SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ માટે. માનસ પ્રત્યક્ષ વ્યાપ્તિને ગ્રહણ નથી કરી શકતો. અનુમાનથી વ્યાપ્તિનું ગ્રહણ એટલા માટે નથી હોઈ શકતું કે સ્વયં અનુમાનની ઉત્પત્તિ વ્યાપ્તિને આધીન છે. તર્કને પ્રમાણ ન માનવાથી અનુમાન પણ પ્રમાણ નહિ થઈ શકે. જે વ્યાપ્તિ જ્ઞાનના બળ પર સુદૃઢ અનુમાનની ઇમારત ઊભી કરવામાં આવી રહી છે, એ વ્યાપ્તિ જ્ઞાનને અપ્રમાણ કહેવું કે એને પ્રમાણથી બહાર રાખવું, કેવી રીતે ઉચિત થઈ શકશે ? - યોગી પ્રત્યક્ષ દ્વારા વ્યાપ્તિ-ગ્રહણની વાત નિરર્થક છે કારણ કે જે યોગી છે એને વ્યાપ્તિ-ગ્રહણ કરવાનું કોઈ પ્રયોજન જ નથી, એ તો પ્રત્યક્ષથી જ સમસ્ત સાધ્ય-સાધનભૂત પદાર્થોને જાણી લે છે. બૌદ્ધોએ વિકલ્પાત્મક હોવાથી તકને અપ્રમાણ માન્યો છે, પરંતુ વિકલ્પાત્મક તો અનુમાન પણ છે. એને તો બૌદ્ધોએ પણ પ્રમાણ માન્યું છે. જે રીતે અનુમાન વિકલ્પ હોવા છતાં પ્રમાણ છે - એમ જ વિકલ્પ રૂપ તર્કને પણ પ્રમાણ માનવું જોઈએ. તર્ક પોતાના વિષયમાં સંવાદક છે અને સંશય, વિપર્યય, અનધ્યવસાય રૂ૫ સમારોપનું વ્યવચ્છેદક છે, તેથી તે પ્રમાણ રૂપ છે. (અનુમાન) સાધનથી સાધ્યના જ્ઞાનને અનુમાન કહે છે. લિંગ-ગ્રહણ અને વ્યાપ્તિ-સ્મરણની પાછળ થનારું જ્ઞાન અનુમાન કહેવાય છે. આ જ્ઞાન અવિશદ-અસ્પષ્ટ હોવાથી પરોક્ષ છે, પરંતુ પોતાના વિશે સંશય-વિપર્યય, અનધ્યવસાય વગેરે સમારોપોનું નિરાકરણ કરવાના કારણે પ્રમાણ છે. સાધનથી સાધ્યનું નિયત જ્ઞાન અવિનાભાવના બળથી જ થાય છે. સૌપ્રથમ સાધનને જોઈને પૂર્વગૃહીત અવિનાભાવનું સ્મરણ થાય છે. તે છતાં સાધ્યનું જ્ઞાન થાય છે, આ માનસજ્ઞાન છે - અવિનાભાવ જ અનુમાનનો મૂળ આધાર છે. સહભાવ - નિયમ અને ક્રમભાવ નિયમને અવિનાભાવ કહે છે, સહભાવી રૂપ, રસ વગેરે તથા વૃક્ષ અને શિંશપા વગેરે વ્યાપ્યવ્યાપકભૂત પદાર્થોમાં સહભાવ નિયમ હોય છે. નિયત પૂર્વવર્તી અને ઉત્તરવર્તી કૃતિકોદય અને શકટોદયમાં તથા કાર્ય-કારણભૂત અગ્નિ અને ધુમાડા વગેરેમાં ક્રમભાવ નિયમથી થાય છે. અવિનાભાવને માત્ર તાદાભ્ય અને તંદુત્પત્તિ(કાર્ય-કારણ ભાવ)થી જ નિયંત્રિત નથી કરી શકતા, કારણ કે જેમાં તાદાભ્ય નથી એવા રૂપથી રસનું અનુમાન થાય છે તથા જેમાં કાર્ય-કારણ ભાવ નથી એવા કૃત્તિકોદયને જોઈને એક મુહૂર્ત પછી થનારા શકટોદયનું અનુમાન કરવામાં આવે છે. અનુમાનના ભેદ અનુમાનના બે પ્રકાર કહેવામાં આવ્યા છે - ૧. સ્વાથનુમાન અને ૨. પરાર્થાનુમાન. નિશ્ચિત સાધન દ્વારા સ્વયંને થનારા સાધ્યના જ્ઞાનને સ્વાથનુમાન કહે છે. અવિનાભાવી સાધ્ય (૨૪૬) છે જ છે છે જિણધો]
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy