________________
શુભાશુભ મળેલા યોગના અભાવમાં શુભાશુભ મળેલું કોઈ કર્મ નથી હોતું. તેથી પુણ્ય અને પાપને પૃથક પૃથક તત્ત્વ જ માનવું જોઈએ. કહ્યું છે -
कम्मं जोगनिमित्तं सुभोऽसुभो, वा सएग समयम्मि । होज्ज न उ उभय रूवो, कम्मं पि तओ तयणुरूचं ॥
- - વિશેષાવશ્યક ભાષ્ય, ગાથા-૧૯૩૫ શંકા કરી શકાય છે કે - “મન-વચન-કાયાના શુભાશુભ યોગ એક સમયમાં હોઈ શકે છે.” જેમ કે અવિધિપૂર્વક દાન વગેરે આપવાનું ચિંતને કરવાથી શુભાશુભ મનો યોગ થાય છે, અવધિપૂર્વક દાન વગેરે ધર્મનો ઉપદેશ દેવાથી શુભાશુભ વચન યોગ થાય છે, એ અવિધિપૂર્વક વંદના વગેરે કાય ચેષ્ટા કરવાથી શુભાશુભ કાર્ય યોગ થાય છે. ઉક્ત શંકાનું સમાધાન એ છે કે યોગ બે પ્રકારના કહેવામાં આવ્યા છે - દ્રવ્ય યોગ અને ભાવ યોગ. મન, વચન અને કાર્ય યોગના પ્રવર્તક દ્રવ્ય અને મન-વચન-કાયાના પરિસ્પંદાત્મક વ્યાપાર, દ્રવ્ય યોગ કહેવાય છે. શુભાશુભ દ્રવ્ય યોગનો હેતુ-ભૂત જે અધ્યવસાય છે, તે ભાવ યોગ છે. વ્યવહાર નયની વિવક્ષાથી દ્રવ્ય યોગમાં ઉપર્યુક્ત રીતિથી મન-વચન-કાય યોગની શુભાશુભતા માનવામાં આવે છે, પરંતુ અધ્યવસાય રૂ૫ ભાવ યોગમાં નિશ્ચય નય અનુસાર તો મિશ્રરૂપતા સંભવ નથી. નિશ્ચય દૃષ્ટિથી અધ્યવસાય એક સમયમાં કાં તો શુભ જ હોઈ શકે કા તો અશુભ જ હોઈ શકે છે. એક સમયમાં મિશ્ર અધ્યવસાય નથી હોઈ શકતો. અધ્યવસાય સ્થાનોમાં બે જ રાશિઓ કહેવામાં આવી છે - શુભ અધ્યવસાય રાશિ અને અશુભ અધ્યવસાય રાશિ. ત્રીજી શુભાશુભ અધ્યવસાય રાશિ નથી કહેવામાં આવી. તેથી ભાવ યોગમાં શુભાશુભની મિશ્રતા નથી હોતી. તેથી મિશ્રરૂપ કર્મ બંધ નથી હોતો. શુભકર્મ બંધ કે અશુભકર્મ બંધ અલગ-અલગ હોય છે. માટે પુણ્ય અને પાપ તત્ત્વ એકમેક રૂપ નહિ, બંને સ્વતંત્ર રૂપથી સુખ-દુઃખનાં કારણ હોય છે.
આ રીતે એક સમયમાં ધ્યાન અને વેશ્યા પણ શુભ કે અશુભ એક જ હોય છે. શુભાશુભ મિશ્રરૂપ ધ્યાન કે વેશ્યા નથી હોતા. એક સમયમાં કાં તો આર્ત-રૌદ્ર રૂપ અશુભ ધ્યાન થાય છે કે ધર્મ શુક્લ રૂપ શુભ ધ્યાન થાય છે. એક સમયમાં શુભાશુભ ધ્યાન નથી હોતું. આ રીતે એક સમયમાં કાં તો શુભ લેશ્યા થાય છે કે અશુભ લેશ્યા થાય છે. શુભાશુભ લેશ્યા એક સમયમાં નથી થતી. ભાવે યોગના નિમિત્તથી બંધાતું કર્મ પણ એક સમયમાં કાં તો શુભ જ હશે કે અશુભ જ હશે, મિશ્ર રૂપ નથી હોઈ શકતું. તેથી પુણ્ય અને પાપને અલગઅલગ માનવા જોઈએ, સંકર ભળેલા નહિ.
હા, એ થઈ શકે છે કે પૂર્વ ગૃહીત કર્મ પરિણામવશ મિશ્રરૂપતા કે ઇતર રૂપતાને પ્રાપ્ત કરી લે. જેમ કે પૂર્વબદ્ધ મિથ્યાત્વના દલિક પરિણામોની શુદ્ધિથી ત્રણ પુંજ કરતા સમયે મિશ્રભાવને સમ્યક-મિથ્યાત્વ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે અથવા પૂર્વબદ્ધ મિથ્યાત્વ પરિણામોની વિશુદ્ધિથી સમ્યકત્વમાં બદલાઈ જાય છે. કે સમ્યકત્વ પરિણામોની અવિશુદ્ધિથી મિથ્યાત્વમાં બદલાઈ જાય છે. પરંતુ કર્મ ગ્રહણકાળમાં જીવ પુણ્ય-પાપ મિશ્રરૂપવાળું કર્મ નથી બાંધતો. આ રીતે પુણ્ય અને પાપ બંને તત્ત્વો સ્વતંત્ર છે. એ જ માનવું યુક્તિસંગત અને આગમસંગત છે. [ પાપ તત્ત્વ પાપ તત્વો
૪૦૧]
૪૦૧