SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ અખંડ સંપૂર્ણ વસ્તુને “સ્કધ” કહે છે. સ્કન્ધ રૂપ ધર્માસ્તિકાય સંપૂર્ણ લોકાકાશમાં એક અખંડ ભાગના રૂપમાં વ્યાપ્ત છે. ઔધના ભાગને દેશ કહે છે અને બધાથી નાના નિરંશ અંશને પ્રદેશ કહે છે. ધર્માસ્તિકાયના દેશ-પ્રદેશ માત્ર બુદ્ધિ કલ્પિત છે. વસ્તુસ્થિતિથી ધર્માસ્તિકાય એક અખંડ દ્રવ્ય છે. બુદ્ધિકલ્પિત ભેદની અપેક્ષાથી દેશ-પ્રદેશનો વ્યવહાર થાય છે. - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ગુણની અપેક્ષાથી વિચાર કરવાથી ધર્માસ્તિકાયના પાંચ ભેદ થઈ જાય છે. ધર્માસ્તિકાય દ્રવ્યથી એક અખંડ ભાગ છે. ક્ષેત્રથી તે સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત છે. કાળથી તે અનાદિ-અનંત છે. ભાવથી તે રૂપ-રસ-ગંધ-સ્પર્શથી રહિત છે. ગુણથી તે જીવો અને પુગલોને ગતિ કરવામાં સહાયક છે. ધર્માસ્તિકાય વગેરેની સંસિદ્ધિ માટે આજનું વિજ્ઞાન જૈનદર્શનની નજીક આવી ગયું છે. ધર્મ-દ્રવ્ય અને ઇથર (Ether) જૈનદર્શન’ સિવાય અન્ય કોઈ ભારતીય દર્શનમાં ગતિશીલ તથા સ્થિત થનારા પદાર્થોની ગતિ તથા સ્થિતિમાં સહાયક ધર્મ અને અધર્મ-દ્રવ્યનો સ્વીકાર નથી કરવામાં આવ્યો. ભારતીય-દાર્શનિક જીવ અને પદાર્થોની ગતિ તથા સ્થિતિમાં આકાશને જ નિમિત્ત કારણ કે સહાયક માને છે. આકાશના અસ્તિત્વ થવાના કારણે જ એમાં જીવ અને પદાર્થ ગતિ પણ કરે છે અને રોકાતા પણ નથી. એ માન્યતા યુક્તિસંગત છે કે નથી, આ સમીક્ષા કર્યા પહેલાં આ વિચાર કરી લેવો ઉપયુક્ત રહેશે કે આજનું વિજ્ઞાન આ સંબંધમાં શું માને છે? વૈજ્ઞાનિકોએ જ્યારે ભૌતિક પદાર્થોને ઊંડાણપૂર્વક અન્વેષણ કર્યું, ત્યારે તે વિચારવા લાગ્યા કે - “સૂર્ય, ચંદ્ર, ગ્રહો તથા તારાઓના વચ્ચે જે ખૂબ લાંબુ-પહોળું શૂન્ય ક્ષેત્ર ખાલી પડેલું છે, એમાંથી થઈને પ્રકાશ-કિરણો (Ray of Lightએક સ્થાનથી બીજા સ્થાનના અંતરને કયા માધ્યમ(Medium)થી પૂરું કરે છે. કારણ કે પ્રકાશ (Light) ભારવાર પદાર્થ છે, માટે આ કથમપિ સંભવ નથી થઈ શકતું કે વગર કોઈ માધ્યમથી તે સ્વતઃ જ એક સ્થાનથી બીજા સ્થાન સુધી પહોંચી જાય. આ સમસ્યા ઉત્પન્ન થવાથી માધ્યમને શોધી કાઢવાનો પ્રયત્ન શરૂ થયો અને આ અન્વેષણ(Research)ના પરિણામસ્વરૂપ વૈજ્ઞાનિકો એ પ્રકાશ(Light)ની ગતિમાં ઇથર(Ether)ને માધ્યમ સ્વીકાર કર્યો. જે રીતે-જૈન દર્શનમાં ધર્મ-દ્રવ્યને ગતિમાં સહાયક માન્યું, તેમ જ વિજ્ઞાન (Science) ઇથર(Ether)ને Medium of Motion for Light (પ્રકાશની ગતિમાં માધ્યમ) સ્વીકાર કર્યો છે. ગતિમાં સહાયક હોવા છતાંય જૈનદર્શન દ્વારા માન્ય ધર્મ-દ્રવ્ય અને વિજ્ઞાન દ્વારા સ્વીકૃત ઇથરનું સ્વરૂપમાં થોડી ભિન્નતા પણ છે. સૌ પ્રથમ ઇથરને વૈજ્ઞાનિક અભૌતિક નહિ, ભૌતિક પદાર્થ માનતા હતા. એમાં વિશેષ પ્રકાર અને પરિણામમાં લચક તથા ઘનતા પણ છે, એ લચક તથા ઘનતાનું પરિણામ પણ બતાવવામાં આવતું હતું, પરંતુ તે સંદેહથી વિશેષ નહોતું. આ સમય સુધી ઇથર જૈનદર્શન દ્વારા માન્ય ધર્મ-દ્રવ્યની સાથે ગતિમાં માધ્યમના રૂપમાં જ સમાનતા રાખતા હતા. પરંતુ એના સ્વરૂપ તથા અન્ય દષ્ટિઓની અપેક્ષાથી બંને ભૌતિક અને અભૌતિક વગેરે ભેદોને લઈને એકબીજાથી અલગ વિચાર રાખતા હતા. પરંતુ વીસમી [ અજીવ તત્ત્વ - જડ દ્રવ્ય) OOOOOOOOOX૪૨૩]
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy