SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ સમય આવે છે કે જ્યારે એ શરાવ એ જળબિંદુઓને શોષવામાં અસમર્થ થઈને એનાથી પલળવા લાગે છે અને ધીરે ધીરે એમાં નાખવામાં આવેલા જળકણ સમૂહરૂપમાં એકત્રિત થઈને દેખાવા લાગે છે. શકોરાની ભીનાશ (આદ્રતા)ને પહેલાં જે જળકણ એમાં નાખવામાં આવ્યા હતા, એમને એ શકોરાએ શોષી લીધા હતા. પરંતુ તે જળકણ એમાં હતા અવશ્ય. એ શોષાયેલા જળકણ ભલે દૃષ્ટિગોચર ન હોય, પણ તે એમાં બનેલા છે, એમના કારણે જ આગલા જળકણ દૃષ્ટિગત થાય છે. જ્યારે જળની માત્રા વધી અને શકોરાની શોષવાની શક્તિ ઓછી થઈ ત્યારે તે બધા જળકણ સમૂહમાં દષ્ટિગત થવા લાગ્યા. આ રીતે મંદ ક્રમમાં જ્ઞાનધારા ઉત્તરોત્તર પુષ્ટ થતી અવ્યક્તતમથી અવ્યક્તતર અને અવ્યક્ત અને ક્રમશઃ વ્યક્ત-વ્યક્તતર થની ધારણા સુધી પહોંચે છે. અવગ્રહ સુધી અવ્યક્ત જ્ઞાનધારા હોય છે. સુષુપ્તનું દષ્ટાંત જ્યારે કોઈ સુષુપ્ત વ્યક્તિને પોકારવામાં આવે છે તો એના કાનમાં જ્યારે પૌદ્ગલિક શબ્દોની માત્રા પર્યાપ્ત રૂપમાં ભરાઈ જાય છે ત્યારે તે સામાન્ય રૂપથી જાણવામાં સમર્થ થાય છે કે - “આ છે ?' આ જ સામાન્ય જ્ઞાન છે જે શબ્દને પહેલા પહેલા ફુટતઃ જાણે છે. એના પછી વિશેષ જ્ઞાનનો ક્રમ પ્રારંભ થાય છે. છતાં આ ક્રમ સુષુપ્તની જેમ જાગૃત વ્યકિતમાં પણ બરાબર લાગુ પડે છે. પણ એ આટલો શીધ્રભાવી થાય છે કે સાધારણ લોકોના ધ્યાનમાં નથી આવતું. માટે શરાવ અને સુષુપ્તનું દૃષ્ટાંત બતાવવામાં આવ્યું છે. પટક્રમ : પટુક્રમમાં ઉપકરણેન્દ્રિય અને પદાર્થને સાક્ષાત્ સંબંધની અપેક્ષા નથી હોતી. દૂર, દૂર-તર હોવાથી પણ યોગ્ય સન્નિધાન માત્રથી ઇન્દ્રિય એ વિષયને ગ્રહણ કરી લે છે એ વિષયનું એ ઇન્દ્રિય દ્વારા ગ્રહણ પ્રારંભથી જ અર્થાવગ્રહરૂપ છે. એમાં પછી ઈહા વગેરે જ્ઞાન-વ્યાપાર મંદક્રમની જેમ પ્રવૃત્ત થાય છે. સારાંશ એ છે કે પટુક્રમમાં ઇન્દ્રિયની સાથે ગ્રાહ્ય વિષયના સંયોગ થયા વિના જ જ્ઞાનધારાનો આવિર્ભાવ થાય છે. એનો પ્રથમ અંશ અર્થાવગ્રહ છે અને ચરમ અંશ ધારણા છે. મંદક્રમમાં પ્રથમ અંશ વ્યંજનાવગ્રહ, બીજો અંશ અર્થાવગ્રહ અને ચરમ અંશ ધારણા રૂપ હોય છે. દર્પણનું દષ્ટાંત પટુકમની જ્ઞાનધારાને સમજવા માટે દર્પણનું દષ્ટાંત ઉપયોગી છે. જેમ દર્પણની સામે કોઈ વસ્તુ આવી કે તરત જ એમાં પ્રતિબિંબ પડી જાય છે અને એ દેખાય છે. એના માટે દર્પણની સાથે પ્રતિબિંબિત વસ્તુના સાક્ષાત્ સંયોગની આવશ્યકતા નથી, કેવળ (માત્ર) પ્રતિબિંબગ્રાહી દર્પણ અને પ્રતિબિંબિત થનારી વસ્તુના યોગ્ય દેશમાં સન્નિધાન આવશ્યક છે, એમ જ નેત્રના સામે જે પણ વસ્તુ આવે છે, એ તરત જ સામાન્ય રૂપમાં દેખાય છે. એના માટે નેત્ર અને એ પદાર્થના સાક્ષાત્ સંયોગની અપેક્ષા નથી રહેતી, જેમ કે કાન અને શબ્દનો સંયોગ અપેક્ષિત છે. માત્ર દર્પણની જેમ નેત્રના અને [ મતિજ્ઞાનના ભેદ DOOOOOOOOOOOOOT૧૮૩)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy