SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ જેને તત્ત્વચિંતકોએ જીવન-મરણના રહસ્યને ખૂબ જ સૂક્ષ્મતાની સાથે જોયું છે, જાણ્યું છે અને પારખ્યું છે. જન્મ-મરણની પરંપરા તોડવાના ઉદ્દેશથી જ જીવનને જીવવાનું અને મરણને અનુકૂળતાપૂર્વક શાંતભાવથી સમાધિપૂર્વક અપનાવવાનો ઉપદેશ અને નિર્દેશ સ્થાનસ્થાન પર દીધેલા છે. આત્મા જીવનના મોહમાં મુગ્ધ ન બને અને મરણથી ભયભીત ન બને એ જ જૈન સાધનાનો સાર છે. આ ઉદ્દેશથી સ્થાન-સ્થાન પર આ પ્રતિપાદિત કર્યું છે કે દેહધારીઓનું જીવન અનિશ્ચિત છે. મૃત્યુ તેને ચારે બાજુથી ઘેરી રહે છે, ન જાણે કયા ક્ષણે જીવનનો દીપક બુઝાઈ જાય, તેથી અપ્રમત્ત ભાવથી ધર્મ-સાધનામાં લાગ્યા રહેવું જોઈએ. આ ઉપદેશના સંદર્ભમાં જૈન સિદ્ધાંતમાં પ્રાણીઓના આયુષ્યનો વિચાર કર્યો છે. પ્રત્યેક દેહધારીની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિનું ઘણું જ વિગતવાર વિવેચન કર્યું છે. જે કારણોથી આયુનું બંધ થાય છે, જે અધ્યવસાયોથી જીવનની સ્થિતિ-કાળ મર્યાદા નિયંત્રિત થાય છે, તેનો ઉલ્લેખ પણ યથાસ્થાન કર્યો છે. જે જીવે જે ભાવના માટે જેટલી આયુનો બંધ કર્યો છે, તેનો ઉપભોગ તે પ્રતિક્ષણ કરે છે. જીવનમાં પ્રતિક્ષણ પ્રાણી મૃત્યુની તરફ અગ્રસર થઈ રહ્યો છે. પ્રાણીના જીવનનો આયુ કોષ પ્રતિક્ષણ ઘટતો જાય છે. જેમ અંજલિમાં રહેલું જળ ઘટતું જાય છે, જેમ પ્રાણીનું આયુ પ્રતિક્ષણ ઘટતું જાય છે. સીધી ભાષામાં કહેવાય કે પ્રાણી પ્રતિક્ષણ મરી રહ્યો છે, કારણ કે આયુનો ક્ષય થવો જ મરણ છે. આ પ્રકારના પ્રતિક્ષણ મરણને જૈન ભાષામાં આવી ચિમરણ કહે છે. વ્યવહાર દૃષ્ટિથી જીવે એ ભવના માટે જેટલી આયુનો બંધ કર્યો છે, તેને ભોગવતા-ભોગવતા જ્યારે આયુના અંતિમ દલિકનો અનુભવ કરી લે છે, ત્યારે તેનું મરણ માનવામાં આવે છે. અપવર્તનીય અનપવર્તનીય આયુ અહીં આ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જીવે જેટલી આયુનો બંધ કર્યો છે, તેનો ઉપભોગ તે તેટલા જ કાળમાં કરે છે અથવા તેમાં પરિવર્તન પણ થઈ શકે છે. શું મૃત્યુ સમય પર જ આવે છે. અથવા અકાળ મૃત્યુ પણ થઈ શકે છે. આ પ્રશ્ન પર વિચાર કરતા તત્ત્વજ્ઞાનીઓએ બે પ્રકારના આયુનું નિરૂપણ કર્યું છે – અપવર્તનીય આયુ અને અનપવર્તનીય આયુ. જે આયુ ઉપક્રમ લાગવા પર બંધકાલીન સ્થિતિના પૂર્ણ થવાના પહેલાં પણ શીઘ ભોગવી શકાય તે અપવર્તનીય આયુ છે. જે આયુ બંધકાલીન સ્થિતિના પૂર્ણ થવાના પહેલા પૂર્ણરૂપેણ ન ભોગી શકાય, તે અનપવર્તનીય છે. અર્થાત્ જે આયુનો ભોગકાળ બંધકાલીન સ્થિતિ મર્યાદાથી ઓછો થઈ શકે છે, તે અપવર્તનીય અને જેનો ભોગકાળ ઉક્ત મર્યાદાના સમાન જ હોય તે અનપવર્તનીય છે. અપવર્તનીય અને અનપવર્તનીય આયુનો બંધ પરિણામોની તરતમતા પર અવલંબિત છે. ભાવિ જન્મની આયુનો બંધ વર્તમાન જન્મમાં હોય છે. તે સમયે જો પરિણામ મંદ હોય તો આયુનો બંધ શિથિલ હોય છે, અને જો પરિણામ તીવ્ર હોય તો આયુનો બંધ ગાઢ હોય છે. જેનાથી નિમિત્ત મળવા પર પણ બંધકાલીન કાળ મર્યાદા ઘટતી નથી અને ન આયુ એક સાથે ભોગવી શકાય છે. [ શરીર અને તેના ભેદ 2000000 (૩૩૧)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy