________________
સંઘે આ ગ્રંથને અનેક ભાષાઓમાં પ્રકાશિત કરવાનો નિર્ણય લીધો છે. જેથી પાઠકોને જૈન તત્ત્વદર્શનની જાણકારી પ્રાપ્ત થઈ શકે. વિભિન્ન ભાષાઓમાં પ્રકાશિત કરવાના નિર્ણયને ધ્યાનમાં રાખીને સંઘ દ્વારા આચાર્ય શ્રી નાનેશ પુણ્યતિથિ દશાબ્દી વર્ષના ઉપલક્ષ્યમાં આ ગ્રંથને ગુજરાતી ભાષામાં પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે.
‘જિણધમ્મો’નું આ ગુજરાતી સંસ્કરણ સ્વાધ્યાયીઓ, સાધકો, સુધીપાઠકો, સાહિત્યરસિકો અને શ્રદ્ધા, આસ્થાનિષ્ઠ શ્રાવક-શ્રાવિકાઓના હાથમાં પ્રસ્તુત કરતા હર્ષ અને પ્રમોદની અનુભૂતિ સહિત સંઘ ગૌરવાન્વિત છે. જૈન તત્ત્વદર્શન, પંચાચાર, ધાર્મિક સિદ્ધાંતો અને વિસ્તૃત વાંડ્મય પર સારભૂત સર્વજનોપયોગી આ અજોડ અનુપમ ગ્રંથના ગુજરાતી અનુવાદથી જ્ઞાનપિપાસુઓ હેતુ પ્રકાશના દ્વાર અનાવૃત્ત થઈ ગયા છે.
પૂજ્ય ગુરુદેવના અનુપમ ગ્રંથના પ્રકાશના ઉદારહૃદયી, દાનવીર શ્રી ઝૂમરમલજી સાયરચન્દજી છલ્લાણી પરિવાર, નવી દિલ્હી અને ઉદાર મનના ધર્મનિષ્ઠ શ્રી પીતલિયા પરિવાર, હૈદરાબાદનો અર્થ-સહયોગ ન માત્ર ઉલ્લેખનીય છે, પરંતુ પ્રેરણીય અને અભિનંદનીય પણ છે. હું સંઘના તરફથી આ બંને પરિવારોનો હૃદયથી આભાર પ્રકટ કરું છું. જેમણે આ ગ્રંથના પ્રકાશન-હેતુ અર્થપ્રદાતાના રૂપમાં પોતાની સ્વીકૃતિ પ્રદાન કરી આને જનસુલભ બનાવ્યો છે.
અંતમાં હું મારા પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ સમસ્ત સહયોગીઓ પ્રતિ આભાર પ્રકટ કરું છું, જેમણે આ ગ્રંથના પ્રકાશનમાં પોતાનું મહત્ત્વપૂર્ણ યોગદાન પ્રદાન કર્યું છે. હું આશા કરું છું કે જિણધમ્મો'નું આ ગુજરાતી સંસ્કરણ જન-જનમાં જ્ઞાનનો નવો પ્રકાશ પ્રજ્વલિત કરશે.
રાજમલ ચૌરડિયા - જયપુર સંયોજક - સાહિત્ય પ્રકાશક સમિતિ
શ્રી અ. ભા. સાધુમાર્ગી જૈન સંઘ, બીકાનેર
४