SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ કે એ માન્યતાનો ક્યારે ત્યાગ કરવામાં આવ્યો. પરંતુ વર્તમાનમાં એ માન્ય કરી લીધું છે કે ઇથર ભૌતિક દ્રવ્ય નથી. અભૌતિક દ્રવ્ય થવાના કારણે એની પ્રકૃતિ તથા એના ગુણ બિલકુલ ભિન્ન હશે. પિંડત્વ અને ઘનત્વના ગુણ આપણને જે ભૌતિક પદાર્થોમાં મળે છે, એમનો ઇથરમાં અભાવ હશે, પરંતુ પોતાના જ નવા અને નિશ્ચયાત્મક ગુણ હશે. ઇથરના અભૌતિક સમુદ્રમાં (Non-Material ocean of enter). ધર્મ-દ્રવ્ય અને ઇથરની તુલના કરતાં પ્રો. જી.આર. જૈન - એમ. એસસી. એ પોતાના પુસ્તક “નૂતન અને પ્રાન્તન સૃષ્ટિ વિજ્ઞાન'માં પાના નં. ૩૧ ઉપર લખ્યું છે - “એ પ્રમાણિત થઈ ચૂક્યું છે કે જૈન-દાર્શનિક અને આધુનિક વૈજ્ઞાનિક અહીં સુધી પૂર્ણતઃ એકમત છે કે ધર્મ-દ્રવ્ય કે વિજ્ઞાન દ્વારા માન્ય ઇથર અભૌતિક, અપારમાવિક, અવિભાજ્ય, અખંડ, અરૂપ, આકાશના સમાન વ્યાખ ગતિનો અનિવાર્ય માધ્યમ અને પોતાનામાં સ્થિર છે.” Thus it is proved that science and Jain physics agree absolutely so for as they call Dharm (Ether) non-Material, nonatomic, non-discreet, continuous, co-extensive with space, indivisible and as a necessary Medium for motion and one which does not itself move. આ રીતે વિચાર કરવાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે - “જીવ અને પુદ્ગલ (Matter), જે ગતિશીલ છે, એમની ગતિમાં સહાયક દ્રવ્ય અવશ્ય છે. જે રીતે બધાં દ્રવ્યોને સ્થાન કે અવકાશ દેનાર આકાશ-દ્રવ્ય છે, એ જ રીતે ગતિનું માધ્યમ પણ એક દ્રવ્ય છે. એને જૈન આગમોમાં ધર્મ-દ્રવ્ય કહ્યું છે અને વૈજ્ઞાનિક એને ઇથર (Ether) કહે છે. ઇથર કે ધર્મદ્રવ્યના અભાવમાં કોઈપણ પદાર્થ - ભલે તે જડ હોય કે ચેતન, ગતિ નથી કરી શકતો. - અમર ભારતી, જુલાઈ - ૧૯૭૯ અધમસ્તિકાય : જીવ અને પુગલોની સ્થિતિમાં સહાયક થનારું તત્ત્વ અધમસ્તિકાય કહેવામાં આવે છે. જેમ કે વૃક્ષની છાયા પથિક માટે રોકવાના નિમિત્તમાં કારણ હોય છે, એ જ રીતે અધર્માસ્તિકાય જીવ પુગલોની સ્થિતિમાં સહાયક થાય છે. અધર્માસ્તિકાય સ્થિતિમાં પ્રેરક નથી, અપિતુ ઉપકારક-સહાયક માત્ર છે. સ્થિતિનું નિયામક તત્ત્વ હોવાથી એનું અસ્તિત્વ સિદ્ધ થાય છે, જે પણ સ્થિતિરૂપ ભાવ છે તે બધા અધર્માસ્તિકાયના હોવાથી જ હોય છે. અધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ છે. આ સંપૂર્ણ લોકાકાશ વ્યાપી છે. ધર્માસ્તિકાયની જેમ આ એકે અખંડ અવિભાજ્ય ભાગ છે. એના પણ ત્રણ ભેદ છે - સ્કધ, દેશ અને પ્રદેશ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ અને ગુણની અપેક્ષા એના પાંચ ભેદ છે. અધર્માસ્તિકાય દ્રવ્યથી એક છે, ક્ષેત્રથી સંપૂર્ણ લોકવ્યાપી છે, કાળથી અનાદિ-અનંત છે. ભાવથી રૂપ, રસ, ગંધ, સ્પર્શથી રહિત છે અને ગુણથી જીવ અને પુદ્ગલોની સ્થિતિમાં સહાયક છે. કહ્યું છે - મદષ્પો ડિફેન+gો '' - ઉત્તરાધ્યયન સૂત્ર [ અજીવ તત્ત્વ - જડ દ્રવ્ય એક મ ૪૨૫)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy