SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ४७ ભવનપતિ દેવોનું વર્ણન રત્નપ્રભા નરકભૂમિના વર્ણનમાં બતાવ્યું છે કે તેના એક લાખ એંસી હજાર યોજનના પૃથ્વીપિંડમાંથી ઉપરથી એક હજાર અને નીચેથી એક હજારને છોડીને બાકી એક લાખ ઇઠ્ઠોત્તેર હજાર યોજનના પૃથ્વીપિંડમાં બાર અંતર છે. ઉપરના બે અંતરોને છોડીને બાકી દસ અંતરોમાં અસુરકુમાર વગેરે દસ ભવનપતિ દેવ રહે છે. એમ પણ કહેવામાં આવે છે કે જંબુદ્રીપવર્તી સુમેરુ પર્વતની નીચે તેના દક્ષિણ અને ઉત્તર ભાગમાં ત્રાંસા અનેક કોટાકોટિ લક્ષ યોજન સુધી દસ પ્રકારના ભવનપતિ દેવ રહે છે. અસુરકુમાર જાતિનાં દેવ પ્રાયઃ આવાસોમાં અને ક્યારેક ભવનોમાં વસે છે, તથા નાગકુમાર વગેરે બધાં પ્રાયઃ ભવનોમાં જ વસે છે. આવાસ રત્નપ્રભાના એક લાખ ઇઠ્યોતેર હજાર યોજનના ભાગમાં બધી જગ્યાએ છે. પરંતુ ભવન તો રત્નપ્રભાના નીચે નેવું હજાર યોજનના ભાગમાં જ છે. આવાસ મોટા મંડપ જેવા હોય છે અને ભવન નગરના જેવા હોય છે. ભવન બહારથી ગોળ, અંદરથી સમચતુષ્કોણ અને તળિયામાં પુષ્કર કર્ણિકા જેવા હોય છે. આ ભવનપતિ દેવ એટલા માટે કુમાર કહેવાય છે કે તેઓ કુમારની જેમ મનોહર તથા સુકુમાર દેખાય છે. તેમની ગતિ મૃદુ અને મનોહર હોય છે તથા તેઓ ક્રીડાશીલ હોય છે. દસ પ્રકારના ભવનપતિ દેવોના ચિહ્નાદિ સ્વરૂપ સંપત્તિ જન્મની પોતપોતાની જાતિમાં ભિન્ન-ભિન્ન છે. જેમ કે અસુરકુમારના મુગટમાં ચૂડામણિનું, નાગકુમારોમાં નાગનું, વિદ્યુતકુમારોમાં વજ્રનું, સુપર્ણકુમારોમાં ગરુડનું, અગ્નિકુમારોમાં ઘટનું, વાતકુમારોમાં અશ્વ (સંગ્રહણી ગ્રંથમાં ઉદધિકુમારોનું અશ્વનું અને વાતકુમારોમાં મગરનું ચિહ્ન, ઉલ્લેખિત છે. સ્તનિતકુમારોને વર્ધમાન(શકોરા સંપુટ)નું, ઉદધિકુમારોમાં મગરનું, દ્વીપકુમારોમાં સિંહનું તથા દિક્કુમારોમાં હાથીનું ચિહ્ન હોય છે. નાગકુમાર વગેરે બધાનાં ચિહ્ન તેમના આભરણમાં હોય છે. બધાના વસ્તુ, શસ્ત્ર, ભૂષણ વગેરે વિવિધ હોય છે. અસુરકુમાર દેવ ઃ રત્નપ્રભા ભૂમિનાં બાર અંતરોમાંથી પહેલા અને અંતિમ અંતરને છોડીને શેષ દસ અંતરોમાંથી પહેલા અંતરમાં અસુરકુમાર જાતિના ભવનપતિ દેવ રહે છે. આ અંતરના દક્ષિણ વિભાગમાં એમના ચુંમાલીસ લાખ ભવન છે. ચમરેન્દ્ર તેમનો સ્વામી છે. ચમરેન્દ્રના ૬૪ હજાર સામાનિક દેવ, ૨ લાખ ૫૬ હજાર આત્મરક્ષક દેવ અને ૫ અંગ્રમહિષીઓ છે. પ્રત્યેક અગ્રમહિષીના પણ ૮-૮ હજારના પરિવાર છે. ચમરેન્દ્રની ૭ અનીક (સેના) છે. ત્રણ પ્રકારની પરિષદ છે. આત્યંતર પરિષદમાં ૨૪ હજાર દેવ છે. મધ્ય પરિષદના ૨૮ હજાર દેવ છે અને બાહ્ય પરિષદના ૩૨ હજાર દેવ છે. આ રીતે આજ્યંતર પરિષદની ૩૫૦ દેવીઓ, મધ્ય પરિષદની ૩૦૦ દેવીઓ અને ભવનપતિ દેવોનું વર્ણન ૩૪૭
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy