SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુના ૨૦ ગુણ पंचमहव्वयजुत्तो पंचेंद्रियसंवरणो । चउविहकसायमुक्को तओ समाधारणीया ॥१॥ तिसच्चसम्पन्न तिओ खंतिसंवेगरओ । वेयणमच्चु भयगयं, साहु गुणसत्तवीसं ॥२॥ અર્થ: (૧-૫) ૨૫ ભાવનાઓ સાથે ૫ મહાવ્રતોનું પાલન કરવું. (૬-૧૦) પ ઇન્દ્રિયોનું સંવર કરવું - વિષયોથી નિવૃત્તિ કરવી. (૧૧-૧૪) ૪ કષાયોથી નિવૃત્ત થવું - આ ૧૪ ગુણોનું વિસ્તૃત કથન આચાર્યના ત્રીજા પ્રકરણમાં કરવામાં આવ્યું છે. (૧૫) મનસમાધારીયા – અર્થાત્ મનને વશમાં કરીને ધર્મમાર્ગમાં લગાવવું. (૧૬) વવ: સમાંથારીયા – અર્થાત્ પ્રયોજન હોવાથી પરિમિત અને સત્ય વાણી બોલવી. (૧૭) શયસમાંથારીયા શરીરની ચપળતાને રોકવી. (૧૮) માવત્યિ - અંતઃકરણના ભાવોને નિર્મળ કરીને ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં જોડવા. (૧૯) ઋRUTચ્ચે - {VIણત્તરિ ૭૦ બોલોથી યુક્ત હોય તથા સાધુ માટે જે-જે સમય જે-જે ક્રિયાઓ કરવાનું વિધાન શાસ્ત્રમાં કરવામાં આવ્યા છે, એને એ જ સમયે કરવા. જેમ પાછલી રાતનો પહોર બાકી રહેવાથી જાગૃત થઈને આકાશની તરફ દૃષ્ટિ દોડાવવી જોઈએ કે કોઈ પ્રકારના અસક્ઝાયનું કારણ તો નથી ને, અથવા દિશાઓ નિર્મળ હોય તો સઝાય કરે પછી અસક્ઝાયની દિશા (લાલ દિશા) હોય ત્યારે પ્રતિક્રમણ કરે. સૂર્યોદય પછી ગુરુને વંદન કરી પ્રતિલેખન કરીને ગુરુ વગેરે મોટા સાધુને વંદન કરી પૂછે - “હું સ્વાધ્યાય કરું કે વૈયાવૃત્ય કરું?” પછી ગુરુ વગેરેની જેવી આજ્ઞા હોય એમ કરે. ત્યારબાદ એક પહોર સુધી ફરીથી સ્વાધ્યાય કરે. શ્રોતાઓને ધર્મોપદેશ (વ્યાખ્યાન) આપે. એના પછી ધ્યાન અને શાસ્ત્રોના અર્થનું ચિંતન કરે. પછી ભિક્ષાનો સમય થતાં ગોચરી માટે જાય અને શાસ્ત્રીય વિધિથી શુદ્ધ આહાર લાવીને શરીરનું ભાડું ચુકાવે. (ચોથા આરામાં એક ઘરમાં ૨૮ પુરુષ અને ૩૨ સ્ત્રીઓ હોય તો એ ઘર ગણાતું હતું અને ૬૦ મનુષ્યોની રસોઈ તૈયાર કરવામાં સામાન્ય રીતે બપોર થઈ (વીતી) જતો હતો. આના સિવાય એ કાળના મનુષ્ય એક જ વાર આહાર કરતા હતા.* - પહેલા આરામાં ત્રણ દિવસ પછી, બીજા આરામાં બે દિવસ પછી, ત્રીજા આરામાં એક દિનાંતર, ચોથા આરામાં દિવસમાં એક વખત, પાંચમા આરામાં દિવસમાં બે વખત અને છઠ્ઠા આરામાં વેમાયા (અપ્રમાણ) આહારની ઇચ્છા હોય છે. આ કારણથી ચોથા આરામાં સાધુ ત્રીજા પહોરમાં (૧૨ વાગ્યા પછી) ભિક્ષાર્થે જાય છે તથા ચોથા આરામાં જેમના ઘરમાં ૩૨ સ્ત્રીઓ અને ૨૮ પુરુષ એમ ૬૦ મનુષ્ય હોય, એમનું ઘર ગણતા ૬૦ મનુષ્યોને ભોજન બનાવવા છતાં બે પહોર દિવસ સ્વાભાવિક રીતે આવે છે માટે ચોથા આરામાં સાધુ બપોર પછી એક જ વખત ભિક્ષાર્થે જતા હતા. આ નિયમ હંમેશાં માટે નથી. હંમેશાં માટે તો 'T #ાનં સમાવેતરે' અર્થાત્ ગામમાં ધૂમ્ર નીકળતી બંધ થાય, ઘાટ પર પણિયારીઓ ઓછી આવતી દેખાય, આહારના યાચક ભિક્ષુઓએ પરિભ્રમણ કરતા જોઈ વગેરે ચિહ્નોથી સમજે કે હવે ભિક્ષાનો પર્યાપ્ત સમય થઈ ગયો છે, ત્યારે સાધુ ભિક્ષા લેવા જાય. જો ભિ ભિક્ષાર્થ ન આવે, જલદી કે પાછળથી (મોડા) આવે, તો ફરવું વધારે પડશે, ઇચ્છિત આહાર નહિ મળે, શરીરને દુઃખ થશે તથા કસમય સાધુ કેમ ફરે છે એવી લોકો નિંદા કરશે અને સ્વાધ્યાય-ધ્યાન વગેરેમાં ખલેલ પડશે. એવી દેશવૈકાલિક સૂત્ર'ની આજ્ઞાને જાણી જે ગામમાં જે સમયે ભિક્ષાકાળ થઈ જાય એ જ સમયે ગોચરી જાય.
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy