SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન કાળમાં જૈન ધર્મ વિદેશોમાં પણ ફેલાયેલો હતો. જો કે વર્તમાનમાં આપણને વિદેશોમાં જૈન ધર્મનો પ્રભાવ જોવા મળતો નથી. પરંતુ ઇતિહાસકારોને આ તથ્યનાં પ્રમાણ ઉપલબ્ધ થયાં છે કે ઈસાથી પૂર્વ જૈન સાધુ (શ્રમણ) લંકા, ઇન્ડોનેશિયા, તક્ષશિલા,ઇરાક, શ્યામ, ફિલસ્તીન, મિશ્ર, યૂનાન, ઇથોપિયા, આકસિનિયા, કૅસ્પિયા, બલવ, સમરકન્દ વગેરે દેશોમાં જૈન ધર્મ તથા અહિંસાનો પ્રચાર કરતા રહેતા હતા. સિકંદર મહાનને ભારત ઉપર પોતાના આક્રમણના સમયે તક્ષશિલાની પાસે જે સાધુ મળ્યા હતા તે જૈનમુનિ જ હતા. એ જ મુનિઓમાંથી એક કલ્યાણ (કાલિનોસ) નામના મુનિને તે પાછા જતા સમયે પોતાની સાથે પોતાના દેશમાં પણ લઈ ગયા હતા. દુર્ભાગ્યવશ રસ્તામાં જ સિકંદરનું મૃત્યુ થઈ ગયું હતું. પરંતુ કલ્યાણ મુનિ યૂનાન પહોંચ્યા હતા અને એમણે ત્યાં જૈન ધર્મનો પ્રચાર પણ કર્યો હતો. પરંતુ કાલાંતરમાં રાજનૈતિક પરિસ્થિતિઓને કારણે આ દેશોથી જૈન ધર્મનો સંપર્ક તૂટી ગયો અને પછી જૈન ધર્મની કઠોર ચર્યાનું પાલન ન કરી શકવાના કારણે ત્યાં શ્રમણો તથા જૈન ધર્મનો અભાવ થઈ ગયો. મધ્ય એશિયામાં હજુ પણ ક્યાંકક્યાંક એવા સ્થાન જોવા મળે છે જેમના નિવાસીઓના પ્રચાર ઉપર જૈન ધર્મનો પ્રભાવ સ્પષ્ટ દૃષ્ટિગોચર થાય છે. આધુનિક ઇતિહાસવેત્તાઓનું મંતવ્યઃ વૈદિક ગ્રંથોના ઉપર્યુક્ત પ્રમાણના આધારે એટલું સ્પષ્ટ કહી શકાય છે કે જૈન ધર્મ વૈદિક કાળ અથવા વૈદિક ધર્મથી પણ પ્રાચીન છે. છતાં જૈન ધર્મની અનાદિના અથવા પ્રાચીનતાના સંબંધમાં આધુનિક વિશ્રુત ઇતિહાસવેત્તાઓની દષ્ટિને સમજવું પણ આવશ્યક છે. અસ્તુ, પ્રસ્તુત આધુનિક ઇતિહાસવેત્તાઓનું મંતવ્ય - પ્રાચીન ઇતિહાસના સુપ્રસિદ્ધ આચાર્ય પ્રાચરૂવિદ્યા મહાર્ણવ શ્રી નગેન્દ્રનાથજી વસુ પોતાના હિન્દી વિશ્વકોષના પ્રથમ ભાગમાં ૬૪માં પૃષ્ઠ પર લખે છે - ઋષભદેવે જ સંભવતઃ લિપિ વિદ્યાને માટે લિપિ કૌશલ્યનું ઉદ્ભાવન કર્યું હતું... ઋષભદેવે જ સંભવતઃ બ્રહ્મવિદ્યા શિક્ષણની ઉપયોગી બ્રાહ્મી લિપિનો પ્રચાર કરવામાં ન આવ્યો હોય, માટે તે અષ્ટમ અવતાર બતાવીને પરિચિત થયા.” આ જ કોષના ત્રીજા ભાગમાં ૪૪૪માં પૃષ્ઠ પર એમ લખ્યું છે - “ભાગવતોક્ત ૨૨ અવતારોમાં ઋષભ અષ્ટમ છે. એમણે ભારતવર્ષાધિપતિ, નાભિરાજાના ઔરસ અને મરુદેવીના ગર્ભથી જન્મ ગ્રહણ કર્યું હતું.” ‘ભાગવત'માં લખ્યું છે કે - “જન્મ લેતાં જ ઋષભનાથના અંગમાંથી બધા ભગવતનાં લક્ષણ દેખાતાં હતાં.” વગેરે. શ્રીમાનું મહામહોપાધ્યાય ડૉક્ટર સતીશચંદ્રજી વિદ્યાભૂષણ એમ.એ, પીએચ.ડી. , એફ.આઈ.આર.એસ. સિદ્ધાંત મહોદધિ પ્રિન્સિપાલ સંસ્કૃત કૉલેજ-કલકત્તા પોતાના ભાષણમાં ફરમાવે છે - (૪૦૨) જિણધખો]
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy