SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ આશાતના મિથ્યાત્વ: - “આવશ્યક સુત્ર'માં આશાતનાઓને મિથ્યાત્વ કહ્યા છે. અર્થાત્ આશાતનાઓ કરવી દુષ્ક્રિયાઓ છે, તેથી મિથ્થારૂપ છે. અહીં પણ અશોભન ક્રિયા હોવાના લીધે આશાતનાઓને મિથ્થારૂપ સમજવું જોઈએ. ગુણીઓના ગુણોનું અપલાપ કરવું અને એમનામાં ન હોય તેવા દોષોનું આરોપ કરવું અથવા એમનું અપમાન કરવું આશાતના કહેવાય છે. આશાતનાના તેત્રીસ ભેદ કહ્યા છે - (૧) અરિહંત ભગવાનની આશાતના (૨) સિદ્ધ ભગવાનની આશાતના (૩) આચાર્ય મહારાજની આશાતના (૪) ઉપાધ્યાયની આશાતના (૫) સાધુની આશાતના (૬) સાધ્વીની આશાતના (૭) શ્રાવકની આશાતના (૮) શ્રાવિકાની આશાતના (૯) દેવતાની આશાતના (૧૦) દેવીની આશાતના (૧૧) સ્થવિરની આશાતના (૧૨) ગુણધરની આશાતના (૧૩) આ લોકમાં જ્ઞાનાદિ ઉત્તમ ગુણોને ધારણ કરનારની આશાતના (૧૪) પરલોકમાં ઉત્તમ ગુણોથી સુખ પ્રાપ્ત કરનારાઓની આશાતના (૧૫) પ્રાણ, ભૂત, જીવ, સત્વની આશાતના, જેમ કે હિંસામાં ધર્મ અને રક્ષામાં પાપ બતાવવા (૧૬) યથાકાળ આવશ્યક ક્રિયાનું આચરણ ન કરવું કાળની આશાતના (૧૭) સૂત્રની આશાતના અર્થાત્ શાસ્ત્રનાં વચનોની ઉત્થાપના કરવી, અથવા એમને અન્યથા પરિણામવું. (૧૮) જેનાથી શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ મૃત દેવતાની આશાતના (૧૯) જેનાથી શાસ્ત્રનો અર્થ ધારણ કર્યો હોય એ વાચનાચાર્યની આશાતના. ઉક્ત ૧૯ ગુણોનું આચ્છાદન કરવાથી, તેમના અવર્ણવાદ બોલવાથી અથવા અપમાન કરવાથી આશાતના થાય છે. આગમ જ્ઞાનની આશાતના - જ્ઞાનના ૧૪ અતિચાર : નિમ્નાંકિત ૧૪ પ્રકારના આગમ જ્ઞાનની આશાતના હોય છે, તેથી તેને પણ આશાતનામાં સમાવેશ કર્યો છે. (૨૦) = વાદ્ધઃ શાસ્ત્રના પહેલાનાં પદોના પાછળ અને પાછળનાં પદોના પહેલા બોલે તો જ્ઞાનની આશાતના થાય છે. (૨૧) વળ્યાત્વિયં વચમાં-વચમાં સૂત્રપાઠ છોડીને ભણે અથવા ઉપયોગ શૂન્ય થઈને વાંચે, તો આશાતના થાય છે. (૨૨) રીgિ૪ : અક્ષરોનું પૂરું ઉદાહરણ ન કરવું, અધૂરું બોલવું. (૨૩) મત્રવરં : અધિક અક્ષર બોલવા. (૨૪) પદીપ : પદનો પૂરી રીતે ઉચ્ચારણ ન કરવો અથવા પદને અપભ્રંશ કરવા. (૨૫) વિનયીdi : વિનય રહિત થઈને વાંચવું, અહંકારમાં છકીને વાંચવું. (૨૬) ગોપાદીui : મન, વચન અને કાયાને ચંચળ-અસ્થિર રાખતા વાંચવું અથવા ઉચ્ચારણ કરવું. (૨૭) યોસદીyi : હુસ્વ, દીર્ઘ વગેરેનું ધ્યાન ન રાખતા વાંચવું. (૨૮) સુ વિudi : અહીં સુધુ શબ્દ શોભનવાચક નથી, અતિરેક વાચક છે, તેથી સુઠુદિણનો અર્થ થશે. અલ્પ શ્રુતના યોગ્ય શિષ્યને અથવા અલ્પબુદ્ધિ શિષ્યને ક્ષમતાથી અધિક અધ્યયન કરાવવું, જ્ઞાનાતિચાર છે અને આશાતનાનું રૂપ પણ છે. (૨૯) પવિચ્છિયું : અવિનીત ભાવથી જ્ઞાન ગ્રહણ કરવું અથવા અભિમાન વગેરે દુર્ભાવનાની પુષ્ટિ હેતુ જ્ઞાન ગ્રહણ કરવું. (૧૮) ODO જિણધમો)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy