SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ સદીમાં આ વિશે વૈજ્ઞાનિક ક્ષેત્રમાં જે અન્વેષણ થયાં, એણે વૈજ્ઞાનિકોની પુરાતન પરિભાષાઓને એકદમ બદલી દીધી. વીસમી સદીના મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદ(Theory of Relativity)ના અનુસાર ઇથર (Ether) અભૌતિક (Non-Material, non atomic) છે, લોકમાં પ્રાપ્ત છે, નહિ જોઈ શકનાર એક અખંડ દ્રવ્ય છે, જે અન્ય ભૌતિક દ્રવ્યો(Material Substance)થી ભિન્ન છે. એડવિન એડસરે (Edwin Eder) પોતાના પુસ્તક ‘લાઇટ(Light)'માં લખ્યું છે - “ઇથર કયા પ્રકારનું છે ?” એના સંબંધમાં તરત મુશ્કેલીઓ થવા લાગી. કારણ કે એ સિદ્ધ થઈ ચૂક્યું હતું - (૧) ઇથર બધા ગૅસોથી પાતળો છે. (Thinner than the thinest gas) (૨) પોલાદ(સ્ટીલ)થી પણ વધુ સઘન છે. (More rigid than steel) (૩) સર્વત્ર નિતાંત એક સમાન છે. (Absolutely the same everywhere.) (૪) ભારશૂન્ય છે. (Absolutely weightless) (૫) કોઈ પડોશી એલોક્ટ્રોનની પાસે કાચથી પણ વધુ ભારે છે. (In the neighbourhood of any electron, immensely heavie than lead) ‘Relativity and common sense'પુસ્તકમાં એફ.એમ. ડેન્ટોને લખ્યું છે - “ન્યૂટન દ્વારા માન્ય ઇથર સઘન છે, ત્યારે પણ પદાર્થ એમાં વગર-સંઘર્ષે સ્વતંત્ર ગતિથી ફરે છે. આ લોચદાર છે, છતાંય એમના અન્ય વિભિન્ન આકાર નથી હોઈ શકતા. તે ફરે છે, પણ એની ગતિશીલતા પરિલક્ષિત નથી હોતી. જડ પદાર્થો ઉપર એનો પ્રભાવ પડે છે, પણ આ પદાર્થોથી પ્રભાવિત નથી થતું.” એનો પિંડ નથી અને ના એના અલગ-અલગ અંશોને આપણે ઓળખી શકીએ છીએ. આ સ્થિર તારાઓની અપેક્ષા નિષ્ક્રિય છે, જ્યારે એકબીજાની અપેક્ષાથી તારા ગતિશીલ માનવામાં આવ્યા છે. ઇથરની ગતિને લઈને અનેક પ્રયોગો (Experiments) થયા, પણ આ બધાનો અંતિમ નિષ્કર્ષ એ નીકળ્યો છે કે ઇથર ગતિશૂન્ય છે. તે નિતાંત નિષ્ક્રિય છે. ડી.સી. મિલરે ‘Nature પત્રિકા'માં ૩ ફેબ્રુઆરી, ૧૯૩૪ના અંકમાં લખ્યું છે - “પૃથ્વીની ગતિ એક નિષ્ક્રિય ઇથરમાંથી છે, એવું માન્ય કરવા છતાંય અન્વેષણ દ્વારા પ્રાપ્ત ફલાનુવર્તી પરિમાણ અને દિશા-સંબંધી પરિવર્તન સંભવ છે.” મિ. એ. એસ. એડિંગટને એક સ્થાન પર લખ્યું છે - “Now-a-days it is agreed that ether is not a kind of matter. -' વર્તમાન યુગમાં આપણે આ વાતથી સંમત છીએ કે ઇથર ભૌતિક દ્રવ્ય નથી. પોતાના પુસ્તક “The Nature of the physicial world' પૃ. ૩૧ પર ઇથરના વિશે લખ્યું છે - “આનો એ અભિપ્રાય નથી કે ઇથરની માન્યતાને આપણે છોડી દીધી છે, અથવા વિશ્વમાં આ ઇથર નથી. આપણે ઇથરની આવશ્યકતા છે.’’ ગત શતાબ્દીમાં પ્રાયઃ એ માન્ય હતું કે ઇથર એક દ્રવ્ય (Substance) છે, ભૌતિક પદાર્થની એક જાતિ છે, સઘન છે, સાધારણ દ્રવ્યની જેમ ગતિશીલ છે. એ ઇતિહાસમાં બતાવવું મુશ્કેલ થશે ૪૨૪ જિણધમ્મો
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy