________________
શંકા સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિયની પ્રાપ્યકારિતા તો યુક્તિયુક્ત છે, પરંતુ ઘાણ અને શ્રોતની પ્રાપ્યકારિતા ઘટિત થતી નથી. કારણ કે ઘાણ અને શ્રોત્ર પોતાનાથી દૂર સ્થિત વિષયને પણ ગ્રહણ કરે છે. આ વાત અનુભવસિદ્ધ છે. ન તો શબ્દ કાનમાં પ્રવેશ કરતાં પ્રતીત થાય છે અને ન તો કાન શબ્દના સ્થાન પર જતો જોવા મળે છે. “આ દૂર કોઈનો શબ્દ સંભળાય છે એવી જનક્તિ પ્રસિદ્ધ છે. દૂરસ્થિત કપૂર-કુસુમ વગેરેની સુગંધ નિર્વિવાદ અનુભવમાં આવે છે. માટે શ્રોત્ર અને ઘાણની પ્રાપ્યકારિતા સંગત નથી.
સમાધાન ઉક્ત કથન ઉચિત નથી. શબ્દ અને ગંધ, કાન અને નાકમાં દૂરથી આવીને પ્રવિષ્ટ થાય છે. કાન અને નાક સ્વયં શબ્દ કે ગંધના સ્થાન પર નથી આવતું, કારણ કે શબ્દ અને ગંધ ગતિશીલ છે. માટે તે અન્ય સ્થાનથી આવીને કાન અને નાકમાં પ્રવેશ કરે છે. શબ્દ અને ગંધ પૌગલિક છે, માટે ગતિશીલ છે. જેમ હવાથી પ્રેરિત ધુમાડો ગતિક્રિયાવાળો છે એમ જ શબ્દ અને ગંધ પણ ગતિવાળા છે, તે દૂરથી આવીને શ્રોત્ર અને ઘાણથી સંબદ્ધ થાય છે, ત્યારે એમના કાન અને નાક દ્વારા ગ્રહણ થાય છે. માટે શ્રોત્રેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય પ્રાપ્યકારી છે.
શ્રોત્રેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય પ્રાપ્યકારી થઈને જ વિષયને ગ્રહણ કરે છે, કારણ કે એમાં વિષયકૃત ઉપઘાત અને અનુગ્રહ પ્રાપ્ત થાય છે. ભેરી વગેરેના કઠોર કર્કશ મહાશબ્દને સાંભળવાથી શ્રોત્રમાં બધિરતા (બહેરાશ) રૂપ ઉપઘાત જોવા મળે છે અને કોમળ શબ્દના શ્રવણથી અનુગ્રહ થતા પરિલક્ષિત થાય છે. ધ્રાણેન્દ્રિયમાં પણ અશુચિ વગેરેની દુર્ગધ ઘૂસવાથી પ્રતિરોગ અને અર્શ વ્યાધિ રૂપ ઉપઘાત જોવા મળે છે. સુગંધ દ્વારા અનુગ્રહ પણ જોવા મળે છે. શ્રોત્ર-દ્માણ સાથે સંબદ્ધ શબ્દ-ગંધ જ ઉપઘાત કે અનુગ્રહ કરવામાં સક્ષમ થઈ શકે છે, અન્યથા નહિ. માટે સિદ્ધ થાય છે કે સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિયોની જેમ શ્રોત્રેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય પણ પ્રાપ્ય થઈને જ વિષયને ગ્રહણ કરે છે, માટે તે પ્રાપ્યકારી છે.
નેત્રની અપ્રાપ્યકારિતા : નેત્ર અપ્રાપ્યકારી છે, કારણ કે એ અનુગ્રહ તથા ઉપઘાતથી રહિત છે. મનની જેમ જો નેત્ર ગ્રાહ્ય વસ્તુના સાથે સંબદ્ધ થઈને એને જાણે છે તો અગ્નિ વગેરેના જોવાથી દાહ વગેરે ઉપઘાત થવા જોઈએ અને કોમળ તથા શીતળ વસ્તુઓના જોવાથી અનુગ્રહ થવો જોઈએ, પણ આ રીતે અનુગ્રહ અને ઉપઘાત નથી જોવા મળતો, માટે નેત્ર અપ્રાપ્યકારી છે.
શંકા : જળ વગેરે વસ્તુને જોવાથી નેત્રની સ્તુતિ વગેરે અનુગ્રહ જોવા મળે છે અને સૂર્ય વગેરેને જોવાથી ઉપઘાત પણ થાય છે, માટે ઉપર આપેલો હેતુ અસિદ્ધ છે.
સમાધાન : જ્યાં સુધી ચક્ષુ ઇન્દ્રિયના વિષયકૃત અનુગ્રહ ઉપઘાતનો પ્રશ્ન છે, એ તો ન કહી શકાય કે ચક્ષુને કોઈપણ વસ્તુથી ક્યારેય સર્વથા ઉપઘાત-અનુગ્રહ નથી થતો. જો નેત્રમાં તીક્ષ્ણ શસ્ત્રનો આઘાત (પ્રહાર) લાગશે તો ઉપઘાત થશે જ. એના વિપરીત K મતિજ્ઞાનના ભેદ છે
આજે
૧૮૫)