SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ એકેન્દ્રિયોમાં શ્રુતનો સદ્ભાવ શંકા : જો શ્રુતાનુસારી જ્ઞાનને શ્રુતજ્ઞાન કહેવાય તો એકેન્દ્રિય જીવમાં શ્રુતજ્ઞાન કેવી રીતે (ઘટિત) થઈ શકે છે ? એમાં શબ્દાનુસારત્વ સંભવ જ નથી, એમના મન વગેરે સામગ્રીનો અભાવ હોય છે. આગમમાં - એકેન્દ્રિયોમાં શ્રુત માનવામાં આવ્યા છે, તેથી શ્રુતજ્ઞાનનું ઉક્ત લક્ષણ અવ્યાપ્તિ દોષથી દૂષિત છે. સમાધાન : એકેન્દ્રિય જીવોમાં જો કે શબ્દ રૂપ દ્રવ્યશ્રુતનો અભાવ હોય છે, તેમ છતાં એમાં ભાવશ્રુતનો ઉદ્ભાવ છે છતાં એકેન્દ્રિયોમાં કારણની વિકળતાથી દ્રવ્ય-શ્રુત નથી, તેમ છતાં શ્રુતાવરણ ક્ષયોપશમ રૂપ ભાવશ્રુત એમાં થાય છે, એમ કેવળીઓએ જાણ્યું છે. જેમ સૂતેલો સાધુ શબ્દ વગેરેને નથી સાંભળતો, એટલા માત્રથી એમાં શ્રુતજ્ઞાનનો અભાવ છે, એવું કહી શકાય નહિ. ઊંઘીને જાગ્યા પછી વ્યક્ત થતા ભાવશ્રુતને જોઈને દૂધમાં ઘીની જેમ એ પૂર્વમાં પણ એમાં હતો. એવો વ્યવહાર કરવામાં આવે છે. આ જ રીતે એકેન્દ્રિયોમાં સામગ્રીની વિકળતાના કારણે જો કે દ્રવ્યશ્રુતનો અભાવ છે, છતાં આવરણ ક્ષયોપશમ રૂપ ભાવશ્રુત એમાં માનવો જોઈએ. પરમ-યોગીઓએ એવું જ જોયું છે. વનસ્પતિ વગેરેમાં આહાર-ભય-પરિગ્રહ-મૈથુન સંજ્ઞા રૂપ ભાવશ્રુતના ચિહ્ન જોવા મળે છે. જેમ કે ભાષ્યકારે કહ્યું છે - जइ सुयलक्खणमेयं तो न तमेगिंदियाण संभव । दव्वसुया भावम्मि वि भावसुयं सुत्त जइणोव्व ॥ વિશેષા. ભાષ્ય, ગાથા-૧૦૧ શંકા : જે જીવોને ભાષાલબ્ધિ કે શ્રોત્રલબ્ધિ હોય છે, એને ભાવશ્રુત માની શકાય છે, અન્યથા નહિ. જે રીતે સુપ્ત સાધુના ભાષા અને શ્રોત્રલબ્ધિ છે. ઊંઘીને જાગવાથી પરપ્રતિપાદન અને પરોદીરિત શબ્દ શ્રવણ રૂપ ભાવશ્રુતનું કાર્ય એમાં દેખાય છે. એવું જોવાથી સુપ્તાવસ્થામાં પણ એ લબ્ધિરૂપમાં હતો, એવું અનુમાન કરવામાં આવે છે. એકેન્દ્રિય જીવોને તો ભાષા અને શ્રોત્રલબ્ધિ ન હોવાના કારણે ભાવશ્રુતનું કાર્ય નથી દેખાતું, તો એમને ભાવશ્રુત કેવી રીતે માની શકાય ? ૧૪ સમાધાન : પરમ જ્ઞાનીઓનું કથન છે કે કેવળીઓને છોડીને સમસ્ત સંસારી જીવોમાં અતિ-અલ્પ-સ્તોક-બહુ-બહુત્તર-બહુત્તમ વગેરેના તારતમ્ય ભાવથી દ્રવ્યેન્દ્રિયોના ન હોવા છતાં પણ લીન્દ્રિય પંચકના આવરણનું ક્ષયોપશમ હોય જ છે. આ કારણ પૃથ્વીકાય વગે૨ે - એકેન્દ્રિય જીવોના શ્રોત્ર-ચક્ષુ-ઘ્રાણ-રસના રૂપ નિવૃત્તિ-ઉપકરણ ઉભય દ્રવ્યેન્દ્રિયોના ન હોવા છતાં એમને સૂક્ષ્મ તથા અવ્યક્ત લબ્ધિ ઉપયોગ રૂપ શ્રોત્રાદિ ભાવેન્દ્રિય જ્ઞાન હોય છે અર્થાત્ એકેન્દ્રિયમાં પણ લીન્દ્રિયાવરણ ક્ષયોપશમથી સંભૂત અલ્પ જ્ઞાન માત્રા હોય છે. તાત્પર્ય એ છે કે શ્રોત્રાદિ દ્રવ્યેન્દ્રિયો ન હોવાથી પણ એકેન્દ્રિયોના પાંચે ભાવેન્દ્રિયો જિણધો
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy