SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનનાં વચનોથી શ્રોતાને ઉત્પન્ન થતું સાધ્યજ્ઞાન-પરાર્થાનુમાન છે. આ પરાથનુમાન એ જ શ્રોતાને થાય છે, જેણે પહેલાં વ્યાપ્તિ ગ્રહણ કરી લીધી છે. વચનોને પરાથનુમાન એટલા માટે કહેવામાં આવે છે કે તે વચનો વક્તાના જ્ઞાનનાં કાર્ય છે અને શ્રોતાના જ્ઞાનનાં કારણો છે, માટે કારણમાં કાર્યનું અને કાર્યમાં કારણનો ઉપચાર કરી લેવામાં આવે છે. આ જ ઉપચારથી વચનોને પણ પરાથનુમાન કહેવામાં આવે છે. વસ્તુતઃ પરાથનુમાન તો જ્ઞાન રૂપ જ છે. વક્તાનું જ્ઞાન જ્યારે શ્રોતાને સમજાવવા માટે તત્પર હોય છે, તો એ કાળમાં તે પરાથનુમાન થઈ જાય છે. અનુમાનનાં અંગ (ભાગ) સ્વાથનુમાનનાં બે અંગ છે - (૧) પક્ષ અને (૨) હેતુ. સાધ્યધર્મ વિશિષ્ટ ધર્મીને પક્ષ કહે છે. છતાં સ્વાર્થોનુમાન જ્ઞાન રૂપ છે અને જ્ઞાનમાં એ બધા વિભાગ નથી કરી શકાતા છતાંય એના શબ્દથી ઉલ્લેખ તો કરવો પડે છે. જેમ ઘટ પ્રત્યક્ષનું “આ ઘટ છે' આ રીતે શબ્દ દ્વારા ઉલ્લેખ થાય છે. એ જ રીતે “આ પર્વત અગ્નિવાળો છે, ધુમાડો હોવાથી' - આ શબ્દો દ્વારા સ્વાર્થોનુમાનને વ્યક્ત કરવામાં આવે છે. | પરાર્થોનુમાન-પ્રયોજક વાક્યના બે અવયવ હોય છે. (૧) પ્રતિજ્ઞા અને (૨) હેતુ. ધર્મ અને ધર્મીના સમુદાયરૂપ પક્ષના વચનને પ્રતિજ્ઞા કહે છે. યથા “આ પર્વત અગ્નિવાળો છે.” સાધ્યથી અવિનાભાવ રાખનાર સાધનના વચનને હેતુ કહે છે, યથા - ધુમાડો હોવાથી. પરાથનુમાનનાં અંગોને લઈને દાર્શનિકોમાં મતભેદ છે. નૈયાયિક પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન એ પાંચ અવયવ માને છે. પાંચ અવયવવાળા વાક્યનો પ્રયોગ આ રીતે થાય છે. (૧) પર્વત અગ્નિવાળો છે (૨) ધુમાડાવાળો હોવાથી (૩) જેજે ધુમાડો હોય છે તે-તે અગ્નિવાળો હોય છે જેમ કે રસોડું (૪) પર્વત પણ ધુમાડાવાળો છે, તેથી (૫) એ અગ્નિવાળો છે. સાંખ્ય ઉપનય અને નિગમનના પ્રયોગને આવશ્યક નથી માનતા. મીમાંસકોનો પણ એ જ અભિપ્રાય છે. બૌદ્ધ હેતુ અને ઉપનયને જ અનુમાનનું અંગ માને છે. તે પક્ષ (પ્રતિજ્ઞા) ઉદાહરણ અને નિગમનને આવશ્યક અંગ નથી માનતા. જૈનાચાર્યોનું મંતવ્ય છે કે મંદમતિ શિષ્યોને સમજાવવા માટે યોગ્યતાનુસાર બે, ત્રણ, ચાર અને પાંચ કે વધુ અવયવ માની શકાય છે, પર વાદ-કથામાં જ્યાં વિદ્વાનોનો અધિકાર છે, પ્રતિજ્ઞા અને હેતુ એ બે જ અવયવ પર્યાપ્ત છે. પ્રતિજ્ઞાનો પ્રયોગ કર્યા વગર સાધ્યધર્મના આધારમાં સંદેહ બની રહે છે. વગર પ્રતિજ્ઞાએ કોને સિદ્ધિ માટે હેતુ આપી શકાય છે ? પક્ષધર્મત્વ પ્રદર્શન દ્વારા પ્રતિજ્ઞાને માન કરીને પણ બૌદ્ધનો એનાથી મનાઈ કરવી અતિબુદ્ધિમત્તા (મતિમંદતા) છે. પક્ષવચન રૂપ પ્રતિજ્ઞા અને સાધનવચન રૂપ હેતુ આ બે અવયવોથી અર્થનો બોધ થઈ જાય છે, તો દષ્ટાંત, ઉપનય, નિગમન વાદ-કથામાં વ્યર્થ છે. હેતુનું સ્વરૂપ અનુમાનના લક્ષણમાં કહેવામાં આવ્યું છે કે “સાધનાત્ સાધ્ય વિજ્ઞાનમતમાનમ્' - અર્થાત્ સાધનથી સાધ્યના જ્ઞાનને અનુમાન કહે છે. તેથી આ જાણવું જરૂરી છે કે સાધ્ય [ અનુમાન છે જો આ જ ૨૪૦)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy