SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ દસ ટ્રિલિયન વર્ષથી ઓછું નથી લાગતું. આનાથી એ પ્રમાણિત થાય છે કે આકાશ સલીમ છે,” સાત્ત છે.* આ જ પુસ્તકમાં વોર્ડ આગળ લખ્યું છે કે - “તે પૂર્ણતઃ અકથનીય, અચિંતનય (Inconceiable) છે કે કોઈપણ ખગોળ-વિદ્યામાં નિપુણ વ્યક્તિ આકાશની સીમા(Boundary of space)ને ઓળંગીને કૂદી શકે અને જોઈ શકે કે ત્યાં આકાશ નથી.” માટે ગણિતજ્ઞ અને નિશ્ચય નથી કરી શક્યા કે આકાશ સાન્ત છે કે અનંત. એમ. વૉર્ડનું કહેવું છે કે - “જ્યારે આપણે એ કહીએ છીએ કે space is finite, તો એનો અર્થ એ નથી કે આ વિશ્વમાં જે સીમિત આકાશનો આપણે અનુભવ કરીએ છીએ એના આગળ તે છે જ નહિ. આપણે એટલું જ કહી શકીએ છીએ કે વિશ્વની જે સીમા આપણને જ્ઞાત છે તેના આગળ આકાશનો જે ભાગ છે તે અજ્ઞાત છે.** આ વિષયમાં આઈન્સ્ટાઈનના સિદ્ધાંતનો સ્વીકાર કરનાર મહાન વૈજ્ઞાનિક પ્રો. એડિંગટને પોતાના પુસ્તક “The nature of the physical world'ના પાના નં. ૮૦ ઉપર લખ્યું છે કે - “હું વિચારું છું કે વિચારક બે પ્રશ્નોની સાથે આકાશ વિશે કલ્પના કરે છે - Is there an end to space ? શું આકાશનો એક અંત છે ? If space comes to an end, what is beyond the end ? gi 241512-T Bus vid છે તો એ અંત પછી શું છે?” આ વિષયમાં વૈજ્ઞાનિકોની એક માન્યતા એ છે કે - “There is no end, but space beyond space for ever" 2415121-1ì sis vist tell, પરંતુ હંમેશાં માટે આકાશ પછી આકાશ છે. સાપેક્ષવાદ - સિદ્ધાંતની પૂર્વ એ માન્યતા હતી કે - “આકાશ અનંત છે. પરંતુ કોઈપણ વ્યક્તિ અનંત આકાશને પ્રાપ્ત કરી શકતા નથી. આ ભૌતિક જગતમાં આપણો સંબંધ આકાશથી જ હોય છે, અનંતથી નહિ. આ વિશે આઈન્સ્ટાઈન સિદ્ધાંત છે કે - “Is space infinite or does it come to an end ? શું આકાશ અનંત છે કે શું તે અનંતને પ્રાપ્ત થાય છે ?' આનો જવાબ એણે જૈનદર્શનની જેમ સાપેક્ષ દૃષ્ટિથી આપ્યો છે. એણે કહ્યું છે કે - “તે ન એકાંત રૂપથી અનંત છે અને ન સાત્ત છે. આકાશ અસીમ છે, પરંતુ એનો કોઈ અંત પણ નથી. આકાશ અસીમ છે, પણ સીમાથી આબદ્ધ નથી.” વિજ્ઞાનનો આ સિદ્ધાંત જૈનદર્શન દ્વારા માન્ય લોક-આકાશ અને અલોક-આકાશની નજીક છે. કારણ કે લોક-આકાશ એક સીમામાં આબદ્ધ છે, એનો અંત પણ છે, પરંતુ અલોક-આકાશની કોઈ સીમા નથી. તે અંત રહિત છે, અનંત છે. - અમર ભારતી, નવેમ્બર - ૧૯૭૮ પુગલોની સ્થિતિ : પુદ્ગલોની સ્થિતિ લોકાકાશના એક પ્રદેશથી લઈને અસંખ્યાત પ્રદેશોમાં અનિશ્ચિત રૂપથી છે. પુદ્ગલ દ્રવ્ય ધર્મ-અધર્મ દ્રવ્યની જેમ એક ભાગરૂપ તો છે નહિ કે એના એક રૂપ આધાર ક્ષેત્રની સંભાવના માનવામાં આવે. અલગ-અલગ ભાગ હોવા છતાંય પુદ્ગલોના પરિણામમાં * Exploring the universe, by H. Ward, P.16 ** Sawe, P. 266 [અજીવ તત્વ - જડ દ્રવ્યો અજીવ તત્વ - જડ દ્રવ્ય છે જે ૪૨૯) ૪૨૯
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy