________________
વસ્તુની સાથે યોગ્ય સન્નિધાન જોઈએ. માટે પટુક્રમમાં પહેલેથી જ અર્થાવગ્રહ માનવામાં આવ્યો છે.
મંદક્રમિક જ્ઞાનધારામાં વ્યંજનાવગ્રહનું સ્થાન છે, પટુક્રમિક જ્ઞાનધારામાં નથી. માટે એ પ્રશ્ન થાય છે કે વ્યંજનાવગ્રહ કઈ-કઈ ઇન્દ્રિયથી થાય છે અને કોનાથી નહિ ? સમાધાન સ્પષ્ટ છે કે નેત્ર અને મનથી વ્યંજનાવગ્રહ નથી હોતો, કારણ કે એ બંને પદાર્થથી સાક્ષાત્ થયા વગર જ યોગ્ય સન્નિધાનથી અને અવધાનથી પોતાના ગ્રાહ્ય વિષયને જાણી લે છે. ઇન્દ્રિયોની પ્રાણપ્રાપ્યકારિતા :
આ કોણ નથી જાણતું કે દૂર-દૂરતરવર્તી વૃક્ષ, પર્વત વગેરેને નેત્ર ગ્રહણ કરી લે છે અને મન સુદૂરવર્તી વસ્તુનું પણ ચિંતન કરી લે છે. માટે નેત્ર તથા મન અપ્રાપ્યકારી માનવામાં આવ્યા છે. એનાથી થનારી ધારાને પટુક્રમિક કહેવાય છે. કર્ણ, જિવા, ઘાણ અને સ્પર્શન એ ચાર ઇન્દ્રિયો મંદક્રમિક જ્ઞાનધારાનું કારણ છે, કારણ કે એ ચારેય પ્રાપ્યકારી અર્થાત્ ગ્રાહ્ય વિષયોથી સંયુક્ત થઈને જ એમને ગ્રહણ કરે છે. આ બધાનો અનુભવ છે કે
જ્યાં સુધી શબ્દ કાનમાં ન પડે, ખાંડ જીભને ન લાગે, પુષ્પની સુગંધ નાકમાં ન ઘૂસે અને જળ શરીરને ન અડે, ત્યાં સુધી ન તો શબ્દ સંભળાશે, ન ખાંડનો સ્વાદ આવશે, ન ફૂલની સુગંધ જ માલૂમ પડશે અને ન જળ ઠંડુ કે ગરમ લાગશે.
નયન (આંખ) અને મનને છોડીને શેષ ચાર ઇન્દ્રિયો સ્પર્શન-રસન-ધ્રાણ અને શ્રોત્ર પ્રાપ્યકારી છે. નયન અને મન અપ્રાપ્યકારી છે. પ્રશ્ન થઈ શકે છે કે ઇન્દ્રિયત્વની સમાનતા થવાથી પણ કોઈને પ્રાપ્યકારી કહેવું અને કોઈને અપ્રાપ્યકારી કહેવું શું યૌક્તિક છે? સમાધાન એ છે કે ઇન્દ્રિયોનો સ્વભાવ જ એ પ્રકારનો છે. કોઈ ઇન્દ્રિયો તો પોતાના ગ્રાહ્ય વિષય દ્વારા ઉપઘાત અને અનુગ્રહનો અનુભવ કરે છે અને કોઈ ઇન્દ્રિયો પોતાના વિષયથી ઉપઘાત કે અનુગ્રહના રૂપમાં પ્રભાવિત નથી થતી. સ્પર્શનેન્દ્રિયમાં કર્કશ કામળાના સ્પર્શથી ચામડીનું છોલાવું વગેરે ઉપઘાત જોઈ શકાય છે, તથા ચંદન વગેરેના સ્પર્શથી શીતળતારૂપ અનુગ્રહ પણ જોવા મળે છે. રસનેન્દ્રિયમાં કુટકી, ચિરાયતા કે લીમડાના કડવા રસથી ઉપઘાત અને ક્ષીર-શર્કરા વગેરેના આસ્વાદનથી અનુગ્રહ જોવા મળે છે. ધ્રાણેન્દ્રિયમાં અશુશ્ય વગેરે પુદ્ગલોની દુર્ગધથી ઉપઘાત અને કપૂર વગેરે સુગંધિત પુદ્ગલોની સુગંધથી અનુગ્રહ થાય છે. શ્રોત્રેન્દ્રિયમાં ભેરી (નોબત-નગારું) વગેરેના કર્કશ સ્વરથી ઉપઘાત તથા મૃદુ-મધુર શબ્દોના સાંભળવાથી અનુગ્રહ પરિલક્ષિત થાય છે. નેત્રમાં એવો અનુગ્રહ કે ઉપઘાત નથી જોવા મળતો. તીણ તલવાર કે ભાલો વગેરે જોવાથી નેત્રમાં કોઈ ઉપઘાત નથી થતો તથા ચંદન-અગરુ-કપૂર વગેરેના અવલોકનથી શીતળતા રૂપ અનુગ્રહ પણ દષ્ટિગોચર નથી થતો.
મનમાં પણ ચિંતનીય વિષયથી ઉપઘાત કે અનુગ્રહ નથી જોવા મળતો. વદ્ધિ વગેરેના ચિંતનથી મનમાં દાહરૂપ ઉપઘાત નથી થતો અને ન જળ-ચંદન વગેરેના ચિંતનથી તરસનું ઉપશમન વગેરે અનુગ્રહ જ જોવા મળે છે. (૧૮૪ો
છે
આ જિણધમ્મો)