SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ અને સાધનનું સ્વરૂપ શું છે? જે અપ્રતીત છે જે પ્રત્યક્ષ વગેરે પ્રમાણોથી બાધિત ન હોય તેથી જે વાદીને ઇષ્ટ હોય તે સાધ્ય છે. સાધ્યનો અર્થ છે - સિદ્ધ કરવા યોગ્ય અર્થાત્ અસિદ્ધ. સિદ્ધને શું સિદ્ધ કરવું ? અનિષ્ટ અને પ્રત્યક્ષ વગેરેથી બાધિત વિષય સાધ્ય નથી થઈ શકતા. અસિદ્ધ વિશેષણ પ્રતિવાદીની અપેક્ષાથી છે અને ઇષ્ટ વિશેષણવાદીની દૃષ્ટિથી. જેનો સાધ્યની સાથે અવિનાભાવ નિશ્ચિત છે, એને સાધન (હેતુ) કહે છે. અવિનાભાવ અન્યથાનુપપત્તિ વ્યાપ્તિ એ એકાર્ણવાચક શબ્દ છે. હેતુનું લક્ષણ નિશિતાથાનુપપ્રત્યેજ કક્ષનો હેતુ “WHICT નય તત્ત્વીત્રો પં. સૂત્ર-૧૧' કરવામાં આવ્યાં છે. અન્યથાનુપપત્તિ રૂપથી નિશ્ચિત હોવું, આ જ એકમાત્ર સાધન (હેતુ)નું લક્ષણ હોઈ શકે છે. વિભિન્ન-વાદીઓએ હેતુનાં સ્વરૂપો અનેક પ્રકારે માન્યા છે. નૈયાયિક પક્ષ-ધર્મત્વ, સપક્ષસત્વ, વિપક્ષ વ્યાવૃત્તિ, અબાધિત વિષયત્વ અને અસતુપ્રતિપક્ષત્વ - આ રીતે પાંચ રૂપવાળા હેતુ માને છે. હેતુના પક્ષમાં રહેવું, સપક્ષમાં રહેવું, વિપક્ષમાં ન પ્રાપ્ત થવું, પ્રત્યક્ષ વગેરેથી સાધ્યનું બાધિત ન હોવું અને તુલ્ય બળશાળી પ્રતિપક્ષી હેતુનું ન હોવું - આ પાંચ વાતો નૈયાયિકદર્શનના અનુસાર પ્રત્યેક સહેતુમાં જોવા મળવા નિતાંત આવશ્યક છે. બૌદ્ધ પક્ષધર્મત્વ, સપક્ષસત્વ અને વિપક્ષ વ્યાવૃત્તિ રૂપ ત્રણ લક્ષણવાળા હેતુ માને છે. જૈન દાર્શનિકોએ અન્યથાનુપપત્તિ કે અવિનાભાવને જ હેતુનો પ્રાણ માન્યો છે. સપક્ષસત્વ એટલા માટે આવશ્યક નથી કે સપક્ષમાં રહેવા કે ન રહેવાથી હેતુતામાં કોઈ અંતર ન આવે. માત્ર વ્યતિરે કી હેતુ સપક્ષમાં નથી રહેતા, છતાંય સમ્યગુ હેતુ છે. પક્ષ ધર્મત્વ પણ આવશ્યક નથી, કારણ કે અનેક હેતુ એવા છે, જે પક્ષમાં નથી જોવા મળતા, છતાંય પોતાના સાધ્યનું જ્ઞાન કરાવે છે. જેમ રોહિણી નક્ષત્ર મુહૂર્ત પછી ઉદિત થશે, કારણ કે અત્યારે કૃત્તિકાનો ઉદય છે. અહીં કૃતિકાના ઉદય રૂ૫ હેતુ રોહિણી રૂપ પક્ષમાં નથી રહેતા, છતાં અવિનાભાવી હોવાથી સમ્યગુ હેતુ છે. તેથી “માત્ર વિપક્ષ વ્યાવૃત્તિ જ હેતુનો આત્મા છે. એના અભાવમાં તે હેતુ જ નથી રહી શકતો. જેનો અવિનાભાવ નિશ્ચિત છે એના સાધ્યમાં પ્રત્યક્ષ વગેરે પ્રમાણોથી મુશ્કેલી નથી આવી શકતી અને એનો તુલ્ય બળશાળી પ્રતિપક્ષી હેતુ સંભવ જ નથી. અન્યથાનુપપત્તિના અભાવમાં પંચલક્ષણ અને ત્રિલક્ષણના હોવા છતાંય હેતુ સમ્યમ્ હેતુ નથી હોતો. જેમ કે ગર્ભસ્થ મૈત્ર તનય કાળો હશે, કારણ કે તે મૈત્ર તનય છે, એના અન્ય પુત્રોની જેમ. અહીં ત્રિલક્ષણ વગેરે જોવા મળે છે, પરંતુ અન્યથાનુપપત્તિ ન હોવાના કારણે તે હેતુ સાચો નથી થતો. જ્યાં અન્યથાનુપપત્તિ છે ત્યાં ત્રિલક્ષણ અને પંચલક્ષણ ન હોવા છતાંય હેતુ સાચો હોય છે. માટે કહ્યું છે - अन्यथानुपपन्नत्वं यत्र तत्र त्रयेण किम् । नान्यथानुपपन्नत्वं यत्र तत्र त्रयेण किम् ॥ (૨૪૮) જન જિણધર્મોો)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy