SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ અત્યંત દઢ થઈને ઊભા પુરુષોની પંક્તિ અભેદ્ય હોય છે અને શિથિલ રૂપમાં ઊભા પુરુષોની પંક્તિ ભેદ્ય હોય છે. અથવા જેમ સઘન વાવેલા બીજના છોડ પશુઓ માટે દુષ્પવેશ્ય હોય છે અને દૂર દૂર વાવેલા બીજના છોડ સુપ્રવેશ્ય હોય છે. તેવી રીતે તીવ્ર પરિણામથી ગાઢ રૂપમાં બદ્ધ આયુ શસ્ત્ર-વિષ વગેરેનો પ્રયોગ થવા છતાં પોતાના નિયતકાળ મર્યાદા સમાપ્ત થવાના પહેલાં પૂર્ણ થતી નથી અને મંદ પરિણામથી શિથિલ રૂપમાં બદ્ધ આયુ ઉક્ત પ્રયોગ થતાં જ પોતાના નિયતકાળ મર્યાદા સમાપ્ત થતાં પહેલાં જ અંતર્મુહૂર્ત માત્રમાં ભોગવી લેવાય છે. આયુના આ શીધ્ર ભોગને જ અપવર્તન અથવા અકાળ-મૃત્યુ કહે છે અને નિયમ-સ્થિતિના ભોગને અનપવર્તન અથવા કાળ-મૃત્યુ કહે છે. અપવર્તનીય આયુ સોપક્રમ-ઉપક્રમ સહિત અને નિરુપક્રમ-ઉપક્રમ રહિત બંને પ્રકારની હોય છે. તીવ્ર શસ્ત્ર, તીવ્ર વિષ, તીવ્ર અગ્નિ વગેરે જે નિમિત્તોથી અકાળ-મૃત્યુ થાય છે, તેને પ્રાપ્ત થવું ઉપક્રમ છે. અનપવર્તનીય આયુ પણ સોપક્રમ અને નિરુપક્રમ બંને પ્રકારની હોય છે. અર્થાતુ એ આયુને અકાળ-મૃત્યુ લાવનાર નિમિત્તોનું સન્નિધાન થાય છે અને ન પણ થાય. ઉક્ત નિમિત્તોનું સન્નિધાન થવા છતાં પણ અનપવર્તનીય આયુ નિયત કાળ મર્યાદાથી પહેલાં પૂર્ણ થતી નથી. સારાંશ એ છે કે અપવર્તનીય આયુવાળાં પ્રાણીઓને શસ્ત્રાદિ કોઈ ન કોઈ નિમિત્ત મળે તો તે અકાળમાં પણ મરી જાય છે, અને અનપવર્તનીય આયુવાળાને કેવા પણ પ્રબળ નિમિત્ત મળે, તે અકાળમાં મરતા નથી. - ઉપપાત જન્મવાળા દેવ અને નારક તથા અસંખ્યાત વર્ષની આયુવાળા મનુષ્ય-તિર્યંચ અનપવર્તનીય આયુવાળા હોય છે. ચરમશરીરી, જે એ જ ભવમાં મોક્ષ જનારા હોય છે, અને ઉત્તમ પુરુષ તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ વગેરે સોપક્રમ અને નિરુપક્રમ અનાવર્તનીય આયુવાળા હોય છે. આના અતિરિક્ત શેષ બધા મનુષ્ય-તિર્યંચ અપવર્તનીય આયુવાળા પણ હોય છે. પ્રશ્ન થઈ શકે છે કે નિયતકાળ મર્યાદાના પહેલાં આયુનો ભોગ થઈ જવાથી કૃત નાશ, અકૃતાગમ અને કર્મ નિષ્ફળતાના દોષ કેમ પ્રાપ્ત થતા નથી ? સમાધાન એ છે કે શીઘ ભોગ થવામાં ઉક્ત દોષોનો પ્રસંગ આવતો નથી. કારણ કે આયુકર્મ જે ચિરકાળ સુધી ભોગવી શકાય છે, તે એક સાથે ભોગવી શકાય છે. તેનો કોઈપણ ભાગ વિપાકનુભવથી છૂટતો નથી. તેથી ન તો કૃતકર્મનો નાશ છે અને ન બદ્ધકર્મની નિષ્ફળતા જ છે. મૃત્યુ કર્માનુસાર જ આવે છે, તેથી અકૃતકર્મનું આગમ પણ નથી. જેમ ઘાસથી સઘન રાશિમાં એક બાજુથી નાનો અગ્નિ કણ છોડી દેવામાં આવે તો તે અગ્નિકણ એક-એક તણખલાને ક્રમશઃ બાળતા એ આખી રાશિને થોડીવારમાં ભસ્મ કરી નાખે છે. તે જ અગ્નિકણ ઘાસની શિથિલ રાશિમાં ચારે બાજુથી છોડવામાં આવે તો એક સાથે તેને બાળી નાખે છે. - ઉક્ત વાતને વિશેષ સ્પષ્ટ કરવા માટે શાસ્ત્રમાં અનેક દષ્ટાંત આપ્યાં છે. પહેલા ગણિતક્રિયાનું અને બીજું વસ્ત્ર સૂકવવાનું. જેમ કોઈ વિશિષ્ટ સંખ્યાનો લઘુતમ છેદ મેળવવાનો (૩૩૨) છે જે છે છે જિણધમો)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy