SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ દિગંબર ગ્રંથ ‘પંચાસ્તિકાય'માં કહેવાયું છે - मोक्षं कुर्वन्ति मिश्रौपशमिक - क्षायिकाभिधाः । વન્ધમૌયા: માવા:નિષ્ક્રિયા: પાળિમિજા:।। પંચાસ્તિકાય, ગાથા-૫૬, જયસેનકૃત ટીકા. ઔદિયક ભાવ બંધ મિશ્ર, ઔપશમિક અને ક્ષાયિક - એ ત્રણેય ભાવ મોક્ષકર્તા છે. કરે છે અને પારિણામિક ભાવ બંધ* મોક્ષની ક્રિયાથી રહિત છે. ઉપર્યુક્ત શ્લોકમાં ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમને મોક્ષકર્તા કહેવાયા છે. માટે જિન ભગવાન દ્વારા પ્રરૂપિત નિશ્ચય-વ્યવહાર રૂપ સમ્યક્ત્વ જ મોક્ષમાર્ગ છે. એનાથી વિપરીત માત્ર નિશ્ચય-સમ્યક્ત્વને જ મોક્ષમાર્ગ કહેવો અને વ્યવહાર સમ્યક્ત્વનો અપલાપ કરવો તીર્થંકર દેવની આશાતના કરે છે. કાર્ય-કારણની શુદ્ધતાના વિષયમાં શ્રી તારણ સ્વામીએ કહ્યું છે कारणं कार्य सिद्धं च तं कारण कार्य उद्यमं । कारणं कार्य शुद्धं च कारणं कार्य सदा बुधैः ॥ જ્ઞાન સમુચ્ચય સાર, ગા-૮૦ કારણથી કાર્યની ઉત્પત્તિ થાય છે. કારણ એ છે જેનાથી કાર્ય-સિદ્ધિનો પુરુષાર્થ થઈ શકે. અહીં મોક્ષના સાધનમાં કારણ અને કાર્ય બંને જ શુદ્ધ છે. બુદ્ધિમાનજનોએ હંમેશાં શુદ્ધ કારણનું સેવન કરવું જોઈએ. આની એકાંત નિશ્ચયપરક-વ્યાખ્યાઓ કરી છે. શુદ્ધ કાર્યનું કારણ પણ શુદ્ધ જ હોય છે. રાગ તો અશુદ્ધતા છે, રાગ કારણ અને શુદ્ધતા એનું કાર્ય એવું ના થઈ શકે. અથવા વ્યવહાર તો કારણ અને નિશ્ચય એનું કાર્ય એવું પણ નહોતું. મોક્ષ તો પૂર્ણ શુદ્ધતા છે એનું કારણ પણ શુદ્ધ (નિશ્ચય રત્નત્રય) જ છે. કારણ એ છે જેના દ્વારા કાર્ય-સિદ્ધિનો ઉદ્યમ હોય. શુદ્ધ સમ્યક્ત્વરૂપ કાર્ય રાગથી તો શું સિદ્ધ નથી થતું. વ્યવહારનો વિકલ્પ શુદ્ધ સમ્યક્ત્વનું કારણ નથી.” છતાં પણ આ ગાથામાં ક્યાંય નિશ્ચય વ્યવહારની ખેંચતાણ નથી. પરંતુ આ એકાંતવાદીઓને પોતાની એકાંત મિથ્યા પકડના કારણે વ્યવહારમાં સર્વત્ર રાગભાવ દેખાય છે. એ વ્યવહાર અને નિશ્ચયને સમાનાંતર અને વિરોધી માનીને ચાલે છે, જે મૂળમાં જ ભૂલ છે. જિનેશ્વર દેવે નિશ્ચય અને વ્યવહારને પરસ્પર વિરોધી નહિ, પણ સાપેક્ષ પ્રતિપાદિત કર્યા છે. ઉપર્યુક્ત એકાંતવાદ અનુસાર નિશ્ચયનય અને વ્યવહારનય એ રેલના પાટા છે, જે સમાનાંતર ચાલ્યા આવે છે, ક્યારેય મળતા નથી. આ ધારણા જૈન સિદ્ધાંતથી સર્વથા વિપરીત છે. જૈન સિદ્ધાંતની નય પદ્ધતિનો વ્યવહાર અને ૧૦૦ * અહીં ઔયિક ભાવને બંધનું કારણ કહ્યું છે. પરંતુ બધા ઔયિક ભાવ બંધના કારણે નથી. ગતિ, જાતિ વગેરે નામ કર્મ સંબંધી ઔયિક ભાવ બંધના કારણ નથી. અહીં એ સમજવું જોઈએ કે મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગ આ ચાર ભાવ બંધકના કારણ છે. શ્રી ધવલા પુસ્તક ૭, પૃ.૯-૧૦ જિણધમ્મો
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy