SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ત્યારથી પ્રચલિત થયો જ્યારથી સંસારમાં સુષ્ટિનો પ્રારંભ થયો છે. મને એમાં કોઈ પ્રકારનો ઉજ નથી કે જેનદર્શન વેદાંત વગેરે દર્શનોથી પૂર્વનો છે.” ભારત ગૌરવ વિદ્ધતુ શિરોમણિ લોકમાન્ય પં. બાળગંગાધરજી તિલક પોતાના “કેશરી પત્ર'માં ૧૩ ડિસેમ્બર સન-૧૯૦૪ના રોજ લખ્યું છે કે - મહાવીર સ્વામી જૈન ધર્મને પુનઃ પ્રકાશમાં લાવ્યા. આ વાતને આજ ૨૪૦૦ વર્ષ વ્યતીત થઈ ગયા છે. બૌદ્ધ ધર્મની સ્થાપનાના પહેલાં જૈન ધર્મ ફેલાઈ રહ્યો હતો, એ વાત વિશ્વાસ કરવા યોગ્ય છે. ચોવીસ તીર્થકરોમાં મહાવીર સ્વામી અંતિમ તીર્થકર હતા. એનાથી પણ જૈન ધર્મની પ્રાચીનતા જાણી શકાય છે.” મિસ્ટર કકૂલાલજી એમ. એ. જજ ડિસેમ્બર તથા જાન્યુઆરી સન - ૧૯૦૪-૫ના થિયોસૉફિસ્ટ'માં લખે છે - “જૈન ધર્મ એક એવો પ્રાચીન ધર્મ છે કે જેની ઉત્પત્તિ તથા ઇતિહાસની જાણકારી મેળવવી ખૂબ જ દુર્લભ વાત છે.” શ્રીયુત વરદાકાંતજી મુખોપાધ્યાય એમ. એ. લખે છે - “પાર્થનાથજી જૈન ધર્મના આદિ પ્રચારક નહોતા, પરંતુ એનો પ્રચાર ઋષભદેવજીએ કર્યો હતો, એની પુષ્ટિનાં પ્રમાણોનો અભાવ નથી.” શ્રીયુત્ તુકારામ કૃષ્ણજી શર્મા લઘુ બી. એ., પીએચ. ડી., એમ. આર. એ. એસ., એમ. એ. એસ. બી. એમ. જી. ઓ. એસ. પ્રોફેસર શિલાલેખ વગેરે ક્વીન્સ કૉલેજ-બનારસ પોતાના વ્યાખ્યાનમાં કહે છે - સૌથી પહેલાં આ ભારતવર્ષમાં ઋષભદેવજી નામના મહર્ષિ ઉત્પન્ન થયા, તે દયાવાન ભદ્રપરિણામી, પહેલા તીર્થકર થયા, જેમણે મિથ્યાત્વ અવસ્થાને જોઈને સમ્યગ્દર્શન, સમ્યગુજ્ઞાન, સમ્યફચારિત્રરૂપી મોક્ષશાસ્ત્રનો ઉપદેશ આપ્યો. બસ, આ જ જિનદર્શન આ કલ્પમાં થયો. એના પછી અજિતનાથથી લઈને મહાવીર સુધી ત્રેવીસ તીર્થંકર પોતાના સમયમાં અજ્ઞાની જીવોનો મોહ-અંધકાર નાશ કરતા રહ્યા.” શ્રી સ્વામી વિરૂપાક્ષ વડિયર ધર્મભૂષણ, પંડિત, વેદતીર્થ, વિદ્યાનિધિ, એમ. એ. પ્રોફેસર સંસ્કૃત કૉલેજ-ઈન્દોર ‘ચિત્રમય જગત'માં લખે છે કે - ઈર્ષ્યા-દ્રષના કારણે ધર્મપ્રચારને રોકનારી વિપત્તિ રહેતાં જૈન શાસન ક્યારેય પરાજિત ન થઈને સર્વત્ર વિજયી જ થતું રહ્યું છે. અહંન્દુ દેવ સાક્ષાત્ પરમેશ્વર સ્વરૂપ છે, એનાં પ્રમાણો પણ આર્ય ગ્રંથોમાં જોવા મળે છે. અહંન્દુ પરમેશ્વરનું વર્ણન વેદોમાં પણ જોવા મળે છે...... ઋષભનાથનો પૌત્ર (નાતી) મરીચી પ્રકૃતિવાદી હતો અને વેદ એના તત્ત્વોનુસાર હોવાના કારણે જ ઋગ્યેદ વગેરે ગ્રંથોની ખ્યાતિ એના જ જ્ઞાન દ્વારા થઈ છે. ફળસ્વરૂપ મરીચી ઋષિના સ્તોત્ર, વેદ, પુરાણ વગેરે ગ્રંથોમાં છે અને દરેક જગ્યાએ જૈન તીર્થકરોનો ઉલ્લેખ દૂ ઉત્સર્પિણી કાળ . જો આ જ છે (૪૦૩)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy