ ઝાઝેરા) બતાવ્યો છે એટલો જ સ્થિતિકાળ અવધિજ્ઞાન થવાથી કાળની અપેક્ષાએ સમાનતા છે.
સમ્યકત્વ-પ્રાપ્તિના પહેલાં જેમ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન વિપરીત મિથ્યાજ્ઞાન થાય છે. એ પ્રકારે મિથ્યાત્વની ઉદયદશામાં અવધિજ્ઞાન પણ વિપરીત હોય છે. આ પ્રકાર આ ત્રણ જ્ઞાનોમાં વિપર્યય રૂપની સમાનતા છે. [જ્ઞાન : માહાભ્ય, સ્વરૂપ અને વ્યાખ્યા
છે. (૧૬)
Page #185
--------------------------------------------------------------------------
________________
જે મતિજ્ઞાન-શ્રુતજ્ઞાનના સ્વામી હોય છે, તે અવધિજ્ઞાનનો સ્વામી થઈ શકે છે, તેથી સ્વામિત્વ સંબંધી સમાનતા છે.
સમ્યકત્વની ઉત્પત્તિ થવાથી ઉક્ત ત્રણે જ્ઞાન, અજ્ઞાન રૂપથી મટીને જ્ઞાનરૂપતામાં પરિણત થઈ જાય છે, તેથી લાભની અપેક્ષા પણ ત્રણ જ્ઞાનોમાં સાધર્મ છે.
ઉક્ત બધા સદેશતાઓના કારણે મતિ-શ્રુત પછી અવધિજ્ઞાનનો ઉલ્લેખ કર્યો છે, જેમ “ભાષ્યમાં કહ્યું છે - ત્ન-વિવMય-સામિત્ત-નામ સાદોડવી તત્તો ”
- વિશેષા. ભાષ્ય, ગાથા-૮૭ અર્થાત્ કાળ, વિપર્યય, સ્વામિત્વ અને લાભની સદેશતાના કારણે મતિ-શ્રુત પછી અવધિજ્ઞાનનું કથન કર્યું છે.
અવધિજ્ઞાનની મન:પર્યયજ્ઞાનની સાથે અનેક સમાનતાઓ છે, તેથી અવધિજ્ઞાન પછી મન:પર્યયજ્ઞાનનો ઉલ્લેખ કર્યો છે. જેમ કે અવધિજ્ઞાન, છમસ્થાનો હોય છે, તેવી રીતે મન:પર્યયજ્ઞાન પણ છમસ્થોનાં થાય છે. અવધિજ્ઞાનરૂપી દ્રવ્યોને વિષય કરે છે, તેવી રીતે મન:પર્યય પણ રૂપીદ્રવ્યને જ વિષય કરે છે. તેથી વિષયની અપેક્ષાથી બંનેમાં સમાનતા છે. તેના સિવાય બંને જ્ઞાન, જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જ ઉત્પન્ન થાય છે. તેથી અવધિજ્ઞાન પશ્ચાતું મન:પર્યયનો ઉલ્લેખ કર્યો છે. જેમ “ભાષ્ય'માં કહે છે - माण समित्तो छउमत्थ-विसय भावादि सामण्णा ॥
- વિશે. ભાષ્ય, ગાથા-૮૭ અર્થાત્ છમસ્થ-વિષય અને ક્ષયોપશમ ભાવની સમાનતાના કારણે અવધિજ્ઞાન પછી મન:પર્યયજ્ઞાનનો ઉલ્લેખ આવે છે. પ્રત્યક્ષત્વનું કારણ પણ અવધિજ્ઞાન અને મન:પર્યયજ્ઞાનમાં સમાનતા સમજવી જોઈએ.
કેવળજ્ઞાન અંતમાં પ્રાપ્ત થાય છે, તેથી તેનો નિર્દેશ બધાથી અંતમાં કર્યો છે. કેવળજ્ઞાન સર્વોત્તમ છે. કારણ કે તે અતીત-અનાગત વર્તમાનના સમસ્ત શેય-સ્વરૂપને જાણે છે. જેમ મન:પર્યયજ્ઞાનનો સ્વામી યતિ (સાધુ) જ હોય છે, તેવી રીતે કેવળજ્ઞાનનો સ્વામી પણ યતિ (સાધુ) જ હોય છે. આ સમાનતાના કારણે મનઃપર્યયજ્ઞાન પછી કેવળજ્ઞાનનું કથન છે તથા બધાં અન્ય જ્ઞાનોના પશ્ચાતું જ કેવળજ્ઞાન થાય છે, તેથી બધાંના પછી તેનો નિર્દેશ કર્યો છે. જેમ કે “ભાષ્ય'માં કહ્યું છે કે -
अन्ते केवलमुत्तम-जइ सामित्तावसाण लाभाओ । एत्थं च मइ सुयाई परोक्खमियरं च पच्चक्खं ॥
- વિશેષા, ભાષ્ય. ગાથા-૮૮
(૧૮) 0000000000000000000 જિણધામો)
Page #186
--------------------------------------------------------------------------
________________
(જ્ઞાનોમાં પ્રત્યક્ષ-પરોક્ષત્વ)
આગમમાં જ્ઞાનના પાંચ ભેદ કરવામાં આવ્યા છે, એને જ દર્શનશાસ્ત્રમાં બે ભાગોમાં વિભાજિત કરી દેવામાં આવ્યા છે - પ્રત્યક્ષ-પ્રમાણ અને પરોક્ષ-પ્રમાણ. પ્રમાણના આ બે ભેદોમાં જ્ઞાનના સમસ્ત ભેદોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને પરોક્ષ-પ્રમાણ માનવામાં આવ્યા છે તથા અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાનને પ્રત્યક્ષ-પ્રમાણ માનવામાં આવ્યા છે. એના સિવાય જ્ઞાન-વિભાજનની એક અન્ય પદ્ધતિ પણ
સ્વીકારી છે. આ પદ્ધતિને તર્ક પદ્ધતિ કહી છે. આ તર્ક પદ્ધતિ અનુસાર સમ્યગુજ્ઞાનને પ્રમાણ કહ્યું છે. એના મૂળ બે ભેદ છે - પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષ બે પ્રકારના છે - મુખ્ય અને સાંવ્યવહારિક. મુખ્ય-પ્રત્યક્ષને અતીન્દ્રિય-પ્રત્યક્ષ અને સાંવ્યવહારિક-પ્રત્યક્ષને ઇન્દ્રિય-અનિન્દ્રિય પ્રત્યક્ષ કહેવાય છે. આ વિભાજન પદ્ધતિ ઉપર તર્કશાસ્ત્રનો પ્રભાવ છે.
પ્રત્યક્ષનાં લક્ષણો આગમ અનુસાર પ્રત્યક્ષનું લક્ષણ છે - સાક્ષાત્ આત્મા દ્વારા થનારું ઇન્દ્રિય મન નિરપેક્ષ જ્ઞાન પ્રત્યક્ષ-જ્ઞાન છે.
“अक्षं जीवं प्रति गतं साक्षाद् गतं - इन्द्रियनिरपेक्षं यज्ज्ञानं तत् प्रत्यक्षम् "
ઉપરની વ્યુત્પત્તિ અનુસાર જે જ્ઞાન સાક્ષાત્ આત્માથી થાય છે, જેમાં ઇન્દ્રિય અને મનની અપેક્ષા નથી રહેતી, એ પ્રત્યક્ષ-જ્ઞાન છે. આ વ્યાખ્યા અનુસાર અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન - એ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ-જ્ઞાન કહેવાય છે. “ભાષ્ય'માં
કહ્યું છે -
जीवो अक्खो अस्थवावण-भोयण गुणण्णिओ जेण । तं पइ वट्टइ नाणं जं पच्चक्खं तयं तिविहं ॥
- વિશેષા. ભાષ્ય, ગાથા-૮૯ જીવને અક્ષ કહેવાયો છે, કારણ કે એ જ્ઞાન રૂપથી બધા પદાર્થોમાં વ્યાપ્ત હોય છે અથવા એ સકળ પદાર્થોને ભોગવે છે. જીવને સાક્ષાત્ સ્વયંથી જ ઇન્દ્રિય મન નિરપેક્ષ જે જ્ઞાન હોય છે એ પ્રત્યક્ષ છે એવાં પ્રત્યક્ષ-જ્ઞાન ત્રણ પ્રકારનાં છે - (૧) અવધિ, (૨) મન:પર્યય અને (૩) કેવળ જ્ઞાન
પરોક્ષનું લક્ષણ જે જ્ઞાન આત્માને સ્વયંથી ન થઈ પર-નિમિત્તથી અર્થાતુ પૌલિક દ્રવ્યમન અને દ્રવ્યન્દ્રિયોની અપેક્ષાથી હોય છે, એ પરોક્ષરજ્ઞાન છે. પરોક્ષનો અર્થ છે પર-નિમિત્તથી થનારું, દ્રવ્યેન્દ્રિયો અને દ્રવ્યમન જીવથી પર છે, ભિન્ન છે, કારણ કે જીવ અમૂર્તિ છે અને દ્રવ્યમન
[જ્ઞાનોમાં પ્રત્યક્ષ-પરોક્ષG DO 000000000000(૧૬)
Page #187
--------------------------------------------------------------------------
________________
દ્રવ્ય ઇન્દ્રિય મૂર્તિ છે. મૂર્તિ-અમૂર્તથી ભિન્ન છે - પૃથગુભૂત છે, માટે એ પદ્ગલિક ઇન્દ્રિયમનથી ઉત્પન્ન થનારા મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પર નિમિત્તથી હોવાથી (થવાથી) પરોક્ષ જ્ઞાન છે. જેમ કે ધુમાડાના નિમિત્તથી થનારા અગ્નિનું જ્ઞાન પરોક્ષ કહેવાય છે. વૈશેષિકાદિ અન્ય દર્શનકાર પ્રત્યક્ષની વ્યાખ્યા -
ક્ષણિન્દ્રિયં પ્રતિ નં પ્રત્યક્ષ તુ પરોક્ષ' કરે છે. અર્થાત્ એ ઇન્દ્રિયને અક્ષ કહે છે અને ઇન્દ્રિયોથી થનારા જ્ઞાનને પ્રત્યક્ષ કહે છે, શેષને પરોક્ષ. આ વ્યાખ્યા યૌક્તિક નથી, કારણ કે ઇન્દ્રિયો અચેતન છે, માટે એ વસ્તુ-સ્વરૂપને જાણવામાં અસમર્થ છે. જેજે અચેતન હોય છે, એ વસ્તુ-સ્વરૂપને નથી જાણતા. જેમ કે, ઘટ-ઇન્દ્રિયો અચેતન છે, માટે તે વસ્તુ-સ્વરૂપને નથી જાણી શકતા. જે વસ્તુ-સ્વરૂપને જ નથી જાણતી તો પ્રત્યક્ષપરોક્ષની વાત જ શું ? (ઇન્દ્રિયો જ્ઞાનશૂન્ય છે, કારણ કે રૂપી છે કે સ્પર્ધાદિ ગુણવાળી છે વગેરે પણ હેતુ હોઈ શકે છે.)
ઇન્દ્રિયો જ્ઞાતા નથી શંકા કરી શકાય કે ઇન્દ્રિયો દ્વારા પદાર્થોની ઉપલબ્ધિ થતા પ્રત્યક્ષ જોઈ શકાય છે તો ઇન્દ્રિયો નથી જાણતી' આ કથન પ્રત્યક્ષ વિરોધી કેમ નથી?
સમાધાન સ્પષ્ટ છે કે ઇન્દ્રિયો દ્વારા જે અપલબ્ધિ થાય છે, એને કરનાર આત્મા છે - ઇન્દ્રિયો નથી. કારણ કે ઇન્દ્રિયોના જવાથી પણ એમના દ્વારા ઉપલબ્ધ અર્થનું સ્મરણ થાય છે. જેમ કે ઘરની બારીઓથી કોઈ પદાર્થને જોયા પછી બારીઓના અભાવમાં એ પદાર્થનું સ્મરણ કરનાર દેવદત્ત વગેરે વ્યક્તિ હોય છે. જે જેના ચાલ્યા ગયા પછી પણ ઉપલબ્ધ અર્થનું સ્મરણ કરે છે, એ જ એનો જ્ઞાતા હોય છે. જેમ કે ઘરની બારીઓથી ઉપલબ્ધ પદાર્થને બારીઓના નષ્ટ થયા પછી પણ સ્મરણ કરનાર દેવદત્ત એનો જ્ઞાતા છે. ઇન્દ્રિયોના ચાલ્યા જવાથી પણ એમના દ્વારા ઉપલબ્ધ અર્થનું સ્મરણ કરનાર આત્મા છે, માટે એ જ જ્ઞાતા છે. જો ઇન્દ્રિયો જાણનાર હોત તો એમના ચાલ્યા જવાથી સ્મરણ કોને થશે ? અન્ય દ્વારા ઉપલબ્ધ અર્થનું સ્મરણ અન્યને નથી થતું. સ્મરણ તો થાય છે, પણ ઇન્દ્રિયો જાણનાર નથી, છતાં આત્મા જ વાસ્તવમાં જ્ઞાતા છે. - વૈશેષિકાદિ દર્શનકાર કહે છે કે - “અમે પણ ઇન્દ્રિયોને સ્વતંત્ર રૂપથી જ્ઞાતા નથી માનતા, પરંતુ અમારું મંતવ્ય એ છે કે – “ઇન્દ્રિય-મનના નિમિત્તથી જે જ્ઞાન આત્માને હોય છે, એ પ્રત્યક્ષ છે. આત્મા મનથી યુક્ત હોય છે, મન ઇન્દ્રિયથી અને ઇન્દ્રિય પદાર્થથી યુક્ત હોય છે, ત્યારે પ્રત્યક્ષ-જ્ઞાન થાય છે.”
આ કથન વાસ્તવિકતાથી પરે (અલગ) છે, કારણ કે જે જ્ઞાન પર-નિમિત્તથી થાય છે, એ પરોક્ષ હોય છે. જેમ કે ધુમાડાના નિમિત્તથી થતું અગ્નિનું જ્ઞાન અનુમાન કહેવાય છે, જે પરોક્ષ છે. એવી સ્થિતિમાં ઇન્દ્રિયજન્ય જ્ઞાનને પ્રત્યક્ષ કેવી રીતે કહેવાય છે? (૧૦૦) ,
ન જિણધો)
Page #188
--------------------------------------------------------------------------
________________
જો આ કહેવાય કે સ્વયં જ્ઞાન-શૂન્ય હોવા છતાંય ઇન્દ્રિયો જ્ઞાનમાં નિમિત્ત હોય છે, માટે ઉપચારથી પ્રત્યક્ષતા કહેવાય છે. તો “ન્દ્રિયોપસ્થિ : પ્રત્યક્ષમ્' આ લક્ષણ ઘટિત થતું નથી. આ તો જીવની ઉપલબ્ધિ છે, જો માત્ર વ્યાવહારિક દૃષ્ટિએ ઇન્દ્રિયજ્ઞાનને પ્રત્યક્ષ કહેવાય છે, તો એ સિદ્ધ સાધ્ય છે, કારણ કે જૈનદર્શન પણ એને સાંવ્યવહારિક-પ્રત્યક્ષના રૂપમાં માન્યતા આપે છે. જેમ કે ભાષ્યકારે કહ્યું છે -
एगंतेण परोक्खं लिंगिय मोहाइयं च पच्चक्खं । इन्द्रिय मणोभवं जं तं संववहार पच्चक्खं ॥
- વિશેષા. ભાષ્ય, ગા-૯૫ અર્થાત્ ઇન્દ્રિય અને મન દ્વારા ગૃહીત બાહ્ય ધુમાડારૂપ લિંગ દ્વારા જે અગ્નિનું જ્ઞાન હોય (થાય) છે, એ એકાંત પરોક્ષ છે. અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન - એ ત્રણેય જ્ઞાન એકાંત-પ્રત્યક્ષ છે, કારણ કે બાહ્ય લિંગ તથા ઇન્દ્રિય મન નિરપેક્ષ થઈને એ સાક્ષાત્ આત્મા દ્વારા જ પદાર્થને જાણે છે. જે ઇન્દ્રિય અને મનોભાવ જ્ઞાન છે, એ સંવ્યવહારપ્રત્યક્ષ છે. લિંગ વગર ઇન્દ્રિય અને મનના દ્વારા જે વસ્તુનો સાક્ષાત્કાર થાય છે, એ લોકવ્યવહારની અપેક્ષાથી પ્રત્યક્ષ કહેવાય છે, પરમાર્થથી નહિ. કારણ કે વાસ્તવમાં તો ઇન્દ્રિય તથા મન અચેતન હોવાથી જ્ઞાનમાં પ્રવૃત્તિ નથી કરી શકતા. આ સાંવ્યવહારિક પ્રત્યક્ષની અપેક્ષાથી આગમમાં પણ ઇન્દ્રિય પ્રત્યક્ષ' કહેવાય છે.
( મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં અંતર)
પૂર્વમાં સ્વામી-કાળ વગેરેની અપેક્ષાથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં સમાનતા બતાવવામાં આવી છે. પરંતુ એનો એ અર્થ નથી કે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન સર્વથા એક જ છે, જો એમને સર્વથા એક માનવામાં આવે તો જ્ઞાનોની પંચરૂપતા સિદ્ધ નથી થઈ શકતી, માટે કેટલાક વિષયોમાં સમાવેશ હોવા ઉપરાંત પણ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં અનેક ભિન્નતાઓ પણ છે, એ ભિન્નતાઓને બતાવતા ભાષ્યકારે કહ્યું છે -
लक्खण भेआ हेऊ-फलभावओ भेय इंदिय विभागा । वागक्खर मूएयर भेओ, भेओ मइ-सुयाणं ॥
- વિશેષા. ભાષ્ય, ગાથા-૯૭ લક્ષણના ભેદ, હેતુ-ફળભાવ, ભેદોના ભેદ, ઇન્દ્રિય વિભાગ, વક શુધ્ધતા, અક્ષરઅનક્ષરતા, મૂક-મુખરતાના ભેદથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં ભેદ છે.
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં ભેદ લક્ષણ ભેદ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના લક્ષણ ભિન્ન-ભિન્ન છે, માટે એમાં લક્ષણકૃત ભેદ છે. જો કે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન બંને જ ઇન્દ્રિયો તથા મનથી ઉત્પન્ન થાય છે, છતાં [ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં અંતર છે
. ૧૭૧)
Page #189
--------------------------------------------------------------------------
________________
પણ બંનેમાં લક્ષણ ભિન્ન-ભિન્ન છે. શ્રુતજ્ઞાન સંકેત વિષયક પરોપદેશ રૂપ હોય છે અર્થાત્ સંકેતકાલીન શબ્દનું અનુસરણ કરીને વાચ્ય-વાચક ભાવ સંબંધથી યુક્ત થઈને ઘટ-ઘટ' આ પ્રકારે આંતરિક શબ્દોલ્લેખ સહિત ઇન્દ્રિય અને મનોજન્ય જે જ્ઞાન થાય છે, એ શ્રુતજ્ઞાન કહેવાય છે. શ્રુતજ્ઞાન શબ્દોલ્લેખ સાથે હોય છે, માટે પોતાના વિષયભૂત ઘટ વગેરે પદાર્થોના પ્રતિપાદક ઘટ વગેરે શબ્દોના જનક હોય છે અને એનાથી જ અર્થની પ્રતીતિ કરાવે છે. મતિજ્ઞાનમાં શબ્દોલ્લેખ નથી હોતો. આ બંનેમાં લક્ષણની અપેક્ષાથી ભેદ છે.
હેતુફળ ભેદ : મતિજ્ઞાન હેતુ છે અને શ્રુતજ્ઞાન એનું ફળ છે. જેમાં હેતુ-ફળભાવ સંબંધ હોય છે. કાર્ય-કારણ સંબંધ હોય છે. તે પરસ્પર ભિન્ન હોય છે, જેમાં અગ્નિ અને ધુમાડો. આ હેતુ-ફળ-ભાવના કારણે પણ મતિ-શ્રુતમાં ભેદ છે.
ભેદ-સંબંધી ભેદ : મતિજ્ઞાનના અવગ્રહ વગેરે ૨૮ ભેદ પણ કહેવાય છે, જ્યારે શ્રુતજ્ઞાનના અક્ષર-શ્રુત વગેરે ૧૪ ભેદ બતાવ્યા છે. આ બંને ભેદોની અપેક્ષાએ ભેદ થયો.
ઇન્દ્રિય-વિભાગ ભેદ તત્ત્વ દૃષ્ટિએ શ્રુતજ્ઞાન ક્ષોત્રેન્દ્રિયનો જ વિષય છે, જ્યારે મતિજ્ઞાન ક્ષોત્ર સહિત અન્ય ઇન્દ્રિયોનો પણ વિષય છે અર્થાત્ શ્રુતજ્ઞાન મુખ્યત્વે ક્ષોત્રેન્દ્રિયથી જ થાય છે, જ્યારે મતિજ્ઞાન પાંચેય ઇન્દ્રિયોથી થાય છે. આ ઇન્દ્રિય વિભાગની અપેક્ષાથી ભેદ છે.
વલ્ક-શુષ્મ ભેદઃ વલ્કનો અર્થ છે સૂતર અને શુમ્બનો અર્થ છે સૂતરથી બનેલી દોરી (દોરો). જેમ સૂતરને વણવાથી, સંસ્કારિત કરવાથી દોરી બને છે એમ જ મતિજ્ઞાન સૂતરના સમાન છે અને શ્રુતજ્ઞાન સંસ્કારિત શુધ્ધ સમાન. સૂતર કારણ છે અને દોરી કાર્ય. એમ જ મતિજ્ઞાન કારણ છે અને શ્રુતજ્ઞાન કાર્ય.
અક્ષર-અનક્ષરકૃત ભેદ : મતિજ્ઞાન અનક્ષર હોય છે અને શ્રુતજ્ઞાન અક્ષર-અનક્ષર ઉભય રૂપ હોય છે. આ રીતે પણ બંનેમાં ભેદ છે.
મૂક-મુખર ભેદ : મતિજ્ઞાન મૂક છે અને શ્રુતજ્ઞાન મુખર છે. આ રીતે પણ બંનેમાં ભેદ છે. શ્રુતજ્ઞાન સ્વ-પર-પ્રત્યયક હોય છે, જ્યારે મતિજ્ઞાન માત્ર સ્વ-પ્રત્યાયક હોય છે. ઉક્ત ભિન્નતાઓના કારણે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં અંતર છે.
શબ્દને શ્રુતજ્ઞાન કેમ કહેવાય છે ? શંકા થાય છે કે મતિજ્ઞાન-શ્રુતજ્ઞાનની વ્યાખ્યા કરતાં કહેવાયું છે કે - “મિનિg ત્તિ માવોદિયું, ત્તિ સુર્ય પદાર્થને અભિમુખ થઈને જે જાણે છે, એ મતિજ્ઞાન છે અને જીવ જે સાંભળે છે એ શ્રુતજ્ઞાન છે. આ વ્યાખ્યાનુસાર તો “જીવ” શબ્દને સાંભળે છે એ સુપ્રતીત છે. માટે શબ્દ જ શ્રુતજ્ઞાન સિદ્ધ થશે. આત્માનો ભાવ શ્રત રૂપ નથી કહેવાતો. (૧૨) .
જો કે, તે જિણધમો)
Page #190
--------------------------------------------------------------------------
________________
શબ્દ મૂર્તિ અને પૌગલિક છે, આત્મા અમૂર્ત છે, એવી સ્થિતિમાં એ આત્માનું પરિણામ કેવી રીતે થઈ શકે છે? શ્રુતજ્ઞાનને તો તીર્થકરોએ આત્મ-પરિણામ કહ્યું છે, તો એ પરસ્પર વિરોધ કેમ નથી ? જેમ કે કહ્યું છે -
जमभिनिबुज्झइ तमभिनिबोहो, जं सुणइ तं सुयं भणियं । सई सुणइ जइतओ नाणं तो नाऽऽयभावो तं ॥
- વિશેષા. ભાષ્ય, ગાથા-૯૮ ઉક્ત શંકાનું સમાધાન કરતાં ભાષ્યકાર લખે છે -
सुयकारणं जओ सो, सुयं च तक्कारणं तित्त, तो तम्मि । कीरइ सुओवयारो सुयं तु परमत्थओ जीवो ॥
- વિશેષા. ભાષ્ય, ગાથા-૯૯ વક્તા દ્વારા બોલાયેલા શબ્દ શ્રોતાના શ્રુતજ્ઞાનનું કારણ (નિમિત્ત) હોય છે તથા વક્તાની શ્રુતપયોગ વ્યાખ્યા કરતા સમયે એના દ્વારા બોલાયેલા શબ્દોનું કારણ હોય છે. આ રીતે શબ્દ શ્રુતજ્ઞાનનું કારણ પણ છે અને કાર્ય પણ છે, માટે એમાં શ્રુતનો ઉપચાર કરવામાં આવે છે. પરમાર્થમાં શબ્દ શ્રત નથી, પરંતુ ઉપચારથી એ શ્રુત છે. પરમાર્થથી તો જીવ જ શ્રત છે, કારણ કે એ જ સાંભળે છે. જ્ઞાન અને જ્ઞાનીમાં અભેદ સંબંધ છે. જે સાંભળે છે એ શ્રુત’ આ કતૃ સાધન પક્ષમાં ભાવકૃત આત્માનું કથન છે. “જે સાંભળવામાં આવે છે એ શ્રુત’ આ કર્મ સાધન પક્ષમાં દ્રવ્યશ્રુતનું કથન છે. એટલા માટે શબ્દના કારણે શ્રુતજ્ઞાનમાં અનાત્મભાવની કોઈ શંકા નથી કરી શકાતી.
અતિવ્યાપ્તિ અવ્યાપ્તિ દોષનો પરિહાર શંકા : શ્રુતજ્ઞાન શબ્દોલ્લેખ સહિત છે અને શેષ મતિજ્ઞાન છે, એવું માનવાથી મતિજ્ઞાનનું અવગ્રહ-સ્વરૂપ જ મતિજ્ઞાન થશે, શેષ ઈહા અપાય વગેરે શબ્દોલ્લેખ સહિત હોવાથી શ્રુતજ્ઞાનના અંતર્ગત આવી જશે, જ્યારે એ મતિજ્ઞાનના ભેદ માનવામાં આવ્યા છે. એનાથી શ્રુતજ્ઞાનના લક્ષણમાં અતિવ્યાપ્તિનો દોષ આવે છે અને મતિજ્ઞાનના લક્ષણમાં અવ્યાપ્તિનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. એવી સ્થિતિમાં ઉક્ત લક્ષણ કેવી રીતે ઉચિત માની શકાય?
સમાધાન : ઉક્ત શંકા અયુક્ત છે, જો કે ઈહા અપાય સાભિલાપ છે, છતાં એ શ્રુતરૂપ નથી, કારણ કે જે સાભિલાપ જ્ઞાન શ્રુતાનુસારી હોય છે, એ જ મૃતરૂપ હોય છે. સિદ્ધાંતમાં અવગ્રહાદિને શ્રુત નિશ્રિત કહ્યો છે, શ્રુતાનુસારી નહિ. પૂર્વમાં શ્રુત પરિકર્મિત મતિવાળાને ઈહા-અવાય વગેરે હોય છે, માટે એમને શ્રુતનિશ્ચિત કહે છે. વ્યવહારકાળમાં એ શ્રુતાનુસારી નથી હોતા, માટે એમને મતિજ્ઞાન કહેવાય છે. માટે શ્રુતજ્ઞાનના લક્ષણમાં અતિ વ્યાપ્તિ અને મતિજ્ઞાનના લક્ષણમાં અવ્યાપ્તિનો પ્રસંગ નથી આવતો. [ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં અંતર છે તે જ ૧૦૩)
Page #191
--------------------------------------------------------------------------
________________
એકેન્દ્રિયોમાં શ્રુતનો સદ્ભાવ
શંકા : જો શ્રુતાનુસારી જ્ઞાનને શ્રુતજ્ઞાન કહેવાય તો એકેન્દ્રિય જીવમાં શ્રુતજ્ઞાન કેવી રીતે (ઘટિત) થઈ શકે છે ? એમાં શબ્દાનુસારત્વ સંભવ જ નથી, એમના મન વગેરે સામગ્રીનો અભાવ હોય છે. આગમમાં - એકેન્દ્રિયોમાં શ્રુત માનવામાં આવ્યા છે, તેથી શ્રુતજ્ઞાનનું ઉક્ત લક્ષણ અવ્યાપ્તિ દોષથી દૂષિત છે.
સમાધાન : એકેન્દ્રિય જીવોમાં જો કે શબ્દ રૂપ દ્રવ્યશ્રુતનો અભાવ હોય છે, તેમ છતાં એમાં ભાવશ્રુતનો ઉદ્ભાવ છે છતાં એકેન્દ્રિયોમાં કારણની વિકળતાથી દ્રવ્ય-શ્રુત નથી, તેમ છતાં શ્રુતાવરણ ક્ષયોપશમ રૂપ ભાવશ્રુત એમાં થાય છે, એમ કેવળીઓએ જાણ્યું છે. જેમ સૂતેલો સાધુ શબ્દ વગેરેને નથી સાંભળતો, એટલા માત્રથી એમાં શ્રુતજ્ઞાનનો અભાવ છે, એવું કહી શકાય નહિ. ઊંઘીને જાગ્યા પછી વ્યક્ત થતા ભાવશ્રુતને જોઈને દૂધમાં ઘીની જેમ એ પૂર્વમાં પણ એમાં હતો. એવો વ્યવહાર કરવામાં આવે છે. આ જ રીતે એકેન્દ્રિયોમાં સામગ્રીની વિકળતાના કારણે જો કે દ્રવ્યશ્રુતનો અભાવ છે, છતાં આવરણ ક્ષયોપશમ રૂપ ભાવશ્રુત એમાં માનવો જોઈએ. પરમ-યોગીઓએ એવું જ જોયું છે. વનસ્પતિ વગેરેમાં આહાર-ભય-પરિગ્રહ-મૈથુન સંજ્ઞા રૂપ ભાવશ્રુતના ચિહ્ન જોવા મળે છે. જેમ કે ભાષ્યકારે કહ્યું છે -
जइ सुयलक्खणमेयं तो न तमेगिंदियाण संभव । दव्वसुया भावम्मि वि भावसुयं सुत्त जइणोव्व ॥
વિશેષા. ભાષ્ય, ગાથા-૧૦૧
શંકા : જે જીવોને ભાષાલબ્ધિ કે શ્રોત્રલબ્ધિ હોય છે, એને ભાવશ્રુત માની શકાય છે, અન્યથા નહિ. જે રીતે સુપ્ત સાધુના ભાષા અને શ્રોત્રલબ્ધિ છે. ઊંઘીને જાગવાથી પરપ્રતિપાદન અને પરોદીરિત શબ્દ શ્રવણ રૂપ ભાવશ્રુતનું કાર્ય એમાં દેખાય છે. એવું જોવાથી સુપ્તાવસ્થામાં પણ એ લબ્ધિરૂપમાં હતો, એવું અનુમાન કરવામાં આવે છે. એકેન્દ્રિય જીવોને તો ભાષા અને શ્રોત્રલબ્ધિ ન હોવાના કારણે ભાવશ્રુતનું કાર્ય નથી દેખાતું, તો એમને ભાવશ્રુત કેવી રીતે માની શકાય ?
૧૪
સમાધાન : પરમ જ્ઞાનીઓનું કથન છે કે કેવળીઓને છોડીને સમસ્ત સંસારી જીવોમાં અતિ-અલ્પ-સ્તોક-બહુ-બહુત્તર-બહુત્તમ વગેરેના તારતમ્ય ભાવથી દ્રવ્યેન્દ્રિયોના ન હોવા છતાં પણ લીન્દ્રિય પંચકના આવરણનું ક્ષયોપશમ હોય જ છે. આ કારણ પૃથ્વીકાય વગે૨ે - એકેન્દ્રિય જીવોના શ્રોત્ર-ચક્ષુ-ઘ્રાણ-રસના રૂપ નિવૃત્તિ-ઉપકરણ ઉભય દ્રવ્યેન્દ્રિયોના ન હોવા છતાં એમને સૂક્ષ્મ તથા અવ્યક્ત લબ્ધિ ઉપયોગ રૂપ શ્રોત્રાદિ ભાવેન્દ્રિય જ્ઞાન હોય છે અર્થાત્ એકેન્દ્રિયમાં પણ લીન્દ્રિયાવરણ ક્ષયોપશમથી સંભૂત અલ્પ જ્ઞાન માત્રા હોય છે. તાત્પર્ય એ છે કે શ્રોત્રાદિ દ્રવ્યેન્દ્રિયો ન હોવાથી પણ એકેન્દ્રિયોના પાંચે ભાવેન્દ્રિયો
જિણધો
Page #192
--------------------------------------------------------------------------
________________
અવ્યક્ત રૂપમાં હોય છે. વનસ્પતિ વગેરેમાં એમનાં ચિત્ર સ્પષ્ટતઃ દેખાય છે. જેમ કે વિરહક વગેરે વૃક્ષમાં મધુર કંઠથી નીકળેલી મધુર પંચમ રાગને સાંભળીને તરત કુસુમ-પલ્લવ વગેરે પ્રગટ થઈ જાય છે. આ એ વાતનું ચિહ્ન છે કે વિરહક વગેરે વૃક્ષમાં શ્રોત્રેન્દ્રિયજન્ય જ્ઞાનની સત્તા છે.
| તિલક વગેરે વૃક્ષમાં કમનીય કામિનીના કટાક્ષ વિક્ષેપથી કુસુમોનું પ્રગટ થવું એ સિદ્ધ કરે છે કે એમાં ચક્ષુરિન્દ્રિયજન્ય જ્ઞાનનું અસ્તિત્વ છે.
ચંપક વગેરે વૃક્ષોમાં વિવિધ સુગંધી પદાર્થોથી સુગંધિત શીતળ જળના સિંચનથી પલ્લવ-પ્રસૂન વગેરેનો આવિર્ભાવ, એમાં ધ્રાણેન્દ્રિયજન્ય જ્ઞાનનો દ્યોતક છે.
બકુલ વગેરે વૃક્ષોમાં રૂપવતી તરુણીના મુખથી સ્વચ્છ સુસ્વાદુ વારુણી (માદક દ્રવ્ય)ના કોગળા કરવાથી પત્રપુષ્પ વગેરેનું પ્રગટ થવું, એમાં રસનેન્દ્રિયજન્ય જ્ઞાનનું પ્રમાણ છે.
કુરવક અને અશોક વગેરે વૃક્ષોમાં શૃંગાર અને અલંકારથી સુસજ્જિત સુંદરીના આલિંગન-સુખથી તથા મેંદીના રંગથી આરક્ત કોમળ-ચરણના પ્રહારથી પત્ર-પ્રસૂન વગેરેનું પ્રફુટિત થવું, એમાં સ્પર્શેન્દ્રિય જ્ઞાનને અભિવ્યક્ત કરવું છે.
આ જ રીતે અન્ય એકેન્દ્રિયોમાં દ્રવ્યશ્રુત ન હોવા છતાં પણ ભાવશ્રુત જોવા મળે છે.
વનસ્પતિ વગેરેમાં આહાર, ભય, મૈથુન તથા પરિગ્રહ સંજ્ઞાના ચિત્ર જોવા મળે છે. વનસ્પતિઓ જળ વગેરે આહારને પ્રાપ્ત કરીને વિકસિત થઈ જાય છે, એ એમાં આહારસંજ્ઞાના અસ્તિત્વને સિદ્ધ કરે છે. લતાઓ અને વેલડીઓમાં હાથ વગેરેનો સ્પર્શ થવાથી પ્રાપ્ત થતા અવયવ-સંકોચ એમાં ભય-સંજ્ઞાને બતાવે છે. વિરહક-તિલક-ચંપક-કેશર-અશોક વગેરે વૃક્ષોમાં મૈથુન-સંજ્ઞાનું અસ્તિત્વ ઉપર બતાવ્યું જ છે. બીલી, પલાશ વગેરે વૃક્ષો દ્વારા ફસાયેલા નિધાન પર ઊગવું કે પોતાની ડાળીઓ અને પત્રો દ્વારા એને છુપાવી રાખવું, એ પરિગ્રહ-સંજ્ઞાને બતાવે છે. એ સંજ્ઞાઓ ભાવકૃત વગર નથી થઈ શકતી. એટલા માટે ભાવેન્દ્રિય પંચકાવરણના ક્ષયોપશમથી ભાવેન્દ્રિય પંચકશાન જેવા એકેન્દ્રિયોમાં ઉપર્યુક્ત દૃષ્ટિકોણોથી માનવામાં આવ્યો છે. એમ જ ભાવ શ્રુતાવરણના ક્ષયોપશમથી થનારા ભાવકૃત, દ્રવ્યકૃતના અભાવમાં પણ એકેન્દ્રિયોમાં જોવા મળે છે.
શંકા : જો એકેન્દ્રિયોમાં શ્રુતાનુસારિત્વના વગર પણ ભાવથુત માનવામાં આવે છે, તો શ્રુતજ્ઞાનના “ વિUTIઇ સુથાપનું સારેvi’ ‘વિ. ભા.” ગાથા-૧૦૦ લક્ષણ દૂષિત થઈ જાય છે.
સમાધાન : “નં વિUTUાં સુયાણુ સારેvi’ ‘વિ.ભા.' ગાથા-૧૦૦ એ શ્રુતજ્ઞાનનું લક્ષણ વિશિષ્ટ ભાવશ્રુતને દૃષ્ટિમાં ખીને કરવામાં આવ્યું છે. એકેન્દ્રિયોને જે ભાવશ્રુત હોય છે, એ ઔધિક-અવિશિષ્ટ ભાવકૃત હોય છે. એ ભાવકૃતાવરણનું ક્ષયોપશમરૂપ હોય છે. માટે શ્રતાનુસારિત્વ ન હોવા છતાં પણ એમાં કોઈ દોષાપત્તિ નથી.
[મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં અંતર છે200
(૧૦૫)
Page #193
--------------------------------------------------------------------------
________________
શંકાઃ જો ભાષા અને શ્રોત્રલબ્ધિથી રહિત કાષ્ઠ, કલ્પ-પૃથિવ્યાદિ એકેન્દ્રિયોમાં સ્પષ્ટ કોઈપણ પ્રમાણ ઉપલબ્ધ ન હોવા છતાંય ભાવથુત માનવામાં આવે છે, તો એમાં પાંચેય જ્ઞાનોનો સર્ભાવ છે એવું પણ કેમ માની શકાય ?
સમાધાન : એકેન્દ્રિયોમાં અવધિ-મન પર્યય, કેવળ જ્ઞાનાવરણ કર્મોના ક્ષયોપશમ કે ક્ષય નથી જોવા મળતું. કેવળજ્ઞાન સંપૂર્ણ જ્ઞાનાવરણના ક્ષયથી થાય છે તથા અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન તદાવરણીય કર્મોના ક્ષયોપશમથી થાય છે. આ એકેન્દ્રિયોમાં હોતા નથી, કારણ કે એમનાં કાર્યો નથી જોઈ શકાતાં તથા આગમમાં પણ એમનું હોવું નથી કહી શકાતું. માટે એમાં સર્વજ્ઞાન હોવાનો પ્રસંગ પ્રાપ્ત થતો નથી. મતિશ્રુત જ્ઞાનાવરણના ક્ષયોપશમ એકેન્દ્રિયોમાં હોય છે, એમના કાર્ય જોઈ શકાય છે અને સિદ્ધાંતમાં પણ એવું કહેવાયું છે. મતિશ્રુત જ્ઞાનાવરણનું ક્ષયોપશમ હોવાથી એકેન્દ્રિયોમાં અતિશ્રુત હોય જ છે, માટે સિદ્ધ થઈ જાય છે કે એકેન્દ્રિય જીવોમાં ભાવશ્રુત જોવા મળે છે.
૨૯)
(મતિજ્ઞાનના ભેદ)
ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થનારા આભિનિબોધિક-મતિજ્ઞાન બે પ્રકારના છે - (૧) શ્રુત-નિશ્રિત અને (૨) અશ્રુત-નિશ્રિત. શ્રુત અર્થાત્ સંકેત કાળ ભાવી પરોપદેશ અને શ્રુત ગ્રંથ. એ શ્રુત દ્વારા પરિકર્મિત સંસ્કારિત મતિવાળાને વ્યવહાર કાળમાં એની અપેક્ષા વિના જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, એ શ્રુત-નિશ્રિત મતિજ્ઞાન છે. જે જ્ઞાન-શ્રુતથી અપરિકર્મિત મતિવાળાને સહજ - વગર પરોપદેશના થઈ જાય છે, એ અશ્રુત-નિશ્રિત મતિજ્ઞાન છે.
શ્રુત-નિશ્રિત મતિજ્ઞાનના ચાર ભેદ છે - (૧) અવગ્રહ (૨) ઈહા (૩) અવાય (૪) ધારણા. અશ્રુત-નિશ્રિત મતિજ્ઞાનના પણ ચાર ભેદ છે - (૧) ઔત્પત્તિકી (૨) વૈનયિકી (૩) કામિકી (૪) પારિણામિકી. બુદ્ધિના ચાર ભેદોની અપેક્ષા અશ્રુત-નિશ્રિતના ચાર ભેદ છે.
છતાં ઔત્પત્તિકી વગેરે ચાર બુદ્ધિઓમાં પણ અવગ્રહ વગેરે હોય છે, તથાપિ એ પરોપદેશની અપેક્ષા ન રાખવાના કારણે શ્રુત-નિશ્રિત નથી હોતા. શેષ અવગ્રહ વગેરે પૂર્વશ્રુત પરિકર્મિત મતિ વગર નથી હોતા, ઈહાદિગત અભિલાપ પરોપદેશ વગર નથી થતા, માટે તે શ્રુત-નિશ્ચિત કહેવાય છે. ઔત્પત્તિકી વગેરે બુદ્ધિઓમાં ઈહાદિગત અભિલાપ તથાવિધ કર્મ ક્ષયોપશમના કારણે પરોપદેશ વગર પણ થાય છે, તેથી તે અશ્રુત-નિશ્ચિત છે.
અવગ્રહ વગેરે ભેદોનું સ્વરૂપ આત્મા જ્યારે કોઈ વસ્તુને જાણવા માટે ઉત્સુખ થાય છે ત્યારે સર્વ પ્રથમ એને એ વસ્તુના સામાન્ય ધર્મ અર્થાત્ સત્તાનો પ્રતિભાસ થાય છે. સત્તા કે મહાસામાન્યતના એ ૧૬ મી છે.
કે જિણધમો)
Page #194
--------------------------------------------------------------------------
________________
પ્રતિભાસને દર્શનોપયોગ કહેવાય છે. દર્શનોપયોગ યદ્યપિ જ્ઞાનથી અલગ માનવામાં આવે છે, કારણ કે એમાં વિશેષનો પ્રતિભાસ નથી થતો, છતાં એ જ્ઞાનનું આરંભિક રૂપ છે. દર્શનના અનંતર આત્મામાં વસ્તુના વિશેષ ધર્મોને જાણવાની ક્ષમતા ઉત્પન્ન થાય છે, એ સમય મતિજ્ઞાનનો આરંભ થાય છે. વિકાસ ક્રમ અનુસાર મતિજ્ઞાનના ચાર મુખ્ય ભેદ માનવામાં આવ્યા છે - (૧) અવગ્રહ (૨) ઈહા (૩) અવાય (૪) ધારણા.
(૧) અવગ્રહ : દર્શનના અનંતર નામ-જાતિ વગેરેની વિશેષ કલ્પનાથી રહિત અવાંતર સામાન્ય રૂપ વસ્તુને ગ્રહણ કરનાર અવ્યક્ત જ્ઞાનને અવગ્રહ કહેવાય છે. જેમ ગાઢ અંધકારમાં કંઈક અડી જવાથી “આ કંઈક છે' - એવું જ્ઞાન. આ જ્ઞાનમાં આ નથી સમજાતું કે કઈ ચીજનો સ્પર્શ થયો, એટલા માટે એ અવ્યક્ત જ્ઞાન અવગ્રહ છે.
છતાં દર્શન પણ સામાન્યને ગ્રહણ કરે છે અને અવગ્રહ જ્ઞાન પણ સામાન્યનું ગ્રાહી છે તથાપિ બંનેના વિષયભૂત સામાન્યમાં અંતર છે. દર્શન સત્તાને-મહા-સામાન્યને વિષય કરે છે, જ્યારે અવગ્રહ મનુષ્યત્વ વગેરે અવાંતર સામાન્યને જાણે છે. સમસ્ત વિશેષોથી રહિત સામાન્ય રૂપથી જે પદાર્થનું ગ્રહણ થાય છે એ અવગ્રહ છે. દર્શનમાં કેવળ પદાર્થની સત્તા જાણી શકાય છે. એના અનંતર જ્યારે જ્ઞાનનો કિંચિત્ વિકાસ થાય છે ત્યારે રૂપ-રસ વગેરે ભેદોના નિર્દેશ વગર વસ્તુનું સામાન્ય સ્વરૂપ માનવામાં આવે છે, એ જ અવગ્રહ છે.
(૨) ઇહા : અવગ્રહ દ્વારા જાણેલી સામાન્ય વસ્તુ-સ્વરૂપને અનંતર જે ભેદ રૂપ વિશેષ ધર્મોની વિચારણા કે પર્યાલોચન હોય છે, એ ઈહા છે. જેમ સ્થાણુ કે પુરુષનો સામાન્ય બોધ થયા પછી કાકના નિલય વગેરે સ્થાણુના ધર્મ અહીં જોઈ શકાય છે, શિરઃ કંડૂયન વગેરે પુરુષના ધર્મ નથી દેખાતા, આ રીતે વસ્તુ-ધર્મની વિચારણાને ઈહા કહે છે.
(3) અવાય ઈહા દ્વારા ગ્રહણ કરેલા વિશેષનું કંઈક અધિક અવધાન-એકાગ્રતાથી જે નિશ્ચય થાય છે, એ અવાય છે. જેમ કે આ સ્થાણુ જ છે.
(૪) ધારણા : અવાય રૂપ નિશ્ચય થોડા સમય સુધી કાયમ રહે છે. પછી વિષયાંતરમાં પ્રવૃત્તિ થવાથી એ નિશ્ચય લુપ્ત થઈ જાય છે. પણ એવા સંસ્કાર આપવામાં આવે છે, જેનાથી આગળ કોઈ યોગ્ય નિમિત્ત મળવાથી એ નિશ્ચિત વિષયનું સ્મરણ થઈ જાય છે. આ નિશ્ચયની સતત ધારા, તજજન્ય સંસ્કાર અને સંસ્કારજન્ય સ્મરણ આ બધી મતિ-વ્યાપાર ધારણા છે. આ નિશ્ચયની સતત ધારાને અવિશ્રુતિ, તજ્જન્ય સંસ્કારને વાસના અને સંસ્કારજન્ય સ્મરણને સ્મૃતિ કહે છે. “ભાષ્ય'માં “વવુ થાRUT ત’ ‘વિ.ભા.” ગાથા ૧૮૦ કહેવાયું છે. અવિસ્મૃતિને ધારણા કહેવું ઉપલક્ષણ છે. એનાથી વાસના અને સ્મૃતિને પણ ગ્રહણ સમજી લેવું જોઈએ.
[ મતિજ્ઞાનના ભેદ D D D DOD DOD (૧૦૦)
Page #195
--------------------------------------------------------------------------
________________
ઉત્પત્તિક્રમ મતિજ્ઞાનના આ ભેદોની ઉત્પત્તિ આ જ ક્રમથી થાય છે. દર્શન, અવગ્રહ, સંશય, ઈહા, અવાય અને ધારણા - એ જ જ્ઞાનોત્પત્તિનો ક્રમ છે. દર્શન વગર અવગ્રહ નથી થઈ શકતો, અવગ્રહ વગર સંશય નથી થતો, એ જ રીતે પૂર્વ-પૂર્વના વગર ઉત્તરોત્તર જ્ઞાનોનો પ્રાદુર્ભાવ થવો સંભવ નથી. ક્યારેક-ક્યારેક આપણે અત્યંત પરિચિત વસ્તુને જોઈએ છીએ તો એવું લાગે છે કે જાણે સીધું અવાય જ્ઞાન થઈ ગયું હોય. કારણ કે દેખતાં જ વસ્તુનો વ્યવસાય થઈ જાય છે. પરંતુ વાસ્તવમાં એવું નથી થતું. અતિ પરિચિત પદાર્થનું જ્ઞાન પણ દર્શનઅવગ્રહ વગેરેના ક્રમથી જ થાય છે. આ વાત અલગ છે કે શીધ્રતાના કારણે એ ક્રમ આપણને દેખાતો નથી. કમલના સો પત્તાંઓને એક-બીજા ઉપર ગોઠવી કોઈ એમાં પૂરી શક્તિથી ભલે ભાલો ઘુસાડે, તો એ ભાલો એટલી જલદીથી પત્તાંઓમાં ઘૂસી જશે કે એવું જણાશે કે માનો બધાં પત્તાંઓ એક સાથે જ છેદાઈ ગયા હોય ! પરંતુ વાસ્તવમાં એવું નથી હોતું. એ ભાલો એક પછી એક બીજા પત્તામાં પ્રવિષ્ટ થયો, બીજા પછી ત્રીજામાં પ્રવિષ્ટ થયો. જ્યારે સ્થૂળ કમળનાં પત્તાંઓના છેદવાનો ક્રમ પણ દષ્ટિગોચર નથી થતો, તો સૂક્ષ્મ જ્ઞાનધારાનો ક્રમ ન દેખાય એમાં શું આશ્ચર્ય છે ? માટે ક્રમ ચાહે પ્રતીત થાય કે ન થાય, પણ સર્વત્ર આ જ ક્રમ હોય છે, એ સુનિશ્ચિત છે.
ઉકત ક્રમમાં અવગ્રહના પૂર્વ થતા દર્શન તથા ઈહાના પૂર્વ થતા સંશયને વ્યવસાયાત્મક નિશ્ચયાત્મક ન હોવાના કારણે પ્રમાણ-રૂપ નથી માનવામાં આવતા, માટે મતિજ્ઞાનના ભેદોમાં આમનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. જ્ઞાનધારા તો ઉક્ત કથિત ક્રમથી જ પ્રવાહિત થાય છે, પરંતુ એ જ્ઞાનધારામાં અવગ્રહ-ઈહા-અવાય-ધારણા જ પ્રમાણરૂપ છે, દર્શન અને સંશય નહિ.
અવગ્રહ વગેરેના સંબંધમાં વિપ્રતિપત્તિ અવગ્રહ, ઈહાના સંબંધમાં કેટલીક વિપ્રતિપત્તિઓ છે. કેટલાક વિદ્વાનોનાં કથન છે કે - “અવગ્રહ માત્ર સામાન્યને જ ગ્રહણ નથી કરતો, પણ વિશેષને પણ ગ્રહણ કરી લે છે.” સામાન્ય વિશેષાત્મક અવગ્રહ પછી જે વિમર્શરૂપ-પર્યાયલોચન રૂ૫ મતિ હોય છે, એ અવગ્રહ જ છે. દૂરથી “શંખ' વગેરે શબ્દને સામાન્ય વિશેષાત્મક રૂપથી અવગૃહીત કરવાથી આ વિમર્શ ઉત્પન્ન થાય છે કે આ શંખનો શબ્દ છે કે શ્રૃંગનો ? શૃંગનો છે તો ભેંસના શૃંગનો શબ્દ છે કે પાડાના શૃંગ(શિંગડા)નો ? જો ભેંસના શૃંગનો શબ્દ છે તો શું પ્રસૂતા ભેંસનું શૃંગ છે કે અપ્રસૂતાનો? વગેરે. જેના પછી આ પ્રકારની ઈહ પ્રવૃત્ત નથી થતી એ અવાય છે. માટે ઈહાને અલગથી માનવાની આવશ્યકતા નથી. વિમર્શરૂપ ઈહા અવગ્રહમાં જ સમ્મિલિત થઈ જાય છે.
ઉક્ત કથન ભ્રામક છે, કારણ કે એવું માનવાથી ઘણા દોષ ઉપસ્થિત થઈ જાય છે. એવું માનવાથી તો જીવન પર્યત પણ અવાયની પ્રવૃત્તિ નથી થઈ શકવાની, કારણ કે ઉક્ત
(૧૦૮) (
00000000000000000 જિણધામો)
Page #196
--------------------------------------------------------------------------
________________
પ્રકારની વિમર્શ-પ્રવૃત્તિનો ક્યાંય અંત નથી. જ્યાં સુધી પૂર્વમાં ઈહા ન થાય ત્યાં સુધી શબ્દનો નિશ્ચય નથી માની શકાતો. અવગ્રહ પછી સીધો અવાય નથી થઈ શકતો. અવગ્રહ પછી ઈહા અને ઈહા પછી જ અવાય થઈ શકે છે. ઇહા-સંશયમાં ભેદ :
કેટલાક વાદીઓનું કથન છે કે - “ઈહામાં વસ્તુનો નિશ્ચય નથી હોતો (થતો), માટે એ સંશયરૂપ જ છે.” સંશય અજ્ઞાન રૂપ છે, માટે ઈહાને પણ અજ્ઞાન રૂપ માનવો જોઈએ.
એમનું ઉક્ત કથન યથાર્થ નથી. ઈહા મતિજ્ઞાનનો અંશરૂપ છે. સંશય વસ્તુની અપ્રતિપત્તિ રૂપ હોવાથી અજ્ઞાન છે, જ્યારે ઈહા જ્ઞાનનો ભેદ હોવાથી જ્ઞાન સ્વભાવવાળો છે. જ્ઞાન અને અજ્ઞાન પરસ્પર પરિહાર કરીને રહે છે, તેથી જ્ઞાનાંશ રૂપ ઈહાને અજ્ઞાનરૂપ સંશય નથી માનવામાં આવતો.
સંશયમાં સબૂત અને અસભૂત બંને કોટિ હોય છે. સંશયમાં ન તો સદ્ભૂત ધર્મનો સભાવ સિદ્ધ કરનારું પ્રમાણ હોય છે. અને ન અસદ્દભૂત ધર્મનો અભાવ સિદ્ધ કરનાર પ્રમાણ હોય છે. સાધક-બાધક પ્રમાણોના અભાવમાં અનેક કોટિઓને પહોંચનારું જ્ઞાન સંશય હોય છે. ઈહામાં એવું નથી હોતું. સંશય થયા પછી નિર્ણયની તરફ નમેલું જ્ઞાન ઈહા છે, અર્થાત્ ઈહા સંશયની સ્થિતિને પાર કરી ચૂકી હોય છે. સંશય ઈહાના પૂર્વની સ્થિતિ છે, જ્યારે ઈહા અવાયના પૂર્વની સ્થિતિ છે. માટે ઈહાને સંશય નથી કહી શકાતો.
જેમ કોઈ વ્યક્તિ જંગલમાં ગયો અને સૂર્યાસ્ત પછી થોડો-થોડો અંધકાર ફેલાતા દૂરથી સ્થિત સ્થાણુને જોયો. ત્યારે એને વિમર્શ થયો કે - “આ સ્થાણુ છે કે પુરુષ ?' આ પ્રકારે જે સંશય થાય છે એ અજ્ઞાન છે, છતાં એ વ્યક્તિએ સ્થાણુ પર ચડેલી લતાઓને, કાક વગેરેના માળાઓને જોઈને ચિત્તમાં વિચાર કર્યો કે - “આ સ્થાણુ હોવું જોઈએ, કારણ કે લતા વગેરેના આરોહણ અને કાકાદિ પક્ષીઓના માળાઓ ઉપલબ્ધ થઈ રહ્યા છે.” સંધ્યાના સમયે મહારણ્યમાં સ્થાણુ હોઈ શકે છે, પુરુષ નહિ. કારણ કે શિર કંડૂયન, ગ્રીવા ચાલન વગેરે એનાં ચિહ્નો દૃષ્ટિગોચર નથી થઈ રહ્યાં. એવા સમયે એવા સ્થાન પર પુરુષની સંભાવના નથી. તેથી એ સ્થાણુ હોવું જોઈએ, પુરુષ નહિ. આ પ્રકારના નિશ્ચયાભિમુખ જ્ઞાન ઈહા છે. આ જ્ઞાન સર્વથા નિશ્ચયાત્મક નથી હોતું, કારણ કે સર્વથા નિશ્ચયની સ્થિતિમાં આ અવાય બની જાય છે. સંશય ઈહાના પૂર્વની સ્થિતિ છે અને ઈહા અવાયના પૂર્વની સ્થિતિ છે. નિશ્ચયાભિમુખ હોવાથી એ જ્ઞાન-સ્વરૂપ છે, અજ્ઞાનરૂપ છે. આ જ સંશય અને ઈહામાં ભેદ સમજવો જોઈએ.
અવાર-ધારણા સંબંધી વિપ્રતિપત્તિ કોઈ વ્યાખ્યાતા કહે છે કે - “પ્રતિયોગીમાં જોવા મળતા વિશેષ ધર્મોનો સબૂત અર્થમાં નિષેધ કરવો અવાય છે. “સપનયનHપાયઃ' આ વ્યુત્પત્તિના ભ્રમમાં પડીને તેઓ એવું વિધાન કરે છે. “વધારVાં ઘારVTV' - આ વ્યુત્પત્તિના ભ્રમમાં પડીને તેઓ કહે છે દૂ મતિજ્ઞાનના ભેદ છે,
છે જ છે. (૧૦૯)
Page #197
--------------------------------------------------------------------------
________________
કે - “સદ્ભૂત અર્થમાં વિશેષ ધર્મનો નિશ્ચય કરવો ધારણા છે.’” જેમ કે સ્થાણુમાં પુરુષના ધર્મનો નિષેધ કરવો અવાય છે અને એમાં સ્થાણુના ધર્મનો નિશ્ચય કરવો ધારણા છે.
આ કથન દૂષિત છે, કારણ કે કોઈ જ્ઞાતાને તદન્ય વ્યતિરેક માત્રથી નિશ્ચય થાય છે. જેમ કે એમાં (સ્થાણુમાં) શિરઃકંડૂયન વગેરે પુરુષ-ધર્મ નથી જોવા મળતા, માટે આ સ્થાણુ છે. કોઈ શાતાને વસ્તુમાં જોવા મળતા ધર્મને નિશ્ચયથી માત્ર કેવળ અન્વયથી વસ્તુનો બોધ થાય છે - જેમ કે આ સ્થાણુ જ છે, કારણ કે વલ્લીકા ઉત્સર્પણ વગેરે ધર્મનો અન્વય છે. કોઈ પ્રતિપત્તાને અન્વય-વ્યતિરેક ઉભય રૂપથી વસ્તુનો બોધ થાય છે. આ ત્રણેય પ્રકારથી થનારો બોધ અવાય જ છે, ધારણા નથી.
જો પૂર્વ વ્યાખ્યાકારોની વાત માનવામાં આવે કે વ્યતિરેક અવાય છે અને અન્વય ધારણા છે, તો એમના મતથી મતિજ્ઞાનના પાંચ ભેદ પ્રાપ્ત થાય છે - ચાર તો - અવગ્રહ-ઈહાઅવાય-ધારણા અને પાંચમો ભેદ સ્મૃતિ. ઉક્ત પ્રકારોની વ્યાખ્યા કરવાથી સ્મૃતિનો અંતર્ભાવ ધારણામાં નહિ હોય, માટે એને અલગથી મતિજ્ઞાનનો ભેદ માનવો પડશે, જે યથાર્થ નથી.
વસ્તુ-સ્થિતિ એ છે કે ધારણાની આગમોક્ત વ્યાખ્યા માનવાથી જ મતિજ્ઞાનના ઉક્ત ચાર ભેદ સંગત થાય છે. અવિચ્યુતિ - વાસના અને સ્મૃતિના રૂપથી ધારણા ત્રણ પ્રકારની છે, પરંતુ ધારણા સામાન્યની અપેક્ષા ત્રણેયનો સમાવેશ ધારણારૂપ એક ભેદમાં જ થઈ જાય છે. જેમ કે અવગ્રહના બે ભેદ - વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ છે, પરંતુ અવગ્રહ સામાન્યને નાતે અવગ્રહના એક ભેદમાં જ બંનેનો સમાવેશ થઈ જાય છે. માટે અવગ્રહ, ઈહા-અવાય-ધારણા એ જ મતિજ્ઞાનના ચાર યથાર્થ ભેદ છે.
સ્મૃતિની પ્રમાણતા
જિજ્ઞાસા થઈ શકે છે કે ધારણાના ત્રણ રૂપ માનવામાં આવ્યા છે - અવિચ્યુતિ, વાસના અને સ્મૃતિ. એમાંથી અવિચ્યુતિ અને સ્મૃતિ રૂપ જ્ઞાનના ભેદગ્રાહી હોવાથી પ્રમાણ નથી થઈ શકતા. બીજી વખત પ્રવૃત્ત અવાય દ્વારા સાધ્ય-વસ્તુ નિશ્ચય રૂપ કાર્ય (પ્રથમ વખત પ્રવૃત્ત અવાય દ્વારા (સાધ્ય) સાધિત થઈ ચૂક્યા છે, જે કાર્ય) કરી નાખવામાં આવ્યા છે એને જ પુનઃ કરવામાં પ્રવૃત્ત થવું શોભાપ્રદ નથી, એ તો પિષ્ટ-પેષણ છે. સ્મૃતિ પણ પૂર્વોત્તર કાળમાં માનેલી વસ્તુના વિષયમાં હોય છે, તો એ પ્રમાણ કેવી રીતે થઈ (હોઈ) શકે છે ? એમ નથી કહી શકાતું કે પૂર્વોત્તર કાળમાં અગૃહીત વસ્તુના એકત્વને ગ્રહણ કરવાથી સ્મૃતિ-પ્રમાણ છે, કારણ કે પૂર્વોત્તર કાળમાં જોયેલી વસ્તુ કાળ વગેરેના ભેદથી ભિન્ન થવાના કારણે એકરૂપ થઈ જ શકતી નથી. વાસના પણ સંસ્કાર રૂપ હોવાથી પ્રમાણ નથી. આખરે સંસ્કાર શું છે ? સ્મૃતિ જ્ઞાનાવરણનો ક્ષયોપશમ છે, સ્મૃતિ જ્ઞાનને પેદા કરવાની શક્તિ છે કે વસ્તુનો વિકલ્પ છે ? એમાં આદિના બે પક્ષ અયુક્ત છે, કારણ કે એ જ્ઞાન રૂપ નથી અને અહીં જ્ઞાનના ભેદોનો વિચાર પ્રસ્તુત છે. ત્રીજો પક્ષ પણ અયુક્ત છે, કારણ કે જ્ઞાનરૂપ નથી અને અહીં જ્ઞાનના ભેદોનો વિચાર પ્રસ્તુત છે. ત્રીજો પક્ષ પણ અયુક્ત
૧૮૦
જિણધો
Page #198
--------------------------------------------------------------------------
________________
છે, કારણ કે વાસના સંખ્યેય - અસંખ્યેય કાળ સુધી માનવામાં આવે છે, એટલા સમય સુધી વસ્તુનો વિકલ્પ હોઈ શકતો નથી, માટે અવિચ્યુતિ, વાસના અને સ્મૃતિ રૂપ ધારણા પ્રમાણની કોટિમાં ન આવવાથી મતિજ્ઞાનના ત્રણ જ ભેદ પ્રાપ્ત થાય છે.
ઉક્ત જિજ્ઞાસાનું સમાધાન આ રીતે છે. અવિચ્યુતિ અને સ્મૃતિને ગૃહીત ગ્રાહી હોવાથી અપ્રમાણ કહેવું અસંગત છે, કારણ કે એમાં ગૃહીત ગ્રાહિત્વ છે જ નહિ. પહેલીવાર પ્રવૃત્ત અવાય દ્વારા અન્ય કાળ વિશિષ્ટ વસ્તુ માનવામાં આવે છે અને બીજી વાર પ્રવૃત્ત અવાય દ્વારા ભિન્ન કાળ વિશિષ્ટ વસ્તુ માનવામાં આવે છે. પહેલી વાર પ્રવૃત્ત અવાયની અપેક્ષા બીજી વાર પ્રવૃત્ત અવાય દ્વારા સ્પષ્ટ-સ્પષ્ટતર-સ્પષ્ટત્તમ રૂપથી ભિન્ન-ભિન્ન વસ્તુ-ધર્મ પ્રતીત થવાથી અવિચ્યુતિને ગૃહીતગૃહી કેવી રીતે માની શકાય છે ?
સ્મૃતિ પણ પૂર્વોત્તર કાળમાં અગૃહીત વસ્તુના એકેત્વને ગ્રહણ કરે છે, માટે ગૃહીતગ્રાહી નથી કહી શકાતી. કાળ વગેરેની અપેક્ષાથી ભિન્નતા હોવા છતાંય વસ્તુમાં સત્ત્વપ્રમેયત્વ વગેરેની અપેક્ષાએ એકત્વ જોવા મળે છે. વાસના યદ્યપિ (જોકે) સ્વયં જ્ઞાનરૂપ નથી, પરંતુ એ પૂર્વ પ્રવૃત્ત અવિચ્યુતિ લક્ષણ જ્ઞાનનું કાર્ય છે અને ઉત્તરકાળ ભાવિ સ્મૃતિ રૂપ જ્ઞાનનું કારણ હોવાથી ઉપચારની અપેક્ષા જ્ઞાન રૂપ માનવામાં આવે છે. આ રીતે અવિચ્યુતિ, વાસના અને સ્મૃતિ રૂપ ધારણા સિદ્ધ હોવાથી મતિજ્ઞાનના ચાર ભેદ પ્રમાણિત થઈ જાય છે અને ત્રણ ભેદોની શંકા નિર્મૂળ થઈ જાય છે.
અવગ્રહના ભેદ
અવગ્રહના બે ભેદ છે - (૧) વ્યંજનાવગ્રહ અને (૨) અર્થાવગ્રહ. કારણ કે વ્યંજન અને અર્થનું જ ગ્રહણ થાય છે, માટે ગ્રાહ્યના ભેદથી અવગ્રહના બે ભેદ કરવામાં આવ્યા છે. પ્રાપ્યકારી ઇન્દ્રિયોમાં વ્યંજનાવગ્રહ પછી જ અર્થાવગ્રહ થાય છે, માટે પહેલાં વ્યંજનાવગ્રહ કહેવાય છે.
વ્યંજનાવગ્રહનું સ્વરૂપ : વ્યંજનાવગ્રહની વ્યાખ્યા કરતાં ભાષ્યકારે કહ્યું છે - वंजिज्जइ जेणत्थोधडोव्व दीवेण वंजणं तं च । उवगरणिदिय सद्दाइपरिणयद्दव्वसंबंधो ॥
· વિશેષા. ભાષ્ય, ગાથા-૧૯૪
જેમ દીપક દ્વારા ઘટ પ્રગટ કરી શકાય છે, એમ જ જેના દ્વારા અર્થ પ્રગટ કરવામાં આવે છે એને વ્યંજન કહેવાય છે. ઉપકરણેન્દ્રિયના શબ્દ વગેરે પરિણત દ્રવ્યના સાથે થનારા સંબંધને વ્યંજન કહે છે. આ વ્યંજન દ્વારા જે પદાર્થનો અવ્યક્ત બોધ થાય છે એ વ્યંજનાવગ્રહ છે.
જેમ લંગડી વ્યક્તિને ચાલવામાં લાકડીનો સહારો અપેક્ષિત છે, એમ જ આત્માની આવૃત્ત ચેતનાશક્તિના જ્ઞાનને પ્રગટ કરવામાં બાહ્ય સહારાની આવશ્યકતા હોય છે. એ બાહ્ય મતિજ્ઞાનના ભેદ
૧૮૧
Page #199
--------------------------------------------------------------------------
________________
સહારો છે - ઇન્દ્રિય અને મન. બધી ઇન્દ્રિય અને મનનો સ્વભાવ સમાન નથી, માટે એમના દ્વારા થતી જ્ઞાનધારાને આવિર્ભાવનો ક્રમ પણ સમાન નથી હોતો. આ ક્રમ બે પ્રકારના છે - મંદ્રક્રમ અને પટુક્રમ.
મંદક્રમ :
મંદક્રમમાં ગ્રાહ્ય વિષયની સાથે ઉપકરણેન્દ્રિયનો વ્યંજન-સંયોગ થતાં જ જ્ઞાનનો આવિર્ભાવ થાય છે. આરંભમાં જે જ્ઞાનમાત્રા એટલી અલ્પ હોય છે કે એનાથી ‘આ કંઈક છે' એવો સામાન્ય બોધ પણ નથી થઈ શકતો. પરંતુ જેમ-જેમ વિષય અને ઇન્દ્રિયનો સંયોગ પુષ્ટ થતો જાય છે તેમ-તેમ જ્ઞાનમાત્રા પણ વધતી જાય છે. એ સંયોગની પુષ્ટિ સાથે થોડા સમયમાં તજ્જનિત જ્ઞાનમાત્રા એટલી પુષ્ટ થઈ જાય છે કે એનાથી ‘આ કંઈક છે' એવા વિષયનો સામાન્ય-બોધ-અર્થાવગ્રહ થાય છે. આ અર્થાવગ્રહનું પૂર્વવર્તી જ્ઞાન વ્યાપાર જે વ્યંજનથી ઉત્પન્ન થાય છે અને એ વ્યંજનની પુષ્ટિ સાથે જ પુષ્ટ થઈ જાય છે એ બધું વ્યંજનાવગ્રહ કહેવાય છે.
આ વ્યંજનાવગ્રહ ઉત્તરોત્તર પુષ્ટ થતાં-થતાં પણ એટલો અલ્પ હોય છે કે એનાથી વિષયનો સામાન્ય બોધ પણ થતો નથી, માટે એને અવ્યક્તતમ, અવ્યક્તતર અને અવ્યક્ત જ્ઞાન કહે છે. જ્યારે આ શાન વ્યાપાર એટલો પુષ્ટ થઈ જાય છે કે એનાથી ‘આ કંઈક છે' એવો સામાન્ય બોધ થઈ શકે, ત્યારે એ જ સામાન્ય બોધાંશ અર્થાવગ્રહ કહેવાય છે. વ્યંજનાવગ્રહનો ચરમ પુષ્ટ અંશ જ અર્થાવગ્રહ કહેવાય છે. અર્થાવગ્રહમાં પણ વિષય અને ઇન્દ્રિયનો સંયોગ અપેક્ષિત છે, છતાં એને વ્યંજનાવગ્રહથી અલગ (પૃથક્) કહેવા અને અર્થાવગ્રહ નામ આપવાનું પ્રયોજન એ છે કે એ જ્ઞાનાંશથી જે બોધ થાય છે એ જ્ઞાતાના ધ્યાનમાં આવી શકે છે. અર્થાવગ્રહ પછી ઈહા-અવાય અને ધારણા રૂપ બોધ-વ્યાપાર થાય છે.
આ મંદક્રમમાં જે ઉપકરણેન્દ્રિય અને વિષયના સંયોગની અપેક્ષા કહી છે, એ અર્થાવગ્રહ સુધી જ છે, એના પછી ઈહા-અવાય વગેરે જ્ઞાન-વ્યાપારમાં એ સંયોગ અનિવાર્ય રૂપથી અપેક્ષિત નથી. માટે કહેવાયું છે -
व्यंजनस्याऽवग्रहः
તત્ત્વાર્થ સૂત્ર, અ-૧, સૂત્ર-૧૮ વ્યંજનનો અવગ્રહ જ થાય છે અર્થાત્ અવગ્રહ સુધી જ વ્યંજનની અપેક્ષા છે, આગળ ઈહા વગેરેમાં નથી.
શકોરાનું દૃષ્ટાંત : મંદક્રમની જ્ઞાનધારાને સ્પષ્ટતઃ સમજાવવા માટે શરાવ-શકોરાનું દૃષ્ટાંત ઉપયોગી છે. જેમ કે આવાપ ભઠ્ઠામાંથી તરત કાઢેલા અતિરુક્ષ શકોરામાં પાણીનું એક ટીપું નાખવામાં આવે તો શકોરું એને તરત શોષી (ચૂસી) લે છે. આ રીતે આગળ પણ એક-એક કરીને નાખેલાં અનેક જળ-બિંદુઓને એ શકોરૂં શોષી લે છે. પણ અંતમાં એવો જિણધમ્મો
૧૮૨
Page #200
--------------------------------------------------------------------------
________________
સમય આવે છે કે જ્યારે એ શરાવ એ જળબિંદુઓને શોષવામાં અસમર્થ થઈને એનાથી પલળવા લાગે છે અને ધીરે ધીરે એમાં નાખવામાં આવેલા જળકણ સમૂહરૂપમાં એકત્રિત થઈને દેખાવા લાગે છે. શકોરાની ભીનાશ (આદ્રતા)ને પહેલાં જે જળકણ એમાં નાખવામાં આવ્યા હતા, એમને એ શકોરાએ શોષી લીધા હતા. પરંતુ તે જળકણ એમાં હતા અવશ્ય. એ શોષાયેલા જળકણ ભલે દૃષ્ટિગોચર ન હોય, પણ તે એમાં બનેલા છે, એમના કારણે જ આગલા જળકણ દૃષ્ટિગત થાય છે. જ્યારે જળની માત્રા વધી અને શકોરાની શોષવાની શક્તિ ઓછી થઈ ત્યારે તે બધા જળકણ સમૂહમાં દષ્ટિગત થવા લાગ્યા. આ રીતે મંદ ક્રમમાં જ્ઞાનધારા ઉત્તરોત્તર પુષ્ટ થતી અવ્યક્તતમથી અવ્યક્તતર અને અવ્યક્ત અને ક્રમશઃ વ્યક્ત-વ્યક્તતર થની ધારણા સુધી પહોંચે છે. અવગ્રહ સુધી અવ્યક્ત જ્ઞાનધારા હોય છે.
સુષુપ્તનું દષ્ટાંત જ્યારે કોઈ સુષુપ્ત વ્યક્તિને પોકારવામાં આવે છે તો એના કાનમાં જ્યારે પૌદ્ગલિક શબ્દોની માત્રા પર્યાપ્ત રૂપમાં ભરાઈ જાય છે ત્યારે તે સામાન્ય રૂપથી જાણવામાં સમર્થ થાય છે કે - “આ છે ?' આ જ સામાન્ય જ્ઞાન છે જે શબ્દને પહેલા પહેલા ફુટતઃ જાણે છે. એના પછી વિશેષ જ્ઞાનનો ક્રમ પ્રારંભ થાય છે. છતાં આ ક્રમ સુષુપ્તની જેમ જાગૃત વ્યકિતમાં પણ બરાબર લાગુ પડે છે. પણ એ આટલો શીધ્રભાવી થાય છે કે સાધારણ લોકોના ધ્યાનમાં નથી આવતું. માટે શરાવ અને સુષુપ્તનું દૃષ્ટાંત બતાવવામાં આવ્યું છે.
પટક્રમ : પટુક્રમમાં ઉપકરણેન્દ્રિય અને પદાર્થને સાક્ષાત્ સંબંધની અપેક્ષા નથી હોતી. દૂર, દૂર-તર હોવાથી પણ યોગ્ય સન્નિધાન માત્રથી ઇન્દ્રિય એ વિષયને ગ્રહણ કરી લે છે એ વિષયનું એ ઇન્દ્રિય દ્વારા ગ્રહણ પ્રારંભથી જ અર્થાવગ્રહરૂપ છે. એમાં પછી ઈહા વગેરે જ્ઞાન-વ્યાપાર મંદક્રમની જેમ પ્રવૃત્ત થાય છે. સારાંશ એ છે કે પટુક્રમમાં ઇન્દ્રિયની સાથે ગ્રાહ્ય વિષયના સંયોગ થયા વિના જ જ્ઞાનધારાનો આવિર્ભાવ થાય છે. એનો પ્રથમ અંશ અર્થાવગ્રહ છે અને ચરમ અંશ ધારણા છે. મંદક્રમમાં પ્રથમ અંશ વ્યંજનાવગ્રહ, બીજો અંશ અર્થાવગ્રહ અને ચરમ અંશ ધારણા રૂપ હોય છે.
દર્પણનું દષ્ટાંત પટુકમની જ્ઞાનધારાને સમજવા માટે દર્પણનું દષ્ટાંત ઉપયોગી છે. જેમ દર્પણની સામે કોઈ વસ્તુ આવી કે તરત જ એમાં પ્રતિબિંબ પડી જાય છે અને એ દેખાય છે. એના માટે દર્પણની સાથે પ્રતિબિંબિત વસ્તુના સાક્ષાત્ સંયોગની આવશ્યકતા નથી, કેવળ (માત્ર) પ્રતિબિંબગ્રાહી દર્પણ અને પ્રતિબિંબિત થનારી વસ્તુના યોગ્ય દેશમાં સન્નિધાન આવશ્યક છે, એમ જ નેત્રના સામે જે પણ વસ્તુ આવે છે, એ તરત જ સામાન્ય રૂપમાં દેખાય છે. એના માટે નેત્ર અને એ પદાર્થના સાક્ષાત્ સંયોગની અપેક્ષા નથી રહેતી, જેમ કે કાન અને શબ્દનો સંયોગ અપેક્ષિત છે. માત્ર દર્પણની જેમ નેત્રના અને
[ મતિજ્ઞાનના ભેદ DOOOOOOOOOOOOOT૧૮૩)
Page #201
--------------------------------------------------------------------------
________________
વસ્તુની સાથે યોગ્ય સન્નિધાન જોઈએ. માટે પટુક્રમમાં પહેલેથી જ અર્થાવગ્રહ માનવામાં આવ્યો છે.
મંદક્રમિક જ્ઞાનધારામાં વ્યંજનાવગ્રહનું સ્થાન છે, પટુક્રમિક જ્ઞાનધારામાં નથી. માટે એ પ્રશ્ન થાય છે કે વ્યંજનાવગ્રહ કઈ-કઈ ઇન્દ્રિયથી થાય છે અને કોનાથી નહિ ? સમાધાન સ્પષ્ટ છે કે નેત્ર અને મનથી વ્યંજનાવગ્રહ નથી હોતો, કારણ કે એ બંને પદાર્થથી સાક્ષાત્ થયા વગર જ યોગ્ય સન્નિધાનથી અને અવધાનથી પોતાના ગ્રાહ્ય વિષયને જાણી લે છે. ઇન્દ્રિયોની પ્રાણપ્રાપ્યકારિતા :
આ કોણ નથી જાણતું કે દૂર-દૂરતરવર્તી વૃક્ષ, પર્વત વગેરેને નેત્ર ગ્રહણ કરી લે છે અને મન સુદૂરવર્તી વસ્તુનું પણ ચિંતન કરી લે છે. માટે નેત્ર તથા મન અપ્રાપ્યકારી માનવામાં આવ્યા છે. એનાથી થનારી ધારાને પટુક્રમિક કહેવાય છે. કર્ણ, જિવા, ઘાણ અને સ્પર્શન એ ચાર ઇન્દ્રિયો મંદક્રમિક જ્ઞાનધારાનું કારણ છે, કારણ કે એ ચારેય પ્રાપ્યકારી અર્થાત્ ગ્રાહ્ય વિષયોથી સંયુક્ત થઈને જ એમને ગ્રહણ કરે છે. આ બધાનો અનુભવ છે કે
જ્યાં સુધી શબ્દ કાનમાં ન પડે, ખાંડ જીભને ન લાગે, પુષ્પની સુગંધ નાકમાં ન ઘૂસે અને જળ શરીરને ન અડે, ત્યાં સુધી ન તો શબ્દ સંભળાશે, ન ખાંડનો સ્વાદ આવશે, ન ફૂલની સુગંધ જ માલૂમ પડશે અને ન જળ ઠંડુ કે ગરમ લાગશે.
નયન (આંખ) અને મનને છોડીને શેષ ચાર ઇન્દ્રિયો સ્પર્શન-રસન-ધ્રાણ અને શ્રોત્ર પ્રાપ્યકારી છે. નયન અને મન અપ્રાપ્યકારી છે. પ્રશ્ન થઈ શકે છે કે ઇન્દ્રિયત્વની સમાનતા થવાથી પણ કોઈને પ્રાપ્યકારી કહેવું અને કોઈને અપ્રાપ્યકારી કહેવું શું યૌક્તિક છે? સમાધાન એ છે કે ઇન્દ્રિયોનો સ્વભાવ જ એ પ્રકારનો છે. કોઈ ઇન્દ્રિયો તો પોતાના ગ્રાહ્ય વિષય દ્વારા ઉપઘાત અને અનુગ્રહનો અનુભવ કરે છે અને કોઈ ઇન્દ્રિયો પોતાના વિષયથી ઉપઘાત કે અનુગ્રહના રૂપમાં પ્રભાવિત નથી થતી. સ્પર્શનેન્દ્રિયમાં કર્કશ કામળાના સ્પર્શથી ચામડીનું છોલાવું વગેરે ઉપઘાત જોઈ શકાય છે, તથા ચંદન વગેરેના સ્પર્શથી શીતળતારૂપ અનુગ્રહ પણ જોવા મળે છે. રસનેન્દ્રિયમાં કુટકી, ચિરાયતા કે લીમડાના કડવા રસથી ઉપઘાત અને ક્ષીર-શર્કરા વગેરેના આસ્વાદનથી અનુગ્રહ જોવા મળે છે. ધ્રાણેન્દ્રિયમાં અશુશ્ય વગેરે પુદ્ગલોની દુર્ગધથી ઉપઘાત અને કપૂર વગેરે સુગંધિત પુદ્ગલોની સુગંધથી અનુગ્રહ થાય છે. શ્રોત્રેન્દ્રિયમાં ભેરી (નોબત-નગારું) વગેરેના કર્કશ સ્વરથી ઉપઘાત તથા મૃદુ-મધુર શબ્દોના સાંભળવાથી અનુગ્રહ પરિલક્ષિત થાય છે. નેત્રમાં એવો અનુગ્રહ કે ઉપઘાત નથી જોવા મળતો. તીણ તલવાર કે ભાલો વગેરે જોવાથી નેત્રમાં કોઈ ઉપઘાત નથી થતો તથા ચંદન-અગરુ-કપૂર વગેરેના અવલોકનથી શીતળતા રૂપ અનુગ્રહ પણ દષ્ટિગોચર નથી થતો.
મનમાં પણ ચિંતનીય વિષયથી ઉપઘાત કે અનુગ્રહ નથી જોવા મળતો. વદ્ધિ વગેરેના ચિંતનથી મનમાં દાહરૂપ ઉપઘાત નથી થતો અને ન જળ-ચંદન વગેરેના ચિંતનથી તરસનું ઉપશમન વગેરે અનુગ્રહ જ જોવા મળે છે. (૧૮૪ો
છે
આ જિણધમ્મો)
Page #202
--------------------------------------------------------------------------
________________
શંકા સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિયની પ્રાપ્યકારિતા તો યુક્તિયુક્ત છે, પરંતુ ઘાણ અને શ્રોતની પ્રાપ્યકારિતા ઘટિત થતી નથી. કારણ કે ઘાણ અને શ્રોત્ર પોતાનાથી દૂર સ્થિત વિષયને પણ ગ્રહણ કરે છે. આ વાત અનુભવસિદ્ધ છે. ન તો શબ્દ કાનમાં પ્રવેશ કરતાં પ્રતીત થાય છે અને ન તો કાન શબ્દના સ્થાન પર જતો જોવા મળે છે. “આ દૂર કોઈનો શબ્દ સંભળાય છે એવી જનક્તિ પ્રસિદ્ધ છે. દૂરસ્થિત કપૂર-કુસુમ વગેરેની સુગંધ નિર્વિવાદ અનુભવમાં આવે છે. માટે શ્રોત્ર અને ઘાણની પ્રાપ્યકારિતા સંગત નથી.
સમાધાન ઉક્ત કથન ઉચિત નથી. શબ્દ અને ગંધ, કાન અને નાકમાં દૂરથી આવીને પ્રવિષ્ટ થાય છે. કાન અને નાક સ્વયં શબ્દ કે ગંધના સ્થાન પર નથી આવતું, કારણ કે શબ્દ અને ગંધ ગતિશીલ છે. માટે તે અન્ય સ્થાનથી આવીને કાન અને નાકમાં પ્રવેશ કરે છે. શબ્દ અને ગંધ પૌગલિક છે, માટે ગતિશીલ છે. જેમ હવાથી પ્રેરિત ધુમાડો ગતિક્રિયાવાળો છે એમ જ શબ્દ અને ગંધ પણ ગતિવાળા છે, તે દૂરથી આવીને શ્રોત્ર અને ઘાણથી સંબદ્ધ થાય છે, ત્યારે એમના કાન અને નાક દ્વારા ગ્રહણ થાય છે. માટે શ્રોત્રેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય પ્રાપ્યકારી છે.
શ્રોત્રેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય પ્રાપ્યકારી થઈને જ વિષયને ગ્રહણ કરે છે, કારણ કે એમાં વિષયકૃત ઉપઘાત અને અનુગ્રહ પ્રાપ્ત થાય છે. ભેરી વગેરેના કઠોર કર્કશ મહાશબ્દને સાંભળવાથી શ્રોત્રમાં બધિરતા (બહેરાશ) રૂપ ઉપઘાત જોવા મળે છે અને કોમળ શબ્દના શ્રવણથી અનુગ્રહ થતા પરિલક્ષિત થાય છે. ધ્રાણેન્દ્રિયમાં પણ અશુચિ વગેરેની દુર્ગધ ઘૂસવાથી પ્રતિરોગ અને અર્શ વ્યાધિ રૂપ ઉપઘાત જોવા મળે છે. સુગંધ દ્વારા અનુગ્રહ પણ જોવા મળે છે. શ્રોત્ર-દ્માણ સાથે સંબદ્ધ શબ્દ-ગંધ જ ઉપઘાત કે અનુગ્રહ કરવામાં સક્ષમ થઈ શકે છે, અન્યથા નહિ. માટે સિદ્ધ થાય છે કે સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિયોની જેમ શ્રોત્રેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય પણ પ્રાપ્ય થઈને જ વિષયને ગ્રહણ કરે છે, માટે તે પ્રાપ્યકારી છે.
નેત્રની અપ્રાપ્યકારિતા : નેત્ર અપ્રાપ્યકારી છે, કારણ કે એ અનુગ્રહ તથા ઉપઘાતથી રહિત છે. મનની જેમ જો નેત્ર ગ્રાહ્ય વસ્તુના સાથે સંબદ્ધ થઈને એને જાણે છે તો અગ્નિ વગેરેના જોવાથી દાહ વગેરે ઉપઘાત થવા જોઈએ અને કોમળ તથા શીતળ વસ્તુઓના જોવાથી અનુગ્રહ થવો જોઈએ, પણ આ રીતે અનુગ્રહ અને ઉપઘાત નથી જોવા મળતો, માટે નેત્ર અપ્રાપ્યકારી છે.
શંકા : જળ વગેરે વસ્તુને જોવાથી નેત્રની સ્તુતિ વગેરે અનુગ્રહ જોવા મળે છે અને સૂર્ય વગેરેને જોવાથી ઉપઘાત પણ થાય છે, માટે ઉપર આપેલો હેતુ અસિદ્ધ છે.
સમાધાન : જ્યાં સુધી ચક્ષુ ઇન્દ્રિયના વિષયકૃત અનુગ્રહ ઉપઘાતનો પ્રશ્ન છે, એ તો ન કહી શકાય કે ચક્ષુને કોઈપણ વસ્તુથી ક્યારેય સર્વથા ઉપઘાત-અનુગ્રહ નથી થતો. જો નેત્રમાં તીક્ષ્ણ શસ્ત્રનો આઘાત (પ્રહાર) લાગશે તો ઉપઘાત થશે જ. એના વિપરીત K મતિજ્ઞાનના ભેદ છે
આજે
૧૮૫)
Page #203
--------------------------------------------------------------------------
________________
ચંદન વગેરે શીતળ પદાર્થનો લેપ ઉપગ્રહ પણ કરે જ છે. પરંતુ એ પદાર્થ ચક્ષુ ઇન્દ્રિયનો વિષય નથી બનતા. ચક્ષુ ઇન્દ્રિયનો વિષય એ જ પદાર્થ બની શકે છે જે દૂરસ્થ હોય. સૂર્ય તથા ચંદ્રનાં કિરણોથી જે ઉપઘાત અને ઉપગ્રહ જોવા મળે છે, એ કિરણો દ્વારા ઉત્તપ્ત તથા શીત (ઠંડા) પરમાણુઓના સ્પર્શથી થાય છે. માટે ચક્ષુને અપ્રાપ્યકારી કહેવાનો અર્થ એટલો જ છે કે ચક્ષુ પદાર્થની પાસે જઈને અને એનાથી સાક્ષાત્ સંબદ્ધ થઈને પદાર્થને જોતા નથી અને ન ચક્ષુની પાસે આવીને એનાથી સ્પષ્ટ થનારા પદાર્થને જ એ જુએ છે. એ તો પદાર્થથી અસ્પષ્ટ રહીને જ યોગ્ય-દેશ0 વસ્તુને ગ્રહણ કરે છે. જો ચક્ષુ પદાર્થને અડ્યા વિના વિષયનું જ્ઞાન નથી કરતી, આ નિયમ બનાવી દેવામાં આવે તો અગ્નિ, વિષ, સમુદ્ર, કાંટા, તલવાર, કરવત, અંજન વગેરેને જાણતા હોવા છતાં એમાં દાહ-સ્ફોટભીનાશ, છેદન-ભેદન-નીરોગતા વગેરે ઉપઘાત તથા અનુગ્રહનો પ્રસંગ પ્રાપ્ત થશે. મર્યાદિત રૂપથી રવિ-કિરણોને જોવાથી પણ દાહ થતો નથી, ન વહ્નિ વગેરેને જોવાથી સળગવાનો (બળવાનો) પ્રસંગ આવે છે, માટે આ સિદ્ધ થાય છે કે ચક્ષુ અપ્રાપ્ય થઈને જ વિષયને જાણે છે, કારણ કે અંજન દહનાદિકૃત અનુગ્રહ-ઉપઘાતથી એ પ્રભાવિત નથી થતું.
નૈયાયિક વગેરે દર્શનકાર માને છે કે ચક્ષુથી કિરણો નીકળીને પદાર્થથી સ્પષ્ટ થાય છે, માટે ચક્ષુના પદાર્થની સાથે સાક્ષાત્ સંબંધ હોવાથી જ એ વસ્તુને જાણે છે. તેથી ચક્ષુને પ્રાપ્યકારી કહેવાય છે. તે કિરણો સૂક્ષ્મ તથા તેજસ હોય છે, માટે અગ્નિ વગેરે દ્વારા દાહ વગેરે નથી હોતા. જેમ સૂર્યનાં કિરણોનો અગ્નિથી સ્પર્શ થવાથી એમનો દાહ વગેરે નથી થતો.
ઉક્ત કથન અયુક્ત છે, કારણ કે નેત્રોથી કિરણોને નીકળવું પ્રત્યક્ષ વગેરે પ્રમાણોથી બાધિત હોવાના કારણે માન્ય કરવામાં નથી આવ્યું. પ્રત્યક્ષ વગેરેથી બાધિત વિષયનો પણ સ્વીકાર કરવામાં આવે તો અતિ પ્રસંગ હશે. વસ્તુ પરિચ્છેદની અન્યથાનુપપત્તિથી નેત્રકિરણોનું અસ્તિત્વ નથી માનવામાં આવતું, કારણ કે નેત્ર-કિરણોને માન્યા સિવાય પણ વસ્તુનો પરિચ્છેદ સંભવ હોય છે. મનનાં કિરણો નથી તો શું એ અપ્રાપ્ત થઈને વસ્તુઓને ગ્રહણ નથી કરતા? કરે જ છે. સૂર્યનાં કિરણોના દૃષ્ટાંતથી અચેતન નેત્રનાં કિરણો દ્વારા વસ્તુને ગ્રહણ માનવું યુક્તિસંગત નથી, કારણ કે આ રીતે તો નખ-દાંત-ભાલ વગેરે શરીરનાં અંગોથી પણ રશ્મિઓને કાઢવું અને એમના માધ્યમથી સ્પર્શને ગ્રહણ કરવાની વાત પણ કેમ કહી નહિ શકાય ? માટે સિદ્ધ થાય છે કે ચક્ષુ અપ્રાપ્યકારી છે.
જો ચક્ષુ પ્રાણકારી હોત તો એમાં આંજેલું કાજળ (અંજન) અને એમાં પડેલી રજને પણ એ જોઈ શકત. કારણ કે એ અંજન તથા રજકણ એનાથી નિર્વિવાદ રૂપથી સંબદ્ધ છે, પણ આંખમાં આંજેલા અંજનને અને પડેલી રજને આંખ જોઈ શકતી નથી, તેથી સિદ્ધ થાય છે કે ચક્ષુ અપ્રાપ્યકારી છે.
(૧૮૬) 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 જિણધર્મોો]
Page #204
--------------------------------------------------------------------------
________________
એ શંકા કરી શકાય છે કે જો ચક્ષુ અપ્રાપ્ત થઈને પદાર્થને ગ્રહણ કરે છે, તો અપ્રાપ્તત્વ સામાન્યને કારણે એ બધા પદાર્થોને જાણનાર થઈ જશે, પ્રતિનિયત વસ્તુને જ નહિ. આ શંકા ઉચિત નથી, કારણ કે પ્રતિનિયત વસ્તુના બોધને કારણે તો તવિષયક જ્ઞાન દર્શનાવરણનો ક્ષયોપશમ વગેરે છે. મન અપ્રાપ્યકારી માનવામાં આવે છે, પરંતુ છતાં પણ અવિશેષ રૂપથી બધા પદાર્થોમાં એની પ્રવૃત્તિ નથી હોતી. ઇન્દ્રિય વગેરે દ્વારા અપ્રકાશિત તથા સર્વથા અદષ્ટ-અશ્રુત અર્થમાં એની પ્રવૃત્તિ નથી થતી. મનની જેમ ચક્ષુ પણ અપ્રાપ્યકારી થઈને પણ પ્રતિનિયત પદાર્થને જ ગ્રહણ કરે છે. એના સિવાય ચક્ષુને પ્રાપ્યકારી માનવાથી પણ આ પ્રશ્ન ઊઠી શકે છે કે ચક્ષુનો સંબંધ બધાની સાથે કેમ નથી હોતો, પ્રતિનિયત પદાર્થની સાથે જ કેમ હોય છે ?
ઉક્ત બધાં પ્રમાણોથી સિદ્ધ થાય છે કે ચક્ષુ અપ્રાપ્યકારી છે અને એ પદાર્થથી સાક્ષાત્ સ્પષ્ટ ન થઈને જ એને ગ્રહણ કરે છે. મનની અપ્રાપ્યકારિતા :
મન અપ્રાપ્યકારી છે, કારણ કે એ પદાર્થથી સાક્ષાત્ થઈને જ એને ગ્રહણ કરે છે, ન મન પદાર્થની પાસે જાય છે અને ન પદાર્થ મનની પાસે આવવાથી જ જાણી શકાય છે. મન સ્વ-સ્થાન પર રહીને જ દૂરસ્થ કે સમીપસ્થ પદાર્થને ગ્રહણ કરે છે, માટે એ અપ્રાપ્યકારી છે.
શંકા ઃ જાગૃત અથવા સ્વપ્ન અવસ્થામાં શરીરથી બહાર નીકળીને મન દૂરસ્થ પદાર્થના સાથે સંબદ્ધ હોય છે. આ અનુભવસિદ્ધ વાત છે. લોક-વ્યવહારમાં પણ એવો પ્રયોગ જોવા મળે છે કે “મારું મન ત્યાં ગયું.' તેથી મનને પ્રાપ્યકારી માનવું જોઈએ.
સમાધાનઃ ઉક્ત શંકા યથાર્થ નથી. મન પદાર્થની સાથે સાક્ષાત્ સ્પષ્ટ નથી થતું, કારણ કે જ્ઞયકૃત અનુગ્રહ-ઉપઘાતથી એ પ્રભાવિત થતું નથી, નેત્રની જેમ. જો એ શેયથી સ્પષ્ટ થાત તો જળ અને જ્વલનના ચિંતનના સમયે એ શીતળતારૂપ અનુગ્રહ અને દાહરૂપ ઉપઘાતનો અનુભવ કરત. પરંતુ એવું ક્યારેય થતું નથી. માટે નેત્રની જેમ મન અપ્રાપ્યકારી જ છે.
શંકાકારે ઉપર કહ્યું કે મન શરીરથી બહાર નીકળીને ચિંતનીય વિષયના સ્થાન પર જાય છે, તો પ્રશ્ન થશે કે કયું મન શરીરથી બહાર નીકળે છે ? દ્રવ્યમન કે ભાવમન ? દ્રવ્યમન મનોવર્ગણા રૂપ હોવાથી અચેતન છે અને એ વિષયને નથી જાણી શકતું, તો શરીરથી બહાર નીકળીને પણ એ બિચારું શું કરશે ? ભાવમન, મનન-જ્ઞાન પરિણામરૂપ હોવાથી જીવ અભિન્ન જ રહે છે, અર્થાત્ એ જીવ રૂપ જ હોય છે. એ શરીરથી બહાર કેવી રીતે નીકળી શકે છે ?
શંકા ઃ જો કે દ્રવ્યમન સ્વયં કશું નથી જાણતું પરંતુ એ કરણ રૂપ છે. જેમ કે વસ્તુના જ્ઞાનમાં પ્રદીપ કરણ હોય છે. જીવ, દ્રવ્યમનરૂપ-કરણથી પદાર્થને જાણે છે. જીવ બહાર [મતિજ્ઞાનના ભેદ છે.
)
Page #205
--------------------------------------------------------------------------
________________
નિર્ગત દ્રવ્યમનથી પદાર્થને જાણે છે, કરણ હોવાથી પ્રદીપની જેમ. આ અનુમાનથી મનની પ્રાપ્યકારિતા સિદ્ધ થાય છે.
સમાધાન : નિઃસંદેહ દ્રવ્યમન અર્થ-પરિચ્છેદમાં આત્માનું કારણ છે. પરંતુ કરણ બે પ્રકારના હોય છે - અંતઃકરણ અને બાહ્યકરણ. જે શરીરગત કરણ છે, એ અંતઃકરણ છે અને જે શરીરથી બહિર્ભત છે એ બાહાકરણ છે. દ્રવ્યમન, અંતઃકરણ છે, જે અંતઃકરણ હોય છે એ શરીરમાં રહીને જ વિષયને જાણવામાં સહાયક હોય છે, શરીરથી બહાર નીકળીને નહિ. જેમ જીવ શરીરસ્થ સ્પર્શનેન્દ્રિય દ્વારા જ કમલનાળ વગેરેના સ્પર્શને જાણે છે. દ્રવ્યમન અંતઃકરણ છે, માટે એ શરીરથી બહાર નથી નીકળી શકતું. જેમાં સ્પર્શનેન્દ્રિય શરીરથી બહાર નીકળતી નથી. કહી શકાય છે કે પદ્મનાળ તંતુની જેમ શરીરમાં રહીને પણ દ્રવ્યમન શરીરથી બહાર કેમ નથી નીકળી શકતું? આનો જવાબ એ છે કે દ્રવ્યમન અંતઃકરણ છે, માટે એ સ્પર્શનેન્દ્રિયની જેમ જ બહાર નીકળી શકતું નથી. માટે દ્રવ્ય અને ભાવ-ઉભય રૂપ મન શરીરથી બહાર ન નીકળવાના કારણે સ્વ-સ્થાન પર રહીને જ ચિંતનીય વિષયને જાણે છે માટે એ અપ્રાપ્યકારી છે.
શંકા : શોખ વગેરેના અતિશયથી દેહમાં દૌર્બલ્ય (દુર્બળતા) તથા આર્તધ્યાનના અતિશયથી હૃદય રોગ વગેરે ઉપઘાત જોવા મળે છે. અભીષ્ટ-પ્રાપ્તિના વિચારથી હર્ષ વગેરે રૂપ અનુગ્રહ જોવા મળે છે, માટે પૂર્વમાં જે કહેવાયું છે કે મનમાં અનુગ્રહ તથા ઉપઘાત નથી હોતો, ઘટિત નથી થતો.
સમાધાનઃ ઉક્ત કથન અસંબદ્ધ ભાષિત (દેખાય) છે. મનના રૂપમાં પરિણિત અનિષ્ટ પુદ્ગલ નિશ્ચય રૂપદ્રવ્યમન અનિષ્ટ ચિંતામાં પ્રવર્તિત થતો જીવને દેહ-દૌર્બલ્ય રૂપ ઉપઘાત પહોંચાડે છે, જેમ કે હૃદયમાં નિરુદ્ધ વાયુ જીવ માટે ઉપઘાત રૂપ હોય છે, એ જ રીતે શુભ પુદ્ગલ પિંડરૂપ દ્રવ્યમને અનુકૂળ વિચારોમાં પ્રવર્તિત થતો હર્ષ વગેરેની અનુભૂતિથી ભેષજની જેમ અનુગ્રહકારી થાય છે, માટે આ દ્રવ્ય-મનકૃત જીવનો અનુગ્રહ અને ઉપઘાત છે. શેય દ્વારા કરેલો મનનો ઉપઘાત અને અનુગ્રહ નથી. મન તો એવા ઉપઘાત અને અનુગ્રહથી અપ્રભાવિત જ રહે છે, તેથી મનને અપ્રાપ્યકારી સિદ્ધ કરવા માટે અપાયેલો ઉપઘાતાનુગ્રહ શૂન્યત્વ હેતુ સર્વથા સમુચિત અને સિદ્ધ છે.
શંકા : આ કંઈક અદ્ભુત જ છે કે દ્રવ્યમાન દ્વારા જીવના દેહોપચય રૂપ અનુગ્રહ અને દેહ-દૌર્બલ્ય રૂપ ઉપઘાત કરવામાં આવે છે. આ પ્રકારની પ્રતીતિ ક્યારેય નથી થતી.
સમાધાન : આમાં અભુત કશું નથી. બધા લોકોને આ જ્ઞાત જ છે કે ઇષ્ટ મનોજ્ઞ બહાર કરવાથી જીવોના શરીરની પુષ્ટિ થાય છે અને અનિષ્ટ-અમનોક્ષ આહાર કરવાથી જીવોના શરીરની હાનિ થાય છે. જેમ કે ઇષ્ટ-અનિષ્ટ પુગલમય આહારના પ્રભાવથી જીવોના શરીરની પુષ્ટિ-હાનિ થાય છે, એમ જ દ્રવ્યમન પણ પૌગલિક થઈને જીવોના (૧૮૮) એ છે
જિણધમો)
Page #206
--------------------------------------------------------------------------
________________
શરીરમાં ઉપચય-અપચય-રૂપ અનુગ્રહ-ઉપઘાત કરે છે. લોક વ્યવહારમાં પણ કહેવાય છે કે - ‘ચિંતાથી તે તારું શરીર કૃશ (કાય) થઈ ગયું છે.' ચિંતા દ્રવ્યમનનું જ કાર્ય છે.
એટલા માટે ન તો દ્રવ્યમન શરીરથી બહાર નીકળીને ચિંતનીય વિષયની તરફ જાય છે અને ન ચિંતનીય વિષયને ખેંચીને પોતાના સમીપ લાવે છે. માટે આ ધ્રુવ સત્ય છે કે મનઉપઘાત-અનુગ્રહ શૂન્ય હોવાના કારણે અપ્રાપ્યકારી થઈને પોતાના વિષયને ગ્રહણ કરે છે.
શંકા : જાગૃત અવસ્થામાં ભલે મન, વિષયની તરફ ન જતું હોય, પરંતુ સ્વપ્ન અવસ્થામાં તો એવું સંભવ છે.
‘મારું મન મેરુ શિખર ઉપર ગયું' - આ પ્રકારે સ્વપ્નમાં અનુભૂતિ થાય છે.
સમાધાન : ‘મારું મન મેરુ શિખર ઉપર ગયું' - આ સ્વપ્નકાલીન અનુભૂતિ સત્ય નથી. જેમ સ્વપ્નમાં ઉપલબ્ધ મોદક, વાસ્તવિક મોદક (લાડુ) નથી, જેમ અલાતચક્ર શીઘ્ર ભ્રમણ કરવાના કારણે ગોળાકાર ન હોવા છતાં પણ ગોળાકાર પ્રતીત થાય છે. વાસ્તવમાં એ ગોળાકાર નથી હોતું, એમ જ ‘મારું મન મેરુ ઉપર ગયું' આ સ્વપ્ન પણ સત્ય નથી. જાગૃત થયા પછી એના અસત્યત્વનો બોધ થાય છે, કારણ કે મનનું શરીરસ્થ હોવું જ એ સમયમાં અનુભવમાં આવે છે.
જેમ સ્વપ્નમાં કોઈ ને કોઈ પોતાના મનને મેરુ શિખર ઉપર જતાં જોયું છે, કોઈએ સશરીર સ્વયંને નંદનવનમાં કુસુમોની પસંદગી કરતા સ્વપ્નમાં જોયો. આ સ્વપ્ન સત્યરૂપ તો નથી. કારણ કે લોકો દ્વારા એ તો એ જ સ્થિત જોઈ શકાય છે તથા એ સશરીર જતા સ્વપ્નદ્રષ્ટાના શરીરમાં ન તો માર્ગજનિત પરિશ્રમનો ઉપઘાત જ જોવા મળે છે અને ન પુષ્પચયન (પસંદગી)થી પ્રાપ્ત સુગંધરૂપ અનુગ્રહ જ દૃષ્ટિગોચર થાય છે. એ સ્વપ્નદ્રષ્ટાનું શરીર નંદનવનમાં ઉપલબ્ધ નથી થતું. એ તો ત્યાં જ (સ્થિત) છે. માટે સ્વપ્નાવસ્થામાં પણ ‘મનનું મેરુગમન’ સત્ય સિદ્ધ થઈ શકતું નથી.
ઉક્ત બધી સુક્તિઓથી સિદ્ધ થાય છે કે મન અપ્રાપ્તકારી થઈને જ પોતાના ચિંતનીય વિષયને ગ્રહણ કરે છે.
કારણ કે ચક્ષુ અને મન અપ્રાપ્યકારી છે, તેથી એનાથી વ્યંજન ન - સ્પષ્ટ સાક્ષાત્ સંબંધ ન થઈ શકવાના કારણે (ચક્ષુ અને મનથી) વ્યંજનોવગ્રહ નથી થતા, માટે વ્યંજનાવગ્રહના
ચાર જ ભેદ થાય છે.
વ્યંજનાવગ્રહમાં જ્ઞાન માત્રા ઃ
જિજ્ઞાસા થઈ શકે છે કે વ્યંજનાવગ્રહના સમયમાં વસ્તુનું સ્વરૂપ જ્ઞાત જ નથી થતું, તો એને જ્ઞાનનો ભેદ કેવી રીતે માની શકાય છે ? એને અજ્ઞાન કેમ માનવામાં ન આવે ? જેમ ઉપકરણેન્દ્રિય અને શબ્દના સંબંધ કાળમાં બહેરી વ્યક્તિને કંઈપણ ઉપલબ્ધ નથી થતું. માટે આ જ્ઞાન નથી કહી શકાતું, એમ જ વ્યંજનાવગ્રહના સમયમાં કંઈપણ અનુભવ નથી થતો, માટે એ અજ્ઞાન છે. એને જ્ઞાનનો ભેદ નથી માની શકાતો.
મતિજ્ઞાનના ભેદ
૧૮૯
Page #207
--------------------------------------------------------------------------
________________
આનું સમાધાન એ છે કે ભલે વ્યંજનાવગ્રહમાં વસ્તુનું સ્વરૂપ પ્રતીત ન થતું હોય, પરંતુ એ અજ્ઞાન રૂપ ન થઈને જ્ઞાન રૂપ જ છે, કારણ કે એના અંતમાં જ્ઞાન રૂપ અર્થાવગ્રહ ઉત્પન્ન થાય છે. જે જ્ઞાનના અંતમાં શેય વસ્તુને ગ્રહણ કરનાર જ્ઞાન ઉત્પન્ન થાય છે એ જ્ઞાન, જ્ઞાનરૂપ છે, જેમ અર્થાવગ્રહના અંતમાં શેયને ગ્રહણ કરનાર ઈહા જ્ઞાન ઉત્પાદ થાય છે. એનાથી અર્થાવગ્રહ જ્ઞાન રૂપ માનવામાં આવે છે, એમ જ વ્યંજનાવગ્રહના અંતમાં અર્થાવગ્રહ રૂપ શેયને ગ્રહણ કરનાર જ્ઞાન હોય છે, માટે વ્યંજનાવગ્રહ જ્ઞાન રૂપ છે. વ્યંજનાવગ્રહમાં જ્ઞાનની અનુભૂતિ નથી થતી છતાં એ જ્ઞાનનું કારણ હોવાથી જ્ઞાનરૂપ છે.
આનો અર્થ એ નથી કે વ્યંજનાવગ્રહમાં જ્ઞાનની માત્રા જરા પણ નથી હોતી. જેમ અગ્નિના એક કણનો પ્રકાશ અતીવ અલ્પ હોય છે, પરંતુ એ નથી કહી શકાતું કે અગ્નિના એક કણમાં પ્રકાશ નથી હોતો. એમ જ વ્યંજનાવગ્રહમાં જ્ઞાનની માત્રા અત્યલ્પ હોય છે. તેથી એ નથી કહી શકાતું કે એમાં જ્ઞાનમાત્રા છે જ નહિ. જેમ સુખ-મત્ત-મૂચ્છિત વગેરેમાં સૂક્ષ્મ અવ્યક્ત બોધ માનવામાં આવે છે, એમ જ વ્યંજનાવગ્રહમાં અવ્યક્ત જ્ઞાન હોય છે.
કહી શકાય છે કે સુપ્ત-મત્ત વગેરેમાં તો કંઈ કેટલીક ચેષ્ટાઓ જોવા મળે છે, જેનાથી એમાં અવ્યક્ત જ્ઞાનની સિદ્ધિ થાય છે. જેમ ઊંઘેલી વ્યક્તિ ઊંઘમાં કંઈક બબડે છે. અંગોનો સંકોચ-વિસ્તાર કરતી જોવા મળે છે, શરીરને ખંજવાળતી પણ દૃષ્ટિગોચર થાય છે, એનાથી એમાં અવ્યક્ત જ્ઞાન માનવામાં આવે છે, પરંતુ વ્યંજનાવગ્રહમાં એવા કોઈ ચિહ્ન નથી દેખાતા જેનાથી એમાં જ્ઞાનમાત્રા માની શકાય.
આનું સમાધાન આ પ્રકારે જાણવું જોઈએ. વ્યંજનાવગ્રહમાં અસંખ્યય સમય સુધી શ્રોત વગેરે ઇન્દ્રિયોની સાથે શબ્દ વગેરે દ્રવ્યનો સંબંધ થતો રહે છે. એટલા સમય સુધી અસંખ્યય સમય સુધી શબ્દ અને ઇન્દ્રિયનો સંબંધ હોવા છતાંય જો વ્યંજનાવગ્રહને જ્ઞાનરૂપ ન માનવામાં આવે તો ચરમ સમયમાં શ્રોત વગેરે ઇન્દ્રિયની સાથે સંબદ્ધ શબ્દ-દ્રવ્યમાં અર્થાવગ્રહને ઉત્પન્ન કરવાની શક્તિ કેવી રીતે માની શકાય છે? જો વ્યંજનાવગ્રહના આદ્ય સમયથી આરંભ કરી પ્રતિસમય પ્રગટ થતી જ્ઞાનમાત્રા ન માની શકાય તો ચરમ સમયમાં એ અકસ્માત કેવી રીતે પ્રગટ થઈ શકે છે ?
તેથી તલોમાં તેલની જેમ વ્યંજનાવગ્રહને બધા સમયોમાંથી પ્રત્યેક સમયમાં, જે પણ જ્ઞાનમાત્રા છે, એ સ્વીકારવી જોઈએ. વ્યંજનાવગ્રહના ચરમ સમયમાં જો જ્ઞાનમાત્રા માનવામાં આવે તો એ વ્યંજનાવગ્રહના અસંખ્યય સમયોમાં કેમ માનવામાં નથી આવતું ? જો એ જ્ઞાનમાત્રા સમુદાયમાં નથી, તો એના ચરમ અંશમાં ક્યાંથી આવી જશે ? માટે વ્યંજનાવગ્રહને જ્ઞાનરૂપ માનવો જોઈએ. કારણ કે એમાં અલ્પતમ જ્ઞાનમાત્રા વિદ્યમાન છે. અથવગ્રહ:
સ્વરૂપ અને નામ વગેરેની કલ્પનાથી રહિત, ક્રિયાગુણ અને દ્રવ્યથી શૂન્ય તથા શબ્દ દ્વારા અનભિલાષ્ય કેવળ સામાન્ય અર્થને ગ્રહણ કરનાર બોધ વ્યાપાર અર્થાવગ્રહ છે. વસ્તુ (૧૦૦)
જ કાન જિણધમો)
Page #208
--------------------------------------------------------------------------
________________
સામાન્ય વિશેષાત્મક છે. પરંતુ અર્થાવગ્રહ દ્વારા વસ્તુનું સામાન્ય રૂપ જ માનવામાં આવે છે, વિશેષરૂપ નહિ. અર્થાવગ્રહનો કાળ એક જ સમયનો છે. એક સમયમાં વિશેષરૂપનો બોધ નથી થઈ શકતો. સ્વરૂપ, નામ, જાતિ વગેરેને ગ્રહણ અર્થાવગ્રહમાં નથી થતો. જીવ અર્થાવગ્રહમાં નામ-જાતિ-વિશેષ ધર્મોની વિચારણાથી રહિત સામાન્ય અર્થને જ ગ્રહણ કરે છે. પરંતુ આ બોધમાં દર્શન-સામાન્ય જ્ઞાનથી ભિન્નતા અવશ્ય રહે છે.
અવગ્રહ વગેરેના ભેદ : ઇન્દ્રિય અને અતીન્દ્રિયના નિમિત્તથી મતિજ્ઞાનના બે ભેદ પૂર્વમાં બતાવવામાં આવ્યા છે. પ્રત્યેક ઇન્દ્રિયજન્ય અને મનોજન્ય જ્ઞાનના ચાર-ચાર ભેદ જોવા મળે છે. પાંચ ઇન્દ્રિયો અને એક મન - આ છયેના અવગ્રહ-ઈહા-અવાય અને ધારણા રૂપથી ચાર-ચાર ભેદ ગણવાથી ૨૪ ભેદ મતિજ્ઞાનના થાય છે. એમાં સ્પર્શન, રસના, ઘાણ અને શ્રોત્રથી થનારા વ્યંજનાવગ્રહના ચાર ભેદ મેળવવાથી મતિજ્ઞાનના ૨૮ ભેદ થઈ જાય છે. ઉક્ત ૨૮ ભેદ ક્ષયોપશમ અને વિષયની વિવિધતાથી બાર-બાર પ્રકારના થાય છે, યથા - 'बहुबहुविध क्षिप्रानिश्रितासंदिग्ध ध्रुवाणां सेतराणाम् '
- તત્ત્વાર્થ સૂત્ર, અ-૧, સૂત્ર-૧૬ બહુ, અલ્પ, બહુવિધ, એકવિધ, ક્ષિપ્ર, અક્ષિપ્ર, નિશ્રિત, અનિશ્રિત, અસંદિગ્ધ, સંદિગ્ધ, ધ્રુવગ્રાહી અને અધુવગ્રાહી રૂપથી પૂર્વોક્ત મતિજ્ઞાનના ૨૮ ભેદોના બાર-બાર ભેદ થાય છે. આ રીતે ૨૮X૧૨ = ૩૩૬ ભેદ કૃતનિશ્રિત મતિજ્ઞાનના થયા. આ ભેદની ગણના સ્થૂળ દૃષ્ટિથી છે. વસ્તુતઃ સ્કૂટતા અચ્છુટતા, વિષયોની વિચિત્રતા અને ક્ષયોપશમની વિવિધતાના આધારે મતિજ્ઞાનના તરતમ ભાવથી અસંખ્ય ભેદ થાય છે.
રેનો અર્થ
બહુ : બહુગ્રાહી જ્ઞાન બે કે બેથી અધિક એક જ પ્રકારની વસ્તુઓને ગ્રહણ કરે છે. બે કે બેથી અધિક વસ્તુઓને જાણનારા અવગ્રહ, ઈહા વગેરે ચારેય ક્રમભાવી મતિજ્ઞાન, બહુગ્રાહી અવગ્રહ, બહુગ્રાહી ઈહા, બહુગ્રાહી અવાય અને બહુગ્રાહી ધારણા કહેવાય છે.
અલ્પ ઃ એક વસ્તુને ગ્રહણ કરનાર મતિજ્ઞાન અલ્પગ્રાહી અવગ્રહ, અલ્પગ્રાહી ઈહા, અલ્પગ્રાહી અવાય અને અલ્પગ્રાહી ધારણા કહેવાય છે.
બહુવિધનો અર્થ અનેક પ્રકારથી અને એકવિધનો અર્થ એક પ્રકારથી છે. જેમ આકારપ્રકાર, રૂપ, રંગ વગેરે વિવિધતા રાખનાર પુસ્તકોને જાણનાર અવગ્રહ વગેરે ક્રમથી બહુવિધગ્રાહી અવગ્રહ વગેરે કહેવાય છે. આકાર-પ્રકાર, રૂપ-રંગ વગેરેમાં એક જ પ્રકારનાં પુસ્તકોને જાણનાર જ્ઞાન અલ્પવિધ અવગ્રહ વગેરે કહેવાય છે.
બહુ-અ૫નો અર્થ વસ્તુની સંખ્યાથી છે અને બહુવિધ એકવિધનો અર્થ પ્રકાર કે જાતિથી છે. આ બંનેમાં અંતર સમજવું જોઈએ. [ મતિજ્ઞાનના ભેદ છે.
જે ૧૯૧)
Page #209
--------------------------------------------------------------------------
________________
ક્ષિu ક્ષિપ્રનો અર્થ શીઘ અને અક્ષિપ્રનો અર્થ વિલંબ છે. શીધ્ર જાણનાર અવગ્રહ વગેરે ક્ષિપ્રગ્રાહી અવગ્રહ વગેરે તથા વિલંબથી જાણનાર અક્ષિપગ્રાહી અવગ્રહ વગેરે કહેવાય છે.
આ જોવા મળે છે કે ઇન્દ્રિય-વિષય વગેરે બધી બાહ્ય-સામગ્રી બરાબર થવાથી પણ માત્ર ક્ષયોપશમની પટુતાના કારણે એક વ્યક્તિ એ વિષયનું જલદી જ્ઞાન કરી લે છે અને બીજા ક્ષયોપશમની મંદતાના કારણે મોડેથી કરી શકે છે.
અનિશ્રિતનો અર્થ હેતુ-ચિન દ્વારા અસિદ્ધ અને નિશ્રિતનો અર્થ દ્વારા સિદ્ધ વસ્તુથી છે. જેમાં પૂર્વ માં અનુભૂત શીતળ-કોમળ અને સ્નિગ્ધ સ્પર્શ રૂપ હેતુથી જૂહીનાં ફૂલોને જાણનાર અવગ્રહ વગેરે ચારેય જ્ઞાન ક્રમશઃ નિશ્રિતગ્રાહી અવગ્રહ વગેરે કહેવાય છે. ઉક્ત હેતુ વગર જ એ ફૂલોને જાણનાર અનિશ્રિતગ્રાહી અવગ્રહ વગેરે કહેવાય છે.
“નિશ્રિત” અને “અનિશ્રિત' શબ્દનો ઉપર્યુક્ત અર્થ “નંદી સૂત્ર'ની ટીકાના આધારે આપ્યો છે. એના સિવાય ઉક્ત સૂત્રના ટીકારણ આચાર્ય મલયગિરિએ એક બીજો પણ અર્થ બતાવ્યો છે - “પરધર્મોથી નિશ્રિત ગ્રહણ નિશ્રિતાવગ્રહ છે અને પરધર્મોથી અનિશ્રિત ગ્રહણ અનિશ્રિતાવગ્રહ છે.”
અસંદિગ્ધનો અર્થ નિશ્રિત રૂપથી અને સંદિગ્ધનો અર્થ છે અનિશ્ચિત રૂપથી. જેમ આ ચંદનનો જ સ્પર્શ છે, ફૂલનો નહિ. આ રીતે સ્પર્શને નિશ્ચિત રૂપથી જાણનાર ઉક્ત ચારેય જ્ઞાન અસંદિગ્ધગ્રાહી અવગ્રહ વગેરે કહેવાય છે. આ ચંદનનો સ્પર્શ હશે કે ફૂલનો (કારણ કે બંને શીતળ હોય છે) આ રીતે સંદેહયુક્ત ચારેય જ્ઞાન સંદિગ્ધગ્રાહી અવગ્રહ વગેરે કહેવાય છે. - ધ્રુવનો મતલબ અવયંભાવી અને અધુવનો અર્થ છે કદાચિભાવી. એ જોવામાં આવ્યું છે કે ઇન્દ્રિય અને વિષયનો સંબંધ તથા મનોયોગ રૂપ સામગ્રી સમાન હોવા છતાંય એક વ્યક્તિ ઉક્ત વિષયને અવશ્ય જ જાણી લે છે અને બીજી એને ક્યારેક જાણી શકે છે અને ક્યારેક નહિ. સામગ્રી હોવાથી વિષયને અવશ્ય જાણનાર ઉક્ત ચારેય જ્ઞાન ધૂવગ્રાહી અવગ્રહ વગેરે કહેવાય છે. સામગ્રી હોવા છતાંય ક્ષયોપશમની મંદતાના કારણે વિષયને ક્યારેક ગ્રહણ કરનારા અને ક્યારેક ગ્રહણ ન કરનારા ઉક્ત ચારેય જ્ઞાન અધુવગ્રાહી અવગ્રહ વગેરે કહેવાય છે.
આ બાર ભેદોમાંથી બહુ-અલ્પ, બહુવિધ, એકવિધ એ ચાર ભેદ વિષયની વિવિધતા પર આધારિત છે અને શેષ આઠ ભેદ ક્ષયોપશમની વિચિત્રતા પર અવલંબિત છે.
પ્રશ્ન થઈ શકે છે કે અર્થાવગ્રહનો વિષય સામાન્ય માત્ર છે અને એ બહુ-અલ્પ વગેરે બાર ભેદ વિષયગત વિશેષોમાં જ લાગુ પડે છે, તો એ અર્થાવગ્રહ-વ્યંજનાવગ્રહમાં કેવી રીતે ઘટી શકે છે ?
સમાધાન એ છે કે અર્થાવગ્રહ બે પ્રકારના માનવામાં આવ્યા છે - વ્યાવહારિક અને નૈશ્ચયિક. બહુ-અલ્પ વગેરે જે બાર ભેદ કહેવાય છે તે પ્રાયઃ વ્યાવહારિક અર્થાવગ્રહના જ (૧૯૨)
જે જિણધમો)
Page #210
--------------------------------------------------------------------------
________________
સમજવા જોઈએ, નૈૠયિક અર્થાવગ્રહના નહિ. નૈક્ષયિક અર્થાવગ્રહમાં જાતિ-ગુણ ક્રિયા શૂન્ય સામાન્ય માત્ર પ્રતિભાસિત થાય છે, માટે એમાં બહુ-અલ્પ વગેરે વિશેષોનું ગ્રહણ સંભવ છે જ નહિ.
વ્યાવહારિક અને નૈઋચિક અથવિગ્રહ જે અર્થાવગ્રહ પહેલી જ વાર સામાન્ય માત્રાને ગ્રહણ કરે છે, એ નૈયિક અર્થાવગ્રહ છે. જે-જે વિશેષગ્રાહી અવાય જ્ઞાન પછી અન્યાન્ય વિશેષોની જિજ્ઞાસા અને અવાય થતાં રહે છે તે સામાન્ય વિશેષ અવાયજ્ઞાન વ્યાવહારિક અર્થાવગ્રહ છે. એ જ અવાયજ્ઞાનવ્યાવહારિક અર્થાવગ્રહ નથી, જેના પછી અન્ય વિશેષોની જિજ્ઞાસા ન થાય. અન્ય બધા અવાયજ્ઞાન જે પોતાના પછી નવા-નવા વિશેષોની જિજ્ઞાસા પેદા કરે છે તે વ્યાવહારિક અર્થાવગ્રહ છે.
શંકા : અર્થાવગ્રહના વિશે તો ઉપર્યુક્ત સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે, પરંતુ વ્યંજનાવગ્રહ તો એનાથી પણ પૂર્વવર્તી હોવાથી અત્યંત અવ્યક્ત રૂપ છે. એમાં બાર-બાર ભેદ કેવી રીતે (ઘટિત) થઈ શકે છે ?
સમાધાન અર્થાવગ્રહમાં તો વ્યાવહારિક અર્થાવગ્રહને લઈને ઉક્ત બાર ભેદ સ્પષ્ટતઃ ઘટાવી શકાય છે. માટે સ્થૂળ દૃષ્ટિથી એવો જવાબ આપવામાં આવ્યો છે. વાસ્તવમાં નૈૠયિક અર્થાવગ્રહ અને એના પૂર્વવર્તી વ્યંજનાવગ્રહના પણ બાર-બાર ભેદ સમજી લેવા જોઈએ. એ ભેદ કાર્યકારણની સમાનતાના સિદ્ધાંત પર આધારિત છે અર્થાત્ વ્યાવહારિક અર્થાવગ્રહનું કારણ નૈશ્ચયિક અર્થાવગ્રહ છે અને એનું કારણ વ્યંજનાવગ્રહ છે. જો વ્યાવહારિક અર્થાવગ્રહમાં સ્પષ્ટ રૂપથી બહુ-અલ્પ વગેરે વિષયગત વિશેષોનો પ્રતિભાસ થાય છે તો એના સાક્ષાત્ કારણભૂત નૈૠયિક અર્થાવગ્રહ અને વ્યવહિત કારણ વ્યંજનાવગ્રહમાં પણ ઉક્ત વિશેષોના પ્રતિભાસ માનવા જોઈએ - જો કે એ પ્રતિભાસ અસ્ફટ હોવાથી દુર્જેય છે. અસ્કુટ કે સ્કુટ, અહીં માત્ર સંભવની અપેક્ષાએ બાર-બાર ભેદ ગણવા જોઈએ. આ રીતે શ્રુત નિશ્ચિત મતિજ્ઞાનના ૩૩૬ ભેદ થઈ જાય છે.
અશ્રુત નિશ્ચિત મતિજ્ઞાનના ચાર ભેદ “નંદીસૂત્રમાં કહ્યું છે -
अस्सुयनिस्सियं चउव्विहं पण्णत्तं तंजहाउप्पत्तिया वेणइआ कम्मिया परिणामिया । बुद्धी चउविव्हा वुत्ता पंचमा नोवलब्भइ ॥
- નંદી સૂત્ર - ૨૬ અશ્રુત નિશ્રિત મતિજ્ઞાનના ચાર ભેદ છે - (૧) ઔત્પત્તિકી બુદ્ધિ (૨) વનયિકી બુદ્ધિ, (૩) કર્મના બુદ્ધિ અને (૪) પરિણામકી બુદ્ધિ - એ ચાર બુદ્ધિઓ કહેવામાં આવી છે. આ જ અશ્રુત-નિશ્ચિત મતિજ્ઞાન છે. દૂ મતિજ્ઞાનના ભેદ છે
૧૯૩)
Page #211
--------------------------------------------------------------------------
________________
(૧) ઔત્પત્તિકી બુદ્ધિ જે બુદ્ધિ દ્વારા પૂર્વમાં અશ્રુત અને અદષ્ટ પદાર્થોના વિશુદ્ધ અર્થ અને અભિપ્રાયને તત્કાળ ગ્રહણ કરી લેવામાં આવે છે, એ ઔત્પત્તિકી બુદ્ધિ છે. આ બુદ્ધિ ઉચિત પ્રસંગ પર કાર્યસિદ્ધિ કરવામાં તરત પ્રગટ થાય છે. કહ્યું છે -
पुव्वमदिट्ठमस्सुयभवेइ य तक्खण विसुद्ध गहियत्था । अव्वाहय फल जोगा बुद्धि उप्पत्तिया नाम ॥
- નંદીસૂત્ર, ગાથા-૬૯ જે બુદ્ધિ પૂર્વમાં ન જોયેલા ન સાંભળેલા અર્થને તત્પણ વિશુદ્ધ રૂપમાં જાણી લે છે, એવી-અવ્યાહત ફળવાળી (કાર્યસિદ્ધકારી) બુદ્ધિ ઔત્પત્તિની બુદ્ધિ કહેવાય છે.
નંદીસૂત્ર'માં ઔત્પત્તિની બુદ્ધિનાં અનેક ઉદાહરણ આપવામાં આવ્યાં છે.* (૨) વૈનાયિકી બુદ્ધિ ગુરુજનો વગેરેની સેવાથી પ્રાપ્ત થનારી બુદ્ધિ વિનયજ્ઞા-બુદ્ધિ છે. આ બુદ્ધિ કાર્યભાર વહન કરવામાં સમર્થ હોય છે અને ઈહલોક-પરલોકમાં ફળ આપનારી હોય છે. કહ્યું છે -
भरनित्थरण समत्था निवग्ग सुत्तत्थ गहिय पेयाला । उभओ लोग फलवई, विणय समुत्था हवइ बुद्धी ॥
- નંદીસૂત્ર, ગાથા-૭૩ કાર્યભાર વહન કરવામાં સમર્થ ત્રિવર્ગ (ધર્માર્થમોક્ષ) અને સૂત્રાર્થના રહસ્યને સમજનારી, ઉભય લોકમાં ફળ આપનારી બુદ્ધિ વૈયિકી બુદ્ધિ છે.
(૩) કર્મના બુદ્ધિ કામ કરતાં-કરતાં અભ્યાસની પટુતાથી થનારી બુદ્ધિ કર્મના બુદ્ધિ છે. કહ્યું છે -
उवओग दिट्ठसारा, कम्मपसंग परिघोलण विसाला । साहुक्कार फलवई, कम्मसमुत्था हवइ बुद्धि ॥
- નંદીસૂત્ર, ગાથા-૭૬ ઉપયોગપૂર્વક ચિંતન, મનનના સારથી યુકત, કર્મ-પ્રસંગથી અનુભવથી વિશાળ બનેલી, પ્રશંસા ફળવાળી કાર્મિકી બુદ્ધિ છે.
(૪) પરિણામિકી બુદ્ધિ : આયુની પરિપક્વતાના કારણે બહુ કાળ (વધુ સમય) સુધી સંસારના અનુભવોથી પ્રાપ્ત થનારી બુદ્ધિ પરિણામિકી છે. કહ્યું છે -
મ-સિન-મિ-છે -તિન-વાનુ-સ્થિ-ડિ-વારે | પાય-અડ્રમ- વાહિના પંઘ પિયરો ૨ || - નંદીસૂત્ર,
(૧૯૪)00000000
જિણધામો)
Page #212
--------------------------------------------------------------------------
________________
અણુમાળ-હેડ-વિાંત-માહિયા, વય વિવાન પપળામાં । हिय निस्सेयस फलवई बुद्धी परिणामिया नाम ॥
નંદીસૂત્ર, ગાથા-૭૮ અનુમાન-હેતુ અને દૃષ્ટાંતથી સાધિત, વયની પરિપક્વતાથી પ્રાપ્ત, હિત અને કલ્યાણકારી ફળવાળી બુદ્ધિ પરિણામિકી બુદ્ધિ કહેવાય છે.
ઉક્ત ચારેય પ્રકારની બુદ્ધિ રૂપ અશ્રુત નિશ્રિત મતિજ્ઞાનમાં પણ અવગ્રહ-ઈહાઅવાય-ધારણા હોય છે. ‘નંદીસૂત્ર’માં ઔત્પત્તિકી વગેરે બુદ્ધિનાં અનેક ઉદાહરણ પ્રતિપાદિત કરવામાં આવ્યાં છે. એમાંથી કુકુટના ઉદાહરણને લઈને ભાષ્યકારે ઔત્પત્તિકી બુદ્ધિમાં અવગ્રહ-ઈહા-અવાય-ધારણાને નિમ્ન પ્રકારથી સિદ્ધ કર્યા છે.
નટકુમાર ભરતની બુદ્ધિ-પરીક્ષા માટે રાજાએ આદેશ કર્યો કે - “મારા આ કૂકડાને સામે બીજા કૂકડા(મરઘા)ને રાખ્યા વગર લડાવો.” નટકુમારે મનમાં વિચાર્યું કે - ‘પ્રતિપક્ષી કૂકડો મારા સામે રાખ્યા વગર આ કૂકડો કેવી રીતે લડાવી શકાય ? તરત એના મનમાં આ સ્ફુટિત થયું - પ્રતિબિંબથી એવું કરી શકાય છે. પ્રતિબિંબ જોઈને દર્પને કારણે કૂકડો લડી શકે છે. આ રીતનો એનો વિચાર અવગ્રહ છે. બિંબ માત્રનું અવગ્રહણ હોવું અવગ્રહ છે. કયું પ્રતિબિંબ એને લડાવવા માટે ઉચિત હશે. સરોવરના જળમાં પડેલું પ્રતિબિંબ ઉચિત હશે કે દર્પણગત પ્રતિબિંબ ઉચિત હશે, આ રીતે બિંબ-વિશેષનું અન્વેષણ ઈહા છે. તરંગોના કારણે પ્રતિક્ષણ નષ્ટ થતું હોવાથી તથા અસ્પષ્ટ હોવાથી સરોવરનું પ્રતિબિંબ ઉચિત રહેવાનું નથી. સ્પષ્ટ હોવાથી તથા ચરણ વગેરેનો આઘાત કરી શકવાના કારણે દર્પણનું પ્રતિબિંબ જ ઉચિત છે, આ બિંબ વિષયક નિશ્ચય અવાય છે. આ નિશ્ચયની અવિચ્યુતિ વગેરે ધારણા છે. આમ, અશ્રુતનિશ્રિતમાં પણ અવગ્રહ-ઈહા-અવાય-ધારણા હોય છે, પરંતુ પરોપદેશ રૂપ ન હોવાથી અશ્રુતનિશ્રિત કહેવાય છે.
અન્ય વિવક્ષાથી મતિજ્ઞાનના ભેદ
કોઈ આચાર્ય મતિજ્ઞાનના ૨૮ ભેદોની પૂર્તિ બીજી રીતે કરે છે. એ પાંચ ઇન્દ્રિય અને મનના અવગ્રહ વગેરે ચાર-ચાર ભેદ માનીને ૨૪ ભેદનો તો સ્વીકાર કરે છે પરંતુ વ્યંજનાવગ્રહના ચાર ભેદોને હટાવીને અર્થાત્ એમને અર્થાવગ્રહમાં જ સમ્મિલિત માનીને ઔત્પત્તિકી વગેરે ચાર અશ્રુત નિશ્રિત મતિના ભેદોને જોડીને ૨૮ ભેદોની પૂર્તિ કરે છે. એમનું કહેવું છે કે આ ૨૮ ભેદ સંપૂર્ણ મતિજ્ઞાનના છે શ્રુતનિશ્રિતના જ નહિ.
એમનો આ મત અયુક્ત છે, કારણ કે અશ્રુત નિશ્રિત મતિજ્ઞાનમાં પણ અવગ્રહ હોય જ છે, માટે એમનો અંતર્ભાવ અવગ્રહ વગેરે સંબંધી જે ૨૮ ભેદ બતાવ્યા છે, એમાં થઈ જાય છે. માટે વ્યંજનાવગ્રહને હટાવીને બુદ્ધિ ચતુષ્ટયરૂપ અશ્રુત નિશ્રિત મતિજ્ઞાનનો પ્રક્ષેપ કરવો નિરર્થક છે.
આ રીતે શ્રુત નિશ્રિત-મતિજ્ઞાનના ૩૩૬ ભેદ અને અશ્રુત નિશ્રિત મતિજ્ઞાનના ચાર ભેદ મળીને મતિજ્ઞાનના ૩૪૦ ભેદ થઈ જાય છે.
મતિજ્ઞાનના ભેદ
૧૯૫
Page #213
--------------------------------------------------------------------------
________________
30
શ્રુતજ્ઞાનના ભેદ
પૂર્વમાં શ્રુતજ્ઞાનની પરિભાષા આપતાં બતાવી દીધું છે કે - ‘ખં મુળરૂ, તેં સુયં મળિયું’ (વિ.ભા.ગા. ૯૮) જીવ જે સાંભળે છે, એ શ્રુતજ્ઞાન છે અથવા જે સાંભળવામાં આવે છે એ શ્રુત છે.
શ્રુતાનુસારી-શબ્દોલ્લેખપૂર્વક જે જ્ઞાન થાય છે, એ શ્રુતજ્ઞાન છે. જેટલા પણ શબ્દવિજ્ઞાન, ભાષાવિજ્ઞાન કે અક્ષરજ્ઞાન છે, એ બધાં શ્રુતજ્ઞાનના અંતર્ગત આવે છે. શ્રુતજ્ઞાનના ભેદોનું
ચિંતન કરવાથી જ્ઞાત થાય છે કે જેટલા અલગ-અલગ અક્ષર છે અને જેટલા અક્ષરોના સંયોગ છે, એટલા જ શ્રુતજ્ઞાનના ભેદ જાણવા જોઈએ. જેમ કે ભાષ્યકારે કહ્યું છે - पत्तेयमक्खराइं अक्खरसंजोगा जत्तिया लोए । एवइया सुयनाणे पयडीओ होंति नायब्बा ॥ संजुत्तासंजुत्ताण ताणमेकक्खराइसंजोगा । होंति अणंता तत्थ वि एक्केकोऽणंत पज्जाओ ॥
- વિશેષા. ભાષ્ય, ગાથા-૪૪૪-૪૫
પ્રત્યેક અક્ષર અને જેટલા પણ અક્ષરોના સંયોગ લોકમાં સંભવ છે એટલા જ શ્રુતજ્ઞાનના ભેદ સમજવા જોઈએ. સંયુક્ત અને અસંયુક્ત અક્ષરોના અનંત સંયોગ થાય છે અને પ્રત્યેકના સ્વ-પરપર્યાયની અપેક્ષાથી અનંતપર્યાય થાય છે.
અકારાદિ પ્રત્યેક અક્ષર છે, એ હ્રસ્વ, દીર્ઘ અને પ્લુત, ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત, સાનુનાસિક, નિરનુનાસિકના ભેદથી અઢાર પ્રકારના છે. અર્થાત્ અકારના ત્રણ ભેદ હ્રસ્વ, દીર્ઘ અને પ્લુત. એમાંથી પ્રત્યેકના ત્રણ ભેદ - ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. ૩૪૩=૯ ભેદ થયા. આ નવના સાનુનાસિક અને નિરનુનાસિકના ભેદથી બે-બે ભેદ છે. ૯૪૨=૧૮ ભેદ અકારના થયા. આ રીતે ઇકાર વગેરેના સમજવા જોઈએ. બે કે એનાથી વધુ અક્ષરોથી બનેલા શબ્દ અક્ષર સંયોગ છે, જેમ કે ઘટ, પટ વગેરે. એવા સંયોગ અનંત થાય છે અને પ્રત્યેક સંયોગના અનંત પર્યાય થાય છે.
શંકા કરી શકાય છે કે અક્ષર સંખ્યેય છે, તો એના સંયોગ અનંત કેવી રીતે હોઈ શકે છે ? સમાધાન એ છે કે અક્ષરોના સંધ્યેય હોવા છતાંય આનો અભિધેય વિષય અનંત છે. અભિધેયના અનંત હોવાના કારણે અભિધાન પણ અનંત હોય છે.
પંચાસ્તિકાર્યના સ્કન્ધ, દેશ, પ્રદેશ, પરમાણુ વગે૨ે અન્યોન્ય વિલક્ષણ અભિધેય-વિષય અનંત હોય (થાય) છે. પુદ્દગલાસ્તિકાયને જ લઈ લો તો એના અણુથી લગાવીને ક્રમશઃ પ્રદેશવૃદ્ધિથી અનંત ભિન્ન રૂપ પ્રાપ્ત થાય છે યથા, પરમાણુ હ્રયણુક, ઋણુક, ચતુરણુક યાવત્ અનંત પ્રાદેશિક. આ ભિન્ન-ભિન્ન રૂપોને કહેનારા શબ્દ પણ ભિન્ન-ભિન્ન પ્રાપ્ત થાય છે. એટલું
૧૯૬
જિણધમ્મો
Page #214
--------------------------------------------------------------------------
________________
જ નહિ એક રૂપને કહેનારા અનેક પર્યાયવાચી શબ્દ હોય છે. જેમ કે અણુ, પરમાણુ, નિરંશ, નિર્ભેદ, નિરવયવ, નિષ્પદેશ, અપ્રદેશ વગેરે અનેક શબ્દો દ્વારા અણુનું કથન હોય છે. લયણુકના પણ અનેક પર્યાયવાચી નામ છે. યથા યણુક, ટ્રિપ્રદેશિક, દ્વિભેદ, દ્વિઅવયવ વગેરે. એમ જ સર્વદ્રવ્ય અને સર્વપર્યાયોમાં સમજી લેવું જોઈએ. આશય એ છે કે અભિધેયની અનંતતાના કારણે અભિધાન પણ અનંત જ સિદ્ધ થાય છે. તેથી આગમમાં કહ્યું છે - મviતા મા, મviતા પંઝવા”
- નંદીસૂત્ર ઘટ' વગેરે શબ્દમાં રહેલા અકારાદિ વર્ણ જે રૂપમાં એમાં સંયુક્ત છે એ જ રૂપમાં પટ શબ્દમાં નથી. જો એવું હોય તો ઘટ-પટ એક થઈ જશે, જેમ ઘટ અને એનું સ્વરૂપ. બધા અક્ષર ભિન્ન-ભિન્ન સંયોગોમાં ભિન્ન વિષયના વાચક હોય છે, માટે વિષયોની અભિધેયની અનંતતાના કારણે અભિધાન પણ અનંત હોય છે. તેથી આગમમાં અનંતગમ અને અનંત પર્યાયનું કથન કરવામાં આવ્યું છે. આ અપેક્ષાથી શ્રુતજ્ઞાનના અનંત ભેદ પ્રાપ્ત થાય છે.
જે પણ શ્રુતજ્ઞાનના અંશ અંગ પ્રવિષ્ટ વગેરે ભેદ તથા બાહ્ય-આત્યંતર વગેરે હેતુ કહેવાય છે, એ બધા અનંત છે. શ્રુતજ્ઞાનનો બાહ્ય-હેતુ પત્રલિખિત અક્ષર વગેરે છે અને આંતરિક હેતુ ક્ષયોપશમની વિચિત્રતા છે. એકેન્દ્રિયથી લઈને ચવદહ પૂર્વધારી જીવોમાં જે તરતમતા છે એ પણ અનંત છે, માટે શ્રુતજ્ઞાનના અનંત ભેદોનું પરિપૂર્ણ કથન સંભવ જ નથી, કારણ કે આયુષ્ય પરિમિત છે અને વચન ક્રમવર્તી છે, તેથી એમનું પરિપૂર્ણ કથન નથી થઈ શકતું. ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની અર્થાત્ ચતુર્દશ પૂર્વધારી સુધી શ્રુતજ્ઞાનના અનંત અભિધેયોને જાણવા છતાં પણ એમને સંપૂર્ણ રૂપથી કહી શકાતું નથી. ચતુર્દશ પૂર્વધારી પણ નિરંતર બોલવા છતાં શ્રુતજ્ઞાનના વિષયોને સંપૂર્ણ રીતે કહેવામાં સમર્થ નથી. નિરંતર બોલતાંબોલતાં આયુની સમાપ્તિ થઈ શકે છે, પરંતુ શ્રુતના અભિધેય વિષયની સમાપ્તિ નથી થઈ શકતી. શબ્દ ક્રમશઃ જ નીકળે છે, માટે તે એકસાથે પોતાના અભિધેયને નથી કહી શકતા. એવી સ્થિતિમાં આ સંભવ જ નથી કે કૃતના વિષયનું પરિપૂર્ણ કથન થઈ જાય. માટે ભાષ્યકારે કહ્યું છે - "
उक्कोस सुयन्नाणी वि जाणमाणो वि तेऽभिलप्पे वि । न तरइ सव्वे वोत्तुं, न पहुप्पइ जेण कालो से ॥
- વિશેષા. ભાષ્ય, ગા.-૪૫ર જ્યારે ચતુર્દશ પૂર્વધારી પણ શ્રુતજ્ઞાનના અનંત અભિધેયોને કહેવામાં સમર્થ નથી, તો આપણી વાત જ શું?
શ્રુતજ્ઞાનના અનંત ભેદ હોવા છતાંય પરમોપકારી શાસ્ત્રકારોએ એમનું વર્ગીકરણ કરીને સામાન્ય જિજ્ઞાસુઓની જ્ઞાનવૃદ્ધિ-હેતુ વિવિધ અપેક્ષાઓથી વિવિધ ભેદ કર્યા છે. ( શ્રુતજ્ઞાનના ભેદ
આ કે ૧૯૦)
Page #215
--------------------------------------------------------------------------
________________
અંગપ્રવિષ્ટ-શ્રુતજ્ઞાનનાં ભેદો સંક્ષેપની અપેક્ષાથી શ્રુતજ્ઞાનના બે ભેદ છે - (૧) અંગપ્રવિષ્ટ અને (૨) અંગબાહ્ય. તીર્થકર ભગવાન દ્વારા ઉપદિષ્ટ દ્વાદશ અંગ રૂ૫ શ્રતને અંગ-પ્રવિષ્ટ શ્રત કહે છે. એના બાર ભેદ આ પ્રકાર છે :
(૧) આચારાંગ (૨) સૂત્રકૃતાંગ (૩) સ્થાનાગ (૪) સમવાયાંગ (૫) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (૬) જ્ઞાતા ધર્મ કથાંગ (૭) ઉપાસક દશાંગ (2) અંતકૃશાંગ (૯) અનુત્તરૌપપાતિક દશાંગ (૧૦) પ્રશ્નવ્યાકરણ (૧૧) વિપાક (૧૨) દૃષ્ટિવાદ.
તીર્થકર દેવોના ઉપદેશ ઉપર્યુક્ત દ્વાદશાંગોમાં સંકલિત છે. તેથી વીતરાગ-વાણીને દ્વાદશાંગી' કહેવાય છે. એમાંથી દષ્ટિવાદ અંગ સ્મૃતિ-દોષથી વિચ્છિન્ન થઈ ગયું છે. આ બાર અંગોને અંગપ્રવિષ્ટ-શ્રુત કહેવામાં આવે છે.*
ઉપર્યુક્ત દ્વાદશાંગીના આધારે નિર્મિત, વિશિષ્ટ પ્રતિભા સંપન્ન આચાર્યો દ્વારા વિરચિત શ્રતને અંગબાહ્ય-શ્રુત કહેવામાં આવે છે. અંગબાહ્ય-શ્રુત અનેક પ્રકારના છે. જે અંગબાહ્યશ્રુત દ્વાદશાંગી વિપરીત નથી હોતા, એ જ પ્રમાણભૂત હોય છે.
અન્ય વિવક્ષાથી શ્રુતજ્ઞાનના ચૌદ ભેદ બતાવવામાં આવ્યા છે. જેમ કે નંદીસૂત્રમાં કહ્યું છે -
सुणाणपरोक्खं चोद्दसविहं पण्णत्तं तंजहा-अक्खर-सुयं, अणक्खरसुयं, सण्णिसुयं, असण्णिसुयं, सम्मसुयं, मिच्छासुयं, साइयं, अणाइयं, सपज्जवसियं, अपज्जवसियं, गमियं, अगमियं, अंगपविलु, अणंगपविटुं ।
નંદીસૂત્ર ગાથા-૩૮ અર્થાતુ - શ્રુતજ્ઞાન પરોક્ષ ચૌદ પ્રકારના છે. જેમ કે - (૧) અક્ષરકૃત (૨) અનરશ્રુત (૩) સંજ્ઞીશ્રુત (૪) અસંજ્ઞીશ્રુત (૫) સમ્યકશ્રુત (૬) મિથ્યાશ્રુત (૭) સાદિકૃત (૮) અનાદિબ્રુત (૯) સપર્યવસિત શ્રત (૧૦) અપર્યવસિતશ્રુત (૧૧) ગમિકશ્રુત (૧૨) અગમિકશ્રુત (૧૩) અંગ-પ્રવિષ્ટશ્રત (૧૪) અનંગ-પ્રવિષ્ટશ્રુતન
(૧) અક્ષરદ્યુત અક્ષર શબ્દ “ક્ષરસંઘને ધાતુથી બન્યો છે. “ર ક્ષતિ ન રત્નતિ, અનુપયોfપ ન પ્રવ્યવતે રૂક્ષરમ” જે અનુપયોગ દશામાં પણ ચલિત થતો નથી - એમ જ રહે છે એ અક્ષર છે. આ વ્યુત્પત્તિ અનુસાર જીવનું જ્ઞાન પરિણામ અર્થાત્ ચેતના સ્વભાવ અક્ષર છે. નૈગમાદિનય અનુસાર આ કથન સમજવું જોઈએ. ઋજુસૂત્રાદિ શુદ્ધનયની અપેક્ષાથી જ્ઞાનાક્ષર છે, અક્ષર નથી, કારણ કે શુદ્ધનય ઉપયોગના હોવાથી જ જ્ઞાન થવું માને છે. એમનું મંતવ્ય છે કે જો અનુપયોગ દશામાં પણ જ્ઞાન હોય તો ઘટ વગેરે અચેતન વસ્તુઓમાં પણ જ્ઞાન હોવું જોઈએ. બીજી વાત એ છે કે શુદ્ધનયોની દૃષ્ટિમાં બધા પર્યાય ઉત્પાદ-વ્યયવાળી હોય છે. કોઈ પર્યાય-અક્ષર નિત્ય નથી હોતો. જ્ઞાન પણ પર્યાય દૃષ્ટિથી ઉત્પાદ-વ્યય સ્વભાવવાળો હોવાથી ક્ષર છે - અક્ષર નથી. (૧૯૮ છેઆ છે. જેમાં જિણધમો)
Page #216
--------------------------------------------------------------------------
________________
શંકા : આ વ્યાખ્યા અનુસાર તો પાંચેય પ્રકારનું જ્ઞાન અક્ષર સિદ્ધ હોય છે, કારણ કે બધાં જ્ઞાન પોતાના સ્વરૂપથી અવિચળ રહે છે. જેમ કે સૂત્રમાં સામાન્ય રૂપથી આ કથન છે કે “સબગીવાdi fu vi મઘર મviતમાનો નિગ્રુધાદિયમત્તિ' બધા જીવોના અક્ષરનો અનંતમો ભાગ નિત્ય ઉદ્દઘાટિત રહે છે. અહીં “અક્ષર' શબ્દથી સામાન્ય જ્ઞાનનો જ અભિપ્રાય છે, શ્રુતજ્ઞાનનો નથી. પછી શ્રુતજ્ઞાનમાં એવી શું વિશેષતા છે જે એના જ અક્ષરદ્યુત- અનક્ષશ્રુત એ ભેદ કરવામાં આવ્યા છે ?
સમાધાન : જો કે બધાં જ્ઞાન નૈગમાદિનયની અપેક્ષા અક્ષરરૂપ છે. છતાં રૂઢિવશ અક્ષરનો અર્થ “વર્ણ'થી લેવામાં આવે છે. જેમ કે – “છતાંતિ , પંઘે નાતં પંજન' વગેરે અવિશિષ્ટ અર્થના પ્રતિપાદક શબ્દ રૂઢિથી “ગાય” અને “કમળ'માં જ રૂઢ છે. આ રીતે અક્ષર શબ્દ “વર્ણ'ના અર્થમાં જ રૂઢ છે. વર્ણ શ્રુતરૂપ છે, માટે એના જ અક્ષર-શ્રુત, અનક્ષર-શ્રુત - એવા ભેદ કરવામાં આવ્યા છે.
અક્ષરના ભેદ : અક્ષરના ત્રણ ભેદ કરવામાં આવ્યા છે - (૧) સંજ્ઞાક્ષર, (૨) વ્યંજનાક્ષર, અને (૩) લધ્યક્ષર.
(૧) સંજ્ઞાક્ષર : અક્ષરોની બનાવટ, સંસ્થાન કે આકૃતિને સંજ્ઞાક્ષર કહે છે. વિશ્વની વિભિન્ન લિપિઓના અક્ષરો આના ઉદાહરણ છે. “નંદીસૂત્રમાં કહ્યું છે - “સન્નર ૩રક્ષ સંડાાિ અક્ષરોથી આકૃતિ-લિપિ સંજ્ઞાક્ષર કહેવાય છે. ગ્રંથોમાં અઢાર પ્રકારની લિપિઓનાં નામ ઉપલબ્ધ થાય છે. જેમ કે -
हंसलिवी भूयलिवी, जक्खी तह रक्खसी य बोद्धवा । ૩ળી, નવનિ, તુરી શીરો, વિકી ય થિવિયા છે. भालविणी नडी, नागरी लाडलिवी, पारसी य बोधव्वा ।
तह अनिमित्ती य लिवी चाणक्की भूलदेवी य ॥ (૧) હંસલિપિ (૨) ભૂતલિપિ (૩) યાક્ષીલિપિ (૪) રાક્ષસીલિપિ (૫) ઉફીલિપિ (૬) યવનીલિપિ (૭) તુર્તલિપિ (૮) કીરીલિપિ (૯) દ્રાવિડીલિપિ (૧૦) સિંધીલિપિ (૧૧) માલવિનીલિપિ (૧૨) નટીલિપિ (૧૩) નાગરી લિપિ (૧૪) લાટલિપિ (૧૫) પારસીલિપિ (૧૬) અનિમિત્તલિપિ (૧૭) ચાણાકીલિપિ (૧૮) મૂલદેવીલિપિ.
આ અઢાર લિપિઓ એ કાળમાં પ્રચલિત હતી. લિપિબદ્ધ અક્ષરોને સંજ્ઞાક્ષર કહે છે.
વ્યંજનાક્ષર : ભાષ્યમાણ - બોલવામાં આવતો શબ્દ વ્યંજનાર છે. જેમ પ્રદીપ દ્વારા ઘટ વ્યક્ત કરવામાં આવે છે, એમ જ જે શબ્દ દ્વારા અર્થ વ્યક્ત થાય છે, એ વ્યંજનાક્ષર છે. ઉચ્ચાર્યમાણ અક્ષર સમૂહને વ્યંજનાક્ષર કહેવાય છે. વ્યંજનાક્ષરનો ઉપયોગ કેવળ (માત્ર) ઉચ્ચારણમાં જ થાય છે. “નંદીસૂત્રમાં કહ્યું છે -
“વંગ માં મમ્રવર વંન TIfમત્નાવો' - નંદીસૂત્ર-૩૯
[ શ્રુતજ્ઞાનના ભેદ
OTO TOOOOOOOOOO (૧૯૯]
Page #217
--------------------------------------------------------------------------
________________
લધ્યક્ષર : શબ્દ ગ્રહણ કર્યા પછી ઇન્દ્રિય અને મનના નિમિત્તથી જે શબ્દાર્થ પર્યાલોચન રૂપ જ્ઞાન ઉત્પન્ન થાય છે, એને લધ્યક્ષર કહે છે. જેમ કે “નંદીસૂત્ર'માં કહ્યું છે -
અવર નષ્ક્રિય નદ્ધિ-અવર સમુum - નંદીસૂત્ર-૩૯ અર્થાત્ અક્ષર-લબ્ધિવાળાને જે અક્ષરોની પ્રાપ્તિ થાય છે એ લબ્ધિઅક્ષર છે. જે શ્રત જ્ઞાનોપયોગ છે અને જે તદાવરણ કર્મ ક્ષયોપશમ છે - એ બંને જ લધ્યક્ષર છે.
આ ત્રણ પ્રકારના અક્ષરોમાંથી સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષર તો દ્રવ્યશ્રુત છે, લધ્યક્ષર ભાવ-શ્રત છે. આ પહેલાં બતાવવામાં આવ્યું છે કે ભાવકૃતનું નિમિત્ત કારણ હોવાથી દ્રવ્યશ્રુતને જ્ઞાન માનવામાં આવ્યું છે.
અસંજ્ઞીઓમાં લધિ-અક્ષરનો સદ્ભાવ અહીં એ તર્ક થાય છે કે વર્ણ-વિજ્ઞાન રૂપ અક્ષરનું જ્ઞાન સંજ્ઞી-જીવોમાં હોઈ શકે છે, આ તો ઠીક છે, પરંતુ જે અસંજ્ઞી છે, જેમના મન નથી એમાં શબ્દાર્થ પર્યાલોચન રૂપ લબ્ધિ-અક્ષર કેવી રીતે સંભવ છે? જ્યારે આગમમાં એકેન્દ્રિય વગેરે અસંશ-જીવોમાં પણ લબ્ધિ-અક્ષર માનવામાં આવ્યા છે. “વિત્યા મ મન્નાઇ સુર્ય મન્ના' લબ્ધિઅક્ષર વગર શ્રુતજ્ઞાન રૂપ ઉપયોગ કેવી રીતે થઈ શકે છે? અસંજ્ઞીઓમાં લબ્ધિ-અક્ષરના સદ્ભાવને સિદ્ધ કરનારો તર્ક કયો છે ? આ તર્કપૂર્ણ જિજ્ઞાસાના જવાબમાં આ સમજવું જોઈએ કે જેમ એકેન્દ્રિય વગેરે જીવોમાં જીવત્વના કોઈ ખાસ સ્પષ્ટ લક્ષણ આપણે અર્વાગુદર્શીઓને ઉપલબ્ધ થતું નથી, છતાં આહાર વગેરેની અભિલાષા રૂપ ઓધ-સંજ્ઞાના સદ્ભાવથી એ એકેન્દ્રિય વગેરેમાં જીવત્વ માનવામાં આવે છે, એમ જ અસંશીઓમાં લધ્યક્ષર રૂપ અજ્ઞાન પણ માનવું જોઈએ. જો કે અક્ષરને પરોપદેશ જ માનવામાં આવે છે, પરંતુ એ સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષર માટે જ સમજવા જોઈએ. ક્ષયોપશમ નિમિત્ત લધ્યક્ષરના અસંજ્ઞીઓમાં પણ જોવા મળવું વિરુદ્ધ નથી.
અનેક સંજ્ઞીજીવોને પણ પરોપદેશના અભાવમાં અક્ષરજ્ઞાન નથી થતું. અનેક મુગ્ધ ભોળા લોકોને અક્ષરોનું - ભાષાનું જ્ઞાન નથી હોતું, છતાં એમાં લબ્ધિ-અક્ષર માનવામાં આવે છે. કારણ કે એમના સામે વર્ણનું ઉચ્ચારણ કરવાથી તે સામે જોવા લાગે છે વગેરે ચિહ્ન એમાં જોવા મળે છે. ગોવાળ લોકો પોતાની ગાયોના શબલા-બહુલા વગેરે નામ રાખી લે છે. જ્યારે ગોવાળ આ નામોથી એ ગાયોને સંબોધન કરે છે, તો એ ગાયો પોતાનું નામ સાંભળીને તદનુસાર પ્રવૃત્તિ-નિવૃત્તિ કરતી જોવા મળે છે. આ ગાયોમાં કોઈ પ્રકારના પરોપદેશ સંભવ નથી, છતાં એમાં લબ્ધિ-અક્ષર માનવામાં આવે છે. આ રીતે અસંજ્ઞીજીવોમાં પણ લબ્ધિ-અક્ષરનો સદ્ભાવ સમજવો જોઈએ.
અક્ષરના પચયિોનું પ્રમાણ પ્રત્યેક અકારાદિ અક્ષર સ્વ-પરપર્યાયના ભેદથી સર્વદ્રવ્ય-પર્યાય રાશિ પ્રમાણે છે અર્થાત્ સકળ લોકમાં જે પરમાણુ યણુકાદિ છે, એક આકાશ પ્રદેશ વગેરે દ્રવ્ય છે, જે બધા (૨૦૦)
2000). જિણધમો)
Page #218
--------------------------------------------------------------------------
________________
વર્ણ છે, જે અભિધેય પદાર્થ છે. આ બધાની પિંડિત એકત્રિત જેટલી પર્યાયો છે, એટલી એક અક્ષરની પર્યાય જાણવી જોઈએ. એમાં પ્રત્યેક અક્ષરની સ્વપર્યાય અનંત છે, છતાં પણ પર્યાયની અપેક્ષા સ્તોક (ઓછા) છે. પ્રત્યેક અક્ષરની પરપર્યાયો સ્વપર્યાયોથી અનંતાનંતગુણી છે. જો આપણે અસત્ કલ્પનાનો સહારો લઈએ અને સર્વ દ્રવ્ય-પર્યાય રાશિને લાખ માની લઈએ તો પદાર્થ (અકારાદિ) હજાર પ્રાપ્ત થાય છે. એમાંથી એક-એક અક્ષરની અસ્તિત્વથી સંબદ્ધ સ્વપર્યાયો સો પ્રાપ્ત થાય છે. બાકી બધા નાસ્તિત્વથી સંબદ્ધ પરપર્યાયો છે.
અક્ષરની સ્વ-પરપર્યાય : અક્ષરમાં જે પર્યાયો અસ્તિત્વરૂપથી સંબદ્ધ છે, તે એની સ્વપર્યાય કહેવાય છે. જેમ કે અક્ષરની હ્રસ્વ, દીર્ઘ, કુત, ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત્ સાનુનાસિક, નિરનુનાસિક વગેરે સ્થૂળ રૂપથી સ્વપર્યાયો છે. અક્ષરથી અતિરિક્ત (વધારે) ઘટ વગેરે પદાર્થની જે પર્યાયો અક્ષરમાં નાસ્તિત્વ રૂપથી સંબદ્ધ છે, તે એ અક્ષરની પરપર્યાયો માનવામાં આવે છે. પદાર્થમાં જેમ સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ અસ્તિત્વ ધર્મ જોવા મળે છે, એમ જ પરદ્રવ્ય-ક્ષેત્રફળ ભાવનું નાસ્તિત્વ પણ જોવા મળે છે. જો એવું ન માનવામાં આવે તો એક જ પદાર્થના વિશ્વરૂપ બનવાનો પ્રસંગ પ્રાપ્ત થશે. તેથી પદાર્થમાં સ્વરૂપ-સત્તા સાથે પરપદાર્થની અસત્તા પણ રહેલી છે. જેમ સ્વરૂપ-સત્તા (અસ્તિત્વ) એનો પર્યાય છે, એમ જ પરપદાર્થનું નાસ્તિત્વરૂપ પર્યાય પણ એના પર્યાયો છે. એ પરપર્યાયો વસ્તુથી ભિન્ન હોવા છતાંય એના કહેવાય છે. એકદેશીય ઉદાહરણથી ધન દેવદત્તથી ભિન્ન હોવા છતાંય દેવદત્તના માટે ઉપયોગી હોવાથી દેવદત્તનું માનવામાં આવે છે. જે વસ્તુ જેના માટે ઉપયોગી હોય છે, એ ભિન્ન હોવા છતાંય એનું માનવામાં આવે છે. જેમ કે જ્ઞાન-દર્શન-ચારિત્ર પર્યાય યતિથી કથંચિત્ ભિન્ન હોવા છતાંય એના માટે ઉપયોગી હોવાથી એની પર્યાય માનવામાં આવે છે. આ રીતે બધા દ્રવ્યપર્યાય એક અક્ષરના જ્ઞાનમાં હેય-શેય-ઉપાદેય રૂપથી ઉપયોગી હોવાથી એક અક્ષરના પર્યાયો કહેવાય છે. આ જ અપેક્ષાને લઈને આગમમાં કહેવાયું છે કે -
'जे एगं जाणइ, से सव्वं जाणइ, जे सव्वं जाणइ से एगं जाणई' જે આત્મા એક અક્ષરને એની બધી સ્વ-પરપર્યાયોને જાણી લે છે એ બધાને જાણી લે છે, કારણ કે બધાને જાણ્યા વિના એક વસ્તુનું સંપૂર્ણ જ્ઞાન થઈ જ શકતું નથી. જે વ્યક્તિ બધાને બધી દ્રવ્ય-પર્યાયોથી જાણી લે છે, એ જ એક વસ્તુને એના સમગ્ર રૂપમાં જાણી શકે છે. આ રીતે એક અક્ષરના સ્વ-પરપર્યાયો ક્રમશઃ અનંત અને અનંતાનંત કહેવાય છે. અક્ષર દ્વારા અભિલાષ્ય વસ્તુનું કથન થાય છે. માટે બધા અભિલાપ્ય પ્રજ્ઞાપનીય ભાવ એ અક્ષરના સ્વ-પર્યાય છે અને અનભિલાપ્ય ભાવ પરપર્યાય છે. પ્રજ્ઞાપનીય ભાવ સ્ટોક (અલ્પ) છે અને અપ્રજ્ઞાપનીય ભાવ પરપર્યાય હોવાથી સ્વપર્યાયથી અનંત ગુણ છે.
આ અક્ષરગ્રુત કેવળીઓને છોડીને બાકી બધા જીવોમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ રૂપથી ત્રણ પ્રકારના માનવામાં આવ્યા છે. [ શ્રુતજ્ઞાનના ભેદ જ નજીક છે, જે જન ૨૦૧)
Page #219
--------------------------------------------------------------------------
________________
આગમમાં જે “બધા જીવોના અક્ષરનો અનંતમો ભાગ નિત્ય ઉદ્ઘાટિત રહે છે' એવું કહેવાય છે, એ જઘન્ય શ્રત છે. આ પૃથ્વીકાય વગેરે એકેન્દ્રિય જીવોમાં હોય છે. તીન્દ્રિય વગેરે જીવોમાં આ શ્રુત-અક્ષર ક્રમશઃ વૃદ્ધિ કરતો સંપૂર્ણ શ્રુતજ્ઞાનીમાં ઉત્કૃષ્ટતાને પ્રાપ્ત કરે છે. એકેન્દ્રિયથી લઈને સંપૂર્ણ શ્રુતજ્ઞાનીના વચ્ચે જે જીવ વર્તમાન છે, એમના શ્રુતજ્ઞાનમાં પ્રાયઃ ષટું સ્થાન પતિત તરતમતા જોવા મળે છે. આ મધ્યમ અક્ષરગ્રુત કહેવામાં આવે છે.
અનક્ષરગ્રુત ઃ જે શબ્દ અભિપ્રાયપૂર્વક વર્ણનાત્મક નથી હોતો, પરંતુ ધ્વનિરૂપ હોય છે, એને અનક્ષરગ્રુત કહે છે. છીંકવું, ખાંસવું, ઉચ્છવાસ-નિશ્વાસ લેવો, ચુસકી લેવી, ફુત્કાર-ચિત્કાર વગેરે ધ્વનિઓથી પરાભિપ્રાય જાણવું અનક્ષરદ્યુત છે. છતા માથું હલાવવું, હાથ વગેરે દ્વારા ચેષ્ટાઓ કરવી વગેરે પણ પરના અભિપ્રાયને વ્યક્ત કરે છે, છતાં તે મૃત નથી કહી શકાતા. લોકરૂઢિથી જે ધ્વનિ રૂપ ચેષ્ટાઓ છે એના જ શ્રુત શબ્દ રૂઢ છે. માટે કર ચાલન, શિરોધનન વગેરે ચેષ્ટાઓ દશ્ય છે, શ્રાવ્ય નથી. જે શ્રાવ્ય છે, એ જ ચેષ્ટાઓ મૃતરૂપથી રૂઢ સમજવી જોઈએ. - સંજ્ઞીશ્રુત જે પંચેન્દ્રિય જીવોનું મન છે, એ સંશી કહેવાય છે. એમના શ્રતને સંજ્ઞીશ્રુત કહે છે. સંજ્ઞા ત્રણ પ્રકારની કહેવામાં આવી છે - (૧) દીર્ઘકાલિકી (૨) હેતુવાદોપદેશિકી દૃષ્ટિવાદોપદેશિકી.
દીર્ઘકાલિકી સંજ્ઞા : ભૂતકાળનું સ્મરણ, અનાગતકાળનું ચિંતન અને વર્તમાન કાળની પ્રવૃત્તિ-નિવૃત્તિ રૂપ વ્યાપાર જે સંજ્ઞા દ્વારા થાય છે, એ દીર્ઘકાલિકી સંજ્ઞા કહેવાય છે. અમુક કામ કરી લીધું, અમુક કરી રહ્યો છું, અમુક કામ આ પ્રકારથી કરીશ, આ પ્રકારનો વિચાર જે સંજ્ઞા દ્વારા થાય છે એ દીર્ઘકાલિકી સંજ્ઞા છે. આ સંજ્ઞા દેવ, નારક, ગર્ભજતિર્યંચમનુષ્યોમાં થાય છે.
હેતુવાદોપદેશિકીઃ દેહનિર્વાહ-હેતુ ઈષ્ટમાં પ્રવૃત્તિ અને અનિષ્ટથી નિવૃત્તિ માટે ઉપયોગી પ્રાયઃ વર્તમાનકાલિક વિચાર જ જે સંજ્ઞા દ્વારા થાય છે, એ હેતુવાદોપદેશિકી સંજ્ઞા છે. આ કીન્દ્રિય વગેરેમાં પણ જોવા મળે છે. એની અપેક્ષાથી માત્ર એકેન્દ્રિય જીવ જ અસંશી છે.
દષ્ટિવાદોપદેશિકી : અહીં દૃષ્ટિથી તાત્પર્ય સમ્યગુદર્શનથી છે. લાયોપથમિક વગેરે સમ્યકત્વ રૂપ વિશિષ્ટ સંજ્ઞા જેમને થાય છે એ જ આ દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાની અપેક્ષાથી સંજ્ઞી છે. આ દૃષ્ટિની અપેક્ષાથી મિથ્યાષ્ટિ અસંજ્ઞી છે. એકેન્દ્રિય વગેરે સંજ્ઞી કેમ નથી?
જેમની સંજ્ઞા થાય છે એ જીવ-સંજ્ઞી કહેવાય છે. સંજ્ઞા તો બધા જીવોમાં જોવા મળે છે તો બધા જીવ-સંજ્ઞી ભાવને પ્રાપ્ત થાય છે. આ પરિભાષા અનુસાર તો કોઈ જીવ અસંજ્ઞી રહી જતો નથી કારણ કે પ્રજ્ઞાપના વગેરે આગમોમાં બધા જીવોના દસ પ્રકારની સંજ્ઞાઓ બતાવવામાં આવી છે. જેમ કે કહ્યું છે - (૨૦૨)))))))))) )જિણધમો
Page #220
--------------------------------------------------------------------------
________________
एगिंदियाणं भंते ! कइविहा सण्णा पण्णत्ता ? गोयमा ! दसविहा-तंजहाआहार सण्णा, भय सण्णा, मेहुणसण्णा परिग्गह-सण्णा, कोह सण्णा, माण सण्णा, मायासण्णा, लोहसण्णा, ओहसण्णा, लोग सण्णा ।
- પન્નાવણા ૮મો સંજ્ઞાપદ જ્યારે બધા જીવોમાં આ દસ સંજ્ઞાઓ જોવા મળે છે, તો સંજ્ઞી-અસંશનો વિભાગ કેવી રીતે સંગત થઈ શકે છે ?
ઉપર્યુક્ત પ્રશ્નનું સમાધાન એ છે કે યદ્યપિ એકેન્દ્રિય વગેરે જીવોમાં ઉક્ત દસ પ્રકારની સંજ્ઞાઓ જોવા મળે છે, પરંતુ એ બહુ જ અલ્પ માત્રામાં હોય છે તથા મોહાદિજન્ય હોવાથી વિશિષ્ટ પણ નથી હોતી - શોભા રૂપ નથી હોતી, માટે સંજ્ઞાના રૂપમાં એમને અહીં નથી ગણવામાં આવતું. જેમ કોઈ વ્યક્તિની પાસે બે-ચાર-દસ પૈસા હોય, તો એ એટલા માત્રથી ધનવાન નથી કહી શકાતા. એમ જ એ સંજ્ઞાઓ ઓઘરૂપ હોવાથી અતિ સ્વલ્પ માત્રામાં હોય છે, તેથી એના હોવા છતાંય એ સંજ્ઞા નથી માનવામાં આવતી. જેમ કોઈ કુરૂપ વ્યક્તિ આકૃતિમાત્રના કારણે રૂપવાન નથી કહી શકાતી એમ જ એ સંજ્ઞાઓ શોભન નથી હોતી, કારણ કે ગાઢ મોહાદિજન્ય હોય છે, માટે આ સંજ્ઞાઓની ગણના સંશી-અસંશી વિભાગમાં નથી કરવામાં આવી. આ વિભાગના માટે એ સંજ્ઞાની ગણના કરવામાં આવી છે જે મહતી છે, વિશિષ્ટ છે, શોભન છે એ સંજ્ઞા છે – મનોજ્ઞાન રૂપ-સંજ્ઞા છે. આ મનોજ્ઞાન રૂપ-સંજ્ઞા જે જીવોમાં જોવા મળે છે એ જીવ-સંજ્ઞી કહેવાય છે. જે જીવોમાં આ મનોજ્ઞાન-રૂપ વિશિષ્ટ સંજ્ઞા નથી હોતી, એ અસંજ્ઞી માનવામાં આવે છે. માટે એકેન્દ્રિય વગેરે જીવને સંજ્ઞી નથી કહેવાતો. જે દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા મનોજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી મનોલબ્ધિ સંપન્ન થઈને મનોયોગ્ય અનંત સ્કંધોનું ગ્રહણ કરી એમને મન-રૂપમાં પરિણત કરી ચિંતન કરે છે, એ જ સંજ્ઞી-જીવ માનવામાં આવે છે. એવા સંશી-જીવ ગર્ભજ, તિર્યચ, મનુષ્ય, દેવ અને નારક થાય છે.
જે રીતે વિશુદ્ધ ચક્ષુવાળી વ્યક્તિ પ્રકાશના સહયોગથી વસ્તુના રૂપને સાફ-સાફ જુએ છે, એ જ રીતે મનોલબ્ધિ સંપન્ન સંજ્ઞ-જીવ મન અને પાંચેય ઇન્દ્રિયોના વિષયોને સાફસાફ ગ્રહણ કરે છે, એને ત્રિકાળ વિષયક છ પ્રકારના ઉપયોગ હોય છે.
જેમ મંદ જ્યોતિ આંખવાળી વ્યક્તિ મંદ-મંદ પ્રકાશમાં અસ્પષ્ટ રૂપમાં જુએ છે. એ જ રીતે સંપૂર્ઝન પંચેન્દ્રિય સ્વલ્પ-મનોવિજ્ઞાનના ક્ષયોપશમથી અતિ અસ્પષ્ટ રૂપમાં શબ્દ વગેરે વિષયોને ગ્રહણ કરે છે.
જેમ મૂચ્છિત વ્યક્તિને અત્યંત અવ્યક્ત જ્ઞાન હોય છે, એમ જ નિવિડ જ્ઞાનાવરણના ઉદયથી એકેન્દ્રિયોને અત્યંત અવ્યકત જ્ઞાન હોય છે. એકેન્દ્રિયોની અપેક્ષા અધિક વિકસિત જ્ઞાન કીન્દ્રિયોને અને એનાથી શુદ્ધતરજ્ઞાન ત્રીન્દ્રિય વગેરે યાવતુ સંપૂર્ઝન પંચેન્દ્રિય જીવોને હોય છે. એનાથી સ્પષ્ટતમ્ જ્ઞાન સંજ્ઞી-જીવોને હોય છે. શ્રુતજ્ઞાનના ભેદ છે
૨૦૩)
Page #221
--------------------------------------------------------------------------
________________
પ્રશ્ન થઈ શકે છે કે સમાન ચૈતન્યના હોવાથી પણ જીવોમાં આ ઉપલબ્ધિ વિષયક નાનાત્વ કેમ જોવા મળે છે ? સમાધાન એ છે કે ક્ષયોપશમની વિચિત્રતાના કારણે આ ઉપલબ્ધિ વિષયક નાનાત્વ જોવા મળે છે. જેમ કે છેદક ગુણના હોવાથી પણ ચક્રરત્ન ખગ્ન, દાત્રી અને ચાકુ વગેરેમાં સામર્થ્યની ઉત્તરોત્તર ક્ષીણતા જોવા મળે છે, એ જ રીતે ચૈતન્યગુણ સમાન હોવાથી પણ સંજ્ઞી-જીવોમાં જે પટુતા જોવા મળે છે એ સમૂછનજ પંચેન્દ્રિય-વિકલેન્દ્રિય અને એકેન્દ્રિય જીવોમાં નથી જોવા મળતી, કારણ કે એમાં તથાવિધ ક્ષયોપશમની વિકલતા છે.
દીર્ઘકાલિક સંજ્ઞાની અપેક્ષા જેના ઈહા-સદર્થને વિચારવાની બુદ્ધિ, અપોહ-નિશ્ચયાત્મક વિચારણા, માણા-અન્વય, ધર્મ-અન્વેષણ, ગવેષણા-વ્યક્તિરેક સ્વરૂપ વિચાર, ચિંતા આ કાર્ય કેવી રીતે થયું, વર્તમાનમાં કેવી રીતે થઈ રહ્યું છે અને ભવિષ્યમાં કેવી રીતે થશે? આ રીતે વસ્તુ-સ્વરૂપને સમજવાની શક્તિ છે, એમને સંજ્ઞી કહીશું. એવા જીવ ગર્ભજતિર્યંચ-મનુષ્ય તથા ઔપપાતિક-દેવ તથા નારક જે મન:પર્યાપ્તિથી સંપન્ન છે, એ સંશી કહેવાશે. શેષ સંમૂચ્છિમ પંચેન્દ્રિય, ચતુરિન્દ્રિય, ત્રીન્દ્રિય, હીન્દ્રિય, એકેન્દ્રિય અસંજ્ઞી છે.
હેતુવાદોપદેશિકી સંજ્ઞા અનુસાર હીન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધી જે જીવ-સંજ્ઞી છે, માત્ર પાંચ સ્થાવર રૂપ એકેન્દ્રિય જીવ જ અસંજ્ઞી છે.
દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા અનુસાર ક્ષયોપશમ વગેરે સમ્યકત્વવાળા જીવ-સંજ્ઞી છે. મિથ્યાદૃષ્ટિ-અસંશી છે.
ઉક્ત દૃષ્ટિવાદોપદેશિકી-સંજ્ઞામાં ક્ષાયોપથમિક વગેરે સમ્યકત્વવાળાઓને જ સંજ્ઞી કહ્યા છે, પરંતુ ક્ષાયિક-સમ્યકત્વવાળા કેવળીઓને નહિ. કારણ કે કેવળીઓમાં મોહજન્યસંજ્ઞા નથી હોતી. એ પરિપૂર્ણ ક્ષાયિક જ્ઞાનવાળા હોય છે. અતીતનું સ્મરણ અને અનાગતની ચિંતા કરવી સંજ્ઞા છે. કેવળીઓમાં સ્મરણ અને ચિંતન નથી હોતું, કારણ કે એમના જ્ઞાનમાં બધા પદાર્થ હંમેશાં પ્રતિબિંબિત થતા રહે છે, તેથી કેવળીઓમાં આ પ્રકારની સંજ્ઞાઓનો સદ્ભાવ માનવામાં નથી આવતો. તેથી કેવળી સંજ્ઞાતીત હોય છે.
શંકા કરી શકાય છે કે મિથ્યાષ્ટિમાં પણ ઐહિક હિતાહિતના વિવેકની સંજ્ઞા જોવા મળે છે, તો એને અસંજ્ઞી કેવી રીતે માની શકાય છે? સમાધાન એ છે કે મિથ્યાષ્ટિને પારલૌકિક હિતાહિતનો સમ્યક-બોધ નથી હોતો. આ અબોધની અપેક્ષાથી મિથ્યાષ્ટિ અસંજ્ઞી કહેવામાં આવ્યા છે. આ જ કારણ છે કે એના જ્ઞાનને પણ અજ્ઞાન કહેવાય છે, જેમ કે અલૌકિક ભાષામાં દુર્વચનને અવચન તથા કુત્સિત શીલને અશીલ કહેવામાં આવે છે.
જો કે શુદ્ધિ-ક્રમની અપેક્ષાથી પહેલા હેતુવાદ-સંજ્ઞા, ફરી કાલિક-સંજ્ઞા અને પછી દૃષ્ટિવાદ-સંજ્ઞાનું કથન હોવું જોઈએ. છતાં આગમમાં સર્વત્ર સંજ્ઞા-અસંજ્ઞીના, વિભાગ કાલિક -સંજ્ઞા અનુસાર હોય છે. તેથી એને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે.
(૨૦૪) 200000000000000 ( જિણામો )
Page #222
--------------------------------------------------------------------------
________________
શ્રુતજ્ઞાનના અસંજ્ઞી વગેરે અન્ય ભેદ
અસંજ્ઞીશ્રુત : અસંશી-જીવોના શ્રુતને અસંજ્ઞીશ્રુત કહેવામાં આવે છે.
સભ્યશ્રુત : સમ્યગ્દષ્ટિ જીવોના શ્રુતને સભ્યશ્રુત કહેવાય છે. આચારાંગ વગેરે અંગપ્રવિષ્ટશ્રુત અને આવશ્યક વગેરે અનંગપ્રવિષ્ટ-શ્રુત, એ બંને જ સ્વભાવથી સમ્યક્શ્રુત છે. લૌકિક ગ્રંથ સ્વભાવથી મિથ્યાશ્રુત છે, પરંતુ જ્યારે સ્વામિત્વની અપેક્ષાથી વિચાર કરવામાં આવે છે ત્યારે લૌકિકલોકોત્તરશ્રુતમાં ભજવું-વિકલ્પવું આવી જાય છે. સમ્યગ્દષ્ટિ દ્વારા પરિગૃહીત લૌકિક ગ્રંથ પણ સભ્યશ્રુત બની જાય છે, અને મિથ્યાર્દષ્ટિ દ્વારા ગૃહીત આચારાંગ વગેરે પણ મિથ્યાશ્રુત થઈ જાય છે. સમ્યગ્દષ્ટિ જીવ મિથ્યા-શ્રુતને પણ પોતાના અનુકૂળ બનાવીને સારભૂત તત્ત્વ ગ્રહણ કરે છે, માટે એના માટે સમ્યક્-શ્રુત બની જાય છે, જ્યારે મિથ્યાર્દષ્ટિ પોતાની વિપરીત યોજનાને કારણે સભ્યને પણ મિથ્યા બનાવી લે છે.
ચૌદ પૂર્વથી લઈને દસ પૂર્વ સુધીનો શ્રુત-સમ્યક્ જ હોય છે. અર્થાત્ આટલું શ્રુત હોવાથી સમ્યગ્દષ્ટિ જે હોય છે - મિથ્યાત્વી જીવને આટલું શ્રુત નથી હોતું. શેષશ્રુતના વિશે ભજવું (વિકલ્પ) સમજવું જોઈએ. થોડાં ઓછાં દસ વર્ષ પૂર્વશ્રુતથી લઈને સામાયિક પર્યંત શ્રુતવાળા સભ્યષ્ટિ પણ હોઈ શકે છે અને કોઈ મિથ્યાત્વના ઉદયથી મિથ્યા દૃષ્ટિ પણ થઈ જાય છે. તેથી આ શ્રુત જો સમ્યક્ત્વ સહિત છે, તો એ સભ્યશ્રુત છે અને જો મિથ્યાત્વનો ઉદય છે, તો એ મિથ્યા-શ્રુત થઈ જાય છે. મિથ્યાત્વના ઉદયમાં મતિજ્ઞાનમતિઅજ્ઞાન બની જાય છે અને અવધિજ્ઞાન વિભંગ જ્ઞાન બની જાય છે. મનઃપર્યય અને કેવળજ્ઞાન વિપર્યય રૂપ નથી હોતા.
મિથ્યા-શ્રુત : મિથ્યાર્દષ્ટિ જીવોના શ્રુતને મિથ્યા-શ્રુત કહે છે. સાદિ-શ્રુત : જેના આદિ-પ્રારંભ હોય, એ સાદિ-શ્રુત છે. અનાદિ-શ્રુત : જેના આદિ ન હોય, એ અનાદિ-શ્રુત છે. સપર્યવસિત-શ્રુત : જેનો અંત હોય, એ સપર્યસિત-શ્રુત છે.
અપર્યવસિત-શ્રુત : જેનો અંત ન હોય, એ અપર્યવસિત શ્રુત છે. પર્યાયાર્થિક નયની અપેક્ષા શ્રુતજ્ઞાન સાદિ, સપર્યવસિત છે અને દ્રવ્યાર્થિક-નયની અપેક્ષા અનાદિ અપર્યવસિત છે. દ્રવ્યાર્થિક-નયની દૃષ્ટિએ સત્નો ક્યારેય નાશ થતો નથી અને અસત્ની ક્યારેય ઉત્પત્તિ થતી નથી, માટે એની દૃષ્ટિમાં શ્રુત અનાદિ અને અપર્યવસિત છે. પર્યાયાર્થિક-નયની અપેક્ષાથી શ્રુતાપયોગમાં નવા-નવા દ્રવ્ય આવે છે અને જાય છે, માટે શ્રુતોપયોગ સાદિ-સપર્યવસિત છે. પ્રાપ્ત શ્રુતનો પ્રતિપાત પણ હોય (થાય) છે, માટે એ સાદિ-સપર્યવસિત છે. મિથ્યાત્વનો ઉદય થઈ જવાથી, ભવાંતરમાં ગમનથી, કેવળજ્ઞાનની પ્રાપ્તિથી, ગ્લાન અવસ્થાના કારણે તથા પ્રમાદ વગેરેના કારણે શ્રુતનું પ્રતિપાત થઈ જાય છે, તેથી શ્રુત સાદિ સપર્યવસિત છે. શ્રુતના આધારભૂત દ્રવ્ય-ઉત્પાદ વ્યયસ્વભાવવાળા છે એનાથી અભિન્ન હોવાના કારણે શ્રુત શ્રુતજ્ઞાનના ભેદ
૨૦૫
Page #223
--------------------------------------------------------------------------
________________
પણ ઉત્પાદ-વ્યય સ્વભાવવાળા છે. દ્રવ્યાર્થિક દૃષ્ટિથી શ્રુત-જીવથી અભિન્ન છે. જીવનો ઉત્પાત કે નાશ નથી થતો, ત્યારે શ્રુતનો પણ ઉત્પાદ નાશ થતો નથી, માટે એ અનાદિ અપર્યવસિત છે.
દ્રવ્ય વગેરેની અપેક્ષાએ શ્રુતજ્ઞાનના ચાર ભેદ
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ શ્રુતજ્ઞાન ચાર-ચાર પ્રકારના છે. એ આ રીતે સમજવું જોઈએ :
દ્રવ્યાપેક્ષા : એક જીવની અપેક્ષા શ્રુતજ્ઞાન સાદિ-સપર્યવસિત છે. જ્યારે જીવને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે તો એના સાથે શ્રુત અજ્ઞાન પણ જ્ઞાનના રૂપમાં રૂપાંતરિત થઈ જાય છે. આ રીતે શ્રુતજ્ઞાન સાદિ થયો. જ્યારે જીવ સમ્યક્ત્વનો ત્યાગ કરે છે અથવા કેવળજ્ઞાની હોય છે ત્યારે શ્રુતજ્ઞાન વિલીન થઈ જાય છે. આ રીતે એક જીવની અપેક્ષા શ્રુતજ્ઞાન સાદિ-સપર્યવસિત છે. (સાન્ત)
સમસ્ત જીવોની અપેક્ષા શ્રુતજ્ઞાન અનાદિ અનંત છે, કારણ કે એ ધારાપ્રવાહ રૂપથી હંમેશાં હતી અને હંમેશાં રહેશે. સંસારમાં સૌથી પહેલાં શ્રુતજ્ઞાન કોને થયું અથવા કોના મુક્ત થવાથી કે અન્ય કારણોથી એનો અંત થયો, આ કહેવું અસંભવ છે. માટે સમસ્ત જીવોની અપેક્ષાથી શ્રુતજ્ઞાન અનાદિ અપર્યવસિત છે.
ક્ષેત્રોપેક્ષા : ક્ષેત્રની અપેક્ષાએ શ્રુતજ્ઞાન સાદિ-સાન્ત પણ છે અને અનાદિ-અનંત પણ છે. ભરત અને ઐરાવત ક્ષેત્રમાં તીર્થંકરો દ્વારા જ્યારે તીર્થની સ્થાપના થાય છે, ત્યારે દ્વાદશાંગી શ્રુતજ્ઞાનની આદિ અને જ્યારે તીર્થનો વિચ્છેદ થાય છે ત્યારે શ્રુતજ્ઞાનની પણ વિલુપ્તિ થઈ જાય છે. આ રીતે શ્રુતજ્ઞાન સાદિ-સાન્ત થયું. મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થનો ક્યારેય વિચ્છેદ થતો નથી. માટે એ ક્ષેત્રની અપેક્ષા શ્રુતજ્ઞાન અનાદિ-અનંત છે.
કાલાપેક્ષા : કાળની અપેક્ષાએ શ્રુતજ્ઞાન સાદિ-સાન્ત અને અનાદિ-અનંત છે. અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળની અપેક્ષાએ શ્રુતજ્ઞાન સાદિ સાન્ત છે. કારણ કે ત્રીજા આરાના અંતમાં ચોથા, પાંચમાં આરામાં એ રહે છે અને છઠ્ઠા આરામાં વિલુપ્ત થઈ જાય છે. પરંતુ જે ઉત્સર્પિણી, નો અવસર્પિણી કાળની અપેક્ષાએ શ્રુતજ્ઞાન અનાદિ-અનંત છે.
ભાવાપેક્ષા : અહીં ‘શ્રુત’ શબ્દથી સમ્યક્-શ્રુત અને મિથ્યાશ્રુત બંનેનું ગ્રહણ સમજાઈ જાય છે. ભાવની અપેક્ષાએ શ્રુતજ્ઞાન સાદિ-સાન્ત અને અનાદિ-અનંત છે. ભવ્ય જીવોના સમ્યક્ ભાવોની અપેક્ષાએ શ્રુતજ્ઞાન સાદિ-સાન્ત છે અને અભવ્ય જીવોના ભાવોની અપેક્ષાએ મિથ્યારૂપ શ્રુતજ્ઞાન અનાદિ-અનંત છે.
ગમિક-શ્રુત : ‘ગમ’નો અર્થ છે ભંગક અથવા ગણિત વગેરે વિશેષ. જે શ્રુતમાં ભંગોની તથા ગણિત વગેરે વિશેષોની બહુલતા હોય એ શ્રુતગમિક-શ્રુત કહેવાય છે. ‘ગમ’ શબ્દનો
૨૦૬
જિણઘો
Page #224
--------------------------------------------------------------------------
________________
બીજો અર્થ છે “સદેશ પાઠ.” જે શ્રતમાં આદિ-મધ્ય-અવસાનમાં થોડું થોડું અંતર હોવા સાથે અધિકતમ સદેશ-પાઠ આવે છે, એ શ્રુત-ગમિક-શ્રુત છે. એવો શ્રુત દૃષ્ટિવાદ છે.
અગમિક-ભૂત ઃ જે શ્રુતમાં ગાથા, શ્લોક, વેષ્ટક વગેરે અસમાન પાઠ આવે છે એ અગમિક-શ્રુત છે. પ્રાયઃ કાલિક-શ્રુત-અગમિક-શ્રત છે.
અંગપ્રવિષ્ટ-હ્યુત : તીર્થકર ભાષિત તથા ગણધરો દ્વારા રચિત કૃત અંગ-પ્રવિષ્ટ શ્રત છે. તીર્થકર વસ્તુનો ભાવ પ્રતિપાદન કરે છે અને ગણધર એને સૂત્ર રૂપમાં ગુંફિત કરે છે. આચારાંગ વગેરે શ્રત અંગપ્રવિષ્ટ-શ્રુત છે. અત્યંત વ્યુત્પન્ન મતિવાળા ગણધરો દ્વારા પૂછવાથી તીર્થકર ભગવાન ૩પન્ને વા વિમે વા યુવે વો’ આ ત્રિપદીનું ઉચ્ચારણ કરે છે. આટલું સાંભળવા માત્રથી ગણધરોના સંપૂર્ણ શ્રતનો બોધ થઈ જાય છે અને તે એને દ્વાદશાંગી રૂપમાં ગુંફિત કરી લે છે. આ દ્વાદશાંગી અંગ પ્રવિષ્ટ-શ્રુત છે.
અંગ બાહ્ય શ્રત ઃ જે શ્રુત બહુશ્રુત સ્થવિરાતિ દ્વારા રચિત થાય છે એ અંગ-બાહ્યશ્રત છે યથા આવશ્યક વગેરે.
અંગ-પ્રવિષ્ટ અને અંગ-બાહ્યમાં અંતર અંગ-પ્રવિષ્ટ-શ્રુત ગણધર કૃત હોય છે, જ્યારે અંગ-બાહ્ય-શ્રુત સ્થવિરકૃત હોય છે.
અંગ-પ્રવિષ્ટ-શ્રુત ગણધરો દ્વારા પૂછવામાં આવેલા અને તીર્થકર ભગવાન દ્વારા અપાયેલા જવાબોથી નિષ્પન્ન થાય છે, જ્યારે અંગ બાહ્યમાં અપ્રશ્નપૂર્વક પ્રતિપાદન થાય છે. જેમ કે આવશ્યક આદિ (વગેરે)માં છે.
અંગ-પ્રવિષ્ટ-કૃત બધા તીર્થકરોના તીર્થ માટે દ્વાદશાંગ રૂપમાં નિયત છે, જ્યારે અંગબાહ્ય-શ્રુત અનિયત થાય છે.
શંકા ઃ આગમમાં કહેવાયું છે કે - “ગણધર પહેલાં પૂર્વોની રચના કરે છે અને એ જ કારણે તેઓ પૂર્વ કહેવાય છે.” એ પૂર્વેમાં સમસ્ત(વામય)નો સમાવેશ થઈ જાય છે, તો શેષ આચારાંગ વગેરે અંગોની તથા અંગ બાહ્ય શ્રુતની રચનાનું શું પ્રયોજન છે? દૃષ્ટિવાદ નામના બારમું અંગ જ પર્યાપ્ત છે જેમાં બધા પૂર્વો તથા સમસ્ત વાડ્મયનો સમાવેશ થઈ જાય છે.
સમાધાન ઃ જોકે દષ્ટિવાદમાં સમસ્ત વામનો સમાવેશ થઈ જાય છે, છતાં એ બહુ દુબોંધ છે. મંદમતિઓના અનુગ્રહ માટે દૃષ્ટિવાદથી સામગ્રી લઈને શેષ અંગોની તથા અંગ-બાહ્ય-શ્રુતની રચના કરવામાં આવી છે. સર્વ સાધારણ માટે દૃષ્ટિવાદનું અધ્યયન અનુજ્ઞાન નથી. સર્વસાધારણને આગમોનું જ્ઞાન કરાવવા માટે દષ્ટિવાદથી ઇતર અંગ-પ્રવિષ્ટ અને અંગ-બાહ્ય-શ્રુતની રચના કરવામાં આવી છે. દૂ શ્રુતજ્ઞાનના ભેદ
]
Page #225
--------------------------------------------------------------------------
________________
શ્રુતજ્ઞાનના વીસ ભેદ બીજી વિવેક્ષાથી શ્રુતજ્ઞાનના વિસ ભેદ થાય છે. એમના નામ આ રીતે છે : (૧) પર્યાય-શ્રુત (૨) પર્યાયસમાસ-શ્રુત (૩) અક્ષર-શ્રુત (૪) અક્ષરસમાસ-શ્રુત (૫) પદ-શ્રુત
(૬) પદસમાસ-શ્રુત (૭) સંઘાત-શ્રુત
માસ-શ્રુત (૯) પ્રતિપત્તિ-શ્રુત (૧૦) પ્રતિપત્તિસમાસ-શ્રુત (૧૧) અનુયોગ-શ્રુત - (૧૨) અનુયોગસમાસ-શ્રુત (૧૩) પ્રાભૃતપ્રાભૃત-શ્રુત (૧૪) પ્રાભૃત-પ્રાકૃતસમાસ-શ્રુત (૧૫) પ્રાભૃત-શ્રુત (૧૬) પ્રાભૃતસમાસ-શ્રુત (૧૭) વસ્તુશ્રુત
(૧૮) વસ્તુમાસ-શ્રુત (૧૯) પૂર્વ-શ્રુત (૨૦) પૂર્વસમાસ-શ્રુત
ઉક્ત ભેદોમાં આવેલા “સમાસ' શબ્દનો અર્થ સમુદાય કે સંગ્રહ છે. (૧) ઉત્પત્તિના પ્રથમ સમયમાં લધ્ય-પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ જીવના થનાર કુશ્રુતના અંશથી
બીજા સમયમાં જ્ઞાનનો અંશ વધે છે એ પર્યાય-શ્રુત છે. (૨) ઉક્ત પર્યાય-કૃતના સમુદાયને પર્યાવસમાસ-શ્રુત કહે છે. (૩) અકારાદિ લધ્યક્ષરોમાંથી કોઈ એક અક્ષરના જ્ઞાનને અક્ષર-શ્રુત કહે છે. (૪) લધ્યક્ષરોના સમુદાયને અક્ષરસમાસ-શ્રુત કહે છે. (૫) અથવબોધક અક્ષરોના સમુદાયને પદ અને એના જ્ઞાનને પદ-શ્રુત કહે છે. (૬) પદોના સમુદાયનું જ્ઞાનપદસમાસ-શ્રુત કહે છે. (૭) ગતિ વગેરે ચૌદ માર્ગણાઓમાંથી કોઈ એક માર્ગણાના એક દેશના જ્ઞાનને સંઘાત
શ્રુત કહે છે. જેમ કે ગતિમાર્ગણાના દેવ, મનુષ્ય, તિર્યંચ, નારક - આ ભેદોમાંથી
એકનું જ્ઞાન હોવું સંઘાત-શ્રુત છે. (૮) કોઈ એક માર્ગણાના અનેક અવયવોનું જ્ઞાન સંઘાતસમાસ-શ્રુત છે. (૯) ગતિ ઇન્દ્રિય વગેરે દ્વારોમાંથી કોઈ એક દ્વારના માધ્યમથી સમસ્ત સંસારના જીવોને
જાણવું પ્રતિપત્તિ-શ્રુત છે. (૧૦) ગતિ વગેરે બે-ચાર દ્વારોના માધ્યમથી જીવ વગેરેનું જ્ઞાન કરવું પ્રતિપત્તિ
સમાસ-શ્રુત છે. (૧૧) “સંતપ પવUTય રત્ર પvi ’ આ ગાથામાં કહેલા અનુયોગ દ્વારોમાંથી કોઈ
એક દ્વારા જીવ વગેરે પદાર્થોને જાણવો અનુયોગ-શ્રુત છે. (૧૨) એકથી વધુ બે-ત્રણ અનુયોગ દ્વારોનું જ્ઞાન અનુયોગ-સમાસ-શ્રુત છે. (૧૩) દૃષ્ટિવાદ અંગમાં પ્રાકૃત-પ્રાકૃત નામનો અધિકાર છે, એમાંથી કોઈ એકનું જ્ઞાન
પ્રાભૃત-પ્રાભૃત-કૃત છે.
Page #226
--------------------------------------------------------------------------
________________
(૧૪) બે-ચાર પ્રામૃત-પ્રાભૂતોના જ્ઞાનને પ્રામૃત-પ્રાભૃત સમાસ-શ્રુત કહે છે. (૧૫) જે રીતે અનેક ઉદ્દેશકોનું એક અધ્યયન હોય છે, એમ જ અનેક પ્રામૃત-પ્રાભૂતોનું એક પ્રામૃત હોય છે. એક પ્રામૃતનું જ્ઞાન હોવું પ્રાભૃત-શ્રુત છે. (૧૬) એકથી વધુ પ્રાભૂતોના જ્ઞાનને પ્રાભૃત સમાસ-શ્રુત કહે છે.
(૧૭) અનેક પ્રાભૂતોની એક વસ્તુ નામનો અધિકાર હોય છે, એમાંથી એકનું જ્ઞાન વસ્તુશ્રુત છે.
(૧૮) બે-ચાર વસ્તુ અધિકારોના જ્ઞાનને વસ્તુ સમાસ-શ્રુત કહે છે.
(૧૯) અનેક વસ્તુઓનો એક પૂર્વ હોય છે, એમાંથી એકનું જ્ઞાન પૂર્વ-શ્રુત કહેવાય છે. (૨૦) બે-ચાર વગેરે ચૌદ પૂર્વી સુધીના જ્ઞાનને પૂર્વ સમાસ-શ્રુત કહે છે.
ચૌદ પૂર્વોના નામ
(૧) ઉત્પાદ (૨) આગ્રયણી-પ્રવાદ (૩) વીય-પ્રવાદ (૪) અસ્તિ-નાસ્તિ-પ્રવાદ (૫) જ્ઞાન-પ્રવાદ (૬) સત્ય-પ્રવાદ (૭) આત્મ-પ્રવાદ (૮) કર્મ-પ્રવાદ (૯) પ્રત્યાખ્યાનપ્રવાદ (૧૦) વિદ્યા-પ્રવાદ (૧૧) કલ્યાણ (૧૨) પ્રાણવાદ (૧૩) ક્રિયાવિશાલ (૧૪) લોકબિંદુસાર.
શ્રુતજ્ઞાનનું વિષયમાન ઃ શ્રુતજ્ઞાની આગમ વગે૨ે શ્રુતના આધારે ઉપયોગ લગાવીને બધાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવોને યથાર્થરૂપથી જાણે છે. દ્રવ્યથી બધા પંચાસ્તિકાયોને, ક્ષેત્રથી સંપૂર્ણ લોકાલોકને, કાળથી અતીત વગેરે બધા કાળને, ભાવથી ઔયિક વગેરે ભાવોને સ્પષ્ટાવભાસી શ્રુતજ્ઞાન દ્વારા જાણે છે. પરંતુ આત્મ-પ્રદેશો દ્વારા સાક્ષાત્ નથી જોતો. જો કે ‘નંદીસૂત્ર'માં કહ્યું છે
-
‘“તું સમાસઓ પવિતૢ પળત્ત, તંના-વ્વો, શ્વેત્તઓ, વ્હાલો માવો । दव्वओ णं सुयनाणी उवउत्तो सव्वदव्वाइं जाणइ, न पासइ; एवं सव्वखेत्तं, સાણં, સવ્વ માવે નાળŞ, 7 પાસŞ ।''
ઉક્ત પાઠમાં શ્રુતજ્ઞાનનો વિષય સર્વ દ્રવ્યાદિને જાણવું કહ્યું છે, જોવું નહિ. અહીં સાક્ષાત્ આત્મ-પ્રદેશોથી નથી જોતો, માટે ન પાસ' કહ્યું છે. કારણ કે સાકાર પશ્યત્તા તો એમાં હોય જ છે, એ જ કારણે ‘પ્રજ્ઞાપના’ના ૩૦માં પદમાં કહ્યું છે
-
‘વિજ્ઞા ાં અંતે ! પાસળવા પાત્તા ? ગોયમા ! તુવિજ્ઞા, તંનહા-સાગર पासणया य, अणागार पासणया य । सागार पासणया णं भंते ! कइविहा पण्णत्ता ? ગોયમાં ! બિહા પળત્તા, તંનહા-સુયનાળ સાગર પાસળયા, ओहिमणपज्जवહેવનનાન-૨ -સાર-પાસયા, સુર્ય અન્નાળ-વિમંગનાળ સાગર પાસવાય । अणागार पासणया णं भंते ! कइ विहा पण्णत्ता ? गोयमा ! तिविहा पण्णत्ता, તંનહા,-ચમ્બુવંતળ, ઓદિવસ-જેવનનુંસા અગર પાસાયા |
ઉક્ત પાઠમાં શ્રુતજ્ઞાન સાકાર પશ્યત્તા કહેવાઈ છે. તેથી શ્રુતજ્ઞાનમાં પશ્યત્તા છે. શ્રુતજ્ઞાનના ભેદ
૨૦૯
Page #227
--------------------------------------------------------------------------
________________
શ્રુત-ગ્રહણની વિધિ શ્રુતજ્ઞાન અનેક અતિશયોનું નિધાન છે, પરંતુ એ પ્રાયઃ પરાધીન છે. ગુરુની કૃપાથી એ અધિગત (પ્રાપ્ત) થાય છે. શ્રુત નિધાનનું અધિગત કરવાની એક વિશિષ્ટ વિધિ છે. શિષ્યોને એ વિધિનું અનુસરણ કરી શ્રુત-નિધાનને પ્રાપ્ત કરવામાં યત્નશીલ બનવું જોઈએ.
શાસ્ત્રકારોએ વિનયજનોના ઉપકારાર્થે ગુરુજનોથી શ્રુત લાભ પ્રાપ્ત કરવા માટે ગુરુજનોની આરાધનાને મૂળભૂત ઉપાય બતાવ્યો છે. ગુરુની આરાધના માટે શાસ્ત્રકારોએ આઠ ગુણોનું પ્રતિપાદન કર્યું છે. તે આઠ ગુણ આ પ્રકાર છે -
सुस्सूसइ पडिपुच्छइ सुणेइ गिण्हइ य ईहए या वि ।
ततो अपोहए वा धारेइ करेइ वा सम्मं ॥ (૧) વિનયયુક્ત શિષ્ય ગુરુમુખથી શાસ્ત્રને સાંભળવાની ઇચ્છા રાખે છે. (૨) પુનઃ પુનઃ પૂછે છે અર્થાત્ અધીત શ્રુતને નિઃશંકિત કરે છે. (૩) અધીત શ્રુતના અર્થને સાંભળે છે. (૪) સાંભળીને અવગ્રહથી ગ્રહણ કરે છે. (૫) ગ્રહણ કરીને ઈહા દ્વારા પર્યાલોચન કરે છે કે આ કેવું હોવું જોઈએ. (૬) એના પછી ગુરુએ એવું કહ્યું છે, આ વાતનો નિશ્ચય કરે છે. (૭) અર્થને નિશ્ચિત કર્યા પછી એને હંમેશાં ચિત્તમાં ધારણ કરે છે. (૮) તદનંતર ગુરુના આદેશાનુસાર અનુષ્ઠાન કરે છે.
ઉક્ત રીતથી ગુરુનો વિનય કરતો શિષ્ય બુદ્ધિગુણ તારા ગુરુજનથી શ્રુત-નિધાનને પ્રાપ્ત કરે છે.
શ્રવણવિધિ શિષ્ય ગુરુમુખથી નીકળેલી શ્રતશિક્ષાને કઈ રીતે સાંભળવી જોઈએ, એને પણ શાસ્ત્રકારોએ સ્પષ્ટ કરી દીધી છે. તેઓ કહે છે :
સર્વપ્રથમ મન-વચન-કાયાને સંયત કરીને મૌન ભાવથી શ્રવણ કરો. બીજી વારમાં હુંકાર દો. ત્રીજી વારમાં તથ્ય' કહો અર્થાત્ જેવું તમે કહો છો એવું જ છે, અન્યથા (બીજું) નહિ. ચોથી વારમાં સૂત્રના પૂર્વાપર સંબંધને થોડો સમજીને પ્રશ્ન પૂછવો જોઈએ કે - “ભંતે ! આ કેવી રીતે ?” પાંચમી વારમા પ્રમાણ-જિજ્ઞાસા કરો. છઠ્ઠી વારમાં વારંવાર વિશેષ રૂપમાં પારાયણ કરો. સાતમી વારમાં શ્રવણની પરિપૂર્ણતા પ્રાપ્ત કરો અર્થાતુ જેમ ગુરુએ કહ્યું છે એમ જ સ્વયં પણ બોલો. (૨૧૦) 0 0 0 0 0 0 0 0 0 0 0 0 જિણધમો)
Page #228
--------------------------------------------------------------------------
________________
ગુરુ માટે પણ અનુયોગ દેવાની વિધિનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ગુરુ સર્વપ્રથમ શ્રતનો સ્ત્રાર્થ સમજાવે. બીજી વારમાં સૂત્ર સ્પર્શિક નિર્યુક્તિ સહિત સૂત્રાર્થ સમજાવે. ત્રીજી વારમાં શંકા - સમાધાન સહિત વિસ્તાર સાથે સૂત્રાર્થ પ્રતિપાદન કરો.
ગુરુગત તથા શિષ્યગત વિધિનું પાલન કરતા શ્રુતરૂપી મહાવિધાનનું આદાન-પ્રદાન કરવું જોઈએ.
અસ્વાધ્યાય સૂત્ર-પઠનમાં નીચે આપેલા ૩૪ અનધ્યાય(અસ્વાધ્યાય)ને પણ ટાળી દેવા જોઈએ :
આકાશ સંબંધી અસ્વાધ્યાય : (૧) મોટા તારાના તૂટવાથી (એક પહોર) (૨) દિશાઓ લાલ રંગની હોય ત્યાં સુધી (૩) અકાળમાં ગાજવું (૨ પહોર) (૪) અકાળમાં (દુષ્કાળ)માં વીજળી થવી (એક પહોર) (૫) વીજળીની ગડગડાટ હોય તો (બે પહોર) (૬) બાલચંદ્ર (સુદ પક્ષની પ્રતિપદાથી ત્રીજ સુધી નાનો ચંદ્રમાં રહે ત્યાં સુધી) (૭) આકાશમાં યક્ષાકાર હોય (૮) ધુમ્મસ કે કરા પડવાથી (૯) તુષારપાત હોય ત્યારે (૧૦) ધૂળથી આકાશ ઢંકાઈ જાય ત્યાં સુધી.
ઔદારિક શરીર સંબંધી અસ્વાધ્યાય* : (૧) હાડકાં (૨) માંસ (૩) લોહી - એ ત્રણેય તિર્યંચ પંચેન્દ્રિયની હોય તો ૬૦ હાથ અંદર અને મનુષ્યના હોય તો ૧૦૦ હાથની અંદર અસ્વાધ્યાયના કારણે છે, એમનો કાળ ત્રણ પહોરનો છે, પરંતુ હત્યા કરવાથી મરેલા હોય તો એક દિવસ-રાતનો અસ્વાધ્યાય કાળ છે. (૪) વિષ્ઠા વગેરે દેખાતા હોય કે દુર્ગધ આવતી હોય તો (૫) સ્મશાનની પાસે (૬) ચંદ્રગ્રહણ (૭) સૂર્યગ્રહણ (૮, ૧૨ કે ૧૬ પહોર) (૮) રાજા, મંત્રી કે ઠાકોરના મરવાથી (૯) યુદ્ધ થવાથી (એની પાસે રહ્યા હોય તો) (૧૦) ઉપાશ્રયમાં કે નજીક, મનુષ્ય કે પશુનું શબ પડ્યું હોય તો. - અસ્વાધ્યાયજનક તિથિઓ : પાંચ પૂનમો - (૧) અષાઢી, (૨) ભાદરવી, (૩) અશ્વિની (આસો), (૪) કારતકી અને (૫) ચૈત્રી. તથા આ પાંચે પૂનમોના બીજા દિવસની વદિ પ્રતિપદાઓ એ દસ દિવસ.
સંધિકાળ (૧) સૂર્યોદય, (૨) સૂર્યાસ્ત, (૩) મધ્યાહ્ન અને (૪) મધ્ય રાત્રિ(મધરાત)ના સમયે બે-બે ઘડી સુધી.
(નોંધઃ એમાં જે કાળનો નિયમ બતાવ્યો, એમાં આચાર્યોમાં મતભેદ છે.)
ઉપરોક્ત અવસ્થાઓને ટાળીને ભાવપૂર્વક સૂત્ર સ્વાધ્યાય કરવા જોઈએ. એનાથી કર્મોની નિર્જરા થાય છે અને પર્યાયો નિર્મળ બની જાય છે. [ શ્રુતજ્ઞાનના ભેદ D DOOOOOOOOOOO (૨૦૧૧)
Page #229
--------------------------------------------------------------------------
________________
૩૧
(અવધિજ્ઞાન : ભેદ, સ્વરૂપ તથા વિષય)
અવધિજ્ઞાનના ભેદ ભેદ : અવધિનો અર્થ છે સીમા, મર્યાદા. ક્ષેત્ર અને કાળની વિવિધ મર્યાદાઓથી બંધાયેલો, ઇન્દ્રિયો અને મનની સહાયતા લીધા વિના આત્મ સાપેક્ષ રૂપી દ્રવ્યોને જાણનાર જ્ઞાન અવધિજ્ઞાન છે. આ જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણરૂપ છે. એની સંખ્યાતીત પ્રકૃતિઓ છે. અવધિજ્ઞાનના ક્ષેત્ર અને કાળને લઈને અસંખ્ય ભેદ થઈ જાય છે. જેમ કે જઘન્યથી અંગુલના અસંખ્ય ભાગથી લઈને એક-એક પ્રદેશની વૃદ્ધિ કરતાં-કરતાં ઉત્કૃષ્ટથી અલોકમાં પણ લોક-પ્રમાણ અસંખ્ય ખંડોને જાણવાની ક્ષમતા અવધિજ્ઞાનમાં થાય (હોય) છે. કાળથી અવધિજ્ઞાની જઘન્ય આવલિકાના અસંખ્ય ભાગથી લગાવીને એક-એક સમયની વૃદ્ધિ કરતાં-કરતાં ઉત્કૃષ્ટથી અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણીના વિષયોને જાણી શકે છે. વિષયના ભેદથી વિષયોમાં પણ ભેદ થાય છે. આ ન્યાયે ક્ષેત્ર-કાળરૂપ વિષયના અસંખ્ય ભેદ હોવાથી અવધિજ્ઞાનના પણ અસંખ્ય ભેદ થઈ જાય છે. દ્રવ્ય અને ભાવની અપેક્ષાથી અવધિજ્ઞાનના અનંત ભેદ પણ પ્રાપ્ત થાય છે. તેજસુભાષા દ્રવ્યના ઉપાંતરાલવર્તી અનંત પ્રદેશિક દ્રવ્યથી લઈને વિચિત્ર વૃદ્ધિથી સર્વ મૂર્ત દ્રવ્યોને ઉત્કૃષ્ટ અવધિજ્ઞાની જાણી શકે છે. ભાવથી પ્રતિ વસ્તુગત, અસંખ્ય પર્યાયોને અવધિજ્ઞાની જાણે છે. આ રીતે સર્વપુદ્ગલાસ્તિકાય અને એની અસંખ્ય અવધિગ્રાહ્ય પર્યાયો અવધિજ્ઞાનનો વિષય સિદ્ધ થાય છે. શેયના ભેદથી જ્ઞાનના ભેદ થાય છે. આ ન્યાયે દ્રવ્ય ભાવ રૂપ વિષયની અપેક્ષાથી અવધિજ્ઞાનના અનંત ભેદ પણ પ્રાપ્ત થાય છે. પૂર્વમાં જે અવધિજ્ઞાનના સંખ્યાતીત ભેદ કહેવાયા છે, એનાથી અનંત ભેદના પણ ગ્રહણ સમજી લેવા જોઈએ, કારણ કે અનંત પણ સંખ્યાતીત છે જ.
આ અનંત પ્રવૃત્તિઓ (ભેદો)માંથી કેટલીક પ્રવૃતિઓ ભવ-પ્રત્યય છે અને કેટલીક પ્રકૃતિઓ ગુણ-પ્રત્યક્ષ-ક્ષયોપશમ પ્રત્યય છે. જે રીતે પક્ષીઓમાં આકાશમાં ઊડવાની શક્તિ જન્મજાત હોય છે, એમ જ નારકો અને દેવોમાં અવધિજ્ઞાનની જે પ્રકૃતિઓ જન્મજાત હોય છે, તે ભવ, પ્રત્યય કહેવાય છે. જે પ્રકૃતિઓ તપ વગેરે ગુણોના પ્રભાવથી ક્ષયોપશમની અપેક્ષાથી આવિર્ભત થાય છે તે ગુણપ્રત્યય કહેવાય છે. તિર્યંચ અને મનુષ્યોને ગુણ-પ્રત્યય અવધિજ્ઞાન હોય છે.
જિજ્ઞાસા થઈ શકે છે કે અવધિજ્ઞાન, ક્ષાયોપથમિક ભાવમાં છે અને નારક વગેરે ભવ ઔદયિક ભાવમાં છે, તો એ અવધિજ્ઞાન ભવ-પ્રત્યય કેવી રીતે થઈ શકે છે ?
સમાધાન એ છે કે ભવ-પ્રત્યય પ્રકૃતિઓ પણ મુખ્યત્વે ક્ષયોપશમથી જ થાય છે, માત્ર એ પ્રકારના ક્ષયોપશમ એ નારક, દેવ-ભવમાં અવશ્ય હોય છે, તેથી એમને ભવ-પ્રત્યય કહેવાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ અને ભવના નિમિત્તથી કર્મોના ઉદય, ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમ થતાં દૃષ્ટિગોચર થાય છે. જેમ કે માળા, ચંદન વગેરેના નિમિત્તથી પ્રાણીઓને (૧૨) 09, 2009 (જિણધર્મો
Page #230
--------------------------------------------------------------------------
________________
સુખનો ઉદય થાય છે તથા વિષ સર્પાદિના નિમિત્તથી દુખોદય થાય છે. આ જ રીતે ભવના નિમિત્તથી ક્ષયોપશમ થાય છે, તેથી નારક અને દેવ-ભવના નિમિત્તથી પણ અવધિજ્ઞાનનું ક્ષયોપશમ થાય છે. માટે એ ભવ-પ્રત્યય અવધિજ્ઞાન કહેવાય છે.
અવધિજ્ઞાનની એ સંખ્યાતીત પ્રકૃતિઓનું સમગ્ર વર્ણન સંભવ નથી, કારણ કે વચનનો પ્રયોગ ક્રમશઃ જ થાય છે અને આયુષ્ય પરિમિત છે. છતાં વિનય-શિષ્યજનોના અનુગ્રહ માટે સ્થૂળ દૃષ્ટિથી અવધિજ્ઞાનના ભેદોનું કથન કરવામાં આવેલ છે. 'ओहिनाण पच्चक्खं दुवहि पण्णत्तं, तंजहा-भवपच्चइयं खाओवसमियं च ।'
- નંદીસૂત્ર - ૬ અવધિજ્ઞાન પ્રત્યક્ષ બે પ્રકારનું કહેવામાં આવ્યું છે. ભવ-પ્રત્યયિક અને ક્ષાયોપથમિક એની વ્યાખ્યા પહેલા કરવામાં આવેલ છે.
ભવ-પ્રત્યય અવધિજ્ઞાન યાવજીવન એક સમાન રહે છે, પરંતુ ગુણ-પ્રત્યય અવધિજ્ઞાનમાં ન્યૂનાધિકતા થતી રહે છે. તેથી ગુણ-પ્રત્યય અવધિજ્ઞાનના છ ભેદ બતાવવામાં આવ્યા છે - (૧) અનુગામી (૨) અનનુગામી (૩) વર્ધમાન (૪) હયમાન (૫) પ્રતિપાતી (૬) અપ્રતિપાતી. (૧) અનુગામી :
જે અવધિજ્ઞાન પોતાના ઉત્પત્તિક્ષેત્રને છોડીને બીજા સ્થાન પર જવાથી વિદ્યમાન રહે છે, એને અનુગામી કહે છે. જેમ સૂર્યની સાથે-સાથે પ્રકાશ રહે છે, એમ જ આ અવધિજ્ઞાન જીવની સાથે જ રહે છે. જેમ પુરુષના નેત્ર પુરુષની સાથે જ રહે છે. એ જ્યાં પણ જાય છે ત્યાં નેત્ર સાથે રહે છે. એ જ રીતે જે અવધિજ્ઞાન અન્ય ક્ષેત્રમાં જવા છતાંય સાથે રહે છે, એ અનુગામિક અવધિજ્ઞાન છે. જે સ્થાન ઉપર જે ચૈતન્યમાં આ અવધિજ્ઞાન પ્રગટ થાય છે, એ ચૈતન્ય એ સ્થાનની ચારે બાજુ સંખ્યાત-અસંખ્યાત યોજન સુધી જુએ છે. એ આત્માના બીજા ક્ષેત્રમાં જવાથી પણ એ એટલા ક્ષેત્રને જાણે-દખે છે. આ આનુગામિક અવધિજ્ઞાન બે પ્રકારનું છે: (૧) અંતગત અને (ર) મધ્યગત.
અંતગત-અવધિજ્ઞાનના ત્રણ ભેદ છે - પુરતઃ અંતગત, માર્ગતઃ અંતગત અને પાર્થિત અંતગત. આનું સંક્ષિપ્ત વર્ણન આ રીતે છે.
પુરતઃ અંતગત ઃ જેમ કોઈ પુરુષ દીપિકા, ઘાસ-ફૂસનો પૂડો સળગતું કાષ્ઠ, મણિ, પ્રદીપ, શકોરા વગેરેમાં સ્થિત અગ્નિને હાથ અથવા દંડાથી આગળ કરીને આ પદાર્થોના પ્રકાશથી માર્ગમાં રહેલી વસ્તુઓને જોતો જાય છે, એમ જ પુરતઃ અવધિજ્ઞાન પણ ક્ષયોપશમ વિશેષથી આગળના પ્રદેશને પ્રકાશિત કરતા-કરતા સાથે સાથે ચાલે છે.
માર્ગતઃ અવધિજ્ઞાનઃ જેમ કોઈ પુરુષ દીપિકા યાવતુ શકોરા વગેરેમાં સ્થિત અગ્નિને હાથ કે કોઈ દંડાથી પાછળ કરીને આ વસ્તુઓના પ્રકાશથી પાછળ સ્થિત પદાર્થોને જોતાં[અવધિજ્ઞાન ભેદ, સ્વરૂપ તથા વિષય અ
૨૧૩)
Page #231
--------------------------------------------------------------------------
________________
જોતાં ચાલે છે, એ જ રીતે જે જ્ઞાન ક્ષયોપશમ વિશેષથી પાછળના પ્રદેશને પ્રકાશમાન કરે છે એ માર્ગતઃ અંતગત અવધિજ્ઞાન છે.
પાર્શ્વતઃ અંતગત અવધિજ્ઞાન : જેમ કોઈ પુરુષ દીપિકા યાવત્ એનાથી શરાવ સ્થિત અગ્નિને પાર્શ્વભાગમાં રાખીને પાર્શ્વ ભાગમાં સ્થિત પદાર્થોને જોતાં-જોતાં જાય છે, એમ જ જે અવધિજ્ઞાન ક્ષયોપશમ વિશેષથી એક પાર્શ્વના અથવા બંને પાર્થના પદાર્થોને પ્રકાશિત કરે છે એ પાર્શ્વતઃ અંતગત અવધિજ્ઞાન છે.
મધ્યગત અવધિજ્ઞાન ઃ જેમ કોઈ પુરુષ ઉલ્કા યાવત્ શરાવમાં સ્થિત અગ્નિને મસ્તક પર રાખીને ચાલે છે, તો એનઃ પ્રકાશમાં સર્વ દિશાઓમાં સ્થિત પદાર્થોને જોતાં જાય છે. આ રીતે જે અવધિજ્ઞાનથી ક્ષયોપશમ વિશેષથી સર્વ દિશાઓમાં સ્થિત પદાર્થોનું જ્ઞાન કરતા જાય છે એ મધ્યગત અવધિજ્ઞાન છે.
એમાં તિર્યંચોને માત્ર અંતગત અવધિજ્ઞાન, મનુષ્યોને અંતગત, મધ્યગત અવધિજ્ઞાન તથા દેવ, નારક તથા તીર્થંકરોના મધ્યગત અવધિજ્ઞાન હોય છે.
(૨) અનનુગામી :
જે સાથે ન ચાલે પરંતુ જે સ્થાન પર અવધિજ્ઞાન ઉત્પન્ન થયું, એ જ સ્થાનમાં સ્થિત થઈને રૂપી પદાર્થને જાણે અને ઉત્પત્તિસ્થાનને છોડી દેવાથી જ્ઞાન પણ લુપ્ત થઈ જાય છે, એ જ્ઞાન અનનુગામી છે. જેમ કે કોઈનું જ્યોતિષ જ્ઞાન એવું હોય છે કે પોતાના નિશ્ચિત સ્થાન ઉપર તો પ્રશ્નોનો સારી રીતે જવાબ આપી શકે છે, પણ બીજા સ્થાન પર નહિ. આ પ્રકારના પોતાના જ સ્થાન પર અવસ્થિત રહેનાર અવધિજ્ઞાનને અનનુગામી કહે છે. જેમ સાંકળથી બાંધેલો દીપક (દીવો) નિશ્ચિત સ્થાન પર જ પ્રકાશ આપી શકે છે, અન્યત્ર નહિ, એમ જ આ અનુગામી અવધિજ્ઞાન જ્યાં ઉત્પન્ન થયું છે ત્યાં જ રહીને જાણી શકે છે, અન્યત્ર નહિ.
મનુષ્ય અને તિર્યંચને અનુગામી તથા અનનુગામી અવધિજ્ઞાન થઈ શકે છે. (૩) વર્ધમાન :
જે અવધિજ્ઞાન ઉત્પત્તિના સમયે અલ્પ વિષયવાળા થતા-થતા પરિણામ વિશુદ્ધિ સાથે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની મર્યાદાને લઈને ઉત્તરોત્તર વધતું રહે અર્થાત્ અધિકાધિક વિષયવાળા થતા જાય છે, એને વર્ધમાન કહેવાય છે. જેમ દીવાસળીથી પેદા થયેલી ચિનગારી (તણખો) સૂકા બળતણના સંયોગથી ક્રમશઃ વધતી જાય છે, એમ જ જે અધિજ્ઞાન ઉત્તરોત્તર વધતું જાય છે, એ વર્ધમાન અવધિજ્ઞાન છે. આ અવધિજ્ઞાન તિર્યંચ પંચેન્દ્રિયો તથા મનુષ્યોમાં થાય છે. (૪) હીયમાન :
જે અવધિજ્ઞાન ઉત્પત્તિના સમયે અધિક વિષયવાળા હોય, પરંતુ પરિણામોની અશુદ્ધિના કારણે જે ક્રમશઃ અલ્પ, અલ્પતર, અલ્પતમ વિષયવાળો થઈ જાય એ હીયમાન અવધિજ્ઞાન છે. આ અવધિજ્ઞાન તિર્યંચ પંચેન્દ્રિયો તથા મનુષ્યોમાં હોય છે.
૨૧૪
જિણધો
Page #232
--------------------------------------------------------------------------
________________
(૫) પ્રતિપાતી :
જે અવધિજ્ઞાન જગમગતા દીવાની જેમ વાયુના ઝોકાથી તરત બુઝાઈ જવા સમાન એકદમ લુપ્ત થઈ જાય છે, એને પ્રતિપાતી અવધિજ્ઞાન કહે છે. આ અવધિજ્ઞાન જીવનના કોઈપણ ક્ષણમાં ઉત્પન્ન અને લુપ્ત થઈ જાય છે. તિર્યંચ પંચેન્દ્રિયો તથા મનુષ્યોમાં આ અવધિજ્ઞાન હોય છે. (૬) અપ્રતિપાતી :
જે અવધિજ્ઞાનનો સ્વભાવ પતનશીલ નથી અર્થાત્ જે આવ્યા પછી જતો નથી, એ અપ્રતિપાતી અવધિજ્ઞાન છે. કેવળજ્ઞાન થવાથી આ અપ્રતિપાતી અવધિજ્ઞાન જતું નથી, પરંતુ કેવળજ્ઞાનમાં સમાઈ જાય છે. કેવળજ્ઞાનની સામે એની સત્તા અકિંચિત્કર હોય છે. જેમ સૂર્યની સામે દીવાનો પ્રકાશ. આ અપ્રતિપાતી અવધિજ્ઞાન બારમા ગુણસ્થાનવર્તી જીવોને એ ગુણસ્થાનની અંતિમ સ્થિતિ અર્થાત્ અંત સમયમાં હોય છે અને એના પછી તેરમું ગુણસ્થાન પ્રાપ્ત થતા સમયે કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. આ અપ્રતિપાતી અવધિજ્ઞાનને પરમાવધિ જ્ઞાન પણ કહે છે. જેમ સૂર્યોદયની પૂર્વ ઉષાની પ્રભા ફેલાય છે. એમ જ પરમાવધિ રૂપ ઉષા પછી કેવળરૂપી સૂર્યનો ઉદય થાય જ છે.
અવધિજ્ઞાનના ઉક્ત છ ભેદ નંદીસૂત્ર અનુસાર બતાવવામાં આવ્યા છે. પરંતુ ક્યાંકક્યાંક પ્રતિપાતી અને અપ્રતિપાતીના સ્થાને અવસ્થિત અને અનવસ્થિત ભેદોનું કથન છે. અવસ્થિત અને અનવસ્થિતનાં લક્ષણ આ પ્રકાર છે :
અવસ્થિત ? જે અવધિજ્ઞાન જન્માંતર હોવા છતાંય આત્મામાં બની રહે છે કે કેવળજ્ઞાનની ઉત્પત્તિપર્યત અથવા આજન્મ રોકાય છે, એ અવસ્થિત અવધિજ્ઞાન છે.
અનવસ્થિત ઃ જળના તરંગ સમાન છે. જે અવધિજ્ઞાન ક્યારેક ઘટે છે, ક્યારેક વધે છે, ક્યારેક આવિર્ભત થઈ જાય છે અને ક્યારેક તિરોહિત થઈ જાય છે, એ અનવસ્થિત અવધિજ્ઞાન છે.
ઉક્ત બંને ભેદ પ્રતિપાતી અને અપ્રતિપાતી સમાન જ લક્ષણવાળા છે. નામભેદની અપેક્ષાથી ભિન્ન-ભિન્ન કહેવાય છે અન્ય કોઈ ભેદ આમાં દૃષ્ટિગોચર થતો નથી.
ટિપ્પણ (નોંધ) : અપ્રતિપાતી અવધિજ્ઞાનની આ વ્યાખ્યા “નંદી' સૂત્રાનુસાર છે. પ્રજ્ઞાપના સૂત્ર'ના ૩૩મા પદની ટીકામા અપ્રતિપાતી અવધિજ્ઞાનની વ્યુત્પત્તિ કરતા કહ્યું છે - “ર પ્રતિપાતી
પ્રતિપાત, યજોવનજ્ઞાન દ્રા મરVIકારતો વી ન વંશનુપાતી વ્યર્થ: ” અર્થાત્ જે પ્રતિપાતી નથી એ અપ્રતિપાતી અવધિજ્ઞાન કેવળજ્ઞાન ઉત્પત્તિપર્યત અથવા મરણપર્યત રહેનાર છે. માટે આ વ્યાખ્યાનુસાર નારકી, દેવતામાં અપ્રતિપાતી અવધિજ્ઞાન તથા મનુષ્ય તથા તિર્યચોમાં પ્રતિપાતી તથા અપ્રતિપાતી બંને પ્રકારનું અવધિજ્ઞાન હોય છે. [અવધિજ્ઞાન ભેદ, સ્વરૂપ તથા વિષચ
૨૧૫)
Page #233
--------------------------------------------------------------------------
________________
જો કે અનુગામી અને અનનુગામી - આ બંને ભેદોમાં શેષ ભેદોનો અંતર્ભાવ થઈ શકે છે, પરંતુ વર્ધમાન-હીયમાન વગેરે વિશેષ ભેદ બતાવવા માટે એમનું અલગ-અલગ વર્ણન કરવામાં આવ્યું છે.
હીનમાન અને પ્રતિપાતી અવધિજ્ઞાનમાં અંતર એ છે કે હીયમાન અવધિજ્ઞાનમાં ક્રમશઃ ધીરે-ધીરે અવધિજ્ઞાનનો હ્રાસ થાય છે જ્યારે પ્રતિપાતી અવધિજ્ઞાન દીવાની જેમ ક્ષણભરમાં જ નષ્ટ થઈ જાય છે.
અવધિજ્ઞાનનો વિષય
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને લઈને અવધિજ્ઞાનનો વિષય આ રીતે બતાવવામાં આવ્યો છે. દ્રવ્યથી અવધિજ્ઞાની ઓછામાં ઓછાં અનંતરૂપી દ્રવ્યોને જાણે-દેખે છે અને ઉત્કૃષ્ટથી સંપૂર્ણરૂપી દ્રવ્યોને જાણે-દેખે છે.
ક્ષેત્રથી અવધિજ્ઞાની જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલા ક્ષેત્રનાં દ્રવ્યોને જાણે-દેખે છે, અને ઉત્કૃષ્ટથી લોકના ક્ષેત્રગત સમસ્ત રૂપી દ્રવ્યોને જાણે-દેખે છે. સામર્થ્યની અપેક્ષાએ ઉત્કૃષ્ટ અવધિજ્ઞાની અસત્ કલ્પનાથી જો અલોકમાં પણ લોકપ્રમાણ અસંખ્ય ખંડ કરવામાં આવે તો અવધિજ્ઞાની એમાં સ્થિત રૂપી દ્રવ્યોને પણ જાણવાની શક્તિ રાખે છે. ના તો અલોકમાં લોકપ્રમાણ ખંડ થઈ શકે છે અને ના ત્યાં રૂપી દ્રવ્ય જ છે. પરંતુ અવધિજ્ઞાનની ઉત્કૃષ્ટ શક્તિને બતાવવા માટે આ અસત્ કલ્પના કરવામાં આવી છે. ક્ષેત્ર અને કાળ સ્વરૂપથી અરૂપી સૂક્ષ્મ છે, એમને અવધિજ્ઞાની સાક્ષાત્ નથી જાણી શકતો. તેથી ક્ષેત્ર અને કાળથી અવધિજ્ઞાનના વિષયનો અર્થ છે કે એટલા ક્ષેત્રમાં કે એટલા સમયમાં રહેલાં રૂપી દ્રવ્યોને એ જાણે-દેખે છે.
જઘન્ય અવધિક્ષેત્ર
‘વિશેષાવશ્યક ભાષ્ય'માં અવધિજ્ઞાનના ક્ષેત્રની અપેક્ષાથી જઘન્ય વિષય આ રીતે પ્રતિપાદિત કરવામાં આવ્યો છે -
जावइया तिसमयाहारगस्स सुहुमस्स पणग जीवस्स । ओगाहणा जहन्ना, ओही खेत्तं बहन्नं तु ॥ વિશેષાવશ્યક ભાષ્ય, ગાથા-૫૮૮
અર્થાત્ ત્રિસમયાહારક સૂક્ષ્મપનક જીવના શરીરની જેટલી અવગાહના થાય છે, એટલું ક્ષેત્ર અવધિજ્ઞાનના જઘન્ય ક્ષેત્ર વિષય હોય છે. આ વાતને વિશેષ સ્પષ્ટ કરતા કહ્યું છે :
“એક હજાર યોજનની અવગાહનાવાળા મહાકાય વિશાળ મત્સ્ય મરીને પોતાના જ દેહના બાહ્ય ભાગમાં સૂક્ષ્મ પનક જીવના રૂપમાં ઉત્પન્ન થાય છે. એ સમયે તે મત્સ્ય પ્રથમ સમયમાં પોતાના આયામ લંબાઈને સંક્ષિપ્ત કરે છે અર્થાત્ આત્મ-પ્રદેશોને સંકુચિત કરે છે અને મત્સ્ય દેહની જાડાઈના તુલ્ય (સમાન) મત્સ્ય શરીરના ઉપર-નીચે ડાબે-જમણે
૨૧૬
જિણધમ્મો
Page #234
--------------------------------------------------------------------------
________________
બધી બાજુથી સંક્ષિપ્ત કરી અંગુલ(આંગળીના)ના અસંખ્યાતમા ભાગ પ્રમાણપ્રતરની રચના કરે છે. બીજા સમયમાં એ પ્રતરને બંને તરફથી સંકુચિત કરી મત્સ્ય શરીરની જાડાઈના અનુરૂપ સૂચી રૂપમાં કરી નાખે છે અને ત્રીજા સમયમાં એ સૂચીને પણ સંક્ષિપ્ત કરી અંગુલના અસંખ્યાતામો ભાગ-પ્રમાણ અવગાહનાવાળો થઈને એ સૂક્ષ્મપનકજીવ(વનસ્પતિ વિશેષ)ના રૂપમાં ત્યાં ઉત્પન્ન થાય છે.
આ ઉત્પત્તિના સમયથી લઈને ત્રીજા સમયમાં એનું જે દેહ-માન (અવગાહના) થાય છે, એટલું જ ક્ષેત્ર જઘન્યથી અવધિજ્ઞાનનો વિષય હોય છે અર્થાત્ એટલા જ ક્ષેત્રમાં રહેલાં દ્રવ્યોને એ વિષય કરે છે - ક્ષેત્રને નહિ... ક્ષેત્ર તો અમૂર્ત તથા સૂક્ષ્મ હોવાથી અવધિજ્ઞાનનો વિષય નથી હોતો. ઉત્પત્તિનો પ્રથમ અને બીજો સમય સૂક્ષ્મ હોવાથી તથા ચોથા સમય સ્થૂળ હોવાથી તૃતીય સમયનું જ ગ્રહણ કર્યું છે.
ઉત્કૃષ્ટ અવધિ ક્ષેત્ર
અવધિજ્ઞાનના ઉત્કૃષ્ટ ક્ષેત્રને સમજાવતા ‘ભાષ્ય’માં કહ્યું છે
सव्व बहुअगणि जीवा, निरंतरं जत्तियं भरिज्जंसु । खेत्तं सव्व दिसागं परमोही खेत्त निट्ठिो ॥
-
વિશેષાવશ્યક ભાષ્ય, ગાથા-૫૯૮
સર્વ બહુ અગ્નિકાયના જીવ, અસંખ્ય આકાશ-પ્રદેશો પર એક-એક જીવને સ્થાપિત કરવાથી જેટલા આકાશ ક્ષેત્રને ભરી શકે છે, એટલા ક્ષેત્ર પરમાવધિનો ઉત્કૃષ્ટ વિષય હોય છે. વિશેષ સ્પષ્ટીકરણ કરતા બતાવ્યું છે કે
-
अव्वाघाए सव्वासु कम्मभूमीसु ज तदारंभा । सव्व बहवो मणुस्सा होंतजियजिणिदकालम्मि ॥
- વિશેષાવશ્યક. ભાષ્ય, ગાથા-૫૯૯
મહાવૃષ્ટિ વગેરે વ્યાઘાતના અભાવમાં પાંચ ભરત, પાંચ ઐરાવત (હાથી) અને પાંચ વિદેહ રૂપ પંદર કર્મભૂમિઓમાં સર્વ બહુ-સર્વાધિક બાદર અગ્નિકાયના જીવ ઉત્પન્ન થાય છે. એવી સ્થિતિ અવસર્પિણી કાળમાં દ્વિતીય તીર્થંકર શ્રી અજિતનાથના શાસનકાળમાં થઈ છે. કારણ કે તથાવિધ સ્વભાવના કારણે એ સમયમાં બાદર અગ્નિકાયના વિશેષ આરંભ (હિંસા) કરનાર ગર્ભજ મનુષ્ય અન્ય અતીત-અનાગત કાળની અપેક્ષા પ્રચુરપ્રમાણમાં જોવા મળે છે. એ પ્રચુર મનુષ્ય અગ્નિને સળગાવવા, એને હવા દ્વારા પેટાવવા વગેરે અગ્નિ સંબંધી આરંભ વિશેષતઃ કરે છે. આ પણ લોક-સ્થિતિનો સ્વભાવ છે કે એ જ સમયમાં બાદર-અનિકાયના જીવ વધુ પ્રમાણમાં હોય છે, જ્યારે સૂક્ષ્મ-અનિકાયના જીવ ઉત્કૃષ્ટ પદમાં પ્રાપ્ત થાય છે. અનંત-અનંત અવસર્પિણીઓમાં એ જ દ્વિતીય તીર્થંકરનો અવધિજ્ઞાન : ભેદ, સ્વરૂપ તથા વિષય
૨૧૦
Page #235
--------------------------------------------------------------------------
________________
કાળ (સમય) એવો હોય છે, જ્યારે સૂક્ષ્મ અગ્નિના જીવ ઉત્કૃષ્ટ પદમાં પ્રાપ્ત થાય છે. તેથી એ સમયના બધા સૂમ અગ્નિકાયના જીવ તથા બધા બાદર અગ્નિકાયના જીવોને મેળવવાથી સર્વ બહુ અગ્નિ જીવોનો પરિમાણ થાય છે.
આ સર્વ - બહુ - અગ્નિ જીવોમાંથી પ્રત્યેકને આકાશના અસંખ્યાત પ્રદેશો પર સ્થાપિત કરવાથી જેટલા આકાશ ખંડને ભરી શકે છે, એટલું ક્ષેત્ર અવધિજ્ઞાનના ઉત્કૃષ્ટ વિષય પ્રરૂપિત કરવામાં આવ્યા છે. આ ક્ષેત્ર અલોકમાં લોક-પ્રમાણ અસંખ્ય આકાશ ખંડ પ્રમાણ હોય છે. આ અવધિજ્ઞાનનો ઉત્કૃષ્ટ ક્ષેત્ર સંબંધી વિષય છે.
શંકા કરી શકાય છે કે અલોકમાં કોઈ રૂપી દ્રવ્ય છે જ નહિ તો ત્યાં સુધી અવધિજ્ઞાનનો વિષય કેવી રીતે હોઈ શકે છે ?
સમાધાન એ છે કે આ કથન અવધિજ્ઞાનની ઉત્કૃષ્ટ શક્તિને બતાવે છે અર્થાતુ જો ત્યાં પણ કોઈ દષ્ટવ્ય પદાર્થ હોય તો એ એને પણ જોઈ શકે છે - જાણી શકે છે.
અહીં એક જિજ્ઞાસા ફરી પેદા થાય છે. લોક-પ્રમાણ અવધિજ્ઞાન થઈ ગયા પછી જ્યારે વિશેષ વિશુદ્ધિ વધે છે તો એ વૃદ્ધિનું શું ફળ હોય છે, કારણ કે લોકના બહાર દષ્ટાવ્ય પદાર્થ તો છે જ નહિ.
આ શંકાનું સમાધાન એ છે કે વિશુદ્ધિના કારણે લોકથી બહારના ક્ષેત્રમાં વધતા અવધિજ્ઞાન લોકસ્થ દ્રવ્યોને જ વધુમાં વધુ સૂક્ષ્મતાથી ગ્રહણ કરે છે. અહીં સુધી કે પરમાવધિ સર્વ સૂક્ષ્મ પરમાણુને પણ જોઈ શકે છે. આ એ વધતી જતી વિશુદ્ધિનું તાત્ત્વિક ફળ છે.
ઉપર પ્રતિપાદિત જઘન્ય અવધિ ક્ષેત્રથી લઈને ઉત્કૃષ્ટ અવધિ ક્ષેત્રના વચ્ચેનું જે ક્ષેત્ર છે એ જ અવધિજ્ઞાનના મધ્યમ ક્ષેત્ર સંબંધી વિષય છે.
કાળની અપેક્ષાએ અવધિજ્ઞાની જઘન્યથી આવલિકાના અસંખ્યાતમા ભાગ માત્રનાં રૂપી દ્રવ્યોને જાણે-દેખે છે અને ઉત્કૃષ્ટથી અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી પ્રમાણ અતીત અને અનાગત કાળનાં રૂપી દ્રવ્યોને જાણે-દેખે છે.
અવધિજ્ઞાનના કાળ અને ક્ષેત્રની પરસ્પર નિયત મર્યાદાઓ છે જેમ કે -
જે અવધિજ્ઞાની ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમા ભાગને જ જાણે છે એ કાળથી આવલિકાના અસંખ્યય ભાગને જ જાણે-દેખે છે, ચાહે તે અતીત હોય કે અનાગત. જે અવધિજ્ઞાની અંગુલથી સંખ્યામાં ભાગ માત્રથી જુએ છે, એ કાળથી આવલિકાના સંખેય ભાગને જ જાણે. દેખે છે.
જે અવધિજ્ઞાની અંગુલ માત્ર ક્ષેત્રને જુએ છે, એ કાળથી થોડા ઓછા આવલિકાપ્રમાણ સમયવર્તી અતીત અનાગત દ્રવ્યોને જાણે છે.
જે અવધિજ્ઞાની ક્ષેત્રથી અંગુલ પૃથકત્વ(બેથી લઈને નવ અંગુલ સુધી)ને જુએ છે એ કાળથી સંપૂર્ણ આવલિકાને જુએ છે. (૨૧૮) .
જે છે તે જ રીતે જિણધમો)
Page #236
--------------------------------------------------------------------------
________________
એ અવધિજ્ઞાની ક્ષેત્રથી એક હાથ-પ્રમાણ ક્ષેત્રને જુએ છે, એ કાળથી અંતર્મુહૂર્ત - અર્થાત્ થોડા ઓછા મુહૂર્તને જુએ છે.
જે અવધિજ્ઞાની ક્ષેત્રથી ગવ્યૂતિ(કોસ)-પ્રમાણ ક્ષેત્રને જાણે છે, એ કાળથી થોડા ઓછા દિવસને જાણે-દેખે છે.
જે અવધિજ્ઞાની યોજન-પ્રમાણ ક્ષેત્રને જાણે છે, એ કાળથી દિવસ પૃથ(બેથી લઈને નવ દિવસ સુધી)ને જાણે-જુએ છે.
જે અવધિજ્ઞાની પચીસ યોજન-પ્રમાણ ક્ષેત્રને જાણે-દેખે છે, એ કાળથી થોડા ઓછા પંદર દિવસને જાણે-દેખે છે.
જે અવધિજ્ઞાની ભરતક્ષેત્ર-પ્રમાણ ક્ષેત્રને જાણે છે, એ કાળથી સંપૂર્ણ પક્ષ(પંદર દિવસ)ને જાણે-દેખે છે.
જે અવધિજ્ઞાની સંપૂર્ણ જંબુદ્વીપને જાણે-દેખે છે, એ સાધિક માસને જાણે-દેખે છે. જે અવધિજ્ઞાની અઢીદ્વીપ(મનુષ્યલોક)ને જાણે-દેખે છે, એ એક વર્ષ-પ્રમાણ અતીત-અનાગત કાળને જાણે-દેખે છે.
જે અવધિજ્ઞાની અઢીદ્વીપથી બહાર રુચકાદિ ક્ષેત્રને જાણે-દેખે છે, એ કાળથી વર્ષ પૃથ(બે વર્ષથી નવ વર્ષ સુધી)ને જાણે-દેખે છે. કેટલાક આચાર્યોનો મત છે કે હજાર વર્ષને જાણે-દેખે છે.
આ રીતે ક્ષેત્રમાં કાળ અને કાળમાં ક્ષેત્રની યોજના કરી લેવી જોઈએ.
જે અવધિજ્ઞાની હજાર વર્ષથી અધિક સંખ્યેય કાળને જાણે-દેખે છે, એ ક્ષેત્રથી સંધ્યેય દ્વીપ-સમુદ્રોને જુએ છે.
જે અવધિજ્ઞાની કાળથી અસંખ્યેય પલ્યોપમ વગેરે કાળને જાણે-જુએ છે, એ ક્ષેત્રથી કદાચ અસંખ્ય દ્વીપ-સમુદ્રોને જાણે છે. કદાચ મોટા-મોટા સંખ્યેય દ્વીપ-સમુદ્રોને જાણે છે. કદાચ કોઈ એક અતિ વિશાળ દ્વીપ-સમુદ્રને જાણે છે, કદાચ એના એક દેશને જાણે-દેખે છે. યોજનની અપેક્ષાથી સર્વત્ર અસંખ્યેય જ સમજવું જોઈએ. પરિસ્થૂળ ન્યાયની અપેક્ષાથી ક્ષેત્ર-વૃદ્ધિ થવાથી કાળ-વૃદ્ધિ અનિયત છે અર્થાત્ હોય પણ છે અને નથી પણ હોતી. પરંતુ દ્રવ્ય-પર્યાયની વૃદ્ધિ થાય છે. કાળવૃદ્ધિ હોવાથી ક્ષેત્ર વગેરેની વૃદ્ધિ થાય જ છે.
દ્રવ્ય-ભાવમાં વૃદ્ધિ થવાથી ક્ષેત્ર-કાળની વૃદ્ધિ પણ છે અને નથી પણ. દ્રવ્યની વૃદ્ધિ થવાથી ભાવમાં વૃદ્ધિ થાય છે, પરંતુ ભાવમાં વૃદ્ધિ થવાથી દ્રવ્ય-વૃદ્ધિમાં ભજવું છે અર્થાત્ હોય છે અને નથી પણ હોતું.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં કાળ સૂક્ષ્મ છે. એનાથી ક્ષેત્ર સૂક્ષ્મતર છે, કારણ કે અંગુલ શ્રેણી માત્ર ક્ષેત્રના આકાશ-પ્રદેશ એટલા છે કે જો એક-એક સમયમાં એક-એક પ્રદેશ કાઢવામાં આવે તો અસંખ્યેય-અવસર્પિણીઓ વીતી જાય. ક્ષેત્રથી દ્રવ્ય-સૂક્ષ્મ છે અને દ્રવ્યથી ભાવ-સૂક્ષ્મ છે.
અવધિજ્ઞાન : ભેદ, સ્વરૂપ તથા વિષય
૨૧૯
Page #237
--------------------------------------------------------------------------
________________
અવધિજ્ઞાનના વિષયની અપેક્ષા કાળ સ્તોક (ઓછો) છે. એનાથી ક્ષેત્ર અસંખેય ગુણા છે, એનાથી દ્રવ્ય અનંત ગુણા છે અને પર્યાય એનાથી અસંખ્યય કે સંખ્યય ગુણા છે. કારણ કે એક-એક આકાશ-પ્રદેશ પર અનંત પરમાણુ-યણુકચણુક વગેરે દ્રવ્ય રહેલા છે અને એક-એક દ્રવ્યની અનંત-પર્યાય છે.
ભાવથી અવધિજ્ઞાની જઘન્યતઃ રૂપી દ્રવ્યોની અનંત-પર્યાયોને જાણે છે, દેખે છે અને ઉત્કૃષ્ટથી પણ અનંત-પર્યાયોને જાણે-દેખે છે. અનંતના અનંત ભેદ હોય છે. ચાહે એ ભેદ વત્તા, ઓછા, ગુણા કે ભાગાકાર રૂપોમાંથી કોઈપણ પ્રકારના હોય, તેથી જઘન્ય અને ઉત્કૃષ્ટ અનંતમાં અંતર સમજી લેવું જોઈએ. અનંતનો આશય સંપૂર્ણ ભાવોના અનંતમા ભાગ જેટલો સમજવો જોઈએ. અવધિજ્ઞાનના ફરૂકાવધિ, દેશાવધિ, પરમાવધિ વગેરે પણ ભેદ બતાવવામાં આવ્યા છે. ફકાવધિ :
જેમ ઓરડામાં રહેલા દીવાની જ્યોત જાળી વગેરેથી બહાર નીકળે છે, એ નિર્ગમાં સ્થાનોની જેમ અવધિ જ્ઞાનાવરણના ક્ષયોપશમજન્ય અવધિજ્ઞાનનાં નિર્ગમ સ્થાનોને ફક કહેવામાં આવ્યા છે. આ ફક એક જીવન સંધ્યેય અને અસંખ્યય પણ હોય છે. એક ફકના ઉપયોગ-પ્રયુક્ત થવાથી જીવ નિયમથી બધા ફફકોથી ઉપયુક્ત હોય છે, કારણ કે જીવનો ઉપયોગ સ્વભાવ એક છે. જેમ એક નેત્રના ઉપયુક્ત હોવાથી બીજું નેત્ર પણ ઉપયુક્ત થઈ જ જાય છે.
આ ફક ત્રણ પ્રકારના છે - અનુગામિક, અનનુગામિક અને મિશ્ર. એમાંથી પ્રત્યેકના ત્રણ-ત્રણ ભેદ છે - પ્રતિપાતિ, અપ્રતિપાતિ અને મિશ્ર. એમાંથી આનુગામિક અને અપ્રતિપાતી ફક તીવ્ર વિશુદ્ધિવાળા હોય છે. અનનુગામી અને પ્રતિપાતી ફડુક મંદ વિશુદ્ધિવાળા હોય છે. મિશ્ર ફડુક મધ્યમ વિશુદ્ધિવાળા હોય છે.
પૂર્વમાં જે અવધિજ્ઞાનના અનુગામી વગેરે છ ભેદ બતાવવામાં આવ્યા છે તે દેશાવધિ છે. અવધિજ્ઞાનનું જે સર્વોચ્ચ સર્વોત્કૃષ્ટ સ્વરૂપ છે એ પરમાવધિ છે. પરમાવધિના પ્રગટ થવાથી અંતર્મુહૂર્ત પછી કેવળજ્ઞાન પ્રગટ થઈ જ જાય છે - જેમ ઉષાકાળની પછી સૂર્યોદય થાય છે.
જેમ મિથ્યાદેષ્ટિના મતિ અને શ્રુતજ્ઞાનને કુમતિ (મતિજ્ઞાન), કુશ્રુત (શ્રુત-અજ્ઞાન) કહેવાય છે, એમ જ મિથ્યાદેષ્ટિ જીવના અવધિજ્ઞાનને વિર્ભાગજ્ઞાન કહે છે.
અવધિજ્ઞાનનું સ્વરૂપ ક્ષયોપશમની વિચિત્રતાના કારણે વિવિધ પ્રકારનું છે, અને તત્સંબંધી અનેક સૂક્ષ્મતાઓ ભાષ્ય વગેરે ગ્રંથોમાં વર્ણિત છે. વિશેષ, જિજ્ઞાસુઓએ ભાષ્ય વગેરેથી એનું જ્ઞાન કરવું જોઈએ.
(૨૦)00000000 0 0 0 0 0 0 0 { જિણધામો)
Page #238
--------------------------------------------------------------------------
________________
૩૨
( મન:પર્યયજ્ઞાન)
મનોદ્રવ્યની પર્યાયોને જાણનાર જ્ઞાન મન:પર્યાયજ્ઞાન કહેવાય છે. અઢીદ્વીપવર્તી સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનોગત ભાવોને જાણનાર જ્ઞાન મનઃપર્યાયજ્ઞાન છે. આ જ્ઞાન સંયમની વિશુદ્ધિથી જ પ્રાપ્ત થાય છે. જે સંયતી હોય એમને પણ બધાને નથી થતું, છતાં જે અપ્રમત્ત સંયતી હોય અને એમાંથી પણ જે વિવિધ પ્રકારની ઋદ્ધિઓથી સંપન્ન હોય, એમને જ મન પર્યયજ્ઞાન થાય છે. અર્થાત્ માત્ર ઋદ્ધિ-સંપન્ન અપ્રમત્ત સંયતીને જ મન:પર્યયજ્ઞાન થઈ શકે છે. માટે સંયમની વિશેષ પ્રકારની વિશુદ્ધિ વગેરે ગુણ-પ્રત્યયથી જ મનઃ પર્યયજ્ઞાન પ્રગટ થાય છે. મન:પર્યાયજ્ઞાનના ક્ષેત્ર-વિષય મનુષ્ય ક્ષેત્રવર્તી સંજ્ઞી જીવોના મનોગત ભાવોને જાણવા સુધી જ સીમિત છે. મનુષ્ય ક્ષેત્રથી બહાર આ જ્ઞાનનો વિષય નથી.
મન:પર્યયજ્ઞાની સંજ્ઞી જીવો દ્વારા માન્યમાન (ચિંત્યમાન) મનોયોગ દ્વારા મન રૂપથી પરિણમિત ભાવોને જ જાણી શકે છે. મનોયોગ હોવા છતાં આકાશસ્થ મનોદ્રવ્ય પુગલોને એ નથી જાણી શકતા. દ્રવ્ય-મનની જે વિવિધ પર્યાયો છે, એ જ મન:પર્યાયજ્ઞાનનો વિષય બને છે. કારણ કે ભાવ-મન જ્ઞાનરૂપ હોવાથી અમૂર્ત છે અને અમૂર્ત દ્રવ્ય છદ્મસ્થના સાક્ષાત્ જ્ઞાનનો વિષય નથી હોતો.
મન:પર્યાયજ્ઞાની સંશી જીવ દ્વારા ચિંતિત વસ્તુની મનોગત-પર્યાયને જ જાણે છે, બાહ્ય વસ્તુમાં રહેલી પર્યાયને નહિ. મનોદ્રવ્યની પર્યાયોના આધારથી તે અનુમાન-પ્રમાણ દ્વારા બાહ્ય વસ્તુગત-પર્યાયોને જાણે છે. જેમ કે આ વ્યક્તિના મનોદ્રવ્ય આ રૂપમાં પરિણત થયા છે, માટે એ વસ્તુ એવી હોવી જોઈએ. તેથી મન:પર્યાયજ્ઞાની ચિંતનીય ઘટાદિ વસ્તુને સાક્ષાત્ નથી જાણતા. ચિંતક મૂર્ત-અમૂર્ત કોઈપણ વસ્તુને ચિંતન કરી શકે છે. છમસ્થ અમૂર્ત વસ્તુને નથી જાણી શકતો. માટે અનુમાનથી મન:પર્યાયજ્ઞાની ચિંતનીય વસ્તુને જાણે છે. સાક્ષાત્ તો મનોગત-પર્યાયોને જ જાણે છે. મન:પર્યાયજ્ઞાની પલ્યોપમના અસંખ્યાતમા ભાગ-પ્રમાણ અતીત-અનાગતના મનોગત ભાવોને જાણી શકે છે.
મન પચચજ્ઞાનના ભેદ મન:પર્યાયજ્ઞાનના બે ભેદ છે - (૧) ઋજુમતિ અને (૨) વિપુલમતિ છે.
(૧) બાજુમતિ : બીજાના મનોગત ભાવોને (વિપુલમતિની અપેક્ષા) સામાન્ય રૂપથી જાણવા, ઋજુમતિ મન:પર્યાયજ્ઞાન કહેવાય છે.
(૨) વિપુલમત્તિ ઃ બીજાના મનોગત ભાવોને ઋજુમતિની અપેક્ષા વિશેષ સ્પષ્ટ રૂપથી જાણવા વિપુલમતિ મન:પર્યાયજ્ઞાન છે. ( મન:પર્યજ્ઞાન
નવી
૨૨૧)
Page #239
--------------------------------------------------------------------------
________________
ઋજુમતિ અને વિપુલમતિ - બંને જ મન:પર્યાયજ્ઞાન પટું ક્ષયોપશમજન્ય હોવાથી વિશેષાગ્રાહી છે. વિશેષગ્રાહી હોવાના કારણે જ મન:પર્યાય દર્શન નથી માનવામાં આવ્યા. દર્શન સામાન્યને ગ્રહણ કરે છે અને મન:પર્યાયજ્ઞાનમાં સામાન્ય ગ્રહણ નથી થતું. ઋજુમતિમાં જે સામાન્ય રૂપથી જાણવું કહ્યું છે, એ સામાન્ય ધર્મ નથી, છતાં વિપુલમતિ જેટલા વિશેષોને જાણે છે, એનાથી ઓછા વિશેષોને ઋજુમતિ જાણે છે, એનો એટલો જ અભિપ્રાય છે.
જુમતિ અને વિપુલમતિના ભેદ ઋજુમતિ અને વિપુલમતિમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવની અપેક્ષાથી જે વિશેષતા છે, એ આ પ્રકાર છે :
(૧) દ્રવ્યથી ઋજુમતિ મનોવર્ગણાના અનંત-અનંત પ્રદેશ સ્કંધોને જાણે છે અને વિપુલમતિ ઋજુમતિની અપેક્ષા અધિક પ્રદેશોવાળા સ્કંધને વધુ સ્પષ્ટતાથી જાણે છે.
(૨) ક્ષેત્રથી ઋજુમતિ જઘન્યતઃ અંગુલના અસંખ્યાતમા ભાગ-પ્રમાણે ક્ષેત્રને તથા ઉત્કૃષ્ટથી નીચે રત્નપ્રભા પૃથ્વીના નીચે ક્ષુલ્લક પ્રત્તર સુધીને, ઉપર જ્યોષિત ચક્રના ઉપરિતલ પર્યત અને ત્રાંસા અઢીદ્વીપ પર્યતમાં અઢીઅંગુલ ઓછા સંશી જીવોના મનોગત ભાવોને જાણે છે. વિપુલમતિ, ઋજુમતિની અપેક્ષા અઢીદ્વિીપની સીમામાં જ અઢી અંગુલ વધુ અર્થાત્ પરિપૂર્ણ અઢીદ્વીપના પર્યત ત્રાંસી દિશામાં સ્થિત સંજ્ઞીજીવોના મનોગત ભાવોને જાણે છે.
(૩) કાળથી ઋજુમતિ જઘન્યતઃ પલ્યોપમના અસંખ્યાતમા ભાગને અને ઉત્કૃષ્ટથી પણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ ભૂત તથા ભવિષ્યના મનોગત ભાવોને જાણે છે. ઋજુમતિની અપેક્ષા કંઈક વધારે કાળના મનથી ચિંતિત કે જેમનું ચિંતન હશે, એવા ભાવોને વિપુલમતિ મન:પર્યાયજ્ઞાન અધિક ફુટ રૂપમાં જાણે છે.
(૪) ભાવથી ઋજુમતિ મનોગત ભાવોની અસંખ્યાત પર્યાયોને જાણે છે, પરંતુ બધા ભાવોના અનંતમા ભાગને જાણે છે. વિપુલમતિ, ઋજુમતિની અપેક્ષા કંઈક અધિક પર્યાયોને વિશુદ્ધત્તર રૂપમાં ફુટતઃ જાણે છે.
ઉપર્યુક્ત વિશેષતાઓને સાથે જ ઋજુમતિ અને વિપુલમતિમાં કેટલીક અન્ય વિશેષતાઓ પણ છે :
(૧) ઋજુમતિની અપેક્ષા વિપુલમતિ મન:પર્યયજ્ઞાન સૂક્ષ્મતર અને અધિક વિશેષોને ફુટ રૂપથી જાણે છે. આ વિશુદ્ધિકૃત ભેદ છે.
(૨) ઋજુમતિ ઉત્પન્ન થયા પછી કદાચ જતી પણ રહે, પરંતુ વિપુલમતિ ઉત્પન્ન થયા પછી નથી જતી, અર્થાત્ ઋજુમતિ પ્રતિપાતી પણ હોઈ શકે છે, જ્યારે વિપુલમતિ અપ્રતિપાતી પણ હોય છે. કેવળજ્ઞાન થવાથી તે એમાં સમાવિષ્ટ થઈ જાય છે ત્યારે એની સત્તા અકિંચિત્કર હોય છે. આ અપ્રતિપાત કૃત વિશેષતા છે, માટે “તત્ત્વાર્થ સૂત્ર'માં કહેવાય છે -
વિશુદ્ધ પ્રતિપાતા તળશેષ: - તત્ત્વાર્થ સૂત્ર, અ-૧, સૂ-૨૪ (૨૨૨) :
જ જિણધમો)
Page #240
--------------------------------------------------------------------------
________________
આગમમાં આ વિષયને આ રીતે બતાવવામાં આવ્યો છે - उज्जुमई अणंते अणंत पएसिए खंधे जाणइ पासइ । तंचेव विउलमई अब्भहियतराए, विउलतराए, विसुद्धतराए, वितिमिरतराए जाणइ-पासइ...।
- નંદીસૂત્ર-૧) અર્થાત્ ઋજુમતિ અનંત-અનંત પ્રદેશિક સ્કંધોને જાણે-ખે છે. એમનો જ વિપુલમતિ અધિક રૂપથી, વિપુલ રૂપથી, વિશુદ્ધ રૂપથી, વિતિમિર રૂપથી જાણે-ખે છે.
અવધિજ્ઞાન અને મન:પર્યચજ્ઞાનનું અંતર અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન બંને જ રૂપી દ્રવ્યોને ગ્રહણ કરે છે તથા બંને વિકલ (અપૂર્ણ) પારમાર્થિક પ્રત્યક્ષના રૂપમાં સમાન હોવા છતાંય આ બંનેમાં વિશુદ્ધિ ક્ષેત્ર, સ્વામી અને વિષયકૃત ભેદ છે - જેમ કે -
(૧) અવધિજ્ઞાનની અપેક્ષા મન:પર્યાયજ્ઞાન પોતાના વિષયને વિશેષ સ્પષ્ટ રૂપથી જાણે છે, તેથી તે એનાથી વિશુદ્ધત્તર છે.
(૨) અવધિજ્ઞાનનું ક્ષેત્ર અંગુલના અસંખ્યાતમા ભાગથી લઈને સંપૂર્ણ લોક છે, જયારે મન:પર્યાયજ્ઞાનનું ક્ષેત્ર માનુષોત્તર પર્વત પર્યન્ત તિર્ધક લોક જ છે.
(૩) અવધિજ્ઞાનના સ્વામી ચારે ગતિવાળા હોઈ શકે છે, પરંતુ મન:પર્યાયજ્ઞાનના સ્વામી ઋદ્ધિ પ્રાપ્ત અપ્રમત્ત સંયત મનુષ્ય જ હોય છે.
(૪) અવધિજ્ઞાનના વિષય થોડો પર્યાય સહિત રૂપીદ્રવ્ય છે, પરંતુ મન:પર્યાયજ્ઞાનનો વિષય મનોદ્રવ્ય માત્ર છે.
(૫) અવધિજ્ઞાન પરભવમાં પણ સાથે જઈ શકે છે, જ્યારે મન:પર્યાયજ્ઞાન ઇહભવિક જ હોય છે.
મન:પર્યયજ્ઞાનની પશ્યતા નંદી સૂત્રમાં કહ્યું છે કે - --- __ 'तं समासओ चउव्विहं पण्णत्तं, तं जहा-दव्वओ खित्तओ, कालओ, भावओ। दव्वओ णं उज्जुमई अणंते अणंत पएसिए खंधे जाणइ पासइ ।'
અર્થાતું મન:પર્યયજ્ઞાની દ્રવ્યથી અનંત-અનંત પ્રદેશિક સ્કંધોને જાણે-દેખે છે. મન:પર્યયજ્ઞાન પટુક્ષયોપશમથી થાય છે. તેથી ઉત્પન્ન થતા એ વિશેષને જ ગ્રહણ કરે છે, સામાન્યને નહિ. તેથી એ જ્ઞાનરૂપ જ છે, દર્શનરૂપ નથી. એવું હોવા છતાં આગમમાં “મન:પર્યયજ્ઞાન માટે જુએ છે' એવું કેમ કહેવાયું છે ? આ પ્રશ્ન સહજ રીતે જ સામે આવે છે.
આ પ્રશ્નના સમાધાનમાં અનેક વિચાર ઉપસ્થિત પણ છે. (૧) કેટલાક આચાર્યોન મત છે કે – મન:પર્યયજ્ઞાની જાણે છે, એમને જ મનથી થનારા અચક્ષુદર્શન દ્વારા વિકલ્પિત [મન:પર્યજ્ઞાન
, , , , Y૨૨૩)
Page #241
--------------------------------------------------------------------------
________________
કરે છે. આ અપેક્ષાથી જોવું કહેવાય છે. આને વિશેષ સ્પષ્ટ રીતે એમ કહી શકાય કે જે પ્રમાતાને મન:પર્યયજ્ઞાન થયું છે, એને જ મનઃપર્યયજ્ઞાનના અનંતર અચસુદર્શન ઉત્પન્ન થાય છે, એ અચક્ષુદર્શનથી એ મન:પર્યયજ્ઞાની એ ભાવોને જુએ છે.
શંકા અચક્ષુદર્શન મતિજ્ઞાનનો ભેદ હોવાથી પરોક્ષ કહેવાય છે અને મન:પર્યયજ્ઞાનને પ્રત્યક્ષ માનવામાં આવે છે તો ત્યાં અચક્ષુદર્શનની પ્રવૃત્તિ કેવી રીતે થઈ શકે છે ?
સમાધાન : જેમ અવધિજ્ઞાનીના ચક્ષુદર્શન અને અચસુદર્શન દ્વારા પરોક્ષ અર્થને જોવાથી એના પ્રત્યક્ષેત્રમાં કોઈ વિરોધ નથી આવતો, એમ જ અચસુદર્શન દ્વારા જોવાથી મન:પર્યયજ્ઞાનની પ્રત્યક્ષતામાં શું વિરોધ હોઈ શકે છે ?
તેથી મન:પર્યયજ્ઞાની સ્વજ્ઞાનથી મનોદ્રવ્ય-પર્યાયોને જાણે છે અને માનસ-અચક્ષુદર્શનથી જુએ છે.
(૨) કેટલાક આચાર્યોનો મત છે મન:પર્યયજ્ઞાની અવધિદર્શન દ્વારા જુએ છે, પરંતુ આ કથન અયુક્ત છે, કારણ કે મન:પર્યયજ્ઞાનીને અવધિજ્ઞાન થાય જ છે એવું અનિવાર્ય નથી. અવધિજ્ઞાન-અવધિદર્શન વગર પણ મન:પર્યયજ્ઞાન હોઈ તથઈ) શકે છે. એવી સ્થિતિમાં મન:પર્યયજ્ઞાની, અવધિદર્શનથી જુએ છે, એ કેવી રીતે થઈ શકે છે?
(૩) કોઈ આચાર્ય કહે છે કે - જેમ અવધિદર્શન થાય છે એમ જ મન:પર્યયદર્શન પણ થાય છે. એનાથી તે જુએ છે. આ કથન પણ સંગત પ્રતીત નથી થતું કારણ કે આગમમાં ક્યાંય પણ મન:પર્યયદર્શનનો ઉલ્લેખ નથી મળતો. માત્ર ચાર જ દર્શન કહ્યા છે. જેમ કે, પાઠ છે - “વિદેvi મંતે હંસ પUUત્તે ? જોયHI I aઉન્રિદે, તંવचक्खु दंसणे, उचक्खु दंसणे, ओहि दंसणे, केवल दंसणे ।'
પાંચમું મન:પર્યયદર્શન નથી કહેવામાં આવ્યું, તેથી એનાથી જોવાની સંગતિ કેવી રીતે થઈ શકે છે ?
(૪) કોઈ કહે છે કે જેમ વિભંગદર્શનને અવધિદર્શન કહેવામાં આવે છે, એમ જ મન:પર્યયદર્શનને પણ અવધિદર્શનમાં સમાવિષ્ટ માનવામાં આવે તો શું આપત્તિ છે? ત્યારે અવધિદર્શન દ્વારા મન:પર્યયજ્ઞાની જુએ છે, તે સંગત થઈ શકે છે.
ઉક્ત કથન પણ આગમ વિરુદ્ધ છે, કારણ કે ‘ભગવતી સૂત્ર'માં આશીવિષ ઉદ્દેશકમાં મન:પર્યયજ્ઞાનીના બે અને ત્રણ દર્શન બતાવવામાં આવ્યા છે. જે મતિ-શ્રુત-મન:પર્યયજ્ઞાની છે, એમનાં બે દર્શન માનવામાં આવ્યાં છે અને જે મતિ-શ્રુત-અવધિ-મન:પર્યયરૂપ ચાર જ્ઞાનવાળા છે, એમના ત્રણ દર્શન માનવામાં આવ્યા છે. જો મન:પર્યયજ્ઞાનીના અવધિદર્શન હોત તો મતિ-શ્રુત-મન:પર્યયવાળાના નિયમથી ત્રણ દર્શનોનું જ કથન હોત, બે દર્શનોનું નહિ, માટે ઉક્ત મત શાસ્ત્ર વિરુદ્ધ છે. (૨૨૪) છે જે
છે તે છે જિણધમો)
Page #242
--------------------------------------------------------------------------
________________
(૫) કેટલાક કહે છે કે - જે અવધિજ્ઞાન યુક્ત મન:પર્યયજ્ઞાની હોય છે એ માત્ર જાણે છે અને દેખે છે જે અવધિ રહિત મન:પર્યયજ્ઞાની હોય છે એ માત્ર જાણે છે, દેખતો નથી. પરંતુ સંભાવનાને લઈને મનઃપર્યયજ્ઞાની જાણે-દેખે છે, એ ઘટિત થઈ શકે.
(૬) કોઈ કહે છે કે - મનઃપર્યયજ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન છે. પ્રત્યક્ષનો અર્થ છે પ્રકૃષ્ટ રૂપથી જોવું. આ અપેક્ષાએ મન:પર્યયજ્ઞાનમાં જોવું ઘટિત થઈ શકે છે.
આ રીતે મન:પર્યયજ્ઞાનની પશ્યતાના વિષયમાં વિવિધ અભિપ્રાય બતાવવામાં આવ્યા છે. આ વિશે વિશેષાવશ્યકના ભાષ્યકારનું મંતવ્ય એ છે કે - ‘પ્રજ્ઞાપના સૂત્ર’ના ત્રીસમા પદમાં મનઃપર્યયજ્ઞાન પશ્યતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એ સાકારોપયોગવાળી પશ્યતા છે. એ જ પશ્યતાથી મન:પર્યયજ્ઞાની જુએ છે. એવું સ્પષ્ટ પ્રતિપાદનના રહેવાથી અન્ય અભિપ્રાયોનું કોઈ મહત્ત્વ નથી રહેતું. આ જ આગમોક્ત સમુચિત સમાધાન છે.
33
કેવળજ્ઞાન
વિશ્વના સમસ્ત દ્રવ્ય-પર્યાયોને એક સાથે જાણનારું જ્ઞાન કેવળજ્ઞાન છે. આ જ્ઞાન સકળ પ્રત્યક્ષ હોય છે. વિશ્વના સકળ ચરાચર પદાર્થોને જાણનાર, દેખનાર હોવાથી કેવળજ્ઞાનીને સર્વજ્ઞસર્વદર્શી કહેવામાં આવે છે. જ્યારે આત્માના જ્ઞાન-ગુણને આચ્છાદિત કરનાર સમસ્ત આવરણોનો સર્વથા સમૂલ ક્ષય થઈ જાય છે ત્યારે નિરાવરણ આત્માની વિશુદ્ધ જ્ઞાનજ્યોતિ પોતાના સહજ સ્વરૂપમાં જગમગવા લાગે છે. એ નિર્મળ વિશુદ્ધ જ્ઞાનદર્પણમાં ત્રિભુવનના સમસ્ત પદાર્થ તથા સમસ્ત ભૂત-ભાવિ અને વર્તમાન પર્યાયો પ્રતિબિંબિત થવા લાગે છે.
આ જ્ઞાન સકલ-પરિપૂર્ણ તથા એક રૂપ હોવાના કારણે એનો કોઈ ભેદ નથી. ‘નંદી સૂત્ર'માં કહ્યું છે
अह सव्व दव्व परिणाम भाव विण्णति कारणमणंतं । सासयमप्पडिवाइ विहं
केवलंनाणं ॥
ગાથા - ૬૬
કેવળજ્ઞાન સમસ્ત દ્રવ્ય તથા પર્યાયોના જ્ઞાનનું કારણ છે. એ અનંત, શાશ્વત, અપ્રતિપાતી અને એક જ પ્રકારનું છે. કેવળજ્ઞાન સમસ્ત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના અસ્તિત્વનું પરિચ્છેદક છે. જ્ઞેય વસ્તુની અનંતતાના કારણે એમને ગ્રહણ કરનારું આ જ્ઞાન પણ અનંત છે. આ જ્ઞાન પ્રગટ થયા પછી હંમેશાં રહે છે, તેથી શાશ્વત છે. આ એક વાર આવિર્ભૂત થયા પછી જતું નથી, માટે અપ્રતિપાતી છે. આવરણોને સર્વથા તથા નિર્મૂળ રૂપથી ક્ષય થઈ ગયા પછી આવિર્ભૂત થવાથી આ ન્યૂનાધિક નથી થતો, તેથી આ એક રૂપ જ છે અર્થાત્ એના ભેદ નથી. ક્ષાયોપશમિક જ્ઞાનોમાં ન્યૂનાધિક્તા થઈ શકે છે, પરંતુ ક્ષાયિક હોવાથી એમાં ન્યૂનાધિકતા સંભવ નથી. આ જ્ઞાન અન્ય જ્ઞાનોની અપેક્ષા ન રાખવાથી
કેવળજ્ઞાન
૨૨૫
-
Page #243
--------------------------------------------------------------------------
________________
નિરપેક્ષ છે. આ જ્ઞાન કેવળ છે અર્થાત્ પરિપૂર્ણ છે, એક છે. કેવળજ્ઞાન થયા પછી મતિ વગેરે ક્ષાયોપથમિક જ્ઞાન નથી રહેતું, એકલું કેવળજ્ઞાન જ રહે છે. જે રીતે સર્વશુદ્ધ પટમાં દેશશુદ્ધિ થતી નથી, એમ સર્વશુદ્ધ કેવળજ્ઞાન થવાથી દેશશુદ્ધ મતિ વગેરે ક્ષાયોપથમિક જ્ઞાનનું સ્વતંત્ર અસ્તિત્વ નથી રહેતું.
સર્વજ્ઞતાની સિદ્ધિ જ્ઞાન આત્માનો સ્વભાવ છે, માટે ભારે આવરણો હોવા છતાંય એ કોઈને કોઈ અંશમાં (બનેલો) રહે છે. જ્ઞાનને જ્યારે આત્માનો સ્વભાવ માનવામાં આવે છે અને આવરણોના કારણે ન્યૂનાધિક રૂપમાં એનું આચ્છન્ન અને આવૃત્ત હોવાનું સ્વીકારવામાં આવે છે, તો આ પણ સ્વીકારવું પડશે કે એ આવારક આવરણોના સર્વથા હટી જવાથી જ્ઞાન પોતાના સહજ તથા પરિપૂર્ણ સ્વરૂપમાં પ્રગટ થઈ જાય છે. જ્ઞાનનું પરિપૂર્ણ પ્રાગટ્ય જ સર્વજ્ઞતા છે.
અજ્ઞાનનું કારણ જ્ઞાનાવરણ કર્મ છે. જ્યારે એ જ્ઞાનને આવૃત્ત કરનારું કારણ સર્વાશમાં હટી જાય છે, તો પછી અજ્ઞાનરૂપ કાર્ય કેવી રીતે રહી શકે છે ? અજ્ઞાનના ન રહેવાથી સર્વજ્ઞતા સ્વયમેવ સિદ્ધ થઈ જાય છે.
અનુમાન-પ્રમાણથી પણ સર્વજ્ઞતાની સિદ્ધિ થાય છે. સંસારવર્તી છદ્મસ્થ જીવોના જ્ઞાનમાં તરતમતા જોવા મળે છે, ચૂનાધિકતા જોવા મળે છે. જે વસ્તુમાં તરતમતા જોવા મળે છે, એનો પ્રકર્ષ પણ ક્યાંક જોવા મળવો જોઈએ. જેમ કે પૌલિક વસ્તુઓમાં હૂસ્તત્વદીર્ઘત્વની તરતમતા જોવા મળે છે, તો એનો પ્રકર્ષ પણ જોવા મળે છે. હૃસ્તત્વનો પ્રકર્ષ અણુમાં અને મહત્તાનો પ્રકર્ષ આકાશમાં જોવા મળે છે. એમ જ આપણા છમસ્થિક જ્ઞાનની અધિકતાના પ્રકર્ષ સર્વજ્ઞમાં અને જ્ઞાનની ન્યૂનતાના પ્રકર્ષ નિગોદ જીવમાં જોવા મળે છે. આ અનુમાન-પ્રમાણથી સર્વજ્ઞતાની સિદ્ધિ થાય છે.
અન્ય અનુમાનોથી પણ સર્વજ્ઞતા સિદ્ધ થાય છે. જેમ કે સૂમ, દૂરવર્તી અને અંતરિત પદાર્થ પણ કોઈના જ્ઞાનનો વિષય હોવો જોઈએ, કારણ કે તે શેય છે. જે-જે શેય હોય છે, એનો જ્ઞાતા કોઈ હોવો જ જોઈએ, જેમ કે ઘટ, પટ વગેરે વસ્તુઓના જ્ઞાતા દેવદત્ત વગેરે. સૂક્ષ્માન્તરિત તથા દૂરસ્થ પદાર્થ પણ ય છે તેથી એમનો પણ કોઈ જ્ઞાતા હોવો જોઈએ જે આ બધાનો જ્ઞાતા છે, એ જ સર્વજ્ઞ સર્વદર્શી છે. આ પ્રકારનાં અનેક પ્રમાણોથી સર્વજ્ઞતાની સિદ્ધિ થાય છે.
કેવળજ્ઞાનનો વિષય નંદી સૂત્ર'માં કહ્યું છે - 'तं समासओ चउव्विहं पण्णत्तं । तं जहा-दव्वओ, खित्तओ, कालओ, भावओ । तत्थ दव्वओ णं केवलणाणी सव्वदव्वाइं जाणइ-पासइ, खित्तओ णं केवल नाणी सव्वं खित्तं जाणइ-पासइ, कालओ णं केवलणाणी सव्वं कालं जाणइ પાસ, માવો નું સેવનના સર્વે માવે નાછું પાકું ? - નંદીસૂત્ર - ૨૨ (૨૨
મણિધમો)
Page #244
--------------------------------------------------------------------------
________________
ઉપરના સૂત્રમાં દ્રવ્ય, કાળ (સમય) અને ભાવની અપેક્ષાથી કેવળજ્ઞાનનો વિષય બતાવવામાં આવ્યો છે. કેવળજ્ઞાની દ્રવ્યથી સમસ્ત ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યોને સાક્ષાત્ જાણેદેખે છે. ક્ષેત્રથી કેવળજ્ઞાની લોક અને અલોક સંપૂર્ણ ક્ષેત્રને જાણે-દેખે છે. અહીં સર્વ દ્રવ્યના ગ્રહણથી આકાશાસ્તિકાયનો સમાવેશ પણ દ્રવ્યમાં થઈ શકે છે, છતાં એ આકાશ, ક્ષેત્રના રૂપમાં રૂઢ હોવાથી અલગ રૂપથી પ્રતિપાદિત કરવામાં આવ્યા છે. કાળની અપેક્ષાએ કેવળજ્ઞાની સર્વકાળ-અતીત-અનાગત વર્તમાનને જાણે-દેખે છે. ભાવથી કેવળજ્ઞાની બધા જીવઅજીવની ગતિ, કષાય, અગુરુલઘુ વગેરે સમસ્ત પર્યાયોને જાણે-દેખે છે.
સર્વજ્ઞ ભગવાનના જોય વિષયોને સંકલિત કરતા અન્ય ગ્રંથોમાં આ રીતે કહેવામાં આવ્યું છે : * સર્વજ્ઞ ભગવાન દેવ વગેરે લોકમાં જીવની ગતિ-આગતિ અને ચ્યવન-ઉત્પાદને જાણે છે. * સર્વજ્ઞ ભગવાન પુગલોના આગમન, ગમન, ચ્યવન અને ઉત્પાદને જાણે છે. * સર્વશ ભગવાન ધર્મ-અધર્મ, કાળ અને આકાશના વન અને ઉત્પાદને જાણે છે. * સર્વજ્ઞ ભગવાન બંધને જાણે છે. મોક્ષને જાણે છે. ઋષિ-સંપદાને જાણે છે. સ્થિતિ, મ્યુતિ
અને એમનાં કારણોને જાણે છે. ત્રિકાળ વિષયક બધા પ્રકારના સંયોગ કે સમીપતાના
બધા ભેદોને જાણે છે. * સર્વજ્ઞ ભગવાન છ દ્રવ્યોની શક્તિ રૂપ અનુભાગને તથા દ્વિસંયોગ વગેરે રૂપ મૃત્પિન્ડ
દંડ, ચક્ર વગેરેને ઘટોત્પાદન રૂપ અનુભાગને પણ જાણે છે. * સર્વજ્ઞ ભગવાન તર્ક, કલા, મન, માનસિક જ્ઞાન અને મનથી ચિંતિત પદાર્થોને પણ જાણે છે. * સર્વજ્ઞ ભગવાન ભક્ત, કૃત, પ્રતિસેવિત, આવિ કર્મ, રહ:કર્મ, બધા લાકે, બધા જીવ
અને બધા ભાવોને સમ્યક પ્રકારથી યુગપત જાણે છે. * સર્વ ભાવોની અંતર્ગત બધા જીવ, અજીવ, બધા શુભાશુભ કર્મ પ્રકૃતિઓ, પુણ્ય-પાપ, આસ્રવ-સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ - આ બધાને કેવળી જાણે છે.
કેવળજ્ઞાનનું સ્વરૂપ શ્રી ભૂતબલિ આચાર્ય પ્રણીત મહાબંધ પ્રથમ ભાગના પ્રકૃતિ બંધાધિકારમાં કેવળજ્ઞાનનું સ્વરૂપ નીચે પ્રમાણે વર્ણિત છે :
“કેવળીભગવાન ત્રિકાળાવચ્છિન્ન લોક-અલોક સંબંધી સંપૂર્ણ ગુણ-પર્યાયોથી સમન્વિત અનંત દ્રવ્યોને જાણે છે. એવો કોઈ જોય નથી હોઈ શકતો જે કેવળી ભગવાનના જ્ઞાનનો વિષય ન હોય. જ્ઞાનના ધર્મmયને જાણે છે અને શેયનો ધર્મ છે જ્ઞાનનો વિષય હોવો. એમાં વિષય-વિષયી ભાવ સંબંધ છે, જ્યારે મતિ અને શ્રુતના દ્વારા પણ આ જીવ વર્તમાનના સાથે ભૂત અને ભવિષ્યની વાતોનું પરિજ્ઞાન કરે છે ત્યારે કેવળી ભગવાન દ્વારા અતીત-અનાગત, વર્તમાન બધા પદાર્થોનું જ્ઞાન કરવું યુક્તિ-યુક્ત જ છે. જો ક્રમપૂર્વક કેવળી ભગવાન અનંતાનંત પદાર્થોને જાણતો હોય તો સંપૂર્ણ પદાર્થોનો સાક્ષાત્કાર નથી થઈ શકતો. અનંતકાળ વ્યતીત થવાથી પણ પદાર્થોની અનંત ગણના અનંત જ રહેશે. દૂ કેવળજ્ઞાની છે ને
જર૨૦)
Page #245
--------------------------------------------------------------------------
________________
આત્માની અસાધારણ નિર્મળતાના કારણે એક સમયમાં જ સકળ પદાર્થોને ગ્રહણ કેવળી ભગવાન કરી લે છે.
જ્યારે જ્ઞાન એક સમયમાં સંપૂર્ણ જગતનું કે વિશ્વનાં તથ્યોનો બોધ કરી દે છે ત્યારે આગળ એ કાર્યહીન થઈ જશે, આ આશંકા યુક્ત નથી, કારણ કે કાળ-દ્રવ્યના નિમિત્તથી તથા અગુરુલઘુ ગુણના કારણે સમસ્ત વસ્તુઓમાં ક્ષણ-ક્ષણમાં પરિણમન-પરિવર્તન થતું રહે છે. જે કાલ ભવિષ્ય હતું એ આજ વર્તમાન બનીને આગળ અતીતનું રૂપ ધારણ કરે છે. આ રીતે પરિવર્તનનું ચક્ર ચાલતા રહેવાને કારણે જ્ઞયના પરિણમન અનુસાર જ્ઞાનમાં પણ પરિણમન થાય છે.
જગતમાં જેટલા પદાર્થ છે એટલી જ કેવળજ્ઞાનની શક્તિ નથી, એનાથી અનંત ગુણી શક્તિ છે. કેવળજ્ઞાન અનંત છે. જો લોક અનંત ગુણિત પણ હોત તો કેવળજ્ઞાનના સિંધુમાં એ બિંદુતુલ્ય સમાઈ જતું. અનંત કેવળજ્ઞાનના દ્વારા અનંત જીવ તથા અનંત આકાશ વગેરેનું ગ્રહણ હોવા છતાંય તે પદાર્થ શાંત નથી થતા. અનંત જ્ઞાન અનંત પદાર્થોને અનંત રૂપથી બતાવે છે. આ કારણે જોય અને જ્ઞાનની અનંતતા અબાધિત રહે છે.”
(મહાબંધ પ્રથમ ભાગ પૃષ્ઠ-૨૭) કેવળીનો વચનપ્રયોગ વાગયોગ છે સર્વજ્ઞ પ્રભુમાં વાપ્રયોગ થાય છે અથવા નહિ, આ વિષયમાં ખૂબ વધારે વિવાદ છે, જેણે દાર્શનિક પ્રશ્નનું રૂપ લઈ લીધું છે. દિગંબર પરંપરા એ માને છે કે કેવળી પ્રભુમાં વાકપ્રયોગ નથી જોવા મળતો. તેઓ પ્રવચન નથી કરતા, પરંતુ એમના મુખ કમળથી સ્વયં દિવ્યધ્વનિ સંભળાય છે. જ્યારે શ્વેતાંબર પરંપરા કેવળજ્ઞાની આત્મામાં પણ વચનયોગ અને તે દ્વારા દેશના દાનનો સ્વીકાર કરે છે. આને અહીં સ્પષ્ટ કરી લેવું અપ્રાસંગિક નથી.
કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી તીર્થકર વગેરે શબ્દથી દેશના કરે છે. શબ્દ દ્રવ્ય-શ્રુત છે અને દ્રવ્ય-શ્રુત પ્રાયઃ ભાવ-કૃતથી અવિનાભાવી છે. એના હોવાથી કેવળીમાં શ્રુતજ્ઞાનનો સદ્દભાવ માનવો પડશે, જે એક અનિષ્ટપત્તિ છે. આ આશંકાનું સમાધાન કરતાં ભાષ્યકારે કહ્યું છે -
केवलनाणेण उत्थे णाउं जे तत्थ पन्नवण जोग्गे ।
ते भासइ तित्थयरो वह जोग सुयं हवइ सेसं ॥ તીર્થકર વગેરે કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી એ કેવળજ્ઞાન દ્વારા પ્રજ્ઞાપનીય ભાવોને જાણીને એમાંથી જે યોગ્ય હોય છે, અર્થાત્ શ્રોતાઓ દ્વારા સમજાય છે કે જેના કહેવા માત્રથી શેષ અનુક્ત પણ સમજી શકાય છે, એવા ભાવોને વચનયોગ દ્વારા પ્રરૂપિત કરે છે. કેવળી ભગવાન બધા પ્રજ્ઞાપનીય ભાવોને નથી કહી શકતા, કારણ કે પ્રજ્ઞાપનીય ભાવ અનંત છે અને આયુ પરિમિત છે તથા વચનના પ્રયોગ ક્રમથી જ થાય છે. તીર્થકર વગેરે
(૨૮)
જિણધો]
Page #246
--------------------------------------------------------------------------
________________
કેવળી જ્યારે શબ્દ રાશિનો પ્રયોગ કરે છે એ ભાષ્યમાણ સ્થિતિમાં એમનાં વચન-યોગ જ હોય છે, શ્રત નહિ. એ વચન-યોગ નામ-કર્મના ઉદયથી થાય છે. શ્રુતજ્ઞાન ક્ષાયોપશમિક છે અને કેવળીનું જ્ઞાન ક્ષાયિક છે, માટે કેવળીને ભાવ-શ્રુત નથી હોતું.
શંકા આ તો ઠીક છે કે વાગુયોગ નામ કર્મોદયજન્ય છે, પરંતુ ભાષ્યમાણ પુદ્ગલાત્મક શબ્દ શું છે ?
સમાધાન એ કેવળીનો શબ્દ શ્રોતાઓના ભાવ શ્રુતનું કારણ હોવાથી દ્રવ્ય-શ્રુત માત્ર છે, ભાવ-થુત્ર નથી. જે છદ્મસ્થોને શ્રુતાનુસારી જ્ઞાન હોય છે, એ જ ભાવ-શ્રુત છે, કારણ કે એ ક્ષાયોપથમિક ઉપયોગ છે. કેવળીના ભાવ-શ્રુત નથી હોતા, કારણ કે એના ક્ષાયિક ઉપયોગ હોય છે અથવા કેવળીના શબ્દ ભાષ્યમાણ અવસ્થામાં શ્રત નથી હોતા, પરંતુ
જ્યારે તે શ્રોત દ્વારા સાંભળ્યા પછી એના જ્ઞાનનું કારણ બને છે, ત્યારે દ્રવ્ય-શ્રુત થાય છે - બોલતી વખતે તે શ્રત રૂપ નથી હોતા. સીધો અર્થ છે કે કેવળીના વચન-પ્રયોગ એમના માટે વાગુયોગ છે અને શ્રોતાઓ માટે એ ભાવ-શ્રુતનું કારણ હોવાથી દ્રવ્ય-શ્રુત છે.
નંદી સૂત્ર'માં કેવળજ્ઞાનના ભેદ બતાવવામાં આવ્યા છે -
“से किं तं केवलणाणं ? केवलनाणं दुविहं पण्णत्तं, तं जहा-भवत्थ વત્રના યં સિદ્ધ જૈવનના નં ૨ ” વગેરે વાસ્તવમાં એ ભેદ કેવળજ્ઞાનના નથી પણ એના સ્વામીઓની અપેક્ષાથી આ ભેદોનું કથન કરવામાં આવ્યું છે. કેવળજ્ઞાન તો બધાનું એક રૂપ જ છે. પરંતુ કોઈ અંતર નથી, તેથી એ કેવળજ્ઞાન કહેવાય છે.
કેવળોપયોગની ક્રમિકતા કેવળ-જ્ઞાનોપયોગ તથા કેવળ-દર્શનોપયોગ ક્રમિક કે યૌગપધ પ્રવૃત્તિને લઈને પણ આચાર્યોમાં મત ભિન્નતા જોવા મળે છે. આ સંબંધમાં ત્રણ પ્રકારની વિચારધારાઓ છે -
(૧) એક વિચારધારા છે - શ્રી જિનભદ્રગણિ ક્ષમા શ્રમણની જે આ દઢતા સાથે સમર્થન કરે છે કે કેવળ જ્ઞાનોપયોગ અને કેવળદર્શનોપયોગ ક્રમિક જ હોય છે, એક સાથે નહિ.
(૨) બીજી વિચારધારા એ છે કે - ઉપરના બંને ઉપયોગ એક સાથે હોય છે.
(૩) ત્રીજી વિચારધારા છે કે - કેવળજ્ઞાન અને કેવળદર્શન એક જ ઉપયોગ રૂપ છે. છામચ્છિક ઉપયોગોમાં જ જ્ઞાન-દર્શનનો ભેદ સંભવ છે. ક્ષાયિક ઉપયોગમાં એવો ભેદ જ નથી. આ ત્રીજી વિચારધારાના પ્રવર્તક પ્રસિદ્ધ તાર્કિક આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર છે. - ઉપરોક્ત ત્રણેય વિચારધારાઓમાંથી આગમિક પક્ષના પ્રબળ સમર્થક શ્રી જિનભદ્ર ગણિ ક્ષમા શ્રમણે પ્રબળ યુક્તિઓના આધારે પ્રતિપાદિત કર્યું છે કે કેવળ-જ્ઞાનોપયોગ અને કેવળ-દર્શનોપયોગ ક્રમિક જ હોય છે. વિશેષાવશ્યક ભાષ્યમાં એમણે વિસ્તારની સાથે એની ચર્ચા કરી છે. એનો સારાંશ આ રીતે છે : [ કેવળજ્ઞાન)
૨૨૯)
Page #247
--------------------------------------------------------------------------
________________
“સમસ્ત લબ્ધિઓ સાકારોપયોગમાં વર્તમાનને જ પ્રાપ્ત થાય છે. સિદ્ધલબ્ધિ પણ સાકા૨ોપયોગમાં વર્તમાનને પ્રાપ્ત થાય છે - એવું ‘પ્રજ્ઞાપના સૂત્ર’માં કહેવાયું છે. એનાથી અર્થ નીકળે છે કે સિદ્ધના ઉપયોગમાં તરતમયોગોપયોગતા છે - અર્થાત્ એક સમયમાં સાકારોપયોગ થાય છે અને બીજા સમયમાં અનાકારોપયોગ. જો એવું ન માનવામાં આવે અને યુગપ ્ ઉપયોગ માનવામાં આવે તો ‘પ્રજ્ઞાપના'માં આપવામાં આવેલા સાકાર વિશેષણ અયુક્ત ઠરશે.
શંકા : સિદ્ધના જ્ઞાન અને દર્શન સાકર જ હોય છે, તેથી સાકાર વિશેષણમાં કોઈ દોષ નથી.
સમાધાન : સિદ્ધાન્તમાં સિદ્ધોના જ્ઞાન તથા દર્શનને પૃથ-પૃથક્ કહેવામાં આવ્યા છે, જેમ કે -
असरीरा जीवघणा उवउत्ता दंसणे य नाणे य । सागारमणागारं लक्खणमेयं तु सिद्धाणं ॥
એવી સ્થિતિમાં સિદ્ધોના જ્ઞાન અને દર્શનને એક કેવી રીતે માની શકાય ? એમને એક માનવાથી કેવળ-જ્ઞાનાવરણ અને કેવળ-દર્શનાવરણ - આ રીતે બે આવરણ કેવી રીતે થશે ? એક વસ્તુના બે આવરણ ઉપયુક્ત નથી હોતા. આઠ પ્રકારના સાકાર ઉપયોગ અને ચાર પ્રકારના અનાકાર ઉપયોગ તથા પાંચ પ્રકારના જ્ઞાન અને ચાર પ્રકારના દર્શન કેવી રીતે ઘટિત થઈ શકે છે ? તેથી કેવળજ્ઞાન અને કેવળદર્શનનો પૃથ-પૃથક્ માનવા જ આગમ સંમત છે. આગમમાં એમ પણ કહ્યું છે કે - “કેવળ જ્ઞાનોપયુક્ત સિદ્ધ બધું જાણે છે તથા કેવળદર્શનથી યુક્ત થઈને બધું જુએ છે.”
શંકા : ઉપરની ગાથામાં ‘વત્તા સો ય નાળે ય' કહ્યું છે. શું એનાથી કેવળજ્ઞાન કેવળદર્શનના યુગપત્ હોવું સિદ્ધ નથી હોતું ?
સમાધાન : ઉક્ત ગાથાંશથી ઉક્ત બંને ઉપયોગોના યુગપત્ હોવું સિદ્ધ નથી, કારણ કે શ્રી ભદ્રબાહુ સ્વામીએ ભાષ્યમાં કહ્યું છે -
नाणाम्मि दंसणम्मि य य एत्तो एगयरम्मि उवत्तो । सव्वस्स केवलिस्स जुगवं दो नत्थि उवओगा ॥
-
ભાષ્ય, ગા.-૩૦૯૬
"
આ ગાથામાં સ્પષ્ટ રૂપથી એક સમયમાં એક જ ઉપયોગ હોવાનું કહ્યું છે ભલે એ જ્ઞાનોપયોગ હોય કે દર્શનોપયોગ. કેવળીના પણ બે ઉપયોગ સાથે નથી થઈ શકતા તો છદ્મસ્થોની વાત જ શું ? ઉપરની ગાથામાં જે ‘વડત્તા વંસળે નાળે ય ' કહ્યું છે એનો અર્થ છે કે અનંત સિદ્ધોમાંથી કોઈ જ્ઞાનોપયુક્ત હોય છે અને કોઈ દર્શનોપયુક્ત. માટે ઉપરના શબ્દોથી યુગપદ્ ઉપયોગ હોવો સિદ્ધ નથી થતો.
૨૩૦
જિણધમ્મો
Page #248
--------------------------------------------------------------------------
________________
શંકા ? કેવળજ્ઞાન અને કેવળદર્શનને સાદિ અપર્યવસિત કહેવામાં આવ્યા છે, તેથી એમને યુગપતું માનવું જોઈએ. જે સદાય રહેનાર છે. એનો ઉપયોગ હંમેશાં રહેવો જોઈએ, અન્યથા પાષાણ-ખંડની જેમ એ બોધ રૂપ નહિ થાય. હંમેશાં ઉપયોગ માનવાથી એમનો યુગપદ્ ઉપયોગ સિદ્ધ થઈ જાય છે.
સમાધાન ? એવો કોઈ નિયમ નથી કે જે સદાય વિદ્યમાન હોય. એનો ઉપયોગ પણ સદાય વિદ્યમાન રહે. મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન રૂપ ક્ષાયોપશમિક જ્ઞાનોની સ્થિતિ કાળ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૬૬ સાગરોપમ સાધિક કહ્યા છે, પરંતુ એમનો ઉપયોગ તો અંતમુહૂર્ત પ્રમાણ જ બતાવવામાં આવ્યો છે તેથી “સત્તા હોવાથી ઉપયોગ પણ હોવો જોઈએ.’ આ નિયમ ખંડિત થઈ જાય છે. લબ્ધિની અપેક્ષાએ આટલો સમય (કાળ) કહેવામાં આવ્યો છે. કેવળજ્ઞાન-કેવળદર્શન માટે પણ એ જ સમજવું જોઈએ. લબ્ધિની અપેક્ષાથી તે અનંત છે, પરંતુ ઉપયોગની અપેક્ષાથી તે એક સામયિક છે.
શંકા ઃ જો એક સમયમાં કેવળ જ્ઞાનોપયોગ અને બીજા સમયમાં કેવળ-દર્શનોપયોગ માનવામાં આવે તો તે સાંત સિદ્ધ થાય છે. આગમમાં તો એમને અપર્યવસિત (અનંત) કહ્યા છે. જે સમયમાં એમનો જ્ઞાનોપયોગ નથી કે એ સમયમાં એમની દ્વારા ક્ષય કરવામાં આવેલા જ્ઞાનાવરણ નિરર્થક થઈ જશે અને બીજા સમયમાં દર્શનોપયોગ ન હોવાથી દર્શનાવરણનો ક્ષય નિરર્થક થઈ જશે. આવરણ રહિત બે દીવા ક્રમથી પ્રકાશ કેવી રીતે કરી શકે છે ? અથવા કેવળજ્ઞાન અને કેવળદર્શન એક-બીજાના આવરક સિદ્ધ થઈ જશે. કારણ કે આવરણના અભાવમાં પણ એકના સદ્ભાવમાં બીજો નથી માનવામાં આવતો અથવા એકના ઉપયોગ કાળમાં બીજાનું નિષ્કારણ જ આવરણ પ્રાપ્ત થઈ જશે. કેવળ-જ્ઞાનોપયોગના સમયે એ કેવળ દર્શની નહિ રહે અને કેવળ દર્શનોપયોગના સમયે એ કેવળજ્ઞાની નહિ રહે. આ અનિષ્ટાપત્તિ છે, કારણ કે કેવળી તો સદાય સર્વજ્ઞ સર્વદર્શી હોય છે.
સમાધાન : ઉક્ત બધા દોષ તો છદ્મસ્થના ક્રમિક ઉપયોગમાં પણ સમાન છે. ત્યાં પણ એ કહી શકાય છે કે જ્ઞાનોપયોગના સમયમાં એ અદર્શની થઈ જશે અને દર્શનોપયોગના સમયમાં અજ્ઞાની થઈ જશે તો આવરણનો ક્ષય (નાશ) વ્યર્થ થયો, અથવા ઇતરેતર આવરણતા પ્રાપ્ત થઈ અથવા નિષ્કારણ આવરણતા પ્રાપ્ત થઈ.
શંકા ? કેવળીનું તો સમસ્ત આવરણ નષ્ટ થઈ જાય છે, છદ્મસ્થનું નહિ. તેથી યુગપત્ જ્ઞાન-દર્શનોપયોગ કેવળીને થાય છે, છદ્મસ્થને નહિ.
સમાધાન : કેવળીનાં આવરણોનો ક્ષય સર્વતઃ થાય છે અને છમસ્થના દેશથી - અંશથી. એનું ફળ સર્વ વસ્તુને અને અસર્વ વસ્તુને જાણવું હોઈ શકે છે. પરંતુ ક્રમ કે યુગપ ઉપયોગથી એનો શું સંબંધ છે ? જેમ કે છદ્મસ્થને ક્રમિક ઉપયોગ થાય છે, એમ જ કેવળીને પણ ક્રમિક જ ઉપયોગ થાય છે.
[ કેવળજ્ઞાન ) 2000000000000000(૨૩૧)
Page #249
--------------------------------------------------------------------------
________________
શંકા ક્રોપયોગ માનવાથી જે સમયે કેવળી કોઈ એક જ્ઞાન કે દર્શનમાં ઉપયુક્ત છે એ સમયે એમાં બીજાનો અભાવ માનવો પડશે. ત્યારે એ કાં તો કેવળજ્ઞાની જ થશે અથવા કેવળદર્શની જ.
સમાધાન : છમસ્થ સાધુના જ્ઞાન, દર્શન, ચારિત્રમાં યુગપતુ ઉપયોગ નથી હોતો, આ તો સર્વમાન્ય છે, તો જે સમયે એ જ્ઞાનપયોગ યુક્ત છે એ સમયે તે અદર્શની કે અચારિત્રી છે ? એવું નથી માનવામાં આવતું એ જ રીતે કેવળજ્ઞાનના સમયે કેવળજ્ઞાનના અભાવનો પ્રસંગ નથી આવતો. ગૌતમ સ્વામી ચાર જ્ઞાનના સ્વામી અને ત્રણ દર્શનથી યુક્ત હતા, એ પ્રસિદ્ધ આગમનું કથન એ દશામાં કેવી રીતે સંગત હશે, જ્યારે અનુપયોગની દશામાં વસ્તુનો અભાવ માનવામાં આવે. છદ્મસ્થના ઉપયોગનું ક્રમિક હોવું તો સર્વમાન્ય છે, માટે કાં તો તે ચાર જ્ઞાનવાળા હશે કાં તો ત્રણ દર્શનવાળા જ. તેથી અનુપયોગ દશામાં એ વસ્તુનો અભાવ માની લેવો અસંગત છે.
પ્રજ્ઞપ્તિ (ભગવતી) અને પ્રજ્ઞાપનામાં સ્પષ્ટ રૂપથી કહેવામાં આવ્યું છે કે કેવળી જે સમય અણુને કે રત્નપ્રભા વગેરે જાણે છે, એ સમયમાં એમને નથી જોતો. અન્ય સમયમાં જાણે છે અને અન્ય સમયમાં જુએ છે. જો આ કહેવામાં આવે કે આ કથન કેવલિકલ્પ છદ્મસ્થને લક્ષ્યમાં રાખીને કરવામાં આવ્યા છે, તો એ અસંગત છે. કારણ કે ભગવતીના ૧૮મા શતકના આઠમા ઉદ્દેશકમાં છમસ્થ, અધોઅવધિક અને પરમાવધિની વક્તવ્યતા કહ્યા પછી કેવળીની વક્તવ્યતા છે, માટે એ નિરુપચરિત કેવળીના સંબંધમાં જ છે. જો ત્યાં છમસ્થ કલ્પ અભિપ્રેત હોત તો એવું જ નિર્દેશ કરવામાં આવત.
ભગવતીના રૂપમા શતક, છઠ્ઠા ઉદ્દેશકમાં કેવળી(સ્નાતક)ને સાકારોપયુક્ત અને અનાકારોપયુક્ત કહેવામાં આવ્યા છે. શાસ્ત્રમાં સાકારોપયુક્ત અને અનાકારોપયુક્તનું અલ્પ-બહુત્વ બતાવવામાં આવ્યું છે, પરંતુ યુગપતું ઉભયોપયોગનો ક્યાંય ઉલ્લેખ નથી. જો યુગપ ઉપયોગ હોત તો સાકાર અનાકારની જેમ મિશ્રોપયોગનું કથન પણ હોત. જો આ કહેવામાં આવે કે ઉક્ત અલ્પ બહુત્વ છદ્મસ્થની અપેક્ષાથી છે તો એ અયુક્ત છે, કારણ કે સર્વ જીવ અધિકારમાં આ કથન કરવામાં આવ્યું છે. ઇન્દ્રિય, કાય વગેરે પદની જેમ ઉપયોગ પદમાં પણ સિદ્ધનું ગ્રહણ છે.
આગમમાં જ્ઞાન-અજ્ઞાન-દર્શન ઉપયોગનો કાળ સર્વત્ર અંતર્મુહૂર્ત કહેવાય છે, સાદિઅપર્યવસિત ઉપયોગ ક્યાંય નથી કહેવામાં આવ્યો.
જીવનો સ્વભાવ જ એવો છે કે એના ઉપયોગની પ્રવૃત્તિ ક્રમથી જ થાય છે. સ્વભાવના વિષયમાં કોઈપણ પ્રશ્ન ઊભો નથી થતો એવું કેમ છે? જેમ જીવના જીવત્વ પારિણામિક ભાવ હોવાથી હેતુની અપેક્ષા નથી રાખતો, એમ જ એનો ઉપયોગ પણ સ્વભાવતઃ ક્રમથી જ પ્રવર્તિત થાય છે. કેવળજ્ઞાન-દર્શનનો આવિર્ભાવ યુગપતું હોય છે, પરંતુ એનો ઉપયોગ ક્રમથી જ થાય છે.
(૨૩૨) 99090 2000 2000 ( જિણધર્મોો]
Page #250
--------------------------------------------------------------------------
________________
એક સાથે ચાર જ્ઞાનોનો સદ્ભાવ
એક જીવને એક સાથે એકથી લઈને ચાર જ્ઞાન સુધી થઈ શકે છે. જો એક જ્ઞાન હોય તો એ કેવળજ્ઞાન હોય છે, જો બે જ્ઞાન હોય તો તે મતિ અને શ્રુત હોય છે. જો ત્રણ જ્ઞાન હોય તો તે મતિ, શ્રુત અને અવધિ કે મતિ, શ્રુત અને મનઃપર્યયજ્ઞાન હોય છે. જો ચાર જ્ઞાન હોય તો મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યયજ્ઞાન હોય છે. એક જ સાથે પાંચ જ્ઞાન કોઈને નથી હોતા.
કેવળજ્ઞાનના સમયે મતિ વગેરે ચારેય જ્ઞાન નથી હોતા. આ સિદ્ધાન્ત સામાન્ય હોવા છતાંય એની ઉપપત્તિ (સિદ્ધિ) બે રીતે કરવામાં આવે છે. કોઈ આચાર્ય કહે છે કે - “કેવળ જ્ઞાનના સમયે પણ મતિ વગેરે ચારેય જ્ઞાન શક્તિઓ હોય છે, પણ તે સૂર્યપ્રકાશના સમયગ્રહ-નક્ષત્ર વગેરેના પ્રકાશની જેમ કેવળજ્ઞાનની પ્રવૃત્તિથી અભિભૂત થઈ જવાના કારણે પોતાનું કાર્ય નથી કરી શકતી. તેથી મતિ વગેરે જ્ઞાનની શક્તિઓ હોવા છતાંય કેવળજ્ઞાનના સમયે તે અકિંચિત્કર હોય છે.”
બીજા આચાર્યોનું કથન છે કે - “મતિ વગેરે ચાર જ્ઞાન શક્તિઓ આત્મામાં સ્વાભાવિક નથી, પરંતુ કર્મ-ક્ષયોપશમ રૂપ હોવાથી ઔપાધિક છે અર્થાત્ કર્મ સાપેક્ષ છે. માટે જ્ઞાનાવરણીય કર્મનો સર્વથા અભાવ થઈ જવાથી ઔપાધિક શક્તિઓ સંભવ જ નથી. તેથી કેવળજ્ઞાનના સમયે કૈવલ્યશક્તિ સિવાય અન્ય કોઈ જ્ઞાન શક્તિઓ નથી રહેતી.’
જેમ કે રૂપિયાની નોટના મૂલ્યમાં એકથી લઈને સો રૂપિયા સુધીનો સમાવેશ છે, એ જ રીતે કેવળજ્ઞાનમાં એનાં પૂર્વવર્તી જ્ઞાનોનો પણ સમાવેશ થઈ જાય છે.
ઉપયોગ રૂપથી તો એક સમયમાં એક જ જ્ઞાન થાય છે. પ્રગટ થયા પછી કેવળ જ્ઞાનોપયોગ સદાય રહે છે. બીજાં જ્ઞાનોનો ઉપયોગ વધુમાં વધુ અંતર્મુહૂર્ત સુધી હોય છે, એનાથી વધારે નથી હોતો. એના પછી જ્ઞાનના ઉપયોગનો વિષય બદલાઈ જ જાય છે. કેવળીના સિવાય બધા સંસારી જીવોમાં ઓછામાં ઓછા બે અર્થાત્ તિ અને શ્રુત અવશ્ય હોય છે. સમ્યગ્દષ્ટિના તે મતિજ્ઞાને શ્રુતજ્ઞાન રૂપ હોય છે અને મિથ્યાર્દષ્ટિના તે મતિ-અજ્ઞાન શ્રુત-અજ્ઞાન રૂપ હોય છે.
ક્ષાયોપશમિક જ્ઞાન ક્રમવર્તી છે. એક કાળ(સમય)માં એક જ જ્ઞાન પ્રવર્તિત થાય છે, પરંતુ અહીં જે ચાર જ્ઞાનનું એકસાથે હોવું કહેવાય છે એ જાણવાની શક્તિરૂપ લબ્ધિની અપેક્ષાથી સમજવું જોઈએ. ઉપયોગ તો એક સમયમાં (કાળમાં) એક જ હોય છે.
મિથ્યાર્દષ્ટિનું જ્ઞાન અજ્ઞાન કેમ છે ?
જ્ઞાનનો અર્થ વસ્તુના સ્વરૂપને જાણે છે. વસ્તુનું સ્વરૂપ ભલે કોઈપણ જાણે એ જ્ઞાન હોવું જોઈએ. પછી સમ્યગ્દષ્ટિનું જ્ઞાન તે જ્ઞાન માનવામાં આવે છે અને મિથ્યાર્દષ્ટિનું
કેવળજ્ઞાન
૨૩૩
Page #251
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન, અજ્ઞાન કેમ માનવામાં આવે છે? જેમ કે સમ્યગુદૃષ્ટિ નેત્રથી રૂપ વગેરેને જાણે છે એમ જ મિથ્યાદેષ્ટિ પણ જાણે છે. જેમ સમ્યગુષ્ટિ શ્રુતને જાણે છે અને કથન કરે છે, એમ જ મિથ્યાષ્ટિ પણ શ્રુતને જાણે છે અને કથન કરે છે. જેમ કે સમ્યગુદૃષ્ટિ અવધિજ્ઞાનથી રૂપી વસ્તુઓને જાણે છે, એમ મિથ્યાષ્ટિ પણ વિર્ભાગજ્ઞાનથી જાણે છે. એવી સ્થિતિમાં મિથ્યાષ્ટિના જ્ઞાનને અજ્ઞાન કે મિથ્યાજ્ઞાન કેમ કહેવામાં આવે છે ? ઉકત પ્રશ્નનું સમાધાન કરતાં આચાર્ય ઉમાસ્વાતિએ ‘તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે - सदसतोरविशेषाद्यदृच्छोपलब्धेरुन्मत्तवत्
- તત્ત્વાર્થ સૂત્ર, અ.-૧, સૂત્ર-૩૨ અર્થાત્ મિથ્યાષ્ટિને સતુ-અસતુનો વિવેક નથી હોતો. એને જે કંઈ જ્ઞાન હોય છે એ યદેચ્છાપલબ્ધ હોય છે - અર્થાત્ એ એના મન તરંગો અનુસાર ચાહે જેવો અર્થ ગ્રહણ કરી લે છે. તે ક્યારેક સાચો પણ હોય છે અને ક્યારેક ખોટો પણ. જેમ પાગલ વ્યક્તિ કે દારૂથી ચકચૂર વ્યકિત ક્યારેક સાચું બોલે છે અને ક્યારેક ખોટું. છતાંય એનું કથન મિથ્યા (ખોટું) જ માનવામાં આવે છે, કારણ કે એનું એ સાચું કથન વિવેકપૂર્ણ નથી બોલવામાં આવ્યું. એ જ રીતે મિથ્યાષ્ટિને સાચી માનવી પણ અજ્ઞાન કે મિથ્યાજ્ઞાન છે, કારણ કે એમાં સત્-અસનો વિવેક નથી.
લૌકિક દૃષ્ટિથી તો મિથ્યાષ્ટિનું જ્ઞાન, જ્ઞાન જ કહેવાશે, પરંતુ અધ્યાત્મ અને શાસ્ત્રીય સંકેત અનુસાર એ વિપર્યયરૂપ હોવાના કારણે અજ્ઞાન માનવામાં આવે છે. લૌકિક દૃષ્ટિમાં તો વિજ્ઞાન, ગણિત, ભૂગોળ, અર્થશાસ્ત્ર, સાહિત્ય, વાણિજ્ય વગેરે વિષયોના, વિવિધ કલાઓના, વિવિધ પ્રકારનાં શિલ્પોનું જ્ઞાન, જ્ઞાન સમજાય છે. પરંતુ અધ્યાત્મ શાસ્ત્રમાં જ્ઞાનની કસોટી કંઈક બીજી છે. અહીં જે જ્ઞાન મોક્ષાભિમુખ હોય છે કે મોક્ષમાર્ગમાં સહાયક હોય છે. એને જ જ્ઞાનની કોટિમાં રાખવામાં આવે છે. અક્ષરોની દૃષ્ટિએ એ જ્ઞાન ભલે ઓછું હોય, પરંતુ એ જ્ઞાન કહેવાશે. એના વિપરીત અક્ષરોની દૃષ્ટિએ કેટલું પણ વિસ્તૃત અને વ્યાપક જ્ઞાન કેમ ન હોય, પરંતુ જો તે સંસારાભિમુખ છે, તો અધ્યાત્મની દૃષ્ટિમાં અજ્ઞાન જ છે. જ્ઞાનને આ કસોટી પર કસવાથી સહજ પ્રતીત થઈ જાય છે કે મિથ્યાષ્ટિનું વ્યાપક જ્ઞાન સંસારાભિમુખ હોવાના કારણે અજ્ઞાન છે અને સમ્યગ્દષ્ટિનું અલ્પ જ્ઞાન પણ મોક્ષાભિમુખ હોવાથી સુજ્ઞાન છે. મોક્ષાભિમુખ આત્મામાં સમભાવની માત્રા અને આત્મ વિવેક હોય છે, તેથી એ પોતાના જ્ઞાનનો ઉપયોગ સમભાવની પુષ્ટિમાં કરે છે, સાંસારિક વાસનાઓની પુષ્ટિ માટે નથી. સંસારાભિમુખ આત્મા ગમે તેટલો વધુ લૌકિક જ્ઞાનવાળો હોય, પણ આત્માના વિષયમાં અણસમજુ હોવાના કારણે એનું સમસ્ત લૌકિક જ્ઞાન આધ્યાત્મિક દૃષ્ટિએ અજ્ઞાન જ છે.
ઉન્મત્ત મનુષ્યને યત્કિંચિત્ અધિક વિભૂતિ મળી જાય અને ક્યારેક વસ્તુનો સાચો બોધ થઈ જાય, છતાં એનાથી એનો ઉન્માદ વધે જ છે, એમ જ મિથ્યાષ્ટિ આત્મામાં (૨૩૪)))))))))))))) ( જિણધમો)
Page #252
--------------------------------------------------------------------------
________________
રાગ-દ્વેષની તીવ્રતા અને આત્મિક અજ્ઞાનતા હોય છે, માટે એ પોતાના વિપુલ જ્ઞાન ભંડારનો ઉપયોગ માત્ર સાંસારિક વાસનાની પુષ્ટિમાં કરે છે. તેથી એના જ્ઞાનને અજ્ઞાન કહેવાય છે. સમ્યગુદૃષ્ટિ આત્મામાં રાગ-દ્વેષની તીવ્રતા નથી હોતી અને આત્મ જ્ઞાન હોય છે, માટે તે પોતાના લૌકિક જ્ઞાનનો ઉપયોગ પણ આત્મકલ્યાણ માટે કરે છે. આ અપેક્ષાથી એના જ્ઞાનને જ્ઞાન કહેવાય છે.
જ્ઞાનનું કાર્ય છે જાણેલા તત્ત્વ પર શુદ્ધ શ્રદ્ધા કરવી. જે જ્ઞાનમાં આ કાર્ય (ફળ) નથી હોતું એ જ્ઞાન નથી કહી શકાતું. જેમ કે જે પુત્ર પોતાનું કાર્ય-કર્તવ્ય ન કરતો હોય તે લોકમાં કુપુત્ર કહેવાય છે, એમ જ જે જ્ઞાન તત્ત્વ શ્રદ્ધારૂપ કાર્ય નથી કરતો તે કુજ્ઞાન-અજ્ઞાન કહેવાય છે. મિથ્યાષ્ટિ જીવમાં તત્ત્વ શ્રદ્ધા રૂપ જ્ઞાનનું કાર્ય નથી જોવામાં આવતું, માટે મિથ્યાષ્ટિનું જ્ઞાન કુશાન કે અજ્ઞાન કહેવાય છે.
મિથ્યાદેષ્ટિનું જ્ઞાન વિપર્યયને લીધે હોય છે. તે વિપર્યય (વિપરીતતા) ત્રણ પ્રકારનું છે - (૧) કારણ-વિપર્યય, (૨) સ્વરૂપ-વિપર્યય અને (૩) ભેદભેદ-વિપર્યય.
(૧) કારણ-વિપર્યય : નિમિત્ત ઉપાદાન વગેરે કારણો વિશે વિપરીત માન્યતા હોવી કારણ-વિપર્યય છે.
(૨) સ્વરૂપ-વિપર્યય : જડ-ચેતન કે જીવ-અજીવ વગેરે પદાર્થોના વસ્તુ-સ્વરૂપને સમજવામાં મિથ્યા ધારણા રાખવી સ્વરૂપ-વિપર્યય છે.
(૩) ભેદાભેદ-વિપર્યય : શેય તત્ત્વની ભિન્નતા કે અભિન્નતાની યથાર્થ ઓળખાણ ન થવાના કારણે ભેદાભેદની મિથ્યા ધારણા રાખવી ભેદભેદ-વિપર્યય છે.
આ વિપર્યયમાં સંશય-અધ્યવસાયનો પણ સમાવેશ છે. મિથ્યાષ્ટિ જીવને નવતત્ત્વ સંબંધી વિપરીત શ્રદ્ધા હોય છે, એ વિપર્યય છે. સંશય અને અનધ્યવસાય પણ મિથ્યાત્વ છે. કેટલાક લોકોને એ શંકા થાય છે કે ધર્મ-અધર્મ કંઈ છે કે નહિ? સર્વજ્ઞ છે કે નથી ? પરલોકનું અસ્તિત્વ છે કે નથી. એ બધી શંકા મિથ્યાજ્ઞાન છે.
કેટલાક લોકોને આ અનધ્યવસાય (અનિર્ણય) થાય છે કે શું કરે અને શું ના કરે ? તર્કશાસ્ત્રથી કોઈ નિર્ણય થઈ શકતો નથી. આગમ ભિન્ન-ભિન્ન પ્રકારથી વસ્તુ-સ્વરૂપ બતાવે છે, કોઈ કંઈ કહે છે, કોઈ કંઈ. આ પ્રકારનું અનધ્યવસાય પણ મિથ્યાત્વ છે. - વિપર્યય, સંશય અને અનધ્યવસાય રૂપ મિથ્યાત્વથી હટીને વસ્તુના સત્-અસતુ વગેરે સ્વરૂપને યથાર્થ રૂપથી જાણીને એના પર શ્રદ્ધા કરવાથી જ સમ્યકત્વ પ્રગટ થાય છે. આ સમ્યકત્વના આવવાથી જ જ્ઞાનમાં સમ્યકત્વ આવે છે, અર્થાત્ તે સુજ્ઞાન કહેવામાં આવે છે અને એ જ મોક્ષમાર્ગમાં સહાયક થઈ શકે છે. દૂ કેવળજ્ઞાન) .00 0.00 0.00 000 0. ૨૩૫)
Page #253
--------------------------------------------------------------------------
________________
૩૪
(પ્રમાણ : સ્વરૂપ તથા વ્યાખ્યા)
જૈનદર્શન અનુસાર પદાર્થના પરિબોધ કે અધિગમ પ્રમાણ અને નય દ્વારા થાય છે, જેમ કે “તત્ત્વાર્થ સૂત્ર'માં કહ્યું છે -
“પ્રમUT વૈરથમ:' - તત્ત્વાર્થ સૂત્ર, અ-૧, સૂત્ર-૯ પ્રમાણ અને નય દ્વારા તત્ત્વોનો અધિગમ (જ્ઞાન) થાય છે, અર્થાત્ તત્ત્વોના અધિગમ કરવા માટે પ્રમાણ અને નય ઉપાય ભૂત છે. તેથી સમસ્ત ભારતીય દર્શનકારોએ પ્રમાણને સર્વાધિક મહત્ત્વ આપ્યું છે. પ્રમાણથી જ પ્રમેયનો પ્રામાણિક પરિબોધ થાય છે. પ્રમાણ વગર પ્રમેયની સિદ્ધિ નથી થઈ શકતી.
અધ્યાત્મ અને દર્શનના ચિંતકોએ સમસ્ત વિશ્વના આકલન અને સંકલનની દૃષ્ટિથી પ્રમાતા-પ્રમાણ અને પ્રમેય રૂપ ત્રિપુટીનો સ્વીકાર કર્યો છે. આનું જ બીજું રૂપ જ્ઞાતા-જ્ઞાન અને શેયની ત્રિપુટી છે. આ ત્રિપુટીમાં વિશ્વનાં સમસ્ત તત્ત્વો અને દર્શનોનો સમાવેશ થઈ જાય છે. આ ત્રિપુટીને કેન્દ્રબિંદુ માનીને જ ભારતીય દર્શનશાસ્ત્રોની રચના થઈ અને એનો ઉત્તરોત્તર વિકાસ થઈ રહ્યો છે. વિશ્વના જે ઘટક પ્રમાતા છે - જ્ઞાતા છે, તે એક માત્ર ચેતન તત્ત્વ છે, જે જીવ કહેવાય છે. જે ઘટક અચેતનરૂપ છે, તે જ્ઞાતા નથી થઈ શકતા, તે શેય છે - પ્રમેય છે. પ્રમાતા જે સાધનથી પ્રમેયને જાણે છે, તે પ્રમાણ છે. પ્રમાતા જ્ઞાનરૂપ પ્રમાણ દ્વારા પ્રમેયનો પરિબોધ કરે છે. પ્રમેયને સાચા રૂપમાં જાણવા માટે પ્રમાણની આવશ્યકતા હોય છે. માટે દર્શનશાસ્ત્રમાં પ્રમાણ પર બહુ જ વિસ્તૃત અને વ્યાપક વિચાર કરવામાં આવ્યો છે. નૈયાયિક, વૈશેષિક, સાંખ્ય, મીમાંસા વેદાંત, બૌદ્ધ, ચાર્વાક અને જૈન વગેરે બધાં દર્શનોએ પોત-પોતાની રીતે પ્રમાણ પર અલગ-અલગ ચિંતન પ્રસ્તુત કરવામાં આવ્યું છે.
જૈન તત્ત્વજ્ઞાનમાં પ્રમાણના વિષયમાં વિપુલ સાહિત્યની રચના થઈ છે. પ્રમાણની મીમાંસા અને વિચારણામાં જૈનાચાર્યોનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. આગમિક કાળ(વિક્રમની છઠ્ઠી સદી સુધી)ને છોડીને બાકીના સમયમાં જૈનાચાર્યોએ દાર્શનિક શૈલીમાં વિશાળ જૈન પ્રમાણ સાહિત્યની રચના કરી છે.
પ્રમાણની પરિભાષા જેનાગોમાં વર્ણિત તથા પ્રતિપાદિત મતિ-શ્રુત-અવધિ-મન:પર્યય તથા કેવળ રૂપ પાંચ જ્ઞાનોને “જૈનદર્શનમાં પ્રમાણ રૂપમાં સ્વીકારવામાં આવ્યાં છે. જૈન દૃષ્ટિથી જ્ઞાન જ પ્રમાણ છે. જે જ્ઞાનરૂપ નથી, તે પ્રમાણ નથી. જૈનાચાર્યોએ પ્રમાણની પરિભાષા કરતા એના સ્વરૂપને ખૂબ જ સ્પષ્ટ રૂપથી પ્રતિપાદિત કર્યું છે. આચાર્ય સિદ્ધસેન દિવાકરે પોતાના
ન્યાયાવતાર' ગ્રંથમાં સ્વ-પરના નિશ્ચય કરનાર બોધ વિવજિત જ્ઞાનને પ્રમાણ કહ્યું છે. (૩૬)
0 0 0 0 0 0 0 ( જિણધમો)
Page #254
--------------------------------------------------------------------------
________________
વાદિદેવ સૂરિએ પ્રમાણનય તત્ત્વના લોકમાં “સ્વ-પર વ્યવસાયિ જ્ઞાન પ્રHTTTP' અર્થાત્ જે જ્ઞાન સ્વ અને પરનો નિશ્ચય કરનાર હોય છે, એ જ પ્રમાણ છે - આ પ્રમાણનું લક્ષણ નિરૂપિત કર્યું છે. આચાર્ય હેમચંદ્રએ પ્રમાણ-મીમાંસા'માં “સખ્યર્થ-નિર્ણય: પ્રમUTY’ અર્થાત્ અર્થના સમ્યક નિર્ણયને પ્રમાણ માન્યું છે. દિગંબર પરંપરાના આચાર્યોએ એ જ્ઞાનને પ્રમાણ માન્યું છે, જે સ્વ અને અપૂર્વ અર્થનો ગ્રાહક હોય. યતિભૂષણએ “ન્યાયદીપિકા'માં સમ્યગૂજ્ઞાનને પ્રમાણ કહ્યું છે. અર્થ એ છે કે જૈનાચાર્યોએ અલગ-અલગ શબ્દાવલી હોવા છતાંય એક જ અભિપ્રાયને વ્યક્ત કરવામાં આવ્યો છે કે સમ્યગુજ્ઞાન જ પ્રમાણ છે. - જ્ઞાન જ પ્રમાણ છે ? તૈયાયિક દર્શને અર્થની પ્રાપ્તિના સાધનને પ્રમાણ માન્યું છે. બીજા શબ્દોમાં પ્રમાણ(જ્ઞાન)ના સાધકતમ કરણને પ્રમાણ કહ્યું છે. આ દર્શન ઇન્દ્રિય અને પદાર્થને સંબંધ રૂપ સન્નિકર્ષને જ્ઞાનમાં સાધકતમ માને છે અને એને પ્રમાણ બતાવે છે. પરંતુ જૈનદર્શન'નું મંતવ્ય છે કે - “જ્ઞાન એક ચેતન ક્રિયા છે, માટે એનું સાધકતમ કરણ પણ જ્ઞાન જ હોઈ શકે છે. સગ્નિકર્ષ પ્રમાણમાં સાધકતમ કરણ નથી હોતું, કારણ કે તે અચેતન છે. જે અચેતન હોય છે તે જ્ઞાનનું સાધકતમ કરણ નથી થઈ શકતું. જેમ કે ઘટાદિ જડ પદાર્થ. સજ્ઞિકર્ષ જડ છે, માટે તે સાધકતમ કરણ અને પ્રમાણ નથી હોતા. સજ્ઞિકર્ષ, જ્ઞાનમાં સહકારી કારણ હોઈ શકે છે, સાધકતમ કરણ નહિ.
જેનદર્શન એ જ જ્ઞાનને પ્રમાણ માને છે જે સ્વયંને પણ જાણે અને સ્વથી ભિન્ન પર પદાર્થોને પણ જાણે. માત્ર જાણે જ નહિ પણ નિશ્ચયાત્મક અને યથાર્થ રૂપમાં જાણે. પ્રમાણની ઉપયોગિતા એ છે કે તે ઉપાદેય-હેય અને ઉપેક્ષણીયને સારી રીતે જાણે.
હેય-ઉપાદેય તથા ઉપેક્ષણીયનો આ વિવેક ત્યારે જ સંભવ છે જ્યારે એને જ્ઞાનરૂપ માનવામાં આવે. જો પ્રમાણને જ્ઞાનરૂપ ન માનીને અજ્ઞાનરૂપ માનવામાં આવે તો એ હેયઉપાદેયનો સમ્યક્ વિવેક નહિ કરી શકે અને એ સ્થિતિમાં પ્રમાણની કોઈ સાર્થકતા કે ઉપયોગિતા નહિ રહે. પ્રમાણની સાર્થકતા કે ઉપયોગિતા ત્યારે જ છે, જ્યારે તે હેયઉપાદેયનો વિવેક અને સ્વ-પરનું સમ્યક્ પરિજ્ઞાન કરી શકે. સન્નિકર્ષ જડરૂપ હોવાથી સ્વ-પરનો નિશ્ચય નથી કરી શકતા, તેથી તે પ્રમાણ નથી. જેમ ઘટ જડ હોવાથી એ નથી જાણી શકાતું કે હું કોણ છું અને આ પદાર્થ શું છે. એમ જ સન્નિકર્ષ પણ પદાર્થ સ્વરૂપને જાણવામાં અક્ષમ છે, કારણ કે તે જડ રૂપ છે. ન્યાયદર્શનની જેમ વૈશેષિક પણ સજ્ઞિકર્ષને પ્રમાણ માને છે, પરંતુ જૈનદર્શને સ્પષ્ટ રૂપથી સન્નિકર્ષની પ્રમાણતાનું ખંડન કર્યું છે તથા સ્પષ્ટ પ્રતિપાદિત કર્યું છે કે જ્ઞાન જ પ્રમાણ હોઈ શકે છે.
વ્યવસાય સ્વભાવ : જૈનદર્શન સંમત પ્રમાણના લક્ષણમાં કહ્યું છે કે - “જે જ્ઞાન વ્યવસાયાત્મક અર્થાત્ નિશ્ચયાત્મક હોય છે એ જ પ્રમાણ છે.” બૌદ્ધદર્શને નિર્વિકલ્પક જ્ઞાનને પ્રમાણ માન્યું છે. નિર્વિકલ્પક જ્ઞાન એ છે, જેમાં પદાર્થની સત્તા માત્રનો બોધ થાય છે, એના નામ, જાતિ વગેરે વિશેષનું જ્ઞાન નથી થતું. જૈનદર્શન આ નિર્વિકલ્પ જ્ઞાનની પ્રમાણતાને સ્વીકારતું નથી. એની દૃષ્ટિમાં એ જ જ્ઞાન પ્રમાણ છે, જે પદાર્થના સ્વરૂપનું
પ્રમાણ : સ્વરૂપ તથા વ્યાખ્યા
૨૩૦ .
Page #255
--------------------------------------------------------------------------
________________
નિશ્ચાયક છે અને વ્યવસાયાત્મક છે. સત્તામાત્રને ગ્રહણ કરનાર નિર્વિકલ્પક-જ્ઞાન અને અવગ્રહથી પૂર્વ થનારા દર્શન (અવ્યક્ત બોધ) પ્રમાણ નથી, કારણ કે એનાથી પદાર્થના સ્વરૂપનો નિશ્ચય નથી થતો.
સંશય-વિપર્યય-અનધ્યવસાય : જ્ઞાનમાત્ર પ્રમાણ નથી, પણ જે જ્ઞાન વ્યવસાયાત્મક હોય છે, એ જ પ્રમાણ કોટિમાં આવે છે. જો જ્ઞાનમાત્રને પ્રમાણ માનવામાં આવે તો વિપર્યય, સંશય અને અનધ્યવસાયને પણ પ્રમાણ કહેવું પડશે, કારણ કે જ્ઞાન માત્રા તો એમાં પણ છે. ભલે પછી તે વિપરીત હોય, શંકિત હોય કે અનિર્ણત હોય. સંશય-વિપર્યય અને અનધ્યવસાયની પ્રમાણતાનો નિષેધ કરવા માટે જે પ્રમાણને વ્યવસાયાત્મક કે નિશ્ચયાત્મક કહેવામાં આવ્યો છે. વસ્તુને વિપરીત રૂપમાં ગ્રહણ કરવું વિપર્યય કહેવાય છે. જેમ છીપલાને ચાંદી સમજી લેવી કે દોરીને સાપ સમજી લેવો. વિપર્યયમાં વસ્તુનો એક ધર્મ જાણવામાં આવે છે અને તે વિપરીત જ હોય છે. માટે તે મિથ્યાજ્ઞાન છે. સંશયમાં એક જ વસ્તુની અનેક કોટિઓનું જ્ઞાન હોય છે, જેમ કે અંધારામાં દૂરવર્તી સૂંઠાને જોઈને સંદેહ થવો કે આ સ્થાણુ છે કે પુરુષ. ના તો સ્થાણુત્વને સિદ્ધ કરનાર કોઈ ચિહ્ન પ્રતીત થાય છે કે ના પુરુષત્વના બાધક જ કોઈ ચિહ્ન ઉપલબ્ધ થાય છે. એવી સ્થિતિમાં દોલાયમાન જ્ઞાન થાય છે જે ક્યારેક સ્થાણુત્વની તરફ તથા ક્યારેક પુરુષત્વની તરફ નમે છે. આ દોલાયમાન જ્ઞાન સંશય (શંકા) છે. આ નિશ્ચય રૂ૫ ન હોવાથી અપ્રમાણ છે. માર્ગમાં ચાલતા સમયે અન્યત્ર ઉપયોગ (ધ્યાન) હોવાથી તૃણ વગેરેના સ્પર્શને “કંઈક છે' એવો અસ્પષ્ટ બોધ થાય છે, તે અનધ્યવસાય કહેવાય છે. એમાં કોઈ વસ્તુનો નિશ્ચય નથી થઈ શકતો, માટે અનધ્યવસાયને પ્રમાણરૂપ નથી માનવામાં આવ્યો.
વિપર્યયમાં વસ્તુનો એક અંશ નિશ્ચિત હોય છે, પછી ભલે તે વિપરીત નિશ્ચય હોય. જ્યારે સંશયમાં વસ્તુના બંને અંશો અનિશ્ચિત હોય છે. આ વિપર્યય અને સંશયમાં ભેદ છે. સંશયમાં વસ્તુના વિશેષ અંશનો નિશ્ચય તો નથી થતો પણ એનો સ્પર્શ થાય છે, જ્યારે અનધ્યવસાયમાં વસ્તુના વિશેષ અંશનો સ્પર્શ પણ નથી થતો. આ સંશય અને અનધ્યવસાયમાં અંતર છે. સંશય, વિપર્યય અને અનધ્યવસાય વસ્તુના નિશ્ચાયક નથી હોતા, તેથી જ્ઞાન હોવા છતાંય પ્રમાણ કોટિમાં નથી આવતા. એ ત્રણેય સમ્યકજ્ઞાન નથી, મિથ્યાજ્ઞાન છે, માટે પ્રમાણ નથી.
પ્રમાણ ચતુટ્ય સિદ્ધિ પ્રમાણના લક્ષણમાં કહ્યું છે કે તે સ્વ-પરને જાણનાર હોય છે. “સ્વ”નો અર્થ છે જ્ઞાન અને “પર”નો અર્થ છે પદાર્થ. જે જ્ઞાન પોતાના સ્વયંને અને ઘટ-પટ વગેરે પદાર્થને જાણે છે તે પ્રમાણ છે. જેનાચાર્યોએ પ્રમાણના લક્ષણમાં “સ્વ-પર' શબ્દનો ઉલ્લેખ વિશેષ પ્રયોજનને લઈને કર્યો છે. એ પ્રયોજન છે - શૂન્યવાદી બૌદ્ધો અને જ્ઞાનાદ્વૈતવાદી વેદાંતદર્શનની માન્યતાઓને નિરસ્ત કરવી. (૩૮)
છે. આ છે જિણધમો)
Page #256
--------------------------------------------------------------------------
________________
શૂન્યવાદી બૌદ્ધ ઘટપટ વગેરે બાહ્ય પદાર્થોને અને જ્ઞાનને પણ સ્વીકારતા. તે કહે છે કે - “સંસારમાં ન તો કોઈ બાહા પદાર્થ છે અને ન બાહ્ય પદાર્થોને જાણનાર જ્ઞાન છે. ન કોઈ પ્રમાતા છે અને ન કોઈ પ્રમેય. ન પ્રમાણ છે અને ન પ્રમિતિ છે. પ્રમાતા-પ્રમેયપ્રમાણ અને પ્રમિતિથી સર્વથા રહિત માત્ર શૂન્યતા જ બધું છે. શૂન્યતા ભગવતી જ ઘણું બધું છે અને કંઈ નથી. જે પ્રમાતા-પ્રમેય-પ્રમાણ-પ્રમિતિ વગેરે કહેવાય છે, વાસ્તવમાં તે બધું મિથ્યા છે, કાલ્પનિક છે. શૂન્યતા જ વાસ્તવિક છે,” આ શૂન્યવાદી બૌદ્ધનું મંતવ્ય છે. વિજ્ઞાનવાદી બૌદ્ધ કહે છે કે - “ઘટપટ વગેરે બાહ્ય પદાર્થ વાસ્તવિક નથી. એ બધા જ્ઞાનના જ વિવિધ પર્યાય છે. માટે જ્ઞાન જ તત્ત્વ છે, બાહ્ય ઘટ-પટ વગેરે પદાર્થ જે પ્રતીત થાય છે તે મિથ્યા છે.” વેદાંતદર્શન પણ બાહ્ય પદાર્થને મિથ્યા કહે છે. એની અનુસાર “બ્રહ્મ સત્ય નાનિચ્ય' માત્ર પરબ્રહ્મ જ વાસ્તવિક છે. અને બાકી આખું જગત મિથ્યા છે.
ઉકત ધારણાઓને ખંડિત કરવા માટે જૈનદર્શને પ્રમાણના લક્ષણમાં “સ્વ-પર’ શબ્દનો ઉલ્લેખ કર્યો છે. એના દ્વારા આ પ્રતિપાદિત કર્યું છે કે - “વિશ્વમાં જ્ઞાન પણ છે, શેય પણ છે. પ્રમાણ-પ્રમેય-પ્રમાતા-પ્રમિતિ વગેરે વાસ્તવિક તત્ત્વ છે. એ કાલ્પનિક નથી પણ સત્ય છે. જ્ઞાન પણ સત્ છે, જોય પણ સત્ છે, જ્ઞાતા પણ સત્ છે, જ્ઞાનનું ફળ પણ સતું છે. પ્રમાણ-પ્રમેય-પ્રમાતા-પ્રમિતિ રૂપ તત્ત્વ ચતુસ્ત્રી પારમાર્થિક છે, કાલ્પનિક નથી. આ જૈન સિદ્ધાન્તને પ્રતિપાદિત કરવા માટે પ્રમાણના લક્ષણમાં “સ્વ-પર' શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આનો અર્થ છે કે પોતાને પણ જાણે છે અને પર-પદાર્થને પણ જાણે છે. જૈનદર્શન સંમત પ્રમાણનાં લક્ષણોમાં પ્રમાણના વિભિન્ન સ્વરૂપને લક્ષ્યગત રાખીને વિભિન્ન દૃષ્ટિકોણ વ્યક્ત કરવામાં આવ્યા છે. તે બધા પોત-પોતાની જગ્યાએ સાચા છે. છતાં એમાં સર્વમાન્ય એક જ તત્ત્વ છે કે પ્રમાણ અર્થનો સમ્યક નિર્ણય કરનાર હોય છે. માટે સંક્ષેપમાં પ્રમાણની પરિભાષા “સખ્યTWનિય: પ્રમ' યોગ્ય જ છે.
પ્રમાણનું સાક્ષાત્ (પ્રત્યક્ષ) ફળ અજ્ઞાનની નિવૃત્તિ થવી છે અને અનંતર ફળ ઉપાદેયને ગ્રહણ કરવું, હેયને છોડવું અને ઉપેક્ષણીયની ઉપેક્ષા કરવી છે. પ્રમાણ ત્યારે જ સફળ થાય છે જ્યારે એના દ્વારા ઉક્ત પ્રયોજન સિદ્ધ થતું હોય. એ ત્યારે જ સંભવ થઈ શકે છે જ્યારે પ્રમાણને જ્ઞાનરૂપ સ્વીકાર કરવામાં આવે. માટે જૈનદર્શન સમ્યગુજ્ઞાનને, યથાર્થ જ્ઞાનને પ્રમાણનું લક્ષણ માન્યું છે.
પ્રશ્ન થઈ શકે છે કે જ્યારે જ્ઞાન જ પ્રમાણ છે અને પ્રમાણ જ્ઞાનરૂપ છે, તો જ્ઞાન અને પ્રમાણમાં શું અંતર રહેશે? સમાધાન આ છે કે જ્ઞાન વ્યાપક છે અને પ્રમાણ વ્યાપ્ત છે. બંનેમાં વ્યાપ્ત-વ્યાપક ભાવ સંબંધ છે. જ્ઞાન યથાર્થ અને અયથાર્થ બંને પ્રકારના હોય છે. સમ્યગુજ્ઞાન યથાર્થ જ્ઞાન છે અને સંશય વગેરે અયથાર્થ જ્ઞાન છે.
પ્રમાણ તો યથાર્થ જ્ઞાનરૂપ જ હોય છે, તેથી સમસ્ત જૈનાચાર્યોએ પ્રમાણના લક્ષણમાં યથાર્થ જ્ઞાન સમ્યગુજ્ઞાનની અનિવાર્યતા પ્રતિપાદિત કરી છે. [ પ્રમાણ સ્વરૂપ તથા વ્યાખ્યા છે જે
૨૩૯]
Page #257
--------------------------------------------------------------------------
________________
પ્રામાણ્યવાદ
પ્રમાણના સંદર્ભમાં આ જ્ઞાતવ્ય છે કે પ્રમાણનું પ્રમાણત્વ શું છે? પ્રમેય પદાર્થ જેવો છે એને એમ જ જાણવું પ્રમાણનું પ્રમાણત્વ છે. આને પ્રામાણ્ય કહેવાય છે. વાદિદેવ સૂરીએ “પ્રયા વ્યાખવારિત્વ પ્રામાયમ” કહ્યું છે. પ્રમાણ દ્વારા - પ્રતિમાત વિષયનો અવ્યભિચારી - નિર્દોષ હોવું પ્રામાણ્ય છે. એનાથી વિપરીત પ્રમેય પદાર્થને અન્યથા રૂપમાં જાણવો અપ્રામાણ્ય છે. પ્રમાણત્વ અને અપ્રમાણત્વનો આ ભેદ બાહ્ય પદાર્થની અપેક્ષાથી સમજવો જોઈએ. સ્વરૂપની અપેક્ષાએ બધાં જ્ઞાન પ્રમાણ રૂપ હોય છે, પરંતુ પ્રમાણમાં પ્રમાણત્વ કે અપ્રમાણત્વ બાહ્ય વસ્તુની અપેક્ષાથી જ આવે છે. પ્રમાણના પ્રમાણત્વનો નિશ્ચય ક્યારેક સ્વતઃ હોય છે અને ક્યારેક પરતઃ હોય છે. અભ્યાસ દશામાં સ્વતઃ અને અનભ્યાસદશામાં પરતઃ હોય છે. વાદિદેવ સૂરીએ કહ્યું છે - "तदुभयमुत्पत्तौ परत एव ज्ञप्तौ तु स्वतः परतश्च"
- પ્રમાણનાં તત્તાલોક, અ-૧, સૂ. પ્રામાણ્ય અને અપ્રામાણ્યની ઉત્પત્તિ બાહ્ય પદાર્થના ગુણ-દોષથી થાય છે અને એમનો નિશ્ચય ક્યારેક સ્વતઃ અને ક્યારેક પરતઃ થાય છે. અભ્યાસ દશામાં કરતલ વગેરે જ્ઞાનવતુ. સ્વતઃ નિશ્ચય થાય છે અને અનભ્યાસ દશામાં સંવાદી-વિસંવાદી કારણો દ્વારા પરતઃ થાય છે.
આ વિશે દાર્શનિકોમાં વિચારભેદ અને મતભેદ જોવા મળે છે. મીમાંસક પ્રામાણ્યની ઉત્પત્તિ જ્ઞપ્તિ સ્વતઃ અને અપ્રમાયને પરતઃ માને છે. ન્યાયદર્શનમાં પ્રામાણ્ય-અપ્રામાણ્ય બંનેને પરતઃ જ માનવામાં આવે છે. સાંખ્યદર્શનમાં પ્રામાણ્ય-અપ્રામાણ્ય બંને સ્વતઃ જ માનવામાં આવ્યા છે.
બૌદ્ધદર્શનમાં પ્રામાણ્ય-અપ્રામાણ્ય બંનેની અવસ્થા વિશેષમાં સ્વતઃ અને અવસ્થા વિશેષમાં પરતઃ માનવામાં આવ્યા છે. આ રીતે આ વિષયને લઈને દાર્શનિકોમાં વિચારભેદ ચાલતા આવ્યા છે.
જૈનદર્શન અનુસાર પ્રામાણ્ય અને અપ્રામાણ્ય બંનેની ઉત્પત્તિ પરતઃ અને એમનો નિશ્ચય અભ્યાસ દશામાં સ્વતઃ અને અનભ્યાસ દશામાં પરતઃ હોય છે.
પ્રમાણની સંખ્યા જૈનદર્શનમાં પ્રમાણોની સંખ્યાના વિષયમાં ત્રણ મત છે. ક્યાંક ચાર પ્રમાણ સ્વીકારવામાં આવ્યા છે, ક્યાંક ત્રણ માનવામાં આવ્યા અને ક્યાંક બે પ્રમાણોનું કથન છે.
અનુયોગદ્વાર સૂત્ર'માં ચાર પ્રમાણોનો ઉલ્લેખ છે - પ્રત્યક્ષ, અનુમાન, આગમ અને ઉપમાન. આચાર્ય સિદ્ધસેન દિવાકર પ્રણીત “ન્યાયાવતાર'માં ત્રણ પ્રમાણ માનવામાં આવ્યાં છે - પ્રત્યક્ષ, અનુમાન અને આગમ. આચાર્ય ઉમાસ્વાતિ કૃતિ “તત્ત્વાર્થ સૂત્રમાં બે પ્રમાણ કહ્યા છે - ૧ પ્રત્યક્ષ અને ૨ પરોક્ષ. અધિકાંશ રૂપમાં જૈનદર્શનમાં પ્રમાણના આ બે ભેદ જ વિશેષ રૂપથી પ્રચલિત છે. ઉક્ત બે ભેદોમાં પ્રમાણના બધા ભેદ સમાવિષ્ટ થઈ જાય (૨૪૦)))))))))) ))) { જિણધમો)
Page #258
--------------------------------------------------------------------------
________________
છે. જૈનદર્શન દ્વારા કરવામાં આવેલ પ્રમાણનું આ વર્ગીકરણ સ્વયંમાં સર્વથા વિલક્ષણ છે. અન્ય દર્શનોની અપેક્ષા જૈનદર્શનનો આ વિષયમાં મૌલિક અને સૌથી સ્વતંત્ર ચિંતન છે. જૈનદર્શનની પ્રત્યક્ષ તથા પરોક્ષની પરિભાષા પણ સ્વયંમાં સૌથી અલગ અને પૂર્ણતઃ મૌલિક છે. અન્યત્ર ક્યાંય આવું મૌલિક, ચિંતન પરિલક્ષિત થતું નથી.
૧. પ્રત્યક્ષ
અન્ય દર્શનોએ સાધારણ રીતે ઇન્દ્રિયજન્ય જ્ઞાનને પ્રત્યક્ષ માન્યું છે, છતાં એમણે એક એવા પ્રત્યક્ષને પણ સ્વીકાર્યો છે જે ઇન્દ્રિયાતીત છે, એને અલૌકિક પ્રત્યક્ષ કે યોગિ-પ્રત્યક્ષ કહેવામાં આવ્યું છે. ગમે તે હોય, એમણે એ સ્વીકાર કર્યું છે કે આત્મામાં અતીન્દ્રિય જ્ઞાન સંભવ છે.
જૈનદર્શન આત્મ માત્ર સાપેક્ષ જ્ઞાનને મુખ્ય-પ્રત્યક્ષ કે પારમાર્થિક-પ્રત્યક્ષ માન્યું છે. એની દૃષ્ટિમાં જે જ્ઞાન ઇન્દ્રિયો અને મનની અપેક્ષાથી હોય છે, તે પરોક્ષ જ્ઞાન છે. આ જ અપેક્ષાથી ઇન્દ્રિયો અને મનની સહાયતાથી થનારા મતિજ્ઞાન-શ્રુતજ્ઞાનને પરોક્ષ માનવામાં આવે છે. ઇન્દ્રિયો તથા મનની અપેક્ષા રાખ્યા વિના જે જ્ઞાન આત્મ માત્ર સાપેક્ષ છે, તે પ્રત્યક્ષ જ્ઞાન છે. માટે અવધિજ્ઞાન અને મન:પર્યયજ્ઞાનને વિકલ-પ્રત્યક્ષ અને કેવળજ્ઞાનને સકલ-પ્રત્યક્ષ કહેવામાં આવ્યા છે. ઉત્તરવર્તી જૈન તર્ક ગ્રંથોમાં લોક સંમત-પ્રત્યક્ષને સમાહિત કરવા માટે પ્રત્યક્ષના બે ભેદ કરી દીધા છે - પારમાર્થિક-પ્રત્યક્ષ અને સાવ્યવહારિકપ્રત્યક્ષ. સાવ્યવહારિક-પ્રત્યક્ષ ઇન્દ્રિય અને મન સાપેક્ષ જ્ઞાનને કહે છે. વ્યવહાર દૃષ્ટિએ આને પ્રત્યક્ષ કહેવામાં આવ્યું છે. પરમાર્થ દૃષ્ટિએ તો આત્મ માત્ર સાપેક્ષ અવધિ, મનઃપર્યય અને કેવળ - આ ત્રણ જ્ઞાન જ પરમાર્થિક-પ્રત્યક્ષ છે.
જૈનદર્શનની પ્રત્યક્ષની પરિભાષા બીજી છે. એમાં ‘સ્પષ્ટ પ્રત્યક્ષ' કહ્યું છે. જે જ્ઞાન અનુમાન વગેરે પરોક્ષ જ્ઞાનની અપેક્ષાથી વધુ નિયત દેશ, કાળ અને આકાર રૂપમાં પ્રચુરતર વિશેષોને ગ્રહણ કરે છે, તે સ્પષ્ટ જ્ઞાન છે. આને વૈશવ પણ કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં જે જ્ઞાનમાં કોઈ અન્ય જ્ઞાનની સહાયતા અપેક્ષિત ન હોય, તે સ્પષ્ટ કે વિશદ કહેવાય છે. જેમ અનુમાન વગેરે જ્ઞાન પોતાની ઉત્પત્તિમાં લિંગ, જ્ઞાન, વ્યાપ્તિ, સ્મરણ વગેરેની અપેક્ષા રાખે છે, એમ પ્રત્યક્ષ પોતાની ઉત્પત્તિમાં અન્ય કોઈ જ્ઞાનની અપેક્ષા નથી રાખતા. આ જ અનુમાન વગેરે પરોક્ષ જ્ઞાનથી પ્રત્યક્ષમાં વિશેષતા છે.
સાવ્યવહારિક અને પારમાર્થિક પ્રત્યક્ષનું વિસ્તૃત પ્રતિપાદન મતિ-શ્રુત વગેરે પાંચ જ્ઞાનોના વર્ણનમાં કરવામાં આવ્યું છે.
૨. પરોક્ષ
જૈનદર્શન સંમત પરોક્ષની વ્યાખ્યા પણ બધાં દર્શનોથી વિલક્ષણ છે. લોકમાં ઇન્દ્રિયવ્યાપારથી સહિત જ્ઞાનને પ્રત્યક્ષ કહેવાય છે અને ઇન્દ્રિય-વ્યાપારથી રહિત જ્ઞાનને પરોક્ષ કહેવામાં આવે છે. જ્યારે જૈનદર્શન ઇન્દ્રિય-વ્યાપાર સહિત જ્ઞાનને પરોક્ષ અને ઇન્દ્રિયવ્યાપાર રહિત જ્ઞાનને પ્રત્યક્ષ કહે છે. આ અસમંજસને દૂર કરવા માટે આચાર્ય અકલંક
પ્રમાણ : સ્વરૂપ તથા વ્યાખ્યા
૨૪૧
Page #259
--------------------------------------------------------------------------
________________
અને વાદિદેવ સૂરીએ પ્રત્યક્ષ-પરોક્ષની પરિભાષાને નવીન રૂપ આપ્યું. એમણે ક્રમશઃ વિશવમ્ પ્રત્યક્ષ વિશવમ્ પરોક્ષમ,” “પણ પ્રત્યક્ષ સ્પષ્ઠ પરોક્ષદ્' કહીને સિદ્ધાંત પક્ષના લોક પક્ષની સાથે સમન્વયનો પ્રયાસ કર્યો છે. આગળ ચાલીને પ્રત્યક્ષ અને પરોક્ષની આ જ પરિભાષાઓ પ્રચલિત થઈ ગઈ. પરોક્ષ પ્રમાણના ક્યાંક બે ભેદ અનુમાન અને આગામે બતાવ્યા છે અને ક્યાંક પરોક્ષ પ્રમાણના પાંચ ભેદ બતાવવામાં આવ્યા છે. તે પાંચ ભેદ આ પ્રકાર છે :
પરોક્ષના પાંચ ભેદ ૧. સ્મરણ, ૨. પ્રત્યભિજ્ઞાન, ૩. તર્ક, ૪. અનુમાન અને પ. આગમ. ઉક્ત પાંચ ભેદોમાં પરોક્ષ પ્રમાણના બધા ભેદ-પ્રભેદ સમાવિષ્ટ થઈ જાય છે.
૧. સ્મરણ : સંસ્કારનો ઉદ્બોધ થવાથી સ્મરણ ઉત્પન્ન થાય છે. આ અતીતકાલીન પદાર્થને વિષય કરે છે. એમાં “તતુ’ શબ્દનો ઉલ્લેખ અવશ્ય હોય છે. જો કે સ્મરણના વિષયભૂત પદાર્થ સામે નથી, છતાં તે આપણા પૂર્વ અનુભવનો વિષય તો હતો જ. એ અનુભવના દેઢ સંસ્કાર આપણને સાદેશ્ય વગેરે અનેક નિમિત્તોથી એ પદાર્થને મનમાં છલકાવી દે છે. આ સ્મરણના કારણે જ જગતના સમસ્ત લેણ-દેણ વગેરે વ્યવહાર ચાલી રહ્યા છે. વ્યાપ્તિ-સ્મરણ વગર અનુમાન અને સંકેત-સ્મરણ વગર કોઈ પ્રકારના શબ્દનો પ્રયોગ જ નથી થઈ શકતો. ગુરુ-શિષ્ય વગેરે સંબંધ, પિતા-પુત્રભાવ તથા અન્ય અનેક પ્રકારના પ્રેમ-કરુણા વગેરે મૂલક સમસ્ત જીવન-વ્યવહાર સ્મરણને આભારી છે. સંસ્કૃતિ, સભ્યતા અને ઇતિહાસની પરંપરા સ્મરણના સૂત્રથી જ આપણા સુધી આવી છે.
જે દર્શનકાર સ્મૃતિને પ્રમાણ નથી માનતા તે એનું મૂળ કારણ સ્મૃતિના “ગૃહીત ગ્રાહી હોવું' બતાવે છે. એની અનુભવ પરતંત્રતા પ્રમાણ વ્યવહારમાં બાધક બતાવવામાં આવે છે. અનુભવ જે પદાર્થને જે રૂપમાં જાણે છે, સ્મૃતિ એનાથી વધુને નથી જાણતી અને ન એના કોઈ નવા અંશનો જ બોધ કરે છે. આ પૂર્વાનુભવની મર્યાદામાં જ સીમિત છે, પરંતુ ક્યારેક-ક્યારેક તો અનુભવથી ઓછી સ્મૃતિ થાય છે.
જૈનદર્શન સિવાય અન્ય કોઈપણ દર્શને સ્મૃતિને સ્વતંત્ર પ્રમાણ નથી માન્યું. જગતના સમસ્ત વ્યવહાર સ્મૃતિની પ્રમાણતા અને અવિસંવાદ ઉપર ચાલી રહ્યા છે, ત્યારે તે એને અપ્રમાણ કહેવાનું સાહસ તો નહિ કરી શકે, પણ પ્રમાણનો વ્યવહાર સ્મૃતિ-ભિન્ન જ્ઞાનમાં કરવા માંગે છે. ધારણા નામનો અનુભવ પદાર્થને રૂમ' રૂપથી જાણે છે, જ્યારે સંસ્કારથી થનારી સ્મૃતિ એ જ પદાર્થને “તત્' રૂપથી જાણે છે માટે સ્મૃતિને એકાંત રૂપથી ગૃહીત ગ્રાહિણી પણ નથી કહી શકાતી.
પ્રમાણતાના બે જ આધાર છે - ૧. અવિસંવાદી હોવું તથા ૨. સમારોપનો વ્યવચ્છેદ કરવો. સ્મૃતિની અવિસંવાદિતા સ્વતઃ સિદ્ધ છે, અન્યથા અનુમાનની પ્રવૃત્તિ, શબ્દ વ્યવહાર અને જગતના સમસ્ત વ્યવહાર નિર્મુળ થઈ જશે. હા, જે-જે સ્મૃતિમાં વિસંવાદ હોય એને
(૨૪૨)0000000000000007 જિણધર્મોો]
Page #260
--------------------------------------------------------------------------
________________
અપ્રમાણ કે મૃત્યાભારત કહેવાનો માર્ગ ખુલ્લો છે. તેથી આ અવિસંવાદી સ્મૃતિરૂપ જ્ઞાનને પરોક્ષ પ્રમાણ માનવું જ પડશે. અનુભવ પરતંત્ર હોવાના કારણે તે પરોક્ષ તો કહી શકાય છે, પરંતુ અપ્રમાણ નહિ. કારણ કે પ્રમાણતા કે અપ્રમાણતાનો આધાર અનુભવ સ્વાતંત્ર્ય કે પાતંત્ર્ય નથી. અનુભૂત અર્થને વિષય કરવાના કારણે પણ એને અપ્રમાણ નથી કહેવામાં આવતું, અન્યથા અનુભૂત અગ્નિને વિષય કરનાર અનુમાન પણ પ્રમાણ નહિ થઈ શકે. તેથી સ્મૃતિ પ્રમાણ છે, કારણ કે તે સ્વ વિષયમાં અવિસંવાદિની છે.
૨. પ્રત્યભિજ્ઞાન વર્તમાનના પ્રત્યક્ષ અને અતીતના સ્મરણથી થનારા સંકલનાત્મક જ્ઞાન પ્રત્યભિજ્ઞાન છે. આ સંકલન એકત્વ, સાદેશ્ય, વૈસાદેશ્ય, પ્રતિયોગી, આપેક્ષિક વગેરે અનેક પ્રકારના હોય છે. વર્તમાનના પ્રત્યક્ષ કરીને એના અતીતનું સ્મરણ થવાથી “આ એ જ છે.” - આ પ્રકારનું જે માનસિક એકત્વ સંકલન થાય છે, તે એકત્વ પ્રત્યભિજ્ઞાન છે. આ રીતે ગાય સદેશ ગવય હોય છે” આ વાક્યને સાંભળીને કોઈ વનમાં જાય છે અને સામે ગાય જેવા પશુને જોઈને એ વાક્યનું સ્મરણ કરે છે અને પછી મનમાં નિશ્ચય કરે છે કે આ ગવય છે. આ પ્રકારનું સાદેશ્ય વિષય સંકલન સાદૃશ્ય-પ્રત્યભિજ્ઞાન છે. “ભેંસ ગાયથી વિલક્ષણ હોય છે. આ પ્રકારના વાક્યને સાંભળીને જે વાડામાં ગાય અને ભેંસ બંને હાજર છે, ત્યાં જનારા મનુષ્ય ગાયથી વિલક્ષણ પશુને જોઈને ઉક્ત વાક્યનું સ્મરણ કરે છે અને નિશ્ચય કરે છે કે આ ભેંસ છે. આ એવું દૃશ્ય વિષયક સંકલન એવું દૃશ્ય - પ્રત્યભિજ્ઞાન છે. આ રીતે પોતાના સમીપવર્તી મકાનના પ્રત્યક્ષ પછી દૂરવર્તી પર્વતને જોવાથી પૂર્વનું સ્મરણ કરીને જે “આ એનાથી દૂર છે” આ પ્રકારનું અપેક્ષિત જ્ઞાન થાય છે તે આપેક્ષિક પ્રત્યભિજ્ઞાન છે. શાખા (ડાળીઓ) વગેરે-વાળું વૃક્ષ હોય છે, એક શીંગડાવાળો ગેંડો હોય છે, છ પગવાળો હોય છે વગેરે. પરિચાયક શબ્દોને સાંભળીને વ્યકિતને એ પદાર્થોને જોવાથી અને પૂર્વોક્ત પરિચય વાક્યોનું સ્મરણ કરી જે “આ વૃક્ષ છે, આ ગેંડો છે, આ ભમરો છે' - વગેરે જ્ઞાન પેદા થાય છે, તે બધા પ્રત્યભિજ્ઞાન છે. અર્થ એ છે કે દર્શન અને સ્મરણને નિમિત્ત બનાવીને જેટલા પણ એકત્વ વગેરે વિષયક માનસિક સંકલ્પ હોય છે, તે બધા પ્રત્યભિજ્ઞાન છે. તે બધા પોતાના વિષયમાં અવિસંવાદી અને સમારોપના વ્યવચ્છેદક હોવાથી પ્રમાણ છે.
પ્રત્યભિજ્ઞાનના વિષયમાં દાર્શનિક મતભેદ : બૌદ્ધ પદાર્થને ક્ષણિક માને છે. એમના મતમાં એકત્વ-વાસ્તવિક નથી. “આ એ જ છે' - આ પ્રતીતિને તે ભ્રાંત માને છે. “સ વાયે” “આ એ જ છે.' - આ વાક્યમાં “ઘ' આ અંશ સ્મરણ છે અને “મર્થ (એ જ) અંશ પ્રત્યક્ષ છે. આ રીતે બૌદ્ધ આ એકત્વ પ્રતીતિમાં બે સ્વતંત્ર જ્ઞાન માનીને પ્રત્યભિજ્ઞાનના અસ્તિત્વને સ્વીકારતા નથી. પરંતુ જ્યારે આ વાત નિશ્ચિત છે કે પ્રત્યક્ષ માત્ર વર્તમાનને વિષય કરે છે અને સ્મરણ માત્ર અતીતને, ત્યારે આ બંને સીમિત અને નિયત વિષયવાળા જ્ઞાનો દ્વારા અતીત અને વર્તમાન બે પર્યાયોમાં રહેનાર એકત્વ કેવી રીતે જાણી શકે છે?
પ્રમાણ : સ્વરૂપ તથા વ્યાખ્યા
૨૪૩
Page #261
--------------------------------------------------------------------------
________________
જો એકત્વનો સર્વથા અપલાપ કરવામાં આવે છે તો બઢની મુક્તિ, ઋણની વસૂલી વગેરે જગત વ્યવહાર બધા ઉચ્છિન્ન થઈ જશે. “આ એ જ છે' - આ જ્ઞાનને જો બૌદ્ધદર્શન વિકલ્પની શ્રેણીમાં નાખે છે, તો એને જ પ્રત્યભિજ્ઞાન માનવામાં કોઈ આપત્તિ ના હોવી જોઈએ, પરંતુ આ વિકલ્પ અવિસંવાદી હોવાથી સ્વતંત્ર પ્રમાણ હશે.
પ્રત્યભિજ્ઞાનનો લોપ કરવાથી અનુમાનની પ્રવૃત્તિ નથી થઈ શકતી. જે વ્યક્તિએ પહેલાં અગ્નિ અને ધૂમના કાર્ય-કારણ ભાવનું ગ્રહણ કર્યું છે એ જ વ્યક્તિ જ્યારે પૂર્વ ધૂમના સદેશ અન્ય ધૂમ દેખે છે ત્યારે ગૃહીત કાર્ય-કારણનું સ્મરણ થવાથી અનુમાન કરી શકે છે. અહીં એકત્વ અને સશત્વ - બંને પ્રત્યભિજ્ઞાનોની આવશ્યકતા છે, કારણ કે અલગ વ્યક્તિને વિલક્ષણ પદાર્થને જોવાથી અનુમાન નથી થઈ શકતું.
બૌદ્ધોનું કથન છે કે - એકત્વ પ્રતીતિ રૂપ પ્રત્યભિજ્ઞાન ભ્રાન્ત થાય છે. જેમ કપાઈને ફરીથી ઊગેલા નખ, કેશ વગેરેમાં નખ એ જ છે, આ એ જ કેશ (વાળ) છે, આ એકત્વ પ્રતીતિ બ્રાન્ત છે માટે પ્રત્યભિજ્ઞાન પ્રમાણ નથી.
બૌદ્ધોનું ઉક્ત કથન યથાર્થ નથી. નખ-કેશ વગેરેમાં પ્રત્યભિજ્ઞાન ભ્રાન્ત થવાથી બધા પ્રત્યભિજ્ઞાન ભ્રાન્ત જ હોય છે. એ નથી માની શકાતું. તિમિર રોગીને બે ચંદ્રમાઓનું જ્ઞાન હોય છે, એનું આ પ્રત્યક્ષ જ્ઞાન ભ્રાત છે તો એટલા માત્રથી શું બધા પ્રત્યક્ષોનું ભ્રાત માની શકાય? ક્યારેય નહિ. જેમ દ્રિચંદ્ર જ્ઞાન પ્રત્યક્ષાભાસ છે, એમ જ નખ-કેશ વગેરેનું એકત્વ જ્ઞાન પ્રત્યભિજ્ઞાનાભાસ છે, પરંતુ આ એ જ ઘટ છે' - વગેરે દ્રવ્યમૂલક એકત્વ પ્રતીતિને ભ્રાત નથી કહી શકાતું. માટે પ્રત્યભિજ્ઞાન પ્રમાણ માનવું જોઈએ.
નૈયાયિક, વૈશેષિક અને મીમાંસક એકત્વ વિષયક પ્રત્યભિજ્ઞાનનો સ્વીકાર તો કરે છે પરંતુ તે આને પ્રત્યક્ષ પ્રમાણ અંતર્ગત માની લે છે. તે આને સ્વતંત્ર પરોક્ષ પ્રમાણના રૂપમાં સ્વીકાર કરતા નથી. એમનું આ મંતવ્ય ઉચિત નથી, કારણ કે પ્રત્યક્ષનો વિષયમાત્ર વર્તમાનને ગ્રહણ કરવું છે અને સ્મરણમાત્ર અતીત પર્યાયને ગ્રહણ કરે છે, પરંતુ પ્રત્યભિજ્ઞાન એવું પ્રમાણ છે, જે ઉભય પર્યાયવર્તી એકત્વ વગેરેને ગ્રહણ કરનાર સંકલનાત્મક જ્ઞાન છે. આ સંકલનને ગ્રહણ કરવું પ્રત્યક્ષનો વિષય નથી હોઈ શકતો. માટે પ્રત્યભિજ્ઞાનને સ્વતંત્ર પ્રમાણ માનવું જોઈએ.
નૈયાયિક તથા મીમાંસક સાદૃશ્ય જ્ઞાનને ગ્રહણ કરનાર ઉપમાન નામનું સ્વતંત્ર પ્રમાણ માને છે. પરંતુ આ ઉચિત નથી. જો સાદેશ્યને ગ્રહણ કરનાર માનવામાં આવે છે તો વિલક્ષણતાને ગ્રહણ કરનારાનું પણ અલગ પ્રમાણ માનવું પડશે. આ જ રીતે દૂરત્વ, ઉચ્ચત્વ, નિમ્નત્વ, હૂસ્તત્વ, દીર્ઘત્વને ગ્રહણ કરનાર અલગ-અલગ પ્રમાણ સ્વીકાર કરવાનો પ્રસંગ પ્રાપ્ત થશે, તો પ્રમાણોની સંખ્યા ના જાણે ક્યાં પહોંચશે. સાદેશ્ય, વૈસાદેશ્ય વગેરે જ્ઞાનોનો સમાવેશ પ્રત્યભિજ્ઞાનમાં થઈ જાય છે, માટે ઉપમાનને અલગ પ્રમાણ ન માનવું જોઈએ તે પ્રત્યભિજ્ઞાન જ છે. (૨૪૪ ના રોજ
જિણધમો)
Page #262
--------------------------------------------------------------------------
________________
૩. તર્ક વ્યાપ્તિના જ્ઞાનને તર્ક કહે છે. સાધ્ય અને સાધનના સાર્વકાલિક, સાર્વદેશિક અને સાર્વવ્યક્તિક અવિનાભાવ સંબંધને વ્યાપ્તિ કહે છે. અવિનાભાવ - અર્થાત્ સાધ્ય વગર સાધનનું ન હોવું, સાધનાના સાધ્યના હોવાથી જ હોવું, અભાવમાં બિલકુલ ન હોવું - આ નિયમને સર્વોપસંહાર રૂપથી ગ્રહણ કરવું તર્ક છે. સર્વ પ્રથમ વ્યક્તિ કાર્ય અને કારણને પ્રત્યક્ષ કરે છે. અનેક વખત પ્રત્યક્ષ હોવાથી તે એના અન્વય સંબંધની ભૂમિકાની તરફ ઝૂકે છે. પછી સાધ્યના અભાવમાં સાધનનો અભાવ જોઈને વ્યતિરેક નિશ્ચય દ્વારા એ અન્વય જ્ઞાનને નિશ્ચયાત્મક રૂપ આપે છે. જેમ કે કોઈ વ્યક્તિએ સર્વપ્રથમ રસોઈઘરમાં (રસોડામાં) અગ્નિ જોઈ તથા અગ્નિથી પેદા થયેલો ધુમાડો જોયો. પછી કોઈ તળાવમાં અગ્નિના અભાવમાં ધુમાડાનો અભાવ જોયો, પછી રસોડામાં અગ્નિનો ધુમાડો નીકળતો જોઈને એ નિશ્ચય કરે છે કે અગ્નિ કારણ છે અને ધુમાડો કાર્ય છે. આ ઉપલંભ-અનુપલંભ-નિમિત્તક સોંપસંહાર કરનાર વિચાર તર્ક છે. એમાં પ્રત્યક્ષ, સ્મરણ અને સાદેશ્ય પ્રત્યભિજ્ઞાન કારણ હોય છે. આ બધાની પૃષ્ઠભૂમિ પર જ્યાં-જ્યાં, જ્યારે-જ્યારે ધુમાડો થાય છે ત્યાં-ત્યાં, ત્યારેત્યારે અગ્નિ અવશ્ય થાય છે. આ પ્રકારનો એક માનસિક સંકલ્પ ઉત્પન્ન થાય છે, જેને ઊહ કે તર્ક કહે છે.
તર્કના વિષયમાં દાર્શનિક મતભેદ : મીમાંસક તર્કને વિચારાત્મક જ્ઞાન વ્યાપાર માને છે અને એના માટે “ઊહ’ શબ્દનો પ્રયોગ કરે છે, પરંતુ એને પ્રમાણની સંખ્યામાં સંમિલત નથી કરતા. એમનું મંતવ્ય છે કે તર્ક સ્વયં પ્રમાણ ન થઈને કોઈ પ્રમાણનો સહાયક હોઈ શકે છે.
ન્યાયદર્શન'માં તર્કને ૧૬ પદાર્થોમાં ગણાવ્યા છે, છતાં એને પ્રમાણ નથી કહેવામાં આવ્યા. એમનું કહેવું છે કે તર્ક તત્ત્વજ્ઞાન માટે ઉપયોગી છે અને પ્રમાણોનું અનુગ્રાહક છે, પરંતુ સ્વયં પ્રમાણ નથી.
બૌદ્ધ તર્ક રૂપ વિકલ્પજ્ઞાનને વ્યાપ્તિનો ગ્રાહક માને છે, પરંતુ તે પ્રત્યક્ષ પૃષ્ઠભાવી હોવાથી પ્રત્યક્ષ દ્વારા ગૃહીત અર્થને વિષય કરનાર એક વિકલ્પ છે, માટે પ્રમાણ નથી.
જૈનદર્શનનું મંતવ્ય છે કે તર્ક પોતાના વિષયમાં અવિસંવાદી હોવાના કારણે સ્વયં પ્રમાણ છે. જે સ્વયં પ્રમાણ નથી, તે પ્રમાણોનો અનુગ્રહ કેવી રીતે કરી શકે છે? અપ્રમાણથી ન તો પ્રમાણના વિષયનું વિવેચન થઈ શકે છે અને ન પરિશોધન જ. જે તર્કમાં વિસંવાદ હોય, એને તર્વાભાસ કહેવામાં આવે છે, પરંતુ એતાવતા અવિસંવાદી તર્કને પણ પ્રમાણથી બહિર્ભત રાખવું ઉચિત નથી. સંસારમાં જ્યાં ક્યાંય જ્યારે ક્યારેક ધુમાડો છે તે બધા અગ્નિના હોવાથી જ હોય છે, અગ્નિના અભાવમાં નથી હોતો. તે સાર્વત્રિક અને સાર્વકાલિક બોધ ના તો ઇન્દ્રિય પ્રત્યક્ષ જ કરી શકે છે અને ના સુખ વગેરેના સંવેદક માનસ પ્રત્યક્ષ જ. ઇન્દ્રિયનો વિષય નિયત છે અને વર્તમાનકાલિક છે. માનસ પ્રત્યક્ષ વિશદ છે અને વ્યાપ્તિ જ્ઞાન અવિશદ છે, [ પ્રમાણ સ્વરૂપ તથા વ્યાખ્યા
કે ૨૪૫)
Page #263
--------------------------------------------------------------------------
________________
માટે. માનસ પ્રત્યક્ષ વ્યાપ્તિને ગ્રહણ નથી કરી શકતો. અનુમાનથી વ્યાપ્તિનું ગ્રહણ એટલા માટે નથી હોઈ શકતું કે સ્વયં અનુમાનની ઉત્પત્તિ વ્યાપ્તિને આધીન છે.
તર્કને પ્રમાણ ન માનવાથી અનુમાન પણ પ્રમાણ નહિ થઈ શકે. જે વ્યાપ્તિ જ્ઞાનના બળ પર સુદૃઢ અનુમાનની ઇમારત ઊભી કરવામાં આવી રહી છે, એ વ્યાપ્તિ જ્ઞાનને અપ્રમાણ કહેવું કે એને પ્રમાણથી બહાર રાખવું, કેવી રીતે ઉચિત થઈ શકશે ? - યોગી પ્રત્યક્ષ દ્વારા વ્યાપ્તિ-ગ્રહણની વાત નિરર્થક છે કારણ કે જે યોગી છે એને વ્યાપ્તિ-ગ્રહણ કરવાનું કોઈ પ્રયોજન જ નથી, એ તો પ્રત્યક્ષથી જ સમસ્ત સાધ્ય-સાધનભૂત પદાર્થોને જાણી લે છે.
બૌદ્ધોએ વિકલ્પાત્મક હોવાથી તકને અપ્રમાણ માન્યો છે, પરંતુ વિકલ્પાત્મક તો અનુમાન પણ છે. એને તો બૌદ્ધોએ પણ પ્રમાણ માન્યું છે. જે રીતે અનુમાન વિકલ્પ હોવા છતાં પ્રમાણ છે - એમ જ વિકલ્પ રૂપ તર્કને પણ પ્રમાણ માનવું જોઈએ.
તર્ક પોતાના વિષયમાં સંવાદક છે અને સંશય, વિપર્યય, અનધ્યવસાય રૂ૫ સમારોપનું વ્યવચ્છેદક છે, તેથી તે પ્રમાણ રૂપ છે.
(અનુમાન)
સાધનથી સાધ્યના જ્ઞાનને અનુમાન કહે છે. લિંગ-ગ્રહણ અને વ્યાપ્તિ-સ્મરણની પાછળ થનારું જ્ઞાન અનુમાન કહેવાય છે. આ જ્ઞાન અવિશદ-અસ્પષ્ટ હોવાથી પરોક્ષ છે, પરંતુ પોતાના વિશે સંશય-વિપર્યય, અનધ્યવસાય વગેરે સમારોપોનું નિરાકરણ કરવાના કારણે પ્રમાણ છે. સાધનથી સાધ્યનું નિયત જ્ઞાન અવિનાભાવના બળથી જ થાય છે. સૌપ્રથમ સાધનને જોઈને પૂર્વગૃહીત અવિનાભાવનું સ્મરણ થાય છે. તે છતાં સાધ્યનું જ્ઞાન થાય છે, આ માનસજ્ઞાન છે - અવિનાભાવ જ અનુમાનનો મૂળ આધાર છે. સહભાવ - નિયમ અને ક્રમભાવ નિયમને અવિનાભાવ કહે છે, સહભાવી રૂપ, રસ વગેરે તથા વૃક્ષ અને શિંશપા વગેરે વ્યાપ્યવ્યાપકભૂત પદાર્થોમાં સહભાવ નિયમ હોય છે. નિયત પૂર્વવર્તી અને ઉત્તરવર્તી કૃતિકોદય અને શકટોદયમાં તથા કાર્ય-કારણભૂત અગ્નિ અને ધુમાડા વગેરેમાં ક્રમભાવ નિયમથી થાય છે. અવિનાભાવને માત્ર તાદાભ્ય અને તંદુત્પત્તિ(કાર્ય-કારણ ભાવ)થી જ નિયંત્રિત નથી કરી શકતા, કારણ કે જેમાં તાદાભ્ય નથી એવા રૂપથી રસનું અનુમાન થાય છે તથા જેમાં કાર્ય-કારણ ભાવ નથી એવા કૃત્તિકોદયને જોઈને એક મુહૂર્ત પછી થનારા શકટોદયનું અનુમાન કરવામાં આવે છે.
અનુમાનના ભેદ અનુમાનના બે પ્રકાર કહેવામાં આવ્યા છે - ૧. સ્વાથનુમાન અને ૨. પરાર્થાનુમાન. નિશ્ચિત સાધન દ્વારા સ્વયંને થનારા સાધ્યના જ્ઞાનને સ્વાથનુમાન કહે છે. અવિનાભાવી સાધ્ય (૨૪૬) છે જ છે
છે જિણધો]
Page #264
--------------------------------------------------------------------------
________________
સાધનનાં વચનોથી શ્રોતાને ઉત્પન્ન થતું સાધ્યજ્ઞાન-પરાર્થાનુમાન છે. આ પરાથનુમાન એ જ શ્રોતાને થાય છે, જેણે પહેલાં વ્યાપ્તિ ગ્રહણ કરી લીધી છે. વચનોને પરાથનુમાન એટલા માટે કહેવામાં આવે છે કે તે વચનો વક્તાના જ્ઞાનનાં કાર્ય છે અને શ્રોતાના જ્ઞાનનાં કારણો છે, માટે કારણમાં કાર્યનું અને કાર્યમાં કારણનો ઉપચાર કરી લેવામાં આવે છે. આ જ ઉપચારથી વચનોને પણ પરાથનુમાન કહેવામાં આવે છે. વસ્તુતઃ પરાથનુમાન તો જ્ઞાન રૂપ જ છે. વક્તાનું જ્ઞાન જ્યારે શ્રોતાને સમજાવવા માટે તત્પર હોય છે, તો એ કાળમાં તે પરાથનુમાન થઈ જાય છે.
અનુમાનનાં અંગ (ભાગ) સ્વાથનુમાનનાં બે અંગ છે - (૧) પક્ષ અને (૨) હેતુ. સાધ્યધર્મ વિશિષ્ટ ધર્મીને પક્ષ કહે છે. છતાં સ્વાર્થોનુમાન જ્ઞાન રૂપ છે અને જ્ઞાનમાં એ બધા વિભાગ નથી કરી શકાતા છતાંય એના શબ્દથી ઉલ્લેખ તો કરવો પડે છે. જેમ ઘટ પ્રત્યક્ષનું “આ ઘટ છે' આ રીતે શબ્દ દ્વારા ઉલ્લેખ થાય છે. એ જ રીતે “આ પર્વત અગ્નિવાળો છે, ધુમાડો હોવાથી' - આ શબ્દો દ્વારા સ્વાર્થોનુમાનને વ્યક્ત કરવામાં આવે છે. | પરાર્થોનુમાન-પ્રયોજક વાક્યના બે અવયવ હોય છે. (૧) પ્રતિજ્ઞા અને (૨) હેતુ. ધર્મ અને ધર્મીના સમુદાયરૂપ પક્ષના વચનને પ્રતિજ્ઞા કહે છે. યથા “આ પર્વત અગ્નિવાળો છે.” સાધ્યથી અવિનાભાવ રાખનાર સાધનના વચનને હેતુ કહે છે, યથા - ધુમાડો હોવાથી.
પરાથનુમાનનાં અંગોને લઈને દાર્શનિકોમાં મતભેદ છે. નૈયાયિક પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન એ પાંચ અવયવ માને છે. પાંચ અવયવવાળા વાક્યનો પ્રયોગ આ રીતે થાય છે. (૧) પર્વત અગ્નિવાળો છે (૨) ધુમાડાવાળો હોવાથી (૩) જેજે ધુમાડો હોય છે તે-તે અગ્નિવાળો હોય છે જેમ કે રસોડું (૪) પર્વત પણ ધુમાડાવાળો છે, તેથી (૫) એ અગ્નિવાળો છે. સાંખ્ય ઉપનય અને નિગમનના પ્રયોગને આવશ્યક નથી માનતા. મીમાંસકોનો પણ એ જ અભિપ્રાય છે. બૌદ્ધ હેતુ અને ઉપનયને જ અનુમાનનું અંગ માને છે. તે પક્ષ (પ્રતિજ્ઞા) ઉદાહરણ અને નિગમનને આવશ્યક અંગ નથી માનતા.
જૈનાચાર્યોનું મંતવ્ય છે કે મંદમતિ શિષ્યોને સમજાવવા માટે યોગ્યતાનુસાર બે, ત્રણ, ચાર અને પાંચ કે વધુ અવયવ માની શકાય છે, પર વાદ-કથામાં જ્યાં વિદ્વાનોનો અધિકાર છે, પ્રતિજ્ઞા અને હેતુ એ બે જ અવયવ પર્યાપ્ત છે. પ્રતિજ્ઞાનો પ્રયોગ કર્યા વગર સાધ્યધર્મના આધારમાં સંદેહ બની રહે છે. વગર પ્રતિજ્ઞાએ કોને સિદ્ધિ માટે હેતુ આપી શકાય છે ? પક્ષધર્મત્વ પ્રદર્શન દ્વારા પ્રતિજ્ઞાને માન કરીને પણ બૌદ્ધનો એનાથી મનાઈ કરવી અતિબુદ્ધિમત્તા (મતિમંદતા) છે. પક્ષવચન રૂપ પ્રતિજ્ઞા અને સાધનવચન રૂપ હેતુ આ બે અવયવોથી અર્થનો બોધ થઈ જાય છે, તો દષ્ટાંત, ઉપનય, નિગમન વાદ-કથામાં વ્યર્થ છે.
હેતુનું સ્વરૂપ અનુમાનના લક્ષણમાં કહેવામાં આવ્યું છે કે “સાધનાત્ સાધ્ય વિજ્ઞાનમતમાનમ્' - અર્થાત્ સાધનથી સાધ્યના જ્ઞાનને અનુમાન કહે છે. તેથી આ જાણવું જરૂરી છે કે સાધ્ય [ અનુમાન છે
જો આ જ ૨૪૦)
Page #265
--------------------------------------------------------------------------
________________
અને સાધનનું સ્વરૂપ શું છે? જે અપ્રતીત છે જે પ્રત્યક્ષ વગેરે પ્રમાણોથી બાધિત ન હોય તેથી જે વાદીને ઇષ્ટ હોય તે સાધ્ય છે. સાધ્યનો અર્થ છે - સિદ્ધ કરવા યોગ્ય અર્થાત્ અસિદ્ધ. સિદ્ધને શું સિદ્ધ કરવું ? અનિષ્ટ અને પ્રત્યક્ષ વગેરેથી બાધિત વિષય સાધ્ય નથી થઈ શકતા. અસિદ્ધ વિશેષણ પ્રતિવાદીની અપેક્ષાથી છે અને ઇષ્ટ વિશેષણવાદીની દૃષ્ટિથી.
જેનો સાધ્યની સાથે અવિનાભાવ નિશ્ચિત છે, એને સાધન (હેતુ) કહે છે. અવિનાભાવ અન્યથાનુપપત્તિ વ્યાપ્તિ એ એકાર્ણવાચક શબ્દ છે.
હેતુનું લક્ષણ નિશિતાથાનુપપ્રત્યેજ કક્ષનો હેતુ “WHICT નય તત્ત્વીત્રો પં. સૂત્ર-૧૧' કરવામાં આવ્યાં છે. અન્યથાનુપપત્તિ રૂપથી નિશ્ચિત હોવું, આ જ એકમાત્ર સાધન (હેતુ)નું લક્ષણ હોઈ શકે છે.
વિભિન્ન-વાદીઓએ હેતુનાં સ્વરૂપો અનેક પ્રકારે માન્યા છે. નૈયાયિક પક્ષ-ધર્મત્વ, સપક્ષસત્વ, વિપક્ષ વ્યાવૃત્તિ, અબાધિત વિષયત્વ અને અસતુપ્રતિપક્ષત્વ - આ રીતે પાંચ રૂપવાળા હેતુ માને છે. હેતુના પક્ષમાં રહેવું, સપક્ષમાં રહેવું, વિપક્ષમાં ન પ્રાપ્ત થવું, પ્રત્યક્ષ વગેરેથી સાધ્યનું બાધિત ન હોવું અને તુલ્ય બળશાળી પ્રતિપક્ષી હેતુનું ન હોવું - આ પાંચ વાતો નૈયાયિકદર્શનના અનુસાર પ્રત્યેક સહેતુમાં જોવા મળવા નિતાંત આવશ્યક છે.
બૌદ્ધ પક્ષધર્મત્વ, સપક્ષસત્વ અને વિપક્ષ વ્યાવૃત્તિ રૂપ ત્રણ લક્ષણવાળા હેતુ માને છે.
જૈન દાર્શનિકોએ અન્યથાનુપપત્તિ કે અવિનાભાવને જ હેતુનો પ્રાણ માન્યો છે. સપક્ષસત્વ એટલા માટે આવશ્યક નથી કે સપક્ષમાં રહેવા કે ન રહેવાથી હેતુતામાં કોઈ અંતર ન આવે. માત્ર વ્યતિરે કી હેતુ સપક્ષમાં નથી રહેતા, છતાંય સમ્યગુ હેતુ છે. પક્ષ ધર્મત્વ પણ આવશ્યક નથી, કારણ કે અનેક હેતુ એવા છે, જે પક્ષમાં નથી જોવા મળતા, છતાંય પોતાના સાધ્યનું જ્ઞાન કરાવે છે. જેમ રોહિણી નક્ષત્ર મુહૂર્ત પછી ઉદિત થશે, કારણ કે અત્યારે કૃત્તિકાનો ઉદય છે. અહીં કૃતિકાના ઉદય રૂ૫ હેતુ રોહિણી રૂપ પક્ષમાં નથી રહેતા, છતાં અવિનાભાવી હોવાથી સમ્યગુ હેતુ છે. તેથી “માત્ર વિપક્ષ વ્યાવૃત્તિ જ હેતુનો આત્મા છે. એના અભાવમાં તે હેતુ જ નથી રહી શકતો. જેનો અવિનાભાવ નિશ્ચિત છે એના સાધ્યમાં પ્રત્યક્ષ વગેરે પ્રમાણોથી મુશ્કેલી નથી આવી શકતી અને એનો તુલ્ય બળશાળી પ્રતિપક્ષી હેતુ સંભવ જ નથી. અન્યથાનુપપત્તિના અભાવમાં પંચલક્ષણ અને ત્રિલક્ષણના હોવા છતાંય હેતુ સમ્યમ્ હેતુ નથી હોતો. જેમ કે ગર્ભસ્થ મૈત્ર તનય કાળો હશે, કારણ કે તે મૈત્ર તનય છે, એના અન્ય પુત્રોની જેમ. અહીં ત્રિલક્ષણ વગેરે જોવા મળે છે, પરંતુ અન્યથાનુપપત્તિ ન હોવાના કારણે તે હેતુ સાચો નથી થતો. જ્યાં અન્યથાનુપપત્તિ છે ત્યાં ત્રિલક્ષણ અને પંચલક્ષણ ન હોવા છતાંય હેતુ સાચો હોય છે. માટે કહ્યું છે -
अन्यथानुपपन्नत्वं यत्र तत्र त्रयेण किम् ।
नान्यथानुपपन्नत्वं यत्र तत्र त्रयेण किम् ॥ (૨૪૮)
જન જિણધર્મોો)
Page #266
--------------------------------------------------------------------------
________________
જ્યાં અન્યથાનુપપત્તિ છે ત્યાં ત્રિલક્ષણ વગેરે માનવાથી શું લાભ ? અને જ્યાં અન્યથાનુપપત્તિ નથી ત્યાં પણ બૈરૂપ્ય માનવાથી શું લાભ ? માટે અન્યથાનુપપશત્વ જ હેતુનું એક માત્ર લક્ષણ છે. હેતુઓના પ્રકાર અને એમના ભેદ-પ્રભેદનો બહુ વિસ્તાર છે. ગ્રંથ વિસ્તારના ભયથી અહીં નથી આપવામાં આવતા, તેથી અન્ય ન્યાય-ગ્રંથોથી આનું પરિજ્ઞાન કરવું જોઈએ.
અનુમાનને પ્રમાણના રૂપમાં ચાર્વાકદર્શનને છોડીને અન્ય બધાં આસ્તિક-દર્શનોએ સ્વીકાર કર્યો છે. ચાર્વાક પ્રત્યક્ષવાદી જ છે, માટે તે અનુમાનને પ્રમાણ નથી માનતા પરંતુ એને પોતાની વાતને સિદ્ધ કરવા માટે અનુમાનનો સહારો લેવો જ પડે છે. જો તે એવું ન કરે તો એનો પક્ષ સિદ્ધ થઈ શકતો નથી, અથવા તો એને મૌન રહેવું પડશે કે અનુમાનનો આશ્રય લેવો પડશે. એના સિવાય એના પાસે કોઈ રસ્તો નથી. આ રીતે અનુમાનની પ્રમાણતાનો સ્વીકાર કરવો અનિવાર્ય છે.
39
આગમ
આપ્તના વચનથી આવિર્ભૂત થનારા પદાર્થનું જ્ઞાન આગમ કહેવાય છે. જે તત્ત્વને યથાવસ્થિત જાણનાર અને યથાવસ્થિત નિરૂપણ કરનાર હોય તે આપ્ત-પુરુષ છે. રાગ-દ્વેષ વગેરે દોષોથી રહિત પુરુષ જ આપ્ત હોઈ શકે છે, કારણ કે તે ક્યારેક વિસંવાદી અને મિથ્યાવાદી નથી હોતા. આપ્ત-પુરુષનાં વચનોને પણ ઉપચારથી આગમ કહેવાય છે. કારણ કે આપ્તનાં વચન શ્રોતાના જ્ઞાનના કારણે હોય છે, કે આપ્તના જ્ઞાનના કાર્યરૂપ હોય છે. જ્ઞાનના કાર્યનું કારણ હોવાના કારણે આપ્ત વચનોમાં જ્ઞાનનો ઉપચાર કરવામાં આવે છે. આપ્ત-પુરુષ બે પ્રકારના છે - (૧) લૌકિક અને (૨) લોકોત્તર. જે જેના પ્રત્યે અવંચક હોય છે તે એના માટે આપ્ત છે. આ દૃષ્ટિએ સત્ય વક્તા, માતા-પિતા વગેરે ગુરુજન લૌકિક આપ્ત છે અને તીર્થંકર વગેરે લોકોત્તર આપ્ત છે.
વૈશેષિક અને બૌદ્ધ આગમ જ્ઞાનને અનુમાન પ્રમાણમાં અંતર્ભૂત કરે છે, પરંતુ લિંગદર્શન અને વ્યાપ્તિ-સ્મરણ વગર જ થનારા આ આગમજ્ઞાન અનુમાનમાં સમાવિષ્ટ નથી થઈ શકતું. ન્યાયદર્શનમાં આગમને શબ્દ-પ્રમાણ કહેવામાં આવે છે.
આગમવાદ અને હેતુવાદનાં ક્ષેત્ર અલગ-અલગ છે. આગમના ઘણાય અંશ એવા હોઈ શકે છે, જ્યાં કોઈ હેતુ કે યુક્તિ નથી ચાલતી. એવા વિષયોમાં યુક્તિ સિદ્ધ વચનોની એક કર્તૃકતાથી યુક્ત્વ સિદ્ધ વચનોને પણ પ્રમાણ માની લેવામાં આવે છે. આચાર્ય સિદ્ધસેને કહ્યું છે -
આગમ
जो हेउवाय पक्खम्मि हेउओ आगमम्मि आगमओ । सो ससमयपण्णवओ सिद्धंत विराहओ अण्णो ॥
સન્મતિત - ૩-૪૫
૨૪૯
Page #267
--------------------------------------------------------------------------
________________
હેતુવાદ પક્ષમાં હેતુથી અને આગમવાદ પક્ષમાં આગમથી વ્યવસ્થા કરનાર સ્વસમયના પ્રજ્ઞાપક આરાધક હોય છે અને અન્ય સિદ્ધાન્તના વિરાધક હોય છે.
આ રીતે પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપ પ્રમાણનું સંક્ષિપ્ત સ્વરૂપ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. ઉક્ત પ્રતિપાદન એ અહીં સ્પષ્ટ રૂપે સિદ્ધ થઈ જાય છે કે જૈનદર્શનના પ્રમાણ સંબંધી ચિંતન કેટલું પ્રામાણિક અને તર્કસંગત છે. જેનદર્શનની મૂળભૂત વિશેષતા એની અનેકાંત સંબંધી વિવેચના છે. નય, નિક્ષેપ, સપ્તભંગી, સ્યાદ્વાદ વગેરે જૈનદર્શનની મૌલિક વિચારસરણી છે. આમનો સંક્ષિપ્ત પરિચય આગળ આપવામાં આવેલ છે.
F3
(નવવાદ) તત્ત્વોના અધિગમ માટે શાસ્ત્રકારોએ પ્રમાણ અને નયને સાધન બતાવ્યું છે. પ્રમાણના સંબંધમાં પહેલાં (આગળ) લખાઈ ચૂક્યું છે, માટે અહીં નયના વિષયમાં વિચારણા પ્રસ્તુત કરવામાં આવી રહી છે.
નય પદ્ધતિ જૈનદર્શનની પૂર્ણતઃ મૌલિક વિચારશૈલી છે. અન્ય દર્શનોમાં ક્યાંય નય વિષયક ચિંતન દૃષ્ટિગોચર નથી થતું. અન્ય સમસ્ત દર્શન પોત-પોતાની એકદેશીય વિચારધારાને જ પરિપૂર્ણ માનીને એનું સમર્થન કરે છે, જ્યારે જૈનદર્શનના અનંત ધર્માત્મક સ્વરૂપને દૃષ્ટિગત રાખીને એનાં વિવિધ રૂપોને વિભિન્ન દૃષ્ટિકોણોથી પ્રસ્તુત કરે છે. જૈન દૃષ્ટિ પરસ્પર વિરોધી પ્રતીત થતા વિચારોમાં અવિરોધનું બીજ ખોજે (શોધે) છે અને એમાં સમન્વય સ્થાપિત કરે છે.
જૈનદર્શનની અનેકાંત દૃષ્ટિ, વિભિન્ન-વાદીઓની પરસ્પર વિરોધી માન્યતાઓને અલગ-અલગ નયની એકાંગી દૃષ્ટિના રૂપમાં સ્વીકૃતિ આપીને આંશિક સત્યના રૂપમાં એમને માન્યતા પ્રદાન કરે છે. દાર્શનિક જગતના વિવાદોને ઉકેલવાની વિલક્ષણ તથા અભુત શક્તિ જૈનદર્શનની અનેકાંત દૃષ્ટિ અને નય પદ્ધતિમાં સમાયેલ છે. ખંડ-ખંડમાં વિભક્ત સત્યને જૈનદર્શનની અનેકાંત દષ્ટિ એક અખંડ સત્યનું, પરિપૂર્ણ સત્યનું સ્વરૂપ પ્રદાન કરે છે.
જૈનદર્શન અનુસાર પ્રત્યેક પદાર્થ અનંત ધર્માત્મક છે. એ અનંત ધર્મોને જ્યારે અભેદ દૃષ્ટિથી પૂર્ણ રૂપમાં ગ્રહણ કરવામાં આવે છે ત્યારે તે જ્ઞાન પ્રમાણ કહેવાય છે અને જ્યારે એ અનંત ધર્મોમાંથી કોઈ એક ધર્મને લઈને ચિંતન કરવામાં આવે છે ત્યારે તે જ્ઞાન નયના નામથી ઓળખાય છે. પ્રમાણ વસ્તુના પૂર્ણ રૂપને ગ્રહણ કરે છે અને નય, પ્રમાણ દ્વારા ગૃહીત વસ્તુના એક અંશને જાણે છે, પ્રમાણજ્ઞાન વસ્તુને સમગ્ર ભાવથી ગ્રહણ કરે છે, એમાં અંશ વિભાજન કરવાની તરફ એનું લક્ષ્ય નથી હોતું. જેમ “આ ઘડો છે” આ જ્ઞાનમાં પ્રમાણ ઘડાને અખંડ ભાવથી - એના રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે અનંત ગુણોનો વિભાગ ન કરીને પૂર્ણ રૂપથી જાણે છે, જ્યારે નય એનું વિભાજન કરીને “રૂપવાન ઘટ” “રસવાન્ ટ વગેરે (૨૫૦) છે
જન જિણધો]
Page #268
--------------------------------------------------------------------------
________________
રૂપમાં એને પોત-પોતાના અભિપ્રાય અનુસાર જાણે છે. પ્રમાણ અને નય બંને જ્ઞાનાત્મક પર્યાયો છે. જ્યારે જ્ઞાતાની સકળ(સંપૂર્ણ પદાર્થ)ને ગ્રહણ કરવાની દૃષ્ટિ હોય છે, ત્યારે એનું જ્ઞાન પ્રમાણ હોય છે અને જ્યારે એ જ પ્રમાણથી ગૃહીત વસ્તુને ખંડશઃ ગ્રહણ કરવાનો અભિપ્રાય હોય છે ત્યારે તે અંશગ્રાહી અભિપ્રાય નય કહેવાય છે. પ્રમાણને સકલાદેશી અને નયને વિકલાદેશી માનવામાં આવે છે.
નય પ્રમાણનો અંશ છે
નય પ્રમાણથી ભિન્ન છે તો પ્રશ્ન થાય છે કે નય પ્રમાણ છે કે અપ્રમાણ ? આ પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો છે કે નય ન તો પ્રમાણ છે અને ન અપ્રમાણ છે, પરંતુ પ્રમાણનો એક અંશ છે. જેમ સમુદ્રમાંથી એક ઘડો ભરી લેવામાં આવે તો તે ઘટનું (ઘડાનું) જળ ન તો સમુદ્ર જ કહેવાય છે અને ન અસમુદ્ર જ. જો ઘડા-ભર જળને સમુદ્ર કહેવામાં આવે તો શેષ સમુદ્રનું જળ અસમુદ્ર થઈ જશે. એ ઘડા-ભર જળને અસમુદ્ર પણ નથી કહેવામાં આવતું, કારણ કે તે સમુદ્રથી લેવામાં આવ્યું છે. ત્યારે એ જ કહેવું પડશે કે તે ઘડા-ભર જળ ન સમુદ્ર છે ન અસમુદ્ર છે, પણ સમુદ્રનો અંશ છે. આ જ રીતે નય ન તો પ્રમાણ જ છે, કારણ કે તે અંશગ્રાહી છે અને ન અપ્રમાણ જ છે, કારણ કે તે જ્ઞાનરૂપ છે. માટે નયને પ્રમાણનો અંશ માનવામાં આવે છે. આ જ વાતને આ શ્લોકમાં વ્યક્ત કરવામાં આવી છે -
नायं वस्तु न चावस्तु वस्त्वंशः कथ्यते बुधैः । नासमुद्रः समुद्रो वा समुद्रांशो यथैव हि ।
સુનય અને દુર્નય
અનંત ધર્માત્મક વસ્તુના સ્વાભિપ્રેત અંશને ગ્રહણ કરવું અને અન્ય અંશોમાં ઉદાસીનતા રાખવી આ સુનયનું લક્ષણ છે. જે નય સ્વાભિપ્રેત અંશનો સ્વીકાર કરતા અન્ય અંશોનું અપલાપ કે તિરસ્કાર કરે છે, તે દુર્નય છે. પ્રત્યેક નયની પોત-પોતાની સીમા છે. જે એ સીમાનું અતિક્રમણ નથી કરતા તે સુનય છે અને જે એ સીમાથી બહાર ચાલ્યા જાય છે તે દુર્નય છે. સુનય પોતાના અંશને મુખ્ય રૂપથી ગ્રહણ કરતા અંશોને ગૌણ કરે છે પણ એમની અપેક્ષા રાખે છે, એમનો તિરસ્કાર ક્યારેય કરતા નથી. દુર્નય અન્ય નિરપેક્ષ થઈને અન્યનું નિરાકરણ કરે છે. ઉદાહરણ તરીકે સત્ ધર્મને લઈ લો. પ્રમાણ ‘સત્’ને ગ્રહણ કરે છે. નય ‘સ્યાત્ સત’ને ગ્રહણ કરે છે અને દુર્નય ‘સદેવ’ એવું અવધારણ કરી અન્યનો તિરસ્કાર કરે છે. કહ્યું છે
નયવાદ
તત્ત્વાર્થ, શ્લોક-૧/૬
'सदेव सत्स्यात्सदिति त्रिधार्थो मीयेत दुर्नीति नय प्रमाणै: ।'
-
અન્ય યોગ, શ્લોક-૨૮
૨૫૧
Page #269
--------------------------------------------------------------------------
________________
સત્ જ છે એવું માનવું દુર્નય છે, “સત્' કહેવું પ્રમાણ છે અને “ચાત્ સત્ એવું કહેવું નય છે. “ચા” શબ્દથી ચિહ્નિત ધર્મનું ગ્રહણ સુનય છે. નિષ્કર્ષ એ છે કે સાપેક્ષતા જ નયનો પ્રાણ છે. આચાર્ય સિદ્ધસેને પોતાની “સન્મતિ તર્ક ગ્રંથમાં કહ્યું છે -
'तम्हा सव्वे वि णया मिच्छादिट्ठी सपक्ख पडिबद्धा । अण्णोण्णाणिस्सिआ पुण हवन्ति सम्मत्त सब्भावा ॥'
- સન્મતિ - ૧/૨ ૨ તે બધા નય મિથ્યાષ્ટિ છે, જે પોતાના જ પક્ષનો આગ્રહ કરે છે અને પરનો નિષેધ કરે છે, પરંતુ જ્યારે તે જ પરસ્પર સાપેક્ષ અને અન્યોન્ય આશ્રિત હોય છે ત્યારે સમ્યગુદૃષ્ટિ બની જાય છે.
વૈડૂર્ય વગેરે મણિઓ મહામૂલ્યવાળી હોવા છતાંય જો પરસ્પરમાં મળેલી ન હોય તો રત્નાવલી'ની સંજ્ઞા નથી મેળવી શકતી. આ જ રીતે પોતાના નિયત અંશનો જ આગ્રહ રાખનાર અને બીજા અંશોની અપેક્ષા ના રાખનાર નય, સુનયની સંજ્ઞા નથી મેળવી શકતા, તે નય, દુર્નયની શ્રેણીમાં આવે છે, જ્યારે તે અલગ-અલગ મણિઓ પરસ્પર સાપેક્ષ થઈને (બનીને) એક સૂત્રમાં પરોવાયેલી રહે છે ત્યારે તે “રત્નાવલી' કે “રત્નોનો હાર' કહેવાય છે. આ જ રીતે પરસ્પર સાપેક્ષ નય સુનયની સંજ્ઞાથી સુશોભિત થાય છે.
નયોની સંખ્યા વસ્તુ જ્યારે અનંત ધર્માત્મક છે ત્યારે સ્વભાવતઃ એક-એક ધર્મને ગ્રહણ કરનાર અભિપ્રાય પણ અનંત હશે, ભલે એમના વાચક પૃથક પૃથક ન મળે, પણ જેટલા શબ્દ છે, એટલા અભિપ્રાય તો અવશ્ય હોય છે. માટે કહ્યું છે - "जावइया वयणपहा तावइया होंति णय वाया"
- સન્મતિ - ૩/૪૭ જેટલા વચનના પ્રકાર છે કે જેટલા શબ્દ છે, એટલા જ નય છે.
નય એક જ વસ્તુની અપેક્ષા ભેદથી કે અનેક દૃષ્ટિકોણોથી ગ્રહણ કરનાર વિકલ્પ છે. એ હવાઈ કલ્પનાઓ નથી, પણ અર્થને વિવિધ પ્રકારથી જાણનાર અભિપ્રાય વિશેષ છે.
જેમ એક જ લોક સતુની અપેક્ષા એક છે, જીવ-અજીવની અપેક્ષાથી બે પ્રકારના કહેવામાં આવે છે, ઊર્ધ્વ, અધઃ અને તિર્યકની અપેક્ષાથી ત્રણ પ્રકારના, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી ચાર પ્રકારના, પંચાસ્તિકાયોની અપેક્ષાથી પાંચ પ્રકારના અને પદ્રવ્યોની અપેક્ષાએ છે પ્રકારના કહેવાય છે. એ અપેક્ષા-ભેદથી થનારા વિકલ્પ છે, માત્ર મતભેદ કે વિવાદ નથી. નય પણ અપેક્ષાભેદથી થનારી વસ્તુની વિભિન્ન પર્યાયોનું નિર્દેશન કરનાર છે. (૫૨)
જિણધો]
Page #270
--------------------------------------------------------------------------
________________
નયના બે ભેદ
સામાન્ય રીતે અભિપ્રાયોની અનંતતા હોવા છતાંય વર્ગીકરણના સિદ્ધાન્ત પર નયના વિભિન્ન ભેદ બતાવવામાં આવ્યા છે. એક વિવક્ષા અનુસાર નયોને બે ભાગોમાં વિભક્ત કરી શકાય છે - (૧) અભેદને ગ્રહણ કરનાર અને (૨) ભેદને ગ્રહણ કરનાર. વસ્તુમાં સ્વરૂપતઃ અભેદ છે, તે અખંડ છે અને પોતાનામાં એક તથા મૌલિક છે. એને અનેક ગુણ, પર્યય અને ધર્મો દ્વારા અનેક રૂપમાં ગ્રહણ કરવામાં આવે છે. અભેદ-ગ્રાહિણી દૃષ્ટિ દ્રવ્યદૃષ્ટિ કહેવામાં આવે છે અને ભેદગ્રાહિણી દૃષ્ટિ પર્યાયદૃષ્ટિ કહેવાય છે. દ્રવ્યને મુખ્ય રૂપથી ગ્રહણ કરવાથી નય દ્રવ્યાર્થિક કહેવાય છે અને પર્યાયને મુખ્ય રૂપથી ગ્રહણ કરનાર નય પર્યાયાર્થિક કહેવામાં આવે છે. નૈગમ, સંગ્રહ અને વ્યવહાર નયોને દ્રવ્યાર્થિકનય અને ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નયોને પર્યાયાર્થિકનય કહેવામાં આવે છે.
જગતમાં સ્પષ્ટ અને મૌલિક અસ્તિત્વ જો કે દ્રવ્યનું છે અને એ જ પરમાર્થથી અર્થ કહેવાય છે, છતાં જગત-વ્યવહાર માત્ર પરમાર્થ અર્થથી નથી ચાલતો, માટે વ્યવહાર માટે પદાર્થોનો નિક્ષેપ કરવામાં આવે છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપ છે. નામ શબ્દાત્મક અર્થનો આધાર છે. સ્થાપના જ્ઞાનના આકારોનો આધાર છે. દ્રવ્ય અને ભાવ અર્થનો આધાર છે. આ રીતે જ્યારે પ્રત્યેક પદાર્થને અર્થ, શબ્દ અને જ્ઞાનના આકારોમાં વહેંચે છે, તો એમનું ગ્રાહક જ્ઞાન પણ સ્વભાવતઃ ત્રણ વિભાગોમાં વહેંચાઈ જાય છે જ્ઞાન(સંકલ્પ)નય, અર્થનય અને શબ્દનય. કેટલાક વ્યવહાર માત્ર સંકલ્પના બળથી ચાલે છે, તે જ્ઞાનાશ્રયી હોય છે, એમાં અર્થના તથાભૂત હોવાની ચિંતા નથી હોતી - જેમ કે આજ મહાવીર જયંતી છે. અર્થના આધારે ચાલનાર વ્યવહારમાં એકાંત અભેદવાદી વેદાંતી એકાંત ભેદવાદી બૌદ્ધ અને ભેદાભેદને સ્વતંત્ર માનનાર નૈયાયિક વૈશેષિક વગેરે છે. શબ્દભેદથી અર્થભેદ માનનાર નય શબ્દનય છે. આ બધા પ્રકારના વ્યવહારોના સમન્વય માટે જૈન પરંપરાએ નય પદ્ધતિ સ્વીકારી છે. નયનો અર્થ છે - અભિપ્રાય, દૃષ્ટિ, વિવક્ષા કે અપેક્ષા.
ઉપર જે જ્ઞાનનય, અર્થનય અને શબ્દનય બતાવવામાં આવે છે, એમાંથી જ્ઞાનનયનો સમાવેશ સંકલ્પમાત્ર ગ્રાહી નૈગમનયમાં હોય છે. અર્થાશ્રિત અભેદ વ્યવહારના સંગ્રહનયમાં, ભેદાભેદ વ્યવહારના વ્યવહારનયમાં, એકાંત ભેદવાદી બૌદ્ધના ‘ઋજુસૂત્ર’નયમાં સમાવેશ થઈ જાય છે. કાળ, કારક, સંખ્યા, ઉપસર્ગ વગેરેના ભેદથી અર્થભેદ માનનારી દૃષ્ટિનો સમાવેશ શબ્દનયમાં થાય છે. પર્યાયવાચી શબ્દોમાં અર્થભેદ માનનારી દૃષ્ટિના સમભિરૂઢનયમાં અંતર્ભાવ થાય છે જે સમયે અર્થ ક્રિયા પરિણત હોય (થાય) ત્યારે જ તે અર્થ છે - આ દૃષ્ટિનો સમાવેશ એવંભૂત-નયમાં થાય છે. નયોના અભિપ્રાય એકાંતતાની નિવૃત્તિ સાથે સંદેશનું ગ્રહણ કરવું છે. નૈગમનય જ્ઞાનનય છે, સંગ્રહ-વ્યવહાર-ઋજુસૂત્ર અર્થનય છે અને શબ્દ, સમભિરૂઢ એવંભૂત નય શબ્દનય છે. આ રીતે જ્ઞાનાશ્રયી, અર્થાશ્રયી અને શબ્દાશ્રયી સમસ્ત વ્યવહારોનો સમન્વય આ સાત નયોમાં કરવામાં આવ્યો છે.
નયવાદ
૨૫૩
Page #271
--------------------------------------------------------------------------
________________
સાત મૂળ નય
નયોના મૂળ સાત ભેદ છે - ૧. નૈગમ ૨. સંગ્રહ ૩. વ્યવહાર ૪. ઋજુસૂત્ર ૫. શબ્દ ૬. સમભિરૂઢ અને ૭. એવંભૂત. આચાર્ય સિદ્ધસેને ‘અભેદગ્રાહી નૈગમ'ના સંગ્રહમાં અને ભેદગ્રાહી નૈગમના વ્યવહારમાં અંતર્ભાવ કરીને નયોની મૂળ સંખ્યા છ બતાવી છે. ‘તત્ત્વાર્થ ભાષ્ય'માં નયોના મૂળ ભેદ પાંચ માનીને પછી શબ્દનયના ત્રણ ભેદ કરીને નયોના સાત ભેદ ગણાવ્યા છે. નૈગમનયના દેશ-પરિક્ષેપી અને સર્વપરિક્ષેપી ભેદ પણ ‘તત્ત્વાર્થ ભાષ્ય’માં જોવા મળે છે. આ રીતે સાત નય માનવું પ્રાયઃ સર્વસંમત છે.
૧. નૈગમનય :
સંકલ્પમાત્રને ગ્રહણ કરનાર નૈગમનય છે. જેમ કોઈ પુરુષ દરવાજા બનાવવા માટે લાકડાં કાપવા જંગલમાં જઈ રહ્યો છે. એને કોઈ પૂછે કે - “ક્યાં જઈ રહ્યા છો ?” તે જવાબ આપે છે : “દ૨વાજા લેવા જઈ રહ્યો છું.” આ દરવાજા બનાવવાના સંકલ્પમાં જ ‘દ૨વાજા’નો વ્યવહાર કરવામાં આવ્યો છે. સંકલ્પ સમાં પણ હોય છે અને અસમાં પણ. આ નૈગમનય જ પરિધિમાં અનેક ઔપચારિક વ્યવહાર પણ આવે છે. જેમ કે આજ મહાવીર જયંતી છે, ચૂલો સળગી રહ્યો છે, આ રસ્તો ક્યાં જાય છે ? આ બધા ઔપચારિક વ્યવહાર છે, કારણ કે મહાવીર તો લગભગ અઢી હજાર વર્ષ પહેલાં જન્મ્યા હતા, ચૂલો નથી સળગતો, લાકડા સળગે છે, રસ્તો નથી જતો, પથિક (યાત્રી) જાય છે. પરંતુ નૈગમનયની દૃષ્ટિમાં એ બધા ઔપચારિક કથન સત્ય છે.
‘નિગમ’ શબ્દનો અર્થ છે જનપદ અથવા ગ્રામ વગેરે. જે જનપદની જનતામાં જે શબ્દ જે અર્થના માટે નિયત (નક્કી) છે, ત્યાં એ શબ્દ અને અર્થના સંબંધને જાણવો નૈગમનય છે. શબ્દોના જેટલા અને જેવા અર્થ લોકમાં માનવામાં આવે છે, એમને માનવાની દૃષ્ટિ નૈગમનય છે. નૈગમનયની દૃષ્ટિમાં પદાર્થ સામાન્ય-વિશેષ અને ઉભયાત્મક છે. નૈગમનય ત્રણેય કાળ અને ચારેય નિક્ષેપોને માને છે. નૈગમનય ધર્મ અને ધર્મી બંનેને ગ્રહણ કરે છે. સંક્ષેપમાં બે પર્યાયોની, બે દ્રવ્યોની તથા દ્રવ્ય અને પર્યાયની પ્રધાન તથા ગૌણભાવથી વિવક્ષા કરનાર નયને નૈગમનય કહે છે. નૈગમના બે ભેદ છે - (૧) સર્વગ્રાહી અને (૨) દેશગ્રાહી. સામાન્ય અંશનો આધાર લઈને પ્રયુક્ત થનારા નયને સર્વગ્રાહી નૈગમનય કહે છે. જેમ કે ‘આ ઘટ છે.’ વિશેષ અંશનો આશ્રય લઈને પ્રયુક્ત થનારા નય દેશગ્રાહી-નૈગમનય કહે છે. જેમ કે ‘આ ઘટ ચાંદી કે સોનાનો છે.'
એક બીજી અપેક્ષાને લઈને નૈગમનયના ત્રણ ભેદ કરવામાં આવ્યા છે - (૧) ભૂતનૈગમનય, (૨) ભાવિ-નૈગમનય અને (૩) વર્તમાન-નૈગમનય. અતીત કાળના વર્તમાનકાળમાં સંકલ્પભૂત નૈગમનય છે. જેમ, આ કહેવું કે - ‘આજ મહાવીર જયંતી છે.’ અહીં આજનો અર્થ છે - વર્તમાન દિવસ, પરંતુ એમાં સંકલ્પ અઢી હજાર વર્ષ પહેલાના દિવસનો કરવામાં આવ્યો છે.
૨૫૪
જિણધમ્મો
Page #272
--------------------------------------------------------------------------
________________
ભવિષ્યના વર્તમાનમાં સંકલ્પ કરવો ભાવિ નૈગમનાય છે. જેમ અરિહંતને સિદ્ધ કહેવું. અહીં ભવિષ્યમાં થનારી સિદ્ધ-પર્યાયને વર્તમાનમાં કહેવામાં આવ્યો છે.
જે કાર્યનો પ્રારંભ કરી દીધો હોય પરંતુ તે હજુ સુધી પૂર્ણ થયું નથી. છતાં એને પૂર્ણ કહી દેવું, વર્તમાન-નૈગમનાય છે. જેમ મુંબઈ જવા માટે ઘેરથી નીકળેલી વ્યક્તિના વિષયમાં પૂછવાથી તે કહેવું કે - “તે મુંબઈ ગયો છે. જો કે હજુ આ વ્યક્તિ સ્થાનીય સ્ટેશન પર જ છે કે રસ્તામાં જ છે.
આ રીતે નૈગમનયનાં વિવિધ રૂપોનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથોમાં ઉપલબ્ધ છે.
નૈગમાભાસ : અવયવ-અવયવી, ગુણ-ગુણી, ક્રિયા-ક્રિયાવાન વગેરેને બિલકુલ અલગ માનવું નૈગમાભાસ છે. કારણ કે ગુણ, ગુણીથી પૃથક પોતાની સત્તા નથી રાખતા અને ન ગુણોની ઉપેક્ષા કરીને ગુણી જ પોતાનું અસ્તિત્વ રાખી શકે છે. માટે એમાં કથંચિત્ તાદામ્ય સંબંધ માનવું જ ઉચિત છે. આ જ રીતે અવયવ-અવયવી, સામાન્ય-વિશેષ વગેરેમાં પણ કથંચિત્ તાદામ્ય સંબંધ જ ઘટિત થઈ શકે છે. જો ગુણ વગેરે ગુણોથી સર્વથા ભિન્ન સ્વતંત્ર પદાર્થ હોય, તો એમાં ગુણ-ગુણી સંબંધ નથી બની શકતો. માટે વૈશેષિક દર્શનનો ગુણ વગેરેને ગુણી વગેરેથી સર્વથા ભેદ માનવું નૈગમાભાસનું ઉદાહરણ છે. આ જ રીતે સાંખ્યનું જ્ઞાન અને સુખ વગેરેને આત્માથી સર્વથા ભિન્ન માનવું નૈગમાભાસ છે. ૨. સંગ્રહનચઃ
વસ્તુના દ્રવ્યત્વ વગેરે સામાન્ય ધર્મોને ગ્રહણ કરનાર વિચાર સંગ્રહનય છે. જેમ જીવના કથનથી નરક, તિર્યચ, મનુષ્ય, દેવ અને સિદ્ધ બધાનું ગ્રહણ થઈ જાય છે. સંગ્રહનય એક શબ્દના દ્વારા અનેક પદાર્થોને પણ ગ્રહણ કરે છે. જેમ કોઈ વ્યક્તિએ પોતાના નોકરને કહ્યું : “દાતણ લાવો.' દાતણ શબ્દને સાંભળીને તે નોકર માત્ર દાતણ જ નથી લાવતો, પણ સાથે ઉલિયું, પાણીનો લોટો, હાથ-મોં લૂછવા માટે રૂમાલ (ટુવાલ) વગેરે સામગ્રી પણ લાવે છે. અહીં ‘દાતણ” કહેવામાત્રથી તત્સંબંધી બધી સામગ્રીનો સંગ્રહ થઈ ગયો છે.
સંગ્રહનયના બે ભેદ છે - (૧) પર-સંગ્રહ અને (૨) અપર-સંગ્રહ. સત્તામાત્રને ગ્રહણ કરનારા નય પર-સંગ્રહ કહેવાય છે. જેમ આખું વિશ્વ એક છે, કારણ કે બધામાં સત્ જોવા મળે છે. આને મહા સામાન્ય પણ કહે છે.
જીવ-અજીવ વગેરે અવાંતર સામાન્યને ગ્રહણ કરનાર અને એમના ભેદોની ઉપેક્ષા કરનાર અપર-સંગ્રહનય છે. જેમ જીવ કહેવાથી બધા જીવોનું ગ્રહણ તો થયું પરંતુ અજીવ વગેરેનું ગ્રહણ ન થઈ શક્યું. સંગ્રહનયમાં અભેદની પ્રધાનતા રહે છે. પર-સંગ્રહમાં સતત્ રૂપથી સમસ્ત પદાર્થોનો સંગ્રહ કરવામાં આવે છે, તથા અપર-સંગ્રહમાં એક પર્યાયરૂપથી સમસ્ત પર્યાયોના, દ્રવ્ય રૂપથી સમસ્ત દ્રવ્યોનો, ગુણ રૂપથી સમસ્ત ગુણોનો, ગોત્વરૂપથી સમસ્ત ગાયોનો, મનુષ્યત્વ રૂપથી સમસ્ત મનુષ્યો વગેરેનો સંગ્રહ કરવામાં આવે છે. K નયવાદ છે
એ ૨૫૫)
Page #273
--------------------------------------------------------------------------
________________
વેદાંતદર્શનનો અદ્વૈતવાદ સંગ્રહાભાસ છે, કારણ કે ભેદનું સર્વથા નિરાકરણ કરવામાં આવ્યું છે. સંગ્રહનયમાં અભેદ મુખ્ય હોવા છતાંય ભેદનું નિરાકરણ નથી કરવામાં આવતું. તે ગૌણ અવશ્ય થઈ જાય છે પરંતુ એના અસ્તિત્વથી મનાઈ કરી શકાતી નથી. સંગ્રહાયની ઉપયોગિતા અભેદ વ્યવહાર માટે છે, વસ્તુ-સ્થિતિનો લોપ કરવા માટે નહિ.
૩. વ્યવહારનય સંગ્રહનય દ્વારા સંગૃહીત અર્થમાં વિધિપૂર્વક, અવિસંવાદી અને વસ્તુસ્થિતિ-મૂલક ભેદ કરવો વ્યવહારનય છે. 'संग्रहेण गोचरीकृतानामर्थानां विधिपूर्वकनवहरणं येनाभिसन्धिना क्रियते सो व्यवहारः'
- પ્રમાણનાં તત્ત્વોલોક અ-૭, સૂત્ર-૨ ૩ આ વ્યવહાર લોક પ્રસિદ્ધ વિધિવત્ સત્ વ્યવહારના અવિરોધી હોય છે. લૌકિક વ્યવહાર અનુસાર વિભાગ કરનાર વિચારને વ્યવહારનય કહે છે. જેમ કે જે સત્ છે - તે દ્રવ્ય અને પર્યાય રૂપ છે. જે દ્રવ્ય છે એના જીવ વગેરે છ ભેદ છે, જે પર્યાય છે એના બે ભેદ છે - ક્રમભાવી અને સહભાવી. જે જીવ છે એમના અનેક ભેદ છે, જેમ સંસારી અને મુક્ત. મુક્તોમાં પણ અનેક મુક્ત વગેરે. આ નય સામાન્યને ન ગૌણ કરી વિશેષને જ ગ્રહણ કરે છે. કારણ કે લોકમાં ઘટ વગેરે વિશેષ પદાર્થ જ જળધારણ વગેરે ક્રિયાઓનો યોગ્ય જોવામાં આવે છે. સામાન્યમાં અર્થક્રિયા નથી હોતી. “ગોત્વથી દૂધ પ્રાપ્ત થતું નથી.” રોગીને ઔષધિ આપો, એટલા માત્ર કહેવાથી કામ નથી ચાલતું, ઔષધિનું નામ અને આસેવનની વિધિ વગેરે બતાવવાથી સમાધાન થાય છે. કોઈ દુકાનકારના ત્યાં જઈને કપડું આપો' કહેવાથી કોઈ મતલબ સિદ્ધ થતો નથી. એણે બતાવવું પડશે કે “મખમલ આપો, વાયોલેટ આપો, ટરિન આપો, સુતરાઉ કે ઊનનું આપો. અમુક કામ માટે આપો.' વ્યવહારનય વગર કોઈપણ વસ્તુનો સમગ્રતઃ નિર્ણય નથી કરી શકાતો, માટે વ્યવહારનય પણ પોતાના સ્થાન પર નિશ્ચયનય છે. જેમ કે “કોયલ પાંચેય વર્ણવાળી છે' - આ કથન નિશ્ચયનયની દૃષ્ટિએ સત્ય છે, છતાં કોયલનો નિર્ણય નથી થઈ શકતો, કારણ કે એમા પાંચેય વર્ણ દૃષ્ટિગોચર નથી થતો. જ્યારે નિશ્ચયાત્મક વ્યવહારનય એનો નિર્ણય કરાવે છે કે “કોયલ કાળી છે' - કાળાપણાની પ્રધાનતાથી આ સત્ય કથન છે, પરંતુ ગૌણરૂપથી પાંચેય વર્ણ જોવા મળે છે. આ સુસ્પષ્ટ છે.
વ્યવહારનયના બે ભેદ છે - (૧) સામાન્ય-ભેદક અને (૨) વિશેષ-ભેદક. સામાન્ય સંગ્રહમાં ભેદ કરનાર નયને સામાન્ય-ભેદક વ્યવહારનય કહે છે. જેમ કે દ્રવ્યના બે ભેદ જીવ અને અજીવ. વિશેષ સંગ્રહમાં ભેદ કરનાર નયને વિશેષ-ભેદક-વ્યવહારનય કહે છે. જેમ જીવના ચાર ભેદ - નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ. જે ભેદ પોતાના વ્યક્તિગત મૌલિક એકત્વની અપેક્ષા રાખે છે તે વ્યવહાર છે અને અભેદનો સર્વથા તિરસ્કાર કરનાર વ્યવહારાભાસ છે. વૈશેષિકની પ્રતીતિ વિરુદ્ધ દ્રવ્ય વગેરે ભેદ કલ્પના વ્યવહારાભાસમાં આવે છે (૨૫૬) જો આ જ
છે જિણધામો)
Page #274
--------------------------------------------------------------------------
________________
૪. જુસૂત્રનયા વર્તમાન ક્ષણમાં થનારી પર્યાયને મુખ્ય રૂપથી ગ્રહણ કરનાર નયને ઋજુસૂત્રો કહે છે. જેમ કે હું સુખી છું.' - આ સુખ પર્યાય વર્તમાન સમયમાં છે. ઋજુસૂત્રનય, વર્તમાન ક્ષણસ્થાયી સુખ વગેરે પર્યાયને પ્રધાન રૂપથી ગ્રહણ કરે છે, પરંતુ એ પર્યાયના આધારભૂત આત્માને ગૌણ માને છે. આ નય ભૂત અને ભાવિ પર્યાયને નથી માનતા, માત્ર વર્તમાનપર્યાયનો જ સ્વીકાર કરે છે.
આ નયની દૃષ્ટિમાં વર્તમાન જ કાર્યકારી છે, ભૂત અને ભાવિ નથી. વર્તમાનનું ધન જ ધન છે. વર્તમાનનું સુખ જ સુખ છે. ભૂત-ભવિષ્યના ધન વગેરે વર્તમાનમાં અનુપયોગી છે. અતીત જો કે વિનષ્ટ છે અને અનાગત હજુ અનુત્પન્ન છે, માટે એમાં પર્યાય વ્યવહાર જ નથી થઈ શકતો.
આ નયને દૃષ્ટિમાં નિત્ય અને સ્થળ કોઈ ચીજ નથી. ક્ષણિક પર્યાય અને સૂક્ષ્મનો જ આ સ્વીકાર કરે છે. આ નયની સૂક્ષ્મ વિશ્લેષક દૃષ્ટિમાં પાન-ભોજન વગેરે અનેક સમય- સાધ્ય કોઈપણ ક્રિયાઓ બની શકતી નથી. કારણ કે એક ક્ષણમાં તો તે ક્રિયાઓ થતી નથી અને વર્તમાનના અતીત-અનાગતથી કોઈ સંબંધ અને સ્વીકારતો નથી. જે દ્રવ્યના માધ્યમથી પૂર્વ અને ઉત્તર પર્યાયોમાં સંબંધ જોડાય છે, એ માધ્યમનું અસ્તિત્વ જ આને સ્વીકાર્ય નથી. આટલું બધું હોવા છતાં આ નય દ્રવ્યનો અપલાપ નથી કરતો. તે પર્યાયની મુખ્યતા માને છે અને દ્રવ્યને ગૌણ માને છે. જો તે દ્રવ્યનો સર્વથા અપલાપ કરે છે, તો ઋજુસૂત્રાભાસ બની જાય છે. બૌદ્ધદર્શન સર્વથા દ્રવ્યનો અપલાપ કરે છે, માટે તે ઋજુસૂત્રાભાસનું ઉદાહરણ છે.
૫. શબ્દનય કાળ, કારક, લિંગ, સંખ્યા, પુરુષ, ઉપસર્ગ વગેરેના ભેદથી શબ્દોમાં અર્થભેદ માનનાર નય શબ્દનય કહેવાય છે. જેમ મેરુ હતો, મેરુ છે અને મેરુ હશે. ઉક્ત ઉદાહરણમાં શબ્દનય, ભૂત, વર્તમાન અને ભવિષ્ય કાળના ભેદથી મેરુ પર્વતને ત્રણ રૂપોમાં ગ્રહણ કરે છે. વર્તમાનનો મેરુ કંઈક છે, અતીતનો ઓર હતો અને ભાવિનો ઓર જ હશે. કાળ-પર્યાયની દષ્ટિએ આ ભેદ છે. આ રીતે “ઘટને કરે છે અને “ઘટ કરવામાં આવે છે? - અહીં કારકના ભેદથી શબ્દનય ઘટમાં ભેદ કરે છે. એ જ રીતે લિંગ, સંખ્યા, પુરુષ, ઉપસર્ગના ભેદથી પણ શબ્દનય ભેદનો સ્વીકાર કરે છે. “તટ - તટી - તટમ્' આ ત્રણેયને લિંગભેદના કારણે શબ્દનય પૃથક પૃથક માને છે. જ્યારે મૂળમાં તટ શબ્દ એક જ છે. આ નયની દૃષ્ટિમાં શબ્દભેદથી અર્થભેદ થાય જ છે. જે શબ્દના ભેદથી અર્થના ભેદને મુખ્યરૂપથી ગ્રહણ કરે છે, તે શબ્દનય છે. પરંતુ જે કાળ-કારક વગેરે ભેદથી એ શબ્દોને સર્વથા ભિન્ન જ માને છે, એમાં કોઈ પ્રકારના અભેદ સંબંધને નથી માનતા. તે શબ્દનયાભાસ છે. જેમ કે “મેરુ હતો, મેરુ છે, મેરુ હશે.' - એ સર્વથા ભિન્ન અર્થના જ વાચક છે. આ પક્ષ સાચો નથી કહી શકાતો, કારણ કે મેરુ પ્રવાહની દૃષ્ટિએ અભિન્ન પણ છે, સર્વથા ભિન્ન નથી. દૂ નયવાદ D DOOOOOOX૨૫૦)
Page #275
--------------------------------------------------------------------------
________________
૬. સમભિરૂટનય સમાનાર્થી શબ્દોમાં પણ નિરુક્તિના ભેદથી ભિન્ન અર્થને માનનારા નય સમભિરૂઢનયા છે. શબ્દનય તો અર્થભેદ એને જ માને છે, જ્યાં લિંગ વગેરેનો ભેદ થાય છે, પરંતુ સમભિરૂઢનયની દૃષ્ટિમાં પ્રત્યેક શબ્દનો અર્થ અલગ-અલગ જ થાય છે, પછી ભલે તે શબ્દ સમાનાર્થી હોય ? અને એમાં લિંગ વગેરેનો ભેદ ન પણ હોય. જેમ ઇન્દ્ર અને પુરંદર શબ્દ સમાનાર્થી છે, માટે શબ્દનયની દૃષ્ટિએ એનો એક જ અર્થ છે, પરંતુ સમભિરૂઢનયના મતમાં આના અલગ-અલગ અર્થ છે. ઈન્દ્ર' શબ્દથી ઐશ્વર્યશાળીનો બોધ થાય છે, જ્યારે પુરંદરથી “નગરના વિનાશક'નો બોધ થાય છે. સમાનાર્થી શબ્દોમાં સર્વથા-એકાંત રૂપથી ભેદ જ માનવો અને અભેદનો સર્વથા નિષેધ કરવો સમભિરૂઢનયાભાસ છે.
છે. એવંભૂતનયા પદાર્થ જે સમયે પોતાની અર્થક્રિયામાં પ્રવૃત્ત હોય એ જ સમયે એને એ શબ્દનો વાગ્યે માનવો જોઈએ, એવી નિશ્ચય દૃષ્ટિવાળા નય એવંભૂતનય છે. સમભિરૂઢનય ઇન્દ્ર વગેરે ક્રિયાના હોવા કે ન હોવાથી પણ ઇન્દ્રને “ઇન્દ્ર' શબ્દનો વાચ્ય માની લે છે. પરંતુ એવંભૂતનય ઇન્દ્રને “' શબ્દનો વાચ્યું ત્યારે જ માને છે જ્યારે તે ઇન્દ્રની ક્રિયામાં ઉપયોગપૂર્વક પ્રવૃત્ત થઈ રહ્યો છે, અન્યથા નહિ. આ નયની દૃષ્ટિમાં ઘટ ત્યારે જ ઘટ કહેવાય છે, જ્યારે તે ઘટની અર્થ ક્રિયા જલધારણ કે જલાહરણ કરતી હોય. પણિયારીના મસ્તક પર રહેલો જળથી ભરેલો ઘટ (ઘડો) જ આ નયની દૃષ્ટિમાં ઘટ છે. ખાલી ઘટ, ઘટ નથી. રસોઈ બનાવતા સમયે જ રસોઈયો કહેવાય, અન્ય સમયમાં નહિ. ન્યાયાધીશ જ્યારે ન્યાયાલયમાં ખુરશી પર બેસીને ન્યાય કરે છે ત્યારે જ તે ન્યાયાધીશ કહેવાય છે, અન્ય સમયમાં નહિ. એકાંતતઃ અર્થક્રિયા પરિણત પદાર્થને જ એ શબ્દનો વાચ્ય માનવો અન્યથા (નહિ તો) એનો સર્વથા અપલાપ કરવો એવંભૂતનયાભાસ છે.
નિશ્ચય અને વ્યવહારનય દાર્શનિક દષ્ટિકોણથી ઉપર-વર્તીત નયોનો વિચાર કરવામાં આવ્યો. હવે અધ્યાત્મ દૃષ્ટિથી નયનું ચિંતન કરવું અપેક્ષિત છે. અધ્યાત્મ શાસ્ત્રમાં નયના બે ભેદ પ્રસિદ્ધ છે - (૧) નિશ્ચયનય અને (૨) વ્યવહારનય. જે નય વસ્તુના મૂળ સ્વરૂપને બતાવે છે, એને નિશ્ચયનય કહેવાય છે. જે નય બીજા પદાર્થોના નિમિત્તથી વસ્તુના સ્વરૂપને બતાવે છે તે વ્યવહારનય કહેવાય છે. જો કે વ્યવહારનય વસ્તુના સ્વરૂપને બીજા રૂપમાં બતાવે છે છતાં તે મિથ્યા નથી. કારણ કે જે અપેક્ષાથી અથવા જે રૂપથી તે વસ્તુને વિષય કરે છે, તે વસ્તુ એ રૂપમાં પણ ઉપલબ્ધ થાય છે ? જેમ કે આપણે કહીએ છીએ કે “ઘીનો ઘડો' - આ વાક્યથી વસ્તુના અસલી સ્વરૂપનું જ્ઞાન તો થતું નથી, આ નથી સમજાતું કે ઘડો માટીનો છે, પિત્તળનો છે કે અન્ય કોઈ ધાતુનો છે. માટે આને નિશ્ચયનય નથી કહી (૨૫૮) , DOOOOOOOX જિણધો]
Page #276
--------------------------------------------------------------------------
________________
શકતા. પરંતુ એ વાક્યથી એટલું અવશ્ય સમજાય છે કે આ ઘડામાં ઘી રાખવામાં આવે છે. જેમાં ઘી રાખવામાં આવે છે એ ઘડાને ઘીનો ઘડો કહે છે. વ્યવહારનયથી આ કથન સત્ય છે અને આ જ આધાર પર વ્યવહારનય પણ સત્ય છે, મિથ્યા નથી. વ્યવહારનય મિથ્યા ત્યારે થાય છે જ્યારે એના વિષયને અન્યથા માની લેવામાં આવે. જો કોઈ “ઘીનો ઘડો' આ વાક્યનો આ અર્થ સમજે કે ઘડો ઘીનો બનેલો છે, તો તે સત્ય અને પ્રમાણભૂત નથી. ક્યાંય ઘીથી ઘડો બનતો નથી, પણ ઘડો ઘીનો આધાર માત્ર છે. ત્યાં સુધી વ્યવહારનય પોતાના વ્યાવહારિક સત્ય પર સ્થિર છે, જ્યાં સુધી એને મિથ્યા નથી કહેવામાં આવતું.
વ્યવહારનયના બે ભેદ છે - (૧) સભૂત-વ્યવહારનય અને (૨) અ ભૂતવ્યવહારનય. એક વસ્તુમાં ગુણ-ગુણીના ભેદથી ભેદને વિષય કરનાર સભૂત-વ્યવહારનય છે. એના પણ બે ભેદ છે : ઉપચરિત- ભૂત-વ્યવહારનય અને અનુપરિચિત-સભૂતવ્યવહારનય. સોપાધિક ગુણગુણીમાં ભેદ ગ્રહણ કરનાર ઉપચરિત-ભૂત-વ્યવહારનય છે. નિરુપાધિક ગુણ-ગુણીમાં ભેદ ગ્રહણ કરનાર અનુપચિત-સભૂત-વ્યવહારનય છે. જેમ કે જીવનું મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન વગેરે લોકમાં વ્યવહાર થાય છે. જીવના મતિશ્રુત જ્ઞાન વગેરે ક્ષાયોપથમિક હોવાથી સોપાધિક છે. માટે આ ઉપચરિત-સભૂત-વ્યવહારનય છે. કેવળજ્ઞાન રૂપ નિરુપાધિક ગુણથી યુક્ત “કેવળીની આત્મા કે વીતરાગ આત્માનું કેવળજ્ઞાન' આ પ્રયોગ અનુપચરિત-સદ્ભૂત-વ્યવહારનય છે. અસભૂત-વ્યવહારનયના પણ બે ભેદ છે - (૧) ઉપચરિત-અસભૂત-વ્યવહાર અને (૨) અનુપચરિત-અસદ્ભૂત-વ્યવહાર. સંબંધ સહિત વસ્તુને સંબંધનો વિષય કરનાર નય ઉપચરિત અસભૂત વ્યવહાર છે. જેમ કે દેવદત્તનું ધન. અહીં દેવદત્તનો ધન સાથે સંબંધ માનવામાં આવ્યો છે. પરંતુ વાસ્તવમાં તે કલ્પિત હોવાથી ઉપચરિત છે. સંબંધથી હિત વસ્તુમાં સંબંધને વિષય કરનાર નય અનુપચરિત-અભૂતનય કહેવામાં આવે છે. જેમ “ઘીનો ઘડો લાવો'. આ વાક્યમાં વૃત અને ઘટના સંબંધ ઉપચરિત નથી, કારણ કે ઘટમાં ઘી ભરેલું છે કે ભર્યું હતું. ઘીનો ઘડો (ઘીથી નિર્મિત ઘડો) વાસ્તવમાં હોતો નથી, માટે અદ્ભુત છે.
એક બીજા અન્ય વર્ગીકરણની અપેક્ષા નયના બે ભેદ છે - (૧) જ્ઞાનનય અને (૨) ક્રિયાનય. કોઈ પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જાણવું જ્ઞાનનય છે, જ્ઞાનનયથી પ્રાપ્ત બોધ અનુસાર જીવનમાં એને ઉતારવો ક્રિયાનય છે. અન્ય વિવક્ષાથી નયના બે ભેદ છે - (૧) દ્રવ્યનય અને (૨) ભાવનય. જ્ઞાનપ્રધાન નયને ભાવનય અને શબ્દપ્રધાન નયને દ્રવ્યનય કહે છે.
- ઉપસંહાર અધ્યાત્મ જગતમાં પણ નિશ્ચયનય અને વ્યવહારનયને લઈને બહુ જ મતભેદ દષ્ટિગોચર થાય છે. આ નયોના સ્વરૂપને યથાર્થ રૂપમાં ન અપનાવવાનું પરિણામ છે. અધ્યાત્મ શાસ્ત્રનો ઉદ્દેશ્ય છે કે તે સાધકને આ સ્પષ્ટ બતાવી દે કે એનું ગંતવ્ય સ્થાન ક્યાં છે ? એનું પરમ અને ચરમ લક્ષ્ય શું હોઈ શકે છે ? વચ્ચેનો પડાવ એનો સાધ્ય નથી. K નયવાદ DOOOOOOOOOOOOO (૫૯)
Page #277
--------------------------------------------------------------------------
________________
પણ સાધ્યથી જે અનુકૂળ છે તે સાધન અવશ્ય છે. એને એનાથી ઊંચા ઊઠીને પરમ સ્વાવલંબી સ્વરૂપ સાધ્યને પ્રાપ્ત કરવું છે. આ રીતે નિશ્ચયનયની દૃષ્ટિ સાધ્યને સુસ્પષ્ટ કરવા માટે છે. જ્યારે એ સાધ્યને પ્રાપ્ત કરવા માટે વ્યવહાર-દષ્ટિનું અવલંબન આવશ્યક છે, માટે કહેવાયું છે કે - “સર્વનયસમૂહલગ્બોદિ નોવા સંવ્યવહાર:”
- - - સર્વાર્થસિદ્ધિ, ૧/૩૩ અર્થાતુ વ્યવહાર સર્વનય-સાધ્ય છે.
સત્ય અનંત પાસાવાળા છે. એને કોઈ એક પાસાથી નથી સમજી શકાતો. એકાંગી દૃષ્ટિ વસ્તુને સાચા રૂપમાં જોવામાં અસમર્થ છે. માટે જૈનદર્શનના નયોનું વિવેચન કર્યું છે. જૈનદર્શનના નયવાદને ઠીક રીતે સમજી લેવાથી સમસ્ત વિવાદોનું સમાધાન થઈ જાય છે. નયવાદની આ ઉપયોગિતા છે. અનાગ્રહ જ અનેકાંત છે અને એની આધારશિલા છે નયવાદ.
30
નિક્ષેપોનું સ્વરૂપ
પદાર્થનું સ્વરૂપ પોતાનામાં પૂર્ણ, મૌલિક અને અખંડ છે પરંતુ એને વ્યવસ્થિત સમજવા માટે ધર્મો અને ગુણોનું વિશ્લેષણ કરવું આવશ્યક છે. એનાં વિભિન્ન પાસાંઓને બુદ્ધિ દ્વારા અલગ-અલગ કરીને અંશ-અંશના રૂપમાં એને સમજવાનું હોય છે.એ ય પદાર્થને જે અંશ ભેદ કરવામાં આવે છે, એને નિક્ષેપ કહે છે. પ્રશ્ન થઈ શકે છે કે નય પણ વસ્તુના અંશને ગ્રહણ કરે છે, તો નય અને નિક્ષેપમાં શું અંતર છે? જવાબ એ છે કે નિક્ષેપ નયનો વિષય છે અને નય નિક્ષેપને વિષય કરનાર વિષયો છે. અર્થાત્ પદાર્થ-જ્ઞયનો અંશ નિક્ષેપ છે અને આ અંશને જાણનાર જ્ઞાન નય છે.
નિક્ષેપોનું પ્રયોજના જગતના વ્યવહાર પદાર્થને આશ્રિત હોય છે. પદાર્થ અનંત છે. બધા પદાર્થોનો વ્યવહાર એક સાથે નથી હોતો. પ્રયોજન અનુસાર કોઈ અમુક પદાર્થનો જ વ્યવહાર હોય છે. જે ઉપયોગી પદાર્થનું જ્ઞાન કરવું અપેક્ષિત છે, એનું જ્ઞાન શબ્દના આધારથી જ કરવામાં આવે છે. કયા શબ્દનો શું અર્થ છે, અહીં કયા અર્થમાં પ્રયુક્ત થયો છે ? આ પ્રશ્નનું સમાધાન નિક્ષેપ-સિદ્ધાંત છે.
શબ્દ અને અર્થ પરસ્પર સાપેક્ષ હોય છે. શબ્દને અર્થની અપેક્ષા રહે છે અને અર્થને શબ્દની અપેક્ષા. શબ્દ અને અર્થ સ્વતંત્ર હોવા છતાંય બંનેમાં વાચ્ય-વાચક ભાવ સંબંધ હોય છે. શબ્દ વાચક છે અને અર્થ એનો વાચ્ય. આ દૃષ્ટિએ નિક્ષેપનો સિદ્ધાંત એક એ સિદ્ધાંત છે જેનાથી શબ્દનો અર્થ સમજવાની કલાનું પરિજ્ઞાન થાય છે. નિક્ષેપ' શબ્દનો (૨૬૦) ))) ))O K જિણધો]
Page #278
--------------------------------------------------------------------------
________________
અર્થ ‘રાખવો’ અથવા ‘ઉપસ્થિત’ કરવો છે. વસ્તુ તત્ત્વને શબ્દોમાં રાખવા, ઉપસ્થિત કરવા અથવા વર્ણન કરવાને નિક્ષેપ કહે છે. શબ્દોના અર્થોમાં અને અર્થોના શબ્દોમાં આરોપણ કરવું - ન્યાસ કરવો તે નિક્ષેપ કહેવાય છે.
શબ્દ અનેક અર્થોને બતાવે છે. એવી સ્થિતિમાં અહીં કયો અર્થ અભિપ્રેત છે - એને બતાવવો એ જ નિક્ષેપનું પ્રયોજન છે. અપ્રસ્તુતનું નિરાકરણ કરીને પ્રસ્તુતનો બોધ કરાવવો, સંશયને દૂર કરવો અને તત્ત્વાર્થનું અવધારણ કરવું નિક્ષેપનું પ્રયોજન છે. નિક્ષેપના પ્રકાર
‘અનુયોગ દ્વાર’ સૂત્રમાં કહ્યું છે
जत्थ य जं जाणेज्जा निक्खेचं निक्खिवे निरवसेसं । जत्थ वि अ न जाणेज्जा चउक्कगं निक्खिवे तत्थ ॥
-
જે શબ્દના જેટલા અર્થ છે અને જેટલી રીતે તે જાણી શકાય છે એટલા એના નિક્ષેપ કરવા જોઈએ. જે શબ્દના વિશે વિષયમાં વિશેષ જાણકારી નથી એના ઓછામાં ઓછા ચાર નિક્ષેપ - નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ તો કરવા જ જોઈએ.
‘તત્ત્વાર્થ સૂત્ર’માં કહ્યું છે -
"नामस्थापनाद्रव्यभावतस्तन्नयासः "
તત્ત્વાર્થ, અ-૧, સૂત્ર-પ જીવ વગે૨ે તત્ત્વોનાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ રૂપથી ન્યાસ-નિક્ષેપ થાય છે. તેથી નિક્ષેપના મુખ્ય રૂપથી ચાર પ્રકાર છે -
(૧) નામ-નિક્ષેપ (૨) સ્થાપના-નિક્ષેપ (૩) દ્રવ્ય-નિક્ષેપ અને (૪) ભાવ-નિક્ષેપ.
(૧) નામ-નિક્ષેપ : જાતિ, દ્રવ્ય, ગુણ, ક્રિયા વગેરે નિમિત્તોની અપેક્ષા કર્યા વગર કોઈ વસ્તુ કે વ્યક્તિની ઇચ્છાનુસાર નામ રાખી દેવું - નામ નિક્ષેપ છે. જેમ કે કોઈ બાળકનું નામ એના માતા-પિતાએ ‘મહાવીર' રાખી દીધું. અહીં ‘મહાવીર' શબ્દનો જે અર્થ અને ગુણ છે, એ અપેક્ષિત નથી, પણ આ એક સંજ્ઞા માત્ર છે. નામકરણ માત્ર વસ્તુને ઓળખવા માટે સંકેત રૂપમાં કરવામાં આવે છે. તે અનુરૂપ ગુણ કે ધર્મનું એમાં હોવું આવશ્યક નથી. જો એમાં તે અનુરૂપ ગુણ પણ હોય તો ગુણોના કારણે તે ભાવ-નિક્ષેપ કહેવાશે. નામનિક્ષેપમાં માત્ર વ્યક્તિ કે પદાર્થની સંજ્ઞા (નામ) અપેક્ષિત હોય છે.
(૨) સ્થાપના-નિક્ષેપ : કોઈ વસ્તુની કોઈ અન્ય વસ્તુમાં આ પરિકલ્પના કરવી કે આ તે છે, સ્થાપના-નિક્ષેપ કહેવાય છે. એવી સ્થાપના એના જ અનુરૂપ આકૃતિમાં પણ કરવામાં આવે છે અને અનુરૂપ-આકૃતિના અભાવમાં પણ કરવામાં આવે છે. અનુરૂપઆકૃતિમાં કરવામાં આવતી સ્થાપના તદાકાર સ્થાપના છે. જેમ કે હૂબહૂ ચિત્ર કે મૂર્તિમાં વ્યક્તિની સ્થાપના. શતરંજના પાસાઓમાં હાથી, ઘોડા, રાજા, વજીરની સ્થાપના અતદાકાર * નિક્ષેપોનું સ્વરૂપ
૨૬૧
Page #279
--------------------------------------------------------------------------
________________
સ્થાપના છે. કારણ કે એ પાસાઓમાં હાથી વગેરેની આકૃતિ નથી. અહીં આ ધ્યાન દેવા યોગ્ય છે કે નામ અને સ્થાપના બંને વાસ્તવિક અર્થથી શૂન્ય હોય છે.
(૩) દ્રવ્ય-નિક્ષેપ : અતીત અને અનાગત પર્યાયને લક્ષ્યમાં રાખીને એવો વ્યવહાર કરવો દ્રવ્ય-નિક્ષેપ છે. જેમાં પહેલાં ક્યારે રાજા અથવા મંત્રી રહેલા વ્યક્તિને વર્તમાનમાં રાજા કે મંત્રી કહેવો. આ અતીત-પર્યાયની દૃષ્ટિએ કહેવાય છે. જે ભવિષ્યમાં એવો બનશે - એ ભાવિ-પર્યાયને નજરમાં રાખીને વર્તમાનમાં એવું કહેવું - જેમ કે યુવરાજને “રાજા” શબ્દથી સંબોધિત કરવું. આ દ્રવ્ય-નિક્ષેપ છે. અનુપયોગ દશા કે વિપરીત ઉપયોગ દશાને પણ દ્રવ્ય કહે છે. જેમ કે સામાયિકમાં સમભાવમાં ઉપયોગ ન રાખીને ભૌતિક દ્રવ્યમાં ઉપયોગ રાખવો દ્રવ્ય સામાયિક કહેવાય છે. અપ્રધાન(ગૌણ)ને પણ દ્રવ્ય કહેવામાં આવે છે. જેમ કે દ્રવ્યેન્દ્રિય વગેરે.
(૪) ભાવ-નિક્ષેપ : વર્તમાન પર્યાયની દૃષ્ટિએ થતો વ્યવહાર ભાવ-નિક્ષેપ છે. જેમ કે રાજ્ય સિંહાસન પર આરૂઢ વ્યક્તિને રાજા કહેવું. આ નિક્ષેપ અતીત કે અનાગત પર્યાયનો સ્વીકાર ન કરવો. જે પહેલાં રાજા હતો કે આગળ રાજા થશે તે ભાવ-નિક્ષેપની દષ્ટિમાં “રાજા” નથી કહેવાતો. જે વર્તમાનમાં સિંહાસનારૂઢ થઈને રાજ્યનું સંચાલન કરી રહ્યો છે. શેય એ જ રાજા છે. તે આ નિક્ષેપની દૃષ્ટિ છે. ઉપયોગને ભાવ કહેવાય છે. જેમ ઉપયોગપૂર્વક કરેલી સામાયિક ભાવ-સામાયિક છે. પ્રધાનને પણ ભાવ કહેવામાં આવે છે. જેમ કે મુખ્ય રૂપથી જાણવાની ભાવેન્દ્રિયો.
તાત્પર્ય એ છે કે નિક્ષેપ અનુસાર કોઈપણ શબ્દને ચાર રીતે સમજી શકાય છે. ઉદાહરણ તરીકે “રાજા' શબ્દને લો. કોઈપણ જડ કે ચેતન વસ્તુનું નામ “રાજા' રાખી દેવામાં આવે તો તે નામ “રાજા” છે. કોઈ રાજાના ચિત્રને રાજા કહેવો કે કોઈ શતરંજના પાસા વગેરેમાં રાજાની પરિકલ્પના કરવી, સ્થાપના રાજા છે. જે વર્તમાનમાં રાજા નથી પણ પહેલા હતો કે આગળ (ભવિષ્યમાં) બનશે, એને રાજા કહેવો દ્રવ્ય-રાજા છે. જે વર્તમાનમાં શાસનારૂઢ છે તે ભાવ-રાજા છે. આ રીતે પ્રત્યેક સંજ્ઞા શબ્દના નિક્ષેપ કરવા જોઈએ. પ્રાચીન ગ્રંથોમાં કોઈપણ તત્ત્વનું વર્ણન કરતા આદિમાં નિક્ષેપોને કહેવાની શૈલી જોઈ શકાય છે. એનાથી સુગમતાપૂર્વક વસ્તુનું સ્વરૂપ સમજવામાં આવે છે. પ્રશ્ન કરી શકાય છે કે નામ, સ્થાપના અને દ્રવ્ય ત્રણેયમાં વસ્તુના ગુણ કે ધર્મ નથી જોવા મળતા, છતાંય એમાં શું અંતર રહી જાય છે એનો જવાબ આ રીતે છે.
નામ-નિક્ષેપમાં આદર-અનાદર, પૂજ્ય-અપૂજ્યનો ભાવ નથી રહેતો, જ્યારે સ્થાપનાનિક્ષેપમાં વસ્તુ તત્ત્વની અનભિજ્ઞ વ્યકિતને આદર-અનાદર બુદ્ધિ થઈ શકે છે. ઇન્દ્ર નામવાળાને કોઈ નમસ્કાર નથી કરતું, પણ ઈન્દ્રની સ્થાપના જેમાં કરવામાં આવી હોય એમના પ્રતિ આદર ભાવ રાખવાનો અનભિક્ષ જનોમાં વ્યવહાર થઈ શકે છે. નામ અને
સ્થાપના નિક્ષેપ, ભાવમાં ક્યારેય પરિણત નથી થતા, પરંતુ દ્રવ્ય-નિક્ષેપ ભવિષ્યમાં ભાવનિક્ષેપમાં પરિણત થઈ શકે છે. જેમ માટી રૂપ દ્રવ્ય ઘટ જળ ધારણ કરનાર ભાવ ઘટમાં પરિણત થઈ શકે છે.
જિણધમો
( ૨૨
Page #280
--------------------------------------------------------------------------
________________
ઉક્ત ચાર નિક્ષેપોમાંથી આદિના ત્રણ નિક્ષેપ દ્રવ્યાર્થિક નયના વિષય છે અને ભાવનિક્ષેપ પર્યાયાર્થિક નયનો વિષય છે. ઉપર્યુક્ત ચારેય નિક્ષેપોની પોત-પોતાના સ્થાન ઉપર પોત-પોતાની ઉપયોગિતા છે. ક્યાંક નામ-નિક્ષેપની પ્રધાનતા હોય છે. જેમ કે ‘ગજરાજને બોલાવો.' આમાં સ્થાપના-દ્રવ્ય ભાવ ગજરાજની વિવક્ષા નથી. માત્ર ગજરાજ નામની વ્યક્તિની વિવક્ષા છે.
કોઈ રમકડાં માટે ધમપછાડા કરતા બાળકને ‘ગજરાજ'ની સ્થાપના-નિક્ષેપ - હાથીના રમકડાથી જ સમાધાન થશે; નામ ગજરાજ દ્રવ્ય-ગજરાજ કે ભાવ-ગજરાજથી નથી.
ગજરાજને સન્નદ્ધ કરો' આ વાક્યમાં નામ - સ્થાપના કે દ્રવ્ય ગજરાજની વિવક્ષા નથી પણ વાસ્તવિક ગજરાજનો અભિપ્રાય છે.
નિક્ષેપનો સિદ્ધાંત એ જ બતાવે છે કે આ સંદર્ભમાં શું પ્રસ્તુત છે અને શું અપ્રસ્તુત ? પદાર્થના સ્વરૂપને યોગ્ય રૂપમાં સમજવા માટે નિક્ષેપના સિદ્ધાંતની ઉપયોગિતા છે. નય અને નિક્ષેપ અનેકાંતની આધારશિલા છે.
૩૯
અનેકાંત વાદ
જૈનદર્શનનો અંતર્નાદ અનેકાંત વાદ છે. આની ભિત્તિ પર જ આખો જૈન સિદ્ધાંત આધારિત છે. ‘પાનેફવા વિનમે વા' આ ત્રિપદીને સાંભળીને મહામતી ગણધર ચતુર્દશ પૂર્વોની રચના કરી લે છે. આ ત્રિપદીમાં જે તત્ત્વ સમાહિત છે, તે અનેકાંત છે. આ દૃષ્ટિએ સમસ્ત જૈન વાગમયનો આધાર અનેકાંત છે, આ પ્રમાણિત થઈ જાય છે.
આ એક માનેલું સત્ય છે કે વસ્તુ અનંત ધર્માત્મક છે, એનાં અસંખ્ય પાસાંઓ છે. એવી સ્થિતિમાં કોઈ એક શબ્દ દ્વારા કોઈ એક ધર્મના કથનથી વસ્તુનું સમગ્ર સ્વરૂપ પ્રતિપાદિત થતું નથી. ત્યારે સમગ્ર સ્વરૂપના પ્રામાણિક પ્રતિપાદન માટે એક જ માર્ગ છે કે વસ્તુના કોઈ એક ધર્મને મુખ્ય રૂપથી કહેવાય અને શેષ ધર્મોને ગૌણ રૂપમાં સ્વીકાર કરવામાં આવે. આ મુખ્ય અને ગૌણ ભાવને અર્પણા અને અનર્પણા કહેવાય છે. તેથી તત્ત્વાર્થ સૂત્ર’માં આચાર્ય ઉમાસ્વાતિએ કહ્યું છે -
‘અર્પિતાનપિતસિદ્ધે:'
તત્ત્વાર્થ સૂત્ર, અ.-૫, સૂત્ર-૭૧
મુખ્ય અને ગૌણ ભાવથી અથવા અપેક્ષા કે અનપેક્ષાથી વસ્તુ તત્ત્વની સિદ્ધિ થાય છે. અનેકાંત દૃષ્ટિ વિરાટ વસ્તુ તત્ત્વને જાણવાનો એ પ્રકાર છે, જે વિવક્ષિત ધર્મને જાણીને પણ અન્ય ધર્મોનો નિષેધ નથી કરતા, એમને ગૌણ કે અવિવક્ષિત કરી દે છે. આ રીતે અનેકાંત દ્વારા પૂરી વસ્તુનું મુખ્ય ગૌણ ભાવથી કથન થઈ જાય છે. કોઈપણ અંશ નથી છૂટતો.
૨૬૩
અનેકાંત વાદ
Page #281
--------------------------------------------------------------------------
________________
વસ્તુને નિર્દોષ રૂપથી પ્રતિપાદિત કરવાની શૈલીને સ્યાદ્વાદ કહેવાય છે. વસ્તુમાં અનંત ધર્મ રહેલ છે. એમનું સમગ્ર પ્રતિપાદન શબ્દ દ્વારા નથી થઈ શકતું. માટે જ્યારે એની સાથે
સ્યા’ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે ત્યારે એનાથી આ ધ્વનિત થાય છે કે આ ધર્મ વસ્તુનો કથંચિત્ ધર્મ છે - એના સિવાય પણ એમાં અન્ય અનેક અનંત ધર્મ છે, પરંતુ એમની વિવેક્ષા નથી કરવામાં આવી. જો એ શબ્દની સાથે “ચાતુ' શબ્દ લગાડવામાં નથી આવતો તો એનો અર્થ થશે કે તે વિવક્ષિત ધર્મ જ વસ્તુનું સ્વરૂપ છે, એમાં અન્ય ધર્મ નથી. આ કથન સમ્યક નથી હોઈ શકતું. જેમ કે જો માત્ર “અસ્તિ' શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે તો એનો અર્થ થશે પદાર્થમાં અસ્તિત્વ જ છે. અન્ય ધર્મોનો સદ્ભાવ એનાથી પ્રગટ નથી થતો. પરંતુ આ વસ્તુનું અપૂર્ણ પ્રતિપાદન હશે. એનાથી વિપરીત જો “સ્યા અસ્તિ કહેવાય તો એનો અર્થ થશે પદાર્થ કથંચિત્ અસ્તિત્વવાળો છે. એનાથી એ પ્રગટ થાય છે કે એમાં રહેનાર નાસ્તિત્વ વગેરે શેષ અનંત ધર્મોનો પણ ત્યાં સદ્ભાવ છે. અસ્તિત્વની પ્રધાનરૂપમાં વિવેક્ષા છે અને નાસ્તિત્વ વગેરેની ગૌણ રૂપમાં. આ રીતે સ્યાદ્વાદ, વસ્તુ તત્ત્વના સમ્યક્ પ્રતિપાદની નિર્દોષ શૈલી છે.
અન્ય દર્શનકારોએ અનંત ધર્માત્મક વસ્તુના એક-એક ધર્મને પકડીને એને જ વસ્તુ માની લેવાની ભૂલ કરી છે. જેમ કે બૌદ્ધદર્શન વસ્તુના ક્ષણિક પર્યાયને જ સમગ્ર વસ્તુ માની લે છે અને વસ્તુના દ્રવ્યાત્મક નિત્ય પક્ષનાં સર્વથા અસ્વીકાર કરે છે. વેદાંત તથા સાંખ્ય દર્શન વસ્તુને સર્વથા નિત્ય - કૂટસ્થ નિત્ય માનીને એની ક્ષણિક પર્યાયોનો સર્વથા નિષેધ કરે છે. નૈયાયિક વૈશેષિક દર્શન જો કે વસ્તુમાં નિત્યત્વ અને અનિત્યત્વ બંનેને માને છે, છતાં તે કોઈને સર્વથા નિત્ય અને કોઈ વસ્તુને સર્વથા અનિત્ય માને છે. સાથે તે પદાર્થના નિત્યત્વ અને અનિત્યત્વને પદાર્થથી સર્વથા ભિન્ન માને છે, જ્યારે તે વસ્તુનું તાદામ્ય સ્વરૂપ છે. તે દર્શનકાર પરસ્પર વિરોધી અને એકાંગી પક્ષને લઈને પરસ્પરમાં વિવાદ કરે છે. એમનો આ વિવાદ અંધગજ ન્યાયની જેમ છે. જેમ સાત અંધ વ્યક્તિઓએ હાથીના પગ, પૂંછડી, સૂંઢ, પેટ વગેરે એક-એક અંગને પકડીને એ અનુસાર જ હાથીનું અલગ-અલગ રૂપથી પ્રતિપાદન કરવું શરૂ કર્યું. કોઈ કહેવા લાગ્યું – “હાથી સાંબેલા જેવો છે', કોઈ કહેવા લાગ્યું - હાથી થાંભલા જેવો છે', કોઈ કહેવા લાગ્યું - ‘દોરડા જેવો છે', કોઈ કહેવા લાગ્યું - “ઢોલ જેવો છે.' કોઈ એકબીજાની વાતને સ્વીકારવા તૈયાર નથી, બધા પોત-પોતાની વાતમાં મક્કમ રહ્યા - ઝઘડતા રહ્યા અને પોત-પોતાને જ સાચો માનતા રહ્યા. ત્યાં એક દેખતા માણસે એ બધાંની વાતો સાંભળી અને કહ્યું : “ભાઈઓ ! તમે બધાં બરાબર સમજ્યા છો, પણ તે અપૂર્ણ સમજ્યા છો. હાથી થાંભલા જેવો પણ છે, દોરડા જેવો પણ છે, સાંબેલા જેવો પણ છે અને ઢોલ જેવો પણ છે. તમે હાથીના એક-એક અંગને પકડીને એવું સમજી બેઠા છો. વાસ્તવમાં હાથીનું સાચું સ્વરૂપ ત્યારે જ બને છે જ્યારે તમારા બધાની વાતોને જોડી દેવામાં આવે અને તમે બધા એકબીજાની વાતથી સંમત થાઓ. એક-એક અંગ અલગ-અલગ રહીને શરીર નથી કહેવાતું. આખું અંગ સંયુક્ત રહીને જ શરીરની સંજ્ઞા બને છે. એમ (૨૬૪) DOOOOOOOOOOOOOOX જિણધમો)
Page #282
--------------------------------------------------------------------------
________________
જ તમારા બધા લોકોનું સંયુક્ત કથન જ હાથીનું સાચું રૂપ છે. અલગ-અલગ કથન, બધું મિથ્યા છે. જો તમે લોકો એકબીજાના પક્ષથી સંમત થઈને ચાલો, એકબીજાનો અપલાપ ન કરો તો તમે બધા સાચા છો અને જો તમે એકબીજાનો તિરસ્કાર કરતા રહો, પોતાની વાતમાં મક્કમ રહો તો તમે બધા મિથ્યા (ખોટા) છો. અલગ-અલગ અંશ વસ્તુનું સમગ્ર સ્વરૂપ નથી. અપિતુ અંશનું સમન્વિત સ્વરૂપ જ વસ્તુ છે. અનેકાંત અને સ્યાદ્વાદની સાચી સમગ્ર અને સમન્વિત દૃષ્ટિ છે.
આ અનેકાંત દષ્ટિ અનેકાંતમાં એકતા અને એકતામાં અનેકતાને લઈને ચાલે છે. આ બધા વાદો અને વિવાદોને ઉકેલી કાઢે છે. આ બધા કદાગ્રહો અને હઠાગ્રહોને દૂર હટાવી દે છે. આ તે સંજીવની છે જે અભિમાન તથા કદાગ્રહની વ્યાધિઓને નષ્ટ કરી દે છે. આ તે અમૃત છે, જે એકાંતના વિષને નિમ્પ્રભાવી કરી દે છે. આ અનેકાંત દૃષ્ટિને માત્ર શાસ્ત્રો સુધી જ સીમિત ન રાખવું જોઈએ પણ જીવન વ્યવહારમાં પણ ઉતારવું જોઈએ. જો જીવન વ્યવહારમાં અનેકાંત દૃષ્ટિ આવી જાય છે તો સર્વત્ર શાંતિ જ શાંતિ પ્રતીત થવા લાગે છે, જો આ અનેકાંત દષ્ટિ વ્યવહારમાં નથી આવતી તો ત્યાં લેશ, વિવાદ, સંઘર્ષ અને અશાંતિ જ છવાયેલી રહે છે. આચાર્ય સિદ્ધસેને સાચું જ કહ્યું છે -
जेण विणा भोगस्स ववहारो सव्वहा ण विज्जए । तस्स भुवणेकगुरूणों णमोऽणेगंत वायस्स ॥
- સન્મતિ, ૩/૬૮ પદાર્થમાં સતુ-અસત્-નિત્ય-અનિત્ય, સામાન્ય-વિશેષ, એક-અનેક, ભેદ-અભેદ વગેરે અનંત ગુણ રહેલા છે. પ્રત્યેક પદાર્થ સત્ પણ છે અને અસત્ પણ. તે કથંચિત્ સત્ છે, કથંચિત્ અસત્ છે. એને સર્વથા સ કે અસતું નથી કહી શકાતું.
સત્વાસત્વ વિશ્વના પ્રત્યેક પદાર્થ સ્વરૂપથી સત્ છે અને સાથે જ એમાં પરસ્વરૂપનું અસત્વ જ રહેલું છે. જેમ કે ઘટ સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી સત્ છે. (અસ્તિત્વ ધર્મવાળો છે, પરંતુ તે પટ રૂપ પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અસત્ છે. અર્થાત્ એમાં પટનું નાસ્તિત્વ રૂપ ધર્મ રહેલો છે. જો એવું ન માનવામાં આવે તો એક જ વસ્તુ વિશ્વરૂપ થઈ જશે. જે વસ્તુમાં જે ધર્મનો અભાવ નથી હોતો તે વસ્તુ તરૂપ હોય છે. જો ઘટમાં પટનો અભાવ ન માનવામાં આવે તો ઘટ પટ રૂપ થઈ જશે. માટે કહેવાય છે -
___ 'सर्वमस्ति स्वरूपेण पररूपेण नास्ति च' અર્થાત્ પ્રત્યેક દ્રવ્ય પોતાના સ્વરૂપ ચતુષ્ટયથી સતું હોય છે અને પરરૂપ ચતુષ્ટયથી અસતુ. જો સ્વરૂપ ચતુટ્યથી જેમ પરરૂપ ચતુષ્ટયથી પણ સત્ માનવામાં આવે તો સ્વ અને પરમાં કોઈ ભેદ ન રહીને બધાને સર્વાત્મકતા પ્રાપ્ત થઈ જશે. જો પરરૂપની જેમ સ્વરૂપથી પણ તે અસતુ હોય તો અભાવાત્મકતાનો પ્રસંગ પ્રાપ્ત થશે. માટે લોક વ્યવસ્થા માટે પ્રત્યેક Kઅનેકાંત વાદ છે
એ૨૫)
Page #283
--------------------------------------------------------------------------
________________
પદાર્થને સ્વરૂપથી સત્ અને પરરૂપથી અસતુ માનવો જોઈએ. સંસારના કોઈપણ પદાર્થ આ સવાસવ નિયમનો અપવાદ નથી થઈ શકતો.
નિત્યાનિત્ય પદાર્થ ન તો સર્વથા નિત્ય છે અને ન સર્વથા અનિત્ય જ, છતાં તે દ્રવ્યાર્થિક નયથી નિત્ય છે અને પર્યાયાર્થિક નયથી અનિત્ય. આ જ વસ્તુ સ્થિતિ છે. પરંતુ સાંખ્ય વગેરે દર્શનકાર પદાર્થને કૂટસ્થ નિત્ય માને છે. એમનો તર્ક છે કે --
'नासतो जायते भावो नाभावो जायते सतः' અસત્ પદાર્થ ક્યારેય ઉત્પન્ન થતો નથી અને સત્નો ક્યારેય વિનાશ થતો નથી. આ દૃષ્ટિકોણને લઈને તે પદાર્થને સર્વથા નિત્ય કહે છે. તે પદાર્થમાં પરિણમન (પરિવર્તન) માનવા છતાંય પદાર્થને કૂટસ્થ નિત્ય કહે છે. આ દષ્ટિર્કોણ સમીચીન નથી કહેવામાં આવતો. વસ્તુ જો ફૂટસ્થ નિત્ય છે તો એમાં પરિણમન સંભવ જ નથી. જો પરિણમન હોય છે તો તે કૂટસ્થ નિત્ય નથી કહેવાતું.
પદાર્થને જો એકાંત નિત્ય માનવામાં આવે છે તો એમાં પરિણમન ન થઈ શકવાના કારણે કોઈ અર્થક્રિયા નથી રહી શકતી. પદાર્થનું લક્ષણ અર્થક્રિયા કારિત્વ છે. જો એમાં અર્થક્રિયા ઘટિત નથી થતી તો તે પદાર્થ જ નથી રહેતો. અક્રિયા શૂન્ય હોવાથી પુણ્યપાપ, બંધ-મોક્ષ, લેણ-દેણ વગેરેની સમસ્ત વ્યવસ્થાઓ લુપ્ત થઈ જશે. એકાંત નિત્ય પદાર્થ સદા-સર્વદા અને સર્વથા એકરૂપ રહે છે, તો એમાં અર્થક્રિયા ના ક્રમથી બને છે અને ના એક સાથે. નિત્ય વસ્તુમાં ક્રમ સંભવ જ નથી અને એક સાથે બધી ક્રિયાઓને કરી લેવી પણ અસંભવ છે. કદાચ માની લેવામાં આવે કે તે બધી ક્રિયાઓ એક જ સાથે એક સમયમાં કરી લે છે, તો દ્વિતીય વગેરે ક્ષણોમાં શું કરશે ? કંઈ ન કરવાની સ્થિતિમાં તે પદાર્થ જ નથી રહેતો. તેથી પદાર્થને સર્વથા નિત્ય નથી માનવામાં આવતો.
બૌદ્ધ પદાર્થને સર્વથા ક્ષણિક માને છે. ક્ષણિક પક્ષમાં પણ અર્થક્રિયા ઘટિત નથી થઈ શકતી. પદાર્થ જો એક ક્ષણ ભર જ રોકાય છે અને બીજા ક્ષણે સર્વથા વિનષ્ટ થઈ જાય છે તો એમાં ક્રમ બની જ શકતો નથી. પૂર્વોત્તર સ્થિતિમાં જ ક્રમ સંભવ છે. ક્ષણિક પદાર્થ પ્રથમ સમયમાં સ્વયંની ઉત્પત્તિમાં જ મગ્ન રહે છે. તે એ સમયે અર્થક્રિયા કરી જ નથી શકતો. બીજા ક્ષણમાં તે નિરન્વય નષ્ટ થઈ જાય છે, એવી સ્થિતિમાં અર્થક્રિયા કેવી રીતે થઈ શકે છે ?
પદાર્થને જો સર્વથા ક્ષણિક, વિનાશી અને અનિત્ય માનવામાં આવે છે તો પૂર્વ પર્યાયનો ઉત્તર પર્યાયની સાથે કોઈ વાસ્તવિક સંબંધ ન રહેવાના કારણે લેણ-દેણ, બંધ-મોક્ષ, સ્મરણ, પ્રત્યભિજ્ઞાન વગેરે વ્યવહાર ઉચ્છિન્ન થઈ જશે, જે કર્મનો કર્યા છે તે એનો ભોક્તા નથી થઈ શકવાનો. (ક
જિણધમો)
Page #284
--------------------------------------------------------------------------
________________
કામ કરશે કોઈ અને તે ભોગશે કોઈ બીજું. આપશે કોઈ અને તેને લેશે કોઈ બીજો ? વગેરે બધી લૌકિક અને પારલૌકિક વ્યવસ્થાઓ છિન્ન-ભિન્ન થઈ જશે. માટે સમસ્ત લોક-પરલોક તથા કાર્ય-કારણ ભાવ વગેરેની સુવ્યવસ્થા માટે પૂર્વોત્તર પર્યાયોમાં અન્વયી રહેનાર દ્રવ્યનો ધ્રુવત્વ સ્વીકાર કરવો જ જોઈએ. નૈયાયિક-વૈશેષિક આકાશ વગેરેને સર્વથા નિત્ય અને દીપ વગેરેને સર્વથા અનિત્ય માને છે. આ પક્ષ પણ ઉચિત નથી, કારણ કે પદાર્થ માત્ર ભલે તે આકાશ હોય કે દીવો - બધા નિત્યાનિત્ય છે. આકાશ પણ એ જ રીતે નિત્યાનિત્ય છે, જેમ કે દીવો નિત્યાનિત્ય છે. માટે કહ્યું છે -
आदीपमाव्योम सम स्वभावं स्याद्वादमुद्रानति भेदि वस्तु । तन्नित्यमेवैकमनित्यमन्यदिति त्वदाज्ञाद्विषतां પ્રભાષાઃ ॥
દીવાથી લઈને આકાશ પર્યંત બધા પદાર્થ એક સમાન સ્વભાવવાળા છે અર્થાત્ બધા નિત્યાનિત્ય સ્વભાવવાળા છે. કારણ કે કોઈપણ પદાર્થ સ્યાદ્વાદની મુદ્રાનું ઉલ્લંઘન નથી કરી શકતા. જે લોકો આકાશને સર્વથા નિત્ય અને દીવાને સર્વથા અનિત્ય માને છે, તે વાસ્તવિક નથી. આકાશ સર્વથા નિત્ય નથી, કારણ કે એમાં પણ સંયોગ-વિયોગ રૂપ પર્યાયો ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે. પર્યાયોમાં પરિવર્તન થવાથી દ્રવ્યમાં પણ પરિવર્તન થાય છે, કારણ કે દ્રવ્ય અને પર્યાય કર્થંચિત્ અભિન્ન છે. દીવો સર્વથા નિત્ય નથી, કારણ કે દીવાના ઓલવાવાથી દીવાનો સર્વથા નાશ થતો નથી, છતાં પ્રકાશને પુદ્ગલના રૂપમાં એમનું અસ્તિત્વ બની રહે છે. અવસ્થા બદલવા માત્રથી કોઈ વસ્તુનો સર્વથા અભાવ થઈ જવો માની નથી શકાતો. વ્યક્તિ પણ બાળક-યુવક-વૃદ્ધ અવસ્થામાં પરિવર્તન થયા પછી પણ વ્યક્તિ તે જ રહે છે, તેથી દીવો ઓલવાયા પછી પણ તમોરૂપમાં પોતાનું અસ્તિત્વ બનાવી (અકબંધ) રાખે છે, તેથી તે કથંચિત્ નિત્ય છે. આ રીતે પદાર્થ માત્ર કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય સિદ્ધ થાય છે. કોઈપણ પદાર્થ સ્યાદ્વાદની મુદ્રાનું ઉલ્લંઘન નથી કરી શકતા. જો તે સ્યાદ્વાદની મુદ્રાનું અતિક્રમણ કરે છે તો તે પોતાના પદાર્થત્વને જ ખોઈ બેસે છે. એનું સર્વસ્વ ચાલ્યું જાય છે.
આગમમાં કહ્યું છે.
“પરમાણુ પોતે ભંતે ! િસાસણ્ અસાસણ ? ગોયમા । दव्वट्ठ याए सासए वन्न पज्जवेहिं जाव फास पज्जवेहिं असासए |" ભગવતી, શતક-૧૪, ૬-૪, સૂ-૫૧૨ “ભગવાન્ ! પરમાણુ પુદ્ગલ નિત્ય છે કે અનિત્ય ?’’ “ગૌતમ ! દ્રવ્યાર્થિક નયથી નિત્ય છે અને વર્ણાદિ પર્યાયોની અપેક્ષા અનિત્ય છે. આ રીતે વિશ્વવર્તી પ્રત્યેક પદાર્થ નિત્યાનિત્ય છે.’
સામાન્ય વિશેષ
પ્રત્યેક પદાર્થ સામાન્ય ધર્મવાળો પણ છે અને વિશેષ ધર્મવાળો પણ. જ્યારે આપણે ‘ગો’ શબ્દનું ઉચ્ચારણ કરીએ છીએ તો એનાથી ગોત્વ સામાન્યનો પણ બોધ થાય છે અને અનેકાંત વાદ
૨૬૦
Page #285
--------------------------------------------------------------------------
________________
કાળી-પીળી વગેરે વિશેષ ધર્મયુક્ત ગાયોનો પણ બોધ થાય છે. સામાન્ય અને વિશેષ પદાર્થમાં તાદાત્મ્યરૂપથી રહેલા છે. એ પદાર્થના ગુણ છે, એ બંને પરસ્પર સાપેક્ષ છે અર્થાત્ સામાન્યને છોડીને વિશેષ તથા વિશેષને છોડીને સામાન્ય ક્યાંય જોવા મળતું નથી. સામાન્ય રહિત વિશેષ અને વિશેષ રહિત સામાન્ય ખરવિષાણ કે આકાશ કુસુમની જેમ અસત્ છે. જેમ કે કહેવામાં આવ્યું છે
निर्विशेषं हि सामान्यं भवेत्खर विषाणवत् । सामान्य रहितोऽपि विशेषस्तद्वदेव हि ॥
સામાન્ય અને વિશેષ પદાર્થનો ધર્મ છે. ધર્મ ધર્મીને છોડીને નથી રહેતા અને ધર્મી ધર્મો વગર નથી રહેતો. તેથી જૈનદર્શન પદાર્થને સામાન્ય વિશેષાત્મક માને છે.
બૌદ્ધદર્શન વિશેષનો જ સ્વીકાર કરે છે, તે સામાન્ય તત્ત્વનો સર્વથા અપલાપ કરે છે. તે કહે છે કે વિશેષ જ કાર્યકારી હોય છે. વિશેષ જ પદાર્થનું સ્વરૂપ છે. ગાયની અલગ-અલગ પર્યાયો સિવાય ગોત્વ સામાન્ય અલગ કોઈ વસ્તુ નથી. ગૌત્વ દૂધ નથી દેતો કે ભાર વહન નથી કરતો. અર્થ ક્રિયાકારિત્વ વિશેષ ધર્મમાં જ જોવા મળે છે, તેથી ત્યાં વાસ્તવિક છે ?
સામાન્ય વાદી વેદાંત અને સાંખ્ય, વિશેષનો તિરસ્કાર કરતાં સામાન્યને જ તાત્વિક માને છે. એમનું મંતવ્ય છે કે જગતમાં દૃષ્ટિગોચર થતા વિવિધ પદાર્થોમાં એક જ તત્ત્વ રહેલું છે. જેમ વાસણોની વિવિધ આકૃતિઓમાં માટી તત્ત્વ એક જ છે. જેમ બુદ્ધુદ તરંગ, હિમકણ, ઝાકળ વગેરે જળની અલગ-અલગ પર્યાય હોવા છતાંય એમાં જળતત્ત્વ એક જ છે. જગતમાં પ્રતીત થતા ઘટ-પટાદિ પદાર્થ બધા એક જ પરબ્રહ્મના પર્યાય છે - બ્રહ્મ જ પરમ તત્ત્વ છે, અન્ય કંઈપણ નહિ.
સર્વ સ્વલ્વિયં બ્રહ્મ, નેહ નાનાસ્તિ જિવન '
આખું વિશ્વ બ્રહ્મરૂપ છે, એમાં નાનાત્વ કંઈ નથી.
સાંખ્યદર્શન વિશ્વને પ્રકૃતિરૂપ માનીને સામાન્ય તત્ત્વનો જ સ્વીકાર કરે છે. નૈયાયિકવૈશેષિક સામાન્ય-વિશેષ બંને તત્ત્વો(ગુણો)ને સ્વીકારે છે. પરંતુ તે પદાર્થથી એને સર્વથા ભિન્ન માને છે અને સમવાય સંબંધથી પદાર્થમાં સંબધિત હોવું માને છે.
ઉક્ત ત્રણેય દૃષ્ટિકોણ યથાર્થતાથી દૂર છે. વસ્તુ તત્ત્વ એ છે કે પદાર્થ સ્વભાવતઃ સામાન્ય વિશેષાત્મક છે. જ્યારે આપણે વિવિધ પદાર્થોમાં અભેદ દૃષ્ટિને લઈને ચિંતન કરીએ છીએ તો આપણને મુખ્યત્વે સામાન્ય ધર્મની પ્રતીતિ થાય છે અને જ્યારે આપણે ભેદ દૃષ્ટિથી ચિંતન કરીએ છીએ ત્યારે મુખ્ય રૂપથી વિશેષ ધર્મની પ્રતીતિ થાય છે. વસ્તુમાં બંને ધર્મ સમન્વિત રૂપથી રહેલા છે અને વિવક્ષા અપેક્ષા દૃષ્ટિના ભેદથી ક્યારેક કોઈની પ્રધાનતા થઈ જાય છે અને કોઈ ગૌણ થઈ જાય છે જ્યારે ભેદ દૃષ્ટિ હોય છે તો વિશેષ ધર્મ મુખ્ય બની જાય છે અને સામાન્ય ધર્મ ગૌણ તથા જ્યારે અભેદ દૃષ્ટિ હોય છે ત્યારે સામાન્ય ધર્મ
૨૦૮
જિણધમ્મો
Page #286
--------------------------------------------------------------------------
________________
પ્રમુખ બની જાય છે અને વિશેષ ધર્મ ગૌણ. ઉક્ત બંને ધર્મોની મુખ્ય ગૌણ રૂપથી વિવક્ષા તો થઈ શકે છે, પરંતુ બંનેમાંથી કોઈનો પણ અપલાપ નથી થઈ શકતો. તેથી જૈનદૃષ્ટિથી પદાર્થ સામાન્ય વિશેષાત્મક છે.
એકત્વ-અનેકત્વ
જૈનદૃષ્ટિએ પ્રત્યેક પદાર્થ એક રૂપ પણ છે અને અનેક રૂપ પણ. આગમમાં કહ્યું છે - ‘ì આયા' । ‘અખેને આયા' - સ્થાનાંગ સૂત્ર - ૧ સ્થાન
આત્મા એક પણ અને અનેક પણ છે. જ્યારે આપણે સંગ્રહનયની દૃષ્ટિને સામે રાખીએ છીએ ત્યારે વિશ્વના અનંત આત્માઓમાં ‘આત્મત્વ’ની એકતા પરિલક્ષિત થાય છે. આ જ એકતામાં દૃષ્ટિબિંદુને લઈને આગમમાં શ્ને આયા' કહેવાયું છે. જ્યારે આપણે વ્યક્તિવ્યક્તિમાં ભેદદૃષ્ટિને લઈને ચાલીએ છીએ ત્યારે પ્રત્યેક આત્મા અલગ અલગ રૂપમાં આપણી સામે આવે છે. આ દૃષ્ટિકોણથી ‘અનેને આયા' (આત્મા અનેક છે) કહ્યું છે.
દ્રવ્યાર્થિક નયની પ્રધાનતાને લઈને પદાર્થમાં એકત્વ પ્રતીતિ થાય છે, અને પર્યાયાર્થિક નયની પ્રધાનતાથી પદાર્થમાં અનેકત્વની પ્રતીતિ થાય છે. વસ્તુ દ્રવ્યાપેક્ષયા એક છે અને પર્યાયાપેક્ષયા અનેક છે. એક જ દ્રવ્યની અનેક પર્યાયો હોય છે. એક જ વ્યક્તિની બાળપણયુવાવસ્થા-પ્રૌઢાવસ્થા-વૃદ્ધાવસ્થા વગેરે અનેક પર્યાયો (અવસ્થાઓ) દૃષ્ટિગોચર થાય છે. એક જ સર્પ કુંડલાકૃતિ, સરલાકૃતિ ફણાવસ્થા તથા વિફણાવસ્થામાં જોવા મળે છે. એક જ સુવર્ણ દ્રવ્યની કટકી, બંગડી-કુંડલ વગેરે પર્યાય થાય છે. પર્યાય દ્રવ્યથી અભિન્ન હોય છે, તેથી પર્યાયોની દૃષ્ટિથી વસ્તુને અનેક અને દ્રવ્યની દૃષ્ટિએ પદાર્થને એક કહ્યો છે. આ રીતે પદાર્થમાં એકત્વ પણ છે અને અનેકત્વ પણ છે.
ભેદાભેદત્વ
દ્રવ્ય અને પર્યાય, ગુણ અને ગુણી, અવયવ અને અવયવી, કાર્ય અને કારણ, કર્તા અને ક્રિયા, વાચ્ય અને વાચક વગેરેમાં જૈનદર્શન ન તો સર્વથા ભેદ માને છે અને ન સર્વથા અભેદ જ. એ પરસ્પર કથંચિત્ ભિન્ન છે અને કથંચિત્ અભિશ. જો આ બધામાં સર્વથા અભેદ માનવામાં આવે છે તો દ્રવ્ય-પર્યાય ગુણી-ગુણ વગેરે રૂપમાં એમનો વ્યવહાર નથી થઈ શકતો. જેમાં સર્વથા અભેદ થાય છે, એમનો પૃથક્ (અલગ) વ્યવહાર કેવી રીતે થશે ? તે તો પૂર્ણતઃ એક હશે. અથવા તો દ્રવ્ય વગે૨ે હશે કે પર્યાય વગેરે. દ્રવ્ય-પર્યાય, ગુણ-ગુણી વગેરે રૂપથી આનો પૃથક્ વ્યવહાર જોવા મળે છે, તેથી તે સર્વથા અભિન્ન નથી કહેવાતા.
જો આમને સર્વથા ભિન્ન માનવામાં આવે તો અમુક ગુણનો અમુક ગુણી સાથે નિયત સંબંધ કેવી રીતે કરી શકાય ? જો ગુણથી ગુણી એમ જ ભિન્ન છે, જેમ ઘટથી પટ તો એમાં ગુણ-ગુણી સંબંધ કેવી રીતે હશે ? જેમ કે ઘટ અને પટ ભિન્ન છે, તો એમાં ગુણ-ગુણી ભાવ નથી એમ જ જો ગુણ-ગુણી સર્વથા ભિન્ન (અલગ) છે, તો એમના ગુણ-ગુણી ભાવ
નથી થઈ શકતો.
અનેકાંત વાદ
૨૬૯
Page #287
--------------------------------------------------------------------------
________________
‘અવયવોથી અવયવીને જો સર્વથા ભિન્ન માનવામાં આવે છે તો તે અવયવી એ અવયવોમાં સર્વાત્મના રહે છે કે અંશતઃ ?' આ પ્રશ્ન થાય છે. જો તે એમાં સંપૂર્ણ રૂપથી રહે છે તો જેટલા અવયવ છે, એટલા જ અવયવી માનવા પડશે. જો એકદેશ-અંશથી રહે છે તો જેટલા અવયવ છે - એટલા પ્રદેશ તે અવયવીને સ્વીકારવા પડશે. જો અવયવોથી અવયવીને સર્વથા અભિન્ન માનવામાં આવે તો અવયવ-અવયવી એવો વ્યવહાર નહિ થઈ શકે. બેમાંથી કોઈ એક જ રહી શકશે. તેથી ઉક્ત દૂષણોથી બચવા માટે એના સિવાય કોઈ માર્ગ નથી કે એમાં કથંચિત્ ભેદ અને કચિત્ અભેદ માનવામાં આવે. એવું માનવાથી જ દ્રવ્ય-પર્યાય, ગુણ-ગુણી વગેરેની બધી વ્યવસ્થાઓ સંગત હોઈ શકે છે અન્યથા નહિ. ગુણ-પર્યાય દ્રવ્યને છોડીને નથી રહેતા અને દ્રવ્યગુણ પર્યાય પણ છોડીને નથી રહેતા, માટે એમાં અભેદ છે. દ્રવ્ય-ગુણપર્યાય એવો અલગ-અલગ નિર્દેશ હોવાના કારણે સ્વરૂપ ભિન્ન હોવાના કારણે એમાં ભેદની સંગતિ થાય છે. તેથી પદાર્થમાં ભેદાભેદત્વ જ ઘટિત થાય છે, સર્વથા ભેદ કે અભેદ નથી. આ રીતે પદાર્થોનો આ સ્વભાવ છે કે તે અનેકાંત દૃષ્ટિ દ્વારા જ સમ્યક્ રૂપથી ગૃહીત થઈ શકે છે.
ત્રયાત્મક પદાર્થ
‘તત્ત્વાર્થ સૂત્ર’માં સત્ પદાર્થનું લક્ષણ કરતા કહેવામાં આવ્યું છે -
‘उत्पादव्ययध्रौव्ययुक्तं सत् ।' તત્ત્વાર્થ, અ.-૫, સૂ-૩૦
જેમાં પ્રતિક્ષણ ઉત્પત્તિ, વિનાશ અને ધ્રુવતા વિદ્યમાન હોય તે સત્ છે. જે પણ અસ્તિત્વ રાખનાર પદાર્થ છે, તે સદા-સર્વદા ત્રયાત્મક હોય છે. ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યની ક્રિયા પ્રતિક્ષણ પ્રત્યેક પદાર્થમાં ચાલતી રહે છે. જેમાં આ ગતિવિધિ નથી, તે પદાર્થ જ નથી. જેમ કે ખરવિષાણ. ખર-વિષાણમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય નથી. માટે તે પદાર્થ જ નથી, તે અસત્ છે. જે સત્ છે તે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યવાળો છે.
-
પદાર્થની સ્થિતિ જ એવી છે કે એમાં પૂર્વ પર્યાયનો વિનાશ, ઉત્તર પર્યાયની ઉત્પત્તિ નિરંતર ચાલતી રહે છે છતાં તે પદાર્થ પોતાની ધ્રુવતાને - પોતાની મૌલિકતા બનાવી રાખે છે. ઉદાહરણ માટે સુવર્ણ દ્રવ્યને લો. સુવર્ણના કટકી(ટુકડા)ને તોડીને સોનીએ એનો હાર બનાવ્યો. અહીં સુવર્ણની પૂર્ણ પર્યાય કટકીનો વિનાશ થયો ઉત્તર પર્યાય હારનો ઉત્પાદ થયો અને બંને અવસ્થાઓમાં સુવર્ણ રૂપી દ્રવ્ય એ જ બની રહ્યું.
સ્વામી સમંતભદ્રે એક બીજા લૌકિક ઉદાહરણ દ્વારા એ વાતને વિશેષતઃ સ્પષ્ટ કરી છે. એમણે લખ્યું છે -
૨૦૦
घटमौलिसुवर्णार्थी नाशोत्पादस्थितिष्वयम् । शोक प्रमोद माध्यस्थं जनो याति सहेतुकम् ॥
આપ્તમીમાંસા
જિણધર્મો
Page #288
--------------------------------------------------------------------------
________________
ત્રણ વ્યક્તિ હતી. એમાંથી એકને સુવર્ણના ઘડાની જરૂર હતી, બીજાને સુવર્ણના મુગટની જરૂર હતી, ત્રીજાને માત્ર સોનું (સુવર્ણ) જ જોઈતું હતું. તે ત્રણેય એક સોનીની દુકાને ગયા. એ સમયે તે સોની સુવર્ણઘડાને તોડીને મુગટ બનાવી રહ્યો હતો. આ જોઈને પ્રથમ વ્યક્તિને દુઃખ થયું, કારણ કે એની ઇષ્ટ વસ્તુ તોડવામાં આવી રહી હતી. બીજાને મુગટથી પ્રસન્નતા થઈ, કારણ કે એની ઈષ્ટ વસ્તુ ઘડાઈ રહી હતી, ત્રીજા સુવર્ણાર્થી વ્યક્તિને ન તો શોક થયો કે ન હર્ષની લાગણી થઈ, કારણ કે એને તો સોનું જોઈએ છે, જે બંને અવસ્થાઓમાં વિદ્યમાન છે. આ ઉદાહરણથી એ સ્પષ્ટ જ્ઞાત થાય છે કે પદાર્થમાં ત્રયાત્મકતા વિદ્યમાન છે, ત્યારે જ તો એક જ ક્રિયાથી ત્રણ વ્યક્તિઓને ત્રણ રીતે ભાવ ઉત્પન્ન થયો. આ વસ્તુની ત્રયાત્મકતાને સિદ્ધ કરે છે. એક અન્ય ઉદાહરણ દ્વારા વસ્તુની ત્રયાત્મકતાને સિદ્ધ કરવામાં આવી છે -
पयोव्रतो न दध्यत्ति, न पयोऽत्ति दधिव्रतः । अगोरसवतो नोभे तस्मात्तत्वं त्रयात्मकम् ॥
- આપ્તમીમાંસા, શ્લોક-૬૯ જે વ્યકિતએ દૂધ પીવાનું વ્રત લીધું છે તે દહીં ખાય છે. જે વ્યક્તિએ દહીં ખાવાનું વ્રત લીધું છે, તે દૂધ પીએ છે. જે વ્યક્તિએ ગોરસ ન ખાવાનું વ્રત લીધું છે તે ન દૂધ પીએ છે અને ન ખાય છે, કારણ કે દૂધ અને દહીં બંને અવસ્થાઓમાં ગોરસત્વ વિદ્યમાન છે.
તાત્પર્ય એ છે કે દૂધને જમાવીને દહીં બનાવી લેવાની સ્થિતિમાં દૂધ-પર્યાય વિનાશ છે અને દહીં-પર્યાયની ઉત્પત્તિ છે, પરંતુ બંને પર્યાયોમાં ગોરસ રૂપ દ્રવ્ય-ધ્રૌવ્ય બનેલું છે. એનાથી વસ્તુ ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યયુક્ત સિદ્ધ થાય છે.
ઉપર-ઉપરથી જોવાથી આ ખૂબ અટપટું લાગે છે કે જે ઉત્પન્ન થઈ રહ્યું છે, નષ્ટ થઈ રહ્યું છે, તે ધ્રુવ કઈ રીતે હોઈ શકે છે? પરંતુ જો સ્થિરતા અને ઊંડાણપૂર્વક વિચાર કરવામાં આવે તો એમાં કંઈપણ અટપટું નથી, અપિતુ આ વસ્તુ તત્ત્વના સમ્યક સ્વરૂપનો દ્યોતક છે.
પ્રશ્ન થઈ શકે છે કે એ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય પરસ્પર ભિન્ન છે કે અભિન્ન ? જો એ પરસ્પર અભિન્ન છે, તો પછી વસ્તુ ત્રયાત્મક કેવી રીતે સિદ્ધ થશે ? આ તો એમની અભિન્નતાના કારણે એકાત્મક જ થશે. જો એ ઉત્પાદ વગેરે પરસ્પર ભિન્ન છે, તો પણ વસ્તુ ત્રયાત્મક કેવી રીતે થશે ? ઉત્પાદ ઉત્પત્તિને બતાવે છે, વ્યય વિનાશને વ્યક્ત કરે છે અને ધ્રૌવ્ય ધ્રુવતાને બતાવે છે. એ ત્રણેય પરસ્પર વિરોધી છે, તો એક વસ્તુ પરસ્પર વિરોધી ત્રણેય ધર્મોવાળી કેવી રીતે સિદ્ધ થઈ શકે છે? આ શ્લોકમાં આ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે -
यद्युत्पत्यादयो भिन्नाः कथमेकं त्रयात्मकम् ?
अथोत्पादयोऽभिन्नाः कथमेकं त्रयात्मकम् ?? [અનેકાંત વાદ છે. આજે
ર૦૧)
Page #289
--------------------------------------------------------------------------
________________
સમાધાન ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સર્વથા રૂપથી ભિન્ન કે અભિન્ન નથી, પરંતુ કથંચિત્ રૂપથી અલગઅલગ છે. તેથી ઉક્ત દોષને અવકાશ નથી. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય પરસ્પરમાં ભિન્ન છે, કારણ કે એનાં લક્ષણ ભિન્ન (અલગ) છે. અસત્ પર્યાયનું પેદા થવું ઉત્પાદ છે. સત્-પર્યાયનો નાશ થવો વ્યય છે. પર્યાયોના બદલવાથી પણ દ્રવ્યત્વનો ધ્રુવ અકબંધ રહેવો ધ્રૌવ્ય છે. જેના લક્ષણ અલગ-અલગ હોય છે, તે પરસ્પરમાં અલગ હોય છે. જેમ કે ઘટ-પટ વગેરે. ઉત્પાદ વગેરેનાં લક્ષણ અલગ છે, તેથી તે અલગ છે. ઉક્ત તર્કથી ઉત્પાદ વગેરે અલગ-અલગ સિદ્ધ થાય છે. ઉત્પાદ વગેરે પરસ્પર અભિન્ન છે, કારણ કે તે એકબીજા વગર નથી રહી શકતા. જેમ કે ઉત્પાદન એકલો નથી રહેતો, કારણ કે તે વ્યય અને ધ્રૌવ્યતાથી રહિત છે. જે વ્યય અને ધ્રૌવ્યતાથી રહિત હોય છે તે હોતો જ નથી. જેમ કે કાચબાની રુવાંટીને વિનાશ કે વ્યય એકલો નથી રહેતો - ઉત્પાદ ધ્રુવતાથી રહિત હોવાથી, કૂર્મરોમવતુ. ધ્રૌવ્ય એકલો નથી - ઉત્પાદ, વિનાશ કે વ્યયથી રહિત હોવાથી કર્મરોમવતુ. આ રીતે ઉત્પાદ - વ્યય-ધ્રૌવ્ય એકબીજાને છોડીને નથી રહેતા. માટે તે પરસ્પર અભિન્ન છે. આ રીતે ઉત્પાદ વગેરેની ભિન્નતા અને અભિન્નતાની સિદ્ધિ થઈ જવાથી ઉત્પાદ વગેરે પરસ્પર કથચિંદ્ ભિન્ન-ભિન્ન છે, તેથી વસ્તુની ત્રયાત્મક્તામાં કોઈ સંદેહ નથી રહેતો.
દ્રવ્ય-પર્યાયનું અવિભાજ્યત્વ વસ્તુનું સમગ્ર સ્વરૂપ દ્રવ્ય અને પર્યાયોથી બનેલું છે. દ્રવ્ય ગુણ અને પર્યાયોનો આધાર છે, તથા ગુણ અને પર્યાય દ્રવ્યના આશ્રિત છે. ગુણ-પર્યાયો વગર દ્રવ્યનું અસ્તિત્વ નથી અને દ્રવ્ય વગર ગુણ-પર્યાયોનો કોઈ આધાર નથી. તેથી કહ્યું છે -
THપર્યાયવદ્રવ્યમ્ - તત્ત્વાર્થ સૂત્ર, અ-૫, સૂત્ર-૩૭ આગમમાં પણ કહ્યું છે -
गुणाणमासओ दव्वं एगदव्वस्सिया गुणा । लक्खणं पज्जवाणं तु, उभओ अस्सिया भवे ॥
- ઉત્તરા, અ-૨૮, ગા.-૬ દ્રવ્ય ગુણોનો આશ્રય-આધાર છે અને ગુણ પણ એક દ્રવ્યના આશ્રિત હોય છે. પર્યાય, ગુણ અને દ્રવ્ય ઉભયના આશ્રિત હોય છે. સારાંશ એ છે કે દ્રવ્યમાં ગુણ અને પર્યાય અવશ્યમેવ હોય છે. બીજું પણ કહ્યું છે -
द्रव्यं पर्याय वियुतं, पर्यायाः द्रव्य वर्जिताः ।
क्व कदा केन किंरूपा दृष्टा मानेन केन वा ? ॥ પર્યાયથી રહિત દ્રવ્યને અને દ્રવ્યથી રહિત પર્યાયને ક્યાં, ક્યારે, કોણે, કઈ રીતે અથવા કયા પ્રમાણથી જોઈ છે? જવાબ હશે નહિ. અર્થાત્ દ્રવ્ય અને પર્યાય ક્યારેય અલગ-અલગ (૨૨) ))
))) જિણધમો)
Page #290
--------------------------------------------------------------------------
________________
નથી રહી શકતા. આ રીતે પદાર્થનું સ્વરૂપ અનેકાંતાત્મક સિદ્ધ થાય છે. આ અનેકાંત રૂપ અર્થને નિર્દોષ વાણીના રૂપમાં ઉતારવું સ્યાદ્વાદનું કામ છે.
અનેકાંત અને સ્યાદ્વાદમાં થોડું અંતર છે. અનેકાંત એ વૈચારિક દૃષ્ટિ છે, જે પદાર્થને વિવિધ રૂપોમાં જુએ છે અને સ્યાદ્વાદ એ વચન-શૈલી છે, જે અનેકાંત દૃષ્ટિને નિર્દોષ વાણીનું સ્વરૂપ પ્રદાન કરે છે.
૪૦
સપ્તભંગી
અનંત ધર્માત્મક વસ્તુને સમ્યક્ ભાષામાં પ્રતિપાદિત કરવા માટે સ્યાદ્વાદનું અવલંબન લેવું પડે છે.સ્યાદ્વાદનું પ્રયોજન એ પ્રતિપાદન કરે છે કે પ્રત્યેક ધર્મ પોતાના વિરોધી ધર્મની સાથે વસ્તુમાં રહે છે. સત્-અસત્ અને એક-અનેક પરસ્પર અવિનાભાવી છે, તે સ્થાપિત કરવા માટે પ્રમાણાવિરોધી વિધિ - પ્રતિષેધની કલ્પના કરવી સપ્તભંગી છે. એક અર્થમાં સ્યાદ્વાદનું વિશ્લેષણ જ સપ્તભંગી છે. સપ્તભંગીની પરિભાષા આપતાં પ્રસિદ્ધ તાર્કિક વાદિદેવ સૂરિએ ‘પ્રમાણ-નય તત્ત્વાલોક'માં આ સૂત્ર કહ્યું છે -
एकत्र वस्तुन्येकैक धर्म पर्यनुयोगवशाद विरोधेन व्यस्तयोः समस्तयोश्च । विधिनिषेधयोः कल्पनया स्यात्कारांकित: सप्तधा वाक् प्रयोगः सप्तभंगी ॥ પ્રમાણ-નય તત્ત્વાલોક, અ-૪, સૂ-૧૪ એક જ વસ્તુમાં કોઈ એક નિયત ધર્મ-સંબંધી પ્રશ્નને લઈને અવિરુદ્ધ રૂપથી અલગઅલગ કે સમ્મિલિત વિધિ-નિષેધની કલ્પના દ્વારા ‘સ્યાત્’ પદથી યુક્ત સાત પ્રકારના વચન-પ્રયોગ ‘સપ્તભંગી' છે.
-
આ પરિભાષામાં ‘એક જ વસ્તુમાં અને એક જ ધર્મ સંબંધી પ્રશ્નને લઈને' એ શબ્દ ધ્યાન દેવા યોગ્ય છે. ભિન્ન-ભિન્ન વસ્તુઓમાં વિધિ-નિષેધની કલ્પનાથી તો સેંકડો ભંગોની સંભાવના રહે છે, તેથી એનું નિવારણ કરવા માટે ‘એકત્ર વસ્તુનિ' કહેવામાં આવ્યું છે. એક વસ્તુમાં પણ વિધીયમાન અને નિષિધ્યમાન અનંત ધર્મોની કલ્પનાથી અનંત ભંગોનો પ્રસંગ બને છે. એને દૂર કરવા માટે ‘કોઈ નિયત ધર્મ વિષયક પ્રશ્નને લઈને’ આ વિશેષણ રજૂ કરવામાં આવ્યું છે. તાત્પર્ય આ થયું કે એક વસ્તુના એક ધર્મને લઈને સાત પ્રકારથી જ પ્રશ્નની પ્રવૃત્તિ સંભવ છે. એનો જવાબ પણ સાત પ્રકારથી જ આપી શકાય છે. માટે એક વસ્તુના એક ધર્મને લઈને એક સપ્તભંગી બને છે. વસ્તુમાં અનંત ધર્મ છે એમની અપેક્ષાથી અનંત સપ્તભંગીઓ બની શકે છે. પરંતુ એક વસ્તુના એક ધર્મને લઈને એક જ સપ્તભંગી (સાત ભંગ) બની શકે છે.
જે વિધિ-નિષેધની કલ્પના પ્રમાણ વગેરેથી બાધિત છે તે સપ્તભંગીનો વિષય નથી બની શકતો માટે ‘અવિરુદ્ધ' વિશેષણ લગાવવામાં આવ્યું છે. તાત્પર્ય એ થાય છે કે એક વસ્તુના એક ધર્મને લઈને જે સાત પ્રકારથી પ્રશ્ન કરી શકાય છે અને એનો જે પ્રમાણથી
સપ્તભંગી
૨૦૩
Page #291
--------------------------------------------------------------------------
________________
અબાધિત જવાબ આપી શકાય છે. એમાં ‘કથંચિત્' શબ્દ જોડાયેલો હોય છે. તે જવાબ વિધિ રૂપ અને નિષેધ રૂપ હોઈ શકે છે. વિધિ અને નિષેધના અલગ-અલગ અને સમ્મિલિત વચનના પ્રકાર સાત જ થઈ (હોઈ) શકે છે. માટે એ વચન-પ્રયોગને સપ્તભંગી કહેવાય છે.
વિધિ અને નિષેધને લઈને સત્ ધર્મ વિષયક સાત ભંગ આ પ્રકારે બને છે ઃ (૧) સ્યાદ્અસ્તિ (૨) સ્યાદ્-નાસ્તિ (૩) સ્યાદ્સ્તિ-નાસ્તિ (૪) સ્યાદ્-અવક્તવ્ય (૫) સ્યાદસ્તિઅવક્તવ્ય (૬) સ્યાદ્-નાસ્તિ-અવક્તવ્ય (૭) સ્યાદ્સ્તિ-નાસ્તિ-અવક્તવ્ય.
આ સાત ભંગોમાં મૂળ ભંગ ત્રણ છે - (૧) સ્યાદ્-અરિત, (૨) સ્યાદ્-નાસ્તિ અને (૪) સ્યાદ્-અવક્તવ્ય. સ્યાદ્-અસ્તિ-નાસ્તિ, સ્યાદ્-અસ્તિ અવક્તવ્ય અને સ્યાદ્-અસ્તિ અવક્તવ્ય આ ત્રણેય ભંગ દ્વિસંયોગી છે. સ્યાદ્-અસ્તિ-નાસ્તિ-અવક્તવ્ય - આ ભંગ ત્રિસંયોગી છે. ભાગચંદ ભાગેન્દુએ એક લૌકિક ઉદાહરણ દ્વારા આ ભંગોને સમજાવવાનો પ્રયાસ કર્યો છે, તે નીચે પ્રમાણે છે :
મૂળ ત્રણ ભંગ
{ {
-
દ્વિસંયોગી ત્રણ ભંગ
સ્યાદ્-અસ્તિ
સ્યાદ્-નાસ્તિ
સ્યાદ્-અવક્તવ્ય સ્યાદ્-અસ્તિ-નાસ્તિ સ્યાદ્-અસ્તિ-અવક્તવ્ય સ્યાદ્-અસ્તિ-અવ્યક્તવ્ય સ્યાદ્-અસ્તિ-નાસ્તિ-અવક્તવ્ય લૌકિક પ્રયોગ
લૌકિક પ્રયોગ
૨૦૪
દ્વિસંયોગી ત્રણ ભંગ
લૌકિક પ્રયોગ
લૌકિક પ્રયોગ
લૌકિક પ્રયોગ
ત્રિસંયોગી એક ભંગ
સર્વ પ્રથમ તો આ ત્રણેય વસ્તુઓનો પૃથક્-પૃથક્ ઉપયોગ થઈ શકે છે. તત્પશ્ચાત્ એકને બીજામાં મિશ્રિત કરીને ઉપયોગ કરી શકાય છે, અને અંતમાં ત્રણેયને એક સાથે મિલાવીને કામમાં લઈ શકાય છે. જેમ કે (૧) મીઠું (૨) મરચું (૩) જીરું (૪) મીઠું-મરચું (૫) મીઠુંજીરું (૬) મરચું-જીરું કે (૭) મીઠું-મરચું-જીરું.*
{
ઉપર્યુક્ત ૭ ભંગો કે પ્રણાલીઓથી વસ્તુની વિવેચના સંભવ છે. એનાથી અધિક ભંગ સંભવ નથી.
* સુગમતાથી હૃદયગમ કરવા માટે એક વ્યાવહારિક ઉદાહરણ આ પ્રકાર છે મૂળ ત્રણ ભંગ
{
લૌકિક પ્રયોગ
લૌકિક પ્રયોગ
સ્યાદ્ અસ્તિ-નૃત સ્યાદ્ નાસ્તિ-અગ્નિ
મીઠું
મરચું
જીરું
સ્યાદ્ અવક્તવ્ય-પાષાણ
સ્યાદ્ અસ્તિ નાસ્તિ-કૃત અગ્નિ
સ્યાદ્ અસ્તિ નાસ્તિ-કૃત પાષાણ
મીઠું-મરચું
મીઠું-જીરું મરચું-જીરું અને મીઠું-મરચું-જીરું
સદ્ નાસ્તિ અવક્તવ્ય-અગ્નિ પાષાણ (સ્યાદ્ અસ્તિ-અવક્તવ્ય-અગ્નિ પાષાણ)
ત્રિસંયોગી એક ભંગ
નોંધ : ઉપર્યુક્ત કોષ્ટકોમાં એક જ ધૃતઃ (ઘો)માં સપ્તભંગીને ઘટાવતા એક સંયોગી-ત્રણ ભંગ, દ્વિસંયોગી-ત્રણ ભંગ તથા ત્રિસંયોગી-એક ભંગનું વિવરણ આપવામાં આવ્યું છે - જિજ્ઞાસુ સુગમતાથી સમજો. 'कालात्मरूप सम्बन्धा संसर्गोपक्रिये तथा I गुणिदेशार्थ शब्दश्चेत्यष्टौ कालादयः
स्मृताः ॥'
જિણધમ્મો
Page #292
--------------------------------------------------------------------------
________________
સાત ભંગોનો અર્થ
(૧) સ્યાદ્-અસ્તિ : ઘટ વગેરે પદાર્થ કથંચિત્ છે જ. એના અનંત ધર્મોમાંથી અસ્તિત્વ એક ધર્મ છે. એની અપેક્ષાથી કથંચિત્ રૂપથી ઘટનું અસ્તિત્વ છે જ. ‘સ્વાદ્ અસ્ત્યવ ઘટ: ' સ્વ-દ્રવ્ય, ક્ષેત્ર, ફળ, ભાવની અપેક્ષાથી ઘટનું અસ્તિત્વ છે જ. પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવની અપેક્ષાથી નથી. જેમ કે ઘડો દ્રવ્યથી માટીનો બનેલો છે, પિત્તળ વગેરેથી નહિ. ક્ષેત્રથી રતલામનો બનેલો છે, ઇન્દોરનો નહિ; કાળથી શરદ ઋતુનો બનેલો છે, વસંતનો નથી; ભાવથી કાળા રંગનો છે, લાલ રંગનો નહિ. જો એવું ન માનવામાં આવે તો ઘટ પર રૂપ થઈ જશે અને એના સ્વરૂપની હાનિનો પ્રસંગ પ્રાપ્ત થશે. તેથી કહેવાય છે કે - ‘સર્વમંત્રસ્તિ સ્વરૂપેા, પર વેળ નાસ્તિ = ' દરેક પદાર્થ સ્વરૂપથી અસ્તિત્વવાળો છે અને પરરૂપથી નાસ્તિત્વ સ્વભાવવાળો છે. આ પ્રથમ ભંગનો અર્થ સમજવો જોઈએ.
(૨) સ્યાદ્-નાસ્તિ : ઘટ વગેરે પદાર્થ કથંચિત્ નથી. પ્રથમ ભંગમાં સ્વરૂપથી સત્તાનું પ્રતિપાદન છે, જ્યારે આ ભંગથી પટ રૂપથી નાસ્તિત્વનું કથન છે. પદાર્થમાં પટ દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવની દૃષ્ટિએ જો નાસ્તિત્વ નહિ માનવામાં આવે, તો તે પટ રૂપથી પણ સત્ થઈ જશે. કારણ કે જે વસ્તુમાં જેનું નાસ્તિત્વ નથી હોતું, તે વસ્તુ તદ્ રૂપ થઈ જાય છે. આ ન્યાયથી એક જ વસ્તુના સ્વરૂપ બનવાની અનિષ્ટાપત્તિ પ્રાપ્ત થશે. જો ઘટ વગેરે સ્વદ્રવ્ય વગેરેથી અસ્તિત્વ રૂપ છે. એમ જ પટ વગેરે પર દ્રવ્ય વગેરેનું જો એમાં નાસ્તિત્વ નથી. તો તે ઘટ પટ રૂપ થઈ જશે. તેથી આ અનિષ્ટાપત્તિના નિરાકરણ હેતુ આ દ્વિતીય ભંગમાં કહ્યું છે કે ઘટ વગેરે વસ્તુ કથંચિત્ રૂપથી નાસ્તિત્વવાળી છે અર્થાત્ એમાં પર રૂપ દ્રવ્ય વગેરેનું નાસ્તિત્વ જોવા મળે છે. વસ્તુના પ્રતિ નિયત સ્વરૂપની સિદ્ધિ માટે વસ્તુમાં સ્વરૂપ સત્વની જેમ પરરૂપાસત્વ પણ માનવું જોઈએ. આ પરરૂપાસત્વ જ દ્વિતીય ભંગનો વિષય છે.
(3) સ્યાદસ્તિ-નાસ્તિ ઃ ઘટ વગેરે પદાર્થ સ્વરૂપ ચતુષ્ટય વગેરેની અપેક્ષાએ અસ્તિરૂપ છે. અને પર રૂપ ચતુષ્ટય વગેરેની અપેક્ષાએ નાસ્તિરૂપ છે. એ બંને વાતો અહીં ક્રમથી કહેવાઈ છે. તેથી આ ભંગ પ્રથમ અને દ્વિતીય ભંગોનો સંયોગી ભંગ છે. એમાં ક્રમશઃ વિધિ-નિષેધનું રૂપ રહેલું છે.
(૪) સ્યાદ્-વક્તવ્ય ઃ ઘટ વગેરે પદાર્થ સ્વ-દ્રવ્ય વગેરેની અપેક્ષાથી છે અને પરદ્રવ્ય વગેરેની અપેક્ષાથી નથી. આ વાતને વક્તા યુગપત્ - એક સાથે કહેવા માંગે છે. પરંતુ વિધિ-નિષેધને યુગપત્ બતાવનાર કોઈ શબ્દ નથી. માટે આ ભાવને ‘અવક્તત્વ’ શબ્દ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. શબ્દની ક્ષમતા સીમિત હોય છે. એક વારમાં એક જ ધર્મને બતાવી શકે છે અને ક્રમથી અનેક ધર્મોને, પરંતુ અહીં વક્તાની ઇચ્છા અનિયંત્રિત થઈ શકે છે. પરંતુ શબ્દની ક્ષમતા તો નિયંત્રિત છે માટે વિધિ-નિષેધને યુગપત્ કહેવાની ઇચ્છાને એક શબ્દ દ્વારા એક સાથે પ્રગટ નથી કરી શકાતી. તેથી એ ઇચ્છાને વ્યક્ત કરનાર (અવક્તવ્ય) શબ્દમાં એવો સંકેત કરવામાં આવ્યો છે. માટે ઘટ સ્યાદ્ અવક્તવ્ય છે.' આ
સપ્તભંગી
૨૦૫
Page #293
--------------------------------------------------------------------------
________________
ચોથો ભંગ થયો. ક્યાંક આ ચોથો ભંગ ત્રીજા ભંગના સ્થાનમાં છે અને ત્રીજો ભંગ ચોથાના સ્થાન પર. અર્થમાં કોઈ અંતર ન હોવાથી ક્રમ કોઈપણ હોઈ શકે છે.
(૫) -અસ્તિ-અવક્તવ્ય : પ્રથમ ક્ષણમાં સ્વચતુટ્યનું અસ્તિત્વ અને દ્વિતીય ક્ષણમાં યુગપતું સ્વ-પર-ચતુષ્ટય રૂપ અવક્તવ્યન ક્રમિક વિચક્ષા અને બંને સમયો ઉપર સામૂહિક દૃષ્ટિ હોવાથી ઘટ વગેરે વસ્તુ ચાતુ-અસ્તિ-અવક્તવ્ય ભંગનો વિષય બને છે. અર્થાતુ પ્રથમ અસ્તિત્વને અને તદનંતર અવક્તવ્યને ક્રમથી કહેવાની ઇચ્છા હોવી સ્યા અસ્તિ-અવક્તવ્ય છે. આ પ્રથમ અને ચતુર્થ ભંગનો સંયોગ છે.
(૬) સ્વાનાતિ-અવકતવ્ય : પ્રથમ ક્ષણમાં પર ચતુષ્ટયનું નાસ્તિત્વ અને દ્વિતીય ક્ષણમાં યુગપતુ સ્વ-પર ચતુષ્ટય રૂપ અવક્તવ્યને ક્રમિક વિચક્ષા અને બંને સમયો પર સામૂહિક દૃષ્ટિ હોવાથી ઘટ વગેરે વસ્તુ સ્યાત્ નાસ્તિ અવક્તવ્યનો વિષય બને છે. આ ભંગ દ્વિતીય અને ચતુર્થ ભંગનો સંયોગ છે.
(9) સ્વાત-અસ્તિ-નાસ્તિ-અવક્તવ્ય : પ્રથમ સમયમાં સ્વચતુષ્ટયના અસ્તિત્વની દ્વિતીય સમયમાં પર ચતુષ્ટયના નાસ્તિત્વની અને તૃતીય સમયમાં યુગવત્ સ્વ-પર ચતુષ્ટય રૂપ અવક્તવ્યની વિવક્ષા હોવાથી અને ત્રણેય સમયો પર સામૂહિક દૃષ્ટિ હોવાથી ઘટ વગેરે સ્યાદ્રઅસ્તિ-નાસ્તિ-અવક્તવ્ય રૂપ સપ્તમ ભંગનો વિષય હોય છે. આ તૃતીય અને ચતુર્થ ભંગનો સંયોગ છે.
સાત જ ભંગ કેમ? ઉક્ત સાત ભંગોમાંથી મૂળ ભંગ ત્રણ છે. સ-અસત્ અને અવક્તવ્ય. ગણિતના નિયમાનુસાર ત્રણના અપુનરુકત વિકલ્પ સાત જ હોઈ શકે છે, વધુ નહિ. તેથી ભંગોની સંખ્યા સાત જ કહેવાઈ છે. બીજી વાત એ છે કે વસ્તુના એક ધર્મને લઈને કરવામાં આવતા પ્રશ્ન સાત પ્રકારના જ હોઈ શકે છે. પ્રશ્ન સાત પ્રકારના જ કેમ હોય છે ? એનો જવાબ છે કે જિજ્ઞાસા સાત પ્રકારની હોય છે. જિજ્ઞાસા સાત પ્રકારની કેમ હોય છે ? આનો જવાબ છે કે સંશય સાત પ્રકારના હોય છે, તર્કજન્ય પ્રશ્નોની અધિકતમ સંભાવના કરીને સપ્તભંગીના સિદ્ધાંતને પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે.
સકલાદેશ - વિકલાદેશ આ સપ્તભંગી સકલાદેશ સ્વરૂપવાળી પણ છે અને વિકલાદેશ સ્વભાવવાળી પણ. પ્રમાણથી જાણેલી અનંત ધર્મવાળી વસ્તુને કાળ વગેરે દ્વારા અભેદની પ્રધાનતાથી અથવા અભેદના ઉપચારથી એક સાથે પ્રતિપાદન કરનાર વચન સકલાદેશ છે. પ્રમાણ વાક્યને સકલાદેશ કહે છે.*
* ાિત્મ રૂપ સંસfપ ક્રિયે તથા |
गुणिदेशार्थ शब्दश्चेत्यष्टौ कलादयः स्मताः ॥
(૨૭) 900000000000000જિણધામો)
૨૦૬
જિણાધમો
Page #294
--------------------------------------------------------------------------
________________
નયના વિષયભૂત વસ્તુ ધર્મને ભેદની પ્રધાનતાથી અથવા ભેદના ઉપચારથી ક્રમશઃ પ્રતિપાદન કરનાર વચન વિકલાદેશ છે. નય વાક્યને વિકલાદેશ કહે છે. સકલાદેશમાં દ્રવ્યાર્થિક નયની પ્રધાનતાના કારણે વસ્તુના અનંત ધર્મોનો અભેદ બતાવવામાં આવે છે,
જ્યારે વિકલાદેશમાં પર્યાયાર્થિક નયની પ્રધાનતાને લઈને વસ્તુના ધર્મોમાં કાળ વગેરેની અપેક્ષાથી ભેદ કરીને કથન કરવામાં આવે છે.
ઉક્ત રીતિથી સપ્તભંગી સ્યાદવાદનું વિશ્લેષણ કરનારી પદ્ધતિ છે. આ અનેકાંત વાદનો પ્રાણ છે.
આક્ષેપ પરિહાર પં. રાહુલ તથા પાશ્ચાત્ય વિદ્વાન જેકૉબીની ભ્રાંત-ધારણા - અનેકાંત અને સ્વાવાદનો સિદ્ધાંત પર્યાપ્ત ઊંડાઈ અને વાસ્તવિકતા પર આધારિત છે. આને પૂર્ણતઃ નહિ સમજવાના કારણે આ સિદ્ધાંતના વિશે અન્ય દાર્શનિકો અને સાધારણ લોકોમાં ઘણી ભ્રાંત-ધારણાઓ છે. જે લોકોએ આ સિદ્ધાંતોને ઉપર-ઉપરથી જ સાંભળ્યા છે કે સમજ્યા છે, એની ઊંડાઈમાં જવાનો એમણે પ્રયત્ન જ નથી કર્યો. એમણે આ સિદ્ધાંતને સાચા રૂપમાં સમજવાની કોશિશ નથી કરી અને પોતાની મનઃકલ્પિત ધારણાઓના આધારે એના ખોટા રૂપને સામે રાખીને એનું ખંડન કરવાનો પ્રયાસ કર્યો. એમની દૃષ્ટિમાં સ્યાદ્વાદનું ખોટું ચિત્ર રહ્યું અને એ જ આધારે એમણે પોતાની ભ્રાંત-ધારણાઓની સૃષ્ટિ કરી. કેટલાક લોકોએ ત્યાં સુધી કે સ્વયંને તત્ત્વચિંતક (Philosopher) માનનારોને પણ “સ્યાત્’ શબ્દને શાયદના રૂપમાં માની લીધો છે અને તે આ જ કારણથી સ્યાદ્વાદને સંશયવાદ, સંભાવનાવાદ કે અનિશ્ચયવાદ કહી દે છે. પરંતુ “ચાતુ' શબ્દનો અર્થ શાયદ, સંભવ કે કદાચિત નથી. કેટલાક લોકોએ આ શબ્દને અંગ્રેજી અનુવાદ (Perhaps, May be Probable) કર્યો છે, જે બિલકુલ ખોટો છે. “ચાતુને હિન્દીમાં કદાચ (શાયદ) માનીને એનો જ અંગ્રેજી અનુવાદ ઉક્ત શબ્દોમાં કરવામાં આવ્યો છે, જે મૂળ ખોટો છે.
“ચા” શબ્દનો અર્થ જૈનદર્શનમાં “ચા” શબ્દનો પ્રયોગ એક વિશેષ અર્થમાં કરવામાં આવ્યો છે. એનો અર્થ થાય છે - સાપેક્ષ, કથંચિતુ. સ્યાદ્વાદ સાપેક્ષતા(Theory of Relativity)નો સિદ્ધાંત છે. “સ્થા અનેકાંતનો દ્યોતક અવ્યય છે. આ અવ્યય આ અર્થને પ્રગટ કરે છે કે “એની સાથે જે કથન કરવામાં આવ્યું છે તે સાપેક્ષ છે અર્થાત્ એના સિવાય પણ ધર્મ આ પદાર્થમાં છે પરંતુ તે વિવક્ષિત નથી - ગૌણ છે. આ વિશિષ્ટ અર્થને સૂચિત કરવા માટે જૈનાચાર્યોએ “ચાતુ' શબ્દનો પ્રયોગ કર્યો છે. “ચાતુનો અર્થ કથંચિત્ હોય છે. આ વાક્યમાં જોડાઈને એ બતાવે છે કે જે વાત કહેવાય છે તે કોઈ વિશેષ દૃષ્ટિથી કહેવાય છે. “ચાતુને અનિશ્ચય બોધક સમજવું યુક્તિસંગત નથી. “ચાતુ” શ્રોતાને એ બતાવે છે કે વિવક્ષિત ધર્મની પ્રધાનતાથી કથન કર્યું છે, છતાં એમાં અવિવક્ષિત અનેક ધર્મોનું અસ્તિત્વ છે. આ મર્મને ન પકડીને [ સપ્તભંગી જે છે જે છે તે છે ૨૦]
Page #295
--------------------------------------------------------------------------
________________
ચાતુને કદાચ માનીને અનેક લોકોએ અને અનેક વિચારકોએ સ્યાદ્વાદના પ્રત્યે મોટો અન્યાય કર્યો છે. જૈનદર્શન ન તો અનિશ્ચયવાદી છે, ન અજ્ઞાનવાદી છે, ન સંશયવાદી છે અને ન બુદ્ધની જેમ અવ્યાકૃતવાદી જ છે. તે તો સ્પષ્ટ રૂપથી જે વસ્તુનું સ્વરૂપ તર્કસંગત તથા યુકિતસંગત છે, એનું પ્રતિપાદક છે.
શું આ અનિશ્ચય વાદ છે? ભગવાન મહાવીરના સમકાલીન સંજયવેલઢિપુત્ત અને બુદ્ધ વગેરે અન્ય તીર્થિક હતા. એમાં સંજયવેલઢિપુત્રનો સિદ્ધાંત બૌદ્ધ પંડિત રાહુલ સાંકૃત્યાયનના શબ્દોમાં આ રીતે છે -
“જો તમે પૂછો - “શું પરલોક છે?' તો જો હું સમજતો હોઉં કે પરલોક છે તો તમને બતાવું કે પરલોક છે. હું એવું પણ નથી કહેતો, તેવું પણ નથી કહેતો, બીજી રીતે પણ નથી કહેતો. હું એ પણ નથી કહેતો કે તે નથી, હું એમ પણ નથી કહેતો કે નથી. પરલોક નથી, પરલોક નથી નથી. પરલોક છે પણ અને નથી પણ, પરલોક ન છે અને ન નથી.” સંજયલઢિપુત્તના ઉક્ત વિચાર શત-પ્રતિશતું અજ્ઞાન અને અનિશ્ચયવાદને બતાવે છે.
જ્યારે આ પ્રકારનો પ્રશ્ન બુદ્ધથી કરવામાં આવ્યો તો એમણે જવાબ આપ્યો - “તે પ્રશ્ન અવ્યાકૃત છે.” અર્થાત્ આને જાણવો અનુપયોગી છે. આ રીતે બુદ્ધે આ પ્રશ્નને અવ્યાકૃત કહીને છોડી દીધો. જ્યારે આ પ્રશ્ન ભગવાન મહાવીરથી કરવામાં આવ્યો તો એમણે ખૂબ જ સ્પષ્ટ શબ્દમાં કહ્યું કે - “હાં, પરલોક છે. તે દ્રવ્ય દૃષ્ટિથી શાશ્વત છે અને પર્યાયદષ્ટિથી અશાશ્વત છે.”
બૌદ્ધ પંડિત રાહુલ અને ડૉ. જેકોબી વગેરેએ સ્યાદ્વાદ કે સપ્તભંગીને સંજય વેલઢિપુત્તના મતથી લીધેલો મનાય છે. માત્ર કેટલાક શબ્દો કે કેટલાક ભંગોની સદેશતાને લઈને આ પ્રકારનો નિષ્કર્ષ કાઢવો સર્વથા ખોટું છે. સંજયે ઉક્ત પ્રશ્નનો જે જવાબ આપ્યો તે સ્પષ્ટતા એના અજ્ઞાન અને અનિશ્ચયને બતાવે છે. એમણે સ્વયં કહ્યું : “હું જાણતો હોઉં તો બતાવું?” આ સ્વયં એના અજ્ઞાનની સ્વીકારોકિત છે. તે સ્વયં અનિર્ણયની સ્થિતિમાં હતો. બુદ્ધે આ પ્રશ્નને અવ્યાકૃત કહીને છોડી દીધો. મહાવીરે સ્પષ્ટ અને નિશ્ચિત જવાબ આપ્યો છે, જે એમના જ્ઞાન અને નિર્ણયના દ્યોતક છે. એવી સ્થિતિમાં સ્યાદ્વાદને સંજયના અજ્ઞાનવાદની નિષ્પત્તિ કેવી રીતે માની શકાય? ઉક્ત બંને વિદ્વાનો શબ્દોને સદેશતાને જોઈને ભ્રાંત નિર્ણય પર પહોંચે છે. જૈનદર્શનનો સ્યાદ્વાદ કે સપ્તભંગી સિદ્ધાંત કોઈથી લીધેલો સિદ્ધાંત નથી, અપિતુ આ તેના મૌલિક અને સ્વતંત્ર ચિંતનનું પરિણામ છે. અનેકાંત અને સ્યાદ્વાદ (સપ્તભંગીવાદ) જૈનદર્શનનું મૌલિક તત્ત્વ છે.
શંકરાચાર્યનો આક્ષેપ અને સમાધાન બ્રહ્મસૂત્ર'માં બાદરાયણે “નૈમિશ્ન સંભવી' (૨-૨-૩૩) સૂત્ર દ્વારા અનેકાંતનું ખંડન કરતાં કહ્યું છે કે - “એક વસ્તુમાં અનેક ધર્મ નથી હોતા.” શ્રી શંકરાચાર્યજીએ (૨૮)))) )))))))), જિણધમો)
Page #296
--------------------------------------------------------------------------
________________
આના વિશે ‘શાંકર ભાષ્ય' લખ્યું છે અને એમાં સ્યાદ્વાદને એ કહીને અસંગત બતાવ્યું છે કે એક વસ્તુમાં પરસ્પર વિરોધી અનેક ધર્મ નથી રહી શકતા જેમ કે એક જ વસ્તુ ઠંડી કે ગરમ નથી હોઈ શકતી. ને સ્યાદ્વાદમાં વિરોધ-દોષના સાથે સંશય-દોષ પણ બતાવે છે, ‘એવું પણ છે અને તેવું પણ છે' - એવું કહેવાથી વસ્તુના સ્વરૂપના વિષયમાં સંશય રહે છે, નિર્ણય નથી થઈ શકતો. માટે સ્યાદ્વાદનો સિદ્ધાંત અસંગત છે.
-
શ્રી શંકરાચાર્યએ સ્યાદ્વાદના મર્મને સમજ્યા વગર જ એની આલોચના કરી નાખી છે. એમણે સ્યાદ્વાદના જે સ્વરૂપનું ખંડન કર્યું છે તે સ્યાદ્વાદનું સાચું સ્વરૂપ છે જ નહિ, વિરોધી ધર્મોને એકત્ર માની લેવો એ જ સ્યાદ્વાદ નથી. સ્યાદ્વાદનો અર્થ છે - ભિન્નભિન્ન અપેક્ષાથી પદાર્થમાં ભિન્ન-ભિન્ન વેદાંતના આચાર્યે ઉપેક્ષિત કર્યો માટે તે સંભવત્: સ્યાદ્વાદના સાચા સ્વરૂપને ન જાણી શક્યા. ભિન્ન-ભિન્ન અપેક્ષાથી એક જ પદાર્થમાં વિરોધી ધર્મ રહી શકે છે, એમાં કોઈ વાંધો ન હોઈ શકે. જેમ કે એક જ વ્યક્તિ પોતાના પુત્રનો પિતા છે અને પોતાના પિતાનો પુત્ર છે, માટે એમાં પિતૃત્વ અને પુત્રત્વ બંને ધર્મ ભિન્નભિન્ન અપેક્ષાથી રહે છે. એમાં શું વિરોધ અને શું અસંગતિ હોઈ શકે છે ? વિરોધ કે અસંગતિ તો ત્યા૨ે થાય જ્યારે એક જ અપેક્ષાથી પિતૃત્વ અને પુત્રત્વ માનવામાં આવે. તે જેનો પુત્ર છે, એને જ પિતા માનવામાં આવે તો તે અસંગત છે. ભિન્ન-ભિન્ન અપેક્ષાથી ભિન્ન-ભિન્ન ધર્મ સ્વીકાર કરવાથી વિરોધ નથી થતો, પણ પદાર્થના યથાર્થ સ્વરૂપની પ્રતીતિ થાય છે. માટે શ્રી શંકરાચાર્ય દ્વારા આરોપિત વિરોધ કે સંશય દોષનો વાસ્તવિક અનેકાંતમાં કોઈ અવકાશ નથી. તેથી સ્યાદ્વાદ સંશયવાદ કે વિરોધીવાદ નથી, પણ એક યુક્તિસંગત, તર્કસંગત તથા સત્ય સિદ્ધાંત છે.
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને ઇન્ડિયન ફિલૉસૉફી(જિલ્દ ૧, પૃ-૩૦૫-૬)માં સ્યાદ્વાદના વિષયમાં લખ્યું છે કે - “એનાથી આપણને માત્ર આપેક્ષિક અથવા અર્થસત્યનું જ જ્ઞાન થઈ શકે છે. સ્યાદ્વાદથી આપણે પૂર્ણ સત્યને નથી જાણી શકતા. બીજા શબ્દોમાં સ્યાદ્વાદ આપણને અર્ધસત્યોની પાસે લાવીને પટકી દે છે અને એ જ અર્ધસત્યોને પૂર્ણ સત્ય માની લેવાની પ્રેરણા કરે છે, પરંતુ માત્ર નિશ્ચિત-અનિશ્ચિત અર્ધસત્યોને મિલાવીને એક સાથે રાખી દેવાથી તે પૂર્ણ સત્ય નથી કહેવાતું” વગેરે.
ડૉ. રાધાકૃષ્ણનનું ઉક્ત કથન અને નિષ્કર્ષ સાચું નથી. એમનો આ આરોપ સાચો નથી કે સ્યાદ્વાદથી અર્ધસત્યનું જ જ્ઞાન થાય છે. એનાથી આગળ વધીને એ કહેવું ઉચિત હશે કે સ્યાદ્વાદ દ્વારા જ વસ્તુનું પૂર્ણ જ્ઞાન થઈ શકે છે. સ્યાદ્વાદનો આધાર લીધા વિના જે વસ્તુનું જ્ઞાન થાય છે તે આંશિક, અપૂર્ણ અને અર્ધસત્ય હોય છે. વસ્તુમાં અનંત ધર્મ જ્યારે પ્રમાણ દ્વારા સિદ્ધ થાય છે, તો એને કેવી રીતે નકારી શકાય છે. ડૉ. સર્વપલ્લી સાહેબ વેદાંતના સંપૂર્ણ અભેદ પક્ષના સમર્થક છે. એમની દૃષ્ટિમાં વિશ્વના ચેતન-અચેતન પદાર્થ એક જ સત્ની - પરબ્રહ્મની પર્યાય છે. આ કેવી રીતે સંભવ છે કે ચેતન અને અચેતન બંને જ એક સત્ના પર્યાય છે. આ અભેદ કલ્પના કાલ્પનિક જ છે. વસ્તુ સ્થિતિથી તો
સપ્તભંગી
૨૦૯
Page #297
--------------------------------------------------------------------------
________________
વિશ્વના બધા પદાર્થો પોત-પોતાની સત્તા મૌલિક રૂપમાં બનાવેલી છે. હા, સંગ્રહનયની અપેક્ષાથી કથંચિત્ રૂપથી તે એવું કહે તો તે યથાર્થ હોઈ શકે છે. સ્યાદ્વાદનો આશ્રય લેવાથી જ વેદાંતનો અદ્વૈતવાદ સિદ્ધ થઈ શકે છે અન્યથા નહિ. તેથી આ કહેવું કે સ્યાદ્વાદ આપણને અર્ધસત્યો પાસે લાવીને પટકી દે છે, સત્યથી દૂર છે. વાસ્તવિકતા એ છે કે સ્યાદ્વાદ આપણને પૂર્ણ-સત્યની પાસે પહોંચાડી દે છે.
આ આશયથી મળતા-ભળતા અન્ય આક્ષેપ પણ છે, જેમનું સમાધાન પણ ઉક્ત સમાધાનોથી મળતું-ભળતું જ છે, તેથી એમની સૂક્ષ્મ ચર્ચા અહીં નથી કરવામાં આવતી. ઉપસંહારમાં એટલું કહેવું પર્યાપ્ત છે કે જૈનદર્શનનો આ અનેકાંત સિદ્ધાંત સમસ્ત દાર્શનિક અને વ્યાવહારિક વિવાદોનું યુતિસંગત સમાધાન પ્રસ્તુત કરી દે છે. આ સમન્વય સિદ્ધાંતના મહાસાગરમાં બધા વિવાદ આ જ રીતે વિલીન થઈ જાય છે. જેમ કે સમુદ્રમાં પહોંચીને ભિન્ન-ભિન્ન સરિતાઓનો પ્રવાહ. આચાર્યે સિદ્ધસેને કહ્યું છે -
"उदधाविव सर्वसिन्धवः समुदीर्णास्त्वयि नाथ ! दृष्टयः ।
न च तासु भवान् प्रदृश्यते प्रविभक्तासु सरित्स्विवोदधिः ॥" આ છે જેન-સિદ્ધાંતનું ઉદાર, વ્યાપક અને સમન્વય શીલ સ્યાદ્વાદ મહાસિદ્ધાંત. આ સુસંગત સિદ્ધાંત દ્વારા વિવિધતામાં એકતા અને એકતામાં વિવિધતાના દર્શન કરાવીને જૈન ધર્મે વિશ્વને નવું માર્ગદર્શન આપ્યું છે.
४१
(જીવ તત્વ : એક વિવેચન)
સમ્યગ્દર્શન અને સમ્યગુજ્ઞાનના પ્રકરણમાં કહ્યું છે કે - “તત્ત્વો પર યથાર્થ શ્રદ્ધા કરવી સમ્યગ્દર્શન છે અને તત્ત્વોની સાચી-સાચી જાણકારી હોવી સમ્યગુજ્ઞાન છે. તો સહજ જ જિજ્ઞાસા થાય છે કે તત્ત્વ શું છે અને તે કેટલાં છે ? તત્ત્વોનું યથાર્થ જ્ઞાન અને એના પર યથાર્થ પ્રતીતિ (વિશ્વાસ-શ્રદ્ધા) હોવાથી જ આધ્યાત્મિક વિકાસનું દ્વાર ખૂલે છે. અર્થાત્ મોક્ષની મંજિલ તરફ આત્માનું પહેલું પગથિયુ વધે છે. તેથી આત્માના અભ્યત્થાન માટે તત્ત્વજ્ઞાન કરવું પરમ આવશ્યક છે. મુમુક્ષુ સાધકને મોક્ષમાર્ગ ઉપર ચાલવા માટે પ્રકાશની આવશ્યકતા રહે છે. તત્ત્વજ્ઞાનનો પ્રકાશ જો એની સાથે છે, તો તે જ્યાં-ત્યાં ભટકી નહિ શકે અને મોક્ષના રાજમાર્ગ ઉપર આસાનીથી પગલાં ભરતાં આગળ ચાલે છે. જો મુમુક્ષુ આત્માની સાથે તત્ત્વજ્ઞાનનો આલોક નથી તો અંધકારમાં ભટકી જવાની બધી સંભાવનાઓ રહે છે. માટે પ્રત્યેક મુમુક્ષુ આત્માને તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ હોવું જોઈએ, જેથી તે પોતાનું સાધ્ય નિશ્ચિત કરીને તેને પ્રાપ્ત કરવા માટે ઉપાયોનું અવલંબન લેતાં પોતાની મંજિલની તરફ આસાનીથી ચાલે છે.
(૮૦)
SSS
BX જિણધામો |
Page #298
--------------------------------------------------------------------------
________________
તત્ત્વ' શબ્દનો અર્થ થાય છે - સાર. અહીં મોક્ષમાર્ગમાં એ જ અર્થ અભિપ્રેત છે. એમ તો તત્ત્વનો અર્થ સામાન્ય રૂપથી અનાદિ-અનંત સ્વતંત્ર મૌલિક પદાર્થ પણ કરવામાં આવે છે, પરંતુ પ્રસ્તુત પ્રકરણમાં તત્ત્વથી અર્થ છે મોક્ષમાર્ગમાં ઉપયોગી તે તથ્યો જેમને જાણવા જરૂરી છે. મોક્ષમાર્ગમાં જે તથ્યોની આવશ્યકતા હોય છે, તે જ અધ્યાત્મની દૃષ્ટિએ સારભૂત છે, માટે એમને જ “તત્ત્વ'ની સંજ્ઞા આપી છે. જૈન શાસ્ત્રોએ એવાં નવ તત્ત્વો બતાવ્યાં છે, જેનું મોક્ષમાર્ગમાં ખૂબ જ મહત્ત્વ છે અને જેને જાણવું પ્રત્યેક મુમુક્ષુ માટે ખૂબ જ આવશ્યક છે. “સ્થાનાંગ સૂત્ર'ના નવમા સ્થાનમાં કહ્યું છે -
नव सब्भावपयत्था पण्णत्ता, तं जहा-जीवा अजीवा, पुण्णं, पावो, आसवो, संवरो, निज्जरा, बन्धो मुक्खो ।
- ઠાણાંગ, ઠાણા-૯, સૂત્ર-૬૬૫ સદ્ભાવ પદાર્થ અર્થાત્ તત્ત્વ નવ કહેવાયા છે - જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્ટવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. આચાર્ય ઉમાસ્વાતિએ “તત્ત્વાર્થ સૂત્ર'માં સાત તત્ત્વ બતાવ્યાં છે - जीवाजीवास्त्रवबन्धसंवरनिर्जरामोक्षास्तत्त्वम् ।
- તત્ત્વાથ, અ-૧,ટૂ-૪ તત્ત્વ સાત છે - જીવ, અજીવ, આમ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ - આગમોક્ત પુણ્ય અને પાપ તત્ત્વને આસ્રવ કે બંધ તત્ત્વના અંતર્ગત માનીને તત્ત્વાર્થ સૂત્રકારે સાત તત્ત્વો કહ્યા છે. સૂત્રકારે પુણ્ય અને પાપ તત્ત્વને ક્રમશઃ શુભ આસ્રવ અને અશુભ આસ્રવ કે શુભ બંધ અને અશુભ બંધ માનીને એમનો પૃથક નિર્દેશ નથી કર્યો. એનાથી પુણ્ય-પાપની તાત્વિકતામાં કોઈ અંતર નથી આવતું. માત્ર નિર્દેશનું અંતર છે. માટે જૈન પરંપરામાં પ્રાયઃ નવ તત્ત્વોનો જ સ્થાન-સ્થાન પર ઉલ્લેખ મળે છે.
આ નવ તત્ત્વોનું ક્રમશઃ વર્ણન કરવું અભીષ્ટ છે. તેથી યથાસ્થાન એમની પરિભાષા અને ભેદ વગેરેનું કથન કરવામાં આવશે. અહીં સૌપ્રથમ જીવ તત્ત્વનું નિરૂપણ કરવામાં આવે છે.
જીવ એક સ્વતંત્ર મૌલિક તત્ત્વ છે. એમનું લક્ષણ ઉપયોગ કે ચેતના છે. આ ચૈતન્ય જીવનો અસાધારણ ગુણ છે. આ અસાધારણ લક્ષણ દ્વારા તે અન્ય સમસ્ત જડ દ્રવ્યોથી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ રાખે છે. આગમમાં કહ્યું છે -
“વમો નવો નવે”. ભગવતી શતક-૨, ઉદ્દે-૧૦
“Mવો ૩વા ન#િg ”- ઉત્તરા., એ.-૨૮, ગાથા-૧૦ તત્ત્વાર્થ સૂત્ર'માં કહ્યું છે - ઉપયોો નક્ષ ”
- તત્ત્વાર્થ, અ-૨, સૂ-૮
[જીવ તત્ત્વ ઃ એક વિવેચન .00 0.00 000 0.0(૨૮૧)
Page #299
--------------------------------------------------------------------------
________________
જીવનનું લક્ષણ ઉપયોગ છે. જીવની ચેતન-પરિણતિને ઉપયોગ કહે છે. જે તત્ત્વમાં ચેતના જોવા મળે છે તે જીવ દ્રવ્ય છે. વ્યાકરણ અનુસાર ‘નીતિ દ્રવ્ય-ભાવ પ્રાગૈરિતિ નીવ:' જે દ્રવ્ય અને ભાવ પ્રાણોથી જીતાય છે તે જીવ છે. પાંચ ઇન્દ્રિયો, મન-વચન-કાયા, શ્વાસોચ્છ્વાસ અને આયુષ્ય એ દસ દ્રવ્ય-પ્રાણ છે અને જ્ઞાન-દર્શન-સુખ અને વીર્ય એ ચાર ભાવ-પ્રાણ છે. આ બંને પ્રકારના પ્રાણોથી જે જીવતો રહે છે, તે જીવ છે. જે જીવતો હતો, જે જીવે છે, જે જીવશે, તે જીવ છે. જીવ હંમેશાં જીવિત રહેનારો છે.
જીવનું સ્વરૂપ બતાવતાં કહ્યું છે -
जीवो उवओगमओ अमुक्तिकत्ता सदेह परिमाणो । भोत्ता संसारत्थो सिद्धो सो विस्ससोड्ढगई ॥
દ્રવ્ય સંગ્રહ, ગાથા-૨ અર્થાત્ - જીવ ઉપયોગરૂપ છે, અમૂર્ત છે, કર્તા છે, સ્વદેહ પરિમાણ છે, ભોક્તા છે, સંસારી છે, સિદ્ધ છે તથા સ્વભાવથી ઊર્ધ્વગમન કરનાર છે.
જીવની સિદ્ધિ
‘ન્યાય-શાસ્ત્ર'નો સિદ્ધાંત છે કે પતિ મિનિ ધર્માં વિજ્યન્તે ।' ધર્મીના હોવાથી જ એના ધર્મોનો વિચાર કરવામાં આવે છે. મૂળના હોવાથી જ શાખાઓનું અસ્તિત્વ સંભવ છે. તેથી પહેલાં જીવ(આત્મા)ની વિવિધ પ્રમાણોથી સિદ્ધિ કરવી અપેક્ષિત છે.
આત્માની સિદ્ધિમાં સ્વાનુભૂતિ સૌથી મોટું પ્રમાણ છે. સ્વાનુભૂતિથી આત્મ-તત્ત્વની સિદ્ધિ સહજતાથી થાય છે. પ્રત્યેક વ્યક્તિને પોતાના અસ્તિત્વની અનુભૂતિ થાય છે. દરેક આ અનુભવ કરે છે કે ‘હું છું.’ કોઈ પ્રાણીને આ અનુભવ કદી હોતો નથી કે ‘હું નથી.’ સ્વના અસ્તિત્વની આ અનુભૂતિ જીવના અસ્તિત્વને પ્રમાણિત કરે છે. ‘હું સુખી છું’ અથવા ‘હું દુ:ખી છું’ એવું સ્વસંવેદન પ્રત્યેક પ્રાણીને થાય છે. કોઈપણ જડ પદાર્થ એવી અનુભૂતિ નથી કરી શકતો. ઘટ-પટ વગેરે જડ પદાર્થોને ક્યારેય આ અનુભવ નથી થતો કે ‘તે છે કે તે સુખી-દુઃખી છે.' આ સ્વસંવેદન ચેતન તત્ત્વમાં જ જોવા મળે છે. ચેતના જીવનો ધર્મ છે. તેથી જીવના ચેતના ગુણનો અનુભવ પ્રત્યક્ષ હોવાના કારણે અસ્તિત્વની સિદ્ધિ પ્રત્યક્ષ પ્રમાણથી થઈ જાય છે. ઘટ વગેરેના પ્રત્યક્ષ પણ એના રૂપ વગેરે ગુણના પ્રત્યક્ષના કારણે માનવામાં આવે છે. આ રીતે આત્માના ચૈતન્ય ગુણના પ્રત્યક્ષ હોવાથી આત્માનો પણ પ્રત્યક્ષ સ્વયમેવ સિદ્ધ થઈ જાય છે.
સંસારમાં પ્રતિપક્ષી બે તત્ત્વોમાં જોવા મળવું પ્રત્યક્ષ પ્રમાણ સિદ્ધ છે. જેમ સુખ-દુઃખ, બંધ-મોક્ષ ધનવાન-નિર્ધન, જ્ઞાની-અજ્ઞાની, ચર-અચર, ક્ષર-અક્ષર વગેરે. જડ પુદ્ગલોનું અસ્તિત્વ સર્વમાન્ય છે. એમનું પ્રતિપક્ષી તત્ત્વ પણ હોવું જોઈએ. જે જડ અચેતન પુદ્ગલોનું પ્રતિપક્ષી તત્ત્વ છે, એ જ ચેતનાશીલ જીવ કે આત્મા છે.
૨૮૨
જિણધમ્મો
Page #300
--------------------------------------------------------------------------
________________
ચાર્વાકદર્શન અને એમનું ખંડના ચાર્વાકદર્શનના પ્રણેતા બૃહસ્પતિ આત્મા કે જીવના અસ્તિત્વને નકારે છે. એમનું મંતવ્ય છે કે - “શરીરથી ભિન્ન કોઈ જીવ કે આત્મા નથી. પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુરૂપ ભૂત ચતુષ્ટયની વિશિષ્ટ રાસાયણિક પ્રક્રિયાથી શરીરમાં ચૈતન્યની ઉત્પત્તિ થઈ જાય છે.” જેમ કે મહુડા વગેરે માદક તત્ત્વોના સંયોગથી દારૂ બને છે, અને એમાં માદક શક્તિ સ્વયં પ્રગટ થઈ જાય છે. એ જ રીતે ભૂત ચતુષ્ટયના વિશિષ્ટ સંયોગથી ચૈતન્ય શક્તિ ઉત્પન્ન થઈ જાય છે. જ્યારે એ ભૂત ચતુય કાયાકાર રૂપમાં પરિણત થાય છે, તો એનાથી ચૈતન્ય અભિવ્યક્ત થઈ જાય છે. જે રીતે જળથી બુબુદ્દ પ્રગટ થાય છે, એમ જ ભૂતોથી ચૈતન્ય પ્રગટ થાય છે. માટે ચૈતન્ય ગુણના કારણે આત્માના પૃથક અસ્તિત્વને સિદ્ધ નથી કરી શકાતું. ચેતન્ય આત્માનો ધર્મ ન થઈને શરીરનો જ ધર્મ છે. માટે જીવનની ધારા ગર્ભથી લઈને મરણપર્યંત ચાલે છે. મરણ કાળમાં શરીર યંત્રમાં વિકૃતિ કે જવાથી જીવન શક્તિ સમાપ્ત થઈ જાય છે. માટે શરીરથી ભિન્ન કોઈ આત્મ દ્રવ્ય નથી. શરીર અને ચૈતન્ય રૂપ આત્મા એક જ છે. જે શરીર છે, એ જ જીવ છે અને જે જીવ છે, એ જ શરીર છે.”
જે રીતે દીવાલ પર અંકિત કરેલું ચિત્ર દીવાલ વગર ટકી શકતું નથી, ના તો બીજી દીવાલ પર જાય છે, ન તે બીજી દીવાલથી આવ્યું છે, પરંતુ દીવાલ પર જ ઉત્પન્ન થયેલું છે અને દીવાલમાં જ લીન થઈ જાય છે. એ જ રીતે ચૈતન્ય ગુણ રૂપ આત્મા શરીરમાં જ ઉત્પન્ન થાય છે અને શરીરમાં જ લીન થઈ જાય છે. ના તો તે ક્યાંય બીજા લોકમાંથી આવેલું છે અને ના ક્યાંય બીજા લોકમાં જાય છે. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી સંવેદના છે, એના પછી એનો અભાવ થઈ જાય છે. માટે પરલોકમાં જવા-આવવા આત્મા નામની કોઈ ચીજ નથી.
ચેતન્ય ભૂતોનો ધર્મ નથી ચાર્વાકનું ઉપર્યુક્ત મંતવ્ય અને દર્શન નિતાંત મિથ્યા છે. ચૈતન્ય, ચેતના-શક્તિનું જ પરિણામ (ગુણ) હોઈ શકે છે, કોઈ જડ વસ્તુનું નહિ. ભૂત ચતુષ્ટય જડ છે, તેથી એનાથી ચૈતન્યની અભિવ્યક્તિ કેવી રીતે માની શકાય છે? ભૂતોમાં પૃથ્વીના ગુણ કાઠિન્ય (કઠણતા) અને આધાર આપવો છે, પાણીનો ગુણ દ્રવ્યત્વ છે, તેજનો ગુણ પાચન છે, વાયુનો ગુણ ચાલવાનો છે (પંચ ભૂતવાદની અપેક્ષા આકાશનો ગુણ સ્થાન આપવો છે) એ ગુણ ચૈતન્યથી ભિન્ન છે. ચૈતન્યથી ભિન્ન ગુણવાળા પદાર્થોના સમુદાયથી ચૈતન્યની અભિવ્યક્તિ કેવી રીતે થઈ શકે છે ? જેમ કે બાલુકા(રેતી)ના સમુદાયથી તેલની ઉત્પત્તિ થઈ શકતી નથી, એમ જ અન્ય ગુણવાળા પદાર્થોના સમુદાયથી ચૈતન્યની અભિવ્યક્તિ કેવી રીતે થઈ શકે છે? જેમ રેતીના સમુદાયથી તેલની ઉત્પત્તિ નથી થઈ શકતી એમ જ અન્ય ગુણવાળા પદાર્થોના સમુદાયથી અન્ય નવીન ગુણની ઉત્પત્તિ કે અભિવ્યક્તિ નથી થઈ શકતી. રેતીમાં સ્નિગ્ધત્વનો અભાવ છે, તો એના સમુદાયથી અન્ય નવીન ગુણની ઉત્પત્તિ કે અભિવ્યકિત નથી થઈ શકતી. રેતીમાં સ્નિગ્ધત્વનો અભાવ છે તો એના સમુદાયથી સ્નિગ્ધત્વ ગુણવાળું દૂ જીવ તત્ત્વઃ એક વિવેચન કરે
૨૮૩)
Page #301
--------------------------------------------------------------------------
________________
તેલ પ્રગટ થતું નથી. એમ જ પંચ મહાભૂતોમાં અલગ-અલગ ચૈતન્ય ન હોવાથી એમના સમુદાયથી ચૈતન્યની અભિવ્યક્તિ નથી થઈ શકતી. જેમ કે ઘટ-પટના સમુદાયથી સ્તંભનો આવિર્ભાવ નથી થઈ શકતો, એમ જ ભૂતોથી ચૈતન્યનો આવિર્ભાવ નથી થઈ શકતો. શરીરમાં ચૈતન્ય ગુણની ઉપલબ્ધિ થાય છે, તેથી એ સિદ્ધ થાય છે કે ચૈતન્ય આત્માનો ધર્મ છે.
કહી શકાય છે કે જેમ કિવ (મહુડો), ઉદક વગેરે મદ્યનાં અંગોમાં અલગ-અલગ માદક શક્તિ ન હોવા છતાં પણ જ્યારે એમનો સંયોગ થાય છે, તો એમાં માદક શક્તિ પ્રગટ થઈ જાય છે, એમ જ ભૂતોમાં અલગ-અલગ ચૈતન્ય ન હોવા છતાંય તે સમુદાયમાં કાયાકાર પરિણત હોવાની દિશામાં પ્રગટ થઈ જાય છે.
ઉક્ત કથન સમુચિત નથી. મધના પ્રત્યેક અંગમાં આંશિક ઉક્ત કથન સમુચિત નથી. મધના પ્રત્યેક અંગમાં આંશિક મદ શક્તિ ન હોય તો તે સમુદાયમાં નથી આવી શકતી. કિવમાં ભૂખ દૂર કરવા અને માથામાં ચક્કર પેદા કરવાની શક્તિ હોય છે. જળમાં તૃષા દૂર કરવાની શક્તિ છે. એ બધી આંશિક શક્તિઓ જ્યારે મળે છે ત્યારે સમ્મિલિત માદક શક્તિ બની શકે છે, અન્યથા નહિ. પૃથક પૃથક્ ભૂતોમાં ચૈતન્ય માન્યા વગર સમુદિત ભૂતોથી ચૈતન્ય પ્રગટ નથી થઈ શકતું.
જો ચૈતન્યને ભૂતોના ગુણ માનવામાં આવે તો કોઈનું મરણ ન થવું જોઈએ, કારણ કે મૃત-શરીરમાં પણ પંચ ભૂતોનું અસ્તિત્વ હોય છે, તે પંચભૂત ત્યાં કાયાકાર રૂપમાં છે, પરંતુ ત્યાં ચૈતન્ય નથી જોવા મળતું. મૃત-શરીરમાં વાયુ અને અગ્નિ નથી, તે નહિ કરી શકાતું, કારણ કે મૃત-શરીર ફૂલેલું જોવાય છે, જે વાયુનો સદ્ભાવ સિદ્ધ કરે છે તથા મૃતશરીરમાં મવાદ જોવાય છે, જે અગ્નિનું કાર્ય છે. માટે અગ્નિ ભૂત પણ ત્યાં જોવા મળે છે. પંચ ભૂતોના રહેતાં પણ મૃત-શરીરમાં ચૈતન્યને નથી જોઈ શકાતો. એ સિદ્ધ કરે છે કે ચૈતન્ય ભૂતોનો ધર્મ નથી. લેપ્ય પ્રતિમામાં બધા ભૂતોનો સર્ભાવ હોવા છતાંય એમાં જડતા જ જોવા મળે છે. એમાં ચૈતન્ય નથી જોવાતો, તેથી ખરેખર સિદ્ધ થઈ જાય છે કે ચૈતન્ય ભૂતોનો ગુણ નથી. છતાં આત્માનો ધર્મ છે. આત્માના ચૈતન્ય ગુણના પ્રત્યક્ષ હોવાથી આત્માનું પ્રત્યક્ષ સ્વયં સિદ્ધ છે, કારણ કે ગુણ અને ગુણી કથંચિત્ અભિન્ન છે. માટે આત્માના પ્રત્યક્ષ પ્રમાણથી ગ્રહણ થવું સિદ્ધ થાય છે.
અહં આત્મનિષ્ઠ છે પૂર્વમાં “અહં' પ્રત્યક્ષ રૂપ સ્વાનુભૂતિ અને સ્વસંવેદન પ્રત્યક્ષથી આત્માની સિદ્ધિ કરવામાં આવી છે. જો કોઈ કહે કે - “તે “અહં' પ્રત્યય શરીર નિષ્ઠ છે, શરીર જ સુખ-દુઃખનો અનુભવ કરે છે.” તો તે કથન ભ્રાંત છે. જો “અહં'થી શરીરનો નિર્દેશ થાય તો “મારું શરીર આ પ્રકારની પ્રતીતિ ન થવી જોઈએ. કોઈપણ વ્યક્તિને “હું શરીર છું' એવી પ્રતીતિ નથી થતી. બધાને “મારું શરીર’ આ રૂપની પ્રતીતિ થાય છે. એનાથી પ્રતીત થાય છે કે આ શરીરનો કોઈ અધિષ્ઠાતા છે. જેમ કે “મારું ધન” કહેવાથી ધન અને ધનવાળો અલગ-અલગ લાગે
(૨૮૪) 000000000000000 જિણધામો
Page #302
--------------------------------------------------------------------------
________________
છે, એમ જ ‘મારું શરીર' કહેવાથી શરીર અને એનો સ્વામી અલગ-અલગ પ્રતીત થાય છે. જે શરીરનો સ્વામી છે, એ જ સ્વામી છે અને એ જ ‘અહં’ પ્રત્યયથી નિર્દિષ્ટ છે. પ્રાણીમાત્રને થનારો આ ‘અહં' પ્રત્યય આત્માની પ્રત્યક્ષતા સિદ્ધ કરનાર પ્રબળ પ્રમાણ છે.
છતાં ચાર્વાકદર્શન અનુમાનને પ્રમાણ નથી માનતો. તે માત્ર પ્રત્યક્ષને જ પ્રમાણ માને છે, પરંતુ અનુમાનની પ્રમાણતાને પહેલાં જ્ઞાન પ્રકરણમાં સિદ્ધ કરવામાં આવ્યું છે. અનુમાનને પ્રમાણ માન્યા વગર બીજાના અભિપ્રાયોનું જ્ઞાન સંભવ જ નથી. જ્યારે વ્યક્તિ બીજાના અભિપ્રાયને સમજી શકે છે, તો જ એની સામે કોઈ વાતનું પ્રતિપાદન કરવું ઉચિત થઈ શકે છે. જો શ્રોતા વક્તાના અભિપ્રાયને ન સમજે તો એના સામે બોલવાનો કોઈ અર્થ નથી રહેતો. ચાર્વાકને પોતાની વાત સમજાવવા માટે શબ્દનો આશ્રય લેવો પડે છે. અનુમાનને પ્રમાણ માન્યા વગર શબ્દોનો કોઈ ઉપયોગ કે લાભ નથી રહેતો. પ્રત્યક્ષ જ્ઞાન તો સ્વાનુભૂતિ સુધી જ સીમિત છે. તે મૂક હોય છે. માટે પોતાની વાત સમજાવવા માટે પ્રત્યેક વ્યક્તિએ અનુમાનનો સહારો લેવો જ પડે છે. એવી સ્થિતિમાં અનુમાનને પ્રમાણ માનવું જ પડે છે. અનુમાન-પ્રમાણથી આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. તે અનુમાન આ પ્રકારે છે.
અનુમાનથી આત્મસિદ્ધિ
(૧) આત્માનું અસ્તિત્વ છે, કારણ કે એનો અસાધારણ ગુણ ચૈતન્ય જોવા મળે છે. જેનો અસાધારણ ગુણ જોવા મળે છે, એનું અસ્તિત્વ અવશ્ય હોય છે, જેમ કે ચક્ષુરિન્દ્રિય. ચક્ષુ સૂક્ષ્મ હોવાથી સાક્ષાત્ (પ્રત્યક્ષ) દેખાતું નથી, પરંતુ અન્ય ઇન્દ્રિયોથી ન થનાર રૂપ વિજ્ઞાનને ઉત્પન્ન કરવાની શક્તિથી એનું અનુમાન થાય છે. એમાં જ આત્માનાં ભૂતોમાં ન જોવા મળતા ચૈતન્ય ગુણને જોઈને અનુમાન કરવામાં આવે છે.
(૨) આત્મા છે, કારણ કે સમસ્ત ઇન્દ્રિયો દ્વારા જાણેલા અર્થોનું સંકલનાત્મક જ્ઞાન જોવા મળે છે. જેમ કે પાંચ બારીઓ દ્વારા જાણેલા અર્થોને મિલાવનાર કોઈ જિનદત્ત. મેં શબ્દ, ગંધ, રસ અને સ્પર્શને જાણ્યા.' આ સંકલનાત્મક જ્ઞાન બધા વિષયોને જાણનાર એક આત્માને જાણ્યા વિના નથી થઈ શકતું. ઇન્દ્રિયોના દ્વારા એવું જ્ઞાન નથી થઈ શકતું, કારણ કે ઇન્દ્રિય એક-એક વિષયને જ જાણે છે. આંખ રૂપને ગ્રહણ કરી શકે છે, શબ્દ-રસ વગેરેને નહિ. સ્પર્શનેન્દ્રિય સ્પર્શને ગ્રહણ કરી શકે છે, રૂપ વગેરેને નહિ. માટે ઇન્દ્રિયો દ્વારા બધા અર્થોને ગ્રહણ કરનાર એક આત્મા અવશ્ય માનવો જોઈએ. જેમ કે પાંચ બારીઓવાળા મકાનમાં બેસીને પાંચેય બારીઓ દ્વારા દેખાતા પદાર્થોના જ્ઞાતા સુધી જિનદત્ત છે, એ જ રીતે પાંચ ઇન્દ્રિયરૂપી બારીઓવાળા શરીરરૂપી મકાનમાં બેસીને આત્મા ભિન્ન-ભિન્ન વિષયોને જાણે છે.
ઇન્દ્રિયો સ્વયં પદાર્થને જાણનારી નથી. તે તો સાધન માત્ર છે. જેમ કે બારીઓ સ્વયં પદાર્થોને જોનારી નથી. તે તો માત્ર માધ્યમ છે. ઇન્દ્રિયના જતા રહેવાથી પણ પૂર્વાનુભૂત પદાર્થનું સ્મરણ થાય છે. આ સ્મરણ આત્માને જાણ્યા વિના કેવી રીતે થઈ શકે છે ? જેણે જીવ તત્ત્વ : એક વિવેચન
૨૦૫
Page #303
--------------------------------------------------------------------------
________________
પદાર્થનો પહેલો અનુભવ કર્યો છે, તેને જ કાલાંતરમાં એનું સ્મરણ થઈ જાય છે. દેવદત્તના જોયેલા પદાર્થનું યજ્ઞદત્ત સ્મરણ નથી કરી શકતો. નેત્ર દ્વારા પહેલાં દેખેલા પદાર્થને નેત્ર ચાલ્યા ગયા પછી સ્મરણ કરનાર કોઈ એક જ આત્મા હોવો જોઈએ. એનાથી સ્પષ્ટ થાય છે કે નેત્ર વગે૨ે ઇન્દ્રિયો દ્વારા વસ્તુનો સાક્ષાત્કાર કરનાર આત્મા અવશ્ય વિદ્યમાન છે. આગમ પ્રમાણથી આત્માની સિદ્ધિ થાય છે. ‘આગમ’માં કહ્યું છે -
“एवमेगेसिं जं णायं भवइअत्थि मे आया उववाइए, जो इमाओ दिसाओ वा अणुदिसाओ वा अणुसंचरति, सव्वाओ दिसामो सव्वाओ अणुदिसाओ जो आगओ अणुसंचरइ सोहं ।”
કેટલાંક પ્રાણીઓને એ પણ જ્ઞાત થાય છે કે મારો આત્મા ભવાંતરમાં અનુસંચરણ કરનાર છે, જે આ દિશાઓ-અનુદિશાઓમાં કર્માનુસાર સંચરણ કરે છે. જે બધી દિશાઓ અને વિદિશાઓમાં ગમનાગમન કરે છે,' એ જ આત્મા છે. એ જ હું છું.
'जे आया से विण्णाया, जे विण्णाया से आया । जेण विजाणइ से आया । આચારાંગ, અ-૫, ઉર્દૂ-પ
જે આત્મા છે તે વિજ્ઞાતા છે અને જે વિજ્ઞાતા છે તે આત્મા છે. કારણ કે તે જાણે છે, માટે આત્મા છે. ઉપમાન-પ્રમાણનું અન્તર્ભાવ અનુમાન-પ્રમાણમાં થઈ જાય છે. અનુમાનથી આત્માની સિદ્ધિ ઉપર કરવામાં આવી ગઈ છે.
અર્થાપત્તિ-પ્રમાણથી પણ આત્માની સિદ્ધિ થાય છે. જેના વિના જે પદાર્થ અનુપપન્ન છે, એને જોઈને એ પદાર્થની કલ્પના કરવી અર્થાપત્તિ-પ્રમાણ છે. જેમ ઉપર પહાડ પર થયેલા વરસાદ વગર ગિરિ-નદીમાં પૂર સંભવ નથી, તો ગિરિ-નદીમાં આવેલાં પૂરને જોઈને પહાડ પર થયેલા વરસાદનો બોધ થવો અર્થાપત્તિ-પ્રમાણ છે. આત્મા વગર હર્ષ, શોક, ઇચ્છા, પ્રયત્ન, સુખ, દુ:ખ વગેરે ભાવોની અનુપપત્તિ છે. એ ભાવ સ્પષ્ટતઃ પ્રતિભાસિત થાય છે, તેથી તે આત્માના અસ્તિત્વને સિદ્ધ કરે છે.
ચાર્વાકે પોતાના પક્ષને સિદ્ધ કરવા માટે જે દીવાલ પર અંકિત ચિત્રનું ઉદાહરણ આપ્યું છે, તે આત્મા પર લાગુ પડતું નથી. કારણ કે ચિત્ર તો જડ છે, તે એક દીવાલથી બીજી દીવાલ પર નથી જઈ શકતું, પણ આત્મા તો સચેતન છે, તે ભવાંતરમાં ગમન કરી શકે છે. જેમ કે એક વ્યક્તિ થોડા દિવસોમાં કોઈ એક ગામમાં રહીને બીજા ગામમાં જઈ શકે છે, એમ જ અચેતન કર્મબદ્ધ આત્મા એક ભવથી બીજા ભવમાં આવી - જઈ શકે છે.
આ રીતે પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, આગમ અને અર્થાપત્તિ રૂપ પ્રમાણ-પંચકથી આત્માની નિષ્કટક સિદ્ધિ થઈ જાય છે. તેથી આત્મા અભાવ પ્રમાણનો વિષય નથી. જે પ્રમાણ-પંચકનો વિષય નથી થતો, એ જ અભાવનો વિષય બને છે. આત્મા સર્વ પ્રમાણ પ્રસિદ્ધ પ્રમાતા છે.
૨૦૬
જિણધમ્મો
Page #304
--------------------------------------------------------------------------
________________
અન્ય પ્રમાણ અધ્યવસાય ઇચ્છા, સંકલ્પ-શક્તિ અને ભાવનાઓ માત્ર ભૌતિક મસ્તિષ્કની ઊપજ નથી કહી શકાતી. કારણ કે કોઈપણ ભૌતિક યંત્રમાં સ્વયં ચાલવા, તૂટવા પર સ્વયંને સુધારવા અને પોતાના સજાતીયને ઉત્પન્ન કરવાની ક્ષમતા નથી જોઈ શકાતી. અવસ્થા અનુસાર વધવું, ઘાનું પોતાની રીતે જ ભરાઈ (રુઝાઈ) જવું, જીર્ણ થઈ જવું વગેરે એવી અવસ્થાઓ છે, જેમનું સમાધાન માત્ર ભૌતિકતાથી નથી થઈ શકતું. હજારો પ્રકારનાં યંત્રોનો આવિષ્કાર, જગતના વિભિન્ન કાર્યકારણ ભાવોને સ્થિર કરવું, ગણિત-જ્યોતિષ-સાહિત્ય-વિજ્ઞાન સંબંધી વિવિધ-વિવિધ નવી-નવી સ્થાપનાઓ કોઈ ચેતન્યશાળી દ્રવ્યનું જ કાર્ય થઈ શકે છે. કોઈ જડતત્ત્વ એ ક્રિયાઓ નથી કરી શકતી.
પ્રત્યેક પ્રાણીને અહીં સુધી કે સદ્યઃ જીવ જંતુને પણ પોતાના શરીરની પ્રતિ મોટી મમતા હોય છે. આ મમતા અચાનક પેદા નથી થઈ શકતી. પુનઃ પુનઃ સંસર્ગ અને વારંવારના સંબંધના કારણે જ આ મમતા ઉત્પન્ન થાય છે. સદ્ય: જાત પ્રાણીમાં જે શરીર પ્રતિ મમતા જોવા મળે છે, તે પૂર્વ-અભ્યસ્ત હોવી જોઈએ.
એક વારના સંસર્ગના કારણે તો એવું સંભવ નથી. એમાં જોવા મળતી મમતા આ વાતનું પ્રતીક છે કે એ જીવે પૂર્વમાં અનેક શરીર ધારણ કર્યા છે. જેમના અભ્યાસ અને સંસ્કારના ફળસ્વરૂપ એમાં શરીરની પ્રતિ મમતા પરિલક્ષિત થાય છે. આ આત્માના અસ્તિત્વ અને ભવાંતરગામિત્વનું પ્રમાણ છે.
પેદા થનારા બાળકમાં સ્વાભાવિક રૂપથી સ્તન-પાનની ઇચ્છા જોવા મળે છે. આ ઇચ્છા અન્ય ઇચ્છાપૂર્વક છે. જે જે ઇચ્છા થાય છે, તે અન્ય ઇચ્છાપૂર્વક થાય છે. જેમ કે આપણી ઇચ્છા. તત્કાળ પેદા થયેલ બાળકની પ્રથમ વાર સ્તનપાન કરવાની ઈચ્છા પૂર્વભવકાલીન સ્તન-પાનની ઇચ્છાપૂર્વક છે. એનાથી પણ આત્માનું અસ્તિત્વ અને ભવાન્તરગામિત્વ સિદ્ધ થાય છે.
સંસારના રંગમંચ પર વૈષમ્યના જે દૃશ્ય દૃષ્ટિગોચર થાય છે, તે કોઈ અદેશ્ય કર્મ શક્તિની સત્તાનો સ્વીકાર કરવા હેતુ પ્રેરિત કરનાર છે. વિશ્વમાં એક વ્યકિતની પાસે વગર પરિશ્રમે અખૂટ અને અપાર ધન-વૈભવ છે, એને એશો-આરામનાં બધાં સાધન આવશ્યકતાથી ખૂબ જ વધુ પ્રમાણમાં ઉપલબ્ધ છે, જ્યારે બીજી વ્યક્તિને ખૂબ જ વધુ પરિશ્રમ કરવાથી પણ બે ટાઇમનું ભોજન મળતું નથી. એક વ્યક્તિ બૌદ્ધિક ક્ષેત્રમાં વિલક્ષણ પ્રતિભાથી સંપન્ન છે, જ્યારે બીજી વ્યક્તિ નિરક્ષર ભટ્ટાચાર્ય છે. એકનાં ચરણોમાં વૈભવ સ્વયં આવી જાય છે, જ્યારે બીજો દર-દરનો ભિખારી છે. એ બધી વિચિત્રતાઓ પૂર્વકૃત અર્દષ્ટ કર્મના કારણે જોવા મળે છે. આત્મા તત્ત્વનો સ્વીકાર કર્યા વગર પૂર્વકૃત અદૃષ્ટ કર્મ સંગત નથી થઈ શકતો. તેથી પ્રત્યક્ષ અસ્તિત્વને સ્વીકાર કરવું જોઈએ.
સંસારમાં અનેક વ્યક્તિઓમાં અનેક પ્રકારની વિશેષ પ્રતિભાઓ પરિલક્ષિત થાય છે. એ પ્રતિભાઓ આ જન્મના પ્રયત્નનું ફળ તો નથી થઈ શકતું. જેમ કે ડૉ. યંગ બે વર્ષની [ જીવ તત્ત્વ : એક વિવેચન છે
૨૮૦)
Page #305
--------------------------------------------------------------------------
________________
ઉંમરમાં પુસ્તક વાંચવા લાગ્યા હતા. આ પ્રતિભા આ જન્મના પ્રયત્નનું પરિણામ નથી માની શકાતું. અન્તતઃ આ જ ફેંસલા પર પહોંચવાનું થાય છે કે એ વિશેષ પ્રતિભા પૂર્વજન્મના વિશેષ સંસ્કારોનું ફળ છે. આત્માનું અસ્તિત્વ માનવાથી જ પુનર્જન્મ કે પૂર્વજન્મની સંગતિ થઈ શકે છે. તેથી એવી અસાધારણ પ્રતિભાઓ પૂર્વભવને અને આત્માને સિદ્ધ કરવા માટે પર્યાયી આધાર બને છે.
સમાચારપત્રોમાં સેંકડો ઘટનાઓ રોજ પ્રકાશિત થાય છે. જેનાથી પૂર્વજન્મનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. અનેક વ્યક્તિઓને પોતાના પૂર્વજન્મની ઘટનાઓની સ્મૃતિ થઈ જાય છે અને તે એવી વાતો બતાવે છે, જેનાથી આ ભવમાં કોઈ સંબંધ નથી હોતો, પરંતુ તે વાતો પૂર્વજન્મથી સંબંધિત હોય છે. એમના કહેવા અનુસાર એમના કથનની શોધ કરવાથી એમનાં તે કથનો સાચાં સિદ્ધ થયાં છે.
ઉપર્યુક્ત વાતો આત્માના અસ્તિત્વને પ્રબળતા સાથે પ્રમાણિત કરે છે. પ્રત્યક્ષ વગેરે પ્રમાણોથી તથા અન્ય ઉપપત્તિઓ અને યુક્તિઓથી આત્મતત્ત્વની સિદ્ધિ અબાધિત રૂપથી થઈ જાય છે. અનેક આધુનિક વિચારકોના ચિંતનમાં પણ હવે આ તથ્ય સ્પષ્ટ થઈ રહ્યું છે. આધુનિક વિચારકોના અભિમત
કેટલાંક ઉદ્ધરણ અહીં પ્રસ્તુત છે ઃ વિજ્ઞાનવેત્તા શ્રી મૈકડૂગલ કહે છે : “આપણે આ વાતને માનવા માટે બાધ્ય છીએ કે - કથિત માનસિક ચેષ્ટાઓનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. પણ એ એક જ પદાર્થ કે મૂળ તત્ત્વની અવસ્થાઓ વિશેષ છે. આપણને આ પદાર્થ અમૂર્તિક માનવો પડશે. કારણ કે આ જ પદાર્થ મનુષ્યના સંપૂર્ણ જ્ઞાનનો આધાર છે, તેથી આ પદાર્થને મનુષ્યની ‘આત્મા’ કહી શકાય છે”
ફિજિયાલૉજિકલ સાઇકોલૉજિ પ્રો. આલ્બર્ટ આઈન્સ્ટીન : “મારો વિશ્વાસ છે કે આખી પ્રકૃતિમાં ચેતના કામ કરી રહી છે.’’ - ધિ મોડર્ન રિવ્યૂ. કોલકાતા, જુલાઈ-૧૯૩૬
-
સર એ. એસ. એડિગ્ટન : “કેટલીક અજ્ઞાન શક્તિ કામ કરી રહી છે, આપણે નથી જાણતા, તે શું છે ?... હું ચેતનાને મુખ્ય માનું છું, ભૌતિક પદાર્થને ગૌણ પુરાણો નાસ્તિક વાદ ચાલ્યો ગયો છે. ધર્મ આત્મા અને મનનો વિષય છે અને તે કોઈ પ્રકારે પણ હલાવી શકાતો નથી.’ ધિ મોડર્ન રિવ્યુ. કોલકાતા, જુલાઈ-૧૯૩૬
સર જેમ્સ જોન્સ : “આજકાલ આ વાતમાં ઘણા બધા લોકો સંમત છે કે જ્ઞાનની સરિતા અયાંત્રિક વાસ્તવિક તત્ત્વની તરફ વહેતી જાય છે. હવે વિશ્વ યંત્રની અપેક્ષા વિચારના વધુ સમીપ લાગે છે. મને એવી વસ્તુ દેખાતી નથી, જે જડની દુનિયામાં અકસ્માતે ટપકી પડી હોય.’’ મિસ્ટીરિઅસ યુનિવર્સ, પૃષ્ઠ-૧૩૭
૨૮૮
જિણધમ્મો
-
Page #306
--------------------------------------------------------------------------
________________
હબકે સ્પેનસ: “ગુરુ, ધર્મ સંસ્થાપક તથા ઘણા દાર્શનિક પ્રાચીન હોય કે અર્વાચીન, પશ્ચિમના હોય કે પૂર્વના, બધાએ અનુભવ કર્યો છે કે આ અજ્ઞાત કે અન્નેય તત્ત્વ તે સ્વયં જ છે.”
- ફસ્ટ પ્રિન્સિપલ, ૧૯૦૦ જે. બી. એમ. હેલ્ડન ઃ “સત્ય એ છે કે વિશ્વનું મૌલિક તત્ત્વ જડ, બળ કે ભૌતિક પદાર્થ નથી, પરંતુ મન કે ચેતન વ્યક્તિત્વ છે.” - ધી મોડર્ન રિવ્યું. જુલાઈ-૧૯૩૬
આર્થર એચ. કામ્પટન : “એક નિર્ણય કે જે એ બતાવે છે કે મૃત્યુ પછી ચેતનાધારી આત્માની સંભાવના છે. જ્યોતિ કાષ્ઠથી અલગ છે, કાષ્ઠ તો એને પ્રજ્વલિત કરવા માટે ઇંધણનું કાર્ય કરે છે.” - સર ઓલીવર લોજ : “તે સમય અવશ્ય આવશે જ્યારે વિજ્ઞાન અજ્ઞાન વિષયોનું અન્વેષણ કરી શકશે. જેમ કે આપણે વિચારતા હતા, એમાંથી ક્યાંય વધુ વિશ્વનું આધ્યાત્મિક અસ્તિત્વ છે. વાસ્તવિકતા એ છે કે આપણે આધ્યાત્મિક જગતના મધ્યમાં છીએ, જેનો પ્રભાવ ભૌતિક જગતની ઉપર છે.”
“જેમ મનુષ્ય બે દિવસની વચ્ચે રાતમાં સ્વપ્ન જુએ છે, એ જ રીતે મનુષ્યનો આત્મા આ જગતમાં મૃત્યુ તથા પુનર્જન્મના વચ્ચે વિહાર કરે છે.”
પી. ગેઇડેસ : “કેટલાક વિદ્વાનોએ જેમની માન્યતા “મિટી પોરાડર વિહીકલચ્યોરી'માં છે, એ સલાહ આપી છે કે જીવન એટલું જ જૂનું છે જેટલું જડ.”
- ઇવોલ્યુશન, પૃ-૭૦ ડો. ગાલ : “મારી રાયમાં (સલાહમાં) માત્ર એક જ મુખ્ય તત્ત્વ છે જે જુએ છે, અનુભવ કરે છે, વિચારે છે, યાદ કરે છે વગેરે. પરંતુ આ તત્ત્વને અલગ-અલગ કાર્ય કરવા માટે અલગ-અલગ પ્રકારનાં ભૌતિક સાધનોની જરૂર પડે છે.”
જે. એ. થોમસન ઃ પૃથ્વી પર જીવન કેવી રીતે આરંભ થયું એનો કોઈ જવાબ વિજ્ઞાનની પાસે નથી.”
- ઈન્ટ્રોડકશન ટૂ સાઈન્સ, પૃ-૧૪૨ - ધી ગ્રેટ ડિઝાઈન : “આ જગત વિના આત્મા(રૂહ)નું મશીન નથી. બનવા જોગથી જ આ નથી થઈ શકતું. જડના પ્યાદાની પાછળ એક મગજ, એક ચેતનાશક્તિ કામ કરી રહી છે, ભલે એનું કંઈપણ નામ કેમ ન રાખે ?”
“ધી ગ્રેટ ડિઝાઈન' એક પુસ્તક છે, જેમાં સંસારના પ્રમુખ વૈજ્ઞાનિકોએ પોતાનું સામૂહિક મંતવ્ય રજૂ કર્યું છે. -
સાયન્સ એન્ડ રિલીઝન : “જડવાદના જેટલા પણ મત ગયાં વીસ વર્ષોમાં રાખેલા છે, તે બધા આત્મવાદ પર આધારિત છે, એ જ વિજ્ઞાનનો અંતિમ વિશ્વાસ છે.”
કેટલાક સમય પૂર્વ વૈજ્ઞાનિક ક્ષેત્રમાં કોઈ સીમા સુધી આ ફેશન હતી કે ચેતનાના સંબંધમાં પોતાને અજ્ઞાત કહે, પરંતુ આજે પણ વ્યક્તિ પોતાની અજ્ઞાનતા પર ગર્વ કરે,
[ જીવ તત્ત્વ એક વિવેચન
)
(૨૮૯)
Page #307
--------------------------------------------------------------------------
________________
એને ખોટો સમજવામાં આવે છે અને એના પર આંગળી ઉઠાવવામાં આવે છે, હવે પહેલાવાળો દૃષ્ટિકોણ નથી. એનું શ્રેય વિજ્ઞાનને છે.”
- દ્રવિલ, પૃ-૮૫,૮૮ ઉપર્યુક્ત પ્રમાણોના આધારે એમ કહી શકાય છે કે વિજ્ઞાન ધીરે-ધીરે આત્મવાદી બનતું જાય છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય છે કે આત્માના અસ્તિત્વના સંબંધમાં દર્શન કે વિજ્ઞાન એક થતા જાય છે.
આત્માનું સ્વરૂપઆત્માની સિદ્ધિ થઈ ગયા પછી હવે પ્રશ્ન થાય છે કે આત્માનું સ્વરૂપ કેવું છે? આત્માના સ્વરૂપ વિશે દર્શનકારોમાં પર્યાપ્ત મતભેદ જોવા મળે છે. કોઈ આત્માને સર્વવ્યાપક* માને છે તો કોઈ અણું રૂપ માને છે, કોઈ એને સ્વદેહ-પ્રમાણ બતાવે છે. કોઈ આત્માને અંગુષ્ઠ માત્ર માને છે. ** કોઈ આત્માને નિત્ય માને છે, તો કોઈ અનિત્ય* કોઈ આત્માને અકર્તા બતાવે છે તો કોઈ કર્તા અને ભોક્તા માને છે.**
જૈનદૃષ્ટિ અનુસાર, આત્મા ઉપયોગમય પરિણામી, નિત્ય, અમૂર્ત, કર્તા, સાક્ષાતુ-ભોક્તા, સ્વદેહ પરિમાણ, અસંખ્યાત પ્રદેશી, પ્રૌદ્ગલિક અષ્ટવાનું વગેરે વિશેષતાઓથી સંપન્ન છે.
આત્મા ઉપયોગમય છે णाणं च दंसणं चेव चरितं च तवो तहा । वीरियं उवओगो यं एयं जीवस्स लक्खणं ॥
- ઉત્તરા, અ-૨૮, ગા-૧૧ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ - જીવનાં લક્ષણો છે. જીવનું અસાધારણ લક્ષણ ઉપયોગ છે. ઉપયોગનો અર્થ છે - બોધરૂપ વ્યાપારમાં ઉપયોગ બે પ્રકારના છે - જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ. જ્ઞાનોપયોગને સાકારોપયોગ કહેવામાં આવે છે અને દર્શનોપયોગને અનાકારોપયોગ. સાકાર ઉપયોગના આઠ ભેદ છે અને નિરાકાર ઉપયોગના ચાર ભેદ છે. આ રીતે ઉપયોગના કુલ બાર ભેદ થઈ જાય છે. સાકાર ઉપયોગના આઠ ભેદ આ પ્રકાર છે : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, કેવળજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુત-અજ્ઞાન અને વિભંગ જ્ઞાન. અનાકાર ઉપયોગના ચાર ભેદ આ છે : ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન. (૧) નેત્રજન્મ સામાન્ય બોધને ચક્ષુદર્શન, (૨) નેત્રના સિવાય અન્ય કોઈ ઇન્દ્રિયથી કે મનથી થનારો સામાન્ય બોધ અચક્ષુદર્શન, * “સર્વ વ્યાપનમાત્માનE'
- શ્વે. '૧/૧૬ ** “સંપુર્ણ માત્રઃ પુરુષ:” - શ્વે.૩/૧૩ કઠો. ૪/૧૨ + મળવાન્ ત્રીદે યવીદ્ધો. - છાન્દો ૩/૧૪/૩
++ नवाना बुद्धयादि गुणानाम् सन्तानमत्यन्त मुच्छिद्यते सन्तान त्वात् । (૨૯૦) 0 0 0 0 0 0 0 0 0 0 જિણવમો ]
Page #308
--------------------------------------------------------------------------
________________
(૩) અવધિલબ્ધિથી મૂર્ત પદાર્થોનો સામાન્ય બોધ અવધિદર્શન અને (૪) કેવળલબ્ધિથી સમસ્ત પદાર્થોનો સામાન્ય બોધ કેવળદર્શન છે.
પ્રશ્ન કરી શકાય છે કે ચેતનાશક્તિ બધા જીવોમાં સમાન હોવા છતાંય ઉપયોગ(બોધ વ્યાપાર)માં અંતરનું શું કારણ છે ? જવાબ સહજ છે કે ઉપયોગની વિવિધતાનું કારણ બાહ્ય-આત્યંતર કારણો પર આધારિત છે. વિષય-ભેદ, ઇન્દ્રિય વગેરે સાધનોના ભેદ, દેશકાળ-ભેદ વગેરે બાહ્ય-સામગ્રીની વિવિધતા છે અને આવરણની તીવ્રતા મંદતાનું તારતમ્ય આંતરિક સામગ્રીની વિવિધતા છે. આ સામગ્રીની વિચિત્રતાના કારણે બોધ વ્યાપારમાં વિવિધતા આવી જાય છે. જે બોધ ગ્રાહ્ય વસ્તુને વિશેષ રૂપથી જાણનાર છે તે સાકારોપયોગ છે. આ જ્ઞાન કે સવિકલ્પક બોધને કહેવાય છે. જે બોધ ગ્રાહ્ય વસ્તુને સામાન્ય રૂપથી જાણનાર હોય છે, તે અનાકરોપયોગ છે. આને દર્શન કે નિર્વિકલ્પક બોધ કહે છે. ઉપયોગના સમયે બાર ભેદોમાંથી કેવળજ્ઞાન અને કેવળદર્શન રૂપથી ઉપયોગ-ભેદ માનવાનું કારણ માત્ર ગ્રાહ્ય વિષયની દ્વિરૂપતા છે. અર્થાત્ પ્રત્યેક વિષય સામાન્ય અને વિશેષ રૂપથી ઉભય સ્વભાવી છે, માટે એને જાણનાર ચેતના વ્યાપાર પણ જ્ઞાન અને દર્શનના રૂપમાં બે પ્રકારના હોય છે.
પ્રશ્ન કરી શકાય છે કે જેમ કે સાકારોપયોગમાં જ્ઞાનના પ્રતિપક્ષી અજ્ઞાનને પણ ગ્રહણ કરવામાં આવ્યું છે એમ અનાકારોપયોગમાં દર્શનના પ્રતિપક્ષી અદર્શનનું કથન કેમ નથી કરવામાં આવ્યું. સમાધાન એ છે કે ચાર દર્શનોમાંથી કેવળદર્શન સમ્યક્ત્વના વિના નથી થતું, પણ શેષ ત્રણ દર્શન સમ્યક્ત્વના અભાવમાં પણ થાય છે. છતાં એમના પ્રતિપક્ષી અદર્શન ન કહેવાના કારણે એ છે કે દર્શન સામાન્ય માત્રનો બોધ છે, તેથી સમ્યક્ત્વી અને મિથ્યાત્વીના દર્શનમાં કોઈ ભેદ નથી બતાવી શકાતો. સાકારોપયોગમાં જ્ઞાન અને એના પ્રતિપક્ષી અજ્ઞાનનો ઉલ્લેખ સમ્યક્ત્વના સહભાવ અને અસહભાવનું કારણ છે.
ઉપયોગ આત્માનો એવો અસાધારણ ધર્મ છે જે બધા આત્માઓમાં જોવા મળે છે. તેથી એ જ આત્માનો પ્રમુખ અસાધારણ ધર્મ કહેવામાં આવે છે. એમ આત્મામાં અન્ય અસાધારણ ધર્મ, જેમ કે ઔપમિકાદિ પાંચ ભાવ ચારિત્ર-તપ વગેરે પણ જોવા મળે છે, પરંતુ એ બધા આત્માઓમાં સમાન રૂપથી નથી જોવા મળતા, કોઈક આત્માઓમાં જોવા મળે છે અને કોઈક આત્માઓમાં નથી જોવા મળતા. તેથી એવા અસાધારણ ધર્મોને ઉપલક્ષણ કહેવામાં આવે છે. જેમ કે અગ્નિનું અસાધારણ લક્ષણ ઉષ્ણત્વ અને પ્રકાશત્વ છે, જે બધી અગ્નિઓમાં જોવા મળે છે. પરંતુ ધુમાડો જો અગ્નિ વગર નથી થતો, માટે એ પણ એનો અસાધારણ ધર્મ છે છતાં તે બધી અગ્નિઓમાં જોવા નથી મળતો, કારણ કે ધગધગતા અંગારાઓમાં ધુમાડો નથી જોવા મળતો. તેથી ધુમાડાને અગ્નિનું ઉપલક્ષણ કહેવાય છે. એ જ રીતે ઔપમિક વગેરે પાંચ ભાવ વગેરે આત્માના અસાધારણ ધર્મ હોવા છતાંય ઉપલક્ષણ છે. આત્માનું મુખ્ય લક્ષણ અસાધારણ ધર્મ ઉપયોગ જ છે. કારણ કે બધા આત્માઓમાં ઉપયોગ જ જોવા મળે છે.
જીવ તત્ત્વ : એક વિવેચન
૨૯૧
Page #309
--------------------------------------------------------------------------
________________
વૈશેષિક મતનું ખંડન વૈશેષિક - દર્શન ઉપયોગ(જ્ઞાન)ને જીવનનું સ્વરૂપ નથી માનતા. એની અનુસાર જીવ અને જ્ઞાન ભિન્ન-ભિન્ન છે એની માન્યતા છે કે જીવ જ્યારે મુક્ત થાય છે ત્યારે જ્ઞાનનો* સર્વથા નાશ થઈ જાય છે. જો જીવ અને જ્ઞાન એક હોય તો મુક્તિમાં જ્ઞાનનો નાશ થવાથી જીવનો પણ નાશ માનવો પડશે. જીવનો નાશ નથી થતો અને જ્ઞાનનો નાશ મુક્તિના સમયે થાય છે, તેથી જ્ઞાનને આત્માનું સ્વરૂપ નથી માનવામાં આવ્યું.
વૈશેષિક-દર્શનનું ઉક્ત મંતવ્ય સમુચિત નથી લાગતું. જો જ્ઞાનને આત્માથી સર્વથા ભિન્ન માનવામાં આવે તો એ જ્ઞાનથી આત્માને પદાર્થ-બોધ નથી થઈ શકતો. જેમાં જિનદત્તનું જ્ઞાન યજ્ઞદત્તથી ભિન્ન છે, માટે જિનદત્તના જ્ઞાનથી યજ્ઞદત્તને પદાર્થનો બોધ નથી થઈ શકતો. એમ જ જો આત્માથી જ્ઞાન સર્વથા ભિન્ન છે તો જ્ઞાન દ્વારા આત્માનો પદાર્થ-બોધ નથી થઈ શકતો. જિનદત્તનું જ્ઞાન જિનદત્તથી અભિન્ન માનવામાં આવે છે ત્યારે તે જિનદત્તને જ્ઞાન કરાવી શકે છે, યજ્ઞદત્તને નહિ. કારણ કે તે જ્ઞાન યજ્ઞદત્તથી ભિન્ન છે. આત્મા ત્યારે જ પદાર્થને જાણવામાં સમર્થ થઈ શકે છે જ્યારે જ્ઞાનને આત્માથી અભિન્ન માનવામાં આવે. જો જ્ઞાનને આત્માથી ભિન્ન માનવા છતાંય આત્માનો પદાર્થ-બોધ થઈ જાય તો એક વ્યકિતના જ્ઞાનથી બધી વ્યક્તિઓને પણ જ્ઞાન હોવું માનવું પડશે, કારણ કે જ્ઞાનની ભિન્નતા જેમ આત્માથી છે એમ જ અન્ય વ્યક્તિઓથી પણ ભિન્નતા છે, તો પછી માત્ર એ વ્યક્તિને જ પદાર્થ-બોધ કેમ થાય છે? તેથી આ અવ્યવસ્થાને ટાળવા માટે જ્ઞાન અને આત્માને અભિન્ન માનીને આત્માને ઉપયોગરૂપ સ્વીકાર કરવો જોઈએ.
વૈશષિક-દર્શન ઉક્ત અવ્યવસ્થાને ટાળવા માટે જ્ઞાન અને આત્મામાં સમવાય સંબંધ સ્થાપિત કરે છે. એનું કહેવું છે કે જે આત્માની સાથે જે જ્ઞાનનો સમવાય* સંબંધ થાય છે. એ જ આત્મા એ જ્ઞાન દ્વારા પદાર્થનો બોધ કરી શકે છે. એ જ્ઞાનથી બીજાનો બોધ નથી થતો.
વૈશેષિક આચાર્યનું આ સમાધાન સંતોષપ્રદ નથી, કારણ કે એમની માન્યતા અનુસાર સમવાય સંબંધ વ્યાપક, નિત્ય અને એક છે. આત્મા પણ એની અનુસાર વ્યાપક છે. તેથી પ્રત્યેક આત્માની સાથે જ્ઞાનનો સમવાય સંબંધ સરખો હશે. જેમ કે વ્યાપક હોવાના કારણે આકાશની સાથે બધાનો સમાન સંબંધ છે, એમ જ સમવાય સંબંધ પણ બધાની સાથે સમાન હોવો જોઈએ. તેથી જે દોષ પહેલાં બતાવ્યો છે તે જેમનો તેમ કાયમ રહે છે. સમવાય સંબંધથી એ દોષનું નિવારણ નથી થતું. તેથી સમવાયની કલ્પના નિરુપયોગી છે. ઉક્ત અવ્યવસ્થાને ટાળવાનો સાચો ઉપાય એ જ છે કે આત્માને જ્ઞાન સ્વરૂપ સ્વીકાર કરવામાં આવે.
★ नवानां बुद्ध्यादिगुणानाम् सन्तानमत्यन्त मुच्छिद्यते सन्तानत्वात् ।
+ નિત્ય સંબંધને સમવાય સંબંધ કહે છે. જે સંબંધ હંમેશાંથી ચાલ્યો આવે છે, જેની ક્યારેય કમી વગેરે નથી થઈ. તે સમવાય સંબંધ છે. જેમ કે આ તંતુઓમાં પટ. (૨૯૨),.00 0.00 0.00 જિણધમો)
Page #310
--------------------------------------------------------------------------
________________
મુક્ત અવસ્થામાં જ્ઞાનનો અભાવ માનવો અસંગત છે. જ્ઞાન તો આત્માનો મૌલિક ગુણ છે. મુક્ત અવસ્થામાં તો તે જ્ઞાન ગુણ પોતાના પૂર્ણ વિકસિત રૂપમાં અને શુદ્ધ દશામાં પ્રગટ થઈ જાય છે. માત્ર જે અપૂર્ણ જ્ઞાનાંશ છે, તે જ મુક્ત દશામાં વિલીન થઈ જાય છે. એના ફળ સ્વરૂપ જ્ઞાનનો અભાવ નથી હોતો, અપિતુ (છતાં) પરિપૂર્ણ જ્ઞાન પ્રગટ થાય છે. માટે વૈશેષિક-દર્શનનાં જ્ઞાનને આત્માથી સર્વથા ભિન્ન માનવો અસંગત છે. જ્ઞાન, આત્માનો મૌલિક ગુણ છે. આત્મા જ્ઞાનમય છે, જ્ઞાન અને આત્મામાં તાદામ્ય સંબંધ છે. જે આત્મા છે તે વિજ્ઞાતા છે અને જે વિજ્ઞાતા છે તે આત્મા છે.*
સાંખ્યદર્શનમાં ચિતુને અર્થશૂન્ય અને બુદ્ધિને જડ કહેવામાં આવ્યા છે. પરંતુ આ પરસ્પર વિરોધી માન્યતા છે. જે ચિતુશક્તિ છે, તે અર્થશૂન્ય કેવી રીતે થઈ શકે છે અને જે અર્થ શૂન્ય છે, તે ચિતુશક્તિ કેવી રીતે કહી શકાય છે ? ચિતુનો અર્થ જ જાણવું એવો થાય છે. સાંખ્યોની માન્યતા છે કે અર્થનો બોધ બુદ્ધિ કરે છે. બુદ્ધિ ઊભય મુખ દર્પણાકાર છે. પદાર્થનું પ્રતિબિંબ બુદ્ધિમાં પડે છે, એનું પ્રતિબિંબ ચિતુશકિતમાં પડે છે. જેનાથી આ પ્રતીત થાય છે કે ચિતુશક્તિ જાણે છે. વાસ્તવમાં જાણવાનું કામ બુદ્ધિનું છે.
સાંખ્યદર્શનની ઉક્ત માન્યતા ખૂબ અટપટી છે. જે ચિતુશક્તિ છે તે તો જાણતી જ નથી અને જે બુદ્ધિને તે જડ કહે છે એના દ્વારા તે અર્થનો બોધ હોવો માને છે. આ કેવી પરસ્પર વિરોધી માન્યતા છે ? જાણવું જેનું કામ હોવું જોઈએ તે ચિતુશક્તિને જાણતું નથી. અને જે બુદ્ધિ એમના દ્વારા જડ માનવામાં આવે છે તેના દ્વારા પદાર્થ-બોધ થવો તે માને છે ? આ કેવી અભુત અને વિચિત્ર કલ્પના છે. સારાંશ એ છે કે આત્માને ઉપયોગરૂપ માનવો જ બધી રીતે સંગત છે.
પરિણામી નિત્ય : આત્મા ના તો સર્વથા નિત્ય છે અને ના સર્વથા અનિત્ય. તે આત્મદ્રવ્યની અપેક્ષા નિત્ય છે, તો એની વિવિધ પર્યાયોની અપેક્ષા અનિત્ય છે. વિવિધ પર્યાયોમાં થનારા પરિવર્તન સિવાય પણ આત્મતત્ત્વ ધ્રૌવ્ય છે. એને જ જૈનદર્શનમાં પરિણામી નિત્ય માનવામાં આવ્યા છે.
સાંખ્ય અને વેદાંત દર્શન આત્માને કૂટસ્થ નિત્ય માને છે અને એમાં કોઈ પરિણમન થવું નથી માનતા. તે જ્ઞાન, સુખ-દુઃખ વગેરે પરિણામોને પ્રકૃતિ કે અવિદ્યાના પર્યાય માને છે. વૈશેષિક અને નૈયાયિક આત્માને એકાંત નિત્ય (અપરિણામી) માને છે. મીમાંસક પણ લગભગ એવું માને છે. આ બધાથી વિપરીત માન્યતા છે બૌદ્ધદર્શનની. બૌદ્ધદર્શન આત્માને એકાંત ક્ષણિક માને છે. તે આત્મા વગેરે પદાર્થને નિરન્વય પરિણામોનો પ્રવાહ-માત્ર માને છે. જૈનદર્શનનું મંતવ્ય છે કે આત્મા ના તો કૂટસ્થ નિત્ય છે અને ના એકાંત ક્ષણિક. તે પરિણામી નિત્ય છે. તેથી જ્ઞાન, સુખ-દુઃખ વગેરે પર્યાય આત્માના જ છે.
એકાંતવાદના પ્રકરણમાં સર્વથા નિત્યત્વ અને સર્વથા અનિત્યત્વનું યુક્તિસંગત ખંડન કરવામાં આવ્યું છે, તેથી અહીં એની પુનરાવૃત્તિ કરવી ઉચિત નથી. સારાંશ એ છે કે આત્માને
* ને માયા સે વિUTયા, ને વિUSTયા રે માયા !
[જીવ તત્ત્વ એક વિવેચન 0000000000000૨૯૩)
Page #311
--------------------------------------------------------------------------
________________
સર્વથા નિત્ય કે સર્વથા અનિત્ય માનવાથી એમાં અર્થક્રિયા ઘટિત નથી થઈ શકતી. બંધમોક્ષ, આસવ-સંવર વગેરે કોઈ વ્યવહાર-સંગત નથી થઈ શકતો. તેથી આત્માને એકાંત નિત્ય કે એકાંત અનિત્ય ન માનતાં પરિણામી નિત્ય જ માનવો જોઈએ. એવું માનવાથી જ બધા આધ્યાત્મિક અને લૌકિક વ્યવહાર સાર્થક માનવામાં આવે છે.
અમૂર્ત ઃ આત્મા અમૂર્ત છે, અરૂપી છે. એમાં રૂ૫ (વણ), રસ, ગંધ અને સ્પર્શ એ પુગલના ધર્મ નથી જોવા મળતા; માટે તે સ્વભાવથી અમૂર્ત છે. “આચારાંગ સૂત્ર'માં કહેવામાં આવ્યું છે - __ “से ण दीहे, ण हस्से, ण वट्टे, ण तंसे, ण चउरंसे, ण परिमंडले, ण किण्हे ण नीले, ण लोहिए, ण हालिदे, ण सुश्किलेः ण सुब्भिगंधे, ण दुब्भिगंधे, ण तित्ते, ण कडुए, ण कसाए, ण अंबिले, ण महुरे, ण कक्खडे, ण मउए, ण गुरुए, ण लहुए, ण सीए, ण उण्हे, ण निद्धे, ण लुक्खेः ण गाऊ, ण रूहे, ण संगे ण इत्थी ण परीसे, ण अण्णहा । परिणे, सणे; उवमा ण विज्जए, अरूवी सत्ता अपयस्स पदं णत्थि । से ण सहे, ण रूवे, ण गंधे, ण रसे, ण પાસે રૂદ્ધેયાવંતિ ત્તિ વેfમ '
- આચારાંગ, અ-૫, ઉદ્દે-૬, સૂ-૧૭૬ તે આત્મા (શુદ્ધ આત્મા) ન દીર્ઘ છે, ન હુસ્વ છે, ન ગોળ છે, ન ત્રિકોણ, ન ચતુષ્કોણ છે અને ન પરિમંડળ છે. તે ન કાળો છે, ન લીલો છે, ન લાલ છે, ન પીળો છે અને ન સફેદ છે. તે ન સુગંધયુક્ત છે અને ન દુર્ગધયુક્ત. તે ન તીખો છે, ન કડવો છે, ન તુરો છે, ન ખાટો છે અને ન મીઠો છે. તે ન કર્કશ છે, ન મૃદુ છે, ન ગુરુ (ભારે) છે, ન લઘુ (હલકો) છે. ન ઠંડો છે, ન ગરમ છે, ન ચીકણો છે, ન સૂકો. તે કાયવાનું (શરીરી) નથી. તે જન્મધર્મા નથી, તે સંગ-રહિત (નિર્લેપ) છે, તે ન સ્ત્રી, ન પુરુષ છે અને ન નપુંસક છે.
તે પરિજ્ઞાવાળો છે. (કેવળદર્શન) સંજ્ઞા (કેવળજ્ઞાન) વાળો છે. તે ઉપમાથી અતીત છે, તે અરૂપી (અમૂર્ત) સત્તા છે, તે પદાતીત (શબ્દાતીત) છે. તે ન શબ્દ છે, ન રૂપ છે, ન ગંધ છે, ન રસ છે અને ન સ્પર્શ છે.
ઉક્ત ગુણ - વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે પુગલના છે અને આત્મા વિશુદ્ધ રૂપથી પુદ્ગલરૂપ ન હોવાના કારણે આ સમસ્ત ગુણોથી અતીત છે. અર્થાત્ તે અમૂર્ત છે - અરૂપી છે. માટે તે ઇન્દ્રિયગ્રાહ્ય નથી.
ઉક્ત વર્ણન શુદ્ધ આત્મા(સિદ્ધાત્મા-પરમાત્મા)ની અપેક્ષાથી સમજવું જોઈએ. કારણ કે સંસારી દશામાં આત્મા આટલો પરતંત્ર છે કે એના આપણે નિજી ગુણોનો વિકાસ પણ વગર ઇન્દ્રિય વગેરેના સહારે નથી થતો. શરીર, ઇન્દ્રિયો વગેરે રૂપી પૌદ્ગલિક પદાર્થ એના ગુણવિકાસમાં એ જ રીતે સહારો આપે છે. જેમ ઝરૂખાથી જોનાર વ્યક્તિને ઝરૂખો. જીવનો વર્તમાન વિકાસ અને જીવન જિન આહાર, શરીર, ઇન્દ્રિય શ્વાસોચ્છવાસ ભાષા અને મન પર્યાપ્તિઓના સહારે થાય છે, તે બધા પૌગલિક છે. આ રીતે નિમિત્તની દષ્ટિએ આત્માને રૂપી પણ કહેવાય છે. શુદ્ધ સ્વરૂપની દષ્ટિએ તો આત્મા અરૂપી અને અમૂર્ત છે. (૨૯૪)
અમ જિણધમો)
Page #312
--------------------------------------------------------------------------
________________
સંસાર-પરિણત આત્મા કર્મ-પુગલોથી એટલો એકમેક થઈ ગયો છે કે એમના વિના એનું કામ ચાલી જ શકતું નથી. અહીં સુધી કે એને આ કર્મબંધનોથી છૂટવા માટે પણ આમનો જ સહારો લેવો પડે છે. મુમુક્ષુ આત્માને પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે જે સાધના કરવી પડે છે, એની માટે પણ આ શરીર વગેરે પૌગલિક પદાર્થોનું અવલંબન લેવું પડે છે. આ પ્રકારના ખૂબ દીર્ઘકાલીન સંસર્ગની અપેક્ષાથી જીવને રૂપી પણ માનવામાં આવ્યો છે. શરીર વગેરેની ક્રિયાઓ પણ જીવના સંસર્ગથી જ થઈ શકે છે, અન્યથા નહિ. નિર્જીવ શરીર વગેરેમાં સ્વયં ક્રિયા નથી થઈ શકતી. આ રીતે ચિરકાળથી પૌગલિક તત્ત્વને જીવે અને જીવ તત્ત્વને પૌદ્ગલિક તત્વે પ્રભાવિત કરી રાખ્યો છે. આ અપેક્ષાથી શરીર વગેરેની પૌગલિક ક્રિયાઓને આત્માની પર્યાય પણ માનવામાં આવી છે. જેમ કે ‘ભગવતી સૂત્રમાં કહ્યું છે -
“अहं भंते ! पाणाइवाए मुसावाए जाव मिच्छा दंसण सल्ले, पाणाइवाय वेरमणे जाव मिच्छा दंसण सल्लविवेग, उपत्तिया जाव पारिणमिया उग्गहे जाव धारणा उट्ठाणे, कम्मे बले वीरिए पुरिसक्कार परक्कमे नेरइयत्ते असुर कुमारत्ते, जाव वेमाणियत्ते, नाणावरणिज्जे जाव अंतराइए, कण्हलेस्स जाव सुक्क लेस्सा, सम्मदिट्ठी चक्खुदंसणे ४ आभिणि बोहियणाणे जाव विभंग नाणे, आहार सन्ना ४, ओरालिय सरीरे ५, मण जोगे ३, सागरोवओगे अणागारोवओगे जे यावण्णे तहप्पगारा सव्वे ते णण्णत्थ आयाए परिणमंति ? हंता गोयमा ! पाणाइवाए जाव सव्वे ते णण्णत्थ आयाए परिणमंति ।"
- ભગવતી સૂત્ર, શ.-૨૦, .-૩, સૂ-૬૬૪ “ભગવન્! પ્રાણાતિપાત, મૃષાવાદ, યાવત્ મિથ્યાદર્શન શલ્ય, પ્રાણાતિતપાત વિરમણ, થાવત્ મિથ્યાદર્શન શલ્ય વિવેક, ઔત્પત્તિકી યાવત્ પરિણામિકી બુદ્ધિ, અવગ્રહ યાવત્ ધારણા, ઉત્થાન-કર્મ-બળ-વીર્ય પુરુષકાર-પરાક્રમ, નૈરયિકત્વ યાવત્ વૈમાનિકત્વ, જ્ઞાનાવરણીય થાવત્ અંતરાય, કૃષ્ણ લેશ્યા યાવત્ શુક્લ વેશ્યા, ચક્ષુદર્શન વગેરે ૪, મતિજ્ઞાન યાવત્, વિભંગ જ્ઞાન, આહાર વગેરે સંજ્ઞા ૪, ઔદારિક વગેરે ૫, શરીર, મનોયોગ વગેરે ૩ ત્રણ યોગ, સાકારોપયોગ અનાકારોપયોગ તથા અન્ય આ પ્રકારની પર્યાય શું આત્માની પર્યાય કહી શકાય છે ?”
હા ગૌતમ ! આત્માને છોડીને અન્યત્ર એ પર્યાય નથી જોવા મળતી, તેથી આમને આત્માની પર્યાય માનવામાં આવે છે. પર્યાયો દ્રવ્યથી કથંચિત્ અભિન્ન હોય છે. આ દૃષ્ટિએ તે બધી પર્યાયો આત્માની છે, આત્મા સિવાય અન્યત્ર એવું પરિણમન નથી હોતું. આત્મામાં જ આ ઉપર્યુક્ત પરિણમન થાય છે. તેથી એ આત્મપર્યાયો છે. આ પ્રકાર આત્મા પોતાના શુદ્ધ મૌલિક રૂપમાં અને પૌગલિક સંસર્ગના કારણે કથંચિત્ રૂપી પણ છે.
સ્વદેહ પરિમાણવઃ જૈનદષ્ટિ અનુસાર આત્મા અરૂપી અને અમૂર્ત છે છતાં પ્રદેશોમાં સંકોચ અને વિસ્તાર થવાથી તે પોતાના નાના-મોટા શરીરના પરિમાણમાં થઈ જાય છે. જે ( જીવ તત્ત્વઃ એક વિવેચન
૨૯૫)
Page #313
--------------------------------------------------------------------------
________________
જીવનું જેટલું નાનું કે મોટું શરીર છે તે બધા શરીરમાં આત્માના અસંખ્યાત-પ્રદેશ વ્યાપ્ત રહે છે. આત્મ-પ્રદેશોમાં દીપકની પ્રજાના સમાન સંકોચ કે વિસ્તારનો ગુણ રહેલો છે. જેમ કે દીપકની પ્રભા હજુ આખા ઓરડામાં ફેલાયેલી છે, એ દીપક ઉપર જો મોટા વાસણનું આવરણ નાખી દેવામાં આવે તો તે પ્રભા વાસણના અંદર જ સંકોચાઈ જશે. જો વાસણ હટાવી લેવામાં આવે તો તે પછી આખા ઓરડામાં ફેલાઈ જાય છે. એ જ રીતે આત્મ-પ્રદેશ બધા જીવોના બરાબર હોવા છતાંય તે હાથમાં હાથી શરીર-પ્રમાણ અને કંથમાં કુંથુ શરીરપ્રમાણ થઈ જાય છે. આત્મા શરીર રૂપ ન હોવા છતાંય સ્વદેહ પરિમાણ છે.
આત્માના સંબંધમાં અન્ય દર્શનોનું મંતવ્ય અને એમનું સમાધાન ઉપનિષદમાં આત્માના સર્વગત અને વ્યાપક હોવાના જ્યાં ઉલ્લેખ છે ત્યાં એના અંગુષ્ઠમાત્ર તથા અણુરૂપ હોવાનું પણ કથન છે. વૈદિક-દર્શનોમાં પ્રાયઃ આત્માને અમૂર્ત અને વ્યાપક સ્વીકાર કરવામાં આવ્યો છે. વ્યાપક હોવા છતાંય પણ શરીર અને મનના સંબંધથી શરીરસ્થ આત્મ-પ્રદેશોમાં જ્ઞાન વગેરે વિશેષ ગુણોની ઉત્પત્તિ માનવામાં આવી છે. અમૂર્ત હોવાના કારણે આત્માને નિષ્ક્રિય પણ માન્યો છે, એમાં ગતિ નથી માની. શરીર અને મનમાં ગતિ માનવામાં આવી છે જેનાથી સ્વસંબદ્ધ આત્મ-પ્રદેશોમાં જ્ઞાન વગેરેની અનુભૂતિ થાય છે.
ઉક્ત મંતવ્ય યુક્તિસંગત પ્રતીત નથી થતું. આ સાધારણ નિયમ છે કે જેના ગુણ જ્યાં જોવા મળે છે એનો સદ્ભાવ ત્યાં જ હોય છે, અન્યત્ર નહિ. જેમ કે જ્યાં ઘર વગેરેના રૂપ વગેરે ગુણ જોવા મળે છે, ત્યાં જ ઘટનું અસ્તિત્વ માની શકાય છે, અન્યત્ર નહિ. એમ જ આત્માના જ્ઞાન વગેરે ગુણ શરીર-પ્રદેશોમાં જ જોવા મળે છે. તેથી આત્માને શરીર-પ્રમાણ જ માનવું ઉચિત છે. આત્માના જ્ઞાન વગેરે ગુણ શરીરના બહાર જોવા મળતા નથી. જ્યાં ગુણ નથી ત્યાં ગુણી નથી માનવામાં આવતા. માટે શરીરથી બહાર આત્મ-દ્રવ્યનું અસ્તિત્વ નથી માનવામાં આવતું. આચાર્ય હેમચંદ્ર આ જ વાત આ શ્લોકમાં વ્યક્ત કરી છે. -
यत्रैव यो दृष्ट गुणः स तत्र् कुम्भादिवन्निष्पतिपक्षमेतत् । तथापि देहाद् बहिरात्मतत्वमतत्ववादोपहताः पठन्ति ॥
- અન્યયોગ વ્ય. દ્વાચિંશિકા, ગા.-૯ વૈદિક-દર્શન આત્માને સર્વવ્યાપક માનવા છતાંય સુખ-દુઃખોનો ઉપયોગ અને જ્ઞાનાદિ ગુણ શરીર પર્યત આત્મામાં જ સ્વીકાર કરે છે. આ મોટી અટપટી વાત છે. જ્યારે આત્માને સૈદ્ધાંતિક રૂપમાં સર્વવ્યાપક માનવામાં આવે છે તો સુખ-દુઃખ વગેરેનો ઉપયોગ શરીર સુધી જ સીમિત કેવી રીતે રહી શકે છે ? એક અખંડ દ્રવ્ય કેટલાક ભાગોમાં સુખ-દુઃખ વગેરેનો ભોક્તા અને અન્ય કેટલાક ભાગોમાં સુખ-દુઃખ વગેરેનો અભોક્તા કેવી રીતે હોઈ શકે છે ? (૨૯)
)))( જિણધમો)
Page #314
--------------------------------------------------------------------------
________________
વ્યાપક આત્મવાદમાં પ્રતિનિયત સુખ-દુઃખ વગેરે તથા ધર્મ-કર્મ વગેરેની વ્યવસ્થા સંભવ નથી. બધા આત્માઓ વ્યાપક છે, તો બધાનાં શરીરોની સાથે એનો સંબંધ છે જ. એવી સ્થિતિમાં પોત-પોતાનાં સુખ-દુઃખ ભોગના પ્રતિનિયત નિયત કેવી રીતે ઘટી શકે છે ? એક આત્મા દ્વારા કરવામાં આવેલાં શુભાશુભ કર્મોનું પરિણામ બધા આત્માઓને ભોગવવાનો પ્રસંગ પ્રાપ્ત થશે. એકના બંધથી બધાનો બંધ થઈ જશે અને એકની મુક્તિથી બધાની મુક્તિ થઈ જશે. બધી બંધ-મોક્ષની વ્યવસ્થાઓ જેમ-તેમ થઈ જશે. લૌકિક વ્યવહારોની સિદ્ધિ પણ નથી બની શકે. એકના ભોજન કરી લેવાથી બધાને તૃપ્તિનો અનુભવ થવો જોઈએ અને એકના ભૂખ્યા રહેવાથી બધાને સુધાનો અનુભવ થવો જોઈએ. બધા લોકોનાં અલગ-અલગ કાર્યોનું કોઈ મહત્ત્વ રહેશે નહિ. કોઈ અશુભકામ કરે છે અને કોઈ શુભકામ કરે છે, તો બંનેમાં કાર્ય અને એમનાં સુખ-દુઃખ વગેરે પરિણામ એકબીજામાં સમ્મિલિત થઈને એકમેક થઈ જશે - દૂધ-પાણીની જેમ તે પરસ્પર મળી જશે - આ કર્મ અને કર્મફળના સાંકર્ય(મિશ્રણ)થી લૌકિક અને લોકોત્તર ક્ષેત્રમાં જે પ્રતિનિયત કર્મ અને કર્મફળની વ્યવસ્થા ચાલી આવે છે, તે બધી લુપ્ત થઈ જશે, જ્યારે બધાને એક સમાન ફળ ભોગવવું જ પડે છે, તો કોણ તપ-જપનું કષ્ટ ઉઠાવશે? કેમ કરીને કોઈ સાધના કરશે ? કેમ આત્મ-સંયમ અને ઇન્દ્રિયદમન કરશે ?
ઉક્ત અવ્યવસ્થાનું સમાધાન અષ્ટ શક્તિ માની લેવાથી પણ સંભવ નથી. કારણ કે તે અદૃષ્ટ પણ વ્યાપક જ હશે. એનો સંબંધ એક આત્માની જેમ બધા આત્માઓ સાથે પણ રહેશે. ત્યારે પ્રતિનિયત વ્યવસ્થા કેવી રીતે થઈ શકે છે ? મન અને શરીરના સંબંધથી શરીરસ્થ આત્મ-પ્રદેશોમાં જ સુખ-દુઃખ વગેરેનો ઉપભોગ અને જ્ઞાન વગેરે માનવામાં આવે છે, તો પછી એટલા જ ક્ષેત્રમાં આત્માનો સભાવ માનવો જોઈએ. શરીરથી બહાર રહેલા આત્મામાં જ્યારે આત્મિક ગુણ છે જ નહિ, તો બહાર એનું અસ્તિત્વ માનવાથી શું લાભ ? કેમ નિરર્થક જ આત્માના અખંડિત સ્વભાવને ખંડિત કરવામાં આવે ? શરીરસ્થ આત્માના પ્રદેશ અલગ અને શેષ લોકવ્યાપી આત્માના પ્રદેશ અલગ, આ રીતે એક અખંડ આત્મદ્રવ્યના વિભાગની ભ્રાંત-ધારણાથી શું લાભ છે? અંતતોગત્વા જ્યારે પ્રતિનિયત જ્ઞાન તથા સુખ-દુઃખોપભોગ શરીરસ્થ આત્મામાં જ માનવો પડે છે, તો આત્માને સ્વદેહ-પ્રમાણ જ કેમ માનવામાં ન આવે ?
આત્મા અણુરૂપ નથી જે રીતે આત્માને વ્યાપક માનવાથી પ્રતિનિયત સુખ-દુઃખ વગેરે ભોગની વ્યવસ્થા નથી બની શકતી એમ જ આત્માને અણુમાત્ર તથા અંગુષ્ઠ માત્ર ક્ષેત્રમાં રહેનાર માનવાથી પણ સુખ-દુઃખના સંવેદનની વ્યવસ્થા નથી બેસતી. પગમાં કાંટો વાગવાથી આખા શરીરના આત્મ-પ્રદેશોમાં એક સાથે કંપન અને દુઃખની અનુભૂતિ થાય છે. જો આત્મા શરીરના કોઈ નિયત ભાગમાં અણુ રૂપમાં રહે છે, તો એવી યુગપદ્ અનુભૂતિ સંભવ નથી થઈ શકતી. [ જીવ તત્ત્વ એક વિવેચન છે જે છે ૨૯૦)
Page #315
--------------------------------------------------------------------------
________________
જો એ કહેવાય કે અણુરૂપ આત્માની આખા શરીરમાં અતિશીવ્ર ગતિ થાય છે. તેથી તત્કાળ એવી અનુભૂતિ થઈ શકે છે, તો આ કથન સંગત નહિ હોય, કારણ કે આ પ્રકારનો ક્રમ પરિલક્ષિત નથી થતો. જે સમયે અણઆત્માનો ચક્ષુ સાથે સંબંધ થાય છે એ જ સમયે રસના વગેરે ઇન્દ્રિયોની સાથે એનો સંબંધ હોવો અસંભવ છે. લીંબુને આંખથી જોતાં જ જીભ ઇન્દ્રિયમાં પાણી આવી જવું.” આ વાતને સિદ્ધ કરે છે કે બંને ઇન્દ્રિયોના પ્રદેશોમાં આત્મા-યુગપતું સંબંધ રાખે છે. માથાથી લઈને પગ સુધી અણુરૂપ આત્માના ચક્કર લગાવવામાં કાળભેદ થવો સ્વાભાવિક છે. જો કે સર્વાગીણ રોમાંચ વગેરે કાર્યથી જ્ઞાત નારી યુગપતુ સુખાનુભૂમિના વિરુદ્ધ છે. આ જ કારણ છે કે જૈનદર્શનમાં આત્માના પ્રદેશોમાં સંકોચ અને વિસ્તારની શકિત માનીને એને સ્વદેહ પરિણામવાળો સ્વીકારવામાં આવ્યો છે. જૈનદર્શને કેવળીઓ દ્વારા કરવામાં આવતા સમુઘાતની અપેક્ષાથી એક સમયને માટે આત્માને સર્વલોક વ્યાપી માન્યો છે. અન્યથા આત્મા સ્વદેહ પરિમાણવાળો જ છે, કારણ કે એના જ્ઞાન અને સુખ-દુઃખ વગેરે ગુણોનો અનુભવ શરીરસ્થ આત્મામાં જ થાય છે.
કર્તા-સાક્ષાત ભોક્તા ઃ આત્મા સ્વયં પોતાનાં કર્મોનો કર્તા અને એના સુખ-દુઃખ વગેરે રૂપ-ફળનો ભોકતા છે. જેમ કે “આગમ'માં કહ્યું છે -
अप्पा कत्ता विकत्ता य दुहाण य सुहाणय । अप्पा मित्तममित्तं च दुपट्ठियो सुपट्ठिओ ॥
- ઉત્તરાધ્યયન, અ-૨૦, ગા-૩૭ આત્મા સુખ અને દુઃખોનો કર્તા અને એના ફળનો ભોક્તા છે. શુભમાં પ્રવૃત્ત પોતાનો આત્મા પોતાનો મિત્ર છે, અને અશુભમાં પ્રવૃત્ત આત્મા પોતાનો શત્રુ છે. સાંખ્યદર્શન આત્માને અકર્તા અક્રિય માને છે. તે આત્માને ઉપચરિત રૂપમાં કર્મફળનો ભોક્તા માને છે. આ વાતની અસંગતિ બતાવવા માટે આત્માને કર્તા અને સાક્ષાત્ ભોક્તા કહેવામાં આવ્યો છે. જે દર્શન આત્માને સર્વથા અમૂર્ત, નિત્ય અને વ્યાપક માને છે, તેમના મંતવ્ય અનુસાર અરૂપી, નિત્ય તથા વ્યાપક તત્ત્વમાં ક્રિયા નથી માનવામાં આવી. આ જ કારણ છે કે સાંખ્યદર્શને આત્માને અક્રિય કહ્યો છે. કહ્યું પણ છે -
"अकर्ता निर्गुणो भोक्ता, आत्मा कापिल दर्शने" સાંખ્યદર્શનની આ માન્યતા તર્કસંગત પ્રતીત નથી થતી. કારણ કે જો આત્માને કર્મનો કર્તા નહિ માનવામાં આવે તો તે હંમેશાં એક જ સ્થિતિમાં રહેશે. તો પછી હર્ષ, વિષાદ, જરા-મરણ કે ચતુર્ગતિરૂપ સંસાર કેવી રીતે ઘટિત થશે? જો ફૂટસ્થ નિત્ય આત્મા હંમેશાં એકરૂપ રહેનાર છે તો બંધ-મોક્ષ કેવી રીતે બનશે ? જે કર્મ કરે છે એ જ બંધાય છે અને જે બંધાય છે એ જ મુક્ત થાય છે. હંમેશાં એકરૂપ રહેનાર અપરિણામી તત્ત્વમાં આ કોઈ રીતે ઘટિત નથી થઈ શકતું. પરિણામી તત્ત્વમાં જ આ બંધ-મોક્ષ ઘટિત થાય છે. એવી સ્થિતિમાં મોક્ષ માટે પુરુષાર્થ કરવાનો શું અર્થ રહેશે ? (૨૯૮) 0 0 0 0 0 0 0 0 0 0 જિણધામો)
Page #316
--------------------------------------------------------------------------
________________
વિચિત્ર વાત તો એ છે કે સાંખ્યદર્શન આત્માને કર્તા તો નથી માનતું, પરંતુ કર્મફળનો ભોક્તા માને છે. પછી જે કર્મનો કર્તા નથી તે એના ફળનો ભોક્તા કેવી રીતે હોઈ શકે છે ? કહ્યું છે -
को वेएइ अकयं कयनासो पंचहा गई नत्थि । देवमणुस गयागइ जाइ सरणाइयाणं च 11 સૂત્રકૃતાંગ નિયુક્તિ પ્રથમ અધ્યયન ગાથા-૩૪
"
આત્મા જો કર્મ નથી કરતો તો અકૃત કર્મ કોણ ભોગવે છે ? નિષ્ક્રિય હોવાથી આત્મા ફળનો ભોગ નથી કરી શકતો. તેથી કરેલાં કર્મ નિષ્ફળ થઈ જશે. આત્મા જો સર્વથા એકરૂપ રહે છે, તો પાંચ પ્રકારની ગતિ સિદ્ધ થઈ શકતી નથી. આત્મા જો વ્યાપક છે, તો દેવ ગતિ મનુષ્ય ગતિમાં એનું ગમનાગમન નથી થઈ શકતું. આત્માને જો એકરૂપ માનવામાં આવે તો સ્મરણ-વિસ્મરણ ઘટિત ન થઈ શકે. ત્યારે જાતિ સ્મરણ વગેરે જ્ઞાન પણ સંભવ નથી. કારણ કે તે સ્મરણ, વિસ્મરણના પછી જ થઈ શકે છે.
સાંખ્યદર્શન આત્માને સર્વથા નિષ્ક્રિય કહીને પણ એને કર્મના ફળનો ભોક્તા માને છે, આ આશ્ચર્ય છે. કારણ કે કર્મ-ફળ ભોગવવું એ પણ એક પ્રકારની ક્રિયા છે. જે સર્વથા અક્રિય છે, તે ભોગક્રિયાનો કર્તા કેવી રીતે થઈ શકે છે ?
કેટલાક દર્શનકાર આત્માને કર્તા તો માની લે છે, પરંતુ એના શુભાશુભ કર્મનું ફળ દેનાર કોઈ બીજી શક્તિ માને છે. એમનું મંતવ્ય છે કે જીવ કર્મ કરવામાં સ્વતંત્ર છે, પરંતુ એનું ફળ ભોગવવામાં તે પરતંત્ર છે. કોઈપણ જીવ પોતાના અશુભકર્મનું ફળ ભોગવવા નથી માંગતો, તેથી એને કર્મનું ફળ આપનારી કોઈ સર્વશક્તિમાન શક્તિ હોવી જોઈએ, અને તે સર્વ શક્તિમાન શક્તિ ઈશ્વર જ હોઈ શકે છે. ઈશ્વર જીવોને એમના કર્માનુસાર સારાં કે ખોટાં ફળ આપે છે. જેમ કે - કહે છે -
अज्ञः जन्तुरनीशोऽयमात्मनः सुख दुःखयोः । ईश्वर प्रेरितो गच्छेत् स्वर्गं वाश्वभ्रमेव वा ॥
અર્થાત્ આ અજ્ઞાની જીવ પોતાના સુખ-દુઃખને સ્વયં ભોગવવામાં અસમર્થ છે, તેથી ઈશ્વર દ્વારા પ્રેરિત થઈને તે સ્વર્ગ અથવા નરકમાં જાય છે. આ રીતે ઈશ્વર કર્તૃત્વવાદી લોક જીવને સુખ-દુ:ખનો કર્તા માનવા છતાંય કર્મફળનો ભોક્તા નથી માનતા. પરંતુ આ માન્યતા પ્રતીતિથી વિપરીત છે. વ્યક્તિ કર્મ કરવામાં સ્વતંત્ર છે, પરંતુ જ્યારે તે એક વખત કર્મ કરી દે છે તો તે એના ફળને ભોગવવા માટે વિવશ થઈ જાય છે. એના ન ચાહવા છતાંય એનું પરિણામ એને પ્રાપ્ત થશે જ. એના માટે કોઈ ઈશ્વરીય તત્ત્વના હસ્તક્ષેપની આવશ્યકતા નથી. એક વ્યક્તિ આ વાત માટે સ્વતંત્ર છે કે તે વિષ ખાય કે ન ખાય. પરંતુ જ્યારે તેણે એને ખાઈ લીધું છે, તો એની અસર પોતાની રીતે એના પર થશે જ. અસર પેદા કરનાર કોઈ ઈશ્વરને માનવાની શું જરૂર છે ? જે મરચું-મસાલાયુક્ત ચણા ખાઈને તડકામાં ઊભો જીવ તત્ત્વ : એક વિવેચન
૨૯૯
Page #317
--------------------------------------------------------------------------
________________
રહેશે એને પોતાની રીતે તરસ લાગશે. તરસ લગાડનાર અલગ વ્યક્તિને માનવો હાસ્યાસ્પદ જ હશે. જેણે મદિરા પીધી છે, એને નશો ચઢશે જ, નશો ચઢાવવાળું કોઈ બીજું તત્ત્વ છે, એ માનવું બુદ્ધિમત્તાપૂર્ણ નથી. જ્યારે જીવ ઉક્ત પદાર્થોનું સેવન કરે છે, તો એમના સંસર્ગથી જીવમાં એમ જ પરિણમન પોતાની રીતે થઈ જાય છે. આ વસ્તુનો ધર્મ છે. બોટલમાં ભરેલા દારૂથી બોટલને નશો ચડતો નથી. જીવ જ્યારે એને પીએ છે ત્યારે તેના પર માદકતાની અસર થાય છે. એમાં ઈશ્વરીય હસ્તક્ષેપની કલ્પના કરવી, વસ્તુના સ્વાભાવિક ધર્મથી ઇનકાર કરવા સમાન છે.
કુંભાર ઘટ(દડા)ને બનાવે છે અને વણકર વસ્રને વણે છે. આ પ્રત્યક્ષ જોવા મળે છે. એવી સ્થિતિમાં ઘટ-પટ વગેરેને ઈશ્વરકૃત માનવું (બેચારા કુંભાર અને વણકરના પ્રયત્નો પર પાણી ફેરવવા સમાન છે.)
ઈશ્વરના જે ગુણ પ્રતિપાદિત કરવામાં આવે છે, એમને લક્ષ્યમાં રાખીને જ્યારે વિચાર કરવામાં આવે છે ત્યારે એનું સૃષ્ટિ કર્તૃત્વ કોઈ રીતે સંગત નથી થતું. ઈશ્વર જગતના સર્વ પ્રપંચોથી મુક્ત અને રાગ-દ્વેષથી અતીત માનવામાં આવે છે. તો એને સૃષ્ટિના બનાવવા, બગાડવા કે પાળવાની ઝંઝટમાં કેમ પડવું જોઈએ ? સૃષ્ટિ અને સંહાર રાગદ્વેષ વગર સંભવ નથી, તેથી રાગદ્વેષથી અતીત પરમાત્મા-ઈશ્વર સૃષ્ટિ-સંહારનું કાર્ય નથી કરી શકતા. જો તે એવું કરે છે તો રાગ-દ્વેષ હોવા અવશ્યભાવી છે અને તેના પરિણામ સ્વરૂપ તે ઈશ્વર રહી શકતો નથી. એવી સ્થિતિમાં ઈશ્વરનું કર્તૃત્વ સિદ્ધ નથી થઈ શકતું. તેથી આ જ સ્વીકાર કરવું જોઈએ કે આત્મા સ્વયં કર્મ કરે છે અને સ્વયં જ એનાં સુખ-દુ:ખ વગેરે ફળોનો અનુભવ કરે છે. તેથી જૈનદર્શન આત્માને સ્વયં કર્તા અને સાક્ષાત્ ભોક્તા માન્યો છે.
અસંખ્યાત્ પ્રદેશિત્વ
પ્રત્યેક આત્માના અસંખ્યાત-પ્રદેશો છે. લોકો પણ અસંખ્યાત-પ્રદેશી છે. જો લોકના એક-એક આકાશ-પ્રદેશ પર એક-એક જીવ પ્રદેશને સ્થાપિત કરવામાં આવે તો આખો લોકાકાશ જીવ પ્રદેશોથી વ્યાપ્ત થઈ જશે. કેવળી સમુદ્દાતના સમયે એવો પ્રસંગ બને છે. જૈનદર્શન અનુસાર આત્માનું પરિમાણ ન તો આકાશની માફક વ્યાપક બને છે અને ન પરમાણુની જેમ અણુરૂપ છે, પરંતુ મધ્યમ પરિમાણ છે. બધા આત્માઓનો આ મધ્યમ પરિમાણ-પ્રદેશોની સંખ્યાની દૃષ્ટિથી સમાન છે. પરંતુ લંબાઈ-પહોળાઈ વગેરે બધાની સમાન નથી. એક જીવનો આધાર ક્ષેત્ર લોકાકાશના અસંખ્યાતમાં ભાગથી લઈને સંપૂર્ણ લોકાકાશ સુધી થઈ શકે છે. જીવ દ્રવ્યનું નાનામાં નાનું આધાર ક્ષેત્ર અંગુલા સંધ્યેય ભાગ પરિમાણ હોય છે, જે સમગ્ર લોકાકાશનો અસંખ્યાત્મો ભાગ છે. કાલાંતરમાં એ જ જીવનું આધાર ક્ષેત્ર બેગણો-ત્રણગણો વગેરે વધતાં-વધતાં સર્વલોકાકાશ જેટલો પણ થઈ શકે છે. આ ન્યૂનાધિકતા એક જીવની અપેક્ષાથી છે.
300
જિણધમ્મો
Page #318
--------------------------------------------------------------------------
________________
સર્વ જીવની અપેક્ષાથી તો જીવ તત્ત્વનું આધાર ક્ષેત્ર સંપૂર્ણ લોકાકાશ જ છે. પ્રશ્ન થઈ શકે છે કે પ્રત્યેક આત્માના અસંખ્યાત-પ્રદેશ છે, અને લોકાકાશના પણ અસંખ્યાત-પ્રદેશ છે અને આત્માઓ અનંત છે, તો તે અનંત આત્માઓ લોકાકાશના અસંખ્યાત-પ્રદેશોમાં કેવી રીતે રહી શકે છે ? આ પ્રશ્નનું સમાધાન એ છે કે આત્મ-પ્રદેશોમાં પ્રદીપ પ્રભાની જેમ સંકોચ-વિસ્તારનો ગુણ છે, તેથી અંગુલાસંધ્યેય આકાશ-પ્રદેશ ક્ષેત્રમાં સાધારણ શરીરી અનંત જીવ એક સાથે રહી શકે છે. મનુષ્ય વગેરેના એક ઔદારિક શરીરના ઉપર અને સુંદર અનેક સમૂર્ણિમ જીવોની સ્થિતિ જોવા મળે છે. આ રીતે લોકાકાશમાં અનંત જીવોનો
સમાવેશ અસંગત નથી.
આત્મા અદૃષ્ટવાન છે ઃ સંસારવર્તી આત્મા કાર્મણ-વર્ગણાના દલિકોથી અનાદિકાળથી સંબંધ છે. આ નથી બતાવી શકાતું કે આત્મા પહેલાં-પહેલ ક્યારે કર્માણુઓથી સંબંદ્ધ થયો ? જેમ કે આ નથી કહી શકાતું કે ખાણમાં રહેલું સોનું ક્યારે માટીથી સંબંદ્ધ થયું ? ખાણવર્તી સોનું અનાદિકાળથી માટીના સંસર્ગમાં રહેલું છે, એમ જ સંસારવર્તી આત્મા અનાદિકાળથી કર્મ પુદ્ગલોથી સંબંદ્ધ છે. આ સંબંદ્ધ તૂટી શકે છે. જેમ કે સોનામાંથી માટીને વિશિષ્ટ પ્રક્રિયાથી અલગ કરી શકાય છે, એમ જ આત્માને વિશિષ્ટ સાધના વગે૨ે દ્વારા કર્મ સંબંધોથી અલગ કરી શકાય છે. આત્મા દ્વારા કરેલાં શુભાશુભ કર્મ જ અદૃષ્ટ બની જાય છે અને તે અદૃષ્ટના કારણે આત્માને શુભાશુભ ફળની પ્રાપ્તિ થાય છે. હાનિલાભ, જીવન-મરણ, યશ-અપયશ વગેરે સારા-ખોટા પરિણામ અદૃષ્ટના આધીન હોય છે. જગતમાં જોવા મળતા વૈષમ્ય અને વૈચિત્ર્ય અદૃષ્ટ-કર્મના નિમિત્તથી જ છે. પ્રત્યેક સંસારવર્તી આત્મા પોતાના અર્દષ્ટથી બંધાયેલો છે, છતાં તે અટ્ઠષ્ટ પણ એના જ દ્વારા નિર્મિત કરવામાં આવેલો છે. જીવને શુભાશુભ ફળ આપનાર ઈશ્વર નથી પણ એનું સ્વયંનું નિર્મિત અદૃષ્ટ છે. તેથી સંસારવર્તી આત્માને પૌદ્ગલિક અર્દષ્ટવાન કહેવામાં આવ્યો છે.
પરસ્પર પ્રભાવ : આત્મા અને કર્માણુઓનો પરસ્પર પ્રભાવ પડે છે. આત્માની કોઈપણ ક્રિયા ભલે તે મનથી વિચારાત્મક હોય કે વચન-વ્યવહારરૂપ હોય કે શરીરની પ્રવૃત્તિરૂપ હોય, પોતાના કાર્મણ-શરીરમાં અને આસપાસના વાતાવરણમાં નિશ્ચિત અસર પાડે છે. આ વાત સૂક્ષ્મ કૅમેરાયંત્રથી પ્રમાણિત કરવામાં આવી છે. જે ખુરશી ઉપર એક વ્યક્તિ બેસે છે, એ વ્યક્તિના ઊઠ્યા પછી અમુક સમય સુધી ત્યાંના વાતાવરણમાં એ વ્યક્તિનું પ્રતિબિંબ કૅમેરામાં લેવામાં આવ્યું છે. વિભિન્ન પ્રકારના વિચારો અને ભાવનાઓની પ્રતિનિધિ રેખાઓ મસ્તિષ્કમાં પડે છે, આ પણ પ્રયોગોથી સિદ્ધ કરવામાં આવ્યું છે.
આત્મા અને ભૌતિક પદાર્થોનો સ્વભાવ પ્રતિક્ષણ પરિણમન કરવાનો છે અને વાતાવરણ અનુસાર પ્રભાવિત થવાનો તથા વાતાવરણને પ્રભાવિત કરવાનો છે. એક નાનો શબ્દ ઈશ્વરના તરંગોમાં પોતાના વેગ અનુસાર ઊંડો કે ઉપરી કંપન પેદા કરે છે. આ ઝણઝણાહટ રેડિયો-યંત્રો દ્વારા કાનોથી સાંભળી શકાય છે અને પ્રેષક રેડિયો-યંત્રોથી યથેષ્ટ શબ્દોને નિશ્ચિત સ્થાનો પર મોકલી શકાય છે. આ રીતે આત્મા જ્યારે કોઈ સારા કે ખોટા કરે છે જીવ તત્ત્વ : એક વિવેચન
૩૦૧
Page #319
--------------------------------------------------------------------------
________________
તો એની આ ક્રિયાથી આસપાસના વાતાવરણમાં કંપન પેદા થાય છે તથા વિચારની શક્તિ અનુસાર વાતાવરણમાં ક્રિયા-પ્રતિક્રિયા થાય છે. જગતના કલ્યાણ અને મંગલ કામનાના વિચાર ચિત્તને હળવું અને પ્રસન્ન રાખે છે. તે પ્રકાશરૂપ હોય છે અને એમના સંસ્કાર વાતાવરણમાં એક રોશની નાખે છે તથા પોતાના અનુરૂપ પુદ્ગલ પરમાણુઓને પોતાના શરીરની અંદરથી જ કે શરીરના બહારથી ખેંચી લે છે. એ વિચારોના સંસ્કારોથી પ્રભાવિત એ પુદ્ગલ દ્રવ્યોનો સંબંધ અમુક કાળ સુધી એ આત્માના સાથે રહે છે. એના જ પરિપાક રૂપે આત્મા કાલાંતરમાં સારા કે ખોટા અનુભવો અને પ્રેરણાઓને પ્રાપ્ત કરે છે. જે પુદ્ગલ દ્રવ્ય એક વખત કોઈ વિચારોથી પ્રભાવિત થઈને ખેંચાય કે બંધાય છે એમાં પણ કાલાંતરમાં બીજા-બીજા વિચારોથી બરાબર હેર-ફેર થતો રહે છે. અંતમાં જે-જે પ્રકારના જેટલા સંસ્કાર બચ્યા રહે છે, એ-એ પ્રકારનું વાતાવરણ એ વ્યક્તિને પ્રાપ્ત થઈ જાય છે.
વાતાવરણ અને આત્મા આટલા પ્રતિબિંબગ્રાહી હોય છે કે જ્ઞાન કે અજ્ઞાત ભાવથી થનારા પ્રત્યેક સ્પંદનના સંસ્કારોને તે પ્રતિક્ષણ ગ્રહણ કરતા રહે છે. આ પરસ્પર પ્રતિબિંબ ગ્રહણ કરવાની ક્રિયાને પ્રભાવ' કહે છે. તેથી મહાપુરુષ કહે છે કે – “સારું વાતાવરણ બનાવો અને મંગલમય ભાવોને ચારેય તરફ ઉડાડો.” ભાવનાઓનો અચિંત્ય પ્રભાવ છે. કોઈ પ્રભાવશાળી યોગીના અચિંત્ય પ્રેમ અને અહિંસાની વિશ્વમૈત્રી રૂપ સંજીવન ધારાથી આસપાસની વનસ્પતિઓનું અસમયમાં પુષ્પિત થઈ જવું અને જાતિ વિરોધ સાપ-નોળિયા વગેરે પ્રાણીઓને પોતાના વેર ભુલાવીને એમનાં અમૃતયુક્ત વાતાવરણમાં પરસ્પર મૈત્રીના ક્ષણોનો અનુભવ કરવો કોઈ અસંભવ વાત નથી, આ તો પ્રભાવની અચિંત્ય-શકિતનું સાધારણ ફુરણ છે.
નિષ્કર્ષ એ છે કે – આત્મા પોતાના મન-વચન-કાયાની ક્રિયાઓ દ્વારા વાતાવરણથી આ પુગલ પરમાણુઓને ખેંચી લે છે, અને પ્રભાવિત કરીને કાર્યરૂપ બનાવી લે છે. જેમના સંપર્કમાં આવતાં જ તે પછી એ જ પ્રકારના ભાવોને પ્રાપ્ત થાય છે. આપણે બધા એવી જગ્યાએ ઊભા છીએ જ્યાં ચારેય બાજુ આપણા અંદર-બહારના પ્રભાવને ગ્રહણ કરનાર કૅમેરા લાગેલા છે અને આપણી પ્રત્યેક ક્રિયા સંપૂર્ણ પ્રકૃતિની એ મહા ખાતાવહીમાં અંકિત થઈ જાય છે અને ક્યારેક કાલાંતરમાં - પાપ કર્મો વ્યક્તિ સ્વયં પોતાનામાં શંકિત રહે છે, અને પોતાના જ મનોભાવોથી પરેશાન રહે છે.
મનુષ્ય પોતાની ક્રિયાઓથી જેટલો ઊંડો કે અવળો સંસ્કાર, પ્રભાવ અને વાતાવરણ પોતાના આત્મા પર નાખે છે, એના જ તારતમ્યથી મનુષ્યોને ઇષ્ટનિષ્ટનું ચક્ર ચાલે છે. તત્કાળ કોઈ કાર્યનું સાચું કાર્યકારણ ભાવ આપણી સમજમાં ના પણ આવે, પણ કોઈપણ કાર્ય અકારણ નથી થઈ શકતું - આ એક અટલ (સ્પષ્ટ) સિદ્ધાંત છે. આ જ રીતે જીવન અને મરણના ક્રમમાં પણ કંઈક આપણા જૂના સંસ્કારો અને કેટલીક સંસ્કાર પ્રેરિત પ્રવૃત્તિઓ તથા લોકોનો જીવન-વ્યાપાર બધું મળીને કારણ બને છે.
ઉક્ત વિવેચનથી સ્પષ્ટ થઈ જાય છે કે સંસારવર્તી આત્મા કર્મદલિકોથી કેટલો અધિક પ્રભાવિત છે. તેથી એ આત્માને પૌલિક અદેખવાન કહેવામાં આવ્યો છે. (૩૦૨) જે
જિણધમો)
Page #320
--------------------------------------------------------------------------
________________
(૪૨)
(પાંચ ભાવ)
આત્માની બધી પર્યાય એક જ અવસ્થાની હોતી નથી. કેટલીક પર્યાય કોઈ એક અવસ્થાની હોય છે, તો કોઈ બીજી પર્યાય કોઈ બીજી અવસ્થાની. આત્મ-પર્યાયોની આ ભિન્ન-ભિન્ન અવસ્થાઓ જ ભાવ કહેવાય છે. આત્માની આ પર્યાય પાંચ ભાવવાળી હોય છે. (૧) ઔપશમિકા (૨) ક્ષાયિક (૩) લાયોપથમિક (૪) ઔદયિક (૫) પારિણામિક. ૧. ઓપશમિક ભાવ:
કર્મના ઉપશમથી જે આત્મ-શુદ્ધિ થાય છે તે ઉપશમ ભાવ છે. જેમ જળમાં ફટકડી નાંખવાથી મેલ નીચે બેસી જાય છે અને જળ સ્વચ્છ થઈ જાય છે, તેવી રીતે સત્તાગત્ કર્મનો ઉદય જ્યારે બિલકુલ રોકાઈ જાય છે, ત્યારે ઉપશમ રૂપ શુદ્ધિ થાય છે. ઔપશમિક ભાવના બે ભેદ છે -
(૧) સમ્યકત્વ અને (૨) ચારિત્ર. દર્શન - મોહનીય કર્મના ઉપશમથી સમ્યકત્વનું અને ચારિત્ર-મોહનીય કર્મના ઉપશમથી ચારિત્રનો આવિર્ભાવ થાય છે. તેથી સમ્યકત્વ અને ચારિત્ર એ બે જ પર્યાય ઔપથમિક ભાવવાળા છે. ૨. ક્ષાયિક ભાવ :
કર્મોના ક્ષયથી ઉત્પન્ન થનારી વિશુદ્ધિ ક્ષાયિક ભાવ છે. જેમ સર્વથા મેલના અલગ થવાથી જળ નિતાન્ત સ્વચ્છ થઈ જાય છે, તેવી રીતે કર્મનો સંબંધ બિલકુલ છૂટી જવાથી જે વિશુદ્ધિ પ્રગટ થાય છે, તે ક્ષાયિક ભાવ છે. ક્ષાયિક ભાવના નવ ભેદ છે - (૧) કેવળ જ્ઞાનાવરણના ક્ષયથી કેવળજ્ઞાન, (૨) કેવળ દર્શનાવરણના ક્ષયથી કેવળદર્શન (૩-૭) પંચવિધ અંતરાયના ક્ષયથી દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય - આ પાંચ લબ્ધિઓ (૮) દર્શન-મોહનીય કર્મના ક્ષયથી ક્ષાયિક સમ્યકત્વ તથા (૯) ચારિત્ર-મોહનીય કર્મના ક્ષયથી ક્ષાયિક ચારિત્રનો આવિર્ભાવ થાય છે. તેથી કેવળજ્ઞાનાદિ નવવિધ પર્યાય ક્ષાયિક કહેવાય છે. ૩. ક્ષાયોપથમિક ભાવ:
આ ભાવ ક્ષય અને ઉપશમથી ઉત્પન્ન થાય છે. કર્મના એક અંશનો ઉદય સર્વથા રોકાઈ જવાથી તથા બીજા અંશનો પ્રદેશોદય (નીરસ કર્મ દલિકોનું વેદન) દ્વારા ક્ષય થતા રહેતા જે આત્માની શુદ્ધિ પ્રગટ થાય છે, તે ક્ષાયોપથમિક ભાવ છે. જેમ કોદ્રવને ધોવાથી તેની માદક શક્તિ થોડી ક્ષીણ થઈ જાય છે અને થોડી રહી જાય છે, તેવી રીતે આ આત્મ-વિશુદ્ધિ મિશ્રિત હોય છે. ક્ષાયોપસમિક ભાવના અઢાર ભેદ છે – (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યાયજ્ઞાન (૫) મતિ-અજ્ઞાન (૬) શ્રુત-અજ્ઞાન (૭) વિભંગજ્ઞાન (2) ચક્ષુદર્શન (૯) અચક્ષુદર્શન (૧૦) અવધિદર્શન (૧૧) દાન (૧૨) લાભ (૧૩) [ પાંચ ભાવD
O OOOOOOOOOY૩૦૩)
Page #321
--------------------------------------------------------------------------
________________
ભોગ (૧૪) ઉપભોગ (૧૫) વીર્યરૂપ પાંચ લબ્ધિઓ (૧૬) સમ્યકત્વ (૧૭) ચારિત્ર અને (૧૮) સંયમસંયમ. આ અઢાર પર્યાય ક્ષાયોપથમિક છે. મતિ-જ્ઞાનાવરણાદિ કર્મોના ક્ષયોપશમથી ૪ જ્ઞાન અને ૩ અજ્ઞાન, દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી ચક્ષુદર્શનાદિ ૩, અંતરાય કર્મનો ક્ષયોપશમથી દાનાદિ ૫ લબ્ધિઓ, અનંતાનુબંધી ચતુષ્ક અને દર્શન-મોહના ક્ષયોપશમથી સમ્યકત્વ, અનંતાનુબંધી વગેરે કષાયોના ક્ષયોપશમથી સર્વવિરતિ ચારિત્ર અનંતાનુબંધી આદિ આઠ કષાયોના ક્ષયોપશમથી સંયમસંયમ(દેશવિરતિ)નો આવિર્ભાવ થાય છે. આ રીતે મતિજ્ઞાનાદિ અઢાર પર્યાય ક્ષાયોપશમિક ભાવ છે. ૪. ઓદયિક ભાવ:
આત્માના જે પર્યાય કર્મના ઉદયથી પ્રગટ થાય છે, તે ઔદયિક ભાવ છે. ઉદય એક પ્રકારની વૈભાવિક સ્થિતિ છે, જે કર્મના વિપાકથી થાય છે. પરંતુ આ પ્રકારના બધા વિપાકોમાં જીવની મલિનતાને જ આ આવશ્યક નથી. ઔદાયિક અવસ્થામાં પણ યથાસ્થાન કોઈક ભવ્ય આત્માઓ દેશવિરતિ, સર્વવિરતિ આદિની વિશુદ્ધિમાં વૃદ્ધિ કરતા વીતરાગ દશામાં પહોંચી જાય છે અને કૈવલ્ય પ્રાપ્ત કરી લે છે. આ ઔદયિક ભાવ તેરમાં ગુણસ્થાનમાં પણ ઘાતિક કર્મોના ક્ષયની પશ્ચાતુ અઘાતિક કર્મોના ઉદયમાં રહે છે. આ ઉદય દશામાં આત્મિક પરિપૂર્ણ વિશુદ્ધિ સિદ્ધોના અનંત ચતુર્થના સમાન જ રહે છે. તેથી આ પ્રકારના એકાંતઃ એમ કહી ન શકાય કે ઔદયિક ભાવમાં મલિનતા હોય જ છે. ઔદયિક ભાવમાં ૨૧ ભેદ છે - ગતિ નામ કર્મના ઉદયથી નરક, તિર્યંચ મનુષ્ય અને દેવ - આ ચાર ગતિઓ, કષાય-મોહનીયના ઉદયથી ક્રોધ, માન, માયા, લોભ આ ચાર કષાય, વેદ-મોહનીયના ઉદયથી સ્ત્રી, પુરુષ અને નપુંસક આ ત્રણ ભેદ, મિથ્યાત્વના મોહના ઉદયથી મિથ્યાદર્શન, જ્ઞાનાવરણીયના ઉદયથી અજ્ઞાન, ચારિત્ર-મોહનીયના ઉદયથી અસંયતત્ત્વ, વેદનીય આયુ, નામ, ગોત્રના ઉદયનું પરિણામ - અસિદ્ધત્વ, કષાયોદય રંજિત અને યોગ-પરિણામ રૂપ કૃષ્ણનીલ કપોત, તેજ પદ્ધ અને શુક્લ આ છ વેશ્યાઓ ઉત્પન્ન થાય છે. આ પ્રકારની ગતિ આદિ એકવીસ પર્યાય ઔદયિક ભાવ છે. ૫. પારિણામિક ભાવ :
દ્રવ્યના અસ્તિત્વથી પોતાની મેળે જે પર્યાય પ્રગટ થાય છે, તે પારિણામિક ભાવ છે. અર્થાત્ કોઈપણ દ્રવ્યનું સ્વાભાવિક સ્વરૂપ પરિણમન જ પરિણામિક ભાવ છે. પારિણામિક ભાવના ત્રણ ભેદ છે - (૧) જીવત્વ, (૨) ભવ્યત્વ અને (૩) અભવ્યત્વ. આ ત્રણ ભાવ સ્વાભાવિક છે. અર્થાત્ આ ન તો કોઈ કર્મના ઉદયથી, ન ઉપશમથી, ન ક્ષયથી અને ન ક્ષયોપશમથી પણ ઉત્પન્ન થાય છે. આ અનાદિ સિદ્ધ આત્મ-દ્રવ્યના અસ્તિત્વથી જ સિદ્ધ થાય છે, તેથી આ પરિણામિક ભાવ કહેવાય છે.
અસ્તિત્વ, અન્યત્વ, કર્તવ્ય, ભોક્નત્વ, ગુણત્વ, પ્રદેશત્વ, અસંખ્યાત પ્રદેશત્વ, અસર્વગતત્વ, અરૂપત્ર આદિ અનેક પરિણામિક ભાવ છે. તદાપિ આત્માના ત્રણ પરિણામિક ભાવ જ ૩૦૪)SO TOOK જિણઘો]
Page #322
--------------------------------------------------------------------------
________________
ઉપર બતાવ્યા છે. આ એના અસાધારણ પર્યાય હોવાથી જ કહેવાયા છે. અસ્તિત્વ આદિ પારિણામિક ભાવ તો છે, પરંતુ તે જીવની જેમ અજીવમાં પણ મેળવી શકાય છે. આ જીવના અસાધારણ ભાવ નથી. તેથી તેમનો નિર્દેશ કર્યો નથી. “તત્ત્વાર્થ સૂત્રમાં જીવ ભવ્યાભવ્યત્યાદીનિ ચ સૂત્ર'માં “આદિ’ શબ્દ દ્વારા આ જ ભાવ વ્યક્ત કર્યો છે. - ઉક્ત પાંચ ભાવ આત્માના સ્વરૂપ છે. સંસારી અથવા મુક્ત કોઈપણ આત્મા હોય, તેની બધી પર્યાય આ પાંચ ભાવમાંથી કોઈના કોઈ ભાવમાં અવશ્ય હોય છે. અજીવમાં ઉક્ત પાંચ ભાવવાળી પર્યાય હોતી નથી. મુક્ત જીવોમાં બે ભાવ મેળવી શકાય છે - ક્ષાયિક અને પરિણામિક. સંસારી જીવોમાં કોઈ ત્રણ ભાવવાળી, કોઈ ચાર ભાવવાળી, કોઈ પાંચ ભાવવાળી હોય છે. કોઈ બે ભાવવાળી હોતી નથી. મુક્ત જીવોની પર્યાય બે ભાવવાળી અને સંસારી આત્માના પર્યાય ત્રણથી લઈને પાંચ ભાવવાળા હોય છે. તેથી પાંચ ભાવનો જીવ સ્વરૂપ ધ્વરાશિની અપેક્ષાથી અથવા કોઈ જીવ વિશેષમાં સંભાવનાની અપેક્ષાથી કહેવાય છે.
ઔદયિક ભાવવાળી પર્યાય વેભાવિક છે, અને બાકી ચાર ભાવવાળી પર્યાય સ્વાભાવિક છે. ઉક્ત પાંચ ભાવોના જીવ સ્વતત્ત્વ-સ્વરૂપ કહેવાય છે, કારણ કે જીવને છોડીને તે અન્યત્ર નથી મેળવી શકાતું.
(જીવના ભેદ)
જીવ અનંત છે, પરંતુ પર્યાય-વિશેષની ભિન્નતાથી લઈને તેની ઘણી અપેક્ષાઓથી વિવિધ ભેદ કરવામાં આવે છે. જેમ જીવ એક પ્રકારના પણ છે, બે પ્રકારના પણ છે, ત્રણ પ્રકારના પણ છે, ચાર પ્રકારના પણ છે, પાંચ પ્રકારના તથા છ પ્રકારના પણ છે. ચૌદ પ્રકારના પણ છે અને પાંચસો ત્રેસઠ પ્રકારના પણ છે.
ચેતના ગુણની અપેક્ષાથી જીવનો ભેદ એક છે. ચેતના જીવનો અસાધારણ ધર્મ છે. ચેતના સર્વ જીવોમાં ઉપલબ્ધ હોય છે. સંગ્રહનયની દૃષ્ટિથી જેમાં ચેતના છે, તે જીવ ભલે હી તે સિદ્ધ હોય અથવા સંસારસ્થ હોય. ચેતના સંસારીમાં પણ છે અને સિદ્ધમાં પણ છે. ચેતનાની દૃષ્ટિથી સિદ્ધ અને સંસારી એક છે. સંસારીના સમસ્ત જીવ એક છે, કારણ કે બધામાં ચેતના ગુણ હોય છે. જેમાં ચેતના ગુણ નથી, તે જીવ પણ નથી. જેમ કે પુગલ. તેથી જ્યાં જ્યાં જીવત્વ છે, ત્યાં-ત્યાં ચેતના ગુણ પણ અવશ્ય જ હોય છે.
ચેતનાનું સ્વરૂપ બે દૃષ્ટિથી પ્રતિપાદિત કર્યું છે - એક છે આગમિક દૃષ્ટિ અને બીજી છે દાર્શનિક દષ્ટિ. આગમિક દૃષ્ટિ અનુસાર બોધરૂપ વ્યાપારને ચેતના કહે છે. બોધરૂપ વ્યાપાર સામાન્ય અને વિશેષના ભેદથી બે પ્રકારના છે. જીવની ચેતના જ્યારે વસ્તુના વિશેષ ધર્મોને ગૌણ કરીને સામાન્ય ધર્મોને મુખ્ય રૂપથી ગ્રહણ કરે છે, તેને દર્શન-ચેતના કહે છે. જીવની ચેતના જ્યારે વસ્તુમાં સામાન્ય ધમોને ગૌણ કરીને વસ્તુના વિશેષ ધર્મોને મુખ્ય રૂપથી ગ્રહણ કરે છે, ત્યારે તેને જ્ઞાન-ચેતના કહે છે.
[ જીવના ભેદ )
(૩૦૫)
Page #323
--------------------------------------------------------------------------
________________
દાર્શનિક દૃષ્ટિથી ચેતનાના ત્રણ પ્રકાર છે - (૧) જ્ઞાન-ચેતના, (૨) કર્મ-ચેતના અને (૩) કર્મફળ-ચેતના. કોઈપણ વસ્તુને જાણવા માટે ચેતનાનું જે જ્ઞાનરૂપ પરિણામ છે, તે જ્ઞાન ચેતના છે. કષાયના ઉદયથી ચેતનાનું જે ક્રોધાદિ રૂપ પરિણામ છે, તે કર્મ-ચેતના છે. શુભ-અશુભકર્મના ઉદયથી ચેતનાનું જે સુખદુઃખ રૂ૫ પરિણામ છે, તે કર્મફળ-ચેતના છે.
બીજી રીતથી પણ ઉક્ત ત્રણ ભેદોનો અર્થ કરવામાં આવે છે. જે જીવમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને વીર્યાન્તરાય રૂ૫ ઘાતકર્મોનો ઉદયભાવ છે. આ કર્મોદયના કારણ જેની ચેતના-શક્તિ અવિકસિત છે, તેથી જે ઇષ્ટ-અનિષ્ટ કાર્ય કરવામાં અસમર્થ છે, જે પ્રધાન રૂપથી કર્મફળનું વેદન કરે છે, એ એકેન્દ્રિય આદિ જીવની ચેતના કર્મફળ-ચેતના છે. જેના જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને મોહનીય કર્મના વિશેષ ઉદયભાવ હોય છે પરંતુ વિર્યાન્તરાય કર્મના કિંચિત્ ક્ષયોપશમથી જે ઇષ્ટ-અનિષ્ટ કાર્ય કરવામાં સમર્થ છે, તે કીન્દ્રિયાદિ જીવની ચેતના મુખ્ય રૂપથી કર્મચેતના છે. જેના ઘાતકર્મોનો અશેષ ક્ષય થઈ ચૂક્યો છે. એ જીવની ચેતના પ્રધાનરૂપથી જ્ઞાન-ચેતના છે.
અન્ય એક વિચક્ષાથી પણ ચેતનાના ત્રણ ભેદ કહેવાય છે - (૧) પરમ શુદ્ધચેતના (૨) શુદ્ધચેતના અને (૩) અશુદ્ધચેતના. પરમ શુદ્ધચેતના માત્ર જ્ઞાનીઓ તથા સિદ્ધોમાં જ છે. સંસારસ્થ જીવોમાં જે સમ્યગ્દષ્ટિ અને વ્રતી સાધક છે, તેમાં શુદ્ધચેતના છે અને મિથ્યાદેષ્ટિમાં અશુદ્ધચેતના છે. આ રીતે ચેતનાના ભેદ હોવા છતાં પણ ચેતનાની સત્તા બધા જીવોમાં છે. તેથી ચેતનાની દૃષ્ટિથી જીવમાત્રને એકવિધ કહેવાય છે. - દ્વિવિધ જીવ : કોઈ અપેક્ષાથી જીવના બે ભેદ છે - (૧) સિદ્ધ અને (૨) સંસારી. ‘તત્ત્વાર્થ સૂત્રમાં કહેવાયું છે -
સંસારિનો મુવાડ્યું | - તત્ત્વાર્થ, અ-૨૦, સૂત્ર-૧૦ જીવ બે પ્રકારના છે - (૧) સંસારી અને (૨) મુક્ત. આગમ'માં કહેવાયું છે કે – "दुविहा सव्वजीवा पण्णत्ता तं जहा-सिद्धा चेव, असिद्धाचेव ।"
- સ્થાનાંગ સ્થાન-૨, ઉદ્દેશક-૪, સૂત્ર-૬૯ "संसार समावन्नगाचेव असंसार समावन्न गाचेव ।"
- સ્થાનાંગ સ્થાન-૨, ઉદ્દેશક-૧, સૂત્ર-૧૭ સર્વ જીવ બે પ્રકારના છે - (૧) સિદ્ધ અને (૨) અસિદ્ધ. સર્વ જીવ બે પ્રકારના છે - (૧) સંસાર સમાપક અને (૨) અસંસાર સમાપન્નક. શાબ્દિક અંતરના અતિરિકત ભાવ બધાનો એક જ છે.
જે જીવ કર્મબંધનોથી બંધાઈને અનેક યોનિઓમાં શરીર ધારણ કરીને જન્મ-મરણ રૂપથી સંસરણ કરી રહે છે, તે સંસારી જીવ કહેવાય છે. જે સમસ્ત કર્મ-સંસ્કારોથી છૂટીને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં અવસ્થિત છે તથા સ્વરૂપ-૨મણમાં લીન છે તે સિદ્ધ અથવા મુક્ત કહેવાય છે. (૩૦૬
/
WWWા જણધો)
Page #324
--------------------------------------------------------------------------
________________
સિદ્ધ ગતિ :
જ્યારે સંસારવર્તી આત્મા સર્વ કર્મ-ક્લેશોથી અને સાંસારિક ઉપાધિઓથી છૂટી જાય છે ત્યારે તે પોતાના સ્વભાવથી ઊર્ધ્વગમન કરતા લોકાગ્ર ભાગમાં જઈને સ્થિત થઈ જાય છે. આત્માનો સહજ સ્વભાવ ઊર્ધ્વગમન કરવાનો છે. કર્મોના ભારથી ભારી થઈને જ તે અધોગમન અથવા તિર્યકગમન કરે છે. જ્યારે કર્મોનો સંબંધ જ રહેતો નથી. ત્યારે તે પોતાની સ્વાભાવિક ઊર્ધ્વગતિ કરે છે. જ્યારે જીવ મુક્ત થાય છે, ત્યારે તે દીપશિખાની જેમ પોતાના ઊર્ધ્વગમન સ્વભાવના કારણે શરીરનાં બંધનોને તોડીને લોકાગ્રમાં પહોંચી જાય છે અને ત્યાં અનંતકાળ સુધી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં લીન રહે છે. યદ્યપિ જીવનો સ્વભાવ ઉપરની તરફ ગતિ કરવાનો છે, પરંતુ ગતિ કરવામાં સહાયક ધર્માસ્તિકાય લોકના અંતિમ ભાગ સુધી જ છે, તેથી જીવની ગતિ લોકાગ્ર સુધી જ હોય છે, આગળ નહિ. “આગમ'માં કહેવાયું છે -
कहिं पडिहया सिद्धा कहिं सिद्धा पइट्ठिया ? कहिं बोन्दि चइत्ताणं कत्थ गन्तूण सिज्झई ? अलोए पडिहया सिद्धा लोयग्गे य पइट्ठिया । इह बोन्दि चइत्ताणं तत्थ गन्तूण सिज्झई ॥
- ઉત્તરા, અ-૩૬, ગા-૧૬/૫૭ અર્થાત્ સિદ્ધ ભગવાન ક્યાં જઈને રોકાયા છે, ક્યાં જઈને સ્થિત થયા છે ? તેઓ કઈ જગ્યાએ શરીર છોડીને કઈ જગ્યાએ સિદ્ધ થયા છે? સિદ્ધ ભગવાન લોકના આગળ અલોકથી લાગીને રોકાયા છે, લોકના અગ્રભાગમાં સ્થિત છે અને મનુષ્ય લોકમાં શરીરનો ત્યાગ કરી લોકના અગ્રભાગમાં સિદ્ધ થયા છે.
જ્યાં સુધી આત્માનાં કર્મોની ગુરુતા રહે છે ત્યાં સુધી તે ઊર્ધ્વગમન કરી શકતા નથી, પરંતુ જેવી આ ગુરુતા દૂર થાય છે કે તેવી જ તે ઊર્ધ્વગમન કરે છે, જેમ તૂબડું સ્વભાવતઃ પાણીમાં તરવાના સ્વભાવવાળું છે. પરંતુ જ્યાં સુધી તેના પર માટીનો લેપ લાગેલો રહે છે, ત્યાં સુધી જળની ઉપર આવી શકતું નથી. જેમ તે લેપ ગળીને હટી જાય છે ત્યારે તુંબડું જળની ઉપર તરવા લાગે છે. આ રીતે કર્મ-લેપ હટતા જ જીવાત્મા ઊર્ધ્વગમન કરીને એક જ સમયમાં લોકાકાશના અંતિમ છેડા સુધી પહોંચી જાય છે. આગળ ધર્માસ્તિકાય ન હોવાથી ત્યાં રોકાઈ જાય છે. તેથી કહેવાયું છે કે સિદ્ધ અલોકથી પ્રતિહત છે અને લોકાગ્રમાં સ્થિત છે. સિદ્ધગતિનું સ્વરૂપ બતાવતા “આગમ'માં કહેવાયું છે કે - "सिवमयल मरुय मणंत मक्खय मव्वाबाहमपुणरावित्तिं सिद्धिगइनामधेयं ठाणं ।"
- સામાયિક સૂત્ર, શક્ર સ્તવન સિદ્ધ ગતિ ભૂખ-તરસ, ઠંડી-ગરમી આદિ બાધાઓથી રહિત હોવાના કારણે શિવ છે. ગમનાગમનનું કારણ ન હોવાના કારણે અચલ છે. રોગનો આધાર શરીર-મનના ન હોવાથી અરૂપ છે. અનંત પદાર્થોનું જ્ઞાન હોવાથી અનંત છે અથવા તેનો ક્યારે પણ અંત ન હોવાથી શાશ્વત હોવાથી તે અક્ષય છે. સાદિ થવાથી પણ અક્ષય છે અર્થાત્ તેનો ક્ષય ક્યારે [ જીવના ભેદ)))))))))))))))) ૩૦૦)
Page #325
--------------------------------------------------------------------------
________________
પણ થતો નથી. સુખાદિથી પરિપૂર્ણ થવાના કારણે તે અક્ષત છે. પૂર્ણિમાના ચંદ્રમાની જેમ અક્ષત છે - પૂર્ણ છે.
બાધારહિત હોવાના કારણે અવ્યાબાધ છે. એકવાર સિદ્ધિ મેળવ્યા પછી મુક્તાત્મા પછી સંસારમાં આવતો નથી. તે સદૈવ માટે જન્મ-મરણથી છૂટી જાય છે. તેથી સંસારમાં આવવાનું કોઈ કારણ શેષ રહેતું નથી. આ અપેક્ષાથી તે અપુનરાવૃત્તિ સ્થાન કહેવાય છે. આવા નિરુપમ, નિરામય પરમાનંદ-ધામ લોકાસ્થિત સિદ્ધિ સ્થાનમાં મુક્તાત્મા અનંત સુખોમાં લીને અને સ્વરૂપરમણમાં પરિણમન કરતા સ્થિત રહે છે.
સિદ્ધાત્મા વૃદ્ધ થઈ જાય છે, તેથી તેના પર પૌદ્ગલિક દ્રવ્યનો પ્રભાવ પડતો નથી, અને તે પૌગલિક દ્રવ્યોથી પ્રભાવિત થાય છે. પરંતુ ધર્માસ્તિકાય-અધમસ્તિકાયની સહાયતા તો ત્યાં પણ અપેક્ષિત છે. અલોકમાં ધર્માસ્તિકાયનો અભાવ હોવાથી આત્માનો સ્વભાવ ઊર્ધ્વગમન કરવા છતાં પણ ગતિ થઈ શકતી નથી. તેથી ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયનો પ્રભાવ તો ત્યાં થાય જ છે .
કેટલીક વ્યક્તિ આ તર્ક આપે છે કે એક દ્રવ્યનો બીજા દ્રવ્ય પર કોઈ પ્રભાવ હોતો નથી. આ તકે ઉપર્યુક્ત યુક્તિથી ખંડિત થઈ જાય છે. જો ષ દ્રવ્યોનો એકબીજા સાથે સંબંધ ન હોય તો, તે પરસ્પર સંબંધિત ન થઈને લોકની સીમાથી આરપાર થઈ અલોકની અંદર વેરવિખેર થઈ જાય. પરંતુ આ પ્રતિનિયત વ્યવસ્થા એકબીજા દ્રવ્યની સાથે સંબંધિત થવાથી જ ઘટી શકે છે. સંબંધિત હોવું પણ પ્રભાવિત થવું જ છે.
જીવની સંસારયાત્રા ક્યારે શરૂ થઈ તે બતાવી શકાતું નથી, પરંતુ આ યાત્રા ક્યારે સમાપ્ત થશે એ બતાવી શકાય છે. અનંત જીવોએ પોતાની સંસારયાત્રા સમાપ્ત કરી હમણાં સુધી મુક્તિ પ્રાપ્ત કરી છે અને અનંત જીવ મુક્તિ પ્રાપ્ત કરશે. સિદ્ધ જીવ કૃત-કૃત્ય છે, નિરંજન છે અને શુદ્ધ ચિત્ત પરિણમનવાળા છે. યદ્યપિ, સિદ્ધોની સ્થિતિ સદાય એક સરખી રહે છે. તદાપિ તેમાં પરિણમન તો થાય જ છે. કારણ કે કોઈપણ પરિણમનનો અપવાદ થઈ શકતો નથી. જો કે સિદ્ધોના વિભાવ પરિણમનનું કારણ નથી. તેથી તે સ્વભાવમાં જ પરિણમન અને રમણ કરતા રહે છે.
સંસારવર્તી આત્માના આત્મ-પ્રદેશ કાર્મણ વર્ગણાનાં પુદ્ગલોની સાથે ક્ષીર-નીરની જેમ મળીને રહે છે. કર્મોથી મુક્ત થઈ જવાની સ્થિતિમાં કર્મદલિક આત્માથી પૃથક થઈ જાય છે. માત્ર આત્મપ્રદેશ જ બાકી રહે છે, અને તે સઘન થઈ જાય છે. આ કારણથી અંતિમ શરીરથી ત્રીજા ભાગ ઓછા આત્મપ્રદેશોની અવગાહના સિદ્ધ દશામાં રહી જાય છે. જો કોઈ જીવ પાંચસો ધનુષની અવગાહનાવાળા શરીરને છોડીને સિદ્ધ થયું છે તો તેના આત્મપ્રદેશની અવગાહના ત્રણસો તેત્રીશ ધનુષ અને બત્રીસ આંગળની હોય છે. જે જીવ સાત હાથના શરીરનો ત્યાગ કરીને સિદ્ધ થયું છે, તેની અવગાહના ચાર હાથ સોળ આંગળની થશે. જે જીવ બે હાથની અવગાહનાવાળા શરીરને ત્યાગીને સિદ્ધ થયા છે, તેની એક હાથ આઠ આંગળની અવગાહના થશે. (૩૮) 0 0 0 0 0 0 0 0 0 0 0 ( જિણધમો)
Page #326
--------------------------------------------------------------------------
________________
સિદ્ધોના આઠ ગુણ :
સિદ્ધ ભગવાનમાં મુખ્ય રૂપથી આઠ ગુણ કહેવાય છે - (૧) સમગ્ર જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થવાથી અનંત કેવળજ્ઞાન ગુણ પ્રગટ થાય છે. (૨) સમગ્ર દર્શનાવરણ કર્મના ક્ષયથી અનંત કેવળદર્શન ગુણ પ્રગટ થાય છે. (૩) વેદનીય કર્મનો સમૂળ ક્ષય થવાથી નિરાબાધ ગુણ પ્રગટ થાય છે. (૪) બે પ્રકારના મોહનીય કર્મના નષ્ટ થવાથી ક્ષાયિક સમ્યક્ત્વસ્વરૂપરમણ રૂપક્ષાયિક ચારિત્ર પ્રગટ થાય છે. (૫) ચારે પ્રકારના આયુષ્ય કર્મનો ક્ષય થવાથી અજર-અમર ગુણ પ્રગટ થાય છે. (૬) શુભ-અશુભ નામ કર્મના ક્ષયથી અમૂર્તત્વ ગુણ પ્રગટ થાય છે. (૭) બે પ્રકારના ગોત્ર કર્મના ક્ષીણ થવાથી ખોડરહિતત્વ (અપલક્ષણ રહિતત્વ) ગુણ પ્રગટ થાય છે. (૮) પાંચ પ્રકારના અંતરાય કર્મના ક્ષયથી અનંત શક્તિમત્વ ગુણ પ્રગટ થાય છે.
સિદ્ધ પરમાત્મા બધા પ્રકારના પૌદ્ગલિક પર્યાયોથી અતીત છે, તેથી તેમાં ન તો વર્ણ છે, ન ગંધ છે, ન રસ છે, ન સ્પર્શ છે. તેમનો કોઈ આકાર યા સંસ્થાન હોતા નથી. ત્યાં ન તો શરીર છે, કોઈ પ્રકારનો સંગ નથી, વેદ નથી કે લેશ્યા નથી. શબ્દોની ગતિ ત્યાં નથી. કહેવાયું છે કે -
" सव्वे सरा नियति, तक्का तत्थ न विज्जइ, मई जत्थ न गाहिया, ओए अपइट्ठाणस्स खेयन्ने' આચારાંગ પ્રથમશ્રુત, અ-પ, ઉદ્દે-૬
સિદ્ધ પરમાત્માનું વર્ણન કરવામાં કોઈ શબ્દ સમર્થ નથી. કોઈ તર્ક ત્યાં સુધી પહોંચતા નથી. બુદ્ધિ તેને ગ્રહણ કરી શકતી નથી. માત્ર સંપૂર્ણ જ્ઞાનમય આત્મા જ સિદ્ધાવસ્થામાં છે.
‘ઔપપાતિક સૂત્ર’માં સિદ્ધાવસ્થાને સમજવાવાળી કતિપય ગાથાઓ આપી છે. એમાંથી કેટલીક ગાથાઓ સુબોધના માટે અહીં ઉદ્ધૃત કરવામાં આવી છે -
जं
असरीरा जीवघणा, उवउत्ता दंसणे य णाणे य । सागारमणागारं लक्खण मेयं तु સિદ્ધાણં ॥ वि अत्थि माणुसाणं ते सोक्खं णवि य सव्वदेवाणं । सिद्धाणं सोक्खं, अव्वाबाहं उवगयाणं ॥ इय सव्वकालतित्ता, अतुलं निव्वाण मुवगया सिद्धा । सासय मव्वाबाहं, चिट्ठति सुही सुहं पत्ता ॥ णिच्छिण्ण सव्व दुक्खा, जाइ जरा मरण बन्धण विमुक्का । अव्वाबाहं सुक्खं अणुहोति सासयं सिद्धा ॥ अतुल सुहसागर गया, अव्वाबाहं अणोवमं सव्वमणागयमद्धं, चिट्ठति सुही
सुहं
જીવના ભેદ
""
પત્તા ।
પત્તા ||
૩૦૯
Page #327
--------------------------------------------------------------------------
________________
અર્થાત્ મુક્ત જીવ અશરીર હોય છે - ઔદારિક વગેરે પાંચ શરીરથી રહિત હોય છે. આ જીવ ઘન છે. અર્થાત્ તેમનો આત્મપ્રદેશ સર્વથા કર્મ-દલિકોથી પૃથક્ થઈ જવાને કારણ સઘન રૂપમાં રહે છે. તે મુક્ત જીવ સાકાર જ્ઞાનોપયોગમાં અને નિરાકાર દર્શનોપયોગમાં સદા ઉપયુક્ત રહે છે. આ સિદ્ધોનું સ્વરૂપ છે. સંપૂર્ણ માનવજાતિને અને સંપૂર્ણ દેવોને પણ આ નિરાબાધ સુખ પ્રાપ્ત થતું નથી, જે સિદ્ધત્વને પ્રાપ્ત જીવોને થાય છે. સિદ્ધજીવ સદાકાળ તૃપ્ત રહે છે, તે અતૃપ્ત નિર્વાણ-સુખનો અનુભવ કરે છે.
તે અવ્યાબાધ, શાશ્વત, નિરૂપમ સુખની અનુભૂતિ કરતા અનંતકાળ સુધી સ્વરૂપમાં રમણ કરતા રહે છે.
સમસ્ત દુ:ખોને છિન્ન-ભિન્ન કરીને જન્મ-જરા, મૃત્યુના બંધનથી મુક્ત થઈને સિદ્ધજીવ શાશ્વતરૂપથી અવ્યાબાધ સુખનો અનુભવ કરે છે.
અવ્યાબાધ અને અનુપમ સુખ સાગરમાં લીન રહેવા છતાં સિદ્ધજીવ સર્વ અનાગતકાળ સુધી અર્થાત્ સદા-સદા માટે શાશ્વત રૂપથી સ્વરૂપ-રમણમાં લવલીન રહે છે. જેમ જ્યોતિમાં જ્યોતિ મળી જાય છે, તેવી રીતે એકમાં અનેક અને અનેકમાં એક સિદ્ધ બિરાજમાન રહે છે. સિદ્ધિ અને મોક્ષના સ્વરૂપ વિસ્તારથી મોક્ષ તત્ત્વના નિરૂપણમાં કરવામાં આવશે.
દ્વિવિધ સંસારી જીવ :
સંસારસ્થ જીવના કોઈ અપેક્ષાથી બે ભેદ છે - (૧) ત્રસ અને (૨) સ્થાવર. જે જીવના ત્રસ નામ કર્મનો ઉદય થાય, તે ત્રસ જીવ છે અને જે જીવના સ્થાવર કર્મનો ઉદય હોય તો તે સ્થાવર જીવ છે. ત્રસ જીવ બે પ્રકારના છે - ગતિ-ત્રસ અને લબ્ધિ-ત્રસ. સ્વયં ગમન કરવાની શક્તિ જેનામાં હોય તે ગતિ-ત્રસ છે, અને દુઃખથી બચવા અને સુખ મેળવવાની ઇચ્છાથી ઉદ્દેશ્યપૂર્વક અહીં-તહીં ગમનાગમન કરવાની શક્તિ જેનામાં હોય તે લબ્ધિ-ત્રસ છે. તેજસ્કાય અને વાયુકાય ગતિ-ત્રસ છે. દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવ લબ્ધિ-ત્રસ છે. ‘સ્થાવર'ના ત્રણ ભેદ છે - (૧) પૃથ્વીકાય, (૨) અકાય અને (૩) વનસ્પતિકાય. આ ભેદ ગતિ-અગતિની દૃષ્ટિથી છે. સ્થાવર નામ કર્મની દૃષ્ટિથી તો સ્થાવર જીવોના પાંચ ભેદ છે - (૧) પૃથ્વીકાય (૨) અકાય (૩) તેજસ્કાય (૪) વાયુકાય (૫) વનસ્પતિકાય.
દુઃખ ત્યાગવાની અને સુખ પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિનું સ્પષ્ટ રૂપથી દેખાવું અને ન દેખાવું જ ત્રસ અને સ્થાવર નામ કર્મના ઉદયની ઓળખ છે. ત્રસ નામ કર્મના ઉદયવાળા લબ્ધિત્રસ છે. આ જ મુખ્ય ત્રસ છે. જેમ કે દ્વીન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના જીવ. સ્થાવર નામ કર્મનો ઉદય થવા છતાં ત્રસ જેવી ગતિ હોવાના કારણ જે ત્રસ કહેવાય છે, તે ગતિ ત્રસ છે. જેમ તેજસ્કાય અને વાયુકાય. આ ઉપચાર માત્રથી ત્રસ છે. ઉક્ત બે ભેદોમાં સમસ્ત સંસારી જીવોનો સમાવેશ થઈ જાય છે.
૩૧૦
જિણઘો
Page #328
--------------------------------------------------------------------------
________________
૧. સંજ્ઞી-અસંજ્ઞી - એક બીજી વિવક્ષા અનુસાર સંસારી જીવોને બે ભાગોમાં વિભક્ત કરેલા છે. તે બે ભેદ છે - (૧) સંજ્ઞી અને (૨) અસંજ્ઞી જીવ. મનથી સંબંધ અથવા અસંબંધને લઈને આ ભેદ કરેલા છે. જે જીવોને મનન કરી શકવાની લબ્ધિ પ્રાપ્ત છે, તે સંજ્ઞી-સમનસ્ક છે. જે જીવોમાં દ્રવ્ય-મનના માધ્યમથી વિચાર કરી શકવાની લબ્ધિ નથી, તે અસંજ્ઞી-અમનસ્ક કહેવાય છે.
મન બે પ્રકારના છે - દ્રવ્યમાન અને ભાવમન. જેનાથી વિચાર કરી શકે છે, તે આત્મિક શક્તિ ભાવમન છે. જે સૂક્ષ્મ પરમાણુ મનન કરવામાં સહાયક હોય છે, તે દ્રવ્યમન કહેવાય છે. સંજ્ઞી-અસંજ્ઞીનો ઉક્ત વિભાગ દ્રવ્યમનને લઈને કરેલો છે. ભાવમન તો બધા સંસારી જીવોને હોય છે. ભાવમન હોવા છતાં દ્રવ્યમન વગર સ્પષ્ટ વિચાર કરી શકાતો નથી. તેથી દ્રવ્યમનની પ્રધાનતા લક્ષ્યમાં રાખીને સંજ્ઞી-અસંજ્ઞીનો વિભાગ કર્યો છે.
એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રિન્દ્રિય, ચતુરિન્દ્રિય અને સંમૂચ્છિમ પંચેન્દ્રિય - આ બધી અસંશી જ હોય છે. એ પંચેન્દ્રિય જીવ જે ગર્ભજ છે અથવા ઔપપાતિક જન્મવાળા છે, તે સંજ્ઞી છે. ગર્ભજ પંચેન્દ્રિયના બે ભેદ છે - મનુષ્ય અને તિર્યચ. નારક અને દેવોના જન્મ ઉપપાતથી થાય છે, તેથી તેઓ ઔપિપાતિક કહેવાય છે. નારક અને દેવ સંજ્ઞી જ હોય છે. આ પ્રકારે સંજ્ઞી-અસંજ્ઞીના ભેદમાં પણ બધા સંસારી જીવોનો સમાવેશ થઈ જાય છે. સંજ્ઞા સંબંધમાં વિશેષ જાણકારી શ્રુતજ્ઞાનના પ્રકરણમાં આપવામાં આવી છે.
ત્રિવિધ જીવ વેદની અપેક્ષાએ જીવ ત્રણ પ્રકારના છે - પુરુષ-વેદ, સ્ત્રી-વેદ અને નપુસંક-વેદ. સંસારી જીવ આ ત્રણ વેદોમાંથી એક અવશ્ય હોય છે. માત્ર સિદ્ધ જીવ જ અવેદી (વેદરહિત) હોય છે. કામભોગની અભિલાષાને વેદ કહે છે. વેદ મોહનીયના ઉદયથી વેદની પ્રવૃત્તિ થાય છે. જેના ઉદયથી સ્ત્રીની સાથે સહવાસ કરવાની ઇચ્છા હોય તેને પુરુષ-વેદ કહે છે. જેના ઉદયથી પુરુષ સાથે સહવાસ કરવાની ઈચ્છા થાય, તેને સ્ત્રી-વેદ કહે છે. જેના ઉદયથી સ્ત્રીપુરુષ બંનેના સહવાસની ઇચ્છા થાય, તે નપુંસક-વેદ છે. વેદનું બાહ્ય ચિહ્ન લિંગ કહેવાય છે. પુરુષવેદનો વિકાર શુષ્ક ઘાસના અગ્નિની સમાન છે, જે શીધ્ર પ્રગટ થઈ જાય છે અને શીધ્ર શાંત થઈ જાય છે. સ્ત્રીવેદનો વિકાર કરીષાગ્નિ(અંગાર)ના સમાન છે. જે જલદી પ્રગટ થતો નથી અને જલદી શાંત પણ થતો નથી. નપુંસકવેદનો વિકાર સંતપ્ત ઈંટ અથવા દાવાનળની સમાન હોય છે, જે ઘણી વાર શાંત થાય છે અને ઘણી વાર પછી જ પ્રગટ થાય છે. સ્ત્રીમાં કોમળ ભાવ મુખ્ય છે. જેને કઠોર તત્ત્વની અપેક્ષા રહે છે. પુરુષમાં કઠોર ભાવ મુખ્ય છે, જેને કોમળ તત્ત્વની અપેક્ષા રહે છે. નપુંસકમાં બંને ભાવોનું મિશ્રણ હોવાથી તેને બંને તત્ત્વોની અપેક્ષા હોય છે. નારક જીવ નપુંસક-વેદવાળા જ હોય છે. એકેન્દ્રિયથી લઈને ચતુરિન્દ્રિય જીવ અને અસંજ્ઞી પંચેન્દ્રિયોમાં માત્ર નપુંસક-વેદ મેળવી દૂ જીવના ભેદો છે જે છે જે છે જે છે જે છે (૩૧૧)
Page #329
--------------------------------------------------------------------------
________________
શકાય છે. ગર્ભજ-તિર્યંચ અને ગર્ભજ-મનુષ્યોમાં ત્રણ વેદ હોય છે. દેવોમાં સ્ત્રીવેદ અને પુરુષવેદ જ વેદ હોય છે. દેવ નપુંસક હોતા નથી. બધા સંમૂચ્છિમ જીવ નપુંસક-વેદવાળા હોય છે. ઉક્ત ત્રણ વેદોમાં બધા સંસારી જીવોનો સમાવેશ થાય છે. વેદ મોહનીય ઉપશમ દશામાં તેની સત્તામાત્ર રહે છે, ઉદય રહેતો નથી. વેદનું સર્વથા ક્ષય થવાથી અવેદી અવસ્થા પ્રાપ્ત થાય છે. જેનાથી આત્મા મોહનીય કર્મ અને અલ્પ ઘાતી કર્મોનો ક્ષય કરતા ક્રમશઃ સિદ્ધ દશાને પ્રાપ્ત કરી લે છે. ચતુર્વિધ જીવ:
ગતિની અપેક્ષાએ જીવના ચાર ભેદ છે - નારક, તિર્યચ, મનુષ્ય અને દેવ. ગતિ નામ કર્મની એક પ્રકૃતિ છે, જેના ઉદયથી જીવ નરક, તિર્યચ, મનુષ્ય અને દેવયોનિમાં ઉત્પન્ન થાય છે. નરક અને તિર્યંચ પાપપ્રધાન ગતિ છે અને મનુષ્ય અને દેવ પુણ્યપ્રધાન ગતિ છે.
ચાર ગતિઓના સંબંધમાં ઘણું બધું પ્રતિપાદિત કરી શકાય છે, તેથી તેના અલગ શીર્ષકના અંતર્ગત વર્ણન કરવું સુવિધાજનક રહેશે, એ દૃષ્ટિથી તેની વિશેષ જાણકારી આગળ અપાશે. પંચવિધ જીવ ? - ઇન્દ્રિયોની અપેક્ષાએ જીવના પાંચ ભેદ કરવામાં આવે છે - એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રિન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય. ઇન્દ્રિયને કરણ કહેવાય છે. કોઈ ક્રિયામાં જે સાધકતમ હોય, તેને કરણ કહેવાય છે. યથાસાધક તમ કરણમું આત્માને જ્ઞાન કરાવવામાં ઇન્દ્રિયો સહાયક થાય છે, તેથી તેમને કારણ કહેવાય છે. ઇન્દ્રનો અર્થ થાય છે - આત્મા. આત્માનો બોધ જેનાથી થાય તે ઇન્દ્રિય છે. જીવની ચેતના શક્તિ ઇન્દ્રિયોના માધ્યમથી પ્રગટ થાય છે. ઇન્દ્રિયના પાંચ ભેદ છે - સ્પર્શન, રસન, ધ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર. આ પાંચ જ્ઞાનેન્દ્રિય છે. કેટલાક દર્શનકાર કર્મેન્દ્રિયના પાંચ ભેદ વધુ માને છે. જેમ કે વાક, પાણિ, (હાથ) પાદ, પાય અને ઉપસ્થ. પરંતુ શરીરથી તે ભિન્ન નથી. જો શરીરના અવયવ હોવાના કારણે તેને ઇન્દ્રિયો માની શકાય તો ઇન્દ્રિયોની સંખ્યા ઘણી બધી થઈ જાય.
ઇન્દ્રિયોનું વર્ગીકરણ અન્ય પ્રકારથી પણ કરવામાં આવેલું છે. ઇન્દ્રિયના બે ભેદ છે - (૧) દ્રવ્યેન્દ્રિય અને (૨) ભાવેન્દ્રિય. પુગલો દ્વારા ઇન્દ્રિયોનો જે આકાર-વિશેષ બને છે, તે દ્રવ્યેન્દ્રિય છે. દ્રવ્યેન્દ્રિય નિર્માણ નામ કર્મ અને અંગોપાંગ નામ કર્મના ઉદયનું ફળ છે. મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમથી થનાર આત્મિક પરિણામ-વિશેષ ભાવેન્દ્રિય છે. દ્રવ્યેન્દ્રિયના ભેદ બે છે - નિવૃત્તિ અને ઉપકરણ. નિવૃત્તિના બે ભેદ છે - આત્યંતર અને બાહ્ય. ઉપકરણના પણ બે ભેદ છે - આત્યંતર અને બાહ્ય. પુદ્ગલની રચના-વિશેષને નિવૃત્તિ કહે છે અને એ રચનાના ઉપઘાત ન થવા દેવું ઉપકરણ છે. નિવૃત્તિના ઉપકારક હોવાના કારણ, તેને ઉપકરણ કહે છે.
ભાવેન્દ્રિયના બે ભેદ છે - (અ) લબ્ધિ અને (બ) ઉપયોગ. પોતપોતાના વિષયને ગ્રહણ કરવાની શક્તિને લબ્ધિ-ભાવેન્દ્રિય કહે છે. એ શક્તિનો પોતપોતાના વિષયમાં પ્રવૃત્ત થવું [૩૧૨) . . . . . O જિણધમો)
Page #330
--------------------------------------------------------------------------
________________
ઉપયોગેન્દ્રિય છે. અર્થાત્ લબ્ધિ-શક્તિ છે અને ઉપયોગ તેની પ્રવૃત્તિ. લબ્ધિ અને ઉપયોગ બંને મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમ રૂપ છે, તેથી બંને તે ભાવેન્દ્રિય કહે છે.
સ્પર્શન, રસન, ઘાણ, ચક્ષુ અને શ્રોત્ર રૂપ પાંચ ઇન્દ્રિયોના વિષય પણ પાંચ છે. સ્પર્શનેન્દ્રિયનો વિષય સ્પર્શ છે. રસનો વિષય રસ છે, ઘાણનો વિષય ગંધ છે, ચક્ષુનો વિષય રૂપ છે અને શ્રોત્રનો વિષય શબ્દ છે. પાંચ ઇન્દ્રિયોના ત્રેવીસ વિષય બતાવ્યા છે. યથા સ્પર્શના આઠ ભેદ - કઠિન, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ. રસના પાંચ ભેદકડવો, મીઠો, ખાટો, ખારો, તીખો. ગંધના બે ભેદ-સુરભિગંધ અને દુરભિગંધ. વર્ણના પાંચ ભેદ છે - કાળો, નીલો, (હરા) લાલ, પીળો અને સફેદ. શબ્દના ત્રણ ભેદ છે - જીવશબ્દ, અજીવ-શબ્દ અને મિશ્ર-શબ્દ.
ઇન્દ્રિયો દ્વારા મૂર્ત પદાર્થ જ જાણી શકાય છે, અમૂર્ત તત્ત્વોને ઇન્દ્રિયો જાણી શકતી નથી. ઉપર જે પાંચ ઇન્દ્રિયો અને પાંચ વિષય બતાવ્યા છે, તેને સર્વથા સ્વતંત્ર નહિ પરંતુ એક જ દ્રવ્યના અંશ સમજવા જોઈએ. જેમ કે લાડુને પાંચ ઇન્દ્રિયો અલગ-અલગ રૂપથી જાણે છે. આંગળીથી અડીને તને શીત-ઉષ્ણાદિ સ્પર્શને જાણે છે. જીભ ચાખીને મીઠા-કડવા રસનું જ્ઞાન કરાવે છે. નાક સૂંઘીને તેની ગંધ બતાવે છે. આંખ જોઈને લાલ-પીળો આદિ રંગ બતાવે છે. કાન તેને તે કડક લાડુને ચાવવાના કારણે થનાર ધ્વનિથી જ્ઞાન કરાવે છે. આ વાત નથી કે એ લાડુમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ રૂપ વિષયોનું સ્થાન અલગ-અલગ હોય છે. આ બધા તેના બધા ભાવમાં એક સાથે રહે છે. કારણ કે તે બધા એ એક જ દ્રવ્યના અવિભાજ્ય પર્યાય છે. તેનો વિભાગ માત્ર બુદ્ધિ દ્વારા ઇન્દ્રિયોથી થાય છે. ઇન્દ્રિયોની શક્તિ અલગ-અલગ છે તે કેટલીય પટુ કેમ ન હોય, પોતાના ગ્રાહ્ય વિષયના અતિરિક્ત અન્ય વિષયને જાણવામાં સમર્થ નથી. તેથી પાંચ ઇન્દ્રિયોના પાંચ વિષય ભિન્ન-ભિન્ન છે.
પ્રત્યેક ભૌતિક દ્રવ્યમાં સ્પર્શ આદિ બધા પર્યાય હોય છે ? પરંતુ ઉત્કૃષ્ટ પર્યાય જ ઇન્દ્રિય ગ્રાહા હોય છે. ઇન્દ્રિયની પટુતા પણ બધી જાતનાં પ્રાણીઓમાં વિવિધ પ્રકારની જોવામાં આવે છે, તેથી સ્પર્ધાદિની ઉત્કટતા અથવા અનુત્કટતાનો વિચાર ઇન્દ્રિયની પટુતાના તરતમ ભાવ પર નિર્ભર છે. -
પાંચ ઇન્દ્રિયોની અતિરિત મન પણ ઇન્દ્રિય છે. પરંતુ તે સ્પર્શન વગેરે ઇન્દ્રિયોની જેમ બાહ્ય સાધન નથી. પરંતુ આંતરિક સાધન છે. તેથી તેને અંતઃકરણ કહે છે. મનનો વિષય પરિમિત નથી. તે મૂર્ત-અમૂર્ત બધાનો વિચાર કરી શકે છે. એટલે શ્રુતને મનનો જ વિષય બતાવ્યો છે. સ્પર્શન વગેરે પાંચ ઇન્દ્રિયોથી મતિજ્ઞાન થાય છે, જ્યારે મનથી મતિ-શ્રુત બંને જ્ઞાન થાય છે.
મનને અનિન્દ્રિય કહેવાય છે કારણ કે રૂપ વગેરે વિષયોમાં પ્રવૃત્ત થવા માટે નેત્ર વગેરે ઇન્દ્રિયોનો સહારો લેવો પડે છે. આ પરાધીનતાના કારણે તેને અનિન્દ્રિય અથવા નો-ઇન્દ્રિય કહેવાય છે. [ જીવના ભેદ) 2000 29 ) 19૧૩)
૩૧૩
Page #331
--------------------------------------------------------------------------
________________
મન શરીરની અંદર સર્વત્ર રહે છે. (દિગંબર, પરંપરાના અનુસાર દ્રવ્ય મનનું સ્થાન સંપૂર્ણ શરીર નથી માત્ર હૃદય છે. આઠ પાંખડીઓવાળા હતા કમળમાં મનનો નિવાસ છે.) કોઈ વિશિષ્ટ સ્થાનમાં નહિ, કારણ કે શરીરનાં ભિન્ન ભિન્ન સ્થાનોમાં સ્થિત ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરેલ બધા વિષયોમાં મનની ગતિ છે, જે તેને દેહવ્યાપી માન્યા વગર સંભવ નથી. તેથી કહેવાય છે કે - “યત્ર પવન તંત્ર મનઃ' - શરીરમાં જ્યાં વાયુ છે ત્યાં મન છે.
પાંચ સ્થાવર જીવોમાં એક ઇન્દ્રિય છે - સ્પર્શેન્દ્રિય. કૃમિ વગેરેની બે ઇન્દ્રિયો છે - સ્પર્શન અને રસના પિપીલિકા (કીડી) વગેરે ત્રણ ઇન્દ્રિયો છે - સ્પર્શન, રસન અને ઘાણ. ભમરા આદિને ચાર ઇન્દ્રિયો છે - સ્પર્શન, રસન, ઘાણ અને ચક્ષુ. મનુષ્ય અને પશુ આદિને પાંચ ઇન્દ્રિયો છે. સ્પર્શન, રસન, ઘાણ, ચક્ષુ અને શ્રોત.
ઇન્દ્રિયોના આધાર પર સંસારી જીવોના પાંચ ભેદ હોય છે. એકેન્દ્રિય જાતિ-જેને સ્પર્શનેન્દ્રિયો જ હોય. તીન્દ્રિય જાતિ - જેને સ્પર્શન અને રસન આ બે જ ઇન્દ્રિયો હોય છે. ત્રિન્દ્રિય જાતિ - જેને સ્પર્શન, રસન અને ઘાણ આ ત્રણ ઇન્દ્રિયો હોય. ચતુરિન્દ્રિય જાતિ - જેને સ્પર્શન, રસન, ઘાણ અને ચક્ષુ આ ચાર ઇન્દ્રિયો હોય. પંચેન્દ્રિય જાતિ-જેને સ્પર્શન, રસન, ઘાણ, ચક્ષુ, શ્રોત આ પાંચ ઇન્દ્રિયો હોય. અહીં “જાતિ” શબ્દ સમૂહનો વાચક છે. જેનો અર્થ છે કે સમસ્ત સંસારી જીવ પાંચ વિભાગોમાં વિભક્ત છે. આ પાંચ ભેદોથી બહાર સંસારનો કોઈ પણ જીવ બચી શકતો નથી. આ પ્રકાર પાંચ ઇન્દ્રિયોની અપેક્ષાથી જીવનું પંચવિધત્વ બતાવ્યું છે. ષવિધ જીવઃ
કાયની અપેક્ષાથી સંસારી જીવના છ ભેદ છે - પૃથ્વીકાય, અપૂકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. કાયનો અર્થ છે - સમૂહ અથવા શરીર. તે અનુસાર પૃથ્વી છે શરીર. જેનું જીવ પૃથ્વીકાય છે. જળ છે શરીર જેનું, તે જીવ અપૂકાય છે. તેજસ (અગ્નિ) છે શરીર જેનું, તે જીવ તેજસ્કાય છે. વાયુ છે શરીર જેનું, તે જીવ વાયુકાય છે. વનસ્પતિ છે શરીર જેનું, તે જીવ વનસ્પતિકાય છે. આ પ્રારંભના પાંચ કાય સ્થાવર નામ કર્મના ઉદયવાળા છે. ઉદ્દેશપૂર્વક ગમનાગમન કરી શકનાર જીવ ત્રસકાય છે. દ્વિીન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય જીવ ત્રસકાયના અંતર્ગત આવે છે. પાંચ સ્થાવરોમાં જીવત્વની સિદ્ધિ અને તેના ભેદ-પ્રભેદ આદિ આગળ બતાવાશે. ચતુર્દશવિધ જીવ :
કોઈ અપેક્ષાથી જીવના ચૌદ ભેદ હોય છે. જેમ એકેન્દ્રિયના ચાર ભેદ - (૧) સૂક્ષ્મઅપર્યાપ્ત, (૨) સૂક્ષ્મ-પર્યાપ્ત, (૩) બાદર-અપર્યાપ્ત અને (૪) બાદર પર્યાપ્ત. દ્વિીન્દ્રિયના બે ભેદ છે - અપર્યાપ્ત અને પર્યાપ્ત. ત્રીન્દ્રિયના બે ભેદ - અપર્યાપ્ત અને પર્યાપ્ત ચતુરિન્દ્રિયના બે ભેદ - અપર્યાપ્ત અને પર્યાપ્ત. પંચેન્દ્રિયના ચાર ભેદ – સંજ્ઞી અપર્યાપ્ત, સંશી પર્યાપ્ત, અસંશી અપર્યાપ્ત અને અસંશી પર્યાપ્ત.
ઉક્ત રીતિથી જીવના ૧૪ ભેદ હોય છે. (૩૧૪) 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0X જિણધો )
Page #332
--------------------------------------------------------------------------
________________
સૂક્ષ્મ એકેન્દ્રિય ઃ સૂમ નામ કર્મના ઉદયથી જે જીવોના શરીર ચર્મચક્ષુઓથી જોઈ શકાતા નથી, તે સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ છે. આ સૂક્ષ્મ જીવ ચતુર્દશ રજુ (દોરડું) પ્રમાણક્ષેત્રમાં - સંપૂર્ણ લોકમાં સર્વત્ર વ્યાપ્ત છે. આ લોકમાં કોઈ એવું સ્થાન નથી જ્યાં સૂક્ષ્મ જીવ ન હોય. તે એટલા સૂક્ષ્મ છે કે પર્વતની કઠોર ચટ્ટાનથી પણ આરપાર થઈ જાય છે. તે કોઈના મારવાથી પણ મરતા નથી. વિશ્વની કોઈ પણ વસ્તુ તેનો ઘાત-પ્રતિઘાત કરી શકતી નથી. પૃથ્વીકાય, અપૂકાય, વાયુકાય અને સાધારણ વનસ્પતિ આ સૂક્ષ્મ જીવ છે. તેનું આયુષ્ય અંતર્મુહૂર્ત પ્રમાણ છે. વનસ્પતિના સૂક્ષ્મ જીવોને સૂક્ષ્મ નિગોદ કહે છે. નિગોદનો અર્થ છે - સાધારણ વનસ્પતિકાયનું શરીર. નિગોદના સ્વરૂપને સમજવા માટે વિચારીએ.
સોયની અણી/અગ્રભાગ પર આવનાર ડુંગળીના એ અંશમાં અસંખ્ય-અસંખ્ય પ્રતર હોય છે. એમાંથી એક-એક પ્રતરને લેવામાં આવે તો એક-એક પ્રતરમાં અસંખ્ય-અસંખ્ય શ્રેણીઓ હોય છે. એમાંથી એક-એક શ્રેણીને લેવામાં આવે તો તે એક-એક શ્રેણીમાં અસંખ્યઅસંખ્ય ગોલક હોય છે. એમાંથી એક-એક ગોલકને લેવામાં તો એક-એક ગોલકમાં અસંખ્યઅસંખ્ય-શરીર હોય છે. એમાંથી એક-એક શરીરને લેવામાં આવે તો એક-એક શરીરમાં અનંત-અનંત જીવ હોય છે આવા જીવોને નિગોદ કહે છે. તે સૂક્ષ્મ પણ હોય છે અને બાદર પણ. એમાં જ અવ્યવહાર રાશિમાં જીવ પણ રહે છે. ઉપર્યુક્ત સ્વરૂપમાં પ્રતર, શ્રેણીઓનો અને ગોલકને કાલ્પનિક દૃષ્ટિથી ક્રમશઃ પ્રતર કાગળના પાના, શ્રેણીઓ-લાઇનો અને ગોલકો, અક્ષરોના રૂપમાં સમજી શકાય છે.
બાદર નામ કર્મના ઉદયથી જે જીવોનું શરીર અનેકને મળવાથી ચર્મચક્ષુથી દેખી શકાય છે, તે બાદર એકેન્દ્રિય જીવ છે. પાંચ સ્થાવરકાયના ભેદથી એના પાંચ ભેદ છે. આ લોકના નિયત ભાગમાં જ હોય છે, સર્વત્ર નથી. બાદર વનસ્પતિના બે ભેદ છે - પ્રત્યેક સાધારણ, બાદર સાધારણ, વનસ્પતિકાયને બાદર નિગોદ પણ કહે છે. એમાં પણ અનંત જીવ હોય છે. આ બધા એક સ્પર્શન ઇન્દ્રિયવાળા હોય છે, તેથી તે એકેન્દ્રિય જીવ કહેવાય છે. બાદર-સાધારણ વનસ્પતિ કાપવાથી કપાય છે, મારવાથી મરે છે. વેદન, ભેદન આદિ ક્રિયાઓ દ્વારા એનું હનન થાય છે. આ અવસ્થા પૃથ્વીકાય વગેરે પાંચ સ્થાવરોમાં સમજવી જોઈએ. આગમની આયુષ જઘન્યતઃ અંતર્મુહૂર્ત હોય છે, અને ઉત્કૃષ્ટ ભિન્ન-ભિન્ન પ્રકારનું હોય છે. જે અન્ય સ્થળથી જ્ઞાતવ્ય છે. દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવોને વિકસેન્દ્રિય કહે છે.
પયપ્તિનું સ્વરૂપઃ
આત્માની એક શક્તિ-વિશેષને પર્યાપ્તિ કહે છે. તે શક્તિ પુગલોને ગ્રહણ કરે છે અને તેમને શરીર, ઇન્દ્રિયાદિના રૂપમાં પરિણત કરે છે. જીવ પોતાની ઉત્પત્તિસ્થાન પર પહોંચીને પ્રથમ સમયમાં જે પુગલોને ગ્રહણ કરે છે અને તદન્તર પણ જે પુગલોને ગ્રહણ કરે છે, તેને શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મનના રૂપમાં પરિવર્તિત કરે છે. પુદ્ગલોને આ રૂપમાં પરિણત કરવાની શક્તિ જ પર્યાપ્તિ કહેવાય છે.
[ જીવના ભેદ ) TOOOOOOOOOOOOOO (૩૧૫)
Page #333
--------------------------------------------------------------------------
________________
પર્યાપ્તિના છ ભેદ છે - (૧) આહાર-પર્યાપ્તિ (૨) શરીર-પર્યાપ્તિ (૩) ઇન્દ્રિય-પર્યાપ્તિ (૪) શ્વોસોચ્છ્વાસ-પર્યાપ્તિ (૫) ભાષા-પર્યાપ્તિ (૬) મનઃ-પર્યાપ્તિ.
જે શક્તિથી જીવ આહારને ગ્રહણ કરી તેને ખલ (અસાર ભાગ) અને રસ રૂપમાં પરિણત કરે છે તેને આહાર-પર્યાપ્તિ કહે છે. જીવ પોતાના ભવાંતરની ઉત્પત્તિના પ્રથમ સમયમાં જે પુદ્ગલોને ગ્રહણ કરે છે, તેને ખલ-૨સ ભાગમાં પરિણત કરવાની શક્તિ પણ એ સમયમાં પ્રાપ્ત થઈ જાય છે.
જે શક્તિથી જીવ ૨સ રૂપ પરિણત આહારને રસ, રક્ત, માંસ, ભેદ, મજ્જા અને વીર્ય રૂપ સાત ધાતુઓમાં પરિણત કરે છે તે શરીર-પર્યાપ્તિ છે. જે શક્તિથી જીવ શરીરમાંથી ઇન્દ્રિયયોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરી તેમને ઇન્દ્રિયરૂપમાં પરિણત કરે છે, એ શક્તિને ઇન્દ્રિય- પર્યાપ્તિ કહે છે. જે શક્તિથી જીવ શ્વાસોચ્છ્વાસ વર્ગણાનાં પુદ્ગલોને ગ્રહણ કરીને શ્વાસોચ્છ્વાસ રૂપમાં પરિણત કરે છે, તે શક્તિ શ્વાસોચ્છ્વાસ-પર્યાપ્તિ કહેવાય છે. જે શક્તિથી જીવ ભાષા-વર્ગણાનાં પુદ્ગલોને ગ્રહણ કરીને ભાષા રૂપમાં બદલે છે, તે શક્તિને ભાષા-પર્યાપ્તિ કહે છે.
જે શક્તિથી જીવ મનોવર્ગણાનાં પુદ્ગલોને ગ્રહણ કરીને મનના રૂપમાં બદલે છે, તેને મન-પર્યાપ્તિ કહે છે.
પર્યાપ્તિઓના ક્રમ અને કાળ ઃ
બધી પર્યાપ્તિઓનો પ્રારંભ એક સાથે થાય છે, પરંતુ તેની સમાપ્તિ ક્રમશઃ અલગ-અલગ હોય છે. પહેલા આહાર -પ્રર્યાપ્તિ પૂર્ણ થાય છે, પછી ક્રમશઃ શરીર-ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ, ભાષા અને મનઃ પર્યાપ્તિ પૂર્ણ થાય છે. પૂર્વની અપેક્ષા ઉત્તર-ઉત્તરની પર્યાપ્તિ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ થાય છે. જેમ છ વ્યક્તિ એક સાથે સૂતર કાંતવા બેઠી હોય તે તેમાંથી જે બારીક કાંતે છે તેને તેની અપેક્ષાથી અધિક સમય લાગે છે, જે મોટું કાંતે છે. આ રીતે પર્યાપ્તિઓની પૂર્ણતાના સમયના સંબંધમાં સમજવું જોઈએ. આહાર પર્યાપ્તિ બધાથી સ્થૂળ છે અને મન:પર્યાપ્તિ બધાથી સૂક્ષ્મ છે.
ઔદારિક-શરીરની અપેક્ષાથી આહાર-પર્યાપ્તિ એક સમયમાં પૂર્ણ થઈ જાય છે, તેના પછી શરીર વગેરે પર્યાપ્તિ ક્રમશઃ એક-એક અંતર્મુહૂર્ત પછી પૂર્ણ થાય છે. વૈક્રિય અને આહારક શરીરની અપેક્ષાથી એક સમયમાં આહાર-પર્યાપ્તિ પૂરી થઈ જાય છે. તેના અંતર્મુહૂર્ત પછી શરીર-પર્યાપ્તિ પૂર્ણ થાય છે. પછી એક-એક સમયના અંતરથી ઇન્દ્રિય વગેરે શેષ પર્યાપ્તિઓ પૂર્ણતાને પ્રાપ્ત કરે છે. દેવ ભાષા અને મનઃ પર્યાપ્તિ એક સાથે પૂર્ણ કરે છે.
કોની કેટલી પર્યાપ્તિઓ?
એકેન્દ્રિય જીવોની ચાર પર્યાપ્તિઓ હોય છે - આહાર-પર્યાપ્તિ, શરીર-પર્યાપ્તિ, ઇન્દ્રિયપર્યાપ્તિ અને શ્વાસોચ્છ્વાસ-પર્યાપ્તિ. (૩૧૬૦
જિણધો
Page #334
--------------------------------------------------------------------------
________________
કીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોને પાંચ પર્યાપ્તિઓ હોય છે. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ અને ભાષા. સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને છ પર્યાપ્તિઓ હોય છે આહાર-પર્યાપ્તિ યાવતું મનઃ-પર્યાપ્તિ.
આહાર, શરીર અને ઇન્દ્રિય - આ ત્રણ પર્યાપ્તિઓ પ્રત્યેક જીવ પૂર્ણ કરે છે. તેને પૂર્ણ કરીને જ જીવ આગળના ભવની આયુનો બંધ કરી શકે છે. આગળના ભવની આયુનો બંધ કર્યા વગર કોઈ જીવ મરી શકતો નથી. આ ત્રણ પર્યાપ્તિઓની અપેક્ષાથી તો પ્રત્યેક જીવ પર્યાપ્ત જ હોય છે. પરંતુ પર્યાપ્ત-અપર્યાપ્તનો વિભાગ આ ત્રણ પર્યાપ્તિઓની અપેક્ષાએ નથી પરંતુ જે જીવની જેટલી પર્યાપ્તિઓ કહેવાય છે, તેની પૂર્ણતા-અપૂર્ણતાને લઈને જ છે.
સ્વયોગ્ય પર્યાપ્તિઓને જે પૂર્ણ કરે તે પર્યાપ્ત જીવ છે અને જે સ્વયોગ્ય પર્યાપ્તિને પૂર્ણ ન કરે તે અપર્યાપ્ત જીવ છે. જેમ એકેન્દ્રિય જીવના સ્વયોગ્ય પર્યાપ્તિઓ ચાર કહેવાય છે. આ ચાર પર્યાપ્તિઓને પૂર્ણ કરવાવાળા પર્યાપ્ત છે અને આ ચારને પૂર્ણ ન કરવાવાળા અપર્યાપ્ત જીવ છે. - પર્યાપ્તના ભેદ : પર્યાપ્ત જીવના બે પ્રકાર છે - લબ્ધિ-પર્યાપ્ત અને કરણ-પર્યાપ્ત. જે જીવને સ્વયોગ્ય પર્યાપ્તિઓને હમણાં પૂર્ણ કર્યું નથી પરંતુ અવશ્ય પૂરું કરશે તે લબ્ધિ(શક્તિ)ની અપેક્ષાથી લબ્ધિ પર્યાપ્ત કહેવાય છે. જે જીવને સ્વયોગ્ય પર્યાપ્તિઓને પૂર્ણ કરી લીધું છે, તે કરણ(ક્રિયા)ની અપેક્ષાથી કરણ પર્યાપ્ત કહી શકાય છે.
અપર્યાપ્તના ભેદ : અપર્યાપ્ત જીવના પણ બે પ્રકારના છે - લબ્ધિ અપર્યાપ્ત અને કરણ અપર્યાપ્ત. જેણે સ્વયોગ્ય પર્યાપ્તિઓને પૂર્ણ કર્યું નથી અને આગળ કરશે પણ નહિ તે લબ્ધિ (શક્તિ)થી અપર્યાપ્ત છે. જેણે સ્વયોગ્ય પર્યાપ્તિઓને પૂર્ણ કરી નથી, પરંતુ આગળ અવશ્ય પૂરી કરશે, તે કરણ (ક્રિયા)થી અપર્યાપ્ત છે. દેવ અને નરક ક્યારે પણ લબ્ધિ-અપર્યાપ્ત હોતા નથી, પરંતુ કરણ-અપર્યાપ્ત થઈ શકે છે. મનુષ્ય અને તિર્યંચ લબ્ધિ અપર્યાપ્ત અને કરણ-અપર્યાપ્ત બંને પ્રકારના હોય છે. જીવના પાંચસો ત્રેસઠ ભેદ
અપેક્ષા વિશેષથી લઈને જીવના પાંચસો ત્રેસઠ ભેદ હોય છે, જેનું વિવરણ આ પ્રકાર છે : નારકોના ૧૪ ભેદ :
રત્નાપ્રભા, શર્કરામભા, બાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા અને મહાતમ: પ્રભા - આ સાત નરક ભૂમિઓના ગોત્ર છે. ઘમ્મા, શેલા, વંશા, અંજના, રિઝા, મઘા અને માઘવતી - આ સાત એમનાં નામ છે. આ નરક ભૂમિઓમાં રહેનાર નારક કહેવાય છે. સાત નરકોમાં રહેનાર સાત નારક જીવોને પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદથી ૧૪ ભેદ હોય છે. દૂ જીવના ભેદ)
૩૧૦) !
Page #335
--------------------------------------------------------------------------
________________
તિર્યંચના ૪૮ ભેદ :
નારક મનુષ્ય અને દેવને છોડીને બાકીના બધા સંસારી જીવ તિર્યંચ છે. એના ૪૮ ભેદ આ પ્રકાર બને છે : પૃથ્વીકાયના ૪ ભેદ - સૂમ, બાદર, અપર્યાપ્ત અને પર્યાપ્ત. અપકાયના ૪ ભેદ - સૂક્ષ્મ, બાદર, અપર્યાપ્ત અને પર્યાપ્ત. તેજસ્કાયના ૪ ભેદ - સૂક્ષ્મ, બાદર, અપર્યાપ્ત અને પર્યાપ્ત. વાયુકાયના ૪ ભેદ - સૂક્ષ્મ, બાદર, અપર્યાપ્ત અને પર્યાપ્ત. વનસ્પતિકાયના ૬ ભેદ - સૂક્ષ્મ, સાધારણ અને પ્રત્યેક - એમના
અપર્યાપ્ત અને પર્યાપ્ત. દ્વિીન્દ્રિયના ૨ ભેદ - અપર્યાપ્ત અને પર્યાપ્ત. ત્રીન્દ્રિયના ૨ ભેદ - અપર્યાપ્ત અને પર્યાપ્ત. ચતુરિન્દ્રિયના ૨ ભેદ - અપર્યાપ્ત અને પર્યાપ્ત.
પંચેન્દ્રિયના તિર્યંચના ૨૦ ભેદ - જળચર, સ્થળચર, ખેચર, ઉરઃ પરિસર્પ ને ભુજ પરિસર્પ - આ પાંચના સંશી - અસંશી પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદ ૫૮૪= ૨૦ ભેદ.
ઉક્ત રીતિથી તિર્યંચના ૪૮ ભેદ હોય છે. મનુષ્યના ૩૦૩ ભેદ :
મનુષ્યના ૩૦૩ ભેદ આ રીતે નિષ્પન્ન થાય છે : પંદર કર્મભૂમિઓની અપેક્ષાએ ૧૫ ભેદ. ત્રીસ ભોગભૂમિઓની અપેક્ષાએ ૩૦ ભેદ. છપ્પન અંતર દ્વીપોની અપેક્ષાએ ૫૬ ભેદ.
આ કુલ ૧૦૧ ભેદ ગર્ભજ મનુષ્યના થયા. એના અપર્યાપ્ત અને પર્યાપ્તના ભેદથી ૨૦૨ ભેદ થયા. એમાં સંમૂચ્છિમ મનુષ્યના ૧૦૧ ભેદ મેળવવાથી ૩૦૩ ભેદ મનુષ્યના થઈ જાય છે. દેવના ૧૬૮ ભેદ
ભવનપતિ દેવોના ૧૦ ભેદ, પરમાધાર્મિક દેવોના ૧૫ ભેદ, વ્યત્તરના ૧૬ ભેદ, જંભક દેવોના ૧૦ ભેદ, જ્યોતિષ્ક દેવોના ૧૦ ભેદ, વૈમાનિકના ૧૨ ભેદ, કિલ્વિષિક દેવોના ૩ ભેદ, લોકાન્તિક દેવોના ૯ ભેદ, રૈવેયકના ૯ ભેદ, અનુત્તર વિમાનના ૫ ભેદ - આ બધા ૯૯ ભેદ થયા. આના અપર્યાપ્ત અને પર્યાપ્ત ભેદથી ૧૯૮ ભેદ થઈ જાય છે.
(૩૧૮)
00 00 00 00 00 00 ( જિણધમો)
Page #336
--------------------------------------------------------------------------
________________
આમ નારકના ૧૪, તિર્યંચના ૪૮, મનુષ્યના ૩૦૩ અને દેવના ૧૯૮ ભેદ મળીને જીવના ૫૬૩ ભેદ હોય છે. ચાર ગતિઓના વર્ણનની સાથે આ ભેદોની વિસ્તૃત વ્યાખ્યા કરવામાં આવશે. આ પ્રકારે જૈનદર્શનનું જીવ વિજ્ઞાન ખૂબ જ વિસ્તૃત, ગહન અને ગંભીર છે. અન્ય ધર્મો અને દર્શનોમાં જીવત્વનું આટલું ગંભીર વિવેચન ઉપલબ્ધ હોતું નથી. જૈન તીર્થકરોએ વિશ્વનું ખૂબ જ સૂમ નિરીક્ષણ અને પરીક્ષણ પોતાના કેવળજ્ઞાન-દર્શન દ્વારા કરીને પછી તત્ત્વોનું નિરૂપણ કર્યું છે, તેથી તેમાં સૂક્ષ્મ, ગહન, ગંભીર અને વિસ્તૃત વિવેચન હોવું સ્વાભાવિક જ છે.
(જન્મ-મરણની પ્રક્રિયા)
માનવના વિચારો, વચન, વ્યવહારો અને શારીરિક ક્રિયાઓનો પ્રભાવ અને સંસ્કાર આત્માથી ચિર સંબદ્ધ કાર્મણ-શરીર પર પડે છે. પ્રાણી જેવા જેવા સારા અથવા ખરાબ વ્યવહાર કરે છે, તે અનુસાર સંસ્કાર (કર્મબંધ) કાર્મણ-શરીર પર પડે છે. કેટલીક વાર વ્યક્તિનું આચરણ સારું અને શુભ હોય છે અને કેટલીકવાર અશુભ અને ખરાબ હોય છે. વ્યક્તિનાં આ સારાં-ખરાબ બધાં કાર્યોની ખતવણી કાર્મણ-શરીરની વહીમાં અંકિત થતી રહે છે. અને નામાની જમા રાશિના અંતર અનુસાર તે જીવ આગલા જન્મની ભૂમિકા તૈયાર કરી લે છે. જૂના શરીરને છોડીને પોતાના સૂક્ષ્મ કાર્મણ-શરીરની સાથે નવીન ઉત્પત્તિસ્થળ વર પહોંચી જાય છે. આ ક્રિયામાં શરીર છોડતા સમયે પ્રાણીના પરિણામ ઘણું બધું કામ કરે છે. તેથી જૈન પરંપરામાં સમાધિમરણ અથવા પંડિતમરણનું મહત્ત્વ ઘણું પ્રતિપાદિત કરેલું છે. આ સમયમાં જો વ્યક્તિને અનુકૂળ વાતાવરણ મળી જાય, તે સંભાળી લે છે અને તેના અધ્યવસાય શુભ બની જાય, તો જૂના બંધાયેલ સંસ્કારોમાં ઉપાર્જિત કર્મોમાં હીનાધિકતા થઈ શકે છે. જો વ્યક્તિ હોશહવાસમાં રહેતા, આકુળ-વ્યાકુળ થયા વગર શાંતચિત્તથી પોતાના અંતિમ કાળને સુધારી લે છે, તો તેને આગલા જન્મમાં અનુકૂળ અવસર પ્રાપ્ત થાય છે અને તેના વિપરીત અંતિમકાળમાં આકુળ-વ્યાકુળતા છે, હાય હાય છે, મોહમમતા બનેલી હોય, હાય-વિલાપ ચાલતો રહે છે, તો આગળના જન્મમાં પ્રતિકૂળ પરિસ્થિતિઓ પ્રાપ્ત થાય છે, જેનાથી જીવને જબરજસ્તીથી બંધાયેલા રહેવું પડે છે.
જે વ્યક્તિના જીવનમાં ધર્મ અને સદાચારની પરંપરા રહી છે, તેના કાર્મણ-શરીરમાં પ્રકાશમય, બધું સ્વચ્છ અને શુભ પરમાણુની બહુમતી રહે છે, તેથી તેનું ગમન પ્રાયઃ ઊર્ધ્વશુભ ગતિઓમાં થાય છે. જેના જીવનમાં હત્યા, છળ-પ્રપંચ, માયા, મૂચ્છ વગેરે કાળા, ગુરુ અને અશુભ પરમાણુઓનો સંબંધ વિશેષ રૂપથી રહેલ છે, તે સ્વભાવતઃ નીચેની તરફ - અધોગતિમાં જાય છે. “સાંખ્ય કારિકા'માં કહેવાયું છે કે -
“धर्मेण गमनमूर्ध्वमधस्तात् भवत्यधर्मेण"
[ જન્મ-મરણની પ્રક્રિયા 20000000000000/૩૧૯)
Page #337
--------------------------------------------------------------------------
________________
ધર્મથી ઊર્ધ્વગમન થાય છે અને અધર્મથી અધોગતિ થાય છે. પુનર્જન્મમાં માનનારાં બધાં દર્શનોના સામે આ પ્રશ્ન રહે છે કે જીવ એક શરીરને છોડીને બીજા શરીરને ધારણ કરતા કઈ અવસ્થાઓમાંથી પસાર થાય છે? તેની અંતરાલ ગતિ કેવી રીતે થાય છે? તેમાં કેટલો સમય લાગે છે? નિયત સ્થાન પર કેવી રીતે પહોંચે છે? આ પ્રશ્નો પર જૈન-સિદ્ધાંતમાં પર્યાપ્ત વિચાર કરવામાં આવ્યો છે.
અંતરાલ ગતિ બે પ્રકારની હોય છે - (૧) ઋજુ અને (૨) વક્ર. ઋજુગતિથી સ્થાનાંતર જતાં જીવને નવો પ્રયત્ન કરવો પડતો નથી. કારણ કે જ્યારે તે પૂર્વશરીરને છોડે છે તો તેને પૂર્વ-શરીરજન્ય વેગ મળે છે. આ રીતે તે બીજા પ્રયત્ન વગર જ ધનુષથી છૂટેલ બાણની જેમ સીધા નવા સ્થાન પર પહોંચી જાય છે. બીજી વક્રગતિ છે તેથી જીવને જતાં સમયે નવા પ્રયત્નની આવશ્યકતા થાય છે. કારણ કે પૂર્વ-શરીરજન્ય પ્રયત્ન ત્યાં સુધી કામ કરે છે, જ્યાંથી જીવને ફરવું પડે છે. ફરવાનું સ્થાન આવતાં જ પૂર્વજનિત પ્રયત્ન મંદ પડી જાય છે, તેથી ત્યાંથી સૂક્ષ્મ-શરીરથી પ્રયત્ન થાય છે, જે જીવની સાથે તે સમયે પણ રહે છે. તે સૂક્ષ્મ-શરીરજન્ય પ્રયત્ન કાર્મણયોગ કહેવાય છે. તેથી તત્ત્વાર્થ સૂત્રમાં કહેવાયું છે કે - વિપ્રતિ વર્મયો : ''
- તત્ત્વાર્થ અ-૨, સૂ-૨૬ વિગ્રહગતિ - અંતરાલગતિમાં કાર્મહયોગ રહે છે. સ્થૂળ-શરીર ન હોવાથી મનોયોગ અને વચનયોગ હોતા નથી.
ગતિના નિયમને સ્પષ્ટ કરતા કહેવાયું છે કે સામાન્ય રૂપથી જીવ અને પુગલોની ગતિ સરળ રેખામાં થાય છે. બાહ્ય નિમિત્તથી ભલે તે વક્રગતિ કરે છે, પરંતુ સ્વભાવતઃ તે સીધી જ ગતિ કરે છે. સીધી રેખામાં ગતિ કરવાનો અર્થ એ છે કે પહેલાં જે આકાશ ક્ષેત્રમાં જીવ અથવા પરમાણુ સ્થિત હોય, ત્યાંથી ગતિ કરતા તે એ જ આકાશ ક્ષેત્રની સરળ રેખામાં ઊંચે, નીચે અથવા ત્રાંસા જ્યાં ઈચ્છે, ત્યાં ચાલ્યા જાય છે. તેથી કહેવાયું છે કે -
મનુ નિઃ”
- તત્ત્વાર્થ સૂત્ર, અ-૨, સૂ-૨૭ શ્રેણી અનુસાર અર્થાત્ સરળ રેખામાં જીવ અને પુદ્ગલોની સહજગતિ હોય છે. પ્રતિઘાતક નિમિત્ત મળવા પર વક્રગતિ પણ થઈ શકે છે. જે જીવ મોક્ષની તરફ ગતિ કરનાર હોય છે, તે સીધી ગતિ જ કરે છે. તેની વક્રગતિ થતી નથી, કારણ કે તે પૂર્વ-સાધનની સરળ રેખાવાળા, મોક્ષ-સ્થાનમાં જ પ્રતિષ્ઠિત થાય છે, થોડા પણ અહીં-તહીં નહિ. સંસારી જીવના ઉત્પત્તિસ્થાનનો કોઈ નિયમ નથી. ક્યારેક તો એમનું નવું ઉત્પત્તિસ્થાન પૂર્વસ્થાનની બિલકુલ સરળ રેખામાં હોય છે અને કોઈ વક્રરેખામાં. કારણ સંસારી જીવના નવીન સ્થાનનો આધાર પૂર્વકૃત કર્મ છે અને કર્મ વિવિધ પ્રકારના છે. તેથી સંસારી જીવ ઋજુ અને વક્ર (૨૦) પછી
છે જિણધર્મોો]
Page #338
--------------------------------------------------------------------------
________________
બંને ગતિઓના અધિકારી છે. ઋજુગતિને ઇષગતિ પણ કહે છે, તેથી આ ધનુષના વેગથી પ્રેરિત બાણની ગતિની જેમ પૂર્વ-શરીરજનિત વેગના કારણે સીધી હોય છે. વક્રગતિના પાણિમુક્તા, લાંગલિકા અને ગોમૂત્રિકા - આ ત્રણ નામ દિગંબર વ્યાખ્યાન ગ્રંથોમાં આપ્યા છે. જેમાં એક વળાંક હોય તો પાણિમુક્તા, જેમાં બે વળાંક હોય તો તે લાંગલિકા અને જેમાં ત્રણ વળાંક હોય તે ગોમૂત્રિકા છે. ત્રણથી વધુ વળાંકવાળી વક્રગતિ હોતી નથી, કારણ કે જીવને નવીન ઉત્પત્તિસ્થાન કેટલુંય પણ વિશ્રેણી પતિત (વક્રરેખાસ્થિત) હોય, તે ત્રણ વળાંકમાં તો અવશ્ય પ્રાપ્ત થઈ જાય છે. પુગલના વક્રગતિમાં ઘુમવાની સંખ્યામાં કોઈ નિયમવ નથી. તેનો આધાર પ્રેરક નિમિત્ત છે.
અંતરાલગતિના કાલિમાન જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચાર સમય છે. જ્યારે ઋજુગતિ હોય તો એક જ સમય અને જ્યારે વક્રગતિ હોય ત્યારે બે, ત્રણ અથવા ચાર સમય સમજવો જોઈએ. સમયની સંખ્યાની વૃદ્ધિ વળાંકની સંખ્યાની વૃદ્ધિ પર આધારિત છે. જે વક્રગતિનો એક વળાંક હોય તેનો કાલમાન બે સમયનો, જેમાં બે વળાંક હોય તેનો કાલમાન ત્રણ સમયનો અને જેમાં ત્રણ ઘુમાવ હોય, તેનો કાલમાન ચાર સમયનો છે. ઋજુગતિથી જન્માન્તર કરનાર જીવને પૂર્વશરીરત્યાગતા સમયે નવી આયુ અને ગતિકર્મનો ઉદય થઈ જાય છે, અને વક્રગતિવાળા જીવને પૂર્વશરીરત્યાગતા સમયે નવીન આયુગતિનો ઉદય થઈ જાય છે. પરંતુ આનુપૂર્વી નામ કર્મનો ઉદય પ્રથમ વજસ્થાનમાં હોય છે. | મુક્ત થનાર જીવ માટે તો અંતરાલગતિમાં આહારનો પ્રશ્ન રહેતો જ નથી, કારણ કે તે સૂક્ષ્મ અને સ્થળ બધા શરીરથી મુક્ત છે. પરંતુ સંસારી જીવન માટે આહારનો પ્રશ્ન છે. કારણ કે અંતરાલગતિમાં પણ તેને સૂક્ષ્મ-શરીર હોય છે. આહારનો અર્થ છે સ્થળશરીરનાં યોગ્ય પગલોને ગ્રહણ કરવું. ઋજુગતિથી અથવા બે સમયની એક વિગ્રહવાળી ગતિથી જનાર અનાહારક હોતા નથી. કારણ કે તેઓ જે સમયમાં પૂર્વશરીર છોડે છે, તે જ સમયે નવું સ્થાન પ્રાપ્ત કરી લે છે, સમયાતર થતું નથી. એ સમયે તેઓ પૂર્વભવ અથવા નવા ભવમાં આહાર લેતા રહે છે. આ સ્થિતિ એક વિગ્રહવાળી ગતિની છે, કારણ કે એમના બે સમયોમાંથી પહેલા સમય પૂર્વ શરીરના દ્વારા ગ્રહણ કરેલ આહારનો છે. અને બીજો સમય નવા ઉત્પત્તિસ્થાન પર પહોંચવાનો છે, જેમાં આહાર લઈ શકાય છે. ત્રણ સમયની બે વિગ્રહવાળી તથા ચાર સમયની ત્રણ વિગ્રહવાળી ગતિમાં અનાહારક સ્થિતિ બને છે. પ્રથમ અને અંતિમ સમયને છોડીને વચ્ચેનો કાળ આહારશૂન્ય હોય છે. તેથી દ્વિવિગ્રહ ગતિના એક સમય અને ત્રિવિગ્રહ ગતિમાં બે સમય સુધી જીવ અનાહારક માનવામાં આવે છે. ક્યાંક-ક્યાંક તો ત્રણ સમય સુધી પણ અનાહારક દશા પાંચ સમયની ચાર વિગ્રહવાળી ગતિની સંભાવનાની અપેક્ષાથી માની ગઈ છે.
અંતરાલગતિમાં સંસારી જીવોને કામણ-શરીર અવશ્ય હોય છે, તેથી શરીરજન્ય આત્મપ્રદેશ કંપન, જેને કાર્મણયોગ કહે છે, અવશ્ય થાય છે. જ્યારે યોગ છે તો કર્મ પુદ્ગલનું ગ્રહણ પણ અનિવાર્ય છે, કારણ કે યોગ જ કર્મવર્ગણાના આકર્ષણનું કારણ છે. જેમ જળની [ જન્મ-મરણની પ્રક્રિયા ને
જમ૩૨૧)
૩૨૧
Page #339
--------------------------------------------------------------------------
________________
વૃષ્ટિના સમયે ફેંકાયેલું બાણ સંતપ્ત બાણ જળકણોને ગ્રહણ કરતા તથા તેમને સુકાવતું ચાલ્યું જાય છે. તેવી રીતે અંતરાલગતિનો સમય કાર્મહયોગથી ચંચળ જીવ પણ કર્મવર્ગણાઓને ગ્રહણ કરે છે અને એમને પોતાની સાથે મળતા સ્થાનાંતરની તરફ ગતિમાન થાય છે. જન્મ અને તેના ભેદ:
પૂર્વભવ સમાપ્ત થવાથી સંસારીજીવ નવો ભવ ધારણ કરે છે. તેના માટે એમણે જન્મ લેવો પડે છે. પરજન્મની વિધિ બધાની એકસરખી હોતી નથી. પૂર્વભવનું સ્થૂળ-શરીર છોડ્યા પછી અંતરાલગતિથી માત્ર કાર્મણ-શરીરની સાથે આવીને નવીન ભવના યોગ્ય સ્થૂળ-શરીરના માટે પહેલા યોગ્ય પુગલોને ગ્રહણ કરવો જન્મ કહેવાય છે. જન્મના ત્રણ પ્રકાર છે -
“સમૂછનોંપાતા નY''
- - તત્ત્વાર્થ સૂત્ર, અ-૨, સૂત્ર-૩૨ સમૂછન, ગર્ભ અને ઉપપાતના રૂપમાં ત્રણ પ્રકારના જન્મ થાય છે. માતા-પિતાના સંબંધ વગર જ ઉત્પત્તિસ્થાનમાં ઔદારિક પુગલોને પહેલા-પહેલા શરીર રૂપમાં પરિણત કરવું સમૂર્ઝન જન્મ છે.
ઉત્પત્તિસ્થાનમાં સ્થિત શુક્ર અને સોહીનાં પુગલોના પહેલા-પહેલા શરીર માટે ગ્રહણ કરવો ગર્ભજન્મ છે. ઉત્પત્તિસ્થાનમાં સ્થિત-વૈક્રિય પુગલોને પહેલા-પહેલા શરીર રૂપમાં પરિણત કરવાં ઉપપાત-જન્મ છે.
જરાયુજ, અંડજ અને પોતજ પ્રાણીઓનો ગર્ભ-જન્મ થાય છે. દેવ અને નારકનો ઉપપાત-જન્મ થાય છે. શેષ બધા અર્થાતુ પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, અગર્ભજ પંચેન્દ્રિય, તિર્યંચ મનુષ્યનો સમૂછન જન્મ થાય છે.
જે જરાયુથી પેદા થાય છે, તે જરાયુજ પ્રાણી છે. જેમ કે મનુષ્ય, ગાય, ભેંસ, બકરી વગેરે જાતિના જીવ. જરાયુ એક પ્રકારના પડદા જેવું આવરણ છે, જે રક્ત, માંસથી ભરેલું હોય છે અને જેમાં ગર્ભસ્થ શિશુ લપેટાયેલું રહે છે. ઈંડાથી પેદા થનાર અંડજ પ્રાણી છે. જેમ સાપ, મોર, ચકલી, કબૂતર વગેરે જાતિના જીવ જો કોઈ પ્રકારના આવરણથી વેખિત થતું નથી, તે પોતજ છે. જેમ કે હાથી, નોળિયો, ઉંદર વગેરે જાતિના જીવ. આ ન તો જરાયુથી લપટાયેલા પેદા થાય છે અને ન ઈંડાથી, પરંતુ ખુલ્લા શરીરે પેદા થાય છે.
દેવો અને નારકોના જન્મને માટે વિશેષ નિયત સ્થાન હોય છે, જેને ઉપપાત કહે છે. દેવશય્યાના ઉપરનું દિવ્યવસ્ત્રથી આચ્છન્ન ભાગ દેવોનું ઉપપાત ક્ષેત્ર છે. જેમ વરાળથી રોટલી ફૂલે છે તેવી રીતે કોઈ દેવ જન્મ લે છે ત્યારે તે શય્યા ફૂલે છે અને એમાંથી અંતમુહૂર્તના એક હૃષ્ટપુષ્ટ, નીરોગી નવયુવકની જેમ નવીન જન્મ લેનાર દેવ સહસા ઊઠી-બેસે છે. જેમ કોઈ વ્યક્તિ સૂતા પછી એકદમ જાગીને ઊઠી-બેસે છે, તેવી રીતે દેવ ઉપપાત શય્યામાં સહસા ઊઠી-બેસે છે. દેવોમાં બાળકિશોર વગેરે અવસ્થાઓ હોતી નથી.
નારક જીવ વજમય કુંભિઓમાં પેદા થાય છે. આ કુંભીઓ જ એમનું ઉત્પત્તિસ્થાન છે. (૩૨૨) 0.0000 0.00 જિણધામો)
Page #340
--------------------------------------------------------------------------
________________
યોનિઓ
જન્મ લેવાના સ્થાનને યોનિ કહે છે. જે સ્થાનમાં પહેલા-પહેલા સ્થૂળ-શરીર માટે ગ્રહણ કરેલ પુદ્ગલ કાર્પણ-શરીરની સાથે ગરમ લોખંડમાં પાણીની જેમ મળી જાય છે, તેને યોનિ કહે છે. યોનિના નવ પ્રકાર છે - સચિત્ત, અચિત્ત અને સચિત્તાચિત્ત શીત, ઉષ્ણ અને શીતોષ્ણ, સંવૃત, વિવૃત્ત અને સંવૃત્ત-વિવૃત્ત.
જે જીવ પ્રદેશોથી અધિષ્ઠિત હોય તે સચિત્ત-યોનિ છે. જે જીવ પ્રદેશોથી અધિષ્ઠિત નથી. તે અચિત્ત-યોનિ છે. જે કોઈ ભાગમાં જીવ પ્રદેશોથી અધિષ્ઠિત અને કોઈ ભાગમાં જીવ પ્રદેશોથી અધિષ્ઠિત ન હોય, તે સચિત્તાચિત્ત(મિશ્ર)-યોનિ છે.
જે ઉત્પત્તિસ્થાનમાં શીત સ્પર્શ હોય, તે શીત-યોનિ છે. જે ઉત્પત્તિસ્થાનમાં ઉષ્ણ સ્પર્શ હોય, તે ઉષ્ણ-યોનિ છે.
જે ઉત્પત્તિસ્થાનમાં કેટલોક ભાગ શીત સ્પર્શવાળો અને કેટલોક ભાગ ઉષ્ણસ્પર્શવાળો હોય, તે શીતોષ્ણ (મિશ્ર)યોનિ છે.
જે ઉત્પત્તિસ્થાન ઢંકાયેલું અથવા દબાયેલું હોય, તે સંવૃત્ત-યોનિ છે. જે ઉત્પત્તિસ્થાન ઢંકાયેલું ન હોય, ખુલ્લું હોય, તે વિવૃત્ત-યોનિ છે. જેનો કેટલોક ભાગ ઢંકાયેલો અને કેટલોક ભાગ ખુલ્લો હોય, તે સંવૃત્ત-વિવૃત્ત(મિશ્ર)-યોનિ છે. કોઈ જીવની કોઈ યોનિ હોય છે, તે નિમ્ન યાદી (તાલિકા)માં આગળ બતાવ્યું છે :
યોનિ (૧) નારક અને દેવ
અચિત્ત (૨) ગર્ભજ મનુષ્ય તિર્યંચ
મિશ્ર (સચિત્તાચિત્ત) (૩) શેષ બધું - પાંચ સ્થાવર, ત્રણ વિકેન્દ્રિય ત્રિવિધ-સચિત્ત, અચિત્ત અને
અને અગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ મનુષ્ય સચિત્તાચિત્ત (મિશ્ર) (૧) ગર્ભજ મનુષ્ય અને તિર્યંચ તથા દેવ મિશ્ર (શીતોષ્ણ) (૨) તેજસ્કાયિક (અગ્નિકાયના જીવ)
ઉષ્ણ (૩) શેષ બધા અર્થાત્ ચાર સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, ત્રિવિધ-શાંત ઉષ્ણ અને શીતોષ્ણ
અગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ મનુષ્ય તથા દેવ (મિશ્ર) (૧) નારક, દેવ અને એકેન્દ્રિય
સંવૃત્ત (૨) ગર્ભજ, પંચેન્દ્રિય તિર્યંચ મનુષ્ય
મિશ્ર (સંવૃત્ત-વિવૃત્ત) (૩) શેષ બધું અર્થાત્ ત્રણ વિકેન્દ્રિય,
વિવૃત્ત અગર્ભજ પંચેન્દ્રિય મનુષ્ય અને તિર્યંચ [ જન્મ-મરણની પ્રક્રિયા DD 0 0 0 0 0 0 0 0૩૨૩)
જીવ
Page #341
--------------------------------------------------------------------------
________________
પ્રશ્ન થઈ શકે છે કે જન્મ અને યોનિમાં શું અંતર છે ? યોનિ આધાર છે અને જન્મ આધેય. સ્થૂળ-શરીર માટે યોગ્ય પુદ્ગલોનું પ્રાથમિક ગ્રહણ જન્મ છે અને તે ગ્રહણ જગ્યાએ થાય તે યોનિ છે.
આ પ્રશ્ન પણ સહજ પેદા થાય છે કે યોનિની સંખ્યા ચોર્યાશી લાખ પ્રસિદ્ધ છે, તો અહીં કેવળ નવ યોનિઓ જ કેમ બતાવાઈ છે ? સમાધાન એ છે કે ચોર્યાશી લાખ યોનિઓનું કથન વિસ્તારની અપેક્ષાથી કરવામાં આવ્યું છે. પૃથ્વીકાય આદિ અલગ-અલગ નિકાયનો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના તરમત ભાવવાળા જેટલાં જેટલાં ઉત્પત્તિસ્થાન છે, તે-તે નિકાયની એટલી યોનિઓ માની લેવામાં છે. જેમ પૃથ્વીકાયની સાત લાખ, અકાયની સાત લાખ, તેજસ્કાયની સાત લાખ, વાયુકાયની સાત લાખ, પ્રત્યેક વનસ્પતિની દસ લાખ, સાધારણ વનસ્પતિની ચૌદ લાખ, દ્વીન્દ્રિયની બે લાખ, ત્રીન્દ્રિયની બે લાખ, ચતુરિન્દ્રિયની બે લાખ, દેવતાની ચાર લાખ, નારકની ચાર લાખ, તિર્યંચ પંચેન્દ્રિયની ચાર લાખ અને મનુષ્યની ચૌદ લાખ. આ પ્રકારે ચોર્યાશી લાખ યોનિઓ વિસ્તારની અપેક્ષાથી કહી છે. અહીં એ જ ચોર્યાશી લાખ યોનિઓના સચિત્તાદિના રૂપમાં સંક્ષેપમાં નવ વિભાગ કહ્યા છે. તાત્પર્ય એ છે કે સંક્ષેપ દૃષ્ટિથી યોનિઓના ૯ ભેદ છે અને વિસ્તાર દૃષ્ટિથી યોનિઓ ચોર્યાશી લાખ પ્રકારની છે.
ચોર્યાશી લાખ યોનિ-જીવ :
ચાર ગતિના જેટલા પણ સંસારી જીવ છે તેની ચોર્યાશી (૮૪) લાખ યોનિઓ છે. યોનિઓનો અર્થ છે જીવોને ઉત્પન્ન થવાનું સ્થાન. સમસ્ત જીવોની ૮૪ લાખ ઉત્પત્તિસ્થાન છે. યદ્યપિ સ્થાન તો એનાથી પણ અધિક છે, પરંતુ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનના રૂપમાં જેટલાં પણ સ્થાન પરસ્પર હોય છે, એ બધાંને મળીને એક જ સ્થાન માનવામાં આવે છે.
પૃથ્વીકાયના મૂળ ભેદ ૩૫૦ છે. પાંચ વર્ણના ઉક્ત ભેદોને ગુણા કરવાથી ૧૭૫૦ ભેદ થાય છે. પુનઃ બે ગંધથી ગુણા કરવાથી ૩૫૦૦, પુનઃ પાંચ રસથી ગુણા કરવાથી ૧૭૫૦૦, પુનઃ આઠ સ્પર્શથી ગુણા કરવાથી (૧,૧૪,૦૦૦), પુનઃ પાંચ સંસ્થાનથી પાંચ ગુણા કરવાથી ૭,૦૦,૦૦૦ ભેદ થાય છે.
પૃથ્વીકાયની સમાન જ જળ, તેજ અને વાયુકાયના પણ પ્રત્યેકના મૂળ ભેદ ૩૫૦ છે. એને પાંચ વર્ણ વગેરેથી ગુણન કરવાથી પ્રત્યેકની ૭-૭ લાખ યોનિઓ થઈ જાય છે. પ્રત્યેક વનસ્પતિના મૂળ ભેદ ૫૦૦ છે.એને પાંચ વર્ણ વગેરેથી ગુણા કરવાથી કુલ ૧૦ લાખ યોનિઓ થઈ જાય છે. કંદમૂળની જાતિના મૂળ ભેદ ૭૦૦ છે, તેથી એમને પણ પાંચ વર્ણ વગેરેથી ગુણા કરવાથી કુલ ૧૪,૦૦ લાખ યોનિઓ હોય છે.
આ પ્રકાર દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, વિકલત્રયના પ્રત્યેકના મૂળભેદ ૧૦૦છે. એમને પાંચ વર્ણ વગેરેથી ગુણા કરવાથી પ્રત્યેકની કુલ યોનિઓ ૨-૨ લાખ થઈ જાય છે. તિર્યંચ પંચેન્દ્રિય, નારકી અને દેવતા પ્રત્યેકના મૂળ ભેદ ૨૦૦ છે. એમને પાંચ વર્ણ વગેરેથી ગુણા કરવાથી પ્રત્યેકના કુલ ૪-૪ લાખ યોનિઓ હોય છે. મનુષ્યની જાતિના મૂળ ભેદ ૭૦૦ છે. તેથી પાંચ વર્ણ વગેરેથી ગુણા કરવાથી મનુષ્યની કુલ ૧૪ લાખ યોનિઓ થઈ જાય છે. આ પ્રકારે કુલ ૮૪ લાખ જીવ-યોનિઓ થાય છે.
૩૨૪
જિણધમ્મો
Page #342
--------------------------------------------------------------------------
________________
જ૫
(શરીર અને તેના ભેદ)
જન્મ અને યોનિના વર્ણન પશ્ચાત્ શરીરનું વર્ણન કરવું અપેક્ષિત છે. કારણ યોનિમાં જન્મ લેવું જ શરીરનો આરંભ છે. દેહધારી જીવ અનંત છે, એમના શરીર પણ પ્રાયઃ અલગ અલગ છે. તદપિ વર્ગીકરણના સિદ્ધાંતના આધાર પર શરીરના પાંચ ભેદ બતાવવામાં આવ્યા છે જેમ (૧) ઔદારિક-શરીર (૨) વૈક્રિયક-શરીર (૩) આહારક-શરીર ૪. તેજસશરીર (૫) કાર્મણ-શરીર.
શરીર, જીવની ક્રિયાઓનો આધાર હોય છે, અર્થાત્ શરીર તે સાધન છે, જેના દ્વારા જીવ ક્રિયાઓ કરે છે.
(૧) ઓદારિક-શરીર ઃ ઉદાર અર્થાત્ સ્થૂળ અથવા પ્રધાન. સ્થૂળ પુદ્ગલોથી અથવા તીર્થકરાદિની અપેક્ષાથી પ્રધાન શ્રેષ્ઠ પુદ્ગલોથી બનેલ શરીર ઔદારિક કહે છે. જે શરીર સડવું-ગળવું સ્વભાવવાળું છે, જેનું છેદન-ભેદન કરી શકાય છે, જે બાળી-ગાળી શકાય છે, જેમાં રક્ત, માંસ, અસ્થિ વગેરે હોય, આ ઔદારિક-શરીર છે.
(૨) ક્રિયક-શરીર જે શરીર ક્યારેક નાનું, ક્યારેક મોટું, ક્યારેક પાતળું, ક્યારેક જાડું, ક્યારેક એક, ક્યારેક અનેક વગેરે અનેક રૂપોમાં પરિવર્તિત કરવામાં આવે છે. જે ઇચ્છાનુસાર રૂપોમાં બદલી શકાય છે, તે વૈક્રિયક-શરીર છે. આમાં રક્ત, માંસ, અસ્થિ વગેરે હોતા નથી. આમાં સડવું-ગળવું વગેરે ધર્મ હોતા નથી. આ વિશિષ્ટ પ્રકારની પ્રક્રિયા દ્વારા વિવિધ રૂપોમાં સ્થળ અને સૂક્ષ્મ પુદ્ગલોથી નિર્મિત હોય છે. નારક અને દેવો વૈક્રિયક-શરીર હોય છે. કોઈ-કોઈ મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયને પણ લબ્ધિના પણ પ્રભાવથી વૈક્રિયક-શરીર બનાયેલું રાખવાની ક્ષમતા પ્રાપ્ત થઈ શકે છે. બાદર વાયુકાદિક જીવોમાં પણ કૃત્રિમ લબ્ધિજન્ય વૈક્રિયક-શરીર માનવામાં આવ્યું છે.
(૩) આહારક-શરીર ઃ શુભ (પ્રશસ્ત પુગલજન્ય), વિશુદ્ધ (નિર્દોષ કાર્યકારી) અને વ્યાઘાત (બાધા) રહિત શરીર જે ચૌદ પૂર્વધારી મુનિરાજ પોતાની વિશિષ્ટ લબ્ધિના દ્વારા નિર્મિત કરે છે, તે આહારક-શરીર કહેવાય છે. ચતુર્દશ પૂર્વી મુનિરાજ કોઈ સૂક્ષ્મ પ્રશ્ન સંબંધી જાણકારી માટે પોતાની લબ્ધિ દ્વારા એક હાથપ્રમાણ સ્વચ્છ પુગલોના શરીરની રચના કરે છે, જે મહાવિદેહાદિ ક્ષેત્રમાં વિચરતા તીર્થકર અથવા સર્વજ્ઞની પાસે જાય છે. જો સર્વજ્ઞ ત્યાંથી અન્યત્ર વિચરણ કરી ચાલ્યા ગયા હોય તો તે હસ્તપ્રમાણ શરીરથી મૂંડ-હસ્તપ્રમાણ બીજું શરીર નીકળે છે, જે જ્યાં પણ તે સર્વજ્ઞાદિ વિચરણ કરી રહે ત્યાં પહોંચી જાય છે. ત્યાંથી પ્રશ્નનું સમાધાન પ્રાપ્ત કરી હસ્તપ્રમાણ શરીરમાં પ્રવિષ્ટ કરે છે અને તે હસ્તપ્રમાણ શરીર લબ્ધિધારી દૂ શરીર અને તેના ભેદ છે. આ જે ૩૨૫)
Page #343
--------------------------------------------------------------------------
________________
મુનિના શરીરમાં પ્રવેશ કરે છે. આ પ્રક્રિયાથી તેમને પોતાના પ્રશ્નનો ઉત્તર મળી જાય છે. આવા વિશિષ્ટ પ્રયોજનથી બનાવેલ આ શરીર-વિશેષને આહારક-શરીર કહે છે. આ વિશિષ્ટ લબ્ધિજન્ય જ હોય છે. આ કાર્ય માત્ર અંતર્મુહૂર્તમાં થઈ જાય છે.
(૪) તેજસ-શરીરઃ
જે શરીર તેજોમય હોવાના કારણે ખાધેલા આહાર વગેરેના પરિપાકનો હેતુ અને દીપ્તિનો નિમિત્ત હોય, તે તૈજસ-શરીર છે. જે પ્રકારે કૃષક ખેતરના ક્યારામાં અલગ-અલગ પાણી પહોંચાડે છે, એવી રીતે આ શરીર ગ્રહણ કરેલ આહારને વિવિધ રસાદિમાં પરિણત કરીને અવયવ-અવયવમાં પહોંચે છે. મુક્ત આહારના પાચનમાં આ શરીર સહાયક થાય છે. આ શરીરની ઉત્પત્તિ લબ્ધિજન્ય નથી, પરંતુ ક્યારેક-ક્યારેક લબ્ધિના દ્વારા તૈજસશરીરથી તેજો નિસર્ગ કરી શકાય છે.
(૫) કામણ-શરીરઃ કર્મસમૂહ જ કાર્મણ-શરીર છે. આત્માની સાથે લાગેલ કર્મ સમુદાયને કાર્પણ-શરીર કહેવાય છે. આ અન્ય બધાં શરીરોની જડ છે. કારણ કર્મના કારણે શરીરોની રચના થાય છે.
(૬) સ્થૂળ-સૂક્ષ્મ ભાવ ઃ ઉક્ત પાંચ શરીરોમાં ઔદારિક-શરીર બધાથી અધિક સ્થળ છે, વૈક્રિયક તેનાથી સૂક્ષ્મ છે. આહારક વૈક્રિયકથી પણ સૂક્ષમ છે. આહારકથી તૈજસ અને તૈજસના કાર્પણ સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે. સ્થૂળ અને સૂક્ષ્મનો અર્થ છે રચનાની શિથિલતા અને સઘનતા. અહીં ધૂળ અને સૂક્ષ્મ શબ્દથી પરિમાણ અર્થ નથી. દારિકથી વૈક્રિય સૂમ છે. પરંતુ વૈક્રિય આહારકથી સ્થળ છે. આ રીતે અન્ય આહારક વગેરે શરીર પણ પૂર્વ-પૂર્વની અપેક્ષાએ સૂક્ષ્મ અને ઉત્તર-ઉત્તરની અપેક્ષા સ્થળ છે. આ સ્થળ સૂક્ષ્મભાવ અપેક્ષાકૃત છે. તાત્પર્ય એ છે કે જે શરીરની રચના જે બીજા શરીરની રચનાથી શિથિલ થઈ, તે તેનાથી સ્થૂળ છે, અને બીજા તેનાથી સૂક્ષ્મ છે. રચનાની શિથિલતા અને સઘનતા પૌગલિક પરિણતિ પર નિર્ભર કરે છે. પુદ્ગલોમાં અનેક પ્રકારની પરિણમન શક્તિ છે, તેથી પરિમાણમાં અલ્પ હોવા છતાં પણ જ્યારથી શિથિલ રૂપમાં પરિણત થાય છે, ત્યારે સ્થૂળ કહેવાય છે અને પરિમાણમાં બહુલતા હોવા છતાં પણ જેમ જેમ સઘન થતા જાય છે, તેમ તેમ સૂક્ષ્મ-સૂક્ષ્મતર કહેવાય છે. ઉદાહરણાર્થ - ભીંડીનું ફળ અને હાથીના દાંત લો. બંને સમાન પરિમાણના હોવા છતાં પણ ભીંડીની રચના શિથિલ હોય છે. અને દાંતની રચના ઠોસ છે. આ રીતે પરિમાણ તુલ્ય હોવાથી પણ સ્પષ્ટ છે કે ભીંડીની અપેક્ષા - દાંતનું પૌદ્ગલિક સ્કંધ અધિક છે.
ઔદારિક વગેરે શરીરોનું નિર્માણ પરમાણુ-સ્કંધોથી થાય છે. અલગ-અલગ પરમાણુઓથી શરીર બનતું નથી. અનંત પરમાણુઓથી બનેલ સ્કંધોથી શરીર બને છે. ઔદારિક-શરીરનું ૩૨) જે
છે તે જિણધમો)
Page #344
--------------------------------------------------------------------------
________________
નિર્માણ કરનાર સ્કંધોથી વૈક્રિય-શરીરના કારણભૂત સ્કંધ અસંખ્યાત-ગુણ છે. યદ્યપિ ઔદારિકના આરંભિક સ્કંધ પણ અનંત પરમાણુઓના હોય છે, અને વૈક્રિય-શરીરના સ્કંધગત પરમાણુ પણ અનંત હોય છે. તદપિ ઔદારિકની અપેક્ષા વૈક્રિયના આરંભ સ્કંધ અસંખ્યાત ગુણ અધિક હોય છે. વૈક્રિયથી આહારકના આરંભ સ્કંધ અસંખ્યાત ગુણ અધિક હોય છે. તેથી ‘તત્ત્વાર્થ સૂત્ર’માં કહ્યું છે -
‘‘પ્રવેશતોસંબંધનુાં પ્રા તૈનસાત્ ।'' તત્ત્વાર્થ સૂત્ર, અ-૨, -૩૮/૩૯
અર્થાત્ પ્રદેશોની અપેક્ષાથી ઔદારિકની અપેક્ષા વૈક્રિયકના પ્રદેશ અસંખ્યાત ગુણ, વૈક્રિયકથી આહારકના પ્રદેશ અસંખ્યાત ગુણ હોય છે. આહારકથી તૈજસના પ્રદેશ અનંત ગુણ અધિક હોય છે, તથા તૈજસના કાર્યણના સ્કંધગત પરમાણુ અનંતગુણ અધિક હોય છે. આ રીતે પૂર્વ-પૂર્વ શરીરની અપેક્ષા ઉત્તર-ઉત્તર શરીરના આરંભક દ્રવ્ય અધિક-અધિક હોય છે. પરંતુ પરિણમનની વિચિત્રતાના કારણે જ ઉત્તર-ઉત્તર શરીર નિબિડ, નિબિડતર, નિબિડતમ બનતું જાય છે અને સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ કહેવાય છે.
તૈજસ-કાર્મણ શરીરની વિશેષતા :
તૈજસ અને કાર્મણ શરીર અપ્રતિઘાતી છે, આખા લોકમાં ક્યાંય પણ તેનો પ્રતિઘાત હોતો નથી. વજ્ર જેવી કઠિન વસ્તુ પણ તેને પ્રવેશ કરતા રોકી શકતી નથી. આ અત્યંત સૂક્ષ્મ છે. યદ્યપિ સાધારણતયા એ સમજાય છે કે એક મૂર્તથી બીજી મૂર્ત વસ્તુનો પ્રતિઘાત થાય છે, તથાપિ આ પ્રતિઘાતનો નિયમ સ્થૂળ વસ્તુઓ પર લાગુ પડે છે, સૂક્ષ્મ પર નહિ. સૂક્ષ્મ વસ્તુ ભલે તે મૂર્ત હોય, વિના રુકાવટ સર્વત્ર પ્રવેશ મેળવી શકે છે. જેમ લોહપિંડમાં અગ્નિ. એમ તો વૈક્રિય અને આહારક શરીર પણ સૂક્ષ્મ હોવાથી અપ્રતિઘાતી હોય છે. પરંતુ એમનું અપ્રતિઘાતિત્વ સંપૂર્ણ લોકમાં ન હોઈ માત્ર ત્રસ-નાડીમાં જ છે, જ્યારે તૈજસ અને કાર્મણનું અપ્રતિઘાતિત્વ સર્વલોકાન્ત પર્યંત છે.
ન
તૈજસ અને કાર્મણ શરીરોનો સંબંધ આત્માની સાથે પ્રવાહ રૂપથી અનાદિ છે. ઔદારિક વગેરે આરંભના ત્રણ શરીર અમુક કાળ પછી કાયમ રહેતાં નથી, તેથી તેમનો આત્માની સાથે સંબંધ કાદાચિત્ક છે, તેથી તત્ત્વાર્થ સૂત્રમાં કહેવાયું છે કે -
अप्रतिघाते अनादि सम्बन्धे च । सर्वस्य । તત્ત્વાર્થ, અ-૨, સૂત્ર-૪૧/૪૨/૪૩
અર્થાત્ તેજસ-કાર્મણ શરીર અપ્રતિઘાતી છે; અનાદિ સંબંધવાળા છે તથા સંસારવર્તી બધા જીવોને સદા હોય જ છે.
શરીર અને તેના ભેદ
૩૨૦
Page #345
--------------------------------------------------------------------------
________________
કાર્પણ-શરીર બધાં શરીરોની જડ છે કારણ કે તે કર્મરૂપ જ છે અને કર્મ બધાનું નિમિત્ત કારણ છે. તૈજસ-શરીર બધાનું કારણ નથી. તે બધાની સાથે અનાદિ સંબદ્ધ રહીને ભુક્ત આહારના પાચન વગેરેમાં સહાયક થાય છે.
એક સાથે પ્રાપ્ત શરીરોની સંખ્યા તૈજસ અને કાર્મણ શરીર બધા સંસારવર્તી જીવોના હોય છે. તેથી આ બંને શરીર ક્યારેક પૃથક રૂપથી સ્વતંત્ર રહેતા નથી. અર્થાત્ એક જીવનું એક શરીર ક્યારે પણ સંભવ નથી. પરંતુ કોઈ (આ મત “તત્ત્વાર્થ ભાષામાં નિર્દિષ્ટ છે.) આચાર્યનો મત છે કે તૈજસ-શરીર કાર્મણની રીતે યાવતું સંસારભાવી નથી, તે આહારકની જેમ લબ્ધિજન્ય જ છે. તે અનુસાર અંતરાલગતિમાં માત્ર કાર્મણ શરીર રહે છે. તેથી આ મત અનુસાર એક શરીરના હોવું સંભવ છે. પરંતુ આ મત ઉપાદેય નથી. એક સાથે એક સંસારી જીવના ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ ચાર શરીર સુધી થઈ શકે છે. પાંચ શરીર એક સાથે ક્યારે હોતા નથી. જ્યારે બે શરીર મેળવાય છે, તો તે તૈજસ અને કાર્મણ હશે. આ સ્થિતિ માત્ર અંતરાલગતિમાં હોય છે, કારણ એ સમયે અન્ય શરીર મેળવી શકાતા નથી.
જ્યારે ત્રણ શરીર મેળવાય છે ત્યારે તૈજસ, કાર્પણ અને ઔદારિક અથવા તૈજસ કાર્પણ અને વૈક્રિય મેળવાય છે. પ્રથમ વિકલ્પ મનુષ્ય અને તિર્યંચમાં અને બીજા વિકલ્પમાં દેવ અને નારકમાં જન્મકાળથી મરણપર્યત મેળવાય છે. જ્યારે ચાર શરીર મેળવાય છે ત્યારે તૈજસ, કાર્મણ, ઔદારિક અને વૈક્રિયક, અથવા તૈજસ, કાર્મણ, ઔદારિક અને આહારક પહેલો વિકલ્પ વૈક્રિયક લબ્ધિ પ્રયોગના સમય થોડા જ મનુષ્યો અને તિર્યચોમાં મેળવાય છે. બીજો વિકલ્પ આહારક લબ્ધિના પ્રયોગના સમયે ચતુર્દશ પૂર્વધર મુનિમાં જોવા મળે છે. પાંચ શરીર એક સાથે કોઈનામાં જણાતા નથી, કારણ કે વૈક્રિયક લબ્ધિ અને આહારકલબ્ધિનો પ્રયોગ એક સાથે સંભવ નથી.
જેમ એક જ દીપકનો પ્રકાશ એક સાથે અનેક વસ્તુઓ પર પડી શકે છે, તેમ જ એક જીવના પ્રદેશ અનેક શરીરોની સાથે અવિચ્છિન્ન રૂપથી સંબદ્ધ થઈ શકે છે.
પૂર્વમાં કહેવાયું છે કે વૈક્રિયક-લબ્ધિ અને આહારક-લબ્દિનો પ્રયોગ એક સાથે થતો નથી. એનું કારણ છે કે વૈક્રિયક લબ્ધિના પ્રયોગના સમયે તથા તેના દ્વારા શરીર બનાવી લેવા પર નિયમથી પ્રમત્ત દશા હોય છે. પરંતુ આહારકના વિષયમાં આવું થતું નથી, કારણ કે આહારક-લબ્ધિનો પ્રયોગ તો પ્રમત્ત દશામાં હોય છે. પરંતુ તેનાથી શરીર બનાવી લીધા પછી શુદ્ધ અધ્યવસાય સંભવ થવાના કારણે અપ્રમત્ત ભાવ મેળવી શકાય છે. તેથી ઉક્ત બે લબ્ધિઓનો એક સાથે પ્રયોગ અસિદ્ધ છે. નિષ્કર્ષ એ છે કે આવિર્ભાવની અપેક્ષાથી યુગપતુ પાંચ શરીર થઈ શકતું નથી, પરંતુ શક્તિના રૂપમાં તો પાંચ શરીરમાં એક સાથે રહી શકે છે, કારણ કે આહારક-લબ્ધિવાળા મુનિના વૈક્રિયક-લબ્ધિ પણ (શક્તિની અપેક્ષાથી) સંભવ છે. પ્રયોગની દૃષ્ટિથી જ બંને લબ્ધિઓનું સાહચર્ય નિષિદ્ધ છે. (૩૨૮)
0 0 0 0 જિણધમો)
Page #346
--------------------------------------------------------------------------
________________
શરીરોનો ઉપભોગ ઃ શરીરોનું મુખ્ય પ્રયોજન ઉપભોગ છે. આ ઉપભોગ વગેરેનું ચાર શરીરોથી જ સાધ્ય છે, અંતિમ કાર્પણ-શરીર ઉપભોગ રહિત છે, તેથી તેને નિરુપભોગ કહેવાયો છે. ‘‘નિરુપમોન્તમત્ત્વમ્ ।''
તત્ત્વાર્થ સૂત્ર, અ-૨, સૂ-૪૫
અર્થાત્ અંતિમ કાર્મણ-શરીરમાં ઉપભોગ થતો નથી. ઇન્દ્રિયોના શુભાશુભ અથવા દૃષ્ટિઅનિષ્ટ વિષયોને ગ્રહણ કરી સુખદુઃખનો અનુભવ કરવો, હાથ-પગ વગેરે અવયવોથી શુભાશુભ કર્મોનું બંધ કરવું, બંધકર્મના અનુસાર શુભ-અશુભ વિપાક અનુભવ કરવો, પવિત્ર અનુષ્ઠાન દ્વારા કર્મની નિર્જરા કરવી વગેરે શરીરનો ઉપભોગ છે. ઔદારિક, વૈક્રિયક અને આહારક શરીર સાવયવ છે, તેથી તેમનાથી ઉપભોગ સાધ્ય થઈ શકે છે. તૈજસ-શરીર યદ્યપિ સાવયવ નથી, તથાપિ તેનો ઉપભોગ પાચન વગેરે કાર્યમાં થાય છે. જેનાથી સુખદુઃખાદિનો ઉપભોગ સિદ્ધ થાય છે. તેનું અન્ય કાર્ય શાપ અને અનુગ્રહ પણ છે. કોઈ તપસ્વી તપસ્યાજન્ય વિશિષ્ટ લબ્ધિ પ્રાપ્ત કરીને તેના દ્વારા કોઈ કોપભાજનને બાળી પણ શકે છે અને પ્રસન્ન થઈને પોતાના કૃપાપાત્રને શાંતિ પણ પહોંચાડી શકે છે.
આ રીતે તૈજસ-શરીરનો ઉપભોગ શાપ અથવા અનુગ્રહ વગેરેમાં થઈ શકે છે. કાર્પણશરીર તો કર્મરૂપ છે, તેથી તેનો ઉપભોગ સંભવ નથી, તે તો અન્ય શરીરોના ઉપભોગનું નિમિત્ત છે.
સૂક્ષ્મતાપૂર્વક જોઈએ તો કાર્મણ-શરીર બધાં શરીરોની જડ છે, તેથી તે શરીરોનો ઉપભોગ વસ્તુતઃ કાર્મણ-શરીરનો જ ઉપભોગ માનવો જોઈએ. તદપિ તેને નિરુપભોગ કહેવાનો આશય એ છે કે જ્યાં સુધી અન્ય શરીર સહાયક ન હોય ત્યાં સુધી કેવળ કાર્મણ-શરીરથી ઉક્ત પ્રકારનો ઉપભોગ સંભવ નથી. ઉક્ત વિશિષ્ટ ઉપભોગને સિદ્ધ કરવામાં ઔદારિક વગેરે ચાર શરીર સાક્ષાત્ સાધન છે. તેથી તે સોપભોગ કહેવાય છે અને પરંપરાથી સાધન હોવાના કારણે કાર્યણ-શરીરને નિરુપભોગ કહેવામાં આવ્યું છે.
જન્મસિદ્ધતા અને કૃત્રિમતા : ઉક્ત પાંચ શરીરોમાંથી તૈજસ અને કાર્મણ શરીર ન તો જન્મસિદ્ધ છે અને ન કૃત્રિમ છે. કારણ કે તે અનાદિ સંબદ્ધ છે, ઔદારિકશરીર જન્મસિદ્ધ જ છે. તેના સ્વામી મનુષ્ય અને તિર્યંચ છે. વૈક્રિય-શરીર જન્મસિદ્ધ પણ છે અને કૃત્રિમ પણ છે. દેવ અને નારકોને જન્મસિદ્ધ વૈક્રિય-શરીર હોય છે. કૃત્રિમ વૈક્રિયશરીર એકલબ્ધિ છે, જે તપસ્યા વગેરે દ્વારા પ્રગટ થાય છે. આ કોઈક જ ગર્ભજ મનુષ્યો અને તિર્યંચોમાં હોઈ શકે છે. તપ વગર આ કૃત્રિમ વૈક્રિયક-લબ્ધિ બાદર વાયુકાયિક જીવોમાં માની ગઈ છે. આહારક-શરીર કૃત્રિમ જ છે, કારણ આ વિશિષ્ટ લબ્ધિ કેવળ ચતુર્દશ પૂર્વધારી મુનિને જ પ્રાપ્ત થાય છે, તેથી આહારક-લબ્ધિ જન્મજાત નહિ પરંતુ અપિતુ કૃત્રિમ છે.
શરીર અને તેના ભેદ
૩૨૯
Page #347
--------------------------------------------------------------------------
________________
પ્રાણ સંસારમાં, જીવનાં પર્યાયવાચી નામોમાં પ્રાણી શબ્દનો ઉલ્લેખ હોય છે. તેથી પ્રાણોની દૃષ્ટિથી જીવનું વિવેચન પણ કરવું જોઈએ. જે પ્રાણોને ધારણ કરે તે પ્રાણી છે. પ્રાણ બે પ્રકારના છે : દ્રવ્ય-પ્રાણ અને ભાવ-પ્રાણ. દ્રવ્ય-પ્રાણના દસ પ્રકાર બતાવ્યા છે -
पंचेन्द्रियाणि त्रिविधं बलंच, उच्छ्वास निःश्वास मथान्यदायुः ।
प्राणाः दशैते भगवद्भिरुक्ताः, तेषां वियोजीकरणं तु हिंसा ॥ (૧) શ્રોત્રેન્દ્રિય બળપ્રાણ (૨) ચતુરિન્દ્રિય બળપ્રાણ (૩) ઘ્રાણેન્દ્રિય બળપ્રાણ (૪) રસનેન્દ્રિય બળપ્રાણ (૫) સ્પર્શનેન્દ્રિય બળપ્રાણ (૬) મનોબળપ્રાણ (૭) વચન બળપ્રાણ (૮) કાય બળપ્રાણ (૯) ઉચ્છવાસ-નિશ્વાસ બળપ્રાણ (૧૦) આયુબળપ્રાણ. આ દસ દ્રવ્ય-પ્રાણ કહેવાય છે. આ પ્રાણોને ધારણ કરે છે તે સંસારી પ્રાણી છે.
“પ્રાણી' શબ્દમાં સંસારી અને સિદ્ધ બંને પ્રકારના જીવોનો સમાવેશ કરાય છે. સિદ્ધોમાં ઉક્ત દસ પ્રાણ હોતા નથી. પરંતુ એમાં ચાર ભાવ-પ્રાણ માનવામાં આવે છે. જ્ઞાનદર્શન-સુખ અને વીર્ય - આ ચાર ભાવ-પ્રાણોના કારણથી સિદ્ધ પણ પ્રાણી માનવામાં આવે છે. તે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય રૂપ ચાર પ્રાણોના ધારક હોય છે.
મરણ : જન્મની સાથે મરણનો અવિનાભાવ છે. જન્મ વગર મરણ નથી અને મરણના વગર જન્મ નથી. જન્મ-મરણનો આ સંબંધ અનાદિકાલીન છે. આ જન્મ-મરણના ચક્રને સદાને માટે રોકવાના હેતુ જ મુમુક્ષુ જીવોનો પુરુષાર્થ સદા ચાલતો રહે છે. અને ચાલતો રહેશે. તેથી શરીર, જન્મ, પ્રાણ વગેરેના અનનતર મરણના સંબંધમાં પણ વિચાર કરવો અપેક્ષિત છે.
જીવન અને મરણ એક જ સિક્કાની બે બાજુ છે. જગતમાં જીવન છે અને જીવનની સાથે મૃત્યુ. જીવન અને મરણના આ સંદર્ભમાં મનુષ્યનું ચિંતનશીલ મન આ પ્રશ્નનું સમાધાન માંગે છે કે શું એવો પણ કોઈ કારગત ઉપાય છે, જેનાથી આપણે જીવન-મરણના કાંટા પર ખરા ઉતરી શકીએ ? અર્થાતુ કયા ઢંગથી જીવીએ અને ક્યા ઢંગથી મરીએ - જેનાથી જીવન પણ સાર્થક થાય અને મરણનું શૂળ પણ ન ખેંચે. જીવન અને મરણ બંને જ આપણા માટે વરદાન બની શકે છે.
જેનદૃષ્ટિ અનુસાર જીવન પણ એક કળા છે અને મરણ પણ એક કળા છે. જે વ્યકિત જીવન-મરણની ઉભય કળામાં પારંગત હોય છે, તે સાચો અને વાસ્તવિક કલાકાર છે. જૈનદૃષ્ટિ જીવનની કળા પણ શીખવાડે છે અને મરણની કળા પણ બતાવે છે. જૈન સંસ્કૃતિનો જયઘોષ છે - જીવવાના ઢંગથી જીવો, મરવાના ઢંગથી મરો, તો તમારા બંને હાથમાં લાડુ છે. જીવન પર પણ નિયંત્રણ અને મરણ પર પણ નિયંત્રણ, જીવન-મરણ એક ખેલ છે. તેને ઠાઠથી રમવું જોઈએ. ન જીવનને ચોંટવું અને ન મરણનો ભય રાખવો જોઈએ. સંયમ, તપ, ત્યાગ, વિરાગ, અહિંસા અને સત્યની સાધના માટે જીવવું છે અને અવિચળ ભાવથી સાધનાના પથ પર ચાલતાં ચાલતાં જ મરવાનું છે. વસ્તુતઃ આવું જીવન જ જીવન છે અને આવું મરણ જ સમાધિ-મરણ છે. (૩૩૦) છે
તે છે જિણધો]
Page #348
--------------------------------------------------------------------------
________________
જેને તત્ત્વચિંતકોએ જીવન-મરણના રહસ્યને ખૂબ જ સૂક્ષ્મતાની સાથે જોયું છે, જાણ્યું છે અને પારખ્યું છે. જન્મ-મરણની પરંપરા તોડવાના ઉદ્દેશથી જ જીવનને જીવવાનું અને મરણને અનુકૂળતાપૂર્વક શાંતભાવથી સમાધિપૂર્વક અપનાવવાનો ઉપદેશ અને નિર્દેશ સ્થાનસ્થાન પર દીધેલા છે. આત્મા જીવનના મોહમાં મુગ્ધ ન બને અને મરણથી ભયભીત ન બને એ જ જૈન સાધનાનો સાર છે. આ ઉદ્દેશથી સ્થાન-સ્થાન પર આ પ્રતિપાદિત કર્યું છે કે દેહધારીઓનું જીવન અનિશ્ચિત છે. મૃત્યુ તેને ચારે બાજુથી ઘેરી રહે છે, ન જાણે કયા ક્ષણે જીવનનો દીપક બુઝાઈ જાય, તેથી અપ્રમત્ત ભાવથી ધર્મ-સાધનામાં લાગ્યા રહેવું જોઈએ.
આ ઉપદેશના સંદર્ભમાં જૈન સિદ્ધાંતમાં પ્રાણીઓના આયુષ્યનો વિચાર કર્યો છે. પ્રત્યેક દેહધારીની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિનું ઘણું જ વિગતવાર વિવેચન કર્યું છે. જે કારણોથી આયુનું બંધ થાય છે, જે અધ્યવસાયોથી જીવનની સ્થિતિ-કાળ મર્યાદા નિયંત્રિત થાય છે, તેનો ઉલ્લેખ પણ યથાસ્થાન કર્યો છે. જે જીવે જે ભાવના માટે જેટલી આયુનો બંધ કર્યો છે, તેનો ઉપભોગ તે પ્રતિક્ષણ કરે છે. જીવનમાં પ્રતિક્ષણ પ્રાણી મૃત્યુની તરફ અગ્રસર થઈ રહ્યો છે. પ્રાણીના જીવનનો આયુ કોષ પ્રતિક્ષણ ઘટતો જાય છે.
જેમ અંજલિમાં રહેલું જળ ઘટતું જાય છે, જેમ પ્રાણીનું આયુ પ્રતિક્ષણ ઘટતું જાય છે. સીધી ભાષામાં કહેવાય કે પ્રાણી પ્રતિક્ષણ મરી રહ્યો છે, કારણ કે આયુનો ક્ષય થવો જ મરણ છે. આ પ્રકારના પ્રતિક્ષણ મરણને જૈન ભાષામાં આવી ચિમરણ કહે છે. વ્યવહાર દૃષ્ટિથી જીવે એ ભવના માટે જેટલી આયુનો બંધ કર્યો છે, તેને ભોગવતા-ભોગવતા જ્યારે આયુના અંતિમ દલિકનો અનુભવ કરી લે છે, ત્યારે તેનું મરણ માનવામાં આવે છે.
અપવર્તનીય અનપવર્તનીય આયુ અહીં આ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જીવે જેટલી આયુનો બંધ કર્યો છે, તેનો ઉપભોગ તે તેટલા જ કાળમાં કરે છે અથવા તેમાં પરિવર્તન પણ થઈ શકે છે. શું મૃત્યુ સમય પર જ આવે છે. અથવા અકાળ મૃત્યુ પણ થઈ શકે છે. આ પ્રશ્ન પર વિચાર કરતા તત્ત્વજ્ઞાનીઓએ બે પ્રકારના આયુનું નિરૂપણ કર્યું છે – અપવર્તનીય આયુ અને અનપવર્તનીય આયુ.
જે આયુ ઉપક્રમ લાગવા પર બંધકાલીન સ્થિતિના પૂર્ણ થવાના પહેલાં પણ શીઘ ભોગવી શકાય તે અપવર્તનીય આયુ છે. જે આયુ બંધકાલીન સ્થિતિના પૂર્ણ થવાના પહેલા પૂર્ણરૂપેણ ન ભોગી શકાય, તે અનપવર્તનીય છે. અર્થાત્ જે આયુનો ભોગકાળ બંધકાલીન સ્થિતિ મર્યાદાથી ઓછો થઈ શકે છે, તે અપવર્તનીય અને જેનો ભોગકાળ ઉક્ત મર્યાદાના સમાન જ હોય તે અનપવર્તનીય છે.
અપવર્તનીય અને અનપવર્તનીય આયુનો બંધ પરિણામોની તરતમતા પર અવલંબિત છે. ભાવિ જન્મની આયુનો બંધ વર્તમાન જન્મમાં હોય છે. તે સમયે જો પરિણામ મંદ હોય તો આયુનો બંધ શિથિલ હોય છે, અને જો પરિણામ તીવ્ર હોય તો આયુનો બંધ ગાઢ હોય છે. જેનાથી નિમિત્ત મળવા પર પણ બંધકાલીન કાળ મર્યાદા ઘટતી નથી અને ન આયુ એક સાથે ભોગવી શકાય છે. [ શરીર અને તેના ભેદ 2000000 (૩૩૧)
Page #349
--------------------------------------------------------------------------
________________
જેમ અત્યંત દઢ થઈને ઊભા પુરુષોની પંક્તિ અભેદ્ય હોય છે અને શિથિલ રૂપમાં ઊભા પુરુષોની પંક્તિ ભેદ્ય હોય છે. અથવા જેમ સઘન વાવેલા બીજના છોડ પશુઓ માટે દુષ્પવેશ્ય હોય છે અને દૂર દૂર વાવેલા બીજના છોડ સુપ્રવેશ્ય હોય છે. તેવી રીતે તીવ્ર પરિણામથી ગાઢ રૂપમાં બદ્ધ આયુ શસ્ત્ર-વિષ વગેરેનો પ્રયોગ થવા છતાં પોતાના નિયતકાળ મર્યાદા સમાપ્ત થવાના પહેલાં પૂર્ણ થતી નથી અને મંદ પરિણામથી શિથિલ રૂપમાં બદ્ધ આયુ ઉક્ત પ્રયોગ થતાં જ પોતાના નિયતકાળ મર્યાદા સમાપ્ત થતાં પહેલાં જ અંતર્મુહૂર્ત માત્રમાં ભોગવી લેવાય છે. આયુના આ શીધ્ર ભોગને જ અપવર્તન અથવા અકાળ-મૃત્યુ કહે છે અને નિયમ-સ્થિતિના ભોગને અનપવર્તન અથવા કાળ-મૃત્યુ કહે છે.
અપવર્તનીય આયુ સોપક્રમ-ઉપક્રમ સહિત અને નિરુપક્રમ-ઉપક્રમ રહિત બંને પ્રકારની હોય છે. તીવ્ર શસ્ત્ર, તીવ્ર વિષ, તીવ્ર અગ્નિ વગેરે જે નિમિત્તોથી અકાળ-મૃત્યુ થાય છે, તેને પ્રાપ્ત થવું ઉપક્રમ છે. અનપવર્તનીય આયુ પણ સોપક્રમ અને નિરુપક્રમ બંને પ્રકારની હોય છે. અર્થાતુ એ આયુને અકાળ-મૃત્યુ લાવનાર નિમિત્તોનું સન્નિધાન થાય છે અને ન પણ થાય. ઉક્ત નિમિત્તોનું સન્નિધાન થવા છતાં પણ અનપવર્તનીય આયુ નિયત કાળ મર્યાદાથી પહેલાં પૂર્ણ થતી નથી. સારાંશ એ છે કે અપવર્તનીય આયુવાળાં પ્રાણીઓને શસ્ત્રાદિ કોઈ ન કોઈ નિમિત્ત મળે તો તે અકાળમાં પણ મરી જાય છે, અને અનપવર્તનીય આયુવાળાને કેવા પણ પ્રબળ નિમિત્ત મળે, તે અકાળમાં મરતા નથી. - ઉપપાત જન્મવાળા દેવ અને નારક તથા અસંખ્યાત વર્ષની આયુવાળા મનુષ્ય-તિર્યંચ અનપવર્તનીય આયુવાળા હોય છે. ચરમશરીરી, જે એ જ ભવમાં મોક્ષ જનારા હોય છે, અને ઉત્તમ પુરુષ તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ વગેરે સોપક્રમ અને નિરુપક્રમ અનાવર્તનીય આયુવાળા હોય છે. આના અતિરિક્ત શેષ બધા મનુષ્ય-તિર્યંચ અપવર્તનીય આયુવાળા પણ હોય છે.
પ્રશ્ન થઈ શકે છે કે નિયતકાળ મર્યાદાના પહેલાં આયુનો ભોગ થઈ જવાથી કૃત નાશ, અકૃતાગમ અને કર્મ નિષ્ફળતાના દોષ કેમ પ્રાપ્ત થતા નથી ?
સમાધાન એ છે કે શીઘ ભોગ થવામાં ઉક્ત દોષોનો પ્રસંગ આવતો નથી. કારણ કે આયુકર્મ જે ચિરકાળ સુધી ભોગવી શકાય છે, તે એક સાથે ભોગવી શકાય છે. તેનો કોઈપણ ભાગ વિપાકનુભવથી છૂટતો નથી. તેથી ન તો કૃતકર્મનો નાશ છે અને ન બદ્ધકર્મની નિષ્ફળતા જ છે. મૃત્યુ કર્માનુસાર જ આવે છે, તેથી અકૃતકર્મનું આગમ પણ નથી. જેમ ઘાસથી સઘન રાશિમાં એક બાજુથી નાનો અગ્નિ કણ છોડી દેવામાં આવે તો તે અગ્નિકણ એક-એક તણખલાને ક્રમશઃ બાળતા એ આખી રાશિને થોડીવારમાં ભસ્મ કરી નાખે છે. તે જ અગ્નિકણ ઘાસની શિથિલ રાશિમાં ચારે બાજુથી છોડવામાં આવે તો એક સાથે તેને બાળી નાખે છે. - ઉક્ત વાતને વિશેષ સ્પષ્ટ કરવા માટે શાસ્ત્રમાં અનેક દષ્ટાંત આપ્યાં છે. પહેલા ગણિતક્રિયાનું અને બીજું વસ્ત્ર સૂકવવાનું. જેમ કોઈ વિશિષ્ટ સંખ્યાનો લઘુતમ છેદ મેળવવાનો (૩૩૨) છે જે છે
છે જિણધમો)
Page #350
--------------------------------------------------------------------------
________________
હોય તો ગણિત-પ્રક્રિયામાં તેના માટે અનેક ઉપાય છે. નિપુણ ગણિતજ્ઞ એવી રીતનો ઉપયોગ કરે છે જેનાથી ખૂબ જ શીઘ અભીષ્ટ ફળ નીકળી આવે છે. બીજી સાધારણ જાણકાર વ્યક્તિ ભાગાકાર વગેરે વિલંબ સાધ્ય ક્રિયા દ્વારા વિલંબથી અભીષ્ટ પરિણામ લાવે છે. પરિણામ તો તુલ્ય છે, અંતર ફક્ત જલદી અને વિલંબનું છે.
આ રીતે સમાન રૂપથી પલળેલાં બે કપડાંમાંથી એકને સંકેલીને અને બીજાને ફેલાવીને સુકાવવાથી પહેલું વિલંબથી સુકાય છે અને બીજું જલદી પાણીનું પરિમાણ અને શોષણક્રિયા સમાન હોવા છતાં પણ કપડાંનાં સંકોચ-
વિસ્તારના કારણે વિલંબ અને જલદીનું અંતર પડે છે. આ રીતે સમાન પરિમાણયુક્ત અપવર્તનીય અને અનપવર્તનીય આયુને ભોગવવામાં માત્ર વિલંબ અને જલદીનું જ અંતર પડે છે. તેથી કૃતકર્મનો નાશ અથવા તેની નિષ્ફળતાનો કોઈ દોષ પ્રાપ્ત થતો નથી. જેમ કોઈ દીપકમાં એક પૂણી બાળવામાં આવે તો તેનું તેલ વધારે ચાલે છે. પરંતુ તે દીપકમાં ચાર-પાંચ પૂણીઓ એક સાથે સળગાવવામાં આવે તો તેલ જલદી સમાપ્ત થઈ જાય છે. આ રીતે અપવર્તનીય અને અનપવર્તનીય આયુના ભોગમાં અંતર વિલંબ અને જલદીનું હોય છે. માનવીય જીવન અનેક ઉપક્રમોથી ભરેલું છે. જીવનનો કોઈ ભરોસો નથી, તેથી મુમુક્ષુ સાધકે અપ્રમત્ત ભાવથી સદા જાગૃત રહીને ધર્મની સાધના અને આરાધના કરવી જોઈએ.
૪૬
(ચાર ગતિઓનું વર્ણન)
ગત પ્રકરણમાં કહેવાયું છે કે ચાર ગતિઓના વર્ણનમાં બહુ-વક્તવ્યતા હોવાના કારણે આગળના પ્રકરણમાં સ્વતંત્ર રૂપથી તેનું પ્રતિપાદન કરવામાં આવશે, તદનુસાર અહીં ચાર ગતિઓના વિષયમાં વિવેચન પ્રસ્તુત છે.
લોકસ્થિતિ : ગતિઓને સમજવા માટે પહેલાં લોકસ્થિતિના વિષયમાં જાણી લેવું આવશ્યક છે. નો તિ નો: અર્થાતુ આકાશના જે ભાગમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વગેરે પદ્રવ્ય મેળવાય છે, તે લોક કહેવાય છે. જ્યાં આકાશના અતિરિક્ત અન્ય કોઈપણ દ્રવ્ય ન મેળવાય, તે અલોક છે. અલોકમાં કેવળ આકાશ જ આકાશ છે. ૧૪ રજૂ* પ્રાણ ક્ષેત્રને છોડીને સર્વત્ર અનંતાનંત આકાશ જ વ્યાપ્ત છે. તે અલોકાકાશ અનંતાનંત છે, અખંડ છે, અમૂર્ત છે. જેમ કોઈ વિશાળ સ્થાનની મધ્યમાં છીકો લટકાવ્યો હોય, એ રીતે અલોકના મધ્યમાં લોક અવસ્થિત છે.
* રજુનું પરિમાણ : ત્રણ કરોડ એક્યાસી લાખ બાર હજાર નવસો સિત્તેર (૩,૮૧,૧૨,૯૭૦) મણ વજનનો એક ભાર હોય છે. આવા એક હજાર ભારના લોખંડના ગોળા કોઈ દેવતા ઉપરથી નીચે ફેંકે તે ગોળો છ માસ, છ દિવસ, છ પ્રહર અને છ ઘડીમાં જેટલા ક્ષેત્રને ઓળંગીને જાય, તેટલા ક્ષેત્રને એક રજુ કહેવાય છે.
[ચાર ગતિઓનું વર્ણન
(૩૩૩)
Page #351
--------------------------------------------------------------------------
________________
લોકના આકારના વિષયમાં એક ઉપમા દ્વારા બતાવ્યું છે કે - જેમ જમીન પર એક માટીનો દીપક ઊંધો રાખવામાં આવે અને તેના ઉપર બીજો દીપક સીધો રાખવામાં આવે અને તેના પર ત્રીજો દીપક પછી ઊંધો રાખવામાં આવે તો તેનો જેવો આકાર બને છે તેવો જ આકાર લોકનો છે. પગ ફેલાવીને અને કમર પર બંને હાથ રાખીને નાચતા ભોપાના આકારની ઉપમા પણ લોકના આકાર દેવા માટે આપવામાં આવે છે. તાત્પર્ય એ છે કે આ લોક નીચે સાત રજ્જુ પહોળો છે. પછી ઉપર અનુક્રમથી એક-એક પ્રદેશ ઓછો-પહોળો થતાં થતાં સાત રજુની ઊંચાઈ પર - બંને દીપકોની સંધિના સ્થાન પર એક રાજૂ પહોળો રહી જાય છે. તેનાથી આગળ અનુક્રમથી પહોળાઈ વધતી ગઈ અને સાડા ત્રણ રાજૂ (નીચેથી ૧૦૧૧ રાજૂ)ની ઊંચાઈ પર બીજા અને ત્રીજા દિપકની સંધિ પર પાંચ રાજૂ પહોળો હોય છે. આનાથી આગળ ઘટતો-ઘટતો અંતિમ ભાગમાં ત્રીજા દીપકના અંતિમ ભાગ પર એક રાજૂ પહોળો રહે છે. આ રીતે સંપૂર્ણ લોક નીચેથી ઉપર સુધી સીધો ૧૪ રાજૂ લાંબો છે.
જેમ વૃક્ષ બધી બાજુથી ત્વચા(છાલ)થી વેષ્ઠિત હોય છે. આ રીતે સંપૂર્ણ લોક ત્રણ પ્રકારના વલયોથી વેષ્ટિત છે. પહેલું વલય ઘનોદધિ(જામેલા પાણી)નું છે. બીજું વલય ઘનવાત (જામેલી હવાનું છે. ત્રીજું વલય તનુવાયુ (પાતળી હવા)નું છે.
લોકસ્થિતિનું સ્વરૂપ “ભગવતી સૂત્ર'માં આ પ્રકાર બતાવ્યું છે. - 'भंते त्ति भगवं गोयमे समणं जाव एवं वयासी-कतिविहाणं भंते ! लोयट्ठिती पण्णत्ता ?
गोयमा ! अट्टविहा लोयद्विती पण्णता, तं जहा-आगास पइट्ठिए वाए १. वायपइटिए उदही, २. उदतीपइट्ठिया पुढवीइ, पुढविपइट्ठिया तसा थावरा पाणा, ४. अजीवा जीव पइट्ठिया, ५. जीवा कम्म पइट्ठिया, ६. अजीवा जीव संगहिया, ७. जीवा कम्म संगहिया।
से केणटेणं भंते ! एवं वुच्चइ-अट्ठविहा जीवा जाव कम्म संगहिया ?
गोयमा ! से जहानामए केइ पुरिसे वत्थिमाडोवेहं, वत्थिमाडोविता उप्पि सितं बंधई २. मज्झेणं गंठिं बंधई २. उवरिल्लं गंठिमुयइ २. उवरिल्लं देसं वामेइ उवरिल्लं देसं वामेता उपरिल्लं देसं आउकायस्स पूरेई २ उप्पिसितं बंधइ २, मज्झिल्लं गंठिंमुयइ से णं गोयमा ! से आउकाए तस्स वाउकायस्स उप्पि उवरितले चिट्ठइ ? इंता चिट्ठइ से तेणटेणं जाव जीवा कम्म संगहिया । से जहां वा केइ पुरिसे वत्थिमाडोवेइ २ कडीए बंधइ २. अत्थाहमतारमयोरसियंसि उदगंति ओगाहेज्जा, से नूणं गोयमा ! से पुरीसे तस्स आउकायस्स उवरिमल्ले चिट्ठइ ? हंता चिट्ठइ, एवं वा अट्ठविहा लोयट्ठिई जाव जीवा कम्म संगहिया ।'
- ભગવતી સૂત્ર, શતક-૧ ઉદ્દેશક-૬, સૂત્ર-૪ * ત્રસનાડીથી બહાર ત્રાસજીવ આ ત્રણ વિશિષ્ટ કારણોથી જણાય છે : (૧) કોઈ ત્રસ જીવે નાડીની બહાર સ્થાવર જીવના રૂપમાં ઉત્પન્ન થનારી આયુ બાંધી હોય, તે મરણાન્તિક સમુઘાત કરીને આત્મપ્રદેશોને ત્રસનાડીથી બહાર ફેલાવે છે. (૨) ત્રસજીવ આયુ પૂર્ણ કરીને જ્યારે વિગ્રહ ગતિથી ત્રસનાડીની બહાર જાય છે. (૩) કેવળી સમુદ્યાત કરતા સમય જ્યારે કેવળીના આત્મપ્રદેશ ચોથા-પાંચમામાં સંપૂર્ણ લોકમાં ફેલાઈ જાય છે. - આ ત્રણ કારણ કદાવિક હોય છે. (૩૩)
છે. જિણધમો]
Page #352
--------------------------------------------------------------------------
________________
ઉક્ત પાઠનાં સારાંશ એ છે કે ત્રસ-સ્થાવરાદિ પ્રાણીઓનો આધાર પૃથ્વી છે. પૃથ્વીનો આધાર ઉદિધ છે, ઉદધિનો આધાર ઘનવાયુ અને ઘનવાયુનો આધાર તનુવાયુ અને તેનો આધાર આકાશ છે. આકાશ સ્વયં પ્રતિષ્ઠિત છે.
વાયુના આધાર પર ઉદધિ અને ઉદધિના આધાર પર પૃથ્વી કેવી રીતે રહી શકે છે ? આ પ્રશ્નના સ્પષ્ટીકરણ કરતા કહ્યું છે કે - “કોઈ પુરુષ વૈજ્ઞાનિક ઢંગથી બનેલી થેલીમાં હવા ભરીને ફુલાવી દે. પછી તેના મોંના છેડા પર દોરીથી મજબૂત ગાંઠ બાંધી દે તથા આ થેલીના વચ્ચેના ભાગને પણ બાંધી દે. આવું કરવાથી થેલીમાં ભરેલા પવનના બે ભાગ થઈ જશે, જેનાથી થેલી ડુગડુગી જેવી લાગશે. ત્યારે થેલીનું મોં ખોલીને ઉપરના ભાગમાંથી હવા કાઢી દેવામાં આવે અને તેની જગ્યાએ પાણી ભરીને થેલીનું મોં બંધ કરી દો અને વચ્ચેનું બંધન ખોલી દો. ત્યારે એવું થશે કે પાણી થેલીના ઉપરના ભાગમાં ભરેલું છે, તે ઉપરના ભાગમાં જ રહેશે. અર્થાત્ વાયુના ઉપરના ભાગમાં જ રહેશે. વાયુની ઉપર જ રોકાશે, નીચે જઈ શકશે નહિ. કારણ કે ઉપરના ભાગમાં જે પાણી છે, તેનો આધાર થેલીની નીચેના ભાગનો વાયુ છે. જેમ થેલીની હવાના આધાર પર પાણી ઉપર રહે છે, તેવી રીતે વાયુના આધાર પર ઉદ્ધિ અને ઉદધિના આધાર પર પૃથ્વી પ્રતિષ્ઠિત છે.
બીજું ઉદાહરણ એ આપ્યું કે કોઈ વ્યક્તિ થેલીમાં હવા ભરીને પોતાની કમર પર બાંધી લે અને પછી અગાધ અપાર ઊંડા જળમાં પ્રવેશ કરે, તો તે વ્યક્તિ એ પાણીના ઉપરી તળ પર જ રહેશે, તે જળના આધાર પર સ્થિત રહેશે. તેવી રીતે ઘનામ્બુના આધાર પર પૃથ્વી પ્રતિષ્ઠિત છે.
જેમ ઘરના મધ્ય ભાગમાં સ્તંભ ઊભો હોય છે, તેવી રીતે લોકના મધ્ય ભાગમાં એક રજ્જૂ પહોળી અને ચૌદ રાજૂ ઉપર-નીચે લાંબી ત્રસનાડી છે. આ ત્રસનાડીના અંદર ત્રસ અને સ્થાવર બંને પ્રકારના જીવ હોય છે. બાકી બધા લોક સ્થાવર જીવોથી જ વ્યાપ્ત છે. ત્રસનાડીથી બહાર સામાન્ય રીતે ત્રસ જીવ હોતા નથી.
લોકના વિભાગ : લોકના ત્રણ વિભાગ કરેલા છે - (૧) અધોલોક (૨) મધ્ય-તિર્યંચલોક (૩) ઊર્ધ્વલોક.
અધોલોક : આ સમતલ ભૂમિના નીચે નવસો યોજનની ઊંડાઈ બાદ અધોલોકનો આરંભ થાય છે. તેનો આધાર આકાશમાં ઊંધા કરેલા શકોરાના જેવો છે. અર્થાત્ આ નીચે-નીચે વિસ્તીર્ણ છે. સમતલના નીચે નવસો યોજન તથા સમતલના ઉપર નવસો યોજન ૯૦૦+૯૦૦=૧૮૦૦ યોજનનો મધ્યલોક છે. તેનો આકાર ઝાલરના સમાન બરાબર લંબાઈ-પહોળાઈવાળો છે. મધ્યલોકના ઉપર ઊર્ધ્વલોક છે, જે આકારમાં મૃદંગના જેવો છે.
સાત નરક : નારકોનો નિવાસ અધોલોકમાં છે. નારકોના નિવાસને નરકભૂમિ કહે છે. આવી સાત નરકભૂમિઓ છે. આ ભૂમિઓ સમશ્રેણીમાં ન હોઈ એક-બીજાની નીચે છે. તેની લંબાઈ અને પહોળાઈ સમાન નથી. નીચે-નીચેથી ભૂમિ લંબાઈ-પહોળાઈમાં અધિક-અધિક છે.
ચાર ગતિઓનું વર્ણન
૩૩૫
Page #353
--------------------------------------------------------------------------
________________
પહેલા નરકભૂમિથી બીજા નરકભૂમિની લંબાઈ-પહોળાઈ વધુ છે. બીજાથી ત્રીજાની એમ ઉત્તરોત્તર લંબાઈ-પહોળાઈ અધિક-અધિક થાય છે.
આ સાત નરકભૂમિઓ એકબીજાની નીચે છે, પરંતુ બિલકુલ સમાંતર નથી. તેમની વચ્ચે ખૂબ જ અંતર છે. આ અંતરમાં ઘનોધિ, ઘનવાત, તનુવાત, આકાશ ક્રમશઃ નીચે નીચે છે. પ્રથમ નરકભૂમિના નીચે ઘનોદધિ છે, તેના નીચે ઘનવાત છે. ઘનવાતના નીચે તનુવાત છે અને તનુવાતના નીચે આકાશ છે. આકાશના પછી બીજી નરકભૂમિ છે. બીજી નરકભૂમિ અને ત્રીજી નરકભૂમિના વચ્ચે ક્રમશઃ ઘનોદધિ વગેરે છે. આ રીતે સાત ભૂમિ સુધી બધી ભૂમિઓના નીચે એવી રીતે ક્રમથી ઘનોદધિ વગેરે છે.
જો કે નીચે-નીચેની ભૂમિઓની લંબાઈ-પહોળાઈ ઉત્તરોત્તર અધિક છે, પરંતુ તેમની જાડાઈ ઉત્તરોત્તર ઓછી છે. પ્રથમ ભૂમિની જાડાઈ એક લાખ એંસી હજાર યોજન, બીજાની એક લાખ બત્રીસ હજાર, ત્રીજાની એક લાખ અઠ્ઠાવીસ હજાર, ચોથાની એક લાખ વીસ હજાર, પાંચમાની એક લાખ અઢાર હજાર, છઠ્ઠાની એક લાખ સોળ હજાર અને સાતમાની જાડાઈ એક લાખ આઠ હજાર યોજન છે. એટલે એમનું સંસ્થાન છત્રાદિ છત્રવત્ છે.
સાત ભૂમિઓની નીચે જે સાત ઘનોદધિ વલય છે, એ બધાની જાડાઈ સમાન છે. અર્થાત્ વીસ-વીસ હજાર યોજન છે. જે સાત ઘનવાત અને સાત તનુવાત વલય છે, તેની જાડાઈ સામાન્ય રૂપથી અસંખ્યાત યોજનની હોવાથી પણ તુલ્ય નથી. પ્રથમ ભૂમિના નીચેના ઘનવાત વલય અને તનુવાત વલયની અસંખ્યાત યોજનની મોટાઈથી બીજી ભૂમિના ઘનવાત વલય અને તનુવાત વલયની અસંખ્યાત યોજનની જાડાઈ વિશેષ છે. આ ક્રમથી ઉત્તરોત્તર છઠ્ઠી ભૂમિના ઘનવાત-તનુવાત વલયથી સાતમી ભૂમિના ઘનવાત-તનુવાત-વલયની જાડાઈ વિશેષવિશેષ છે. એ જ વાત ત્યાં સ્થિત આકાશ વિષયમાં પણ છે.
સાત નરકભૂમિઓના સાત નામ આ પ્રકાર છે : (૧) ઘર્મા (ઘમ્મા) (૨) વંશા (૩) શૈલા (૪) અંજના (૫) રિષ્ટા (૬) માઘવ્યા (મઘા) (૭) માઘવી (માઘવઈ). આમાંના ગોત્ર આ પ્રકારે છે : (૧) રત્નપ્રભા (૨) શર્કરાપ્રભા (૩) બાલુકાપ્રભા (૪) પંકપ્રભા (૫) ધૂમપ્રભા (૬) તમઃપ્રભા (૭) મહાતમપ્રભા.
(૧) રત્નપ્રભા : પ્રથમ ભૂમિ રત્નપ્રધાન હોવાથી રત્નપ્રભા કહેવાય છે. આ ત્રણ કાંડ (ભાગ) છે. બધાથી ઉપરનો પ્રથમ ખર કાંડ છે, જે રત્નપ્રચુર છે, તેની જાડાઈ સોળ હજાર યોજન છે. તેની નીચેનો બીજો કાંડ પંક બહુલ છે, જેની જાડાઈ ચાર હજાર યોજન છે. તેનો નીચેનો ત્રીજો કાંડ જળ બહુલ છે, જેની જાડાઈ એંસી હજાર યોજન છે. ત્રણ કાંડની જાડાઈ કુલ મેળવીને એક લાખ એંસી હજાર યોજન થાય છે. એમાંથી ઉપર અને નીચે એક-એક હજાર યોજન છોડીને વચમાં એક લાખ ઇકોત્તેર હજાર યોજનનો પોલાર છે. તેમાં તેર પ્રસ્તર (માળવાળા ઘરના તળિયાના સમાન) છે અને બાર અંતર છે. પ્રત્યેક પ્રસ્તર ત્રણ હજાર યોજનનો છે, અને પ્રત્યેક અંતર ૧૧૫૮૩.૧/૩ યોજનનું છે. એક ઉપરનું અને એક નીચેનું અંતર ખાલી છે. બાકી દસ અંતરોમાં અસુરકુમાર વગેરે
જિણધમ્મો
339
Page #354
--------------------------------------------------------------------------
________________
દસ પ્રકારના ભવનપતિ દેવ રહે છે. પ્રત્યેક પ્રસ્તરના મધ્યમાં એક હજાર યોજનની પોલાર છે. જેમાં ત્રણ લાખ નરકાવાસ છે. એમાં અસંખ્યાત કુંભીઓ છે અને અસંખ્યાત નૈરયિક જીવ છે. એનું દેહમાન ઉત્કૃષ્ટ ૭૧૧૧ ધનુષ અને છ આંગળનું છે. તેનું આયુષ્ય જઘન્ય દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક સાગરોપમ છે. આ નરકની ઊંચાઈ એક રાજૂ અને ઘનાકાર વિસ્તાર દસ રાજૂ-પ્રમાણ છે.
(૨) શર્કરપ્રભા : બીજુ નરક પૃથ્વી શર્કરા (કંકર) સદશ હોવાથી શર્કરા પ્રભા કહેવાય છે. આ એક રાજૂની ઊંચાઈ અને સત્તર રાજૂના ઘનાકાર વિસ્તારમાં સ્થિત છે. એમાં એક લાખ બત્રીસ હજાર યોજનાનો પૃથ્વી પિંડ છે. તેમાંથી એક-એક હજાર ઉપર-નીચેનો ભાગ છોડીને એક લાખ ત્રીસ હજારનો પોલાર છે. આ પોલારમાં અગિયાર પ્રસ્તર અને દસ અંતર છે. પ્રત્યેક પ્રસ્તર ત્રણ હજાર યોજનનો છે અને પ્રત્યેક અંતર ૯૭૦૦ યોજનાનો છે. અંતર ખાલી છે અને પ્રત્યેક પ્રસ્તરના મધ્યમાં એક હજાર યોજનની પોલારમાં પચીસ લાખ નરકાવાસ છે. આમાં અસંખ્યાત કુંભીઓ અને અસંખ્યાત નૈરયિક જીવ છે. એનું દેહમાન ઉત્કૃષ્ટ પંદર ધનુષ અને બાર આંગળ છે. અને આયુ જઘન્ય એક સાગરોપમ તથા ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમનું છે. આમાં તથા આગળની ભૂમિઓમાં કાંડ નથી, કારણ એમાં શર્કરા, બાલુકા આદિ સર્વત્ર એક છે.
(3) બાલુકાપ્રભા : બાલુકા (રેત) પ્રધાન હોવાથી આ ભૂમિનું નામ બાલુકાપ્રભા છે. આ એક રાજૂની ઊંચાઈમાં તથા બાવીસ રજુ ઘનાકાર વિસ્તારમાં સ્થિત છે. આમાં એક લાખ અઠ્ઠાવીસ હજાર યોજનાનો પૃથ્વી પિંડ છે. એમાંથી ઉપર અને નીચે એક-એક હજાર યોજના છોડીને વચમાં એક લાખ છવ્વીસ હજાર યોજનનો પોલાર છે. એમાં નવ પ્રસ્તર અને આઠ અંતર છે. પ્રત્યેક પ્રસ્તર ત્રણ હજાર નવસો યોજનાનું છે અને પ્રત્યેક અંતર ૧૨૩૭૫ યોજનનો છે. અંતર બધું ખાલી છે પ્રત્યેક પ્રસ્તરના મધ્ય એક હજાર યોજનની પોલારમાં પંદર લાખ નરકાવાસ છે. આમાં અસંખ્યાત કુંભીઓ અને અસંખ્યાત નારકી જીવ છે. એનો દેહમાન ઉત્કૃષ્ટ ત્રણસો અગિયાર ધનુષનો, આયુષ્ય જઘન્ય ત્રણ અને ઉત્કૃષ્ટ સાત સાગરોપમનું છે.
(૪) પંકપ્રભા : કીચડની અધિકતા થવાથી ચોથી નરકભૂમિને પંકપ્રભા કહે છે. આ એક રાજૂની ઊંચાઈમાં અને અઠ્ઠાવીસ રજુ ઘનાકાર વિસ્તારમાં અવસ્થિત છે. આમાંથી એક લાખ વીસ હજાર યોજનાનો પૃથ્વી પિંડ છે. તેમાંથી ઉપર અને નીચે એક-એક હજાર યોજન છોડીને વચમાં અગિયાર હજાર આઠસો યોજનાનો પોલાર છે. આમાં સાત પ્રસ્તર અને છ અંતર છે. પ્રત્યેક પ્રસ્તર ત્રણ હજાર યોજનાનો છે અને પ્રત્યેક અંતર ૧૬૧૬૬.૨/૩ યોજનનું છે. બધા અંતર ખાલી છે. પ્રત્યેક પ્રસ્તરના મધ્ય એક હજાર યોજનની પોલારમાં દસ લાખ નરકાવાસ છે. આ નારકી જીવોનું દેહમાન ઉત્કૃષ્ટ ૬૨૧૧ ધનુષનું હોય છે અને આયુ જઘન્ય સાત સાગર અને ઉત્કૃષ્ટ દસ સાગરોપમનું હોય છે.
(૫) ધૂમપ્રભા : ધૂમની અધિકતાના કારણે આ પાંચમી નરકભૂમિને ધૂમપ્રભા કહે છે. એક રજ્જુની ઊંચાઈમાં તથા ચોત્રીસ રજુ ઘનાકાર વિસ્તારમાં આ સ્થિત છે. આમાં [ ચાર ગતિઓનું વર્ણન D છે ,
૩૩૦)
Page #355
--------------------------------------------------------------------------
________________
એક લાખ અઢાર હજાર યોજનાનો પૃથ્વી પિંડ છે. તેમાં એક હજાર યોજન ઉપર અને એક હજાર યોજન નીચે છોડીને વચમાં એક લાખ સોળ હજાર યોજનનો પોલાર છે.
આમાં પાંચ પ્રસ્તર અને ચાર અંતર છે. પ્રત્યેક પ્રસ્તર ત્રણ યોજન અને પ્રત્યેક અંતર ૨૫૨૫૦ યોજનાનું છે. અંતર ખાલી છે. પ્રત્યેક પ્રસ્તરના મધ્યમાં એક હજાર યોજનના પોલારમાં ત્રણ લાખ નરકાવાસ છે. જેમાં અસંખ્યાત કુંભીઓ અને અસંખ્યાત નૈરયિક જીવ છે. આ જીવોનું દેહમાન ઉત્કૃષ્ટ ૧૨૫ ધનુષ અને આયુષ્ય જઘન્ય દસ સાગરોપમનું તથા ઉત્કૃષ્ટ સત્તર સાગરોપમનું છે.
(૬) તમ પ્રભા : અંધકારની પ્રચુરતાના કારણ છઠ્ઠા નરકને તમ પ્રભા કહે છે. આ એક રાજૂ ઊંચાઈ તથા ચાળીસ રાજૂ ઘનાકાર વિસ્તારમાં સ્થિત છે. આમાં એક લાખ સોળ હજાર યોજનાનો પૃથ્વી પિંડ છે. તેમાં એક હજાર યોજન ઉપર અને એક હજાર યોજન નીચે છોડીને વચ્ચમાં એક લાખ ચૌદ હજાર યોજનનો પોલાર છે. આ પોલારમાં ત્રણ પ્રસ્તર અને બે અંતર છે. પ્રત્યેક પ્રસ્તર ત્રણ હજાર યોજનાનો છે અને પ્રત્યેક અંતર ૫૨૫૦૦ યોજનનું છે. અંતર ખાલી છે અને પ્રત્યેક પ્રસ્તરના મધ્ય એક હજાર યોજનની પોલારમાં ૯૯૯૯૫ (એક લાખમાં પાંચ ઓછા) નરકવાસ છે. આમાં અસંખ્યાત કુંભીઓ છે અને અસંખ્યાત નારકી જીવ રહે છે. આ જીવોનું દેહમાન ઉત્કૃષ્ટ બસો પચાસ ધનુષનું અને આયુ જઘન્ય સત્તર સાગરોપમ, ઉત્કૃષ્ટ બાવીસ સાગરોપમનું છે.
(૭) મહાતમપ્રભા : ગાઢ અંધકારની અધિકતાના કારણે આ સાતમું નરકભૂમિ મહાતમ:પ્રભા કહેવાય છે. આ એક રાજૂ ઊંચી અને બેંતાલીસ રાજૂ ઘનાકાર વિસ્તારમાં સ્થિત છે. એમાં એક લાખ આઠ હજાર યોજન મોટો પૃથ્વી પિંડ છે. એમાં સાડા બાવન હજાર યોજનના નીચે અને સાડા બાવન હજાર યોજન ઉપર છોડીને વચ્ચમાં ત્રણ હજાર યોજનની પોલાર છે. એમાં એક જ પ્રસ્તર (ગુફા જેવી જગ્યા) છે અને પ્રસ્તરમાં કાળ, મહાકાળ રૌરવ (રુદ્ર), મહારૌરવ (મહારુદ્ર) અને અપ્રતિષ્ઠાન નામના પાંચ નરકાવાસ છે. આમાં અસંખ્યાત કુંભીઓ અને અસંખ્યાત નારક જીવ છે. એ નારક જીવોનું દેહમાન ઉત્કૃષ્ટ પાંચમા ધનુષનું અને આયુ જઘન્ય બાવીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમનું છે.
સાત નરકોના સાથે મળીને ઓગણપચાસ પ્રસ્તર, બેંતાલીસ અંતર અને ચોર્યાસી લાખ નરકાવાસ છે. રત્નપ્રભાના સીમાંતક નામના નરકાવાસથી લઈને મહાતમ:પ્રભાના અપ્રતિષ્ઠાન નામના નરકાવાસ સુધીના બધા નરકાવાસ વજની અણી જેવા તીક્ષ્ણ તળવાળા છે, ત્યાંની ભૂમિનો સ્પર્શ કરતા જ એટલી ભયાનક વેદના થાય છે, જેમ એક હજાર વીંછીઓએ એક સાથે ડંખ માર્યા હોય. બધાનું સંસ્થાન સમાન નથી. કોઈક ગોળ છે, કોઈક ત્રિકોણ છે, કોઈક ચતુષ્કોણ છે, કોઈક હાંડી જેવા છે અને કેટલાક લોખંડના ઘડા જેવા છે. સાતમા નરકનું અપ્રતિષ્ઠાન નરકાવાસ એક લાખ યોજનાનું લાંબું-પહોળું અને ગોળકાર છે. પહેલા નરકના સીમાંતક નરકાવાસ પિસ્તાળીસ લાખ યોજનાનો લાંબો-પહોળો અને ગોળાકાર છે. બાકી બધા નરકાવાસ અસંખ્યાત-અસંખ્યાત યોજન લાંબા-પહોળા છે. ત્રણ હજાર યોજન (૩૩૮ તો
છે જો આમ જિણધમો)
Page #356
--------------------------------------------------------------------------
________________
ઊંચો જેમાં એક હજાર યોજન ઉપર અને એક હજાર યોજન નીચે છોડીને બાકી એક હજાર યોજનના પોલારમાં નારકી જીવ રહે છે.
નરકાવાસની ભીંતો પર બિલના આકારના યોનિસ્થાન (નારકીઓના ઉત્પન્ન થવાના સ્થાન) બનેલા છે. પાપી પ્રાણી એ સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. નરકમાં ઉત્પન્ન થનાર નારકી જીવ (૧) ત્યાંના અશુદ્ધ પુગલોનો આહાર ગ્રહણ કરીને આહાર પર્યાપ્તિ પૂર્ણ કરે છે. (૨) ગ્રહણ કરેલ પુગલોના વૈક્રિયક-શરીરના રૂપમાં પરિણત કરે છે. ત્યારે શરીરની પર્યાપ્તિ પૂર્ણ થાય છે. (૩) શરીરથી ઇન્દ્રિયોના આકાર બનવાથી ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થાય છે. પછી ઇન્દ્રિયોથી વાયુને ગ્રહણ કરે છે અને છોડે છે. ત્યારે શ્વાસોચ્છવાસની પર્યાપ્તિ પૂરી થાય છે. (૪-૬) પછી મન અને ભાષા પર્યાપ્તિથી પૂર્ણ થાય છે. તેના પછી બિલના નીચે રહેલી કુંભીઓ નીચે માથું અને ઉપર પગ કરીને પડે છે. કુંભીઓ ચાર પ્રકારની છે - (૧) ઊંટની ગર્દનની જેવી આડી-અવળી (૨) ઘીની કૂપી જેવી જેનું મુખ સાંકડું અને અધોભાગ પહોળો હોય છે. (૩) ડબ્બા જેમ ઉપર-નીચે સમાન પરિમાણવાળી (૪) અફીણના ડોડા જેવી પેટ પહોળું અને મુખ સાંકડું.
ઉક્ત ચાર પ્રકારની કુંભીઓમાંથી કોઈ એક કુંભમાં પડ્યા પછી નારકી જીવનું શરીર ફૂલી જાય છે. જેના લીધે તે તેમાં ખરાબ રીતે ફસાઈ જાય છે. કુંભીની અંદર તડબૂચ, મતીરાની બહાર દેખાતી ચારે બાજુની રેખાઓની જેમ લાગેલી છરીઓની તીક્ષ્ણ ધાર ચારે બાજુથી તેને ખેંચે છે. અને તે નારકી જીવ વેદનાથી છટપટાય છે. એ સમય પર ધાર્મિક દેવ તેને ચીપિયા અથવા સાણસીથી પકડીને ખેંચે છે. નારકી જીવના શરીરના ટુકડેટુકડા થઈને તેમાંથી નીકળે છે. તેનાથી નારકી જીવને ઘોર વેદના થાય છે, પરંતુ તે મરતો નથી. પારાના ટુકડાની જેમ તે ટુકડા ફરીથી જોડાઈ જાય છે અને શરીર પૂર્વવત્ થઈ જાય છે. નારકી જીવોની અને અનપવર્તનીય આયુના કારણ તે સ્થિતિ પૂર્ણ થવાના પહેલા મરી શકતા નથી.
નારકી જીવોની વેદનાઓ ઃ નરકના જીવોને પ્રધાન રૂપથી ત્રણ પ્રકારની વેદનાઓ થાય છે - ૧. ક્ષેત્રકૃત-વેદના ૨. પરસ્પરોટીરિત-વેદના ૩. અસુરોટીરિત-વેદના. અસુરદારિત વેદના ત્રીજા નરકભૂમિ સુધી જ હોય છે, તેથી આગળનાં ચાર નરકોમાં બે પ્રકારની વેદના જ હોય છે. પરંતુ વેદનાની તીવ્રતા ઉત્તરોત્તર વધે છે. પ્રથમ નરકથી બીજા નરકમાં બે પ્રકારની વેદના થાય છે. આ ક્રમથી બધાથી વધુ વેદના સાતમા નરકમાં થાય છે. ૧. ક્ષેત્રકૃત-વેદના:
નરકભૂમિઓમાં ક્ષેત્ર-સ્વભાવથી ઠંડી-ગરમીના ભયંકર દુઃખ છે, ભૂખ-તરસનું દુઃખ અતિ તીવ્ર છે. ભૂખ એટલી પજવે છે કે અગ્નિની જેમ સર્વ ભક્ષણથી પણ શાંત થતી નથી. [ ચાર ગતિઓનું વર્ણન છે
તે ૩૩
Page #357
--------------------------------------------------------------------------
________________
તરસ એટલી લાગે કે ભલે જેટલું પાણી પીએ તો પણ તૃપ્તિ નથી. ગ્રંથોમાં દસ પ્રકારની ક્ષેત્રકૃત વેદનાઓનું વર્ણન કર્યું છે, જેનો સાર આ પ્રકારે છે : - (૧) અનંત ક્ષધા : જગતમાં જેટલા પણ ખાદ્ય પદાર્થ છે, તે બધા એક નૈરયિક જીવને આપવામાં આવે તો પણ તેની સુધા સંબંધી વેદનાથી નારકી જીવ વ્યાકુળ રહે છે.
(૨) અનંત તૃષા : સંસારમાં બધા સમુદ્રોનું જળ એક નૈરયિકને પિવડાવવામાં આવે તો પણ તેની તૃષા શાંત થતી નથી. આટલી તીવ્ર તરસથી નારકી જીવ પીડિત રહે છે.
(૩) અનંત શીતઃ એક લાખ મણના લોખંડનો ગોળા શીતયોનિવાળા બારીક-બારીક ટુકડા નરકમાં છોડવામાં આવે તો તત્કાળ શીતના પ્રભાવથી તે છાર-છાર થઈને વિખેરી જાય છે, એટલી ભયંકર ઠંડક ત્યાં હોય છે. અસત્ કલ્પના અનુસાર જો કોઈ ત્યાંનાં નારકીને ઉઠાવીને હિમાલયના બરફમાં સુવડાવે, તો તેને ત્યાં ખૂબ જ આરામનું સ્થાન સમજશે. આવી ઘોર કડકડતી ઠંડી ત્યાં બની રહે છે.
(૪) અનંત તાપ ઃ નરકના ઉષ્ણયોનિક સ્થાનમાં એક લાખ મણના લોખંડના ગોળા છોડવામાં આવે, તો તત્કાળ ગળીને તે પાણી-પાણી થઈ જાય. અસત્ કલ્પનાથી જો કોઈ એ સ્થાનના નારકને ઉઠાવીને કોઈ બળતી ભઠ્ઠીમાં નાંખી દે તો તે ખૂબ જ આરામ સમજશે અને ઊંઘ આવી જશે. આવી ભયાનક ગરમી ત્યાં સદૈવ બની રહે છે.
(૫) અનંત મહાજવર : નારક જીવના શરીરમાં સદેવ મહાક્તર બની રહે છે. તેના કારણે તેના શરીરમાં ખૂબ જ બળતરા થાય છે.
(૬) અનંત ખંજવાળ : નારક જીવના શરીરમાં સદૈવ ખંજવાળ આવે છે. તેઓ પોતાનું શરીર ખંજવાળતા રહે છે.
(૭) અનંત રોગ : જળોદય, ભગંદર, શ્વાસ, કુષ્ઠ, શૂળ વગેરે મહારોગોથી તથા ૫,૬૮,૯૯,૫૮૫ પ્રકારના નાના રોગોથી નારકી જીવ પીડિત રહે છે.
(૮) અનંત અનાશ્રય : નારક જીવ આટલી ભયાનક વેદનાઓ ભોગવતા હોવા છતાં પણ શરણહીન છે, નિરાધાર છે. કોઈ આશ્રય આપનાર, આશ્વાસન આપનાર, સાંત્વનાના બે શબ્દ કહેનાર કોઈ મળતું નથી.
(૯) અનંત શોક ? નારક જીવ સદા ચિંતા-શોકમાં ડૂખ્યા રહે છે.
(૧૦) અનંત ભય : નરકભૂમિ એટલી અંધકારમય છે કે કરોડો સૂર્ય મળીને પણ ત્યાં પ્રકાશ કરી શકતા નથી. નારકીઓના શરીર પણ મહાભયાનક કાળા હોય છે. ચારે બાજુ માર-મારનો કોલાહલ મચેલો રહે છે. તેથી નારક જીવ સદા ભયભીત બની રહે છે.
ઉક્ત દસ પ્રકારની વેદનાઓના કારણે નારક જીવ સદૈવ દુઃખી અને પીડિત રહે છે. પળવાર માટે પણ તેમને શાંતિ મળતી નથી. (૩૪૦)
છે જે
આ જિણધમો
Page #358
--------------------------------------------------------------------------
________________
૨. પરસ્પરોટીરિત વેદના : - નારક જીવ એકબીજાને ભયંકર વેદના પહોંચાડે છે. તેઓ એકબીજાના જન્મજાત શત્રુ હોય છે. જેમ કે કાગડો અને ઘુવડ અથવા સાપ અને નોળિયામાં જન્મજાત વેર હોય છે. તેવી રીતે નારકી જીવોમાં એકબીજાના પ્રતિ જન્મજાત વેર હોય છે. આ કારણથી પરસ્પર તેઓ લડે છે, ઝઘડે છે, મારપીટ કરે છે અને અનેક પરિતાપ પહોંચાડતા રહે છે. જેમ નવા કૂતરાને જોઈને બીજા કૂતરા તેના પર તૂટી પડે છે અને દાંતથી, પંજાથી તેને ત્રાસ પહોંચાડે છે. આ રીતે નારક જીવ એકબીજા પર આક્રમણ કરે છે અને તેમને વિવિધ પ્રકારથી પીડિત કરતા રહે છે. પરસ્પર પ્રહાર અને આઘાત-પ્રત્યાઘાતનો અનુબંધ નિરંતર ચાલતો રહે છે. આ વેદનાઓ પ્રારંભની પાંચ નારકીઓમાં હોય છે.
છઠ્ઠા અને સાતમા નરકના નારકી છાણના કીડાના જેવા વજમય મુખવાળા કુંથવાનું રૂપ બનાવીને એક-બીજાના શરીરની આરપાર નીકળી જાય છે. આખા શરીરમાં ચાળણીના સમાન કાણા કરીને મહાન ભયંકર વેદના પહોંચાડતા રહે છે. તે જીવ પ્રતિક્ષણ આ પ્રકારની ઘોર-અતિઘોર વ્યથાઓ એક-બીજાને પહોંચાડતા રહે છે. તેથી નારકી જીવોને પરસ્પરોટીરિત વેદનાનું ભયંકર કષ્ટ ભોગવવું પડે છે,
કોઈ-કોઈ જીવને નારકીય વેદનાઓ ભોગવતા-ભોગવતા પણ સમ્યકત્વ ઉત્પન્ન થઈ જાય છે. આવા સમ્યગ્દષ્ટિ નારકી જીવ એ દુઃખોને પોતાના પૂર્વકૃત કર્મનું ફળ જાણીને સમભાવથી સહન કરે છે અને બીજાને દુઃખ અને વેદના પહોંચાડતા નથી. પરંતુ મિથ્યાષ્ટિ નારકી જીવ એકબીજાને વેદના પહોંચાડે છે.
નારક જીવ પોતાને બચાવવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ તેમનો એ પ્રયત્ન તેમના માટે વધુ દુઃખનું કારણ બને છે. તેમની વિક્રિયા એમને અનુકૂળ ન થઈને પ્રતિકૂળ જ થાય છે. ૩. અસુરોદરિત વેદના :
અસુરકુમાર દેવોની એક જાતિ છે, જે પરમાધાર્મિક કહી શકાય છે. આ પરમાધાર્મિક અસુર પંદર પ્રકારના હોય છે. તેમનો સ્વભાવ અત્યંત ક્રૂર, નિર્દય અને કુતૂહલી હોય છે. બીજાને હેરાન કરાવવામાં, પીડા પહોંચાડવામાં તેમને ખૂબ મજા આવે છે. તેઓ બીજાને લડાવી, તમાશો જોવાવાળા હોય છે. આ પરમાધાર્મિક અસુર નારકી જીવોને ભયંકર દુઃખ આપે છે. આ નારકી જીવો પરસ્પર લડાવે છે અને તેમને લડતા-ઝઘડતા જોઈને ખૂબ જ આનંદનો અનુભવ કરે છે. જો કે આ પરમાધાર્મિક અસુર એક પ્રકારના દેવ છે, એમને વધુ અન્ય પ્રકારના સુખ-સાધન પ્રાપ્ત છે. તથાપિ પૂર્વકૃત તીવ્ર દોષના કારણે તેમને બીજાને હેરાન કરવામાં ખૂબ જ પ્રસન્નતા થાય છે.
રત્નપ્રભા, શર્કરા પ્રભા અને બાલુકાપ્રભા - આ ત્રણ નરકભૂમિઓમાં જ પરમાધાર્મિક અસુરકૃત વેદનાઓ હોય છે. આગળ ચાર નરકભૂમિઓમાં અસુરોટીરિત વેદના હોતી નથી, હા, ક્ષેત્રકૃતિ અને પરસ્પરોટીરિત વેદનાઓ જ ભયંકર રૂપમાં હોય છે. [ ચાર ગતિઓનું વર્ણન છે ૧ ) ૩૪૧)
Page #359
--------------------------------------------------------------------------
________________
પરમાધાર્મિક અસુરોની પંદર જાતિઓ :
પરમાધાર્મિક અસુરોની પંદર જાતિઓ છે, જેનાં નામ અને કામ આ પ્રકારે છે : (૧) અમ્બ : અસુર નારકી જીવોને આકાશમાં ઉછાળીને એકદમ નીચે પાડી દે છે.
(૨) અમ્બરીષ નારકી જીવોના છરી વગેરેથી નાના-નાના ટુકડા કરીને સગડીમાં પકવવા યોગ્ય બનાવે છે.
(૩) શ્યામ : જેમ સિપાહી ચોરને મારપીટે છે, તેવી રીતે આ નારકી જીવોને લાત મુક્કા અને ચાબુક વગેરેથી ખરાબ રીતે મારે-પીટે છે તથા કષ્ટકારી સ્થાનોમાં લઈ જઈને પટકે છે.
(૪) શબલ જેમ સિંહ, બિલાડી અથવા કૂતરો પોતાના ભક્ષ્યને પકડીને, તેને ચીરીફાડીને માંસ કાઢે છે - આ રીતે પરમાધાર્મિક અસુર નારકી જીવને શરીરને ચીરી-ફાડીને માંસ બહાર કાઢે છે.
(૫) ૨ ઃ બલિ માટે લાવેલ બકરીના માથા ત્રિશૂળથી છેદે છે અને શૂળોથી વીંધે છે, એ પ્રકારે આ અસુર નારક જીવોને છેદ-ભેદે છે.
(૬) મહારુદ્ર જેમ કસાઈ માંસના ખંડ-ખંડ કરે છે, તે પ્રકારે આ જાતિના અસુર નારક જીવોના શરીરને ખંડ-ખંડ કરે છે.
(૭) કાળ જેમ હલવાઈ ગરમ તેલની કઢાઈમાં પૂરી અને ભજિયા તળે છે, તેવી રીતે આ પરમધાર્મિક અસુર નારક જીવનું માંસ કાપી-કાપીને તેલમાં તળીને તેને જ ખવડાવે છે.
(૮) મહાકાળ : જેમ ગીધ વગેરે પક્ષી મડદાના ક્લેવરનું માંસ ખેંચી-ખેંચીને ખાય છે, તેવી રીતે જ અસુર નારક જીવનું માંસ ચીપિયાથી ખેંચી-ખેંચીને તેને જ ખવડાવે છે.
(૯) અસિપત્ર : જેમ યોદ્ધા સંગ્રામમાં તલવારથી શત્રુનો સંહાર કરે છે, તેવી રીતે આ અસુર તલવારથી નારકીઓના શરીરના તલના જેવા બરાબર નાના નાના ખંડ કરે છે.
(૧૦) ધનુષ જેમ શિકારી કાન સુધી ધનુષને ખેંચીને બાણથી પશુને ભેટે છે, તેવી રીતે આ અસુર બાણોથી નારક જીવોના શરીરને ભેટે છે.
(૧૧) કુંભ ઃ જેમ ગૃહસ્થ લીંબુને ચીરીને તેમાં મીઠું-મરચું વગેરે મસાલા ભરીને હાંડીમાં અચાર (અથાણ) નાંખે છે, તેવી રીતે આ અસુર નારક જીવને ચીરીને તેમાં મસાલા ભરી કુંભમાં પકવે છે.
(૧૨) બાળકા : જેમ ભાડભૂંજા ગરમ રેતની કઢાઈમાં ચણા વગેરે ભૂંજે છે, તેવી રીતે આ પરમાધાર્મિક અસુર નારક જીવોને ગરમ રેતમાં ભૂંજે છે. (૩૪૨) 000000000000000 જિણધર્મો
Page #360
--------------------------------------------------------------------------
________________
(૧૩) વૈતરણી : જેમ ધોબી વસ્ત્રને ધૂએ છે, પછાડે છે, નિચોવે છે, તેવી રીતે આ પરમાધાર્મિક અસુર વૈતરણી નદીની શિલાઓ પર નારકીઓને પછાડે છે. ગરમ માંસ, રુધિર વગેરે પદાર્થોથી ઊકળતી નદીમાં નારકીઓને ફેંકીને તેમને તરવા મજબૂર કરે છે.
(૧૪) ખર સ્વર ઃ જેમ શોખીન લોકો બગીચાની હવા ખાય છે, તે પ્રમાણે પરમાધાર્મિક અસુર વિક્રિયાથી બનાવેલ શાલ્મલી વૃક્ષોના સમાન વનમાં નારકીઓને બેસાડી હવા ચલાવે છે. જેનાથી તલવારના ધાર જેવી તીક્ષ્ણ પાંદડા એ વૃક્ષો પરથી પડે છે અને નારકીઓના અંગ કપાઈ-કપાઈને પડે છે. અથવા કાંટાદાર વૃક્ષો પર ચઢાવીને કરુણ ક્રંદન કરતા એ નારકીઓને ખેંચે છે.
(૧૫) મહાઘોષ : જેમ કોઈ નિર્દયી ગોવાળ ઘેટાને વાડામાં ઠાંસી ઠાંસીને ભરે છે, તેવી રીતે આ અસુર ઘોર અંધકાર વ્યાપ્ત સાંકડા કોઠામાં મહાભયંકર શબ્દ કરતાં નારકીઓને ઠાંસી-ઠાંસીને ખીચોખીચ ભરે છે અને ત્યાં જ રોકી રાખે છે.
અપરાધની અનુસાર વેદના :
ઉક્ત રીતિથી પંદર પરમાધાર્મિક અસુર નારકી જીવોને વિવિધ પ્રકારની યાતનાઓ આપે છે. માંસાહાર કરનાર જીવ પ્રાયઃ નરકમાં ઉત્પન્ન થાય છે. એમને આ પરમાધાર્મિક અસુર એમના શરીરનું માંસ ચીપિયાથી ખેંચી ખેંચીને તેલમાં તળીને અથવા ગરમ રેતમાં શેકીને તેમને ખવડાવે છે. કહે છે કે તને માંસભક્ષણ કરવાનો શોખ છે, હવે તેનું ફળ ચાખ. તને બીજાં પ્રાણીઓનું માંસ પસંદ છે, તો હવે આને પણ પસંદ કર.
જે લોકો મદિરાપાન કરીને અથવા ત્રસ જીવોના પ્રતિ ક્રૂર બની નરકમાં ઉત્પન્ન થાય છે, તેને આ પરમાધાર્મિક અસુર તાંબા-સીસા-લોખંડનો ઊકળતો રસ સાંણસીથી જબરજસ્તીથી મોં ફાડીને પીવડાવે છે અને વ્યંગ્ય સાથે કહે છે - “લો આનો પણ સ્વાદ ચાખો, આનો પણ શોખ ફ૨માવો.’’
જે લોકો વેશ્યાગમન અથવા પરસ્ત્રીસેવન કરી નરકમાં જાય છે, તેમને આગમાં તપાવીને લાલ બનાવેલ લોખંડની પૂતળી સાથે જબરજસ્તીથી આલિંગન કરાવે છે, અને મહેણું મારીને કહે છે - “તને પરસ્ત્રી અને વેશ્યા સુંદર, વહાલી લાગે છે ને, લે આને પણ છાતીએ લગાવ. કુમાર્ગ પર ચાલનારને અને મિથ્યા ઉપદેશથી બીજાને કુમાર્ગ પર ચલાવનારને ધગધગતા અંગારો પર ચલાવે છે.
જે લોકો જાનવરો અને મનુષ્યો પર એમની ક્ષમતાથી અધિક ભાર લાદે છે. એમને કાંકરા-પથ્થર અને કાંટાયુક્ત રસ્તા પર ટનો વજનવાળી ગાડી ખેંચાવે છે. ઉપરથી તીક્ષ્ણધારવાળા ચાબુકથી પ્રહાર કરે છે. પરમાધાર્મિક કહે છે, નિર્દય, તું મૂક પશુ પર દયા ચાર ગતિઓનું વર્ણન
૩૪૩
Page #361
--------------------------------------------------------------------------
________________
કરતો નથી. હવે આ પાપકર્મનું ફળ ભોગવ. જે બીજા પર દયા કરતા નથી, તેના પર કોણ દયા કરશે ? નરકગમનનાં કારણો સહિત કૂવા, તળાવ, નદી વગેરેના પાણીમાં મસ્તી કરનારને, ગાળ્યા વગરનું પાણી કામમાં લેનાર તથા વ્યર્થ પાણી વહાવનારને વૈતરણી નદીના ઉષ્ણ ખારા પાણીમાં નાખીને શરીરને છિન્ન-ભિન્ન કરી નાંખે છે.
સાપ, વીંછી, પશુ-પક્ષી આદિ પ્રાણીઓની હિંસા કરનાર શોખીન લોકોને આ પરમાધાર્મિક સાપ, વીંછી, સિંહ વગેરે રૂપ બનાવીને ચીરે-ફાડે છે. તેમને તીક્ષ્ણ ઝેરીલા ડંસથી તેમને ત્રાસ પહોંચાડે છે. વ્યર્થ વૃક્ષોનું છેદન-ભેદન કરનારનું શરીરનું છેદન-ભેદન કરે છે. માતા-પિતાદિ વૃદ્ધ અને ઉપકારી જનોને જે સંતાપ આપે છે, તેનું હૃદય ભાલાથી ભેદી નાંખે છે. દગાબાજી કરનારને ઊંચા પહાડ પરથી પટકે છે. શ્રોત્રેન્દ્રિયને પ્રિય રાગરાગિનીના અત્યંત શોખીનના કાનમાં ઊકળતું સીસું ભરી દે છે. ચક્ષુરિન્દ્રિયથી દુર્ભાવનાની સાથે પરસ્ત્રીનું અવલોકન કરનાર તથા ખેલ-તમાશો, નાટક-સિનેમા દેખનારની આંખો શૂળથી ફોડી નાંખે છે. ઘ્રાણેન્દ્રિયના વિષયમાં અત્યંત આસક્ત પુરુષને રાઈ-મરચા વગેરેને અત્યંત તીખો ધુમાડો સુંઘાડે છે. જિહ્વાથી નિંદા, ચાડી કરનારની જીભ ખેંચી લે છે. કોઈ કોઈ પાપીને ઘાણીમાં પીલે છે. અંગારા પર પકવે છે. મહાવાયુમાં ઉડાવે છે. આ પ્રકાર પૂર્વજન્મમાં કરેલાં કુકૃત્યોના મુજબ અનેક પ્રકારનાં ઘોરાતિઘોર દુઃખોથી પીડિત કરે છે.
આ અતીવ ભયાનક દુઃખોથી વ્યથિત થઈને, ગભરાઈને નારકી જીવ ખૂબ લાચારી અને દીનતા બતાવે છે. બંને હાથોની દશે આંગળીઓને મોંમા નાંખીને, પગમાં નાક રગડીને પ્રાર્થના કરે છે - “બચાવો અમને, બચાવો, મારો નહિ. હવે અમે પાપ નહિ કરીશું.” નારકોના આ પ્રકારના કરુણાપૂર્ણ શબ્દ સાંભળીને પરમાધાર્મિક અસુરોને જરા પણ દયા આવતી નથી. તે લેશમાત્ર પણ દયા બતાવતા નથી. તેમના કરુણ ક્રંદન પર વિચાર ન કરીને ઊલટા જોરથી હસીને તેમની મજાક કરે છે અને અધિકાધિક કષ્ટ પહોંચાડે છે.
અહીં સહજ જ બે પ્રશ્ન ઊભા થાય છે. પહેલું તો પરમાધાર્મિક અસુર નારકી જીવોને દુઃખ કેમ આપે છે ? બીજો પ્રશ્ન એ છે કે એવું કરવાથી તેને પાપ લાગે છે કે નહિ ?
પહેલા પ્રશ્નનો ઉત્તર છે કે જે લોક નિર્દય હોય છે. શિકાર કરવામાં આનંદ માને છે. સાંઢ-પાડા-પેંડો લડાવવાના શોખીન થાય છે અથવા જે બાળ તપસ્વી અગ્નિકાય, જળકાય અને વનસ્પતિકાય આદિના અસંખ્યાત જીવોની ઘાત કરીને અજ્ઞાન તપ કરે છે, તે મરીને પરમાધાર્મિક અસુર બને છે. તે સ્વભાવતઃ નારકી જીવોને કષ્ટ પહોંચાડીને આનંદ માને છે. પૂર્વજન્મના ક્રૂર સંસ્કારોના કારણે તેઓ આવું કરે છે.
હવે બીજા પ્રશ્નનો ઉત્તર એ છે કે પરમાધાર્મિક અસુરોને પણ તેમનાં કરેલાં કર્મોનું ફળ ભોગવવું પડે છે. ‘ડાળ માળ ન મોવસ્તુ અસ્થિ ’ કરેલાં કર્મોનું ફળ ભોગવ્યા વિના છુટકારો થતો નથી. આગમના આ કથન અનુસાર ભલે દેવ હોય અથવા મનુષ્ય,
જિણધમ્મો
૩૪૪
Page #362
--------------------------------------------------------------------------
________________
પશુ હોય અથવા પક્ષી કોઈપણ પોતાના ખરાબ-સારા કર્મના ફળથી બચી શકતા નથી. પરમાધાર્મિક દેવ મર્યા પછી બકરા, કૂકડા વગેરેની નીચ યોનિઓમાં ઉત્પન્ન હોય છે અને અપૂર્ણ આયુમાં જ મરી જાય છે. આગળ પણ એમને વિવિધ પ્રકારની વ્યથાઓ ભોગવવી પડે છે.*
આનાથી વધુ ક્યારેક-ક્યારેક નિકાચિત કર્મ બંધન કરનાર પરમાધાર્મિક દેવ, ત્યાંથી આયુ પૂર્ણ કરી સ્વલ્પ આયુ લઈને તિર્યક્ લોકમાં મનુષ્ય-તિર્યંચના રૂપમાં જન્મ લે છે. અને ત્યાંથી નરકાયુ બંધન કરીને નરક યોનિમાં ઉત્પન્ન થઈ જાય છે, તથા વર્તમાનમાં નૈરયિક જીવ આયુ પૂર્ણ કરીને કાળાંતરમાં મનુષ્ય તિર્યંચમાં થઈને અસુર યોનિમાં ઉત્પન્ન થઈ જાય છે.
નારકી જીવોનું લેશ્યા પરિણામ :
નારક જીવ નિત્ય અશુભતર લેશ્યા, પરિણામ, દેહ, વેદના અને વિક્રિયાવાળા હોય છે. પહેલી નરકભૂમિથી બીજી અને બીજીથી ત્રીજી આ પ્રકાર સાત નરકભૂમિ સુધી તે નારક અશુભ, અશુભતર અને અશુભતમ રચનાવાળા છે. આ નરકોમાં સ્થિત નારકોની (૧) લેશ્યા (૨) પરિણામ (૩) દેહ, વેદના અને (૪) વિક્રિયાની ઉત્તોરત્તર અશુભ છે.
(૧) લેશ્યા : રત્નપ્રભામાં કાપોત લેશ્યા છે. શર્કરાપ્રભામાં પણ કપોત છે, પર રત્નપ્રભાથી અધિક તીવ્ર સંક્લેશકારી છે. બાળુકાપ્રભામાં કાપોત-નીલ લેશ્યા છે. પ્રકંપ્રભામાં નીલલેશ્યા છે. ધૂમપ્રભામાં નીલ-કૃષ્ણ લેશ્યા છે. તમઃપ્રભામાં કૃષ્ણ લેશ્યા છે અને મહાતમઃ પ્રભામાં પણ કૃષ્ણ લેશ્યા છે. પર તમપ્રભાથી તીવ્રતમ છે.
(૨) પરિણામ : વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ, સંસ્થાન વગેરે અનેક પ્રકારનાં પૌદ્ગલિક પરિણામ સાત ભૂમિઓમાં ઉત્તરોત્તર અશુભ છે.
(૩) વેદના : સાત ભૂમિઓના નારકોની વેદના ઉત્તરોત્તર તીવ્ર છે. પહેલા ત્રણ ભૂમિઓમાં ઉષ્ણ વેદના, ચોથામાં ઉષ્ણ-શીત, પાંચમામાં શીતોષ્ણ, છઠ્ઠી અને સાતમી નરકભૂમિમાં શીતતર વેદના છે. આ ઉષ્ણ અને શીત વેદના એટલી તીવ્ર છે કે જો નારક જીવ મર્ત્ય લોકની ભયંકર ગરમી અથવા ઠંડીમાં આવી જાય તો તેમને ખૂબ સુખની ઊંઘ આવે છે.
(૪) વિક્રિયા : નારક જીવોની વિક્રિયા ઉત્તરોત્તર અશુભ હોય છે. તેઓ દુઃખથી ગભરાઈને છુટકારા માટે પ્રયત્ન કરે છે, પરંતુ ઊલટું થાય છે કે તે વિક્રિયા તેમને અનુકૂળ બનવાના બદલે પ્રતિકૂળ બને છે. તેઓ વૈક્રિયક લબ્ધિથી બનાવવા જાય છે શુભ, પરંતુ બની જાય છે અશુભ.
* જૈન તત્ત્વ પ્રકાશ'માંથી
ચાર ગતિઓનું વર્ણન
૩૪૫
Page #363
--------------------------------------------------------------------------
________________
ગતિ : અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય પ્રાણી મરવાથી પ્રથમ નરકભૂમિમાં ઉત્પન્ન થઈ શકે છે. ભુજ-પરિસર્પ પ્રથમની બે ભૂમિઓ સુધી, પક્ષી ત્રણ ભૂમિઓ સુધી, સિંહ ચાર ભૂમિઓ સુધી, ઉરગ પાંચ ભૂમિઓ સુધી, સ્ત્રી છ ભૂમિઓ સુધી અને મનુષ્ય સાત ભૂમિઓ સુધી પેદા થઈ શકે છે. દેવ અને નારક મરીને દેવ અને નારક થઈ શકતા નથી. સારાંશ એ છે કે તિર્યંચ અને મનુષ્ય જ નરકભૂમિમાં પેદા થઈ શકે છે. કારણ એ છે કે એમનામાં જ એ પ્રકારના અધ્યવસાય થઈ શકે છે. નારક મરીને તત્કાળ ન તો નરક ગતિમાં પેદા થાય છે કે ન દેવગતિમાં. તેઓ તિર્યંચ અને મનુષ્ય ગતિમાં જ પેદા થઈ શકે છે.
આગતિ : પહેલી ત્રણ ભૂમિઓમાં નારક જીવ મનુષ્ય ગતિમાં આવીને તીર્થકર પદ પ્રાપ્ત કરી શકે છે. ચાર ભૂમિઓના નારકી જીવ મનુષ્ય ગતિમાં આવીને નિર્વાણ પણ પ્રાપ્ત કરી શકે છે. પાંચ ભૂમિઓના નારક મનુષ્ય ગતિમાં આવીને સંયમ ધારણ કરી શકે છે. છ ભૂમિઓથી નીકળેલા નારક જીવ દેશવિરતિ અને સાત ભૂમિઓથી નીકળેલા નારક જીવ સમ્યકત્વ પ્રાપ્ત કરી શકે છે. દ્વીપ-સમુદ્રાદિની અવસ્થિતિઃ
રત્નપ્રભા ભૂમિને છોડીને બાકી છ ભૂમિઓમાં ન તો દીપ, સમુદ્ર, પર્વત અને સરોવર છે, પણ ન ગામ, શહેર વગેરે છે. વૃક્ષ, લતા વગેરે બાબર વનસ્પતિકાય નથી, કીન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધી ન તિર્યંચ છે, ન મનુષ્ય છે અને ન સામાન્ય તથા દેવ જ છે. રત્નપ્રભાથી સંબંધિત પૃથ્વી પિંડનું ૯૦૦ યોજન પ્રમાણ ઉપરી ભાગ મધ્યલોકમાં સમ્મિલિત છે. તેમાં દ્વીપ, સમુદ્ર, ગ્રામ, નગર, વનસ્પતિ, તિર્યંચ, મનુષ્ય, દેવ હોય છે. રત્નપ્રભા સંબંધિત પૃથ્વી પિંડની અતિરિક્ત બાકી છ ભૂમિઓમાં માત્ર નારક અને એકેન્દ્રિય જીવ જ છે. આ સામાન્ય નિયમનો પણ અપવાદ છે. કારણ કે આ ભૂમિઓમાં ક્યારેક કોઈક સ્થાન પર કેટલાક મનુષ્ય, દેવ અને પંચેન્દ્રિય તિર્યંચોનું હોવું પણ સંભવ છે. કેવળી સમુઘાત કરનાર મનુષ્ય સર્વવ્યાપી હોવાથી એ ભૂમિઓમાં પણ આત્મ-પ્રદેશ ફેલાવે છે. વૈક્રિય લબ્ધિવાળા મનુષ્યની પણ એ ભૂમિઓ સુધી પહોંચે છે. તિર્યંચોની પહોંચ પણ એ ભૂમિઓ સુધી છે. પરંતુ આ કેવળ વૈક્રિયલબ્ધિની અપેક્ષાથી જ માન્ય છે. કેટલાક દેવ ક્યારેક પોતાના પૂર્વજન્મના મિત્રોને દુઃખ-મુક્ત કરવાના ઉદ્દેશથી નરકોમાં પહોંચી જાય છે. પરંતુ દેવ પણ માત્ર ત્રણ ભૂમિઓ સુધી જ જાય છે. નરકપાલ કહેવાતા પરમાધાર્મિક દેવ જન્મથી જ પહેલા ત્રણ ભૂમિઓમાં રહે છે. અન્ય દેવ જન્મથી કેવળ પહેલી ભૂમિમાં મેળવાય છે.
ભવનપતિ અને વાણવ્યન્તર યદ્યપિ દેવગતિમાં આવે છે. તદપિ તેમનો નિવાસ રત્નપ્રભા ભૂમિમાં હોવાના કારણે અહીં તેમનું વર્ણન કરવામાં આવે છે.
(૩૪૬) જિણધામો)
Page #364
--------------------------------------------------------------------------
________________
४७
ભવનપતિ દેવોનું વર્ણન
રત્નપ્રભા નરકભૂમિના વર્ણનમાં બતાવ્યું છે કે તેના એક લાખ એંસી હજાર યોજનના પૃથ્વીપિંડમાંથી ઉપરથી એક હજાર અને નીચેથી એક હજારને છોડીને બાકી એક લાખ ઇઠ્ઠોત્તેર હજાર યોજનના પૃથ્વીપિંડમાં બાર અંતર છે. ઉપરના બે અંતરોને છોડીને બાકી દસ અંતરોમાં અસુરકુમાર વગેરે દસ ભવનપતિ દેવ રહે છે. એમ પણ કહેવામાં આવે છે કે જંબુદ્રીપવર્તી સુમેરુ પર્વતની નીચે તેના દક્ષિણ અને ઉત્તર ભાગમાં ત્રાંસા અનેક કોટાકોટિ લક્ષ યોજન સુધી દસ પ્રકારના ભવનપતિ દેવ રહે છે. અસુરકુમાર જાતિનાં દેવ પ્રાયઃ આવાસોમાં અને ક્યારેક ભવનોમાં વસે છે, તથા નાગકુમાર વગેરે બધાં પ્રાયઃ ભવનોમાં જ વસે છે. આવાસ રત્નપ્રભાના એક લાખ ઇઠ્યોતેર હજાર યોજનના ભાગમાં બધી જગ્યાએ છે. પરંતુ ભવન તો રત્નપ્રભાના નીચે નેવું હજાર યોજનના ભાગમાં જ છે. આવાસ મોટા મંડપ જેવા હોય છે અને ભવન નગરના જેવા હોય છે. ભવન બહારથી ગોળ, અંદરથી સમચતુષ્કોણ અને તળિયામાં પુષ્કર કર્ણિકા જેવા હોય છે.
આ ભવનપતિ દેવ એટલા માટે કુમાર કહેવાય છે કે તેઓ કુમારની જેમ મનોહર તથા સુકુમાર દેખાય છે. તેમની ગતિ મૃદુ અને મનોહર હોય છે તથા તેઓ ક્રીડાશીલ હોય છે. દસ પ્રકારના ભવનપતિ દેવોના ચિહ્નાદિ સ્વરૂપ સંપત્તિ જન્મની પોતપોતાની જાતિમાં ભિન્ન-ભિન્ન છે. જેમ કે અસુરકુમારના મુગટમાં ચૂડામણિનું, નાગકુમારોમાં નાગનું, વિદ્યુતકુમારોમાં વજ્રનું, સુપર્ણકુમારોમાં ગરુડનું, અગ્નિકુમારોમાં ઘટનું, વાતકુમારોમાં અશ્વ (સંગ્રહણી ગ્રંથમાં ઉદધિકુમારોનું અશ્વનું અને વાતકુમારોમાં મગરનું ચિહ્ન, ઉલ્લેખિત છે. સ્તનિતકુમારોને વર્ધમાન(શકોરા સંપુટ)નું, ઉદધિકુમારોમાં મગરનું, દ્વીપકુમારોમાં સિંહનું તથા દિક્કુમારોમાં હાથીનું ચિહ્ન હોય છે. નાગકુમાર વગેરે બધાનાં ચિહ્ન તેમના આભરણમાં હોય છે. બધાના વસ્તુ, શસ્ત્ર, ભૂષણ વગેરે વિવિધ હોય છે.
અસુરકુમાર દેવ ઃ રત્નપ્રભા ભૂમિનાં બાર અંતરોમાંથી પહેલા અને અંતિમ અંતરને છોડીને શેષ દસ અંતરોમાંથી પહેલા અંતરમાં અસુરકુમાર જાતિના ભવનપતિ દેવ રહે છે. આ અંતરના દક્ષિણ વિભાગમાં એમના ચુંમાલીસ લાખ ભવન છે. ચમરેન્દ્ર તેમનો સ્વામી છે. ચમરેન્દ્રના ૬૪ હજાર સામાનિક દેવ, ૨ લાખ ૫૬ હજાર આત્મરક્ષક દેવ અને ૫ અંગ્રમહિષીઓ છે. પ્રત્યેક અગ્રમહિષીના પણ ૮-૮ હજારના પરિવાર છે. ચમરેન્દ્રની ૭ અનીક (સેના) છે. ત્રણ પ્રકારની પરિષદ છે. આત્યંતર પરિષદમાં ૨૪ હજાર દેવ છે. મધ્ય પરિષદના ૨૮ હજાર દેવ છે અને બાહ્ય પરિષદના ૩૨ હજાર દેવ છે. આ રીતે આજ્યંતર પરિષદની ૩૫૦ દેવીઓ, મધ્ય પરિષદની ૩૦૦ દેવીઓ અને ભવનપતિ દેવોનું વર્ણન
૩૪૭
Page #365
--------------------------------------------------------------------------
________________
બાહ્ય પરિષદની ૨૫૦ દેવીઓ છે. દેવોનું આયુષ્ય જઘન્ય દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક સાગરોપમનું છે. દેવીઓનું આયુષ્ય જઘન્ય દસ હજાર વર્ષ ઉત્કૃષ્ટ ત્રણસો અગિયાર પલ્યોપમનું છે.
આ અંતરના ઉત્તર વિભાગમાં ચાલીસ લાખ ભવન છે. એમના સ્વામી બલેન્દ્ર છે. બલેન્દ્રના ૬૦ હજાર સામાયિક દેવ, ૨ લાખ ૪૦ હજાર આત્મરક્ષક દેવ છે, છ અગ્રમહિષીઓ જેમનો ૬-૬ હજારનો પરિવાર છે. ૭ અનીક (સેના) અને ૩ પરિષદ છે. આત્યંતર પરિષદના ૨૦ હજાર દેવ, મધ્ય પરિષદના ૨૪ હજાર દેવ અને બાહ્ય પરિષદના ૨૮ હજાર દેવ છે. આત્યંતર પરિષદમાં ૪૫૦ દેવીઓ, મધ્ય પરિષદમાં ૪૦૦ દેવીઓ અને બાહ્ય પરિષદમાં ૩૫૦ દેવીઓ છે. આ દેવોનું આયુષ્ય જઘન્ય દસ હજાર વર્ષથી થોડું વધુ અને ઉત્કૃષ્ટ એક સાગરોપમથી થોડું વધુ છે એમની દેવીઓનું આયુષ્ય જઘન્ય દસ હજાર વર્ષથી થોડું વધુ અને ઉત્કૃષ્ટ સાડા ચાર પલ્યોપમનું છે.
નાગકુમાર : બીજા અંતરમાં નાગકુમાર જાતિના ભવનપતિ દેવ રહે છે. દક્ષિણ વિભાગમાં એમના ચુંમાલીસ લાખ ભવન છે અને ધરણેન્દ્ર તેમના સ્વામી છે. ઉત્તર વિભાગમાં ચાલીસ લાખ ભવન છે અને ભૂતેન્દ્ર તેમના સ્વામી છે.
સુપર્ણકુમાર : ત્રીજા અંતરમાં સુપર્ણકુમાર જાતિના ભવનપતિ દેવ રહે છે. દક્ષિણ વિભાગમાં એમના આડત્રીસ લાખ ભવન છે અને એમના સ્વામી વેણુ-ઇન્દ્ર છે. ઉત્તર વિભાગમાં ચોત્રીસ લાખ ભવન છે અને તેમના સ્વામી વેણુ દાલેન્દ્ર છે.
વિધુત્યુમાર ? ચોથા અંતરમાં વિઘુકુમાર જાતિના ભવનપતિ દેવ રહે છે. દક્ષિણ વિભાગના ઇન્દ્ર હરિકાન્ત છે અને ઉત્તર વિભાગના ઇન્દ્ર હરિશેખરેન્દ્ર છે.
અગ્નિકુમાર: પાંચમા અંતરમાં અગ્નિકુમાર જાતિના ભવનપતિ દેવ રહે છે. દક્ષિણ વિભાગમાં ઇન્દ્ર અગ્નિશિખેન્દ્ર અને ઉત્તર વિભાગના ઇન્દ્ર અગ્નિમાણવેન્દ્ર છે.
દ્વીપકુમાર : છઠ્ઠા અંતરમાં દ્વીપકુમાર જાતિના ભવનપતિ દેવ રહે છે. દક્ષિણ વિભાગના ઇન્દ્ર પુરણેન્દ્ર અને ઉત્તરના વિશિષ્ટ છે.
ઉદધિકુમાર : સાતમા અંતરમાં ઉદધિકુમાર જાતિના ભવનપતિ દેવ રહે છે. દક્ષિણ વિભાગના ઇન્દ્ર જલકાત્તેન્દ્ર અને ઉત્તરના ઇન્દ્ર જળપ્રત્યેન્દ્ર છે.
વાયુકુમાર : નવમા અંતરમાં વાયુકુમાર જાતિના ભવનપતિ દેવ રહે છે. દક્ષિણ વિભાગમાં ઇન્દ્ર બેલવકેન્દ્ર અને ઉત્તરના પ્રભંજનેન્દ્ર છે. (૩૪૮)
, , જિણધમો)
Page #366
--------------------------------------------------------------------------
________________
દિશાકુમાર : આઠમા અંતરમાં દિશાકુમાર જાતિના ભવનપતિ દેવ રહે છે. દક્ષિણના ઇન્દ્ર અમિતેન્દ્ર અને ઉત્તરના અમિત વાહનેન્દ્ર છે.
સ્વનિતકુમાર ઃ દસમા અંતરમાં સ્વનિતકુમાર જાતિના ભવનપતિ દેવ રહે છે. આમાં દક્ષિણ વિભાગના ઈન્દ્ર ઘોષેન્દ્ર છે અને ઉત્તરના મહાઘોષેન્દ્ર છે.
આમાં ચોથા વિદ્યુકુમારથી સ્વનિતકુમાર સુધી પ્રત્યેકના દક્ષિણ વિભાગમાં ચાલીસચાલીસ લાખ અને ઉત્તર વિભાગમાં પ્રત્યેકને છત્રીસ-છત્રીસ લાખ ભવન છે. બીજા નાગકુમારથી લઈને દસમા સ્વનિતકુમાર સુધીને નવનિકાયના દેવ કહે છે. દક્ષિણ વિભાગોમાં નવનિકાયના પ્રત્યેક ઇન્દ્રને ૬-૬ હજાર સામાનિક દેવ છે, ૨૪-૨૪ હજાર આત્મરક્ષક દેવ છે, ૬-૬ અગ્રમહિષીઓ છે. પ્રત્યેક અગ્રમહિષીના ૬-૬ હજારનો પરિવાર છે. નવ ઇન્દ્રોની ૭-૭ અનીક છે. ૩-૩ પરિષદ છે. આત્યંતર પરિષદના ૬૦ હજાર દેવ છે, મધ્ય પરિષદના ૭૦ હજાર અને બાહ્ય પરિષદના ૮૦ હજાર દેવ છે. આત્યંતર પરિષદમાં ૧૭૫ દેવીઓ છે, મધ્ય પરિષદમાં ૧૫૦ દેવીઓ અને બાહ્ય પરિષદમાં ૧૨૫ દેવીઓ છે. આ નવ જાતિઓના દેવોનું આયુષ્ય જઘન્ય દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ દોઢ પલ્યોપમનું છે. દેવીઓનું આયુષ્ય જઘન્ય દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ પોણા પલ્યોપમનું છે.
ઉત્તર વિભાગના નવ ઇન્દ્રોના સામાનિક દેવો, આત્મરક્ષક દેવો અગ્રમહિષીઓ, અગ્રમહિષીઓના પરિવાર, અનીક અને પરિષદોની સંખ્યા દક્ષિણ વિભાગના જેવી જ છે. પરિષદના દેવોની સંખ્યામાં અંતર છે. આત્યંતર પરિષદના ૫૦ હજાર દેવ, મધ્ય પરિષદનાં ૬૦ હજાર દેવ અને બાહ્ય પરિષદના ૭૦ હજાર દેવ છે. આત્યંતર પરિષદની દેવીઓ ૨૨૫, મધ્ય પરિષદની ૨૦૦, બાહ્ય પરિષદની ૧૭૫ દેવીઓ છે. બધાનું આયુષ્ય જઘન્ય દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ થોડું ઓછું બે પલ્યોપમમાં છે. દેવીઓનું આયુષ્ય જઘન્ય દસ હજાર વર્ષ, ઉત્કૃષ્ટ એક પલ્યોપમમાં થોડું ઓછું છે.
પૂર્વોક્ત દસ અંતરોમાં રહેનારા દક્ષિણ દિશાના દેવોના ભવન મળીને ૪ કરોડ ૬ લાખ છે. ઉત્તર વિભાગના બધા ભવન ત્રણ કરોડ છાસઠ લાખ છે. આમાં નાનામાં નાનો ભવન એક લાખ યોજન(જંબૂદ્વીપની બરાબર)નો છે. મધ્ય ભવન પિસ્તાળીસ લાખ યોજન(અઢી દ્વીપની બરાબર)નું છે. તથા સૌથી મોટું ભવન અસંખ્યાત દ્વીપ-સમૂહોની બરાબર છે, અર્થાત્ અસંખ્યાત યોજનાનું છે. બધા ભવન અંદરથી ચોરસ, બહારથી ગોળાકાર, રત્નમય અને મહાપ્રકાશયુક્ત તથા સમસ્ત સુખ-સામગ્રીઓથી ભરપૂર છે. સંખ્યાત યોજનના ભવનમાં સંખ્યાત દેવ-દેવીઓનો નિવાસ તથા અસંખ્યાત યોજનના ભવનમાં અસંખ્યાત દેવ-દેવીઓનો નિવાસ છે. [ભવનપતિ દેવોનું વર્ણન છે.
૩૪૯)
Page #367
--------------------------------------------------------------------------
________________
શ્વેત
ભવનપતિ દેવોની વિભિન્ન જાતિઓના શરીરનો વર્ણ અલગ-અલગ પ્રકારનો છે. વસ્ત્ર પણ એમને અલગ-અલગ રંગના પસંદ છે. તેમની ઓળખ તેમના એક-એકમાં બનેલા ચિહ્નોથી થાય છે. આ બધાનું સ્પષ્ટીકરણ માટે એક પત્રક આ પ્રમાણે છે :
ભવનપતિ દેવની જાતિ | શરીરનો વર્ણ | વસ્ત્રનું વર્ણન | મુગટનું ચિહ્ન (૧) અસુરકુમાર કૃષ્ણ
ચૂડામણિ (૨) નાગકુમાર
નાગફણી (૩) સુપર્ણકુમાર કનક
ગરુડ (૪) વિદ્યુકુમાર ૨ક્ત
વજ (૫) અગ્નિકુમાર
કળશ (૬) દ્વીપકુમાર
રક્ત
સિંહ (૭) ઉદધિકુમાર
શ્વેત નીલ
અશ્વ (૮) દિશાકુમાર ૨ક્ત
હાથી (૯) વાયુકુમાર
નીલ
મગર (૧૦) સ્વનિતકુમાર
કનક
સકોરા યુગલ
=
૨ક્ત
શ્વેત
ગુલાબી
શ્વેત
વ્યન્તર અને વાણવ્યન્તર
રત્નપ્રભા ભૂમિના પૃથ્વીપિંડના ઉપરી એક હજાર યોજનના પૃથ્વીપિંડમાંથી એકસો યોજન ઉપર અને એકસો યોજન નીચે છોડીને વચમાં આઠસો યોજનની પોલાર છે. આ પોલારમાં અસંખ્યાત ગ્રામ છે. આમાં આઠ પ્રકારના વ્યક્તર દેવ રહે છે. તેમના નામ આ પ્રકાર છે : (૧) પિશાચ, (૨) ભૂત, (૩) યક્ષ, (૪) રાક્ષસ, (૫) કિન્નર, (૬) કિંપુરુષ, (૭) મહોરગ અને (૮) ગંધર્વ.
ઉપરના ભાગમાં જે સો યોજન છોડી દીધા હતા, તેમાંથી પણ દસ યોજન ઉપર અને દસ યોજના નીચે છોડીને વચમાં એસી યોજનની પોલાર છે. આ પોલારમાં અસંખ્યાત નગર છે. આ નગરોમાં આઠ પ્રકારના વાણવ્યન્તર દેવ રહે છે. તેમનાં નામ આ પ્રમાણે છે : (૧) આનપત્રી (૨) પાનપત્રી (૩) ઇસીવાઈ (૪) ભૂઈવાઈ (૫) કાદિય (૬) મહાકાદિય (૭) કોહંડ (૮) પયંગદેવ.
ઉક્ત વ્યત્તર અને વાણવ્યત્તરોના જે નગર બતાવ્યાં છે, તેમાં નાનામાં નાના ભરત ક્ષેત્રના બરાબર (પાંચસો છવ્વીસ યોજનથી થોડા વધુ) મધ્યમ મહાવિદેહ ક્ષેત્રની બરાબર (૩૩૬૨૪ યોજનથી થોડા વધુ) અને મોટામાં મોટા જંબૂઢીપના બરાબર (એક લાખ યોજનના) છે. (૩૫૦) નો જ છે જે જિણધો]
Page #368
--------------------------------------------------------------------------
________________
વર્ણ
ઉક્ત બંને પોલારોમાં બે વિભાગ છે - દક્ષિણ વિભાગ અને ઉત્તર વિભાગ. આ વિભાગોમાં રહેનાર સોળ પ્રકારના વ્યન્તર અને વાણવ્યન્તર દેવોની એક-એક જાતિના બે ઇન્દ્ર છે, તેથી કુલ બત્રીસ ઇન્દ્ર છે. જેનાં નામ આગળના પત્રકમાં દીધા છે. પ્રત્યેક ઇન્દ્રના ચાર - ચાર હજાર સામાનિક દેવ છે. સોળ-સોળ હજાર આત્મરક્ષક દેવ છે, ચાર-ચાર અગ્રમણિર્થીઓ છે. પ્રત્યેક અગ્રમહિર્ષના હજાર-હજારના પરિવાર છે. સાત અનીક છે. ત્રણ પરિષદ છે. આત્યંતર પરિષદના આઠ હજાર દેવ, મધ્ય પરિષદના દસ હજાર દેવ અને બાહ્ય પરિષદના બાર હજાર દેવ છે. આ દેવોનું આયુષ્ય જઘન્ય દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમનું છે. દેવીઓનું જઘન્ય આયુષ્ય દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અર્ધ પલ્યોપમનું છે. વ્યત્તર અને વાણવ્યન્તર દેવ ચંચળ સ્વભાવના હોય છે. મનોહર નગરોમાં દેવીઓ સાથે નૃત્ય-ગાન કરતા પૂર્વોપાર્જિત પુણ્યનાં ફળોનો અનુભવ કરતા વિચરે છે. વિવિધ અંતરોમાં રહેવાના કારણો એમને “વ્યન્તર' કહે છે. વનમાં ભ્રમણ કરવાનો વધુ શોખ હોવાના કારણો એમને “વાણવ્યન્તર' કહે છે. વ્યન્તરોનાં દક્ષિણદિશાના | ઉત્તરદિશાના | શરીરનો | મુગટનું ચિહ્ન નામ ઇન્દ્ર
ઇન્દ્ર (૧) પિશાચ કાલેન્દ્ર મહાકાલેન્દ્ર કૃષ્ણ કદંબવૃક્ષ (૨) ભૂત
સુરૂપેન્દ્ર
પ્રતિરૂપેન્દ્ર કૃષ્ણ શાલિવૃક્ષ (૩) યક્ષ પૂર્ણભદ્રન્દ્ર મણિમહેન્દ્ર કૃષ્ણ વડવૃક્ષ (૪) રાક્ષસ ભીમેન્દ્ર મહાભીમેન્દ્ર
પાડલીવૃક્ષ (૫) કિન્નર કિન્નરેન્દ્ર કિંપુરુષેન્દ્ર નીલો અશોકવૃક્ષ (૬) કિંપુરુષ સુપુરુષેન્દ્ર મહાપુરુષેન્દ્ર
ચંપકવૃક્ષ (૭) મહોરગ અતિકાયેન્દ્ર મહાકાયેન્દ્ર કૃષ્ણ નાગવૃક્ષ (૮) ગંધર્વ ગીતરતીન્દ્ર
ગીતરસે
કૃષ્ણ
ટીમરુવૃક્ષ (૯) આનપત્રી સન્નિહિતેન્દ્ર સન્માનેન્દ્ર કૃષ્ણ કદંબવૃક્ષ (૧૦) પાનપત્રી ધાતેન્દ્ર વિધાતેન્દ્ર કૃષ્ણ શાલિવૃક્ષ (૧૧) ઇસીવાઈ
ઇસીપતેન્દ્ર કૃષ્ણ વડવૃક્ષ (૧૨) ભૂઈવાઈ ઈશ્વરેન્દ્ર મહેશ્વરેન્દ્ર શ્વેત પાડલીવૃક્ષ (૧૩) કંદિય સુવશ્કેન્દ્ર વિશાલેન્દ્ર નીલો અશોકવૃક્ષ (૧૪) મહાકંદિય હાસ્યન્દ્ર હાસ્યરતીન્દ્ર શ્વેત
ચંપકવૃક્ષ (૧૫) કોહંડ જેતેન્દ્ર મહાશ્વેતેન્દ્ર કૃષ્ણ નાગવૃક્ષ (૧૬) પયંગદેવ પહંગેન્દ્ર પહંગપતેન્દ્ર કૃષ્ણ ટીમરુવૃક્ષ ચંતર અને વાણવ્યંતર .
જ છે. (૩૫૧)
શ્વેત
શ્વેત
ઇસીન્દ્ર
Page #369
--------------------------------------------------------------------------
________________
વ્યક્તરોના પ્રભેદઃ
(૧) પિશાચના પંદર પ્રકાર છે : કૂષ્માંડ, પટક, જોષ, આનક, કાલ, મહાકાલ, ચૌક્ષ, અચૌક્ષ, તાલ પિશાચ, મુખર પિશાચ, અઘસ્તારક, દેહ, મહાવિદેહ, તૂષ્મીક અને વનપિશાચ.
(૨) ભૂતના નવ પ્રકાર છે ઃ સુરૂપ, પ્રતિરૂપ, અતિરૂપ, ભૂત્તોત્તમ, સ્કેન્દિક, મહાઔદિક, મહાવેગ, પ્રતિચ્છન્ન અને આકાશગ.
(૩) યક્ષ તેર પ્રકારના છે : પૂર્ણભદ્ર, મણિભદ્ર, શ્વેતભદ્ર, હરિભદ્ર, સુમનોભદ્ર, વ્યતિપાતિક ભદ્ર, સુભદ્ર, સર્વતોભદ્ર, મનુષ્ય યક્ષ, વનાધિપતિ, વનાહાર, રૂપયક્ષ અને યક્ષોત્તમ.
(૪) રાક્ષસના સાત પ્રકાર છે : ભોમ, મહાભીમ, વિદન, વિનાયક, જળ રાક્ષસ, રાક્ષસ અને બ્રહ્મરાક્ષસ.
(૫) કિન્નરના દસ પ્રકાર છે કિન્નર, કિંગુરુષ, કિંપુરુષોત્તમ, કિન્નરોત્તમ, હૃદયંગમ, રૂપશાળી, અનિદિત, મનોરમ, રતિપ્રિય અને રતિશ્રેષ્ઠ.
(૬) ડિંપુરુષના દસ પ્રકાર છે : પુરુષ, સપુરુષ, મહાપુરુષ, પુરુષવૃષભ, પુરુષોત્તમ, અતિપુરુષ, મરુદેવ, મરુત, મેરુપ્રભ અને યશસ્વાન.
(૭) મહોરગના દસ પ્રકાર છે ? ભુજંગ, ભોગશાળી, મહાકાય, અતિકાય, સ્કન્ધશાળી, મનોરમ, મહાવેગ, મહેપ્પક્ષ, મેરુકાંત અને ભાસ્વાનું.
(૮) ગંધર્વના બાર પ્રકાર છે ? હાહા, હૂહુ, તુબુરવ, નારદ, ઋષિવાદિક, ભૂતવાદિક, કાદંબ, મહાકાદંબ, રૈવત, વિશ્વાવસુ, ગીતરતિ અને ગીતયશ.
૪૯
(મધ્ય લોક)
આપણી આ પૃથ્વી રત્નપ્રભા ભૂમિની છત પર છે. તેનાથી નવસો યોજન નીચે અને નવસો યોજન ઉપર એમ અઢારસો યોજનમાં મધ્ય લોક સ્થિત છે. મધ્ય લોકનો ઘનાકાર વિસ્તાર દસ રજૂ-પ્રમાણ છે. તેના નીચેના ભાગમાં વ્યસ્તર અને વાણવ્યન્તર દેવોનો નિવાસ છે, જેનું વર્ણન પહેલા કરેલું છે. નવસો યોજન ઉપરી ભાગમાં અસંખ્યાત દ્વીપ, સમુદ્ર અને જ્યોતિષ ચક્ર છે.
મધ્ય લોકની આકૃતિ ઝાલરની સમાન છે. આ વાત દ્વીપસમુદ્રોની રચનાથી સ્પષ્ટ છે. મધ્ય લોકમાં અસંખ્યાત દ્વીપસમુદ્ર છે, જે એક દ્વીપના પછી સમુદ્ર અને સમુદ્રના પછી દ્વીપના કમથી અવસ્થિત છે. તેમના નામ શુભ જ છે. સૌથી નાનો દ્વીપ જંબૂઢીપ છે, જે પૂર્વ-પશ્ચિમ તથા ઉત્તર-દક્ષિણમાં એક-એક લાખ યોજન વિસ્તારવાળો છે. લવણ સમુદ્ર તેનાથી બમણા (૩૫૨) છે જે છે તે છે કે છે છે જિણધો]
Page #370
--------------------------------------------------------------------------
________________
વિસ્તારવાળો છે અને તે જંબુદ્વીપને ચારેબાજુથી ઘેરેલ વલયની આકૃતિમાં અવસ્થિત છે. તેના પછી ધાતકી ખંડદ્વીપ છે, જે લવણ સમુદ્રથી બમણા વિસ્તારવાળો છે અને ચારેબાજુથી વલયાકૃતિથી ઘેરાયેલ અવસ્થિત છે. ધાતકી ખંડથી કાલોધિ સમુદ્રનો બમણો વિસ્તાર છે અને તે ધાતકી ખંડને ચારેબાજુથી વલયાકૃતિથી ઘેરીને વલયાકૃતિમાં અવ્યવસ્થિત છે. તેના અનન્તર પુષ્કરવર દ્વીપ છે, જે કાલોદધિ સમુદ્રથી બમણા વિસ્તારવાળો છે. તેને ચારે બાજુથી ઘેરીને વલયાકૃતિમાં સંસ્થિત છે. આ રીતે બમણા-બમણા વિસ્તારવાળા અસંખ્યાત સમુદ્ર અને દ્વીપ છે. બધાથી અંતિમ દ્વીપ સ્વયંભૂમરણ દ્વીપ છે. અને સૌથી અંતિમ સમુદ્ર સ્વયંભૂમરણ સમુદ્ર છે.* જંબૂદ્વીપ થાળીની સમાન આકારવાળો છે અને અન્ય બધા દ્વીપ સમુદ્ર વલય(બંગડી)ની સમાન છે.
મેરુ પર્વત ઃ
જંબુદ્રીપના મધ્યમાં મેરુ પર્વત છે. આ પર્વત મલ્લસ્તંભ(મલખંભ)ના આકારનો છે. અર્થાત્ નીચેથી પહોળો અને ઉપર ક્રમશઃ સાંકડો થતો જાય છે. તેની ઊંચાઈ એક લાખ યોજનની છે. આમાંથી એક હજાર યોજન પૃથ્વીની અંદર છે અને નવાણું હજાર યોજન પૃથ્વીની ઉપર છે. પૃથ્વીના અંદર ભાગમાં તેના મૂળની પહોળાઈ ૧૦૦૯૦.૧૦/૧૧ યોજન છે અને પૃથ્વી પર મૂળ પહોળાઈ દસ હજાર યોજન છે. આ પ્રકારે ક્રમશઃ ઘટતાઘટતા શિખર પર કેવળ એક હજાર યોજનની પહોળાઈ રહી જાય છે.
આ પર્વતના ત્રણ કાંડ (વિભાગ) છે. આ ત્રણ લોકમાં અવગાહિત થઈને સ્થિત છે તથા ચાર વનોથી ઘેરાયેલ છે. પ્રથમ કાંડ એક હજાર યોજનનો છે. તેમાં કૃત્તિકા, કંકર અને વજ્ર રત્નની પ્રચુરતા છે. બીજો કાંડ ત્રેસઠ હજાર યોજનનો છે. તેમાં ચાંદી, સ્ફટિક, અંકરત્ન વગેરેની પ્રચુરતા છે. ત્રીજો કાંડ છત્રીસ હજાર યોજનનો છે. તેમાં સ્વર્ણની પ્રચુરતા છે.
મેરુ પર્વત પર ચાર વન છે - જેનાં નામ આ પ્રકાર છે :
(૧) ભદ્રશાલ-વન (૨) નંદન-વન (૩) સૌમનસ-વન (૪) પાંડુક-વન.
(૧) પૃથ્વી પર ચારે ગજદંત પર્વતો અને સીતા સીતોદા નદીઓથી આઠ વિભાગોવાળા પૂર્વ-પશ્ચિમમાં બાવીસ હજાર યોજન લાંબા અને ઉત્તર-દક્ષિણમાં બસો પચાસ યોજન પહોળાઈનું ભદ્રશાલ નામનું પ્રથમ વન છે. (૨) અહીંથી પાંચસો યોજન ઉપર મેરુ પર્વતના ચાર અને વલયાકાર પાંચસો યોજન પહોળું બીજું નંદનવન છે. (૩) અહીંથી પાંત્રીસ સો યોજન ઉપર મેરુ પર્વતની ચારેબાજુ વલયાકાર પાંચસો યોજન પહોળો અને ત્રીજો સૌમવસ વન છે અને ત્યાંથી છત્રીસ હજાર યોજન પર મેરુના ચારેબાજુ વલયાકાર ચારસો ચોરાણુ યોજન
* એક અમેરિકન વિદ્વાન-વૈજ્ઞાનિકની ખોજ પૃથ્વી ગોળ નથી, ચપટી છે. આપણે પૃથ્વીની ગોળાઈથી એટલા બધા પરિચિત થઈ ગયા છે કે તેમાં વિરુદ્ધ કહેવાતી કોઈપણ વાત પર અમે સહસા વિશ્વાસ કરતા નથી. તેની કારણ દડાની જેમ આપણને આશ્ચર્યમાં નાખી દીધા. થઈ શકે છે કે કોઈ દિવસ પૃથ્વી ‘રકાબી’ના આકારની બતાવવા લાગે, શ્રી જે મેકડોનાલ્ડ નામના અમેરિકન વૈજ્ઞાનિકે પોતાના લેખમાં અનેક દૃઢ પ્રમાણ આપીને એ સિદ્ધ કરવાના પ્રયત્ન કર્યા છે કે પૃથ્વી નારંગીની જેમ ગોળ નથી. સંગ્રહણી ગ્રંથ-ગાથા ૨૬.
મધ્ય લોક
-
૩૫૩
Page #371
--------------------------------------------------------------------------
________________
પહોળું ચોથું પાંડુક-વન છે. આ પાંડુક-વનની ચારે દિશાઓમાં અર્જુન (શ્વેત) સુવર્ણમય અર્ધચંદ્રાકાર ચાર શિલાઓ છે - (૧) પૂર્વમાં પાંડુકશિલા (૨) પશ્ચિમમાં રક્તશિલા (૩) દક્ષિણમાં પાંડુકંબલશિલા અને (૪) ઉત્તરમાં રક્તકમ્બલશિલા. પહેલી અને બીજી શિલા પર બે-બે સિંહાસન છે. જેના પર જંબૂઢીપના પૂર્વ અને પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મેલા તીર્થકરોનો, દક્ષિણ દિશાની શિલા પર ભરત ક્ષેત્રના તીર્થકરોનો અને ઉત્તર દિશાની શિલા પર ઐરાવત ક્ષેત્રમાં જન્મેલ તીર્થકરોનો જન્મોત્સવ મનાવવામાં આવે છે.
એક લાખ યોજનની ઊંચાઈ પછી બધાથી ઉપર એક ચોટી છે, જે ચાળીસ યોજન ઊંચી છે. તે મૂળમાં બાર યોજન, વચમાં આઠ યોજન અને ઉપર ચાર યોજન લાંબી-પહોળી છે. તે ચોટી વૈડૂર્ય (હરીત) રત્નમય છે. જંબૂદ્વીપ વગેરેનું વર્ણન:
પૃથ્વી પર મેરુ પર્વતના ચારેબાજુ થાળી આકારનું પૂર્વથી પશ્ચિમ સુધી અને ઉત્તરથી દક્ષિણ સુધી એક લાખ યોજનાનો લાંબો-પહોળો જંબૂઢીપ નામનો લીપ છે. જંબૂદ્વીપમાં મુખ્યત્વે સાત ક્ષેત્ર છે. જે વર્ષ, વંશ કે વાસ્ય કહેવાય છે. આમાં પહેલું ક્ષેત્ર ભારત છે, જે દક્ષિણની તરફ છે. ભારતના ઉત્તરમાં હૈમવત, હૈમવતના ઉત્તરમાં હરી, હરીના ઉત્તરમાં વિદેહ, વિદેહના ઉત્તરમાં રમ્યક, રમ્યના ઉત્તરમાં હૈરણ્યવત અને હૈરણ્યવતના ઉત્તરમાં ઐરાવત વર્ષ છે. વ્યવહાર સિદ્ધ દિશાના નિયમ*થી મેરુ પર્વત સાત ક્ષેત્રોના ઉત્તરી ભાગમાં વ્યવસ્થિત છે.
સાત ક્ષેત્રોને એકબીજાથી અલગ કરનાર છ પર્વત છે, જે વર્ષધર કહેવાય છે. આ બધા પૂર્વ-પશ્ચિમ લાંબા છે. ભારત અને હેમવત ક્ષેત્રના વચ્ચે હિમવાન પર્વત છે. હેમવત અને હરિવર્ષનું વિભાજન મહાહિમાવાન છે. હરિવર્ષ અને વિદેહનો વિભાજક નિષધ પર્વત છે. વિદેહ અને રમ્યક વર્ષનો વિભાજક નીલ પર્વત છે. રમ્યક અને હરણ્યવતનો વિભાજક રુમી પર્વત છે. હૈરણ્યવત અને ઐરાવતનો વિભાજક શિખરી પર્વત છે. - ઉક્ત સાત ક્ષેત્ર જંબૂદ્વીપના પૂર્વ છેડાથી પશ્ચિમ છેડા સુધી વિસ્તૃત પટના રૂપમાં એક પછી એક અવસ્થિત છે. વિદેહ ક્ષેત્ર આ બધાના મધ્યમાં છે. તેથી મેરુ પર્વત પણ એ ક્ષેત્રના બરાબર મધ્યમાં અવસ્થિત છે. વિદેહ ક્ષેત્રને રમ્યક ક્ષેત્રથી નીલ પર્વત વિભક્ત કરે છે. અને હરિવર્ષ ક્ષેત્રને નિષધ પર્વત વિભક્ત કરે છે. વિદેહ ક્ષેત્રમાં મેરુ અને નીલ પર્વતની વચ્ચે અર્ધચંદ્રાકાર ભાગ ઉત્તર ગુરુ છે. જેની પૂર્વ-પશ્ચિમ સીમા ત્યાંના બે પર્વતોથી નિશ્ચિત થાય છે. તથા મેરુ અને નિષધ પર્વતની વચ્ચેનો એવો જ અર્ધચંદ્રાકાર ભાગ દેવગુરુ છે. દેવકુરુ
* દિશાનો નિયમ સૂર્યના ઉદય અને અસ્ત પર નિર્ભર છે. સૂર્યોદયની તરફ મુખ કરીને ઊભા રહેવાથી ડાબી બાજુ ઉત્તર દિશામાં મેર આવે છે. ભરત ક્ષેત્રમાં સૂર્યાસ્તની દિશા જ ઐરવત ક્ષેત્રમાં સૂર્યોદયની દિશા છે, તેથી ત્યાં પણ સૂર્યોદયની તરફ મુખ કરવાથી મેરુ પર્વત ઉત્તર દિશામાં જ પડે છે. આ રીતે બીજાં ક્ષેત્રોમાં પણ મેરુ ઉત્તરમાં જ પડે છે. “સલૅસિં ઉત્તરો મેરુ.” (૩૫૪
જિણધમો)
Page #372
--------------------------------------------------------------------------
________________
અને ઉત્તરકુરુમાં બંને ક્ષેત્ર વિદેહના જ ભાગ છે, પરંતુ એ ક્ષેત્રમાં યુગલિકોની આબાદી હોવાથી ભિન્નરૂપમાં ઓળખે છે. દેવકુરુ ઉત્તરકુરુના ભાગને છોડીને મહાવિદેહના અવશિષ્ટ પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સોળ-સોળ વિભાગ છે, તેને વિજય કહે છે. આ રીતે સુમેરુ પૂર્વ અને પશ્ચિમ બંને અને કુલ મળીને બત્રીસ વિજય છે.
ભરત ક્ષેત્ર :
જંબુદ્રીપમાં મેરુ પર્વતથી પિસ્તાળીસ હજાર યોજન દક્ષિણ દિશામાં વિજયદ્વારના અંદર ભરત નામનું ક્ષેત્ર છે. આ વિજયદ્વારથી હિમવંત પર્વત સુધી ૫૨૬. ૬/૧૯ (છ કલા) યોજનનો વિસ્તારવાળો છે. ભરત ક્ષેત્રના મધ્યમાં રજમય વૈતાઢ્ય પર્વત છે. આ પર્વત પૂર્વ-પશ્ચિમમાં ૧૦૭૨. ૧૨/૧૯ યોજન લાંબા અને ઉત્તર દક્ષિણમાં પચાસ યોજન પહોળો, ૨૫ યોજન ઊંચો, ૬૧ યોજન પૃથ્વીની અંદર ઊંડો છે. આ પર્વતમાં બે ગુફા છે. પૂર્વમાં ખંડ-ગુફા અને પશ્ચિમમાં તમસ્ર-ગુફા. આ ગુફાઓથી બે નદીઓ નીકળે છે. તેમનાં નામ છે - ઉમગ્ગ-જલા અને નિમર્ગી-જલા. ઉમગ-જલા નદીમાં કોઈ સજીવ-નિર્જીવ વસ્તુ પડી જાય તો તે તેને ત્રણ વાર ફેરવીને બહાર ફેંકી દે છે, અને નિમર્ગી-જલા વસ્તુઓને ત્રણ વાર ફેરવીને તળિયે બેસાડી દે છે. આ બંને નદીઓ ત્રણ-ત્રણ યોજન જઈને ગંગા અને સિંધુમાં મળી જાય છે.
વૈતાઢ્ય પર્વત પર પૃથ્વીથી દસ યોજનની ઊંચાઈ પર બે વિદ્યાધર શ્રેણીઓ છે. આમાં રોહિણી, પ્રજ્ઞપ્તિ, આકાશ ગામિની વગેરે હજારો વિદ્યાઓના ધારક વિદ્યાધર (મનુષ્ય) રહે છે. ત્યાંથી દસ યોજન ઉપર જવાથી આ પ્રકારની બે શ્રેણીઓ વધુ છે. જ્યાં અભિયોગ્ય દેવ રહે છે. સોમ, યમ, વરુણ અને વૈશ્રમણ જે ક્રમશઃ પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશાના સ્વામી છે. તેમના આજ્ઞાપાલક દેવો તથા અન્ન-જુમ્ભક, પાન-શૃમ્ભક વગેરે દસ જુમ્ભક દેવોના આવાસ છે. આ જુમ્ભક દેવ અન્ન-પાણી વગેરે વસ્તુના રક્ષક છે. તથા પોતાનું કર્તવ્ય કરવા માટે પ્રાતઃ, મધ્યાહ્ન અને સાયંકાળ ફેરી લગાવવા નીકળે છે. ત્યાંથી પાંચ યોજનની ઊંચાઈ પર વૈતાઢચ શિખર છે. અહીં નવ ફૂટ છે. તેમાં વૈતાઢ્ય પર્વતના અધિપતિ મહર્દિક વૈતાઢચગિરિકુમાર રહે છે.
આ વૈતાઢ્ય પર્વતના મધ્યમાં આવી જવાના કારણે ભરત ક્ષેત્રના બે વિભાગ થઈ ગયા છે, જેને દક્ષિણાર્ધ ભરત અને ઉત્તરાર્ધ ભરત કહે છે. ઉત્તરમાં ભરત ક્ષેત્રની સીમા પર (ચુલ્લ) હિમવાન્ પર્વત છે. આ પર્વત પર પદ્મ નામનો દ્રહ છે.
પદ્મ-દ્રહના પૂર્વદ્વારથી ગંગા અને પશ્ચિમ દ્વારથી સિંધુ નામની બે નદીઓ વૈતાઢચ પર્વતની નીચેથી થઈને લવણ સમુદ્રને મળે છે. આ રીતે વૈતાઢ્ય પર્વત અને ગંગા અને સિંધુ નદીના કારણ ભરત ક્ષેત્રના છ વિભાગ થઈ ગયા, જેને છ ખંડ કહે છે.
જંબુદ્રીપના પૂર્વ દિશાના વિજયદ્વારની નીચેના નાળાથી લવણ સમુદ્રનું પાણી ભરત ક્ષેત્રમાં આવે છે. આ કારણ નવ યોજન વિસ્તારવાળી ખાડી છે. તેના તળ પર ત્રણ પ્રમુખસ્થાન છે - પૂર્વમાં માગધ, મધ્યમાં વરદાન અને દક્ષિણમાં પ્રભાસ.
મધ્ય લોક
૩૫૫
Page #373
--------------------------------------------------------------------------
________________
દક્ષિણમાં ખાડી, ઉત્તરમાં વૈતાદ્ય પર્વત, પૂર્વમાં ગંગા નદી અને પશ્ચિમમાં સિંધુ નદી આ ચારોની મધ્ય વચમાં અયોધ્યા નગરી છે. (વૃદ્ધ પુરુષોનું કથન છે કે અયોધ્યા નગરીની જગ્યાની જમીનમાં શાણવત વજમય સ્વસ્તિકનું ચિહ્ન અંકિત છે. કર્મભૂમિઓની ઉત્પત્તિના સમયે ઇન્દ્ર મહારાજ તે સ્થાન પર નગર વસાવે છે.)
વૈતાઢ્ય પર્વતની ઉત્તરમાં, ચુલ-હિમવંત પર્વતની દક્ષિણમાં, ગંગા નદીથી પશ્ચિમમાં અને સિંધુ નદીથી પૂર્વમાં વચોવચ બાર યોજન ઊંચો ગોળાકાર ઋષભકૂટ પર્વત છે. જ્યારે ચક્રવર્તી ભરત ક્ષેત્રના છ ખંડો પર વિજય પ્રાપ્ત કરવા માટે નીકળે છે ત્યારે આ પર્વત પર તેઓ પોતાનું નામ અંકિત કરે છે
જંબૂઢીપની ઉત્તર દિશાના અપરાજિત નામના દ્વારની અંદર એરવત ક્ષેત્ર છે. ભરત ક્ષેત્રના સમાન જ અહીં બધી રચના છે. ભેદ એ છે કે અહીં રક્ત અને રકતવતી નામની બે નદીઓ છે, જ્યારે ભરત ક્ષેત્રની નદીઓનાં નામ ગંગા અને સિંધુ બતાવ્યાં છે.
મેરુ પર્વતની દક્ષિણમાં ભરત ક્ષેત્રની સીમા પર પીત-સ્વર્ણ વર્ણનો ચુલ્લ હિમવંત પર્વત છે. તેના ઉપર અગિયાર ફૂટ છે. પર્વતની મધ્યમાં પદ્મદ્રહ છે. આ કુંડમાં રત્નમય કમળ છે. જેના પર શ્રી દેવી સપરિવાર રહે છે. આ પદ્મદ્રહમાંથી ત્રણ નદીઓ નીકળે છે - ગંગા, સિંધુ એન રોહિતાશા. ગંગા અને સિંધુ ભરત ક્ષેત્રમાં થઈને ચૌદ-ચૌદ હજાર નદીઓના પરિવારની સાથે પૂર્વ અને પશ્ચિમના લવણ સમુદ્રમાં પડે છે. ત્રીજી રોહિતાશા નદી પદ્મદ્રહના ઉત્તરી દ્વારથી નીકળીને હૈમવત ક્ષેત્રમાં થઈને અઠ્ઠાવીસ હજાર નદીઓના પરિવારની સાથે પશ્ચિમના લવણ સમુદ્રને મળે છે.
મેરુ પર્વતના ઉત્તરમાં ઐરવત ક્ષેત્રની મર્યાદા કરનાર શિખરી નામનો પર્વત છે. આ પર્વત પર પુંડરીકદ્રહ છે. તેમાં રત્નમય કમળો પર લક્ષ્મીદેવી સપરિવાર રહે છે. પુંડરીક દ્રહમાંથી પણ ત્રણ નદીઓ નીકળે છે - રકતા, રક્તવતી અને સુવર્ણકલા. રક્તા અને રક્તવતી ઉત્તરની તરફ ઐરાવત ક્ષેત્રમાં થઈને ચૌદ-ચૌદ હજાર નદીઓના પરિવારની સાથે પૂર્વપશ્ચિમના લવણ સમુદ્રમાં પડે છે સુવર્ણકલા નદી દક્ષિણની તરફ હૈરણ્યવત ક્ષેત્રમાં થઈ અઠ્ઠાવીસ હજાર નદીઓના પરિવારની સાથે પૂર્વના લવણ સમુદ્રને મળે છે.
મેરુ પર્વતના દક્ષિણમાં ચુલ્લ હિમવાન પર્વતની પાસે હેમવત ક્ષેત્ર છે. તેમાં રહેનાર યુગલિક મનુષ્યોના શરીર સોનાની જેવા પીળી કાંતિવાળા છે. અહીં સદૈવ ત્રીજા આરાના પ્રથમ ભાગ જેવી રચના-અવસ્થા રહે છે. આ ક્ષેત્રના મધ્યમાં રોહિત અને રોહિતાશા નદીઓની વચ્ચે શબ્દાપાતી નામનો વૃત્ત (ગોળ) વૈતાઢ્ય પર્વત છે.
* મેરુ પર્વતના ઉત્તરમાં શિખરી પર્વતની પાસે હૈરણ્યવત ક્ષેત્ર છે. તેમાં રહેનાર યુગલિક મનુષ્યોનું શરીર ચાંદીના જેવું શ્વેત કાંતિવાળું છે. તેની મધ્યમાં વિકટાપાતી નામનો વૃત્ત (ગોળાકાર) વૈતાઢ્ય પર્વત છે.
મેરુ પર્વતની દક્ષિણમાં હૈમવત ક્ષેત્રની પાસે મહાહિમવાન પર્વત પીળો-સ્વર્ણમય છે. તેના પર આઠ ફૂટ છે. તેની મધ્યમાં મહાપદ્મદ્રહ છે. તેના રત્નમય કમળો પર હી દેવી (૩૫)
મ જિણધમો)
Page #374
--------------------------------------------------------------------------
________________
સપરિવાર રહે છે. આ દ્રહમાંથી બે નદીઓ નીકળે છે – રોહિત અને હરીકાંતા. રોહિત નદી દક્ષિણની તરફ હૈમવત ક્ષેત્રના મધ્યમાં થતી અઠ્ઠાવીસ હજાર નદીઓના પરિવાર સહિત પૂર્વના લવણ સમુદ્રમાં મળે છે. હરીકાંતા નદી ઉત્તરની તરફ હરિવાસ ક્ષેત્રમાં થતી છપ્પન હજાર નદીઓની સાથે લવણ સમુદ્રને મળે છે.
મેરુ પર્વતના ઉત્તરમાં એરણ્યવત ક્ષેત્રની પાસે રુમી પર્વત છે. આ પર્વત ચ્યમય છે. તેની મધ્યમાં મહાપુરીમદ્રહ છે. આમાં રત્નમય કમળ પર બુદ્ધિ દેવી સપરિવાર રહે છે. આ દ્રહમાંથી બે નદીઓ નીકળે છે - રૂધ્યકૂલા (૨) નરકાંતા. રુખ્યમૂલા ઉત્તરની તરફ એરણ્યવત ક્ષેત્રની મધ્યમાં થતી અઠ્ઠાવીસ હજાર નદીઓના પરિવાર સાથે પશ્ચિમમાં લવણ સમુદ્રને મળે છે. નરકાંતા નદી દક્ષિણની તરફ રમ્યકવાસ ક્ષેત્રની મધ્યમાં થઈને છપ્પન હજાર નદી-પરિવાર સાથે લવણ સમુદ્રમાં જાય છે.
મેરુ પર્વતની દક્ષિણમાં મહાહિમવાન પર્વતની પાસે ઉત્તર દિશામાં હરિયાસ ક્ષેત્ર છે. એમાં રહેનાર યુગલિકોનું શરીર પન્નાની જેવું લીલું છે. અહીં બીજા આરાની જેમ રચના સદાય બની રહે છે. આની મધ્યમાં વિકટાપાતી નામનો વૃત્ત વૈતાઢ્ય પર્વત છે. મેરુની ઉત્તરમાં રુકમી પર્વતની પાસે દક્ષિણમાં રમ્યકવાસ ક્ષેત્ર છે. ત્યાંના યુગલિકોના શરીર ખૂબ જ રમણીય છે. તેની મધ્યમાં ગંધાપતિ નામના વૃત્તાકાર વૈતાઢ્ય પર્વત છે. મેરુ પર્વતની દક્ષિણમાં હરિયાસ ક્ષેત્રના નિકટ માણેકના સમાન રક્તવર્ણવાળો નિષધ પર્વત છે. આ પર્વત પર નવ ફૂટ છે તેના મધ્યમાં તિગિંછ નામનો દ્રહ છે. તેની અંદર રત્નમય કમળો પર વૃતિદેવી સપરિવાર રહે છે. આ દ્રહમાંથી બે નદીઓ નીકળે છે - હરિસલિલા અને સીતોદા. હરિસલિલા નદી દક્ષિણ તરફ હરિવાસ ક્ષેત્રની મધ્યમાં થતી છપ્પન હજાર નદીઓની સાથે પૂર્વ લવણ સમુદ્રને મળે છે. સીતાદા નદી ઉત્તર તરફ દેવકુરુક્ષેત્રના ચિત્રવિચિત્ર પર્વતના મધ્યમાં થતી ભદ્રશાલ વનમાં થતી મેરુ પર્વતથી બે યોજનના દૂરથી વહીને વિદ્યુ—ભ ગજદંત પર્વતના નીચેથી પશ્ચિમ તરફ વળીને પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રના બે ભાગ કરતી એક-એક વિજયથી અઠ્ઠાવીસ હજાર નદીઓને સાથે લઈને પાંચ લાખ બત્રીસ હજાર નદીઓના પરિવારથી પશ્ચિમ લવણ સમુદ્રમાં પડે છે. નિષધ પર્વતની પાસે હાથીના દાંતની સમાન વાંકા આકારવાળા બે ગજદંત પર્વત છે - (૧) પશ્ચિમમાં તપ્ત સ્વર્ણ જેવો વર્ણવાળો વિદ્યુભ ગજદંત પર્વત અને (૨) પૂર્વમાં હીરાની સમાન શ્વેત વર્ણવાળો સૌમનસ ગજદંત પર્વત છે. આ બંને પર્વતો પર અલગ-અલગ નવ અને સાત ફૂટ છે.
મેરુ પર્વતની ઉત્તર દિશામાં રમકવાસ ક્ષેત્રની પાસે નીલવંત પર્વત છે. આ નીલમની સમાન વર્ણવાળો છે. તેની મધ્યમાં કેસરીદ્રહ છે. તેનાં રત્નમય કમળો પર કીર્તિદેવી સપરિવાર રહે છે. આ દ્રહમાંથી બે નદીઓ નીકળે છે - નારીકાંતા અને સીતા - નારીકાંતા નદી ઉત્તરની તરફ રમ્યકવાસ ક્ષેત્રની મધ્યમાં થઈને છપ્પન હજાર નદીઓની સાથે પશ્ચિમમાં લવણ સમુદ્રને મળે છે. સીતા નદી દક્ષિણ તરફ ઉત્તર કુરુક્ષેત્ર ઝમકસમક પર્વતની મધ્યમાં થઈને ભદ્રશાલ-વનની મધ્યમાં વહીને મેરુથી બે યોજન દૂર માલ્યવંત ગજદંતની નીચે થઈને પૂર્વ દિશાની તરફ વળીને પૂર્વ મહાવિદેહના બે ભાગમાં વિભક્ત કરતી પાંચ લાખ બત્રીસ હજાર નદીઓની સાથે પૂર્વ લવણ સમુદ્રમાં જાય છે. [મધ્ય લોક છે .
(૩૫)
Page #375
--------------------------------------------------------------------------
________________
ઉક્ત નીલવંત પર્વતની દક્ષિણમાં બે ગજદંત પર્વત છે - માલ્યવંત અને ગંધમાદન. માલ્યવંત પન્નાની જેમ લીલા રંગનો છે અને ગંધમાદન સ્વર્ણના સમાન પીળા વર્ણનો છે.
મેરુ પર્વતના દક્ષિણમાં નિષધ પર્વતની પાસે ઉત્તરમાં વિદ્યુભ અને સૌમનસ ગજદંત પર્વતની મધ્યમાં અર્ધચંદ્રાકાર દેવકુરુ ક્ષેત્ર છે. તેમાં સદા પહેલા આરાની રચના રહે છે. તેમાં રત્નમય જાંબુ-વૃક્ષ છે. આના પર જંબૂદ્વીપના અધિષ્ઠાતા મહાઋદ્ધિના ધારક ધનાઢ્ય નામના દેવ રહે છે.
મેરુ પર્વતના ઉત્તરમાં નીલવંત પર્વતની પાસે દક્ષિણમાં બંને ગજદંત પર્વતો(માલ્યવંત અને ગંધમાદન)ના વચમાં ઉત્તર કુરુક્ષેત્ર છે. ત્યાં શાલ્મલિ વૃક્ષ છે. બાકી બધી રચના દેવ કુરુક્ષેત્રની સમાન છે. મહાવિદેહ ક્ષેત્રઃ
મેરુ પર્વતથી પૂર્વ અને પશ્ચિમમાં ભદ્રશાલ વન વગેરેને મેળવીને એક લાખ યોજના લાંબુ, ઉત્તર અને દક્ષિણમાં નિષધ અને નીલવંત પર્વતોની મધ્યમાં ૩૩૬ ૦૪/૧૯ યોજન પહોળો મહાવિદેહ ક્ષેત્ર છે. આ ક્ષેત્રમાં સદૈવ ચોથા આરાની રચના રહે છે. આમાં વચોવચ મેરુ પર્વત આવી જવાના કારણે તેના બે ભાગ થઈ ગયા છે જેને પૂર્વ મહાવિદેહ અને પશ્ચિમ મહાવિદેહ કહે છે. પૂર્વ મહાવિદેહની મધ્યમાં સીતા નદી અને પશ્ચિમ મહાવિદેહની મધ્યમાં સીતાદા નદી આવી જવાથી એક-એક વિભાગના બે-બે વિભાગ થઈ ગયા છે. આ રીતે મહાવિદેહ ક્ષેત્રના ચાર ભાગ થઈ ગયા છે. આ ચાર વિભાગોમાં આઠ-આઠ વિજય છે. તેથી મહાવિદેહ ક્ષેત્રમાં ૮૮૪=૩૨ વિજય છે.
મેરુ પર્વતથી પૂર્વમાં અને પશ્ચિમમાં બાવીસ-બાવીસ હજાર યોજનાનું ભદ્રશાલ વન છે. જેની પાસે નીલવંત પર્વતથી દક્ષિણમાં, ચિત્રકૂટ-વક્ષકાર પર્વતથી પશ્ચિમમાં, માલ્યવંત ગજદંત પર્વતથી પૂર્વમાં સીતા મહાનદીથી ઉત્તરમાં પહેલા કચ્છ વિજય છે. આ વિજયની મધ્યમાં ભરત ક્ષેત્રના વૈતાઢ્ય પર્વત જેવો જ વૈતાઢ્ય પર્વત છે. તેની ઉત્તર-દક્ષિણની બંને શ્રેણીઓ પર વિદ્યાધરોનાં પંચાવન નગર છે. આ પર્વતના ઉત્તરમાં નીલવંત પર્વતની પાસે આઠ યોજન ઊંચો ઋષભકૂટથી પૂર્વમાં ગંગા નામનો કુંડ અને પશ્ચિમમાં સિંધુ નામનો કુંડ છે. આ બંને કુંડોમાંથી ગંગા અને સિંધુ નીકળીને વૈતાઢચ પર્વતની બંને ગુફાઓની નીચે થઈને ચૌદ-ચૌદ હજાર નદીઓના પરિવારથી સીતા નદીમાં જઈને મળે છે. આનાથી કચ્છ વિજયના છ ખંડ થઈ ગયા છે. આ કચ્છ વિજયની રાજધાની ક્ષેમ નગરી છે. જ્યાં કચ્છ વિજયના ચક્રવર્તી છ ખંડો પર શાસન કરે છે. કચ્છ વિજયની પાસે ચિત્રકૂટ વક્ષકાર પર્વત છે. પક્ષકારનો અર્થ સીમા નિર્ધારિત કરનાર છે. આના પર ચાર ફૂટ છે. તેની પાસે બીજું વિજય સુકચ્છ વિજય છે. ક્ષેમપુરા એમની રાજધાની છે. તેના પછી ગ્રાહવતી નદી છે, જે સીતા નદીમાં મળે છે. તેની પાસે ત્રીજું વિજય મહાકચ્છ વિજય છે. તેની પાસે બ્રહ્મકૂટ વક્ષકાર છે. તેની પાસે ચોથું કચ્છાવતી વિજય છે. તેમાં અરિષ્ટવતી રાજધાની છે. તેની પાસે દ્રહવતી નદી છે. તેની પાસે પાંચમું આવર્ત વિજય છે. તેની પકાવતી રાજધાની છે. (૩૫૮)
મ જિણધમો)
Page #376
--------------------------------------------------------------------------
________________
આની પાસે નલિનકૂટ ધક્ષકાર પર્વત છે. આની પાસે હંગવતી નદી છે. તેની પાસે સાતમું પુષ્કર વિજય છે. તેમાં ઋષભપુરી રાજધાની છે. તેની પાસે શેલકૂટ વક્ષકાર પર્વત છે. તેની પાસે પુષ્કલાવતી વિજય છે. તેના પાસે સીતામુખ-વન છે. તેની પાસે જંબૂદ્વીપનો વિજયદ્વાર છે. આ વિજયદ્વારની અંદર સીતા નદીથી દક્ષિણ દિશામાં બીજું સીતામુખવન છે. તેની પાસે મેરુ પર્વતની તરફ પશ્ચિમમાં નવમું વત્સા વિજય છે. તેની રાજધાની સુસીમા છે. તેની પાસે ચિત્રકૂટ ધક્ષકાર પર્વત છે. તેની પાસે દસમું સુવત્સા વિજય છે. તેની રાજધાની કુંડલા છે. તેની પાસે તપ્ત તીરા નદી છે. તેની પાસે અગિયારમું મહાવત્સા વિજય છે. તેની પાસે અમરાવતી છે. તેની પાસે વૈશ્રમણ પક્ષકાર પર્વત છે. તેની પાસે બારમું વિજય વત્સાવર્ત છે. તેની રાજધાની પ્રભંકરા છે તેની પાસે માત્તરી નદી છે. તેની પાસે તેરમું વિજય રમ્ય છે. તેની પદ્માવતી રાજધાની છે. તેની પાસે ઉન્મત્ત નીરા નદી છે. તેની પાસે પંદરમું રમણી વિજય છે. તેની રાજધાનીનું નામ શુભા છે. તેની પાસે માતંજનકૂટ પર્વત છે. તેની પાસે સોળમું મંગલાવતી વિજય છે. જેની રાજધાની રક્ત સંચયા છે. તેની પાસે ભદ્રશાલ-વન આવી ગયું છે. ઉક્ત વર્ણન પૂર્વ મહાવિદેહની સોળ વિજયનું છે.
મેરુ પર્વતની પશ્ચિમમાં, નિષધ પર્વતની ઉત્તરમાં, સીતાદા નદીથી દક્ષિણમાં, વિદ્યુતગજદંત પર્વતની પાસે સત્તરમું પમ વિજય છે. તેની રાજધાની અશ્વપુરી છે. તેની પાસે અંકાવતી વક્ષકાર પર્વત છે. તેની પાસે અઢારમું સુપમ વિજય છે. તેની રાજધાની સિતપુરા છે. તેની પાસે ક્ષીરોદા નદી છે. તેની પાસે ઓગણીસમું મહાપદ્મ વિજય છે. તેની રાજધાની મહાપુરા છે. તેની પાસે પદ્માવતી વક્ષકાર પર્વત છે. તેની પાસે પદ્માવતી વીસમું વિજય છે. જેની રાજધાની વિજયપુરા છે. તેની પાસે શીતસ્ત્રોતા નદી છે. તેની પાસે એકવીસમું વિજય શંખ છે. તેની રાજધાની અપરાજિતા છે. તેની પાસે આશીવિષ વકાર પર્વત છે. તેની પાસે બાવીસમું નલિન વિજય છે. તેની રાજધાની “અરજા છે. તેની પાસે અન્તર્વાહિની નદી છે. તેની પાસે ત્રેવીસમું કુમુદ વિજય છે. જેની રાજધાની અશોકા છે. તેની પાસે મુખવાહ વક્ષકાર પર્વત છે, અને આ પર્વતની પાસે ચોવીસમું નલિનાવતી વિજય છે. તેની રાજધાની વીતશોકા છે. તેની પાસે સીતોદામુખ વન છે. તેની પાસે જંબૂદ્વીપનું પશ્ચિમી જયંતદ્વાર છે.
જયંતદ્વારની અંદર સીતાદા નદીથી ઉત્તર દિશામાં પણ સીતોદામુખ-વન છે. તેની પાસે પૂર્વમાં (મેરુની તરફ) પચ્ચીસમું વિજય વપ્રા છે. તેની રાજધાની વિજયા છે. તેની પાસે ચંદ્રકૂટ વક્ષકાર પર્વત છે. તેની પાસે છવ્વીસમું સુવપ્રા વિજય છે. તેની રાજધાની વૈજયન્તી છે. તેની પાસે ઉર્મિનલની નદી છે. તેની પાસે સત્તાવીસમું મહાવપ્રા વિજય છે. તેની રાજધાની જયંતી છે. તેની પાસે સૂરકૂટ વક્ષકાર પર્વત છે. તેની પાસે અઠ્ઠાવીસમું વપ્રાવતી વિજય છે. તેની રાજધાની અપરાજિતા છે. તેની પાસે ફેનમાલિની નદી છે. તેની પાસે ઓગણીસમું વલ્થ વિજય છે. તેની રાજધાની ચક્રપુરા છે. તેની પાસે નાગકૂટ વક્ષકાર પર્વત છે. આ પર્વત પાસે ત્રીસમું સુવલ્ય વિજય છે. તેની રાજધાની ખગી છે. તેની પાસે ગંભીર માલિની નદી છે. તેની પાસે એકત્રીસમું ગંધિલા વિજય છે. તેની રાજધાની અવધ્યા છે. તેની પાસે [મધ્ય લોક
, , , , , , , , , , , T૩૫૯)
Page #377
--------------------------------------------------------------------------
________________
દેવકૂટ વક્ષકાર પર્વત છે. તેની પાસે બત્રીસમું ગંધિલાવતી વિજય છે. તેની રાજધાની આઉજલા છે. તેની પાસે મેરુનું ભદ્રશાળ વન અને ગંધમાદન પર્વત છે.
ઉક્ત બધા વિજય કચ્છ વિજય સમાન છે. બધા પક્ષકાર પર્વત ચિત્રકૂટ પર્વતની સમાન છે, બધી નદીઓ ગ્રાહાવતી નદીની સમાન છે. આ મહાવિદેહ ક્ષેત્રનું વર્ણન છે.
જંબુદ્વીપની ચારે બાજુ આઠ યોજન ઊંચી, નીચે બાર યોજન, મધ્યમાં આઠ અને ચાર યોજન પહોળી ત્રણ લાખ સોળ હજાર બસો સત્તાવીસ યોજન, ત્રણ કોસ, એકસો અઠ્ઠાવીસ ધનુષ, સાડાતેર આંગળથી કંઈક વધુ પરિધિ (ઘેરાવ)વાળો પરકોટ છે, તેની ચારે દિશાઓમાં ચાર દરવાજા છે. જેમના નામ આ પ્રકારના છે – (૧) પૂર્વમાં વિજય-ધાર (૨) દક્ષિણમાં વૈજયન્ત-દ્વાર (૩) પશ્ચિમમાં જયંત-દ્વાર (૪) ઉત્તરમાં અપરાજિત-દ્વાર છે. લવણ સમુદ્ર ઃ
જંબુદ્વીપની પરકોટ(જગતી)ની બહાર, વલયની આકૃતિવાળા, ચારેબાજુથી જંબૂઢીપને ઘેરેલ બે લાખ યોજન વિસ્તારવાળો લવણ સમુદ્ર છે. આ કિનારા પર બાલાગ્ર જેટલો ઊંડો છે, પરંતુ આગળ જવાથી પંચાણું હજાર યોજન પર એક હજાર યોજનની પહોળાઈમાં એક હજાર ઊંડાઈવાળો છે. પછી ઊંડાઈ ઓછી થવા લાગે છે અને ક્રમથી ઘટતી-ઘટતી ધાતકી ખંડની સમીપ બાલાગ્ર જેટલો જ ઊંડો રહી જાય છે. જંબૂદ્વીપમાં ભરત ક્ષેત્રની સીમા પર સ્થિત હિમવાન પર્વતના બંને છેડા પૂર્વ-પશ્ચિમ લવણ સમુદ્રમાં ફેલાયેલા છે. તેવી રીતે ઐરાવત ક્ષેત્રની સીમા પર સ્થિત શિખરી પર્વતના બંને છેડા પણ લવણ સમુદ્રમાં ફેલાયેલા છે. પ્રત્યેક છેડાને બે ભાગમાં વિભાજિત થવાથી કુલ મળીને બંને પર્વતોના આઠ ભાગ લવણ સમુદ્રમાં આવે છે. દાઢોની આકૃતિના હોવાને કારણે દાઢા કહેવાય છે. પ્રત્યેક દાઢા પર મનુષ્યોની આબાદીવાળા સાત-સાત ક્ષેત્ર છે. આ ક્ષેત્ર લવણ સમુદ્રમાં હોવાને કારણે અંત દ્વિપના રૂપમાં પ્રસિદ્ધ છે. આ અંતર્લીપ છપ્પન છે. આમાં યુગલિક મનુષ્ય રહે છે.
જંબૂદ્વીપના પરકોટથી ત્રણસો યોજન આગળ ચાલવા પર ત્રણસો યોજનાના વિસ્તારવાળા (૧) રુચક (૨) આભાષિક (૩) વૈષાણિક (૪) લાગૂલિક નામના ચાર દ્વીપ છે. એની આગળ ચાર-ચારસો યોજન દૂરી પર ચાર-ચારસો યોજન વિસ્તારવાળા (૫) હયકર્ણ (૬) ગજકર્ણ (૭) ગોકર્ણ અને (૮) શખુલીકર્ણ નામના ચાર દ્વીપ છે. તેની આગળ પાંચસો યોજન જવાથી પાંચસો યોજન વિસ્તારવાળા (૯) આદર્શમુખ (૧૦) મેઢમુખ (૧૧) અયોમુખ (૧૨) ગોમુખ નામના ચાર દ્વિીપ છે. તેની આગળ છસો યોજન જવાથી છસો યોજન વિસ્તારવાળા (૧૩) યમુખ (૧૪) ગજમુખ (૧૫) હરિમુખ અને (૧૬) વ્યાઘ્રમુખ નામના ચાર દ્વિીપ છે. તેનાથી આગળ સાતસો યોજન આગળ જવાથી સાતસો યોજન વિસ્તારવાળા (૧૭) અશ્વકર્ણ (૧૮) સિંહકર્ણ (૧૯) અકર્ણ અને (૨૦) કર્ણ પ્રાવરણ નામના ચાર દ્વીપ છે. તેની આગળ આઠસો યોજન આગળ આઠસો યોજન વિસ્તારવાળા (૨૧) ઉલ્કામુખ (૨૨) મેઘમુખ (૨૩) વિભુખ અને (૨૪) અમુખ નામના ચાર દ્વીપ છે. આનાથી નવસો યોજન આગળ જવાથી નવસો યોજન વિસ્તારવાળા (૨૫) ઘનદત્ત (૨૬) લખુદન્ત (૨૭) ગૂઢદન્ત અને (૨૮) શુદ્ધદત્ત નામના ચાર દ્વીપ છે. આ બધા અઠ્યાવીસ જ દ્વીપ પરકોટથી તો ત્રણત્રણસો યોજન જ દૂર છે. પરંતુ દાઢોના વક્ર હોવાથી એ દ્વીપોની વચ્ચે આટલી દૂરી છે.
(૩૦) OOOOOOOOOOOOOOX જિણધર્મોો]
Page #378
--------------------------------------------------------------------------
________________
ઐરાવત ક્ષેત્રની સીમા કરનાર શિખરી પર્વતની દાઢો પર પણ ઉક્ત નામના અઠ્ઠાવીસ દ્વિીપ છે. આ રીતે બંને તરફથી મળીને છપ્પન અંતર્લીપ હોય છે. અંતર્લેપોમાં એક પલ્યોપમના અસંખ્યાતમા ભાગની આયુષ્યવાળા, આઠસો ધનુષની અવગાહનાવાળા યુગલિક મનુષ્ય રહે છે. આ દ્વીપોમાં સદૈવ ત્રીજા આરાની રચના રહે છે. અહીંના મનુષ્ય મરીને કેવળ દેવગતિમાં જ ઉત્પન્ન થાય છે.
જંબૂઢીપ અને ધાતકી ખંડમાં સ્થિત તીર્થકર, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, સમ્યગુદૃષ્ટિ વગેરે ઉત્તમ પુરુષોનાં તપ, સંયમ, ધર્મ અને પુણ્યના અતિશયથી સમુદ્રનું પાણી ક્યારેય આ દ્વીપોમાં ભરાતું નથી, અર્થાત્ સમુદ્ર પોતાની મર્યાદાને ઓળંગતો નથી. સમુદ્રમાં ભરતી-ઓટ આવતી રહે છે. અષ્ટમી અને પૂર્ણિમાએ સમુદ્રનું પાણી વધુ ઉછળે છે, પરંતુ તે પોતાની મર્યાદાનું અતિક્રમણ કરતા નથી, એટલે જંબુદ્વીપ અથવા ધાતકી ખંડને પાણીનો ભય રહેતો નથી.
જંબૂદ્વીપનાં ચારે તારોથી દિશાઓ અને વિદિશાઓમાં બેતાલીસ-બેંતાલીસ હજાર યોજન પર આઠ પર્વત છે. પૂર્વમાં ગોખૂભ પર્વત, દક્ષિણમાં ઉદકભાસ, પશ્ચિમમાં શંખ અને ઉત્તરમાં દકણીય પર્વત છે. આના પર વેલંધર દેવ રહે છે. ઇશાનકોણમાં કર્કોટક, અગ્નિકોણમાં વિદ્યુ—ભ, નૈૐત્યકોણમાં કૈલાસ પર્વત, વાયવ્યકોણમાં અરુણપ્રભ પર્વત છે. આ ચારે પર્વત પર અનુવેલંધર દેવ રહે છે. આ જગ્યા ગૌતમ દ્વીપ છે. જેમાં લવણ સમુદ્રનો સ્વામી સુસ્થિત દેવ સપરિવાર રહે છે. આ ગૌતમ દ્વીપની ચારેબાજુ સાડા ઇક્યાસી યોજનથી થોડા ઊંચે ચંદ્રસૂર્યના દ્વીપ છે, જ્યાં જ્યોતિષી દેવ ક્રીડા કરે છે. ધાતકી ખંડ :
લવણ સમુદ્રની ચારેબાજુ ગોળાકાર ચાર લાખ યોજન વિસ્તારવાળા ધાતકી ખંડ દ્વીપ છે. તેની મધ્યમાં બે ઇષકાર પર્વત છે, તેનાથી ધાતકી ખંડના બે વિભાગ થઈ ગયા છે. પૂર્વ ધાતકી ખંડ અને પશ્ચિમ ધાતકી ખંડ. પ્રત્યેક વિભાગમાં એક-એક મેરુ પર્વત, સાતસાત વર્ષ અને છ-છ વર્ષધર છે. સારાંશ એ છે કે નદી, ક્ષેત્ર, પર્વત વગેરે જે કંઈ જંબુદ્વીપમાં છે, તે બધા ધાતકી ખંડમાં બમણા છે. ધાતકી ખંડનો પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધમાં પૂર્વ-પશ્ચિમમાં વિભક્ત કરનાર દક્ષિણોત્તર વિસ્તૃત અને ઇષ્પાકાર બે પર્વત છે, તથા પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધમાં પૂર્વ-પશ્ચિમં ફેલાયેલ છ-છ વર્ષધર (પર્વત) છે. આ બધા એક બાજુથી કાલોદધિને અને બીજી બાજુથી લવણ સમુદ્રને સ્પર્શ કરે છે.
પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધમાં સ્થિત છ-છ વર્ષધરોને પૈડાની નાભિમાં લાગેલા આરાઓની ઉપમા આપી શકાય છે, તો એ વર્ષધરોથી વિભક્ત થનારા ભરત વગેરે સાત ક્ષેત્રોને આરાની વચ્ચેના અંતરની ઉપમા આપી શકાય છે. ધાતકી ખંડદીપમાં જંબૂદ્વીપના સમાન કોટ અને ચાર વાર છે. (મધ્ય લોક છે
આ ) ૩૬૧)
Page #379
--------------------------------------------------------------------------
________________
કાલોદધિ :
ધાતકી ખંડદ્વીપને ચારેબાજુથી ઘેરેલ, વલય આકારના આઠ લાખ યોજન વિસ્તારવાળા, આ તીરથી એ તીર સુધીનો એકસરખો એક હજાર યોજન ઊંડો કાલોદધિ સમુદ્ર છે. તેના પાણીનો સ્વાદ સાધારણ પાણીના જેવો છે. આમાં બે ગૌતમ દ્વીપ અને એકસો બે ચંદ્રસૂર્યના દ્વીપ છે. પુષ્કર દ્વીપ
કાલોદધિ સમુદ્રની ચારેબાજુથી ઘેરાયેલ વલયાકાર, સોળ લાખ યોજન વિસ્તારવાળો પુષ્કર દ્વીપ છે. તેની બરાબર મધ્યમાં માનુષોત્તર નામનો એક પર્વત છે, જે કિલ્લાની જેમ ગોળાકાર ઊભો છે અને મનુષ્ય લોકની સીમા કરે છે. આ પર્વતના કારણે પુષ્કરવર દ્વીપના બે વિભાગ થઈ ગયા છે - એક આ પર્વતનો અંદરનો ભાગ અને બીજો પર્વતની બહારનો ભાગ. આ પર્વતના આત્યંતર અર્ધ ભાગ સુધી જ મનુષ્યોની વસ્તી છે, આગળ નહિ. તેથી જંબુદ્વીપ, ધાતકી ખંડ અને અર્ધપુષ્કરવર દ્વીપ આ અઢી દ્વીપ તથા લવણોદધિ અનેકાલોદધિ આ બે સમુદ્ર - આ ક્ષેત્ર મનુષ્ય લોક કહેવાય છે. આ ક્ષેત્રનું નામ મનુષ્ય લોક અને ઉત પર્વતનું નામ માનુષોત્તર એટલા માટે પડ્યું કે આનાથી બહાર મનુષ્યના જન્મ-મરણ થતા નથી. વિદ્યાસંપન્ન મુનિ અથવા વૈક્રિય લબ્ધિધારી મનુષ્ય જ અઢી દ્વીપની બહાર જઈ શકે છે. પરંતુ એમના પણ જન્મ-મરણ માનુષોત્તર પર્વતની અંદર જ થાય છે.
ધાતકી ખંડમાં મેરુ, વર્ષ અને વર્ષધરોની જે સંખ્યા છે, તે જ પુષ્કરાર્ધ દ્વીપમાં પણ છે. ત્યાં પણ બે મેરુ, ચૌદ વર્ષ (ક્ષેત્ર) અને બાર વર્ષધર પર્વત છે, જે ઇષ્પાકાર પર્વતો દ્વારા વિભક્ત પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધમાં અવસ્થિત છે. આ રીતે અઢી દ્વીપમાં પાંચ મેરુ, ત્રીસ વર્ષધર પર્વત અને પિસ્તાલીસ વર્ષ (ક્ષેત્ર) છે. અંતર્લીપ કેવળ લવણ સમુદ્રમાં જ છે, તેથી છપ્પન જ છે. પાંચ મહાવિદેહ ક્ષેત્રોમાં પાંચ દેવકુરુ, પાંચ ઉત્તરકુરુ અને એકસો સાઠ વિજય છે.
માનુષોત્તર પર્વત કે પહેલાં જે અઢી દ્વીપ અને બે સમુદ્ર છે. એનામાં મનુષ્યની સ્થિતિ છે અવશ્ય, પરંતુ તે સર્વાધિક નથી. જન્મથી તો મનુષ્ય જાતિનું સ્થાન અઢી દ્વીપના અંતર્ગત પિસ્તાલીસ ક્ષેત્રો અને છપ્પન અંતર્લીપોમાં જ છે. પરંતુ સંહરણ, વિદ્યા અથવા લબ્ધિના નિમિત્તથી મનુષ્ય અઢી કીપ તથા બે સમુદ્રોના કોઈપણ ભાગમાં રહી શકે છે. એટલું જ નહિ, મેરુ પર્વતના શિખર પર પણ તે ઉક્ત નિમિત્તથી રહી શકે છે. પરંતુ ક્ષેત્રની દૃષ્ટિથી તે ભારતીય છે, તે હૈમવતીય છે, ઇત્યાદિ વ્યવહાર અને દ્વારની દૃષ્ટિએ જંબૂદ્વીપીય ધાતકી ખંડીય વગેરે વ્યવહાર થાય છે.
એક લાખ યોજનનો જંબુદ્વીપ, બંને તરફનો બે-બે લાખ અર્થાતુ ચાર લાખ યોજનાનો લવણ સમુદ્ર, બંને તરફના આઠ લાખ યોજનાનો ધાતકી ખંડ, બંને તરફનો સોળ લાખ યોજનનો કાલોદધિ સમુદ્ર અને બંને તરફનો સોળ લાખ યોજનાનો પુષ્કરાર્ધ દ્વીપ - આ પ્રકારે (૬૨) OTO DO
O જિણધમો)
Page #380
--------------------------------------------------------------------------
________________
૧+૪+ ૮૧ ૬+૧૬=૪૫ લાખ યોજનનો અઢી દ્વીપ છે. અઢી દ્વીપમાં સંજ્ઞી મનુષ્યોની સંખ્યા ઓગણત્રીસ અંકપ્રમાણ કહેવાઈ છે.
અઢી લીપની બહાર (૧) મનુષ્યોની ઉત્પત્તિ (૨) બાદર અગ્નિકાય (૩) દ્રહ-કુંડા (૪) નદી (૫) ગર્જના (૬) વિદ્યુત (૭) મેઘ (૮) વર્ષા (૯) ખાડા (૧૦) દુકાળ હોતા નથી. માનુષોત્તર પર્વતની બહારના પુષ્કરાઈ દ્વીપમાં દેવતાઓ તથા તિર્યંચ વગેરેનો નિવાસ છે.
પુષ્કર દ્વીપને ચારેબાજુથી ઘેરેલા વલયાકાર બત્રીસ લાખ યોજન વિસ્તારવાળો પુષ્કર સમુદ્ર છે. આ રીતે આગળ એક દ્વીપ અને એક સમુદ્રના ક્રમથી દ્વીપ અને સમુદ્ર છે. આ બધા એકબીજાથી બમણા-બમણા વિસ્તારવાળા છે. આગળ કેટલાક દ્વીપ સમુદ્રોના નામ આ પ્રકાર બતાવ્યાં છે - (૭) વારુણી દ્વીપ (૮) વારુણી સમુદ્ર (૯) ક્ષીર દ્વીપ (૧૦) ક્ષીર સમુદ્ર (૧૧) વૃત દ્વીપ (૧૨) વૃત સમુદ્ર (૧૩) ઇક્ષુ દ્વીપ (૧૪) ઇક્ષુ સમુદ્ર (૧૫) નંદીશ્વર દીપ (૧૬) નંદીશ્વર સમુદ્ર (૧૭) અરુણ દ્વીપ (૧૮) અરુણ સમુદ્ર (૧૯) અરુણવર દ્વીપ (૨૦) અરુણવર સમુદ્ર (૨૧) પવન દ્વીપ (૨૨) પવન સમુદ્ર (૨૩) કુંડલ દ્વીપ (૨૪) કુંડલ સમુદ્ર (૨૫) શંખ દ્વીપ (૨૬) શંખ સમુદ્ર (૨૭) રુચક દ્વીપ (૨૮) રુચક સમુદ્ર (૨૯) ભુજંગ દ્વીપ (૩૦) ભુજંગ સમુદ્ર (૩૧) કુશ દ્વીપ (૩૨) કુશ સમુદ્ર (૩૩) કુચ દ્વીપ (૩૪) કુચ સમુદ્ર. આ પ્રકારે અસંખ્યાત દ્વીપ અને અસંખ્યાત સમુદ્ર છે. આ બધાના અંતમાં સ્વયંભૂ-રમણ સમુદ્ર છે. તેનાથી બાર યોજન દૂર ચારેબાજુ અલોક છે.
ચાર ગતિઓના નિરૂપણના પ્રસંગમાં અર્ધાલોકનું વર્ણન કર્યું છે. કારણ કે નરક જીવ અધોગતિમાં રહે છે. તેના પછી મધ્ય લોકનું વર્ણન કર્યું છે. તેમાં તિર્યંચ અને મનુષ્ય રહે છે. તિર્યંચ અને મનુષ્યોના સંબંધમાં, જીવના ભેદના પ્રસંગમાં સંક્ષેપથી કથન કર્યું છે. એમની વિશેષ વક્તવ્યતા આ પ્રકાર સમજવી જોઈએ. તિર્યંચ :
નરક, મનુષ્ય અને દેવોના અતિરિક્ત બધા સંસારી જીવ તિર્યંચ કહેવાય છે. તિર્યંચ જીવોના અડતાળીસ ભેદ કહ્યા છે. સ્થાવર તિર્યચના બાવીસ ભેદ, વિકસેન્દ્રિય તિર્યચના છ ભેદ અને પંચેન્દ્રિય તિર્યંચના વીસ ભેદ છે. જેનું વિવરણ નિમ્ન છે - પટ્ટાય વિવચન :
પૃથ્વીકાય : (ઇંદી થાવરકાય)ના ચાર ભેદ છે : (૧) સૂક્ષ્મ પૃથ્વીકાય, જે સમસ્ત લોકમાં કાજળની કૂપીની સમાન ઠસોઠસ ભરેલા છે. પરંતુ આપણા જેવા છમસ્થોને દષ્ટિગોચર થતા નથી. (૨) બાદર પૃથ્વીકાય, જે લોકમાં દેશ(વિભાગ)માં રહે છે. જેનામાંથી આપણે કોઈકને દેખી શકે છે અને કોઈ કોઈને નહિ. આ બંનેના પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી ચાર ભેદ થઈ જાય છે. બાદર પૃથ્વીકાયથી કંઈક વિશેષ આ પ્રકાર આ રીતે છે : (૧) કાળી માટી (૨) નીલી માટી (૩) લાલ માટી (૪) પીળી માટી (૫) સફેદ માટી (૬) પાંડુ (૭) ગોપીચંદન. આ પ્રકાર કોમળ માટીના સાત પ્રકાર છે. કઠિન પૃથ્વીના બાવીસ મધ્ય લોક ,
૩૬૩
Page #381
--------------------------------------------------------------------------
________________
પ્રકાર છે - (૧) ખાણની માટી (૨) અરડ (૩) રેત (૪) પાષાણ (૫) શિલા (૬) મીઠું (૭) સમુદ્રીખાર (૮) લોખંડની માટી (૯) તાંબાની માટી (૧૦) જસતની માટી (૧૧) શીશાની માટી (૧૨) ચાંદીની માટી (૧૩) સોનાની માટી (૧૪) વજ હીરા (૧૫) હડતાલ (૧૬) હિંગલુ (૧૭) મૈનસીલ (૧૮) રત્ન (૧૯) સુરમા (૨૦) પ્રવાલ મૂંગા (૨૧) અભ્રક અને (૨૨) પારો.
આમાંથી રત્નના અઢાર ભેદ કહ્યા છે. (૧) ગોભેદ (૨) રૂચક (૩) અંક (૪) સ્ફટિક (૫) લોહિતાક્ષ (૬) મરકત (૭) મસારગલ્લ (૭) ભુજમોચક (૮) ઈન્દ્રનીલ (૧૦) ચન્દ્રનીલ (૧૧) ગરુક (૧૨) હંસગર્ભ (૧૩) પોલક (૧૪) ચંદ્રપ્રભ (૧૫) વૈડૂર્ય (૧૬) જળકાંત (૧૭) સૂર્યકાન્ત (૧૮) સુગંધી રત્ન. આ પ્રકારે પૃથ્વીકાયના અનેક ભેદ જાણવા જોઈએ.
અકાય ? (બંભી-થાવરકાય)ના ચાર ભેદ છે - (૧) સમસ્ત લોકમાં વ્યાપ્ત સૂક્ષ્મ અપૂકાય. લોકના એક દેશ વિભાગમાં દેખાનારા બાદર અપકાય, આ બંનેના પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી ચાર ભેદ હોય છે. બાદર અપૂકાયના વિશેષ ભેદ આ પ્રકાર છે - (૧) વર્ષાનું પાણી (૨) સદા રાત્રિમાં વરસનારું ક્ષારનું પાણી (૩) બારીક બુંદના રૂપમાં વરસનારા (મેઘા રવેકા) પાણી (૪) ધૂઅરનું પાણી (૫) ઓલે (૬) ઝાકળ (૭) ગરમપાણી-ગંધક વગેરેના પ્રભાવથી પૃથ્વીમાંથી નીકળનાર કૂપનું ગરમ પાણી, જે સચિત્ત થાય છે.) (૮) લવણ સમુદ્ર અથવા કૂપ વગેરેનું ખારું પાણી (૯) ખાટું પાણી (૧૦) દૂધ જેવું (ક્ષીર સમુદ્રનું) પાણી (૧૧) વારુણી (મદિરા) જેવું પાણી (૧૨) ઘી જેવું પાણી (૧૩) મીઠું પાણી (૧૪) ઇશુ જેવું (અસંખ્યાત સમુદ્રોનું) પાણી વગેરે અનેક પ્રકારનાં પાણી (બાદર અપકાય) છે.
તેજસ્કાય ? (સિuિથાવર કાય)ના ચાર ભેદ છે - સૂક્ષ્મ તેજસ્કાય, જે આખા લોકમાં ઠસોઠસ વ્યાપ્ત છે. બાદર તેજસ્કાય જે લોકમાં અમુક ભાગમાં અગ્નિના રૂપમાં દષ્ટિગોચર થાય છે. આ બંનેના પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી ચાર ભેદ થઈ જાય છે. બાદર તેજસ્કાયના મુખ્ય પ્રકાર આ રીતે છે - (૧) ભોમરની અગ્નિ (૨) કુંભારની અલાવની અગ્નિ (૩) તૂટતી જ્વાળા (૪) અખંડ જ્વાળા (૫) ચકમકની અગ્નિ (૬) વીજળીની અગ્નિ (૭) ખરતા તારાની અગ્નિ (૮) આરણિના લાકડાથી પેદા થતી અગ્નિ (૯) વાંસની અગ્નિ (૧૦) કાઠની અગ્નિ (૧૧) સૂર્યકાન્ત કાચની અગ્નિ (૧૨) દાવાનળની અગ્નિ (૧૩) ઉલ્કાપાત (આકાશમાંથી પડતી) અગ્નિ (૧૪) વડવાનલ સમુદ્રના પાણીનું શોષણ કરનારી અગ્નિ. (૧૫) સંઘર્ષથી ઉત્પન્ન થનારી અગ્નિ. - આ પ્રકાર અગ્નિકાયના મુખ્ય ભેદ છે.
વાયુકાય : (સુમતિ થાવરકાય)ના મુખ્ય ચાર ભેદ છે. સૂક્ષ્મ વાયુકાય જે લોકમાં ઠસોઠસ ભરેલો છે બાદર વાયુકાય જે લોકના દેશ વિભાગમાં રહે છે. આ બંનેના પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી ચાર ભેદ થઈ જાય છે. બાદર વાયુકાયના મુખ્ય સોળ પ્રકારના કહ્યા છે - (૧) પૂર્વનો વાયુ (૨) પશ્ચિમનો વાયુ (૩) ઉત્તરનો વાયુ (૪) દક્ષિણનો વાયુ (૫) ઊર્ધ્વ દિશાનો વાયુ (૬) અધોદિશાનો વાયુ (૭) તિર્યક દિશાનો વાયુ (૮) વિદિશાનો
(૩૪) 0000000000000000 જિણધમો )
Page #382
--------------------------------------------------------------------------
________________
વાયુ (૯) ભ્રમર વાયુ (ચક્કર ખાનાર વાયુ) (૧૦) ચાર ખૂણામાં ફરનાર મંડલ વાયુ (૧૧) ગુંડલ - ઊંચો ચઢનાર વાયુ (૧૨) ગુંજન કરનાર વાયુ (૧૩) વૃક્ષ વગેરેને ઉખેડી નાખનાર ઝંઝા વાયુ (૧૪) શુદ્ધ વાયુ (ધીરે-ધીરે ચાલવાવાળો) (૧૫) ઘનવાયુ (૧૬) તનુવાયુ (ઘનવાયુનતનુવાયુ) નરક અને સ્વર્ગની નીચે છે. જ્યાં જ્યાં પાણી પોલાર છિદ્ર છે ત્યાં સર્વત્ર વાયુ છે. આ પ્રકારે અનેક પ્રકારના વાયુકાય છે.
વનસ્પતિકાય ? (વયાવચ્ચ થાવરકાય)ના પ્રમુખ રૂપથી છ ભેદ છે - (૧) સર્વ લોકમાં વ્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાય (૨) લોકના દેશ વિભાગમાં રહેનાર બાદર-વનસ્પતિકાય. બાદર વનસ્પતિના બે ભેદ છે : પ્રત્યેક શરીર (જેના એક શરીરમાં એક જીવ છે) (અને સાધારણ શરીર (જેના એક શરીરમાં અનંત જીવ છે.) આ પ્રકારે સૂક્ષ્મ, પ્રત્યેક અને સાધારણના અપર્યાપ્ત અને પર્યાપ્તના ભેદથી વનસ્પતિકાયના છ ભેદ થઈ જાય છે.
વનસ્પતિકાયના વિશેષ ભેદ આ પ્રકાર છે : પ્રત્યેક વનસ્પતિના બાર ભેદ છે - (૧) વૃક્ષ (૨) ગુચ્છા (૩) ગુલ્મ (૪) લતા (૫) વલી (૬) તૃણ (૭) વલ્લયા (૮) પવયા (૯) કુહણ (10) જળવૃક્ષ (૧૧) ઔષધિ અને (૧૨) હરિતકાય - આમાંથી વક્ષના બે ભેદ છે - (૧) બીજવાળા અને ઘણા જીવવાળા. આંબળા, કેરી, જાંબ વગેરે એક બીજવાળા છે. જામફળ, સીતાફળ, દાડમ, લીંબુ, ટીમરુ વગેરે ઘણાં બીજવાળા છે. તુલસી જવાસા, પુંવાડા વગેરે છોડ ગુચ્છ કહેવાય છે. જૂહી, કેતકી, કેવડો, ગુલાબ વગેરે વિવિધ ફૂલોવાળા વૃક્ષ ગુલ્લક કહેવાય છે. નાગલતા, પર્મલતા, ચંપકલતા વગેરે જમીન પર ફેલાઈને ઉપર જનારી વનસ્પતિ લતા કહેવાય છે. તુરિયા, કાકડી, કારેલા વગેરે વેલ વલ્લી કહેવાય છે. ઘાસ, દૂબ, ડાભ વગેરે તૃણ કહેવાય છે. સોપારી, ખજૂર, નારિયેળ, તમાલ વગેરેના વૃક્ષ જે ઉપર જઈને ગોળાકાર બને છે, તેને વલ્લયા વનસ્પતિ કહે છે. શેરડી, બૅત, વાંસ જેના મધ્યમાં ગાંઠ હોય તે પવયા કહેવાય છે. જમીન ફાડીને બહાર આવનાર કુકુરમુત્તા વગેરેને કુહણ કહે છે. કમળ, શિંગોડા, શેવાળ વગેરે પાણીમાં ઉત્પન્ન થનારી વનસ્પતિને જળવૃક્ષ કહે છે. ચોવીસ પ્રકારના ધાન્યને ઔષધિ કહે છે - (૧) ઘઉં (૨) જવ (૩) જુવાર (૪) બાજરી (૫) શાલિ (૬) વરટી (૭) રાળ (૮) કાંગની (૯) કોદ્રવ (૧૦) વરી (૧૧) મણી (૧૨) મક્કી (૧૩) કુરી (૧૪) અલસી- આ ચૌદ પ્રકારના લતા ધાન્ય કહેવાય છે. કારણ કે એમની દાળ બનતી નથી. (૧) તુવેર (૨) મઠ (૩) અડદ (૪) મગ (૫) ચોળા (૬) વટાણા (૭) તેવડા (૮) કુલત્થ (૯) મસૂર અને (૧૦) ચણા - આ દસ પ્રકારના ધાન્ય કઠોળ છે. કારણ કે તેની દાળ બને છે. આ ચોવીસ પ્રકારના ધાન્ય ઔષધિ કહેવાય છે. મૂળાની ભાજી, મેથીની ભાજી, બથવાની ભાજી વગેરે અનેક પ્રકારની ભાજી રૂપ વનસ્પતિ હરિતકાય કહેવાય છે.
ઉક્ત બધી પ્રત્યેક વનસ્પતિના ભેદ છે. પ્રત્યેક વનસ્પતિમાં ઉત્પત્તિ સમય અનંત જીવ મેળવી શકાય છે. જ્યાં સુધી વૃક્ષની સાથે સંલગ્ન રહેવા છતાં પણ તેનામાં જેમ-જેમ સખ્તતા આવતી જાય છે તેમ-તેમ તેમાં અસંખ્યાત-સંખ્યાત જીવ રહે છે. પરિપક્વ થવાથી જેટલા બીજ છે તેટલા જીવ રહે છે. [મધ્ય લોક DOOOOOOOOOOOOOO ૩૬૫)
Page #383
--------------------------------------------------------------------------
________________
સાધારણ વનસ્પતિકાયના અંતર્ગત મૂળા, આદુ, પિડાળુ, બટાટા, રતાળુ, ડુંગળી, લસણ, ગાજર, શક્કરિયા, સૂરણ વજકંદ, મૂસલી વગેરે વનસ્પતિઓ આવે છે; જે જમીનની અંદર ફળે છે. સોયના અગ્રભાગ પર આવી જનાર સાધારણ વનસ્પતિના નાના અંશમાં નિગોદિયા જીવોના રહેવા માટે અસંખ્યાત પ્રતર છે. પ્રત્યેક ગોળામાં અસંખ્યાત શરીર છે અને એક-એક શરીરમાં અનંતાનંત જીવ છે. આ જીવ નિગોદના જીવ કહેવાય છે.
શંકા થઈ શકે છે કે સોયના અગ્રભાગ જેટલી થોડી જગ્યામાં આટલા જીવોનો સમાવેશ કેવી રીતે થઈ શકે છે ? સમાધાન છે કે એક કરોડ ઔષધિઓ એકત્ર કરીને તે એમનું ચૂર્ણ બનાવ્યું હોય કે તેનો અર્ક કાઢ્યો હોય અને તેને સોયની અણી પર રાખવામાં આવે, તો જેમ એમાં કરોડો ઔષધિઓ સમાયેલી છે, તેવી રીતે અનંતાનંત જીવોનો સમાવેશ પણ એ થોડા અંશમાં થઈ જાય છે.
પ્રત્યક્ષ જોવા જઈએ તો મુદ્રિકામાં લાગેલા નાના કાચના ટુકડામાં કેટલાય મનુષ્યોના પ્રતિબિંબ પડે છે. જ્યારે સ્થૂળ વસ્તુમાં ધૂળ વસ્તુઓનો સમાવેશ થઈ જાય છે, તો સૂક્ષ્મ જીવોના સમાવેશમાં શી શંકા હોય શકે છે ?
નિગોદના જીવ એક શ્વાસોચ્છવાસ જેટલા સ્વરૂપ કાળમાં સાત સત્તર વખત જન્મ-મરણ કરે છે. અને સૂક્ષ્મ વનસ્પતિના જીવ એક મુહૂર્તમાં ૬૫૫૩૬ વખત જન્મ-મરણના કષ્ટ ભોગવે છે. સાધારણ વનસ્પતિના જીવ એક મુહૂર્તમાં બત્રીસ હજાર તથા પ્રત્યેક વનસ્પતિના જીવ સોળ હજાર જન્મ-મરણ કરે છે. પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુના જીવ એક મુહૂર્તમાં ૧૨૮૨૪ જન્મ-મરણ કરે છે. કીન્દ્રિય એંસી, ત્રિન્દ્રીય સાઠ અને ચતુરિન્દ્રિય ચાલીસ, અસંજ્ઞી પંચેન્દ્રિય ચોવીસ, સંશી પંચેન્દ્રિય જીવ એક મુહૂર્તમાં એક જન્મ-મરણ કરે છે. ઉક્ત રીતિથી સ્થાવર તિર્યંચના બાર ભેદ હોય છે. ત્રસજીવ (જંગમકાય) :
ત્રસજીવોની ઉત્પત્તિનાં આઠ સ્થાન છે. આ સ્થાનોના કારણે ત્રસજીવોના પણ આઠ ભેદ છે, તે આ પ્રકારે છે :
(૧) અંડજ : ઈંડામાંથી ઉત્પન્ન થનારા પક્ષી વગેરે. (૨) પોતજ : જન્મતાં જ ચાલતા-ભાગતા હાથી વગેરે પ્રાણી.
(3) જરાયુજ : જરાયુથી પેદા થનાર મનુષ્ય, ગાય, ભેંસ વગેરે. જરાયુ એક પ્રકારના પડદા જેવું આવરણ છે. જે રક્ત-માંસથી ભરેલું હોય છે. તેમાં ગર્ભસ્થ શિશુ લપેટાયેલું રહે છે.
(૪) રસ રસમાં ઉત્પન્ન થનારા કીડા વગેરે. (૫) સંસ્વેદન : પરસેવાથી ઉત્પન્ન થનાર જૂ વગેરે.
(૬) સંમૂઈિમ : માતા પિતાના સંયોગ વગર પોતાની ઉત્પત્તિના યોગ્ય સ્થાન પર સ્વતઃ ઉત્પન્ન થનારા માખી વગેરે.
(399)
DOOOOOOOOOOOOX જિણધમો)
Page #384
--------------------------------------------------------------------------
________________
(૭) ઉભિજ : જમીન ફાડીને નીકળનારા પતંગ વગેરે. (૮) પપાતિક : ઉપપાત શૈય્યા અને નારકીય કુંભીઓમાં પેદા થનાર દેવ અને નારક. ત્રસજીવોની ઓળખ આ લક્ષણથી થાય છે ?
(૧) અભિÉત - તે સામે આવે છે. (૨) પડિકકંત - તે પાછળ ફરે છે (૩) સંકુરિયચય - તે શરીરનું સંકોચન કરે છે. (૪) પસારિય - તેઓ શરીરને ફેલાવે છે. (૫) રાય - તેઓ બોલે છે. શબ્દ કરે છે. (૬) ભંત - તેઓ ભયભીત થાય છે. (૭) તસિય - તેઓ ત્રાસ પામે છે. (૮) પલાઇય - તેઓ ભાગે છે. (૯) આગઈગઈ - તેઓ અહીં-તહીં આવાગમન કરે છે. બસ-તિર્યંચના ભેદ :
ત્રસ-તિર્યંચના ૨૬ ભેદ આ પ્રકારે છે : (૧) હીન્દ્રિય જીવ : શંખ, સીપ, કોડી, ગિંદોલા, લટ, અળસિયા વગેરે બે-સ્પર્શન અને રસના ઇન્દ્રિયના ધારક દ્વીન્દ્રિય જીવ છે. તેમના બે ભેદ છે - પર્યાપ્ત અને અપર્યાપ્ત.
(૨) ત્રીન્દ્રિય ઃ જૂ, લીખ, કીડી, માંકડ વગેરે સ્પર્શન-રસન ઘાણ-ઇન્દ્રિયોના ધારક ત્રીન્દ્રિય છે. તેમના બે ભેદ છે - પર્યાપ્ત અને અપર્યાપ્ત.
(૩) ચતુરિન્દ્રિયઃ ડાંસ, મચ્છર, માખી, ટિડા, પતંગિયું, ભમરો, વીછી વગેરે સ્પર્શન -રસના ઘાણ-ચક્ષુના ધારક જીવ ચતુરિન્દ્રિય છે. તેમના બે ભેદ છે - પર્યાપ્ત અને અપર્યાપ્ત.
ઉકત રીતિથી વિકસેન્દ્રિય ત્રસના છ ભેદ થયા.
(૪) પંચેન્દ્રિય પંચેન્દ્રિય-તિર્યંચના વચ્ચે ભેદ આ રીતિથી છે - ૧. જળચર પાણીમાં રહેનારા મત્સ્ય, માછલી વગેરે જીવના ચાર ભેદ છે. સંશ, અસંશી, પર્યાપ્ત અને અપર્યાપ્ત. ૨. સ્થળચર : પૃથ્વી પર ચાલનારાં પશુ, ગાય, બળદ વગેરે. તેમના પણ સંજ્ઞી પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી ચાર ભેદ છે. સ્થળચરોમાં કેટલાક વિશેષ ભેદ આવા પણ છે - (૧) એક ખરીવાળા-ઘોડા, ગધેડા, ખચ્ચર વગેરે (૨) બે ખરીવાળા-ગાય, ભેંસ, બકરી, હરણ વગેરે. (૩) ગંડીપદ - સોનીના એરણ જેવા ગોળ પગવાળા હાથી, ગેંડા વગેરે. (૪) સણપદ - પંજાવાળા - સિંહ, ચિત્તો, કૂતરો, બિલાડી વગેરે. 3. ખેચર ઃ આકાશમાં ઉડનારાં પક્ષી. તેના પણ ચાર ભેદ છે – સંજ્ઞી, અસંજ્ઞી, પર્યાપ્ત અને અપર્યાપ્ત. ખેચરના કેટલાક વિશેષ પ્રકાર આ પ્રકારના છે. (૧) રોમપક્ષવાળના પાંખવાળા - જેમ કે પોપટ, મેના, કાગડો, ચકલી, કબૂતર વગેરે. (૨) ચર્મપક્ષી - ચામડીની પાંખવાળા - જેમ કે ચામાચીડિયું વગેરે. (૩) સમગપક્ષી - ડબ્બાના સમાન ભીડાયેલા ગોળ પાંખવાળા પક્ષી. (૪) વિતતપક્ષી - વિચિત્ર પ્રકારના પાંખવાળા પક્ષી. અંતિમ બે પ્રકારના પક્ષી અઢી દ્વીપની બહાર હોય છે.
(૪) ઉર-પરિસર્પ : પેટ અથવા છાતીના બળથી ચાલનારા સર્પ વગેરે પ્રાણી. તેમના પણ ચાર ભેદ છે - સંજ્ઞી, અસંશી, પર્યાપ્ત અને અપર્યાપ્ત. ઉર-પરિસર્પની કેટલીક વિશેષ જાતિઓ આ પ્રકાર છે ૧. અહિ (સર્પ) - આમાં ઘણા ફેણવાળા કેટલાક હોય છે. અને કેટલાક ફેણ વગરના હોય છે. ૨. અજગર - જે મનુષ્યાદિને પણ ગળી જાય છે. [મધ્ય લોકો છે
જે
૩૬૦)
Page #385
--------------------------------------------------------------------------
________________
૩. આસાલિક - ચક્રવર્તી, વાસુદેવ રાજા વગેરેની છાવણીઓમાં ગ્રામ, નગર વગેરેમાં, જ્યારે તેમના વિનાશનો પ્રસંગ આવે છે, ત્યારે જઘન્ય આગળના અસંખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટ બાર યોજનવાળા આસાલિક ભૂમિને ફાડીને ઉત્પન્ન થાય છે. આ આસાલિક અસંજ્ઞી અને મિથ્યાષ્ટિ હોય છે તથા અંતર્મુહૂર્તમાં જ કાળને પ્રાપ્ત થઈ જાય છે. ૪. મહોરમ - લાંબી અવગાહનવાળા સર્પ, જેને એક હજાર યોજનની અવગાહના હોય છે.
(૫) ભુજ-પરિસર્પ : ભુજાઓના બળથી ચાલનાર જીવ. જેમ કે ઉંદર, નોળિયો વિસુમરા વગેરે. આમના પણ ચાર ભેદ છે. - સંજ્ઞ-અસંશી, પર્યાપ્ત અને અપર્યાપ્ત. ઉક્ત રીતિથી તિર્યંચ પંચેન્દ્રિયના ૨૦ ભેદ સમજવા જોઈએ. બધા મેળવીને ૨૨+૬+ ૨૦ = ૪૮ ભેદ તિર્યંચના હોય છે. તિર્યંચોની સ્થિતિઃ (આયુમાન)ઃ
તિર્યંચોની ઉત્કૃષ્ટ સ્થિતિ (આયુ) ત્રણ પલ્યોપમ અને જઘન્ય અંતર્મુહૂર્ત છે. સ્થિતિ બે પ્રકારની છે - ભવસ્થિતિ અને કાયસ્થિતિ. કોઈપણ જીવ જન્મ મેળવીને તેમાં જઘન્ય અથવા ઉત્કૃષ્ટ જેટલા કાળ સુધી જીવી શકે છે, તે ભવસ્થિતિ છે. વચમાં કોઈ બીજી જાતિમાં જન્મ ગ્રહણ ન કરીને કોઈ એક જ જાતિમાં વારંવાર ઉત્પન્ન થવું કાયસ્થિતિ છે. ઉપર તિર્યંચોના જઘન્ય તથા ઉત્કૃષ્ટ ભવસ્થિતિનું કથન કરવામાં આવ્યું છે. એમની જઘન્ય કાયસ્થિતિ પણ અંતમુહૂર્ત પ્રમાણ જ છે. વિગતવાર તિર્યંચોની બંને પ્રકારની સ્થિતિ આ પ્રકાર છે.
પૃથ્વીકાયની ભવસ્થિતિ બાવીસ હજાર વર્ષની છે. જલકાયની ભવસ્થિતિ સાત હજાર વર્ષ, વાયુકાળની ભવસ્થિતિ ત્રણ હજાર વર્ષ અને તેજસ્કાયની ભવસ્થિતિ ત્રણ અહોરાત્ર છે. આ ચારેની કાયસ્થિતિ અસંખ્યાત ઉત્સર્પિણી - અવસર્પિણી કાળ-પ્રમાણ છે. વનસ્પતિ કાયની ભવસ્થિતિ દસ હજાર વર્ષ અને કાયસ્થિતિ અનંત ઉત્સર્પિણી - અવસર્પિણી કાળ પ્રમાણ છે.
કીન્દ્રિયની ભવસ્થિતિ બાર વર્ષ, ત્રીન્દ્રિયની ઓગણપચાસ અહોરાત્ર અને ચતુરિન્દ્રિયની છ માસ છે. આ ત્રણેની કાયસ્થિતિ સંખ્યાત હજાર વર્ષ છે. પંચેન્દ્રિય તિર્યચોમાં ગર્ભજ અને સંમૂછિમની ભવસ્થિતિ ભિન્ન-ભિન્ન છે. ગર્ભજોમાં જળચર, ઉરગ અને ભુજગની ભવસ્થિતિ કરોડ પૂર્વ, પક્ષીઓની ભવસ્થિતિ પલ્યોપમનો અસંખ્યાત ભાગ અને ચતુષ્પાદ સ્થળચરની ભવસ્થિતિ ત્રણ પલ્યોપમ છે. સંમૂચ્છિમ જીવોમાં જળચરન્ત ભવસ્થિતિ કરોડ પૂર્વ, ઉરગની ભવસ્થિતિ ત્રેપન હજાર વર્ષ, ભુજગની ભવસ્થિતિ બેતાલીસ હજાર વર્ષ, પક્ષીઓની ભવસ્થિતિ બોતેર હજાર વર્ષ અને સ્થળચરોની ભવસ્થિતિ ચોર્યાસી હજાર વર્ષ છે. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોની કાયસ્થિતિ સાત અથવા આઠ જન્મ ગ્રહણ અને સંમૂચ્છિમ જીવોની કાયસ્થિતિ સાત જન્મ ગ્રહણ-પ્રમાણ છે. (૩૮) છે ) 0000000000 જિણધમો)
Page #386
--------------------------------------------------------------------------
________________
૫૦
મનુષ્યના ભેદ
મનુષ્યના મુખ્ય રૂપથી બે ભેદ છે - ગર્ભજ અને સંમૂર્ણિમ. ગર્ભજ મનુષ્યોના બસો બે ભેદ છે - પંદર કર્મભૂમિજ, ત્રીસ અકર્મભૂમિજ અને છપ્પન અંતર્દીપજ. આ એકસો એક મનુષ્યોના પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી બસો બે ભેદ થાય છે. ગર્ભજ મનુષ્યોના મળમૂત્ર આદિ ચૌદ અશુચિ સ્થાનોમાં ઉત્પન્ન થનારા મનુષ્ય સંમૂર્ણિમ મનુષ્ય કહેવાય છે. આ અપર્યાપ્ત અવસ્થામાં જે મરી જાય છે, તેથી આના એકસો એક ભેદ જ થાય છે. આ રીતે ગર્ભજ મનુષ્યોના બસો બે તથા સંમૂર્ણિમ મનુષ્યોના એકસો એક ભેદ મેળવીને ત્રણસો ત્રણ ભેદ મનુષ્ય જાતિના થઈ જાય છે.
ચૌદ અશુચિ સ્થાન ઃ
સંમૂર્ણિમ જીવોની ઉત્પત્તિના ચૌદ સ્થાન આ છે - (૧) વિષ્ઠા (૨) મૂત્ર (૩) કફ (૪) સેડા - નાકનો મેલ (૫) વમન (૬) પિત્ત (૭) રસી - પૂય પીવ (૮) શોણિત (૯) શુક્ર (૧૦) સુકાઈને પુનઃ ભીના થયેલ વીર્યાદિના પુદ્ગલ (૧૧) મૃતશરીર (૧૨) સ્ત્રીપુરુષ સંયોગ (૧૩) નગરની મોરીઓ, નાળીઓ (૧૪) અન્ય બધા અશુચિ સ્થાન. મનુષ્યાદિના શરીરની જ્યારે અશુચિ અલગ હોય છે, તો અંતર્મુહૂર્ત જેટલા સમયમાં તેમાં અસંખ્યાત સંમૂર્છિમ મનુષ્ય ઉત્પન્ન થઈ શકે છે અને મરી શકે છે.
કર્મ ભૂમિઓ ઃ
ગર્ભજ મનુષ્યોના ભેદમાં પંદર ભેદ કર્મભૂમિજ મનુષ્યોના બતાવ્યા છે, તેથી કર્મભૂમિઓનું સ્વરૂપ સમજવું આવશ્યક છે. કર્મભૂમિ તે છે, જ્યાં મોક્ષમાર્ગમાં ઉપદેષ્ટા તીર્થંકર ઉત્પન્ન થાય છે. જ્યાં હથિયાર, લેખન-વ્યાપાર વગેરે અને ખેતીવાડી કર્મ કરીને મનુષ્ય પોતાનો જીવનનિર્વાહ કરે છે. આવી કર્મભૂમિઓ પંદર છે. પાંચ ભરત (એક જંબુદ્રીપનો, ધાતકી ખંડના અને બે પુષ્કરાર્ધદ્વીપના) પાંચ ઐરવત અને પાંચ મહાવિદેહ. હથિયાર, લેખન-વ્યાપાર, કૃષિ રૂપ કાર્ય નથી, પરંતુ દસ પ્રકારનાં કલ્પવૃક્ષોથી મનુષ્યોનો નિર્વાહ થાય છે, તે ભૂમિ અકર્મભૂમિ કહેવાય છે. આવી અકર્મભૂમિઓ ત્રીસ છે - પાંચ હૈમવત, પાંચ હૈરણ્યવત, પાંચ હિરવાસ, પાંચ રમ્યાસ, પાંચ દેવકુરુ અને પાંચ ઉત્તરકુરુ. આમાંથી એક-એક જંબુદ્વીપમાં, બે-બે ધાતકી ખંડમાં અને બે-બે પુષ્કરાર્ધ દ્વીપમાં છે. આ ત્રીસ ક્ષેત્ર અને છપ્પન અંતર્દીપ ભોગભૂમિ (અકર્મભૂમિ) છે. કારણ કે એમાં યુગલિક ધર્મ હોવાને લીધે ચરિત્ર ધારણ કરવું સંભવ નથી. આમાં કોઈ પ્રકારના કર્મ-વ્યાપાર-વાણિજ્ય નથી, માત્ર કલ્પવૃક્ષો દ્વારા મનુષ્યોના જીવનનિર્વાહ થાય છે.
મનુષ્યના ભેદ
૩૦૯
Page #387
--------------------------------------------------------------------------
________________
દસ પ્રકારના કલ્પવૃક્ષ :
કલ્પવૃક્ષના દસ પ્રકારના હોય છે. તેનાં નામ અને કામ આ પ્રકાર છે : (૧) મતંગા ઃ આ જાતિનાં કલ્પવૃક્ષોથી મધુર ફળ પ્રાપ્ત થાય છે. (૨) ભિંગા ઃ આ જાતિનાં કલ્પવૃક્ષોથી સુવર્ણ-રત્નના વાસણ મળે છે. (૩) સુડિયંગા ? આ કલ્પવૃક્ષ ઓગણપચાસ પ્રકારના મનોહર વાદ્ય પ્રદાન કરે છે. (૪) જોઇયંગા : આ કલ્પવૃક્ષ રાત્રિના સમયે સૂર્ય સમાન પ્રકાશ પ્રદાન કરે છે. (૫) દીવંગા ? આ કલ્પવૃક્ષ દીપના સમાન પ્રકાશ કરે છે. (૬) ચિગંગા : આ જાતિના કલ્પવૃક્ષ સુગંધિત ફૂલોનો ભૂષણ આપે છે. (૩) ચિત્તરસા : આ જાતિના કલ્પવૃક્ષ અઢાર પ્રકારનાં ભોજન આપે છે. (૮) મણિઅંગા : આ કલ્પવૃક્ષ સુવર્ણ-રત્નોના આભૂષણ આપે છે. (૯) ગિહગારા ઃ આ કલ્પવૃક્ષ મનવાંછિત મહેલ વગેરે આપે છે. (૧૦) અનિગિણાઃ આ કલ્પવૃક્ષ ઉત્તમ વસ્ત્ર પ્રદાન કરે છે.
અકર્મ ભૂમિજ મનુષ્યોના સંબંધમાં વિશેષ જાણકારી કાલચક્રથી આરક પ્રકરણમાં આપવામાં આવશે. મનુષ્યના અન્ય અપેક્ષિક ભેદ :
અન્ય વિવક્ષાની અપેક્ષા એ મનુષ્ય જાતિના બે ભેદ કર્યા છે - આર્ય અને સ્વેચ્છ. જેમ કે “તત્ત્વાર્થ સૂત્ર'માં કહેવાયું છે કે -
માર્યા સ્નેચ્છા ”
- તત્ત્વાર્થ, અ-૩, સૂત્ર-૧૫ | નિમિત્ત ભેદની દૃષ્ટિથી છ પ્રકારના આર્ય છે - ક્ષેત્ર-આર્ય, જાતિ-આર્ય, કુળ-આર્ય, કર્મઆર્ય શિલ્પ-આર્ય અને ભાષા-આર્ય. ક્ષેત્ર-આર્ય એ છે કે - જે પંદર કર્મભૂમિઓમાં અને એમાં પણ આર્ય-દેશોમાં ઉત્પન્ન થાય છે. પ્રત્યેક ક્ષેત્રમાં સાડા પચીસ આર્ય દેશ છે. પાંચ ભરત અને પાંચ ઐરાવતમાં બસો પંચાવન આર્ય દેશ છે. અને પાંચ વિદેહમાં એક્સો સાઠ વિજય આર્ય દેશ છે, આમાં જ તીર્થકર ઉત્પન્ન થાય છે અને ધર્મ-પ્રવર્તન કરે છે. આમને છોડીને પંદર કર્મભૂમિઓનું શેષ ક્ષેત્ર આર્યદેશ મનાતું નથી.
ભરત ક્ષેત્રના આર્યદેશોનાં નામ આ પ્રકાર છે :* (૧) મગધદેશ : આની રાજધાની રાજગૃહી છે અને આમાં એક કરોડ છાંસઠ
લાખ ગામ છે. (૨) અંગદેશ ઃ આની રાજધાની ચંપાનગરી છે. આમાં પાંચ લાખ પાંચ હજાર ગામ છે. * આ આગમિક વિવેચન તત્કાલિક ભૌગોલિક અને ક્ષેત્રીય સ્થિતિને સ્પષ્ટ કરે છે. આમાં વર્તમાનકાળનો
પ્રયોગ આગમના આધાર પર જ થયો છે. (૩૦૦) નો જ છે. જે રીતે જિણધમો)
Page #388
--------------------------------------------------------------------------
________________
(૩) બંગદેશ : તામ્રલિપ્તા નગરી રાજધાની છે અને અઢાર લાખ ગામ છે. (૪) કલિંગદેશ ઃ આની રાજધાની કંચનપુર નગર છે. આમાં વીસ લાખ ગામ છે. (૫) કાશીદેશ આની રાજધાની વારાણસી નગર છે. એમાં ઓગણીસ હજાર ગામ છે. (૬) કૌશલદેશ આની રાજધાની સાકેત નગર છે તથા તેમાં નવ્વાણું હજાર ગામ છે. (૩) કુરુદેશ ઃ આની રાજધાની ગજપુર નગર છે તથા આમાં નવ્વાણું હજાર ગામ છે. (૮) કુશાવર્કદિશ : આની રાજધાની સૌરીપુર છે. આમાં ૮૨૩૪૨૫ ગામ છે. (૯) પાંચાલદેશ ઃ આની રાજધાની કમ્પિલપુર છે. આમાં ત્રણ લાખ ત્રેસઠ હજાર ગામ છે. (૧૦) જાંગલાદેશઃ આની રાજધાની અહિછત્રા નગરી છે અને આમાં એક લાખ પિસ્તાલીસ
હજાર ગામ છે. (૧૧) વિદેહદેશ : આની રાજધાની મથુરા છે. આમાં ૬૮૦૫૨૬ ગામ છે. (૧૨) સોરઠદેશ ઃ આની રાજધાની દ્વારિકા નગરી છે. તેમાં આઠ હજાર ગામ છે. (૧૩) વસદેશ ઃ આની રાજધાની કૌશામ્બી નગરી છે. આમાં અઠ્ઠાવીસ હજાર ગામ છે. (૧૪) સાંડિલદેશ ઃ આની રાજધાની આનંદપુર છે. આમાં એકવીસ હજાર ગામ છે. (૧૫) મલયદેશ ઃ આની રાજધાની ભદિલપુર નગર છે. આમાં સિત્તેર હજાર ગામ છે. (૧૬) બરાડદેશ : બહલપુર નગર આની રાજધાની છે. આમાં બે લાખ ઈક્યાસી હજાર
બસો ગામ છે. (૧૭) વરણદેશ : અછા નગરી આની રાજધાની છે અને ચોવીસ હજાર ગામ છે. (૧૮) દશાદશ : કૃતિકાવલી નગરી રાજધાની અને અઢાર હજાર ગામ છે. (૧૯) વેદકદેશ ઃ સોક્કિતાવલી નગરી રાજધાની છે અને આમાં બેંતાલીસ હજાર ગામ છે. (૨૦) સિંધુદેશ ઃ વીતમય પટ્ટન રાજધાની છે અને ૬૮૦૫૦૦ ગામ છે. (૨૧) સૂરસેનદેશ મથુરા રાજધાની છે અને આઠ હજાર ગામ છે. (૨૨) ભંગદેશ ઃ પાવાપુર નગર રાજધાની છે અને છત્રીસ હજાર ગામ છે. (૨૩) પૂરિવર્તદેશ માયાનગરી : મિશ્રપુર રાજધાની છે અને પર૪૫૦ ગામ છે. (૨૪) કુણાલદેશ ઃ શ્રાવસ્તી નગરી રાજધાની અને ત્રેસઠ હજાર ગામ છે. (૨૫) લાટદેશ : કોટિ પૂર્વ નગરી રાજધાની છે અને સાત લાખ તેર હજાર ગામ છે.
૫ અર્ધકેકય દેશ શ્વેતામ્બિકા નગરી રાજધાની છે અને એક લાખ ઓગણત્રીસ હજાર ગામ આમાં આવે છે. ઉકત ૨પા દેશ ધર્મ-કર્મવાળા છે, તેથી આર્યદેશ કહેવાય છે.
આર્યજાતિ એ છે, જે ઇશ્વાકુ, હરિ, જ્ઞાતિ, કુરુ, ઉગ્ર આદિ વંશોમાં ઉત્પન્ન થાય છે. કુલઆર્ય એ છે, જે કુલકર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ વગેરેના રૂપમાં વિશુદ્ધ કુળમાં ઉત્પન્ન ( મનુષ્યના ભેદ છે જે છે તે કે જે છે છે (૩૧)
Page #389
--------------------------------------------------------------------------
________________
થાય છે. કર્મઆર્ય એ છે જે યજન-માજન પઠન-પાઠન, કૃષિ, લિપિ, વાણિજ્ય વગેરે દ્વારા આજીવિકા ચલાવે છે. શિલ્પઆર્ય એ છે, જે વણકર, ખેડૂત, કુંભાર વગેરે અલ્પ આરંભવાળી અને અનિન્દ આજીવિકાવાળા છે.
ભાષાઆર્ય એ છે કે જે શિષ્ટ પુરુષ માન્ય ભાષાઓમાં સુગમ રીતિથી વચન-વ્યવહાર કરે છે. આનાથી વિપરીત લક્ષણોવાળા મનુષ્ય મ્લેચ્છ છે. જેમ કે શક, યવન, કંબોજ, શબર, પુલિન્દ વગેરે. છપ્પન અંતર્લીપોમાં રહેનાર બધા મનુષ્ય તથા કર્મભૂમિઓમાં પણ અનાર્યદેશોત્પન્ન બ્લેચ્છ છે. મનુષ્યોની સ્થિતિ :
મનુષ્યોની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ત્રણ પલ્યોપમ અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત છે. મનુષ્યોની જઘન્ય કાયસ્થિતિ અંતર્મુહૂર્ત જ છે, અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સાત અથવા આઠ ભવગ્રહણની છે. અર્થાત્ મનુષ્ય લગાતાર સાત અથવા આઠ જન્મ સુધી રહ્યા પછી મનુષ્યગતિ અવશ્ય છોડી દેવી પડે છે. મનુષ્યોની સંખ્યા :
મનુષ્ય જઘન્ય ઓગણત્રીસ અંક-પ્રમાણ અને ઉત્કૃષ્ટ અસંખ્યાત હોય છે.
મનુષ્યોની ગર્ભજ અને સંમૂર્ણિમ બે ભેદ છે. આમાંથી સંમૂર્ણિમ મનુષ્ય કોઈ સમય બિલકુલ રહેતા નથી, કેવળ ગર્ભજ રહે છે. આનું કારણ એ છે કે સંમૂર્ણિમ મનુષ્યોની આયુ અંતર્મુહૂર્ત પ્રમાણ હોય છે, જે સમયે સંમૂર્ણિમ મનુષ્યોની ઉત્પત્તિમાં એક અંતર્મુહૂર્તથી વધુ સમયનું અંતર પડી જાય છે. એ સમયે પહેલાના ઉત્પન્ન થયેલા બધા સંમૂછિમ મનુષ્ય મરી ચૂક્યા હોય છે અને નવા ઉત્પન્ન થતા નથી. એ સમય કેવળ ગર્ભજ મનુષ્ય રહી જાય છે. આ ગર્ભજ મનુષ્ય ઓછામાં ઓછી નિમ્નલિખિત ઓગણત્રીસ અંકની બરાબર હોય છે. આ સંખ્યા જઘન્ય મનુષ્ય-સંખ્યા છે. પાંચમા વર્ગની સાથે છઠ્ઠા વર્ગને ગુણવાથી જે ઓગણત્રીસ અંક પ્રાપ્ત થાય છે, તે જ અહીં લેવા જોઈએ. જેમ ૨ ને ૨ ને જોડે ગુણવાથી ૪ હોય છે. આ પહેલો વર્ગ ૪ ને ૪ ગુણ્યા કરવાથી ૧૬ થાય છે. આ બીજો વર્ગ ૧૬ થયો, તેને ૧૬ વડે ગુણવાથી ૨પ૬ થાય છે. આ ત્રીજો વર્ગ ૨પ૬ ને ૨પ૬થી ગુણવાથી ૬૫૫૩૬ થાય છે. આ ચોથો વર્ગ ૬૫૫૩૬ ને ૬૫૫૩૬ વડે ગુણવાથી ૪૨૯૪૯૬૭૨૯૬ થાય છે. આ પાંચમો વર્ગ. આ પાંચમા વર્ગની સંખ્યાને તે જ સંખ્યા વડે ગુણવાથી ૧૮૪૪૬૭૪૪૦૭૩૭૦૯૫૫૧૬ ૧૬ થાય છે. આ છઠ્ઠો વર્ગ. તે છઠ્ઠા વર્ગને પાંચ વર્ગ વડે ગુણવાથી. ૭૯૨૨૮૧૬૨૫૧૪૨૬૪૩૩૭૫૯૩૫૪૩૯૫૦૩૩૬ થાય છે, અથવા એકના બમણા બે, બેના બમણા ચાર, આ રીતે પૂર્વ-પૂર્વ સંખ્યાને આગળ છન્નુ વાર બમણા કરવાથી ઓગણત્રીસ અંક થાય છે જ્યારે સમૂર્ણિમ મનુષ્ય પેદા થાય છે, ત્યારે તે એક સાથે અધિકથી અસંખ્યાત સુધી હોય છે તે સમય મનુષ્યોની સંખ્યા ઉત્કૃષ્ટ સંખ્યા મેળવાય છે. અજિતનાથ ભગવાનના સમયે ઉત્કૃષ્ટ મનુષ્ય સંખ્યા થઈ હતી. (૩૨)
ભજિણધમો)
Page #390
--------------------------------------------------------------------------
________________
પ૧
(જ્યોતિષ ચક્ર)
મેરુના સમતલ ભૂભાગથી સાતસો નેવું યોજનની ઊંચાઈ પર જ્યોતિષચક્રનું ક્ષેત્ર આરંભ થાય છે. આ ક્ષેત્ર ઊંચાઈમાં એકસો દસ યોજનાનું છે અને ત્રાંસા અસંખ્યાત દ્વીપ સમુદ્ર પર્યત છે. આ ક્ષેત્રના આરંભમાં તારામંડળ છે. અહીંથી દસ યોજનની ઊંચાઈ પર અર્થાત્ સમતલ ભૂમિથી આઠસો યોજનની ઊંચાઈ ઉપર સૂર્યનું વિમાન છે. ત્યાંથી એંશી યોજના ઊંચાઈ ઉપર અર્થાત્ સમતલ ભૂમિથી આઠસો એંસી યોજન ઉપર ચંદ્રનું વિમાન છે. ત્યાંથી વસ યોજનની ઊંચાઈ સુધી અર્થાત્ સમતલ ભૂભાગથી નવસો યોજન ઊંચાઈ સુધી ગ્રહ, નક્ષત્ર અને પ્રકીર્ણ તારાગણ છે. પ્રકીર્ણ તારાઓથી આશય એ છે કે કેટલાક તારાઓ એવા છે કે જે અનિયત ચારી હોવાથી ક્યારેય સૂર્ય-ચંદ્રના નીચે ચાલે છે અને ક્યારેક ઉપર. ચંદ્રથી ચાર યોજનની ઊંચાઈ પર અર્થાત્ સમતલ ભૂમિથી આઠસો ચોર્યાશી યોજનની ઊંચાઈ પર નક્ષત્ર છે. ત્યાંથી ચાર યોજન ઊંચે જવાથી અર્થાતુ સમતલ ભૂભાગથી આઠસો ઇક્યાસી યોજનની ઊંચાઈ લીલા રત્નમય બુધ ગ્રહ છે. ત્યાંથી ત્રણ યોજનની ઊંચાઈ પર સ્ફટિક રત્નમય શુક્ર. શુક્રથી ત્રણ યોજનની ઊંચાઈ પર પીત રત્નમય ગુરુ, ગુરુથી ત્રણ યોજન ઉપર રક્ત રત્નમય મંગલ અને મંગલથી ત્રણ યોજન ઉપર જાંબલી રંગમય શનિ છે. જ્યોતિષ (પ્રકાશમાન) વિમાનમાં રહેવાથી એ સૂર્ય વગેરે જ્યોતિષ્ક કહેવાય છે. આ બધાના મુગટોમાં પ્રભામંડળ જેવું ઉજ્વળ ચિહ્ન હોય છે. સૂર્યના સૂર્યમંડળ જેવું, ચંદ્રના ચંદ્રમંડળ જેવું અને તારાના તારામંડળ જેવું ચિહ્ન હોય છે.
મનુષ્ય લોકના જ્યોતિષ્ક મેરુના ૧૧૨૧ યોજન ચારેય બાજુ દૂર હંમેશાં ભ્રમણ કરતો રહે છે. મનુષ્ય લોકમાં એકસો બત્રીસ સૂર્ય અને એકસો બત્રીસ ચંદ્ર છે. જંબૂદ્વીપમાં બેબે, લવણ સમુદ્રમાં ચાર-ચાર, ધાતકી ખંડમાં બાર-બાર, કાલોદધિમાં બેંતાલીસ-બેંતાલીસ અને પુષ્કરાર્ધમાં બોત્તેર-બોંતેર છે. એક ચંદ્રનો પરિવાર અઠ્યાવીસ નક્ષત્ર, ઇક્વાસી ગ્રહ અને ૬૬૯૭૫ કોટાકોટિ તારાઓનો છે. છતાં લોકમર્યાદાના સ્વભાવાનુસાર જ્યોતિષ્ક વિમાન હંમેશાં પોતાની રીતે ફરતા રહે છે, છતાં સમૃદ્ધિ-વિશેષ પ્રગટ કરવા માટે અને અભિયોગ્ય (સેવક) નામ કર્મના ઉદયથી ક્રિીડાશીલ કેટલાક દેવ વિમાનને ઉઠાવે છે. સામેના ભાગમાં સિંહાકૃતિ, જમણી ગજાકૃતિ, પાછળ વૃષભાકૃતિ અને ડાબી અશ્વાકૃતિવાળા દેવ વિમાનને ઊઠાવીને ચાલતાં રહે છે. આ જ્યોતિષ્કોની ગતિના કારણે મનુષ્ય લોકમાં કાલવ્યવહાર હોય છે, જેનું વર્ણન આગળ કરવામાં આવશે. સ્થિર જ્યોતિષ્ક :
જ્યોતિષ્ઠોની ગતિ મનુષ્ય લોકમાં જ થાય છે. આનાથી બહારના જ્યોતિષ્ક વિમાન સ્થિર છે. એમના વિમાન સ્વભાવતઃ સ્થિર છે. તે યત્ર-તત્ર ભ્રમણ નથી કરતા. એમની વેશ્યા અને પ્રકાશ પણ એક રૂપમાં સ્થિર રહે છે. ત્યાં રાહુ વગેરેની છાયા ન પડવાથી જ્યોતિષ્કોનો સ્વાભાવિક પીત વર્ણ (પીતાલેશ્યા) જેમનો તેમ રહે છે. ઉદય-અસ્ત ન થવાથી એમનું લક્ષ યોજનનો પ્રકાશ પણ એક જેવો સ્થિર રહે છે. દૂ જ્યોતિષ ચક છે
છે. (૩૩)
Page #391
--------------------------------------------------------------------------
________________
બધા જ્યોતિષ્કોના ઇન્દ્ર જંબુદ્વીપના ચંદ્ર અને સૂર્ય છે. ચંદ્ર-સૂર્યની સાથે ઇઠ્યાસી ગ્રહ છે. ૮૮ ગ્રહોનાં નામ ઃ
(૧) અંગારક (૨) વિકાલક (૩) લોહિતાક્ષ (૪) શનૈશ્વર (૫) આધુનિક (૬) પ્રધુનિક (૭) કણ (૮) કણક (૯) કણ-કણક (૧૦) કણ-વિતાવી (૧૧) કણ-શતાવી (૧૨) સોમ (૧૩) સહિત (૧૪) અશ્વસત (૧૫) કર્યોત્વત (૧૬) કર્વક (૧૭) અજકર્ક (૧૮) દુંદમક (૧૯) શંખ (૨૦) શંખ-નામ (૨૧) શંખ-વર્ણ (૨૨) કંશ (૨૩) કંશ-નામ (૨૪) કંશવર્ણ (૨૫) નીલ (૨૬) નીલ-ભાસ (૨૭) રૂપ (૨૮) રૂપાય ભાસ (૨૯) ભસ્મ (૩૦) ભસ્મરાસ (૩૧) તિલ (તલ) (૩૨) પુષ્પવર્ણ (૩૩) દક (૩૪) કિવર્ણ (૩૫) કાય (૩૬) વધ્ય (૩૭) ઇન્દ્રાગી (૩૮) ધૂમકેતુ (૩૯) હરી (૪૦) પિંગલક (૪૧) બુધ (૪૨) શુક્ર (૪૩) બૃહસ્પતિ (૪૪) રાહુ (૪૫) અગસ્તિ (૪૬) માણવક (૪૭) કાલસ્પર્શ (૪૮) ધુ૨ક (૪૯) પ્રમુખ (૫) વિકટ (૫૧) વિપનકલ્પ (૫૨) પ્રકલ્પ (૫૩) જયલ (૫૪) અરુણ (૫૫) અનિલ (૫૬) કાલ (૫૭) મહાકાલ (૫૮) સ્વસ્તિક (૫૯) સૌવસ્તિક (૬૦) વર્ધમાનક (૬૧) પાલમ્બોક (૬૨) નિત્યોદક (૬૩) સ્વયંપ્રભ (૬૪) આભાસ (૬૫) પ્રભાસ (૬૯) શ્રેયસ્કર (૬૭) ક્ષેમંકર (૬૮) આભકર (૬૯) પ્રભાકર (૭૦) અરજ (૭૧) વિરજ (૭૨) અશોક (૭૩) તસોક (૭૪) વિમલ (૭૫) વિતત (૭૬) વિવસ્ત્ર (૭૭) વિશાલ (૭૮) શાલ (૭૯) સુવ્રત (૮૦) અનિવૃત્ત (૮૧) એકજટી (૮૨) દ્વિજટી (૮૩) કરોક (૮૪) કરી (૮૫) રાજા (૮૬) અર્પલ (૮૭) પુષ્પકેતુ (૮૮) ભાવકેતુ.
૨૮ નક્ષત્ર :
(૧) અભિજિત (૨) શ્રવણ (૩) ઘનિષ્ઠા (૪) શતભિષા (૫) પૂર્વ ભાદ્રપદ (૬) ઉત્તર ભાદ્રપદ (૭) રેવતી (૮) અશ્વિની (૯) ભરણી (૧૦) કૃત્તિકા (૧૧) રોહિણી (૧૨) મૃગશિર (૧૩) આર્દ્રા (૧૪) પુનવર્સુ, (૧૫) પુષ્ય (૧૬) આશ્લેષા (૧૭) મઘા (૧૮) પૂર્વ ફાલ્ગુની (૧૯) ઉત્તરા ફાલ્ગુની (૨૦) હસ્ત (૨૧) ચિત્રા (૨૨) સ્વાતિ (૨૩) વિશાખા (૨૪) અનુરાધા (૨૫) જેષ્ઠા (૨૬) મૂળ (૨૭) પૂર્વાષાઢા (૨૮) ઉત્તરાષાઢા.
પ્રત્યેક જ્યોતિષીના સ્વામીના ૪ અગ્ર-મહિષીઓ છે. પ્રત્યેક અગ્રમહિષીનો ૪-૪ દેવીઓનો પરિવાર છે. ૪ હજાર સામાનિક દેવ છે. ૧૬ હજાર આત્મરક્ષક દેવ છે. આત્યંતર પરિષદના ૮ હજાર દેવ છે. મધ્ય પરિષદના ૧૦ હજાર દેવ છે. બાહ્ય પરિષદના ૧૨ હજાર દેવ છે, સાત પ્રકારની અનીક છે અને મોટો પરિવાર છે.
જ્યોતિકોની સ્થિતિઃ
તારા વિમાનવાસી દેવની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો ચોથો ભાગ અર્થાત્ પા પલ્યોપમ છે. તારા દેવીઓની સ્થિતિ જઘન્ય પલ્યનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ પુણ્યના આઠમા ભાગથી થોડા વધુ છે.
૩૪
જિણધો
Page #392
--------------------------------------------------------------------------
________________
સૂર્ય વિમાનવાસી દેવોની આયુ જઘન્ય પા પલ્યોપમની અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમ તથા એક હજાર વર્ષની છે. એમની દેવીઓની આયુ જઘન્ય પા પલ્યોપમ અને ઉત્કૃષ્ટ અડધા પલ્યોપમ અને પાંચસો વર્ષની છે.
ચંદ્ર વિમાનવાસી દેવોની આયુ જઘન્ય પા પલ્યોપમની અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમ તથા એક લાખ વર્ષની છે. એમની દેવીઓની સ્થિતિ જઘન્ય પા પલ્યોપમ અને ઉત્કૃષ્ટ અડધા પલ્યોપમ તથા પચાસ હજાર વર્ષની છે.
નક્ષત્ર વિમાનોમાં રહેનાર દેવોની આયુ જઘન્ય પા પલ્યોપમ અને ઉત્કૃષ્ટ અડધા પલ્યોપમની છે. એમની દેવીઓની આયુ જઘન્ય પા પલ્યોપમ અને ઉત્કૃષ્ટ પા પલ્યોપમથી કંઈક વધુ છે.
ગ્રહ વિમાનવાસી દેવોની આયુ જઘન્ય પા પલ્યોપમની અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમની છે. એમની દેવીઓની જઘન્ય આયુ પા પલ્યોપમની તરફ ઉત્કૃષ્ટ આયુ અડધા પલ્યોપમની છે. પૂર્વમાં કહેવાયું છે કે મનુષ્ય લોકમાં જ્યોતિષ્ક મેરુની ચારેય બાજુ પ્રદક્ષિણા કરે છે અને નિત્ય ગતિશીલ છે, તેથી તેમના દ્વારા કાળનો વિભાગ કરેલો છે, માટે હવે કાળચક્રનું વર્ણન કરવામાં આવે છે.
પર
(કાળચક્રઃ એક અનુશીલન)
મનુષ્ય લોક પ્રસિદ્ધ દિવસ-રાત, પક્ષ-માસ વગેરે સ્થૂળ કાલ-વિભાગ સૂર્ય-ચંદ્ર વગેરે જ્યોતિષ્કોની ગતિ પર આધારિત છે. સ્થાન-વિશેષમાં સૂર્યના પ્રથમ દર્શનથી લઈને તે સ્થાનવિશેષમાં સૂર્યનું જે અદર્શન થાય છે, તે ઉદય-અસ્તની વચ્ચે સૂર્યની ગતિક્રિયાથી જ દિવસનો વ્યવહાર થાય છે.
આ રીતે સૂર્યના અસ્તથી ઉદય સુધીની ગતિક્રિયાથી રાતનો વ્યવહાર થાય છે. દિવસ અને રાતનો ત્રીસમો ભાગ મુહૂર્ત કહેવાય છે. પંદર દિવસ-રાતનો પક્ષ હોય છે. બે પક્ષનો માસ હોય છે. બે માસની ઋતુ હોય છે. ત્રણ ઋતુઓનું અયન હોય છે, બે અયનનું વર્ષ, પાંચ વર્ષનો યુગ હોય છે. આ રીતે લૌકિક કાળ વિભાગ સૂર્યની ગતિક્રિયાથી કરવામાં આવ્યા છે. જે ક્રિયા ચાલુ છે તે વર્તમાનકાળ, જે થનાર છે તે અનાગતકાળ અને જે થઈ ચૂકી છે તે અતીત કાળ છે. જે કાળ ગણનામાં આવી શકે છે તે સંખ્યય છે. જે ગણનામાં ન આવીને માત્ર ઉપમાનથી જાણી શકાય છે, તે અસંખ્યય છે. જેમ કે પલ્યોપમ, સાગરોપમ વગેરે. જેનો અંત નથી, તે અનંત છે. - સમય, આવલિકા વગેરે કાળના સૂક્ષ્મ વિભાગ છે. કાળનો સૌથી નાનો અંશ જેનો પછી અંશ (ભાગ) ન થઈ શકે તે સમય કહેવાય છે. અસંખ્યાત સમયની એક આવલિકા હોય છે. એક કરોડ, સડસઠ લાખ, સિત્તોતેર હજાર, બસો સોળ (૧,૬૭,૭૭, ૨૧૬) આવલિકાઓનું [કાળચક્રઃ એક અનુશીલન D છે જે છે છે, જે ૩૦૫
Page #393
--------------------------------------------------------------------------
________________
એક મુહૂર્ત હોય છે. એક મુહૂર્તની બે ઘટિકાઓ હોય છે. ચોવીસ મિનિટની એક ક્ષણ અને અડતાલીસ મિનિટનું એક મુહૂર્ત હોય છે. બે સમયથી લઈને એક સમય ઓછા મુહૂર્ત કાળને અંતર્મુહૂર્ત કહે છે.
સમયનું સ્વરૂપ :
સમયના સ્વરૂપને આગમમાં એક દૃષ્ટાંત દ્વારા સમજાવવામાં આવ્યું છે. તે આ રીતે છે ઃ જેમ કે કોઈ કુશળ, બળવાન, નીરોગી, હૃષ્ટ-પુષ્ટ તરુણ વેપારીનો પુત્ર એક પટ્ટ શાટિકા(કોમળ સાડી)ને હાથમાં લેતાં જ એકદમ શીઘ્રતાથી જેટલા સમયમાં ફાડી દે છે, શું એટલો કાળ-સમય કહી શકાય છે પ્રજ્ઞાપક આચાર્ય કહે છે કે - “ના, તે સમય નથી, કારણ કે તે કોમળ સાડી સંખ્યાત તંતુઓના સમુદાયથી બનેલી છે. જ્યાં સુધી ઉપરનો તંતુ છિન્ન નથી થતો ત્યાં સુધી નીચેનો તંતુ છેદી શંકાતો નથી. ઉપરના તંતુનો છેદ કાળ બીજો છે અને નીચેના તંતુનો છેદ-કાળ બીજો છે. માટે એ સાડીને ફાડવાના કાળને સમય નથી કહી શકાતો.’’
ત્યારે શંકાકાર કહે છે કે - ‘તે પટશાટિકાના ઉપરના તંતુ જેટલા કાળમાં છિન્ન થયો, શું એને સમય કહી શકાય છે ?”
પ્રજ્ઞાપક આચાર્ય કહે છે કે - “ના, તે પણ સમય નથી. કારણ કે તે ઉપરી તંતુ પણ સંખ્યાત પદ્મોથી બનેલ છે. જ્યાં સુધી ઉપરના પક્ષ્મ છિન્ન નથી થતા ત્યાં સુધી નીચેના પક્ષ્મ છિન્ન નથી થઈ શકતા. ઉપરના પક્ષ્મનો છેદ-કાળ બીજો છે અને નીચેના પક્ષનો છેદ-કાળ બીજો છે.”
આના પર પુનઃ શંકાકાર કહે છે કે - “જે કાળમાં એ વેપારીના પુત્રે એ તંતુના ઉપરી પક્ષ્મને છિન્ન કર્યો, શું તે કાળ સમય કહી શકાય છે ?”
આચાર્ય કહે છે કે - “ના, તે પણ સમય નથી. કારણ કે તે ઉપરના એક પક્ષ્મ પણ અનંત સંઘાતોના સમુદાયથી બનેલ છે. જ્યાં સુધી ઉપરના સંઘાત વિઘટિત નથી થતા ત્યાં સુધી નીચેના સંઘાત વિઘટિત નથી થઈ શકતા. ઉપરના સંઘાત માટે વિઘટિત થવાનો કાલ બીજો છે અને નીચેના સંઘાતના વિઘટિત થવાનો કાળ બીજો છે. માટે તે કાળ સમય નથી કહી શકાતો. એનાથી પણ સૂક્ષ્મતર કાળને સમય કહેવામાં આવે છે.”
- અનુયોગ દ્વાર સૂત્ર
સો કમળનાં પાંદડાંઓના છેદનું ઉદાહરણ પણ એ વિષયમાં આપી શકાય છે. જેમ કે કમળનાં સો પાંદડાંઓને એક ઉપર એક લગાવી એમાં એક અણીદાર ભાલો ઘુસાડવામાં આવે તો તે એકદમ એ સો પાંદડાંઓને છેદીને બહાર આવી જાય છે. પરંતુ એ સો કમળનાં પાંદડાંઓનો તે છેદ એક સાથે નથી થયો. તે એક પછી એક ક્રમિક રૂપથી જ છેદાયો છે, કારણ કે ઉપરનું પત્તું છેદચા વિના નીચેનું પાંદડું છેદી શકાતું નથી. ઉપરનાં પાંદડાંનો
369
જિણઘમ્મો
Page #394
--------------------------------------------------------------------------
________________
છેદ-કાળ બીજો છે. અને નીચેનાં પાંદડાંનો છેદકાળ બીજો છે. ઉપરના પાંદડાંના છેદમાં પણ અસંખ્યાત સમય લાગે છે. આટલું સૂક્ષ્મ છે, સમયનું સ્વરૂપ.
કાળચક્ર અને એનો પ્રભાવ ઃ
લોકસ્થિતિના પ્રભાવથી ભરત અને ઐરાવત ક્ષેત્રમાં કાળનો અલગ-અલગ પ્રભાવ છે. મુખ્ય રૂપથી કાળના બે વિભાગ છે - (૧) અવસર્પિણી કાળ અને (૨) ઉત્સર્પિણી કાળ. જે કાળમાં જીવોની શક્તિ, અવગાહના અને આયુ ક્રમશઃ ઘટતા જાય છે તથા ભૂમિ વગેરે પદાર્થોના રસ-કસમાં ક્રમશઃ ઓછપ આવે-જાય છે, તે કાળ અવસર્પિણી કાળ કહેવામાં આવે છે. જે કાળમાં જીવોની શક્તિ-અવગાહના-આયુ વગેરે તથા ભૂમિ વગેરે પદાર્થોના રસ-કસમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જાય છે, તે કાળ ઉત્સર્પિણી કાળ કહેવાય છે. અવસર્પિણી કાળની સમાપ્તિ પર ઉત્સર્પિણી કાળ અને ઉત્સર્પિણી કાળની સમાપ્તિ પર અવસર્પિણી કાળ આવે છે. અનાદિ કાળથી આ ક્રમ ચાલ્યો આવે છે અને અનંત અનાગત કાળમાં આ જ ક્રમ ચાલતો રહેશે.
છ આરાઓનું વર્ણન
ઉત્સર્પિણી કાળ દસ ક્રોડાક્રોડી સાગરોપમનો છે અને અવસર્પિણી કાળ પણ દસ ક્રોડાક્રોડી (કરોડ) સાગરોપમનો છે. બંને મળીને વીસ ક્રોડાક્રોડી સાગરોપમનો એક કાળચક્ર થાય છે. કાળચક્રના કુલ બાર આરક છે. પ્રત્યેક કાળના છ આરા છે. અવસર્પિણી કાળના છ આરાઓનું વિવરણ અહીં આપવામાં આવે છે.
(૧) સુષમ-સુષમ :
અવસર્પિણી કાળના પહેલા સુષમ-સુષમ આરામાં મનુષ્યોના શરીરની અવગાહના ત્રણ કોસની હોય છે. આયુ ત્રણ પલ્યોપમનું હોય છે. મનુષ્યોના શરીરમાં બસો છપ્પન પાંસળીઓ હોય છે. તે સમચતુ૨સ્ર સંસ્થાન અને વજ્ર ઋષભ નારાચ સંહનનવાળા હોય છે. એ સમયના મનુષ્ય રૂપવાન અને સરળ સ્વભાવના હોય છે. એ કાળમાં સ્ત્રી અને પુરુષનું યુગલ પેદા થાય છે. દસ પ્રકારનાં કલ્પવૃક્ષોથી એમની આવશ્યકતાઓ પૂર્ણ થાય છે. આ આરામાં ત્રણ-ત્રણ દિવસના અંતરથી કલ્પવૃક્ષનાં ફળ તથા મૃત્તિકા વગેરેનો આહાર કરે છે. (યુગલિક મનુષ્ય પહેલાં આરામાં આહાર તુવેરના દાણાના બરાબર, બીજા આરામાં બોર બરાબર અને ત્રીજા આરામાં આંબળાની બરાબર આહાર કરે છે, એવું ગ્રંથકાર કહે છે.) એ સમયની માટીનો સ્વાદ સાકરના સમાન મીઠો હોય છે. પહેલા આરામાં યુગલિક સ્ત્રી-પુરુષની આયુ જ્યારે છ મહિના શેષ રહે છે, તો યુગલિની પુત્ર-પુત્રીની એક જોડી પ્રસવ કરે છે.
(જ્યારે યુગલની આયુ પંદર મહિના શેષ (બાકી) રહે છે ત્યારે યુગલિની ઋતુને પ્રાપ્ત થાય છે. એ સમયે યુગલને વેદ મોહનીયનો તીવ્ર ઉદય હોવાથી એમનો યૌન-સંબંધ થાય છે અને નારી ગર્ભ ધારણ કરે છે. એનાથી પહેલાં તે ભાઈ-બહેનની જેમ રહે છે. આ ઉત્તમતાના કારણે યુગલ નર-નારી દેવગતિ પ્રાપ્ત કરે છે, એવું વૃદ્ધોનું કથન છે.) કાળચક્ર : એક અનુશીલન
36;
Page #395
--------------------------------------------------------------------------
________________
માત્ર ઓગણપચાસ દિવસ સુધી એમનું પાલન-પોષણ કરવું પડે છે. એટલા દિવસોમાં તે સમજદાર અને સ્વાવલંબી થઈ જાય છે. એમનાં માતા-પિતામાંથી એકને છીંક અને બીજાને બગાસું આવે છે અને મૃત્યુને પ્રાપ્ત થઈ જાય છે. મૃત્યુ પછી તે દેવગતિ પ્રાપ્ત કરે છે. (મનુષ્ય ગતિમાં યુગલિકની જેટલી આયુ થાય છે, એનાથી અધિક આયુ દેવગતિમાં નથી થતી.) એ ક્ષેત્રના અધિષ્ઠાતા દેવ યુગલનાં મૃતક શરીરોને ક્ષીર સમુદ્રમાં લઈ જઈને વિસર્જિત કરી દે છે. આ આરો ચાર કોડાકોડી સાગરોપમનો થાય છે.
(૨) સુષમ :
પ્રથમ સુષમ-સુષમ આરાની સમાપ્તિ પછી ત્રણ કોડાકોડી સાગરોપમનો બીજા સુષમ નામનો આરો પ્રારંભ થાય છે. પહેલા આરાની અપેક્ષા વર્ણ, રસ, ગંધ અને સ્પર્શની ઉત્તમતામાં અનંતગણી હાનિ થતી જાય છે. શરીરની અવગાહના ઘટતી-ઘટતી બે કોસની રહી જાય છે. આયુ બે પલ્યોપમની અને શરીરની પાંસળીઓ એકસો અઠ્યાવીસ રહી જાય છે. બે દિવસના અંતરથી આહારની ઇચ્છા થાય છે. ફુલ-ફળ વગેરેનો આહાર કરે છે. માટીનો સ્વાદ સાકર જેવો રહી જાય છે. મૃત્યુથી છ માસ પહેલાં યુગલિની પુત્ર-પુત્રીના યુગલને જન્મ આપે છે. ચોસઠ દિવસ સુધી અપત્યની પાલન કરે છે. તત્પશ્ચાત્ તે સ્વાવલંબી બની જાય છે. શેષ વક્તવ્યતા પહેલાં આરા જેવી સમજવી જોઈએ.
(૩) સુષમ-દુષમ : બીજો આરો સમાપ્ત થવાથી બે કોડાકોડી સાગરોપમનો ત્રીજો આરો આરંભ થાય છે. એનું નામ સુષમ-દુષમ છે. એમાં સુખની અધિકતા અને દુઃખની અલ્પતા હોય છે. આ આરામાં બીજા આરાની અપેક્ષાથી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની ઉત્તમતામાં ક્રમશઃ અનંતગણી હાનિ થતી જાય છે. ઘટતા-ઘટતા એક કોસની અવગાહના, એક પલ્યોપમનું આયુષ્ય અને ચોસઠ પાંસળીઓ રહી જાય છે. એક દિવસના અંતરથી આહારની ઈચ્છા થાય છે. પૃથ્વીનો સ્વાદ ગોળ જેવો રહી જાય છે. મૃત્યુના છ મહિના પૂર્વ યુગલિની પુત્ર-પુત્રી યુગલને જન્મ આપે છે. અગ્નાએંસી દિવસો સુધી અપત્યની પાલન કરે છે. તે પછી તે જો સ્વાશ્રયી થઈ જાય છે. બાકી બધા કથન પ્રથમ આરા સમાન સમજવા જોઈએ.
ઉક્ત ત્રણ આરાઓના તિર્યંચ પણ યુગલિક હોય છે. આ ત્રણેય આરાઓમાં યુગલિયોનો માત્ર યુગલ ધર્મ રહે છે. એમાં વેર નથી, ઈર્ષ્યા નથી, વૃદ્ધાવસ્થા નથી, રોગ નથી, કુરૂપ નથી. તે પરિપૂર્ણ અંગ-ઉપાંગ પ્રાપ્ત કરીને સુખોપભોગ કરે છે.
કુલકર ત્રીજા આરામાં ત્રણ વિભાગોમાંથી બે વિભાગોમાં ઉક્ત રચના સમજવી જોઈએ. ત્રીજા વિભાગના છાંસઠ લાખ કરોડ છાસઠ હજાર કરોંડ, છસો કરોડ, છાંસઠ કરોડ, છાંસઠ લાખ, છાસઠ હજાર સો છાંસઠ (૬૬,૬૬,૬૬,૬૬,૬૬,૬૬,૬૬) સાગરોપમ શેષ રહેવાથી કાળ સ્વભાવથી કલ્પવૃક્ષોથી બધી વસ્તુઓ પ્રાપ્ત નથી થતી. આ કારણે યુગલિક મનુષ્યોમાં પરસ્પર ઝઘડો થવા લાગે છે. આ વિવાદને મટાડવા માટે તથા વ્યવસ્થા કરવા માટે પંદર (૩૮) 00 0 0 0 0 0 0 0 0 0 જિણધમો)
Page #396
--------------------------------------------------------------------------
________________
કુલકોની ઉત્પત્તિ થાય છે. આ કુલકર પોત-પોતાના સમયમાં પ્રતાપશાળી અને પ્રભાવશાળી પુરુષ હોય છે. એ તત્કાલીન સમયના વ્યવસ્થાપક અને મર્યાદા પુરુષ હોય છે.
પ્રારંભના પાંચ કુલકરોના સમય સુધી ‘હકાર’ની દંડનીતિ પ્રચલિત હોય છે. અર્થાત્ જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પ્રકારનું અશોભનીય કાર્ય કરે છે, તો એને કુલકર ‘હા’ એવો શબ્દ કહે છે. આનો અર્થ થાય છે કે તે એના કાર્ય પર ખેદ પ્રગટ કરે છે. અપરાધીના માટે આ જ દંડ પ્રર્યાપ્ત હોય છે. તે આનાથી સ્વયંને લજ્જિત અનુભવ કરે છે.
આનાથી આગળના પાંચ કુલકરો સુધી ‘મકાર’ની દંડનીતિ ચાલે છે. અર્થાત્ અપરાધીને ‘મા’ શબ્દ કહી દેવામાં આવે છે, જેનો અભિપ્રાય છે કે ‘એવું ના કરો'. આ પ્રકાર કહી દેવું જ અપરાધનો દંડ થઈ જાય છે. આનાથી આગળના પાંચ કુલકરોના સમયમાં દંડનીતિમાં થોડી કઠોરતા આવી જાય છે. એ સમયે અપરાધીને ‘ધિક્’ શબ્દ કહીને દંડિત કરી દેવામાં આવે છે. આ ખંડોથી લજ્જિત થઈને એ સમયના લોકો અપરાધથી વિરત થઈ જાય છે.
છતાં કલ્પવૃક્ષોની ફળદાયિની શક્તિ ક્રમશઃ ક્ષીણ જતી જાય છે, છતાં આ સમય સુધી કલ્પવૃક્ષોથી જ નિર્વાહ થતો રહે છે. લોકોને પોતાના નિર્વાહ માટે અસિ, મષિ, કૃષિ સંબંધી આજીવિકાની આવશ્યકતા નથી પડતી. તેથી પહેલાંથી લગાવીને ત્રીજા આરાને આ સમય સુધી આ ભૂમિ ‘અકર્મભૂમિ' કહેવાય છે અને અહીં મનુષ્ય જોડીથી જ ઉત્પન્ન થાય છે, અને જોડીથી જ રહે છે, માટે તે યુગલિક કે જુગલિયા કહેવાય છે.
જ્યારે ત્રીજો આરો સમાપ્ત થવામાં ચૌર્યાસી લાખ પૂર્વ, ત્રણ વર્ષ અને સાડા આઠ મહિના બાકી રહી જાય છે, ત્યારે અયોધ્યા નગરીના પંદરમા કુલકરથી પ્રથમ તીર્થંકરનો જન્મ થાય છે. કાળના પ્રભાવથી જ્યારે કલ્પવૃક્ષોથી કંઈપણ પ્રાપ્ત થતું નથી, ત્યારે મનુષ્ય ક્ષુધાથી વ્યાકુળ થાય છે. મનુષ્યોની આ દશા જોઈને અને દયાભાવ લાવીને ભાવિ તીર્થંકર એમના પ્રાણોની રક્ષા માટે ત્યાં સ્વભાવતઃ ઊગેલા ચોવીસ પ્રકારના ધાન્યને અને મેવા વગેરેને ખાવા માટે બતાવે છે. કાચું ધાન્ય ખાવાથી એમનું પેટ દુ:ખે છે, એવું જાણીને અરણિકાષ્ઠથી અગ્નિ ઉત્પન્ન કરીને એમાં ધાન્ય પકાવવાનું કહે છે. ભોળા લોકો અગ્નિ પ્રજ્વલિત કરીને એમાં ધાન્ય નાખી દે છે. અગ્નિ એને ભસ્મ કરી દે છે. ત્યારે એમને નિરાશા થાય છે. તે ભાગીને તીર્થંકરની પાસે જાય છે અને કહે છે કે - “નાથ ! આ અગ્નિ તો રાક્ષસ છે. એનું જ પેટ નથી ભરાતું તો આપણને શું આપશે ?' ત્યારે તીર્થંકર કુંભારની સ્થાપના કરીને વાસણ બનાવવાનું શીખવાડે છે. ૪ કુળ અઢાર શ્રેણીઓ (જાતિઓ) અને ૧૮ પ્રશ્રેણીઓ સ્થાપિત કરે છે. પુરુષોની ૭૨ કલાઓ, સ્ત્રીઓની ૬૪ કલાઓ, ૧૮ લિપિઓ, ૧૪ વિદ્યાઓ વગેરે શીખવાડે છે.
૪ કુળ : (૧) કોટવાળ, ન્યાયાધીશ વગેરેનું ઉગ્ન-કુળ (૨) ગુરુ સ્થાનીય ઉચ્ચ પુરુષોનું ભોગ-કુળ (૩) મંત્રીઓનું રાજ-કુળ અને (૪) પ્રજાનું ક્ષત્રિય-કુળ.
કાળચક્ર : એક અનુશીલન
૩૯
Page #397
--------------------------------------------------------------------------
________________
ક્ષત્રિય કુળની ૧૮ શ્રેણીઓ અને ૧૮ પ્રશ્રેણીઓ આ રીતે છે :
૧૮ શ્રેણીઓ : (૧) કુંભાર (૨) માળી (૩) કૃષિબળ (ખેડૂત) (૪) વણકર (૫) ચિત્રકાર (૬) ચૂડીગર (૭) દરજી (૮) કલાલ (૯) તંબોળી (૧૦) રંગરેજ (૧૧) ગોપાલક (૧૨) સુથાર (૧૩) તેલી (૧૪) ધોબી (૧૫) હલવાઈ (૧૬) નાપિત (૧૭) કહાર (૧૮) બંધાર.
૧૮ પ્રશ્રેણીઓ : (૧) સીસગર (૨) સગૃહી (૩) કાછી (૪) કુંદીગર (૫) કાગજી (૬) રેવારી (૭) ઠઠેરા (૮) પટવા (૯) સિલાવટ (૧૦) ભાડભુંજા (૧૧) સુવર્ણકાર (૧૨) ચર્મકાર (૧૩) ચુનારા (૧૪) ધીવર (૧૫) ગિરા (૧૬) સિકલીગર (૧૭) કસેરા (૧૮) વણિક.
૦૨ પુરુષોની કલાઓ :
(૧) લેખન (૨) ગણિત (૩) રૂપ-પરિવર્તન (૪) નૃત્ય (૫) સંગીત (૬) તાલ (૭) વાઘ-વાદન (૮) વાંસળી (૯) નર-લક્ષણ (૧૦) નારી-લક્ષણ (૧૧) ગજ-લક્ષણ (૧૨) અશ્વ-લક્ષણ (૧૩) દંડ-લક્ષણ (૧૪) રત્નપરીક્ષા (૧૫) ધાતુવાદ (૧૬) મંત્રવાદ (૧૭) કવિત્વ (૧૮) તર્કશાસ્ત્ર (૧૯) નીતિશાસ્ત્ર (૨૦) ધર્મશાસ્ત્ર (૨૧) જ્યોતિષશાસ્ત્ર (૨૨) વૈદિકશાસ્ત્ર (૨૩) ષદ્ભાષા (૨૪) યોગાભ્યાસ (૨૫) રસાયણ (૨૬) અંજન (૨૭) સ્વપ્નશાસ્ત્ર (૨૮) ઇન્દ્રજાળ (૨૯) કૃષિકર્મ (૩૦) વસ્ત્રવિધિ (૩૧) દ્યૂતવિધિ (૩૨) વ્યાપાર (૩૩) રાજસેવા (૩૪) શકુન-વિચાર (૩૫) વાયુ-સ્તંભન (૩૬) અગ્નિ-સ્તંભન (૩૭) મેઘવૃષ્ટિ (૩૮) વિલેપન (૩૯) મર્દન (૪૦) ઊર્ધ્વગમન (૪૧) સ્વર્ણ-સિદ્ધિ (૪૨) રૂપસિદ્ધિ (૪૩) ઘરબંધન (૪૪) પગ-છેદન (૪૫) મર્મ-છેદન (૪૬) લોકચાર (૪૭) લોકરંજન (૪૮) ફળ-આકર્ષણ (૪૯) અફલાફલન (જ્યાં ફળ ન લાગતાં હોય ત્યાં ફળ લગાવી દેવા) (૫૦) ધાર-બંધન (૫૧) ચિત્રકલા (૫૨) ગ્રામ-વસાવવું (૫૩) મલ્લયુદ્ધ (૫૪) ૨થયુદ્ધ (૫૫) ગુરુયુદ્ધ (પ૬) વૃષ્ટિયુદ્ધ (૫૭) વાગ્યુદ્ધ (૫૮) મુષ્ઠિયુદ્ધ (૫૯) બાહુયુદ્ધ (૬૦) દંડયુદ્ધ (૬૧) શસ્રયુદ્ધ (૬૨) સર્પમોહન (૬૩) વ્યંતર-મર્દન (૬૪) મંત્રવિધિ (૬૫) તંત્રવિધિ (૬૬) યંત્રવિધિ (૬૭) રૌપ્પણકવિધિ (૬૮) સુવર્ણપાકવિધિ (૬૯) બંધન (૭૦) મારણ (૭૧) સ્તંભન અને (૭૨) સંજીવન. ૬૪ સ્ત્રીઓની કલાઓ :
(૧) નૃપ (૨) ચિત્ર (૩) ઔચિત્ય (૪) વાદિંત્ર (૫) મંત્ર (૬) મંત્ર (૭) જ્ઞાન (૮) વિજ્ઞાન (૯) દંભ (૧૦) જલસ્તંભન (૧૧) ગીતગાન (૧૨) તાલમાન (૧૩) મેઘવૃષ્ટિ (૧૪) ફલાસૃષ્ટિ (૧૫) આકાર-ગોપન (રૂપને છુપાવી લેવું.) (૧૬) ધર્મવિચાર (૧૭) ધર્મ નીતિ (૧૮) શુકન-વિચાર (૧૯) ક્રિયાકલાપ (૨૦) આરામરોપણ (૨૧) સંસ્કૃત જલ્પ (૨૨) પ્રસાદ-નીતિ (૨૩) સુવર્ણવૃદ્ધિ (૨૪) સુગંધિત તેલ બનાવવું (૨૫) લીલા-સંચરણ (માયા કરવી) (૨૬) અશ્વગજ પરીક્ષા (૨૭) સ્ત્રી-પુરુષ લક્ષણ-જ્ઞાન (૨૮) કામક્રિયા
૩૮૦
જિણધો
Page #398
--------------------------------------------------------------------------
________________
(૨૯) લિપિછેદન (૩૦) તાત્કાલિક બુદ્ધિ (૩૧) વસ્તુસિદ્ધિ (૩૨) વૈઘક્રિયા (૩૩) સુવર્ણરત્ન-શુદ્ધિ (૩૪) કુંભભ્રમ (૩૫) સાર-પરિશ્રમ (૩૬) અંજન-યોગ (૩૭) ચૂર્ણયોગ (૩૮) હસ્તપટુતા (૩૯) વચનપટુતા (૪૦) ભોજનવિધિ (૪૧) વાણિજ્યવિધિ (૪૨) કાવ્યશક્તિ (૪૩) વ્યાકરણ (૪૪) શાલિખંડન (૪૫) મુખમંડન (૪૬) કથાકથન (૪૭) પુષ્પમાળા ગ્રંથન (૪૮) શૃંગાર (૪૯) સર્વભાષા જ્ઞાન (૫૦) અભિધાન જ્ઞાન (૫૧) આભરણ વિધિ (૫૨) ભૃત્ય ઉપચાર (૫૩) ગૃહાચાર ૯૫૪) સંચયન (૫૫) નિરાકરણ (૫૬) ધાન્ય-ધન (૫૭) કેશગ્રંથન (૫૮) વીણાનાદ (૫૯) વિતંડાવાદ (૬૦) અંકવિચાર (૬૧) સત્યસાધન (૬૨) લોકવ્યવહાર (૬૩) અંત્યાક્ષરી અને (૬૪) પ્રશ્ન-ઉખાણું.
૧૮ લિપિઓ : ૧૮ લિપિઓનાં નામ શ્રુતજ્ઞાન પ્રકરણમાં આપવામાં આવ્યાં છે. ૧૪ લોકોત્તર વિધાઓ : (૧) ગણિતાનુયોગ (૨) કરણાનુયોગ (૩) ચરણાનુયોગ (૪) દ્રવ્યાનુયોગ (૫) શિક્ષાકલ્પ (૬) વ્યાકરણ (૭) છંદવિદ્યા (૮) અલંકાર (૯) જ્યોતિષ (૧૦) નિર્યુક્તિ (૧૧) ઇતિહાસ (૧૨) શાસ્ત્ર (૧૩) મીમાંસા અને (૧૪) ન્યાય.
૧૪ લૌકિક વિધાઓ : (૧) બ્રહ્મ (૨) ચાતુરી (૩) બળ (૪) વાહન (૫) દેશના (૬) બાહુ (૭) જળતરણ (૮) રસાયણ (૯) ગાયન (૧૦) વાઘ (૧૧) વ્યાકરણ (૧૨) વેદ (૧૩) જ્યોતિષ (૧૪) વૈદ્યક.
ઉલ્લેખિત કલાઓ, વિદ્યાઓ, લિપિઓ વગેરે અનાદિ કાળથી ચાલી આવે છે. અને અનંત કાળ સુધી ચાલતી રહેશે, પરંતુ કાળના પ્રભાવથી ભરત અને ઐરાવત ક્ષેત્રમાં ક્યારેક લુપ્ત થઈ જાય છે અને ક્યારેક પ્રકાશમાં આવે છે. મહાવિદેહ ક્ષેત્રમાં હંમેશાં રહે છે.
જીતાચાર અનુસાર સ્વર્ગથી ઇન્દ્ર આવીને ભાવિ તીર્થંકરનો રાજ્યાભિષેક કરે છે. લગ્નોત્સવ કરીને પાણિગ્રહણ કરાવે છે. જેમ-જેમ કુટુંબની વૃદ્ધિ થાય છે, તેમ-તેમ ગામનગર વગેરે વસાવવામાં આવે છે. આ રીતે ભરત ક્ષેત્રમાં જનસંખ્યા વધી જાય છે.
સંપૂર્ણ સામાજિક અને રાજનૈતિક વ્યવસ્થા થઈ ગયા પછી ભાવિ તીર્થંકર રાજ્ય-ઋદ્ધિનો પરિત્યાગ કરી દે છે. તે સંયમ ગ્રહણ કરે છે, તપશ્ચર્યા કરે છે, ચાર ઘાતી કર્મોનો સર્વથા ક્ષય કરીને કેવળજ્ઞાની થઈને ચતુર્વિધ તીર્થની સ્થાપના કરે છે. આ રીતે પ્રથમ તીર્થંકર ભગવાન જગતને લૌકિક અને લોકોત્તર કલ્યાણનો માર્ગ બતાવીને આયુના અંતમાં મોક્ષ પધારે છે.
વર્તમાન અવસર્પિણી કાળના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાન થયા. ત્રીજા આરાની સમાપ્તિમાં ચૌર્યાસી લાખ પૂર્વ, ત્રણ વર્ષ તથા સાડા આઠ માસ બાકી રહેવાથી સર્વાર્થસિદ્ધ વિમાનથી તેત્રીસ સાગરોપમનું આયુષ્ય ભોગવીને વનિતા નગરીમાં નાભિરાજાની મરુદેવી રાણીની કુક્ષિથી ઋષભદેવ સ્વામીનો જન્મ થયો. એમણે યુગલિક ધર્મ મટાડીને અસિ, મસિ, કૃષિ તથા કળાઓ અને વિદ્યાઓ લોકોને શીખવાડી. વીસ લાખ પૂર્વ સુધી તે કુમાર અવસ્થામાં રહ્યા. ત્રેસઠ લાખ પૂર્વ સુધી શાસન કર્યું. તે પછી પોતાના પુત્ર ભરતને કાળચક્ર : એક અનુશીલન
૩૮૧
Page #399
--------------------------------------------------------------------------
________________
રાજ્યભાર સોંપીને ચાર હજાર પુરુષોની સાથે દીક્ષા ધારણ કરી. સંયમ લીધાના એક હજાર વર્ષ પછી એમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. એક લાખ પૂર્વ સુધી સંયમ પાળીને અષ્ટાપદ પર્વત ઉપર પદ્માસનથી સ્થિત થઈને, દસ હજાર સાધુઓના પરિવારથી નિર્વાણને પ્રાપ્ત થયા.
પ્રથમ તીર્થકરના સમયે રાજકુળમાં પ્રથમ ચક્રવર્તીનો પણ જન્મ થાય છે. જેમ કે તીર્થકરની માતા ચૌદ સ્વપ્ન જુએ છે, એ જ રીતે ચક્રવર્તીની માતા પણ ચૌદ સ્વપ્ન જુએ છે, પરંતુ તે થોડા મંદા હોય છે. આ ચક્રવતીના દેહમાન પાંચસો ધનુષનો અને આયુષ ચોર્યાસી લાખ પૂર્વનો હોય છે. તે ચાલીસ લાખ અષ્ટાપદોના બળના ધારક હોય છે. યુવાવસ્થા પ્રાપ્ત થવાથી પહેલાં માંડલિક રાજા થાય છે અને પછી તેર અષ્ટમ ભત્ત (તેલા) કરીને ભરત ક્ષેત્રના છ ખંડો પર એકછત્ર શાસન કરે છે.
અ3)
(ચક્રવર્તીની ત્રાદ્ધિ)
ચક્રવર્તીનાં ચૌદ રત્ન અને નવ નિધિઓ હોય છે. નિમ્નલિખિત ચૌદ રત્નોમાંથી આદિના સાત એકેન્દ્રિય અને અંતના સાત પંચેન્દ્રિય રત્ન છે : ચૌદ રત્ન:
(૧) ચક્ર-રત્ન : સેનાના આગળ-આગળ આકાશમાં ઘન-ઘનન શબ્દ કરતાં ચાલે છે અને છ ખંડ સાધવાનો માર્ગ બતાવે છે.
(૨) છત્ર-રત્ન : સેનાના ઉપર લાંબા-પહોળા છત્રના રૂપમાં પરિણત થઈ જાય છે અને ઠંડી, તાપ, વાયુ વગેરેના ઉપસર્ગથી બચાવે છે.
(૩) દંડ-રત્ન વિષમ-સ્થાનને સમ કરીને સડક જેવો રસ્તો બનાવી લે છે અને વૈતાઢ્ય પર્વતની બંને ગુફાઓનાં દ્વાર ખોલે છે.
(૪) ખગ-રત્ન ઃ અહીં પચાસ આગળ લાંબું, સોળ આંગળ પહોળું અને અડધા આગળ મોટું અત્યંત તીક્ષ્ણ ધારવાળું ખગ્ન હોય છે. હજારો કોસના અંતરે દૂરસ્થિત શત્રુનું માથું કાપી નાખે છે. એ ચારેય રત્ન ચક્રવર્તીના આયુધશાળામાં ઉત્પન્ન થાય છે.
(૫) મણિ-રત્ન : આ ચાર આંગળ લાંબુ અને બે આંગળ પહોળુ હોય છે. આને ઊંચા સ્થાન પર રાખી દેવાથી બે યોજન સુધી ચંદ્રમાની સમાન પ્રકાશ કરે છે. જો હાથીના મસ્તક પર રાખી દેવામાં આવે, તો ગજસવારને કોઈ પ્રકારનો ભય નથી થતો.
(૬) કાંગની-રત્ન ઃ છએ બાજુથી ચાર-ચાર આંગળ લાંબું-પહોળું, સોનાના એરણના સમાન છ તળિયે, આઠ ખૂણે અને બાર હાંસિયાવાળા તથા આઠ સોનેયાભર વજનના હોય છે. એનાથી વૈતાઢય પર્વતની ગુફાઓમાં એક-એક યોજના અંતર પર પાંચસો ધનુષના ગોળાકાર ઓગણપચાસ મંડળ કરવામાં આવે છે. એમનો ચંદ્રમાની સમાન પ્રકાશ ત્યાં સુધી બનેલા રહે છે, જ્યાં સુધી કે ચક્રવર્તી જીવિત રહે છે. (૩૮૨) છે જે છે
છે કે જે જિણધમો)
Page #400
--------------------------------------------------------------------------
________________
(૭) ચર્મ-રત્ન : આ બે હાથ લાંબું હોય છે. આ બાર યોજન લાંબી અને નવ યોજન પહોળી નાવડી રૂપ થઈ જાય છે. ચક્રવર્તીની સેના પર સવાર થઈને ગંગા-સિંધુ જેવી મહાનદીઓને પાર કરે છે. આ ત્રણેય રત્ન ચક્રવર્તીના લક્ષ્મી ભંડારમાં ઉત્પન્ન થાય છે.
(૮) સેનાપતિ-રત્ન : વચ્ચેના બંને ખંડોને ચક્રવર્તી સ્વયં જીતે છે અને ચારેય ખૂણાના ચારેય ખંડોને ચક્રવર્તીના સેનાપતિ જીતે છે. આ વૈતાઢ્ય પર્વતની ગુફાઓના દ્વાર દંડનો પ્રહાર કરીને ખોલે છે અને મ્લેચ્છોને પરાજિત કરે છે.
00
(૯) ગાથાપતિ-રત્ન : ચર્મરત્નને પૃથ્વીના આકારનું બનાવીને તેના પર ચોવીસ પ્રકારના ધાન્ય અને બધા પ્રકારના મેવા-મસાલા, શાકભાજી વગેરે દિવસના પ્રથમ પહોરમાં લગાવે છે, બીજા પહોરમાં બધા પાકી જાય છે અને ત્રીજા પહોરમાં તૈયાર કરીને ચક્રવર્તી વગેરેને ખવડાવી દે છે.
(૧૦) વર્ધકિ-રત્ન ઃ આ મુહૂર્તભરમાં બાર યોજન લાંબુ, નવ યોજન પહોળું, બેંતાલીસ ખંડનો મહેલ, પૌષધશાળા, રથશાળા, ઘોડાશાળા (અસ્તબળ), પાકશાળા, બજાર વગેરે બધી સામગ્રીથી યુક્ત નગર બનાવી દે છે. રસ્તામાં ચક્રવર્તી પોતાના સમસ્ત પરિવારની સાથે એમાં નિવાસ કરે છે.
(૧૧) પુરોહિત-રત્ન : આ શુભ મુહૂર્ત બતાવે છે. લક્ષણ, હસ્તરેખા વગેરે સામુદ્રિક, વ્યંજન (તલ-મસ વગેરે), સ્વપ્ન, અંગ-સ્ફુરણ વગેરેનું શુભાશુભ ફળ બતાવે છે. શાંતિપાઠ કરે છે.
(૧૨) સ્ત્રી-રત્ન : આ વૈતાઢ્ય પર્વતની ઉત્તર શ્રેણીના સ્વામી વિદ્યાધરની શ્રીદેવી નામની પુત્રી હોય છે. અત્યંત રૂપવતી, હંમેશાં કુમારિકાની સમાન યુવતી રહે છે. આ પુત્રપ્રસવ નથી કરતી. એનું દેહમાન ચક્રવર્તીના દેહમાનથી ચાર આંગળ ઓછું હોય છે.
(૧૩) અશ્વ-રત્ન : પૂંછડીથી મુખ સુધી એકસો આઠ આંગળ લાંબા, ખુરથી કાન સુધી એંસી આગળ ઊંચું, ક્ષણભરમાં અભીષ્ટ સ્થાન પર પહોંચાડી દેનારો કમળપતિ નામનો ઘોડો હોય છે. આ વિજયપ્રદ હોય છે.
(૧૪) ગજ-રત્ન : આ ચક્રવર્તીથી બેગણો ઊંચો હોય છે. મહા સૌભાગ્ય શીલ, કાર્યદક્ષ અને અત્યંત સુંદર હોય છે.
આ અશ્વ અને હાથી વૈતાઢ્ય પર્વતના મૂળમાં ઉત્પન્ન થાય છે. ચક્રવર્તી આ ચૌદ રત્નોના (શ્રેષ્ઠ પદાર્થોના) સ્વામી હોય છે.
નવ નિધિઓ :
(૧) નૈસર્પ-નિધિ : આ નિધિથી ગામ વગેરે વસાવવાની અને સેનાનો પડાવ નાખવાની વિધિ અને સામગ્રી પ્રાપ્ત થાય છે.
(૨) પંડૂક-નિધિ : આ નિધિથી તોલવા-માપવાના ઉપકરણ પ્રાપ્ત થાય છે. ચક્રવર્તીની ઋદ્ધિ
૩૮૩
Page #401
--------------------------------------------------------------------------
________________
(૩) પિંગલ-નિધિ : આ નિધિથી મનુષ્યો અને પશુઓના બધા પ્રકારના આભૂષણ પ્રાપ્ત થાય છે.
(૪) સર્વરત્ન-નિધિ ઃ આ નિધિથી ચક્રવર્તીને ચૌદ રત્ન અને બધા પ્રકારનાં રત્નો તથા ઝવેરાતની પ્રાપ્તિ થાય છે.
(૫) મહાપર્મ-નિધિ ઃ આ નિધિથી વસ્ત્રોની તથા એમને રંગવાની સામગ્રી પ્રાપ્ત થાય છે.
(૬) કાળ-નિધિ : અષ્ટાંગ નિમિત્ત સંબંધી, ઇતિહાસ સંબંધી અને કુંભાર વગેરેના શિલ્પ સંબંધી શાસ્ત્રોની પ્રાપ્તિ આ નિધિથી થાય છે.
(૭) મહાકાળ-નિધિ : આ નિધિથી સુવર્ણ વગેરે ધાતુઓની, વાસણોની અને રોકડ ધનની પ્રાપ્તિ થાય છે.
(૮) માણવકા-નિધિ ઃ આ નિધિથી બધા પ્રકારનાં અસ્ત્ર-શસ્ત્રની પ્રાપ્તિ થાય છે.
(૯) શંખ-નિધિ : ધર્મ, અર્થ, કામ અને મોક્ષના સાધન બતાવવાવાળા શાસ્ત્રની, પ્રાકૃત-સંસ્કૃત વગેરે સંકીર્ણ-ગદ્ય-પદ્યમય શાસ્ત્રોની અને બધા પ્રકારનાં વાજિંત્રોની પ્રાપ્તિ થાય છે.
આ નવ મહાનિધિઓ સંદૂકના સમાન બાર યોજન લાંબા, નવ યોજન પહોળા અને આઠ યોજન ઊંચા ચક્રથી યુક્ત, ગંગા અને સમુદ્રના સંગમના સ્થાન પર રહે છે. જ્યારે ચક્રવર્તી અષ્ટમ તપ કરીને એમની આરાધના કરે છે ત્યાં સુધી એમના પગોની નીચે આવીને રહે છે. એમાંથી દ્રવ્યમય વસ્તુ તો સાક્ષાત્ નીકળે છે અને કર્મરૂપ વસ્તુઓને બતાવનારી વિધિઓનાં પુસ્તકો નીકળે છે. જેમને વાંચીને ઈષ્ટાર્થથી સિદ્ધિ કરી શકાય છે. ચક્રવર્તીની આયુ પૂર્ણ થવાથી અથવા દીક્ષા લીધા પછી આ બધાં સાધનો પોત-પોતાના સ્થાને ચાલ્યાં જાય છે.
એ ચૌદ રત્ન અને નવ નિધિઓ ૧૦૦૦-૧000 દેવોથી અધિષ્ઠિત હોય છે. તે દેવ પૂર્વોક્ત બધા કાર્ય કરે છે. અન્ય ત્રાદ્ધિ :
ચક્રવર્તીના ૨ હજાર આત્મરક્ષક દેવ હોય છે. છએ ખંડોના બત્રીસ હજાર દેશોમાં (એકવીસ લાખ કોસોમાં) એમનું રાજ્ય હોય છે. ૩૨ હજાર મુગટધારી રાજા એમના સેવક હોય છે. ૬૪ હજાર રાણીઓ હોય છે. ૮૪ લાખ હાથી, ૮૪ લાખ ઘોડા, ૮૪ લાખ રથ, ૯૬ કરોડ પગપાળા, ૩૨ હજાર નૃત્યકાર, ૧૬ હજાર રાજધાનીઓ, ૧૬ હજાર દ્વીપ, ૯૯ હજાર દ્રોણમુખ, ૯૬ કરોડ ગામ, ૪૯ હજાર બગીચા, ૧૪ હજાર મહામંત્રી, ૧૬ હજાર પ્લેચ્છ રાજા સેવક, ૧૬ હજાર રત્નાગાર, ૨૦ હજાર સોના-ચાંદીના આગાર, ૪૮ હજાર પટ્ટન, ૩ કરોડ ગોકુળ, ૩૬૦ ભોજન બનાવનારા રસોઈયા, ૨૬ લાખ અંગમર્દક, ૯૯ કોટિ દાસ-દાસીઓ, ૯૯ લાખ અંગરક્ષક, ૩ કરોડ આયુધ શાળાઓ, ૩ કરોડ વૈદ્ય, ૮ હજાર (૮૪) એ જ છે જે જેમાં જિણધમો)
Page #402
--------------------------------------------------------------------------
________________
પંડિત, ૬૪૦૪૨ માળવાળા મહેલ હોય છે. ૪ કરોડ મણ અનાજ, ૧ લાખ મણ મીઠું, ૭૨ મણ હિંગ, પ્રતિદિન ખર્ચ થાય છે, વગેરે ઘણી ઋદ્ધિ ચક્રવર્તીને પ્રાપ્ત થાય છે.
ચક્રવર્તીની આ ઋદ્ધિ સંપૂર્ણ ભરત ક્ષેત્ર-વ્યાપી સમજવી જોઈએ. આ ઋદ્ધિને છોડીને જે ચક્રવર્તી સંયમ ધારણ કરે છે, તે મોક્ષ કે સ્વર્ગમાં જાય છે, અગર રાજ્ય ભોગવતાં મૃત્યુ પ્રાપ્ત થાય છે તો નરક ગતિમાં જાય છે. આ આરામાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા અને કેવળજ્ઞાની હોય છે. નરક, તિર્યચ, મનુષ્ય, દેવ અને મોક્ષ પાંચેય ગતિઓમાં જનારા જીવ હોય છે.
(૪) દુષમ-સુષમ : ત્રીજા આરાની સમાપ્તિ પર દુઃષમ સુષમ નામનો ચોથો આરો શરૂ થાય છે. એમાં દુઃખની પ્રચુરતા અને સુખની અલ્પતા હોય છે. બેંતાલીસ હજાર વર્ષ ઓછા એક કરોડા-કરોડ સાગરોપમ સુધી આ આરા ચાલે છે. એમાં પહેલાની અપેક્ષા વર્ણ વગેરે શુભ પુદ્ગલોની અનંતગણી હાનિ થાય છે. દેહમાન ઘટતાં-ઘટતાં પાંચસો ધનુષના અને આયુષ એક કરોડ પૂર્વનો રહી જાય છે. ઊતરતા આરામાં સાત હાથના દેહમાન અને બસો વર્ષમાં થોડા ઓછાનું આયુષ્ય રહી જાય છે. મનુષ્યના શરીરમાં બત્રીસ પાંસળીઓ અને ઊતરતા આરામાં માત્ર સોળ પાંસળીઓ રહી જાય છે. દિવસમાં એકવાર ભોજનની અભિલાષા હોય છે. આ આરામાં સંહનન છ* સંસ્થાન* છ તથા પાંચેય ગતિઓમાં જનારા મનુષ્ય હોય છે. ૨૩ તીર્થકર, ૧૧ ચક્રવર્તી, ૯ બળદેવ, ૯ વાસુદેવ અને ૯ પ્રતિવાસુદેવ પણ આ જ આરામાં હોય છે. | વાસુદેવ પૂર્વભવમાં તપ સંયમનું પાલન કરતાં-કરતાં ઉનિદાન (નિયાણા) કરે છે અને આયુ પૂર્ણ થવાથી સ્વર્ગ કે નરકનો એક ભવ કરીને ઉત્તમ કુળમાં અવતરિત થાય છે. એમની માતાને સાત ઉત્તમ સ્વપ્ન આવે છે. જન્મ લઈને યુવાવસ્થાને પ્રાપ્ત કરીને રાજ્યસિંહાસન પર બેસે છે.
વાસુદેવ પદની પ્રાપ્તિના સમયે સાત રત્ન ઉત્પન્ન થાય છે - (૧) સુદર્શન ચક્ર (૨) અમોઘ ખગ (૩) કૌમુદી ગદા (૪) પુષ્પમાલા (૫) અમોધ ધનુષ-બાણ શક્તિ (૬) કૌસ્તુભ મણિ અને (૭) મહારથ. વીસ લાખ અષ્ટપદોનું બળ એમના શરીરમાં હોય છે.
વાસુદેવથી પહેલાં પ્રતિવાસુદેવ ઉત્પન્ન થાય છે. તે દક્ષિણાર્ધ ભરત ક્ષેત્ર પર રાજ્ય કરે છે. વાસુદેવ, પ્રતિવાસુદેવને મારીને એના રાજ્યના અધિકારી બને છે. વાસુદેવના ત્રણ ખંડો પર એકછત્ર રાજ્ય હોય છે. બળદેવ વાસુદેવના મોટા ભાઈ થાય છે. બળદેવની માતા ચાર ઉત્તમ સ્વપ્ન જુએ છે. બળદેવ વાસુદેવના પિતા એક જ હોય છે, પરંતુ માતા અલગઅલગ હોય છે. બંને ભાઈઓમાં અત્યંત પ્રેમ હોવાની સાથે સાથે રહે છે. દસ લાખ અષ્ટાપદોનું બળ એમના શરીરમાં હોય છે. વાસુદેવની આયુ પૂર્ણ થયા પછી એ બળદેવ સંયમ ધારણ કરીને આયુનો અંત થવાથી સ્વર્ગ કે મોક્ષમાં જાય છે.
* હાડકાંઓની રચનાને સહનન કહે છે. એના છ ભેદ છે. + શરીરની આકૃતિને સંસ્થાન કહે છે, એના છ ભેદ છે. આમનું વર્ણન નામ કર્મના પ્રકરણમાં જુઓ. દૂ ચકવર્તીની ઋદ્ધિ
૩૮૫
Page #403
--------------------------------------------------------------------------
________________
(૩૮) છે
નામ | નામ | નામ
નામ | નામ
નામ
પ્રમાણ
૩
|
આ અવસર્પિણી કાળના ૧૨ ચક્રવર્તીનાં નામ, ગ્રામ વગેરેનું યંત્ર ૪.સં. ચક્રવર્તીના નગરનાં | પિતાનાં માતાનાં સ્ત્રીનાં | આયુષ્ય | દેહમાન | ગતિ કયા તીર્થકરના
સમયે ૧ | ભરત | અયોધ્યા | ઋષભદેવ સુમંગલા સુભદ્રા | ૮૪ લાખ પૂર્વ ૫૦૦ ધનુષ | મોક્ષ ઋષભદેવજીના ૨ | સગર | અયોધ્યા | સુમતિ | જયવતી, ભદ્રા | ૭૨ લક્ષ પૂર્વ |૪૫૦ ધનુષ | મોક્ષ અજિતનાથજીના
માધવા | શ્રાવસ્તી | વિજય | ભદ્રા | સુનંદા | ૫ લક્ષપૂર્વ | ૪રા ધનુષ | મોક્ષ, ધર્મનાથજીની પછી ૪ સનસ્કુમાર હસ્તિનાપુર અશ્વસેન શિવા | જયા | ૩ લક્ષ પૂર્વ | ૪૧ ધનુષ | મોક્ષ ધર્મનાથજીની પછી ૫ | શાંતિનાથ હસ્તિનાપુર વિશ્વસેન અચિરા | વિજયા | ૧ લક્ષ પૂર્વ | ૪૦ ધનુષ | મોક્ષ શાંતિનાથજીની પછી
કુંથુનાથ હસ્તિનાપુર સુરરાય શ્રીદેવી | કૃષ્ણશ્રી ૯૫ હજાર વર્ષ ૩૫ ધનુષ | મોક્ષ કુંથુનાથજી સ્વયં ૭ | અરનાથ હસ્તિનાપુર સુદર્શન દેવી | સૂર્યશ્રી ૮૪ હજાર વર્ષ ૩૦ ધનુષ | મોક્ષ અરનાથજી સ્વયં
સંભૂમ હસ્તિનાપુર કૃતવીર્ય તારા | પદ્મશ્રી ૬૦ હજાર વર્ષ ૨૮ ધનુષ | નરક અરનાથજીની પછી મહાપદ્મ વારાણસી | પદ્દમોત્તર જ્વાળા| વસુંધરા ૩૦ હજાર વર્ષ ૨૦ ધનુષ | મોક્ષ મુનિસુવ્રતજીની પછી હરિફેણ કંપિલપુર | મહાહરી મેરા | દેવી ૧૦ હજાર વર્ષ ૧૫ ધનુષ | મોક્ષ નમિનાથજીની પછી જયસેણ રાજગૃહી | વિજય | વપરા લક્ષ્મીપતિ ૩ હજાર વર્ષ | ૧૨ ધનુષ | મોક્ષ નમિનાથજીની પછી બ્રહ્મદત્ત | કંપિલપુર | બ્રહ્મ | ચલણી | કુરુમતી | ૭૦૦ વર્ષ | ૭ ધનુષ | નરક અરિષ્ટનેમિજીની પછી
૧૧ |
જિણધો]
૧ ૨
|
Page #404
--------------------------------------------------------------------------
________________
[ ચકવર્તીની અદ્ધિ 20000000000/૮૦)
આ અવસર્પિણી કાળના બળદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવનું યંત્ર બળદેવનું નામ | અચલ | વિજય | ભદ્ર | સુપ્રભ | સુદર્શન | આનંદ | નિંદન | પહ્મરથ બળભદ્ર રામ
વાસુદેવનું નામ | ત્રિપૃષ્ઠ | દ્વિપૃષ્ઠ | સ્વયંભૂ | પુરુષોત્તમ પુરુષસિંહપુરુષ પુંડરિક દત્ત | લક્ષ્મણ કૃષ્ણ ૩ બંનેનાં નગર પોતનપુર દ્વારાવતી દ્વારાવતી દ્વારાવતી અશ્વપુર ચક્રપુર | બનારસી રાજગૃહી મથુરા
બંનેના પિતા પ્રજાપતિ | બ્રહ્મ | સોમ | રુદ્ર | શિવ | મહાશિવ અગ્નિશિખ દશરથ | વસુદેવ ૫ બળદેવની માતા | ભદ્રા | સુભદ્રા | સુપ્રભા | સુદર્શના | વિજયા | વિજયન્તી | જયન્તી અપરાજિત રોહિણી
વાસુદેવની માતા મૃગાવતી ઉમા | પૃથ્વી | સીતા | અમૃતા | લક્ષ્મીમતી | શેષમતી | કૈકેયી | દેવકી બંનેનો દેહમાન ૮૦ ધનુષ ૭૦ ધનુષ૬૦ ધનુષ પ૦ ધનુષ ૪૫ ધનુષ ૨૯ ધનુષ ૨૬ ધનુષ ૧૬ ધનુષ ૧૦ ધનુષ બળદેવની આયુ ૮૫ લક્ષ ૭૫ લક્ષ ૬૫ લક્ષ ૫૫ લક્ષ ૧૭ લક્ષ| ૮૫ હજાર ૬૫ હજાર ૧૫ હજાર ૧૨ હજાર
પૂર્વ | વર્ષ | વર્ષ | વર્ષ | વર્ષ | વર્ષ | વર્ષ | વર્ષ | | વર્ષ વાસુદેવની આયુ ૮૪ લક્ષ| ૭૨ લક્ષ૬૦ લક્ષ ૩૦ લક્ષ | ૧૦ લક્ષી ૯૫ હજાર પ૬ હજાર ૧૨ હજાર ૧ હજાર
પૂર્વ | પૂર્વ | પૂર્વ | પૂર્વ | પૂર્વ | વર્ષ | વર્ષ | વર્ષ | વર્ષ બળદેવની ગતિ | મોક્ષ | મોક્ષ | મોક્ષ | મોક્ષ | મોક્ષ | મોક્ષ | મોક્ષ | મોક્ષ બ્રહ્મદેવ લોક |૧૧| વાસુદેવની ગતિ 9મી નરક ૬ઠ્ઠી નરક ૬ઠ્ઠી નરક ૬ઠ્ઠી નરક ૬ઠ્ઠી નરક ૬ઠ્ઠી નરકપમી નરક ૪ નરક | ૩ નરક ૧૨ પ્રતિવાસુદેવનું નામ સુગ્રીવ | તારક | મેરક | મધુકીટ | નશુંભ | બળ | પ્રફ્લાદ | રાવણ | જરાસંધ
પ્રતિવાસુદેવની ૮૫ લક્ષ| ૭૫ લક્ષ૬૫ લક્ષ પ૫ લક્ષ| ૧૭ લક્ષ| ૮૫ હજાર ૬૫ પ્રફ્લાદ૧૫ હજાર ૧૨૦૦
આયુ વર્ષ | પૂર્વ | વર્ષ | વર્ષ | વર્ષ | વર્ષ | વર્ષ | વર્ષ | વર્ષ કોના સમયમાં શ્રેયાંસજી |વાસુપૂજ્યજી વિમલનાથ અનંતનાથજી ધર્મનાથજી અરહનાથજી | અરહનાથ | મુનિસુવ્રત | અરિષ્ટનેમિ.
Page #405
--------------------------------------------------------------------------
________________
ચોથો આરો સમાપ્ત થવામાં જ્યારે ત્રણ વર્ષ અને સાડા આઠ મહિના બાકી રહે છે ત્યારે ચોવીસમાં તીર્થકર મોક્ષ પધારે છે. વર્તમાન અવસર્પિણી કાળમાં ભગવાન મહાવીરના મોક્ષ પધાર્યા પછી તરત જ શ્રી ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન થયું. તે બાર વર્ષ પર્યત કેવળીપર્યાયમાં રહીને મોક્ષ-પધાર્યા. એના પછી શ્રી સુધમા સ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને તે આઠ વર્ષ સુધી કેવળી-પર્યાયમાં રહીને મોક્ષ પધાર્યા. ત્યાર પછી શ્રી જંબૂ સ્વામીને કેવળજ્ઞાન થયું. તે ચુંબાલીસ વર્ષ સુધી કેવળ-પર્યાયમાં રહીને મોક્ષ પધાર્યા. આ પ્રકારે પ્રભુ મહાવીરના નિર્વાણ પછી ચોંસઠ વર્ષ સુધી કેવળજ્ઞાન રહ્યું. એના પછી કોઈ કેવળજ્ઞાની ન થયું. ચોથા ઓરાના જન્મેલા મનુષ્યને પાંચમા આરામાં કેવળજ્ઞાન થઈ શકે છે. પરંતુ પાંચમા આરામાં જમેલાને કેવળજ્ઞાન નથી થતું.
શ્રી જંબૂ સ્વામીના મોલમાં પધાર્યા પછી ૧૦ બોલોનો વિચ્છેદ થઈ ગયો. તે ૧૦ બોલ આ પ્રકારના છે : (૧) કેવળ જ્ઞાન (૨) મનઃપર્યાય જ્ઞાન (૩) પરમાવધિ જ્ઞાન (૪) પરિહાર વિશુદ્ધિ ચારિત્ર (૫) સૂક્ષ્મ સમ્પરાય ચારિત્ર (૬) યથાખ્યાત ચારિત્ર (૭) પુલાક લબ્ધિ (૮) આહારક શરીર (૯) ક્ષપક-ઉપશમ શ્રેણી (મતાંતરથી ક્ષાયિક સમ્યકત્વ) અને (૧૦) જિનકલ્પ. વર્તમાન અવસર્પિણી કાળના ૨૪ તીર્થકર) ૧૨ ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ, કામદેવ, રુદ્ર અને નારદોનાં નામ વગેરેનું વિવરણ સંલગ્ન કોષ્ટકોથી સમજવું જોઈએ. વર્તમાનકાલીન કામદેવો, રુદ્રો અને નારદોનાં નામ
૨૪ કામદેવોનાં નામ ઃ (૧) બાહુબલી (૨) અમૃતતેજ (૩) શ્રીઘર (૪) દશાર્ણભદ્ર (૫) પ્રસન્નચંદ્ર (૬) ચંદ્રવર્ણ (૭) અગ્નિયુક્તિ (૮) સનકુમાર (૯) શ્રીવત્સ રાજા (૧૦) કનક પ્રભ (૧૧) મેઘવર્ણ (૧૨) શાંતિનાથ (૧૩) કુન્થનાથ (૧૪) અરનાથ (૧૫) વિજયનાથ (૧૬) શ્રીચંદ્ર (૧૭) નલરાજા (૧૮) હનુમાન (૧૯) બલિરાજા (૨૦) વસુરાજ (૨૧) પ્રદ્યુમ્ન (૨૨) નાગકુમાર (૨૩) શ્રી કુમાર અને (૨૪) જમ્મુ સ્વામી.
૧૧ રૂદ્રોનાં નામ : (૧) ભીમ (૨) જયતિસત્ય (૩) રુદ્રાય (૪) વિશ્વાનલ (૫) સુપ્રતિષ્ઠ (૬) અચલ (૭) પોંડરિક (૮) અજિતધર (૯) અજિતનાભિ (૧૦) પીઠ અને (૧૧) સત્યકી.
૯ નારદોનાં નામ : (૧) ભીમ (૨) મહાભીમ (૩) રુદ્ર (૪) મહારુદ્ર (૫) કાળ (૬) મહાકાળ (૭) ચતુર્મુખ (૮) નસ્કવદન અને (૯) ઉર્ધ્વમુખ (૫) દુષમ :
ચોથા આરાની સમાપ્તિ પર એકવીસ હજાર વર્ષનો પાંચમો દુઃશમ નામનો આરો પ્રારંભ થાય છે. આ આરામાં દુઃખની વિપુલતા હોય છે. નામ માત્રનું સુખ હોય છે. ચોથા આરાની અપેક્ષા વર્ણ, ગંધ, રસ, સ્પર્શમાં અર્થાત્ શુભ પુદ્ગલોમાં અનંતગણી હીનતા આવે છે. આયુ ઘટતા-ઘટતા સો વર્ષ ઝાઝેરું અને શરીરની અવગાહના સાત હાથની તથા પાસળીઓ
(૮૮)
2000 જિણધમો)
Page #406
--------------------------------------------------------------------------
________________
સોળ રહી જાય છે. ઊતરતા આરામાં બે હાથનું શરીર અને વીસ વર્ષનું આયુષ્ય રહી જાય છે. તથા પાસળીઓ આઠ રહી જાય છે. આ આરામાં છ સંહનન, છ સંસ્થાન હોય છે. પરંતુ ઊતરતા આરામાં સેવાર્તા સંહનન અને હુંડક સંસ્થાન રહી જાય છે. આ આરામાં મનુષ્યોને બે વાર ખાવાની ઇચ્છા થાય છે. પૃથ્વીનો સ્વાદ પ્રારંભમાં થોડો ઠીક પરંતુ ઊતરતા આરામાં કુંભારની રાખના સમાન થઈ જાય છે. આ આરામાં જન્મેલાને મોક્ષ નથી થતો તેથી ચાર જ ગતિ હોય છે.
પાંચમાં આરામાં ઉત્તરોત્તર અશુભતા વધતી જાય છે. બધી શુભ વાતોની હીનતા અને અશુભ વાતોની વૃદ્ધિ જોવા મળે છે. તદનુસાર નિમ્નલિખિત હીનતાઓ જોવા મળે છે.
(૧) નગર ગામ સમાન બની જાય છે.
(૨) ગામ સ્મશાન જેવું થઈ જાય છે. સુકુલોત્પન્ન દાસ-દાસી બને છે.
(૪) રાજા યમની જેમ ક્રૂર દંડ દેનાર હોય છે. (૫) કુલવાન સ્ત્રીઓ દુરાચારિણી હોય છે.
(૬) પુત્ર, પિતાની આજ્ઞાભંગ કરનાર હોય છે.
(૭) શિષ્ય, ગુરુની નિંદા કરનાર હોય છે.
(૮) સુશીલ મનુષ્ય દુઃખ ઉઠાવે છે.
(૯) કુશીલ મનુષ્ય સુખી હોય છે.
(૧૦) સાપ, વીંછી, ડોંસ, મચ્છર વગેરે જીવોની ઉત્પત્તિ અધિક હોય છે. (૧૧) દુષ્કાળ બહુ પડે છે.
(૧૨) બ્રાહ્મણ લોભી થઈ જાય છે.
(૧૩) હિંસાનો ધર્મ બતાવનાર બહુ હોય છે.
(૧૪) એક મતના અનેક મતાંતર થઈ જાય છે.
(૧૫) મિથ્યાત્વની વૃદ્ધિ થાય છે.
(૧૬) દેવદર્શન દુર્લભ થઈ જાય છે.
(૧૭) વૈતાઢ્ય પર્વતના વિદ્યાધરોની વિદ્યાનો પ્રભાવ મંદ પડી જાય છે. (૧૮) દુગ્ધ વગેરે સરસ વસ્તુઓની સ્નિગ્ધતા ઓછી થઈ જાય છે.
(૧૯) પશુ અલ્પાયુ થઈ જાય છે.
(૨૦) પાખંડીઓની પૂજા થયા છે.
(૨૧) ચોમાસામાં સાધુઓની સ્થિતિના યોગ્ય ક્ષેત્ર ઓછું થઈ જાય છે.
(૨૨) સાધુની બાર અને શ્રાવકની અગિયાર પ્રતિમાઓનું પાલન કરનાર કોઈ નથી રહેતું. ચક્રવર્તીની ઋદ્ધિ
૩૮૯
Page #407
--------------------------------------------------------------------------
________________
(૨૩) ગુરુ શિષ્યોને ભણાવતા નથી. (૨૪) શિષ્ય અવિનીત થઈ જાય છે. (૨૫) અધર્મી, કદાગ્રહી, ધૂર્ત, દગાબાજ અને કલેશકારી લોકો વધુ હોય છે. (૨૬) ધર્માત્મા, સુશીલ અને સરળ સ્વભાવી લોકો ઓછા થઈ જાય છે.
(૨૭) ઉસૂત્ર પ્રરૂપણા કરનાર, લોકોને ભ્રમમાં નાખીને ફસાવવાવાલા નામમાત્રના ધર્માત્મા વધુ હોય છે.
(૨૮) આચાર્ય અલગ-અલગ સંપ્રદાય સ્થાપિત કરીને આત્મસ્થાપી (પોતાનું જમાવવું) અને પર ઉત્થાપી (બીજાઓને ઉખાડનાર) હોય છે.
(૨૯) શ્લેચ્છ રાજા વધુ હોય છે. (૩૦) લોકોની ધર્મ ઉપર પ્રીતિ ઓછી થઈ જાય છે.
આ ઊતરતા આરામાં સોના-ચાંદી વગેરે ધનનો વિચ્છેદ થઈ જશે, લોખંડના ધાતુ રહેશે. ચામડાના મોહરાં (ચલણ) ચાલશે જેના પાસે એ રહેશે તે શ્રીમંત માનવામાં આવશે. આ આરામાં ઉપવાસ માસખમણ સમાન લાગશે. આ આરામાં લગભગ જ્ઞાનનો વિચ્છેદ થઈ જશે. માત્ર “દર્શકૈલાલિક સૂત્ર'ના ચાર અધ્યયન રહેશે. કોઈનું મંતવ્ય છે કે દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ અને આવશ્યક - એ ચાર સૂત્ર રહેશે. આમાં ચાર જીવ એકાવનારી હશે. (૧) દુપસહ નામના આચાર્ય (૨) ફાલ્ગની નામના સાધ્વી (૩) જિનદાસ શ્રાવક અને (૪) નાગશ્રી શ્રાવિકા.
પંચમ આરાના અંતિમ દિવસે અર્થાત્ અષાઢ સુદ પૂનમના દિવસે શક્રેન્દ્રનું આસન ચલાયમાન થશે ત્યારે દેવેન્દ્ર-શકેન્દ્ર આકાશવાણી કરશેઃ “હે લોકો ! પાંચમો આરો આજ સમાપ્ત થઈ રહ્યો છે. કાલ છઠ્ઠો આરો લાગશે સાવધાન થઈ જાઓ, જે ધર્માધના કરવી હોય તે કરી લો.” આ સાંભળીને પૂર્વોક્ત ચારેય જીવ, સર્વજીવોથી ક્ષમાયાચના કરી નિઃશલ્ય થઈને સંથારો ગ્રહણ કરશે. એના અનંતર સંવર્તક-મહાસંવર્તક વાયુ ચાલશે જેનાથી પર્વત, ગઢ, કોટ, કૂવા, વાવડીઓ, મહેલ વગેરે નષ્ટ થઈ જશે. માત્ર વૈતાદ્ય પર્વત, ગંગાનદી, સિંધુ નધી, ઋષભકૂટ અને લવણ સમુદ્રની ખાડી - એ પાંચ સ્થાન બચશે. બાકી બધા નષ્ટ થઈ જશે.* પૂર્વોક્ત ચાર જીવ સમાધિમરણથી કાલધર્મને પ્રાપ્ત થઈને પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થશે. એના અનંતર ચાર ચીજોનો વિચ્છેદ થઈ જશે. પ્રથમ પહોરમાં જૈન ધર્મ, દ્વિતીય પહોરમાં અન્ય ધર્મ, તૃતીય પહોરમાં રાજનીતિ અને ચોથા પહોરમાં બાદર અગ્નિનો વિચ્છેદ થઈ જશે.
* દિગંબર સંપ્રદાયમાં ૭ વૃષ્ટિઓનો ઉલ્લેખ છે. પવન, ઠંડી, ક્ષાર જળ, ઝેર, વજગિ, માટી' અને ડૂમ. એ પ્રત્યેક સાત-સાત દિવસ ચાલશે. પ્રાયઃ જોવા મળે છે કે કોઈ પણ મહાઉપદ્રવ લગભગ ૭ દિવસ સુધી ચાલે છે.
(૩૯૦)
આ જ છે
જિણધો]
Page #408
--------------------------------------------------------------------------
________________
(૬) દુષમ-દુષમ : પાંચમા આરાની સમાપ્તિના અનંતર એકવીસ હજાર વર્ષના દુઃષમ-દુઃષમ નામનો છઠ્ઠા આરાનો પ્રારંભ થાય છે. એમાં ઘોરાતિઘોર દુઃખ થાય છે. ભરત ક્ષેત્રના અધિષ્ઠાતા દેવ પંચમ આરાને વિનષ્ટ થતાં મનુષ્યોમાંથી બીજરૂપ કેટલાક મનુષ્યોને ઉઠાવી લઈ જાય છે તથા તિર્યંચ પંચેન્દ્રિયોમાંથી બીજ રૂ૫ કેટલાક તિર્યંચ પંચેન્દ્રિયોને ઉઠાવીને લઈ જાય છે. વૈતાદ્ય પર્વતના દક્ષિણ અને ઉત્તર ભાગમાં ગંગા અને સિંધુ નદી છે, એમના આઠેય કિનારાઓ પર નવ નવ દર છે, બધા મળીને ૮૪૯ = ૭૨ દરો છે. પ્રત્યેક દરમાં ત્રણ માળ છે. ઉક્ત દેવ એ મનુષ્યોને આ દરોમાં રાખી દે છે.
છઠ્ઠા આરામાં પહેલાની અપેક્ષા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શમાં શુભ પુદ્ગલોની પર્યાયમાં અનંત ગણી હાનિ થતી જાય છે. ક્રમશઃ ઘટતા-ઘટતા આયુષ્ય વીસ વર્ષનું અને અવગાહના એક હાથની રહી જાય છે. ઊતરતા આરામાં થોડા ઓછા એક હાથની અવગાહના અને સોળ વર્ષની આયુ રહી જાય છે. આ આરામાં સેવાર્ત સંહનન અને હુંડક સંસ્થાન રહે છે. મનુષ્યના શરીરમાં આઠ પાંસળીઓ અને ઊતરતા આરામાં ચાર પાંસળીઓ રહી જાય છે.
લોકોને અપરિમિત આહારની ઈચ્છા થાય છે. અર્થાત્ કેટલું પણ ખાઈ જવાથી તૃપ્તિ થતી નથી. રાતમાં ઠંડી અને દિવસમાં તાપ અત્યંત પ્રબળ હોય છે. આ કારણે તે મનુષ્ય દરોથી બહાર નથી નીકળી શકતા, માત્ર સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે એક મુહૂર્તને માટે બહાર નીકળી જાય છે. એ સમયે ગંગા અને સિંધુ નદીનું પાણી સાપની સમાન વક્ર ગતિથી વહે છે. ગાડીનાં બંને ચક્રના મધ્યભાગ જેટલું પહોળું અને અડધું ચક્ર ડૂબે એટલો ઊંડો પ્રવાહ રહી જાય છે. એ પાણીમાં કચ્છ-મચ્છ બહુ હોય છે. તે મનુષ્ય એમને પકડી-પકડીને નદીની રેતમાં દાટીને પોતાના દરોમાં ભાગી જાય છે. ઠંડીતાપના યોગથી જ્યારે તે પાકી જાય છે, તો બીજી વાર આવીને એમને બહાર કાઢી દે છે. એના પર બધા જ મનુષ્ય તૂટી પડે છે અને લૂંટીને ખાઈ જાય છે. મૃતક મનુષ્યની ખોપરીમાં પાણી લાવીને પીએ છે, જાનવર મચ્છોનાં બચેલાં હાડકાંઓને ખાઈને ગુજરાન ચલાવે છે. એ કાળના મનુષ્ય દીન-હીન, દુર્બળ, દુર્ગધિત, રુણ, અપવિત્ર નગ્ન, આચારવિચારથી હીન અને માતા-ભગિની-પુત્રી વગેરેની સાથે સંગમ કરનાર હોય છે. છ વર્ષની સ્ત્રી સંતાનનો પ્રસવ કરે છે. કૂતરી અને શૂગરને સમાન તે બહુ પરિવારવાળા અને મહા ક્લેશમય થાય છે. ધર્મપુણ્યથી હીન તે દુઃખ જ દુઃખમાં પોતાની સંપૂર્ણ આયુ પૂર્ણ કરીને નરક કે તિર્યંચ ગતિમાં ચાલ્યા જાય છે. [ ચકવર્તીની અદ્ધિ 0 0 0 0 0 0 0 ૩૯૧)
Page #409
--------------------------------------------------------------------------
________________
૫૪
ઉત્સર્પિણી કાળ
ઉપર્યુક્ત અવસર્પિણી કાળના છ આરા વીતી ગયા પછી ઉત્સર્પિણી કાળનો આરંભ થાય છે. એમાં પણ છ આરા હોય છે. અંતર એ છે કે તે વિપરીત ક્રમથી હોય છે અર્થાત્ ઉત્સર્પિણી કાળ દુઃષમ-દુષમથી પ્રારંભ થઈને સુષમ-સુષમ પર સમાપ્ત થાય છે. ઉત્સર્પિણી કાળના છ આરાનું વર્ણન આ રીતે જાણવું જોઈએ
--
(૧) દુઃષમ-દુઃષમ ઃ ઉત્સર્પિણી કાળનો આ દુઃષમ-દુષમ નામનો પહેલો આરો, એકવીસ હજાર વર્ષનો હોય છે. શ્રાવણ વદ પ્રતિપદાના દિવસે આનો આરંભ થાય છે. એમાં બધી રચનાઓ અને સ્થિતિ અવસર્પિણી કાળના છઠ્ઠા આરાની સમાન જાણવી જોઈએ. વિશેષતા એ છે કે આ કાળમાં આયુ અને અવગાહના વગેરે ક્રમશઃ વધતી જાય છે.
(૨) દુ:ષમ : ઉત્સર્પિણી કાળનો દ્વિતીય આરો દુષમ છે. આ પણ એકવીસ હજાર વર્ષનો છે. આ પણ શ્રાવણ વદ પ્રતિપદાથી આરંભ થાય છે. આ આરકનો આરંભ થવાથી પાંચ પ્રકારની વૃષ્ટિ સંપૂર્ણ ભરત ક્ષેત્રમાં થાય છે. આ સંબંધમાં ‘જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર'માં આ પ્રકારનું વર્ણન ઉપલબ્ધ થાય છે.
પ્રથમ આરાના એકવીસ હજાર વર્ષ વ્યતીત થઈ જવાથી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરેમાં અનંત ગુણ વૃદ્ધિ થઈને દુઃષમ નામનો બીજો આરો લાગશે. એ સમયમાં પુષ્કર સંવર્તક નામના મહામેઘ ભરત ક્ષેત્ર પ્રમાણ આયામ-વિષ્કમ્ભવાળો થઈને આકાશમાં પ્રગટ થશે. તે ઘનઘોર ગર્જના કરશે.
ગર્જના પછી વીજળીઓ થશે અને યુગ મુસળ મુષ્ટિ પ્રમાણ ધારાઓથી સર્વત્ર એક રૂપ સાત દિવસ રાત સુધી અનવરત વરસશે. આ વરસાદના વરસવાથી પૃથ્વીનો અંગારસમાન, તપ્ત તણખલા સમાન, તપ્ત રાખ સમાન, તપ્ત કવેલૂ સમાન ભૂ-ભાગ શીતળ બની જશે. એના પછી ભરત ક્ષેત્ર પ્રમાણ ક્ષીર મેઘ નામનો મહામેઘ પ્રગટ થશે, ગર્જના કરશે, વીજળીઓ થશે અને તે મેઘ યુગ-મૂસળ-મુષ્ટિ પ્રમાણ ધારાઓથી સાત રાત-દિવસ પર્યંત અનવરત સર્વત્ર એક રૂપમાં વરસશે, જેના ફળસ્વરૂપ ભરત ક્ષેત્રની ભૂમિમાં શુભ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પેદા થશે. એના પછી ધૃતમેઘ નામનો મહામેઘ પ્રગટ થશે. ગર્જના કરશે, વીજળીઓના કડાકા થશે સાત દિવસ-રાત સુધી અને યુગ-મૂસળ-મુષ્ટિ પ્રમાણ ધારાઓથી સર્વત્ર એક રૂપમાં વરસશે. જેનાથી ભરત ક્ષેત્રની ઊગેલી વનસ્પતિઓમાં પાંચ પ્રકારના તિક્ત, કટુક, કષાય, આમ્લ અને મધુ૨સને ઉત્પન્ન કરશે. જેનાતી ભરત ક્ષેત્ર વિવિધ પ્રકારની વનસ્પતિઓથી સુશોભિત અને સુખોપભોગ્ય બની જશે. ત્યારે તત્કાલીન દરવાસી મનુષ્ય દરથી નીકળીને આ મનોરમ દશ્યને જોશે અને એ ભવ્ય વનસ્પતિઓનો ઉપભોગ કરશે - એનાથી તે હૃષ્ટ-પુષ્ટ થશે. શનૈઃ શનૈઃ ફલાહારની પ્રધાનતાથી એમની બુદ્ધિમાં
જિણધો
૩૯૨
Page #410
--------------------------------------------------------------------------
________________
સાત્વિકતાની અભિવૃદ્ધિ થશે, જેનાથી તે માંસાહાર અને ફળાહારના તુલનાત્મક વિચાર કરવામાં સક્ષમ થશે. ફળાહારથી આયુ બળ-બુદ્ધિ વગેરેની વૃદ્ધિનો અનુભવ કરતા એને મુખ્યતા દેશે તથા માંસાહારને ધૃણિત ક્રૂરતાનું પરિણામ સમજવા લાગશે. ફલતઃ વિકાસોન્મુખ, બુદ્ધિવાળા તે પારિવારિક સામાજિક રચનાના રૂપમાં થોડી મર્યાદાપૂર્વક આ પ્રકારે એકબીજાને કહેશે કે - “હે દેવાનુપ્રિયો ! ભરતક્ષેત્ર વિવિધ વનસ્પતિઓથી સુશોભિત અને સુખોપભોગ્ય થઈ ગયું છે, તેથી આજથી આપણામાંથી કોઈપણ માંસાહાર નહિ કરે. જે કોઈ માંસાહાર કરશે એની છાયાથી પણ આપણે દૂર રહીશું.” આ રીતે તે લોકો મર્યાદા
સ્થાપિત કરશે, મર્યાદા અનુસાર આચરણ કરતાં તે ભરત ક્ષેત્રમાં સુખપૂર્વક વિચરશે. (ગ્રંથો અનુસાર પાંચ દષ્ટિઓની વચ્ચે બે સપ્તાહનો કાળ અવર્ષાનો છે. આ રીતે પાંચ સપ્તાહનો વર્ષાકાળ અને બે સપ્તાહનો અવર્ષાકાળ - આ રીતે સાત સપ્તાહ (ઓગણપચાસ દિવસ) શ્રાવણ વદ એકમથી ભાદરવા સુદ પાંચમ સુધી હોય છે. આ શુભ દિવસને સંવત્સરી પર્વ મનાવવામાં આવે છે.)
આ આરામાં ભરત ક્ષેત્રનો ભૂમિ-ભાગ બહુસમરમણીય થઈ જશે. આ કાળમાં છ સંસ્થાન, છ સંહનન, અનેક હાથની અવગાહના, જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ સો વર્ષથી અધિક આયુ ભોગવીને કોઈ જીવ નરકગામી યાવત્ કોઈ જીવ સ્વર્ગગામી થશે. કોઈ સિદ્ધિ પ્રાપ્ત નહિ કરી શકે.
કાળચક
અવસર્પિણી કાળ અવસર્પિણી | સ્થિતિ મનુષ્યોની | શરીરની | આહારનું કાળના ૬ આરા
આયુ | ઊંચાઈ | અંતર સુષમ-સુષમા ૪ ક્રોડાકોડી ૩ પલ્યથી | ૩ કોસથી | અટ્ટમ
સાગરોપમ. ૨ પલ્યોપમ / ૩ કોસ સુધી ? (૩ દિવસ) સુષમાં ૩ ક્રોડાક્રોડી ૨ પલ્યથી | ૨ કોસથી | છટ્ટ
સાગરોપમ ૧ પલ્યોપમ | ૧ કોસ સુધી | (૨ દિવસ) સુષમા-દુષમા ૨ ક્રોડાકોડી | ૧પલ્યથી કોટિ [ ૧ કોસથી | ચઉત્થ
સાગરોપમ | વર્ષ પૂર્વ | ૫૦૦ ધનુષ | (૧ દિવસ) દુઃષમ-સુષમા ૪૨ હજાર વર્ષ ઓછા કોડ પૂર્વ વર્ષ ૫૦૦ ધનુષથી| પ્રતિદિન
૧ ક્રોડાકોડી સાગ. | ૧૦૦વર્ષઝાઝેરા ૭હાથ સુધી એકવાર ૨૧૦૦વર્ષ સુધી | ૧૦૦વર્ષઝાઝેરા ૭હાથથી | અનેકવાર
થી ૨૦વર્ષ સુધી ર હાથ સુધી ૬ | દુઃષમા-દુઃષમ | ૨૧ હજાર વર્ષ સુધી | ૨૦વર્ષથી | ૨ હાથથી | વારંવાર
૧૬ વર્ષ સુધી | ૧ હાથ સુધી ( ઉત્સર્પિણી કાળ ) છે છે છે જે છે તે છે. (૩૯૩)
દુઃષમાં
'
Page #411
--------------------------------------------------------------------------
________________
૧
૨
અવસર્પિણી
કાળના ૬ આરા
દુઃષમા-દુષમ
પ
દુઃષમા
૩| દુઃષમા-સુષમા
૪| સુષમા-દુ:ષમા
સુષમા
૬ સુષમા-સુષમ
સ્થિતિ
૨૧ હજાર વર્ષ
૨૧ હજાર વર્ષ
૪૨ હજાર વર્ષ ઓછા૧-ક્રોડાક્રોડી
સાગરોપમ
૨ ક્રોડાક્રોડી સાગરોપમ
૩ ક્રોડાક્રોડી
સાગરોપમ
૪ ક્રોડાક્રોડી સાગરોપમ
ઉત્સર્પિણી કાળ
જીવોની આયુ
(ઉંમર)
૧૬ વર્ષથી ૨૦ વર્ષ સુધી
૧૦૦ વર્ષ ઝાઝેરાથી પૂર્વ કોટિ વર્ષે
૨૦થી ૧૦૦ વર્ષ | ૧ હાથથી ૨
ઝાઝેરા સુધી
૭ હાથ
પૂર્વ કોટિ વર્ષથી ૧ પલ્યોપમ
૧ પલ્યોપમથી
૨ પલ્યોપમ
શરીરની
ઊંચાઈ
૨ પલ્યોપમથી
૩ પલ્યોપમ
૧ હાથથી
૧ હાથ ૨
૭ હાથથી
૫૦૦ ધનુષ
૧ કોસથી
૨ કોસ
વર્ણ આહારનું
અંતર
વારંવાર
૨ કોસથી
૩ કોસ
શ્યામ
રૂક્ષ
અનેકવાર
૫૦૦ ધનુષથી પ્રિયંગુના ચઉત્થ
૧ કોસ
સમાન | (૧ દિવસ)
પાંચેય | પ્રતિદિન એકવાર
વર્ણ
ચંદ્રમાના
છઠ્ઠ
સમાન | (૨ દિવસ)
સૂર્યની
અટ્ટમ
સમાન | (૩ દિવસ)|
આ રીતિથી વર્ણ વગેરેની શુભ પર્યાયોમાં અનંત ગુણી વૃદ્ધિ થાય છે. અવસર્પિણી કાળના પાંચમા આરાની સમાન બધી રચના અને વ્યવસ્થા સ્થાપિત થઈ જાયછે.
(૩) દુ:ષમ-સુષમ : ઉત્સર્પિણી કાળના ત્રીજા આરાનું નામ દુઃખમ-દુષમ છે. આ બેંતાલીસ હજાર વર્ષ ઓછા એક ક્રોડાક્રોડી સાગરોપમનો છે. આની બધી રચના અવસર્પિણી કાળના ચોથા આરા સમાન છે. એના ત્રણ વર્ષ અને સાડા આઠ માસ વ્યતીત થયા પછી પ્રથમ તીર્થંકરનો જન્મ થાય છે. પહેલાં કહ્યા અનુસાર આ આરામાં ૨૩ તીર્થંકર, ૧૧ ચક્રવર્તી, ૯ બળદેવ, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ વગેરે થાય છે. પુદ્ગલોના વર્ણ વગેરે શુભ પર્યાયોમાં અનંત ગણી વૃદ્ધિ થાય છે.
(૪) સુષમ-દુ:ષમ : ઉત્સર્પિણી કાળના ત્રીજા આરાની સમાપ્તિ પર બે ક્રોડાક્રોડી સાગરોપમનો ચોથો આરો સુષમ-દુષમ નામનો પ્રારંભ થાય છે. એના ચોર્યાસી લાખ પૂર્વ, ત્રણ વર્ષ અને સાડા આઠ માસ પછી ૨૪મા તીર્થંકર મોક્ષ ચાલ્યા જાય છે. ૧૨મા ચક્રવર્તીની
૩૯૪
જિણધમ્મો
Page #412
--------------------------------------------------------------------------
________________
આયુ પૂર્ણ થઈ જાય છે. કરોડ પૂર્વનો સમય વ્યતીત થવાથી કલ્પવૃક્ષોની ઉત્પત્તિ થવા લાગે છે. એમાં મનુષ્યો અને તિર્યંચોની ઇચ્છાઓ પૂર્ણ થઈ જાય છે. અસિ, મણિ, કૃષિ વગેરે ધંધા બંધ થઈ જાય છે. યુગલ ઉત્પન્ન થવા લાગે છે. બાદર અગ્નિકાય અને ધર્મના વિચ્છેદ થઈ જાય છે, આ રીતે આ આરામાં બધા મનુષ્ય અકર્મભૂમિક બની જાય છે. વર્ણ વગેરેની શુભ પર્યાયોમાં અનંત ગણી વૃદ્ધિ થાય છે.
(૫) સુષમ :ઉક્ત ચોથા આરા પછી ત્રણ ક્રોડાક્રોડી સાગરોપમનો પાંચમો આરો લાગે છે, એનું નામ સુષમ છે, એનું વર્ણન અવસર્પિણી કાળના બીજા આરાની સમાન સમજવું જોઈએ. વર્ણ વગેરે શુભ પર્યાયોમાં અનંત ગણી ક્રમશઃ વૃદ્ધિ થતી જાય છે.
(૬) સુષમ-સુષમ : સુષમ આરા પછી ચાર ક્રોડાક્રોડી સાગરોપમનો છઠ્ઠો આરો લાગે છે. આનું નામ સુષમ-સુષમ છે. આનું વર્ણન અવસર્પિણી કાળના પ્રથમ આરાની સમાન સમજવું જોઈએ. વર્ણ વગેરેની શુભ પર્યાયોમાં ક્રમશઃ અનંત ગણી વૃદ્ધિ થાય છે. આ રીતે દસ ક્રોડાક્રોડી સાગરોપમનો અવસર્પિણી કાળ અને દસ ક્રોડાકોડી સાગરોપમનો ઉત્સર્પિણી કાળ થાય છે. બંને મળીને વીસ ક્રોડાકોડી સાગરોપમનું એક કાળચક્ર થાય છે. ભારત અને ઐરાવત ક્ષેત્રમાં આ કાળચક્ર અનાદિ કાળથી ફરી રહ્યું છે અને અનંત કાળ સુધી ફરતું રહેશે. કાળચક્રને સુગમતાથી સમજવા માટે સંલગ્ન કોઇક જુઓ.
પલ્યોપમ વગેરેનું સ્વરૂપ
પૂર્વોક્ત સ્થિતિ અને આરક પ્રકરણમાં પલ્યોપમ અને સાગરોપમનું કથન આવે છે. તેથી તેમના સ્વરૂપને સમજવું જરૂરી છે. શાસ્ત્રકારે પલ્યોપમ સાગરોપમની ઉપમા દ્વારા સમજાવ્યું છે, તેથી તેને ઉપમેય કહેવામાં આવે છે.
પલ્યોપમ : કાળનો સૌથી નાનો નિરંશ અંશ પરમાણુ કહેવામાં આવે છે. તે અતીન્દ્રિય હોય છે. (૧) આ પ્રકારના અનંત સૂક્ષ્મ પરમાણુથી એક વ્યવહાર પરમાણુ બને છે. (૨) અનંત વ્યવહાર પરમાણુઓથી એક ઉષ્ણ સ્નિગ્ધ પરમાણુ થાય છે. (૩) અનંત ઉષ્ણ-સ્નિગ્ધ પરમાણુઓથી એક શીત સ્નિગ્ધ પરમાણુ થાય છે. (૪) આઠ શીત-સ્નિગ્ધ પરમાણુથી એક ઊર્ધ્વ રેણુ થાય છે. (૫) આઠ ઊર્ધ્વ રેણુથી એક ત્રસ રેણ થાય છે. (૬) આઠ ત્રસરેણુથી એક રથરેણુ થાય છે. (૭) આઠ રથરેણુથી દેવકુ ઉત્તરકુરુના મનુષ્યોનો એક બાલાગ્ર થાય છે. [ ઉત્સર્પિણી કાળ 0 9 :00 0 0 0 0 0 0 0 ૩૯૫
Page #413
--------------------------------------------------------------------------
________________
(૮) આઠ દેવકુરુ-ઉત્તરકુરુના મનુષ્યોના બાલાગ્રોથી લીલા રમ્યક વર્ષના મનુષ્યોનો એક
બાલાગ્ર.
(૯) એમના આઠ બાલાગ્રંથી હેમવય હિરણ્યવત મનુષ્યોનો એક બાલાગ્ર. (૧૦) એમના આઠ બાલાગ્રથી પૂર્વ-વિદેહ પશ્ચિમ વિદેહ મનુષ્યોનો એક બાલાગ્ન. (૧૧) એમના આઠ બાલાગ્રંથી ભરત ઐરવતના મનુષ્યોનો એક બાલાગ્ર.
(૧૨) એમના આઠ બાલાગ્રંથી એક લીખ થાય છે.
(૧૩) આઠ લીખની એક યૂકા (જૂ). (૧૪) આઠ યૂકાનો એક અર્ધયવ.
(૧૫) આઠ અર્ધયવનો એક ઉત્સેધ અંગુલ.
(૧૬) છ ઉત્સેધ આંગળના એક પગનો પનો (પહોળાઈ).
(૧૭) બે પગના પનાની એક વેંત.
(૧૮) બે વેંતનો એક હાથ.
(૧૯) બે હાથની એક કુક્ષિ.
(૨૦) બે કુક્ષિનું એક ધનુષ.
(૨૧) બે હજાર ધનુષનો એક કોસ (ગાઉ). (૨૨) ચાર કોસનું એક યોજન.
કલ્પના કરો કે એક યોજન લાંબો, એક યોજન પહોળો અને એક યોજન ઊંડો કૂવો હોય, એમાં દેવકુરુ, ઉત્તરકુરુ મનુષ્યના વાળના અસંખ્ય ખંડ તળથી લગાવીને ઉપર સુધી ઠાંસી-ઠાંસીને એ રીતે ભરવામાં આવે કે એના ઉપરથી ચક્રવર્તીની સેના નીકળી જાય તો પણ તે નમે નહિ. નદીનો પ્રવાહ તેના પરથી પસાર થઈ જાય, પણ એક ટીપું પાણી અંદર ન ભરી શકાય, અગ્નિનો પ્રવેશ પણ ન થાય. એ કૂવામાંથી સો-સો વર્ષ*પછી એકએક બાળ ખંડ નીકળે એ રીતે કરવાથી જેટલા સમયમાં તે કૂપ (કૂવો) ખાલી થઈ જાય, એટલા સમયને એક પલ્યોપમ કહે છે. એવા દસ ક્રોડાક્રોડી પલ્યોપમનો એક સાગરોપમ થાય છે. વીસ ક્રોડા-ક્રોડી સાગરોપમનું એક કાળચક્ર થાય છે. અનંત કાળચક્ર વીતવાથી એક પુદ્ગલ પરાવર્તન થાય છે. (કાળના સંબંધમાં વિશેષ વર્ણન અજીવ દ્રવ્ય પ્રકરણમાં કરવામાં આવશે.) આ રીતે મધ્યલોકના વર્ણનની અંતર્ગત જ્યોતિષચક્ર કૃત કાળના વિભાગનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
* અસંખ્ય સમયોની એક આવલિકા, સંખ્યાત આવલિકાઓનો એક શ્વાસ. સંખ્યાત આવલિકાઓનો એક નિશ્વાસ. શ્વાસ-નિશ્વાસ મળીને એક પ્રાણ. સાત પ્રાણનો એક સ્તોક. સાણત સ્ત્રોકનો એક લવ (બે કાષ્ઠાનું માપ), સિત્યોતેર લવનું એક મુહૂર્ત. ત્રીસ મુહૂર્તની એક અહોરાત્રિ. પંદર અહોરાત્રિનો એક પક્ષ. બે પક્ષનો એક માસ. બાર માસનું એક વર્ષ થાય છે.
૩૯૬
જિણધો
Page #414
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મની પ્રાચીનતાઃ ઐતિહાસિક દષ્ટિઃ
કાળ સંબંધી ઉપર્યુક્ત વિવેચનથી આ દિવાલોકની જેમ સ્પષ્ટ થઈ જાય છે કે સમયનો આ અનવરત ગતિશીલ પ્રવાહ અનાદિ અનંત કાળથી ચાલ્યો આવે છે. અનંત ઉત્સર્પિણીઓ તથા અવસર્પિણીઓ અતીતના ઊંડાણમાં સમાઈ ચૂકી છે, અને પ્રત્યેક અવસર્પિણીઉત્સર્પિણીમાં તીર્થકર થતા રહે છે. માટે તીર્થકરો દ્વારા પ્રતિપાદિત જૈન ધર્મ અનાદિ અનંતથી ચાલ્યો આવે છે. કાળપ્રવાહના કારણે એના પ્રચાર-વિસ્તારમાં ચૂનાધિકતા અવશ્ય થઈ છે. છતાં એની પ્રાગૈતિહાસિકતાને કોઈપણ સ્થિમિાં નકારી શકાતું નથી.
આ વસ્તુ-સ્થિતિના હોવા છતાંય કેટલાક આધુનિક ઇતિહાસકારોએ જૈન ધર્મ અથવા દર્શનની પ્રાગૈતિહાસિકતા પર પ્રશ્નવાચક ચિહ્ન લગાવવાનો એક અસફળ પ્રયાસ કર્યો છે. આટલું જ નહિ એમનું કથન છે કે જૈન ધર્મ અપેક્ષાકૃત એક નવીન ધર્મ છે અને ભગવાન મહાવીર એના સંસ્થાપક હતા. પરંતુ આ પ્રતિપાદન કેટલું ઊંચું તથા બટકણું છે, તે નીચેના પ્રતિપાદનથી સ્પષ્ટ થઈ જાય છે.
અહીં, જૈન ધર્મની ઐતિહાસિકતા તથા પ્રાચીનતાના સંબંધમાં વૈદિક ગ્રંથો - વેદો તથા પુરાણોનાં કેટલાંક ઉદ્ધરણો પર દૃષ્ટિપાત કરીને એ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરીશું કે જૈન ધર્મ વૈદિક કાળથી પણ અતિ પૂર્વમાં પ્રસિદ્ધ રહેલો ધર્મ છે.
તથ્ય એ છે કે આ યુગના પ્રથમ તીર્થકર શ્રી ઋષભનાથ જૈન ધર્મના સંસ્થાપક હતા. જેમનો સમય આજથી કરોડો વર્ષ પૂર્વ થયો હતો. એમના પછી ત્રેવીસ તીર્થંકર બીજા થયા, જેમણે પોત-પોતાના સમયમાં જૈન ધર્મનો પ્રચાર કર્યો. આ જ તીર્થકરોમાં શ્રી મહાવીર અંતિમ અર્થાત્ ચોવીસમા તીર્થંકર હતા. એમણે કોઈ નવો ધર્મ નથી ચલાવ્યો, છતાં એ જ જૈન ધર્મનો પુનરોદ્ધાર કર્યો, જે તીર્થકર શ્રી ઋષભનાથના સમયથી ચાલ્યો આવે છે. આજે બધા ઇતિહાસકાર ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથને એક ઐતિહાસિક મહાપુરુષ માને છે, અને તે એક મતથી એ પણ સ્વીકાર કરે છે કે શ્રી મહાવીરના જન્મથી પહેલાં પણ ભારતવર્ષમાં જૈન ધર્મ પ્રચલિત હતો. આ તથ્યના પક્ષમાં સૌથી પ્રબળ બૌદ્ધ ગ્રંથ મઝિમ નિકાય મહાસીહનાદ સુત્ત-૧૨'થી મળે છે. જ્યારે મહાત્મા બુદ્ધે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઘરનો ત્યાગ કર્યો હતો ત્યારે તે થોડા સમય માટે જૈનમુનિની અવસ્થામાં પણ રહ્યા હતા, પરંતુ જૈનમુનિની કઠિન ચર્યાનું પાલન ન કરી શકવાના કારણે એમણે થોડા સમય પછી વસ્ત્ર ધારણ કરી લીધાં હતાં. આ તથ્યનો ઉલ્લેખ એમણે સ્વયં બૌદ્ધ ગ્રંથમાં કર્યો છે.
મહાત્મા બુદ્ધ એક પ્રાચીન તથા પ્રતિષ્ઠિત ધર્મ માનીને જ આ ધર્મની દીક્ષા લીધી હશે. પરંતુ આ શિથિલ અવસ્થામાં હતી. તીર્થકર મહાવીરે એમાં નવા રૂપમાં પ્રાણ ફૂંક્યા.
જૈન ધર્મની પ્રાચીનતાનું પ્રમાણ આપણને વેદો અને પુરાણોથી પણ મળે છે. વેદ સંસારનો સૌથી પ્રાચીન ગ્રંથ માનવામાં આવે છે. આ વેદોમાં જ અનેક સ્થાનો પર જૈન તીર્થકરો યથા વૃષભનાથ, સુપાર્શ્વનાથ અને નેમિનાથ(અરિષ્ટનેમિ)નાં નામ આવ્યાં છે અને K ઉત્સર્પિણી કાળ ) 0 0 0 0 0 0 0 0 0 0 0૩૯૦)
Page #415
--------------------------------------------------------------------------
________________
એમનો ઉલ્લેખ કરીને એમને નમસ્કાર કરવામાં આવે છે. આ તીર્થંકરોને જિન' તથા ‘અર્હન્ત’ના નામથી પણ સંબોધિત કરવામાં આવે છે. વિદ્વાન પાઠકોના અવલોકન માટે અહીં કેટલાક વેદમંત્રોને હિન્દી અનુવાદ સહિત આપવામાં આવ્યા છે.
(1) आदित्या त्वमसि आदित्य सद आसीत् अस्तभ्राद्यां वृषभो तरिक्षं जमिमीते वरीमाणं । पृथ्व्यिाः आसीत् विश्वा भुवनानि सम्रड्विश्वे तानि वरुणस्य व्रतानि ॥ ઋગ્વેદ-૩૦, અ-૩૦
અર્થ : “તું અખંડ પૃથ્વી મંડળના સાર ત્વચા સ્વરૂપ છે, પૃથ્વી તળનું ભૂષણ છે. એવા હે વૃષભનાથ સમ્રાટ ! આ સંસારમાં જગરક્ષક વ્રતોનો પ્રચાર કરો.” (२) मख्त्यं वृषभं वावृधानमकवारि दिव्यशासनभिद्र विश्वा साहम वसे नूतनायोग्रासदोदा मिहंतायेमः ॥ ઋગ્વેદ ૩૬/અ.૪-૬-૮-૬-૨-૨૦ અર્થ : “ ભો યજમાન લોકો ! આ યજ્ઞમાં દેવોના સ્વામી સુખ સંતાનવર્ધક દિવ્ય આજ્ઞાશાળી, અપાર જ્ઞાન બળદાતા વૃષભનાથ ભગવાનનું આહ્વાન કરો.”
(3) मरुत्वान् इन्द्र वृषभो रणायपि वासो मनुध्व जध्वं मदाय आसिचत्व जठरे મા, ऊर्मित्वा राजासि प्रतिपत् सुताना ॥ ઋગ્વેદ ૩૮-અ.૭-૩-૩-૧૧ અર્થ : “હે વૃષભનાથ ભગવાન ! ઉદરતૃપ્તિ માટે સોમરસના પિપાસુ મારા ઉદરમાં મધુધારા સિંચન કરો. તમે પોતાના પ્રજા રૂપ પુત્રોને
વિષમ સંસારથી તારવા માટે ગાડીની સમાન છો.'' (४) समिद्धस्य प्ररमहसो ग्रे वन्दे तवश्रियं वृषभोगम्भवा निसममध्वरेष्वध्यश ॥
-
૪-૧૨૨-૫-૨-૨૯
અર્થ : “ભો વૃષભદેવ ! આપ ઉત્તમ પૂજક છો, લક્ષ્મી આપો છો એ કારણે હું આપને નમસ્કાર કરું છું અને આ યજ્ઞમાં પૂજું છું.” (५) अर्हता ये सुदानवो नरो असो मिसा स प्रयज्ञं यज्ञियेभ्यो दिवो अर्चामरुद्भयः ॥
અ-૪, અ-૩, વર્ગ-૯
અર્થ “ જે મનુષ્યાકાર અનંત દાન દેનારો અને સર્વજ્ઞ અર્હત છે તે પોતાની પૂજા કરનારાઓના દેવોથી પૂજા કરાવે છે.'
(६) अर्हन्विभर्षि सायकानि धन्वार्हन्निष्कं यजतं विश्वरूपम् अर्हिन्निदं दयसे विश्वं भवभुवं न वा आगीयो रुद्रत्व दस्ति ॥ ઋગ્વેદ ૨-૩૩-૧૦
અર્થ : “ભો અર્હત દેવ ! તમે ધર્મરૂપી બાણોને, સદુપદેશ રૂપી ધનુષને, અનંત જ્ઞાન
:
વગેરે રૂપી આભૂષણોને ધારણ કરનાર છો. ભો અત્યંત ! તમે જગત્ પ્રકાશ કેવળજ્ઞાનને પ્રાપ્ત થઈ ગયા છો, સંસારના જીવોના રક્ષક છો. કામ, ક્રોધ વગેરે શત્રુ-સમૂહ માટે ભયંકર છો તથા આપ સમાન કોઈ અન્ય બળવાન નથી.’
૩૯૮
જિણધમ્મો
Page #416
--------------------------------------------------------------------------
________________
(૮)
(७) याजस्यनु प्रसव आवभूवेना च विश्वभूवनानि सर्वतः । स नेमिराजा परियाती विद्वान् प्रजां पुष्टि वर्धय मनो अस्मै स्वाहा ॥
- યજુર્વેદ, અ-૫, મંત્ર-૨૫ અર્થ : “ભાવયજ્ઞ(આત્મસ્વરૂપ)ને પ્રગટ કરનાર આ સંસારના બધા જીવોને બધી રીતે યથાર્થરૂપી કહીને જે સર્વજ્ઞ નેમિનાથ સ્વામી પ્રગટ કરે છે, જેમના ઉપદેશથી જીવોનો આત્મા પુષ્ટ થાય છે. તે નેમિનાથ તીર્થકર માટે આહુતિ સમર્પણ છે.”
વેદોમાં આ પ્રકારના બીજા પણ મંત્ર છે. હવે વિભિન્ન પુરાણોમાંથી કેટલાક શ્લોક પ્રસ્તુત છે :
कैलासे पर्वते रम्य, वृषभो यं जिनेश्वरः ।
चकारस्वावतारं च सर्वज्ञः सर्वगः शिवः ॥ અર્થ : “કેવળજ્ઞાન દ્વારા સર્વવ્યાપી, કલ્યાણ સ્વરૂપ, સર્વજ્ઞાતા આ વૃષભનાથ જિનેશ્વર મનોહર કૈલાસ પર્વત પર ઉતારતાં.”
नाभिस्तवजनयत्पुत्रं, मरुदेव्यां मनोहरम् । ऋषभं क्षत्रिय ज्येष्ठं सर्व क्षत्रस्य पूर्वजम् ॥ ऋषभाद् भरतो जज्ञे वीरः पुत्र शताग्रजो । भिषिन्वय भरतं राज्ये महाप्रावाज्यमास्थितः ॥
- બ્રહ્માંડ પુરાણ, ૧૪-૫૯-૬૦ અર્થ : “નાભિ રાજાએ મરુદેવી મહારાણીથી મનોહર ક્ષત્રિયમાં પ્રધાન અને ક્ષત્રિય વંશનો પૂર્વજ એવો ઋષભ નામનો પુત્ર ઉત્પન્ન કર્યો. ઋષભનાથથી શૂરવીર સો ભાઈઓમાં સૌથી મોટો ભરત નામનો પુત્ર પેદા થયો. ઋષભનાથ એ ભરતનો રાજ્યાભિષેક કરીને સ્વયં દીક્ષા લઈને મુનિ થઈ ગયા. આ જ આર્યભૂમિમાં ઇક્વાકુ વંશમાં ઉત્પન્ન નાભિ રાજા તથા મરુદેવીના પુત્ર ઋષભનાથે ક્ષમા, માર્દવ, આવ, સત્ય, શૌચ, સંયમ, તપ-ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય આ દસ પ્રકારના ધર્મ સ્વયં ધારણ કર્યા અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને એ ધર્મોનો પ્રચાર કર્યો.” (૧૦) युगेयुगे महापुण्या दृश्यते द्वारिकापुरी ।
अवतीणों हरिर्यत्र प्रभासे शशिभूषणः ॥ रेवताद्रौ जिनोनमिर्यु गादि विमलाचले । ऋषिणा माश्रमादेव मुक्ति मार्गस्य कारणम् ॥
- પ્રભાસ પુરાણ અર્થ : “ પ્રત્યેક યુગમાં દ્વારિકાપુરી બહુ પુણ્યવતી દષ્ટિગોચર થાય છે, જ્યાં ચંદ્ર સમાન મનોહર નારાયણ જન્મ લે છે. પરિત્ર રૈવતાચલ (ગિરનાર પર્વત) પર નેમિનાથ જિનેશ્વર થયા જે ઋષિઓના આશ્રય અને મોક્ષના કારણ હતા.” K ઉત્સર્પિણી કાળ
છે
જ જ૩૯૯)
Page #417
--------------------------------------------------------------------------
________________
(૧૧) सर्वज्ञ सर्वदर्शी च सर्वदेव नमस्कृतः ।
छत्रत्रयामि संयुक्तां पुज्यां मूर्तिमसौ वहन् ॥ आदित्य प्रमुखा सर्वे बध्यान्वलयईदृशं । ध्यायन्ति भावता नित्यं यदडिघ्रयुगनीरजम् ॥ परमात्मानमात्मानं लसत्केवल निर्मलम् । निरन्जन निराकारं ऋषभन्तु महाऋषम् ॥
- સ્કન્દ પુરાણ અર્થ : “ઋષભનાથ સર્વજ્ઞાતા, સર્વદ્રષ્ટા અને સમસ્ત દેવોથી પૂજિત છે. તે નિરંજન, નિરાકાર, પરમાત્મા, કેવળજ્ઞાની, ત્રણ છત્રયુક્ત, પૂજ્ય મૂર્તિધારક, મહાઋષિ ઋષભનાથના ચરણ-યુગલને હાથ જોડીને હૃદયથી આદિત્ય વગેરે સુરનર ધ્યાન કરે છે.”
મહાભારત વગેરે અન્ય વૈદિક ગ્રંથોના ઉદ્ધરણ પણ પ્રસ્તુત છે :
કૈલાસ પર્વત પર ભગવાન આદિનાથે (તીર્થકર ઋષભનાથે) યુગના આદિમાં મુક્તિ પ્રાપ્ત કરી તથા રૈવત પર્વત પર (ગિરનાર) જિનેન્દ્ર નેમિનાથે મુક્તિ પ્રાપ્ત કરી. આ કારણે એ બંને પર્વત ઋષિઓના આશ્રમ બન્યા અને આ જ કારણે એ મુક્તિમાર્ગના કારણ માનવામાં આવ્યાં છે.”
- મહાભારત. રામચંદ્રજી કહે છે કે - “હું તો રામ છું. ના મને કોઈ ઈચ્છા છે કે ના મારું મન વિષયભોગોમાં લાગે છે. હું તો જિન (જિનેન્દ્ર ભગવાન)ની સમાન પોતાના આત્મામાં જ શાંતિ પ્રાપ્ત કરવા માગું છું.”
- યોગ વશિષ્ટ, વૈરાગ્ય પ્રકરણ, સર્ગ-૧૫ અગ્નીન્દ્રના પુત્ર નાભિથી ઋષભ નામનો પુત્ર થયો, જે પોતાના સો ભાઈઓથી મોટો હતો. ઋષભદેવ પોતાના મોટા પુત્ર ભરતનો રાજ્યાભિષેક કરીને સ્વયં પ્રવજ્યા (સાધુદીક્ષા) ગ્રહણ કરી અને તપ કરવા લાગ્યા. ભગવાન ઋષભદેવે ભરતને હિમાલય પર્વતથી દક્ષિણનું રાજ્ય આપ્યું હતું. આ કારણે એ મહાત્મા ભરતના નામથી આ દેશનું નામ ભારતવર્ષ પડ્યું.”
- માર્કન્ડેય પુરાણ, અ. ૧૦-૩૯, ૪૦-૪૧ ભગવાન ઋષભદેવથી વીર ભરતનો જન્મ થયો, જે અન્યત્ર સો પુત્રોથી મોટા હતા. ભરતના નામથી આ દેશનું નામ ભારતવર્ષ પડ્યું.” - વાયુ પુરાણ, અ.-૩૭-૧ર
નાભિ રાજાથી મરુદેવી માતાના ઋષભનો જન્મ થયો. ઋષભથી ભારતની ઉત્પત્તિ થઈ અને ભરતથી આ દેશનું નામ ભારતવર્ષ પડ્યું.” - અગ્નિ પુરાણ, અ-૧૦/૧૦-૧૧
“પુરાતન સમયમાં ઋષભના પુત્ર મુનિશ્રેષ્ઠ ભરત નામના રાજા હતા. એના નામથી આ દેશનું નામ ભારત કહેવામાં આવે છે.” - નારદ પુરાણ, પૂર્વ ખંડ, અ-૪-૮-૫
“સો પુત્રોમાં સહુથી મોટા ભરત ઋષભદેવજીથી જે ઉત્પન્ન થયા, એ ભરતથી આ દેશનું નામ ભારતવર્ષ કહેવામાં આવ્યું છે.” - વિષ્ણુ પુરાણ અંશ ર, આ.-૧-૩૨ (૪૦૦
%
જિણધર્મો
Page #418
--------------------------------------------------------------------------
________________
અધ્યાય
“પોતાનું મનોવાંચ્છિત કાર્ય સિદ્ધ કરવા માટે ગિરનાર પર આવ્યા અને વામને ભગવાન નેમિનાથનું નામ નેમિનાથ શિવ રાખ્યું.” સ્કન્દ પુરાણ, પ્રભાસ ખંડ ૧૬ વસ્ત્રાપથ ક્ષેત્ર માહાત્મ્ય : શ્રી અર્હત દેવના પ્રસાદથી મારો દરેક સમય કુશળ છે. એક જ જિહ્વા છે, જેનાથી જિનેન્દ્ર દેવનો સ્તોત્ર વાંચવામાં આવે, એ જ હાથ છે, જેનાથી જિનેન્દ્ર દેવની પૂજા કરવામાં આવે, તે જ દૃષ્ટિ છે, જેનાથી જિનેન્દ્ર દેવનું દર્શન કરવામાં આવે અને તે જ મન છે, જે જિનેન્દ્ર દેવમાં લાગ્યું રહે.”
- સ્કન્દ પુરાણ, ત્રીજો ખંડ ધર્મખંડ અ.-૩૮ ભરત થયો. એના નામથી આ દેશ ભારત સ્કન્દ પુરાણ મહેશ્વર ખંડસ્થ કૌમારખંડ ૩૭-૫૭ ઋષભનાથ ભગવાનને પ્રથમ તીર્થંકર હોવાના કારણે આદિનાથ પણ કહે છે.
-
“નાભિનો પુત્ર ઋષભ અને ઋષભથી કહેવામાં આવે છે.’’
-
પ્રથમ તીર્થંકર ઋષભનાથને આઠમો અવતાર બતાવીને ‘ભગવત્ પુરાણ'ના પાંચમા સ્કન્દના ચોથા, પાંચમા અને છઠ્ઠા અધ્યાયમાં એમનું બહુ વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે.
એના સિવાય મોહેન્જો દડો (પાકિસ્તાન)નું ખોદકામથી પ્રાપ્ત પાંચ હજાર વર્ષ જૂની મુદ્રાઓ પર તીર્થંકર દેવ ઋષબદેવની મુદ્રા તથા ‘નમો જિનેશ્વરાય’ વગેરે વાક્ય અંકિત છે. હિન્દીના પ્રસિદ્ધ કવિ સૂરદાસજીએ ‘શ્રીમદ્ ભાગવતના આધાર ‘સૂરસાગર’ની રચના કરી હતી. એમાં લખેલું છે - બહુરો રિષભ બડે જબ ભયે.” નાભિરાજ દે બન કો ગયો.’’ એમાં લખ્યું છે.
बहुरो रिषभ बड़े जब भये, नाभि राज दे बन को गये । रिषभराज परजा सुख पायो, जस ताको सब जग में छायो ॥ रिषभ देव जब बन को गये, नवसुत नवाखण्ड नृप भये । भरत सो भरत खण्ड को राव, करे सदा ही धर्म अरू न्याव ॥
સૂરસાગર, પંચમ સ્કન્દ ઉપર લખેલાં તથ્યોથી એ પ્રમાણિત થઈ જાય છે કે જૈન ધર્મ અને એના પ્રચારક તીર્થંકર આ વેદો અને પુરાણોની રચના કાળથી પણ અત્યંત પ્રાચીન છે.
કેટલાક ઇતિહાસકાર તો જૈન ધર્મને આ સંસારનો સૌથી પ્રાચીન ધર્મ અને તીર્થંકર ઋષભનાથને આ યુગના સર્વપ્રથમ ધર્મપ્રચારકના રૂપમાં સ્વીકાર કરે છે.
અનેક ઇતિહાસકારોની આ નિશ્ચિત માન્યતા છે કે વેદોનો રચના કાળ અને આર્ય સંસ્કૃતિથી પૂર્વ ભારતમાં જે દ્રવિડ સંસ્કૃતિ ફેલાયેલી હતી તે વસ્તુતઃ શ્રમણ (જૈન સંસ્કૃતિ) જ હતી.
ઉત્સર્પિણી કાળ
-
૪૦૧
Page #419
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન કાળમાં જૈન ધર્મ વિદેશોમાં પણ ફેલાયેલો હતો. જો કે વર્તમાનમાં આપણને વિદેશોમાં જૈન ધર્મનો પ્રભાવ જોવા મળતો નથી. પરંતુ ઇતિહાસકારોને આ તથ્યનાં પ્રમાણ ઉપલબ્ધ થયાં છે કે ઈસાથી પૂર્વ જૈન સાધુ (શ્રમણ) લંકા, ઇન્ડોનેશિયા, તક્ષશિલા,ઇરાક, શ્યામ, ફિલસ્તીન, મિશ્ર, યૂનાન, ઇથોપિયા, આકસિનિયા, કૅસ્પિયા, બલવ, સમરકન્દ વગેરે દેશોમાં જૈન ધર્મ તથા અહિંસાનો પ્રચાર કરતા રહેતા હતા. સિકંદર મહાનને ભારત ઉપર પોતાના આક્રમણના સમયે તક્ષશિલાની પાસે જે સાધુ મળ્યા હતા તે જૈનમુનિ જ હતા. એ જ મુનિઓમાંથી એક કલ્યાણ (કાલિનોસ) નામના મુનિને તે પાછા જતા સમયે પોતાની સાથે પોતાના દેશમાં પણ લઈ ગયા હતા. દુર્ભાગ્યવશ રસ્તામાં જ સિકંદરનું મૃત્યુ થઈ ગયું હતું. પરંતુ કલ્યાણ મુનિ યૂનાન પહોંચ્યા હતા અને એમણે ત્યાં જૈન ધર્મનો પ્રચાર પણ કર્યો હતો. પરંતુ કાલાંતરમાં રાજનૈતિક પરિસ્થિતિઓને કારણે આ દેશોથી જૈન ધર્મનો સંપર્ક તૂટી ગયો અને પછી જૈન ધર્મની કઠોર ચર્યાનું પાલન ન કરી શકવાના કારણે ત્યાં શ્રમણો તથા જૈન ધર્મનો અભાવ થઈ ગયો. મધ્ય એશિયામાં હજુ પણ ક્યાંકક્યાંક એવા સ્થાન જોવા મળે છે જેમના નિવાસીઓના પ્રચાર ઉપર જૈન ધર્મનો પ્રભાવ સ્પષ્ટ દૃષ્ટિગોચર થાય છે. આધુનિક ઇતિહાસવેત્તાઓનું મંતવ્યઃ
વૈદિક ગ્રંથોના ઉપર્યુક્ત પ્રમાણના આધારે એટલું સ્પષ્ટ કહી શકાય છે કે જૈન ધર્મ વૈદિક કાળ અથવા વૈદિક ધર્મથી પણ પ્રાચીન છે. છતાં જૈન ધર્મની અનાદિના અથવા પ્રાચીનતાના સંબંધમાં આધુનિક વિશ્રુત ઇતિહાસવેત્તાઓની દષ્ટિને સમજવું પણ આવશ્યક છે. અસ્તુ, પ્રસ્તુત આધુનિક ઇતિહાસવેત્તાઓનું મંતવ્ય -
પ્રાચીન ઇતિહાસના સુપ્રસિદ્ધ આચાર્ય પ્રાચરૂવિદ્યા મહાર્ણવ શ્રી નગેન્દ્રનાથજી વસુ પોતાના હિન્દી વિશ્વકોષના પ્રથમ ભાગમાં ૬૪માં પૃષ્ઠ પર લખે છે -
ઋષભદેવે જ સંભવતઃ લિપિ વિદ્યાને માટે લિપિ કૌશલ્યનું ઉદ્ભાવન કર્યું હતું... ઋષભદેવે જ સંભવતઃ બ્રહ્મવિદ્યા શિક્ષણની ઉપયોગી બ્રાહ્મી લિપિનો પ્રચાર કરવામાં ન આવ્યો હોય, માટે તે અષ્ટમ અવતાર બતાવીને પરિચિત થયા.”
આ જ કોષના ત્રીજા ભાગમાં ૪૪૪માં પૃષ્ઠ પર એમ લખ્યું છે - “ભાગવતોક્ત ૨૨ અવતારોમાં ઋષભ અષ્ટમ છે. એમણે ભારતવર્ષાધિપતિ, નાભિરાજાના ઔરસ અને મરુદેવીના ગર્ભથી જન્મ ગ્રહણ કર્યું હતું.” ‘ભાગવત'માં લખ્યું છે કે - “જન્મ લેતાં જ ઋષભનાથના અંગમાંથી બધા ભગવતનાં લક્ષણ દેખાતાં હતાં.” વગેરે.
શ્રીમાનું મહામહોપાધ્યાય ડૉક્ટર સતીશચંદ્રજી વિદ્યાભૂષણ એમ.એ, પીએચ.ડી. , એફ.આઈ.આર.એસ. સિદ્ધાંત મહોદધિ પ્રિન્સિપાલ સંસ્કૃત કૉલેજ-કલકત્તા પોતાના ભાષણમાં ફરમાવે છે - (૪૦૨)
જિણધખો]
Page #420
--------------------------------------------------------------------------
________________
જૈનમત ત્યારથી પ્રચલિત થયો જ્યારથી સંસારમાં સુષ્ટિનો પ્રારંભ થયો છે. મને એમાં કોઈ પ્રકારનો ઉજ નથી કે જેનદર્શન વેદાંત વગેરે દર્શનોથી પૂર્વનો છે.”
ભારત ગૌરવ વિદ્ધતુ શિરોમણિ લોકમાન્ય પં. બાળગંગાધરજી તિલક પોતાના “કેશરી પત્ર'માં ૧૩ ડિસેમ્બર સન-૧૯૦૪ના રોજ લખ્યું છે કે -
મહાવીર સ્વામી જૈન ધર્મને પુનઃ પ્રકાશમાં લાવ્યા. આ વાતને આજ ૨૪૦૦ વર્ષ વ્યતીત થઈ ગયા છે. બૌદ્ધ ધર્મની સ્થાપનાના પહેલાં જૈન ધર્મ ફેલાઈ રહ્યો હતો, એ વાત વિશ્વાસ કરવા યોગ્ય છે. ચોવીસ તીર્થકરોમાં મહાવીર સ્વામી અંતિમ તીર્થકર હતા. એનાથી પણ જૈન ધર્મની પ્રાચીનતા જાણી શકાય છે.”
મિસ્ટર કકૂલાલજી એમ. એ. જજ ડિસેમ્બર તથા જાન્યુઆરી સન - ૧૯૦૪-૫ના થિયોસૉફિસ્ટ'માં લખે છે -
“જૈન ધર્મ એક એવો પ્રાચીન ધર્મ છે કે જેની ઉત્પત્તિ તથા ઇતિહાસની જાણકારી મેળવવી ખૂબ જ દુર્લભ વાત છે.”
શ્રીયુત વરદાકાંતજી મુખોપાધ્યાય એમ. એ. લખે છે -
“પાર્થનાથજી જૈન ધર્મના આદિ પ્રચારક નહોતા, પરંતુ એનો પ્રચાર ઋષભદેવજીએ કર્યો હતો, એની પુષ્ટિનાં પ્રમાણોનો અભાવ નથી.”
શ્રીયુત્ તુકારામ કૃષ્ણજી શર્મા લઘુ બી. એ., પીએચ. ડી., એમ. આર. એ. એસ., એમ. એ. એસ. બી. એમ. જી. ઓ. એસ. પ્રોફેસર શિલાલેખ વગેરે ક્વીન્સ કૉલેજ-બનારસ પોતાના વ્યાખ્યાનમાં કહે છે -
સૌથી પહેલાં આ ભારતવર્ષમાં ઋષભદેવજી નામના મહર્ષિ ઉત્પન્ન થયા, તે દયાવાન ભદ્રપરિણામી, પહેલા તીર્થકર થયા, જેમણે મિથ્યાત્વ અવસ્થાને જોઈને સમ્યગ્દર્શન, સમ્યગુજ્ઞાન, સમ્યફચારિત્રરૂપી મોક્ષશાસ્ત્રનો ઉપદેશ આપ્યો. બસ, આ જ જિનદર્શન આ કલ્પમાં થયો. એના પછી અજિતનાથથી લઈને મહાવીર સુધી ત્રેવીસ તીર્થંકર પોતાના સમયમાં અજ્ઞાની જીવોનો મોહ-અંધકાર નાશ કરતા રહ્યા.”
શ્રી સ્વામી વિરૂપાક્ષ વડિયર ધર્મભૂષણ, પંડિત, વેદતીર્થ, વિદ્યાનિધિ, એમ. એ. પ્રોફેસર સંસ્કૃત કૉલેજ-ઈન્દોર ‘ચિત્રમય જગત'માં લખે છે કે -
ઈર્ષ્યા-દ્રષના કારણે ધર્મપ્રચારને રોકનારી વિપત્તિ રહેતાં જૈન શાસન ક્યારેય પરાજિત ન થઈને સર્વત્ર વિજયી જ થતું રહ્યું છે. અહંન્દુ દેવ સાક્ષાત્ પરમેશ્વર સ્વરૂપ છે, એનાં પ્રમાણો પણ આર્ય ગ્રંથોમાં જોવા મળે છે. અહંન્દુ પરમેશ્વરનું વર્ણન વેદોમાં પણ જોવા મળે છે......
ઋષભનાથનો પૌત્ર (નાતી) મરીચી પ્રકૃતિવાદી હતો અને વેદ એના તત્ત્વોનુસાર હોવાના કારણે જ ઋગ્યેદ વગેરે ગ્રંથોની ખ્યાતિ એના જ જ્ઞાન દ્વારા થઈ છે. ફળસ્વરૂપ મરીચી ઋષિના સ્તોત્ર, વેદ, પુરાણ વગેરે ગ્રંથોમાં છે અને દરેક જગ્યાએ જૈન તીર્થકરોનો ઉલ્લેખ દૂ ઉત્સર્પિણી કાળ . જો આ જ છે (૪૦૩)
Page #421
--------------------------------------------------------------------------
________________
જોવા મળે છે, તો કોઈ કારણ નથી કે આપણે વૈદિક કાળમાં જૈન ધર્મનું અસ્તિત્વ ન માને, વેદોમાં જૈન ધર્મને સિદ્ધ કરનાર ઘણાય મંત્રો છે, સારાંશ એ છે કે આ બધાં પ્રમાણોથી જૈન ધર્મનો ઉલ્લેખ હિન્દુઓના પૂજ્ય વેદમાં પણ મળે છે.
(વિચાર કરો, એક કટ્ટર વેદાનુયાયી વેદતીર્થ પદવી પ્રાપ્ત, મોટા પ્રસિદ્ધ વિદ્વાન નિષ્પક્ષ થઈને જૈન ધર્મના ઉદય કાળ વિશે કેવું સ્પષ્ટ લખે છે. શું આ વિદ્વાનનું લખવું પણ અસત્ય છે ?)
શ્રીયુત્ લા. કન્નામલજી એમ. એ. સેશન જજ ધૌલપુર, લા. લાજપતરાયજી લિખિત ‘ભારત ઇતિહાસ'માં જૈન ધર્મ સંબંધી આક્ષેપોના પ્રતિવાદમાં લખે છે કે -
બધા લોકો જાણે છે કે જૈન ધર્મના આદિ તીર્થંકર શ્રી ઋષભદેવ સ્વામી છે, જેમનો સંવત ઇતિહાસ પરિધિથી ક્યાંય દૂર છે. એમનું વર્ણન સનાતનધર્મી હિન્દુઓના શ્રીમદ્ ભાગવત પુરાણમાં પણ છે, ઐતિહાસિક ગવેષણાથી જાણવા મળ્યું છે કે જૈન ધર્મની ઉત્પત્તિનો કોઈ કાળ નિશ્ચિત નથી. પ્રાચીનથી પ્રાચીન ગ્રંથોમાં જૈન ધર્મનો હવાલો મળે છે. શ્રી પાર્શ્વનાથજી જૈનોના ત્રેવીસમાં તીર્થંકર છે, એમનો સમય ઈસાથી બારસો વર્ષ પૂર્વનો છે, તો પાઠક સ્વયં વિચારી શકે છે કે ઋષભદેવજીનો કેટલો પ્રાચીન સમય (કાળ) હશે, જૈન ધર્મના સિદ્ધાંતોની અવિચ્છિન્ન ધારા આ જ મહાત્માના સમયથી વહેતી રહી છે. કોઈ સમય એવો નથી જેમાં આનું અસ્તિત્વ ન હોય. શ્રી મહાવીર સ્વામી જૈન ધર્મના અંતિમ તીર્થંકર અને પ્રચારક હતા. એના આદિ સંસ્થાપક અને પ્રવર્તક નહોતા.’
ઉપર્યુક્ત સંપૂર્ણ ઐતિહાસિક તથા પ્રાગૈતિહાસિક વિવેચનના આધારે તે નિર્વિવાદ રૂપથી કહી શકાય છે કે જૈન ધર્મ અથવા સંસ્કૃતિને પ્રાગૈતિહાસિક જ નહિ અનાદિકાલીન માનવી જ યુક્તિ-સંગત છે. કોઈપણ સંસ્કૃતિ અથવા ધર્મના કાળ-નિર્ણયમાં નિષ્પક્ષ દૃષ્ટિની નિતાંત આવશ્યકતા છે. નિષ્પક્ષ દૃષ્ટિ જ તત્ત્વનો સમ્યનિર્ણય કરી શકે છે, અસ્તુ, પ્રત્યેક વિચાર ઐતિહાસિક તથ્યોના પરિપ્રેક્ષ્યમાં ઉપર્યુક્ત વિવેચન પર નિષ્પક્ષ ચિંતન કરશે.
સાધુમાર્ગ ક્યારથી :
જૈન ધર્મનું જ અપર નામ સાધુમાર્ગ છે. માટે સાધુમાર્ગના સંદર્ભમાં પણ થોડું વિવેચન પ્રસ્તુત છે.
ધર્મ તથા સંસ્કૃતિના આવિર્ભાવના કાળ-નિર્ધારણના અનુચિંતનને માનવ સંસ્કૃતિ તથા માનવીય સભ્યતાના પ્રાદુર્ભાવથી ભિન્ન નથી કરી શકાતું. માનવજીવનના સાથે ધર્મનો સંબંધ અનાદિ કાળથી અનુબંધિત છે. તેથી ધર્મ અથવા ધાર્મિક પરંપરાઓના સંદર્ભમાં ઐતિહાસિક ચિંતન આટલું અધિક મહત્ત્વ નથી રાખતું, છતાં સામાન્ય જનમાનસ અર્વાચીનતા તથા પ્રાચીનતાના પરિપ્રેક્ષ્યને વધુ મહત્ત્વ પ્રદાન કરે છે. માટે સાધુમાર્ગની જિણધમ્મો
૪૦૪
Page #422
--------------------------------------------------------------------------
________________
ઐતિહાસિક સ્થિતિ પર ચિંતન પણ અપેક્ષિત છે અને આને જ અહીં સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
જાગતિક અવધારણાઓમાં કેટલીક અવધારણાઓ એવી છે જેમને શાશ્વત સત્ય ()ના રૂપમાં માનવામાં આવે છે. ધર્મ કિંવા સાધુમાર્ગ પણ એ જ અવધારણાઓમાં એક છે. કેમ કે ચેતનાના સર્વાંગીણ વિકાસ અથવા ચરમોત્કર્ષ રૂપ પરમ સાધ્યની અવાપ્તિ(ઉપલબ્ધિ)નો સંદેશ આ ધર્મનું પ્રમુખ પ્રતિપાદ્ય છે, તેથી આનો આત્મ ધર્મથી તાદાત્મ્ય હોવું આનુષંગિક જ થઈ જાય છે. આ મૌલિક તથ્યના આધારે આપણે આ નિર્ણય પર પહોંચીએ છીએ કે સાધુમાર્ગીય ધર્મને ઐતિહાસિકતાની સાથે સંબંધ કરવો એવો જ અપ્રસ્તુત છે, જેમ કે મરઘી અને ઈંડામાં પ્રથમ હોવાનો પ્રશ્ન.
ઇતિહાસનું કાર્ય છે સભ્યતા તથા સંસ્કૃતિનાં સ્મૃતિ-ચિહ્નોને પંપાળવું અને એને કાળબદ્ધતાની સાથે અનુબંધિત કરવું. સાધુમાર્ગ કોઈ સંસ્કૃતિ તથા સભ્યતાનું નામ નથી. એનો સંબંધ જીવનના શાશ્વત સત્યોથી છે, તેથી એને આપણે ઐતિહાસિકતાના બંધનમાં નથી બાંધી શકતા. સીધા શબ્દોમાં સાધુમાર્ગ પ્રાગૈતિહાસિક ધર્મ જ નથી, તે પોતાના આદિને અનાદિની કુક્ષિમાં નિમજ્જિત જુએ છે.
ઇતિહાસ તથા પ્રાગૈતિહાસની પણ કેટલીક સીમા રેખાઓ છે. સાધુમાર્ગ એ સીમાઓના સંકુચિત સ્થાનથી પર જ નથી, બહુ જ દૂર (પરે) છે. તથાપિ આવિર્ભાવ તથા તિરોભાવ અથવા ાસ તથા વિકાસના પરિપ્રેક્ષ્યમાં જ્યારે એની ઐતિહાસિકતા પર ચિંતન ગતિશીલ હોય છે, તો આપણે નિષ્કર્ષ પર પહોંચીએ છીએ.
બતાવવામાં આવ્યું છે કે જૈનદર્શન અનુસાર કાળની અનવરત પરિક્રમાને પરિગણિત કરવા માટે કાળને ઉત્સર્પિણી-અવસર્પિણી, ષટ્ આરા(કાળ-ખંડો)ના રૂપમાં વિભક્ત કર્યો છે. તે અનુસાર પ્રથમ ત્રણ કાળખંડો(આરાઓ)ના વ્યતીત હોવાથી ભોગભૂમિક જીવનવ્યવસ્થાના ઉપરાંત કર્મભૂમિ જીવન-નિર્વાહની પ્રણાલી થવાથી તીર્થંકર ભગવાન ઋષભદેવે આ સાધુમાર્ગની પરંપરાની પ્રત્યે જનમાનસને પ્રેરિત કર્યું હતું. તેથી એમ કહી શકાય છે કે અવસર્પિણી કાળની અપેક્ષાથી ભગવાન ઋષભદેવ આના ઉદ્ગાતાઆવિર્ભાવકર્તા છે.
એના પછી ઉત્તરવર્તી કાળમાં ભગવાન અજિતનાથથી લઈને ભગવાન મહાવીર સુધીના ૨૩ તીર્થંકરોએ પોત-પોતાના શાસનમાં સાધુમાર્ગનું પ્રતિપાદન કર્યું હતું. આ તથ્યને સ્પષ્ટ કરવાનો મૌલિક આધાર છે નમસ્કાર મંત્ર.
નમસ્કાર મંત્ર સાર્વભૌમિક છે. તે સમગ્ર જૈનસમાજને એક સ્વરથી માન્ય છે. આને આગમોનું મૂળ બીજ કહેવામાં આવે છે. આ ‘દ્વાદશાંગી’નું સારભૂત તત્ત્વ છે. એમાં સંપૂર્ણ અંગ-ઉપાંગ સમાવિષ્ટ થઈ જાય છે. એનાથી પણ પ્રચલિત જૈન ધર્મ સાધુમાર્ગના રૂપમાં
જ ફલિત થાય છે.
Page #423
--------------------------------------------------------------------------
________________
આ નમસ્કાર મહામંત્રમાં પાંચ પદ છે -
णमो अरिहंताणं सिद्धाणं
णमो
णमो आयरियाणं
णमो उवज्झायाणं णमो लोए सव्वसाहूणं ॥
આ પાંચ પદોમાં દ્વિતીય પદ સિદ્ધ ભગવાનનું છે, અવશેષ ચાર પદ સાધુના છે. પાંચમું પદ તો સવ્વસાહૂણં હોવાથી સાધુનું જ છે. અન્ય પ્રથમ, તૃતીય તથા ચતુર્થ પદ પણ સાધુરૂપ છે, કારણ કે ઉપાધ્યાય, આચાર્ય અને અરિહત્ત્વ પણ સંયમી હોય છે, ચારિત્ર સંપન્ન હોય છે. એ પણ સામાન્ય સાધુની જેમ પ્રવ્રજ્યા અંગીકાર કરે છે અને સાધના-પથ ઉપર અગ્રેસર થતાં જેમ-જેમ ગુણોનો વિકાસ કરતા જાય છે, તેમ-તેમ ઉપાધ્યાય, આચાર્ય વગેરે પદોથી સુશોભિત થાય છે, પરંતુ મૂલમાં આ ત્રણેયમાં પણ સાધુતા તો છે જ, તેથી આમને સાધુપદમાં પણ સમ્મિલિત કરવામાં આવે છે, જેમ કે -
सिद्धाणं नमो किच्चा, संजयाणं च भावओ
ઉત્તરાધ્યયન, ૨૦-૧
પ્રભુ મહાવીરની જન્મરાશિ પર ભષ્મગ્રહ તથા પંચમ મહાકાળના પ્રભાવથી એમાં ઉતાર-ચડાવ થવો સ્વાભાવિક હતો. આ પ્રસંગને લઈને ‘કલ્પસૂત્ર'માં બતાવવામાં આવ્યું છે કે નિગ્રંથ નિગ્રંથિઓનો પૂજા-સત્કાર ઉદય-ઉદય નહિ થાય.
"जप्पभि चणं से खुद्दाए भासरासी महग्गहे दो वास सहस्सठिई समणस्स भगवओ महावीरस्स जन्म नक्खतसकंते तप्पभिदं च णं समणाणं निग्गंथाणं निग्गंथीणय नो उदिए उदिए पूजा सक्कारे पवत्तइ ।” કલ્પસૂત્ર
-
અહીંયાં નમસ્કાર મંત્ર સ્થિત પાંચેય પદોને સિદ્ધ અને સંયતિ (સાધુ) આ બે પદોમાં સામેલ કરી લીધો છે. આ રીતે અરિહંત વગેરે ચાર પદ સાધુના હોય છે. કહેવાનો અર્થ એ છે કે સામાન્ય સાધુમાં જ્યારે અમુક-અમુક ગુણોનો વિકાસ થઈ જાય છે અને તે આચાર્યપદ પર આસીન થઈ જાય છે ત્યારે તે આચાર્યના રૂપમાં સંબોધિત થવા લાગે છે તથા યથાખ્યાત ચારિત્ર-સંપન્ન સંયતિ જ્યારે ઘનઘાતી કર્મોનો ક્ષય કરીને કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રાપ્ત કરી લે છે. અર્થાત્ સર્વજ્ઞ સર્વદ્રષ્ટા બની જાય છે, ત્યારે તે વિશિષ્ટ અવસ્થા પ્રાપ્ત સંયતિને અરિહંત કહેવામાં આવે છે. એનાથી એ પણ સ્પષ્ટ થઈ જાય છે કે અરિહંત, આચાર્ય અને ઉપાધ્યાય એ પદવીઓ વિશેષણ છે, જે સાધુની અમુક-અમુક અવસ્થાની પરિચાયક છે, પરંતુ મૂળમાં તો બધા સાધુ જ છે.
૪૦૬
જિણધમ્મો
Page #424
--------------------------------------------------------------------------
________________
પવિયાં ...”
જેમ કે મનુષ્ય એક હોવા છતાં રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી વગેરે પદો ઉપર આસીન થવાથી તેના પર પદવીથી સંબોધિત થાય છે. આ રીતે અહીં મનુષ્યની જેમ સામાન્ય રૂપથી પણ સાધુ છે, પરંતુ “અરિહંત' વગેરે પદની દૃષ્ટિથી તદ્ તદ્ રૂપમાં સંબોધિત કરવામાં આવે છે.
સાધુના અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ - આ ચાર પદોમાં સર્વોત્કૃષ્ટ સાધુ અરિહંત હોય છે અને તે જ ભવ્યોને મોક્ષમાર્ગ પ્રદાન કરે છે. તેથી આ સ્વયમેવ સિદ્ધ થઈ જાય છે કે “થો: માતઃ કા: સાધુમા ” અર્થાત્ સાધુથી જે માર્ગ આવ્યો અથવા સાધુએ જે માર્ગ બતાવ્યો, તે સાધુમાર્ગના રૂપથી પ્રચલિત થયો.
એના સિવાય “આગમોમાં પણ ભગવાનના પ્રવચનને નિગ્રંથના પ્રવચનના નામથી પોકારવામાં આવ્યો છે તથા ભગવાનને પણ “શ્રમણ' શબ્દથી સંબોધિત કર્યા છે - યથા,
"तएणं से सुबाहुकुमारे समणस्स भगवओ महावीरस्स अंतिए धम्म सोच्चा णिसम्म हट्ठतुढे उट्ठाए उठेइ उट्ठिता जाव एवं वयासी-सद्दाहाभि णं भंते ! णिग्गथं
- સુખવિપાક એમાં ભગવાન મહાવીરને “શ્રમણ” કહ્યા છે. સાથે એમના પ્રવચનને નિગ્રંથ પ્રવચન કર્યું છે. ભગવાનની દેશના શ્રવણ કરીને સુબાહુકુમાર ભગવતુવાણી પર શ્રદ્ધાન કરતાં ભગવાનની સમક્ષ જ કહે છે કે - “ભગવાન ! હું નિથ પ્રવચન સાધુ દ્વારા ઉપદિષ્ટ મોક્ષમાર્ગમાં શ્રદ્ધા કરું છું.” એનાથી પણ સાધુમાર્ગ ફલિત થાય છે. આ પ્રકારનો ઉલ્લેખ અન્ય પણ અનેક આગમોમાં પર્યાપ્ત રૂપથી મળે છે. શ્રાવકને પણ ભગવદોપાસક કે જિનોપાસક નથી કહેતાં “શ્રમણોપાસક' કહેવામાં આવ્યા છે. એનાથી પણ સામાર્ગ ધ્વનિત થાય છે. એના સિવાય અર્વાચીન સાહિત્ય - “જૈન ધર્મના પ્રભાવક આચાર્ય” વગેરે ગ્રંથોમાં પણ સાધુ માર્ગને પ્રાચીન તરીકે સ્વીકાર કર્યો છે.
સાધુ માર્ગની પ્રાચીનતા જાણી લેવાથી આ જિજ્ઞાસા પ્રસ્ફટિતુ થવી સ્વાભાવિક છે કે આજે તો દિગંબર, શ્વેતાંબર વગેરે અનેક સંપ્રદાયો દષ્ટિગત થાય છે. એમનો આવિર્ભાવ ક્યારે અને કેવી રીતે થયો? એ વિષયક વિસ્તૃત જાણકારી જૈન ધર્મના મૌલિક ઈતિહાસ’ વગેરેથી કરી શકાય છે. પરંતુ જિજ્ઞાસા શમનાર્થ સંક્ષિપ્ત જાણકારી પ્રસ્તુત કરવી અપ્રાસંગિક નહિ ગણાય.
પ્રભુ મહાવીરની જન્મરાશિ પર ભષ્પગ્રહ તથા પંચમ કાળના પ્રભાવથી એમાં ઉતારચડાવ હોવો સ્વાભાવિક હતું. આ પ્રસંગને લઈને “કલ્પસૂત્ર'માં બતાવવામાં આવ્યું છે કે નિગ્રંથ - નિગ્રંથીઓના પૂજા સત્કાર ઉદય-ઉદય નહિ થાય.”
"जप्पभिइं चणं से खुदाए भासरासी महग्गए दो वास सहस्सठिई समणस्स भगवओ महावीरस्स जन्म नक्खत सकते तप्पभिई च, णं समणाणं णिग्गंथाणं निग्गंथीणय नो उदिए उदिए पूजा सक्कारे पवत्तइ ।"
- કલ્પસૂત્ર પ્રભુ મહાવીરના નિર્વાણોપરાંત છસો વર્ષો સુધી સાધુમાર્ગનિરાબાધ ગતિથી ચાલી રહ્યો હતો, પરંતુ વીર નિર્વાણની સાતમી શતાબ્દીમાં આ સાધુમાર્ગમાંથી એકાંત માન્યતાના કારણે એક શાખા ઉત્સર્પિણી કાળ
(૪૦)
Page #425
--------------------------------------------------------------------------
________________
અલગ થઈ ગઈ, જે શરીર ઉપર વસ્ત્ર નહિ રાખવાના કારણે દિગંબરના નામથી પ્રચલિત થઈ. એનો અલગ થવાનો સમય વીર નિર્વાણના છસો નવ વર્ષ પછીનો બતાવવામાં આવે છે.
જૈન ધર્મના પ્રભાવક આચાર્ય'માં આનો ઉલ્લેખ આ પ્રકાર આવ્યો છે .
વીર નિર્વાણની સાતમી શતાબ્દીના પૂર્વાર્ધમાં અવિભક્ત જૈન શ્રમણ-સંઘ શ્વેતાંબર અને દિગંબર આ બંને વિશાળ શાખાઓમાં વિભક્ત થઈ ગયો હતો. શ્વેતાંબર માન્યતા અનુસાર વી. નિ. ૬૦૯(વિ.સં. ૧૩૯)માં દિગંબર મતની સ્થાપના થઈ.” - સાધુ માર્ગમાં ચાલનાર સંયત આગમાનુકૂલ શ્વેત પરિધાનથી યુક્ત હોવાથી શ્વેતાંબરના નામથી સંબોધિત થવા લાગ્યા આ શ્વેતાંબર એ સમયે સાધુમાર્ગનું જ ઉપનામ હતું.
એના પછી વીર નિર્વાણ સાતમી શતાબ્દીના ઉત્તરવર્તી સમયમાં બાર વર્ષનો ભયાનક દુષ્કાળ પડ્યો, જેમાં સાધુમાર્ગી સમાજની જ ઘણી ક્ષતિ થઈ. અનેક શ્રમણ શ્રી ભદ્રબાહુ સ્વામીના સાથે ઉત્તર ભારતથી દક્ષિણ ભારતમાં વિહાર કરીને ચાલ્યા ગયા, પરંતુ જે શ્રમણ તે દુષ્કાળના ક્ષેત્રમાં સ્થિત રહી ગયા, તે પોતાની સ્થિતિમાં સુરક્ષિત ના રહી શક્યા, જેના પરિણામસ્વરૂપ આગળ જઈને વીતરાગ દેવોની મૂર્તિ તથા મંદિર વગેરેના નિર્માણનો પ્રસંગે ઉપસ્થિત થયો અને એ જ સમયથી શ્વેતાંબર સાધુમા” બે ભાગોમાં વિભક્ત થઈ ગયો, જે વિભાગ મંદિરની આસ્થા રાખીને ચાલવા લાગ્યા ને મૂર્તિપૂજક(ચૈત્યવાસી)ના નામથી પ્રચલિત થયા. આનો સમય વીર નિર્વાણના છસો નેવું વર્ષના લગભગનો બતાવવામાં આવે છે. પરંતુ વીર નિર્વાણ સંવત ૮૮૨થી તો એમનું સ્પષ્ટ રૂપથી વિભક્તિકરણ થઈ ગયુ હતું એવું - જૈન ધર્મના પ્રભાવક આચાર્ય'માં લખ્યું છે -
“શ્વેતાંબર પરંપરાના મુનિ સમુદાય વીર નિર્વાણ ૮૮૨(વિ.સં. ૪૧૨)માં બે ભાગોમાં સ્પષ્ટ રૂપથી વિભક્ત થઈ ગયો હતો. એક પક્ષ ચૈત્યવાસી સંપ્રદાયના નામથી અને બીજો પક્ષ સુવિહિતમાર્ગી નામથી સુપ્રસિદ્ધ થયો. ચૈત્યવાસી મુનિ મુક્તભાવથી શિથિલાચારને સમર્થન આપવા લાગ્યા હતા. જે સાધુસમાજ વીતરાગ આજ્ઞાનુસાર પૂર્વની જેમ જ આચરણ તથા પ્રરૂપણ પદ્ધતિને અપનાવતા રહ્યા, તે કવચિત્ સુવિહિતમાર્ગી તથા સ્થાનક વગેરેમાં સ્થિત રહેવાથી સ્થાનકવાસીના નામથી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવા લાગ્યા, આ રીતે મુખ્યત્વે દક્ષિણ ભારતમાં સ્થાનકવાસી તથા સુવિહિતમાર્ગના રૂપમાં સાધુમાર્ગી પલ્લવિત પુષ્પિત થતો રહ્યો અને ઉત્તર ભારતમાં યતિ-સમાજનું પ્રાબલ્ય રહ્યું. વીર પ્રભુની જન્મરાશિ પર લગાવાયેલા ભષ્મગ્રહની પરિસમાપ્તિ પર વીર લોકશાહે જન્મ લીધો અને લઘુવયમાં જ પોતાની કુશાગ્ર બુદ્ધિબળથી રાજ સમ્માન પ્રાપ્ત કર્યું. ઘટના વિશેષથી સંસારમાં ઉદાસીન થઈને આત્મચિંતનમાં લાગ્યા - તત્કાલીન ગૃહસ્થ વર્ગ માટે “વાંચે સૂત્ર તો મરે પુત્ર'ની લૌકિક માન્યતાને ગૌણ કરીને તમે જૈનાગમોનું અધ્યયન કર્યું. જેનાગમોમાં અધ્યયનથી આપના અંતર્થક્ષુ ખૂલી ગયાં, જેનાથી આપે ધર્મના વાસ્તવિક સ્વરૂપને સમજવા અને એનો પ્રચાર-પ્રસાર કરવા શરૂ કરી દીધો. આ રીતે તેમણે ઉત્તર ભારતમાં પુનઃ ક્રાંતિનો નાદ ફેંક્યો અને સાધુ માર્ગનો પ્રચારપ્રસાર કર્યો. પરંતુ એમણે કોઈ નવો માર્ગ ન ચલાવ્યો. અનેકો ભવ્યોએ આપનાથી જૈનાગમોનું
(૪૦૮) OOOOOOOOOOOOOOOX જિણધમ્યો
Page #426
--------------------------------------------------------------------------
________________
વાસ્તવિક વિવેચન શ્રવણ કરીને સાધુ માર્ગમાં ભાગવતી દીક્ષા અંગીકાર કરી અને બાવીસ વિભાગો(સંગાટકો)માં વિભક્ત થઈને અલગ-અલગ ક્ષેત્રોમાં વિચરણ કરીને સાધુમાર્ગને વિકસિત કરવા લાગ્યા. એકબીજા સંગાટકના આવાગમનની મુશ્કેલીના કારણે વિશેષ સંપર્ક ન થવાથી, લાંબા સમય સુધી અમુક ક્ષેત્ર-વિશેષમાં જ વિચરણ કરવાથી અલગ-અલગ દિક્ષાઓ થતી રહેવાથી તે જ સંગાટક બાવીસ સંપ્રદાય અથવા બાવીસ ટોળાના નામથી પ્રચલિત થયા. તત્કાલીન યતિ સમાજ તરફથી એમને ઘણા ઉપસર્ગ પણ આવ્યા. એક વખત રહેવાયોગ્ય મકાન ન મળવાથી તૂટેલા-ફૂટેલા મકાનમાં રહ્યા, જેને તત્કાલીન ભાષામાં સૂંઢા કહેવામાં આવતા હતા. એ ટૂંઢામાં રહેવાથી સાધુઓને “ટૂંઢિયા' કહીને બોલાવવા લાગ્યા. તેથી સ્થાનકવાસી, બાવીસ સંપ્રદાય, બાવીસ ટોળા અને ટૂંઢિયા બધા સાધુમાર્ગીનું જ ઉપનામ છે.
આ રીતે અનેક સંકટોને સહન કરતાં-કરતાં પોતાનાં ઉપનામોમાં પ્રસિદ્ધિ મેળવતાં સાધુમાર્ગ અનવરત ગતિથી ચાલી રહ્યો હતો કે વીર નિર્વાણ સંવત ૨૨૮૦ની આસપાસ આચાર્ય શ્રી રૂઘનાથજીએ કંટાલિયાના શ્રી ભીખણજી નામના શિષ્યને દયાદાનના સિદ્ધાંતવિપરીત પ્રરૂપણાના કારણે સંઘથી બહિષ્કૃત કરી દીધા. ગુરુથી બહિષ્કૃત થઈ જવાથી એમણે એક નવા પંથની સ્થાપના કરી, જે “તેરહપંથ'ના નામથી સમાજ સમક્ષ આવ્યા.
આ રીતે સાધુમાર્ગના અનેક સંપ્રદાય, પંથ, મત વિભક્ત થતા ગયા, પરંતુ મૂળ સાધુ માર્ગ આજ પણ સુરક્ષિત ગતિમાન છે અને મહાવીરની વાણી અનુસાર આ ભરત ક્ષેત્રમાં એકવીસ હજાર (૨૧૦૦૦) વર્ષ સુધી નિરંતર ચાલતો રહેશે. ___ जंबु दीवेणं भन्ते ! दीवे भारहेवासे इमीसे ओसप्पिणीए देवाणुप्पियाणं केवत्तियं कालं तित्थे अणुसिज्जरसइ । गोयमा ! जम्बुदीवे भारहेवासे इमीसे ओसप्पिणीए ममं एगवीसं वाससहस्साई तित्थे अणुसिज्जिस्सइ ।" .
- ભગવતી શતક-૨૦, ૩.-૬ જો કે મહાવિદેહ ક્ષેત્રની અપેક્ષાથી તો સાધુમાર્ગીય પરંપરા અનાદિ અનંત અનવરત ગતિશીલ છે, પરંતુ “તત્ત્વ મહોદધિ ભગવતી સૂત્રના ઉપર્યુક્ત ઉદ્ધરણમાં જંબૂઢીપ ક્ષેત્રની અપેક્ષાએ એ સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે – આ પરંપરા અર્થાત્ મહાવીર-શાસનનો સાધુમાર્ગ એકવીસ હજાર વર્ષ સુધી અનવરત ગતિશીલ રહેશે. અસ્તુ, આ સાધુમાર્ગી અપર નામથી સ્થાનકવાસી આજ પણ ગતિશીલ છે. પ્રભુ મહાવીરના પશ્ચાતુ અનેક મહાન, પ્રભાવક સંઘ ધુરીણ આચાર્યોએ આ શાસન ઉદ્યાનનું ખૂબ જ સિંચન કર્યું છે.
મહાન તપોધની આચાર્ય શ્રી હુકમીચંદજી મ.સા. જેવા ક્રાંત દ્રષ્ટાઓએ ક્રાંતિ-બીજોનું વપન કર્યું. મહાન જ્યોતિપુંજ આચાર્ય જ્યોતિર્ધર જવાહરે એ સિંચનને સુવિશેષ ગતિ પ્રદાન કરી તથા શાંત ક્રાંતિના ઉગ્રદૂત સંયમીય મર્યાદાઓના સજગ પ્રહરી, અગાધ ચારિત્રનિધિ આચાર્ય શ્રેષ્ઠ શ્રી ગણેશલાલજી મ.સા.એ એ બીજોમાં સશક્ત ઉર્વરક (પોષક) શક્તિનો સંચાર કર્યો.
નિષ્કર્ષની ભાષામાં સાધુ માર્ગ અનાદિ-અનંતની સંસ્કૃતિમાં અનવરત ગતિશીલ રહ્યો છે અને રહેશે. આ ઉત્સર્પિણી કાળ જ
છે (૪૦૯)
Page #427
--------------------------------------------------------------------------
________________
(૫૫
(ઊર્વ લોક
વૈમાનિક દેવોનું વર્ણન:
પ્રથમ દ્વિતીય દેવલોક : સમતળ ભૂમિથી નવસો યોજન ઉપરથી ઊધ્વલોક શરૂ થાય છે. શનૈશ્ચરના વિમાનની ધ્વજાથી દોઢ રજુની ઊંચાઈ ઉપર સાડા ઓગણીસ રજુ ઘનાકાર વિસ્તારમાં ઘનોદધિ(જમેલું પાણી)ના આધારે, લગડાવીને, મેરુ પર્વતથી દક્ષિણ દિશામાં પહેલો સૌધર્મ દેવલોક (સ્વર્ગ) છે અને ઉત્તર દિશામાં બીજો દેવલોક ઈશાન છે. આ બંને સ્વર્ગોના તેર-તેર પ્રતર છે. આ પ્રતિરોમાં વિમાન છે. વિમાનમાં રહેવાના કારણે આ જાતિના દેવ વૈમાનિક કહેવાય છે. એમ આ નામ પારિભાષિક જ છે. કારણ કે અન્ય જાતિના દેવો પણ વિમાનમાં રહે છે. જેમ મકાનમાં માબ હોય છે, એ જ રીતે દેવલોકમાં પ્રતર હોય છે. માળમાં ઓરડાની જેમ પ્રતિરોમાં વિમાન હોય છે. પહેલાં બીજા દેવલોકનાં વિમાન પાંચસો યોજન ઊંચા અને સત્યાવીસસો યોજનની ઈંટ (પાયા)વાળા છે. પહેલા દેવલોકમાં બત્રીસ લાખ અને બીજા દેવલોકમાં અઠ્યાવીસ લાખ વિમાન છે. પહેલા દેવલોકના ઈન્દ્રનું નામ શક્રેન્દ્ર છે અને બીજા દેવલોકના ઈન્દ્રનું નામ ઈશાનેન્દ્ર છે. આ બંને ઇન્દ્રોની આઠઆઠ અગ્રમહિષીઓ છે. પ્રત્યેક અગ્રમહિષીના સોળ-સોળ હજાર દેવીઓનો પરિવાર છે.
પ્રથમ દેવલોકના દેવોની ઉંમર જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ બે સાગરોપમ છે. એમની પરિગૃહીતા દેવીઓની ઉંમર જઘન્ય એક પલ્યોપમની અને ઉત્કૃષ્ટ સાત પલ્યોપમની તથા અપરિગૃહીતા દેવીઓની આયુ જઘન્ય એક પલ્યોપમની અને ઉત્કૃષ્ટ પચાસ પલ્યોપમની છે. બીજા દેવલોકના દેવોની આ જઘન્ય એક પલ્યોપમથી કંઈક અધિક અને ઉત્કૃષ્ટ બે સાગરોપમથી કંઈક અધિક છે. એમની પરિગૃહીતા દેવીઓની આયુ જઘન્ય એક પલ્યોપમથી કંઈક અધિક અને ઉત્કૃષ્ટ નવ પલ્યોપમની તથા અપરિગૃહીતા દેવીઓની આયુ જઘન્ય એક પલ્યોપમથી કંઈક અધિક તથા ઉત્કૃષ્ટ પંચાવન પલ્યોપમની છે. બીજા દેવલોકથી આગળ દેવીઓની ઉત્પત્તિ નથી થતી (હોતી).
તૃતીય ચતુર્થ દેવલોક : સમભૂમિભાગથી અઢી રજુ ઉપર, સાડા અગિયાર રજૂ ઘનાકાર વિસ્તારમાં ઘનવાત (જમેલી હવા)ના આધારે દક્ષિણ દિશામાં ત્રીજા સનત્કુમાર નામનો દેવલોક છે અને ઉત્તર દિશામાં ચોથો મહેન્દ્ર નામનો દેવલોક છે. બંનેમાં બારબાર પ્રતર છે. એમાં છ-છસો યોજન ઊંચા અને છવ્વીસો યોજનાના (ઈંટો) પાયાવાળા વિમાન છે. ત્રીજા દેવલોકમાં બાર લાખ અને ચોથા દેવલોકમાં આઠ લાખ વિમા છે. ત્રીજા દેવલોકમાં દેવોની જઘન્ય આયુ બે સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુ સાત સાગરોપમની છે. ચોથા દેવલોકના દેવોની જઘન્ય આયુ બે સાગરોપમથી કંઈક અધિક અને ઉત્કૃષ્ટ આયુ સાત સાગરોપમથી કંઈક અધિક છે.
પાંચમો દેવલોક : સમતળ ભૂમિથી સવા ત્રણ રજુ ઉપર સાડા અઢાર રજુ ઘનાકાર વિસ્તારમાં, મેરુ પર્વતથી ઠીક મધ્યમાં ઘનવાતના આધાર પર સ્થિર પાંચમો બ્રહ્મ નામનો
(૪૧૦) DOOOOOOOOOOOOOOX જિણધમો)
Page #428
--------------------------------------------------------------------------
________________
દેવલોક છે. એમાં છ પ્રતર છે - આ પ્રતિરોમાં સાતસો યોજન ઊંચે અને પચીસસો યોજના (ઈંટો) પાયાવાળા ચાર લાખ વિમાન છે. ત્યાંના દેવોની જઘન્ય આયુ સાત સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુ દસ સાગરોપમની છે.
લોકાંતિક દેવઃ પાંચમા દવલોકના ત્રીજા અરિષ્ટ નામના પ્રતરની પાસે, દક્ષિણ દિશામાં ત્રસનાડીની અંદર પૃથ્વી પરિણામ રૂપ, કૃષ્ણ વર્ણની, મરઘાના પિંજરાના આકારની પરસ્પર અડેલી આઠ કૃષ્ણ રાજીઓ છે. અસંખ્યાતમા અરુણવર સમુદ્રથી ૧૭૨૧ યોજન ઊંચી દીવાલના સમાન અને અંધકારમય તમસ્કાય નીકળીને ઉપર ચડતી ચાર દેવલોકોને ઓળંગીને પાંચમા દેવલોકના ત્રીજા પ્રતરની પાસે પહોંચી છે. આ જ સમસ્કાય કૃષ્ણરાજી કહેવાય છે. ચાર કૃષ્ણરાજીઓ ચારેય દિશાઓમાં અને ચાર કષ્ણરાજીઓ ચાર વિદિશાઓમાં છે. આ આઠોનાં આઠ અંતરોમાં આઠ વિમાન છે. આઠેયની મધ્યમાં પણ એક વિમાન છે, આ રીતે નવ વિમાન છે, જેમાં લોકાંતિક દેવ રહે છે. એ વિમાનોના તથા એમાં રહેનાર તે દેવોનાં નામ આ પ્રકારે છે. (૧) ઈશાન કોણમાં અર્ચિ નામનું વિમાન છે, જેમાં “સારસ્વતી દેવ રહે છે. (૨) પૂર્વ દિશામાં અર્ચિમાલી વિમાન છે, જેમાં “આદિત્ય” દેવ રહે છે. આ બંને પ્રકારના
દેવોનો ૭ હજાર દેવોનો પરિવાર છે. (૩) આગ્નેય કોણના વૈરોચન વિમાનમાં “વતિ' દેવ રહે છે. (૪) દક્ષિણ દિશાના પ્રભંકર વિમાનમાં “અરુણ દેવ રહે છે. આ બંનેનો ૧૪ હજાર દેવોનો
પરિવાર છે. (૫) નૈૐત્ય કોણમાં ચન્દ્રાભ વિમાન છે. એમાં “ગઈતોય' દેવ રહે છે. (૬) પશ્ચિમ દિશામાં સૂર્યાભ વિમાન છે, એમાં ‘વૃષિત' દેવ રહે છે.
આ બંનેનો ૭ હજાર દેવોનો પરિવાર છે. (૭) વાયુ કોણમાં શક્રામ વિમાન છે, એમાં “અવ્યાબાધ દેવ રહે છે. (૮) ઉત્તર દિશામાં સુપ્રતિષ્ઠિત વિમાન છે. એમાં “મરુત’ દેવ રહે છે. (૯) બધાના મધ્યમાં અરિષ્ટાભ વિમાન છે, જેમાં “અરિષ્ટ' દેવ રહે છે. આ ત્રણેયનો ૬
હજાર દેવોનો પરિવાર છે. આ લોકાંતિક દેવોના સ્વામી સમ્યગ્દષ્ટિ તથા એક ભાવાત્તારી હોય છે. એ લોકાંતિક દેવ તીર્થકરોની દીક્ષાના પ્રસંગે પોતાના જાતિ-વ્યવહાર અનુસાર એમના વૈરાગ્યની પ્રશંસા કરનાર, “બુદ વદે શબ્દ દ્વારા પ્રતિબોધન કરનાર તથા એક ભવના અનંતર મોક્ષ પ્રાપ્ત કરવાની યોગ્યતાવાળા હોય છે. વિષયતિથી અલગ હોવાના કારણે એ દેવર્ષિ કહેવાય છે. ત્રસનાડી રૂપ લોકના કિનારે રહેવાના કારણે એ લોકાંતિક દેવ કહેવાય છે.
છઠ્ઠો લાંતક દેવલોક : સમતળ ભૂમિથી સાડા ત્રણ રજુ ઉપર સાડા અઢાર રજુ ઘનાકાર વિસ્તારમાં મેરુ પર્વતના બરાબર મધ્યમાં, ઘનવાત અને ઘનોદધિના આધારે સ્થિત છઠ્ઠો લાંતક નામનો દેવલોક છે. એમાં પાંચ પ્રતર છે. જેમાં સાતસો યોજન ઊંચા અને પચીસો યોજનની અંગનાઈ (પાયા) વાળા પચાસ હજાર વિમાન છે. અહીંના દેવોની જઘન્ય આયુ દસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુ ચૌદ સાગરોપમની છે.
[ ઊર્ધ્વ લોક) 000000000000000(
Page #429
--------------------------------------------------------------------------
________________
સાતમો મહાશક દેવલોક : સમતળ ભૂમિથી પોણા ચાર રજુ ઉપર અને સાડા સાત રજુ ઘનાકાર વિસ્તારમાં મેરુ પર્વત બરાબર મધ્યમાં ઘનવાત અને ઘનોદધિના આધાર પર સાતસો મહાશુક્ર દેવલોક છે. એમાં ૪ પ્રતર છે, જેમાં આઠસો યોજન ઊંચા અને ચોવીસ સો યોજનના પાયાવાળા ચાલીસ હજાર વિમાન છે. અહીંના દેવોની આયુ જઘન્ય ચૌદ સાગરોપમ અને ઉત્કૃષ્ટ સત્તર સાગરોપમની છે.
આઠમો સહસ્ત્રાર દેવલોક : સમતળ ભૂમિથી ચાર રજુ ઉપર સાડા સાત રજુ ઘનાકાર વિસ્તારમાં મેરુ પર્વતની બરાબર મધ્યમાં, ઘનવાત-ઘનોદધિના આધાર પર સ્થિત આઠમો સહસ્ત્રાર નામનો દેવલોક છે.
આમાં ચાર પ્રતર છે. એમાં આઠસો યોજન ઊંચા અને ચોવીસસો યોજનાના પાયાવાળા (ઈંટોવાળા) છ હજાર વિમાન છે. આ દેવલોકના દેવોની આયુ જઘન્ય સત્તર સાગરોપમની અને ઉત્કૃષ્ટ અઢાર સાગરોપમની છે.
નવમો-દશમો દેવલોક : સમતલ ભૂમિથી સાડા ચાર રજુ ઉપર સાડા બાર રજુ ઘનાકાર વિસ્તારમાં, મેરુથી દક્ષિણ દિશામાં નવમો આનત નામનો દેવલોક છે. ઉત્તર દિશામાં દસમો “પ્રાણત’ નામનો દેવલોક છે. બંને લગડાકાર છે. બંનેમાં ચાર-ચાર પ્રતર છે. આ પ્રતિરોમાં નવસો યોજન ઊંચા અને બાવીસો યોજનાની અંગનાઈ (પાયા)વાળા બંને મળીને ચારસો વિમાન છે. નવમા દેવલોકના દેવોની જઘન્ય આયુ અઢાર સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુ ઓગણીસ સાગરોપમની છે. દસમા દેવલોકના દેવોની આયુ જઘન્ય ઓગણીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ વીસ સાગરોપમની છે, આ બંને દેવલોકનો એક જ ઇન્દ્ર પ્રાણતેન્દ્ર છે.
અગિયાર-બારમા દેવલોક : સમતલ ભૂમિથી પાંચ રજુ ઉપર સાડા દસ રજુ ઘનાકાર વિસ્તારમાં, મેરુની દક્ષિણ દિશામાં અગિયારમો “આરણ' દેવલોક છે અને ઉત્તર દિશામાં બારમો “અચુત દેવલોક છે. આ બંનેમાં ચાર-ચાર પ્રતર છે. જેમાં એક હજાર ઊંચા અને બાવીસો યોજનાની અંગનાઈવાળા બંને દેવલોકોને મળીને ત્રણસો વિમાન છે. અગિયારમા દેવલોકના દેવોની આયુ જઘન્ય વસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ એકવીસ સાગરોપમની છે. બારમા દેવલોકના દેવોની આયુ જઘન્ય એકવીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ બાવીસ સાગરોપમની છે. આ બંને દેવલોકનો એક જ ઈન્દ્ર અય્યતેન્દ્ર છે.
પ્રથમ સૌધર્મથી લઈને બારમા અય્યત દેવલોકના દેવ કલ્પપપન્ન કહેવાય છે. કારણ કે એમાં નાના-મોટાનો ભેદ હોય છે, સ્વામી-સેવક સંબંધ હોય છે. એનાથી ઉપરના દેવ નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનના દેવ-કલ્પાતીત છે. એમાં બધા દેવ અહમિન્દ્ર હોય છે. ત્યાં નાના-મોટા કે સ્વામી-સેવકનો ભેદ નથી હોતો. કલ્પપપન્ન દેવ કોઈ નિમિત્તોથી મનુષ્ય લોકમાં આવાગમન કરે છે, પરંતુ કલ્પાતીત દેવ પોતાના જ સ્થાન પર રહે છે, તે પોતાનું સ્થાન છોડીને ક્યાંય નથી જતા.
કલ્પોપપન્ન દેવોમાં ઈન્દ્ર, સામાનિક, ત્રાયન્નિશ વગેરેના વિમાન હોય છે. જેમ મનુષ્ય લોકમાં રાજા હોય છે, એમ દેવલોકમાં ઇન્દ્ર હોય છે. જેમ કે - અહીં રાજાઓના ભાઈ (૪૧૨) છે જે છે તે છે. છે છે તેમ જિણધમો)
Page #430
--------------------------------------------------------------------------
________________
વગેરે હોય છે, એમ તો ત્યાં ઇન્દ્રોના સામાનિક દેવ હોય છે. પુરોહિતના સમાન ઇન્દ્રોના ૩૩ ત્રાયદ્ગિશક દેવ હોય છે. રાજાના અંગરક્ષકોની જેમ ઇન્દ્રોના અંગરક્ષક દેવ હોય છે. મંત્રીની જેમ ઇન્દ્રની સલાહકાર પરિષદ હોય છે, જેને આત્યંતર પરિષદ કહે છે, એના સભ્યો પરિષદ્ય કહેવાય છે. તે ઇન્દ્રોના બોલાવવાથી જ આવે છે. કામદારોની જેમ મધ્ય પરિષદના દેવ હોય છે, જે બોલાવવાથી પણ આવે છે અને વગર બોલાવે પણ આવે છે. કિંકરોના સમાન બધા કામ કરનાર બાહ્ય પરિષદના દેવ હોય છે. તે દેવ વગર બોલાવે આવે છે અને પોત-પોતાના કામમાં તત્પર રહે છે.
દ્વારપાલની જેમ ચાર લોકપાલ દેવ હોય છે. સેનાના સમાન સાત પ્રકારના અનીક દેવ હોય છે. તે પોત-પોતાના પદ અનુસાર અશ્વ, ગજ, રથ, બળદ, પગપાળા વગેરે રૂપમાં યથોચિત રીતથી ઇન્દ્રના ઉપયોગમાં આવે છે. ગંધર્વોના અનીકના દેવ મધુર ગાન-નાન કરે છે. નાટક-અનીકના દેવ બત્રીસ પ્રકારનાં મનોરમ નાટક કરે છે. આભિયોગિક દેવ ઈન્દ્રના દ્વારા બતાવેલ કાર્ય કરે છે. પ્રકીર્ણના દેવ વિમાનોમાં રહેનાર પ્રજાના સમાન હોય છે. બધા ઇન્દ્રોની આયુ ઉત્કૃષ્ટ જ હોય છે.
જેમ કે મનુષ્ય જાતિમાં, નિમ્ન સ્તરના મનુષ્ય પણ ગણવામાં આવે છે, એમ જ દેવોમાં પણ કેટલાક ધૃણાસ્પદ, અશુભ વિક્રિયાવાળા, મિથ્યાષ્ટિ, અજ્ઞાની દેવ પણ હોય છે, જે કિલ્વિષિક દેવ કહેવાય છે. એવા કિલ્વિષિક દેવ ત્રણ પ્રકારના છે - (૧) ત્રણ પલ્યવાળા, (૨) ત્રણ સાગરવાળા અને (૩) તેર સાગરોપમની આયુવાળા. ભવનવાસીઓથી લગાવીને પહેલા-બીજા દેવલોક સુધી ત્રણ પલ્યોપમની આયુવાળા કિલ્વિષિક હોય છે. ચોથા દેવલોક સુધી ત્રણ સાગરોપમની આયુવાળા કિલ્વિષિક દેવ હોય છે. છઠ્ઠા દેવલોક સુધી તેર સાગરોપમની આયુવાળા કિલ્વિષિક દેવ હોય છે. પ્રાયઃ દેવ, ગુરુ, ધર્મની નિંદા કરનાર અને તપ-સંયમની ચોરી કરનાર તથા હાસ્ય વગેરેની રુચિવાળા મરીને કિલ્વિષિક દેવ થાય છે.
દેવોના જન્મ પિપાદ-શસ્યાઓમાં હોય છે.આ શય્યાઓ પર દેવ દૂષ્ય ઢાંકેલો રહે છે. જ્યારે કોઈ જીવ ત્યાં ઉત્પન્ન થાય છે તો તે શય્યા એ જ રીતે ફૂલી જાય છે જેમ અંગારાઓ પર નાખેલી રોટલી ફૂલી જાય છે. ત્યારે પાસે રહેલા દેવ એ વિમાનમાં ઘટાનાદ કરે છે. ઘંટાનાદ સાંભળીને દેવ-દેવીઓ એ ઉપાડદશધ્યાની પાસે એકત્રિત થઈ જાય છે, અને જયજયકારની ધ્વનિથી તે વિમાન ગુંજી ઊઠે છે. અંતર્મુહૂર્તમાં પોતાની પર્યાપ્તિઓને પૂર્ણ કરીને તે દેવ પૂર્ણ યૌવનવાળા યુવકની જેમ દેવદૂષ્ય વસ્ત્રોથી અલંકૃત થઈને બેસે છે. ત્યારે સમીપસ્થ દેવ એનાથી પ્રશ્ન કરે છે, - “તમે શું દીધું, શું કર્યું, શું ધર્મ ક્રિયા કરી જેનાથી અમારા નાથ બન્યા?” તે દેવ સહજ અવધિજ્ઞાનથી પોતાના પૂર્વભવને જુએ છે, અને પોતાના સ્વજન વગેરેને સૂચના આપવા હેતુ મનુષ્ય લોકમાં આવવા ચાહે છે ત્યારે તે દેવ એનાથી પ્રાર્થના કરે છે કે “પહેલાં મુહૂર્તભર અહીંનું નાટક તો જોઈ લો.” ત્યારે ત્યાં નૃત્ય અનીક જાતિના દેવ બત્રીસ પ્રકારનું નાટક કરે છે. ગંધર્વ અનીક જાતિના દેવ - ઓગણપચાસ પ્રકારનાં વાદ્યોના સાથે મધુર સ્વરથી રાગ-રાગિણીઓ આલાપે છે. એમાં અહીંના બે હજાર વર્ષ પૂરા થઈ જાય છે. તે દેવના દિવ્ય સુખોપભોગમાં તલ્લીન થઈ જાય છે.
[ ઊદ્ધ લોક ) 00000000000000(૧૩)
Page #431
--------------------------------------------------------------------------
________________
નવ રૈવેયક દેવ સમતલ ભૂમિથી સાડા પાંચ રજુ ઉપર, આઠ ઘનાકાર વિસ્તારમાં, ગાગર-બેડાના આકારમાં એક બીજાથી ઉપર, આકાશના આધાર પર સ્થિત નવ રૈવેયક દેવલોક છે. એ લોક પુરુષના ગ્રીવ સ્થાનમાં સ્થિત હોવાના કારણે રૈવેયક કહેવાય છે. એમના ત્રણ ત્રિકમાં નવ પ્રતર છે.
પહેલા ત્રિકમાં (૧) ભદ્ર (૨) સુભદ્ર અને (૩) સુજાત નામના ત્રણ રૈવેયક છે. આ ત્રણેયમાં એકસો અગિયાર વિમાન છે. બીજા ત્રિકમાં (૪) સુમાનસ (૫) સુદર્શન અને (૬) પ્રિયદર્શન નામના ત્રણ રૈવેયક છે. આ ત્રણેયમાં એક્સો સાત વિમાન છે, ત્રીજા ત્રિકમાં (૭) અમોહ (૮) સુપ્રતિભદ્ર અને (૯) યશોધર નામના ત્રણ રૈવેયક છે. આ ત્રણેયમાં એક્સો વિમાન છે. આ બધા એક યોજન ઊંચા અને બાવીસો યોજનની પાયાવાળા છે. રૈવેયક દેવોની અવગાહના બે હાથની છે. એમની આયુ આ પ્રકારે જાણવી જોઈએ.
ગ્રેવેયકનું નામ જઘન્ય આયુ ઉત્કૃષ્ટ આયુ પ્રથમ રૈવેયક ૨૨ સાગરોપમ ૨૩ સોગરોપમ બીજો રૈવેયક ૨૩ સાગરોપમ ૨૪ સોગરોપમ ત્રીજો ગ્રેવેયક ૨૪ સોગરોપમ ૨૫ સોગરોપમ ચોથો રૈવેયક ૨૫ સોગરોપમ ૨૬ સોગરોપમ પાંચમો શૈવેયક ૨૬ સોગરોપમ ર૭ સોગરોપમ છઠ્ઠો સૈવેયક ૨૭ સોગરોપમ ૨૮ સોગરોપમ સાતમો રૈવેયક ૨૮ સોગરોપમ ૨૯ સોગરોપમ આઠમો રૈવેયક ૨૯ સોગરોપમ ૩૦ સાગરોપમ
નવમો ચૈવેયક ૩૦ સાગરોપમ ૩૧ સોગરોપમ પાંચ અનુત્તર વિમાન ઃ સમતલ ભૂમિથી થોડા ઓછા રજુ ઉપર સાડા છ રજુ ઘનાકાર વિસ્તારમાં ચારેય દિશાઓમાં ચાર વિમાન છે. તે અગિયારસો યોજન ઊંચા, એકવીસસો યોજન પાયાવાળા તથા અસંખ્યાત યોજનાના લાંબા-પહોળા છે. આ ચારેય વિમાનોની મધ્યમાં એક લાખ યોજન લાંબુ-પહોળું ગોળાકાર પાંચમું વિમાન છે. આ પાંચેય વિમાનોનાં નામ આ પ્રકારે છે - (૧) પૂર્વમાં વિજય (૨) દક્ષિણમાં વૈજયન્ત (૩) પશ્ચિમમાં જયન્ત (૪) ઉત્તરમાં અપરાજિત અને મધ્યમાં (૫) સર્વાર્થસિદ્ધિ વિમાન છે.
ઉક્ત પાંચેય વિમાન સર્વોત્કૃષ્ટ અને બધાથી ઉપર હોવાના કારણે અનુત્તર વિમાન કહેવાય છે. આ અનુત્તર વિમાનવાસી દેવોની અવગાહના એક હાથ-પ્રમાણ છે. એમાંથી ચાર વિમાનોના દેવોની જઘન્ય આયુ એકત્રીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુ તેત્રીસ સાગરોપમની છે. સર્વાર્થસિદ્ધિ વિમાનવાસી દેવોની આયુ તેત્રીસ સાગરોપમ છે. એમાં જઘન્ય-ઉત્કૃષ્ટનો ભેદ નથી. બધાની આયુ બરાબર છે.
સર્વાર્થસિદ્ધિ વિમાનના મધ્ય, છતમાં એક ચંદ્રમા, બસો છપ્પન મોતીઓનો છે. એ બધાની વચ્ચેનું એક મોતી ચોસઠ મણનું છે. એની ચારેય તરફ ચાર મોતી બત્રીસ-બત્રીસ
(૪૧૪))))
(૪૧૪
)
)
)( જિણધમો)
જિણધમો
Page #432
--------------------------------------------------------------------------
________________
ગુણના છે. એમની પાસે આઠ મોતી સોળ-સોળ મણના છે, એમની પાસે ચૌસઠ મોતી બેબે મણના છે. એમની પાસે એક્સો અઠ્યાવીસ મોતી એક-એક મણના છે. એ મોતી હવાથી પોતાનાથી ટકરાય છે. એમાંથી છ રાગ અને છત્રીસ રાગિણીઓ નીકળે છે. જેમ કે મધ્યાહ્નનો સૂર્ય બધાને પોત-પોતાના માથા પર દેખાય છે. એમ જ તે ચંદ્રમા પણ સર્વાર્થસિદ્ધિ નિવાસી બધા દેવોને પોત-પોતાના માથા ઉપર પ્રતીત થાય છે.
ઉક્ત પાંચેય વિમાનોમાં શુદ્ધ સંયમનું પાલન કરનાર, સાધુ ઉત્પન્ન થાય છે. તે દેવ ત્યાં જ્ઞાન વગેરેમાં નિમગ્ન રહે છે. જ્યારે એમને કોઈ પ્રકારનો સંશય થાય છે, ત્યારે તે શય્યાથી નીચે ઊતરીને મનુષ્ય લોકમાં વિચરતા તીર્થકર ભગવાનને વંદના-નમસ્કાર કરીને પ્રશ્ન પૂછે છે. ભગવાન એ પ્રશ્નના જવાબને મનોમય પગલોમાં પરિણત કરે છે. તે દેવ પોતાના અવધિ જ્ઞાનથી એમને ગ્રહણ કરી લે છે અને એમના પ્રશ્નનું સમાધાન થઈ જાય છે. પાંચેય અનુત્તર વિમાનવાસી દેવ એકાંત સમ્યગુદૃષ્ટિ છે. ચાર અનુત્તર વિમાનોના દેવ દ્વિચરમ હોય છે. અર્થાત્ વિજય વગેરે અનુત્તર વિમાનોમાં જીવ બે વારથી વધુ ઉત્પન્ન નથી થતા, તેથી તે વિજય વગેરે વિમાનોના માટે દ્વિચરમ્ છે - વિનય વિષ કિર: ' પરંતુ મનુષ્યભવ વગેરે માટે તે જીવ ચિરમ નથી. ત્યાંથી નીકળીને તે સંખ્યાત ભવ પણ કરી શકે છે. જેમ કે “પન્નવણા સૂત્રમાં વિજય વગેરે ૪ અનુત્તર વિમાનવાસી દેવોના ભાવિ દ્રવ્યેન્દ્રિયોનો ઉલ્લેખ કરતાં ૮, ૧૬, ૨૪ યાવતુ સંખ્યાત દ્રવ્યેન્દ્રિયોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. સંખ્યાત દ્રવ્યેન્દ્રિયોથી એ જ સમજવું જોઈએ કે તે બે જન્મ કરીને મોક્ષ જતા જ રહેશે એવું નથી, અપિતુ સંખ્યાત ભવ કરીને પણ મોક્ષમાં જઈ શકે છે. ઉત્તરોત્તર અધિકતા અને હીનતા :
નીચે-નીચેના દેવોથી ઉપર-ઉપરના દેવ-સ્થિતિ, પ્રભાવ, સુખ, ધૃતિ, વેશ્યા વિશુદ્ધિ, ઇન્દ્રિય વિષય અને અવધિ વિષયમાં વધુ હોય છે અને ગતિ, શરીર, પરિગ્રહ અને અભિમાનની અપેક્ષાથી ઉપર-ઉપરના દેવોમાં હીનતા જોવા મળે છે.
(૧) સ્થિતિ : એના વિષયમાં પહેલાં જાણકારી આપવામાં આવી ચૂકી છે. એનાથી સ્પષ્ટ થઈ જાય છે કે ઉપર-ઉપરના દેવોની આયુસ્થિતિ અધિક-અધિક થઈ જાય છે.
(૨) પ્રભાવ : અનુગ્રહ-નિગ્રહ કરવાનું સામર્થ્ય, અણિમા-મહિમા વગેરે સિદ્ધિઓનું સામર્થ્ય, બીજાઓથી કામ કરાવવાનું બળ - આ બધું પ્રભાવ અંતર્ગત આવે છે. આ પ્રભાવ ઉપર-ઉપરના દેવોમાં અધિક છે, છતાંય એમાં ઉત્તરોત્તર અભિમાન અને સંક્લેશ પરિણામ ઓછું હોવાથી તે પોતાના પ્રભાવનો ઉપયોગ ઓછો કરે છે.
(૩) સુખ : ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય વિષયોનો અનુભવ કરવો સુખ છે. આ સુખ ઉપરઉપરના દેમાં અધિક હોય છે, કારણ કે ઉત્તરોત્તર ક્ષેત્ર સ્વભાવજન્ય શુભ પુદ્ગલ પરિણામની પ્રકૃષ્ટતા હોય છે.
(૪) ધુતિ ઃ શરીર, વસ્ત્ર અને આભરણ વગેરેની દીપ્તિને યુતિ કહે છે. આ દ્યુતિ ઉપર-ઉપરના દેવોમાં અધિક હોય છે.
[ ઊર્ધ લોક ) 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 (૪૧૫)
Page #433
--------------------------------------------------------------------------
________________
(૫) લેશ્યાવિશદ્ધિ લેશ્યાવિશુદ્ધિથી બે અર્થ લેવામાં આવે છે - દ્રવ્ય લેશ્યા અર્થાતુ શરીરનો વર્ણ. પહેલાં બે દેવલોકમાં પીત (તેજ) વેશ્યા હોય છે.
ત્રીજાથી પાંચમા દેવલોકના દેવોમાં પલેશ્યા અને છઠ્ઠાથી સર્વાર્થસિદ્ધિ સુધીના દેવોમાં શુક્લલેશ્યા હોય છે. અધ્યવસાય રૂ૫ ભાવલેશ્યાની દૃષ્ટિથી તો બધા દેવોમાં છ પ્રકારની લેશ્યાઓ હોય છે. જે દેવોમાં વેશ્યા સમાન છે, એમાં પણ નીચેની અપેક્ષા ઉપરના દેવોની લેશ્યા સંક્લેશ પરિણામની ન્યૂનતાના કારણે ઉત્તરોત્તર વિશુદ્ધ-વિશુદ્ધતર હોય છે.
(૬) ઇન્દ્રિય વિષય : દૂરથી ઈષ્ટ વિષયોને ગ્રહણ કરવાનું ઇન્દ્રિયોનું સામર્થ્ય પણ ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ અને સંક્લેશની ન્યૂનતાના કારણે ઉપર-ઉપરના દેવોમાં ઉત્તરોત્તર અધિક હોય છે.
(૭) અવધિ વિષય અવધિ જ્ઞાનનું સામર્થ્ય પણ ઉપર-ઉપરના દેવોમાં અધિક હોય છે. પહેલા-બીજા સ્વર્ગના દેવ અધોભૂમિમાં રત્નપ્રભા સુધી, ત્રાંસા ક્ષેત્રમાં અસંખ્યાત લાખ યોજન સુધી અને ઊર્ધ્વ લોકમાં પોત-પોતાના વિમાન સુધીના ક્ષેત્રને અવધિ જ્ઞાનથી જાણે છે. ત્રીજા-ચોથા સ્વર્ગના દેવ અધભૂમિમાં શર્કરા પ્રભાતક, ત્રાંસા ક્ષેત્રમાં અસંખ્યાત લાખ યોજન સુધી અને ઊર્ધ્વ લોકમાં પોત-પોતાના વિમાન સુધી અવધિ જ્ઞાનથી જોઈ શકે છે. આ રીતે ક્રમશઃ વધતા-વધતા અનુત્તર વિમાનવાસી દેવ સંપૂર્ણ લોક નાળીને અવધિ જ્ઞાનથી જોઈ શકે છે. જે દેવોનું અવધિ જ્ઞાન સમાન હોય છે, એમાં પણ નીચેની અપેક્ષા ઉપરના દેવોમાં વિશુદ્ધતર જ્ઞાનનું સામર્થ્ય હોય છે.
ચાર વાતો એવી છે, જે નીચેની અપેક્ષા ઉપરના દેવોમાં ઉત્તરોત્તર ઓછી થાય છે, તે એ છે -
(૧) ગતિ : ગમનક્રિયાની પ્રવૃત્તિ ઉપર-ઉપરના દેવોમાં ઓછી થાય છે. કારણ કે એમાં ઉત્તરોત્તર મહાનુભાવત્વ અને ઔદાસીન્ય ભાવ વધુ હોવાથી દેશાંતર વિષયક ક્રિીડા કરવાની રુચિ ઓછી થતી જાય છે. સનત્કુમાર વગેરે કલ્પોના દેવ જેમની જઘન્ય આયુસ્થિતિ બે સાગરોપમની હોય છે, તે અધોભૂમિમાં સાતમા નરક સુધી ત્રાંસા ક્ષેત્રમાં અસંખ્યાત હજાર કોટાકોટિ યોજન પર્યત જવા માટે સામર્થ્ય રાખે છે. એના ઉપરના જઘન્ય સ્થિતિવાળા દેવોની એવી સ્થિતિ નથી હોતી કે જેનાથી તે વધુમાં વધુ ત્રીજા નરકની આગળ જઈ શકે. શક્તિ ભલે વધુ હોય, પણ કોઈ દેવ ત્રીજા નરકથી નીચે ના ગયો હોય અને ના જશે.
(૨) શરીર શરીરનું પરિમાણ પહેલા-બીજા સ્વર્ગમાં સાત હાથના, ત્રીજા ચોથા સ્વર્ગમાં છ હાથના, પાંચમા-છઠ્ઠા સ્વર્ગમાં પાંચ હાથના, સાતમા-આઠમા સ્વર્ગમાં ચાર હાથના, નવથી બારમા સ્વર્ગ સુધીમાં ત્રણ-ત્રણ હાથના, નવ રૈવેયકોમાં બે હાથના અને અનુત્તર વિમાનોમાં એક હાથનો હોય છે.
(3) પરિગ્રહ : સ્વર્ગોમાં વિમાનોનો પરિગ્રહ ઉપર-ઉપર ઓછો થતો જાય છે. પહેલા સ્વર્ગમાં બત્રીસ લાખ, બીજામાં અઠ્યાવીસ લાખ - આ રીતે ઘટતા-ઘટતા અનુત્તર વિમાનમાં માત્ર પાંચ વિમાન છે. (૪૧૬) :) ) : જિણધમો)
Page #434
--------------------------------------------------------------------------
________________
(૪) અભિમાન : સ્થાન, પરિવાર, વ્યક્તિ, વિષય, વિભૂતિ, સ્થિતિ વગેરેના કારણે અભિમાન ઉત્પન્ન થાય છે. આ અભિમાન ઉપર-ઉપરના દેવોમાં ઓછું થતું જાય છે, કારણ કે ઉપર-ઉપરના દેવોમાં કષાયોની મંદતા થતી જાય છે. દેવોમાં કામસુખઃ
ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક તથા પ્રથમ અને બીજા કલ્પના દેવ મનુષ્યની જેમ શરીરથી કામસુખનો અનુભવ કરીને પ્રસન્ન થાય છે. ત્રીજા કલ્પ અને ચોથા કલ્પના દેવોની કામતૃપ્તિ દેવીઓના સ્પર્શમાત્રથી થઈ જાય છે. પાંચમા-છઠ્ઠા સ્વર્ગના દેવ, દેવીઓના સુસજ્જિત રૂપને જોઈને જ વિષય-સુખ પ્રાપ્ત કરી લે છે. સાતમા-આઠમા સ્વર્ગના દેવોની કામવાસના દેવીઓના વિવિધ શબ્દોને સાંભળવાથી જ પૂરી થઈ જાય છે. નવમા-દસમા અને અગિયારમા-બારમા સ્વર્ગના દેવોની વૈષયિક તૃપ્તિ દેવીઓના ચિંતન માત્રથી જ થઈ જાય છે. બીજા સ્વર્ગ સુધી જ દેવીઓ છે. ઉપરના કલ્પોમાં દેવીઓ નથી. તે જ્યારે તૃતીય વગેરે ઉપરનાં સ્વર્ગોના દેવોના વિષય-સુખના માટે ઉત્સુક અર્થાતુ પોતાના પ્રત્યે આદરશીલ જાણે છે, ત્યારે તે એમના યથાયોગ્ય સ્થાન ઉપર પહોંચે છે. દેવીઓના હસ્ત (હાથ) વગેરેના સ્પર્શમાત્રથી ત્રીજા-ચોથા કલ્પના દેવોને તૃપ્તિ થઈ જાય છે. પાંચમા - છઠ્ઠા સ્વર્ગના દેવોને દેવીઓના મનોહર રૂપ દેખવા માત્રથી તૃપ્તિ થઈ જાય છે. સાતમા-આઠમા દેવલોકના દેવદેવીઓના મનોહર સંગીતમય શબ્દોના શ્રવણમાત્રથી વૈષયિક આનંદનો અનુભવ કરી લે છે. દેવીઓની પહોંચ આઠમાં સ્વર્ગ સુધી જ છે. નવમાંથી બારમા સ્વર્ગ સુધીનાં દેવદેવીઓના ચિંતન કરવા માત્રથી તૃપ્ત થઈ જાય છે. બારમા સ્વર્ગથી ઉપરના દેવ કામ લાલસાથી પર હોય છે. એમને દેવીઓના સ્પર્શ, રૂપ, શબ્દના ચિંતન દ્વારા કામ-સુખ ભોગવવાની અપેક્ષા નથી રહેતી છતાંય તે નીચેના દેવોથી વધુ સંતુષ્ટ અને વધુ સુખી છે. આનું સ્પષ્ટ કારણ એ છે કે જેમ-જેમ કામ-વાસના પ્રબળ થાય છે, તેમ-તેમ ચિત્ત સંક્લેશ વધુ વધે છે. ઉપરા-ઉપરના દેવોની કામવાસના મંદ થતી જાય છે, માટે એમનું ચિત્ત સંક્લેશ પણ ઓછું થતું જાય છે. એમના કામ-ભોગના સાધન પણ અલ્પ હોય છે. બારમા સ્વર્ગથી ઉપરના દેવોની કામવાસના શાંત હોય છે, માટે એમને સ્પર્શ, રૂપ, શબ્દ, ચિંતન વગેરે કોઈપણ પ્રકારના ભોગની કામના નથી હોતી. તેઓ સંતોષજન્ય સુખમાં નિમગ્ન રહે છે. એ જ કારણ છે કે નીચ-નીચેની અપેક્ષા ઉપર-ઉપરના દેવોનું સુખ વધુ માનવામાં આવ્યું છે. દેવોના અન્ય જ્ઞાતવ્ય વિષયઃ
દેવોના સંબંધમાં બીજી પણ કેટલીય વાતો જ્ઞાતવ્ય છે. એમાંથી કેટલાક આ પ્રકારે છે : (૧) ઉચ્છવાસ, (૨) આહાર, (૩) વેદના, (૪) ઉતપાત અને (૫) અનુભાવ.
(૧) ઉચ્છવાસ : જેમ-જેમ દેવોની આયુ-સ્થિતિ વધતી જાય છે તેમ-તેમ ઉચ્છવાસનો સમય પણ વધતો જાય છે. જેમ દસ હજાર વર્ષની આયુવાળા દેવોના એક-એક ઉચ્છવાસ, સાત-સાત સ્તોકમાં હોય છે. એક પલ્યોપમની આયુવાળા દેવોનો ઉશ્વાસ પૃથકત્વ મુહૂર્તમાં એક જ હોય છે. સાગરોપમની આયુવાળા દેવોના વિષયમાં આ નિયમ છે કે જેમની આયુ જેટલા સાગરોપમની હોય એમનો એક ઉચ્છવાસ એટલા જ પક્ષમાં હોય છે. [ ઊર્ધ્વ લોક
૪૧૦)
Page #435
--------------------------------------------------------------------------
________________
(૨) આહાર : આહારના વિષયમાં આ નિયમ છે કે દસ હજાર વર્ષની આયુવાળા દેવ એક-એક દિવસ વચ્ચે છોડીને આહાર ગ્રહણ કરે છે. પલ્યોપમની આયુવાળા દેવ બેથી લઈને નવ દિવસ પછી આહાર લે છે. સાગરોપમની સ્થિતિવાળા દેવોના વિષયમાં એ નિયમ છે કે જેમની આયુ જેટલા સાગરોપમની હોય, તે દેવ એટલા હજાર વર્ષના પછી આહાર ગ્રહણ કરે છે. દેવ કવલાહાર નથી કરતા, પરંતુ રોમાહાર કરે છે. અર્થાત્ તે શુભ પુદ્ગલોને રોમો દ્વારા ખેંચીને તૃપ્ત થઈ જાય છે.
(૩) વેદના સામાન્ય રીતે દેવોના સાતા (સુખ-વેદના) જ થાય છે. ક્યારેક અસાતા (દુઃખ-વેદના) થઈ જાય તો તે અંતર્મુહૂર્તથી વધુ કાળ સુધી નથી રહેતી. સાતા વેદના પણ હંમેશાં છ મહિના સુધી એક જેવી રહીને બદલાઈ જાય છે.
(૪) ઉપપાદ : ઉપપાદ અર્થાતુ ઉત્પન્ન થવાની યોગ્યતા જૈનેત્તર લિંગી મિથ્યાત્વી બારમાં સ્વર્ગ સુધી જ ઉત્પન્ન થઈ શકે છે. જૈન લિંગી મિથ્યાત્વી રૈવેયક સુધી જઈ શકે છે. સમ્યગુદૃષ્ટિ પહેલા સ્વર્ગથી સર્વાર્થસિદ્ધિ સુધી ક્યાંય પણ ઉત્પન્ન થઈ શકે છે, પરંતુ એ અનિવાર્ય નથી કે બધી સમ્યગુદૃષ્ટિ વૈમાનિક સ્વર્ગમાં જ ઉત્પન્ન હોય. ચતુર્દશ પૂર્વધારી આરાધક સંયત પાંચમાં સ્વર્ગથી નીચે ઉત્પન્ન નથી થતી.
(૫) અનુભાવ અનુભાવનો અર્થ છે લોક સ્વભાવ. એના કારણે જ બધાં વિમાનો તથા સિદ્ધશિલા વગેરે આકાશમાં નિરાધાર અવસ્થિત છે અરિહંત ભગવાનના જન્માભિષેક વગેરે પ્રસંગો પર દેવોનાં આસનોનું કંપિત હોવું પણ લોકાનુભાવ જ છે. આસનકંપના અનંતર અવધિ જ્ઞાનના ઉપયોગથી તીર્થકરનો મહિમા જાણીને, કેટલાક દેવ એમના નજીક પહોંચીને એમની સ્તુતિ, વંદના, ઉપાસના વગેરે કરીને આત્મકલ્યાણ કરે છે. કેટલાક દેવ પોતાના જ સ્થાન પર પ્રત્યુત્થાન, અંજલિકર્મ, પ્રણિપાત, નમસ્કાર વગેરે દ્વારા તીર્થકરની ચર્ચા કરે છે. આ પણ લોકાનુભાવનું જ કાર્ય છે. સ્વર્ગની સુષમા :
આ પ્રકાર બાર સ્વર્ગ, નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનોમાં બાંસઠ પ્રતર અને ચૌર્યાસી લાખ સત્તાણુ હજાર, તેવીસ વિમાન છે. બધા વિમાન રત્નમય છે. તે અનેક સ્તંભોથી પરિમંડિત, વિવિધ-વિવિધ ચિત્રોથી ચિત્રિત, અનેક ખૂટીઓ અને લીલાયુકત પૂતળીઓ(કીકીઓ)થી સુશોભિત છે. સૂર્ય સમાન જગમગાતા અને સુગંધથી મઘમઘે છે. પ્રત્યેક વિમાનના ચારેય બાજુ બગીચા છે એમાં રત્નમય બાવડીઓ, રત્નમય નિર્મળ જળ અને કમળ છે. રત્નોના સુંદર વૃક્ષ, વેલ, ગુચ્છા, ગુલ્મ અને તૃણ વાયુથી હલે છે. જયારે તે પરસ્પર ટકરાય છે તો એમાં છ રાગ, છત્રીસ રાગિણીઓ નીકળે છે. ત્યાં સોના-ચાંદીની રેત પાથરેલી છે અને વિવિધ પ્રકારનાં આસન રાખેલાં છે. અતિસુંદર, હંમેશાં યુવાનીથી લલિત, દિવ્ય તેજવાળા, સમચતુરસ્ત્ર સંસ્થાનના ધારક, અતિ ઉત્તમ મણિરત્નોનાં વસ્ત્રોના ધારક, દિવ્ય અલંકૃત દેવ અને દેવીઓ ઇચ્છિત ક્રીડા કરતા પોતાના પૂર્વાજિત પુણ્યના ફળને ભોગવે છે. (૪૧૮) જિણધમો)
Page #436
--------------------------------------------------------------------------
________________
સિદ્ધ શિલા : | સર્વાર્થસિદ્ધિ વિમાનથી બાર યોજન ઉપર, અગિયાર રજુ ઘનાકાર વિસ્તારમાં શેષ લોક છે. સર્વાર્થસિદ્ધિ વિમાનના બાર યોજન ઉપર પિત્તાલીસ લાખ યોજનની લાંબી-પહોળી અર્ધગોળાકાર સિદ્ધ શિલા (પથ્થર) છે. તે મધ્યમાં આઠ યોજન મોટી અને ચારેય તરફ ક્રમશઃ ઘટતી-ઘટતી કિનારા ઉપર માખીના પાંખથી પણ વધુ પાતળી થઈ ગઈ છે. તે અર્જુન (શ્વેતસ્વર્ણ) મય છે. તે સમછત્રના આકારની છે. એના બાર નામ છે - ઈષતુ-ઈષતુ, પ્રાભાર-પ્રભાર, તનુ, તનુતર સિદ્ધિ, સિદ્ધાલય, મુક્તિ, મુક્તાલય, લોકાગ્ર, લોકાગ્ર
સ્કૂપિકા, લોકાગ્ર બુધ્યમાન, સર્વજીવ પ્રાણ ભૂત, સત્ત્વ, સખાવતા. આ સિદ્ધ શિલાના એક યોજન ઉપર, અનુભાગમાં ત્રણસો તેવીસ ધનુષ અને બત્રીસ આંગળ જેટલા ઊંચા પિત્તાલીસ લાખ યોજન લાંબા-પહોળા ક્ષેત્રમાં અનંત સિદ્ધ ભગવાન બિરાજમાન છે. આ જ લોકનો સર્વાગ્રભાગ છે. લોકના ચારેય બાજુ અનંત અને અસીમ અલોકાક્ષશ છે. ત્યાં આકાશના સિવાય કોઈ દ્રવ્ય નથી હોતું. સર્વત્ર આકાશ જ આકાશ છે. આ રીતે ત્રણેય લોકોનું સંક્ષિપ્ત વર્ણન પૂરું થાય છે. એની સાથે જ જીવતત્ત્વનું નિરૂપણ પણ પૂરું થયું. સર્વ લોકના ઘનાકાર ૩૪૩ રજુનો હિસાબ આ પ્રકારે છે :
(૧) નિગોદથી સાતમા નરક સુધી ઘનાકાર રજુ ૪૬ (૨) સાતમા નરકથી છઠ્ઠા નરક સુધી ઘનાકાર રજુ ૪૦ (૩) છઠ્ઠા નરકથી પાંચમા નરક સુધી ઘનાકાર રજુ ૩૪ (૪) પાંચમા નરકથી ચોથા નરક સુધી ઘનાકાર રજૂ ૨૮ (૫) ચોથા નરકથી ત્રીજા નરક સુધી ઘનાકાર રજૂ ૨૨ (૬) ત્રીજા નરકથી બીજા નરક સુધી ઘનાકાર રજુ ૧૬ (૭) બીજા નરકથી પહેલા નરક સુધી ઘનાકાર રજુ ૧૦ (૮) પહેલા નરકથી મધ્ય લોક સુધી ઘનાકાર રજુ ૧૦ (૯) પહેલો બીજો દેવલોક
ઘનાકાર રજુ ૧૯ો (૧૦) ત્રીજો ચોથો દેવલોક -
ઘનાકાર રજૂ ૧૬ો (૧૧) પાંચમો છઠ્ઠો દેવલોક
ઘનાકાર રજુ ૩૭ll (૧૨) સાતમો આઠમો દેવલોક
ઘનાકાર રજૂ ૧૪ો (૧૩) નવમો દસમો દેવલોક
ઘનાકાર રજૂ ૧૨. (૧૪) અગિયારમો બાસ્મો દેવલોક ઘનાકાર રજુ ૧oll (૧૫) નૌગ્રેવેયક દેવલોક
ઘનાકાર ૨જુ ૮ (૧૬) પાંચ અનુત્તર વિમાન દેવલોક ઘનાકાર રજુ દો. (૧૭) સિદ્ધ ક્ષેત્ર
ઘનાકાર રજુ ૧૧ | સર્વલોક ઘનાકાર રજુ ૩૪૩
[ ઊર્ધ્વ લોક)))))))))))))(૪૧૯)
Page #437
--------------------------------------------------------------------------
________________
(અજીવ તત્ત્વઃ જડ દ્રવ્ય)
પૂર્વ પ્રકરણમાં જીવ તત્ત્વનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જીવનું પ્રતિપક્ષી તત્ત્વ અજીવ છે. માટે અહીં અજીવ તત્ત્વનું નિરૂપણ કરવામાં આવે છે. ન નીવ: નીવ:' આ વ્યુત્પત્તિ અનુસાર જે જીવ નથી, તે અજીવ છે. જેમાં જીવના ચેતનત્વ લક્ષણ ન જોવા મળે, તે અજીવ છે. જેમાં ઉપયોગ ન હોય, જાણવાની શક્તિ ન હોય, તે જડ પદાર્થ અજીવ કહેવાય છે. અજીવ જીવનો વિરોધી ભાવાત્મક ભાવ છે, તે સર્વથા અભાવાત્મક નથી. તે ચેતનાહીને, અકર્તા, અભોક્તા, અનાદિ, અનંત હંમેશાં શાશ્વત તત્ત્વ છે. તે સદાકાળ નિર્જીવ રહેવાથી અજીવ કહેવાય છે.
અજીવ તત્ત્વ મૂળ બે પ્રકારના છે - (૧) અરૂપી અજીવ અને (૨) રૂપી અજીવ. અરૂપી અજીવના ચાર ભેદ છે - (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય અને (૪) કાળરૂપી એકમાત્ર પુદ્ગલાસ્તિકાય છે.
ધર્મ, અધર્મ, આકાશ અને પુગલની સાથે “અસ્તિકાય’ શબ્દ જોડાયેલો છે. આ એક પારિભાષિક શબ્દ છે, જેનો અભિપ્રાય પ્રદેશોના પ્રચય કે સમૂહથી છે. અર્થાત્ ધર્મ વગેરે અજીવ પદાર્થ એક પ્રદેશ રૂપ કે એક અવયવ રૂપ નથી, અપિતુ પ્રદેશો કે અવયવોના સમૂહ રૂપ છે. ધર્મ, અધર્મ, આકાશ એ ત્રણેય પ્રદેશ પ્રચય રૂપ છે અને પુગલ અવયવ અને અવયવ પ્રચય રૂપ છે. કાળને અસ્તિકાય નથી કહેવામાં આવ્યો, કારણ કે તે પ્રદેશ પ્રચય રૂપ નથી, તે માત્ર પ્રદેશાત્મક છે. જીવ અસ્તિકાય છે, કારણ કે તે પ્રદેશ પ્રચયરૂપ છે. આ રીતે જૈનદર્શન અનુસાર ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય એમાંથી ચાર અસ્તિકાય અરૂપી છે અને પુદ્ગલાસ્તિકાયરૂપી છે. ધર્માસ્તિકાય વગેરે દ્રવ્ય નિત્ય છે, તે પોતાના સામાન્ય વિશેષ સ્વરૂપથી ક્યારેક ટ્યુત નથી થતા. તે સ્થિર પણ છે. અર્થાત્ એમની સંખ્યામાં ન્યૂનાધિકતા નથી હોતી. સ્થિરત્વનો અર્થ અવસ્થિતત્વથી છે, અર્થાત્ તે બધા પરિવર્તનશીલ હોવાથી પણ પોતાના સ્વરૂપને નથી છોડતા અને એક સાથે રહેવા છતાંય બીજાના સ્વરૂપથી અસ્પષ્ટ છે. જેમ જીવ દ્રવ્ય પોતાના દ્રવ્યાત્મક સામાન્ય રૂપ અને ચેતનાત્મક વિશેષ રૂપને ક્યારેય નથી છોડતો. આ એનું નિત્યત્વ છે અને તે અજીવત્વને ક્યારેય પ્રાપ્ત નથી કરતો, આ એનું સ્થિરત્વ કે અવસ્થિતત્વ છે. સ્વરૂપને ન ત્યાગવો અને પર સ્વરૂપને પ્રાપ્ત ન કરવો એ બે અંશ બધાં દ્રવ્યોમાં સમાન છે. પહેલો અંશ નિયત્વ છે અને બીજો અંશ અવસ્થિતત્વ છે. દ્રવ્યોના નિત્યત્વ કથનથી જગતની શાશ્વતતા પ્રગટ કરવામાં આવે છે અને અવસ્થિતત્વથી એમનો પારસ્પરિક અસાંકર્ય (પૃથકતા) પ્રગટ કરવામાં આવે છે. આ રીતે આ જગત અનાદિ નિધન પણ છે અને એનાં મૂળ તત્ત્વોની સંખ્યા પણ સમાન રહે છે.
પૂર્વમાં ધર્મ-અધર્મ, આકાશ વગેરેને અરૂપી કહેવામાં આવ્યો છે, આનો અર્થ એ નથી કે એમનું કોઈ સ્વરૂપ નથી, સ્વરૂપ રહિત વસ્તુ તો અસતુ હોય છે. એમને અરૂપી કહેવાનો (૪૨૦))
)) ), જિણધમો]
Page #438
--------------------------------------------------------------------------
________________
અર્થ એ છે કે એમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન વગેરે નથી. રૂપ, રસ વગેરે ઇન્દ્રિયગ્રાહ્ય ગુણ જેમાં હોય, તે મૂર્ત કે રૂપી કહેવાયા છે. પુદ્ગલના ગુણ ઇન્દ્રિયગ્રાહ્ય છે, માટે તેને રૂપી કહેવાયા છે. અતીન્દ્રિય હોવાથી પરમાણુ વગેરે સૂક્ષ્મ દ્રવ્ય અને એમના ગુણ ઇન્દ્રિયગ્રાહ્ય નથી, છતાં વિશિષ્ટ પરિણામ રૂપ અવસ્થા વિશેષમાં તે ઇન્દ્રિયો દ્વારા ગૃહીત હોવાની યોગ્યતા રાખે છે, તેથી અતીન્દ્રિય હોવા છતાંય તે રૂપી છે. ધર્માસ્તિકાય વગેરે અરૂપી દ્રવ્યોમાં ઇન્દ્રિય-વિષય બનવાની યોગ્યતા જ નથી.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણેય દ્રવ્ય એક-એક ભાગ રૂપ છે. એમના બે બેથી વધુ વિભાગ નથી. એ ત્રણેય ગતિશૂન્ય છે, માટે એમને અર્થક્રિયા કરવાથી પણ પુદ્ગલ પરમાણુની જેમ ગતિશીલ ન હોવાથી આપેક્ષિક નિષ્ક્રિય કહેવામાં આવે છે. જીવ અને પુદ્ગલ ગતિશીલ છે અને એમના અનેક વિભાગો છે. ‘જૈનદર્શન’માં આત્મદ્રવ્યને વેદાંતની જેમ એક ભાગ રૂપ માનવામાં નથી આવ્યો અને ના સાંખ્ય-વૈશેષિકની જેમ એને નિષ્ક્રિય જ માનવામાં આવ્યો છે. જીવ દ્રવ્ય ભાગ રૂપમાં અનંત છે. પ્રત્યેક જીવ એક અખંડ ભાગ છે, જે અસંખ્યાત પ્રદેશી છે.
ધર્માસ્તિકાય :
સ્વભાવતઃ ગતિપરિણત જીવો અને પુદ્ગલોને ગતિ કરવામાં સહાયતા કરનાર દ્રવ્ય ધર્માસ્તિકાય છે. જે રીતે માછલીને તરવામાં પાણી સહાયક હોય છે અથવા વૃદ્ધ પુરુષને ચાલવામાં લાકડી સહાયક હોય છે, એ જ રીતે જીવો અને પુદ્ગલોની ગતિ ક્રિયામાં નિમિત્ત થનારાં દ્રવ્ય ધર્માસ્તિકાય છે. કહ્યું છે -
परिणामी गते धर्मो
भवेत्पुद्गल जीवयोः । अपेक्षा कारणाल्लोके मीनस्येव जलं सदा ॥
જેમ માછલીની ગતિ માટે પાણી નિમિત્ત કારણ છે, એમ જ જીવ અને પુદ્ગલોની ગતિમાં જે અપેક્ષિક કારણ છે, નિમિત્ત કારણ છે, તે ધર્માસ્તિકાય છે. અન્યત્ર કહ્યું છે - जीवानां पुद्गलानां च गत्युपग्रह कारणम् । धर्मास्तिकायो ज्ञानस्य, दीपश्चक्षुष्मतो यथा ॥
જેમ આંખોવાળી વ્યક્તિના જ્ઞાનમાં દીપક નિમિત્ત છે, એમ જ જીવો અને પુદ્ગલોની ગતિમાં ધર્માસ્તિકાય ઉપકારક છે. જેમ પાણી માછલીને ચલાવતું નથી, લાકડી વૃદ્ધને ચલાવતી નથી, દીપક વ્યક્તિને દેખાડતો નથી, છતાંય એ બધા ચાલવામાં કે જ્ઞાનમાં સહાયકઉપકારક માત્ર હોય છે, એમ જ સ્વભાવથી ગતિશીલ જીવ અને પુદ્ગલ દ્રવ્યની ગતિમાં ધર્માસ્તિકાય પ્રેરક નથી હોતો, પણ માત્ર સહાયક હોય છે.
આગમમાં કહ્યું છે :
'धम्मत्थि काएणं भंते जीवाणं किं पवत्ति ? गोयमा ! धम्मत्थिकाएणं जीवाणं आगमणगमन भासुम्मेस मण जोगा वइजोगा, कायजोगा जे यावन्ने तपा चला भावा सव्वे ते धम्मत्थिकाए पवत्तंति । गतिलक्खणेणं धम्मत्थिकाए । ' ભગવતીસૂત્ર, શતક-૧૩, ઉદા-૪, સૂ.-૪૮૧
૪૨૧
-
અજીવ તત્ત્વ જડ દ્રવ્ય
Page #439
--------------------------------------------------------------------------
________________
હે ભગવાન ! ધર્માસ્તિકાયના હોવાથી જીવોની શું પ્રવૃત્તિ હોય છે ?” “હે ગૌતમ ! ધર્માસ્તિકાયના હોવાથી જ જીવોના આગમન-ગમન, ભાષા, ઉન્મેષ, મનયોગ, વચનયોગ, કાયયોગ અને અન્ય જે ગતિ રૂપ ભાવ છે તે પ્રવૃત્ત હોય છે. ધર્માસ્તિકાયનું લક્ષણ ગતિમાં સહાયક હોવું છે. જે પણ ગતિરૂપ - હલન-ચલનાત્મક પ્રવૃત્તિઓ છે, તે બધા ધર્માસ્તિકાયના અસ્તિત્વમાં જ સંભવ છે.” ધમસ્તિકાચની સિદ્ધિ :
જૈનદર્શન' સિવાય અન્ય કોઈપણ દર્શનકારે ધર્માસ્તિકાયના અસ્તિત્વનો સ્વીકાર નથી કર્યો, તેથી સહજ (સ્વાભાવિક) શંકા થાય છે કે ધર્માસ્તિકાયના અસ્તિત્વમાં શું પ્રમાણ છે? આ શંકાનું સમાધાન આ પ્રકારે છે -
જૈનદર્શને ગતિશીલ જીવ અને પુગલોની ગતિને નિયમિત કરનાર નિયામક તત્ત્વના રૂપમાં ધર્માસ્તિકાયના અસ્તિત્વનો સ્વીકાર કર્યો છે. જો એવા કોઈ નિયામક તત્ત્વને ન માનવામાં આવે તો આ વિશ્વનું નિયત સંસ્થાન ક્યારેય થઈ શકતું નથી. જડ અને ચેતન દ્રવ્યની ગતિશીલતા અનુભવ સિદ્ધ છે.
જો તે અનંત આકાશમાં ચાલ્યા જ જાય તો આ વિશ્વનું નિયત સંસ્થાન ક્યારેક સામાન્ય રૂપથી એક જેવું દેખાતું નથી. કારણ કે ભાગના રૂપમાં અનંત પુગલ અને અનંત જીવ અનંત આકાશમાં બેરોકટોક સંચારના કારણે આ રીતે અલગ-અલગ થઈ જશે કે એમનું મળવું અને નિયત સૃષ્ટિના રૂપમાં દેખાવું અસંભવ થઈ જશે. માટે જૈનદર્શને જીવ અને પુગલોની સ્વાભાવિક ગતિશીલતાને નિયમિત કરનાર નિયામક તત્ત્વ ધર્માસ્તિકાય માન્યું છે. આ રીતે સ્થિતિ-મર્યાદાના નિયામકના રૂપમાં અધર્માસ્તિકાયનો સ્વીકાર કર્યો છે. ધર્મઅધર્મ દ્રવ્યોનું આ કાર્ય આકાશ-દ્રવ્યના માનવાથી સિદ્ધ નથી થઈ શકતું, કારણ કે આકાશદ્રવ્ય અનંત અને અખંડ હોવાથી જડ-ચેતન-દ્રવ્યોને પોતાનામાં સર્વત્ર ગતિ-સ્થિતિ કરવાથી રોકી શકતો નથી. આ રીતે દશ્યાદેશ્ય વિશ્વના સંસ્થાનની અનુપપત્તિ બની રહેશે. માટે ધર્મ-અધર્મ દ્રવ્યોને આકાશથી અલગ તથા સ્વતંત્ર માનવા ન્યાયસંગત તથા તર્કસંમત છે.
જ્યારે જડ અને ચેતન ગતિશીલ છે, ત્યારે મર્યાદિત આકાશ ક્ષેત્રમાં એમની ગતિ પોતાના સ્વભાવવશ નથી માનવામાં આવતી. એમના માટે કોઈ નિયામકની આવશ્યકતા છે. માટે ગતિ-સ્થિતિના નિયામકના રૂપમાં જૈનદર્શને ક્રમશઃ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના અસ્તિત્વને માન્યો છે. ધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ છે. પ્રદેશનો અર્થ છે એક એવો સૂક્ષ્મ અંશ જેના બીજા અંશની કલ્પના પણ નથી કરી શકાતી. એવા અવિભાજ્ય અંશને નિરંશ-અંશ પણ કહે છે. ધર્માસ્તિકાય એક એવું અખંડ સ્કન્ધ રૂપ છે, જેના અસંખ્યાત અવિભાજ્ય અંશ માત્ર બુદ્ધિથી કલ્પિત કરી શકાય છે, તે વસ્તુતઃ સ્કંધથી પૃથક (અલગ) નથી કરી શકાતા.
ધર્માસ્તિકાયના ત્રણ ભેદ છે - (૧) સ્કન્ધ, (૨) દેશ અને (૩) પ્રદેશ. (૪૨૨ જ છેજો કોની જિણધમ્મો)
Page #440
--------------------------------------------------------------------------
________________
અખંડ સંપૂર્ણ વસ્તુને “સ્કધ” કહે છે. સ્કન્ધ રૂપ ધર્માસ્તિકાય સંપૂર્ણ લોકાકાશમાં એક અખંડ ભાગના રૂપમાં વ્યાપ્ત છે. ઔધના ભાગને દેશ કહે છે અને બધાથી નાના નિરંશ અંશને પ્રદેશ કહે છે. ધર્માસ્તિકાયના દેશ-પ્રદેશ માત્ર બુદ્ધિ કલ્પિત છે. વસ્તુસ્થિતિથી ધર્માસ્તિકાય એક અખંડ દ્રવ્ય છે. બુદ્ધિકલ્પિત ભેદની અપેક્ષાથી દેશ-પ્રદેશનો વ્યવહાર થાય છે. - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ગુણની અપેક્ષાથી વિચાર કરવાથી ધર્માસ્તિકાયના પાંચ ભેદ થઈ જાય છે. ધર્માસ્તિકાય દ્રવ્યથી એક અખંડ ભાગ છે. ક્ષેત્રથી તે સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત છે. કાળથી તે અનાદિ-અનંત છે. ભાવથી તે રૂપ-રસ-ગંધ-સ્પર્શથી રહિત છે. ગુણથી તે જીવો અને પુગલોને ગતિ કરવામાં સહાયક છે. ધર્માસ્તિકાય વગેરેની સંસિદ્ધિ માટે આજનું વિજ્ઞાન જૈનદર્શનની નજીક આવી ગયું છે. ધર્મ-દ્રવ્ય અને ઇથર (Ether)
જૈનદર્શન’ સિવાય અન્ય કોઈ ભારતીય દર્શનમાં ગતિશીલ તથા સ્થિત થનારા પદાર્થોની ગતિ તથા સ્થિતિમાં સહાયક ધર્મ અને અધર્મ-દ્રવ્યનો સ્વીકાર નથી કરવામાં આવ્યો.
ભારતીય-દાર્શનિક જીવ અને પદાર્થોની ગતિ તથા સ્થિતિમાં આકાશને જ નિમિત્ત કારણ કે સહાયક માને છે. આકાશના અસ્તિત્વ થવાના કારણે જ એમાં જીવ અને પદાર્થ ગતિ પણ કરે છે અને રોકાતા પણ નથી. એ માન્યતા યુક્તિસંગત છે કે નથી, આ સમીક્ષા કર્યા પહેલાં આ વિચાર કરી લેવો ઉપયુક્ત રહેશે કે આજનું વિજ્ઞાન આ સંબંધમાં શું માને છે?
વૈજ્ઞાનિકોએ જ્યારે ભૌતિક પદાર્થોને ઊંડાણપૂર્વક અન્વેષણ કર્યું, ત્યારે તે વિચારવા લાગ્યા કે - “સૂર્ય, ચંદ્ર, ગ્રહો તથા તારાઓના વચ્ચે જે ખૂબ લાંબુ-પહોળું શૂન્ય ક્ષેત્ર ખાલી પડેલું છે, એમાંથી થઈને પ્રકાશ-કિરણો (Ray of Lightએક સ્થાનથી બીજા સ્થાનના અંતરને કયા માધ્યમ(Medium)થી પૂરું કરે છે. કારણ કે પ્રકાશ (Light) ભારવાર પદાર્થ છે, માટે આ કથમપિ સંભવ નથી થઈ શકતું કે વગર કોઈ માધ્યમથી તે સ્વતઃ જ એક સ્થાનથી બીજા સ્થાન સુધી પહોંચી જાય. આ સમસ્યા ઉત્પન્ન થવાથી માધ્યમને શોધી કાઢવાનો પ્રયત્ન શરૂ થયો અને આ અન્વેષણ(Research)ના પરિણામસ્વરૂપ વૈજ્ઞાનિકો એ પ્રકાશ(Light)ની ગતિમાં ઇથર(Ether)ને માધ્યમ સ્વીકાર કર્યો. જે રીતે-જૈન દર્શનમાં ધર્મ-દ્રવ્યને ગતિમાં સહાયક માન્યું, તેમ જ વિજ્ઞાન (Science) ઇથર(Ether)ને Medium of Motion for Light (પ્રકાશની ગતિમાં માધ્યમ) સ્વીકાર કર્યો છે. ગતિમાં સહાયક હોવા છતાંય જૈનદર્શન દ્વારા માન્ય ધર્મ-દ્રવ્ય અને વિજ્ઞાન દ્વારા સ્વીકૃત ઇથરનું સ્વરૂપમાં થોડી ભિન્નતા પણ છે. સૌ પ્રથમ ઇથરને વૈજ્ઞાનિક અભૌતિક નહિ, ભૌતિક પદાર્થ માનતા હતા. એમાં વિશેષ પ્રકાર અને પરિણામમાં લચક તથા ઘનતા પણ છે, એ લચક તથા ઘનતાનું પરિણામ પણ બતાવવામાં આવતું હતું, પરંતુ તે સંદેહથી વિશેષ નહોતું.
આ સમય સુધી ઇથર જૈનદર્શન દ્વારા માન્ય ધર્મ-દ્રવ્યની સાથે ગતિમાં માધ્યમના રૂપમાં જ સમાનતા રાખતા હતા. પરંતુ એના સ્વરૂપ તથા અન્ય દષ્ટિઓની અપેક્ષાથી બંને ભૌતિક અને અભૌતિક વગેરે ભેદોને લઈને એકબીજાથી અલગ વિચાર રાખતા હતા. પરંતુ વીસમી
[ અજીવ તત્ત્વ - જડ દ્રવ્ય) OOOOOOOOOX૪૨૩]
Page #441
--------------------------------------------------------------------------
________________
સદીમાં આ વિશે વૈજ્ઞાનિક ક્ષેત્રમાં જે અન્વેષણ થયાં, એણે વૈજ્ઞાનિકોની પુરાતન પરિભાષાઓને એકદમ બદલી દીધી. વીસમી સદીના મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદ(Theory of Relativity)ના અનુસાર ઇથર (Ether) અભૌતિક (Non-Material, non atomic) છે, લોકમાં પ્રાપ્ત છે, નહિ જોઈ શકનાર એક અખંડ દ્રવ્ય છે, જે અન્ય ભૌતિક દ્રવ્યો(Material Substance)થી ભિન્ન છે.
એડવિન એડસરે (Edwin Eder) પોતાના પુસ્તક ‘લાઇટ(Light)'માં લખ્યું છે - “ઇથર કયા પ્રકારનું છે ?” એના સંબંધમાં તરત મુશ્કેલીઓ થવા લાગી. કારણ કે એ સિદ્ધ થઈ ચૂક્યું હતું -
(૧) ઇથર બધા ગૅસોથી પાતળો છે. (Thinner than the thinest gas) (૨) પોલાદ(સ્ટીલ)થી પણ વધુ સઘન છે. (More rigid than steel) (૩) સર્વત્ર નિતાંત એક સમાન છે. (Absolutely the same everywhere.) (૪) ભારશૂન્ય છે. (Absolutely weightless)
(૫) કોઈ પડોશી એલોક્ટ્રોનની પાસે કાચથી પણ વધુ ભારે છે. (In the neighbourhood of any electron, immensely heavie than lead)
‘Relativity and common sense'પુસ્તકમાં એફ.એમ. ડેન્ટોને લખ્યું છે - “ન્યૂટન દ્વારા માન્ય ઇથર સઘન છે, ત્યારે પણ પદાર્થ એમાં વગર-સંઘર્ષે સ્વતંત્ર ગતિથી ફરે છે. આ લોચદાર છે, છતાંય એમના અન્ય વિભિન્ન આકાર નથી હોઈ શકતા. તે ફરે છે, પણ એની ગતિશીલતા પરિલક્ષિત નથી હોતી. જડ પદાર્થો ઉપર એનો પ્રભાવ પડે છે, પણ આ પદાર્થોથી પ્રભાવિત નથી થતું.”
એનો પિંડ નથી અને ના એના અલગ-અલગ અંશોને આપણે ઓળખી શકીએ છીએ. આ સ્થિર તારાઓની અપેક્ષા નિષ્ક્રિય છે, જ્યારે એકબીજાની અપેક્ષાથી તારા ગતિશીલ માનવામાં આવ્યા છે. ઇથરની ગતિને લઈને અનેક પ્રયોગો (Experiments) થયા, પણ આ બધાનો અંતિમ નિષ્કર્ષ એ નીકળ્યો છે કે ઇથર ગતિશૂન્ય છે. તે નિતાંત નિષ્ક્રિય છે. ડી.સી. મિલરે ‘Nature પત્રિકા'માં ૩ ફેબ્રુઆરી, ૧૯૩૪ના અંકમાં લખ્યું છે - “પૃથ્વીની ગતિ એક નિષ્ક્રિય ઇથરમાંથી છે, એવું માન્ય કરવા છતાંય અન્વેષણ દ્વારા પ્રાપ્ત ફલાનુવર્તી પરિમાણ અને દિશા-સંબંધી પરિવર્તન સંભવ છે.” મિ. એ. એસ. એડિંગટને એક સ્થાન પર લખ્યું છે - “Now-a-days it is agreed that ether is not a kind of matter. -' વર્તમાન યુગમાં આપણે આ વાતથી સંમત છીએ કે ઇથર ભૌતિક દ્રવ્ય નથી. પોતાના પુસ્તક “The Nature of the physicial world' પૃ. ૩૧ પર ઇથરના વિશે લખ્યું છે - “આનો એ અભિપ્રાય નથી કે ઇથરની માન્યતાને આપણે છોડી દીધી છે, અથવા વિશ્વમાં આ ઇથર નથી. આપણે ઇથરની આવશ્યકતા છે.’’ ગત શતાબ્દીમાં પ્રાયઃ એ માન્ય હતું કે ઇથર એક દ્રવ્ય (Substance) છે, ભૌતિક પદાર્થની એક જાતિ છે, સઘન છે, સાધારણ દ્રવ્યની જેમ ગતિશીલ છે. એ ઇતિહાસમાં બતાવવું મુશ્કેલ થશે
૪૨૪
જિણધમ્મો
Page #442
--------------------------------------------------------------------------
________________
કે એ માન્યતાનો ક્યારે ત્યાગ કરવામાં આવ્યો. પરંતુ વર્તમાનમાં એ માન્ય કરી લીધું છે કે ઇથર ભૌતિક દ્રવ્ય નથી. અભૌતિક દ્રવ્ય થવાના કારણે એની પ્રકૃતિ તથા એના ગુણ બિલકુલ ભિન્ન હશે. પિંડત્વ અને ઘનત્વના ગુણ આપણને જે ભૌતિક પદાર્થોમાં મળે છે, એમનો ઇથરમાં અભાવ હશે, પરંતુ પોતાના જ નવા અને નિશ્ચયાત્મક ગુણ હશે. ઇથરના અભૌતિક સમુદ્રમાં (Non-Material ocean of enter).
ધર્મ-દ્રવ્ય અને ઇથરની તુલના કરતાં પ્રો. જી.આર. જૈન - એમ. એસસી. એ પોતાના પુસ્તક “નૂતન અને પ્રાન્તન સૃષ્ટિ વિજ્ઞાન'માં પાના નં. ૩૧ ઉપર લખ્યું છે - “એ પ્રમાણિત થઈ ચૂક્યું છે કે જૈન-દાર્શનિક અને આધુનિક વૈજ્ઞાનિક અહીં સુધી પૂર્ણતઃ એકમત છે કે ધર્મ-દ્રવ્ય કે વિજ્ઞાન દ્વારા માન્ય ઇથર અભૌતિક, અપારમાવિક, અવિભાજ્ય, અખંડ, અરૂપ, આકાશના સમાન વ્યાખ ગતિનો અનિવાર્ય માધ્યમ અને પોતાનામાં સ્થિર છે.”
Thus it is proved that science and Jain physics agree absolutely so for as they call Dharm (Ether) non-Material, nonatomic, non-discreet, continuous, co-extensive with space, indivisible and as a necessary Medium for motion and one which does not itself move.
આ રીતે વિચાર કરવાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે - “જીવ અને પુદ્ગલ (Matter), જે ગતિશીલ છે, એમની ગતિમાં સહાયક દ્રવ્ય અવશ્ય છે. જે રીતે બધાં દ્રવ્યોને સ્થાન કે અવકાશ દેનાર આકાશ-દ્રવ્ય છે, એ જ રીતે ગતિનું માધ્યમ પણ એક દ્રવ્ય છે. એને જૈન આગમોમાં ધર્મ-દ્રવ્ય કહ્યું છે અને વૈજ્ઞાનિક એને ઇથર (Ether) કહે છે. ઇથર કે ધર્મદ્રવ્યના અભાવમાં કોઈપણ પદાર્થ - ભલે તે જડ હોય કે ચેતન, ગતિ નથી કરી શકતો.
- અમર ભારતી, જુલાઈ - ૧૯૭૯ અધમસ્તિકાય :
જીવ અને પુગલોની સ્થિતિમાં સહાયક થનારું તત્ત્વ અધમસ્તિકાય કહેવામાં આવે છે. જેમ કે વૃક્ષની છાયા પથિક માટે રોકવાના નિમિત્તમાં કારણ હોય છે, એ જ રીતે અધર્માસ્તિકાય જીવ પુગલોની સ્થિતિમાં સહાયક થાય છે. અધર્માસ્તિકાય સ્થિતિમાં પ્રેરક નથી, અપિતુ ઉપકારક-સહાયક માત્ર છે. સ્થિતિનું નિયામક તત્ત્વ હોવાથી એનું અસ્તિત્વ સિદ્ધ થાય છે, જે પણ સ્થિતિરૂપ ભાવ છે તે બધા અધર્માસ્તિકાયના હોવાથી જ હોય છે. અધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ છે. આ સંપૂર્ણ લોકાકાશ વ્યાપી છે. ધર્માસ્તિકાયની જેમ આ એકે અખંડ અવિભાજ્ય ભાગ છે. એના પણ ત્રણ ભેદ છે - સ્કધ, દેશ અને પ્રદેશ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ અને ગુણની અપેક્ષા એના પાંચ ભેદ છે. અધર્માસ્તિકાય દ્રવ્યથી એક છે, ક્ષેત્રથી સંપૂર્ણ લોકવ્યાપી છે, કાળથી અનાદિ-અનંત છે. ભાવથી રૂપ, રસ, ગંધ, સ્પર્શથી રહિત છે અને ગુણથી જીવ અને પુદ્ગલોની સ્થિતિમાં સહાયક છે. કહ્યું છે -
મદષ્પો ડિફેન+gો '' - ઉત્તરાધ્યયન સૂત્ર [ અજીવ તત્ત્વ - જડ દ્રવ્ય
એક મ ૪૨૫)
Page #443
--------------------------------------------------------------------------
________________
અધર્મ-દ્રવ્ય (Medium of rest for soul and matter) :
પ્રોફેસર એ. ચક્રવર્તીએ “પંચાસ્તિકાયસારના દાર્શનિક પચિરય”માં પૃષ્ઠ ૨૬-૨૭ ઉપર લખ્યું છે - “જૈન વિચારક પ્રસંગને અનુરૂપ એ પ્રશ્ન કરે છે કે અણુ-પરમાણુ (Atoms) એક સાથે મળીને સંસારમાં લોક(Universe)માં જ મહાઔધનું નિર્માણ કેમ કરે છે ?
તેઓ મહાસ્કન્ધથી હટીને કે વિખરાઈને અનંત આકાશ (Infinite space) અથવા અલોક-આકાશમાં કેમ નથી જતા ?” એનાથી એ સ્પષ્ટ થાય છે કે લોક આકાશ(Finite space)ના આગળ સંસાર (Universe) નથી. વાસ્તવિક સત્ય એ છે કે લોકનું નિર્માણ સ્થાયી છે. માટે લોક ક્રમબદ્ધ કે નિયમબદ્ધ છે. એમાં અન્ય દ્રવ્યોની ઉપસ્થિતિ એ વાતનો સંકેત છે કે એમાં પરસ્પર સંઘર્ષ નથી, અથવા તે એકબીજાના અવરોધક નથી, જે એ વાતનું પ્રમાણ આપે છે કે લોકનું માળખું સ્થાયી છે. આ એક સૈદ્ધાંતિક સત્ય-તથ્ય છે કે લોકના મધ્યમાં ગતિશીલ અણુ, દ્રવ્યની શક્તિના સિદ્ધાંતથી આબદ્ધ છે. આ દ્રવ્ય-શક્તિ ગતિમાન અણુને સંસારમાં જ રોકી શકે છે, બહાર જવા દેતી નથી. આ શક્તિને કે દ્રવ્ય(Substance)ને અધર્મ-દ્રવ્ય (Medium of rest for soul and matter) કહેવામાં આવ્યું છે. અધર્મ-દ્રવ્ય અને ગુરવ આકર્ષણ (Gravitation):
ઇથરની શોધ પછી પણ વૈજ્ઞાનિકોની સમસ્યાનો ઉકેલ ન આવ્યો. એમની સામે એ સમસ્યા હતી જ કે પદાર્થ કઈ શક્તિથી આકર્ષિત થઈને પૃથ્વીની તરફ આવે છે અને ગ્રહ, નક્ષત્ર તથા તારા વગેરે કયા આકર્ષણના કારણે સૂર્યના ચારેય તરફ ફરે છે. આ આકર્ષણશક્તિ (Cementry force) શું છે ? આ અન્વેષણના પરિણામ સ્વરૂપ જે સમાધાન સામે આવ્યું છે, તેને વિજ્ઞાનમાં Therory of gravitation ગુરુત્વ આકર્ષણનો સિદ્ધાંત માનવામાં આવ્યો છે. ન્યૂટને Letters to Bentley' પુસ્તકમાં આના વિશે લખ્યું છે - “પદાર્થો માટે ગુરુત્વ આકર્ષણ આવશ્યક તથા સ્વાભાવિક કે અંતવર્તી શક્તિ છે. પદાર્થ અને આ શક્તિનો શું સંબંધ છે ? આને સ્પષ્ટ કરવા માટે મને પૂછો. ગુરુત્વ-આકર્ષણનું સાચું કાર્ય શું-શું છે, એને હું જાણું છું - એવું કહેવાનું હું સાહસ નહિ કરીશ. આના પર ચિંતન કરવા માટે હજુ પર્યાપ્ત સમય જોઈએ. છતાંય એટલું તો કહીશ કે ગુરુત્વ-આકર્ષણ થોડું સ્થિર અને નિશ્ચલ સાધનોનું માધ્યમ છે, જે નિશ્ચિત નિયમોથી આબદ્ધ છે. એ સાધનો ભૌતિક છે કે અભૌતિક, તે હું પાઠકોના વિચાર-વિમર્શ કરવા માટે છોડી દઉં છું.” ન્યૂટન એ નિશ્ચય નહોતો કરી શક્યો કે - “આ શક્તિ ભૌતિક છે કે અભૌતિક. - પરંતુ પદાર્થોના નીચે પડવા, રોકાવા તથા ચંદ્ર વગેરેનો ચારેય તરફ ચક્કર લગાવવા વગેરે ગુરુત્વાકર્ષણને તે માધ્યમ સ્વીકાર કરે છે.”
ન્યૂટનનું કહેવું છે કે - આકર્ષણની શક્તિના કારણે બે પદાર્થોમાં જે સીધું પરિવર્તન થાય છે, તે એમના પુંજ (માત્રા) કે સમૂહ ઉપર નિર્ભર છે. ક્યારેક-ક્યારેક પદાર્થોનો આકાર એ જ રહે છે, પરંતુ અંતરના કારણે પણ એમાં થોડું અંતર આવે છે.” એ યુગના વૈજ્ઞાનિકોનું એ માનવું હતું કે - “ગુરુત્વાકર્ષણ પદાર્થોને પોતાના તરફ ખેંચે છે. ન્યૂટનના
(૪૨૬)00000000000000 { જિણધમો)
Page #444
--------------------------------------------------------------------------
________________
પહેલાં ગ્રીક વિચારકે આકર્ષણનું કારણ પરમાણુને માન્યું હતું. ગ્રીક દાર્શનિક ડેમોકિટ્સ એ માનતા હતા કે - “પોતાના ચક્કરવાળી તેજ ગતિના કારણે પરમાણુ જ પરસ્પર એકબીજાને આકર્ષિત કરે છે - “The atoms attract to one another on account of their whirling mation.” વૈજ્ઞાનિકોની એ માન્યતા છે કે - “આ વિચારથી આપણે એ નિર્ણય ઉપર પહોંચીએ છીએ કે બ્રહ્માંડની સ્થિરતા(Stability of
Macroscopic)નું કારણ ગુરુત્વાકર્ષણની શકિત છે.” આના પર વૈજ્ઞાનિકોએ પદાર્થોમાં થનારી સ્થિરતા તથા પારસ્પરિક આકર્ષણ માટે થિઅરી ઑફ ગ્રેવિટેશન(Theory of gravitation)નો સ્વીકાર કર્યો. પહેલાં તેઓ એને ભૌતિક માનતા હતા, પરંતુ પછી એને Non material - અભૌતિક સ્વીકાર કર્યો છે. ન્યૂટન એને Active forceનો માનતા હતા, પરંતુ Active હોવા છતાં તે એને Invisible agency - અદેશ્ય કે આકાર રહિત સાધન માનતા હતા. મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને ગુરુત્વાકર્ષણને આકાર રહિત અને નિષ્ક્રિય (Inactive) માધ્યમ માન્યું છે. Invisibleના સાથે Inactiveને જોડીને આઈન્સ્ટાઈ ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતની માન્યતાને જૈનદર્શન દ્વારા માન્ય અધર્મ-દ્રવ્યની વ્યાખ્યાના નજીક લઈ આવ્યા છે. પ્રો. ફેસર જી.આર. જૈનના શબ્દોમાં જૈનદર્શન દ્વારા અધર્મદ્રવ્યના સંબંધમાં (વિશે) પ્રતિપાદિત સિદ્ધાંતનો વિજય છે કે વિજ્ઞાન (Sciecne) એ વિશ્વની સ્થિરતામાં અદશ્ય તથા નિષ્ક્રિય ગુરુત્વાકર્ષણ (Gravitation)ની શક્તિની ઉપસ્થિતિનો
સ્વીકાર કરી લીધો છે. અથવા તેને સ્થિરતામાં માધ્યમના રૂપમાં સ્વયં સિદ્ધ પ્રમાણ માની લીધો છે. આઈન્સ્ટાઈનના પૂર્વના વૈજ્ઞાનિક ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતને સક્રિય સાધન માનતા હતા. આ માન્યતાને આઈન્સ્ટાઈને પૂર્ણતઃ બદલી દીધો છે, અથવા એને નિષ્ક્રિય સાધન માની લીધું છે. હવે ગુરુત્વાકર્ષણને પદાર્થોના સ્થિર થવામાં સહાયક કે ઉપકારી કારણ અથવા માધ્યમ (Auxiliary cause) માની લીધું અને તેને નિષ્ક્રિય, અદેશ્ય તથા આકાર રહિત માન્યું. Cosmology Old and New P. 36-44 વર્તમાનમાં વૈજ્ઞાનિકો દ્વારા માન્ય ગુરુત્વાકર્ષણની વ્યાખ્યા પ્રાયઃ જૈનદર્શન દ્વારા સ્વીકૃત અધર્મ-દ્રવ્યથી મળે છે. ધર્મ અને અધર્મ :
એ બંને દ્રવ્યો એવાં છે કે જે લોક અને અલોકની સીમાને અંકિત કરે છે. વર્તમાનયુગના મહાન વૈજ્ઞાનિક તથા વિશ્રુત ગણિતજ્ઞ અલબર્ટ આઇન્સ્ટાઈને લોક અને અલોકની ભેદ રેખાને બતાવતાં લખ્યું છે - “લોક પરિમિત છે અને અલોક અપરિમિત. લોકના પરિમિત હોવાના કારણે દ્રવ્ય અથવા શક્તિ લોકના બહાર નથી જઈ શકતી. લોક(Universe)ના બહાર (Space) આકાશ તો છે, પણ તે શક્તિનો દ્રવ્ય(Substance)નો અભાવ છે, જે ગતિમાં સહાયક હોય છે.” આજના વૈજ્ઞાનિકોએ ગતિ(Motion)માં સહાયક શક્તિ અથવા દ્રવ્યને આકાશથી ભિન્ન સ્વીકાર કર્યો છે. જૈનદર્શન અને ધર્મ-દ્રવ્ય કહે છે અને વૈજ્ઞાનિક અને ઈથર (Ether) કહે છે. પરંતુ તે આકાશથી સર્વથા ભિન્ન છે, એમાં બંને એકમત છે.
- અમર ભારતી, જુલાઈ ૧૯૭૯ [અજીવ તત્વ - જડ દ્રવ્યો
(૪૨૦)
Page #445
--------------------------------------------------------------------------
________________
આકાશાસ્તિકાય ?
આકાશ-દ્રવ્યના અસ્તિત્વને બધા દર્શનકારોએ સ્વીકાર કર્યો છે. આકાશનું લક્ષણ છે - 'आकाशस्यावगाहः'
- તત્ત્વાર્થ સૂત્ર, અ-૧, સૂ-૧૮ અવગાહ પ્રદાન કરવું - સ્થાન આપવું આકાશનું લક્ષણ છે. જેમ દૂધ ખાંડને અવગાહ આપે છે અથવા દીવાલ પૂંટીને અવગાહ આપે છે. આ બધાં દ્રવ્યોનો આધાર છે. અન્ય બધાં દ્રવ્યો આધેય છે અને આકાશ-દ્રવ્ય બધાં દ્રવ્યોનો આધાર છે. આ વ્યવહાર નયની દૃષ્ટિથી છે. નિશ્ચય નયની દૃષ્ટિથી તો બધાં દ્રવ્યો સ્વપ્રતિષ્ઠ છે, અર્થાત્ પોત-પોતાના સ્વરૂપમાં સ્થિત છે. તાત્ત્વિક દૃષ્ટિથી એક દ્રવ્યનું ધ્રૌવ્ય રૂપ બીજા દ્રવ્યના ધ્રૌવ્ય રૂપમાં નથી રહેતું. પ્રશ્ન થઈ શકે છે કે વ્યવહાર દૃષ્ટિથી અન્ય દ્રવ્ય આકાશ-દ્રવ્ય ઉપર આધારિત છે, તો આકાશદ્રવ્યનો આધાર શું છે? આનો જવાબ એ જ આપી શકાય છે કે આકાશ કોઈ અન્ય દ્રવ્યના આધાર પર સ્થિત નથી. તે સ્વયં પ્રતિષ્ઠિત છે. આકાશ-દ્રવ્યથી મોટો કે એના સદેશ અને કોઈ દ્રવ્ય છે જ નથી. આ રીતે નિશ્ચય અને વ્યવહાર બંને દૃષ્ટિઓથી આકાશ સ્વપ્રતિષ્ઠ છે. આકાશ અન્ય દ્રવ્યોનો આધાર એટલા માટે કહેવાય છે કે તે બધાં દ્રવ્યોથી મહાન છે.
આકાશના અનંત પ્રદેશ છે. આ સર્વવ્યાપક અર્થાતુ લોકાલોકવ્યાપી છે. એના સામાન્ય રૂપથી બે ભેદ છે - (૧) લોકાકાશ અને (૨) અલોકાકાશ. જે આકાશ ખંડમાં ધર્મ-અધર્મઆકાશ-પુદ્ગલ અને જીવ રૂપ પંચાસ્તિકાય વિદ્યમાન છે, તે લોકાકાશ કહેવાય છે અને જ્યાં આકાશ જ આકાશ છે અને કોઈ દ્રવ્ય નથી, તે અલોકાકાશ કહેવામાં આવે છે. અસ્તિકાર્યોનો આધાર આધેય સંબંધનો વિચાર લોકાકાશને લઈને જ કર્યો છે. ધર્મ અને અધર્મ એ બંને અસ્તિકાય એવો અખંડ સ્કધ છે, જે સંપૂર્ણ લોકાકાશમાં સ્થિત છે. વસ્તુતઃ અખંડ આકાશના લોક-અલોક ભાગોની કલ્પના પણ ધર્મ-અધર્મ દ્રવ્યોના સંબંધને કારણે જ છે. જ્યાં ધર્મ-અધર્મ દ્રવ્યોનો સંબંધ ન હોય તે અલોક અને જ્યાં એમનો સંબંધ હોય તે લોક છે.
આકાશ અનંત છે :
વિજ્ઞાન અનુસાર સ્પેસ એક શુદ્ધ દ્રવ્ય છે. એમાં ન તો વર્ણ છે, ના ગંધ છે, ના રસ છે, ના સ્પર્શ છે. જૈનદર્શને આકાશને બે ભાગોમાં વિભક્ત કર્યું છે - લોક-આકાશ અને અલોક-આકાશ. લોક-આકાશ સીમિત છે, સાત છે અને અલોક-આકાશ અસીમ તથા અનંત છે. ગણિત-વિજ્ઞાનમાં નિષ્ણાત એચ. વાડે પણ આ વિચારનો સ્વીકાર કરતાં લખ્યું છે - “સંપૂર્ણ પદાર્થ સંપૂર્ણ આકાશની પણ સીમામાં રહે છે, તેથી વિશ્વ સાત છે.” એનાથી એ સ્વીકાર નથી કરી શકાતું કે જે સીમામાં પદાર્થ રહે છે એના આગળ આકાશ નથી. પરંતુ તે સંપૂર્ણ આકાશ આ રીતે ઘુમાવદાર (કવર્ડ) છે કે પ્રકાશનું એક કિરણ આકાશની સીધી રેખામાં લાંબા સમય સુધી યાત્રા કર્યા પછી પુનઃ પોતાના બિંદુ પર આવી જશે. ગણિતજ્ઞોનું અનુમાન છે કે - “પ્રકાશના એક કિરણને આકાશના આ ચક્કરને પૂરો કરવામાં (૪૨૮
રોજ સ જિણધમો
Page #446
--------------------------------------------------------------------------
________________
દસ ટ્રિલિયન વર્ષથી ઓછું નથી લાગતું. આનાથી એ પ્રમાણિત થાય છે કે આકાશ સલીમ છે,” સાત્ત છે.* આ જ પુસ્તકમાં વોર્ડ આગળ લખ્યું છે કે - “તે પૂર્ણતઃ અકથનીય, અચિંતનય (Inconceiable) છે કે કોઈપણ ખગોળ-વિદ્યામાં નિપુણ વ્યક્તિ આકાશની સીમા(Boundary of space)ને ઓળંગીને કૂદી શકે અને જોઈ શકે કે ત્યાં આકાશ નથી.” માટે ગણિતજ્ઞ અને નિશ્ચય નથી કરી શક્યા કે આકાશ સાન્ત છે કે અનંત. એમ. વૉર્ડનું કહેવું છે કે - “જ્યારે આપણે એ કહીએ છીએ કે space is finite, તો એનો અર્થ એ નથી કે આ વિશ્વમાં જે સીમિત આકાશનો આપણે અનુભવ કરીએ છીએ એના આગળ તે છે જ નહિ. આપણે એટલું જ કહી શકીએ છીએ કે વિશ્વની જે સીમા આપણને જ્ઞાત છે તેના આગળ આકાશનો જે ભાગ છે તે અજ્ઞાત છે.**
આ વિષયમાં આઈન્સ્ટાઈનના સિદ્ધાંતનો સ્વીકાર કરનાર મહાન વૈજ્ઞાનિક પ્રો. એડિંગટને પોતાના પુસ્તક “The nature of the physical world'ના પાના નં. ૮૦ ઉપર લખ્યું છે કે - “હું વિચારું છું કે વિચારક બે પ્રશ્નોની સાથે આકાશ વિશે કલ્પના કરે છે - Is there an end to space ? શું આકાશનો એક અંત છે ? If space comes to an end, what is beyond the end ? gi 241512-T Bus vid છે તો એ અંત પછી શું છે?” આ વિષયમાં વૈજ્ઞાનિકોની એક માન્યતા એ છે કે - “There is no end, but space beyond space for ever" 2415121-1ì sis vist tell, પરંતુ હંમેશાં માટે આકાશ પછી આકાશ છે. સાપેક્ષવાદ - સિદ્ધાંતની પૂર્વ એ માન્યતા હતી કે - “આકાશ અનંત છે. પરંતુ કોઈપણ વ્યક્તિ અનંત આકાશને પ્રાપ્ત કરી શકતા નથી. આ ભૌતિક જગતમાં આપણો સંબંધ આકાશથી જ હોય છે, અનંતથી નહિ. આ વિશે આઈન્સ્ટાઈન સિદ્ધાંત છે કે - “Is space infinite or does it come to an end ? શું આકાશ અનંત છે કે શું તે અનંતને પ્રાપ્ત થાય છે ?' આનો જવાબ એણે જૈનદર્શનની જેમ સાપેક્ષ દૃષ્ટિથી આપ્યો છે. એણે કહ્યું છે કે - “તે ન એકાંત રૂપથી અનંત છે અને ન સાત્ત છે. આકાશ અસીમ છે, પરંતુ એનો કોઈ અંત પણ નથી. આકાશ અસીમ છે, પણ સીમાથી આબદ્ધ નથી.” વિજ્ઞાનનો આ સિદ્ધાંત જૈનદર્શન દ્વારા માન્ય લોક-આકાશ અને અલોક-આકાશની નજીક છે. કારણ કે લોક-આકાશ એક સીમામાં આબદ્ધ છે, એનો અંત પણ છે, પરંતુ અલોક-આકાશની કોઈ સીમા નથી. તે અંત રહિત છે, અનંત છે.
- અમર ભારતી, નવેમ્બર - ૧૯૭૮ પુગલોની સ્થિતિ :
પુદ્ગલોની સ્થિતિ લોકાકાશના એક પ્રદેશથી લઈને અસંખ્યાત પ્રદેશોમાં અનિશ્ચિત રૂપથી છે. પુદ્ગલ દ્રવ્ય ધર્મ-અધર્મ દ્રવ્યની જેમ એક ભાગરૂપ તો છે નહિ કે એના એક રૂપ આધાર ક્ષેત્રની સંભાવના માનવામાં આવે. અલગ-અલગ ભાગ હોવા છતાંય પુદ્ગલોના પરિણામમાં
* Exploring the universe, by H. Ward, P.16 ** Sawe, P. 266
[અજીવ તત્વ - જડ દ્રવ્યો
અજીવ તત્વ - જડ દ્રવ્ય
છે
જે
૪૨૯)
૪૨૯
Page #447
--------------------------------------------------------------------------
________________
વિવિધતા છે. તેથી એના આધારનું પરિમાણ અનેક રૂપે કહેવામાં આવ્યું છે. જેમ કે કહ્યું છે કે -
“ પ્રવેશાવિષુ માન્ય: પુત્પાતાનામ્ ।''
તત્ત્વાર્થ સૂત્ર, અ-૫, સૂ-૧૪
કોઈ પુદ્ગલ લોકાકાશના એક પ્રદેશમાં અને કોઈ બે પ્રદેશોમાં રહે છે. કોઈ પુદ્ગલ અસંખ્યાત પ્રદેશ પરિમિત લોકાકાશમાં પણ રહે છે. સારાંશ એ છે કે આધારભૂત ક્ષેત્રના પ્રદેશોની સંખ્યા આધેયભૂત પુદ્ગલ-દ્રવ્યના પરમાણુઓની સંખ્યાથી ન્યૂન (નીચી) કે તુલ્ય હોઈ શકે છે, વધુ નહિ. એક પરમાણુ એક જ આકાશ પ્રદેશમાં સ્થિત રહે છે, પરંતુ બે પરમાણુઓથી બનેલો સ્કન્ધ દૃયણુક એક પ્રદેશ ઉપર પણ રહી શકે છે અને બે ઉપર પણ. આ રીતે ઉત્તરોત્તર સંખ્યા વધતાં-વધતાં ઋણુક, ચતુરણુક યાવત્ સંખ્યાતાણુક સ્કન્ધ એક પ્રદેશ, બે પ્રદેશ, ત્રણ પ્રદેશ યાવત્ સંખ્યાત પ્રદેશ પરિમિતિ ક્ષેત્રમાં રહી શકે છે. સંખ્યાતાણુક દ્રવ્યની સ્થિતિ માટે અસંખ્યાત પ્રદેશવાળા ક્ષેત્રની આવશ્યકતા નથી હોતી. અસંખ્યાતાણુક સ્કન્ધ એક પ્રદેશથી લઈને વધુમાં વધુ પોતાના બરાબરની અસંખ્યાત સંખ્યાવાળા પ્રદેશોના ક્ષેત્રમાં રોકાઈ શકે છે. અનંતાગુણ અને અનંતાનંતાણુક સ્કન્ધ પણ એક પ્રદેશ, બે પ્રદેશ વગેરે ક્રમશઃ વધતાં-વધતાં, અસંખ્યાત પ્રદેશવાળા ક્ષેત્રમાં રોકાઈ શકે છે. એમની સ્થિતિ માટે અનંત પ્રદેશાત્મક ક્ષેત્રની આવશ્યકતા નથી.
-
પુદ્ગલ દ્રવ્યનો તથા અનંતાનંત અણુઓનો બનેલો સૌથી મોટો અચિત્ત મહાસ્કન્ધ પણ અસંખ્યાત પ્રદેશવાળા લોકાકાશમાં જ સમાઈ જાય છે.
જો કે પુદ્ગલ-દ્રવ્ય અનંતાનંત અને મૂર્ત છે છતાંય એમનું લોકાકાશમાં સમાઈ જવાનું કારણ એ છે કે પુદ્ગલોમાં સૂક્ષ્મ રૂપથી પરિણત હોવાની શક્તિ છે. જ્યારે એવું સૂક્ષ્મ રૂપ પરિણમન થાય છે ત્યારે એક જ ક્ષેત્રમાં એકબીજાને વ્યાઘાત પહોંચ્યા વગર અનંતાનંત પરમાણુ અને અનંતાનંત સ્કન્ધ સ્થાન પ્રાપ્ત કરી શકે છે. જેમ એક જ સ્થાનમાં હજારો દીપકો(દીવા)નો પ્રકાશ વ્યાઘાતના વગર સમાઈ જાય છે. મૂર્ત થવા છતાંય પુદ્ગલ-દ્રવ્ય વ્યાઘાતશીલ ત્યારે થાય છે, જ્યારે તે સ્થૂળભાવમાં પરિણત થાય. (હોય.) સૂક્ષ્મ રૂપ પરિણામ દશામાં તે ના કોઈને વ્યાઘાત પહોંચાડે છે અને ના સ્વયં કોઈથી વ્યાઘાતિત થાય છે. જીવોની સ્થિતિ :
જીવોની સ્થિતિ લોકના અસંખ્યાતમાં ભાગ આદિ (વગેરે)માં હોય છે (થાય) છે.જેમ કે ‘તત્ત્વાર્થ સૂત્ર’માં કહ્યું છે -
'असंख्येयभागादिषु 'प्रदेशसंहारविसर्गाभ्यां
जीवानाम् ।' प्रदीपवत् ॥'
- તત્ત્વાર્થ સૂત્ર, અ-૫, સૂ-૧૫-૧૬
જીવ પ્રકરણમાં એ બતાવવામાં આવ્યું છે કે - જૈનદર્શન અનુસાર આત્માનું પરિણામ ન તો આકાશની જેમ વ્યાપક છે અને ન પરમાણુની જેમ અણુ રૂપ, પરંતુ તે મધ્યમ પરિમાણ
૪૩૦
જિણધમ્મો
Page #448
--------------------------------------------------------------------------
________________
માનવામાં આવે છે. બધા આત્માઓનો મધ્યમ પરિમાણ પ્રદેશ સંખ્યાની દૃષ્ટિથી સમાન છે, છતાં લંબાઈ-પહોળાઈ વગેરે બધાંની સમાન નથી. તેથી પ્રશ્ન થાય છે કે જીવ-દ્રવ્યનું આધાર ક્ષેત્ર ઓછામાં ઓછું અને વધુમાં વધુ કેટલું છે ? આનો જવાબ એ છે કે એક જીવનું આધાર ક્ષેત્ર લોકાકાશના અસંખ્યાતમા ભાગથી લઈને સંપૂર્ણ લોકાકાશ સુધી હોઈ શકે છે. જો કે લોકાકાશ અસંખ્યાત પ્રદેશ પરિમાણ છે, છતાં અસંખ્યાત સંખ્યાના અસંખ્યાત પ્રકાર હોવાથી લોકાકાશના એવા અસંખ્યાત ભાગોની કલ્પના કરી શકાય છે, જે અંગુલા સંધ્યેય ભાગ પરિમાણ હોય. આટલો નાનો એક ભાગ પણ અસંખ્યાત પ્રદેશાત્મક જ હોય છે. કોઈ જીવ એ એક ભાગમાં રહી શકે છે, એનાથી એક પ્રદેશ વધુમાં પણ રહી શકે છે. આ રીતે વધતાં-વધતાં યાવત્ સર્વલોકમાં પણ એક જીવ રહી શકે છે.
એક જીવનું આધાર ક્ષેત્ર સર્વ લોકાકાશ ત્યારે થાય (હોય) છે જ્યારે તે કેવળી સમુદ્દાતની સ્થિતિમાં હોય. જીવના પરિમાણની ન્યૂનાધિકતા અનુસાર એના ક્ષેત્રની જૂનાધિકતા એક જીવની અપેક્ષાથી (વધઘટ) કહેવામાં આવી છે. સર્વ જીવરાશિની અપેક્ષાથી તો જીવ તત્ત્વનું આધાર ક્ષેત્ર સંપૂર્ણ લોકાકાશ જ છે.
પ્રશ્ન થઈ શકે છે કે - “જ્યારે બધા જીવોના આત્મપ્રદેશ તુલ્ય છે, તો ભિન્ન-ભિન્ન જીવોના પરિમાણમાં અંતર કેમ છે ? કે એક જ જીવ અલગ-અલગ સમયોમાં અલગ-અલગ પરિમાણવાળો કેમ હોય છે ?’’ એનો જવાબ એ છે કે - “અનાદિકાળથી જીવની સાથે લાગેલું કાર્મણ-શરીર જ આ પ્રકારની વિવિધતાનું કારણ છે. કાર્મણ-શરીર હંમેશાં એક જેવું રહેતું નથી. એના સંબંધથી ઔદારિક વગેરે અન્ય શરીર પણ નાના-મોટા થાય છે. જીવ વસ્તુતઃ અમૂર્ત છે, પણ તે શરીર સંબંધથી મૂર્તવત્ થઈ જાય છે. તેથી જ્યારે જેટલું મોટું શરીર એને પ્રાપ્ત થાય છે ત્યારે તેનું પરિમાણ એટલું જ થઈ જાય છે.”
પુનઃ પ્રશ્ન કરી શકાય છે કે - “ધર્માસ્તિકાય વગે૨ે દ્રવ્યોની જેમ જીવ-દ્રવ્ય પણ અમૂર્ત છે, પછી ધર્માસ્તિકાય વગેરેનું પરિમાણ ઘટતું-વધતું નથી અને જીવનું પરિમાણ વધે-ઘટે છે.’' આનો જવાબ એ જ આપી શકાય છે કે - “તે સ્વભાવભેદ છે. જીવતત્ત્વનો સ્વભાવ નિમિત્ત મળવાથી પ્રદીપની જેમ સંકોચ અને વિસ્તારને પ્રાપ્ત કરવાનો છે. જેમ ખુલ્લા આકાશમાં રાખેલા પ્રદીપના પ્રકાશનું કોઈ એક પરિમાણ નથી હોતું, પણ ઓરડીમાં રાખી દેવાથી તેનો પ્રકાશ ઓરડીભર જ બની જાય છે. કૂંડાના નીચે રાખવાથી કૂંડાના ભાગને જ પ્રકાશિત કરે છે, લોટાના નીચે એનો પ્રકાશ એટલો જ થઈ જાય છે. એ રીતે જીવદ્રવ્ય પણ સંકોચ વિકાસશીલ છે. જ્યારે તે જેટલો નાનું કે મોટું શરીર ધારણ કરે છે, એની જ અનુસાર એના પરિમાણમાં સંકોચ કે વિસ્તાર થઈ જાય છે.’
સંકોચ-વિસ્તારની આ મર્યાદા કાર્પણ-શરીર પર આશ્રિત છે. કાર્યણ-શરીર અંગુલાસંખ્યાત ભાગથી નાનું થઈ જ શકતું નથી, તેથી જીવનો સંકોચ પણ ત્યાં સુધી સીમિત રહે છે.
વિકાસની મર્યાદા લોકાકાશ સુધી માનવામાં આવી છે. વધુમાં વધુ વિકાસ દશામાં જીવનો એક પ્રદેશ આકાશના એક પ્રદેશને વ્યાપ્ત કરી શકે છે, તેથી લોકાકાશના બહારના ભાગને
અજીવ તત્ત્વ જડ દ્રવ્ય
૪૩૧
-
Page #449
--------------------------------------------------------------------------
________________
વ્યાપ્ત નથી કરી શકતા. બીજું કારણ એ છે કે લોકાકાશના બહાર ધર્માસ્તિકાય નથી, તેથી જીવના પ્રદેશોની લોકાકાશથી બહાર ગતિ નથી હોઈ તથઈ) શકતી.”
એક પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે - “અસંખ્યાત પ્રદેશવાળા લોકાકાશમાં શરીરધારી અનંત જીવ કેવી રીતે સમાઈ શકે છે ?” આનો જવાબ એ છે કે - સૂક્ષ્મ ભાવથી પરિણત હોવાથી નિગોદ શરીરથી વ્યાપ્ત એક જ આકાશ ક્ષેત્રમાં સાધારણ શરીર અનંત જીવ એક સાથે રહે છે અને મનુષ્ય વગેરેના એક દારિક શરીરના અંદર અને ઉપર અનેક સમૂર્ણિમ જીવોની સ્થિતિ જોવામાં આવે છે. તેથી લોકાકાશમાં અનંતાનંત જીવોનો સમાવેશ અસંગત નથી.”
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ગુણની અપેક્ષાથી આકાશાસ્તિકાયના પાંચ ભેદ છે. દ્રવ્યથી આકાશ એક ભાગ છે, ક્ષેત્રથી તે લોક-અલોકમાં સર્વત્ર વ્યાપ્ત છે, કાળથી આદિ અંતરહિત છે, ભાવથી રૂપ-રસ-ગંધ-સ્પર્શ-રહિત છે અને ગુણથી અવગાહના સ્વભાવવાળો છે અર્થાત્ અન્ય બધાં દ્રવ્યોને અવકાશ આપે છે. પુગલાસ્તિકાય :
આ એકમાત્ર રૂપી અજીવ છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ - તે રૂપી પુગલના ગુણ છે. એક પરમાણુમાં એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે સ્પર્શ જોવા મળે છે. ક્રિપ્રદેશી કધ(યણુક)માં બે વર્ણ, બે રસ, બે ગંધ અને ચાર સ્પર્શ જોવા મળે છે. જ્યારે ત્રણ આદિ પરમાણુઓનો સંયોગ થાય છે અને એમનો સ્કન્ધ બને છે, તો એમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાન થાય છે.
પુદ્ગલ દ્રવ્યનો નાનામાં નાનો સૂક્ષ્મતમ અંશ જેનો પછી વિભાગ ન થઈ શકે, પરમાણુ કહેવાય છે. બે પરમાણુઓના મળવાથી ઢિપ્રદેશી સ્કન્ધ, કયણુક, ત્રણ પરમાણુઓના મળવાથી ત્રિપ્રદેશી સ્કલ્પચુણક યાવતું સંખ્યા પરમાણુઓના મળવાથી સંખ્યાત્ પ્રદેશી સ્કન્ધ અસંખ્યાત પરમાણુઓના મળવાથી અસંખ્યાત પ્રદેશી સ્કન્ધ અને અનંત પરમાણુઓના મળવાથી અનંતપ્રદેશી સ્કન્ધ બને છે. આ સ્કોમાં ભેદ હોવાથી ન્યૂનતા હોય છે અને સંયોગ હોવાથી વૃદ્ધિ થાય છે. આ રીતે પુદ્ગલોમાં ભેદ અને સંઘાત થતા રહે છે.
આ રીતે પુગલ દ્રવ્યના સ્કન્ધ અન્ય ચાર દ્રવ્યોની જેમ નિયતરૂપ નથી કારણ કે કોઈ પુગલ સ્કધુ સંખ્યાત પ્રદેશોનો હોય છે, કોઈ અસંખ્યાતુ પ્રદેશોનો, કોઈ અનંત પ્રદેશોનો અને કોઈ અનંતાનંત પ્રદેશોનો હોય છે.
પુદ્ગલ તથા અન્ય દ્રવ્યોમાં અંતર એ છે કે પુગલના પ્રદેશ પોતાના સ્કલ્પથી અલગ થઈ શકે છે પણ અન્ય ચાર દ્રવ્યોના પ્રદેશ પોત-પોતાના સ્કધથી અલગ નથી થઈ શકતા, કારણ કે પુદ્ગલના સિવાય અન્ય દ્રવ્ય અમૂર્ત છે અને અમૂર્તનો સ્વભાવ ખંડિત ન હોવો છે. પુદ્ગલ દ્રવ્ય મૂર્તિ છે. મૂર્તિના ખંડ (ભાગ) થઈ શકે છે. સંશ્લેષના દ્વારા મળવાની અને વિશ્લેષના દ્વારા અલગ થવાની શક્તિ મૂર્ત દ્રવ્યમાં હોય છે. આ જ અંતરના કારણે સ્કલ્પના નાના-મોટા બધા અંશોને અવયવ કહે છે. અવયવ અર્થાત્ અલગ થનારો અંશ. (૪૩૨) OOOOOOOOOOD છે જિણધમો)
Page #450
--------------------------------------------------------------------------
________________
પરમાણુ :
પરમાણુ પણ પુગલ હોવાથી મૂર્તિ છે, પરંતુ એનો વિભાગ નથી થતો (હોતો). કારણ કે તે આકાશના પ્રદેશની જેમ પુગલનો નાનામાં નાનો અંશ છે. પરમાણુનું પરિમાણ બધાથી નાનું છે, તેથી તે અવિભાજ્ય અંશ છે.
પરમાણુના ખંડ કે અંશ ન હોવાની વાત દ્રવ્યની અપેક્ષાથી કહેવામાં આવી છે, પર્યાય રૂપથી નહિ. પર્યાય રૂપમાં તો એના પણ અંશોની કલ્પના કરી છે, કારણ કે એક જ પરમાણુમાં વર્ણ, ગંધ, રસ વગેરે અનેક પર્યાય છે અને તે બધા એ દ્રવ્યના ભાવરૂપ અંશ છે, તેથી એક પરમાણુના પણ અનેક ભાવ પરમાણુ માનવામાં આવે છે.
પ્રશ્ન થઈ શકે છે કે - “ધર્માસ્તિકાય વગેરેના પ્રદેશોમાં અને પુદ્ગલાસ્તિકાયના પરમાણુમાં શું અંતર છે ?” એનો જવાબ એ છે - “પરિમાણની દૃષ્ટિથી કોઈ અંતર નથી. જેટલા ક્ષેત્રમાં પરમાણુ રહી શકે છે, તેને પ્રદેશ કહે છે. પરમાણુ અવિભાજ્ય અંશ હોવાથી એના સમાવવા યોગ્ય ક્ષેત્ર પણ અવિભાજ્ય જ હશે. પરિમાણની દૃષ્ટિથી સમાન હોવા છતાંય એમાં અંતર એ છે કે પરમાણુ પોતાના અંશીભૂત સ્કન્ધથી અલગ થઈ શકે છે, પરંતુ પ્રદેશ પોતાના સ્કન્ધથી અલગ નથી થઈ શકતો. પરમાણુ નિત્ય હોય છે, તે સત્ છે, ક્યારેય અસત્ નથી હોતો. પરમાણુ ભલે ક્યારેક પરમાણુ રૂપમાં રહે કે સ્કન્ધ રૂપમાં પરિણત થઈ જાય, પણ એનો સર્વથા વિનાશ નથી થતો. અનાદિકાળથી જેટલા પરમાણુ છે એટલા જ અનંતકાળ સુધી રહેશે.”
આગમ'માં પરમાણુનું સ્વરૂપ આ રીતે પ્રતિપાદિત છે -
से किं तं परमाणु ? परमाणु दुविहे पण्णत्ते, तं जहा-सुहुमे अववहारिए अ । तत्थ णं जे से सुहुमे से ठप्पे । ____ तत्थणं जे से ववहारिए से णं अणंताणताणं सुहुमपोग्गलाणं समुदयसमिति समागमेणं ववहारिए परमाणु पोग्गले निप्फज्जह । से णं भंते ? अरिधारं वा खुरधारं वा ओगाहेज्जा ? हंता, ओगाहेज्जा । से णं तत्थ छिज्जेज्ज वा भिज्जेज्जवा ? नो इमढे नो खलु तत्थ सत्थं कमइ ।
से णं भंते ! अगणिकायस्स मज्झं मज्झेण बीइवएज्जा ? हंता, वीएवएज्जा । से णं भंते तत्थ उहेज्जा ? नो इणठे, समठे, नो खलु तत्थ सत्थं कमइ ।
से णं भंते ! पुक्खर संवट्टगस्स भज्झं मज्झेण वीइवएज्जा ? हंता, वीइवएज्जा ! से णं भंते तत्थ उहेज्जा ? नो इणढे, नो तत्थ, सत्थं कमई ।
से णं भंते ! पुक्खर संवट्टगस्स महामेहस्स म झंमज्झेण वीइवएज्जा ? हंता वीइवएज्जा । से णं तत्थ उदउल्लेसिया ? नो इणढे समढे, नो खलु तत्थ सत्थं कमइ । ____से णं भंते ! गंगाए महाणईए पडिसोयं हव्वमागच्छेज्जा ? हंता हव्वमागच्छेज्जा । से णं तत्थ विणिघायमावज्जेज्जा ? नो इणद्वे समढे, नो खलु तत्थ सत्थं कमइ ।
[ અજીવ તત્વ - જડ દ્રવ્યો
છે
છે
તે છે
(૪૩૩]
Page #451
--------------------------------------------------------------------------
________________
से णं भंते ! उद्गावत्तं वा उद्गबिंदु वा ओगाहेज्जा ? हंता ओगाहेज्जा । से णं तत्थ कुच्छेज्ज वा परियावज्जेज्जवा ? नो इणद्वे समढे, नो खलु तत्थ सत्थं कमइ ।
सत्थेण सुतिक्खेण, वि छित्तुं भेत्तुं च जं । किर न सक्का तं परमाणुं सिद्धा वयंति ।
- ભગવતી, શતક-૧૬, ઉ.-૮ પ્રશ્ન : પરમાણુ કોને કહે છે ?
જવાબ : પરમાણુ બે પ્રકારના છે - સૂક્ષ્મ અને વ્યાવહારિક, સૂક્ષ્મ પરમાણુ સ્થાપ્ય (ઠપ્પ) છે અર્થાત્ વ્યાખ્યાની અયોગ્ય છે. અનંતાનંત સૂક્ષ્મ પરમાણુઓના સમુદાયોના સમ્મિલનથી એક વ્યાવહારિક પરમાણુ થાય છે. પ્રશ્ન : હે ભગવાન ! શું તે વ્યાવહારિક પરમાણુ તલવારની ધાર કે છરા(અસ્ત્રા)ની ધાર
પર સ્થિત રહી શકે છે ? જવાબ : હા, સ્થિત રહી શકે છે. પ્રશ્ન : શું તે એનાથી કપાઈ શકે છે, છિન્ન-ભિન્ન થઈ શકે છે?
જવાબ : ના, એવું નથી થઈ શકતું. એના ઉપર કોઈ શસ્ત્ર નથી ચાલી શકતું અર્થાત્ એના પર કોઈ શસ્ત્રનો કોઈ પ્રભાવ પડી શકતો નથી. પ્રશ્ન : શું તે વ્યાવહારિક પરમાણુ અગ્નિની વચ્ચેથી નીકળી શકે છે?
જવાબ : હા, નીકળી શકે છે. પ્રશ્ન : શું તે અગ્નિ દ્વારા સળગાવી શકાય છે ?
જવાબ : ના, અગ્નિ એને નથી સળગાવી શકતી. તેના પર કોઈ શસ્ત્રનો પ્રભાવ નથી પડતો. પ્રશ્ન : ભગવાન ! શું તે વ્યાવહારિક પરમાણુ પુષ્કર સંવર્તક મહામેઘની વચ્ચે થઈને
નીકળી શકે છે ? જવાબ : હા, નીકળી શકે છે. પ્રશ્ન : શું છે એ મહામેઘના પાણીથી આÁ થઈ શકે છે ?
જવાબ ઃ ના, એ શક્ય નથી, તેના પર કોઈ શસ્ત્ર ચાલતું નથી. પ્રશ્ન : ભગવાન ! શું તે ગંગા મહાનદીના પ્રતિકૂળ પ્રવાહમાં થઈને બહાર નીકળી
શકે છે ? જવાબ હા, બહાર નીકળી શકે છે. પ્રશ્ન : શું તે એનાથી પ્રતિઘાતને પ્રાપ્ત કરે છે?
જવાબ : ના, તે પ્રતિઘાતને પ્રાપ્ત નથી કરતો. તેના પર શસ્ત્રનો પ્રભાવ નથી પડતો. (૪૩૪) 000 000 000 000 જિણધામો)
Page #452
--------------------------------------------------------------------------
________________
પ્રશ્ન : શું તે પરમાણુ જલબિંદુઓમાં પેસી શકે છે?
જવાબ : હા, પેસી શકે છે. પ્રશ્ન : શું તે એનાથી સડન-ગલન પ્રાપ્ત કરે છે ?
જવાબ : ના, એવું નથી થતું. તેના પર કોઈ શસ્ત્રનો કોઈ પ્રભાવ નથી પડતો.
જે તીક્ષ્ણથી તીક્ષ્ણ શસ્ત્રથી પણ છેદન-ભેદનને પ્રાપ્ત નથી થતો, તેને કેવળજ્ઞાનીઓએ વ્યાવહારિક પરમાણુ કહ્યો છે. પરમાણુના સ્વરૂપને નીચેના શ્લોકમાં સુસ્પષ્ટ કરવામાં આવ્યું છે .
कारणमेव तदन्त्यं, सूक्ष्मो नित्यश्च भवति परमाणु ।
एक रस वर्ण गन्धो, द्विस्पर्शः कार्यलिंगश्च ॥ અર્થાત્ : પરમાણુ યણુક ચણક વગેરે સ્કન્ધોના કારણે હોય છે, પરંતુ એનું કોઈ કારણ નથી હોતું. તે સૂક્ષ્મ અને નિત્ય હોય છે, એના દ્વારા નિષ્પન્ન કાર્યોથી એની ઓળખ થાય છે. એમાં એક રસ, એક વર્ણ, એક ગંધ અને બે સ્પર્શ જોવા મળે છે. અભવ્યરાશિથી અનંત ગુણ વધુ અને સિદ્ધ રાશિથી અનંતમાં ભાગ ઓછા પરમાણુઓનો જે સ્કન્ધ બને છે, એ જ જીવ દ્વારા ગ્રહણ કરવા યોગ્ય હોય છે.
એવા અનંત પુદ્ગલ સ્કન્ધોથી કર્મ-વર્ગણા બને છે અને અનંત કર્મ-વર્ગણાઓથી કર્મ પ્રકૃતિ બને છે. આ રીતે જેટલા પુલ આત્મસંયોગી છે, તે મિશ્રણા” પુદ્ગલ કહેવાય છે. આત્માથી સંબદ્ધ હોવા છતાંય જે પુદ્ગલ અલગ થઈ ગયા છે, તે પ્રયોગ-સા પુદ્ગલ કહેવાય છે અને જે પુગલોનો આત્મા સાથે સંબંધ નથી થયો તે વિસ્ત્રસા પુદ્ગલ કહેવાય છે. એ ત્રણેય પ્રકારના પુગલ દ્વિપ્રદેશી આદિ સ્કધ અને પરમાણુ સંપૂર્ણ લોકમાં અનંતાનંત છે. તેથી પુગલોના ભેદ પણ અનંતાનંત છે. પુદ્ગલોનું કાર્ય - પુલોના વિવિધ પરિણમન હોય છે, તેથી એમનાં કાર્ય પણ અનેક પ્રકારનાં છે. એમાંથી કેટલાકનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. “તત્ત્વાર્થ સૂત્ર'માં પુગલોના કાર્ય આ પ્રમાણે બતાવવામાં આવ્યાં છે - 'शरीर वांगमनः प्राणापानाः पुद्गलानाम् ।'
वितमरणोपग्रहाश्च' ..
- તત્ત્વાર્થ સૂત્ર, અ-૫, સૂ-૧૯-૨૦ શરીર, વાણી, મન, નિશ્વાસ-ઉચ્છવાસ એ પુગલોનો ઉપકાર છે. સુખ-દુઃખ, જીવન અને મરણ પણ પુદ્ગલોના ઉપકાર છે.
શરીર : પુદ્ગલોના જીવો પર વિવિધ પ્રકારના અનુગ્રહ-નિગ્રહ થાય છે. ઔદારિક વગેરે બધાં શરીર પૌગલિક જ છે. કાર્પણ-શરીર અતીન્દ્રિય છે, પરંતુ તે ઔદારિક વગેરે Kઅજીવ તત્વ - જડ દ્રવ્યો
છેજે
ર૪૩૫)
Page #453
--------------------------------------------------------------------------
________________
મૂર્ત દ્રવ્યના સંબંધથી સુખ-દુઃખ વગેરે વિપાક આપે છે, જેમ કે જળ વગેરેના સંબંધથી ધાન. તેથી કાર્પણ-શરીર પણ પૌદ્ગલિક જ છે.
ભાષા: ભાષા બે પ્રકારની છે - ભાવભાષા અને દ્રવ્યભાષા. ભાવભાષા તો વીર્યાન્તરાય, મતિજ્ઞાનાવરણ અને શ્રુતજ્ઞાનાવરણના ક્ષયોપશમથી તથા અંગોપાંગ નામકર્મના ઉદયથી પ્રાપ્ત થનારી એક વિશિષ્ટ શક્તિ છે, જે પુદ્ગલ સાપેક્ષ હોવાથી પૌદ્ગલિક છે.*
એવા શક્તિમાન આત્માથી પ્રેરિત થઈને વચન રૂપથી પરિણત થનારા ભાષા-વર્ગણાના સ્કન્ધ જ દ્રવ્ય ભાષા છે. આ રીતે ભાષા પુગલોનું કાર્ય છે. | મન : લબ્ધિ તથા ઉપયોગ રૂ૫ ભાવમન પુલાવલંબી હોવાથી પૌગલિક છે.** જ્ઞાનાવરણ તથા વીતંત્તરાયના ક્ષયોપશમથી અને અંગોપાંગ નામકર્મના ઉદયથી મનોવર્ગણાના જે સ્કન્ધ ગુણ-દોષ વિવેચન, સ્મરણ વગેરે કાર્યાભિમુખ આત્માના અનુગ્રાહક-સામર્થ્યના ઉત્તેજક હોય છે. તે દ્રવ્ય-મન છે.
પ્રાણાપાન : જીવ દ્વારા ઉદરથી બહાર નિકાળનાર (કાઢનાર) નિઃશ્વાસ વાયુ અને ઉદરના અંદર પહોંચાડનાર ઉચ્છવાસ વાયુ એ બંને પૌદ્ગલિક છે અને જીવનપ્રદ હોવાથી આત્માના ઉપકારક છે. ભાષા, મન, પ્રાણ, અપાન એમના વ્યાઘાત અને અભિભવ (મંદતા) જોવામાં આવે છે, તેથી એ શરીરની જેમ પૌગલિક છે.
સુખ-દુઃખ ઃ જીવનું પ્રતિરૂપ પરિણામ સુખ છે, જે સાતવેદનીય કર્મ રૂપ અંતરંગ કારણ અને દ્રવ્ય, ક્ષેત્ર વગેરે બાહ્ય કારણોથી ઉત્પન્ન થાય છે. પરિતાપ જ દુઃખ છે, જે અસતાવેદનીય કર્મ રૂપ અંતરંગ કારણ અને દ્રવ્ય, ક્ષેત્ર વગેરે બાહા નિમિત્તોથી ઉત્પન્ન થાય છે.
જીવન-મરણ આયુકર્મના ઉદયથી દેહધારી જીવના પ્રાણ અને અપાનનું ચાલતું રહેવું જીવન છે અને પ્રાણાપાનનો ઉચ્છેદ થઈ જવો મરણ છે. એ બધા સુખ-દુ:ખ જીવન-મરણ વગેરે પર્યાય જીવોમાં પુગલોના દ્વારા જ ઉત્પન્ન થાય છે, તેથી તે જીવોના પ્રત્યે પૌગલિક ઉપકાર કહેવામાં આવ્યા છે. એના સિવાય સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ , બંધ, સૂક્ષ્મત્વ, સ્થૂલત્વ, સંસ્થાન, મેદ, અંધકાર, છાયા, આતપ અને ઉદ્યોત પણ પૌગલિક કાર્ય છે.
જૈનદર્શન અનુસાર “પુદ્ગલ' શબ્દ જડ પદાર્થના અર્થમાં રૂઢ છે. બૌદ્ધદર્શન'માં પુગલ શબ્દ જીવના અર્થમાં પ્રયુક્ત થયો છે. જૈન દર્શનમાં એવો નથી. જૈનદર્શન અનુસાર પ્રત્યેક મૂર્ત વસ્તુ સમાન રૂપથી રૂપ, ગંધ, રસ, સ્પર્શ યુકત છે. વૈશેષિક વગેરે દર્શનોમાં પૃથ્વીને
* અહીં ભાવ ભાષાને પૌલિક કહ્યો છે તે પ્રાયોગિક પુદ્ગલોના પ્રાધાન્યની અપેક્ષાથી સમજવો જોઈએ. બીજી અપેક્ષાથી મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, વિર્યાન્તરાય કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થનારી શક્તિ ક્ષાયોપથમિક ભાવના અંતર્ગત હોવાથી જીવને સ્વતત્ત્વ સમજવો જોઈએ. જેમ કે “તત્ત્વાર્થ સૂત્ર'માં કહ્યું છે - “પક્ષિયો માવો ઉમગ્ર નવી વસ્તિત્ત્વમયિક પરિપામિ ૨ ” ઔપશામિક ક્ષાયિક, ક્ષાયોપથમિક, ઔદયિક અને પારિણામિક એ પાંચ ભાવ જીવના સ્વતત્ત્વ છે.
* અહીં પણ ભાષાની જેમ સમજવું જોઈએ. (૪૩૬) જ જીવન છે જિણધમો)
Page #454
--------------------------------------------------------------------------
________________
ચતુર્ગુણ, જળને ગંધરહિત ત્રિગુણ, તેજને ગંધ-રસ સહિત દ્વિગુણ અને વાયુને માત્ર સ્પર્શ ગુણયુક્ત માનવામાં આવ્યો છે. મનને પણ એમણે સ્પર્શ વગેરે ચારેય ગુણયુક્ત નથી માન્યું.
એમનો નિષેધ કરતાં જૈનદર્શન' કહે છે કે - “જેટલી પણ મૂર્તિ વસ્તુઓ છે તે બધા સ્પર્શ, રસ, ગંધ વર્ણવાળી છે. મન પણ પુદ્ગલમય હોવાથી સ્પર્શ વગેરે ગુણવાળું છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શના ક્રમશઃ પાંચ, બે, પાંચ અને આઠ ભેદ છે, જેમનું વર્ણન પહેલાં કરવામાં આવ્યું છે. ઉક્ત વીસ ભેદોમાં પણ પ્રત્યેકના સંખ્યાતુ, અસંખ્યાત્ અને અનંત ભેદ તરતમ ભાવથી થાય છે. જેમ કે મૃદુત્વ એક ગુણ છે, પણ પ્રત્યેક વસ્તુની મૃદુતામાં કંઈક ને કંઈક તરતમતા હોય છે. આ તારતમ્યના કારણે એના સંખ્યાત, અસંખ્યાત્ અને અનંત ભેદ થઈ જાય છે.
શબ્દ : જૈનદર્શને શબ્દને ભાષા-વર્ગણાના પુદ્ગલોનો એક વિશિષ્ટ પ્રકારનું પરિણામ માન્યું છે. વૈશેષિક તૈયાયિક વગેરે દર્શનોએ શબ્દને આકાશનો ગુણ માન્યો છે. આકાશ અમૂર્ત છે, માટે એનો ગુણ પણ અમૂર્ત હોવો જોઈએ, પરંતુ શબ્દ તો પૌગલિક છે, તે આકાશનો ગુણ કેવી રીતે થઈ શકે છે ? શબ્દની પૌગલિકતા આજ વિજ્ઞાન દ્વારા સિદ્ધ થઈ (હોઈ ચૂક્યું છે, કારણ કે વિશિષ્ટ યંત્રો દ્વારા શબ્દને પકડી લેવામાં આવે છે. શબ્દને પૌગલિક માન્યા વગર તે સંભવ નથી. શબ્દની અતિ તીવ્રતાના કારણે કર્મેન્દ્રિયનો ઉપઘાત પણ જોવા મળે છે, જે શબ્દની પૌગલિકતાને સિદ્ધ કરે છે. પૌગલિક શબ્દના નિમિત્ત ભેદથી અનેક ભેદ થઈ જાય છે. જે શબ્દ આત્માના પ્રયત્નથી ઉત્પન્ન થાય છે, તે પ્રયોગ જ છે અને જે પ્રયત્નના વગર જ ઉત્પન્ન થાય છે, તે વૈઋાસિક છે. જેમ મેઘની ગર્જના વગેરે. પ્રયોગ જ શબ્દના છ પ્રકાર છે - (૧) ભાષા : મનુષ્ય વગેરેની વ્યક્તિ અને પશુ-પક્ષીઓની અવ્યક્ત એવી અનેકવિધ ભાષાઓ છે. (૨) તલ : ચામડાથી લપટેલી (વીંટાળેલી) વાદ્યોના શબ્દો, જેમ કે ઢોલ, મૃદંગનો શબ્દ. (૩) વિતત : તારવાળા વિણા, સારંગી વગેરે વાદ્યોના શબ્દ. (૪) ઘન : ઝાલર, ઘંટ વગેરેનો શબ્દ. (૫) શુષિર : ફંકીને વગાડવામાં આવતા શંખ વગેરેના શબ્દ. (૬) સંઘર્ષ : ઘર્ષણથી ઉત્પન્ન શબ્દ જેમ કે લાકડી વગેરેના ઘર્ષણના શબ્દ.
બંધ : પુદ્ગલોના પારસ્પરિક સંબંધને બંધ કહે છે. તે બંધ બે પ્રકારના હોય છે – પ્રાયોગિક બંધ અને વૈસિક બંધ. જીવ અને શરીરના સંબંધ તથા લાખ અને લાકડીના સંબંધ પ્રયત્ન સાપેક્ષ હોવાથી પ્રાયોગિક બંધ છે. વીજળી, વરસાદ, ઇન્દ્રધનુષ વગેરેના પૌલિક સંશ્લેષ પ્રયત્ન નિરપેક્ષ હોવાથી વૈસ્ત્રસિક બંધ છે. પુદ્ગલોમાં જોવા મળતા સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વના કારણે બંધ થાય છે. આ જ બંધથી દ્રયણુક વગેરે સ્કન્ધ બને છે.
સ્નિગ્ધ અને રૂક્ષ અવયવોના બંધ બે પ્રકારના છે - સદેશ અને વિદેશ. સ્નિગ્ધનો સ્નિગ્ધના સાથે અને રૂક્ષનો રૂક્ષની સાથે બંધ હોવો સદેશ બંધ છે અને સ્નિગ્ધનો રૂક્ષ સાથે સંબંધ હોવો વિસદેશ બંધ છે.
બંધના કેટલાક વિશેષ નિયમ અને અપવાદ છે. જઘન્ય અંશવાળા સ્નિગ્ધ અને રૂક્ષ અવયવોના બંધ નથી હોતા. સમાન અંશ હોવાથી સ્નિગ્ધનો સ્નિગ્ધના સાથે અને રૂક્ષના [ અજીવ તત્ત્વ - જડ દ્રવ્યો
છે અને ૪૩૦)
Page #455
--------------------------------------------------------------------------
________________
સાથે રૂક્ષનો બંધ નથી હોતો. બે અંશ વધુ વાળા આદિ અવયવોનો બંધ થાય છે. બંધની ગુણાત્મકતા વિશે શ્વેતાબંર અને દિગંબર પરંપરામાં થોડો મતભેદ છે. ‘તત્ત્વાર્થ સૂત્ર’ની વ્યાખ્યામાં આને આ રીતે સ્પષ્ટ કરવામાં આવ્યો છે.
(૧) ભાષ્ય અને વૃત્તિ અનુસાર બંને પરમાણુ જ્યારે જઘન્ય ગુણવાળા હોય, ત્યારે જ એમનો બંધ નિષિદ્ધ છે; અર્થાત્ એક પરમાણુ જઘન્ય ગુણ હોય અને બીજા જઘન્ય ગુણ ન હોય તો ભાષ્ય તથા વૃત્તિ અનુસાર એમનો બંધ થાય છે. પરંતુ સર્વાર્થસિદ્ધ વગેરે બધા દિગંબર વ્યાખ્યાઓ અનુસાર જઘન્ય ગુણયુક્ત બે પરમાણુઓના પારસ્પરિક બંધની જેમ એક જઘન્ય ગુણ પરમાણુના બીજા અજઘન્ય ગુણ પરમાણુના સાથે પણ બંધ નથી હોતો. (થતો.)
(૨) ભાષ્ય અને વૃત્તિ અનુસાર પાંત્રીસમા સૂત્રમાં આદિપદના ત્રણ આદિ સંખ્યા અર્થ લેવામાં આવે છે, તેથી એમાં કોઈ એક અવયવથી બીજા અવયવમાં સ્નિગ્ધત્વ કે રૂક્ષત્વના અંશ, બે, ત્રણ, ચાર યાવત્ સંખ્યાત્, અસંખ્યાત્ અનંત અંશ વધુ હોવા છતાંય બંધ માનવામાં આવે છે, માત્ર એક અંશ વધુ હોવાથી બંધ નથી માનવામાં આવતા. પરંતુ બધી દિગંબર વ્યાખ્યાઓ અનુસાર માત્ર બે અંશ વધુ હોવાથી જ બંધ માનવામાં આવે છે; અર્થાત્ એક અંશની જેમ ત્રણ, ચાર, યાવત્ સંખ્યાત્ અસંખ્યાત્ અનંત અંશ વધુ હોવાથી બંધ નથી માનવામાં આવતા.
(૩) પાંત્રીસમા સૂત્રમાં ભાષ્ય અને વૃત્તિ અનુસાર બે, ત્રણ આદિ અંશો વધુ હોવાથી જે બંધનું વિધાન છે તે સદેશ અવયવોમાં જ લાગુ પડે છે, પરંતુ દિગંબર વ્યાખ્યાતાઓમાં તે વિધાન સદેશની જેમ અસદેશ પરમાણુઓના બંધમાં પણ લાગુ પડે છે.
આ સંદર્ભમાં અર્થ-ભેદના કારણે બંને પરંપરાઓમાં જે બંધ વિષયક વિધિ-નિષેધ ફલિત થાય છે, તે આગળનાં કોષ્ઠકોમાં આપવામાં આવેલ છે.
ભાષ્ય-નૃત્યનુસારી કોષ્ઠક
ક્રમ સં.
૪૩.
૧
૨
૩
૪
૫
૬
૭
८
ગુણ-અંશ
જઘન્ય + જઘન્ય જઘન્ય + એકાધિક
જઘન્ય + હ્રયાધિક
જઘન્ય + ત્ર્યાદિ અધિક
જઘન્યેતર + સમ જઘન્યેતર
જઘન્યેતર + એકાધિક જઘન્યેતર
જઘન્યેતર + દ્વયાધિક જઘન્યેતર
જઘન્યેતર + વ્યાદિ અધિક જઘન્યેતર
સંદેશ
નથી
નથી
છે
છે
નથી
નથી
છે
છે
વિસદેશ
નથી
છે
Ð Ð Ð
જિણધમ્મો
Page #456
--------------------------------------------------------------------------
________________
૦ |
નથી
૦
નથી
નથી
નથી.
૧
૧
સર્વાર્થસિદ્ધિ વગેરે અનુસાર કોષ્ઠક ક્રમ સં. ગુણ-અંશ
સદશ - વિદેશ જઘન્ય + જઘન્ય
નથી જઘન્ય + એકાધિક
નથી
નથી જઘન્ય + દ્વયાધિક જઘન્ય + ચાદિ અધિક
નથી
નથી. જઘન્યતર + સમ જઘન્યતર નથી જઘન્યતર + એકાધિક જઘન્યતર નથી નથી જઘન્યતર + દ્વયાધિક જઘન્યતર છે જઘન્યતર + ચાદિ અધિક જઘન્યતર નથી
નથી. સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વ બંને સ્પર્શ-વિશેષ છે. એ પરિણમનની તરતમતાના કારણે અનેક પ્રકારના હોય છે. તરતમતા ત્યાં સુધી હોય છે કે નિકૃષ્ટ સ્નિગ્ધત્વ અને નિકૃષ્ટ રૂક્ષત્વ તથા ઉત્કૃષ્ટ-સ્નિગ્ધત્વ અને ઉત્કૃષ્ટ-રૂક્ષત્વની વચ્ચે અનંતાનંત અંશોનું અંતર રહે છે. જેમ કે બકરી અને સાંઢણીના દૂધના સ્નિગ્ધત્વમાં અંતર રહે છે. બધાથી નિકૃષ્ટ અંશને જઘન્ય કહે છે. બધાથી વધુ અંશને ઉત્કૃષ્ટ કહે છે, બાકી બધા મધ્યમ અંશ છે. પ્રશ્ન થાય છે કે – “સદેશવિદેશ બંધ હોવાથી કોણ કોને પોતાના રૂપમાં પરિણત કરે છે.” આનો જવાબ આપવામાં આવ્યો છે કે - “સમાંશ સ્થળમાં સદેશ બંધ તો હોતો જ નથી, વિદેશ બંધ હોય છે. એવા સ્થળમાં કોઈ એક સમ બીજા સમને પોતાના રૂપમાં પરિણત કરી લે છે. અર્થાતુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અનુસાર ક્યારેક સ્નિગ્ધત્વ રૂક્ષત્વને સ્નિગ્ધત્વમાં બદલી દે છે અને ક્યારેક રૂક્ષત્વ સ્નિગ્ધત્વને રૂક્ષત્વમાં પરિણત કરી દે છે, પરંતુ લગભગ સ્થળમાં અધિકાંશ જ હીનાંશને પોતાના રૂપમાં બદલી દે છે. જેમ કે પાંચ અંશ સ્નિગ્ધત્વ ત્રણ અંશ રૂક્ષત્વને સ્નિગ્ધત્વમાં બદલી દે છે. રૂક્ષત્વ વધુ હોય તો તે સ્નિગ્ધત્વને રૂક્ષત્વમાં બદલી દે છે.
સ્થૂળત્વ-સૂક્ષ્મત્વ ? એમના બે-બે ભેદ છે - (૧) અંત્ય અને (૨) આપેક્ષિક. જે સૂમત્વ કે સ્થૂલત્વ અપેક્ષા-ભેદથી ઘટિત ન થાય અંત્ય અને જે અપેક્ષા ભેદથી ઘટિત થાય આપેક્ષિક છે. પરમાણુઓના સૂક્ષ્મત્વ અને અચિત મહાઔધના ભૂલત્વ અંત્ય છે, કારણ કે પરમાણુઓથી વધુ સૂક્ષ્મ બીજું કોઈ નથી. અચિત મહાઔધથી સ્થૂલતર કોઈ નથી. તેથી એ બે અંત્ય છે. મધ્યવર્તી સ્કન્ધોમાં સૂક્ષ્મત્વ-સ્થૂલત્વ આપેક્ષિક છે, જેમ કે આંબળાનું સૂક્ષ્મત્વ બીજા બીલી આંબળાથી મોટું છે, તેથી સ્થૂલ છે. પરંતુ ત્યાં જ આંબળા બોરની અપેક્ષા પૂલ છે અને એ જ બીલીને સ્થૂલત્વ. આંબળા બીલીથી નાનું છે, તેથી સૂક્ષ્મ છે અને કૂષ્માંડની અપેક્ષાએ સૂક્ષ્મ છે.
આ રીતે જેમ આપેક્ષિક હોવાથી એક જ વસ્તુમાં સૂક્ષ્મત્વ તથા ભૂલત્વ બંને જોવા મળે છે, એમ તો અંત્ય સૂક્ષ્મત્વ અને સ્થૂલત્વ એક વસ્તુમાં નથી હોતા. દૂ અજીવ તત્ત્વ - જડ દ્રવ્યોનો છે . જે ૪૩૯)
Page #457
--------------------------------------------------------------------------
________________
સંસ્થાન સંસ્થાન બે રીતના છે - (૧) ઈત્યંત્વ અને (૨) અનિત્યંત્વ. જે આકારની કોઈની સાથે તુલના કરી શકાય તે ઇન્ધત્વ છે અને જેની તુલના ન કરી શકાય તે અનિત્યંત્વ છે. વરસાદ વગેરેનું સંસ્થાન અનિયંત્વ છે, કારણ કે અનિયતાકાર હોવાથી કોઈ એક પ્રકારથી એનું નિરૂપણ નથી કરી શકાતું. અન્ય પદાર્થોનું સંસ્થાન ઇત્યંત્વરૂપ છે. જેમ દડો, શિંગોડું વગેરે. ગોળ, ત્રિકોણ, ચતુષ્કોણ, દીર્ઘ, પરિમંડળ (વલયાકાર) વગેરે રૂપમાં ઇત્યંત રૂપ સંસ્થાનના અનેક ભેદ છે.
ભેદ : સ્કન્ધ રૂપમાં પરિણત પુગલપિંડના વિભાગ હોવા ભેદ છે. એના પાંચ પ્રકાર છે - (૧) આકરિક : ચીરવાથી કે ખોદવાથી થનારું લાકડી, પથ્થર વગેરેનું ભેદન. (૨) ચૌણિક કણ-કણ રૂપમાં ચૂર્ણ થઈ જવું, જેમ કે સન્તુ લોટ વગેરે. (૩) ખંડ: ટુકડાટુકડા થઈને તૂટી જવું, જેમ કે ઘડાના કપાલ (ઠીકરાં) વગેરે. (૪) પ્રતર : આવરણ કે રેસા કાઢવા. જેમ કે અભ્રક, ભોજપત્ર વગેરે. (૫) અનુતટ : છાલ કાઢવી, જેમ કે વાંસ, શંખ વગેરે.
તમ ઃ અંધકાર યુગલોનું કાર્ય છે. તે પ્રકાશનું અભાવાત્મક રૂપ નથી, પણ કૃષ્ણવર્ણ વગેરે વાળા પુગલોનું પિંડ છે. નૈયાયિક વગેરે દર્શન તમને પ્રકાશનો અભાવ માત્ર માને છે. એનું ખંડન આ વિધાન દ્વારા થાય છે.
છાયા : પ્રકાશ પર આવરણ આવી જવાથી છાયા થાય છે. તેના બે પ્રકાર છે - (૧) દર્પણ વગેરે સ્વચ્છ પદાર્થોમાં સ્પષ્ટ દેખાતું બિંબ અને (૨) અસ્વચ્છ વસ્તુઓ પર પડનારો પડછાયો પ્રતિબિંબ રૂપ છાયા છે. છાયા પણ પુગલોનું કાર્ય છે. પ્રકારનો અભાવમાત્ર નથી, જેમ કે નૈયાયિક વગેરે દર્શન માને છે.
આતપ-ઉધોત : સૂર્ય વગેરેનો ઉષ્ણ પ્રકાશ આતપ છે અને ચંદ્રમણિ ખદ્યોત વગેરેનો શીતળ પ્રકાશ ઉદ્યોત છે. સ્પર્શ વગેરે તથા શબ્દ વગેરે ઉપર્યુક્ત બધા પર્યાય પુદ્ગલનું કાર્ય હોવાથી પૌલિક છે. પુદ્ગલના મુખ્ય પ્રકાર :
સમસ્ત પુદ્ગલ રાશિનો બે ભાગમાં સમાવેશ થઈ જાય છે, તે છે પરમાણુ અને સ્કધ.
પરમાણુ કારણ રૂપ છે, કાર્યરૂપ નથી. તે અંત દ્રવ્ય છે - તે નિત્ય, સૂક્ષ્મ અને એક રસ, એક ગંધ, એક વર્ણ અને બે સ્પર્શથી યુક્ત હોય છે. તે અતીન્દ્રિય છે, અને એના કાર્યથી તેની ઓળખ થાય છે. પરમાણુનો કોઈ વિભાગ નથી થઈ શકતો, તેથી એનો આદિ, મધ્ય અને અંત તે સ્વયં જ હોય છે. પરમાણુ અબદ્ધ (અસમુદાય રૂ૫) હોય છે.
સ્કન્ધ : બીજા પ્રકારનું પુગલ-દ્રવ્ય સ્કન્ધ છે. બધા સ્કન્ધ બદ્ધ-સમુદાય રૂપ હોય છે અને તે પોતાના કારણ-દ્રવ્યની અપેક્ષાથી કાર્ય-દ્રવ્ય રૂપ અને કાર્ય-દ્રવ્યની અપેક્ષાથી કારણ-દ્રવ્ય રૂપ હોય છે. જેમ કે ઢિપ્રદેશ વગેરે (આદિ) સ્કન્ધ પરમાણુ વગેરે આદિનું કાર્ય છે અને ત્રિપ્રદેશ આદિના કારણે છે.
સ્કન્ધ-દ્રવ્યની ઉત્પત્તિ ત્રણ પ્રકારથી થાય છે - કોઈ સ્કન્ધ સંઘાત(એકત્વ-પરિણતિ)થી ઉત્પન્ન થાય છે. કોઈ ભેદથી અને કોઈ એક સાથે ભેદ સંઘાતથી. જ્યારે અલગ-અલગ સ્થિતિ (૪૪૦) જે
જિણધમો)
Page #458
--------------------------------------------------------------------------
________________
બે પરમાણુ મળે છે ત્યારે ક્રિપ્રદેશિક સ્કન્ધ થાય છે, આ સંઘાતજન્ય સ્કન્ધ છે. આ જ રીતે ત્રિપ્રદેશિક વાવતું અનંતાનંત પ્રાદેશિક સ્કન્ધ છે. સંઘાતજન્ય સ્કન્ધ છે. કોઈ મોટા સ્કલ્પના તૂટવાથી જે નાના-નાના અધ થાય છે, તે ભેદજન્ય છે. જ્યારે કોઈ એક સ્કલ્પના તૂટવાથી એના અવયવની સાથે એ જ સમયે બીજું કોઈ દ્રવ્ય મળી જવાથી નવું ઔધ બને છે. તે ભેદ સંઘાતજન્ય કહેવાય છે.
પુદ્ગલના પરિણામ વિવિધ છે, તેથી કોઈ પુદ્ગલ સ્કન્ધ અચાક્ષુષ (ચક્ષુથી અગ્રાહ્ય) થાય છે તો કોઈક ચાક્ષુષ, જે સ્કન્ધ પહેલા સૂક્ષ્મ હોવાથી અચાક્ષુષ થાય તે નિમિત્ત વશ સૂક્ષ્મત્વ પરિણામ છોડીને બાદર (ચૂલ) પરિણામવાળા બનવાથી ચાક્ષુષ થઈ શકે છે. તે કલ્પના ચાક્ષુષ બનવામાં ભેદ અને સંઘાત - બંને હેતુ અપેક્ષિત છે. માત્ર પરમાણુઓના સમુદાય માત્રથી કોઈ ઔધ ચાક્ષુષ નથી થઈ શકતા. તેના માટે પરિણામ ભેદ અપેક્ષિત હોય છે અર્થાત્ સૂક્ષ્મત્વ પર્યાયને છોડીને જ્યારે પૂલત્વ-પર્યાય રૂપ પરિણામ-ભેદ થાય છે અને પરમાણુઓની અનંત સંખ્યામાં સંઘાત થાય છે ત્યારે કોઈ સ્કન્ધ ચાક્ષુષ થાય છે. તેથી “તત્ત્વાર્થ સૂત્ર'માં કહ્યું છે -
મેરäયાતિથ્ય વાક્ષષા: '
- તત્ત્વાર્થ સૂત્ર, અ.૫, સૂત્ર-૨૮
(ફાળ-દ્રવ્ય) અરૂપી અજીવના ભેદોમાં કાળનો નિર્દેશ કરવામાં આવ્યો છે. કાળ-દ્રવ્યના કાર્યનો ઉલ્લેખ કરતાં કહ્યું છે - वर्तना परिणामः क्रिया परत्वापरत्वे च कालस्य ।
તત્વાર્થ સૂત્ર, અ-૫, સૂ-૨૨ વર્તના, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વ - એ કાળના ઉપકાર છે. પોત-પોતાના પર્યાયનો ઉત્પત્તિમાં સ્વયંમેવ પ્રવર્તમાન ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યોને નિમિત્ત રૂપથી પ્રેરણા કરવી વર્તના છે. સ્વરૂપનો પરિત્યાગ કર્યા વગર પૂર્વ-પર્યાયને છોડીને ઉત્તર-પર્યાયને ધારણ કરવું પરિણામ છે. જેમ કે કહ્યું છે -
તાવ: પરિપITE: - તત્ત્વાર્થ સૂત્ર, અપ, સૂ-૪૧ એવું પરિણામ જીવમાં જ્ઞાન વગેરે તથા ક્રોધાદિ રૂપ, પુદ્ગલમાં નીલ-પીત વગેરે રૂપ અને ધર્માસ્તિકાય વગેરે શેષ દ્રવ્યોમાં અગુરુલઘુ ગુણની હાનિ-વૃદ્ધિ રૂપ છે. ગતિ પરિસ્પદંને ક્રિયા કહેવામાં આવે છે. જયેષ્ઠત્વને પરત્વ અને કનિષ્ઠત્વને અપરત્વ કહેવામાં આવે છે.
જો કે વર્તના વગેરે કાર્ય યથાસંભવ ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યોના જ છે, છતાં કાળ એમનું નિમિત્ત કારણ હોવાથી એમને કાળના ઉપકારના રૂપમાં બતાવવામાં આવ્યા છે.
[કાળ-દ્રવ્યDOOOOOOOOOOOOOD(૪૧)
Page #459
--------------------------------------------------------------------------
________________
શું કાળ સ્વતંત્ર દ્રવ્ય છે:
કાળને સ્વતંત્ર દ્રવ્ય માનવા વિશે બધા આચાર્યો એકમત નથી. કોઈ આચાર્ય એને સ્વંતત્ર દ્રવ્ય માને છે અને કોઈ કહે છે કે – “કાળ સ્વતંત્ર દ્રવ્ય નથી, પણ જીવાજીવ વગેરે દ્રવ્યોની પર્યાયોનો પ્રવાહ જ કાળ છે.” આચાર્ય ઉમાસ્વાતિએ ‘તત્ત્વાર્થ સૂત્રમાં આ વાતને આ રીતે કહી છે -
“ોડનો સમયઃ' - તત્ત્વાર્થ સૂત્ર, અ-૫, સૂત્ર-૩૮/૩૯ અર્થાત્ કોઈ-કોઈ આચાર્ય કાળને દ્રવ્ય માને છે, તે અનંત સમયાત્મક છે. સૂત્રકારે એ સૂચિત કર્યું છે કે – “કાળના સ્વતંત્ર દ્રવ્યત્વ સર્વ સંમત નથી.” સ્વયં સૂત્રકારે કાળને અલગ દ્રવ્ય નથી કહ્યું અને ન એને સ્વતંત્ર દ્રવ્ય માનવાવાળાઓનું નિરાકરણ જ કર્યું છે. સૂત્રકારે અન્ય દ્રવ્યોના ઉપકારની સાથે-સાથે કાળના ઉપકારોનું વર્ણન કર્યું છે તથા એને અનંત સમયાત્મક કહ્યું છે. વર્તમાનકાલીન સમય-પર્યાય તો એક જ છે, પરંતુ અતીત-અનાગત સમયના પર્યાય અનંત થાય છે. માટે કાળને અનંત સમયવાળો કહ્યો છે.
વિદ્ધવર્ય પં. સુખલાલજીએ કાળના વિષયમાં પોતાના ચતુર્થ ‘કર્મગ્રંથ'ની આલોચનામાં જે પ્રકાશ ફેંક્યો છે, એના ઉપયોગી કેટલાક અંશ અહીં સાભાર ઉધૃત કરવામાં આવે છે - “કાળના વિષયમાં જૈન અને વૈદિક બંને દર્શનોમાં લગભગ હજાર વર્ષો પહેલાંથી બે પક્ષ ચાલ્યા આવે છે. શ્વેતાંબર ગ્રંથોમાં બંને પક્ષ વર્ણિત છે. દિગંબર ગ્રંથોમાં એક જ પક્ષ નજર આવે છે.
(૧) પહેલો પક્ષ કાળને સ્વતંત્ર દ્રવ્ય નથી માનતો. તે માને છે કે - “જીવ અને અજીવ દ્રવ્યનો પર્યાય-પ્રવાહ જ કાળ છે.” આ પક્ષ અનુસાર જીવાજીવ દ્રવ્યના પર્યાય-પરિણમન જ ઉપચારથી કાળ માનવામાં આવે છે. તેથી વસ્તુતઃ જીવ અને અજીવને જ કાળ-દ્રવ્ય સમજવું જોઈએ, તે એનાથી અલગ તત્ત્વ નથી. આ પક્ષ જીવાભિગમ વગેરે આગમોમાં છે.
(૨) બીજા પક્ષ કાળને સ્વતંત્ર દ્રવ્ય માન્યું છે. તે કહે છે કે - “જેમ જીવ-પુગલ વગેરે સ્વતંત્ર દ્રવ્ય છે, એમ જ કાળ પણ સ્વતંત્ર દ્રવ્ય છે.” તેથી આ પક્ષના અનુસાર કાળને જીવ વગેરેના પર્યાય પ્રવાહ રૂપ ન માનીને જીવ વગેરેથી અલગ તત્ત્વ સમજવું જોઈએ. આ પક્ષ ભગવતી વગેરે આગમોમાં છે.
આગમના પછીના ગ્રંથોમાં જેમ “તત્ત્વાર્થ સૂત્ર'માં વાચક ઉમાસ્વાતિએ, દ્વાáિશિકા'માં શ્રી સિદ્ધસેન દિવાકરે, “વિશેષાવશ્યક ભાષ્યમાં શ્રી જિનભદ્ર ગણિ ક્ષમા શ્રમણે, “ધર્મ સંગ્રહણી'માં શ્રી હરિભદ્ર સૂરિએ, “યોગશાસ્ત્રમાં શ્રી હેમચંદ્ર સૂરિએ, ‘દ્રવ્ય ગુણપર્યાયના રાસ'માં, ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ “લોક પ્રકાશમાં', શ્રી વિનય વિજયજીએ નયચક્ર સાર” તથા “આગમસારમાં, શ્રી દેવચંદ્રજીએ આગમ-ગત બંને પક્ષોનો ઉલ્લેખ કર્યો છે. દિગંબર પરંપરામાં માત્ર બીજા પક્ષનો સ્વીકાર છે, જે બધાથી પહેલાં
(૪૪૨) OOOOOOOOOOOOOX જિણધમો)
Page #460
--------------------------------------------------------------------------
________________
શ્રી કુંદકુંદાચાર્યના ગ્રંથોમાં મળે છે. એના પછી પૂજ્યપાદ સ્વામી ભટ્ટારક શ્રી અકલંક દેવ, વિદ્યાનંદ સ્વામી, નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી અને બનારસીદાસજી વગેરેએ પણ એ એક જ પક્ષનો ઉલ્લેખ કર્યો છે.
પ્રથમ પક્ષનું તાત્પર્ય : પહેલો પક્ષ કહે છે કે સમય, આવલિકા, મુહૂર્ત, દિવસરાત વગેરે જે વ્યવહાર કાળ સાધ્ય બતાવવામાં આવે છે કે નવીનતા-પુરાણતા, જ્યેષ્ઠતા, કનિષ્ઠતા વગેરે જે અવસ્થાઓ કાળ-સાધ્ય બતાવવામાં આવે છે, જે બધી ક્રિયાવિશેષ(પર્યાય વિશેષ)નો જ સંકેત છે. જેમ કે જીવ કે અજીવનો જે પર્યાય અવિભાજ્ય છે અર્થાત્ બુદ્ધિથી જેનો બીજો ભાગ નથી થઈ શકતો, એ આખરી અતિ સૂક્ષ્મ-પર્યાયને “સમય” કહે છે. એવા અસંખ્યાત પર્યાયોના પૂંજને “આવલિકા' કહે છે. અનેક આવલિકાઓને “મુહૂર્ત અને ત્રીસ મુહૂર્તને દિવસરાત' કહે છે. બે પર્યાયોમાંથી જે પહેલાં થયું હોય તે પુરાણ અને જે પાછળથી થયો હોય તે નવીન કહેવાય છે. બે જીવધારીઓમાંથી પાછળથી જન્મેલો હોય તે કનિષ્ઠ અને જે પહેલાં જન્મ્યા હોય તે જ્યેષ્ઠ કહેવાય છે. આ રીતે વિચાર કરવાથી એ જ જણાય છે કે સમય આવલિકા વગેરે બધા વ્યવહાર અને નવીનતા વગેરે બધી અવસ્થાઓ વિશેષ-વિશેષ પ્રકારના પર્યાયોના જ અર્થાતુ નિર્વિભાગ પર્યાય અને એમના નાના-નાના બુદ્ધિકલ્પિત સમૂહોનો જ સંકેત છે. પર્યાય, આ જીવ અજીવની ક્રિયા છે. જે કોઈ તત્ત્વાંતરની પ્રેરણા સિવાય જ થાય છે. અર્થાત્ જીવ-અજીવ બંને પોતપોતાના પર્યાય રૂપમાં તમે જ પરિણત થયા કરે છે. તેથી વસ્તુતઃ જીવ-અજીવના પર્યાય-પુંજને જ કાળ કહેવું જોઈએ. કાળ કોઈ સ્વતંત્ર દ્રવ્ય નથી.
દ્વિતીય પક્ષનું તાત્પર્ય : જે રીતે જીવ-પુદ્ગલમાં ગતિ સ્થિતિ કરવાનો સ્વભાવ હોવા છતાંય એ કાર્ય માટે નિમિત્ત-કારણ રૂપથી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય તત્ત્વ માનવામાં આવે છે, એ જ રીતે જીવ-અજીવમાં પર્યાય-પરિણમનનો સ્વભાવ હોવા છતાંય એના માટે નિમિત્ત-કારણ રૂપથી કાળ-દ્રવ્ય માનવું જોઈએ. જો નિમિત્ત-કારણ રૂપથી કાળ ન માનવામાં આવે તો ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય માનવામાં કોઈ યુક્તિ નથી.
બીજા પક્ષમાં મતભેદ : કાળને સ્વતંત્ર દ્રવ્ય માનનારાઓમાં પણ એના સ્વરૂપના વિષયમાં બે મત છે -
(૧) કાળ-દ્રવ્ય, મનુષ્ય ક્ષેત્રમાં - જ્યોતિષચક્રના ગતિક્ષેત્રમાં વર્તમાન છે. તે મનુષ્ય ક્ષેત્ર પ્રમાણ હોવા છતાંય સંપૂર્ણ લોકનાં પરિવર્તનોનું નિમિત્ત બને છે. કાળ પોતાનું કાર્ય જ્યોતિષ ચક્રની ગતિની મદદથી કરે છે. તેથી મનુષ્ય ક્ષેત્રથી બહાર કાળ-દ્રવ્ય ન માનીને એને મનુષ્ય ક્ષેત્ર પ્રમાણ જ માનવું યુક્ત છે. આ મત ધર્મસંગ્રહણી વગેરે શ્વેતાંબર ગ્રંથોમાં છે.
(૨) કાળ-દ્રવ્ય, મનુષ્ય ક્ષેત્ર માત્રવર્તી નથી પરંતુ લોકવ્યાપી છે. તે લોકવ્યાપી થઈને પણ ધર્માસ્તિકાયની જેમ સ્કન્ધ નથી, પણ અણુરૂપ છે. એના અણુઓની સંખ્યા લોકાકાશના પ્રદેશોના બરાબર છે. તે અણુ, ગતિહીન હોવાથી જ્યાંના ત્યાં લોકાકાશના પ્રત્યેક પ્રદેશ [ કાળ-દ્રવ્ય
જો ૪૪૩)
Page #461
--------------------------------------------------------------------------
________________
પર સ્થિર રહે છે. એમનો કોઈ સ્કધ નથી બનતો. આ કારણે એમાં તિર્યક-પ્રચય (સ્કધ) હોવાની શક્તિ નથી. તેથી કાળ-દ્રવ્યને અસ્તિકામાં નથી ગણ્યો. તિર્યક-પ્રચય ન હોવા છતાંય ઊર્ધ્વ-પ્રચય છે. એનાથી પ્રત્યેક કાલાણુમાં (કાળ અણુમાં) હંમેશાં પર્યાય થયા કરે છે. એ જ પર્યાય “સમય” કહેવાય છે. એક-એક કાળ અણુના અનંત સમય-પર્યાય સમજવા જોઈએ. સમય-પર્યાય જ અન્ય દ્રવ્યોના પર્યાયોનું નિમિત્ત કારણ છે. નવીનતા-પુરાણતા, જ્યેષ્ઠતા-કનિષ્ઠતા વગેરે બધી અવસ્થાઓ કાળ અણુના સમય પ્રવાહના કારણે જ સમજવી જોઈએ. પુદ્ગલ પરમાણુને લોકાકાશના એક પ્રદેશથી બીજા પ્રદેશ સુધી મંદગતિથી જવામાં જેટલો સમય લાગે છે, એટલા સમયમાં કાળ-અણુનો એક સમય-પર્યાય વ્યક્ત થાય છે. અર્થાત્ સમય-પર્યાય અને એક પ્રદેશથી બીજા પ્રદેશ સુધીની પરમાણુની મંદ ગતિ, આ બંનેનું પરિમાણ બરાબર છે. આ મંતવ્ય દિગંબર ગ્રંથોમાં છે. વસ્તુ-સ્થિતિ શું છે??
નિશ્ચય દૃષ્ટિથી જોવા જઈએ તો કાળને અલગ દ્રવ્ય માનવાની કોઈ જરૂર નથી. એને જીવાજીવના પર્યાયરૂપ માનવાથી જ બધાં કાર્ય તથા બધા વ્યવહાર ઉત્પન્ન થઈ જાય છે. તેથી એ જ પક્ષ તાત્ત્વિક છે, અન્ય પક્ષ વ્યાવહારિક તથા ઔપચારિક છે. કાળને મનુષ્ય ક્ષેત્ર પ્રમાણ માનવાનો પક્ષ સ્થૂળ લોકવ્યવહાર પર નિર્ભર છે અને એને અણુરૂપ માનવાનો પક્ષ ઔપચારિક છે. એવો સ્વીકાર ન કરવામાં આવે તો પ્રશ્ન થાય છે કે જ્યારે મનુષ્ય ક્ષેત્રથી બહાર પણ નવત્વ પુરાણત્વ વગેરે ભાવ થાય છે ત્યારે પછી કાળને મનુષ્ય ક્ષેત્રમાં જ કેવી રીતે માની શકાય છે ?
બીજું, એ માનવામાં શું યુક્તિ છે કે કાળ જ્યોતિષ ચક્રના સંચારની અપેક્ષા રાખે છે. જો અપેક્ષા રાખતો પણ હોય તો શું તે લોકવ્યાપી થઈને જ્યોતિષ ચક્રના સંચારની મદદ નથી લઈ શકતો ? તેથી એને મનુષ્ય ક્ષેત્ર પ્રમાણ માનવાની કલ્પના ચૂળ વ્યવહાર પર નિર્ભર છે. કાળને અણુરૂપ માનવાની કલ્પના ઔપચારિક છે. પ્રત્યેક પુગલ પરમાણુની પર્યાયને જ ઉપચારથી કાલાણું સમજવો જોઈએ અને કાલાણુના અપ્રદેશત્વના કથનની સંગતિ આ જ રીતે કરી લેવી જોઈએ. એવું ન માનીને કાલાણુને સ્વતંત્ર માનવામાં પ્રશ્ન એ થાય છે કે જો કાળ સ્વતંત્ર દ્રવ્ય માનવામાં આવે છે, તો પછી તે ધર્માસ્તિકાયની જેમ સ્કન્ધ રૂપ કેમ નથી માનવામાં આવતું ? એના સિવાય એક એ પણ પ્રશ્ન થાય છે કે જીવ-અજીવના પર્યાયમાં તો નિમિત્ત કારણ સમય-પર્યાય છે. પણ સમય-પર્યાયમાં નિમિત્ત કારણ શું છે? જો તે સ્વાભાવિક હોવાથી અન્ય નિમિત્તની અપેક્ષા નથી રાખતો તો પછી જીવ અજીવના પર્યાય પણ સ્વાભાવિક કેમ ન માનવામાં આવે. જો સમય-પર્યાયના માટે અન્ય નિમિત્તની કલ્પના કરવામાં આવે તો અનવસ્થા આવે છે. માટે અણુ પક્ષને ઔપચારિક માનવું જ ઠીક છે. વેદિક દર્શનમાં કાળનું સ્વરૂપ :
વૈદિક દર્શનોમાં પણ કાળના વિશે મુખ્ય બે પક્ષ છે - (૧) વૈશેષિક દર્શન અ.-૨, આ.-૨, સૂ-૬-૧૦ તથા (૨) ન્યાયદર્શન. કાળને સર્વવ્યાપી સ્વતંત્ર દ્રવ્ય માને છે. સાંખ્ય (૪૪૪) જ
છે જિણધમો)
Page #462
--------------------------------------------------------------------------
________________
અ.-૨, સૂત્ર-૧૨, યોગ તથા વેદાંત વગેરે દર્શન કાળને સ્વતંત્ર દ્રવ્ય ન માનીને એને પ્રકૃતિ-પુરુષ - (જડ-ચેતન)નું જ રૂપ માને છે. આ બીજો પક્ષ નિશ્ચય દષ્ટિ-મૂલક છે અને પહેલો પક્ષ વ્યવહાર-મૂલક. જૈનદર્શનમાં જેને સમય અને દર્શનાંતરોમાં જેને “ક્ષણ” કહ્યો છે, એનું સ્વરૂપ જાણવા માટે તથા “કાળ' નામની કોઈ સ્વતંત્ર વસ્તુ નથી, તે માત્ર લૌકિક દૃષ્ટિવાળાઓને વ્યવહાર નિર્વાહના માટે ક્ષણાનુક્રમના વિષયમાં કરેલી કલ્પના માત્ર છે. આ વાતને સ્પષ્ટ સમજવા માટે યોગદર્શન', પા.-૩, સૂ.-પરનું ભાષ્ય જોવું જોઈએ. ઉક્ત ભાષ્યમાં કાળ સંબંધી જે વિચાર છે તે જ નિશ્ચય દૃષ્ટિમૂલક છે, તેથી તાત્ત્વિક લાગે છે. વિજ્ઞાનની સંમતિઃ
વિજ્ઞાનવેત્તા કાળને દિશાની જેમ કાલ્પનિક માને છે, વાસ્તવિક નથી.
ઉક્ત આલોચના અને આગામોમાં ઉલ્લેખિત તથ્યો પર વિચાર કરવાથી એ નિષ્કર્ષ કાઢી શકાય છે કે નિશ્ચય નયની દૃષ્ટિથી કાળ સ્વતંત્ર દ્રવ્ય કહેવામાં આવે છે. નયોની દષ્ટિને ધ્યાનમાં રાખવાથી જીવાભિગમોક્ત પક્ષ અને ભગવતીમાં કથિન પક્ષની સંગતિ થઈ શકે છે. જીવાભિગમમાં પ્રતિપાદિત પક્ષ નિશ્ચય દૃષ્ટિપરક છે, જ્યારે “ભગવતી'માં પ્રતિપાદિત પક્ષ વ્યવહારમૂલક છે. નિશ્ચય અને વ્યવહાર દૃષ્ટિના સમન્વયથી તત્ત્વનો નિર્ણય કરવો જોઈએ. આ રીતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પગલાસ્તિકાય અને કાળ-દ્રવ્ય રૂપ પાંચ અજીવ દ્રવ્યોનું નિરૂપણ થયું.
Fu૮)
(અજીવના ભેદ-પ્રભેદ)
અજીવ તત્ત્વના સંક્ષેપમાં ૧૪ ભેદ અને વિસ્તારથી પ૬૦ ભેદ કહેવામાં આવે છે. અજીવ તત્ત્વના ચોદ ભેદ :
(૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય - આ ત્રણેયના ત્રણ-ત્રણ ભેદ છે – સ્કધ, દેશ (ઔધનો એક ભાગ) અને પ્રદેશ (સૂક્ષ્મતમ્ ભાગ જે અલગ ન હોય) આ રીતે ત્રણેય દ્રવ્યોના નવ અને કાળ-દ્રવ્ય મળીને અરૂપી અજીવના દસ ભેદ થાય છે. એમાં રૂપી અજીવના ૪ ભેદ મિલાવવાથી ચૌદ ભેદ થઈ જાય છે. તે ચાર ભેદ એ છે - પુદ્ગલાસ્તિકાયના સ્કધ, પુગલાસ્તિકાયના દેશ, પગલાસ્તિકાયના પ્રદેશ અને પુદ્ગલ પરમાણુ. અજીવ તત્વના પાંચસો આઠ ભેદ :
વિસ્તારની દૃષ્ટિથી અરૂપી અજીવના ૩૦ ભેદ છે અને રૂપી અજીવના પ૩૦ ભેદ છે. અરૂપી અજીવના દસ ભેદ પહેલાં બતાવવામાં આવ્યાં છે, એમના સિવાય ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ - આ ચારને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, [ અજીવના ભેદ-પ્રભેદો જ છે ) છે૪૪૫]
Page #463
--------------------------------------------------------------------------
________________
ભાવ અને ગુણ - આ પાંચ બોલોના સાથે લગાવવાથી ૪૪૫=૨૦ ભેદ થયા. પૂર્વમાં બતાવેલા ૧૦ ભેદોમાં આ વીસ ભેદ મિલાવી દેવાથી ૧૦+૨૦=૩૦ ભેદ અરૂપી અજીવના થઈ જાય છે.
રૂપી અજીવના ૫૩૦ ભેદ : રૂપી અજીવ પ૩૦ પ્રકારના છે. પહેલાં કહેવામાં આવ્યું છે કે રૂપી અજીવ માત્ર પુદ્ગલ છે અને એમાં ૫ વર્ણ, ૨ ગંધ, ૫ ૨સ, ૫ સંસ્થાન અને ૮ સ્પર્શ હોય છે. કાળો, લીલો, લાલ, પીળો અને સફેદ - આ પાંચેય વર્ણવાળા પદાર્થોમાં ૨ ગંધ, ૫ રસ, ૮ સ્પર્શ અને ૫ સંસ્થાન એ ૨૦ બોલ જોવા મળે છે. તેથી ૨૦xv= ૧૦૦ ભેદ વર્ણાશ્રિત થયા.
સુરભિ ગંધ, દુરભિગંધમાં ૫ વર્ણ, ૫ ૨સ, ૮ સ્પર્શ અને ૫ સંસ્થાન એ ૨૩ બોલ જોવા મળે છે. તેથી ૨૩૪૨=૪૬ ભેદ વર્ણાશ્રિત થયા.
મધુર, કટુ, તિક્ત (તીખા), આમ્લ (ખાટા) અને તૂરો - આ પાંચેય ૨સોમાં ૫ વર્ણ, ૨ ગંધ, ૮ સ્પર્શ અને ૫ સંસ્થાન એ ૨૦ બોલ જોવા મળે છે, તેથી ૨૦૪૫= ૧૦૦ ભેદ રસાશ્રિત થયા.
ગુરુ અને લઘુ સ્પર્શમાં ૫ વર્ણ, ૨ ગંધ, ૫ ૨સ અને ૬ સ્પર્શ (ગુરુ તથા લઘુ સિવાય) એ ૫ સંસ્થાન એ ૨૩ બોલ જોવા મળે છે. તેથી ૨૩×૨=૨૬ ભેદ ગુરુ, લઘુ સ્પર્શાશ્રિત થયા.
શીત અને ઉષ્ણ સ્પર્શમાં પણ આ જ રીતે ૪૬ ભેદ જોવા મળે છે. ભેદ એ છે કે અહીં ૮ સ્પર્શોમાંથી શીત-ઉષ્ણ (ઠંડા-ગરમ)ને છોડીને (સિવાય) ૬ સ્પર્શ લેવા જોઈએ.
સ્નિગ્ધ અને રૂક્ષ, કોમળ તથા કઠોર એમાં પણ પૂર્વોક્ત પ્રકારે ૬-૬ સ્પર્શ લઈને ૨૩ - ૨૩ બોલ જોવા મળે છે. ૨૩૪૪=૯૨ ભેદ થયા. ૪૬+૪૬+૯૨=૧૮૪ ભેદ સ્પર્શાશ્રિત થયા.
વૃત્ત (લાડુ જેવા ગોળ) ત્ર્યસ્ર અર્થાત્ શિંગોડાની જેમ ત્રિકોળ, ચતુરસ્ર, અર્થાત્ બાજોઠ જેવો ચોરસ, રિમંડળ અર્થાત્ ચૂડી (બંગડી) જેવો ગોળ અને આયત-લાકડી સમાન લાંબા આ પાંચેય સંસ્થાનોમાં ૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ અને ૮ સ્પર્શ એ ૨૦-૨૦ બોલ જોવા મળે છે, તેથી ૨૦૪૫=૧૦૦ ભેદ સંસ્થાન આશ્રિત થયા.
આ રીતે વર્ણાશ્રિત ૧૦૦ + ગંધાશ્રિત ૪૬ + ૨ સાશ્રિત ૧૦૦ + સ્પર્શાશ્રિત ૧૮૪ + સંસ્થાન આશ્રિત + ૧૦૦, એ બધા મળીને ૫૩૦ ભેદ રૂપી અજીવના થાય છે.
રૂપી અજીવના ૫૩૦ + અરૂપી અજીવના ૩૦ ભેદ કુલ મેળવવાથી અજીવ તત્ત્વના ૫૬૦ ભેદ થઈ જાય છે.
ઉક્ત રીતિથી અજીવ તત્ત્વના વિશે નિરૂપણ સંપન્ન થયું.
૪૪૬
જિણધમ્મો
Page #464
--------------------------------------------------------------------------
________________
PUG
(પુણ્ય તત્ત્વઃ એક પરિશીલન)
જૈનદર્શન સંમત નવ તત્ત્વોમાંથી ત્રીજું તત્ત્વ પુણ્ય છે. “પુતિ-શમી પતિ પુનતિ વા પવિત્ર સ્રરત્યાત્માનમ્ તિ પુષ્યમ્' અર્થાત્ જે આત્માને શુભ કરે છે અથવા એને પવિત્ર બનાવે છે, તે શુભ-કર્મ પુણ્ય છે. બધી શુભ પ્રવૃત્તિઓ અને શુભ પ્રકૃતિઓ પુણ્યના અંતર્ગત સમાવિષ્ટ થઈ જાય છે. સંસારમાં જે કંઈ પણ શુભ છે, તે બધા પુણ્ય અને પુણ્યના ફળમાં અંતનિહિત છે. સાક્ષાત્ કે પરંપરાથી પુણ્ય આત્મા માટે ઉપકારક છે. અહીં સુધી કે તીર્થકરત્વની પ્રાપ્તિનું કારણ પણ તીર્થકરવ નામની પુણ્ય-પ્રકૃતિ છે. પુણ્ય તત્ત્વની સિદ્ધિઃ
પુણ્યને જૈનદર્શને સ્વતંત્ર તત્ત્વના રૂપમાં માન્યતા પ્રદાન કરી છે. એમ તો જે કંઈ વિશ્વમાં છે, તે બધા જીવ અને અજીવ તત્ત્વમાં સમાહિત થઈ જાય છે, જેમ કે આગમમાં કહ્યું છે - 'जमत्थि णं लोगे तं सव्वं दुपड़ो आरं, तंजहा जीवच्चेव अजीवच्चेव ।'
- ઠાણાંગ, દ્વિતીય સ્થાન, સૂત્ર-૧ પંચાસ્તિકાયાત્મક લોકમાં જે કંઈ પણ સત્ છે, તે બધા બે તત્ત્વોમાં સમાવિષ્ટ થઈ જાય છે - જીવ અને અજીવ.”
એવું હોવા છતાંય જૈનદર્શનમાં નવ તત્ત્વ પ્રસિદ્ધ છે. ઉક્ત બે તત્ત્વોનું કથન સંગ્રહ નયની દૃષ્ટિથી છે. મુમુક્ષુ જિજ્ઞાસુને તત્ત્વોનું સ્પષ્ટ જ્ઞાન કરાવવા માટે નવ તત્ત્વોનું નિરૂપણ કરવામાં આવ્યું છે, જે મોક્ષમાર્ગમાં અત્યંત ઉપયોગી છે. જ્યારે માત્ર સંગ્રહ નયની દૃષ્ટિ અપેક્ષિત હોય છે, ત્યારે બે તત્ત્વોના કથનથી કામ ચાલી જાય છે, પરંતુ મુમુક્ષુને મોક્ષમાર્ગનું જ્ઞાન જ્યારે વિસ્તારની અપેક્ષાથી કરાવવું અપેક્ષિત હોય છે, ત્યારે નવ તત્ત્વોની વિવેચના અનિવાર્ય થઈ જાય છે. પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ - એ છ તત્ત્વો જીવ દ્વારા કૃત કર્મોની વિવિધ અવસ્થાઓનો દ્યોતક છે. મુમુક્ષુ આત્મા માટે એ જાણવું બહુ જરૂરી છે કે પુણ્ય કર્મ શું છે, પાપકર્મ ક્યાં છે, કર્મોનું આગમન કેવી રીતે થાય છે, કર્મોને આત્માથી કઈ રીતે આંશિક રૂપમાં અલગ કરવામાં આવે છે અને આત્મા કઈ રીતે સર્વથા કર્મોના બંધનથી મુક્ત થઈને પોતાના ચરમ અને પરમ લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે? અધ્યાત્મ શાસ્ત્રમાં એ જ વાતો સારભૂત હોય છે, તેથી એમને અલગ તત્ત્વના રૂપમાં પ્રતિષ્ઠા પ્રદાન કરવામાં આવી છે. મોક્ષ આત્માની સર્વોચ્ચ ભૂમિકા છે, માટે એને તત્ત્વરૂપ માનવામાં આવ્યો છે. આ રીતે જીવ-અજીવની સાથે જ પાપ, પુષ્ય, આઢવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષને જૈનદર્શનમાં તત્ત્વની સંજ્ઞા આપવામાં આવી છે. K પુણ્ય તત્ત્વઃ એક પરિશીલન D છે
૪૪૦)
Page #465
--------------------------------------------------------------------------
________________
કર્મની સિદ્ધિ
પુણ્ય-પાપ વગેરે કર્મની વિવિધ પર્યાય છે. પ્રશ્ન કરી શકાય છે કે કર્મનું અસ્તિત્વ સિદ્ધ થયા વગર એની પર્યાયોની વિચારણા શું અર્થ રાખે છે ? માટે પહેલા કર્મનું અસ્તિત્વ સિદ્ધ કરવું જોઈએ. કર્મનું અસ્તિત્વ પ્રમાણથી સિદ્ધ નથી થતું. જે વાત પ્રમાણથી સિદ્ધ ન થાય એની ઉપલબ્ધિ નથી માની શકાતી. જેમ કે શવિષાણની ઉપલબ્ધિ નથી માની શકાતી.
ઉક્ત પ્રશ્નનું સમાધાન આ છે - કર્મનું અસ્તિત્વ અનુમાન-પ્રમાણથી સિદ્ધ થાય છે. તે અનુમાન આ પ્રકારે છે - સુખ-દુઃખની અનુભૂતિનો કોઈ હેતુ હોવો જોઈએ. કારણ કે તે કાર્ય છે. જે કાર્ય થાય છે, એનો કોઈ હેતુ અવશ્ય હોય છે, જેમ કે અંકુરનો હેતુ બીજ. જે સુખ-દુઃખની અનુભૂતિનો હેતુ હોય, એ જ કર્મ છે. તેથી કર્મનું અસ્તિત્વ સિદ્ધ થાય છે.
શંકા કરી શકાય છે કે ઇષ્ટ વિષયોની પ્રાપ્તિ સુખનો હેતુ છે અને અનિષ્ટ વિષયોની પ્રાપ્તિ દુ:ખનો હેતુ છે. આ પ્રત્યક્ષ હેતુને છોડીને અન્ય હેતુનું અન્વેષણ કરવું ઉપયુક્ત નથી કહી શકાતું, તેથી સુખ-દુઃખની અનુભૂતિનો હેતુ કર્મ છે, એ વાત સિદ્ધ નથી થતી.
ઉક્ત શંકાનું સમાધાન આ પ્રકારે છે - બે વ્યક્તિ સમાન સુખનાં સાધનોના હોવા છતાંય અલગ-અલગ અનુભૂતિ કરે છે. એક વ્યક્તિ એમાં દુ:ખની અનુભૂતિ કરે છે અને બીજી વ્યક્તિ એ જ સાધનોમાં સુખ માને છે. એ જ રીતે દુઃખ સમાન સાધનોના હોવા છતાંય એક વ્યક્તિ એમાં સુખ સમજે છે અને બીજી વ્યક્તિ એમાં દુઃખનો અનુભવ કરે છે. એનાથી એ અર્થ નીકળે (થાય) છે કે તે ઇષ્ટ-અનિષ્ટ પદાર્થ સુખ-દુઃખ વગેરેની અનુભૂતિનો કોઈ અન્ય જ હેતુ છે અને તે હેતુ છે - કર્મ. સમાન સાધનોના હોવા છતાંય પળમાં થનારી વિશેષતા કર્મના અસ્તિત્વને સિદ્ધ કરે છે. કહ્યું છે કે -
जो तुल्लसाहणाणं फले विसेसो न सो विणा हेउ । कज्जत्तणओ गोयम ! घडोव्व हेऊ य सो कम्मं ॥
વિશેષાવશ્યકભાષ્ય, ગાથા-૧૬ ૧૩
અર્થાત્ ઃ સાધનોની તુલ્યતા હોવા છતાંય ફળમાં જ વિશેષતા જોવા મળે છે, તે વગર હેતુથી નથી થઈ શકતી. ફળની વિશેષતા એક કાર્ય છે, જે વગર હેતુ નથી થઈ શકતી. જે-જે કાર્ય થાય છે, એનો હેતુ અવશ્ય હોય છે, જેમ કે ઘટનો હેતુ માટી છે. ફળની વિશેષતા રૂપ કાર્યનો જે હેતુ છે, એ જ કર્મ છે. આ અનુમાન પ્રમાણથી કર્મની સત્તા સિદ્ધ થઈ જાય છે.
-
કર્મના અસ્તિત્વને સિદ્ધ કરનાર બીજું અનુમાન-પ્રમાણ આ પ્રકારે છે. આ બાળ-શરીર અન્ય દેહપૂર્વક છે, કારણ કે આ ઇન્દ્રિય વગેરે સહિત છે. જે ઇન્દ્રિય વગેરે સહિત હોય છે તે અન્ય દેહપૂર્વક જોવા મળે છે, જેમ કે યુવા-શરીર બાળ-શરીર પૂર્વક જોવા મળે છે. બાળ-શરીર પણ ઇન્દ્રિય વગેરે સહિત છે, તેથી તે બાળ-શરીર પણ અન્ય દેહપૂર્વક હોવું જોઈએ. જે અન્ય દેહ છે તે કર્મ-શરીર જ છે. જેમ કે કહ્યું છે કે -
૪૪૮
જિણધમ્મો
Page #466
--------------------------------------------------------------------------
________________
बालशरीरं देहंतरपुव्वं, इंदियाइमत्तओ । जह बाल देह पुव्वो जुवदेहो पुव्वमिहं कम्मं ॥ વિશેષાવશ્યક ભાષ્ય, ગાથા-૧૬૧૪ ઉક્ત અનુમાન-પ્રમાણ દ્વારા કર્મના અસ્તિત્વની નિર્બાધ સિદ્ધિ થઈ જાય છે. કર્મની સિદ્ધિ હોવાથી એના શુભ-અશુભ-પર્યાય રૂપ પુણ્ય-પાપની જ સિદ્ધિ થઈ જાય છે.
પુણ્ય, પાપનો પ્રતિપક્ષી પદાર્થ છે, પરંતુ પાપના અભાવ રૂપ અસત્ તત્ત્વ નથી. પુણ્ય અને પાપની અલગ-અલગ સત્તા છે. કોઈ એકબીજાનું અભાવાત્મક તત્ત્વ નથી, કોઈ પક્ષકાર કહે છે કે પુણ્ય કોઈ પદાર્થ નથી, જે પુણ્યનું ફળરૂપ સુખ કહેવામાં આવે છે. તે પાપનો જ તરતમ યોગ છે અર્થાત્ પાપની અપકૃષ્ટતા (નિમ્નતા ઓછી) હોવાથી સુખ થાય છે અને પાપની માત્રા વધવાથી ઉત્તરોત્તર દુઃખની માત્રા વધતી રહે છે. પાપની પરમોત્કૃષ્ટતા જ સર્વોચ્ચ દુઃખ છે. પાપની સર્વથા નિવૃત્તિ થઈ જવી જ મોક્ષ છે. જે રીતે અત્યંત અપથ્યના સેવનથી બીમારી થાય છે. જેમ-જેમ અપથ્ય સેવનમાં કમી થાય છે એમ આરોગ્ય વધતું રહે છે. સર્વથા આહારનો ત્યાગ કરી દેવાથી પ્રાણોનો મોક્ષ થઈ જાય છે. કહ્યું છે
पावुक्करिसेऽहमया तरतम जोगावगरिसओ सुभया । तस्सेव खए भोक्खो, अपत्थभत्तोवमाणाओ 11
- વિશેષાવશ્યક ભાષ્ય, ગાથા-૧૯૧૦
અર્થાત્ પાપની ઉત્કૃષ્ટતા હોવાથી દુ:ખ (અશુભ) થાય છે. જેમ-જેમ પાપોની માત્રામાં કમી થતી જાય છે, એમ-એમ શુભતા(સુખ)ની પ્રાપ્તિ થતી જાય છે. પાપનો સર્વથા ક્ષય હોવાથી મોક્ષ થાય છે. અપથ્ય ભોજનની ઉપમા દ્વારા ઉક્ત તથ્યની પુષ્ટિ થાય છે.
ઉક્ત પક્ષકારનો ઉપર્યુક્ત પક્ષ ઉચિત નથી, કારણ કે સુખના પ્રકર્ષની અનુભૂતિ પોતાના અનુરૂપ કર્મના પ્રકર્ષથી જ થઈ શકે છે. જે રીતે દુ:ખના પ્રકર્ષની અનુભૂતિ પોતાના અનુરૂપ પાપકર્મના પ્રકર્ષથી માનવામાં આવે છે, એ જ રીતે સુખના પ્રકર્ષની અનુભૂતિ પણ પોતાના અનુરૂપ પુણ્યકર્મના પ્રકર્ષથી જ સંભવ છે. પાપના અપકર્ષથી દુઃખનો અપકર્ષ થઈ શકે છે, પરંતુ સુખનો પ્રકર્ષ સંભવ નથી. તેથી પુણ્ય તત્ત્વનો સ્વતંત્ર રૂપથી સ્વીકાર કરવો જોઈએ.
જેમ સાંસારિક સુખના સાધનાભૂત ભોજન, વસ્ત્ર અને આવાસ વગેરે પદાર્થોને પ્રાપ્ત કરવામાં પહેલાં થોડું કષ્ટ ઉઠાવવું પડે છે, પરંતુ પછી લાંબા સમય સુધી એનાથી સુખ મળે છે. એ જ રીતે પુણ્ય ઉપાર્જન કરવામાં પ્રથમ તો કષ્ટ સહન કરવું પડે છે, પરંતુ પછી દીર્ઘકાળ માટે સુખની પ્રાપ્તિ થાય છે. પુણ્ય ઉપાર્જન કરવું સરળ નથી. પુદ્ગલોની મમતા ત્યાગ્યા વગર, ગુણજ્ઞ થયા વગર, યોગોનાં શુભ કાર્યોમાં લગાવ્યા વગર, બીજાનાં દુઃખોને પોતાનું દુઃખ માનીને એને દૂર કરવાની ભાવના અને પ્રવૃત્તિ કર્યા વગર પુણ્યનું ઉપાર્જન નથી થતું.
પુણ્ય તત્ત્વ : એક પરિશીલન
૪૪૯
Page #467
--------------------------------------------------------------------------
________________
પુણ્યના નવ પ્રકાર :
પુણ્ય ઉપાર્જન કરવા માટે શાસ્ત્રકારે નવ પ્રકાર બતાવ્યા છે. જેમ કે “આગમ'માં કહ્યું છે -
नव विहे पुन्ने पण्णत्ते तं जहा-अन्नपुन्ने १, पाणपुन्ने २, वत्थपुन्ने ३, लेणपुण्णे ४, सयण पुण्णे ५, मण पुण्णे ६, वइपुण्णे ७, काय पुण्णे ८, नमोक्कार પુછો ? |
- ઠાણાંગ, સ્થાન-૯, સૂત્ર-૬૭૬ અર્થાતુ-પુણ્ય નવ પ્રકારના કહેવામાં આવ્યા છે. જેમ કે - (૧) અન્નપુor : નિઃસ્વાર્થ ભાવથી અન્ન દાન કરવાથી જે પુણ્યબંધ થાય છે, તે અન્ન પુણ્ય છે, એમાં વિધિ દ્રવ્ય-દેય વસ્તુ, દાતા અને પાત્ર લેનારાના વૈશિસ્ત્રથી પુણ્ય બંધમાં વિશિષ્ટતા આવે છે.
(૨) પાન પુool : પાણીનું દાન કરવાથી જે પુણ્ય-પ્રકૃતિનો બંધ થાય છે, તે પાન પુણ્ય છે. (૩) વલ્થ પુuઈ : વસ્ત્રોનું દાન કરવાથી જે પુણ્ય બંધ થાય છે, તે વસ્ત્ર પુણ્ય છે.
(૪) નયUT TUM : મકાન વગેરે સ્થાનનું દાન કરવાથી જે પુણ્ય પ્રકૃતિનો બંધ થાય છે, તે લયણ પુણ્ય છે.
(૫) સT TUM : પાટ, પાટલો, પાથરણું વગેરે સંસ્તારક દેવાથી જે પુણ્ય બંધ થાય છે, તે સયણ પુણ્ય છે.
(૬) મUT પુure : મનથી બીજાઓની - ગુણીજનોની ભલાઈ ચાહવાથી ગુણીઓના પ્રત્યે તુષ્ટિ-પ્રમોદ ભાવના રાખવાથી મન પુણ્ય થાય છે. . (૭) વ પુww : વચનો દ્વારા ગુણીજનોનું કીર્તન કરવાથી, એમની પ્રશંસા કરવાથી તથા હિત-મિત-પ્રિય વચન બોલવાથી વચન પુણ્ય થાય છે.
(૮) જાય પુJUો : શરીર દ્વારા બીજાઓની સેવા કરવાથી, અન્ય જીવોને સાતા પહોંચાડવાથી, બીજાનું દુઃખ દૂર કરવાથી, ગુણીજનોની સેવા-શુશ્રુષા પર્યાપાસના કરવાથી જે પુણ્ય પ્રકૃતિનો બંધ થાય છે, તે કાય પુણ્ય છે.
(૯) નમોશ્નર TUM : યોગ પાત્રને નમસ્કાર કરવાથી, બધાની સાથે વિનમ્ર વ્યવહાર કરવાથી જે પુણ્ય-પ્રકૃતિનો બંધ થાય છે, તે નમસ્કાર પુ’ છે. કહ્યું છે કે -
अन्नं पानं च वस्त्र च, आलयः शयनासनम् । शुश्रूषा वन्दनं तुष्टिं, पुण्यं नवविधं स्मृतम् ॥
- ઠાણાંગ સ્થાન ૯, સૂત્ર-૬૭૬ની ટીકા ઉક્ત નવ પ્રકારના પુણ્ય કરતાં સમયે શુભ ભાવપૂર્વક પદ્ગલિક પદાર્થો ઉપરથી મમતા ઉતારવી પડે છે, પરિશ્રમ પણ કરવો પડે છે, પરંતુ પુણ્યનું ફળ પ્રાપ્ત થવાથી દીર્ઘ સમય સુધી આરામ તથા સુખની પ્રાપ્તિ થાય છે તથા શુદ્ધ ધર્મની આરાધનાનો સુઅવસર પ્રાપ્ત થાય છે.
(૫૦) 0000 0.00 0.00 00 જિણધર્મોો]
Page #468
--------------------------------------------------------------------------
________________
પુચના ચાર પ્રકાર :
પુણ્યનું ફળ સુખ માનવામાં આવ્યું છે. પરંતુ લોક વ્યવહારમાં જોવા મળે છે કે અનેક પુણ્ય કર્મ કરનાર વ્યકિત દુઃખી જોવા મળે છે અને અનેક પાપકર્મનું આચરણ કરનાર વ્યક્તિ લૌકિક સમૃદ્ધિ વગેરેથી પરિપૂર્ણ જોવા મળે છે. આ વિસંવાદનું શું કારણ છે? આ પ્રશ્નનો જવાબ દેતા જૈનાચાર્યોએ કહ્યું છે કે - પાપ-પુણ્યના ચાર પ્રકાર છે - (૧) પુણ્યાનુબંધી પુણ્ય, (૨) પાપાનુબંધી પુણ્ય, (૩) પાપાનુબંધી પાપ અને (૪) પુણ્યાનુબંધી પાપ.
(૧) પુણ્યાનુબંધી પુણ્ય જે પુણ્યના કારણથી વર્તમાનમાં પણ શુભ સામગ્રી પ્રાપ્ત થઈ છે અને આગળ પણ જે પુણ્યથી વધુ શુભ સામગ્રી પ્રાપ્ત થનારી છે, તે પુણ્યાનુબંધી પુણ્ય છે. જેમ કે કોઈ વ્યક્તિએ પૂર્વોપાર્જિત પુણ્ય પ્રકૃતિથી મનુષ્યભવમાં સારી સામગ્રી પ્રાપ્ત કરી અને આગામી ભવમાં દેવગતિ રૂપ વધુ સારી સામગ્રી પ્રાપ્ત કરનાર છે, તો તે પુણ્ય સામગ્રી શુભાનુભાવનું કારણ હોવાથી પુણ્યાનુબંધી પુણ્ય કહેવામાં આવે છે. ઉદાહરણ આપીને આની પુષ્ટિ કરી શકાય છે -
गेहाद् गेहान्तरं कश्चिच्छोभनादधिकं नरः । याति यद्धत् सुधर्मेण, अद्वंदेव भवाद्भवम् ॥१॥
- અભિધાન રાજેન્દ્ર જેમ કોઈ મનુષ્ય સારા ઘરથી નીકળીને એનાથી પણ સારા ઘરમાં જાય છે, એ જ રીતે જે વ્યક્તિ મનુષ્ય વગેરે સારા ભવથી દેવગતિ અથવા પરમ શરીર રૂપ સર્વોત્તમ મનુષ્ય ગતિને જે પુણ્ય કર્મના માધ્યમથી પ્રાપ્ત કરે છે તે પુણ્યાનુબંધી પુણ્ય છે. જેમ કે સુબાહુકુમાર તથા ભરત ચક્રવર્તી વગેરે. ભરત ચક્રવર્તીએ પૂર્વોપાર્જિત પુણ્યથી ચક્રવર્તીત્વ પ્રાપ્ત કર્યું અને પછી એનાથીય શ્રેષ્ઠ સ્થિતિ-મુક્તિ પ્રાપ્ત કરી.
(૨) પાપાનુબંધી પુણ્ય : પૂર્વોપાર્જિત પુણ્ય પ્રકૃતિના કારણે વર્તમાનમાં તો શુભ સામગ્રી પ્રાપ્ત થઈ હોય, પરંતુ આગામી ભવમાં જે અશુભ સામગ્રીની પ્રાપ્તિનું કારણ બન્યા, તે પાપાનુબંધી પુણ્ય છે. જેમ કે પૂર્વોપાર્જિત પુણ્યથી મનુષ્યભવમાં રાજ્ય વગેરે સામગ્રી મળી હોય, પરંતુ મર્યા પછી નરક વગેરે અશુભ ગતિનું જે કારણ બન્યા, તે પાપાનુબંધી પુણ્ય છે. કહ્યું છે -
गेहाद् गेहान्तरं कश्च्चिछोभनादि तरन्नरः ।
याति यद्यद्सद् धर्मात्, तद्वदेव भवाद्भवम् ॥२॥ જેમ કોઈ મનુષ્ય પોતાના સારા ઘરથી નીકળીને કોઈ ખરાબ ઘરમાં પ્રવેશ કરે છે, એ જ રીતે જે વ્યક્તિ પોતાના સારા વર્તમાન ભવથી અસધર્મનું આચરણ કરી નરકાદિક ભવમાં જાય છે, તો તે પાપાનુબંધી પુણ્ય છે. જેમ બ્રહ્મદત્ત ચક્રવર્તી વગેરે. બ્રહ્મદત્ત ચક્રવર્તીને પૂર્વ પુણ્યથી ચક્રવર્તીત્વ પ્રાપ્ત થયું, પરંતુ તીવ્ર ભોગાસક્તિના કારણે એને નરકનો મહેમાન બનવું પડ્યું. [ પુણ્ય તત્ત્વ : એક પરિશીલન DT) A તત્વ: એક પરિશીલન
) ૪૫૧)
૪૫૧
Page #469
--------------------------------------------------------------------------
________________
(૩) પાપાનુબંધી પાપ ઃ પૂર્વોપાર્જિત અશુભ કર્મથી વર્તમાન ભવમાં પણ તિર્યંચ વગેરે અશુભ અનુભાવની પ્રાપ્તિ જેનાથી થઈ હોય, આગામી ભવમાં પણ જે નરક વગેરે અશુભતર અનુભવની પ્રાપ્તિનું નિમિત્ત બને તે પાપાનુબંધી પાપ છે. કહ્યું છે -
गेहाद् गेहान्तरं कश्चिद, शुभादधिकं नरः ।
याति यद्वन्महापापात्, तद्वदेव भवाद्भवम् ॥३॥ જેમ કોઈ મનુષ્ય પોતાના અશુભ ઘેરથી નીકળીને એનાથી પણ વધુ અશુભ ઘરમાં પ્રવેશ કરે છે, એ જ રીતે જે વ્યક્તિ પોતાના વર્તમાન અશુભ ભવમાં મહાપાપ કર્મનું આચરણ કરીને નરક વગેરે ભવમાં જાય છે, તો તે પાપાનુબંધી પાપનું પરિણામ છે. જેમ કે બિલાડી વર્તમાન ભવમાં પણ તિર્યંચ વગેરે અશુભ ભાવનો અનુભવ કરે છે અને મહાપ્રાણાતિપાત વગેરેનું આચરણ કરીને નરક ગતિમાં જાય છે - તે પાપાનુબંધી પાપનું ઉદાહરણ છે.
(૪) પુણ્યાનુબંધી પાપ ઃ પૂર્વોપાર્જિત અશુભ કર્મના કારણે વર્તમાનમાં અશુભ અનુભાવનો અનુભવ જેનાથી થાય, પરંતુ એ ભવમાં સુધર્મનું આચરણ કરવાથી આગામી ભવમાં શુભ અનુભાવનો અનુભવ જેના દ્વારા થાય, તે પુણ્યાનુબંધ પાપ કહેવામાં આવે છે. જેમ કે પૂર્વ ભવાર્જિત અશુભ કર્મના કારણે કોઈ જીવે તિર્યંચ વગેરે યોનિ પ્રાપ્ત કરી હોય અને એમાં ધર્મ વગેરેનું આચરણ કરીને દેવગતિ યોગ્ય શુભ અનુભાવનું તે નિમિત્ત (કારણ) બને તો તે પુણ્યાનુબંધી પાપ કહેવાય છે. કહ્યું છે -
गेहाद् गेहान्तरं कश्चिदशुभादितरन्नरः ।
याति यद्वत् सुधर्मेण, तद्वदेव भवाद्भवम् ॥४॥ જેમ કોઈ વ્યક્તિ અશુભ ઘરથી નીકળીને શુભ ઘરમાં પ્રવેશ કરે છે એમ જે જીવ વર્તમાન ભવમાં અશુભ અનુભાવનો અનુભવ કરીને સધર્મનું આચરણ કરતાં-કરતાં આગામી ભવ માટે શુભ અનુભાવની ભૂમિકા તૈયાર કરે છે, તે પુણ્યાનુબંધી પાપ કહેવામાં આવે છે. જેમ ચંડકૌશિક નાગ વગેરે. ચંડકૌશિક પૂર્વોપાર્જિત અશુભ કર્મના કારણે સર્પ યોનિ પ્રાપ્ત કરી, પરંતુ એ ભવમાં ક્ષમાશીલતા અને સહનશીલતા વગેરેનું આચરણ કરીને દેવગતિ યોગ્ય અનુભાવને પ્રાપ્ત કરવાની ભૂમિકા તૈયાર કરી લીધી. આ પુણ્યાનુબંધી પાપનું ઉદાહરણ છે.
જે વ્યક્તિ વર્તમાન ભવમાં પુણ્યકર્મનું આચરણ કરતાં-કરતાં પણ લૌકિક સમૃદ્ધિની અપેક્ષાથી પાછળ (પછાત) છે, એમને પુણ્યાનુબંધી પાપનું ઉદાહરણ સમજવું જોઈએ. પૂર્વાર્જિત અશુભ કર્મના કારણે તે આ ભવમાં ભલે સમૃદ્ધ ન થાય, પરંતુ એમનો આગામી ભવ અવશ્ય શુભાનુભાવવાળો હશે, આ નિશ્ચિત સમજવું જોઈએ.
પુણ્યના વિષયમાં ઉપર્યુક્ત ચાર શ્લોકોના સિવાય નીચેના ચાર શ્લોક પણ મનનીય છે.
(૪૫૨) 00000000000007 જિણધમો )
Page #470
--------------------------------------------------------------------------
________________
शुभानुबन्ध्यतः, पुण्यं कर्तव्यं सर्वथा नरैः । यत्प्रभावादपातिन्यो जायन्ते सर्व सम्पदः ॥५॥ सदागम विशुद्धेन, क्रियते तत्र चेतसा । एतंच ज्ञानवृद्धेभ्यो जायते नान्यतः क्वचित् ॥६॥ चित्तरत्नमसंक्लिष्ट मान्तरं धनमुच्यते । यस्य तन्मुषितं दौषेस्तस्य शिष्टा विपत्तयः ॥७॥ दया भूतेषु वैराग्यं, विधिवद् गुरु पूजनम् ।
विशुद्धा शील वृत्तिश्च पुण्यं पुण्यानुबन्ध्यदा ॥८॥ અર્થાતુ મનુષ્યો હંમેશાં શુદ્ધ સાધ્ય માટે પણ પુણ્યાનુબંધી પુણ્યનું આચરણ કરવું જોઈએ. કારણ કે એના માધ્યમથી નર શાશ્વત-અમર-નિર્વાણ તથા અવિનશ્વર સ્વરૂપને પ્રાપ્ત કરી શકે છે. ૫
જ્ઞાન વૃદ્ધ શ્રુત સ્થવિરોના સમ્યક ઉપાસનાના કારણે પ્રાપ્ત વિશુદ્ધ આગમના જ્ઞાન દ્વારા જેનું ચિત્ત નિર્મળ થઈ ગયું છે, એ જ વ્યક્તિ પુણ્યાનુબંધી પુણ્યનું અનુષ્ઠાન કરી શકે છે. ૬
ચિત્ત રત્નની નિર્મળતા જ આભ્યતર ધન કહેવામાં આવે છે. જેના નિર્મળ ચિત્તરૂપી રત્ન દોષોના દ્વારા ચોરી લીધું હોય, એના માટે માત્ર વિપત્તિઓ જ બચેલી રહે છે. ૭
બધા જીવો ઉપર દયા કરવી, વૈરાગ્યભાવ ધારણ કરવો (રાગ-દ્વેષ રહિતતા), વિધિપૂર્વક ગુરુની ઉપાસના કરવી, નિરતિચાર વ્રતોનું પાલન કરવું વગેરે પુણ્યાનુબંધી પુણ્યબંધના ઉપાય છે. ૮ પુણ્યની ૪૨ પ્રકૃતિઓઃ
પુણ્ય પૂર્વોક્ત અન્નપુણે વગેરે નવ પ્રકારથી બાંધવામાં આવે છે અને નિમ્નોક્ત ૪૨ શુભ પ્રકૃતિઓના રૂપમાં ભોગવવામાં આવે છે. આ ૪૨ શુભ કર્મ પ્રકૃતિઓને જ પુણ્ય પ્રકૃતિના રૂપમાં ઓળખવામાં આવે છે -
सायं, उच्चागोयं, नर-तिरि-देवाउयाइं तह णामे । देवदुगं मणुयदुगं पणिंद जाइय तणुपणगं ॥ अंगोवंगाण तिगं पढ़मं संघयण वज्जरिसह नारायं । पढमं चिय संठाणं वण्णाइ चउक्क सुपसत्थं ॥ अगुरुलहु पराघायं उस्सासं आयवं च उज्जोए । सुपसत्था विहगगइ तसाइदसगं य निम्माणं ॥ तित्थयरेणं सहिया बायाला पुण्णपगइओ ॥
- સ્થાનાંગ ટીકા, સ્થાન-૧, પૃ-૧૫ ( પુણ્ય તત્ત્વઃ એક પરિશીલન છે છે
૪૫૩)
Page #471
--------------------------------------------------------------------------
________________
(૧) સાતાવેદનીય, (૨) ઉચ્ચગોત્ર, (૩) મનુષ્ય ગતિ, (૪) મનુષ્યાનુપૂર્વી, (૫) દેવગતિ, (૬) દેવાનુપૂર્વી, (૭) પંચેન્દ્રિય જાતિ, (૮) ઔદારિક શરીર, (૯) વૈક્રિયક શરીર (૧૦) આહારક શરીર, (૧૧) તૈજસ શરીર, (૧૨) કાર્મણ શરીર, (૧૩) દારિક અંગોપાંગ, (૧૪) વૈક્રિયક અંગોપાંગ, (૧૫) આહારક અંગોપાંગ, (૧૬) વજ ઋષભ નારાચ સંહનન, (૧૭) સમ ચતુરસ્ત્ર સંસ્થાન, (૧૮) શુભ વર્ણ, (૧૯) શુભ ગંધ, (૨૦) શુભ રસ, (૨૧) શુભ સ્પર્શ, (૨૨) અગુરુલઘુત્વ, (૨૩) પરાઘાત નામ, (૨૪) ઉચ્છવાસ નામ, (૨૫) આતપ નામ, (૨૬) ઉદ્યોત નામ, (૨૭) શુભ વિહાયોગતિ (ચાલવાની ગતિ), (૨૮) નિર્માણ નામ, (૨૯) ત્રસ નામ, (૩૦) બાદર નામ, (૩૧) પર્યાપ્ત નામ, (૩૨) પ્રત્યેક નામ, (૩૩) સ્થિર નામ, (૩૪) શુભ નામ, (૩૫) સુભગ નામ, (૩૬) સુસ્વર નામ, (૩૭) આદેય નામ, (૩૮) યશોકીર્તિ નામ, (૩૯) દેવાયુ, (૪૦) મનુષ્યાયુ, (૪૧) તિર્યંચાયુ અને (૪૨) તીર્થકર નામ.* સમ્યકત્વ, હાસ્ય, રતિ, પુરુષ વેદને શુભ પ્રકૃતિ માનવાનો અભિમત ઃ
આ ચાર પ્રકૃતિઓને શુભ માનવા વિશે એ આશય માની શકાય છે કે એ ચારેય પ્રકૃતિઓ પુણ્ય બંધની હેતુભૂત પણ છે. તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને આ ચારેયને પુણ્યપ્રકૃતિના નામથી સંબોધિત કરવામાં આવ્યા છે. તે સંગત (ઉચિત) લાગે છે.
છતાંય સમ્યકત્વ મોહનીય મોહકર્મની પ્રકૃતિ છે. પણ એ પ્રકૃતિ નંબરવાળા ચશ્માની જેમ સમ્યકત્વ શ્રદ્ધાનમાં બાધક નથી, પણ સાધક છે. જો કે (છતાં) નંબરવાળા ચશ્મા આવરક છે, પરંતુ અન્ય આવરક તત્ત્વોની જેમ આવરક નથી, પણ તે આત્મિક રોશનીને પ્રજ્વલિત કરવામાં નિમિત્તભૂત પણ બને છે. આ પ્રકારની સ્થિતિ સમ્યકત્વ મોહનીય કર્મની માની શકાય છે. હા, ક્ષાયિક સમ્યકત્વ અને ઔપથમિક સમ્યકત્વની અપેક્ષા ભલે આવરક માનવામાં આવે, પરંતુ ક્ષાયોપથમિક સમ્યકત્વની દૃષ્ટિમાં સહાયક છે અને આત્માને ઊર્ધ્વમુખી કરવામાં બહુ દૂર સુધી આનું યોગદાન રહે છે.
* ‘તત્ત્વાર્થ સૂત્રમાં “વેદ્ય સંખ્યત્વે હાચ ત પુરુષ વેશુમાયુનમ ગોત્રા પુત્ ' અધ્યાય-૮, સૂત્ર-૨૬ દ્વારા સતાવેદનીય સમ્યકત્વ મોહનીય હાસ્ય, રતિ, પુરુષ વેદ, શુભાયુ, શુભ નામ અને શુભ ગોત્ર - આ પ્રવૃતિઓને પુણ્ય રૂપ કહ્યું છે.
એમાંથી સમ્યકત્વ, હાસ્ય, રતિ અને પુરુષ વેદ આ ચાર પ્રકૃતિઓનું અન્યત્ર ક્યાં પણ પુણ્યરૂપમાં વર્ણન નથી. દિગંબર - શ્વેતાંબર બધા ગ્રંથોમાં માત્ર ૪૨ પ્રકૃતિઓને જ પુણ્યરૂપમાં માન્યું છે. એ ચાર પ્રકૃતિઓ મોહનીય કર્મની હોવાથી પાપરૂપ છે.
આ ચાર પ્રકૃતિઓને પુણ્યરૂપ માનનારો મત વિશેષ ખૂબ જ પ્રાચીન છે, એવું જ્ઞાત થાય છે કારણ કે ઉક્ત સૂત્રમાં ઉપલબ્ધ એમના ઉલ્લેખ સિવાય ભાષ્ય વૃત્તિકારે પણ મતભેદને દર્શાવનારી કારિકાઓ આપી છે અને લખ્યું છે કે - “આ મંતવ્યનું રહસ્ય સંપ્રદાય વિચ્છેદના કારણે અમને ખબર નથી.” હા, ચતુર્દશ પૂર્વધારી જાણતા હશે. વિશેષાવશ્યક ભાષ્યમાં પણ આ મતનો ઉલ્લેખ છે -
सायं सम्मं हासं पुरिसरइ सुभाउ नाम गोत्ताई।
पुन्नं से सं पावं, नेयं सविवागमविवागं । (૪૫૪) OOOOOOOOOOOOD ) ( જિણધમો)
Page #472
--------------------------------------------------------------------------
________________
આની (ક્ષાયોપશમિક સમ્યક્ત્વની) ઉપલબ્ધિ હોવાથી વીતરાગ દેવ-પ્રરૂપિત તત્ત્વોની જાણકારીથી મનુષ્ય સ્વાભાવિક રૂપથી સાત્ત્વિક હાસ્યને પ્રાપ્ત થાય છે. અંધકારમાં ભટકતા મનુષ્યને પ્રકાશ મળવાથી હર્ષની પણ પ્રાપ્તિ થાય છે. આ હર્ષ મોહનો ભેદ હોવા છતાંય બાધક નથી હોતો અને પુણ્યનો હેતુ પણ બને છે.
જ્યારે વ્યક્તિને સુદેવ, સુગુરુ અને સુધર્મની શ્રદ્ધા ક્ષાયોપશમિક સમ્યક્ત્વ ભાવથી ઉપલબ્ધ થાય છે. એ સમયે દેવ-ગુરુ-ધર્મના પ્રત્યે આત્મામાં અનુરક્તિ પેદા થાય છે. આ અનુરક્તિને પણ પ્રશસ્ત રતિનું રૂપ કહી શકાય છે. પ્રશસ્ત રાગથી આત્માનો વીતરાગ દેવના માર્ગ પર અનુગમન કરવાનો ઉત્સાહ ઉત્પન્ન થાય છે. પરિણામ સ્વરૂપ દેશ વ્રતો, મહાવ્રતોને અંગીકાર કરતા ઉપરનાં ગુણસ્થાનોમાં આરોહણ કરે છે. સંજ્વલન ચતુષ્ક છઠ્ઠા ગુણસ્થાનથી લઈને દસમા ગુણસ્થાન સુધી રહે છે. પરંતુ આ કષાયની સ્થિતિ અપ્રમત્ત વગેરે ગુણસ્થાનોમાં આત્માને વધા૨વામાં કોઈ પ્રકારની મુશ્કેલી પેદા નથી કરતી. પણ અષ્ટમ ગુણસ્થાનમાં ઉપશમ, ક્ષપક શ્રેણીની ગતિથી નવમા તથા દસમા ગુણસ્થાન સુધી આત્મા પહોંચી જાય છે. એમ જ પ્રશસ્ત રાગ અર્થાત્ સુદેવ - સુગુરુ - સુધર્મના પ્રત્યે જે રાગ છે, તે આત્માને પવિત્રતાની તરફ વાળનાર છે. તેથી, શ્રાવકોના કઈ વિશેષણોનો ઉલ્લેખ કરતાં ‘ભગવતી સૂત્ર'માં એક વિશેષણ એ પણ આવ્યું છે - “ફ્રિ મિન્ના ધમ્મ પેમારાવરત્તા' એ જ પ્રશસ્ત રતિની સ્થિતિ છે.
તિના બે ભેદ કરી શકાય છે -
:
(૧) અધોમુખી રતિ : જેમાં પિતા-પુત્ર, પરિજન, સંપત્તિ વગેરેના પ્રત્યે આસકિત રૂપ રિત રહે છે. આ આત્માને અધોગતિમાં લઈ જનાર છે.
(૨) ઊર્ધ્વમુખી રતિ ઃ જે આધ્યાત્મિક ધરાતલ પર ગુરુજનોની સાથે પ્રશસ્ત રાગ રૂપ રતિ છે, તે પ્રશસ્ત કહેવાય છે અને પુણ્ય બંધનું કારણ પણ બને છે, જેમ કે સ્વર્ગલોકની પ્રાપ્તિ માટે બતાવ્યું છે
-
'सरागसंयम- संयमासंयमाकामनिर्जरा बालतपांसि देवस्य '
- તત્ત્વાર્થ સૂત્ર, ૬/૨૦
પુરુષ વેદ, આપેક્ષિક દૃષ્ટિથી મોહની હલ્કી અવસ્થા છે. શાસ્ત્રકારોએ વેદની દૃષ્ટિથી પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદને ક્રમશઃ તૃણાગ્નિ, કરીષાગ્નિ, નગર દાહ આ ત્રણ પ્રકારની ઉપમા આપીને ધ્વનિત કર્યું છે કે તૃણાગ્નિના તુલ્ય રૂપની પ્રધાનતાથી પુરુષ વેદનો પ્રસંગ આવે છે અને તે પુરુષ વેદ મોહની સ્વલ્પતાની અવસ્થામાં માનવામાં આવે છે. તીવ્ર મોહની અપેક્ષા મંદ મોહની સ્થિતિમાં શુભ પરિણામનો ભાવ પણ આવી શકે છે અને શુભ પરિણામ પુણ્યનો હેતુ છે -
शुभः पुण्यस्य
તત્ત્વાર્થ સૂત્ર, ૬/૩
આનો બંધ નવમા ગુણસ્થાન સુધી ચાલે છે. જ્યારે સ્ત્રી વેદ અને નપુંસક વેદનાં બે ગુણસ્થાનો સુધી બંધ થાય છે. એના સિવાય એક કારણ એ પણ છે કે ‘ઠાણાંગ સૂત્ર’ના
પુણ્ય તત્ત્વ : એક પરિશીલન
૪૫૫
-
Page #473
--------------------------------------------------------------------------
________________
૧૦માં ઠાણામાં પુરુષજ્યેષ્ઠ' આ પદ આત્માની સાથે સંયુકત થયું છે. જેનો અર્થ એ છે કે મોહનું જેટલું હલકાપણું હશે, એટલું જ ઊર્ધ્વગમન થશે. તેથી એ પણ પુણ્યનો હેતુ સિદ્ધ થાય છે.
વિશુદ્ધ અધ્યવસાય અને મોહની અલ્પતાના કારણે અનિવૃત્તિ બાદર ગુણસ્થાનમાં પુરુષ વેદમાં એક સ્થાન સુધી રસ બંધ પણ સંભવ છે.
આ દૃષ્ટિના પરિપ્રેક્ષ્યમાં આ ચાર પ્રકૃતિઓને પૂર્વાચાર્યોએ પુણ્ય પ્રકૃતિના રૂપમાં ગણાવ્યો છે તે સંભવ લાગે છે. વિદ્વજ્જન ગહન દૃષ્ટિથી ચિંતન કરે, એ અપેક્ષા છે.
ઉપર્યુક્ત પુણ્યની ૪૨ પ્રકૃતિઓમાં પંચેન્દ્રિય જાતિ, મનુષ્ય શરીર, વજ ઋષભ નારાચ સંહનન વગેરે મોક્ષની સામગ્રી સમ્મિલિત છે. અંતરાય કર્મના ક્ષયોપશમ સહિત પુણ્ય વગર આ સામગ્રી નથી મળતી અને આ સામગ્રી વગર મોક્ષની પ્રાપ્તિ નથી થઈ શકતી. તેની વિવેકની સાથે પુણ્ય તત્ત્વને સ્વરૂપ સમજીને એને યથોચિત રૂપથી ગ્રહણ કરવું જોઈએ. પુણ્યની હેય-ૉચ ઉપાદેયતા :
પુણ્ય તત્ત્વને ખૂબ ઊંડાણથી સમજવું જોઈએ. આ એવું તત્ત્વ છે, જે વિવિધ ભૂમિકાઓમાં ઉપાદેય, શેય અને હેય બની જાય છે. ચારિત્ર (સર્વ વિરતિ) પ્રાપ્તિના પૂર્વ ભૂમિકાઓમાં પુણ્ય તત્ત્વ ઉપાદેય છે, કારણ કે પંચેન્દ્રિયતત્વ, મનુષ્ય ભવ, આર્ય ક્ષેત્ર વગેરે સંયમ ગ્રહણની સામગ્રી પુણ્ય વગર પ્રાપ્ત નથી થતી. જ્યાં સુધી પુણ્યનો સહારો નથી લેવામાં આવતો ત્યાં સુધી આ સામગ્રી પ્રાપ્ત નથી થતી. આ સામગ્રીના અભાવમાં સંયમની પ્રાપ્તિ નથી થઈ શકતી. સર્વવિરતિ રૂપ ચારિત્ર સ્વીકાર કર્યા પછી સંયામાવસ્થામાં પુણ્ય તત્ત્વ જ્ઞય તથા ઉપાદેય છે, હેય નથી. ચારિત્રની પૂર્ણતા હોવાથી અર્થાત્ ચૌદમા ગુણસ્થાનમાં તે હેય થઈ જાય છે, કારણ કે શરીરને છોડ્યા વગર મોક્ષની પ્રાપ્તિ નથી થઈ શકતી. બધાં કમ પ્રકૃતિઓનો સર્વથા ક્ષય થવાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે.
જેમ કે સમુદ્રની એક પારથી બીજે પાર જવા માટે જહાજ પર ચડવું આવશ્યક હોય છે અને કિનારાની નજીક પહોંચીને એનો ત્યાગ કરવો પણ એટલો જ આવશ્યક છે. બંનેના અવલંબન લીધા વગર પાર પહોંચવું સંભવ નથી. આ રીતે પ્રાથમિક ભૂમિકામાં પુણ્ય તત્ત્વને અપનાવવું આવશ્યક છે. અને આત્મ-વિકાસની ચરમ સીમાના નજીક પહોંચ્યા પછી એને છોડી દેવું પણ આવશ્યક છે. જહાજમાં બેઠેલી વ્યક્તિ માટે તે શેય છે અને ઉપાદેય છે, હેય નથી. સંસારરૂપી સમુદ્રથી પાર થવા માટે પુણ્ય રૂપી પોત (જહાજ)ની આવશ્યકતા છે, પરંતુ ચૌદમાં ગુણસ્થાનમાં પહોંચ્યા પછી મોક્ષરૂપી નગરની પ્રાપ્તિના સમયે પુણ્ય હેય થઈ જાય છે.
જે વ્યક્તિ કે જે સમુદાય-વિશેષ આ ભૂમિકાના ભેદને સમસ્યા વગર પહેલાથી જ પુણ્યને હેય સમજીને ત્યાગી દે છે, એની એ જ દશા થાય છે જે કિનારાના નજીક પહોંચ્યા પહેલાં જ જહાજને છોડી દે છે. વચ્ચે જહાજ ત્યાગી દેનારા સમુદ્રમાં ડૂબે છે અને પુણ્યને ત્યાગી દેનારા સંસાર સમુદ્રમાં ડૂબે છે. (૪૫)
અને જિણધામો)
Page #474
--------------------------------------------------------------------------
________________
ભગવતી સૂત્ર” શતક-૧, અ.-૭ સૂત્ર-૬૨માં કહ્યું છે કે –
"तहारुवस्स समणस्स माहणस्स वा अंतिए एगमवि आयरियं धम्मियं वयणं सोच्चा निसम्म तओ भवइ संवेग, जाए सद्दे तिव्व धम्माणु राग रत्ते । सेणं जीवे धम्मकांखए, पुण्णकांखए सग्गकांखए, मोक्खकांखए.....
તથા રૂપ શ્રમણ માહણથી એક પણ આર્ય ધાર્મિક વચનને સાંભળીને સમ્યગુદૃષ્ટિ જીવ શ્રદ્ધાશીલ, સંવેગશીલ અને તીવ્ર ધર્માનુરાગવાળો હોય છે. તે ધર્મની કામના કરે છે, પુણ્યની કામના કરે છે, સ્વર્ગની કામના કરે છે અને મોક્ષની કામના કરે છે. આ આગમિક પાઠમાં પુણ્યની કામના કરવાનું કહ્યું છે. એનાથી સિદ્ધ થાય છે કે સર્વોચ્ચ સ્થિતિના પૂર્વ સુધી પુણ્ય ઉપાદેય, આદરણીય અને ગ્રાહ્ય છે. પણ એ અવશ્ય છે કે તે અંતિમ સાધ્ય (લક્ષ્ય) નથી, અંતિમ સાધ્ય તો મોક્ષ જ છે.
જે પક્ષ પુણ્યને એકાંતતઃ હેય બતાવે છે, એના મતાનુસાર તો તીર્થકર નામ કર્મ પણ ત્યાજ્ય જ લાગશે. તેથી જ્યાં સુધી મોક્ષ સન્નિકટ નથી ત્યાં સુધી પુણ્ય કર્મ આદરવા યોગ્ય છે. શાસ્ત્રોમાં દરેક સ્થળ પર પુણ્યનો મહિમા પ્રગટ કર્યો છે. તેરમા ગુણસ્થાન સુધી પુણ્ય પ્રકૃતિ રહે અને બંધાય છે. સારાંશ એ છે કે પુણ્યના વિશે એકાંત પક્ષ ગ્રહણ કરવું ઉચિત નથી. જે તત્ત્વ સર્વોચ્ચ સ્થિતિ ઉપર પહોંચતા સમયે છોડવા યોગ્ય હોય છે, એને પ્રાથમિક અને માધ્યમિક સ્તર પર જ છોડવા યોગ્ય માની લેવું કદીય સંગત નથી કહી શકાતું. મોક્ષપ્રાપ્તિની સ્થિતિમાં પુણ્ય તત્ત્વ સ્વયંમેવ છૂટી જાય છે, એને છોડવાની આવશ્યકતા નથી પડતી. તેથી પ્રાચર્યની અપેક્ષાએ પુણ્ય તત્ત્વને ઉપાદેય સમજવું જોઈએ. પુણ્ય સંબંધિત ભ્રાંતિ અને એનું નિરાકરણ :
જૈન ધર્મનો એક ઉપ (તેરાપંથ, સંપ્રદાય પુણ્યના વિષયમાં મોટી વિચિત્ર માન્યતાઓ રાખે છે. એનું મંતવ્ય છે કે - “સ્થાનાંગ સૂત્ર'માં જે નવ પ્રકારનાં પુણ્ય બતાવ્યાં છે, તે માત્ર સાધુને આહાર વગેરે આપવાથી થાય છે, અન્યને આપવાથી નહિ. બીજાને આપવાથી એકાંત પાપ થાય છે, કારણ કે સાધુથી ઈતર બધા કુપાત્ર છે.” આ પંથના આચાર્ય શ્રી જીતમલજીએ સ્વરચિત “ભ્રમ વિધ્વંસન'માં “સ્થાનાંગ સૂત્ર'ના ઉક્ત પાઠની વ્યાખ્યા કરતા લખ્યું છે -
સાધુથી અનેરો તે કુપાત્ર છે, અનેરાને દીધા અનેરી પ્રકૃતિનો બંધ કહ્યો, અનેરી પ્રકૃતિ પાપની છે.”
- ભ્રમ વિધ્વંસન પૃષ્ઠ-૭૯ ઉક્ત પંથની ઉપર્યુક્ત માન્યતા નિતાંત ભ્રાંતિપૂર્ણ છે. “સ્થાનાંગ સૂત્ર'નો એ પાઠ આ પ્રકાર છે -
“વવિદે પUUજે પUUત્તે, તiી-અન્નપુ00, પાઈપુdon, Uપુugો, સયUJJUો, વત્થપુoor, RUITUTો, વરૂપુ00, પુugh, મોwાર પુછો ?”
અર્થાત્ “પુણ્ય નવ પ્રકારનાં છે - અનાજનું દાન દેવું, પાણીનું દાન દેવું, ઘર મકાનનું દાન દેવું, ઓઢવા-પાથરવાનું દાન દેવું, વસ્ત્રનું દાન દેવું, ગુણ નિષ્ઠ પુરુષને જોઈને મનમાં ( પુણ્ય તત્ત્વ: એક પરિશીલન DT: 00.
0
T૪૫]
Page #475
--------------------------------------------------------------------------
________________
પ્રસન્ન થવું, વચનથી ગુણીજનોની પ્રશંસા કરવી, કાયાથી ગુણસંપન્ન વ્યક્તિની વિનય-ભક્તિ, સેવા શુશ્રુષા કરવી અને ગુણસંપન્ન વ્યકિતને નમસ્કાર કરવા.”
પ્રસ્તુત પાઠમાં સાધારણ રૂપથી અનાજ - પાણી વગેરેનું દાન આપવાથી પુણ્ય બંધ કહ્યો છે, આ પાઠમાં ક્યાંય આ ઉલ્લેખ નથી કે સાધુને દેવાથી પુણ્ય થાય છે, અન્યને દેવાથી નહિ. આ પાઠમાં કોઈ વ્યક્તિ વિશેષને દેવાનો નિર્દેશ નથી. તેથી આ પાઠના આધારે સાધુના સિવાય અન્ય દીન-હીન વ્યક્તિઓને દયા કરીને દાન દેવામાં એકાંત પાપ બતાવવું સર્વથા ભ્રાંતિપૂર્ણ છે અને ભોળા લોકોને ભ્રમિત કરનાર છે.
ઉક્ત પંથનો તર્ક છે કે – “જો સાધુથી અલગ વ્યક્તિને દાન આપવાથી પુણ્ય થાય છે, તો સાધુથી અલગ વ્યક્તિને નમસ્કાર કરવા અને એની પ્રશંસા કરવાથી પણ પુણ્ય હોવું જોઈએ. જ્યારે એને નમસ્કાર કરવા તથા એની પ્રશંસા કરવાથી પુણ્ય નથી મળતું. આ રીતે સાધુથી બીજાને દાન આપવાથી પણ પુણ્ય મળતું નથી. એમના આ તર્ક નિરાધાર છે, કારણ કે સાધુથી અલગ વ્યક્તિને વંદન કરવા તથા એની પ્રશંસા કરવાથી પણ પુણ્ય થાય છે, જો તે વંદનીય તથા પ્રશંસનીય પુરુષ ગુણસંપન્ન થાય”. પ્રસિદ્ધ નવાંગી ટીકાકાર શ્રી અભયદેવ સૂરિએ આ વિશે એ જ લખ્યું છે -
"मनसा गुणिषु तोषाद्, वाचा प्रशंसनात्, कायेन पर्युपासनात् नमस्काराच्च यत् पुण्यं तन्मनः पुण्यादीनि ।'
ગુણવાન પુરુષોને જોઈને મનમાં પ્રસન્નતા લાવવા, વચનથી એમની પ્રશંસા કરવા અને શરીરથી એમની સેવા-સુશ્રુષા કરવા તથા એમને નમસ્કાર કરવાથી જે પુણ્ય થાય છે, એને ક્રમશઃ મનઃ પુણ્ય, વચન પુણ્ય, કાય પુણ્ય અને નમસ્કાર પુણ્ય કહે છે.
ટીકાકારે ઉક્ત ઉદ્ધરણમાં ગુણવાનને જોઈને મનમાં પ્રસન્નતા લાવવા, એની પ્રશંસા કરવા વગેરેથી પુણ્ય હોવું કહ્યું છે, માત્ર સાધુને જ નમસ્કાર કરવાથી નહિ. તેથી સાધુથી અલગ વ્યકિતઓને વંદન-નમસ્કાર કરવામાં એકાંત પાપ કહેવું સર્વથા મિથ્યા છે. જેમ સાધુથી અલગ યથાયોગ્ય ગુણવાન પુરુષને વંદન, નમસ્કાર તથા એની સેવા-સુશ્રુષા વગેરે કરવાથી પુણ્ય બંધ થાય છે, એ જ રીતે સાધુથી અલગ દીન-હીન જીવો પર અનુકંપા કરીને દાન દેવાથી પણ પુણ્ય થાય છે.
જો એમ કહેવાય કે ઉક્ત ટીકામાં જે “ પુ' શબ્દ આવ્યો છે, એનો અર્થ સાધુ છે, કારણ કે સાધુ જ ગુણવાન હોય છે. આ કથન સર્વથા અસંગત છે, કારણ કે જો ટીકાકારને અહીં સાધુ અર્થ અભીષ્ટ હોત તો તે સ્પષ્ટ રૂપથી ત્યાં “સાધુપુ' શબ્દનો પ્રયોગ કરતા. ગુણિપુ' શબ્દનો પ્રયોગ કરીને ટીકાકારે સમસ્ત ગુણનિષ્ઠ પુરુષોનું ગ્રહણ કર્યું છે - માત્ર સાધુનું જ નહિ. આ કથન સત્ય નથી કે માત્ર સાધુ જ ગુણવાન હોય છે. સાધુ સિવાય શ્રાવક-શ્રાવિકા વગેરે પણ ગુણવાન હોય છે. માટે ચતુર્વિધ સંઘની વ્યાખ્યા કરતા ટીકાકારે લખ્યું છે - 'संघः गुणरत्न पात्रभूत-सत्त्व समूहः'
(સ્થાનાંગ ટી) [૫૮
જિણધર્મો
Page #476
--------------------------------------------------------------------------
________________
‘ગુણરૂપી રત્નોના પાત્રભૂત જીવોના સમૂહનું નામ સંઘ છે. એ સંઘમાં માત્ર સાધુ જ નથી હોતા - શ્રાવક-શ્રાવિકા પણ હોય છે. તેથી સાધુથી અલગ વ્યક્તિ પણ ગુણવાન હોય છે. એ બધા ગુણવાનોનું ગ્રહણ કરવા માટે ઉક્ત ટીકામાં ‘ગુણિપુ’ શબ્દનો પ્રયોગ કર્યો છે. તેથી ‘ગુણિપુ' શબ્દથી માત્ર સાધુનો અર્થ લેવો મિથ્યા છે.
સાધુથી અલગ વ્યક્તિની પ્રશંસા કરવાથી ‘સ્થાનાંગ સૂત્ર’માં પુણ્ય હોવું કહ્યું છે पंचहि ठाणेहिं जीवा सुलभ बोहियत्ताए कम्मं पगरेंति, तंजहा-अरिहंताणं वण्णं वयमाणे जाव विविक्क तव दंबचेराणं देवाणं वण्णं वयमाणे ।
સ્થાનાંગ સૂત્ર, ૫/ ૨/ ૨૯
‘જીવ પાંચ કારણોથી સુલભ બોધિ કર્મ બાંધે છે - (૧) અરિહંતોની પ્રશંસા કરવાથી, (૨) અરિહંત ભાષિત ધર્મની પ્રશંસા કરવાથી, (૩) આચાર્ય અને ઉપાધ્યાયની પ્રશંસા કરવાથી, (૪) સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓના સમૂહની પ્રશંસા કરવાથી તથા (૫) ઉત્તમ શ્રેણીનું બ્રહ્મચર્ય ધારણ કરનાર દેવોની પ્રશંસા કરવાથી.’
ઉક્ત પાઠમાં ઉત્તમ શ્રેણીનું બ્રહ્મચર્ય ધારણ કરનાર દેવોની પ્રશંસા કરવાથી સુલભ બોધિ કર્મ બંધ હોવું કહ્યું છે. તેથી સાધુથી ઇતરની પ્રશંસા કરવામાં એકાંત પાપ કહેવું મિથ્યા છે. જે રીતે સાધુથી અલગ પરિપક્વ બ્રહ્મચર્યવાળા દેવતાની પ્રશંસા કરવાથી પુણ્યબંધ થાય છે, એ જ રીતે સાધુથી અલગ ગુણસંપન્ન પુરુષને વંદન-નમસ્કાર કરવાથી તથા એની સેવા-શુશ્રુષા કરવાથી અને દીન-દુઃખી જીવોને અનુકંપા દાન દેવાથી પુણ્ય બંધ થાય છે. જો સાધુથી અલગ વ્યક્તિને દાન આપવાથી પુણ્ય બંધ નથી થતો, તો પછી સાધુથી અલગ પરિપક્વ બ્રહ્મચર્યવાળા દેવતાની પ્રશંસા કરવાથી પણ સુલભ બોધિ રૂપ પુણ્ય પ્રકૃતિનો બંધ થવો જોઈએ. પરંતુ શાસ્ત્રકાર એનાથી પુણ્ય બંધ હોવો કહી રહ્યા છે. તેથી સાધુથી અલગ વ્યક્તિને દાન-સન્માન, વંદન-નમન વગેરે કરવામાં એકાંત પાપ કહેવું મિથ્યા છે. નાના સાધુ મોટા સાધુને, નાના શ્રાવક મોટા શ્રાવકને, નાનો ભાઈ મોટા ભાઈને, પુત્ર પોતાના માતા-પિતાને વંદન-નમન કરે છે, એનાથી પુણ્યનો બંધ થાય છે, પાપનો નહિ.
કેટલાક લોકો કહે છે કે - “જો દીન-હીન જીવોને અનુકંપા દાન દેવાથી પુણ્ય થાય છે, તો એમને નમસ્કાર કરવાથી પણ પુણ્ય થવું જોઈએ ?’’ પરંતુ એમનો આ તર્ક યુક્તિસંગત નથી. અનુકંપા દાન નાનાં-મોટાં બધાં પ્રાણીઓને આપવામાં આવે છે, પરંતુ વંદન-નમન બધાને નથી કરવામાં આવતા, પોતાનાથી શ્રેષ્ઠોને જ કરવામાં આવે છે. દીન-હીન પાણી અનુકંપા કરવા પાત્ર છે, પરંતુ શ્રેષ્ઠ તથા ગુણસંપન્ન ન હોવાના કારણે તે વંદનનમસ્કારને પાત્ર નથી. તેથી એમને અનુકંપા દાન દેવાથી પુણ્ય થાય છે, વંદન નમસ્કાર કરવાથી નહિ. આ રીતે સ્પષ્ટ પ્રતિપાદન હોવા છતાયં મિથ્યા કલ્પના કરીને અનુકંપા દાન દેવા તથા સાધુથી ઇતર માતા-પિતા તથા શ્રેષ્ઠ શ્રાવક વગેરેને વંદન-નમસ્કાર કરવામાં એકાંત પાપ કહેવું ભયંકર ભૂલ છે.
અનુકંપા દાન વિરોધી કહે છે કે - “જો સાધુથી ઇતરને દાન દેવાથી પુણ્ય થાય છે, તો કસાઈને બકરો મારવા માટે, ચોરને ચોરી કરવા માટે, વેશ્યાને વેશ્યાવૃત્તિ માટે દાન
પુણ્ય તત્ત્વ : એક પરિશીલન
૪૫૯
Page #477
--------------------------------------------------------------------------
________________
આપવાથી પણ પુણ્ય થવું જોઈએ. પરંતુ એમનું આ કથન તર્કસંગત નથી, કારણ કે ચોરજાર-હિંસક-વેશ્યા વગેરેને આ રીતે અપાતું દાન અનુકંપા દાન નથી, પણ અધર્મ દાન છે. દાતા પાપ ભાવનાથી એ દાન કરે છે, તેથી એમાં પુણ્ય નથી, એકાંત પાપ છે. પરંતુ જે દાન દીન-હીન જીવો પર દયા કરીને પુણ્યાર્થ આપવામાં આવે છે, એનાથી તો પુણ્ય થાય છે. “સ્થાનાંગ સૂત્ર'માં નવમા સ્થાનમાં એવા જ દાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેથી અનુકંપા દાનને એકાંત પાપમય બતાવવું આગમથી સર્વથા વિરુદ્ધ છે. ઉક્ત સ્પષ્ટીકરણથી સર્વથા સિદ્ધ થઈ જાય છે કે “સ્થાનાંગ સૂત્ર”માં કથિત નવ પ્રકારના પુણ્ય માત્ર સાધુને આપવાથી જ નથી થતું, પણ જરૂરતમંદ જીવોને અનુકંપા બુદ્ધિથી આપવાથી પણ પુણ્ય થાય (મળ) છે. શુભ ભાવથી કોઈપણ જીવને આપવામાં આવેલું દાન પુણ્ય બંધનું કારણ છે. એમાં કોઈ સંદેહ ન હોવો જોઈએ. અનેરી પ્રકૃતિ પુચની છે, પાપની નહિઃ
સ્થાનાંગ સૂત્ર'ના આ પુણ્ય સંબંધિત પાઠના નીચે ટબ્બા અર્થ લખીને એની સમાલોચના કરતા ભ્રમ વિધ્વંસનકારે લખ્યું છે - ___ “अनेजे टब्बा में कह्यो - पात्र ने विषे जे अन्नादिक तो देवो, तेह थकी तीर्थंकरादिक पुण्य-प्रकृतिनो बंध । तो अधिक शब्द में तो बयालीसुंह पुण्यप्रकृति आई... वली कोई पुण्यनी प्रकृति बाकी नहीं, अनेरा ने दीधां अनेरी प्रकृतिनो વંથ, તે મને પ્રતિ પાપ ની છે ”
ભ્રમ વિધ્વંસનકારે જે ટબ્ધાર્થ લખ્યો છે, તે અપૂર્ણ છે. આચાર્ય ભીષણજીના જન્મથી પૂર્વ લખેલા “ટબ્બા' અર્થમાં ઉક્ત પાઠનો આ રીતે અર્થ કર્યો છે - “પાત્રને વિશે
"अन्नादिक दीजै तेह थकी तीर्थंकर नामादिक पुण्य प्रकृति नो बंध। .
तेह थकी अनेरां ने देव॒ते अनेरी पुण्य प्रकृति नो बंध ॥" ઉક્ત ટબ્બા અર્થમાં સાધુથી ઇતરને દાન દેવાથી પુણ્ય પ્રકૃતિનો બંધ સ્પષ્ટ લખ્યો છે, તેથી ભ્રમ વિધ્વંસનકારે આ ટબ્બાને છોડીને એવો અપૂર્ણ ટબ્બાનો અર્થ આપ્યો છે. જે અપૂર્ણ ટબ્બાનો આશ્રય આચાર્ય જીતમલજીએ લીધો છે, એ અનુસાર પણ સાધુથી અલગ વ્યક્તિને દાન આપવામાં એકાંત પાપ હોવું સિદ્ધ નથી થતું. એમના માન્ય ટબ્બામાં પણ અનેરાં ને રેવું તે મને પ્રતિ નો વંશ ' લખ્યું છે, ત્યાં પાપ પ્રકૃતિનો બંધ નથી લખ્યું, તેથી ત્યાં અનેરી પ્રકૃતિથી મતલબ તીર્થકર નામ વગેરે પ્રકૃતિથી અલગ પુણ્ય પ્રકૃતિનો બંધ હોવો અભિપ્રેત છે. અનેરી પ્રકૃતિનો અર્થ પાપ પ્રકૃતિ બતાવવું સર્વથા અપ્રાસંગિક અને અનુચિત છે.
પોતાના પક્ષના સમર્થનમાં ભ્રમ વિધ્વંસનકારે આગળ લખ્યું છે કે - “નિ ઋષમદિવસ कहिवे चौबीसुंइ तीर्थंकर आया । गौतादिक साधु कहिवे १४ हजार ही आया । प्राणातिपादिक पाप कहिवे १८ पाप आया, मिथ्यात्व आदिक आस्रव कहिवे ५ आस्रव आया । तिम तीर्थंकर आदि पुण्य प्रकृति कहिवे सब पुण्यनी प्रकृति आई । वली कोई पुण्यनी प्रकृति बाकी रही नहीं. ॥" (૪૦૦
અને જિણધમો)
Page #478
--------------------------------------------------------------------------
________________
ઉકત કથન તો કુસંગત છે અને ર અસર-સંસઢ જજાર ખદેવ બધો તીર્થકરોમાં પ્રથમ છે, ગૌતમ સ્વામી ભગવાન મહાવીરના ૧૪ હજાર શિષ્યોમાં સૌપ્રથમ તથા પ્રમુખ શિષ્ય છે. અઢાર પાપોમાં સૌપ્રથમ પ્રાણાતિપાત છે અને પંચ આસ્ત્રવોમાં પહેલો, મિથ્યાત્વ આસ્રવ છે, તેથી એમની સાથે “આદિ' લગાવવાથી બધાનું ગ્રહણ થઈ શકે છે. પરંતુ તીર્થકર વગેરે પુણ્ય પ્રકૃતિ કહેવાથી બધા પુણ્ય પ્રકૃતિઓનું ગ્રહણ નથી થઈ શકતું, કારણ કે તીર્થકર નામ પ્રકૃતિ ૪૨ પુણ્ય પ્રકૃતિઓના આદિમાં નથી પણ બધાથી અંતમાં છે. જેમ બધા તીર્થકરોના અંતમાં થવાના કારણે મહાવીર વગેરે તીર્થકર કહેવાથી ચોવીસ જ તીર્થકરોનું ગ્રહણ નથી થઈ શકતું, એ જ રીતે બધી પુણ્ય-પ્રકૃતિઓના અંતમાં થવાના કારણે તીર્થકર નામ વગેરે પુણ્ય પ્રકૃતિ કહેવાથી ૪૨ પુણ્ય પ્રવૃતિઓનું ગ્રહણ નથી થઈ શકતું. “સ્થાનાંગ સૂત્રમા પુણ્ય પ્રકૃતિઓનો જે ક્રમ આપવામાં આવ્યો છે, એમાં તીર્થકર નામની પુણ્ય પ્રકૃતિ બધાથી અંતમાં છે. એના માટે “પુણ્યની ૪૨ પ્રકૃતિઓ' શીર્ષકમાં ઉધૃત ગાથાઓ જુઓ. ત્યાં બધાથી પહેલા સાતવેદનીય પુણ્ય પ્રકૃતિ બતાવી છે, અને અંતમાં તીર્થકર નામ પુણ્ય પ્રકૃતિનું નામ આવ્યું છે. - આચાર્ય ભીષણજીએ પોતાના “નવદુભાવ પદાર્થ નિર્ણય” નામના પુસ્તકમાં પુણ્યના ઢાળમાં ૪૨ પ્રકૃતિઓનું આ જ ક્રમથી વર્ણન કર્યું છે. તેથી આ ક્રમ ભ્રમ વિધ્વંસનકારને પણ માન્ય છે. તેથી તીર્થકર વગેરે પુણ્ય પ્રકૃતિ કહેવાથી બધી પ્રવૃતિઓનું ગ્રહણ બતાવવું અનુચિત છે.
જો કોઈ એ પૂછે કે - “જ્યારે તીર્થકર નામની પુણ્ય પ્રકૃતિ બધાના અંતમાં છે ત્યાં અહીં તીર્થકર વગેરે પુણ્ય પ્રકૃતિ કહેવાનો શું અભિપ્રાય છે ?” આનો જવાબ એ છે કે - “અહીં તીર્થકર શબ્દના સાથે પ્રયુક્ત “આદિ' શબ્દનો અર્થ સાદેશ્ય છે, પ્રાથમ્ય નથી. તેથી તીર્થકર નામની પુણ્ય પ્રકૃતિના સદશ વિશિષ્ટ પુણ્ય પ્રવૃતિઓનું ગ્રહણ કરાવવા માટે જ અહીં ટીકા તથા ટબ્બામાં “આદિ' શબ્દનો પ્રયોગ થયો છે.” પૂર્વાચાર્યોએ “આદિ' શબ્દના નીચે પ્રમાણે અર્થ બતાવ્યા છે -
समीप्ये च व्यवस्थायां प्रकारेऽवयवे तथा ।
चतुष्वर्थेषु मेधावी ह्याडि शब्दं तु लक्षयेत् ॥ બુદ્ધિમાને “આદિ' શબ્દના ચાર અર્થ સમજવા જોઈએ (૧) સામીપ્ય, (૨) વ્યવસ્થા, (૩) પ્રકાર-સાદેશ્ય અને (૪) અવયવ. ઉક્ત શ્લોકના પ્રકાશમાં ભ્રમ વિધ્વંસનકારક દ્વારા ઉલ્લેખિત “ટબ્બા” અર્થનું તાત્પર્ય એ છે કે પાત્રને આપવાથી તીર્થકર નામ સદેશ ઉચ્ચ પુણ્ય પ્રકૃતિનો બંધ થાય છે. બીજાને દાન આપવાથી બીજી પુણ્ય પ્રકૃતિનો બંધ થાય છે. આનો એ અભિપ્રાય કદી નથી કે પાત્ર સાધુને દાન દેવાથી બધી પુણ્ય પ્રકૃતિઓ બંધાય અને સાધુથી અલગ વ્યક્તિને દેવાથી એકાંત પાપનો બંધ થાય.
બીજી વાત એ છે કે આ સંદર્ભિત પાઠમાં પુણ્યનું વર્ણન કરવામાં આવી રહ્યું છે, ન કે પાપનું. તેથી પ્રસ્તુત પાઠમાં પાપનું વર્ણન બતાવવું અપ્રાસંગિક અને અનુચિત છે. જ્યારે પ્રસ્તુત પાઠમાં પુણ્યનું પ્રકરણ ચાલી રહ્યું છે ત્યારે ટમ્બાકાર સાધુથી અલગ વ્યક્તિને દાન
[ પુણ્ય તત્ત્વ : એક પરિશીલન DT0000000000000૪૬૧)
Page #479
--------------------------------------------------------------------------
________________
આપવાથી પાપ થવું કેવી રીતે બતાવી શકે છે? બુદ્ધિમાનોએ પ્રસંગનું ધ્યાન રાખીને એ વાત સ્વયં સમજી લેવી જોઈએ.
ભ્રમ વિધ્વંસનકાર એક કુયુક્તિ રજૂ કરતાં લખે છે -
“अने भगवंता तो साधु ने कल्पे तेहिज द्रव्य कह्या छै । अनेरा ने दया पुण्य हुवे तो गाय-भैंस पुण्णे, रूपो पुण्णे, खेती पुण्णे, डोली पुण्णे इत्यादि बोल મujતા, તે તો માથા નઈં ?”
ઉક્ત કથન અનુચિત છે. અહીં સ્થાનાંગ”ના આ પાઠમાં સાધુના કલ્પને યોગ્ય વસ્તુનું જ કથન છે તો “સ પુool, શતરની પુuvો, મશ્ન પુud' વગેરે પાઠ પણ હોવો જોઈએ, કારણ કે સાધુને એ બધું લેવું કહ્યું છે અને એમનું દાન કરવાથી પણ દાતાને પુણ્ય થાય છે, પાપ નહિ. તથાપિ આ બધી વસ્તુઓનો આ પાઠમાં ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. એનાથી એ સ્પષ્ટ થાય છે કે આ પાઠ માત્ર સાધુઓ માટે જ નથી, બધાં પ્રાણીઓ માટે આવ્યો છે. પુણ્યના નિમિત્તે બીજાં પ્રાણીઓને દાન આપવાથી પણ પુણ્ય થાય છે, એકાંત પાપ નહિ.
આ પાઠમાં જે નવ પ્રકારથી પુણ્ય હોવું કહ્યું છે. એનો એ અર્થ નથી કે એનાથી અલગ વસ્તુ આપવાથી પુણ્ય થતું નથી. કારણ કે સાધુને પાડિહારી, સોય, કાતર વગેરે આપવાથી ભ્રમ વિધ્વંસનકારની માન્યતા અનુસાર પણ પુણ્ય જ થાય છે. પરંતુ ઉક્ત પાઠમાં એમના દાન દેવાથી પુણ્ય નથી કહ્યું, છતાંય એમના દાનથી પુણ્ય જ થાય છે.
ઉક્ત પાઠમાં પુણ્યનાં વિશેષ કારણોનું જે કથન છે, ગૌણ કારણોનું નહિ. તેથી અનાજ વગેરેથી ભિન્ન વસ્તુઓનું દાન જો ધર્માનુકૂળ હોય તો એકાંત પાપમાં નથી. જેમ ઉક્ત પાઠમાં નહિ લખેલી સોય, કાતર, ભસ્મી, અચિત્ત, માટીનો ઢગલો, ઔષધ વસ્તુઓ સાધુઓને દેવાથી પાપ નથી થતું, એ જ રીતે સાધુથી ઇતર વ્યક્તિને જો ધર્માનુકૂળ વસ્તુઓ પુણ્યાર્થ આપવામાં આવે, તો એનાથી પણ એકાંત પાપ નથી થતું.
તેથી, સિદ્ધ થાય છે કે “ઠાણાંગ સૂત્રમાં વર્ણિત નવ પ્રકારનું પુણ્ય માત્ર સાધુઓને અનાજ વગેરે આપવાથી જ નથી થતું, પણ કોઈપણ જરૂરતમંદને શુભ ભાવનાપૂર્વક અનુકંપા બુદ્ધિથી ઉક્ત સૂત્ર વણિત અથવા અન્ય ઉપયોગી પદાર્થ આપવાથી પણ થાય છે. ઉક્ત પાઠમાં સર્વ સાધારણ માટે છે, માત્ર સાધુ માટે નહિ. કારણ કે મૂળ પાઠમાં ક્યાંય કોઈ વિશિષ્ટ નિર્દેશ નથી, તેથી માત્ર સાધુને અનાજ વગેરે આપવાથી જ પુણ્ય થાય છે, અન્યને દેવાથી એકાંત પાપ થાય છે, આ માન્યતા નિતાંત ભ્રમપૂર્ણ અને મિથ્યા છે. સાધુથી અલગ બધા કુપાત્ર નથી :
તેરાપંથ સંપ્રદાય સાધુથી ઇતર બધાને કુપાત્ર માને છે. માતા-પિતા, મોટાભાઈ વગેરે ગુરુજન પણ આ પંથની દૃષ્ટિમાં કુપાત્ર છે. એમને જો ધર્માનુકૂળ કોઈ વસ્તુ આપવામાં આવે તો આ પંથ એને કુપાત્ર દાન કહીને એમાં એકાંત પાપ બતાવે છે. એની માન્યતા છે કે જેમ વેશ્યા, હિંસક, ચોર વગેરેને વ્યભિચાર, હિંસા, ચોરી માટે આપવામાં આવેલા દાનમાં (૪૬૨) એ છે જે છે તે
જિણધમો)
Page #480
--------------------------------------------------------------------------
________________
એકાંત પાપ છે, એ જ રીતે સાધુથી ઇતરને દાન દેવામાં પણ એકાંત પાપ છે. તેઓ કહે છે - “સથથી કનેરો તે પાત્ર છે, અનેરા ને વીંથી અનેરો પ્રતિનો ગ્રંથ ઋો તે અનેરી પ્રવતિ પાપની છે.” “કૃપાત્ર દાન, માંસ વગેરેનું સેવન તથા વ્યસન કુશીલાદિક - એ ત્રણેય એક જ માર્ગના પથિક છે. જેમ ચોર, જાર, ઠગ આ ત્રણેય સમાન વ્યવસાયી છે, એમ જ કુપાત્ર દાન પણ જયાચાર્ય - સિદ્ધાંતાનુસાર માંસાદિક સેવન, વ્યસન, કુશીલાદિક સેવનની શ્રેણીમાં ગણના કરવા યોગ્ય છે. | તેરાપંથની ઉકત માન્યતા ગંભીર ભૂલથી ભરેલી છે. આગમમાં ક્યાંય પણ સાધુથી ઇતરને કુપાત્ર નથી કહેવામાં આવ્યું. શ્રાવક, સાધુથી અલગ છે, છતાંય એને ગુણરત્નનું પાત્ર અને તીર્થ કહ્યો છે. આગમના એ પાઠ આ પ્રકાર છે -
तित्थं पुण चाउवण्णाइण्णे समणसंघे, तंजहा-समणा, समणीओ, सावया, सावियाओ ।
- ભગવતી સૂત્ર-૨૦ પ્રસ્તુત પાઠમાં સાધુ-સાધ્વીની જેમ શ્રાવક-શ્રાવિકાને પણ તીર્થ કહ્યા છે. તીર્થ નામ સુપાત્રનું છે, કુપાત્રનું નહિ. મેદિની કોષમાં તીર્થનો અર્થ પાત્ર બતાવ્યો છે.
तीर्थ शास्त्राध्वर क्षेत्रोपाय नारी रजः सु च ।
अवतारर्षि जुष्टाम्बु पात्रोपाध्याय मंत्रिषु ॥ એનાથી શ્રાવક પાત્ર સિદ્ધ થાય છે, અપાત્ર નહિ. જ્યારે શ્રાવક અપાત્ર જ નથી તો એનો કુપાત્ર હોવાનો સવાલ જ નથી થઈ શકતો. “સ્થાનાંગ સૂત્ર'ના ચોથા સ્થાનમાં ઉલ્લેખિત સંઘનો અર્થ કરતાં ટીકાકારે લખ્યું છે -
“સંધ: TUરિત્ન પત્રિમૂત-સત્વે સમૂહ:” “ગુણ રૂપ રત્નનાં પાત્રભૂત પ્રાણીઓના સમૂહને સંઘ કહે છે. સંઘમાં શ્રાવક-શ્રાવિકાઓ પણ સમાયેલી છે, તેથી તે પણ ગુણ રૂપ રત્નના પાત્ર હોવાથી સુપાત્ર છે, કુપાત્ર નહિ. તેથી સાધુથી અલગ બધાને કુપાત્ર કહેવું નિતાંત અસત્ય છે. જ્યારે સાધુથી અલગ બધા કુપાત્ર નથી, તો એમને દાન દેવાથી એકાંત પાપ કેવી રીતે થઈ શકે છે ? વસ્તુતઃ સાધુ વિશિષ્ટ પાત્ર છે, તેથી એમને દાન દેવાથી વિશિષ્ટ પુણ્યનો બંધ થાય છે. અને બીજા લોકો સાધુની અપેક્ષા સામાન્ય પાત્ર છે. તેથી એમને દાન આપવાથી સામાન્ય પુણ્ય બંધ થાય છે, પરંતુ સાધુથી અલગ વ્યક્તિને ધર્માનુકૂળ વસ્તુનું દાન દેવાથી એકાંત પાપ થાય છે, આ માન્યતા આગમથી સર્વથા વિપરીત છે.
એક કામી વ્યક્તિ વાસના પૂર્તિ માટે વેશ્યાને દાન આપે છે અને બીજો વિનીત પુત્ર માતા-પિતાની સેવા માટે દાન આપે છે. તેરાપંથની માન્યતાનુસાર બંને કુપાત્રને દાન આપે છે; તેથી બંને એક સમાન એકાંત પાપનું કાર્ય કરે છે. પરંતુ આ એમની માત્ર કોરી કલ્પના છે. આગમમાં એવું ક્યાંય નથી કહ્યું. “ઉવવાઈ સૂત્ર'માં માતા-પિતાની સેવા કરનાર પુત્રને સ્વર્ગમાં જનારો કહ્યો છે. જો માતા-પિતાને દાન દેવું, એમની સેવાભક્તિ કરવી કુપાત્રદાન તથા કુશીલાદિકની જેમ એકાંત પાપમય હોત તો આગમકાર એ માતૃ-પિતૃ ભક્ત પુત્રને સ્વર્ગગામી કેવી રીતે કહેત? કારણ કે સ્વર્ગની પ્રાપ્તિ પુણ્યથી થાય છે, પાપથી નહિ. તેથી [ પુણ્ય તત્વઃ એક પરિશીલન
૪૬૩)
Page #481
--------------------------------------------------------------------------
________________
સાધુથી અલગ બધાને કુપાત્ર કહેવું સર્વથા મિથ્યા છે.
પ્રદેશી રાજાએ બાર વ્રત સ્વીકાર કર્યા પછી દાનશાળા ખોલીને ઘણાંય દીન-દુઃખી પ્રાણીઓને અનુકંપા દાન કર્યું હતું. પરંતુ આગમકારે એના દાનની નિંદા નથી કરી. જો સાધુથી ઇતરને (બીજાને) દાન દેવું માંસાહાર કે કુશીલ સેવનની જેમ એકાંત પાપનું કાર્ય હોત તો આગમકાર પ્રદેશી રાજાને દાનની અવશ્ય જ નિંદા કરતા અને પ્રદેશ રાજા પણ બાર વ્રત કરવા ઉપરાંત એકાંત પાપનું નવીન કાર્ય કેમ આરંભ કરતા? એણે કેશી શ્રમણની સામે જ દાનશાળાનું કાર્ય ચાલુ કરવાની ઘોષણા કરી હતી. એનાથી એ સ્પષ્ટ સિદ્ધ થાય છે કે સાધુથી અલગ બધા જીવ ન તો કુપાત્ર છે અને ન એમને દાન દેવું એકાંત પાપનું નહિ, પુણ્યનું કાર્ય છે. તેથી સાધુથી અલગ બધા વ્યક્તિઓને દાન દેવામાં એકાંત પાપની પ્રરૂપણા કરવી ગંભીરતમ્ ભૂલ છે. ક્ષેત્ર-અક્ષેત્ર : - “સ્થાનાંગ સૂત્ર'ના ચતુર્થસ્થાનમાં વર્ણિત મેઘ સંબંધી ચૌભંગીમાં ક્ષેત્ર-અક્ષેત્ર વર્ષે મેઘોના ઉદાહરણથી ચાર પ્રકારના દાની પુરુષોનું વર્ણન કરવામાં આવ્યું છે. આની વ્યાખ્યા કરતા તેરા (તેરહ)પંથી જીતમલજીએ ભ્રમવિધ્વંસનમાં લખ્યું છે - “થ રૂદાંપિUT कुपात्र-दान कुक्षेत्र कह्या । कुपात्र रूप कुक्षेत्र में पुण्य रूप बीज किम उगो ।' - એમના કહેવાનો અભિપ્રાય એ છે કે સાધુથી અલગ બધાં કુપાત્ર છે અને કુપાત્રને આ પાઠમાં કુક્ષેત્ર કહ્યું છે. જેમ કે કુક્ષેત્રમાં ઘઉં-ચણા વગેરે બીજ નથી ઊગતા, એ જ રીતે સાધુથી અલગ પુરુષને આપેલું દાન પણ પુણ્ય રૂપ અંકુરને ઉત્પન્ન નથી કરતું. એમની આ દલીલ માત્ર ભોળા લોકોને ભરમાવનારી છે. “સ્થાનાંગ સૂત્ર'નો એ પાઠ લખીને એના વાસ્તવિક અર્થને પ્રગટ કરવા સાથે એમની ઉક્ત દલીલનું ખંડન કરવામાં આવી રહ્યું છે.
चतारि मेहा पण्णत्ता, तंजहा खेत्तवासी णाममेगे णो अखेत्तवासी, एवमेव चतारि पुरिसजाया पण्णत्ता, तंजहा-खेत्तवासी णाममे गेणो अखेतवासी ।
- સ્થાનાંગ સૂત્ર, ૪/૩૪૬ વરસાદ ચાર પ્રકારના હોય છે - (૧) વરસાદ જે ક્ષેત્રમાં વરસે છે, અક્ષેત્રમાં નહિ, (૨) વરસાદ, જે અક્ષેત્રમાં વરસે છે, ક્ષેત્રમાં નહિ, (૩) એ વરસાદ, જે ક્ષેત્ર-અક્ષેત્ર બંનેમાં વરસે છે અને (૪) એ મેઘ, જે ક્ષેત્ર-અક્ષેત્ર કોઈમાં નથી વરસતો. આ રીતે પુરુષ પણ ચાર પ્રકારના હોય છે - (૧) એ પુરુષ, જે પાત્રને દાન આપે છે, અપાત્રને નહિ, (૨) એ પુરુષ, જે અપાત્રને દાન આપે છે, પાત્રને નહિ, (૩) એ પુરુષ, જે પાત્ર-અપાત્ર બંનેને દાન આપે છે અને (૪) એ પુરુષ જે પાત્ર-અપાત્ર કોઈને પણ દાન નથી દેતો.
પ્રસ્તુત પાઠમાં પ્રયુક્ત “ક્ષેત્ર' શબ્દનો ટીકાકારે એ અર્થ કર્યો છે “ક્ષેત્રે ઘાઘુત્પત્તિ સ્થાનમ્' જે પૃથ્વીમાં વાવેલા ઘઉં-ચણા વગેરેના બીજ અંકુરિત થતા હોય, એને ક્ષેત્ર અને એનાથી અલગને અક્ષેત્ર સમજવું જોઈએ. વરસાદ (મેઘ) પક્ષમાં ક્ષેત્ર-અક્ષેત્રથી પૃથ્વી વિશેષનું ગ્રહણ થાય છે અને પુરુષ પક્ષમાં દાન દેવા યોગ્ય જીવ ક્ષેત્ર છે અને દાન નહિ દેવા યોગ્ય જીવ અક્ષેત્ર છે. (૪૬૪
છે.
જ જિણધમો)
Page #482
--------------------------------------------------------------------------
________________
ઉક્ત મૂળ પાઠ તથા એની ટીકામાં સામાન્ય રૂપથી ક્ષેત્ર-અક્ષેત્રનું વર્ણન કર્યું છે. એમાં એ નથી બતાવ્યું કે એક માત્ર સાધુ જ ક્ષેત્ર છે અને એનાથી અલગ બધા અક્ષેત્ર છે. તેથી આ પાઠનો આશ્રય લઈને સાધુથી અલગ બધા જીવોને અક્ષેત્ર કે કુક્ષેત્ર કહીને એમને દાન દેવામાં એકાંત પાપ કહેવું આગમની અવહેલના કરવી છે.
આગમમાં સાધુને દાન દેવાથી નિર્જરા અને દીન-હીન જીવોને અનુકંપા દાન દેવાથી પુણ્ય બંધ કહ્યો છે, તેથી સાધુ મુખ્ય રૂપથી મોક્ષાર્થ દાનનાં ક્ષેત્રો છે અને દીન-હીન પ્રાણી અનુકંપા દાનનાં ક્ષેત્રો છે, સાધુથી અલગ પુરુષ મુખ્ય રૂપથી મોક્ષાર્થ દાનના અને દીનહીન તથા દુઃખી જીવોના સિવાય પુરુષ અનુકંપા દાનના પ્રાયઃ અક્ષેત્ર છે. તેથી જે વ્યક્તિ દીન-હીન જીવોને અનુકંપા દાન દે છે, તે ક્ષેત્ર અક્ષેત્ર વર્ષ નથી ક્ષેત્ર વર્ષ છે. કારણ કે દીન-દુઃખી પ્રાણી અનુકંપા દાનનાં ક્ષેત્રો છે, તેથી એમને અનુકંપા દાન દેનારા પુરુષ ઉક્ત ચૌભંગીમાં વર્ણિત પ્રથમ ભંગનો સ્વામી છે - ક્ષેત્ર વર્ષ છે.
જે પુરુષ ન તો દીન-દુઃખીને અનુકંપા દાન દે છે અને ન પંચ મહાવ્રતધારી સાધુને મોક્ષાર્થ દાન દે છે, પરંતુ જેને દાનની આવશ્યકતા નથી કે જેને દાન દેવાથી એ દાન દ્વારા હિંસા વગેરે મહારંભનું કાર્ય કરવામાં આવે છે, એ વ્યક્તિઓને એમના દ્વારા કરવામાં આવતાં દુષ્કમ માટે જે દાન દે છે, તે પુરુષ બીજા ભંગનો સ્વામી છે - અક્ષેત્ર વર્ષ છે.
જે પુરુષને એ બોધ નથી કે અમુક પુરુષને એ દાન દેવા યોગ્ય છે અને અમુકને અયોગ્ય, પરંતુ પાત્ર-અપાત્ર બધાને દાન દે છે કે જે વિશાળ ઉદાર ભાવના કારણે કે પ્રવચનની પ્રભાવનાના માટે બધાને દાન દે છે, તે પુરુષ તૃતીય ભંગનો સ્વામી - ઉભય વર્ષ છે.
જે ક્ષેત્ર-અક્ષેત્ર કોઈને કંઈ નથી દેતો તે પરમ કૃપણ અનુભય વર્ષ છે.
ઉક્ત ચૌભંગીના તૃતીય ભંગના સ્વામી ત્રણ પ્રકારના કહ્યા છે. એમાં પહેલા પુરુષ વિવેક વિકળ છે. જો કે એનું દાન પૂર્ણ ફળપ્રદ નથી, છતાં સર્વથા નિષ્ફળ પણ નથી. કારણ કે અપાત્રની સાથે જ તે પાત્રને પણ દે છે. બીજી વ્યક્તિ જે વિશાળ - ઉદાર ભાવથી બધાને દાન દે છે, તે ઉદારતા ગુણની અપેક્ષાથી પ્રશંસનીય છે. ત્રીજી વ્યક્તિ જે પ્રવચનની પ્રભાવના માટે બધાને દાન દે છે તે પુરુષ, પ્રવચન-પ્રભાવના રૂપ મહાન પુણ્યનું ઉપાર્જન કરે છે. જ્ઞાતા સૂત્ર'માં પ્રવચન પ્રભાવનાથી તીર્થકર નામ-પ્રકૃતિનો બંધ કહેવામાં આવ્યો છે. ___ इमेहिं य णं वीसाएहिं य कारणेहिं आसेविय बहुलीकएहिं तित्थयर णाम गोयं कम्मं णिवत्तिंसु तंजहा -
अरिहंत सिद्ध पवयण गुरु थेर बहुस्सुए तवस्सीसुं । वच्छलया य तेसिं अभिक्ख णाणोवओगे य ॥ दंसणविणए आवस्सए य सीलव्वए निरइयारं । खण-लव-तव च्चियाए, वेयावच्चे समाही य ॥ अपुव्वणाण गहणे सुय-भत्ती पवयणे पभावणया । एएहिं कारणेहिं तित्थयरत्तं लहइ सोउ ॥
- જ્ઞાતા સૂત્ર ૮, ૬૪ ( પુણ્ય તત્ત્વઃ એક પરિશીલન D પુણ્ય તત્વ : એક પરિશીલના
છે જે ૪૬૫
૪૬૫
Page #483
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તુત પાઠમાં પ્રવચન-પ્રભાવનાથી તીર્થકર નામ કર્મનો બંધ હોવો કહ્યું છે. તેથી સાધુથી અલગ બધાને દાન દેવામાં એકાંત પાપ બતાવવું સર્વથા મિથ્યા છે. પ્રવચનપ્રભાવના માટે બધાને દાન દેનારી વ્યકિત આગમાનુસાર પુણ્યનું કાર્ય કરે છે, પરંતુ તેરાપંથ એને એકાંત પાપનું કાર્ય કહે છે. એમની આ આગમ વિરોધી પ્રરૂપણા સર્વથા હેય અને ત્યાજ્ય છે.
જો કોઈ કહે છે કે પ્રવચનની પ્રભાવના માટે બધાને દાન દેવાથી પુણ્ય થાય છે, તો બધા જીવ દેવા યોગ્ય ક્ષેત્ર સિદ્ધ થાય છે. કોઈપણ અક્ષેત્ર કે કુક્ષેત્ર નથી રહેતું એવી સ્થિતિમાં ક્ષેત્રાક્ષેત્ર સંબંધિત ચૌભંગી કેવી રીતે બનશે? આનું સમાધાન એ છે કે અહીં પ્રવચન પ્રભાવના રૂપ પુણ્યની અપેક્ષાથી ક્ષેત્ર-અક્ષેત્રનો વિચાર નથી રાખ્યો. કારણ કે પ્રવચન પ્રભાવના નિમિત્ત અપાતા દાનનાં બધાં ક્ષેત્ર છે, કોઈપણ અક્ષેત્ર નથી. વેશ્યા, ચોર, જાર વગેરેનું એમનું કુકર્મ છોડાવીને સન્માર્ગમાં પ્રવૃત્ત કરવા માટે દાન દેવું પણ પ્રવચન પ્રભાવના છે. તેથી જે વ્યક્તિ જે દાનને યોગ્ય નથી, તે અહીં એ દાનનું અક્ષેત્ર માનવામાં આવે છે. જેમ કે સાધુથી અલગ જીવ મુખ્ય રૂપથી મોક્ષાર્થ દાનના અક્ષેત્ર છે અને દીન-દુઃખીથી અલગ પ્રાણી અનુકંપા દાનના અક્ષેત્ર છે. આ રીતે ક્ષેત્ર-અક્ષેત્રનો વિભાગ સમજવો જોઈએ. એ નથી કે સાધુથી અલગ બધા જીવ અક્ષેત્ર કે કુક્ષેત્ર છે. તેથી સાધુથી અલગ બધાંને અક્ષેત્ર બતાવીને એમને દાન દેવામાં એકાંત પાપ બતાવવું આગમ વિરોધી અને સર્વથા મિથ્યા છે. શકલાલ પુત્ર : | તેરાપંથની આમ્નાય અનુસાર પંચ મહાવ્રતધારી સાધુ સિવાય બધા જીવ કુપાત્ર છે. એમને દાન દેવા કે કોઈપણ રીતે એમની સહાયતા કરવાના કાર્યને એ માંસ ભોજન અને કુશીલ વગેરેની જેમ એકાંત પાપનું કાર્ય માને છે. જો એમની આ માન્યતા આગમને અનુરૂપ હોત અને શકપાલ પુત્ર શ્રાવક પણ એને માને તો તે ગોશાલક જેવા અસંયતિને શવ્યાસંથારો આપીને માંસ-ભોજનાદિકની જેમ એકાંત પાપનું કાર્ય કેમ કરતા? કારણ કે એવું નહિ કરવાથી એનું કોઈ કાર્ય બગડતું નથી. તે પણ આનંદ શ્રાવકની જેમ અભિગ્રહ નિષ્ઠ બાર વ્રતધારી શ્રાવક હતો. જો અન્ય તીર્થોને દાન દેવાથી શ્રાવકનો અભિગ્રહ નષ્ટ થાય છે અને એને માંસ-ભોજન વગેરેની જેમ એકાંત પાપ થાય છે, તો શકદાલ-પુત્રનો અભિગ્રહ અવશ્ય નષ્ટ થઈ જવો જોઈએ. અને એને એકાંત પાપ હોવું જોઈએ. પરંતુ આગમમાં ગૌશાલકને દાન દેવાથી ન તો શકડાલ પુત્રનો અભિગ્રહ તૂટવાનો ઉલ્લેખ છે અને ન એકાંત પાપનો. તેથી અન્ય તીર્થોને દાન દેવાથી અભિગ્રહ ભંગ થવા તથા એકાંત પાપ હોવાની પ્રરૂપણા કરવી મિથ્યા છે.
શ્રાવક અન્ય તીર્થોને ગુરુ-બુદ્ધિથી મોક્ષાર્થ દાન નહિ દેવાનો અભિગ્રહ લે છે, પરંતુ અનુકંપા દાન દેવા તથા પ્રવચન પ્રભાવના માટે દાન દેવાથી કોઈ પ્રતિબંધ સ્વીકાર નથી કરતા. તેથી શકતાલ પુત્રે ગોશાલકને જે શય્યા-સંથારો આપ્યો તો એને આગમકારે એકાંત (૪૬૬) D D D D D D D D D જિણધમો]
Page #484
--------------------------------------------------------------------------
________________
પાપનું કાર્ય નથી કહ્યું, પરંતુ આ દાનથી ધર્મ અને તપ ન હોવાનું મૂળ પાઠમાં વર્ણન છે. ત્યાં એકાંત પાપ હોવાનું કે પુણ્ય ન હોવાનો ઉલ્લેખ નથી. તે પાઠ આ પ્રકારે છે - __ 'तएणं से सद्दालपुत्ते समणोवासए गोसालं मंखलिपुत्तं एवं वयासी - 'जम्हा णं देवाणुप्पिया ! तुब्भे मम धम्मायरियस्स जाव महावीरस्स संतेहिं तच्चेहिं तहिएहिं सब्भूएहिं भावेहिं गुणकित्तणं करेह, तुम्हा णं अहं तुब्भे पाडिहारिएणं पीढ़जाव संथारएणं उवणिमंतेमि, णो चेवणं धम्मोत्तिवा तवोत्ति वा ।' ।
- ઉપાસક દશાંગ, અ-૭, સૂ-૫૮ શકલાલ પુત્ર શ્રાવકે મંખલિ પુત્ર ગોશાલકથી એ કહ્યું - “દેવાનુપ્રિય ! તમે મારા ધર્માચાર્ય યાવતું મહાવીર સ્વામીના વિદ્યમાન, સત્ય અને સદ્ભુત ગુણોનું કીર્તન કર્યું છે. તેથી હું તેમને પીઠ-ફલક-શધ્યા-સંથારક વગેરે ગ્રહણ કરવા માટે નિમંત્રિત કરું છું. પરંતુ આને ધર્મ કે તપ સમજીને નહિ.”
ઉક્ત પાઠમાં શકપાલ પુત્ર શ્રાવક ગોશાલકને શય્યા-સંથારો આપવાથી ધર્મ એ તપ હોવાનો નિષેધ કરે છે, પુણ્ય હોવાનો નહિ. તે આ દાનથી એકાંત પાપ હોવાનું પણ નથી બતાવતા. એનાથી એ સ્પષ્ટ સિદ્ધ થાય છે કે સાયુથી અલગ વ્યક્તિને દાન દેવાથી એકાંત પાપ નથી થતું, પુણ્ય થાય છે.
શકડાલ પુત્રના આ ઉદાહરણથી પ્રવચન પ્રભાવના માટે સાધુથી અલગ વ્યક્તિને દાન દેવું પણ શ્રાવકનું કર્તવ્ય સિદ્ધ થાય છે. શકડાલ પુત્રે ભગવાન મહાવીરના ગુણાનુવાદ કરવાના કારણે ગોશાલકને શય્યા-સંથારો આપીને પ્રવચનની પ્રભાવના કરી હતી. પ્રવચન પ્રભાવનાને તીર્થકર નામ ગોત્ર બંધનું કારણ કહ્યું છે, તેથી શકહાલ પુત્રે ગોશાલકને દાન દેવાથી પુણ્યનો નિષેધ નથી કર્યો.
તેરાપંથની આ માન્યતા પણ આગમ વિરોધી છે કે પુણ્યનો બંધ નિર્જરાની સાથે જ થાય છે. આગમમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે નિર્જરાની સાથે જ પુણ્ય બંધ થાય છે.
ઉક્ત વિવેચનથી સ્પષ્ટ રીતે સિદ્ધ થઈ જાય છે કે “સ્થાનાંગ સૂત્ર'માં વર્ણિત નવ પ્રકારનાં પુણ્ય માત્ર સાધુઓને દેવાથી જ નહિ, પણ અન્ય જરૂરતમંદ જીવોને દેવાથી પણ થાય છે. દીન-હીન દુઃખી જીવોને અનુકંપા બુદ્ધિથી દાન દેવું અથવા પ્રવચનની પ્રભાવના માટે સર્વ સાધારણને દાન દેવું - પુણ્ય-બંધનું કારણ છે, ન કે એકાંત પાપનું. તેરાપંથ દ્વારા દયા-દાન વગેરેને માત્ર સાધુઓ માટે જ આરક્ષિત કરી દીધો છે અને સાધુથી અલગ વ્યક્તિઓની દયા કરવામાં કે એમને દાન દેવામાં એકાંત પાપની પ્રરૂપણા કરવામાં આવે છે, જે સર્વથા મિથ્યા છે, આગમ વિરુદ્ધ છે, તેથી હેય અને ત્યાજ્ય છે. આ રીતે પુણ્ય તત્ત્વની મહિમાને ભૂમિકાના ભેદ અનુસાર સમજીને એનું યથોચિત રૂપથી અવલંબન લેવું જોઈએ. [ પુણ્ય તત્ત્વ ઃ એક પરિશીલન D
અ૪૬
Page #485
--------------------------------------------------------------------------
________________
KGO
(પાપ તત્વ)
પુણ્યનું પ્રતિપક્ષી તત્ત્વ પાપ છે. “પાપ” શબ્દની વ્યુત્પત્તિ કરતાં સ્થાનાંગ સૂત્ર'ની ટીકામાં કહ્યું છે કે - “પાશયતિ-TUત્યાત્માને પાતતિ ચાત્મનઃ મનર શપથતિ ક્ષયતિતિ પાપમ” જે આત્માને જાળમાં ફસાવે અથવા આત્માને પછાડે અથવા આત્માના આનંદરસને સુકાવે, તે પાપ છે. સંસારમાં જે કંઈપણ અશુભ છે, તે બધાં પાપ અને એના ફળમાં સમાવિષ્ટ થઈ જાય છે.
પાપ તત્ત્વનું સ્વતંત્ર અસ્તિત્વ છે. તે માત્ર પુણ્યનો અભાવ નથી. પુણ્ય તત્ત્વની સિદ્ધિના પ્રસંગમાં કર્મની સત્તા, પ્રમાણ દ્વારા સિદ્ધ કરવામાં આવી છે. કર્મની સિદ્ધિ થઈ જવાથી એના શુભ-અશુભ રૂપ બે ભેદ પણ સિદ્ધ થઈ જાય છે. શુભકર્મ પુણ્ય રૂપ છે અને અશુભકર્મ પાપ રૂપ છે. શુભ-ફળ-સુખ વગેરેના કારણે પુણ્ય છે અને અશુભ ફળ દુઃખ વગેરેના કારણે પાપ છે. સંસારમાં દુઃખ વગેરે અશુભકાર્ય દષ્ટિગોચર થાય છે. એમનું કોઈ કારણ હોવું જોઈએ. કારણ કે તે કાર્ય છે. જે-જે કાર્ય થાય છે, એનું કોઈ કારણ અવશ્ય હોય છે. જેમ કે અંકુરનું કારણ બીજ. જે દુઃખ વગેરે અશુભ ફળનું કારણ છે, એ જ પાપ કર્મ છે. કહી શકાય છે કે અનિષ્ટ સંયોગ અને ઇષ્ટ વિયોગ રૂપ દષ્ટ કારણોને છોડીને પાપરૂપી અદૃષ્ટ કારણની કલ્પના કરવી નિરર્થક છે. પરંતુ આ કથન યુક્તિસંગત નથી, કારણ કે ઇષ્ટ કારણરૂપ બાહ્ય સાધનોની તુલ્યતા હોવાથી પણ ફળમાં વૈચિત્ર્ય જોવા મળે છે. બે વ્યક્તિઓને સમાન સાધન-સામગ્રી પ્રાપ્ત હોવા છતાંય ફળમાં અંતર જોવા મળે છે. એક વ્યકિત સાધનોની સમાનતા છતાં સફળતા પ્રાપ્ત કરે છે અને બીજો અસફળ થઈ જાય છે. તેથી તુલ્ય સામગ્રીના સભાવમાં થનારો ફળ-ભેદ કોઈ અદષ્ટ કારણની સત્તાને સિદ્ધ કરે છે. અશુભ દુઃખ વગેરે ફળનું જે બીજ (કારણ) છે, એ જ પાપ તત્ત્વ છે.
પુણ્ય-પાપને લઈને ચિંતકોમાં કેટલાય પ્રકારના મત જોવા મળે છે. કોઈ કહે છે કે - “પુણ્ય જ એકમાત્ર તત્ત્વ છે, પાપ નથી.” કોઈ કહે છે કે – “પાપ જ તત્ત્વ છે, પુણ્ય નહિ.” કોઈ કહે છે કે – “પુણ્ય-પાપ અલગ-અલગ નથી, પરંતુ પુણ્ય-પાપ નામની એક જ વસ્તુ છે.” કોઈ કહે છે કે - “એ અલગ-અલગ સુખ-દુઃખનું કારણ છે, તેથી બંને સ્વતંત્ર તત્ત્વ છે.” કોઈ કહે છે કે - “કાર્યના મૂળથી જ કોઈ અસ્તિત્વ નથી, કારણ કે તે આખું જગત વ્યવહાર સ્વભાવ-સિદ્ધ છે.” આ વિવિધ પ્રકારના વિકલ્પોના કારણે મુમુક્ષુ જીવને સંદેહ થવો સ્વાભાવિક છે. એ જાણવા માંગે છે કે - “એમાંથી વાસ્તવિક તત્ત્વ શું છે ?' તેથી આ વિકલ્પોની મીમાંસા કરવી જરૂરી છે.
પ્રથમ વિકલ્પ : ઉક્ત વિકલ્પોમાં પ્રથમ વિકલ્પ છે કે પુણ્ય જ તત્ત્વ છે, પાપ નહિ. કારણ કે પુણ્યના ઉપનય-અપનયથી જ શુભાશુભ ફળની સિદ્ધિ થઈ જાય છે. જેમ કે જે પરમ પ્રકષ્ટ શુભફળ છે, તે પુણ્યના ઉપનય પ્રકર્ષનું કાર્ય છે. જે એનાથી અલ્પ, અલ્પતર અને અલ્પતમ શુભ ફળ છે, તે પુણ્યના ન્યૂનાધિક અપકર્ષનું પરિણામ છે. સૌથી વધારે (૪૬૮ જ છે
આ જિણધર્મોો)
Page #486
--------------------------------------------------------------------------
________________
પુણ્યની અપનય (હાનિ) જ બધાથી ઓછા શુભ ફળવાળા છે. અર્થાત્ દુઃખનો પ્રકર્ષ છે. તે અલ્પ પુણ્ય પણ જ્યારે ક્ષીણ થઈ જાય છે ત્યારે મુક્તિ થઈ જાય છે. જેમ અત્યંત પથ્યાહાર સેવનથી પુરુષને પરમ આરોગ્ય સુખ મળે છે. તે જ વ્યક્તિ જ્યારે થોડા-થોડા પથ્યાહાર છોડીને અપથ્યાહારની વૃદ્ધિ કરે છે, તો ક્રમશઃ આરોગ્ય સુખની હાનિ થતી જાય છે. સર્વથા આહારને છોડી દેવાથી પ્રાણોની મુક્તિ થઈ જાય છે. પથ્યાહારના સમાન પુણ્ય છે. જેમ કે કહ્યું છે -
पुण्णुक्करिसे सुभया तरतमजोगावगरिसओ हाणी । तस्सेव खए मोक्खो, पत्थाहारोवपाणाओ ॥
વિશેષાવશ્યક ભાષ્ય, ગાથા-૧૯૦૮
સમીક્ષા : ઉક્ત વિકલ્પ યથાર્થ નથી. કારણ કે અપકર્ષથી દુ:ખની પ્રકર્ષતા સંભવ નથી. દુઃખની પ્રકર્ષની અનુભૂતિ પોતાના અનુરૂપ કર્મના પ્રકર્ષથી જ થાય છે, કારણ કે તે પ્રકર્ષાનુભૂતિ છે. જે-જે પ્રકર્ષાનુભૂતિ થાય છે, તે સ્વાનુરૂપ કર્મના પ્રકર્ષથી જ થાય છે. જેમ સુખના પ્રકર્ષની અનુભૂતિ. સુખના પ્રકર્ષની અનુભૂતિ જેમ સ્વાનુરૂપ પુણ્યના પ્રકર્ષથી થાય છે, એમ જ દુઃખના પ્રકર્ષની અનુભૂતિ સ્વાનુરૂપ પાપ કર્મના પ્રકર્ષથી થાય છે. कम्मप्पगरिस जणियं तदवस्सं पगरिसाणुभूइओ । सोक्खपगरिसभूई जह पुण्णप्पगरिसप्पभवा ॥
-
વિશેષાવશ્યક ભાષ્ય, ગાથા-૧૯૩૧ દુઃખની બહુલતા પુણ્યના અપકર્ષથી જન્મેલી નથી, પરંતુ સ્વાનુરૂપ પાપ કર્મની પ્રકર્ષતાથી જન્મેલી છે, કારણ કે તે પ્રકર્ષાનુ ભૂતિ છે. જેમ સુખ પ્રકર્ષની અનુભૂતિ પુણ્ય પ્રકર્ષથી થાય છે.
બીજી વાત એ છે કે જો દુ:ખ, પુણ્યના અપચય માત્રથી હોત તો પુણ્યોદયથી પ્રાપ્ત ઇષ્ટ આહાર વગેરેના અપચય માત્રથી જ થવો જોઈએ. પરંતુ એવું જ નથી થતું, પાપોદય સંપ્રાપ્ય અનિષ્ટ આહાર વગેરેના દ્વારા પણ દુ:ખ ઉત્પન્ન થાય છે. દુઃખની બહુલતા માત્ર પુણ્યના અપકર્ષથી જ નથી થતી, અપિતુ (પણ) એનાથી વિપરીત પાપ રૂપ બાહ્ય સાધનોની પણ અપેક્ષાની પણ અપેક્ષા એમાં રહે છે. જેમ કે કહ્યું છે .
-
तह बज्झसाहणप्पगरिसंगभावादिहण्णहा न तयं विवरीय बज्झसाहण बलप्पगरिसं अवेक्खेज्जा ॥
વિશેષાવશ્યક ભાષ્ય, ગાથા-૧૯૩૨
ભાવાર્થ એ છે કે દુઃખની પ્રચુરતા માત્ર પુણ્યની હાનિથી જ નથી થતી, પણ પુણ્યથી વિપરીત પાપ રૂપ બાહ્ય સાધનોની પણ એમાં અપેક્ષા રહે છે.
ત્રીજી વાત એ છે કે હાથી વગેરેના અશુભ અને મહાન શરીર માત્ર પુણ્યના અપચય માત્રથી સંભવ નથી, કારણ કે પુણ્યના અપચય માત્રથી જો તે હોત તો તે નાનો અને શુભ જ હોવો જોઈએ. જેમ કે થોડા સોનાથી બનનારો ઘટ (ઘડો) નાનો હોઈ શકે છે, પરંતુ
પાપ તત્ત્વ
૪૬૯
Page #487
--------------------------------------------------------------------------
________________
તે હશે સોનાનો જ. એ થોડા સોનાથી માટીનો કે તાંબાનો મોટો ઘડો નથી બની શકતો. આ રીતે થોડા પુણ્યથી બનનારું શરીર નાનું અને શુભ હોઈ શકે છે. એ થોડા પુણ્યથી હાથીનું મોટું અને અશુભ શરીર કેવી રીતે બની શકે છે ? પુણ્યના પ્રકર્ષથી ઉત્પન્ન અનુત્તર વિમાનવાસી દેવો કે ચક્રવર્તી વગેરેનું શરીર મૂર્ત હોય છે. જે પુણ્યના અપચયથી થાય છે, તે મૂર્ત નથી થઈ શકતો. હાથીનું શરીર મૂર્ત છે, તેથી તે પુણ્યના અપચય માત્રથી નથી થઈ શકતું. જેમ કે કહ્યું છે -
देहो नावचकओ पुण्णुवकरिसे व मुत्तिमत्ताओ । होज्ज वसहीणतरओ कहमसुभयरो महल्लो य ? ॥
- વિશેષાવશ્યક ભાષ્ય, ગાથા-૧૯૩૩ સારાંશ એ છે કે માત્ર પુણ્ય તત્ત્વને માનવાથી દુઃખની બહુલતા સિદ્ધ નથી થઈ શકતી. દુઃખના પ્રકર્ષની અનુભૂતિ માટે એના અનુરૂપ જ પાપ તત્ત્વના પ્રકર્ષને સ્વીકાર કરવો જોઈએ.
બીજો વિકલ્પ ઃ બીજો વિકલ્પ છે, પાપ જ તત્ત્વ છે, પુણ્ય નહિ. આ વિકલ્પ પણ યથાર્થ નથી. પુણ્ય તત્ત્વના પ્રકરણમાં પ્રમાણપૂર્વક પુણ્યની સત્તા સિદ્ધ કરવામાં આવી છે. એના વિચાર જે વાત પ્રથમ વિકલ્પના વિષયમાં કહેવામાં આવી છે, તે બધી વિપરીત રીતિથી બીજા વિકલ્પના વિશે પણ સમજ લેવી જોઈએ. જેમ કે સુખ પાપનો અપકર્ષ માત્ર નથી. થોડા (ઓછા) પાપથી થોડું દુઃખ થઈ શકે છે, સુખ નથી થઈ શકતું. થોડું વિષ સ્વાથ્યનું કારણ નથી માનવામાં આવતું. તેથી સુખ ચાહે તે કેટલુંય અલ્પ હોય, પુણ્ય પુનિત છે, પાપ જન્ય નથી.
ત્રીજો વિકલ્પ પુણ્ય-પાપ અલગ-અલગ નથી, અપિતુ સમ્મિલિત, અન્યોન્ય અનુવિઢ, સુખ-દુઃખ મિશ્રિત ફળ દેનારા પુણ્ય-પાપ નામનું એક જ તત્ત્વ છે, આ ત્રીજો વિકલ્પ છે. જેમ કે હરિતાલ-ગુલિકા, નર-સિંહ, મેચકમણિ એ મળેલાં એક વસ્તુ રૂપ છે, એ જ રીતે પુણ્ય-પાપ એક પરસ્પર મળેલી વસ્તુ છે. જ્યારે એ પારસ્પરિક મળેલા સ્વરૂપમાં પુણ્યોશની બહુલતા હોય છે તેથી તે પુણ્ય કહેવાય છે અને જ્યારે પાપાંશની અધિકતા હોય છે ત્યારે તે પાપ કહેવાય છે, જેમ કે કહ્યું છે -
साहारणवण्णादि व, अह साहारणमहेगमत्ताए । उक्करिसावगरिसओ तस्सेव य पुण्णपावक्ख ॥
- વિશેષાવશ્યક ભાષ્ય, ગાથા-૧૯૧૧ સમીક્ષા : ઉક્ત તૃતીય પક્ષ યથાર્થ નથી. કારણ કે પુણ્ય અને પાપનાં કાર્ય સુખ અને દુઃખનો એક સાથે અનુભવ નથી થઈ શકતો. એમનાં કાર્ય અલગ-અલગ હોવાથી એમનાં કારણભૂત પુણ્ય અને પાપ પણ અલગ-અલગ જ હોવાં જોઈએ. પુણ્ય-પાપાત્મક મેલજોલવાળું કોઈ કર્મ નથી, કારણ કે કર્મબંધનું કારણ યોગ માનવામાં આવ્યો છે અને યોગ એક સમયમાં કાં તો શુભ જ હોઈ શકે છે કે અશુભ જ. શુભાશુભ મળેલો યોગ નથી હોતો. (૪૦૦)
જો કે આજે જન જિણધો]
Page #488
--------------------------------------------------------------------------
________________
શુભાશુભ મળેલા યોગના અભાવમાં શુભાશુભ મળેલું કોઈ કર્મ નથી હોતું. તેથી પુણ્ય અને પાપને પૃથક પૃથક તત્ત્વ જ માનવું જોઈએ. કહ્યું છે -
कम्मं जोगनिमित्तं सुभोऽसुभो, वा सएग समयम्मि । होज्ज न उ उभय रूवो, कम्मं पि तओ तयणुरूचं ॥
- - વિશેષાવશ્યક ભાષ્ય, ગાથા-૧૯૩૫ શંકા કરી શકાય છે કે - “મન-વચન-કાયાના શુભાશુભ યોગ એક સમયમાં હોઈ શકે છે.” જેમ કે અવિધિપૂર્વક દાન વગેરે આપવાનું ચિંતને કરવાથી શુભાશુભ મનો યોગ થાય છે, અવધિપૂર્વક દાન વગેરે ધર્મનો ઉપદેશ દેવાથી શુભાશુભ વચન યોગ થાય છે, એ અવિધિપૂર્વક વંદના વગેરે કાય ચેષ્ટા કરવાથી શુભાશુભ કાર્ય યોગ થાય છે. ઉક્ત શંકાનું સમાધાન એ છે કે યોગ બે પ્રકારના કહેવામાં આવ્યા છે - દ્રવ્ય યોગ અને ભાવ યોગ. મન, વચન અને કાર્ય યોગના પ્રવર્તક દ્રવ્ય અને મન-વચન-કાયાના પરિસ્પંદાત્મક વ્યાપાર, દ્રવ્ય યોગ કહેવાય છે. શુભાશુભ દ્રવ્ય યોગનો હેતુ-ભૂત જે અધ્યવસાય છે, તે ભાવ યોગ છે. વ્યવહાર નયની વિવક્ષાથી દ્રવ્ય યોગમાં ઉપર્યુક્ત રીતિથી મન-વચન-કાય યોગની શુભાશુભતા માનવામાં આવે છે, પરંતુ અધ્યવસાય રૂ૫ ભાવ યોગમાં નિશ્ચય નય અનુસાર તો મિશ્રરૂપતા સંભવ નથી. નિશ્ચય દૃષ્ટિથી અધ્યવસાય એક સમયમાં કાં તો શુભ જ હોઈ શકે કા તો અશુભ જ હોઈ શકે છે. એક સમયમાં મિશ્ર અધ્યવસાય નથી હોઈ શકતો. અધ્યવસાય સ્થાનોમાં બે જ રાશિઓ કહેવામાં આવી છે - શુભ અધ્યવસાય રાશિ અને અશુભ અધ્યવસાય રાશિ. ત્રીજી શુભાશુભ અધ્યવસાય રાશિ નથી કહેવામાં આવી. તેથી ભાવ યોગમાં શુભાશુભની મિશ્રતા નથી હોતી. તેથી મિશ્રરૂપ કર્મ બંધ નથી હોતો. શુભકર્મ બંધ કે અશુભકર્મ બંધ અલગ-અલગ હોય છે. માટે પુણ્ય અને પાપ તત્ત્વ એકમેક રૂપ નહિ, બંને સ્વતંત્ર રૂપથી સુખ-દુઃખનાં કારણ હોય છે.
આ રીતે એક સમયમાં ધ્યાન અને વેશ્યા પણ શુભ કે અશુભ એક જ હોય છે. શુભાશુભ મિશ્રરૂપ ધ્યાન કે વેશ્યા નથી હોતા. એક સમયમાં કાં તો આર્ત-રૌદ્ર રૂપ અશુભ ધ્યાન થાય છે કે ધર્મ શુક્લ રૂપ શુભ ધ્યાન થાય છે. એક સમયમાં શુભાશુભ ધ્યાન નથી હોતું. આ રીતે એક સમયમાં કાં તો શુભ લેશ્યા થાય છે કે અશુભ લેશ્યા થાય છે. શુભાશુભ લેશ્યા એક સમયમાં નથી થતી. ભાવે યોગના નિમિત્તથી બંધાતું કર્મ પણ એક સમયમાં કાં તો શુભ જ હશે કે અશુભ જ હશે, મિશ્ર રૂપ નથી હોઈ શકતું. તેથી પુણ્ય અને પાપને અલગઅલગ માનવા જોઈએ, સંકર ભળેલા નહિ.
હા, એ થઈ શકે છે કે પૂર્વ ગૃહીત કર્મ પરિણામવશ મિશ્રરૂપતા કે ઇતર રૂપતાને પ્રાપ્ત કરી લે. જેમ કે પૂર્વબદ્ધ મિથ્યાત્વના દલિક પરિણામોની શુદ્ધિથી ત્રણ પુંજ કરતા સમયે મિશ્રભાવને સમ્યક-મિથ્યાત્વ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે અથવા પૂર્વબદ્ધ મિથ્યાત્વ પરિણામોની વિશુદ્ધિથી સમ્યકત્વમાં બદલાઈ જાય છે. કે સમ્યકત્વ પરિણામોની અવિશુદ્ધિથી મિથ્યાત્વમાં બદલાઈ જાય છે. પરંતુ કર્મ ગ્રહણકાળમાં જીવ પુણ્ય-પાપ મિશ્રરૂપવાળું કર્મ નથી બાંધતો. આ રીતે પુણ્ય અને પાપ બંને તત્ત્વો સ્વતંત્ર છે. એ જ માનવું યુક્તિસંગત અને આગમસંગત છે. [ પાપ તત્ત્વ પાપ તત્વો
૪૦૧]
૪૦૧
Page #489
--------------------------------------------------------------------------
________________
ચોથો વિકલ્પ ? પુણ્ય અને પાપ બંને સ્વતંત્ર તત્ત્વ છે, કારણ કે બંનેના ફળ અલગ-અલગ છે. જેના ફળ અલગ-અલગ હોય છે, એમના બીજ (કારણ) પણ અલગઅલગ જ હોય છે. પુણ્યનું ફળ સુખ છે અને પાપનું ફળ દુઃખ છે. એ બંને અલગ ફળવાળા છે, તેથી એ બંને અલગ-અલગ તત્ત્વ છે. આ ચતુર્થ વિકલ્પ જ યથાર્થ છે. એની યથાર્થતા પૂર્વોક્ત ત્રણ વિકલ્પોની અયથાર્થતા સિદ્ધ કરવા માટે અપાયેલાં પ્રમાણોથી સ્વયં સિદ્ધ થઈ જાય છે.
પાંચમો વિકલ્પ : કર્મનું અસ્તિત્વ જ નથી તો પુણ્ય કર્મ કે પાપકર્મનો વિચાર જ નિરર્થક છે. આ જગત વ્યવહાર સ્વભાવથી સિદ્ધ છે. કર્મની કોઈ સત્તા નથી. આ પાંચમો વિકલ્પ છે. આ વિકલ્પ સર્વથા અસંગત છે, કારણ કે કર્મની સત્તા અને એના પુણ્ય અને પાપરૂપ તત્ત્વોનું પ્રમાણ-યુક્ત સિદ્ધિ પૂર્વમાં કરવામાં આવી ચૂકી છે.
“આ જગત પ્રપંચ સ્વભાવથી સિદ્ધ છે' - આ કથન અસંગત છે. પ્રશ્ન થાય છે કે – “આખરે સ્વભાવ શું છે? આ વસ્તુ રૂપ છે કે અવસ્ત રૂ૫? જો આ વસ્તરૂપ છે તો આકાશ કુસુમની જેમ અનુપલબ્ધ હોવાથી અસત્ છે. જો તે વસ્તુ રૂપ છે તો એનું કારણ શું છે ?” જો તે નિષ્કારણ છે તો ગધેડાના શૃંગથી પણ ઉત્પન્ન થવો જોઈએ. જો તે વસ્તુનો સ્વધર્મ છે તો જીવ અને કર્મનું પરિણામ જ છે. આ રીતે જગત પ્રપંચ સ્વભાવથી નહિ પણ કર્મ દ્વારા સિદ્ધ થાય છે. કર્મની સિદ્ધિ કાર્યાનુમાન અને કારણાનુમાન દ્વારા થાય છે. જે રીતે કૃષિ વગેરે ક્રિયાનું પરિણામ શાલિ, જવ, ઘઉં વગેરેના રૂપમાં જોવામાં આવે છે. એ રીતે જીવની દાન વગેરે ક્રિયા અથવા હિંસા વગેરે ક્રિયાનું પરિણામ પુણ્ય કે પાપના રૂપમાં દૃષ્ટિગોચર થાય છે. આ કારણાનુમાન છે. દેહાદિનું કોઈ કારણ હોવું જોઈએ, કારણ કે આ કાર્ય રૂપ છે. જે કાર્ય થાય છે, એનું કોઈ કારણ અવશ્ય હોય છે, જેમ કે ઘટનું કારણ માટી, ચાખડો વગેરે. દેહનું જ કારણ છે, તે શુભાશુભ પુણ્ય કે પાપ કર્મ છે. આ કાર્યાનુમાન છે. આ રીતે પુણ્ય તત્વ તથા પાપ તત્ત્વની સ્વતંત્ર સત્તા સિદ્ધ થાય છે.
એમ પ્રતિપ્રાણી દ્વારા અર્જિત પાપ અલગ-અલગ પ્રકારના હોવાથી પાપના અનંત ભેદ થઈ શકે છે. પછી પણ પાપના અઢાર ભેદ વિશેષ રૂપથી પ્રસિદ્ધ છે. અઢાર પાપોનાં નામ આ પ્રમાણે છે. પાપના ભેદઃ
(૧) પ્રાણાતિપાત, (૨) મૃષાવાદ, (૩) અદત્તાદાન, (૪) મૈથુન, (૫) પરિગ્રહ, (૬) ક્રોધ, (૭) માન, (૮) માયા, (૯) લોભ, (૧૦) રાગ, (૧૧) દ્વેષ, (૧૨) ક્લેશ, (૧૩) અભ્યાખ્યાન, (૧૪) પૈશુન્ય, (૧૫) પરપરિવાદ, (૧૬) રતિ-અરતિ, (૧૭) માયા-મૃષાવાદ અને (૧૮) મિથ્યાદર્શન શલ્ય.
આ અઢાર મુખ્ય પાપ છે. એમનું સેવન કરવાથી આત્મા ભારે થાય છે અને અધોગતિમાં આવે છે. આ અઢાર મુખ્ય પાપો અને અન્ય સામાન્ય પાપોના ફળ જીવને ૮૨ પાપ-પ્રકૃતિઓના રૂપમાં ભોગવવું પડે છે. પાપની ૮૨ પ્રકૃતિઓના નામ આ પ્રકારે છે. (૪૨ છે. આ જ રીતે આ જિણધમ્મો)
Page #490
--------------------------------------------------------------------------
________________
પાપની ૮૨ પ્રકૃતિઓઃ
(૧) મતિજ્ઞાનાવરણીય, (૨) શ્રુતજ્ઞાનાવરણીય, (૩) અવધિ જ્ઞાનાવરણીય, (૪) મન:પર્યય જ્ઞાનાવરણીય, (૫) કેવળ જ્ઞાનાવરણીય, (૬) દાનાંતરાય, (૭) લાભાંતરાય, (૮) ભોગાંતરાય, (૯) ઉપભોગવંતરાય, (૧૦) વીર્યાન્તરાય, (૧૧) નિદ્રા, (૧૨) નિદ્રાનિદ્રા, (૧૩) પ્રચલા, (૧૪) પ્રચલા-પ્રચલા, (૧૫) સ્થાનગૃદ્ધિ, (૧૬) ચક્ષુદર્શનાવરણ, (૧૭) અચક્ષુદર્શનાવરણ, (૧૮) અવધિદર્શનાવરણ, (૧૯) કેવળદર્શનાવરણ, (૨૦) અસાતાવેદનીય, (૨૧) નીચ ગોત્ર, (૨૨) મિથ્યાત્વ મોહનીય, (૨૩) સ્થાવર, (૨૪) સૂક્ષ્મ, (૨૫) અપર્યાપ્ત, (૨૬) સાધારણ, (૨૭) અસ્થિર, (૨૮) અશુભ, (૨૯) દુર્ભગ, (૩૦) દુસ્વર, (૩૧) અનાદય, (૩૨) અશોકીર્તિ, (૩૩) નરકગતિ, (૩૪) નરકાયુ, (૩૫) નરકાનુપૂર્વી, (૩૬) અનંતાનુબંધી ક્રોધ, (૩૭) અનંતાનુબંધી માન, (૩૮) અનંતાનુબંધી માયા, (૩૯) અનંતાનુબંધી લોભ, (૪૦) અપ્રત્યાખ્યાન ક્રોધ, (૪૧) અપ્રત્યાખ્યાન માન, (૪૨) અપ્રત્યાખ્યાન માયા, (૪૩) અપ્રત્યાખ્યાન લોભ, (૪૪) પ્રત્યાખ્યાન ક્રોધ, (૪૫) પ્રત્યાખ્યાન માન, (૪૬) પ્રત્યાખ્યાન માયા, (૪૭) પ્રત્યાખ્યાન લોભ, (૪૮) સંજ્વલન ક્રોધ, (૪૯) સંજ્વલન માન, (૫૦) સંજ્વલન માયા, (૫૧) સંજ્વલન લોભ, (૫૨) હાસ્ય, (૫૩) રતિ, (૫૪) અરતિ, (૫૫) ભય, (૫૬) શોક, (૫૭) જુગુપ્સા, (૫૮) સ્ત્રી વેદ, (૫૯) પુરુષ વેદ, (૬૦) નપુંસક વેદ, (૬૧) તિર્યંચ ગતિ, (૬૨) તિર્યંચાનુપૂર્વી, (૬૩) એકેન્દ્રિય જાતિ, (૬૪) બેઇન્દ્રિય જાતિ, (૬૫) ત્રીન્દ્રિય જાતિ, (૬૬) ચતુરિન્દ્રિય જાતિ, (૬૭) અશુભ વિહાયો ગતિ, (૬૮) ઉપઘાત, (૬૯) અશુભ વર્ણ, (૭૦) અશુભ ગંધ, (૭૧) અશુભ રસ, (૭૨) અશુભ સ્પર્શ, (૭૩) ઋષભનારાચ સંહનન, (૭૪) નારા સંતનન, (૭૫) અર્ધનારાચ સંહનન, (૭૬) કીલક સંહનન, (૭૭) સેવાર્ત સંહનન, (૭૮) નયૂઝોધ પરિમંડળ સંસ્થાન, (૭૯) સાદિ સંસ્થાન, (૮૦) વામન સંસ્થાન, (૮૧) કુન્જ સંસ્થાન અને (૮૨) હુંડ સંસ્થાન.
ઉક્ત વ્યાસી પ્રકારથી પાપના ફળને ભોગવવાં પડે છે. (આ પ્રવૃતિઓના અર્થ કર્મબંધના પ્રકરણમાં કરવામાં આવશે.)
અહીં એક શંકા થઈ જાય છે કે – “પુણ્યની પ્રકૃતિઓ ૪૨ અને પાપની પ્રકૃતિઓ ૮૨ બતાવી છે. બંને મળીને ૧૨૪ થાય છે. જ્યારે બંધ યોગ્ય પ્રકૃતિઓ ૧૨૦ની બતાવવામાં આવી છે.” આનું સમાધાન એ છે કે - વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ - એ ચાર પ્રકૃતિઓ બંધાધિકારમાં સામાન્ય રૂપથી બતાવવામાં આવી છે. પરંતુ પુણ્ય પ્રકૃતિઓમાં શુભ વર્ણ, શુભ ગંધ, શુભરસ અને શુભ સ્પર્શ બતાવવામાં આવી છે. જ્યારે પાપ-પ્રકૃતિઓમાં અશુભ વર્ણ, અશુભ ગંધ, અશુભ રસ, અશુભ સ્પર્શ રૂપમાં કહેવામાં આવી છે. તાત્પર્ય એ છે કે મૂળ પ્રકૃતિઓ તો વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ ચાર જ છે. આને જ શુભ-અશુભના ભેદથી પુણ્ય અને પાપ તત્ત્વમાં અલગ-અલગ કહેવામાં આવ્યા છે. બંધ તો શુભાશુભમાંથી એકનો થાય છે. કાં તો શુભ વર્ણ વગેરેનો થાય છે કે અશુભનો. તેથી બંધ યોગ્ય પ્રવૃતિઓમાં ચાર પ્રકૃતિઓનું જ ગ્રહણ કર્યું છે, આઠનો નહિ. તેથી બંધ યોગ્ય પ્રકૃતિઓ ૧૨૦ની છે.
પાપ પ્રકૃતિઓના સ્વરૂપને જાણીને એનો ત્યાગ કરવો જોઈએ. પાપ તત્ત્વ હેય છે. આનું પરિણામ અતિ કડવું (કટુકી છે. તેથી આત્મકલ્યાણના અભિલાષીઓને પાપ પ્રકૃતિઓથી બચવા માટે પાપમય પ્રવૃત્તિઓથી હંમેશાં દૂર રહેવું જોઈએ. [ પાપ તત્ત્વDO O OOOOOOOOOY૪૦૩)
Page #491
--------------------------------------------------------------------------
________________
(આસ્રવ તત્ત્વ)
“આસ્રવ’ એ પારિભાષિક શબ્દ છે, જે આત્માના સાથે કર્મોનો સંબંધ કરાવનાર હેતુઓના અર્થમાં પ્રયુક્ત થા છે. પૂર્વાચાર્યોએ “આત્રવ' શબ્દની અનેક રૂપમાં વ્યુત્પત્તિ કરી છે - 'आस्त्रवन्ति-प्रविशन्ति येन काण्यात्मनीत्यास्त्रवः कर्मबन्ध हेतुरितिभावः ।'
- સ્થાનાંગ ટીકા અર્થાત્ જેના દ્વારા કર્મ આત્મામાં પ્રવેશ કરે છે, તે આસ્રવ છે અર્થાત્ કર્મબંધના હેતુ આસ્રવ છે.
મોત્તિ-મત્તે જઈ તે માઢવા: ' - ધર્મસંગ્રહ અર્થાત્ જેમના દ્વારા કર્મ ગ્રહણ કરવામાં આવે છે, તે આસ્રવ છે.
મીસ્ત્રવત અષ્ટ પ્રશારદં ચેન ન માસ્ત્રવ: - આવશ્યક સૂત્ર જેનાથી આઠ પ્રકારનાં કર્મ આવે છે, તે આસ્રવ છે. आश्रीयते-उपाय॑ते कर्म एभिः इत्याश्रवाः
- ઉત્તરાધ્યયન અને પ્રવચન-સાર દ્વારા જેમના દ્વારા કર્મનું ઉપાર્જન થવાનું છે, તે આસ્રવ છે.
ઉક્ત સમસ્ત વ્યુત્પત્તિઓનો અભિપ્રાય એક જ છે. જે હેતુઓથી આત્મામાં આઠ પ્રકારનાં કર્મોનો પ્રવેશ થાય છે તે આસ્રવ છે. અથવા જેમ જળમાં રહેલી નાવમાં છિદ્રો દ્વારા જળપ્રવેશ થાય છે, એ જ રીતે પાંચ ઇન્દ્રિય અને વિષય-કષાય વગેરે છિદ્રોથી આત્મારૂપી નાવમાં કર્મરૂપી પાણીનો પ્રવેશ થવો આસ્રવ છે.
જે રીતે તળાવમાં વિવિધ નાળા દ્વારા પાણી ભરે છે, તે નાળા દ્રવ્ય આસ્રવ કહેવામાં આવે છે, એ જ રીતે આત્મા રૂપી તળાવમાં જે અવ્રત વગેરે નાળા દ્વારા કર્મરૂપી પાણી ભરે છે, તે અવ્રત વગેરે ભાવ-આસ્રવ કહેવામાં આવે છે. તત્ત્વાર્થ સૂત્ર'માં આમ્રવની વ્યાખ્યા કરતાં કહ્યું છે -
વિવાં મન: ઋર્ષ યોજા: | સ સાચવ: - તત્ત્વાર્થ, અ.-૬, સૂત્ર-૧/૨ કાય, વચન અને મનની ક્રિયાને યોગ કહે છે. એ જ યોગ આસ્રવ છે અર્થાત્ કર્મનો સંબંધ કરાવનાર છે.*
વર્યાન્તરાયના ક્ષયોપશમ કે ક્ષયથી તથા પુગલોના આલંબનથી થનારા આત્મ પ્રદેશોના સ્પંદનને યોગ કહે છે. એના ત્રણ ભેદ છે - (૧) કાય યોગ (૨) વચન યોગ અને (૩) મનો યોગ. (૧) કાય યોગ અર્થાત્ ઔદરિક વગેરે શરીર વર્ગણાના પુગલોના
* અહીં એ વિશેષ ધ્યાતવ્ય છે કે એ જ યોગ જ્યારે કર્મ બંધન અને કર્મ મોચનના નિમિત્ત બને છે ત્યારે આત્મશુદ્ધિ રૂપ શ્રત ધર્મ અને ચારિત્ર ધર્મની આરાધનામાં માધ્યમ બનીને આપેક્ષિક દૃષ્ટિથી સંવરના નિમિત્તક પણ બની જાય છે. યોગોના બે પક્ષ બને છે .
(સામે) (૪૦૪) છે. આજે છે જે છે જિણધમો)
Page #492
--------------------------------------------------------------------------
________________
આલંબનથી પ્રવર્તમાન યોગ. (૨) વચન યોગ અર્થાત્ મતિ જ્ઞાનાવરણ, શ્રુત જ્ઞાનાવરણ વગેરેના ક્ષયોપશમથી ઉત્પન્ન આંતરિક વાબ્ધિ હોવાથી ભાષા વર્ગણાના આલંબનથી ભાષા પરિણામના અભિમુખ આત્માનું પરિસ્પંદન. (3) મનોયોગ અર્થાત્ નવ ઇન્દ્રિય મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમ રૂપ આંતરિક મનોલબ્ધિ હોવાથી મનોવર્ગણાના આલંબનથી મન પરિણામના અભિમુખ આત્માનું હોવું. આ ત્રણેય પ્રકારના યોગને જ આસ્રવ કહે છે, કારણ કે યોગ દ્વારા આત્મામાં કર્મવર્ગણાના આસ્રવણ (કર્મ રૂપથી સંબંધ) થાય છે. કર્માસ્ત્રવના નિમિત્ત હોવાથી યોગને આસ્રવ કહે છે.
યોગ બે પ્રકારના કહેવામાં આવ્યા છે - શુભયોગ અને અશુભયોગ. શુભયોગથી મુખ્યત્વે પુણ્ય પ્રકૃતિનો આસ્રવ થાય છે અને અશુભ યોગથી પ્રધાનતઃ પાપ પ્રકૃતિનો આસ્રવ થાય છે. તેથી કોઈક-કોઈક આચાર્યોએ પુણ્યના શુભ આસ્રવ અને પાપને અશુભ આસ્રવ માનીને પુણ્ય-પાપ તત્ત્વને આસ્રવના અંતર્ગત સમાવિષ્ટ કરી લીધો છે. એમની દૃષ્ટિથી સાત જ તત્ત્વ છે.
હિંસા, ચોરી, અબ્રહ્મ વગેરે કાયિક વ્યાપાર અશુભ કાયયોગ છે અને દયા-દાનબ્રહ્મચર્ય પાલન વગેરે શુભ કાય યોગ છે. સાવધ ભાષણ, મિથ્યા ભાષણ, કઠોર ભાષણ વગેરે અશુભ વાગ્યોગ છે અને નિરવધ સત્ય ભાષણ, મૃદુ તથા સત્ય વગેરે ભાષણ શુભ વાગ્યોગ છે. બીજાઓની બુરાઈ તથા એમના વધ વગેરેનું ચિંતન કરવું, અશુભ મનોયોગ છે અને બીજાઓની ભલાઈનું ચિંતન વગેરે કરવું તથા એમના ઉત્કર્ષથી પ્રસન્ન થવું શુભ મનોયોગ છે. કહ્યું છે કે -
પહેલો પક્ષ આત્મ સાધકની વિકાસમાન સાધનામાં અથથી ઇતિ સુધી યોગોની સહાયકતા. અર્થાત્ સાધકના માટે એ યોગ પ્રશસ્ત રાગ વગેરેના સાથે પુણ્ય બંધના નિમિત્ત થવા છતાંય અહિંસા વગેરે વ્રત, પ્રત્યાખ્યાન, તપ-ધ્યાન, સ્વાધ્યાય, સાધના વગે૨ે શુભ અનુષ્ઠાનોમાં સહયોગી બનીને આત્મશુદ્ધિ, કર્મ નિર્જરા તથા કર્મ મુક્તિમાં પ્રબળ માધ્યમ બને છે - વગર યોગોના સહારે સાધક આત્મ વિકાસની કોઈપણ ભૂમિકાથી નથી નીકળી શકતા. આત્મ વિકાસની ચરમ દશા - જે અયોગી કૈવલ્ય દશાની છે, ત્યાં યોગોનું નિરુદ્ધન થઈ જાય છે, ત્યાં કોઈપણ પ્રકારના બાહ્ય યોગોની આત્મ સાધના માટે સક્રિયતા નથી હોતી.
બીજા પક્ષમાં ચતુર્ગતિ સંસાર પરિભ્રમણનું માધ્યમ પણ યોગોથી બને છે. નર-અમર-દેવથી સંબંધિત સમગ્ર ભૌતિક ઐશ્વર્ય-સંપદા પણ યોગોની શુભ સક્રિયતાથી પ્રાપ્ત થાય છે તથા નારક વગે૨ેની ઘોર વેદનાઓ પણ યોગોની અશુભ સક્રિયતાથી પ્રાપ્ત થાય છે. કોઈક દૃષ્ટિબિંદુઓથી યોગોના કલ્પતરુની ઉપમાથી ઉપમિત કરવામાં આવ્યું. ‘ઉત્તરાધ્યયન’માં પણ શાસ્ત્રકારે યોગયુક્ત આત્માને વૈતરણી નદી, કૂટશાલ્મલી વૃક્ષ, કામદુધા ધેનુ અને નંદનવનની ઉપમાથી ઉપમિત કર્યું. જેમ કે अप्पा नई वेयरणी, अप्पा मे कूड सामली ।
अप्पा काम दुहा धेणु, अप्पा में नन्दणं वणं ॥
આ રીતે ઉપરોક્ત પરિપ્રેક્ષ્યમાં સમ્યક્તયા યોગોની સમીક્ષા કરવાથી જ સમ્યજ્ઞાન વગેરે રત્નત્રયની આરાધના સંભાવિત છે ના કે એકાંતતઃ શુભાશુભ આસ્રવ (કર્મબન્ધ) સુધી જ સીમિત રહેવામાં.
એ અવશ્ય છે કે જે સમય જે નયથી વિષયનું પ્રતિપાદન કરવામાં આવે છે તે વિષય એ સમયે એ જ નયની પરિધિથી સંબંધિત હોય છે - એવું જાણવું જોઈએ પરંતુ સમગ્ર નયોની નહિ.
કે
એક નયના કથનમાં બીજા નયનું કથન આપેક્ષિક મુખ્ય કે ગૌણ ભાવથી સન્નિહિત થાય છે. એ કથન એકાંતતઃ હેય નથી હોતો. એકાંત હેય દૃષ્ટિકોણ દુર્નયનો સૂચક થાય છે. દુર્નય વીતરાગ ભગવાનની આજ્ઞાથી બહાર થાય છે. પુણ્ય વગેરે તત્ત્વોનું વિવેચન પણ એ જ સંદર્ભોનની સાથે સમજવી જોઈએ.
આમ્રવ તત્ત્વ
૪૫
Page #493
--------------------------------------------------------------------------
________________
मनोवाक्काय कर्माणि, योगाः कर्म शुभाशुभं । यदाश्रवंति जन्तूनामाश्रवास्तेन कीर्तिता ॥१॥ मैत्र्यादि वासितं चेतः कर्म स्युते शुभात्मकम् । कषाय विषयाक्रान्तं वितनोत्यशुभं मनः ॥२॥ मैत्र्या सर्वेषु सत्वेषु प्रमोदेन गुणाधिके ।। माध्यस्थ्येनाविनीतेषु कृपया दुःखितेषु वा ॥३॥ सततं वासितं स्वान्तं कस्यचित् पुण्यशालिनः । वितनोति शुभं कर्म, द्विचत्वारिंशदात्मकमिति ॥४॥ शुभार्जनाय निर्मिथ्यं, श्रुतज्ञानाश्रितं वचः । विपरीतं पुनज्ञेय, मशुभार्जन हेतवे ॥५॥ शरीरेण च सुप्तेन, शरीरी चिनुते शुभम् । सतता रंभण्य जन्तु-घातकेना शुभं पुनः ॥६॥ कषाय विषया योगा, प्रमादाविरति तथा ।
मिथ्यात्वमार्त रौद्रश्चेत्यशुभं प्रति हेतवः ॥७॥ અર્થાત્ મન-વચન અને કાયાની પ્રવૃત્તિને યોગ કહે છે. યોગના નિમિત્તથી શુભ કે અશુભ કર્મોનું આત્મામાં આગમન થાય છે. તેથી યોગને આસ્રવ કહે છે. ૧
જેનું અંતઃકરણ મૈત્રી વગેરે શુભ ભાવોથી ભાવિત થાય છે, તે શુભ પ્રવૃત્તિઓનો આસ્રવ કરે છે. જેનું મન વિષય-કષાયોથી મલિન થાય છે, તે અશુભ પ્રવૃતિઓને આસ્રવ કરે છે. ૨
બધા જીવોમાં મૈત્રી, ગુણાધિકોમાં પ્રમોદ ભાવના, દુષ્ટોના પ્રત્યે માધ્યસ્થ ભાવના અને દુઃખીઓની પ્રત્યે કરુણા જે પુણ્યશાળી આત્માના ચિત્તમાં બની રહે છે, તે ૪૨ પ્રકારની પુણ્ય પ્રકૃતિઓનો આસ્રવ કરે છે. ૩-૪
જે વ્યક્તિ નિરવદ્ય સત્ય ભાષણ કરે છે અને શાસ્ત્રાનુસાર વચન બોલે છે, તે શુભ વાગુયોગ દ્વારા શુભ પ્રકૃતિનો આસ્રવ કરે છે. એનાથી વિપરીત જે સાવદ્ય અને અસત્ય ભાષણ કરે છે, શાસ્ત્રથી વિપરીત બોલે છે, તે અશુભ વાગુયોગથી અશુભ પ્રકૃતિઓનો આસ્રવ કરે છે. ૫
જે વ્યક્તિ શરીર દ્વારા આરંભોથી વિરત રહે છે, તે શુભ કાર્ય યોગ શુભ આસ્રવ કરે છે. જે જીવ શરીર દ્વારા સતત હિંસા વગેરે આરંભમાં લીન રહે છે, તે અશુભ પ્રકૃતિઓનો આસ્રવ કરે છે. ૬
કષાય, વિષય, યોગ, પ્રમાદ, અવિરતિ, મિથ્યાત્વ અને આર્ત-રૌદ્રધ્યાન - એ બધા અશુભ પ્રકૃતિઓના આસવના હેતુઓ છે. ૭ (૪૦)
જિણધર્મોો]
Page #494
--------------------------------------------------------------------------
________________
યોગની શુભાશુભતાનો આધાર :
યોગના શુભત્વ અને અશુભત્વનો આધાર ભાવનાની શુભાશુભતા છે. શુભ ઉદ્દેશ્યથી પ્રવૃત્ત યોગ શુભ અને અશુભ ઉદ્દેશ્યથી પ્રવૃત્ત યોગ અશુભ છે.
શુભયોગનું કાર્ય પુણ્ય પ્રકૃતિનો બંધ અને અશુભયોગનું કાર્ય પાપ પ્રકૃતિનો બંધ છે, આ કથન મુખ્યત્વે અપેક્ષાથી છે, કારણ કે શુભયોગથી આઠમા વગેરે ગુણસ્થાનોમાં અશુભ જ્ઞાનાવરણીય વગેરે કર્મોનો બંધ પણ હોય છે. પરંતુ એ ગુણસ્થાનોમાં શુભયોગની તીવ્રતાના નિમિત્તથી થનારા શુભ અનુભાગ (રસ) બંધ વિશેષ માત્રામાં હોય છે અને પાપ પ્રકૃતિઓનો અનુભાગ અલ્પ માત્રામાં હોય છે. એનાથી વિપરીત પ્રથમાદિ ગુણસ્થાનોમાં જ્યારે સંક્લેશ પરિણામોના કારણે અશુભયોગની તીવ્રતા થાય છે ત્યારે પાપ પ્રકૃતિઓનો અનુભાગ વિશેષ માત્રામાં થાય છે અને શુભ પ્રકૃતિઓનો અનુભાગ અલ્પ માત્રામાં થાય છે. શુભયોગજન્ય પુણ્યાનુભાગની અધિક માત્રાને પ્રદાન માનીને શુભયોગને પુણ્યનું કારણ કહેવામાં આવ્યું છે, અને અશુભયોગજન્ય પાપનુભાગની અધિક માત્રાને પ્રધાન માનીને અશુભયોગને પાપનું કારણ કહેવામાં આવ્યું છે.
શુભયોગજન્ય પાપાનુભાગની અલ્પ માત્રા અને અશુભયોગજન્મ પુણ્યાનુભાગની અલ્પ માત્રાની વિવક્ષા નથી કરવામાં આવી. કારણ કે લોકવ્યવહારની જેમ શાસ્ત્રમાં પણ પ્રધાનતાપૂર્વક વ્યવહાર કરવો પ્રસિદ્ધ છે. કહ્યું છે - “પ્રાથોન વ્યવેશ મવતિ ” પ્રાયઃ પ્રધાનતાને લઈને કથન કરવામાં આવે છે. જેમ કે ગામમાં બ્રાહ્મણોની પ્રધાનતા હોય - એમની સંખ્યા વિશેષ હોય તો ત્યાં અન્ય લોકોના હોવાથી પણ તે ગામ બ્રાહ્મણોનું ગામ કહેવાય છે. કષાયના કારણે રોગોમાં ફળ-ભેદ :
સંસારી જીવ મન, વચન અને કાયાના શુભ અને અશુભ યોગના દ્વારા જે કર્મ બાંધે છે, એમાં કષાયોના કારણે ભિન્નતા આવી જાય છે. અર્થાત્ યોગોની સમાનતા હોવા છતાંય કષાયયુક્ત જીવોને જે બંધ થાય છે, તે વિશેષ અનુભાગવાળો અને વિશેષ સ્થિતિવાળો હોય છે. કષાય-મુક્ત જીવોને થનારો બંધ ન તો વિશેષ અનુભાગવાળો જ હોય છે અને ન વિશેષ સ્થિતિવાળો જ. એકથી લઈને દસમાં ગુણસ્થાન સુધીના જીવ સકષાય છે અને અગિયારમાથી લઈને ચૌદમા ગુણસ્થાનવાળા અકષાય છે. સકષાય જીવોનો આસ્રવ (યોગ) સાંપરાયિક આસ્રવ છે અને કષાયમુક્ત જીવોનો યોગ ઈર્યાપથ આસ્રવ છે.
આત્માનો પરાભવ કરનારું કર્મ સાંપરાયિક કહેવાય છે. જેમ કે લીલા ચામડાં પર હવા દ્વારા પડેલી રજકણ એનાથી ચોંટી જાય છે, એમ જ યોગ દ્વારા આકૃષ્ટ થનારો જે કર્મ કષાયોદયના કારણે આત્માના સાથે સંબદ્ધ થઈને સ્થિતિ પ્રાપ્ત કરી લે છે, તે સાંપરાયિક કર્મ છે. કોરી દીવાલ પર લાગેલી લાકડીના ગોળાની જેમ યોગથી આકૃષ્ટ થઈને જે કર્મ કષાયોદય ન હોવાના કારણે આત્માની સાથે લાગીને તરત જ છૂટી જાય છે, તે ઈર્યાપથ કર્મ કહેવાય છે. ઈર્યાપથ કર્મની સ્થિતિ માત્ર એક સમયે જ હોય (થાય) છે. [ આસ્રવ તત્ત્વ છે 00.00 0.00 0.00 ૪૦૦)
Page #495
--------------------------------------------------------------------------
________________
જૈન દૃષ્ટિથી બંધ ચાર પ્રકારના છે - (૧) પ્રકૃતિ બંધ, (૨) સ્થિતિ બંધ, (૩) અનુભાગ બંધ, (૪) પ્રદેશ બંધ. આનું વિસ્તૃત વર્ણન બંધ તત્ત્વમાં કરવામાં આવશે. અહીં તો સંક્ષેપમાં એ બતાવવું જ પ્રાસંગિક છે કે યોગના નિમિત્તથી પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ થાય છે અને કષાયના નિમિત્તથી સ્થિતિ બંધ અને અનુભાગ બંધ થાય છે. સામાન્ય રીતે ચારેય પ્રકારના બંધોનું સ્વરૂપ આ પ્રકાર છે.
स्वभावः प्रकृतिः प्रोक्तः स्थितिः कालावधारणम् ।
અનુમાનો રસો ય:, પ્રદેશ હત-સંવ: | (૧) પ્રકૃતિ બંધઃ કમમાં આત્માના અલગ-અલગ ગુણોને આવૃત્ત કરવાની શક્તિનું પ્રગટ થવું પ્રકૃતિ બંધ છે. જેમ કે જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ જ્ઞાનને ઢાંકવાની છે.
(૨) સ્થિતિ બંધ : અમુક કર્મ આત્માની સાથે અમુક સમય સુધી રહેશે - આ કાળ મર્યાદાને સ્થિતિ બંધ કહે છે. જેમ કે જ્ઞાનાવરણીય જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કોટાકોટિ સાગરોપમની છે.
(૩) અનુભાગ બંધ : કર્મ પ્રવૃતિઓમાં સારું-ખોટું, તીવ્ર કે મંદ ફળ આપવાની શક્તિનું હોવું અનુભાગ બંધ છે. જેમ કોઈ કર્મ તીવ્ર ફળ આપે છે અને કોઈ મંદ ફળ આપે છે.
(૪) પ્રદેશ બંધ : બંધાનાર કર્મ દલિકોના પરિણામને પ્રદેશ બંધ કહે છે. જેમ કોઈ પ્રકૃતિ ઓછા પ્રદેશોવાળી બંધાય છે અને કોઈ વધુ પ્રદેશોવાળી.
કષાયોદયવાળા આત્માઓ કાય-યોગ વગેરે ત્રણ પ્રકારના શુભ-અશુભ યોગથી જે કર્મ બાંધે છે, તે કષાયની તીવ્રતા કે મંદતાના કારણે વધુ કે ઓછી સ્થિતિવાળો હોય છે અને શુભાશુભ વિપાકનું કારણ પણ હોય છે. કષાયમુક્ત આત્માઓ જે કર્મ બાંધે છે તે કષાયના અભાવના કારણે ન તો વિપાકજનક હોય છે અને ન એક સમયથી વધુ સ્થિતિ જ પ્રાપ્ત કરે છે. તાત્પર્ય એ છે કે કર્મ બંધમાં સ્થિતિ અને રસનું કારણ કષાય છે અને પ્રકૃતિ તથા પ્રદેશનું કારણ યોગ છે. કષાયના અભાવમાં ઉપાર્જિત કર્મમાં સ્થિતિ ને રસનો બંધ નથી હોતો. તેથી મુખ્ય રૂપથી કષાયોને જ સંસારનું મૂળ કહેવામાં આવે છે -
कोहो य माणो य अणिग्गहीआ, माया य लोभो य पवड्डमाणा । चत्तारि एए कसिणा कसाया, सिंचंति मूलाइं पुणब्भवस्स ॥
- દશવૈકાલિક, અ-૮, ગા- ક્રોધ અને માનને જો ન રોકવામાં આવ્યા અને માયા અને લોભ જો વધતા રહ્યા, તો એ ચારેય કષાય સંસાર પુનર્ભવની જડને સિંચન કરનાર હોય છે. કષાયોના અભાવમાં થનારો કર્મબંધ નામ માત્રનો હોય છે. તે ઈર્યાપથ કહેવાય છે, કારણ કે તે માત્ર હલનચલન(ગતિ)ના નિમિત્તથી હોય છે. તે માત્ર એક સમય સુધી જ રહે છે. સાંપરાયિક આસ્રવ જ સંસારની જડ (મૂળ) છે, તેથી એનાથી બચવાનો પ્રયાસ મુમુક્ષુ આત્માઓને સતત જાગૃત રહીને કરવો જોઈએ. (૪૮)
છેજિણધો]
Page #496
--------------------------------------------------------------------------
________________
કમસ્ત્રવોમાં પરિણામ-ભેદ વગેરેથી વિશેષતાઃ
કર્માસ્ત્રવોમાં બાહ્ય સાધન સમાન હોવા છતાંય કર્મબંધમાં અંતર થઈ જાય છે, તેથી કર્માસ્ત્રવોનો આધાર મુખ્યત્વે અધ્યવસાય છે. બાહ્ય ક્રિયાઓ અને એમના સાધન એક સીમા સુધી કર્મબંધના નિમિત્તથી થાય છે, પરંતુ મુખ્ય રૂપથી કર્મબંધ અધ્યવસાયો પર નિર્ભર કરે છે. બાહ્ય ક્રિયા સમાન હોવા છતાંય અધ્યવસાયોમાં બહુ ખૂબ) અંતર થઈ શકે છે. ઉદાહરણ સ્વરૂપ એક હિંસક વ્યક્તિ છૂરી, ચાકુ ચલાવીને ઘાતક બુદ્ધિથી કોઈ વ્યક્તિને મારે છે, અને એક ડોક્ટર રોગીને સાજો કરવા માટે શલ્ય-ચિકિત્સા (ઓપરેશન) કરતી વખતે છરી, ચાકુનો પ્રયોગ કરે છે. ઉક્ત બંને વ્યક્તિઓએ શસ્ત્ર છરી-ચાકુનો પ્રયોગ તો કર્યો, અધિકરણ (સાધન) પણ એમના સમાન છે, પરંતુ બંનેના અધ્યવસાયોમાં બહુ મોટું અંતર છે. એકના અધ્યવસાય હિંસક હોવાથી સંક્લિષ્ટ છે, અશુભ છે, જ્યારે બીજાના અધ્યાવસાય શાંતિ-આરોગ્યદાયક હોવાથી શુભ છે. તેથી પહેલી હિંસક વ્યક્તિ અશુભ કર્મબંધની ભાગી બને છે, જ્યારે બીજી વ્યક્તિ શસ્ત્રનો પ્રયોગ કરવા છતાંય મુખ્યત્વે શુભકર્મ-પુણ્યકર્મનો ભાગી બને છે.
બાહ્ય બંધકારણ સમાન હોવા છતાંય પરિણામની તીવ્રતા અને મંદતાના કારણે કર્મબંધ અલગ-અલગ પ્રકારના હોય છે. જેમ કે એક જ દેશ્યના બે દર્શકોમાંથી મંદ આસક્તિવાળાની અપેક્ષા તીવ્ર આસક્તિવાળું કર્મ જ તીવ્ર બંધ કરે છે. તીવ્ર ભાવના કારણે તીવ્ર બંધ અને મંદભાવના કારણે મંદ બંધ થાય છે. એ જ રીતે ઇચ્છાપૂર્વક પ્રવૃત્તિ કરવી - જાણી જોઈને આરંભ વગેરે કરવું જ્ઞાતભાવ છે. વગર ઈચ્છાએ અજાણતાં કૃત્યનું થઈ જવું અજ્ઞાત ભાવ છે. જાણી જોઈને ભૂલ કરવામાં અને અજાણતા ભૂલ થઈ જવામાં બહુ મોટો ભેદ છે. જે જાણી જોઈને પાપ-પ્રવૃત્તિ કરે છે, એને તીવ્ર કર્મબંધ થાય છે અને જે અજાણતા પાપ થઈ જાય છે, એનો કર્મબંધ અપેક્ષાકૃત ઓછો હોય છે. જાણી જોઈને કોઈને ઠોકર મારવામાં અને અજાણતા ઠોકર લાગી જવામાં - ક્રિયાની સમાનતા છતાં વિચારોમાં ભાવોમાં બહુ મોટો ભેદ છે. જાણી જોઈને ઠોકર મારવામાં તીવ્ર સંક્લિષ્ટ પરિણામ હોય છે, જ્યારે અજાણતાં ઠોકર લાગવાથી પરિણામોમાં સંમ્પિષ્ટતા નથી થતી. તેથી જ્ઞાતભાવ અને અજ્ઞાતભાવમાં બાહ્ય વ્યાપાર સમાન હોવા છતાંય કર્મબંધમાં અંતર પડે છે. જેમાં એક વ્યક્તિ મૃગને મૃગ સમજીને બાણથી વીંધી નાખે છે અને બીજી વ્યક્તિ નિશાન તો કોઈ નિર્જીવ વસ્તુ ઉપર સાધે છે, પરંતુ ભૂલથી હરણ વીંધાઈ જાય છે. ભૂલથી મારનારની અપેક્ષા જાણી જોઈને મારનારનો કર્મબંધ ઉત્કટ હોય છે.
વીર્ય (શક્તિ) પણ કર્મબંધની વિચિત્રતાનું કારણ હોય છે. જેમ દાન, સેવા વગેરે શુભકાર્ય હોય કે હિંસા, ચોરી વગેરે અશુભકાર્ય - બધાં શુભાશુભ કાર્ય બળવાન વ્યક્તિ જે સહજતા અને ઉત્સાહથી કરી શકે છે, નિર્બળ મનુષ્ય એ જ કાર્ય કઠિનાઈથી કરી શકે છે. તેથી બળવાનની અપેક્ષા નિર્બળનો શુભાશુભ કર્મબંધ મંદ હોય છે. એ જ અપેક્ષાથી કહેવાયું છે કે - “જે જૂરી તે થન્ને ? જે કર્મ કરવામાં વીર છે, તે ધર્મમાં પણ વીર હોઈ શકે છે. આ રીતે વીર્યના કારણે પણ કર્મબંધમાં અંતર હોય છે.
[ આસ્રવ તત્ત્વ
છેઆ
જે
આજે છે જ, ૪૦૯)
Page #497
--------------------------------------------------------------------------
________________
અધિકરણ (શસ્ત્ર વગેરે સાધનોના કારણે પણ કર્મબંધમાં અંતર હોય છે. જેમ હત્યાચોરી વગેરે અશુભ અને પર-રક્ષણ વગેરે શુભ કાર્ય કરનાર બે મનુષ્યોમાંથી એકની પાસે અધિકરણ (શસ્ત્ર) ઉગ્ર હોય અને બીજાના પાસે સાધારણ હોય, તો સામાન્ય શસ્ત્રધારીની અપેક્ષા ઉગ્ર શસ્ત્રધારીનું કર્મબંધ તીવ્ર હોવું સંભવ છે, કારણ કે ઉગ્ર શસ્ત્રના સન્નિધાનથી એમાં તીવ્ર આવેશ રહે છે.
ઉક્ત રીતિથી તીવ્ર ભાવ, મંદભાવ, જ્ઞાતભાવ, અજ્ઞાતભાવ, વિર્ય અને અધિકરણના ભેદથી કર્મબંધમાં વિશેષતા હોવાનું કથન કરવામાં આવ્યું છે. આચાર્ય ઉમાસ્વાતિએ ‘તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે - तीव्रमन्द ज्ञाताज्ञात भाववीर्याधिकरण विशेषेभ्यस्तद्विशेषः ।
- તત્વાર્થ, અધ્યાય-૬, સૂત્ર-૭ બાહ્ય આસવની સમાનતા હોવા છતાંય કર્મબંધમાં અસમાનતાના કારણે રૂપમાં ઉક્ત સૂત્રમાં વિર્ય, અધિકરણ વગેરેની વિશેષતાનું કથન કરવામાં આવ્યું છે, છતાંય કર્મબંધની વિશેષતાનું વિશેષ નિમિત્ત કાષાયિક પરિણામની તીવ્રમંદ ભાવ જ છે. જાણી જોઈને પાપપ્રવૃત્તિ, શક્તિની અધિકતા અને શસ્ત્ર ઉગ્રતાના કારણે કર્મબંધમાં જે વિશેષતા બતાવવામાં આવી છે, એનું મૂળ કારણ કાષાયિક પરિણામની તીવ્રતા-મંદતા જ છે. અર્થાત્ કર્મબંધનો બધો આધાર અધ્યવસાયો પર, કાષાયિક પરિણામોની તીવ્રતા-મંદતા પર અવલંબિત છે.
ઉક્ત ભાવની પુષ્ટિ આગમમાં નીચે લખેલા પાઠથી સારી રીતે થઈ જાય છે. _ 'जे आसवा ते परिस्सवा, जे परिस्सवा ते आसवा, जे अणासवा ते अपरिस्सवा, जे अपरिस्सवा ते अणासवा ।'
- આચારાંગ સૂત્ર, અધ્ય-૪, ઉદ્દેશક-ર જે આસવ(કર્મ બંધન)ના હેતુ છે, તે કર્મની નિર્જરાના હેતુ પણ હોઈ કે છે, જે કર્મની નિર્જરાના હેતુ છે, તે કર્મ બંધનના હેતુ પણ બની શકે છે. (અથવા જેટલા કર્મ ખપાવવાના હેતુ છે, એટલા જ કર્મ બંધનના હેતુ છે અને જેટલા કર્મબંધનના હેતુ છે, એટલા જ કર્મક્ષયના પણ હેતુ છે.) જે વ્રત વગેરે આસ્રવ રૂપ નથી, તે પણ (અશુભ અધ્યવસાયોથી) નિર્જરાના કારણે નથી થતા અને જે સંવર કે નિર્જરાના કારણ નથી તે પણ કદાચ (શુભ પરિણામોથી) પાપબંધના કારણ નથી થતા.
પ્રસ્તુત પાઠમાં આસ્રવ અને નિર્જરા સંબંધિત વિવેચન કરવામાં આવ્યું છે. કર્મબંધન અને નિર્જરાનો મુખ્ય આધાર અધ્યવસાય છે. બાહ્ય કારણો ઉપર કર્મ બંધન કે કર્મ નિર્જરાનો મુખ્ય આધાર અધ્યવસાય છે. બાહ્ય કારણો ઉપર કર્મ બંધન કે કર્મ નિર્જરાનો એટલો આધાર નથી, જેટલો કે પરિણામોની ધારા ઉપર. આ જ કારણ છે કે એક પદાર્થને જોઈને એક વ્યક્તિ અનેક પ્રકારનો વિચાર કરે છે અને બીજી વ્યકિત બીજા પ્રકારનો તથા ત્રીજી વ્યક્તિ ત્રીજા પ્રકારનો વિચાર કરે છે. એક પદાર્થના અવલોકન માટે વિલાસનો પોષક છે. અને એક માટે વૈરાગ્યનો વર્ધક છે. એક પદાર્થ એકના માટે અમૃત છે, એ જ બીજા માટે વિષ છે. જે સ્ત્રી, માળા વગેરે પદાર્થોને જોઈને વિષયાસક્ત જીવ કર્મોનું બંધન કરે છે, એમને (૪૮૦)
00,0000000 જ જિણધામો)
Page #498
--------------------------------------------------------------------------
________________
જે જોઈને વિષય-સુખોથી પરાગમુખ બનેલાં તત્ત્વદર્શી પુરુષ એમને નિસ્સાર જાણીને વૈરાગ્ય ભાવનાનું પોષણ કરે છે.
તાત્પર્ય એ છે કે આદાનની શુદ્ધિ કે અશુદ્ધિ અનુસાર, નિમિત્ત પણ શુદ્ધ કે અશુદ્ધ બનાવી લેવાય છે. આત્યંતર, ચિત્તવૃત્તિ અનુસાર એક જ પદાર્થ એક વ્યક્તિને એક રૂપમાં જોવા મળે છે, તો બીજાને બીજા રૂપમાં ચિત્તવૃત્તિનું પ્રતિબિંબ પદાર્થો ઉપર પડે છે. એક વેશ્યાના મૃત શરીરને જોઈને એક ભોગી-કામી વિચારે છે કે - “કેવું સારું થાત જો આ જીવતી હોય. હું એની સાથે વૈષયિક સુખોપભોગ કરતો.” એ જ મૃત શરીરને જોઈને યોગી વિચારે છે કે - “ઓહો ! શરીરની ક્ષણભંગુરતા ! નર-નારી પોતાના સુંદર તનનું અભિમાન કરે છે અને રાત-દિવસ આને સજાવવામાં વ્યતીત કરે છે. આખરે આનું આ પરિણમન કે સળગીને રાખ થઈ જશે. આશ્ચર્ય ! મહાઆશ્ચર્ય !! આ વેશ્યા પોતાનું શીલ રત્ન વેચીને અનેકને પતિત કરતી હતી અને આજ શું સાથે લઈ જઈ રહી છે ? કેવી સંસારની વિડંબના છે !' એ જ વેશ્યાના શબને જોઈને કૂતરો વિચારે છે કે – “લોકો અહીંથી દૂર થાય તો હું એનું માંસ ખાઉં !” આ રીતે એક જ શબને જોઈને જોવાથી ભોગી, યોગી અને શ્વાનને અલગ-અલગ વિચાર થયા. કહેવાની જરૂર નહિ હોય કે આ એમની ચિત્તવૃત્તિનો પ્રભાવ છે.
ઉક્ત વિવેચનથી સ્પષ્ટ થઈ જાય છે કે ચિત્તનાં પરિણામોની ધારા અનુસાર પદાર્થ સારા કે ખોટા બની જાય છે. પદાર્થમાં સ્વયં ન તો સારું છે ન ખોટું ! દુનિયાનો કોઈ પદાર્થ નિરુપયોગી નથી. શિક્ષા ગ્રહણ કરનાર વ્યક્તિ દુનિયાના પ્રત્યેક પદાર્થથી શિખામણ લઈ શકે છે અને ખોટું જોનારને પ્રત્યેક સારામાં સારા પદાર્થમાંથી ખોટું (ખરાબ) લઈ શકે છે. એનાથી આ વાત ફલિત થાય છે કે બાહ્ય પદાર્થ સ્વયં ખરાબ નથી, પરંતુ એમાં પ્રાણીઓની આસક્તિ અનિષ્ટનું કારણ છે. પદાર્થોનો સદુપયોગ અથવા દુરુપયોગ કર્તાની ચિત્તવૃત્તિઓ પર નિર્ભર છે. તેથી સૂત્રકારોએ ફરમાવ્યું છે કે - “જે કમેના આવવાના માર્ગ છે. તે જ કર્મની નિર્જરાના નિમિત્ત બની શકે છે અને જે કર્મની નિર્જરાના નિમિત્ત છે એ જ કર્મના આસવના નિમિત્ત બની જાય છે. મિથ્યા દૃષ્ટિઓ માટે જે પાપનાં કારણો છે તે જ તત્ત્વદર્શી સમ્યકત્વી જનો માટે કર્મ નિર્જરાના કારણ બની જાય છે. એ સ્ત્રી ચંદન, પુષ્પમાળા વગેરે કામીઓ માટે કર્મ હેતુ હોવાથી આમ્રવરૂપ છે. તે જ વિરક્તાત્માઓના વૈરાગ્યનું પોષણ કરવાની પરિસ્ટવ-નિર્જરાના સ્થાન થઈ જાય છે. આ રીતે સાધુસમાચારી, તપશ્ચરણ વગેરે નિર્જરાના સ્થાન અશુભ અધ્યવસાયો માટે અને સાતા-૨સ અને ઋદ્ધિગૌરવ વગેરેના કારણે કર્મ-બંધનના કારણ થઈ જાય છે. તેથી કહ્યું છે કે -
यथा प्रकाराः यावन्तः संसारावेश हेतवः ।
तावन्तस्तद्विपर्यासानिर्वाण सुख हेतवः ॥ અર્થાત્ જેટલા પ્રકારના અને જેટલા સંસારમાં પરિભ્રમણનાં કારણો છે, એટલા જ પ્રકારના અને એટલાં જ, એમને વિપરીત રીતિથી લેવાથી, મોક્ષ સુખના કારણ થઈ જાય છે. તાત્પર્ય એ છે કે જેટલા કર્મ નિર્જરાને માટે સંયમમાં સ્થાન છે, એટલા જ કર્મ બંધનના માટે અસંયમના સ્થાન છે. [ આમ્રવ તત્ત્વ છે જે છે તે છે જે ૪૮૧)
Page #499
--------------------------------------------------------------------------
________________
જે રીતે જ્વરગ્રસ્ત (તાવગ્રસ્ત) વ્યક્તિને ખાંડ અને દૂધ પણ કડવા લાગે છે અથવા લીમડાનો રસ પીવાથી જેનું મોં કડવું થઈ જાય છે, એને ખાંડ મિશ્રિત દૂધ પણ કડવું લાગે છે. એ જ રીતે રાગદ્વેષના કારણે જેનું હૃદય કલુષિત છે, જે વિષય-સુખ માટે લાલાયિત છે, એના અધ્યવસાય અશુભ હોવાથી એની સમસ્ત ક્રિયાઓ સંસાર માટે જ હોય છે. એનાથી વિપરીત જે સમ્યગુદૃષ્ટિ છે, વિષય-સુખથી પરાગમુખ છે, જે પદાર્થોના વાસ્તવિક રહસ્યને જાણે છે અને જે વૈરાગ્યથી ભરેલો છે, એના માટે બધી ક્રિયાઓ મોક્ષમાર્ગની સાધિકાઓ છે.
ઉકત વાતને સમજવા માટે શ્રી સ્થૂલિભદ્ર મુનિનું ઉદાહરણ ઉપયોગી છે. કોશા જેવી અનુપમ લાવણ્યવતી વેશ્યાના વિલાસગૃહમાં લાંબા કાળ સુધી અહોરાત્ર રહેવા છતાંય શ્રી સ્થૂલિભદ્ર મુનિ નિર્વિકાર રહ્યાા, વેશ્યાનું વિલાસગૃહ કર્મબંધનનું મુખ્ય સ્થાન છે, પરંતુ ત્યાં રહીને એ મુનિએ પોતાના અખંડ સચ્ચારિત્રની છાપ એ અનુપમ સુંદરી વેશ્યા પર નાખી અને પોતાનાં કર્મનાં બંધનોને તોડ્યાં. એક તરફ વિલાસનું આકર્ષક વાતાવરણ અને બીજી બાજુ યોગીશ્વરની અડોલતા (અડગતા) બંનેના કંઠમાં યોગીશ્વર જીત્યા. જે વિલાસપૂર્ણ વાતાવરણમાં રહીને સ્થૂલિભદ્ર નિર્વિકાર રહી શક્યા એનું વર્ણન નીચેના શ્લોકમાં આપેલું છે -
.. वेश्या रागवती सदा तदुनुगा षद्भिः रसैर्भोजनं,
सौधं धाम मनोहरं वपुरहो नव्यः वयः संगमः । कालोऽयम् जलदाविलस्तदपि यः कामं जिगायादरात्,
वन्दे तं युवति प्रबोध कुशलं श्री स्थूलिभद्रं मुनिम् ॥ અર્થાતુ અનુપમ સુંદરી વેશ્યા જેના પર અનુરક્ત હતી, વિવિધ રસોથી યુક્ત સ્વાદિષ્ટ ભોજન, વિશાળ અટ્ટાલિકા, સર્વાગ સુંદર શરીર, ભર યૌવનાવસ્થા, સાથે વર્ષાઋતુનો માદક ઘનઘોર ઘટાવાળો સમય, એટલા વિલાસના પોષક તથા વિકારોત્તેજક વાતાવરણમાં રહીને પણ જેમણે કામ-વાસના પર વિજય પ્રાપ્ત કર્યો અને જે પોતાના અખંડ ચરિત્રબળ દ્વારા વેશ્યાને સન્માર્ગે લાવ્યા, એ યોગીશ્વર સ્થૂલિભદ્રને નમસ્કાર.
ઉક્ત શ્લોકથી એ વિદિત થઈ જાય છે કે શ્રી સ્થૂલિભદ્ર મુનિના બધાં નિમિત્ત વિકારવર્ધક હતાં. તેથી આમ્રવના સ્થાને હતા. પરંતુ એમનું ઉપાદાન (ચિત્ત) શુદ્ધ હતું, તેથી એમના માટે એ જ આસવનાં સ્થાનો નિર્જરાના રૂપમાં પરિણત થઈ ગયા. તેથી સૂત્રકારે કહ્યું - “ને માસવા તે પરિસંવા ”
આમ, જે સંવર અને નિર્જરાનાં કારણ છે, એ જ કર્મબંધનના કારણ બની જાય છે. સાધુત્વ અને દસ પ્રકારના સાધુ સમાચારીનું અનુષ્ઠાન નિર્જરાનું કારણ છે તો પણ અધ્યવસાયોની મલિનતા અને કપટના કારણે તે પણ કર્મબંધનનું કારણ થઈ જાય છે. જે રીતે ઉદાયન રાજાને મારવા માટે એક નાયીએ કપટપૂર્વક સાધુત્વ અંગીકાર કર્યું હતું, એવા કપટપૂર્ણ સંયમ અને અધ્યવસાયોની વિકૃતિ માટે સંવરના સ્થાન પણ આમ્રવના સ્થાન થઈ જાય છે. તેથી કહ્યું છે કે - “જે પરિસવા તે માસવા ?” (૪૮૨) ,000જિણધમો)
Page #500
--------------------------------------------------------------------------
________________
ઉપર્યુક્ત બંને પદો વિધિ રૂપથી કહેવામાં આવ્યાં છે. આ જ વાતને હવે નિષેધ રૂપથી સૂત્રકાર ફરમાવે છે - “જે માણસવા તે અપરિસંવા” અર્થાત્ જે આસ્રવ રૂપ નથી તે વ્રત વગેરે પણ કર્યોદયથી અશુભ અધ્યવસાયવાળાને માટે કર્મની નિર્જરાના કારણે નથી હોતા. વ્રત વગેરે કર્મોની નિર્જરાનું કારણ છે તો પણ અધ્યવસાયોની અશુભતા માટે તે નિર્જરાનું કારણ નથી હોતા. આ રીતે - “ને પરિસંવા તે મUસિવા' અર્થાત્ તે અપરિસ્સવ-કર્મના ઉપાદાન કારણ છે, તે કદાચિત્ પ્રવચનના ઉપકાર વગેરે શુભ અધ્યવસાયપૂર્વક કરવાથી કર્મ બંધન રૂપ નથી થતા.
ઉક્ત વિવેચનથી એ સ્પષ્ટ થઈ જાય છે કે આસ્રવ અને સંવર-નિર્જરાનો મુખ્ય આધાર ચિત્તવૃત્તિ - માનસિક પરિણામોની ધારા પર નિર્ભર છે. બાહ્ય પદાર્થ અને બાહ્ય ક્રિયાઓ નિમિત્ત માત્ર છે. નિમિત્ત ઉપાદાનની શુદ્ધિની પ્રગટતા માટે છે. નિમિત્ત જ્યાં સુધી ઉપાદાનના ઉપકારી હોય ત્યાં સુધી ગ્રાહ્ય છે, પણ નિમિત્તોની પાછળ ઉપાદાનની અવહેલના ન કરવી જોઈએ. જ્યારે ઉપાદાનને વિસરીને માત્ર નિમિત્તોને મહત્ત્વ આપવામાં આવે છે તો ધર્મ માત્ર શુષ્ક ક્રિયાકાંડ બનીને રહી જાય છે. તે જીવનવ્યાપી નથી બની શકતો. જ્યાં સુધી ધર્મના વ્યવહારમાં સર્વત્ર સ્પર્શી પ્રયોગ ન થાય, ત્યાં સુધી ધર્મનું સાચું રહસ્ય નથી સમજી શકાયું એવું માનવું પડશે. નિમિત્ત ઉપાદાનના ઉપકારી છે, તેથી ગ્રાહ્યી હોય છે, પરંતુ ઉપાદાનના મહત્ત્વને ન ભૂલવું જોઈએ. સાથે યથાસ્થાન નિમિત્તોની સર્વથા ઉપેક્ષા પણ સન્માર્ગથી ભટકાવી દે છે. નિમિત્તો તથા ઉપાદાનોને પોત-પોતાના સ્થાન પર મહત્ત્વપૂર્ણ સમજીને તે અનુસાર અનુગમન કરનાર સાચો સાધક હોય છે. તેથી ઉપાદાનને ચિત્તવૃત્તિને શુદ્ધ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. અહીં આ વાત વિશેષ રૂપથી ધ્યાનમાં રાખવી જોઈએ કે ઉક્ત અનાસક્ત યોગ કહેવામાં જેટલો સરળ છે એટલો આચરણમાં મૂકવો મુશ્કેલ છે. કોઈપણ સાધક શ્રી સ્થૂલિભદ્ર મુનિનું અનુકરણ કરીને વિલાસવર્ધક તથા વિકારોત્તેજક સંયોગોમાં રહેવાનું સાહસ ન કરે. એકદમ અનાસક્ત યોગની સાધના સાધક માટે સમુચિત નથી માની શકાતી. કારણ કે એ તો એક અપવાદિક વિષય છે, અપવાદ ક્યારેક ઉત્સર્ગ રાજમાર્ગ નથી બની શકતો. જો આ રાજમાર્ગ હોત તો તીર્થકર દેવ સ્વયં જ રાજપાટ વગેરેનો પરિત્યાગ કરી સાધુ નથી બનતા. અને કેવળજ્ઞાન થયા પછી આ વિષયને વિધિ રૂપથી પણ પ્રતિપાદિત કરે. પરંતુ એમણે એવું ન કરીને બ્રહ્મચારી વર્ગ માટે નવાવાડની મર્યાદાઓના સમીચીનતયા વિધિ વિધાન કર્યું. તેથી આ ઘટના પ્રસંગ ચરિતાનુવાદનો પણ એક અપવાદ છે. અનાસક્ત યોગની પહેલી સીડી ત્યાગમાર્ગ છે. ત્યાગમાર્ગ પર આવ્યા વિના જે સાધક સીધો અનાસક્ત યોગ પર જવા લાગશે, તે સીડીઓ કૂદીને ઉપર ચડવા સમાન જ કહેવાશે, જે શક્ય નથી. કર્મબંધનના સ્થાનમાં સમભાવ તટસ્થ અને નિર્વિકાર રહી શકવાની શક્તિ દીર્ઘકાળના ત્યાગમાર્ગની સાધના પછી જ પ્રાપ્ત થાય છે. તેથી કર્મબંધનોનાં સ્થાનોથી અલગ રહેવું જ શ્રેયષ્કર છે. સંયમનાં સ્થાનોથી વિચરણ કરતા અધ્યવસાયોની શુદ્ધિ પર વિશેષ લક્ષ્ય દેવાની આવશ્યકતા છે.
આ રીતે આસ્રવ અને નિર્જરાનાં સ્થાનોનો વિવેક સમજવો જોઈએ.
[ આસ્રવ તત્ત્વ છેજ
છે
જે છે તે
છે
(૮૩)
Page #501
--------------------------------------------------------------------------
________________
આમ્રવના ભેદ :
આમ્રવના (૧) ઇન્દ્રિય, (૨) કષાય, (૩) અવ્રત, (૪) ક્રિયા અને (૫) યોગ એ પાંચ મૂળ ભેદ છે. એમનાં ક્રમશઃ પાંચ, ચાર, પાંચ, પચીસ અને ત્રણ ભેદ છે. એ બધા મળીને આમ્રવના ૪૨ ભેદ થઈ જાય છે. કહ્યું છે -
'इंदिय-कसाय-अव्वय-किरिया पण चउर पंच पणुवीसा । जोगा तिन्नेव भवे आसवभेयाउ बायाला ॥
- સ્થાનાંગ ટીકા (૧) પાંચ ઇન્દ્રિયોના આઝવ : પાંચ ઇન્દ્રિયોને અહીં આસ્રવ કહેવામાં આવી છે. એનો અભિપ્રાય એ છે કે આ ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શમાં રાગદ્વેષ રૂપ પ્રવૃત્તિ કરવાથી જે કર્મનો આસ્રવ થાય છે, તે ઇન્દ્રિય આસ્રવ છે. સ્વરૂપ માત્રથી તો કોઈ ઇન્દ્રિય કર્મબંધનું કારણ નથી હોતી અને ન ઇન્દ્રિયોની રાગ-દ્વેષ રહિત પ્રવૃત્તિ જ કર્મબંધનું કારણ હોય છે. | શ્રોત્રેન્દ્રિયનો સ્વભાવ છે કે તે શબ્દને ગ્રહણ કરે. આ તો સંભવ નથી કે શ્રોત્રેન્દ્રિય શબ્દોને ગ્રહણ જ ન કરે. શ્રોત્રેન્દ્રિય દ્વારા ગ્રહણ કરવામાં આવતા મનોજ્ઞ અને અમનોજ્ઞ શબ્દોમાં રાગભાવ અને દ્વેષભાવ કરવાથી શ્રોત્રેન્દ્રિય આસ્રવ થાય છે. ચક્ષુનો સ્વભાવ છે કે તે પોતાના વિષય રૂ૫ વગેરેને ગ્રહણ કરે. એ શક્ય નથી કે ચક્ષુ રૂપને ગ્રહણ જ ન કરે. મનોજ્ઞ-અમનોજ્ઞ રૂપ વગેરે વિષયોમાં રાગભાવ કે દ્વેષભાવ કરવાથી ચક્ષુરિન્દ્રિય આસ્રવ થાય છે.
ઘાણનો સ્વભાવ છે કે તે ગંધને ગ્રહણ કરે. એ તો સંભવ નથી કે ધ્રાણેન્દ્રિય ગંધને ગ્રહણ ન કરે. મનોજ્ઞ-અમનોજ્ઞ ગંધમાં રાગભાવ કે દ્વેષભાવ કરવાથી ઘાણેન્દ્રિય આસવ થાય છે.
એ જ રીતે રસનેન્દ્રિયના વિષય મનોજ્ઞ-અમનોજ્ઞ રસોમાં સ્પર્શનેન્દ્રિયના વિષયભૂત મનોજ્ઞામનોજ્ઞ સ્પશમાં રાગભાવ કે દ્વેષભાવ કરવાથી ક્રમશઃ રસનેન્દ્રિય આસ્રવ અને સ્પર્શનેન્દ્રિય આસ્રવ થાય છે. જેમ કે કહ્યું કે -
ण सक्का ण सोऊं, सद्दा सोय विसयमागया । रागदोसोउ जे तत्थ तं भिक्खू परिवज्जए ॥१॥ ण सक्कं रुव मदढ़, चक्खु विसयमागयं । रागदोसोउ जे तत्थ, तं भिक्खू परिवज्जए ॥२॥ णो सक्कं गंधमाणाग्धाऊं णासा विसयमागयं । रागदोसोउ जे तत्थ तं भिक्खू परिवज्जए ॥३॥ णो सक्का फासं ण वेदेउं फास विसयमागयं । रागदोसाउ जे तत्थ ते भिक्खू परिवज्जए ॥४॥
- આવશ્યક સૂત્ર (૪૮૪) COOOOOOOOOOOOOX જિણધર્મોો]
Page #502
--------------------------------------------------------------------------
________________
(૨) કષાય આસ્રવ : ક્રોધ, માન, માયા અને લોભ - એ ચાર કષાય છે, જેમના દ્વારા જીવ કર્મોનો આસ્રવ કરે છે. આ ચાર કષાયોનું વિસ્તૃત વર્ણન મોહનીય કર્મના વર્ણનના અંતર્ગત કરવામાં આવશે.
(૩) અવ્રત-આસ્રવ ઃ ૧. પ્રાણાતિપાત, ૨. મૃષાવાદ, ૩. અદત્તાદાન, ૪. મૈથુન, ૫. પરિગ્રહ - એ પાંચ અવ્રત છે. એમના નિમિત્તથી થનારો કર્મબંધ અવ્રત આસ્રવ છે.
(૪) ૨૫ ક્રિયા અને એનાથી થનારો આસ્રવ : જેનાથી કર્મનો આસ્રવ થાય છે, એવી પ્રવૃત્તિને ક્રિયા કહે છે. શાસ્ત્રકારોએ મુમુક્ષુઓની સુવિધા હેતુ એવી મુખ્ય-મુખ્ય ક્રિયાઓનો નિર્દેશ કર્યો છે. મુખ્ય રૂપથી પચીસ ક્રિયાઓ વિશેષ પ્રસિદ્ધ છે.
‘સ્થાનાંગ સૂત્ર’ના દ્વિતીય સ્થાન અનુસાર ક્રિયાઓનું આ પ્રકારે સમજવું જોઈએ - दो किरियाओ पन्नताओ, तंजहा जीव किरिया चेव अजीव किरिया चेव ॥ १ ॥ जीव किरिया दुविहा पन्नता, तं जहा सम्मत्त किरिया चेव, मिच्छत किरिया चेव, ॥२॥ अजीव किरिया दुविहा पन्नता - तं जहा - इरिया वहिया चेव, સંપાડ્યા ચેવ રૂા
અર્થાત્ ઃ ક્રિયાઓ બે પ્રકારની કહેવામાં આવી છે જીવ ક્રિયા અને અજીવ ક્રિયા. 'जीवस्य क्रिया - व्यापारो जीव - क्रिया तथा अजीवस्य - पुद्गल समुदायस्य यत्कर्मतया રામન મા અનીવ યિા।’ અહીં ‘ક્રિયા’ શબ્દનો અર્થ વ્યાપાર છે. અર્થાત્ જીવના દ્વારા જે કરવામાં આવે છે તે જીવ ક્રિયા છે. કર્મ રૂપથી પરિણત અજીવ-પુદ્ગલ દ્વારા જે કરવામાં આવે તે અજીવ ક્રિયા છે. જીવ ક્રિયાના બે ભેદ છે - સમ્યક્ત્વ ક્રિયા અને મિથ્યાત્વ ક્રિયા. તત્ત્વ શ્રદ્ધાન રૂપ સમ્યક્ત્વ જીવ વ્યાપાર હોવાથી જીવ ક્રિયા છે. આ જ રીતે અતત્ત્વ શ્રદ્ધાન રૂપ મિથ્યાત્વ પણ જીવ વ્યાપાર હોવાથી જીવ ક્રિયા છે. અથવા સમ્યગ્દર્શનના હોવાથી જે ક્રિયાઓ થાય છે તે સમ્યક્ત્વ ક્રિયા છે અને મિથ્યાદર્શનના હોવાથી જે ક્રિયાઓ થાય છે તે મિથ્યાત્વ ક્રિયા છે.
અજીવ ક્રિયાના બે ભેદ છે - ઇર્યાપથિક ક્રિયા અને સાંપરાયિક ક્રિયા. માત્ર યોગના નિમિત્તથી ઉપશાંત મોહ વગેરે અગિયારમાથી લઈને તેરમા ગુણસ્થાનવર્તી જીવોના અજીવ પુદ્ગલ રાશિ કર્મના સાતાવેદનીયના રૂપમાં પરિણત હોવું ઈર્ષાપથિક ક્રિયા છે. અહીં જીવ-વ્યાપાર રૂપ હોવા છતાંય અજીવની પ્રધાન રૂપથી વિવક્ષા હોવાથી અજીવ ક્રિયા કહેવામાં આવે છે. અથવા કર્મ વિશેષને ઈર્યાપથિકી ક્રિયા કહે છે જેમ કે કહ્યું છે
-
“इरियावहिया किरिया दुविहा- बज्झमाणा वेइज्जमाणा य । जा पढम समये बद्धा, बीय समये वेइया, सा वद्धा पुट्ठा वेइया निजिण्णा सेयकाले અમાંવિમવરૂ ''
ઈર્યાથિકી ક્રિયા બે પ્રકારની છે બધ્યમાન અને વેધમાન. આ પ્રથમ સમયમાં બંધાય છે એ સમયમાં આનું વેદન થાય છે. આ બદ્ધ-સ્પષ્ટ, વેદિત અને નિર્જીર્ણ થઈને ત્રીજા સમયમાં અકર્મ રૂપ થઈ જાય છે.
આસવ તત્ત્વ
૪૮૫
Page #503
--------------------------------------------------------------------------
________________
જે ક્રિયા કષાય સહિત થાય છે તે સાંપરાયિક ક્રિયા છે અર્થાતુ પ્રથમ ગુણસ્થાનથી લઈને દસમા ગુણસ્થાનવાળા સકષાય જીવોની ક્રિયાને સાંપરાયિકી ક્રિયા કહે છે. એ પણ એવા જીવ-વ્યાપારથી થાય છે, છતાંય એમાં જીવ-વ્યાપારની વિવક્ષા ન કરીને અજીવ પુદ્ગલ રાશિ-કર્મ પરિણતિની પ્રધાન રૂપથી વિવક્ષા હોવાથી આને અજીવ ક્રિયા કહેવામાં આવી છે.
તાત્પર્ય એ છે કે કષાયવાળા જીવોને યોગની પ્રવૃત્તિ હોવાથી જે ક્રિયા લાગે છે તે સાંપરાયિક ક્રિયા છે અને ઉપશાંત મોહ, ક્ષીણ મોહ તથા સયોગી કેવળી નામના અગિયારમા, બારમા એ તેરમાં ગુણસ્થાનોમાં યોગની પ્રવૃત્તિથી જે ક્રિયા લાગે છે, તે ઈર્યાપથ ક્રિયા છે. ઈર્યાપથ ક્રિયા એક જ પ્રકારની છે અને સાંપરાયિક ક્રિયાના ૨૪ પ્રકાર છે. આમ ૨૫ ક્રિયાઓ છે. સાંપરાયિક ક્રિયાઓના ૨૪ ભેદ આ રીતે છે -
(૧) કાયિકી ક્રિયા દુષ્ટ ભાવથી યુક્ત થઈને પ્રયત્ન કરવો, અયતાનાપૂર્વક કાયની પ્રવૃત્તિ કરવી, વ્રત નિયમ વગેરેનું પાલન ન કરીને આરંભજનક કામોમાં લાગવું, કાયિકી ક્રિયા છે. આના બે ભેદ છે - અનુપરત કાયિકી ક્રિયા, દુષ્પયુક્ત કાયિકી ક્રિયા. વ્રત-પ્રત્યાખ્યાન દ્વારા આમ્રવનો નિરોધ ન કરવાના કારણે સમસ્ત આરંભ-સમારંભોનાં કાર્યોની, નિરંતર અવ્રતની ક્રિયા લાગતી રહે છે. એવા અવિરતની જે ઉલ્લેપ વગેરે કર્મ બંધનની કારણભૂત ક્રિયાઓ છે, તે અનુપરત કાયિકી ક્રિયા કહેવાય છે. જે સાધુ કે શ્રાવક વ્રત-પ્રત્યાખ્યાન લીધા પછી પણ અયતનાથી શરીરની પ્રવૃત્તિ કરે છે, ઇન્દ્રિયોના ઇષ્ટ-અનિષ્ટ વિષયોની પ્રાપ્તિઅપ્રાપ્તિથી હર્ષ-શોકનો અનુભવ કરે છે અને અશુભ મનઃસંકલ્પ દ્વારા અપવર્ગ-માર્ગના પ્રત્યે દુઃસ્થિત થાય છે, એવા પ્રમત્ત સંયતની કાય ક્રિયાને દુષ્પયુક્ત કાયિકી ક્રિયા કહે છે.
(૨) આધિકરણિકી ક્રિયાઃ તલવાર, બંદૂક વગેરે શસ્ત્રોનો સંગ્રહ કે પ્રયોગ કરવાથી અથવા કઠોર દુર્વચન બોલીને ઝઘડો પેદા કરવાથી લાગનારી ક્રિયા આધિકરણિકી ક્રિયા છે એના બે ભેદ છે - સંયોજના-ધિકરણિકી અને નિર્વર્તનાધિકરણિકી. પહેલાં તૈયાર કરેલા તલવાર વગેરેમાં મૂઠ (હાથો) લગાવવો, ઘંટીમાં ખીલો વગેરે બેસાડવો, બુઠ્ઠી ધારને તેજ કરવી, અધૂરાં શસ્ત્રો પૂરાં કરવાં વગેરે સંયોજનાધિકરણિકી ક્રિયા છે. અથવા જૂના પડેલા ઝઘડાને ફરીથી જાગૃત કરવો સંયોજનાધિકરણિકી ક્રિયા છે. (૨) નવાં શસ્ત્રો બનાવવાં, એમને એકઠાં કરવાં, વેચવાં વગેરેથી જે ક્રિયા લાગે છે, તે નિર્વર્તનાધિકરણિકી છે. આ શસ્ત્રો દ્વારા જગતમાં જેટલાં પાપ કરવામાં આવે છે, એમના ભાગ બનાવવાળાને પણ આવે (લાગે) છે. અથવા વચન દ્વારા નવા ઝઘડા પેદા કરવા નિર્વનાધિકરણિકી ક્રિયા છે.
(૩) પાટૅષિકી ઈર્ષા-દ્રષના નિમિત્તથી લાગનારી ક્રિયાને પ્રાષિકી ક્રિયા કહે છે. બીજાને ધનવાન, સુખી, વિદ્વાન, બળવાન અને ગુણી જોઈને દ્વેષ કરવો, બળવું, ઈર્ષા કરવી કે એનું ખરાબ ચાહવું પ્રાષિકી ક્રિયાનું કારણ છે. આ ક્રિયાના બે ભેદ છે - જીવ પ્રાષિકી અને અજીવ પ્રાષિકી. મનુષ્ય-પશુ વગેરે જીવો પર દ્વેષ કરવાથી જીવ પ્રાષિકી ક્રિયા લાગે છે અને ઠોકર વગેરે વાગવાથી પથ્થર વગેરે નિર્જીવ વસ્તુઓ પર દ્વેષ-ભાવ લાવવાથી અજીવ પ્રાષિકી ક્રિયા લાગે છે. (૪૮) છે
જિણધમો)
Page #504
--------------------------------------------------------------------------
________________
(૪) પારિતાપનિકી : હાથ કે લાકડી વગેરેથી કોઈને પ્રહાર કરીને દુઃખ પહોંચાડવાથી પારિતાપનિકી ક્રિયા લાગે છે. એના બે ભેદ છે - સ્વહસ્ત પારિતાપનિકી અને પરહસ્ત પારિતાપનિકી. પોતાના હાથથી કોઈ બીજાને સ્વયં પરિતાપ આપવા, સ્વ-હસ્ત પારિતાપનિકી ક્રિયા છે અને બીજાના હાથોથી પરિતાપ પહોંચાડવો પરહસ્ય પારિતાપનિકી ક્રિયા છે.
(૫) પ્રાણાતિપાતિકી ક્રિયા : જીવોના દસ પ્રકારના પ્રાણોની હત્યા કરવાથી કે આત્મહત્યા કરવાથી પ્રાણાતિપાતિકી ક્રિયા લાગે છે. એના બે ભેદ છે - સ્વસ્તિકી અને પરહસ્તિકી. પોતાના હાથોથી જીવોની ઘાત કરવી, શિકાર ખેલવો વગેરે સ્વસ્તિકી ક્રિયા છે અને બીજાના દ્વારા જીવઘાત કરાવવો, શિકારી કૂતરા વગેરે છોડીને જીવહિંસા કરાવવી તથા મારવા માટે ઉદ્યત થયેલ વ્યક્તિને પ્રોત્સાહિત કરવી, પુરસ્કાર આપવો વગેરે પરહસ્તિની પ્રાણાતિપાતિકી ક્રિયા છે.
(૬) આરંભિકી : ષકાયના જીવોનું ઉપમર્દન-છેદન-ભેદન વગેરે કરવાથી લાગતી ક્રિયા આરંભિકી ક્રિયા છે. એના બે ભેદ છે - “જીવ આરંભિકી અને અજીવ આરંભિકી. શકાય જીવોનું છેદન-ભેદન કરવાથી લાગનારી ક્રિયા જીવ આરંભિકી છે અને અજીવ - અર્થાત્ લોટની બનાવેલી જીવાકૃતિ કે વસ્ત્ર વગેરેનો આરંભ કરવાથી લાગનારી ક્રિયા અજીવ આરંભિકી ક્રિયા છે.
(૭) પરિગ્રહિકી : સચિત્ત કે અચિત્ત પરિગ્રહ રાખવાથી લાગનારી ક્રિયા પરિગ્રહિકી ક્રિયા છે. ધન, ધાન્ય, દ્વિપદ, ચતુષ્પદ વગેરે પરિગ્રહનો ત્યાગ મર્યાદા ન કરવાથી આ ક્રિયા લાગે છે. એના પણ બે ભેદ છે - જીવ પરિગ્રહિણી અને અજીવ પરિગ્રહિકી, દાસદાસી, પશુ-પક્ષી, સચિત્ત ધાન્ય વગેરેની મમતાથી થનારી ક્રિયા જીવ પરિગ્રહિકી છે અને ધન, આભૂષણ, મકાન, વસ્ત્ર, પાત્ર વગેરે અચિત્ત પદાર્થોની મમતાથી થનારી ક્રિયા અજીવ પરિગ્રહિક ક્રિયા છે.
(૮) માયા પ્રત્યયા ? કપટ કે ધૂર્તતા કરવાથી લાગનારી ક્રિયાને માયા પ્રત્યયા કહે છે. એના બે ભેદ છે – આત્મભાવ વંચકતા અને પરભાવ વંચકતા. સ્વયંને લઈને કપટભાવ કરવો. જેમ કે સ્વયંમાં સારું ન હોવા છતાંય પોતાની સારાઈ (સારાપણું) બતાવવી, કપટપૂર્ણ આડંબર કરવો, પોતાને છેતરવું, આત્મભાવ વંચકતા છે. બીજાને કૂટલેખ વગેરે દ્વારા ઠગવો, છેતરવો, ખોટું માપ-તોલ રાખવું, વસ્તુમાં કપટ બુદ્ધિથી ભેળસેળ કરવી વગેરે પરભાવ વંચકતા છે. કહ્યું છે - જં તું ભાવમાં રહું ને પર વં ન્નડ્ડ' અર્થાત્ એવી બધી ક્રિયાઓ માયાના અંતર્ગત આવે છે, જેમના દ્વારા બીજી વ્યક્તિ છેતરાઈ રહ્યો હોય. છેતરવાથી લાગનારી ક્રિયા માયા પ્રત્યયા છે.
(૯) અપ્રત્યાખ્યાન પ્રત્યયા : વ્રત-નિયમ, ત્યાગ, પ્રત્યાખ્યાન કે વિરતિ ન કરવાથી લાગનારી ક્રિયા અપ્રત્યાખ્યાન પ્રત્યયા ક્રિયા છે. જ્યાં સુધી દૈનંદિનના ઉપયોગમાં આવનારી વસ્તુઓની મર્યાદા કે ત્યાગ નથી કરવામાં આવતો ત્યાં સુધી લોકના સમસ્ત પદાર્થોના ભોગપભોગની ક્રિયા આત્માને લાગતી રહે છે, કારણ કે એમના ભોગપભોગનો ત્યાગ નથી
[ આસ્રવ તત્ત્વ છે
૪૮૦)
Page #505
--------------------------------------------------------------------------
________________
કરવામાં આવતો. પ્રશ્ન થઈ શકે છે કે જે વસ્તુઓનો આપણે ઉપભોગ નથી કરતા, જેમના વિશે આપણે જાણતા સુધી નથી, એમના નિમિત્તથી આપણને ક્રિયા ક્યાંથી લાગી શકે છે ? આનું સમાધાન એ છે કે પોતાના મકાનમાં કચરો ભરવાની કોઈની ઇચ્છા નથી હોતી, છતાંય જ્યાં સુધી દરવાજા ખુલ્લા રહે છે ત્યાં સુધી ઘરમાં કચરો આવશે જ. જો દ્વાર બંધ કરી દેવામાં આવે તો કચરો આવતો બંધ થઈ શકે છે. એ જ રીતે જે વસ્તુ ભલે જાણીતી ન હોય કે જેની ઇચ્છા ન કરવામાં આવી હોય, પરંતુ જો એનો ત્યાગ પ્રત્યાખ્યાન ન કરવામાં આવ્યું હોય તો આસ્રવ દ્વારા ખુલ્લા રહેવાથી પાપરૂપી કચરો આવ્યા વગર નથી રહેતો. જ્યારે પ્રત્યાખ્યાન દ્વારા આસ્રવ બંધ કરવામાં આવે છે ત્યારે પાપ ક્રિયાનું આવવું બંધ થઈ જાય છે.
બીજી વાત એ પણ છે કે જે વસ્તુનો નિયમપૂર્વક ત્યાગ નથી કરવામાં આવ્યો તે કદાચ એની સામે આવવાથી એનો ઉપભોગ કરી શકાય છે. જ્યાં સુધી કોઈ વસ્તુનો ત્યાગ નથી કરવામાં આવતો ત્યાં સુધી એ વસ્તુ પ્રત્યે પૂરી વિરતિ ઉત્પન્ન નથી થઈ, એ જ માનવું પડશે. એ વસ્તુના ઉપભોગની અવ્યક્ત ઇચ્છા બનેલી છે, એ જ સમજવું પડશે. અંદર રહેલી અવ્યક્ત ઇચ્છા અવસર જોઈને વ્યક્ત રૂપ ધારણ કરી શકે છે. તેથી જે વસ્તુના ઉપભોગની લેશમાત્ર પણ ભાવના ન હોય એનો વીતરાગ કે ગુરુદેવની સાક્ષીથી ત્યાગ કરી દેવો જ ઉચિત છે. આ પ્રકારના ત્યાગથી મનમાં દઢતા ઉત્પન્ન થાય છે અને અપ્રત્યાખ્યાનપ્રત્યયા ક્રિયાથી બચાવ પણ થઈ જાય છે.
આ પ્રત્યાખ્યાન પ્રત્યયા ક્રિયાના બે ભેદ છે - જીવ અપ્રત્યાખ્યાન ક્રિયા અને અજીવ અપ્રત્યાખ્યાન ક્રિયા. સચિત્ત વસ્તુઓના ભોગપભોગનો પ્રત્યાખ્યાન કરવાથી લાગનારી ક્રિયા જીવ અપ્રત્યાખ્યાન પ્રત્યયા ક્રિયા છે. અજીવ-મદ્યાદિ વસ્તુઓનું પ્રત્યાખ્યાન ન કરવાથી લાગવાવાળી ક્રિયા અજીવ-અપ્રત્યાખ્યાન, પ્રત્યયા ક્રિયા છે.
(૧૦) મિથ્યાદર્શન પ્રત્યયા તત્ત્વ અશ્રદ્ધાન રૂપ મિથ્યાદર્શનના કારણે લાગનારી (થનારી) ક્રિયા મિથ્યાદર્શન પ્રત્યયા છે. એના બે ભેદ છે - જૂનાતિરિક્ત મિથ્યાદર્શન પ્રત્યયા અને તથ્યતિરિક્ત મિથ્યાદર્શન પ્રત્યયા. વસ્તુનું જે વાસ્તવિક સ્વરૂપ છે એનાથી ઓછું કે વધુ એને સમજવું ન્યૂનાતિરિક્ત મિથ્યાદર્શન છે. જેમ આત્મા સ્વદેહ પ્રમાણ છે, પરંતુ જો કોઈ કહે છે - “આત્મા તલમાત્ર યવમાત્ર કે અંગુષ્ઠ પર્વમાત્ર છે” તો આ કથન ન્યૂન મિથ્યાદર્શન છે. આ રીતે જો કોઈ આત્માને સર્વ વ્યાપક કહે તો તે અતિરિક્ત મિથ્યાદર્શન છે, કારણ કે આત્માનું અધિષ્ઠાન શરીર એક લાખ યોજનથી વધુ પ્રમાણવાળો નથી હોતો. આ રીતે ન્યૂન કે વધુ પ્રરૂપણા કરવી ન્યૂનાતિરિક્ત મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા છે.
જે ઉક્ત ન્યૂનાતિરિક્ત મિથ્યાદર્શનથી અલગ અન્ય પ્રકારની વિપરીત પ્રરૂપણા કરે છે કે વિપરીત શ્રદ્ધા રાખે છે, એને તવ્યતિરિક્ત મિથ્યાદર્શન ક્રિયા લાગે છે. જેમ કે કોઈ આ પ્રરૂપણા કરે કે આત્મા છે જ નહિ.
(૧૧) દષ્ટિકા (દષ્ટિજા) ક્રિયા કોઈ રમણીય વસ્તુને રાગ-દૃષ્ટિથી જોવાથી થનારી ક્રિયા અથવા કોઈ દર્શનીય વસ્તુને જોવાના નિમિત્ત જવાથી લાગનારી ક્રિયા દૃષ્ટિકા ક્રિયા
(૪૮૮) OOOOOOOOOOOOOOOX જિણધમો)
Page #506
--------------------------------------------------------------------------
________________
છે. એના બે ભેદ છે - જીવ દૃષ્ટિકા અને અજીવ દૃષ્ટિકા. કોઈ રમણીય સ્ત્રી, પુરુષ, હાથી, ઘોડા વગેરે સચિત્ત વસ્તુને જોવાથી લાગનારી ક્રિયા જીવ દૈષ્ટિકા છે. કોઈ ચિત્રશાળા, મકાન, વસ્ત્રાભૂષણ વગેરેને રાગદૅષ્ટિથી, કુતૂહલ દૃષ્ટિથી જોવાથી લાગનારી ક્રિયા અજીવ દૃષ્ટિકા છે.
(૧૨) દૃષ્ટિકા : રાગભાવથી કોઈ વસ્તુને સ્પર્શ કરવાથી લાગનારી ક્રિયાને સ્પુષ્ટિકા ક્રિયા કહે છે. અથવા રાગ-દ્વેષની ભાવનાને લઈને પ્રશ્ન પૂછવાથી લાગનારી ક્રિયા સૃષ્ટિકા ક્રિયા છે. એના પણ બે ભેદ છે - જીવ સૃષ્ટિકા અને અજીવ સૃષ્ટિકા. સ્ત્રી, પુરુષ, પશુપક્ષી વગેરેને રાગભાવથી અડવાના નિમિત્તે જે ક્રિયા લાગે છે, તે જીવ સૃષ્ટિકા ક્રિયા છે. સચિત્ત વનસ્પતિ વગેરેના સુકોમળ જીવ-સ્પર્શ કરવા માત્રથી વેદનાનો અનુભવ કરે છે, તેથી નિરર્થક નિષ્પ્રયોજન કોઈ સચિત્ત વસ્તુને અડવાથી બચવું જોઈએ. નિર્જીવ વસ્ત્ર વગેરે વસ્તુઓને રાગભાવથી અડવાથી લાગનારી ક્રિયા અજીવ સૃષ્ટિકા ક્રિયા છે.
(૧૩) પ્રાતીત્યિકી (પાડુચ્ચિયા) : જીવ કે અજીવ રૂપ કોઈ બાહ્ય વસ્તુના નિમિત્તથી જ રાગ-દ્વેષની ઉત્પત્તિ થાય છે. એનાથી લાગનારી ક્રિયા પ્રાતીત્યિકી ક્રિયા છે. એના બે ભેદ છે - જીવ પાડુચ્ચિયા અને અજીવ પાડુચ્ચિયા. જીવના નિમિત્તથી જે કર્મબંધ થાય છે. તે જીવ પાડુચ્ચિયા છે અને અજીવને લઈને જે રાગ-દ્વેષનો ઉદ્ભવ થાય છે, એનાથી લાગનારી ક્રિયા અજીવ પાડુચ્ચિયા ક્રિયા છે. ‘તત્ત્વાર્થ સૂત્ર’માં આનો અર્થ નવાં શસ્ત્રોનું નિર્માણ કરવામાં આવ્યો છે.
(૧૪) સામંતોપનિપાતિકી ક્રિયા : જનસમૂહની પ્રશંસા પ્રાપ્ત કરવા માટે સંગ્રહણીય અને દર્શનીય સાવદ્ય વસ્તુઓનો સંગ્રહ કરવો અને એ વસ્તુઓના દર્શકો દ્વારા પ્રશંસા કરવાથી પ્રસન્ન થવું સામંતોપનિપાતિકી ક્રિયા છે. જેમ કે કોઈ વ્યક્તિનો સાંઢ ખૂબ જ રૂપવાન હોય તો લોકો એને જોઈને જેમ-જેમ પ્રશંસા કરે છે, એમ-એમ હર્ષિત થવાથી જે ક્રિયા લાગે છે, તે સામંતોપનિપાતિકી ક્રિયા છે. એના પણ બે ભેદ છે - જીવ સામંતોપનિપાતિકી અને અજીવ સામંતોપનિપાતિકી. પોતાનો સાંઢ, હાથી, ઘોડા વગેરે સજીવ પદાર્થોની પ્રશંસાથી હર્ષિત થવું જીવ સામંતોપનિપાતિકી ક્રિયા છે અને પોતાના દર્શનીય રથ વગેરે નિર્જીવ પદાર્થોની પ્રશંસાથી હર્ષિત થવું અજીવ સામંતોપનિપાતિકી ક્રિયા છે. ‘તત્ત્વાર્થ સૂત્ર’માં આનો અર્થ સ્ત્રી-પુરુષ અને પશુઓના આવવા-જવાની જગ્યાએ મળ-મૂત્ર વગેરે ત્યાગ કરવામાં આવ્યો છે. કોઈ-કોઈ આ ક્રિયાનો અર્થ એવો કરે છે કે દૂધ, દહીં, ઘી, તેલ, છાશ, પાણી વગેરે તરલ પદાર્થોનાં પાત્રોને ઉઘાડાં રાખવાથી એમાં પડીને માખી વગેરે પ્રાણી મરે છે કે દુઃખી થાય છે. એનાથી લાગનારી ક્રિયા સામંતોપનિયાતિકી ક્રિયા છે.
(૧૫) સાહત્યિયા (સ્વહસ્તિકી) ક્રિયા : પોતાના હાથમાં કોઈ શિકારી જીવને લઈને એના દ્વારા કોઈ જીવને મારવાથી સાહત્યિયા ક્રિયા લાગે છે. અથવા પોતાના હાથથી કોઈ જીવ-અજીવ વસ્તુનું તાડન કરવાથી લાગનારી ક્રિયા સાહત્યિયા કહેવાય છે. એના બે ભેદ છે - જીવ સાહત્યિયા અને અજીવ સાહત્થિયા. પોતાના હાથમાં કોઈ જીવને લઈને વધ
આસવ તત્ત્વ
૪૮૯
Page #507
--------------------------------------------------------------------------
________________
કે તાડન કરવું જીવ સાહત્યિયા છે અને પોતાના હાથમાં તલવાર વગેરે નિર્જીવ વસ્તુ લઈને વધ કે તાડન કરવું અજીવ સાહત્યિયા ક્રિયા છે.
કોઈ-કોઈ આ ક્રિયાનો અર્થ દેડકો, મરઘો, સાંઢ, તેતરો વગેરે જાનવરોને પરસ્પર લડાવવાનો પણ કરે છે.
(૧૬) નૈસૃષ્ટિકી : કોઈ જીવાજીવ વગેરે વસ્તુને નિર્દયાપૂર્વક અને અયતનાપૂર્વક ફેંકવા કે પટકવાથી લાગનારી ક્રિયા નૈસૃષ્ટિકી ક્રિયા છે. એના બે ભેદ છે - જીવ નૈસૃષ્ટિકી અને અજીવ નૈસૃષ્ટિકી. કોઈ જીવને નિર્દયતાપૂર્વક ઉપર ફેંકવા કે નીચે પટકવાથી લાગનારી ક્રિયા જીવ નૈસૃષ્ટિકી ક્રિયા છે. કોઈ વસ્તુને અયતનાપૂર્વક ફેંકવા કે રાખવાથી લાગનારી ક્રિયા અજીવ નૈસૃષ્ટિકી ક્રિયા છે. યંત્ર દ્વારા તળાવ વગેરેથી જળ કાઢવું જીવ નૈસૃષ્ટિકી અને ધનુષથી બાણ છોડવું અજીવ નૈસૃષ્ટિકી ક્રિયા છે. ‘તત્ત્વાર્થ ભાષ્ય’માં પાપકારી પ્રવૃત્તિ માટે અનુમતિ દેવાને પણ નૈસૃષ્ટિકી ક્રિયા કહેવામાં આવી છે.
(૧૭) આજ્ઞાપનિકા ઃ કોઈના પર આજ્ઞા ચલાવવાથી કે આજ્ઞા આપીને કોઈ વસ્તુને મંગાવવાથી લાગનારી ક્રિયાને આજ્ઞાપનિકા કે આનયન ક્રિયા કહે છે. એના બે ભેદ છે - જીવ આજ્ઞાપનિકા અને અજીવ આજ્ઞાપનિકા. આજ્ઞા આપીને કોઈ સજીવ વસ્તુને મંગાવવી કે કોઈ જીવ ઉપર આજ્ઞા ચલાવવી જીવ આજ્ઞાપનિકા છે. કોઈ નિર્જીવ વસ્તુને મંગાવવી કે નિર્જીવ વસ્તુ સંબંધી આજ્ઞા કરવી અજીવ આજ્ઞાપનિકા ક્રિયા છે. ‘તત્ત્વાર્થ સૂત્ર’માં આ ક્રિયાનો અર્થ - વ્રત પાલન કરવાની શક્તિના અભાવમાં શાસ્ત્રોક્ત આજ્ઞાના વિપરીત પ્રરૂપણા કરવી બતાવવામાં આવી છે.
(૧૮) વૈદારણિકા : કોઈપણ વસ્તુના વિદારણથી ચીરવા-ફાડવાથી લાગનારી ક્રિયાને વૈદારણિકા ક્રિયા કહે છે. અન્યનાં પાપોને પ્રકાશિત કરવાથી લાગનારી ક્રિયાને પણ વિદારણ ક્રિયા કહે છે. અથવા કોઈને ઠગવા માટે કોઈ જીવ-અજીવના વિશે મિથ્યા વાતો કરવી કે
‘આ એવો છે, તેવો છે,' આ પણ વિતારણ પ્રતારણ ક્રિયા છે અથવા કોઈપણ જીવાજીવ વગેરે વસ્તુના ક્રય-વિક્રયમાં દલાલી કરવામાં લાગનારી ક્રિયા પણ વિદારણી ક્રિયા છે. એના બે ભેદ છે - જીવ વિદારણી અને અજીવ વિદારણી. કોઈ જીવ સહિત વસ્તુને વિદારણથી, વિતારણથી કે જીવ વિષયક દલાલી કરવાથી જે ક્રિયા લાગે છે, તે જીવ વૈદારણિકા ક્રિયા છે અને નિર્જીવ વસ્તુના વિદારણથી કે નિર્જીવ વસ્તુ સંબંધિત વિતારણ કે દલાલી કરવાથી લાગનારી ક્રિયા અજીવ વૈદારણિકા ક્રિયા છે.
(૧૯) અનાભોગ પ્રત્યયા : અજ્ઞાન કે અસાવધાનીથી કાર્ય કરવાથી લાગનારી ક્રિયાને અનાભોગ પ્રત્યયા ક્રિયા કહે છે. એના બે ભેદ છે - અનાયુક્ત આદાનતા અને અનાયુક્ત પ્રમાર્જનતા. ઉપયોગ રહિત અસાવધાનીથી વસ્ત્ર-પાત્ર વગેરેને લેવા કે રાખવાથી જે ક્રિયા લાગે છે, તે અનાયુક્ત આદાનતા છે અને વગર ઉપયોગે અસાવધાનીથી વસ્ત્ર-પાત્ર વગેરેની પ્રમાર્જના-પ્રતિલેખન વગેરે કરવાથી લાગનારી ક્રિયાને અનાયુક્ત પ્રમાર્જનતા છે.
જિણધમ્મો
૪૯૦
Page #508
--------------------------------------------------------------------------
________________
અહીં એ ધ્યાન રાખવું આવશ્યક છે કે ઉપયોગમાં ધર્મ રહેલો છે. ઉપયોગપૂર્વક ક્રિયા કરતાં-કરતાં જો કદાચ જીવ હિંસા પણ થઈ જાય તો તે હિંસા નિકાચિત કર્મનું બંધન કરાવનાર નથી થતી. પરંતુ જો વગર ઉપયોગના પ્રતિલેખન-પ્રમાર્જન કે અન્ય કોઈ ક્રિયા કરવામાં આવે છે અને એમાં કોઈ જીવના પ્રાણોનો ઘાત ન હોય તો પણ તે અપેક્ષાથી હિંસા છે. તેથી ઉપયોગ રાખતા અનાભોગ પ્રત્યયા ક્રિયાથી બચવું જોઈએ.
(૨૦) અનવકાંક્ષા પ્રત્યયા જિનોક્ત કર્તવ્ય-વિધિઓમાં પ્રસાદના કારણે અનાદર ભાવ રાખવાથી લાગનારી ક્રિયાને અનવકાંક્ષા પ્રત્યયા ક્રિયા કહે છે. આનો અન્ય અર્થ આ રીતે છે કે ક્રોધ વગેરે વશ સ્વશરીર કે પરશરીરમાં ક્ષતિ પહોંચાડનાર ક્રિયા કરવી અનવકાંક્ષા પ્રત્યયા ક્રિયા છે. એના બે ભેદ છે - આત્મશરીર અનવકાંક્ષા પ્રત્યયા અને પરશરીર અનવકાંક્ષા પ્રત્યયા. આવેશવશ સ્વશરીરમાં ક્ષતિ પહોંચાડનારી ક્રિયા આત્મ શરીર અનવકાંક્ષા છે અને આવેશ વશ બીજાના શરીરને ક્ષતિ પહોંચાડનારી ક્રિયા પર-શરીર અનવકાંક્ષા પ્રત્યયા ક્રિયા છે.
(૨૧) પેજ્જવત્તિયા (પ્રેમ પ્રત્યયા) : રાગ, રૂપ, માયા તથા લોભથી લાગનારી ક્રિયાને પેજ્જવત્તિયા કહે છે. એના બે ભેદ છે - માયા કરવાથી લાગનારી ક્રિયા અને લોભ કરવાથી લાગનારી ક્રિયા.
(૨૨) દોસ વરિયા (ઢેષ પ્રત્યયા) દ્વેષ રૂપ ક્રોધ અને માનથી થનારી ક્રિયાને દોસ વત્તિયા કહે છે. એના બે ભેદ છે - ક્રોધ કરવાથી થનારી ક્રિયા અને માન કરવાથી થનારી ક્રિયા.
(૨૩) પ્રયોગ ક્રિયા : અયતનાની સાથે ગમનાગમન કરવું, આકુંચન પ્રસારણ કરવું વગેરે શારીરિક ચેષ્ટાઓથી થનારી ક્રિયાને પ્રયોગ ક્રિયા કહે છે. અથવા બીજાના દ્વારા સાવદ્ય પ્રવૃત્તિ કરાવવાથી જે ક્રિયા લાગે છે, એને પ્રયોગ ક્રિયા કહે છે.
(૨૪) સમુદાન ક્રિયા ત્રણેય યોગો દ્વારા જે કમનું ઉપાદાન હોય છે, તે સમુદાન કે સમાદાન ક્રિયા છે. ધાવન, વલ્સન વગેરે કાય-વ્યાપાર, કઠોર તથા અસત્ય ભાષણ રૂપ વાગુ વ્યાપાર અને અભિદ્રોહ રૂપ મનોવ્યાપાર આ ત્રણેય યોગો દ્વારા જે કર્મોનું આદાન થાય છે, તે સમુદાન કે સમાદાન ક્રિયા છે. પ્રયોગ ક્રિયા દ્વારા સંગૃહીત કર્મોમાં પ્રકૃતિ સ્થિતિ વગેરે રૂપમાં કે દેશઘાતી-સર્વઘાતી રૂપમાં કર્મોની વ્યવસ્થાપન સમુદાન ક્રિયા છે અથવા આઠેય કર્મોનું ઉપાર્જન જે ક્રિયા દ્વારા થાય છે, તે સમુદાન ક્રિયા છે.
ઉક્ત બે ક્રિયાઓ - પ્રયોગ ક્રિયા અને સમુદાન ક્રિયાનો ઉલ્લેખ “ઠાણાંગ સૂત્ર'ના પાંચમા ઠાણામાં છે.
સામુદાનિક ક્રિયાનો બહુ પ્રચલિત અર્થ - ઘણા લોકો દ્વારા એક સાથે એક ક્રિયાનો કરવો જોઈએ અને એના નિમિત્તથી બધાને એક સમાન ક્રિયાનું લાગવું તથા બધાને એક સાથે એનું પરિણામ પણ ભોગવવું. જેમ ઘણાય દર્શન દ્વારા એક સાથે નાટક, સિનેમા જોવું, કંપની બનાવીને સાવદ્ય વ્યવસાય કરવો, ટોળું બનાવીને મનોરંજન હેતુ તારા વગેરે રમવું, નૃત્ય [ આસવ તત્ત્વ છે , જે જે છે તે છે ૯૧)
Page #509
--------------------------------------------------------------------------
________________
વગેરે જોવું, ફાંસી વગેરેની સજાને જોવી વગેરે - સામુદાનિક ક્રિયાનું બંધ સ્થાન કે આસ્રવ સ્થાન છે. એવા પ્રસંગો પર પ્રાયઃ બધી વ્યક્તિઓનાં પરિણામ સમાન હોય છે, તેથી બંધ પણ એક સમાન પડે છે અને પ્રાયઃ ફળ પણ એક સાથે ભોગવવું પડે છે. સામૂહિક મૃત્યુનું એક નિમિત્ત એ પણ થાય છે. જેમ - જહાજનું ડૂબી જવું, પૂરમાં વહી જવું, બસ-રેલની દુર્ઘટનામાં મરી જવું, વિમાનના પડી જવાથી મરી જવું વગેરે. આ ક્રિયાના ત્રણ ભેદ છે - સાંતર સામુદાનિક, નિરંતર સામુદાનિક અને તદુભય સામુદાનિક. ઘણા લોકો સમ્મિલિત રૂપથી કામ આરંભ કરે છે, વચ્ચે છોડી દે છે અને પછી સમ્મિલિત થઈ જાય છે. આ સાંતર સામુદાનિક ક્રિયા છે. કેટલાક લોકો વચ્ચે છોડ્યા વગર નિરંતર સાથે-સાથે ક્રિયા કરતા રહે છે, આ નિરંતર સામુદાનિક ક્રિયા છે. કેટલાક લોકો સામુદાનિક ક્રિયા સાંતર પણ કરે છે, વગર અંતરની પણ કરે છે. આ તદુભય સામુદાનિક ક્રિયા છે.
આમ, ઉક્ત ચોવીસ ક્રિયાઓ સાંપરાચિક આમ્રવની નિમિત્તભૂત છે.
(૨૫) ઈયપથ ક્રિયા : પચ્ચીસમી ક્રિયા ઈર્યાપથ ક્રિયા છે, જે કષાય રહિત આત્માઓને માત્ર યોગના નિમિત્તથી લાગે છે. આનું વર્ણન પ્રારંભમાં આવી ચૂક્યું છે.*
ઉક્ત રીતિથી ક્રિયાના ૨૫ ભેદોનું વર્ણન થયું.
(૫) ત્રણ ચોગ સંબંધી આરસવ : મન, વચન અને કાયાની પ્રવૃત્તિ દ્વારા જે કર્મોનો આસ્રવ થાય છે તે યોગાસ્ત્રવ છે.
આમ પ ઇન્દ્રિયોના આસ્રવ, ૪ કષાયોના આસવ, ૫ અવ્રત સંબંધિત આસ્રવ, ૨૫ ક્રિયા સંબંધિત આવ અને ૩ યોગ સંબંધિત આસવ - કુલ આસવના ૪૨ પ્રકાર થયા. આત્રવના વીસ ભેદ :
એક બીજી વિવક્ષા અનુસાર વીસ પ્રકારનો આસ્રવ કહેવામાં આવ્યો છે. એનું વિવેચન આ રીતે છે : (૧-૫) (૧) મિથ્યાત્વ, (૨) અવિરતિ, (૩) પ્રમાદ, (૪) કષાય અને (૫) યોગ. એ પાંચ આરુવ દ્વાર છે.
- ઠાણાંગ સૂત્ર પમું સ્થાન (૬-૧૦) પાંચ અવ્રત : પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ એ પાંચ અવ્રત આસ્રવ છે.
- સમવાયાંગ પ્રશ્ન વ્યા.
* “તત્ત્વાર્થ સૂત્ર'માં આચાર્ય ઉમાસ્વાતિએ ૨૫ ક્રિયાઓનાં નામ આ પ્રકાર બતાવ્યા છે - (૧) સમ્યકત્વ ક્રિયા (સમ્યકત્વ વર્ધક દેવ-ગુરુને નમસ્કાર વૈયાવૃત્યાદિ) (૨) મિથ્યા ક્રિયા (દેવ-ગુરુધર્મનો અયથાર્થ શ્રદ્ધાન) (૩) પ્રયોગ ક્રિયા, (૪) સમાદાન ક્રિયા, (૫) ઈર્યાપથ ક્રિયા, (૬) કાયિકી, (૭) અધિકરણ ક્રિયા, (2) પ્રાષિક, (૯) પરિતાપની, (૧૦) પ્રાણાતિપાત, (૧૧) દૃષ્ટિકી, (૧૨) સ્પર્શન પ્રત્યયા, (૧૩) પ્રતીત્ય ક્રિયા, (૧૪) સામંતોપનિપાતિકી, (૧૫) અનાભોગિકી, (૧૬) સ્વસ્તિકી, (૧૭) નૈસર્ગિકી, (૧૮) વિદારણ ક્રિયા, (૧૯) આનયન ક્રિયા, (૨૦) અનવકાંક્ષ ક્રિયા, (૨૧) આરંભ ક્રિયા, (૨૨) પરિગ્રહ ક્રિયા, (૨૩) માયા પ્રત્યયિકા, (૨૪) અપ્રત્યાખ્યાન ક્રિયા, (૨૫) મિથ્યાદર્શન ક્રિયા.
(૪૯૨) 0.00 0.00 0 0 0 0 0 0 0 0 જિણધો]
Page #510
--------------------------------------------------------------------------
________________
(૧૧-૧૫) પાંચ ઇન્દ્રિયોની અશુભ પ્રવૃત્તિ આસ્રવ દ્વાર છે.
- ઠાણાંગ ૫, ઉદ્દે-ર (૧૬-૧૮) મન, વચન, કાયા રૂપ યોગોની અશુભ પ્રવૃત્તિ આસ્રવ દ્વાર છે.
(૧૯) ભંડોપકરણ વગેરે વસ્તુઓને અયતનાથી લેવું અને અયતનાથી રાખવું આસ્રવ છે.
(૨૦) સોય, કુશાગ્ર જેટલી નાનામાં નાની વસ્તુઓને અયતનાથી લેવી અને અયતનાથી રાખવું આસ્રવ છે.
- ઠાણાંગ-૧૦, ઉદ્દે-૩, નવ તત્ત્વ ઉક્ત વીસ ભેદ અલગ-અલગ વિવક્ષાઓનું સંકલન કરવાથી બને છે.
ઉક્ત આટ્સવોનું વિસ્તૃત વર્ણન કર્યા પહેલાં અધિકરણના ભેદોનું વર્ણન કરવું પ્રાસંગિક હશે, કારણ કે અધિકરણ, કર્માસ્ત્રોમાં વિશેષતાનું કારણ હોય છે, જેમ કે પૂર્વમાં કહેવામાં આવી ગયું છે, તેથી અધિકરણના વિષયમાં જાણકારી કરવી જરૂરી છે. અધિકરણના ભેદ :
કર્મ બંધમાં વિશેષતા જે કારણોથી આવે છે, એમાં અધિકરણનું કથન કરવામાં આવ્યું છે. અધિકરણનો અર્થ છે - કર્મ બંધનના સાધન, ઉપકરણ કે શસ્ત્ર. અધિકરણના મૂળ બે ભેદ છે - જીવ અધિકરણ અને અજીવ અધિકરણ. શુભ-અશુભ બધા કાર્ય જીવ અને અજીવથી જ સિદ્ધ થાય છે, એકલો જીવ કે એકલો અજીવ કંઈ જ નથી કરી શકતો. જીવના સહયોગથી જીવાજીવ અધિકરણ સક્રિય બને છે. તેથી જીવ અને અજીવ બંનેને અધિકરણ કહેવામાં આવે છે. એ બંને પ્રકારના અધિકરણ પણ દ્રવ્ય અને ભાવના ભેદથી બે-બે પ્રકારના છે. જીવ વ્યક્તિ કે અજીવ વસ્તુ દ્રવ્યાધિકરણ છે અને જીવગત કષાય વગેરે પરિણામ તથા શસ્ત્ર વગેરે નિર્જીવ વસ્તુની તીક્ષ્ણતા અને ઉગ્રતા રૂ૫ શક્તિ ભાવાધિકરણ છે.
જીવ અધિકરણ સંરંભ, સમારંભ અને આરંભના રૂપમાં ત્રણ પ્રકારના, યોગ રૂપમાં ત્રણ પ્રકારના, કૃત-કારિત-અનુમતના રૂપમાં ત્રણ પ્રકારના અને કષાયના રૂપમાં ચાર પ્રકારના છે. આ બંનેને ગુણિત કરવાથી ૩×૩×૩×૪=૧૦૮ જીવાધિકરણના ભેદ થઈ જાય છે.
સંસારી જીવ શુભ કે અશુભ પ્રવૃત્તિ કરતા સમયે ઉપર્યુક્ત એકસો આઠ અવસ્થાઓમાંથી કોઈ ને કોઈ અવસ્થામાં અવશ્ય રહે છે, તેથી એ અવસ્થાઓ ભાવાધિકરણ છે. જેમ - ક્રોધકૃત કાય સંરંભ, માનકૃત, કાયસંરંભ, માયાકૃત સંરંભ, લોભકૃત કાય સંરંભ એ ચાર ભેદ થયા. આ રીતે કૃત પદના સ્થાને કારિત તથા અનુભત પદ લગાવવાથી ક્રોધ કારિત કાય સંરંભ વગેરે ચાર તથા ક્રોધ અનુભત કાય સંરંભ વગેરે ચાર - કુલ બાર ભેદ થાય છે. આમ કાયના સ્થાને વચન અને મન પર લગાવવાથી બંનેના બાર-બાર ભેદ થાય છે. જેમ - ક્રોધકૃત વચન સંરંભ વગેરે તથા ક્રોધકૃત મનઃ સંરંભ વગેરે. આ ત્રણેયના છત્રીસ ભેદ થયા. આ છત્રીસ ભેદોમાં સંરંભના સ્થાને સમારંભ અને આરંભ પદ લગાવવાથી [ આસવ તત્ત્વ છે જ
૪૯૩)
Page #511
--------------------------------------------------------------------------
________________
છત્રીસ-છત્રીસ ભેદ બીજા થઈ જાય છે. કુલ મળીને એ ૧૦૮ ભેદ ભાવ જીવાધિકરણના થઈ જાય છે.
હિંસા વગેરે કાર્યો માટે પ્રમાદી જીવનો સંકલ્પ (માનસિક વિચાર) સંરંભ કહેવાય છે. એ કાર્ય માટે સાધન-સામગ્રી મેળવવાને સમારંભ કહે છે અને કાર્ય કરી નાખવાને આરંભ કહે છે. અર્થાત્ કાર્યની સંકલ્પાત્મક અવસ્થાથી લઈને એને પ્રગટ રૂપમાં પૂરું કરી દેવા સુધીની ત્રણ અવસ્થાઓ અનુક્રમથી સંરંભ સમારંભ આરંભ છે.
યોગના મન-વચન-કાયાના રૂપમાં ત્રણ પ્રકાર છે. મન-વચન અને કાયાની પ્રવૃત્તિને ક્રમશઃ મનોયોગ, વાયોગ અને કાયયોગ કહે છે.
કૃતનો અર્થ છે - આરંભ વગેરે પ્રવૃત્તિને સ્વયં કરવી. કારિતનો અર્થ છે - બીજાઓથી કરાવવી. અનુમતનો અર્થ છે કોઈના કરેલા કાર્યનું અનુમોદન કરવું.
ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય પ્રસિદ્ધ છે. જ્યારે કોઈ સંસારી જીવ દાન વગેરે શુભ ક્રિયા કરે છે ત્યારે તે ક્રોધ વગેરે ૪ કષાયોના ક્ષય, ઉપશમ, ક્ષયોપશમ હોવાથી કરે છે, કરાવે છે, અનુમોદન કરે છે તથા અપેક્ષાથી માનસિક, વાચિક, કાયિક આ ત્રણ પ્રકારના સમરંભ, સમારંભ, આરંભ ઉપરત થતા કરે છે. ઉક્ત ૧૦૮ ભેદ શુભ ભાવોની દૃષ્ટિથી થાય છે.
આમ, જ્યારે કોઈ જીવ હિંસા વગેરે અશુભ ક્રિયા કરે છે, ત્યારે તે ક્રોધ વગેરે કષાયોથી પ્રેરિત થતાં કરે છે, કરાવે છે, અનુમોદન કરે છે અને માનસિક વાચિક, કાયિક, સંરંભ, સમારંભ, આરંભથી યુકત થયા કરે છે. આમ, ઉક્ત ૧૦૮ ભેદ અશુભ ભાવોની દૃષ્ટિથી થાય છે.
આ ભાવાધિકરણની સંજ્ઞા મુખ્યત્વે જીવના શુભાશુભ ભાવોના સાથે કરવી જોઈએ. પરમાણુ વગેરે મૂર્ત વસ્તુ દ્રવ્ય અજીવાધિકરણ છે. જીવના શુભાશુભ ભાવોમાં પ્રેરક મૂર્ત દ્રવ્ય જે અવસ્થામાં વર્તમાન થાય (હોય) છે તે ભાવ અજીવાધિકરણ છે. ભાવ અજીવાધિકરણના મુખ્ય ચાર ભેદ બતાવવામાં આવ્યા છે - જેમ (૧) નિર્વર્તન, (૨) નિક્ષેપ, (૩) સંયોગ અને (૪) નિસર્ગ.
(૧) નિર્વતના રચનાને નિર્વતના કહે છે. એના બે ભેદ છે - મૂળ ગુણ નિર્વર્તના અને ઉત્તર ગુણ નિર્વના. પુદ્ગલ દ્રવ્યની જે ઔદારિક વગેરે શરીરરૂપ રચના અંતરંગ સાધન રૂપથી જીવની શુભાશુભ પ્રવૃત્તિમાં ઉપયોગી થાય છે, તે મૂળ ગુણ નિર્વર્તન છે. તથા પુદ્ગલ દ્રવ્યની જે લાકડી, પથ્થર વગેરે રૂપ પરિણતિ બાહ્ય સાધન રૂપમાં જીવની શુભાશુભ પ્રવૃત્તિમાં ઉપયોગી થાય છે, તે ઉત્તરગુણ નિર્વર્તના છે.
(૨) નિક્ષેપઃ વસ્તુને રાખવી નિક્ષેપ કહેવાય છે. એના ચાર ભેદ છે - ૧. અપ્રત્યવેક્ષિત નિક્ષેપ, ૨. દુષ્પમાર્જિત નિક્ષેપ, ૩. સહસા નિક્ષેપ અને ૪. અનાભોગ નિક્ષેપ. સારી રીતે વગર જોયે જ કોઈ વસ્તુને ક્યાંક રાખી દેવી અપ્રત્યવેક્ષિત નિક્ષેપ છે. પ્રત્યવેક્ષણ કરવાથી સારી રીતે પ્રમાર્જન કર્યા વગર જ વસ્તુને જેમ-જેમ રાખી દેવું દુષ્પમાર્જિત નિક્ષેપ છે. પ્રત્યવેક્ષણ અને પ્રમાર્જન કર્યા વગર જ સહસા (અચાનક) જલદીથી વસ્તુને રાખી દેવી સહસા નિક્ષેપ છે. ઉપયોગ વગર કોઈ વસ્તુને ક્યાંક રાખી દેવી અનાભોગ નિક્ષેપ છે. (૪૯૪) ,
જિણધમો)
Page #512
--------------------------------------------------------------------------
________________
છે
(3) સંયોગ : બે કે વધુ વસ્તુઓને મિલાવવી સંયોગ કહેવાય છે. એના બે ભેદ ભક્તપાન સંયોગાધિકરણ અને ઉપકરણ સંયોગાધિકરણ. આહાર-પાણીનું સંયોજન કરવું ભક્ત-પાન સંયોગાધિકરણ છે અને વસ્ત્ર-પાત્ર વગેરે ઉપકરણોનું સંયોજન કરવું ઉપકરણ સંયોગાધિકરણ છે.
.
(૪) નિસર્ગ : નિસર્ગનો અર્થ પ્રવર્તન છે. મન, વચન અને કાયાના પ્રવર્તનના રૂપમાં નિસર્ગના ત્રણ ભેદ છે. મનને ક્યાંક લગાવવું મન-નિસર્ગ છે. વચન બોલવું વાગ્-નિસર્ગ છે અને શરીરને કાર્યમાં લગાવવું કાય-નિસર્ગ છે. આમ, નિર્વર્તનાના ૨, નિક્ષેપના ૪, સંયોગના ૨ અને નિસર્ગના ૩ ભેદ - એ બધા મળીને અજીવ અધિકરણના ૧૧ ભેદ થાય છે.
આમ, જીવાધિકરણ અને અજીવાધિકરણના કારણથી કર્માસ્રવમાં ભિન્નતા થાય છે.
G
મિથ્યાત્વ
આત્માનો પ્રબળતમ શત્રુ મોહ છે. આ મોહરાજાએ આત્માના અનંત વૈભવ અને ઐશ્વર્યને લૂંટી લીધા છે. મોહરાજાએ આત્માના સામ્રાજ્ય પર આક્રમણ કર્યું છે. આત્મારાજા પ્રમાદમાં લીન રહ્યા અને જોતજોતામાં મોહરાજાએ વિશાળ સામ્રાજ્ય અને અપાર જ્ઞાનાદિ વૈભવને હડપી લીધા, એટલું જ નહિ તેમણે આત્માને બંદી બનાવી લીધો અને એના પર એવો પ્રભાવ પાડ્યો કે આત્મા-નૃપ પોતાના સ્વરૂપને જ ભૂલી ગયા અને મોહરાજા જે તેની દુર્દશાનું કારણ બન્યા - તેને પોતાના હિતૈષી માનવા લાગ્યા. આ મોહે આત્માનો એવો પરાભવ કર્યો કે તેની જાતિ જ વિપરીત કરી દીધી. તેના ફળ સ્વરૂપે આત્મા પોતાના વિદ્યમાન વૈભવશાળી સ્વરૂપને ભૂલી ગયા અને મોહરાજાના કારાગારમાં જ આનંદ માનવા લાગ્યા. કહેવાયું છે કે -
आया नाण सहावी दंसण सीलो विसुद्ध सुहरुवी । सो संसारे भमइ, एसो दोसो खु मोहस्स ॥१॥ जो उ अमुत्ति कत्ता, असंग निम्मल सहाव परिणामी । सो य कम्म कवयबद्धो दीणो सो मोह वसगत्ते ॥२॥
ही दुक्खं आयभवं मोहमहऽऽप्पाणमेव धंसेई । जस्सुदए णियभावं सुद्धं सव्वं पि नो सरइ ॥३॥ આત્મા જ્ઞાન સ્વભાવવાળો છે, તે દર્શનશીલ છે, (અનંત જ્ઞાન-દર્શનવાળો છે) તે વિશુદ્ધ છે અને સુખ સ્વરૂપવાળો છે. અર્થાત્ આત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત શક્તિવાળો હોવા છતાં પણ તે સંસારમાં ભટકી રહ્યો છે - આ મોહનો પ્રભાવ છે ૧. આત્મા અમૂર્ત છે, અસંગ છે, નિર્મળ છે, તદાપિ તે કર્મરૂપી કવચમાં જકડાયેલ છે, દીન બનેલો છે, આ બધુ મોહદશાનું પરિણામ છે. ૨. આત્માની આવી દીન-હીન દશા પર ખેદ થાય છે કે તે મોહમાં વશીભૂત થઈને, મોહથી મોહિત થઈને પોતાની દુર્દશા કરે છે. આ
૪૯૫
મિથ્યાત્વ
Page #513
--------------------------------------------------------------------------
________________
મોહના ઉદયથી આત્મા પોતાના શુદ્ધ મૌલિક સ્વરૂપને યાદ કરતો નથી. તે પોતાના અતીત અનંત વૈભવને ભૂલી બેઠો છે. હા હા ! આ કેટલા ખેદનો વિષય છે . વધુ પણ કહ્યું છે .
विकल्पचषकैरात्मा पीत मोहासवोह्यम् ।
भवोच्चतालमुत्ताल - प्रपंचमधितिष्ठति ॥ આ આત્મા સંકલ્પ-વિકલ્પ રૂપી પ્યાલામાં મોહરૂપી મદિરા પીને સંસારરૂપી મધુશાળામાં, તાલ આપી-આપીને નાચે છે.
જેમ મદ્યપાન કરનાર વ્યક્તિ સતુ-અસતુના વિવેકથી વિકલ બની જાય છે, એવી રીતે મોહના કારણે જીવ મૂઢ બનીને કર્તવ્યાકર્તવ્યના વિવેકથી હીન બની જાય છે. મોહાસક્ત પ્રાણીની આ દુર્દશા ખૂબ જ શોચનીય છે. કહેવાયું છે -
जह भज्जपाण मूढो, लोए पुरिसो परव्वसो होइ ।
तह मोहेण वि मूढो, जीवो उ परव्वसो होइ ॥ આત્મા પર મોહરાજાનો આ વિજય મુખ્યત્વે તેના પ્રધાન સેનાપતિ મિથ્યાત્વના અદ્વિતીય પૌરુષના કારણે થઈ છે. આઠ કર્મોમાં સૌથી પ્રધાન કર્મ મોહ છે અને મોહની પ્રકૃતિઓમાં સૌથી પ્રધાન પ્રકૃતિ દર્શનમોહ અર્થાતુ મિથ્યાત્વ છે. આનો સીધો અર્થ એ છે કે આ મિથ્યાત્વ આત્માને સંસારમાં ભટકાવનાર, ભવ-ભવમાં રોવડાવનાર, સંસારની રંગશાળામાં નાટકીય ઢબે નચાવનાર, મોહની મદિરા પિવડાવનાર, વિવેકરૂપી આંખોને કાઢીને અંધ બનાવનાર અને અમૃતના બહાને હળાહળ વિષ પિવડાવનાર છે. કહેવાયું છે -
न मिथ्यात्वसमः शत्रुर्न मिथ्यात्व समं विषम् । न मिथ्यात्व समो रोगो, न मिथ्यात्वसमं तमः ॥
- ધર્મસંગ્રહ મિથ્યાત્વની સમાન કોઈ શત્રુ નથી, મિથ્યાત્વની સમાન કોઈ વિષ નથી, મિથ્યાત્વની સમાન કોઈ રોગ નથી અને મિથ્યાત્વની સમાન કોઈ અંધકાર નથી. અર્થાતુ મિથ્યાત્વ સૌથી પ્રબળ શત્રુ છે. સૌથી ભયંકર વિષ છે, સૌથી અધિક ઘાતક રોગ છે અને સર્વાધિક ગાઢ અંધકાર છે. - મિથ્યાતત્ત્વ બધાં પાપો અને આસ્ત્રવોનો સરદાર અથવા સેનાપતિ છે. આ આત્માનો ભયંકર શત્રુ છે. તેની ભયંકરતા એટલા માટે છે કે આ ન માત્ર આત્માની દૃષ્ટિ જ છીનવી લે છે, પરંતુ દષ્ટિમાં વિપર્યય (વિપરીતતા) પેદા કરે છે, જેના કારણે આત્માને ન કેવળ સન્માર્ગ સૂઝતો નથી પરંતુ વિપરીત માર્ગમાં તેની પ્રવૃત્તિ થઈ જાય છે. અદૃષ્ટિની અપેક્ષા દૃષ્ટિની વિપર્યયતા વધુ ભયંકર હોય છે. મિથ્યાત્વ-આત્માની દૃષ્ટિ છીનવી લેતો નથી, પરંતુ તેને વિપરીતતા પ્રદાન કરે છે. આ અર્થમાં તે અધિક ભયંકર છે. મિથ્યાત્વના કારણે આત્માની દૃષ્ટિ વિપરીત થઈ જાય છે. તેના કારણે તે પર સ્વરૂપને પોતાનું સ્વરૂપ સમજવા લાગે છે, પર પુગલોમાં મમત્વ અને સ્વગુણોમાં અનાદર કરવા લાગે છે. (૪૯) વીર રાજા
છે. જિણધર્મોો)
Page #514
--------------------------------------------------------------------------
________________
પોતાના માટે હિતકારી વ્રત-નિયમાદિમાં દુઃખ અને પોતાના માટે અહિતકારી વિષયભોગોમાં સુખ માનવા લાગે છે. પોતાના આત્મિક સૌંદર્યને તુચ્છ માનીને પૌગલિક પદાર્થોમાં સુંદરતા જુએ છે, વીતરાગ પ્રરૂપિત અહિંસા-સંયમ-તપ રૂપ ધર્મે અનાહત કરીને વિલાસના માર્ગ પર ચાલવા લાગે છે. આ મિથ્યાત્વનું ભયંકર પરિણામ છે. - મિથ્યાત્વ એ મહાવિષ છે, જે સમસ્ત સાધનાઓ, તપસ્યાઓ અને આરાધનાઓને વિષાક્ત, દૂષિત અને નિષ્ફળ બનાવી દે છે. મિથ્યાત્વ એ મહા જ્વર છે, જે આત્માના આરોગ્યને નષ્ટ કરી દે છે અને જ્યાં સુધી તે બની રહે છે ત્યાં સુધી કોઈ આધ્યાત્મિક રસાયણ પણ તેને આરોગ્ય પ્રદાન કરી શકતું નથી. જ્યાં સુધી મિથ્યાત્વ બની રહે છે ત્યાં સુધી સંયમ, તપ, જ્ઞાન, ચારિત્ર વગેરે બધું નિરર્થક અને નિષ્ફળ થાય છે. કહેવાયું છે -
श्लाध्यं हि चरण ज्ञान वियुक्तमपि दर्शनम् ।
न पुनर्ज्ञान चारित्रे मिथ्यात्व विष दूषिते ॥ અર્થાત્ સમ્યગ્દર્શન કદાચિત્ વિશિષ્ટ જ્ઞાન અને ચારિત્રથી રહિત હોય, તો પણ તે પ્રશંસનીય છે. તેનાથી સંસાર પરિત થઈ જાય છે. પરંતુ મિથ્યાત્વના વિષથી દૂષિત વિપુલ જ્ઞાન અને ચારિત્રનું હોવું પ્રશંસનીય નથી. વધુ પણ કહ્યું છે -
नरत्वेऽपि पशूयन्ते, मिथ्यात्वग्रस्त चेतसः ।
पशुत्वेऽपि नरायन्ते, सम्यक्त्व व्यक्तचेतनाः ॥ જેનું અંતઃકરણ મિથ્યાત્વથી ગ્રસ્ત છે, તે મનુષ્ય થઈને પણ પશુની સમાન છે અને જેની ચેતના સમ્યકત્વથી નિર્મળ છે, તે પશુ હોવા છતાં પણ મનુષ્યની સમાન છે.
આસ્રવ અને બંધનાં કારણોમાં સૌથી પ્રધાન અને મુખ્ય કારણ મિથ્યાત્વ જ છે. તેથી કહેવાયું છે - मिथ्यादर्शनाविरति प्रमादकषाययोगाः बन्धहेतवः
- તવાર્થ સૂત્ર, અ-૮, સૂ-૧ મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ - આ પાંચ બંધના હેતુ છે. અહીં સૌથી પહેલાં મિથ્યાદર્શનને બંધનું કારણ કહેવાયું છે. જે એ વાતને સિદ્ધ કરે છે કે બધાં બંધકારણોમાં મિથ્યાત્વ સૌથી મુખ્ય કારણ છે. મિથ્યાત્વથી ગ્રસિત જીવ ન તો પોતાનું વાસ્તવિક સ્વરૂપ સમજી શકે છે, ન બંધનને સમજી શકે છે અને ન તો તેનાથી છુટકારો મેળવવાના ઉપાયોને પણ સમજે છે. આચારાંગ સૂત્ર'ના નિર્યુક્તિકારે કહ્યું છે -
कुणमाणो व निवित्तिं परिच्चयंतोऽवि सयणधणभोए । दिन्तो वि दुहस्स उरं मिच्छदिट्ठी न सिज्झइ उ ॥
- ગાથા ૨ ૨૦ યમ-નિયમાદિ કરવા છતાં પણ કુટુંબ, ધન અને ભોગોનો ત્યાગ કરવા છતાં, પંચાગ્નિ તપ વગેરે દ્વારા શારીરિક કષ્ટ સહન કરવા છતાં પણ મિથ્યાદૃષ્ટિ પરમ સિદ્ધિ મેળવી શકતી નથી. [ મિથ્યાત્વ છે જે છે તે છે કે જે છે તે છે કે ૪૯૦)
Page #515
--------------------------------------------------------------------------
________________
અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણનું મુખ્ય કારણ મિથ્યાત્વ જ છે. નિગોદમાં અનંતકાળ સુધી રહેવાનું કારણ મિથ્યાત્વ છે. સત્તર કોટાકોટિ સાગરોપમ જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિવાળા કર્મ મિથ્યાત્વ મોહનીય જ છે. “સૂયગડાંગ સૂત્ર'માં મિથ્યાત્વને સંસારનું મૂળ બતાવ્યું છે, અને તેના દ્વારા અનંત સંસારની વૃદ્ધિ થવી કહેવાયું છે. જ્યાં સુધી મિથ્યાત્વ બની રહે છે ત્યાં સુધી ધર્મનો માર્ગ અવરુદ્ધ જ રહે છે. ધર્મનો તાર ત્યારે ખૂલે છે જ્યારે સમ્યકત્વની પ્રાપ્તિ થઈ જાય છે અને સમ્યકત્વ ત્યારે પ્રાપ્ત થાય છે જ્યારે મિથ્યાત્વનો ક્ષય, ઉપશમ અથવા ક્ષયોપશમ થઈ જાય છે. જ્યાં સુધી મિથ્યાત્વ બની રહે છે ત્યાં સુધી આધ્યાત્મિક દૃષ્ટિથી ઘનઘોર અંધારી રાત છવાયેલી રહે છે. આધ્યાત્મિક ઉષાકાળ મિથ્યાત્વ ક્ષીણતાની અને સમ્યકત્વની પ્રાપ્તિથી જ પ્રારંભ થાય છે.
આધ્યાત્મિક દૃષ્ટિથી સંસારવર્તી જીવોનો બહુસંખ્યક ભાગ મિથ્યાત્વની ગાઢ નિદ્રામાં અનંતકાળથી સૂતેલો છે. મિથ્યાત્વનું સામ્રાજ્ય ત્યાં વધુ વિસ્તૃત છે. કતિશય આત્માઓ જ જાગૃતિનો અવસર પામે છે અને તે જાગીને પોતાના પુરુષાર્થથી મિથ્યાત્વની સત્તાને ઝંઝોડી નાખે છે અને સમ્યકત્વને અભિમુખ થઈને પોતાના મૌલિક સ્વરૂપને પુનઃ પ્રાપ્ત કરી લે છે. પરંતુ આ કાર્ય એટલું સરળ નથી. મિથ્યાત્વની સત્તાને હટાવવી ખૂબ મુશ્કેલ છે. તેના માટે તત્ત્વદર્શી મહાપુરુષોએ સંસારવર્તી જીવોની સમક્ષ આ તથ્ય અને સત્ય પ્રગટ કર્યું છે કે આત્માનું મૌલિક સ્વરૂપ અનંત જ્ઞાન-દર્શન-સુખ-વર્યાત્મક છે, પરંતુ મિથ્યાત્યાદિ કારણોથી તેની દશા વિભાવ પરિણત થઈ ગઈ છે, તેથી જે આત્માઓ પોતાના મૌલિક સ્વરૂપને પ્રાપ્ત કરવા ઇચ્છે છે. તેમણે મિથ્યાત્વાદિ બંધનોના કારણથી અલગ રહેવું જોઈએ તથા દૃષ્ટિને સાચી અને શુદ્ધ બનાવવી જોઈએ. મિથ્યાત્વનું સ્વરૂપ :
જે કર્મના ઉદયથી જિન પ્રણીત તત્ત્વ પ્રતિ અશ્રદ્ધા અથવા વિપરીત શ્રદ્ધા થાય તે મિથ્યાત્વ છે અથવા મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયથી જિન વચનમાં અરુચિ થવી મિથ્યાત્વ છે. યોગશાસ્ત્ર'માં મિથ્યાત્વનું લક્ષણ બતાવતાં કહ્યું છે કે –
“નિત્યાવિદ્યાત્મ નિત્યશુવિહુવાનાત્મરાતિવિદ્યા !” અર્થાત્ અનિત્યને નિત્ય, અશુદ્ધને શુદ્ધ, દુઃખને સુખ અને આત્માને અનાત્મા માનવું અવિદ્યા (મિથ્યાત્વ) છે. કર્મગ્રન્થાદિ'માં કહેવાયું છે -
अदेवे देवबुद्धिर्या गुरुधीरगुरौ च या ।
अधर्मे धर्म बुद्धिश्च मिथ्यात्वं तत्प्रवेदितम् ॥ દેવના લક્ષણથી રહિતને દેવ સમજવા, ગુરુના લક્ષણથી રહિતને ગુરુ સમજવા અને હિંસાદિ અધર્મ કાર્યમાં ધર્મ માનવો મિથ્યાત્વ છે.
સૂત્રકૃતાંગ સૂત્ર'માં કહેવાયું છે - અતત્ત્વમાં તત્ત્વભિનિવેશ અને તત્ત્વમાં અતખ્તાભિનિવેશને મિથ્યાત્વ કહે છે, અન્યત્ર કહ્યું છે - (૪૯૮ કરો અને જો આ જિણધમો)
Page #516
--------------------------------------------------------------------------
________________
मिच्छाद्दिट्ठी नियमा, उवइटुं पवयणं न सद्दहइ ।
सद्दहइ असब्भावं, उचइटुं वा अणुवइ8 ॥ મિથ્યાત્વ સંપન્ન જીવ જિનેન્દ્ર દ્વારા ઉપદિષ્ટ પ્રવચન પર શ્રદ્ધા કરતો નથી. કદાચ ઉપદિષ્ટ અથવા અનુપદિષ્ટ પ્રવચન પર શ્રદ્ધા કરે છે, તો તે મિથ્યા રૂપથી, વિપરીત રૂપથી અથવા અયથાર્થ રૂપથી શ્રદ્ધા કરે છે. અર્થાત્ પ્રથમ તો તે શ્રદ્ધા જ કરતો નથી અને કદાચિત શ્રદ્ધા કરે તો તે વિપરીત શ્રદ્ધા હોય છે. - ઉક્ત વ્યાખ્યાઓનો સારાંશ એ છે કે તત્ત્વ વિષયક યથાર્થ શ્રદ્ધાનનો અભાવ અને તત્ત્વનો અયથાર્થ મિથ્યાત્વ કહેવાય છે યથાર્થ શ્રદ્ધાનનો અભાવ મૂઢ દશામાં થઈ શકે છે. જ્યારે અયથાર્થનો અભાવ વિચાર દશામાં જ હોય છે. જ્યારે વિચારદશા જાગૃત થઈ ન હોય તો અનાદિકાલીન આવરણના કારણે માત્ર મૂઢતા થાય છે. તે સમય તત્ત્વનો શ્રદ્ધાન થતો નથી તો અતત્ત્વનો પણ શ્રદ્ધાન થતો નથી. આ મૂઢ અવસ્થાનો અશ્રદ્ધાન ઉપદેશ નિરપેક્ષ હોવાથી અનભિગૃહીત કહેવાય છે. વિચાર દૃષ્ટિનો વિકાસ થવાથી પણ જ્યારે અભિનિવેશના કારણે કોઈ એક જ દૃષ્ટિને પકડી લેવામાં આવે છે ત્યારે અતત્ત્વમાં પક્ષપાત થવાથી જે અયથાર્થ શ્રદ્ધાન થાય છે તે ઉપદેશજન્ય હોવાથી અભિગૃહીત કહેવાય છે. દૃષ્ટિ અથવા પંથ સંબંધી બધી એકાંતિક કદાગ્રહ અભિગૃહીત મિથ્યા છે. મૂઢ દશામાં કીટક, પતંગિયું વગેરે મૂચ્છિત ચેતનાવાળી જાતિઓમાં પ્રાપ્ત થનાર તત્ત્વાર્થ અશ્રદ્ધાન અનાભિગૃહીત મિથ્યાત્વ છે. મિથ્યાત્વના ભેદ :
કાળની અપેક્ષાથી મિથ્યાત્વ ત્રણ પ્રકારના છે - (૧) અનાદિ અનંત (૨) અનાદિ સાન્ત (૩) સાદિ સાત.
(૧) અનાદિ અનંત મિથ્યાત્વ : જે મિથ્યાત્વના આદિ પણ નથી અને અંત પણ નથી, તે અનાદિ અનંત મિથ્યાત્વ છે. અભવ્ય જીવોમાં આ મિથ્યાત્વ મેળવી શકાય છે. અનંત ભવ્ય જીવ પણ એવા છે કે જે અનંતાન્ત કાળથી આવકાહિક (યાવસ્કથિત) નિગોદમાં પડ્યા રહે છે. તે એકેન્દ્રિય પર્યાય છોડીને હજુ સુધી કીન્દ્રિય પર્યાય પણ પ્રાપ્ત કરી શકતા નથી અને ભવિષ્યમાં પણ પ્રાપ્ત નહિ કરે.*
(૨) અનાદિ સાન્ત મિથ્યાત્વ : અનાદિ કાળથી મિથ્યાત્વ હોવાને કારણે જે મિથ્યાત્વની આદિ તો નથી પરંતુ સમ્યકત્વ પ્રાપ્ત કરવાના યોગ્ય હોવાથી સમ્યકત્વની પ્રાપ્તિ પર જે મિથ્યાત્વનો અંત થઈ જાય છે તે અનાદિ સાન્ત મિથ્યાત્વ છે.
* સંસારમાં ત્રણ પ્રકારના જીવ છે - (૧) વાંઝણી સ્ત્રીના સમાન જે પુરુષનો સંસર્ગ મળવા છતાં પણ પુત્રવતી થતી નથી. આ પ્રકાર અભવ્યજીવ વ્યાવહારિક જ્ઞાન અને ક્રિયા કરીને નવ રૈવેયક સુધી જઈ શકે છે, પરંતુ અનંત કાળ સુધી સંસાર પરિભ્રમણ કરતા રહે છે. તેઓ ક્યારેય મુક્ત થતાં નથી. (૨) બીજા પ્રકારના જીવ વિધવા સ્ત્રીની સમાન હોય છે, જે પુત્ર પેદા કરવાની યોગ્યતા તો રાખે છે, પરંતુ પુરુષનો સંયોગ ન મળવાથી પુત્ર પેદા કરી શકતી નથી. યાવસ્કથિત નિગોદમાં રહેલા ભવ્ય જીવ તેમાંથી નીકળશે જ નહિ. નિગોદમાંથી નીકળેલા અનંત ભવ્ય જીવ પણ એવા છે જે સંસારમાં પરિભ્રમણ કરતા જ રહેશે. (૩) ત્રીજા પ્રકારના જીવ અવધ્યા સધવાની સમાન છે, જે પુરુષના યોગથી પુત્ર પેદા કરે છે. આ પ્રકાર આસન્ન (નિકટ) ભવ્ય જીવ મુક્તિ પ્રાપ્ત કરે છે. ( મિથ્યાત્વ જ ન
છે ૪૯૯)
Page #517
--------------------------------------------------------------------------
________________
(૩) સાદિ સાન્ત મિથ્યાત્વ જે મિથ્યાત્વ એકવાર નષ્ટ થઈ ચૂકે છે, પરંતુ પાછું પેદા થઈ જાય અને પાછું યથાકાળ નષ્ટ થઈ જશે તે સાદિ સાન્ત મિથ્યાત્વ છે.
સાદિ અનંત ભંગ શૂન્ય છે. કારણ કે જે મિથ્યાત્વના આદિ હોય તે અંતવાળા પણ હશે જ. તેથી સાદિ અનંત મિથ્યાત્વ હોતું નથી. મિથ્યાત્વનાં પાંચ ભેદ : - મિથ્યાત્વના મુખ્ય રૂપથી પાંચ ભેદ છે - (૧) અભિગ્રહિક મિથ્યાત્વ (૨) અનાભિગ્રહિક મિથ્યાત્વ (૩) અભિનિવેશિક મિથ્યાત્વ (૪) સાંશયિક મિથ્યાત્વ (૫) અનાભોગિક મિથ્યાત્વ. કહેવાયું છે કે -
आभिग्गहि अमणाभिग्गहं च तह अभिनिवेसियं चेव । संसइ अमणा भोगं मिच्छत्तं पंचहा एअं ॥
- ધર્મસંગ્રહ (૧) અભિગ્રહિક મિથ્યાત્વ : પોતે માનેલી મિથ્યા માન્યતાઓને કટ્ટરતાપૂર્વક પકડી રહેવું અભિગ્રહિક મિથ્યાત્વ છે. પોતાના અસતુ અને મિથ્યા કદાગ્રહથી અભિનિવેશપૂર્વક ચોંટી રહેવું અભિગ્રહિક મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વ ખૂબ ભયંકર છે, કારણ આમાં મિથ્યા માન્યતાઓના પ્રતિ કટ્ટર પક્ષપાત થવાથી તીવ્ર સંક્લેશની અનિવાર્ય સંભાવના રહે છે, જેનાથી ગુરુતર કર્મોનો બંધ થાય છે. બધા મિથ્યાત્વમાં એ જ અભિગ્રહિક મિથ્યાત્વ બધાથી ખતરનાક અને તીવ્ર કર્મબંધનું કારણ હોય છે, કારણ કે આમાં તીવ્ર સંક્લેશ અને અભિનિવેશ હોય છે. સંશય, મિથ્યાત્વ, અનાભોગ, મિથ્યાત્વ અને અનાભિગ્રહિક મિથ્યાત્વમાં અભિનિવેશ થતું નથી. આમાં જેમ તત્ત્વ પર શ્રદ્ધા હોતી નથી, એમ જ અતત્ત્વ પ્રતિ પણ અભિનિવેશ થતો નથી. જેમ કે કહેવાયું છે -
एओ अ एत्थ गुरुओ णाणज्झवसाय संसया एवं । जम्हा असप्पवितो एत्तो सव्वत्थ अणत्थफला ॥
- ધર્મસંગ્રહ અર્થાતુ વિપર્યાસ રૂપ અભિગ્રહિક મિથ્યાત્વ બધા મિથ્યાત્વમાં ગુરુતર છે, કારણ કે તે વિપરીત રૂપ હોવાથી દુષ્પતિકાર અને અસત્ પ્રવૃત્તિઓના કારણભૂત હોય છે. અને તેનાથી તીવ્ર કર્માનુબંધ રૂપ ક્લેશની પ્રાપ્તિ થાય છે. સંશય અને અનધ્યવસાયરૂપ અન્ય મિથ્યાત્વ અર્થાત્ અનભિગ્રાહિક, સાંશયિક અને અનાભોગિક મિથ્યાત્વ તીવ્ર અનુબંધના કારણ નથી. કારણ કે તેમાં તીવ્ર સંક્લેશ અને તીવ્ર અભિનિવેશ થતા નથી. સાથે તે સુપ્રતિકાર છે અને અત્યંત અનર્થ સંપાદક નથી. ક્રૂર અનુબંધનું કારણ હોવાથી અભિગ્રાહિક મિથ્યાત્વ સર્વાધિક ભયંકર થાય છે.
પોતાની માન્યતાઓના અસત્ આગ્રહ આંખો પર પટ્ટી બાંધી દે છે, જેનાથી સત્ય અને તત્ત્વનું દર્શન થઈ જ શકતું નથી. એવી કદાગ્રહી વ્યક્તિ સત્ય અને તત્ત્વને સમજવા અથવા સાંભળવા પણ ઇચ્છતા નથી. તે પોતાના મતના એટલા આગ્રહી હોય છે કે તે કોઈ સત્ય યુક્તિની પણ પરવાહ કરતા નથી. આ યુક્તિઓને પોતાના મતાનુકૂળ બનાવવાની ચેષ્ટા કરે છે ને કે યુક્તિયુક્ત પક્ષને ગ્રહણ કરવાની. જે મારું છે અથવા હું જે કહું છું કે (૫૦૦) છે,
જિણધમ્મો
Page #518
--------------------------------------------------------------------------
________________
અથવા માનું છું તે યથાર્થ છે. આ તેનો દૃષ્ટિકોણ હોય છે. જે યુક્તિયુક્ત છે, તે મારું છું.” આ વાત તે માનવા તૈયાર હોતા નથી. તે પોતાના મતની પરીક્ષાથી કતરાય છે. તે કોઈ પરીક્ષા વગર પરંપરાગત મિથ્યા માન્યતાઓને એ રીતે પકડી રાખે છે, જે રીતે લોહ-વણિક ચાંદી-સોના-રત્નોની ખાણ મળવા છતાં લોખંડને રાખે છે અને અન્ય બહુમૂલ્ય વસ્તુઓના લાભથી વંચિત રહે. સત્યના ગવેષકને આત્મકલ્યાણના અભિલાષી મુમુક્ષુએ તત્ત્વની પરીક્ષા કરીને જે કસોટી પર સાચો ઊતરે, તેનો સ્વીકાર કરવો જોઈએ. જેમ કે હરિભદ્રસૂરિએ કહ્યું છે -
पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु ।
युक्तिमद्वचनं यस्य, तस्य कार्यः परिग्रहः ॥ ન તો વિરપ્રભુના પ્રતિ મારો પક્ષપાત છે અને ન સાંખ્યાદિ દર્શનોના પ્રવર્તકોમાં મારો દ્વેષ છે. જેમના વચન યુક્તિયુક્ત હો તેને ગ્રહણ કરવા જોઈએ.
આ પ્રકાર વિચારપૂર્વક, પરીક્ષાપૂર્વક સત્ય અથવા તત્ત્વને ગ્રહણ કરવા માટે હઠાગ્રહી વ્યક્તિ-અભિગ્રાહિક મિથ્યાત્વવાળી વ્યક્તિ તૈયાર થતી નથી. આવી સ્થિતિમાં એમના માટે સત્યના દરવાજા લગભગ બંધ જેવા થઈ જાય છે. કારણ સત્યને જાણવા અને સમજવા માટે તે તૈયાર થતા નથી. એકાંતવાદી બધી માન્યતાઓ આ મિથ્યાત્વના અંતર્ગત આવી જાય છે.
(૨) અનભિગ્રાહિક મિથ્યાત્વઃ જે કર્મના ઉદયથી ન તો તત્ત્વ અથવા સત્ય પર પ્રતીતિ થાય છે અને ન તો અતત્ત્વ અથવા અસત્ય પર પ્રતીતિ થાય છે - આ પ્રકારની વિવેકરહિત અવસ્થાને અનભિગ્રાહિક મિથ્યાત્વ કહે છે. જે રીતે કોઈ વ્યક્તિ ગોળ અને છાણને એક જેવું માનવું આ એની વિવેકશૂન્યતા જ કહેવાય છે. આ રીતે જે વ્યક્તિ તત્ત્વઅતત્ત્વની પરીક્ષા ન કરતા, સત્ય-અસત્યનો વિવેક ન કરતા બધા દેવ-ગુરુ-ધર્મને એક જ તુલા પર તોલે, બધાને એક જેવા સમજે, બધાને વંદનીય માને તે અનભિગ્રાહિક મિથ્યાત્વવાળા છે. વિવેક શૂન્યતાના કારણે આ મિથ્યાત્વ લાગે છે. જે પ્રકારે કોઈ વ્યક્તિ કાચ અને હીરાની પરીક્ષા ન જાણવાના કારણે બંનેને સમાન દૃષ્ટિથી જુએ છે, તો એ સમભાવનું પરિણામ નથી, પરંતુ વિવેક શૂન્યતાનું પરિણામ છે. આ પ્રમાણે સત્યાસત્યની. તખ્તાતત્ત્વની, ધમધર્મની. દેવાદેવની. ગર-અગુરુની વિવેક બુદ્ધિ અથવા પરીક્ષા શક્તિ ન હોવાના કારણે મૂઢ ભાવથી જે બધાને એક સમાન સમજે છે અને તેને સર્વધર્મ-સમભાવનું સમ્મોહક નામ આપે છે, તો તે અનભિગ્રાહિક મિથ્યાત્વ જ છે. આ મૂઢતા છે, સમભાવ નથી. સમભાવ તો વિવેકથી આવે છે. વિવેકપૂર્વક આવેલ સમભાવ કલ્યાણકારી હોય છે. અવિવેકપૂર્ણ સમભાવ માત્ર મૂઢતાનું સૂચક છે. જેમ કડછી હલવા વગેરે મધુર પદાર્થોમાં પણ ફરે છે, લીમડા વગેરેના કડવા રસમાં પણ ફરે છે, પરંતુ તેને ન તો હલવાની મધુરતાની ખબર પડે છે અને ન લીમડાના રસની કડવાહટની કારણ તે જડ છે. કડછી ને આપણે સમભાવી કહી ન શકીએ. કારણ કે તેની બંને અવસ્થાઓમાં અપ્રભાવિત રહેવું વિવેકયુક્ત નથી, પરંતુ જડતાના કારણ છે. આ રીતે જે વ્યક્તિ મૂઢતાના કારણે સત્યાસત્ય અથવા તત્તાતત્ત્વની પરીક્ષા ન કરી બંનેને એક જેવા ગણે છે, તે સમભાવી નથી, પરંતુ વિવેક
[ મિથ્યાત્વ
079
2000 2000 (૫૦૧)
Page #519
--------------------------------------------------------------------------
________________
વિકલ છે. અનભિગ્રાહિક મિથ્યાત્વનું કારણ અજ્ઞાન છે. અજ્ઞાનના કારણે તત્ત્વાતત્ત્વમાં વિવેક થતો નથી. જ્યાં સુધી વિવેક હોય છે ત્યાં સુધી ક્રિયાઓમાં સમ્યકત્વ આવતું નથી.
કહેવાય છે કે માલતુષ વગેરે સાધુઓમાં પણ આવી પરીક્ષા બુદ્ધિ ન હતી, તો શું એમને અનભિગ્રહીત મિથ્યાત્વી કહી શકાય છે ?
ઉત્તર એ છે કે એમને અનભિગૃહીત મિથ્યાત્વી કહી ન શકાય. કારણ કે તે સ્વયં પરીક્ષક અથવા વિવેચક ન હોવા છતાં પણ પરીક્ષક અને વિવેચક ગુરુજનોના નિર્દેશાનુસાર કામ કરતા હતા, આવા ગુરુની આજ્ઞાઓને તેઓ નિષ્ઠાપૂર્વક અત્યંત શ્રદ્ધાપૂર્વક સ્વીકાર કરતા હતા અને તદનુસાર આચરણ કરતા હતા, તેથી મિથ્યાત્વજન્ય વિકારો અને પરિણતિઓથી તે મુક્ત હતા, તેથી ઉક્ત દોષની સંભાવના રહેતી નથી. સમ્યગુદૃષ્ટિ ગુરુ દ્વારા નિયંત્રિત હોવાથી એમનામાં મિથ્યાત્વની આશંકા કરી નથી શકાતી.
આત્મકલ્યાણના અભિલાષી મુમુક્ષુને તત્ત્વ-અતત્ત્વનો વિવેક હોવો જ જોઈએ. જ્યાં સુધી વિવેક જાગૃત થતો નથી ત્યાં સુધી મોક્ષમાર્ગને માટે જનારી ક્રિયાઓમાં સમ્યક્ત્વ આવતું નથી. તેથી મુમુક્ષુ આત્માએ તત્ત્વાતત્ત્વ અને સત્યાસત્યનો વિવેક કરવાની ક્ષમતા પ્રાપ્ત કરવી જ જોઈએ. આવી ક્ષમતા પ્રાપ્ત હોવાથી મૂઢતાથી લાગતા અનભિગૃહીત મિથ્યાત્વથી બચી શકાય છે. વીતરાગ પરમાત્મા દ્વારા કહેવાયેલા અહિંસા, સંયમ અને તપ રૂપ માર્ગ સત્ય છે, આ તત્ત્વ ઉપદેશક અને પાલક નિર્ચન્થ ગુરુ સાચા ગુરુ છે અને વીતરાગ પરંપરા સાચા દેવ છે, આવી આસ્થા રાખનાર અનભિગ્રાહિક મિથ્યાત્વથી બચવું જોઈએ.
(૩) અભિનિવેશિક મિથ્યાત્વ ઃ સત્ય તત્ત્વને પોતાના દિલમાં સમજતા હોવા છતાં પણ અભિનિવેશ (દુરાગ્રહપૂર્ણ દુબુદ્ધિ)ના કારણે પોતાની પકડેલી મિથ્યા વાતને ન છોડવી, જિનેન્દ્ર દેવ દ્વારા પ્રરૂપિત સન્શાસ્ત્રોની વિરુદ્ધ (ઉસૂત્ર) પ્રરૂપણા કરવી, પોતાના મિથ્યા પક્ષની સ્થાપનાને માટે કુતર્ક અને કુયુક્તિઓનો આશ્રય લેવો અભિનિવેશિક મિથ્યાત્વ છે. અભિનિવેશ(દુબુદ્ધિમય દુરાગ્રહ)નું કાર્ય હોવાથી આ અભિનિવેશિક કહેવાય છે. ગોષ્ઠા માહિલ જેવા નિcવ અભિનિવેશિક મિથ્યાત્વનું ઉદાહરણ સમજવું જોઈએ. ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૫૦૪ વર્ષ બાદ ગોષ્ઠામાહિલ નિન્દવ (સત્યનો અપલાયક) થયો. આચાર્ય આર્યરક્ષિતના ત્રણ શિષ્ય વિશિષ્ટ પ્રતિભા સંપન્ન હતા. (૧) દુર્બલિકા પુષ્પમિત્ર, (૨) ફલ્યુરક્ષિત અને (૩) ગોષ્ઠામાહિલ. ગોષ્ઠામાહિલ વાદ લબ્ધિથી સંપન્ન હતો. આચાર્યો સમજી-વિચારીને દુર્બલિકા પુષ્પમિત્રને પોતાનો ઉત્તરાધિકારી ઘોષિત કરી દીધા. આચાર્યના સ્વર્ગવાસી થયા બાદ દુર્બલિકા પુષ્પમિત્ર આચાર્ય બન્યા. ગોષ્ઠામાહિલને આ વાત અરુચિકર લાગી. તેમને દુબલિકા પુષ્પમિત્રથી ઈર્ષા થવા લાગી, અને તે એમનાં અવિદ્યમાન છિદ્રોને જોવા લાગ્યા. આચાર્ય વ્યાખ્યાનમાં જે પ્રરૂપણ કરતા, તેમાં પણ તે દોષ કાઢવા લાગ્યા. એકવાર આચાર્યો કર્મ સંબંધી પ્રરૂપણા કરતા શાસ્ત્રાનુકૂળ પ્રતિપાદિત કર્યું કે - “જીવ-કર્મનો સંબંધમાં ક્ષીર-નીરવત્ નહિ, પરંતુ સર્પ-કંચુકવતું હોય છે. આચાર્ય અને સંઘને ગોષ્ઠામાહિલને તર્કોના શાસ્ત્રાનુકૂળ ઉત્તર દીધો, પરંતુ ગોષ્ઠામાહિલ તો ઈર્ષા અને મત્સર્યથી પ્રેરિત થઈને એ કહે છે, તેથી તેણે પોતાના દુરાશય પૂર્ણ દુરાગ્રહને છોડ્યો નહિ
અને અંત સુધી મિથ્યા પ્રરૂપણા કરતો રહ્યો. સંઘે તેને પૃથક કરી દીધા. ગોષ્ઠામાહિલ સત્ય K૫૦૨)
એ છે કે જો સારી અ ને જિણઘમ્મો)
Page #520
--------------------------------------------------------------------------
________________
સમજતો હતો, પરંતુ મત્સર્યના કારણે તે ઉસૂત્ર પ્રરૂપણા કરવા લાગ્યો. માત્સર્ય અને અભિમાનપૂર્ણ દુરાગ્રહના કારણે તે સત્યનો ઉત્થાપક અને મિથ્યાનો પ્રરૂપક બન્યો. આ અભિનિવેશનું ઘાતક પરિણામ છે. આવી વ્યક્તિ સ્વયં પણ ડૂબે છે અને અન્યોને પણ ડુબાડે છે. સ્વયં પણ સમ્યકત્વથી ભ્રષ્ટ થાય છે અને અન્યોને પણ સમ્યકત્વથી પતિત કરે છે. આનું દુષ્પરિણામ બતાવતા કહેવાયું છે કે -
अन्नेसिं सत्ताणं मिच्छत्तं जो जणेइ मूढ़प्पा ।
सो तेण निमित्तेण, न लहइ बोहिं जिणाभिहिअं ॥ જે અભિનિવેશ-ગ્રસ્ત વ્યક્તિ બીજા જીવોને મિથ્યાત્વની તરફ ઘસડી જાય છે, તેમને સત્ય માર્ગથી અલગ હટાવે છે, તે વ્યક્તિ એ પાપકર્મ દ્વારા એટલો ભારી થઈ જાય છે કે તેને આગળના જન્મોમાં બોધિની-પ્રાપ્તિ અત્યંત દુર્લભ થઈ જાય છે. દુબુદ્ધિ અને દુરાગ્રહના કારણે તે વ્યક્તિ પોતાનું ઘોરાતિઘોર નુકસાન કરી લે છે. પોતાના આત્માને કર્મોના ભારથી ભારી બનાવી લે છે. તેથી અભિનિવેશના ભયંકર પરિણામને જાણીને તેનાથી બચવું જ જોઈએ. જે સત્ય તત્ત્વ પ્રતીત થાય છે, તેના વગર કોઈ પૂર્વાગ્રહથી સાચા રૂપમાં પ્રગટ કરવો જોઈએ. મિથ્યાભિમાન અથવા દુરાગ્રહપૂર્ણ આવેશના ચક્કરમાં કદાપિ ફસવું જોઈએ નહિ.
શાસ્ત્રીય અર્થના વિષયમાં સંશય અને મતભિન્નતા થઈ શકે છે. પરંતુ આટલા માત્રથી જ અભિનિવેશનો આશ્રય લેવો ન જોઈએ. આચાર્ય જિનભદ્ર અને આચાર્ય સિદ્ધસેનમાં કેટલાક શાસ્ત્રીય મતભેદ રહ્યા પરંતુ તેઓ અભિનિવેશના વશીભૂત ન થયા. બંનેએ વીતરાગ પ્રરૂપિત શાસ્ત્રના પ્રતિ નિષ્ઠાની સાથે પોતાના મતની પુષ્ટિ કરી વીતરાગ દેવના દ્વારા ઉત્પાદિત શાસ્ત્રોના પ્રતિ એમણે પરિપૂર્ણ આસ્થા વ્યક્ત કરતા તેના સમર્થનમાં પોતાના મત વ્યક્ત કર્યા. જ્યારે ગોષ્ઠામાહિલ વગેરે આભિનિવેશિકતાથી ગ્રસ્ત લોકો પોતાના મતના અનુસાર શાસ્ત્રીય અર્થને તોડતા-મરોડતા રહ્યા છે. તેઓ શાસ્ત્રીય અર્થની અવહેલના કરે છે જ્યારે શાસ્ત્રીય નિષ્ઠાવાળા અભિનિવેશ રહિત જીવ શાસ્ત્રીય સંદર્ભોને જોડીને તેને સંગત કરે છે. આ મહત્ત્વપૂર્ણ બુનિયાદી ભેદને સમજી લેવો ખૂબ જ જરૂરી છે. અભિનિવેશની તીવ્રતાના ઘાતક પરિણામોને જાણીને મુમુક્ષુ આત્માઓએ અભિનિવેશિક મિથ્યાત્વથી સદા દૂર રહેવું જોઈએ.
(૪) સાંશયિક મિથ્યાત્વ ઃ સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા દ્વારા કહેલાં વચનોમાં શંકા કરવી સાંશયિક મિથ્યાત્વ છે. મુમુક્ષુને આ દેઢ આસ્થા, મજબૂત વિશ્વાસ અને અડગ શ્રદ્ધા હોવી જોઈએ કે વિતરાગ પરમાત્માના વચન કદાપિ અન્યથા ન હોઈ શકે. અહંત ભગવાન સર્વજ્ઞ છે અને વીતરાગ છે, તેથી તેમના અન્યથા ભાષણનું કોઈ કારણ નથી. અન્યથા ભાષણનું કારણ છે. અજ્ઞાન અથવા રાગ-દ્વેષ આ બંને કારણ અરિહંત પ્રભુમાં ન હોવાથી તેઓ સત્યવક્તા જ છે. આવી નિષ્પકમ્પ શ્રદ્ધા મુમુક્ષુ આત્મામાં હોવી જોઈએ. વીતરાગ પરમાત્માનાં વચનોમાં શંકા કરવાથી આત્મા ડોલાયમાન અને અનિર્મીત સ્થિતિનો અનુભવ કરવા લાગે છે. જે પતનના દ્વાર ખોલે છે. તેથી કહેવાય છે કે -
[ મિથ્યાત્વ 300000000000000000(૫૦૩)
Page #521
--------------------------------------------------------------------------
________________
'संशयात्मा विनश्यति'
ભગવત્ ગીતા સંશયી-શંકાશીલ આત્માનું અધ:પતન થાય છે, તેથી આત્મ-કલ્યાણના અભિલાષીઓને આ દઢ વિશ્વાસ હોવો જોઈએ કે -
મેવ સર્ઘ સંવ, કં નિર્દિ પવે” - ભગવતી, ૧-૩ જિનેશ્વર દેવોએ જે કહ્યું છે તે સત્ય અને નિઃશંક જ છે. તેમાં કોઈ પ્રકારની પ્રરૂપિત અનેક ગહન તત્ત્વોના વિષયમાં સાધકોની બુદ્ધિ કામ કરતી નથી. તે તેમની સમજ બહાર હોય છે. તદાપિ સાધકોએ એ વિચારવું જોઈએ કે વીતરાગ પરમાત્મા જ્ઞાનના સમુદ્રની જેમ અગાધ અને ગહન છે. તે સાધારણ છદ્મસ્થોની બુદ્ધિમાં પૂરી રીતે આવી શકતું નથી. જેમ સમુદ્રનું આખું પાણી લોટા અથવા ઘડામાં સમાઈ શકતું નથી, એવી રીતે અનંત જ્ઞાનીના વચનોનું રહસ્ય પૂરી રીતે છઘસ્થની બુદ્ધિનો વિષય થઈ શકતો નથી. આવું સમજીને સંશય અને અનાસ્થાથી દૂર રહેવું જોઈએ.
પ્રશ્ન થઈ શકે છે કે જો વીતરાગ વચનોમાં શંકા કરવી મિથ્યાત્વ છે તો શ્રી ગૌતમ સ્વામી દ્વારા ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછવાની સ્થિતિનું વર્ણન કરતા શાસ્ત્રકારે તેમના માટે “નાત સંસઈ વિશેષણ લગાવ્યું છે, આ કેવી રીતે ઉચિત છે ?
ઉક્ત પ્રશ્નનું સમાધાન એ છે કે તત્ત્વજ્ઞાન માટે, જિજ્ઞાસાની શાંતિ માટે સંશય અથવા શંકા કરવી અનુચિત નથી, પરંતુ એ શંકાને ચિરસ્થાયી ન રાખતા તેનું સમાધાન વિશિષ્ટ જ્ઞાનીઓ દ્વારા કરી લેવું જોઈએ, યથોચિત સમાધાન ન મળવાથી “તત્વ ક્ષેત્રિખ્ય જાણીને શંકાની નિવૃત્તિ કરી લેવી જોઈએ. શંકાને બનાવી રાખવી અનુચિત છે. શ્રી ગૌતમ સ્વામીએ જિજ્ઞાસાવશ અથવા અન્ય જીવોના ઉપકારાર્થ શંકા પ્રસ્તુત કરી તેનું સમાધાન પ્રભુના શ્રીમુખથી મેળવી શંકાની નિવૃત્તિ કરી લીધી હતી. શંકાને બનાવી રાખી ન હતી. તેથી “નાત સંસા' વિશેષણ આપવામાં કોઈ વિસંગતિ નથી. વસ્તુતઃ અહીં આપણે સંશય શબ્દ જિજ્ઞાસાનો દ્યોતક છે, એમ તો નીતિકારોએ કહ્યું છે કે “ન સંશયમનાઈ નો ભદ્રાણિ પતિ' જ્યાં સુધી સંશયની સ્થિતિનો સામનો ન કરીએ ત્યાં સુધી સફળતા મળતી નથી. તેથી એક સીમા સુધી સંશયની ઉપયોગિતા છે. સંશયથી જિજ્ઞાસા થાય છે અને જિજ્ઞાસાથી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેથી આવો સંશય જેનું નિવારણ જિજ્ઞાસા અને તત્ત્વજ્ઞાનથી કરી લેવામાં આવે છે, અનુચિત નથી. સૂક્ષ્માર્થ વિષયોમાં સાધુઓને પણ સંશય થાય છે. પરંતુ તમેવ સર્વા સંૐ ગં નિહિં પડ્ય” અથવા “તત્ત્વ વનિ નણં' આ આગમોક્ત ભગવદ્ વચન-પ્રામાણ્યને પ્રધાનતા આપવાથી તે નિવૃત્ત થઈ જાય છે. જો આ સંશય બની રહે છે તો અવશ્ય જ તે સાંશયિક મિથ્યાત્વની શ્રેણીમાં આવે છે. તેથી ‘ભગવતી સૂત્ર'માં પ્રશ્ન કર્યો છે કે - “શું સાધું પણ શંકા-કાંક્ષા મોહનીયનું વેદન કરે છે?” ઉત્તરમાં કહેવાયું છે કે - “તેઓ પણ મહોદયથી શંકા-કાંક્ષાનું વેદન કરે છે. જો શંકાની નિવૃત્તિ કરી લેવામાં આવે છે અથવા શંકાની નિવૃત્તિ વિશિષ્ટ જ્ઞાની ગુરુથી કરવા ઇચ્છુક છે, તો મિથ્યાત્વનો દોષ લાગતો નથી. શંકાની અનિવૃત્તિની સ્થિતિમાં જ મિથ્યાત્વનો પ્રસંગ પ્રાપ્ત થાય છે, તેથી ઉત્પન્ન શંકાનું નિવારણ કરીને સાંશયિક મિથ્યાત્વથી બચવું જોઈએ. (૫૦૪)
જિણધમો
Page #522
--------------------------------------------------------------------------
________________
(૫) અનાભોગ મિથ્યાત્વઃ અનાભોગનો અર્થ છે - અજ્ઞાન - અબોધ, વિચારશક્તિ અને વિવેક-વિકલતાના કારણે થનાર તત્ત્વનો અશ્રદ્ધાન અનાભોગ મિથ્યાત્વ છે. એકેન્દ્રિય, દ્વિીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય અને કતિપય સંજ્ઞી પંચેન્દ્રિયોમાં આ પ્રકારના અબોધિ, ભોળપણ અને અવિવેક જોઈ શકાય છે જેના કારણે તત્ત્વ પર રુચિ અથવા તત્ત્વનું શ્રદ્ધાન થતું નથી. આ અનાભોગ મિથ્યાત્વ છે. આ અવસ્થાઓમાં જ્ઞાનાવરણીય આદિ કર્મોની એટલી પ્રગાઢતા હોય છે કે જીવ કોઈ પ્રકારનો વિચાર કરી શકતો નથી. વિચાર-શૂન્યતાની આ સ્થિતિમાં રુચિ અથવા શ્રદ્ધાન થવું સંભવ જ નથી. આવા જીવોનો તત્ત્વાશ્રદ્ધાન અનાભોગ મિથ્યાત્વ છે. મિથ્યાત્વના દસ ભેદ
સ્થાનાંગ સુત્ર'ના દસમા સ્થાનમાં મિથ્યાત્વના દસ ભેદ આ પ્રકાર બતાવ્યા છે - दसविहे मिच्छत्ते पण्णत्ते तंजहा- अधम्मे धम्मसण्णा, धम्मे अधम्मसण्णा, उमग्गे मग्गसण्णा, मग्गे उमग्गसण्णा, अजीवेसु जीव सण्णा, जीवेसु अजीव सण्णा, असाहुसु साहुसण्णा, साहुसु असाहुसण्णा, अमुत्तेसु मुत्तसण्णा, मुत्तेसु अमुत्तसण्णा।
- સ્થાનાંગ, સ્થાન ૧૦, સૂ-૭૩૪ દસ પ્રકારના મિથ્યાત્વ કહેવામાં આવ્યા છે – (૧) અધર્મને ધર્મ સમજવો (૨) ધર્મને અધર્મ સમજવો. (૩) અમાર્ગને માર્ગ સમજવો (૪) માર્ગને અમાર્ગ સમજવો (૫) અજીવોને જીવ માનવો (૬) જીવોને અજીવ માનવા (૭) સાધુઓ અસાધુ માનવા (૮) અસાધુને સાધુ માનવા (૯) અમુક્તને મુક્ત માનવા (૧૦) મુક્તને અમુક્ત માનવા.
દેવ, ગુરુ, ધર્મ, તત્ત્વ અને માર્ગ સંબંધી વિપરીત માન્યતાઓનો ઉક્ત સૂત્રમાં ઉલ્લેખ કર્યો છે. જો વધુ સંક્ષેપમાં કથન કરવામાં આવે તો દેવ, ગુરુ, ધર્મ સંબંધી વિપરીત માન્યતામાં ઉક્ત બધાનો સમાવેશ થઈ જાય છે. કારણ કે તત્ત્વ અને માર્ગનો સમાવેશ ધર્મના અંતર્ગત થઈ જાય છે. સારાંશ એ છે કે દેવ, ગુરુ, ધર્મ સંબંધી વિપરીત ધારણા રાખવી મિથ્યાત્વ છે.
(૧) અધર્મમાં ધર્મ સંજ્ઞા : શ્રત અને ચારિત્ર રૂપ ધર્મથી વિપરીત અથવા અહિંસાદિ ધર્મથી વિપરીત જે મિથ્યા શ્રત છે અથવા જે મિથ્યાચરણ રૂપ છે અથવા જે હિંસાદિ-મય અધર્મ છે, તેને ધર્મ સમજવો. અધર્મમાં ધર્મ સંજ્ઞા નામનું મિથ્યાત્વ છે. વૈદિક આદિ દર્શન વેદોનો અપૌરુષેય માને છે. જે વર્ણાત્મક છે તે અપૌરુષેય કેવી રીતે થઈ શકે છે ! તેથી વેદાદિની અપૌરુષેયાતા તર્ક-પ્રમાણથી બાધિત છે. આ રીતે જે આગમ અનાપ્ત પુરુષ પ્રણીત છે તે મિથ્યાશ્રત છે. આ મિથ્યાશ્રુતને ધૃતરૂપધર્મ સમજવો મિથ્યાત્વ છે. આ રીતે જે હિંસાદિનું સમર્થન કરે છે તે અધર્મ છે. આ હિંસામય અધર્મને ધર્મ માનવું ચારિત્રની વિપરીતતાના કારણે મિથ્યાત્વ છે. જે ધર્મ હિંસાનું સમર્થન કરે છે, જેનાથી પ્રાણી, ભૂત,
જીવ, સત્યની હિંસા હોય - આવા પૂજા, યજ્ઞ, હોમ વગેરેમાં ધર્મ માનવો મિથ્યાત્વ છે. જેમ કે આચાર્ય હેમચંદ્ર કહ્યું છે કે -
न धर्महेतुर्विहितापि हिंसा, नोत्सृष्टमन्यार्थमपोद्यते च । स्वपुत्र घातान्नृपतित्वलिप्सा स ब्रह्मचारी स्फुरितं परेषाम् ॥
- અન્ય યોગ વ્યવચ્છેદિકા, કો-૧૧
(મિથ્યાત્વ DOOOD DOD Do૫૦૫)
Page #523
--------------------------------------------------------------------------
________________
અર્થાત્ વેદ વિહિત હોવા છતાં પણ ધર્મનો હેતુ થઈ શકતો નથી. ઉત્સર્ગ અને અપવાદનો ઉદ્દેશ એક જ હોય છે. હિંસામાં ધર્મ માનવો પોતાના પુત્રને મારીને રાજ્યની લિસાના સમાન નિંદિત છે. હિંસાને ધર્મ માનવો, અધર્મમાં ધર્મ માનવા રૂપ મિથ્યાત્વ છે.
પ્રશ્ન થઈ શકે છે કે - “જ્યાં યોગોની પ્રવૃત્તિ છે ત્યાં આસ્રવ અવશ્ય થાય છે અને યોગોની પ્રવૃત્તિના વગર ધર્મારાધના થવી પણ કઠિન છે. આવી સ્થિતિમાં અધર્મનો ધર્મ માનવા રૂપ મિથ્યાત્વથી આત્માનો બચાવ કેવી રીતે થઈ શકે છે ?” સમાધાન એ છે કે - “શુદ્ધ શ્રદ્ધાવાન વ્યક્તિ વ્યાપારિક દૃષ્ટિકોણ રાખે છે. જેમ વણિક ખર્ચ કરવામાં પ્રસન્ન થતાં નથી, પરંતુ ખર્ચ કર્યા વગર વેપાર થતો નથી. અને વેપાર કર્યા વગર કમાણી થવી સંભવ નથી. તેથી કમાણીના માટે ખર્ચ કરવાની આવશ્યકતા છે. તો પણ ચતુર વેપારી એ ધ્યાન રાખે છે કે જેટલા ઓછા ખર્ચમાં કામ ચાલે, ચલાવવું જોઈએ.” છેલ્લે ખર્ચ અને આમદનીનો હિસાબ લગાવવા પર ખર્ચ પણ લાભ જેટલો અધિક હોય છે, તેટલી જ તેને પ્રસન્નતા હોય છે. આ પ્રકારે ધાર્મિક જન ધર્મકાર્યમાં ગમનાગમન વગેરે આરંભમાં જ ખર્ચ થાય છે, તેની ખુશી માનતા નથી. ઊલટાનું તેમાં આરંભમાં (ક્રિયા-પાપ) જ માને છે, પરંતુ આ આરંભના નિમિત્તથી જે આત્મગુણોની વૃદ્ધિ સ્વ-પર આત્માનો ઉપકાર રૂપ જે લાભ થાય છે તેમાં ધર્મ માને છે. આવી શુદ્ધ શ્રદ્ધા રાખવાથી આ મિથ્યાત્વથી બચી શકાય છે.
(૨) ધર્મને અધર્મ સમજવો : અહિંસામય ધર્મ જ શુદ્ધ ધર્મનું સ્વરૂપ છે. જેમ સ્વર્ણની પરીક્ષા છેદ અને તાપ દ્વારા થાય છે. જે સ્વર્ણ આ પરીક્ષાઓમાં ખરું ઊતરે છે તે જ સ્વર્ણ હોય છે. આ રીતે શુદ્ધ ધર્મની કસોટી અહિંસા છે. અહિંસાની કસોટી પર જે ધર્મ ખરો ઊતરે છે તે જ શુદ્ધ ધર્મ છે. “આચારાંગ સૂત્ર'માં વીતરાગ પરમાત્માએ પ્રરૂપિત કર્યું છે :
सव्वे पाणा, सव्वे भूया, सव्वे जीवा, सव्वे सत्ता, ण हंतव्वा, ण अज्जावेयव्वा, ण परिघेतव्वा, ण परियावेयव्वा, ण उद्दवेयव्वा । एस धम्मे सुद्धे, णिइए सासए, સમિષ્યનોયે યomહિં પણ છે
- આચારાંગ, હૃ.-૧, અ-૪, ઉદ્દે-૧ બધાં પ્રાણી (બે ઇન્દ્રિયાદિ), બધી વનસ્પતિ, બધા જીવ પંચેન્દ્રિય અને બધા સત્વ (પૃથ્વીકાયિકાદિ)ને દંડા આદિથી મારવા ન જોઈએ. તેમના પર આજ્ઞા કરવી ન જોઈએ, તેમને દાસની જેમ અધિકારમાં ન રાખવા જોઈએ. તેમને શારીરિક કે માનસિક સંતોષ દેવો ન જોઈએ. અને તેને પ્રાણાત રહિત ન કરવો જોઈએ. આ ધર્મ શુદ્ધ છે, નિત્ય છે અને શાશ્વત છે. લોક સ્વરૂપના જ્ઞાતા તીર્થકરોએ આ ધર્મ પ્રતિપાદિત કર્યો છે. | તીર્થકર દેવે ઉક્ત આગમ વાક્ય દ્વારા અહિંસાને શાશ્વત અને શુદ્ધ ધર્મ કહ્યો છે. એમણે ધર્મની કસોટી બતાવી દીધી છે. આ કસોટી પર જે ધર્મ ખરો ઊતરે તે જ ધર્મ છે. અન્યથા અધર્મ છે. અહિંસામય ધર્મ જ નિત્ય છે, શાશ્વત છે, શુદ્ધ છે. આવા અહિંસામય ધર્મને અધર્મ સમજવો મિથ્યાત્વ છે.
આવા અહિંસામય ધર્મને મિથ્યાત્વ મોહનીયના ઉદયથી કુગુરુઓના ઉપદેશથી ભ્રમમાં પડીને અધર્મ કહેવો, જીવોની રક્ષા કરવામાં, દયા કરવામાં, મરતા જીવોને બચાવવા અઢાર પાપ બતાવવા, અનુકંપાને સાવધ બતાવવા વગેરે ધર્મને અધર્મના રૂપમાં સમજવો મિથ્યાત્વનું ઉદાહરણ છે. (૫૦) આ છે D SO OK જિaધમોએ
Page #524
--------------------------------------------------------------------------
________________
(3) અમાર્ગને માર્ગ અને (૪) માર્ગને અમાર્ગ સમજવો : જે સંસાર-વૃદ્ધિના કારણ હોવાથી ઉન્માર્ગ છે, તેને મોક્ષમાર્ગ માનવો અને જે સારા અર્થમાં મોક્ષમાર્ગ છે તેને સંસારનો માર્ગ સમજવો - માર્ગ સંબંધી મિથ્યાત્વ છે. પ્રશ્ન સહજ ઊઠે છે કે માર્ગ કયો છે ? શાસ્ત્રકારોએ તેનો ઉત્તર આપતા ફરમાવ્યું છે -
णाणं च दंसणं चेव चरितं च तवो तहा । एस मग्गोत्ति पण्णत्तो, जिणेहिं वरदंसिहि ॥
- ઉત્તરાધ્યયન, અ-૨૮, ગાથા-૨ “જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ આ મોક્ષના માર્ગ છે.” એવું શ્રેષ્ઠ જ્ઞાની જિનેશ્વરોએ કહ્યું છે. આ વાતને પ્રકારાન્તરથી આચાર્ય ઉમાસ્વાતિએ ‘તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે - सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः
- તત્ત્વાર્થ સૂત્ર, અ-૧, સૂ-૧ સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યફચારિત્ર જ મોક્ષમાર્ગ છે.
સૂત્રકૃતાંગ સૂત્રમાં માર્ગ અધ્યયનમાં પણ પ્રશ્ન ઉઠાવીને સમાધાન દ્વારા માર્ગનું સ્વરૂપ બતાવ્યું છે - प्रश्न : कयरे मग्गे अक्खाते, माहणेण मतीमता ।
जं मग्गं उज्जु पावित्ता, ओहं तरति दुत्तरं ? ॥ गाथा-१ तं मग्गं अणुत्तरं सुद्धं, सव्व-दुक्खविमोक्खणं ।
जाणासि णं जहा भिक्खू ! तं णे बूहि महामुणी ॥ गाथा-२ उत्तर : अणुपुव्वेण महाघोरं, कासवेण पवेदियं ।
जमादाय इओ पुव्वं, समुदं ववहारिणो ॥ गाथा-५ अतरिंसु तरंतेगे, तरिस्संति अणागता । तं सोच्चा पडिवक्खामि, जंतवो तं सुणेह मे ॥ गाथा-६ सव्वाहिं अणुजुत्तीहिं, मतिमं पडिलेहिया । सव्वे अक्कंतदुक्खा य, अतो सव्वे ण हिंसया ॥ गाथा-८ एयं खु णाणिणो सारं जं ण हिंसई कंचणं । अहिंसा-समयं चेव एयावंतं विधाणिया ॥ गाथा-१०
- સૂત્રકૃતાંગ, અ-૧૧, જંબૂ સ્વામીએ પ્રશ્ન કર્યો કે - “હે ભગવાન ! સર્વજ્ઞ ભગવાન મહાવીરે તે કયો માર્ગ બતાવ્યો છે જેના પર ચાલીને આત્મા આ દુષ્કર ભવસમુદ્રને તરીને પાર થઈ જાય છે? હે ભંતે ! એ અનુત્તર શુદ્ધ અને સર્વ દુઃખથી છોડાવનાર માર્ગને તમે સારી રીતે જાણો છો તેથી કૃપા કરી એ માર્ગ બતાવો.”
[ મિથ્યાત્વ 200000000000000(૫૦૦)
Page #525
--------------------------------------------------------------------------
________________
ઉક્ત પ્રશ્નનો ઉત્તર આપતા આર્ય સુધર્મા સ્વામી ફરમાવે છે કે - “પરમકૃપાળુ કાશ્યપ ગોત્રીય પ્રભુ મહાવીરે આ દુષ્કર ભવસમુદ્રને તરવાનો જે માર્ગ બતાવ્યો છે તેના પર ચાલીને ભૂતકાળમાં અનેક જીવોએ સંસારસમુદ્રને એવી રીતે પાર કરી લીધો જેમ વેપારી જહાજ દ્વારા સમુદ્રને પાર કરે છે. વર્તમાનમાં પણ અનેક જીવ સંસારસાગરને તરે છે અને આગળ એ માર્ગનો અવલંબન લઈને અનેક જીવ સંસારસાગરને પાર કરશે. તે ઘોર દુષ્કર ભવોદધિને પાર કરાવનાર માર્ગ આ છે.”
સંસારમાં આ વાત બધી યુક્તિઓથી સિદ્ધ છે કે સંસારની કોઈપણ વ્યક્તિ દુઃખ ઇચ્છતી નથી, તેથી કોઈ જીવની હિંસા ન કરવી જોઈએ. આ અહિંસામય માર્ગ જ મોક્ષપુરીની તરફ લઈ જનાર છે.
સમસ્ત જ્ઞાનનો સાર એ જ છે કે કોઈપણ જીવની હિંસા ન કરી શકાય. સમસ્ત સિદ્ધાંતોનો સાર અહિંસા છે. અહિંસાના સિદ્ધાંતનો તે જ માર્ગ છે, જેના પર ચાલીને જીવોએ મુક્તિ મેળવી છે, મેળવે છે અને મેળવશે.
ઉક્ત આગમિક સંદર્ભોથી સ્પષ્ટ થાય છે કે મુક્તિનો માર્ગ - કયો છે. સમ્યગ્દર્શન, સમ્યગુજ્ઞાન, સમ્યકચારિત્ર કહો, સમ્યક તપ અથવા અહિંસા કહો બધાનો અભિપ્રાય એક જ છે. આ મુક્તિના માર્ગથી વિપરીત માર્ગને હિંસા પ્રધાન માર્ગને મુક્તિનો માર્ગ સમજવો, માર્ગ સંબંધી મિથ્યાત્વ છે. આ રીતે યજ્ઞ-યોગાદિ જે ભૌતિક સમૃદ્ધિનો માર્ગ છે, તેને મોક્ષમાર્ગ માનવો મિથ્યાત્વ જ છે. જે અહિંસા પ્રધાન મોક્ષનો માર્ગ છે, તેને સંસારનો માર્ગ સમજવો પણ માર્ગ સંબંધી મિથ્યાત્વ છે. દયા અને દાનને ડૂબવાનું ખાતું બતાવવું, આ મિથ્યાત્વના અંતર્ગત સમજવું જોઈએ.
પૃથ્વીકાય આદિ ષડૂજીવ નિકાયની જેમાં હિંસા થાય તે હિંસાને ધર્મ માનવું પણ મિથ્યાત્વ છે. દેવી-દેવતાઓને સચિત્ત પુષ્પ, ફળાદિ ચઢાવવામાં, બલિ આપવામાં, સ્નાન અને યજ્ઞાદિમાં મદ્ય-માંસ, મૈથુનાદિ પાંચ મકારોના સેવનમાં ધર્મ માનવામાં - ઉન્માર્ગનો માર્ગ સમજવા રૂપ મિથ્યાત્વ છે.
(૫-૬) જીવને અજીવ અને અજીવને જીવ સમજવો : મુમુક્ષુ આત્માને જીવઅજીવનો વિવેક સારી રીતે સમજી લેવો જોઈએ, નહિતર સમ્યક રૂપથી મોક્ષમાર્ગની આરાધના સંભવ નથી. જેમ કે “આગમ'માં કહ્યું છે -
जो जीवेऽवि ण जाणइ, अजीवेऽवि ण जाणइ । जीवाजीवे अजाणन्तो, कहं सो नाहीई संजमं ॥
- દશવૈકાલિક, અ-૪, ગા-૧ર જે જીવને જાણતા નથી, અજીવને જાણતા નથી, જીવાજીવને જાણતા નથી, તે સંયમનું પાલન કેવી રીતે કરી શકે? અર્થાત્ સંયમની આરાધના માટે જીવ-અજીવનો વિવેક હોવો આવશ્યક છે.
સંસારમાં ઘણા લોકોને જીવ-અજીવના સ્વરૂપનું સમ્યગુજ્ઞાન થતું નથી, તેથી એ જીવને અજીવ સમજી લે છે અને અજીવને જીવ સમજી લે છે. આ જીવાજીવ સંબંધી મિથ્યાત્વ કહેવાય છે. (૫૦૮) ) છેજ છે જે છે તે છે જિણધો]
Page #526
--------------------------------------------------------------------------
________________
જીવ તત્ત્વના પ્રકરણમાં પ્રમાણપૂર્વક પ્રતિપાદિત કર્યું છે કે પૃથ્વીકાય, અપૂકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય - આ ષજીવ નિકાય છે. પરંતુ દાર્શનિક અને જૈનેતર લોકો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિમાં અન્ય અવ્યક્ત ચેતનાવાળા પ્રાણી જગતના જીવ રૂપ માનતા નથી. અનેક પ્રમાણોના આધાર પર આ એકેન્દ્રિયાદિ જીવોમાં ચેતનાનું અસ્તિત્વ પ્રમાણિત કરવામાં આવ્યું છે. જે જીવ પ્રકરણમાં જોઈ શકાય છે.) તેથી આ સૂક્ષ્મ ચેતનાવાળા જીવોનું જીવતત્વનું અપલાય કરવું જીવ સંબંધી મિથ્યાત્વ છે.
આ રીતે કેટલાય વેદાંતી વગેરે દર્શન સંસારના સમસ્ત જીવાજીવાદિ પદાર્થોને બ્રહ્મના પર્યાય માને છે. આ માન્યતા અનુસાર ઘડા વગેરે જડ પદાર્થ - અજીવ તત્ત્વ પણ જીવ રૂપ સિદ્ધ થાય છે. કારણ કે તે બ્રહ્મ(ચેતન)ના પર્યાય મનાય છે. આ અજીવને જીવ રૂપ માનવું મિથ્યાત્વ છે. સ્થાપના નિક્ષેપ રૂપ કાષ્ઠ પાષાણ અથવા ધાતુની બનેલી જીવાદિની આકૃતિનો સાક્ષાત્ તન્નુરૂપ માનવું પણ મિથ્યાત્વ છે. કૃત્રિમ અથવા સાક્ષાત્ પ્રતિકૃતિ રૂપ મૂર્તિને એ જ રૂપમાં માનવું અલગ વાત છે, પરંતુ તેને જીવત્વ અથવા દેવત્વના રૂપમાં સ્વીકાર કરી લેવું અને એને વંદનીય પૂજનીયના રૂપમાં માનવું - આ મિથ્યાત્વના અંતર્ગત આવે છે. જેમ કે ઘોડાનું ચિત્ર અથવા આકૃતિ જોઈને ઘોડાનું ચિત્ર કહી શકાય છે, સાક્ષાત્ ઘોડા નહિ. તે રીતે પ્રતિમાના સંબંધમાં જાણવું જોઈએ.
(૭-૮) : સાધુને અસાધુ અને અસાધુને સાધુ સમજવા જે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ રૂપ પાંચ મહાવ્રતોનું પાલન કરે છે, ઈર્ષા સમિતિ વગેરે પાંચ સમિતિઓ અને મનોગુપ્તિ વગેરે ત્રણ ગુપ્તિઓની આરાધના કરે છે. ક્રોધ-માનમાયા-લોભ રૂપ ચાર કષાયોને ટાળે છે, જે પાંચ ઇન્દ્રિયોને વશમાં રાખે છે, જે મન-વચનકાયને શુભયોગમાં લગાવે છે, જ્ઞાન-ધ્યાન-ત્યાગ-વૈરાગ્યમાં જે તલ્લીન રહે છે, વિતરાગ દેવો દ્વારા પ્રરૂપિત અણગાર ધર્મનું પાલન કરે છે, આ સાધુ કહેવાય છે. “સાથયતિ સ્વર alvinતિ સાથ:” જે પોતાના અને પરાયાના હિતને સાધે છે, અર્થાત્ આત્મકલ્યાણ અને જનકલ્યાણના કાર્યમાં જે લાગ્યા રહે છે તે સાધુ છે. સાધુની આ પરિભાષા અનુસાર જે આચરણ કરે છે. જેમના આચાર-વિચાર અને વ્યવહાર ઉપર્યુક્ત મહાવ્રતાદિ નિયમોની મર્યાદાના અંતર્ગત છે. આવા સાધુ-પુરુષોને અસાધુ માનવા સાધુ સંબંધી મિથ્યાત્વ છે. અનેક લોકો સાધુત્વ અને અસાધુત્વના ગુણ-દોષોનો વિચાર કર્યા વગર પોતાની મનઃ કલ્પિત ધારણાઓ અને માન્યતાઓના ત્રાજવા પર તોલે છે. કતિપય અન્ય તીર્થ મહાવ્રતધારી જૈન સાધુઓને એ કહીને તિરસ્કાર કરે છે કે - “આ સ્નાન કરતા નથી.” બાળ બ્રહ્મચારી સાધુઓના માટે કહે છે કે - “આમની સગતિ થઈ શકતી નથી કારણ કે “મપુત્રી તિસ્તિ” અર્થાત્ પુત્રહીનની સદ્ગતિ થતી નથી. આવું શાસ્ત્રનું વાક્ય છે.” એમનું આ પ્રકારે કહેવું સાધુ સંબંધી મિથ્યાત્વનું સૂચક છે.
જે રીતે સાધુત્વના ગુણોથી યુક્તને અસાધુ માનવા મિથ્યાત્વ છે, તે રીતે અસાધુને સાધુ માનવા પણ મિથ્યાત્વ છે. સંસારમાં ઘણા આવા સાધુ વેશધારી લોકો છે જે સાધુત્વના ગુણથી રહિત છે. હિંસા કરનાર, જૂઠું બોલનાર, પરિગ્રહ રાખનાર, કંચન-કામિનીના ભોગી, ગાંજો
[ મિથ્યાત્વ છે
00000000000000/૫૦૯)
Page #527
--------------------------------------------------------------------------
________________
ભાંગ પીનારા, ધૂમ્રપાન કરનારા, ષટ્કાયના આરંભમાં રત રહેનારી વ્યક્તિ પણ સંસારમાં સાધુનું નામ ધરાવે છે. આવા સાધુ નામધારીને સાધુ માનવા પણ મિથ્યાત્વની શ્રેણીમાં છે.
કેટલાક ભોળા લોકો કહે છે કે - “અમારે ઊંડાણમાં ઊતરવાની શી જરૂર છે ? અમે તો સાધુના વેશને સાધુ માનીને પૂજીએ છીએ.” આવા ભોળા લોકોએ વિચારવું જોઈએ કેજો કોઈ બહુરૂપિયો સાધુનો વેશ ધારણ કરીને આવે તો શું તે સાધુની જેમ વંદનીય અને માનનીય થશે ? બિલકુલ નહિ.’ છેવટે મસ્તક-મસ્તક છે, નારિયેળ નથી કે જ્યાં ત્યાં પણ ફોડી શકાય. ગુણોને જોઈને મસ્તક નમાવવું જોઈએ. અન્યથા ગુણહીન લોકોને પ્રોત્સાહન આપવાનું પાપ લાગ્યા વિના રહેશે નહિ. તેથી મસ્તક ઝુકાવવામાં વિવેક રાખવો જરૂરી છે. આ દૃષ્ટિથી કહેવાયું છે
पासत्थं वंदमाणस्स नेव कित्ती न निज्जरा होई । होई काय किलेसो, अण्णाण कम्मं च पबन्धई ॥
કેટલાક લોકો પંચમ કાળના બહાને પોતાના દોષો પર પડદો નાખવાની કોશિશ કરે છે. પરંતુ આ માયાચાર છે. પ્રભુ મહાવીરે ફરમાવ્યું છે કે - “એમનું ધર્મશાસન એકવીસ હજાર વર્ષ સુધી ચાલશે.' હમણાં તો અઢી હજાર વર્ષ જ થયા છે. તેથી શુદ્ધ આચારવિચારના પ્રતિ ઉપેક્ષાભાવ અથવા નિરાશાવાદી દૃષ્ટિકોણ ન અપનાવવો જોઈએ. પંચમકાળના અંતિમ સમય સુધી ચાર એક ભવાવતારી જીવ હોવાનો ઉલ્લેખ આગમમાં મળે છે. તેથી સંયમના પાલનમાં અપ્રમત્તતા અને જાગરુકતા રાખવી આવશ્યક છે.
ઉક્ત રીતિથી સાધુત્વ સંપન્ન સત્પુરુષને સાધુ અને સાધુત્વના ગુણોથી રહિતને અસાધુ માનતા સાધુત્વ સંબંધી મિથ્યાત્વથી બચવું જોઈએ.
(૯-૧૦) : મુક્તને અમુક્ત અને અમુક્ત ને મુક્ત માનવા : જે આઠ પ્રકારના જ્ઞાનાવરણીય આદિ કર્મોથી સર્વથા મુક્ત થઈને સિદ્ધ-બુદ્ધ થઈ ચૂક્યા છે, તેમને અમુક્ત માનવા અને જે એમનાથી મુક્ત નથી, તેમને મુક્ત માનવા મુક્ત સંબંધી મિથ્યાત્વ છે. અનેક દર્શનાકાર એ માને છે કે જીવ પુનઃ સંસારમાં આવે છે. જેમ કે ‘ગીતા'માં કહ્યું છે -
" यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत । अभ्युत्थानाय धर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥"
હે અર્જુન ! જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે ત્યારે ધર્મના પુનરુત્થાન માટે હું અવતાર ધારણ કરું છું. બૌદ્ધ ધર્મમાં પણ આવી જ વાત કહી છે. તીર્થની હાનિ જોઈને તેઓ પણ બુદ્ધોનો અવતાર થવાનું માને છે.
જ્યારે આપણે તટસ્થ બુદ્ધિથી વિચાર કરીએ છીએ તો અવતાર વાદની આ ધારણા સંગત દૃષ્ટિગોચર થતી નથી. ‘મુક્ત’ શબ્દનો અર્થ એ જ બતાવે છે કે જે બધા પ્રકારનાં બંધનોથી સદા-સર્વદા માટે છૂટી જવું. જો તે પુનઃ બંધનને પ્રાપ્ત થાય તો મુક્ત કેવી રીતે કહી શકાય છે ? જે રીતે લાકડી સંપૂર્ણ રૂપથી બળી ગયા પછી તે પુનઃ લાકડીના રૂપમાં થઈ શકતી નથી, તેવી રીતે જે આત્મા સર્વ-કર્મ કલંકથી મુક્ત થઈ ચૂક્યો હોય તેના માટે પુનઃ સંસારમાં આવવાનું કોઈ કારણ શેષ રહેતું નથી. સંસારમાં આવવાનું કારણ
૫૧૦
જિણધો
Page #528
--------------------------------------------------------------------------
________________
રાગ અથવા દ્વેષ હોય છે. મુક્ત જીવમાં ન તો રાગ હોય છે - ન દ્વેષ તો પછી સંસારમાં કેવી રીતે આવી શકે છે ? જો તે પુનઃ સંસારમાં આવે છે તો આ માનવું પડશે કે રાગદ્વેષથી મુક્ત થયા નથી. ધર્મની ગ્લાનિ થવાથી અથવા તીર્થ-નિકાર(હાનિ)ના કારણથી જો કોઈ મુક્ત જીવોનું પુનઃ સંસારમાં આવવાનું માનવામાં આવે, તો તેનો અર્થ એ થશે કે હમણાં તેઓ રાગ-દ્વેષથી મુક્ત થયા નથી. જો સાચા અર્થોમાં તેઓ મુક્ત થયા છે તો એમણે પાછા સંસારમાં જન્મ ધારણ કરવાની આવશ્યકતા રહેતી નથી. જો મુક્ત જીવોનું સંસારમાં પુનરાગમન માનવામાં આવે તો બીજા શબ્દોમાં આનો અર્થ મુક્તને અમુક્ત માનવાનો જ થાય છે.
જે પ્રકારે મુક્તને અમુક્ત માનવું મિથ્યા છે, તે રીતે અમુક્તને મુક્ત માનવું પણ મિથ્યા છે. જેમ કે કેટલાક દર્શનકાર કહે છે .
आणिमाद्यष्ट विद्यं प्राप्यैश्वर्यं कृतिनः सदा । मोन्ते निर्वृतात्मानस्तीर्णाः परम दुस्तरम् ॥
અર્થાત્ - આણિમા-મહિમા વગેરે આઠ પ્રકારના ઐશ્વર્યને પ્રાપ્ત કરીને મુક્તાત્મા પરમ દુષ્કર સંસારને તરીને કૃતકૃત્ય થઈને આનંદમાં લીન રહે છે.
ઉક્ત શ્લોકમાં મુક્તાત્માને આણિમાદિ ઋદ્ધિઓવાળા ઐશ્વર્યશાળી કહેવાય છે. જે આણિમાદિ લૌકિક ઐશ્વર્યવાળા છે, તે વળી મુક્ત કેવી રીતે થઈ શકે છે ? જે મુક્ત છે તે લૌકિક-સાંસારિક ઐશ્વર્યથી સંપન્ન કેવી રીતે થઈ શકે છે ? આ તો પરસ્પર વિરોધી વચન છે. તેથી મુક્ત અને અમુક્તના સ્વરૂપને યથાર્થ દૃષ્ટિથી સમજવાની આવશ્યકતા છે.
ક્યાંક-ક્યાંક ‘અમુત્તેસુ મુત્તમન્ના'નો અર્થ અરૂપીને રૂપી સમજવાનો પણ કર્યો છે. સિદ્ધ જીવ નિરંજન નિરાકાર (શરીરરહિત) તદપિ કેટલાક લોકો તેમને સશરીર માને છે. વાયુ રૂપી છે, તદપિ તૈયાયિકાદિ દર્શન તેને અરૂપી માને છે. આ રૂપીને અરૂપી માનવાના રૂપ મિથ્યાત્વ છે.
ઉક્ત રીતિથી દસ પ્રકારે મિથ્યાત્વોનું વર્ણન ‘ઠાણાંગ સૂત્ર’માં નિર્દિષ્ટ છે.
‘અનુયોગ દ્વાર સૂત્ર’માં ત્રણ પ્રકારના મિથ્યાત્વ કહ્યા છે - (૧) લૌકિક મિથ્યાત્વ, (૨) લોકોત્તર મિથ્યાત્વ અને (૩) કુપ્રાવચનિક મિથ્યાત્વ.
(૧) લૌકિક મિથ્યાત્વ
વીતરાગ દેવ દ્વારા પ્રરૂપિત અહિંસા પ્રધાન ધર્મના સિવાય અન્ય હિંસાદિ પ્રધાન ધર્મને માનવો લોક-રૂઢિઓમાં ધર્મ સમજવો લૌકિક મિથ્યાત્વ છે. આના ત્રણ ભેદ છે -૧. દેવગત લૌકિક મિથ્યાત્વ ૨. ગુરુગત લૌકિક મિથ્યાત્વ ૩. ધર્મગત લૌકિક મિથ્યાત્વ.
૧. દેવગત લૌકિક મિથ્યાત્વ : પરિપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ વીતરાગતા સાચા દેવના લક્ષણ છે. આ લક્ષણ જેનામાં ન હોય, એ દેવોને દેવ માનવા દેવગત લૌકિક મિથ્યાત્વ છે. અન્ય તીર્થિકો દ્વારા માનેલ દેવોમાં ન તો પૂર્ણ જ્ઞાન અને ન વીતરાગતા છે. કારણ અન્ય તીર્થિ એ દેવોના જે સ્વરૂપને બતાવે છે, તે અનુસાર કોઈ દેવની સાથે સ્ત્રી છે. જે એ બતાવે છે કે હમણાં આ દેવ કામ-વાસનાથી છૂટ્યા નથી. કેટલાક દેવોના હાથમાં
મિથ્યાત્વ
૫૧૧
Page #529
--------------------------------------------------------------------------
________________
વિવિધ શસ્ત્ર હોય છે, જે એ બતાવે છે કે તેમને કોઈ બીજાનો ભય છે અથવા તેમને હમણાં પોતાના શત્રુઓને મારવાના બાકી રહી ગયા છે. કોઈ દેવના હાથમાં માળા દેખાય છે, જે સંકેત કરે છે કે હમણાં એમનામાં આત્મસ્થ થવાથી અથવા એકાગ્ર થવાની યોગ્યતા નથી, તેથી માળાના સહારે પોતાના ચિત્તને સ્થિર રાખવાનો પ્રયત્ન કરે છે. કેટલાક દેવોના વિવિધ પ્રકારના વાહન - બળદ, ગરુડ, મોર, હંસ, ઉંદર, સિંહ વગેરે બતાવે છે. ભલા સર્વશકિતમાન દેવોને વાહનની અને તે પણ આવાં વાહનોની કેમ આવશ્યકતા હોય છે? આ તીર્થિક લોકો દેવોનું પ્રસન્ન થવું અને નારાજ થવું પણ માને છે. ભલા જે અન્ન, જળ, પુષ્પ, શ્રીફળ, ધૂપ, દીપ વગેરે પૂજાની સામગ્રીથી સંતુષ્ટ થાય છે. અને પૂજાના અભાવમાં રુર હોય છે, આ દેવ વિતરાગી હોતા નથી. આ તો સરાગી દેવ છે.
આ રીતે કેટલાક વિવેક રહિત લોકો ભેરુ, ભવાની, દુર્ગા, મહાકાળી, ચંડી વગેરે દેવી-દેવતાઓની પૂજા કરે છે, તેમને મધ-માંસ ચઢાવે છે, પશુઓની બલિ ચઢાવે છે, રાત્રિ જાગરણ કરે છે અને તેમની માનતાઓ લે છે. એમનાથી ધન, ઐશ્વર્ય-પુત્ર વગેરેની યાચના કરે છે. આ કેટલો ભારી અવિવેક છે ? ભલા આ દેવી-દેવતા જે સ્વયં ભક્તો પાસેથી ભેટ-પૂજનની માગ કરે છે - તેઓ ભક્તોને પુત્ર, ધન, ઐશ્વર્ય કેવી રીતે દઈ શકે છે ? જે દેવ-દેવી હિંસક છે, જે બકરા અને કૂકડાની બલિ માંગે છે, તે વિવેકવાનોને માટે પૂજનીય કેવી રીતે થાય છે ? વિવેકવાનોએ વિચારવું જોઈએ કે જે માંસ-ભક્ષણ અથવા મદિરા-પાનના ઇચ્છુક છે, તે દેવ અથવા દેવી કેવી રીતે થઈ શકે છે? આ બધા દેવના નામ પર પાખંડ છે. આવા સરાગી, અજ્ઞાની અને મોહમાયામાં ફસાયેલા દેવોની પૂજા કરવી દેવગત લૌકિક મિથ્યાત્વ છે.
વિશેષ દુઃખની વાત તો એ છે કે કેટલાક અબોધ જૈન નર-નારી પણ લૌકિક કામનાઓના વશીભૂત થઈને દેવી-દેવતાઓનાં સ્થાનો પર જઈને માથા રગડે છે. માનતા લે છે. વિતરાગ પરમાત્માના ઉપાસકોને માટે આવું કરવું કદાપિ ઉચિત કહેવાતું નથી. આ દેવગત મિથ્યાત્વ છે અને તેનાથી દરેક રીતે બચવું જોઈએ. આ દેવગત મિથ્યાત્વ છે. વીતરાગ પરમાત્મા સાચા દેવ છે. તેમની શરણમાં જ પરમ કલ્યાણ થાય છે. ૨. ગુરુગત લૌકિક મિથ્યાત્વઃ ગુરુના લક્ષણ આ પ્રકાર બતાવ્યા છે -
धर्मज्ञो, धर्मकर्ता च, सदा धर्म परायणः ।
सत्वानां धर्मशास्त्रार्थ-देशको गुरुरुच्यते ॥ જે ધર્મના સ્વરૂપને સમજતા હોય, જે સ્વયં ધર્મનું આચરણ કરતા હોય, જે સદા ધર્મ પરાયણ રહેતા હોય, જે બીજાં પ્રાણીઓને ધર્મ-શાસ્ત્રનો ઉપદેશ દેતા હોય, એને ગુરુ કહેવાય છે.
ગુરુનાં ઉક્ત લક્ષણોને ધ્યાનમાં રાખીને ગુરુ બનાવવા જોઈએ. ગુરુનું પદ ખૂબ ગુરુતર છે, દાયિત્વ પૂર્ણ છે. તેના પર બેવડી જવાબદારી છે. સ્વયંના સુધારાની અને બીજાના સુધારની. આ બેવડી જવાબદારીને તે જ સત્પુરુષ નિભાવી શકે છે, જેનામાં ઉપરના શ્લોકના વર્ણિત ગુણ હોય. ઉક્ત લક્ષણોથી રહિત જેવા-તેવા વેશધારીઓ અને પાખંડીઓને ગુરુ માની લેવું ખૂબ જ ખતરનાક છે.
(૫૧૨) 9
0
0 0 0 0 0
0 0 જિણધમો)
Page #530
--------------------------------------------------------------------------
________________
આજકાલની દુનિયામાં ગુરુના નામ પર ખૂબ ઠગાઈ ચાલી રહી છે. અનેક ગુરુ ગુરુના લક્ષણથી રહિત ગુરુ નામધારી જોગી, સંન્યાસી, ફકીર, બાબા, સાંઈ, પાદરી વગેરે સ્વયં ધર્મના રહસ્યથી અનભિજ્ઞ છે, સ્વયં ધર્મના નિયમોનું પાલન કરતા નથી, તો પણ ગુરુ કહેવાય છે. અને કોઈ-કોઈ તો પોતાને ભગવાન (સર્વજ્ઞ) સુધી કહે છે. આવા લોકો માયાચારનું સેવન કરે છે. આવી વ્યક્તિ સ્વયં ડૂબે છે અને બીજાને પણ ડુબાડે છે. તે સ્વયંપથ્થરની હોડીમાં ચઢેલા છે અને ભક્તોને પણ પથ્થરની હોડી પર ચઢાવીને પાર કરાવવા ઇચ્છે છે. અનેક ગુરુ નામધારી લોકો વિવિધ વ્યસનોના શિકાર છે, તેઓ ગાંજો-ચલમ પીએ છે, જૂઠું બોલે છે, ઠગાઈ કરે છે, કોઈ-કોઈ તો મધ-માંસ સુધીનું સેવન કરે છે. અનેક પ્રકારના પાખંડ અને આડંબર ચલાવે છે. આવા ગુરુ કહેવાતા ગુરુને ગુરુ માનવા અથવા તેમને પૂજવા ગુરુગત લૌકિક મિથ્યાત્વ છે. ગુરુ શબ્દની નિયુક્તિ કરતા કહેવાયું છે -
“જુ' શસ્તુ બન્ધાર: 'શબ્દ સ્તુનિરોધ:
अन्धकारं निरोधत्वात् गुरु शब्द इत्युच्यते ॥ ગુ'નો અર્થ છે અંધકાર અને “રુ'નો અર્થ છે રોકવું. અર્થાત્ જે અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરે તે ગુરુપદને યોગ્ય હોય છે.
ગુરુનું કામ અજ્ઞાનના અંધકારને દૂર કરવાનું છે. જે અજ્ઞાનના અંધકારને દૂર કરે છે તે ગુરુ છે. પરંતુ નામધારી ગુરુઓએ જગતને ખૂબ જ વ્યામોહમાં નાંખી દીધા છે. તેઓ પરસ્પર વિરોધી મનઃકલ્પિત સિદ્ધાંતોની રચના કરે છે. જાતજાતના મતમતાંતરો ચલાવે છે. જાતજાતનાં ક્રિયાકાંડ બતાવે છે, જેનાથી દુનિયાના લોકો ચક્કરમાં પડી જાય છે કે શું કરે અને શું ન કરે ? કોને માને અને કોને ન માને ? દાર્શનિક જગતમાં વિખ્યાત ક્રિયાવાદી, અક્રિયાવાદી, વિનયવાદી, અજ્ઞાનવાદી, કાળવાદી, સ્વભાવવાદી, નિયતિવાદી, ઈશ્વરવાદી, કર્મવાદી વગેરે અનેકવિધ સેંકડો મત-મતાંતર પ્રચલિત છે. એકાંતવાદી આ દાર્શનિક ગુરુઓએ પરસ્પર વિરોધી સિદ્ધાંત સ્થાપિત કરી જગતને ભરમાવ્યું છે. આ આગ્રહી ગુરુઓએ એક દષ્ટિને પકડીને સિદ્ધાંત બનાવી દીધા છે, જ્યારે સત્યની વિવિધ બાજુઓ છે. આ નામધારી ગુરુઓએ સત્યને સ્પષ્ટ કર્યું નથી, પરંતુ તેને વાદોમાં ફસાવી દીધું છે, તેથી તેઓ અંધકારને દૂર કરનાર નહિ, પરંતુ અજ્ઞાનના અંધકારને વધારનાર સિદ્ધ થયા છે. આવા કદાગ્રહી, એકાંતવાદી અને ગુરુનાં લક્ષણોથી રહિતને ગુરુ માનવા ગુરુમત લૌકિક મિથ્યાત્વ છે. ગુરુ બનાવતા સમયે ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. ખૂબ સમજી-વિચારીને અને પરીક્ષા કર્યા પછી ગુરુ બનાવવા જોઈએ. સ્ત્રીઓ અને પુરુષો બજારમાં માટીની હાંડલી ખરીદતા સમયે તો ઠોકી-વગાડીને ખરીદે છે, પરંતુ ગુરુ કરતા સમય આટલી પણ સાવધાની રાખવામાં આવતી નથી, આ વિચારવા યોગ્ય છે. કહેવાયું છે -
लोभी गुरु तारे नहीं, तिरे सो तारन हार ।
जो तू तिरनो चाहे तो, निरलोभी गुरु धार ॥ આવું સમજીને લોભી-પાખંડી ગુરુઓના ચક્કરથી બચવું જોઈએ અને નિર્ચન્થ ત્યાગી-વૈરાગી ધર્મગુરુઓને ગુરુના રૂપ માનવા જોઈએ. ( મિથ્યાત્વ છે.
છે પ૧૩)
Page #531
--------------------------------------------------------------------------
________________
(૩) ધર્મગત લૌકિક મિથ્યાત્વ : દુર્ગતિમાં જતા જીવોને જે ધારણ કરે, તે ધર્મ છે. આ વ્યાખ્યા અનુસાર અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહાદિ વ્રત, ક્ષમા, માર્દવ આર્જવ, તપ, ત્યાગ વગેરેનું આચરણ કરવું ધર્મ છે. આ વાસ્તવિક ધર્મની ઉપેક્ષા કરીને લોકરૂઢિમાં પ્રચલિત તીર્થયાત્રા, તીર્થોમાં સ્નાન, હવન, પૂજન, યજ્ઞ-યાગ, ધૂણી ધખાવવી, ધૂપ, દીપ કરવા વગેરે કાર્યોમાં ધર્મ માનવો ધર્મગત લૌકિક મિથ્યાત્વ છે. તીર્થયાત્રા અને તીર્થોમાં સ્નાનથી જ ધર્મ થઈ જતો હોત તો તીર્થવાસીઓ અને જળચર જંતુઓનું સર્વાધિક કલ્યાણ થઈ ગયું હોત. કહેવાયું છે -
चित्तं रागादिभिः क्लिष्टमलिकं वचनैर्मुखं ।
___ जीवहिंसादिभिः कायो, गंगा तस्य परांगमुखी ॥ જેનું ચિત્ત રાગ-દ્વેષ વગેરે દોષોથી દૂષિત છે, જેનું મુખ અસત્ય વચનોથી દૂષિત છે. જેની કાયા જીવ-હિંસા વગેરે પાપોથી દૂષિત છે, તેનાથી ગંગા વિમુખ રહે છે. અર્થાત્ ગંગા તેને તારી શકતી નથી, પવિત્ર કરી શકતી નથી. વધુ પણ કહ્યું છે -
जायन्ते च म्रियन्ते च जलेष्वेव जलौकसः ।
न गच्छन्ति ते स्वर्गमविशुद्धं मनोमलः ॥ ગંગા વગેરે જળાશયોના જળચર જીવ જળમાં જ ઉત્પન્ન થાય છે અને જળમાં જ મરે છે. મનનો મેલ ધોયા વગર તેમને સ્વર્ગ મળતું નથી. ધર્મના સાચા સ્વરૂપને સમજીને ધર્મગત લૌકિક મિથ્યાત્વથી બચવું જોઈએ.
દેવ-દેવીઓની આગળ હિંસા કરવી અને હિંસામાં ધર્મ માનવો ધર્મગત લૌકિક મિથ્યાત્વ છે. હોળી, દિવાળી, દશેરા, રક્ષાબંધન, નાગપાંચમ, શીતળા સાતમ વગેરે તહેવારો પર મિથ્યાદેષ્ટિ દેવ-દેવીઓ અથવા જડ વસ્તુઓની માનતા લેવી, પૂજા કરવી વગેરે પણ લૌકિક ધર્મગત મિથ્યાત્વ છે.
કેટલાય પુદ્ગલાનન્દી આરામપ્રિય લોકો એકાદશી વ્રત વગેરેનું પણ વિકૃત રૂપમાં આચરણ કરે છે. કહેવામાં તો આ વ્રત છે, પરંતુ એ દિવસે અન્ય દિવસોની અપેક્ષાથી વધુ ચીજોનો ઉપભોગ કરવામાં આવે છે. આ વ્રતનો વિકાર છે અને ભોજનની ગુલામી છે. આવા લોકો બહાના બનાવે છે કે શરીરને દુઃખ પહોંચાડવું ન જોઈએ, આ તો નારાયણનું શરીર છે. આ કથન માત્ર આત્મવંચના અને ઠગાઈ છે. વિવેકપૂર્વક તપના નિમિત્ત દેહને દુઃખ આપવું નિર્જરાના કારણે હોય છે. “દ સુદર્ મહાપણન’ આ ઉદ્દેશથી કહેવાયું છે.
આ રીતે લૌકિક મિથ્યા વિચારો અને આચારોનો ત્યાગ કરીને સાચા દેવ, સાચા ગુરુ અને સારા ધર્મનો સ્વીકાર કરવો જોઈએ અને લૌકિક મિથ્યાત્વથી દૂર રહેવું જોઈએ. (૨) લોકોત્તર મિથ્યાત્વ:
મોક્ષના નિમિત્તે કરાનારી પ્રવૃત્તિઓ લોકોત્તર કહેવાય છે. તીર્થકર દેવ મોક્ષમાર્ગના પ્રવર્તક છે. તેથી તેઓ લોકોત્તર દેવ છે. પંચ મહાવ્રતધારી, નિર્ચન્હ, કંચનકામિનીના ત્યાગી, સાધુ-પુરુષ તીર્થકર દ્વારા પ્રરૂપિત ધર્મના ઉપદેશક છે. લોકોત્તર દેવ-ગુરુ-ધર્મથી મોક્ષ સિવાય અન્ય સાંસારિક આકાંક્ષાઓ રાખવી લોકોત્તર મિથ્યાત્વ છે. આના ત્રણ ભેદ છે - ૧. લોકોત્તર દેવગત મિથ્યાત્વ ૨. લોકોત્તર ગુરુગત મિથ્યાત્વ, ૩. લોકોત્તર ધર્મગત મિથ્યાત્વ. (૫૧૪ ક
અને જિણધમો)
Page #532
--------------------------------------------------------------------------
________________
જે લોકોત્તર દેવનાં લક્ષણોથી યુક્ત ન હોય, પરંતુ સ્વયંને તીર્થકર ઘોષિત કરે છે, જે અઢાર દોષોથી ભરેલા છે, તેને તીર્થકર (દેવ) માનવા, તીર્થકર ભગવાનના નામની માનતા માનીને તેનાથી સાંસારિક સુખોની કામના કરવી, સાંસારિક ધન-સંપત્તિ વગેરે માટે તીર્થકરોનું સ્મરણ વગેરે કરવું લોકોત્તર દેવગત મિથ્યાત્વ છે.
જે જૈન સાધુઓમાં સાધુતાના લક્ષણ ન હોય, જે પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું યથાવત્ પાલન ન કરતા હોય, મહાવ્રતોના પાલનમાં જે ત્રુટિ કરતા હોય, તેને ધર્મગુરુ માનવા લોકોત્તર ગુરુગત મિથ્યાત્વ છે.
અહિંસામય જૈન ધર્મ ભવ-ભવમાં લોકોત્તર કલ્યાણકારી અને નિરવદ્ય છે. આ ધર્મના આચરણથી નિરાબાધ મોક્ષ-સુખની પ્રાપ્તિ થાય છે, તો પણ સાંસારિક સુખની કામનાઓથી આ ધર્મનું આચરણ કરવું, લોકોત્તર ધર્મ ગત મિથ્યાત્વ છે. જેમ કે પુત્રપ્રાપ્તિ માટે કનકાવલી તપ કરવા, વ્યાપારાદિ લાભ થવાની ભાવનાથી પખીના ઉપવાસ કરવો, મનોકામનાની પૂર્તિના માટે તેલા કરવાં, સંપત્તિ મેળવવા માટે સામાયિક કરવી, વગેરે-વગેરે લોકોત્તર ધર્મ સંબંધી મિથ્યાત્વી છે. ધર્મનું ફળ આધ્યાત્મિક અભ્યદય અને મોક્ષ છે. તેમનાથી સાંસારિક સુખની ઇચ્છા રાખવી હીરો આપીને કાચ લેવાના સમાન છે. તેથી લોકોત્તર ધર્મગત મિથ્યાત્વથી દૂર રહી મોક્ષ માટે જ ધર્મારાધના કરવી જોઈએ. ૩. કુખાવચનિક મિથ્યાત્વ :
અન્ય તીર્થિકોના દેવ, ગુરુ, ધર્મને મોક્ષની પ્રાપ્તિની ભાવનાથી માનવો, પૂજવો, કુઝાવચનિક મિથ્યાત્વ છે. આના ત્રણ ભેદ છે - ૧. દેવગત, ૨. ગુરુગત અને ૩. ધર્મગત. આનો વિસ્તાર લૌકિક મિથ્યાત્વના સમાન જાણવો જોઈએ. અંતર એ છે કે આમાં “મોક્ષાર્થ શબ્દ વિશેષ સમજવો જોઈએ. અર્થાત્ મોક્ષપ્રાપ્તિ માટે હરિહરાદિ દેવોનો દેવરૂપમાં, બાબા-જોગી, સંન્યાસીઓને ગુરુ રૂપમાં અને સંધ્યા-સ્નાન-હોમ વગેરેને ધર્મ રૂપમાં માનવાપૂજવા કુપ્રવચનિક મિથ્યાત્વ છે. જે દેવ અથવા ગુરુ સ્વયં મુક્ત નથી તેઓ બીજાને મુક્ત કેવી રીતે કરે? તેથી કુપ્રવચનિક મિથ્યાત્વથી બચવું જોઈએ.
‘ઠાણાંગ સુત્ર'માં અન્ય વિવક્ષાને લઈને ત્રણ પ્રકારના મિથ્યાત્વ કહ્યા છે - (૧) જૂન (૨) અતિરિક્ત (૩) વિપરીત. જિનવાણીથી ન્યૂન કથન કરવું ન્યૂન પ્રરૂપણા મિથ્યાત્વ છે. જેમ કે એ માનવું કે આત્મા, તલ, સરસવ અથવા અંગુષ્ટ પર્વના બરાબર છે. વસ્તુતઃ આત્મા તો સ્વદેહ-પ્રમાણ છે. આત્માને સ્વદેહ પ્રમાણ ન માનીને તેનાથી ધૂન પ્રમાણ ક્ષેત્ર માનવું ન્યૂન પ્રરૂપણ મિથ્યાત્વ છે. એવી રીતે જિનવાણીથી અધિક પ્રરૂપણ કરવું અતિરિક્ત પ્રરૂપણ મિથ્યાત્વ છે. જેમ કે આત્માને સર્વવ્યાપક માનવો. આ રીતે કેવલી ભગવાનનાં વચનોથી અધિક પ્રરૂપણ કરવું અતિરિક્ત પ્રરૂપણ મિથ્યાત્વ છે.
જિનવાણીથી વિપરીત પ્રરૂપણ કરવું વિપરીત પ્રરૂપણ મિથ્યાત્વ છે. જેમ કે આત્માનું અસ્તિત્વ જ નથી. ઈશ્વર સૃષ્ટિના કર્તા છે વગેરે માન્યતાઓ અને એમનું પ્રરૂપણ વિપરીત મિથ્યાત્વ છે. જૈન સિદ્ધાંતોમાં જિન પ્રણીત શાસ્ત્રોથી વિપરીત પ્રરૂપણ કરનાર સાત નિનવ પ્રસિદ્ધ છે. જેનું આગળ સ્વતંત્ર રૂપથી વર્ણન કરવામાં આવશે. આ વિપરીત મિથ્યાત્વના ઉદાહરણ સમજવા જોઈએ.
ઠાણાંગ સૂત્ર'માં અન્ય વિક્ષાને લઈને બીજી રીતના ત્રણ પ્રકારના મિથ્યાત્વનું કથન કરેલું છે. તે આ પ્રમાણે છે - ( મિથ્યાત્વ 0000 , .0000 ૫૧૫)
Page #533
--------------------------------------------------------------------------
________________
“વિવિદે મિચ્છન્ને પUT તંગદ - ૨. વિકરિયા, ૨. વિUTU, રૂ. મUCTIછે ”
- ઠાણાંગ સ્થાન-૩, ઉદ્દે-૩ મિથ્યાત્વના ત્રણ પ્રકાર કહ્યા છે જેમ કે - (૧) અક્રિયા મિથ્યાત્વ (૨) અવિનય મિથ્યાત્વ (૩) અજ્ઞાન મિથ્યાત્વ.
આમની વ્યાખ્યા કરતા ટીકાકારોએ લખ્યું છે કે – “અહીં મિથ્યાત્વથી વિપરીત શ્રદ્ધાન રૂપ અર્થ અભિપ્રેત નથી, કારણ કે તે ત્યાં લાગુ પડતો નથી. અહીં મિથ્યાત્વનો અર્થ છે - અસમ્યક અશોભન. અર્થાત્ જે ક્રિયા મિથ્યાત્વજનિત છે તે ક્રિયા નથી, અક્રિયા છે. દુષ્ટ ક્રિયા છે, અશુભ ક્રિયા છે. આ રીતે મિથ્યાત્વજનિત હોવાથી અશુભ વિનય અને અશુભ જ્ઞાન પણ સમજવું જોઈએ. અહીં “અશોભનને વિપર્યય અને મિથ્યા જાણવું જોઈએ. (૧) અક્રિયા મિથ્યાત્વ :
આત્માને કર્તા ન માનવો અથવા જ્ઞાન માત્રથી મુક્તિ થઈ જાય છે, ક્રિયાની કોઈ આવશ્યકતા નથી આવું માનતી ક્રિયાનો અપલાપ કરવો અક્રિયા મિથ્યાત્વ છે. જેમ કે સાંખ્યદર્શન આત્માને અકર્તા કહે છે અને તત્ત્વોના જ્ઞાન માત્રથી મુક્તિ થતી માને છે. સાંખ્યદર્શન'માં કહેવાયું છે કે -
નિ: મોવતા, માત્મા ઋપિન રને ” અર્થાત્ “સાંખ્યદર્શનમાં આત્મા અકર્તા, નિર્ગુણી અને ભોક્તા માનવામાં આવેલ છે. ક્રિયાની અવહેલના કરતા અને જ્ઞાનની મહિમા બતાવતા “સાંખ્યદર્શન'માં કહેવાયું છે -
पंचविंशति तत्त्वज्ञो यत्र तत्राश्रमे रतः ।
ગરી, મુusી, શિવ વાગપિ મુખ્યતે નાત્ર સંશય: . જે પ્રકૃતિ-પુરુષ વગેરે પચ્ચીસ તત્ત્વને જાણી લે છે તે જે કોઈ આશ્રમમાં હોય, ગૃહસ્થ હોય અથવા સંન્યાસી - જે જટા રાખે કે મુંડન કરાવતા હોય અથવા ચોટી રાખતા હોય, અવશ્ય જ મુક્ત થઈ જાય છે તેમાં કોઈ સંદેહ નથી.
ઉક્ત રીતિથી સાંખ્યદર્શન ક્રિયાનો અપલાપ કરે છે. તેથી તે મિથ્યા છે. વસ્તુતઃ આત્મા કર્મોના કર્તા છે. જો તેને કર્તા ન મનાય તો તે ભોક્તા કેવી રીતે થઈ શકે ? આત્માના પ્રકરણમાં આ વાત વિસ્તારથી બતાવી છે.
મોક્ષમાર્ગમાં જ્ઞાન અને ક્રિયા બંનેનું મહત્ત્વ છે. વીતરાગ પરમાત્માએ બે પ્રકારની પરિજ્ઞા બતાવી છે - જ્ઞપરિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા. જ્ઞપરિજ્ઞાથી વસ્તુનું સ્વરૂપ જાણી શકાય છે, અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી હેયને છોડી શકાય છે. ઉપાદેયને ગ્રહણ કરી શકાય છે. અને ઉપેક્ષણીયની ઉપેક્ષા કરવામાં આવે છે. આ પ્રકાર જ્ઞાન અને ક્રિયા રૂપી બંને પૈડાંઓથી આત્મારૂપી રથની મોક્ષમાર્ગમાં ગતિ થાય છે. એક પૈડાંથી રથની ગતિ થતી નથી. આત્મા રૂપી પક્ષી જ્ઞાન-ક્રિયા રૂપી બંને પાંખોથી ઊડે છે - એકથી નહિ. જે વાદી ક્રિયાનો અપલાપ કરે છે અથવા જ્ઞાન સહિત ક્રિયાઓનું પાલન કરનારને “ક્રિયા જડ” કહે છે. આ અક્રિયા મિથ્યાત્વ છે.
ટીકાકાર અનુસાર અક્રિયા મિથ્યાત્વનો અર્થ એ છે કે જે ક્રિયા મિથ્યાતત્ત્વજનિત છે અર્થાત્ મિથ્યાત્વપૂર્વક કરવામાં આવે છે, તે ક્રિયા વસ્તુતઃ મોક્ષમાર્ગની દૃષ્ટિથી ઉપયોગી ન હોવાથી અક્રિયા છે, દુખ્રિયા છે અને મોક્ષમાર્ગની વિપરીત હોવાથી મિથ્યા છે. (૫૧૬)
જે જિણધો]
Page #534
--------------------------------------------------------------------------
________________
જૈન સિદ્ધાંતાનુસાર એ ક્રિયા સમ્યક્ ક્રિયા છે, તે જ્ઞાન સમ્યજ્ઞાન છે અને તે વિનય (ચરિત્ર) સમ્યવિનય છે. જે સમ્યક્ત્વપૂર્વક છે. સમ્યક્ત્વ રહિત ક્રિયા અને વિનય અક્રિયા, અજ્ઞાન અને અવિનય છે. આ વાતને વિસ્તારપૂર્વક સમ્યગ્દર્શનના પ્રકરણમાં સમજાવવામાં આવ્યું છે, તેથી ત્યાં પુનરુક્તિ કરવામાં આવતી નથી. (૨) અવિનય મિથ્યાત્વ :
જો વિનય મિથ્યાત્વ જનિત છે અથવા જે ઉપયોગ અને વિવેકથી રહિત છે - તે ખરા અર્થમાં વિનય જ નથી. તે મિથ્યાત્વ અથવા અનાભોગનિત હોવાથી અશોભન વિનય છે. મોક્ષમાર્ગમાં ઉપયોગી ન હોવાથી અવિનય છે. આ પ્રકારના મિથ્યાત્વજનિત વિનય દુ:વિનય હોવાથી મિથ્યાત્વ કહેવામાં આવ્યું છે.
અથવા શ્રી જિનેન્દ્ર દેવનું, સદ્ગુરુ મહારાજનું અને એમની આજ્ઞા રૂપ ધર્મની ઉત્થાપના કરવી, તેમનાં વચનોનું ઉલ્લંઘન કરવું, તેમને જૂઠા કહેવા, ભગવાનને ચૂકા બતાવવા, ગુણીજન, જ્ઞાનવાન, તપસ્વી, સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા વગેરે સજ્જનો અને ઉત્તમ પુરુષોની નિંદા કરવી અવિનય મિથ્યાત્વ છે.
(૩) અજ્ઞાન મિથ્યાત્વ :
મિથ્યાત્વ અને અજ્ઞાન સાથે-સાથે રહે છે. મિથ્યાત્વના સાથે અજ્ઞાનની નિયમા છે અર્થાત્ ત્યાં અજ્ઞાન થાય છે. મિથ્યાત્વ મોહનીયના ઉદયથી જીવને દેવ, ગુરુ, ધર્મસંબંધી બધી વાતો વિપરીત જ પ્રતિભાસિત થાય છે. મિથ્યાર્દષ્ટિનું સમસ્ત જ્ઞાન અજ્ઞાન જ હોય છે. કારણ કે મોક્ષમાર્ગમાં તેની કોઈ ઉપયોગિતા હોતી નથી. મોક્ષમાર્ગથી વિપરીત થવાથી આ મિથ્યાજ્ઞાન છે. કહેવાયું છે
-
सदसदविसेसणाओ भवहेउजहिच्छिओवलं भाओ । णाणफलाभावाओ, मिच्छदिट्ठिस्स अण्णाणं ॥
વિશેષાવશ્યક ભાષ્ય, ગાથા-૩૧૯ અર્થાત્ સત્ અને અસત્નો વિવેક ન થવાથી, સંસારનું કારણ હોવાથી, મનમાની રીતિથી પદાર્થને જાણવાથી અને જ્ઞાનના વાસ્તવિક ફળની પ્રાપ્તિ ન થવાથી મિથ્યાર્દષ્ટિનું જ્ઞાન-અજ્ઞાન રૂપ જ છે.
-
અજ્ઞાનવાદી જ્ઞાનની નિંદા કરતા અજ્ઞાનને શ્રેષ્ઠ અને હિતકર બતાવે છે. તેમનું કહેવું છે કે અજાણતામાં જો ભૂલ થઈ જાય છે તો તેનો દોષ લાગતો નથી. અને જાણીને ભૂલ કરવામાં આવે તો દોષ લાગે છે, તેથી જ્ઞાન દોષનું કારણ છે. અજાણતા કોઈને ઠોકર લાગી જવાથી ખરાબ લાગતું નથી, પરંતુ જાણી જોઈને ઠોકર મારવાથી બીજી વ્યક્તિને ભયંકર અપમાન અનુભવ થાય છે અને ઝઘડો પેદા થાય છે. આ પણ જ્ઞાનનો દોષ છે. જ્ઞાનીઓમાં એકરૂપતા હોતી નથી, બધા અલગ-અલગ વાતો કરે છે, તેથી જ્ઞાનના પ્રપંચમાં ન પડતા અજ્ઞાનનો આશ્રય લેવો જ સારો છે. અજ્ઞાનવાદીઓનો ઉક્ત તર્ક મિથ્યા છે. કારણ જ્ઞાનના અભાવમાં સત્-અસત્ત્નો વિવેક સંભવ નથી. વિવેક અને ઉપયોગથી ક્રિયા કરવાથી અજ્ઞાનવાદી દ્વારા પ્રરૂપિત દોષોની સંભાવના રહેતી નથી. વિવેકરૂપી ચક્ષુના અભાવમાં વ્યક્તિ અંધ થઈ જાય છે. આ મોક્ષમાર્ગમાં ગતિ કેવી રીતે કરી શકે ? તેથી અજ્ઞાનનું સમર્થન કરવું કે એનો આશ્રય લેવો મિથ્યા છે.
મિથ્યાત્વ
૫૧૦
Page #535
--------------------------------------------------------------------------
________________
આશાતના મિથ્યાત્વ: - “આવશ્યક સુત્ર'માં આશાતનાઓને મિથ્યાત્વ કહ્યા છે. અર્થાત્ આશાતનાઓ કરવી દુષ્ક્રિયાઓ છે, તેથી મિથ્થારૂપ છે. અહીં પણ અશોભન ક્રિયા હોવાના લીધે આશાતનાઓને મિથ્થારૂપ સમજવું જોઈએ. ગુણીઓના ગુણોનું અપલાપ કરવું અને એમનામાં ન હોય તેવા દોષોનું આરોપ કરવું અથવા એમનું અપમાન કરવું આશાતના કહેવાય છે. આશાતનાના તેત્રીસ ભેદ કહ્યા છે -
(૧) અરિહંત ભગવાનની આશાતના (૨) સિદ્ધ ભગવાનની આશાતના (૩) આચાર્ય મહારાજની આશાતના (૪) ઉપાધ્યાયની આશાતના (૫) સાધુની આશાતના (૬) સાધ્વીની આશાતના (૭) શ્રાવકની આશાતના (૮) શ્રાવિકાની આશાતના (૯) દેવતાની આશાતના (૧૦) દેવીની આશાતના (૧૧) સ્થવિરની આશાતના (૧૨) ગુણધરની આશાતના (૧૩) આ લોકમાં જ્ઞાનાદિ ઉત્તમ ગુણોને ધારણ કરનારની આશાતના (૧૪) પરલોકમાં ઉત્તમ ગુણોથી સુખ પ્રાપ્ત કરનારાઓની આશાતના (૧૫) પ્રાણ, ભૂત, જીવ, સત્વની આશાતના, જેમ કે હિંસામાં ધર્મ અને રક્ષામાં પાપ બતાવવા (૧૬) યથાકાળ આવશ્યક ક્રિયાનું આચરણ ન કરવું કાળની આશાતના (૧૭) સૂત્રની આશાતના અર્થાત્ શાસ્ત્રનાં વચનોની ઉત્થાપના કરવી, અથવા એમને અન્યથા પરિણામવું. (૧૮) જેનાથી શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ મૃત દેવતાની આશાતના (૧૯) જેનાથી શાસ્ત્રનો અર્થ ધારણ કર્યો હોય એ વાચનાચાર્યની આશાતના. ઉક્ત ૧૯ ગુણોનું આચ્છાદન કરવાથી, તેમના અવર્ણવાદ બોલવાથી અથવા અપમાન કરવાથી આશાતના થાય છે. આગમ જ્ઞાનની આશાતના - જ્ઞાનના ૧૪ અતિચાર :
નિમ્નાંકિત ૧૪ પ્રકારના આગમ જ્ઞાનની આશાતના હોય છે, તેથી તેને પણ આશાતનામાં સમાવેશ કર્યો છે.
(૨૦) = વાદ્ધઃ શાસ્ત્રના પહેલાનાં પદોના પાછળ અને પાછળનાં પદોના પહેલા બોલે તો જ્ઞાનની આશાતના થાય છે.
(૨૧) વળ્યાત્વિયં વચમાં-વચમાં સૂત્રપાઠ છોડીને ભણે અથવા ઉપયોગ શૂન્ય થઈને વાંચે, તો આશાતના થાય છે.
(૨૨) રીgિ૪ : અક્ષરોનું પૂરું ઉદાહરણ ન કરવું, અધૂરું બોલવું. (૨૩) મત્રવરં : અધિક અક્ષર બોલવા. (૨૪) પદીપ : પદનો પૂરી રીતે ઉચ્ચારણ ન કરવો અથવા પદને અપભ્રંશ કરવા. (૨૫) વિનયીdi : વિનય રહિત થઈને વાંચવું, અહંકારમાં છકીને વાંચવું.
(૨૬) ગોપાદીui : મન, વચન અને કાયાને ચંચળ-અસ્થિર રાખતા વાંચવું અથવા ઉચ્ચારણ કરવું.
(૨૭) યોસદીyi : હુસ્વ, દીર્ઘ વગેરેનું ધ્યાન ન રાખતા વાંચવું.
(૨૮) સુ વિudi : અહીં સુધુ શબ્દ શોભનવાચક નથી, અતિરેક વાચક છે, તેથી સુઠુદિણનો અર્થ થશે. અલ્પ શ્રુતના યોગ્ય શિષ્યને અથવા અલ્પબુદ્ધિ શિષ્યને ક્ષમતાથી અધિક અધ્યયન કરાવવું, જ્ઞાનાતિચાર છે અને આશાતનાનું રૂપ પણ છે.
(૨૯) પવિચ્છિયું : અવિનીત ભાવથી જ્ઞાન ગ્રહણ કરવું અથવા અભિમાન વગેરે દુર્ભાવનાની પુષ્ટિ હેતુ જ્ઞાન ગ્રહણ કરવું. (૧૮)
ODO જિણધમો)
Page #536
--------------------------------------------------------------------------
________________
(૩૦) અને મો સામો : કાલિક-ઉત્કાલિક સૂત્રના ભેદ સમજ્યા વગર અકાળમાં શાસ્ત્ર વાંચવું વંચાવવું.
(૩૧) ત્નિ મો સામો : સ્વાધ્યાયનો સમય હોવા છતાં પણ પ્રમાદવશ સ્વાધ્યાય અથવા શાસ્ત્રનું પઠન-પાઠન ન કરવું.
(૩૨) મટ્ટા સાયં : સ્વાધ્યાયની યોગ્ય સ્થિતિ ન હોવાથી અશુચિ વગેરે અવસ્થામાં શાસ્ત્રનું સ્વાધ્યાય કરવું.
(૩૩) સાધુ ન સાયં : અસ્વાધ્યાયનાં ચોત્રીસ કારણો ન હોવા છતાં પણ પ્રમાદના વશ સ્વાધ્યાય ન કરવા.
આ રીતે તેત્રીસ આશાતનાઓ કહી છે, જે અશુભ ક્રિયા રૂપ હોવાથી મિથ્યાત્વ માની ગઈ છે. તેત્રીસ આશાતના :
એક અન્ય વિવેક્ષાથી પણ આચાર્ય-ગુરુ વગેરેની તેત્રીસ આશાતનાઓ બતાવી ગઈ છેઃ (૧) માર્ગમાં રત્નાધિક(દીક્ષામાં મોટા)થી આગળ ચાલવું. (૨) માર્ગમાં રત્નાધિકના બરાબર ચાલવું. (૩) માર્ગમાં રત્નાધિકના પાછળ અડીને ચાલવું. (૪-૬) રત્નાધિકની આગળ, બરાબર તથા પાછળ અડીને ઊભા રહેવું. (૭-૯) રત્નાધિકના આગળ, બરાબર તથા પાછળ અડીને બેસવું.
(૧૦) રત્નાધિક અને શિષ્ય વિચાર ભૂમિ (જંગલમાં) ગયા હોય ત્યાં રત્નાધિકથી પૂર્વ આચમન-શૌચ શુદ્ધિ કરવી.
(૧૧) બહારથી ઉપાશ્રયમાં પાછા ફરતાં રત્નાધિકથી પહેલાં ઈર્યાપથની આલોચના કરવી.
(૧૨) રાત્રિમાં રત્નાધિકની તરફથી “કોણ જાગે છે?' પૂછવા પર જાગતા હોવા છતાં પણ ઉત્તર ન દેવો.
(૧૩) જે વ્યક્તિ જોડે રત્નાધિકે પહેલાં વાતચીત કરવી જોઈએ, તેના જોડે પહેલાં સ્વયં જ વાતચીત કરવી.
(૧૪) આહાર આદિની આલોચના પ્રથમ બીજા સાધુઓની આગળ કર્યા પછી રત્નાધિકને આગળ કરવા.
(૧૫) આહાર વગેરે પ્રથમ બીજા સાધુઓને બતાવી બાદમાં રત્નાધિકને બતાવવું.
(૧૬) આહાર વગેરે માટે પ્રથમ બીજા સાધુઓને નિમંત્રિત કરી પછી રત્નાધિકને નિમંત્રણ આપવું.
(૧૭) રત્નાધિકને પૂછ્યા વગર બીજા સાધુને તેમની ઇચ્છાનુસાર અચુર આહાર આપવો.
(૧૮) રત્નાધિકની સાથે આહાર કરતાં સમયે સુસ્વાદુ આહાર સ્વયં ખાઈ લેવો અથવા સાધારણ આહાર પણ શીઘ્રતાથી વધુ ખાઈ લેવો.
(૧૯) રત્નાધિકના બોલાવવા પર સાંભળ્યું - ન સાંભળ્યું કરી દેવું.
[ મિથ્યાત્વ 5000000000000000 ૫૧૯)
Page #537
--------------------------------------------------------------------------
________________
(૨૦) રત્નાધિક પ્રતિ તેમના સમક્ષ કઠોર અથવા મર્યાદાથી અધિક બોલવું.
(૨૧) રત્નાધિક દ્વારા બોલાવવાથી શિષ્યને ઉત્તરમાં “પત્થUST વંલાનિ' કહેવું જોઈએ. એવું ન કહી “શું કહો છો ?” આ અભદ્ર શબ્દોમાં ઉત્તર આપવો.
(૨૨) રત્નાધિક દ્વારા બોલાવવા પર શિષ્ય તેમની સમીપ આવીને વાત સાંભળવી જોઈએ. આવું ન કરતાં આસન પર બેઠા-બેઠા વાત સાંભળવી અને ઉત્તર આપવો.
(૨૩) ગુરુદેવના પ્રતિ “તું' શબ્દનો પ્રયોગ કરવો.
(૨૪) ગુરુદેવ કોઈ કાર્યની આજ્ઞા આપે તો તેનો સ્વીકાર ન કરતા ઊલટાનું એમને કહેવાનું કે - “તમે જ કરી લો.”
(૨૫) ગુરુદેવની ધર્મકથા કહેવા પર ધ્યાનથી ન સાંભળવી અને અન્યમનસ્ક રહેવું, પ્રવચનની પ્રશંસા ન કરવી.
(૨૬) રત્નાધિક ધર્મકથા કરતા હોય તો વચમાં જ ટોકવા - ‘તમે ભૂલી ગયા,” “આ આમ નહિ આમ છે” વગેરે.
(૨૭) રત્નાધિક ધર્મકથા કરતા હોય ત્યારે કોઈ ઉપાયથી કથા ભંગ કરવી અને સ્વયં કથા કહેવા લાગવી.
(૨૮) રત્નાધિક ધર્મકથા કરતા હોય તે સમય પરિષદનું ભેદન કરવું અને કહેવું - “ક્યાં સુધી કહેશો, ભિક્ષાનો સમય થઈ ગયો છે.”
(૨૯) રત્નાધિક ધર્મકથા કરી ચૂક્યા હોય અને જનતા હમણાં વિખરાઈ ન હોય તો એ સભામાં ગુરુદેવ-કથિત ધર્મકથાના જ અન્ય વ્યાખ્યાન કરવા અને કહેવું કે - “આના ભાવ વધુ હોય છે.”
(૩૦) ગુરુદેવની શય્યા-સંસ્તારકને પગથી અડીને ક્ષમા માંગ્યા વિના જ ચાલ્યા જવું. (૩૧) ગુરુદેવની શય્યા-સંસ્તારક પર ઊભા રહેવું, બેસવું અને સૂવું. (૩૨) ગુરુદેવના આસનથી ઊંચા આસન પર ઊભા થવું, બેસવું અને સૂવું. (૩૩) ગુરુદેવના આસનની બરાબર આસન પર ઊભા રહેવું, બેસવું, સૂવું.
આ આશાતનાઓ હરિભદ્રીય આવશ્યકના પ્રતિક્રમણાધ્યયનના અનુસાર આપી છે. “સમવાયાંગ' અને “દશાશ્રુતસ્કન્ધ સૂત્ર'માં પણ થોડા ક્રમ-ભંગના સિવાય આ જ આશાતનાઓ છે.
આ પ્રકાર ભિન્ન-ભિન્ન વિવક્ષાઓ અને ભિન્ન-ભિન્ન અપેક્ષાઓથી મિથ્યાત્વના પચીસ ભેદ હોય છે. આભિગ્રાહિક વગેરે ૫, અધર્મને ધર્મ સમજવો વગેરે ૧૦, ૧૬ લૌકિક, ૧૭ લોકોત્તર, ૧૮ કુપ્રવચનિક, ૧૯ જૂન, ૨૦ અતિરિક્ત, ૨૧ વિપરીત, ૨૨ અક્રિયા, ૨૩ અવિનય, ૨૪ અજ્ઞાન અને ૨૫ આશાતના મિથ્યાત્વ.
ઉપર્યુક્ત બધા પ્રકારના મિથ્યાત્વોના સ્વરૂપને જાણીને તેનાથી સદા દૂર રહેવું જોઈએ. કારણ તે મિથ્યાત્વ મહાઆમ્રવના દ્વાર છે. જ્યાં સુધી આ બન્યું રહે છે ત્યાં સુધી ધર્મ અને મોક્ષના દ્વાર બંધ રહે છે અને અનંત સંસારના દ્વાર ખુલ્લા રહે છે. તેથી મિથ્યાત્વને હટાવીને સમ્યકત્વની આરાધના હેતુ સદા જાગરુક રહેવું જોઈએ. સમ્યકત્વ પ્રાપ્તિના પછી જ મોક્ષપથ પર ગતિ અને પ્રગતિ થઈ શકે છે.
' (પ્રકરણ નંબર - ૬૩ થી ૧૦૫ ભાગ - ૨ માં જોવું.)
[૫૨૦j00000000000000000; જિણધામો)
Page #538
--------------------------------------------------------------------------
________________ 1 ) O= વિશ્વશાંતિ માટે આચાર્ય શ્રી નાનેશની અમૂલ્ય દેણ સમતા દર્શન) સમતા સિદ્ધાંતદર્શન - માનવની સમસ્ત આંતરિક ગ્રંથિઓનું વિમોચન કરતાં સમ્યક્ લક્ષ્યને ઉજાગર કરે છે. | સમતા જીવનદર્શન - સમસ્ત માનવોના ગુણ-કર્મ અનુસાર વર્ગીકરણ કરતાં સમતા સમાજનાં સર્જનમાં ભાવાત્મક એકતા પ્રતિષ્ઠાપિત કરે છે. | સમતા આત્મદર્શન - અહંતા અને મમતાના ઉભારને પ્રશમિત અને સંશોધિત કરતાં આત્મરૂપને વિકસિત કરે છે. સમતા પરમાત્મદર્શન - આત્માના સર્વાગી સંપરિપૂર્ણ પરમાત્મરૂપ ચરમ વિકાસને ઉભાસિત કરે છે. | સમતા સમાજ-રચના વ્યક્તિ, પરિવાર, સમાજ અને વિશ્વમાં સ્થાયી શાંતિનો સંચાર ત્યારે સંભવ છે જ્યારે માનવ સમતા સિદ્ધાંતને પોતાના જીવનમાં સાકાર રૂપ આપે. બધા આત્માઓનો સમાન રૂપથી અસ્તિત્વ સ્વીકાર કરવાથી વિચારોમાં સમરસતા આવે છે. વિચારોના પૂર્ણ સમતામય બનવાથી ઉચ્ચારવાણીમાં સમતા અવશ્યમેવ આવશે. વાણીની સમરસતાની સાથે સાથે આચરણના દરેક વળાંક પર સમતામયી સ્થિતિ બનવાથી વ્યક્તિ સમતામય બનશે. વ્યક્તિના સમતામય બનવાથી વ્યક્તિઓના સમૂહરૂપ સમાજમાં સમતા વ્યાપ્ત થશે. જે “સમતા સમાજ-રચના” કહેવાશે. આ જ વિશ્વશાંતિનો અમોઘ ઉપક્રમ છે.