SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ આ બધાં કારણોથી ચોથા આરામાં સાધુ ભિક્ષા લેવા માટે ત્રીજા પહોરમાં જતા હતા. શાસ્ત્રમાં કહ્યું છે - “ નં સમાયેતિ' અર્થાત્ જે જગ્યાએ ભિક્ષા માટે જે સમય ઉચિત હોય, ત્યાં એ જ સમય ભિક્ષા માટે જવું જોઈએ. ભિક્ષાના કાળનો વિચાર ન કરીને પહેલાં કે પછી જવાથી ભિક્ષા માટે બહુ ફરવું પડે છે, ઇચ્છિત આહાર નથી મળતો, શરીરને કિલામના થાય છે. લોકો પણ વિચારે છે કે - “સમય-કસમયનો વિચાર ન કરીને આ સાધુ કેમ ભટકતા ફરે છે?' એનાથી સ્વાધ્યાય અને ધ્યાનનો સમય પણ ટળી જવાની સંભાવના રહે છે વગેરે વાતો પર વિચાર કરીને સાધુને સમુચિત સમય પર જ ભિક્ષા માટે જવું જોઈએ. શાસ્ત્રોક્ત વિધિથી આહાર કરો. દિવસના ચોથા પહોરમાં ફરીથી પ્રતિલેખના કરો અને સ્વાધ્યાય કરો તથા અસઝાયના સમયે-સંધ્યાકાળમાં-પ્રતિક્રમણ કરો.*અસ્વાધ્યાયકાળ પૂર્ણ થઈ જવાથી રાતના પહેલા પહોરમાં સ્વાધ્યાય કરો. બીજા પહોરમાં ધ્યાન અને શાસ્ત્રચિંતન કરો અને ત્રીજા પહોરમાં નિદ્રાથી નિવૃત્ત થાઓ. સાધુની રાત-દિવસની ચર્યા શ્રી “ઉત્તરાધ્યયન સૂત્ર'માં કહી છે. એના સિવાય ક્રિયાના નાના-મોટા ઘણા ભેદ (પ્રકાર) છે. એમને ગુરુ-મહારાજથી સમજીને ધારણ કરવા જોઈએ. (૨૦-૨૩) નો સચ્ચે - અર્થાત્ મન, વચન અને કાયાના યોગોની સરળતા અને સત્યતા રાખે. યોગાભ્યાસ, આત્મસાધન, શમ, દમ, ઉપશમ વગેરેની પ્રતિદિન વૃદ્ધિ કરો. (૨૧) સંપન્નતિ - અર્થાત્ સાધુ ત્રણ વસ્તુઓથી સંપન્ન હોય. જેમકે જ્ઞાનસંપન્ન હોય અર્થાત્ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અંગ, ઉપાંગ, પૂર્વ વગેરે જે કાળમાં જેટલા શ્રુત વિદ્યમાન હોય એનું ઉત્સાહ સાથે અધ્યયન કરે. વાચના, પ્રચ્છના, પરિવર્તન વગેરે કરીને જ્ઞાનને દૃઢ કરો અને યથાયોગ્ય બીજાઓને જ્ઞાન આપીને જ્ઞાનની વૃદ્ધિ કરો. સાધુ સમ્યગુદર્શનથી સંપન્ન બનો. અર્થાતુ દેવ વગેરેના ભયાનક ઉપસર્ગ આવવા છતાંય સમ્યકત્વથી ચલિત ન થાઓ અને શંકા, કાંક્ષા વગેરે દોષોને ટાળીને નિર્મળ-સમ્યકત્વનું પાલન કરો. સાધુ ચરિત્ર સંપન્ન પણ થાઓ અર્થાત્ સામાયિક છેદોપ-સ્થાપનીય, પરિહારવિશુદ્ધ, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત ચારિત્રમાંથી યથાસંભવ ચારિત્રને ધારણ કરો. (આ કાળમાં પહેલાના બે ચારિત્ર જ પાળી શકાય છે.) (૨૪) વંતી - અર્થાત્ ક્ષમાયુક્ત હોય. (૨૫) સંવેક - અર્થાત્ સદાય વૈરાગ્યવાન હોય. સંસાર શારીરિક અને માનસિક વેદનાઓથી પીડિત છે. આ વેદનાઓને જોઈને અને સંસારના સમસ્ત સંયોગોને ઇન્દ્રજાળ સમાન કલ્પિત અને સ્વપ્ન સમાન ક્ષણિક સમજીને સંસારથી ભયભીત રહેવું “સંવેગ” કહેવાય છે. (૨૬) વેય સાહિમાળિયા - અર્થાત્ સુધા-તૃષા વગેરે ૨૨ પરિષહ ઉત્પન્ન થાય તો સમભાવથી એમને સહન કરવા. (૨૭) મરઘાંતિય માહિમાળિયા - અર્થાત્ મરણાંતિક કષ્ટ આવવા છતાંય મૃત્યુના સમયે જરા પણ ભયભીત ન થવું, પરંતુ અસમાધિમરણથી આયુષ્ય પૂર્ણ કરવું. આ સાધુના ૨૭ ગુણ છે. * પ્રતિક્રમણ કરવા માટે કોઈપણ પ્રકારની અસઝાય માનવામાં નથી આવતી. [૪૮ OOOOOOOOOOOOOOK જિણધમો)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy